________________
કયા
હોય. ઉપાશ્રયમાં સ્ત્રીઓને સંસર્ગ ન હોય, ધી, દૂધ વગેરે ગોરસની સુલભતા હોય, જ્યાંના માણસે ભદ્રિક હોય. જ્યાં સારા વૈદ્યને લાભ મળી શકતો હોય, ઔષધો પણ સહેલાઈથી મળી શકતાં હોય; ગૃહના ઘરો ધનધાન્યાદિથી ભરપૂર હોય, રાજા પણ ઉત્તમ વિચાર ધરાવતો હોય, બ્રાહ્મણો વગેરેથી સાધુઓનું અપમાન થવાનો સંભવ ન હોય, જે ક્ષેત્રમાં સહેલાઈથી ભિક્ષા મળી શકે તેમ હોય અને જ્યાં સ્વાધ્યાયમાં ખલેલ પહોંચતી ન હોય, આવું તેર લક્ષણોવાળું ક્ષેત્ર મુનિઓને રિથરતા કરવા માટે ઉત્કૃષ્ટ ગણાય છે.
ઉપર કહેલા ચાર ગુણોથી વધારે અને પાંચમાં ગુણથી બારમા ગુણ સુધી મળતાં આવે તેવા લક્ષણોવાળું સ્થાન મધ્યમ ગણાય છે.
સંયમમાં રૂચી ધરાવનારા મુનિવરો બનતાં સુધી ઉત્કૃષ્ટ ક્ષેત્રની જ પસંદગી કરે, ઉત્કૃષ્ટ ક્ષેત્ર ન મળે તો મધ્યમ ક્ષેત્રમાં, અને મધ્યમ ક્ષેત્ર ન મળે તો છેવટે જધન્ય ક્ષેત્રમાં, અને વર્તમાનના નિયમ પ્રમાણે તે જ્યાં ગુરુએ આજ્ઞા કરી હોય તે જ ક્ષેત્રમાં પર્યુષણાકલ્પ કરે. ( આ પ્રમાણેને દશ પ્રકારનો ક૫ જે નિર્દોષપણે પાળ્યો હોય તો નીચે આપેલા દુષ્ટાંતમાં દર્શાવેલા ત્રીજા વૈદ્યના ઔષધની માફક ભારે ઉપકારક થાય છે. દૃષ્ટાંત આ પ્રમાણે છે
એક રાજાને પોતાના પુત્ર પ્રત્યે ઘણી જ મમતા હતી. તેણે પોતાના પુત્રના ભવિષ્યનાં સુખ માટે દેશ-વિદેશમાંથી ત્રણ વૈદ્યોને બોલાવ્યા. અને દરેકની પાસે કેવા પ્રકારનાં ઔષધો છે,
家樂隊樂隊樂隊蒙家家樂家考
Jain Educ
a
tional
-
For Private & Personal Use Only
brary.org