Book Title: Dhyan ane Jivan
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Omkar Gyanmandir Surat
Catalog link: https://jainqq.org/explore/004948/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા Jain Education Tnternational FOTWaesona SE ON ww.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ -૮ | રે, જ ::::: dો દ આપો :::: : છે - જ કહી .' , કિ હત કવિ ક કે : " , , - .'.. - ' ' . દક (ભાગ ૧ - ૨) ઈ.', F*; t" પ્રવચનકાર સકલસંઘહિતચિંતક વિરાટમુનિગણસર્જક જિનવચનમર્મજ્ઞ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ | વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સંપાદક પ. પૂ. પંન્યાસ શ્રી પબ્રસેનવિજયજી ગણિવર " :. it, - .. : પ્રકાશક : . તથાRT ના * * ::::::: * *, કજપ્રકો આચાર્યશ્રી 30કારસૂરિ જ્ઞાનમંદિર, સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ ; પાંચમી રા દિકરી વિક્રમ સંવત : ૨૦૫૫ વીર સંવત : ૨૫૫ કિંમત ૪પ-૦૦ રા. પ્રકાશન સૌજન્ય શ્રી નિરંજનભાઈ રમણિકલાલ મહેતા સુરત (હાલ અમેરિકા) પ્રાપ્તિસ્થાન છે આચાર્ય શ્રી કારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫ ૦૦૧. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન માટે સંમતિ આપવા બદલ શ્રી દિવ્યદન ટ્રસ્ટનો તેમજ શ્રી કુમારપાળભાઇ વી. શાહનો ખૂબ આભાર માનીએ છીએ....... * ::: બાઇટ ઓફસેટ સમેતશિખર એપાર્ટમેન્ટ, જૈન યાત્રિક ભુવન સામે, કાજીનું મેદાન, ગોપીપરા, સુરત-૩૯૫ ૦૦૧. 2. Page #4 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન | શ્રી “ધ્યાનશતક' નામથી પ્રસિદ્ધ એવું “બાનાધ્યયન' નામનું ૧૦૫ ગાથાનું શાસ્ત્ર પૂર્વધર મહર્ષિ પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે રચ્યું અને એના પર સંક્ષિપ્ત વ્યાખ્યા પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસુરિજી મહારાજે કરી. બંને મહર્ષિ એવા અતિ ઉચ્ચ શ્રેણિના વિદ્વાન છે કે જેમની પંક્તિઓને સૂત્રાશરની જેમ પછીના શાસ્ત્રકારો પોતાના રચેલા શાસ્ત્રમાં આધાર તરીકે નોંધે છે. આચાર્ય પુરંદર શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ પૂર્વધર મહર્ષિ છે. ૧૪ “પૂર્વ' નામના શાસ્ત્રો, જે કૃતસાગરસમા, તે શાસ્ત્રો પૈકીના ૧ ‘પૂર્વ' નામના શાસ્ત્રના એઓશ્રી જાણકાર હતા. એમની પછી તો પૂર્વ શાસ્ત્રો નષ્ટ થઈ ગયા, એના કેટલાક પદાર્થોના ઝરણાં રહ્યા. સૂત્રથી નષ્ટ થવાનું કારણ એ કાંઈ લખાયેલા નહિ, માત્ર મોઢે મોઢે જ ભણાવાતા, ભણાતા અને યાદ રખાતા. બધું જ મોઢે. કાળના પ્રભાવે જીવોની બુદ્ધિનો હ્રાસ થતાં એ ગ્રહણ કરવાનું અને યાદ રાખવાનું મુશ્કેલ થયું. એટલે મહાવીર પ્રભુ પછી ૧૪ પૂર્વમાંથી ક્રમશઃ નષ્ટ થતાં થતાં ૧૦૦૦ વર્ષમાં તો ‘પૂર્વ' જ્ઞાન સમૂળગું નષ્ટ થયું. શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજ એના અંત ભાગમાં