________________
પણ ઉપાશ્રયમાં જતા બંધ થઈ ગયા. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શેકાતુર થએલો જાણી ગુરુ મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શેકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. વિશેષમાં ગુરુ મહારાજે કહ્યું કે “તમે શેકને દૂર કરી આ પર્યુષણ પર્વમાં ઉપાશ્રયે આવો તો શ્રીભદ્રબાહુસ્વામીએ પૂર્વમાંથી ઉદ્ધરેલું કલપસૂત્ર તમને વાંચી સંભળાવું. તે કલ્પસૂત્રના શ્રવણથી તમારા મનની દશામાં ઘણો સુધારો થશે.” રાજા ગુરુ મહારાજની આજ્ઞાને માન આપી સભા સાથે ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુ મહારાજે સર્વ સભા સમક્ષ મહોત્સવપૂર્વક કપસૂત્ર સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કહ૫સૂત્ર વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ
પર્યુષણ પર્વ આવે એટલે કલ્પસૂત્રના શ્રવણની સાથે સાથે આ પાંચ કાર્યો પણ અવશ્ય કરવાં જોઈએ. તે આ પ્રમાણે–૧ ચૈત્યપરિપાટી એટલે દરેક જિનમંદિરમાં જઈ ચૈત્યવંદન વગેરે કરવાં. ૨ સર્વ સાધુઓને વંદન કરવું. ૩ સંવત્સરી પ્રતિક્રમણ કરવું. ૪ સાધમ ભાઈઓને પરસ્પર ખમાવવા અને ૫ અમ–ત્રણ ઉપવાસ–ની તપશ્ચર્યા કરવી. આ પાંચે કલ્પસૂત્રના સાંભળવાની માફક વાંછિત ફલને આપનારા છે, અવશ્ય કરવા યોગ્ય છે એવી જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેમાં જે અમ-ત્રણ ઉપવાસરૂપ-તપ છે, તે મહાફળનું કારણ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને આપનાર છે. ત્રણે શલ્યને મૂળથી ઉખેડી ફેંકી દેનાર છે, ત્રણે જનમને પવિત્ર કરનાર છે, મન, વચન અને કાયાના દોને ચૂસી લેનાર છે, અને ત્રણે જગતમાં સર્વથી શ્રેષ્ઠ
Jain Educa
For Private & Personal Use Only