________________
યા
家家家樂隊樂隊樂隊樂家樂家。
શિષ્યાએ તે વાત અંગીકાર કરી.
આ વાતને થોડા દિવસ વીતી ગયા. પછી એક વખતે પ્રથમની જેમ પેલા સાધુઓ બહારથી મોડા આવ્યા. ગુરુએ પૂછયું કે:-“મુનિઓ ! આજે કેમ વાર લાગી?' આ વખત મુનિઓએ કહ્યું કે:-“પ્રભે ! આજે એક નટડીને ખેલ જોવા ઊભા રહ્યા, તેથી વધારે વખત નીકળી ગયે.” ગુરુએ આવા જ પ્રસંગની યાદ દેવડાવી કહ્યું કે;–“તમને મેં થોડા દિવસ ઉપર જ નટનાં નૃત્ય કે ખેલ જોવાની મનાઈ નહોતી કરી? તો પછી આ વખતે પણ તે જોવાને કેમ ઊભા રહ્યા?' “શિષ્યોએ બહુ જ નિખાલસ દીલે જવાબ દીધો કે –“તે વખતે તો આપે નટ જેવાનો નિષેધ કર્યો હતો, પણ નટીને ખેલ જોવાનો નિષેધ નહોતો કર્યો.? અહીં બુદ્ધિની જડતાને લીધે જ નટને નિષેધ થયો તેની સાથે નટીને નિષેધ પણ થઈ જ ગયે એમ અમે સમજી શક્યા નહિ એવો સરળ ઉત્તર આપ્યો.
અહીં બીજું દૃષ્ટાંત આ પ્રમાણે છે:–કોઈ કણદેશના વાણીયાએ ઘડપણમાં દીક્ષા લીધી. તે એક દિવસે ઈરિયાવહી પડિકકમતાં ઘણો વખત કાઉસગ્નમાં ઊભે રહ્યો, તેને ગુરૂએ પૂછ્યું કે –“આજે કાઉસગ્ગમાં આટલો બધો વખત કેમ થઈ ગયો. તેણે સરળ સ્વભાવે ઉત્તર આપ્યું કે:-ગુરુદેવ! જીવદયા ચિતવતો હતો.' ગુરુજીએ પૂછયું કે– કેવા પ્રકારની જીવદયા ચિતવતા હતા ?’ મુનિએ કહ્યું કે:-“જ્યારે હું ગૃહરાવસ્થામાં હતો ત્યારે વર્ષાકાળ આવતાં મારાં તમામ ખેતર ખેડી નાખતો, ધાન્ય વાવતો, નકામા છોડવાઓ ઉખેડી ફેંકી દેતો અને એટલી બધી કાળજી રાખતો કે મારા ઘરમાં ખૂબ
- NGSકી
For Private & Personal Use Only