થયા એટલે એમને લગભગ ૧ પૂર્વ જેટલું જ્ઞાન હશે એમ મનાય છે. એ મહર્ષિએ શ્રમણ સૂત્રમાં આવતા “ચઉહિ ઝાણહિં' પદને લઈ “ઝાણ” એટલે કે ધ્યાન, તેના પર “ધ્યાન-અધ્યયન' રચ્યું છે. ૧૦૫ ગાથાનું એટલે ૧૦૦ “શત' ની નજીક સંખ્યાની ગાથાઓનું, માટે આ અધ્યયન “ધ્યાન-શતક' તરીકે ઓળખાય છે. શિબિરના અનેક વિદ્યાર્થીઓની ધ્યાન અને યોગના વિષયમાં તીવ્ર જિજ્ઞાસા હતી તો બીજી બાજુ યમ-નિયમ વગેરેનો પ્રસિદ્ધ ક્રમ ઓળંગી કેટલાક સીધો સીધા ધ્યાનમાં ઉતરવા માટે થનગની રહ્યા હતા. એ લોકોને ધાર્મિક ક્રિયાકાંડમાં જે શારીરિક શ્રમ પડે એ મુદ્દલે પસંદ હતો નહીં અને તેથી લોટરીની જેમ સીધા જ ધ્યાનમાં ઉતરી પડવાની ઘણાઓ નિષ્ફળ ચેષ્ટા કરી ચૂક્યા હતા. સમાજમાં કેટલાક આગળ પડતા નેતાઓ પણ ધ્યાન-ધ્યાનની બાંગો પોકારતા હતા. આ સ્થિતિમાં વાસ્તવિક ધ્યાન એ શું ચીજ છે ? કેવા અશુભ ધ્યાન ટાળ્યા વિના શુભ ધ્યાન ન આવે ? અશુભ ધ્યાનના પ્રકા કયા કયા ? એનું સ્વરૂપ અને કારણો કયા કયા ? એ કયા કયા ઉપાયે ટળે ? એ પછી લાગતા શુભ ધ્યાન કઈ ભૂમિકાની એ વસ્તુ છે અને તે આત્મસાત્ કરવા માટે કેટલા વારોથી વિચારણા કરવાની જરૂર છે ? તથા ધ્યાનના તાત્કાલિક અને દૂરગામીકયા કયા પરિણામો ઉદ્ભવે છે ? શુભ ધ્યાનની પણ કેટલી કક્ષાઓ હોઈ શકે છે ? એના કેવા કેવા પ્રકારો છે ? તથા ધ્યાન માટે કેવા કેવા દેશ-કાળ ઉચિત ગણાય ? કોને તે લાભ કરે તથા ધ્યાનનો બીજો પાસો શો છે ? -એમાં કેટકેટલા પ્રયત્ન સફળતા મળે ?-આ બધી જટિલ સમસ્યાઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ _ ઉપર શાસ્ત્રગર્ભિત અનુભવસિદ્ધ પ્રકાશ પાથરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી. વિજય પૂજ્યપાદશ્રીએ તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શાસ્ત્રોના મહાસાગરમાંથી વિણી વિણીને ધ્યાન અંગેની સામગ્રી એકઠી કરી ઉપરોક્ત સમસ્યાઓના કાયમી ઉકેલ સૂચવનાર વાચનાઓ શિબિરોમાં અને અન્ય સ્થળે આપવાનો મંગળ પ્રારંભ કર્યો. તે પ્રવચનો દિવ્યદર્શન સાપ્તાહિકમાં ૧૭ મા વર્ષના અંકોમાં ક્રમશઃ છપાઈ ગયા બાદ બે ભાગમાં પુસ્તકાકારે પણ છપાઈ ગયા. આ ગ્રન્થ પૂજ્યશ્રીના “ધ્યાન” અંગેના ચિંતન અને અનુભવોનો તથા શાસ્ત્રીય સત્યોનો અમૂલ્ય ખજાનો બની ગયો છે. ધ્યાન એ માત્ર પદ્માસન લગાવીને જ આરાધવાની વસ્તુ નથી. પરંતુ શાસ્ત્રવિહિત તમામ શુભક્રિયાઓમાં શુભ ધ્યાન કેટલું ઓતપ્રોત છે એ તથ્ય ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. લગભગ તમામ સંજ્ઞી જીવોને એક યા બીજા પ્રકારનું ધ્યાન ચાલુ જ હોય છે પરંતુ તેમાં “રૌદ્ર' અને “આ બે અશુભ ધ્યાનના પ્રકારની જ બોલબોલા હોય છે. રોજીંદા જીવનમાં માનવ ડગલે ને પગલે કેટલું બધું દુર્ગાન કરતો હોય છે એના નમૂના પૂજ્યશ્રીએ એવા સચોટ દર્શાવ્યા છે કે ધ્યાન-ધ્યાન કરનારાઓનો ઉન્માદ પીગળી જાય અને પોતાને સાચો ખ્યાલ આવી જાય કે ધ્યાનની ભૂમિ ઉપર પગ મૂકવાની વાત તો દૂર રહી, સૌથી પહેલાં તો દુર્ગાનના