________________
એક શેઠને બહ અવિનયી પુત્ર હતો. એક વખતે તેના પિતાએ તેને શિખામણ આપી કે - બેટા ! બને ત્યાં સુધી વડીલ સામો જવાબ આપવો નહિ.” પુત્રે પિતાની શિખામણ માની લીધી ને તેણે કેઈની પણ સામે જવાબ નહિ આપવાનો નિશ્ચય કર્યો.
એક દિવસે કોઈ કારણ પ્રસંગે પિતા વગેરે ઘરની બહાર ગયા. ઘરમાં પેલો પુત્ર એકલો હતો, તેથી કમાડ બંધ કરી, અંદરથી સાંકળ ચડાવી બેસી રહ્યો. થોડા વખત પછી મા–બાપ ઘરે પાછી આવ્યાં. તેમણે પુત્રને ઘણા ઘાંટા પાડ્યા પણ પુત્રે તેનો બીલકુલ જવાબ ન આપ્યો ને ઘરનો બારણાં પણ ઉઘાડ્યા નહિ. પછી પિતાએ દિવાલ ઓળંગી મહામુશીબતે ઘરમાં પ્રવેશ કર્યો. તેણે જોયું તો પુત્ર આ બધો વખત બેઠે બેઠે હસતો હતો. પિતાએ ઠપકો આપ્યો, ત્યારે તે કહેવા લાગ્યા કે:“તમે પોતે જ મને કહ્યું છે કે વડીલ પુરુષને જવાબ સામો ન વાળવો.” પિતાના પુત્રની વક્રતા અને જડતા માટે પિતાને બહુ ખેદ થયો.
શ્રી અજિતનાથ વગેરે બાવીશ તીર્થકરોના સાધુઓ કેવા સરળ અને બુદ્ધિશાળી હોય છે તે વિષેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે:–એક વખત શ્રી અજિતનાથ ભગવાનના સાધુઓ નટનું નૃત્ય જોઈને લાંબા વખતે ઉપાશ્રયમાં આવ્યા. તે વખતે ગુરુએ પૂછયું કે-મુનિઓ ! આજે વધારે વખત કેમ લાગ્યો ? જવાબમાં મુનિઓએ નટના નૃત્યની વાત સંપૂર્ણ અને સરળભાવે કહી સંભળાવી. તે પછી ગુરુએ નટનું નૃત્ય નહિ જોવાને ઉપદેશ આપ્યું. તે સર્વ મુનિવરેએ અંતઃકરણપૂર્વક કબુલ રાખ્યો.
પપ
Jain Education International
For Private & Personal Use Only
wwwa library.co