________________
ધાન્ય એકઠું થતું. પણ મારા પુત્રો મારા જેટલા કાળજીવાળા નથી, તેઓ જે મારા જેવી ખેડ વગેરે નહિ કરે તો ધાન્યના અભાવે તેઓની કેવી બુરી દશા થશે ! આ રીતે તેમની દયા ચીંતવતો હતો. સરળપણાને લીધે પિતાની ખરેખરી વાત ગુરુ પાસે કહી દીધી. ગુરુએ કહ્યું કે હે મહાભાગ! “તમેએ દુર્બાન કર્યું. સાધુને પોતાની ભૂલ માલુમ પડી અને કહ્યું કે –મેં અયુક્ત કર્યું. આ પ્રમાણે કહીને મિચ્છામિ દુકકી દઈ પોતાને લાગેલા પાપની શુદ્ધિ કરી.
વીરપ્રભુના તીર્થના કેટલાક મુનિઓ સ્પંડિલ ગયા હતા. તેઓ માર્ગમાં એક નટને નૃત્ય કરતો જોઈ ઊભા રહ્યા અને ગુરુજીએ જ્યારે મોડા આવવાનું કારણ પૂછયું, ત્યારે તેમણે કહ્યું કે:-“માર્ગમાં એક નટ નૃત્ય કરતો હતો તે જોવાને ઊભા રહ્યા હતા.” ગુરુએ કહ્યું કે કોઈ પણ નટના ખેલ કે નૃત્ય જોવાનો મુનિને અધિકાર નથી. તમે એવું નૃત્ય જેવા ઊભા રહ્યા એ ઠીક ન કહેવાય. પછી એ જ મુનિઓ કેઈનટીનું નૃત્ય જેવા ઊભા રહ્યા અને ગુરુએ વિલંબનું કારણ પૂછયું. તે વખતે સીધી રીતે જવાબ આપવાને બદલે વક્રપણે આડા-અવળા ઉત્તર આપી મૂળ વાતને ઉડાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આખરે સાચી વાત બહાર આવી. ગુરુએ ઠપકો આપતાં શિષ્યો ગુરૂને સામે કહેવા લાગ્યા કે– પ્રથમ તો તમે જ ભૂલ કરી છે અને વળી પાછો અમને ઠપકો આપો છો એ કેવો ન્યાય? તમે તો નટનું નૃત્ય જોવાની મનાઈ કરી હતી. તે વખતે નટીનું નૃત્ય નહિ જોવાનું તમે ક્યારે કહ્યું હતું? અમને શું ખબર પડે કે નટનું નટીનું બેમાંથી કોઈનું નૃત્ય ન જોવાય? પ્રથમ દૃષ્ટાંત સંપૂર્ણ.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
VO