મગરમચ્છે જે આપણને પાકી પકડમાં લીધા છે એમાંથી જ છુટવાની ખાસ જરૂર છે અને એ માટે પ્રતિપક્ષી શુભ ધ્યાને ઉજાગર કરનારી શુભક્રિયાઓમાં સામેલ થવાની પ્રાથમિક આવશ્યકતા છે. પૂજ્યશ્રીએ દુર્બાનની ભીષા પકડ તથા તેમાંથી છૂટવા માટે ઉપયોગી ચિંતનશૈલીનું જે હૃદયંગમ વર્ણન કર્યું છે તે પ્રત્યેક ધ્યાનોપાસકને વિચાર કરતા કરી મૂકે તેવું છે. પોતાને ધ્યાનમાં આગળ વધી ગયેલા માની લેનારને પણ સિંહાવલોકનન્યાયે પોતાની યોગ્યતા અને પોતાની ભૂમિકાની ફરી એકવાર તપાસ કરી લેવા પ્રેરણા આપતો આ ગ્રન્થ સાચે જ ધ્યાનની પિપાસા રાખનારાઓ માટે ભોમીયાની ગરજ સારે એવો છે. પૂજ્યશ્રી જૈન શાસનના એક અણમોલ રત્ન હતા. તેમનું ધ્યાન અને ચિંતન એકબાજુ શાસ્ત્રીય સત્યોથી વણાયેલું છે તો બીજી બાજુ વર્તમાનકાળે નવી જ દિશાસૂઝ આપી જનારું છે. સૌ કોઈ આ ગ્રન્થમાં પીરસાયેલ રસથાળને આરોગી શુક્લધ્યાનારુઢ થવાની શક્તિ કેળવો એજ શુભેચ્છા. આવા ઉત્તમ સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તભૂત થનાર સ્વ. ગચ્છાધિપતિ વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. તથા સંપાદક પ.પૂ. પંન્યાસશ્રી પદ્ધસેન વિજયજી મહારાજ તેમજ સૌજન્યદાતા શ્રી નિરંજનભાઈ રમણિકભાઈ મહેતા સુરત (હાલ અમેરિકા) નો આભાર માનીએ છીએ. લિ. ટ્રસ્ટી મણ આચાર્યશ્રી ૐડારરસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ 4. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના જીવનંહિમાલયના ઉgશશિખરી નામ : પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.. જન્મદિવસ : ચૈત્ર વદ ૬ સંવત ૧૯૬૭, તારીખ ૧૯-૪-૧૯૧૧ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબહેન પિતાજી : ચીમનભાઈ સંસારી નામ : કાંતિલાલ વ્યવહારિક અભ્યાસ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A - C.A. સમકક્ષ) પાસ ઈન્સ્ટિટયુટ ઓફ બેંકર્સ (ઈંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ... ઈન્સ્ટિટયુટ ઓફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ચતુર્થ વ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ ૬ (ઉંમર વર્ષ ૨૩) દીક્ષા : પોષ સુદ ૧૨ સંવત ૧૯૯૧ તા. ૧૬-૧૨-૧૯૩૫ ચાણસ્મા... વડી દીક્ષા : મહા સુદ ૧૦ સંવત ૧૯૯૧ ચાણસ્મા... ગુરૂદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ નૈષ્ઠિક બ્રહ્મચારી પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ : સં. ૨૦૧૨ ફાગણ સુદ ૧૧ તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૬ તા. ૨-૫-૧૯૫૯ સુરેન્દ્રનગર આચાર્યપદ : સં. ૨૦૨૯ માગસર સુદ ૨ તા. ૭-૧૨-૧૯૭૨ અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સં. ૨૦૪૬ પોષ સુદ ૧૨ તા. ૮-૧-૧૯૯૦ ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૨૬ આસો સુદ ૧૫ તા. ૧૪-૧૦-૧૯૭૦ કલકત્તા ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૩૫ ફાગણ સુદ ૧૩ - તા. ૨૫-૩-૧૯૭૯ મુંબઈ પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પઘવિજયજી મ. (સંસારી ભાઈ) કુલ શિષ્ય પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૨૭૦ ગૃહસ્થ પર્યાય : ૨૩ વર્ષ કુલ સંયમ પર્યાય : ૫૮ વર્ષ આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ કુલ આયુષ્ય : ૮૨ વર્ષ પ્રથમ ચાતુર્માસ : પાટણ અંતિમ ચાતુર્માસ : સુરત કુલ ચાતુર્માસ : ૧૮ સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪૦૦ થી વધુ સ્વહસ્તે પદપ્રદાન : ૩૦ થી વધારે મહાત્માઓને Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વહસ્તે અંજનશલાકા સ્વહસ્તે પ્રતિષ્ઠા સ્વનિશ્રામાં ઉપધાન સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો કુલ ગુજરાતી પુસ્તકો મરાઠી પુસ્તક સરળ ઓળખાણ : ૮૨, : ૧ : ૪ કૃપા-પ્રેરણા અને માર્ગદર્શનથી સંશોધન, સંપાદન અને નવસર્જન પામેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો અધ્યયનોપયોગી સર્જન જૈન સંઘને શ્રેષ્ઠ ભેટ પ્રથમ શિબિર તપસાધના વિહારભૂમિ અને ચાતુર્માસઃ ગુજરાત-૨૩, મહારાષ્ટ્ર-૨૨, રાજસ્થાન-૭, ઉત્તરપ્રદેશ-૧, બંગાળ-૧, કર્ણાટક-૨, તામિલનાડુ૨, બિહાર, મધ્યપ્રદેશ... : સં. ૨૦૧૦ જેઠ માસ, ઈ.સ. ૧૯૫૪ મે માસ નાસિક.... આનંદના વિષયો : ૧૨ થી વધારે સ્થાનોમાં : ૨૦ થી વધારે સ્થાનોમાં : ૨૦ થી વધારે સ્થાનોમાં : ગુરૂ પારતંત્ર્ય, વિનય, તપ, ત્યાગ, તિતિક્ષા, સંયમશુદ્ધિ, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભક્તિ, શુદ્ધક્રિયા, અપ્રમત્તતા, શાસ્ત્રનિષ્ઠા, બ્રહ્મચર્ય, સંઘવાત્સલ્ય, શ્રમણઘડતર, નિર્યામણા કૌશલ્ય VALLE.... કાળધર્મ દિવસ કુલ હિન્દી પુસ્તકો : ૨૭ અંગ્રેજી પુસ્તક : ૫૦ થી વધુ : પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃત નિયમાવલી, ન્યાયભૂમિકા, પ્રકરણ દોહન, તત્વાર્થઉષા વિ... : પ્રભાવક સંયમી શ્રમણો, શિબિર આયોજન, સંઘએકતાનિર્માણ, વિશાળ સાત્વિક સાહિત્યનો ખજાનો, મહાન જીવન આલંબન... : નીચી દૃષ્ટિ, નિર્દોષ ગોચરી, રાત્રે ચાંદનીમાં લેખન, અષ્ટાપદજીની પૂજા, અદ્ભૂત પ્રતિક્રમણ, નિત્ય વાચના, વ્યાખ્યાનમાં નીતરતો વૈરાગ્ય, સાદગી ઈત્યાદિ... : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, પ્રસંગે છટ્ઠ, ઉપવાસ આદિની અનેક તપશ્ચર્યાઓ... : કતલખાનાને તાળા લગાવવા, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, આજીવન ગુરૂસેવા, મુમુક્ષુનો સંયમસ્વીકાર, પરગુણ પ્રશંસા, અનેકાંત-સ્યાદ્વાદ, શાસ્ત્રસ્વાધ્યાયઘોષ, સ્તવનાદિના રહસ્યાર્થની પ્રાપ્તિ ઈત્યાદિ... : સં. ૨૦૪૯ ચૈત્ર વદ-૧૩ તા. ૧૯-૪-૧૯૯૩ બપોરે ૧-૩૦ કલાકે અમદાવાદ. 6 Page #10 -------------------------------------------------------------------------- ________________ -- (અનુક્રમણિકા) ભાગ – ૧ ૧૦ ૨૧ 3 ૪૭ ૬૭ ૭૧ ૭૮ ૮૪ ૮૬ ૫ વિષય દુઃખમાં કર્મનિકાલ પર ધ્યાન ધ્યાનને જીવન સાથે સંબંધ નમસ્કાર મંત્રના ધ્યાનના દ્રષ્ટાંત નવકાર ધ્યાનની રીત શુભ ભાવના ભવ્ય લાભ ને ઉપાય સંસારમાં બચાવ કેમ મળે ? ચિત્તની અવસ્થાઓ. “ધ્યાનશતક' શાસ્ત્રના કર્તા શુભાશુભ ચાર ધ્યાન આર્તધ્યાનના ચાર પ્રકાર આર્તધ્યાન ટાળવાના ત્રણ મહાન ઉપાય આર્તધ્યાન, વેદનાનુબંધી તામસભાવના તાંડવઃ સાધનામાં હોંશ-જોસ-પરિણતિ રાગને કેમ હંફાવવો ? વલોપાત-આર્તધ્યાન ફેમ મિટે ? મુનિને રોગમાં આર્તધ્યાન કેમ નહિ ? મહાન કેમ થવાય ? મનના રંગ ન ફરે..... શુભધ્યાન કેમ લાગે ? ભોગવીને પાપનાશના ચાર ઉપાય તપથી કર્મનાશ : છ બાહ્ય તપ મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્ત્વ લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિક પાપશલ્ય ભયંકર : તપનો પ્રભાવ આંતરશત્રુનો અન્યાય ખટકે છે ? ઈર્ષ્યાઃ આત્મહિતની જરૂરિયાતો છે ? પાપબીજનાશ : આત્મસ્વાતંત્ર્ય ૧૦૫ ૧૧૩ ૧૨૫ ૧૩૬ ૧૪૧ ૧૫૫ ૧૬૦ ૧૬૮ ૧૮૧ ૨૦૧ ૨૧૪ ૨૨૧ ૨૩૪ - - - - - - - - - Page #11 -------------------------------------------------------------------------- ________________ ગાયછાધિપતિ સ્વ. આચાર્ય શ્રી વિજયેભુવતભાનુસૂરીશ્વરજી મહારાજ આલેખિત સાહિત્ય મૂલ્ય રૂપિયા નં જે » સં ઇ ઈ - $ 9 = = પુસ્તકનું નામ યોગદષ્ટિ સમુચ્ચ ભા. ૧ (બીજી આવૃત્તિ) યોગદષ્ટિ સમુચ્ય ભા. ૨ અમીચંદની અમીદષ્ટિ (આવૃત્તિ ૫) નવપદ પ્રકાશ-૧ (અરિહંત પદ) નવપદ પ્રકાશ-૨ (સિદ્ધ પદ) નવપદ પ્રકાશ-૩ (આચાર્ય ઉપાધ્યાય પદ) તાપ હરે તનમનના પરમ તેજ ભા. ૧ પરમતેજ ભા. ૨ ગાધરવાદ મીઠા ફલ માનવ ભવના ઉચ્ચ પ્રકાશના પંથે (ચોથી આવૃત્તિ) ૧૩. ધ્યાન અને જીવન (ચોથી આવૃત્તિ) ૧૪. ધ્યાન અને જીવન ભાગ ૨ (ત્રીજી આવૃત્તિ) કુવલયમાલા ભાગ. ૧ ૧૬. કુવલયમાલા ભાગ. ૨ ૧૭. કુવલયમાલા ભા. ૧ (હિંદી) ૧૮. માનવ! તું માનવ બન (હિંદી) ૧૯. માનવ જીવન મેં ધ્યાન કા મહત્વ (હિંદી) ૨૦. કડવા ફળ છે ક્રોધના ૩૫-૦૦ ૩૦-૦૦ ૧૦-૦૦ ૧૦-૦૦ ૨૦-૦૦ ૧0-00 ૧૦-૦૦ ૨૫-૦૦ ૩૦-૦૦ ૧૦-૦૦ ૨૫-૦૦ ૩૦-૦૦ ૨૫-૦૦ ર૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૫-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ -: પ્રાપ્તિસ્થાન :દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ ૩૯-કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭૮૧૦. -- --- - - - Page #12 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રકાશન સહયોગ નિરંજનભાઇ રમણિકલાલ મહેતા સુવર્ણાબેન નિરંજનભાઇ મહેતા સુરત (હાલ અમેરિકા) આભાર આચાર્યશ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ Get Relateirala lehrenientale SOTASUUSRDIRINYA 1erealia1E1aTIatel Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ * ધ્યાન અને જીવન - (મેટ્રિક - કોલેજના વિધાર્થીઓને ધાર્મિક ગ્રીમ શિક્ષાયતન શિબિરમાં શ્રી ધ્યાનશતક શાસ્ત્ર પર અપાયેલાં પ્રવચનના આધારે) જ ૧. દુઃખમાં કર્મનિકાલ પર ધ્યાન માનવજીવનમાં ધ્યાન