________________
એક વખત નાગકેતુ જિનેશ્વરદેવની પૂજા કરતો હતો, તેવામાં ફુલની અંદર રહેલા એક ઝેરી સર્ષે તેને ડંખ માર્યો. સર્પનું ઝેર ચડવા છતાં પણ ભક્તિમાં તલ્લીન રહી. ઉચ્ચ ભાવના ઉપર આરૂઢ થયો અને તે જ ક્ષણે તેને તુરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શાસનદેવતાએ તેને સાધુનો વેષ અર્પણ કર્યો, પછી વિહાર કરતાં-કરતાં, ઘણા ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કર્યો અને અંતે નાગકેતુ કેવલી મોક્ષે ગયા.
આ પ્રમાણે નાગકેતુની કથા સાંભળીને એ અડ્ડમની તપસ્યા કરવામાં પ્રયત્નકરી શીલ રહેવું જોઇએ.
આ કલ્પસૂત્રમાં ત્રણ વાચનાઓ છે–પ્રથમ તીર્થકરોના ચરિત્ર, બીજું ગણધરાદિ સ્થવિરોનાં ચરિત્રો અને ત્રીજી સાધુસમાચારી આ ત્રણ વિષયો આ કલ્પસૂત્રમાં વિસ્તારથી વર્ણવેલા છે. તેમાં પ્રથમ અધિકારી તરીકે શ્રી તીર્થકરચરિત્રોમાં, શ્રીવીર પ્રભુનું ચરિત્ર તેઓ આસન્નઉપકારી હોવાથી પ્રથમ કહેવામાં આવે છે અને તેથી જ વર્તમાનતીર્થનું નામ વર્ધમાનતીર્થ પડયું છે.
નમસ્કાર થાઓ અરિહંતોને, નમસ્કાર થાઓ સિદ્ધ ભગવંતને, નમસ્કાર થાઓ આચાર્ય ભગવંતોને, નમસ્કાર થાઓ ઉપાધ્યાયજીને, નમસ્કાર થાઓ લોકને વિષે રહેલા સર્વસાધુઓને; આ પાંચે કરેલ નમસ્કાર સર્વપાપોનો નાશ કરનાર અને સર્વમંગલોમાં પ્રથમ મંગલરૂપ છે.
Jain Educa
For Private & Personal Use Only
ibrary.org