________________
એક વખત તે જ મુનિઓ સ્થડિલથી પાછા આવતા હતા તે વખતે એક નટી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જેવાની ઈચ્છા થતાં જ તેમને ગુરૂજીનો ઉપદેશ યાદ આવ્યું. તેમણે પોતાના મનથી નિશ્ચય | કરી લીધો કે ગુરુજીએ નટનો ખેલ જોવાની મનાઈ કરી છે, તેની સાથે જ નટીનું નૃત્ય પણ જરૂર
આવી જાય. માટે આવા નૃત્ય કે ખેલ જોવાને આપણે આચાર નથી. આ પ્રમાણે વિચાર કરી પોતે પિતાની મેળે જ તે રસ્થાને ઊભા રહ્યા નહિ અને એકદમ ઉપાશ્રય તરફ પાછા આવ્યા.
શ્રી અજિતનાથાદિ બાવીશ તીર્થકરોના તીર્થના મુનિઓ તો સરળ અને બુદ્ધિશાળી હોવાથી ધર્મનું રહસ્ય તેવો સમજી શકે અને પાળી શકે, પરંતુ પ્રથમ તીર્થંકરના તીર્થના મુનિઓ સરળ અને જડ હોવાથી તેમને ધર્મનો બાધ શી રીતે હોઈ શકે ? કારણ કે તેઓને બાધ હોતો નથી. વળી વીરપ્રભુના તીર્થના મુનિઓને તો વક્ર અને જડપણને લીધે ધર્મ સંભવે જ શી રીતે ?
આવી શંકા કરવી ઠીક નથી. પ્રથમ તીર્થકરના સાધુઓ જડતાને લીધે ખલના પામે ખરા, ઘણી વાર ભૂલથાપ પણ ખાઈ જાય; પરંતુ તેમના મનભાવ શુદ્ધ હોવાથી તેમને ધર્મની પ્રાપ્તિ થાય એ શંકા વગરની વાત છે. વળી શ્રી વીર પ્રભુના સાધુઓમાં વક્રતા અને જડતા હોવાથી તેમના મનભાવ સરળ અને પ્રાજ્ઞની અપેક્ષાએ વિશેષ શુદ્ધ ન પણ હોય, પરંતુ એમને વિષે સર્વથા ધર્મ સંભવે જ નહીં એમ ન કહેવું. આ પ્રમાણે બોલવું એ મહાદેષનું કારણ છે. કહ્યું છે કે:-“ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી એમ કહેનારને શમણુસંધે સંઘ બહાર મૂકી દેવો.
家、家家、家樂家
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org