અગત્યનો ભાગ ભજવે છે, માનવને મોટામાં મોટું સાધન “વિશિષ્ટ શક્તિવાળું મન મળેલું છે. એ મનની ધ્યાનધારા ઉપર એ સુખ-દુઃખના સર્જન કરે છે, હર્ષ-શોકનાં સર્જન કરે છે, બાદશાહી-ગરીબી સર્જે છે અને પરલોક માટે પ્રબળ શુભાશુભ કર્મનાં સર્જન કરી શકે છે, યાવત્ અનંત સંસાર યા અનંત મોક્ષ ઉપાર્જી શકે છે. બાહ્ય સંયોગો-પરિસ્થિતિ વગેરે પ્રતિકુળ પણ હો, કિન્તુ તેથી દુઃખી થવાય એવો નિયમ નહિ, કેમકે જો મનનું ધ્યાન કર્મના નિકાલ પર હોય તો ખેદ-ઉદ્વેગ ન થતાં હરખ થાય છે. પ્રતિકુળતામાં કર્મનો નિકાલ કેમ?: અણધારી આફતમાં કારણ કોણ? માણસ અણધાર્યો માંદો પડે છે, અણધાર્યો અકસ્માતનો ભોગ બને છે, અણધારી પત્ની બિમારી, પુત્રબિમારી, વેપાર-ખોટ, શેઠની નારાજી, રાજ્ય ટેક્ષ, મોંઘવારી, ગૃહભંગ વગેરે વગેરે કઈ આપત્તિથી ઘેરાય છે. આ અણગમતું અણઈચ્છવું અણધાર્યું કેમ બની આવે છે ? જીવની અહીંની બરાબર સાવધાની હોય, ઉદ્યમ સીધી લાઈને હોય, છતાં આમ કેમ બને છે ? કહો, પૂર્વના ઉપાર્જેલા પોતાનાં અશુભ કર્મના ઉદયથી જ અણધારી ય આપત્તિ આવે છે. ભગવાને આમ કર્યું', કે “By Chance એમજ એકાએક બન્યું” વગેરે સમાધાન લૂલા છે. કારણ વિના કાર્ય બને જ નહિ એવો જગતમાં સનાતન સિદ્ધાન્ત છે. નહિતર તો દૂધ વિના એમજ એકાએક દહીં બની જાઓ ! સૂર્ય વિના વિશ્વ પર એમજ તાપ અને પ્રકાશ ઝળહળી ઊઠો ! ના, કારણ મળ્યા વિના કાર્ય શાનું થાય ? ત્યારે ભગવાનને જો કારણ માનો તો “શું ભગવાન નિર્દય અને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨H. ધ્યાન અને જીવન પક્ષપાતી છે કે અમુકને જ પ્રતિકુળતા - આપત્તિ – અકસ્માત્ આપે ? તે ય ગુના વિના પણ આપે ?' જન્મેલા કેટલાક બાળકનો અહીંનો કોઈ ગુનો નથી, છતાં માંદા કેમ ? ભગવાન માંદા પાડે તો એ કેવા ક્રૂર ગણાય ? માટે આ બધી વાત ખોટી. એક જ વાત સાચી કે જીવનમાં પોતાનાં પૂર્વ જન્મે ઉપાર્જિત અશુભ કર્મ અહીં ઉદયમાં આવ્યાં, એટલે એને અણધારી આપત્તિ આવે છે. રામચંદ્રજી એ દશરથના કુળના દીપક જેવા કેવા સદ્ગુણી સરળ પ્રકૃતિના પુત્ર ! છતાં કેમ એમને રાજ્યાભિષેકના જ અવસરે વનવાસ જવું પડ્યું? કૈકેયીનો દોષ હોય એમાં રામને દંડ ? રામનો રાજ્યહક ફૂલ ? માનવું જ પડે કે રામના પોતાના પૂર્વકર્મ વિના આમ બને જ નહિ. સીતાજી મહાસતી હતા. રાવણ એમને જંગલમાંથી ઉપાડી ગયો એ સીતાના ક્યા વાંકે ? કઈ ભૂલે ? તો શું રામ-લક્ષ્મણની ભૂલે કે એ બંને બહાર ગયા એટલે રાવણથી સીતાનું હરણ થયું ? ઠોકર કોક ખાય, ને લોહી બીજાને નીકળે ? થાંભલે માથું કોઈનું અફળાય અને ઢીમણું બીજના માથે થાય? ના, પોતાની ભૂલે જ પોતાને દુઃખ આવે. રાવણ સીતાને ઉપાડી ગયો એમાં સીતાનાં પોતાનાં પૂર્વ કર્મ જવાબદાર હતાં. એમ સીતાજી ત્યાં રાવણના કોઈ પણ પ્રલોભન કે ભયથી ડગ્યા નહિ, મહાપવિત્ર રહ્યા છતાં અયોધ્યામાં પાછા આવ્યા પછી લોકે કેમ એવા પવિત્ર મહાસતીનો અપવાદ ગાયો ? “રાવણને ત્યાં રહી આવેલા એ પવિત્ર હોય જ નહિ. એવાને રામ જેવાએ રખાય નહિ'... વગેરે કલંક કેમ ચડ્યું ? તેમ એમને રામ જેવાએ જંગલમાં કેમ મૂકાવી દીધા ? કહેવું જ પડે કે સીતાના પોતાનાં જ પૂર્વોપાર્જિત કર્મે ઉદયમાં આવી આ કર્યું. પોતાનાં અશુભ કર્મ વિના આપત્તિ શાની? મહાવીર પ્રભુનાં કર્મની શિરજોરી : સારાંશ, અહીં તમે ગમે તેટલાં સારા બનો, સારા વર્તો, સારા રહો, પરંતુ જો તેવા કોઈ પૂર્વનાં અશુભ કર્મ ઉદયમાં આવ્યા, તો આપત્તિ આવવાની જ. પ્રભુ મહાવીર ઘણા સારા હતા, છતાં ચારિત્ર લીધા પછી પાર વિનાની આપત્તિ આવી ને? એ પોતાનાં જ તેવાં પૂર્વનાં કર્મનાં ઉદયે. દેવતા શું, મનુષ્ય શું, કે તિર્યંચ શું, બધાએ પ્રભુને ઉપદ્રવ ઘોર કર્યા, પરંતુ એ બધા તો આપત્તિ-ઉપદ્રવમાં ગૌણ કારણ, કિન્તુ પ્રધાન (મુખ્ય) કારણ તો પ્રભુનાં પોતાનાં કર્મ જ. કર્મની ભારે શિરોરી, એ પ્રભુને ય પકડે ! એવાં કર્મ ખલાસ થઈ ગયા અને પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. પછી તીર્થકર બન્યા પછી કોઈ જ ઉપદ્રવ આપત્તિ નહિ; માત્ર એક કર્મજુથ બાકી હશે તે તીર્થકર બન્યા પછી પણ ગોશાળાની તેજલેશ્યાની આપત્તિ આવી અને એ છ મહિનાની પીડા લાવી. એમાંય ગોશાળો તો ગૌણ જ કારણ હતો અને પ્રભુનાં કર્મ જ મુખ્ય ભાગ ભજવતા હતા. નહિતર જે કર્મ બાકી ન હોત, તો Page #16 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન જ પ્રભુની સાથે જઘન્યથી ક્રોડ દેવતા રહેનારા, તે શું ગોશાળાને રોકે નહિ? દેવોની સામે ગોશાળાની મજાલ નહિ કે પ્રભુની સામે કશું વિપરીત કરવા ડગ પણ ઉપાડી શકે. પરંતુ કર્મ બળવાન છે, એ ઉદયમાં આવે ત્યારે ભલભલા દેવતાની આંખમાં ધૂળ નાખી દે, એના ય મગજ બીજે જ ક્યાંય ચાલ્યા જાય અને અહીં કર્મ સરળતાથી પોતાનો ભાવ ભજવી જાય. એટલે વાત આ છે કે અણધારી આફત સ્વ કર્મના ઉદયથી જ આવે. કર્મથી દુઃખ અને દુઃખથી કર્મનાશ: હવે, જેમ આ સાચું છે કે પોતાના અશુભ કર્મના ઉદય વિના દુઃખ આપત્તિ ન આવે, એમ, આ પણ એટલું જ સાચું છે કે એકેક પળની આપત્તિ આવ્યા પછી એને આપનારું તે તે પળનું કર્મ ઊભું રહે જ નહિ. એટલે સમગ્ર આપત્તિ-દુઃખ ભોગવ્યા એની સાથે જ એનાં કર્મ રવાના થયા. કેમકે કર્મ પાક્યું, ઉદયમાં આવ્યું, ત્યારે જ દુઃખ-આપત્તિ આવી અને પાકેલું કર્મ હવે નીરસ થઈને આત્મા પરથી ખરી જ જાય. પાકેલું ગુમડું વેદના આપે છે, પણ એ પાકેલું ફૂટી જાય છે એટલે પછી એ જાય છે ને ? બસ, કર્મનું એવું જ છે. પાકેલું કર્મ વેદના આપે, ને તરત ફૂટીને ચાલ્યું જાય. જેટલું દુઃખ ભોગવો એટલાં અશુભ કર્મ ખત્મ, જેટલાં સુખ ભોગવો એટલાં શુભ કર્મ ખત્મ. એટલે જ આ વાત છે કે ગમે તેવી દુઃખ-આપત્તિ અણધારી આવી, પરંતુ જો ધ્યાન કર્મના નિકાલ પર હોય કે “આ જેટલું દુઃખ ભોગવું છું એટલાં મારાં અશુભ કર્મ ઓછાં જ થતાં જાય છે, કર્મનો નિકાલ જ થતો જાય છે, તો પછી એવા કચરાના નિકાલ પર ખેદ શું કામ થાય ? હરખ થાય કે “હાશ ! કચરો સાફ થઈ રહ્યો છે !” ત્યારે ધ્યાન કર્મના નિકાલ ઉપર ન હોય અને કર્મના ઉદય કે બીજ ઉપર હોય, તો ખેદ થવાનો કે “હાય ! દુઃખ ક્યાં આવ્યું? હાય ! આ ફલાણાએ મારું બગાડ્યું.' દુઃખ છતાં દુઃખી નહિ? કર્મના નિકાલ ઉપર દૃષ્ટિ છે એને શું દુ:ખ નથી ? છે, છતાં એને ખેદ નથી, મનને દુઃખ નથી, એ દુઃખી નથી. મહાવીર પ્રભુ ઉપર દુઃખ ઘણાં આવ્યાં પણ પ્રભુ દુઃખી નહોતા, કેમકે પોતાના ધ્યાનમાં મસ્ત હતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન એટલે જ આ વાત છે કે ધ્યાન જેવું હોય તે પ્રમાણે માણસ સુખી કે દુઃખી બને છે, હરખ કે શોક અનુભવે છે. માટે સુખી બનવાની ચાવી આ કે ધ્યાન મલિન નહિ, નિર્મળ રાખો, ભળતી વસ્તુ ઉપર નહિ, પણ મુખ્ય વસ્તુ પર કેન્દ્રિત કરો, જેથી ખેદ-ઉદ્વેગ સ્પર્શી શકશે નહિ. એવા નિર્મળ શુભ ધ્યાનથી પરલોક માટે પણ શુભ કર્મનું જ ઉપાર્જન થાય છે, તેથી ત્યાં પણ સુખ-સગવડ આવી મળે છે. આમ અહીંના સુખદુઃખ અને પરલોકની સારી-નરસી સ્થિતિ અહીંના સારા-નરસા ધ્યાન પર સર્જાય છે. માટે ધ્યાન એ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. * * * ક ૨. ધ્યાનને જીવન સાથે સંબંધ કોઈપણ વસ્તુ પર મનની એકાગ્ર ચોંટ એ ધ્યાન, અશુભ ધ્યાનથી ચિંતા-અજંપો ઃ ધ્યાન એ પહેલાં કહ્યું તેમ વસ્તુના ઉપલકિયા ભળતા મુદ્દા પર હોય યા અંદરના મુખ્ય મુદ્દા ઉપર હોઈ શકે. દા.ત. પૈસા મળ્યા, હવે એમ એના પર મન ચોટે કે “આ ન જાય, એ ટકી રહે તો સારું', તો એ પૈસા-વસ્તુના ઉપલકિયા મુદ્દા પર મન ગયું. પૈસાનું ટકી રહેવું એ ઉપલકિયા બાબત છે, ભળતી બાબત છે, કેમકે પૈસા એ ટકનારી વસ્તુ નથી. પૈસા ભલે થોડો સમય ટકી ગયા દેખાય, પણ અંતે તો જવાના એ નક્કી, અહીં જીવતાં ય એ જાય, ને અંતે મરીને તો કોઈ જ પૈસા સાથે લઈ જઈ શકતું નથી, કે પાછળવાળા એને પહોંચાડી શકતા નથી. મરેલાને મનીઓર્ડર થઈ શકે ? મોટો કરોડપતી મર્યો પણ એનો વારસો લેનાર એના પ્રેમાળ છોકરા ય એને જ્યાં ગયા હોય ત્યાં પાંચ રૂપિયાનો પણ મનીઓર્ડર કરી શકે ? ના. એ સૂચવે છે કે પૈસા કાયમ ટકનારી વસ્તુ નહિ. હવે જે એમ મનની ચોંટ રહે કે “આ મળેલા પૈસા ટકી રહે તો સારું, જાય નહિ તો સારું', તો એ મનની ઉપલકિયા ભળતી બાબત પર ચોંટ થઈ. એ અશુભ ધ્યાન છે. એમાં ચિંતા, સળવળાટ, અજંપો રહેવાનો. શુભ ધ્યાનથી શાંતિ : પરંતુ જો મુખ્ય મુદ્દા પર મન કેન્દ્રિત થાય કે દા.ત. “આ પૈસા એ તો નાશવંત પુણ્યનો વિપાક છે, મારા તાબામાં નથી, પુણ્યોદયના તાબામાં છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પુણ્યોદય પતી ગયે એ જવાના, તો પૈસા મળ્યા પર મારે કશો હરખ નહિ માનવાનો' આ લક્ષ જામે, તો એ પૈસાના આંતરીક સાચા મુદ્દા પર ધ્યાન ગયું. એમાં પછી શાંતિ રહેશે, અભિમાન-ઉન્માદ-અતિહર્ષ વગેરે નહિ થાય. ધ્યાન કયા મુદ્દા પર રહે છે, કેવી રીતનું રહે છે, એ પરથી જીવનમાં સુખ-દુઃખ હરખ-શોક વગેરેના અનુભવ થાય છે અને જીવનમાં હાલતાં ને ચાલતાં કંઈ પણ જોવા-સાંભળવા વગેરે પર, કે યાદ આવવા પર, મન કેટલીય વાર કોઈ ને કોઈ મુદ્દા પર ચોંટે તો છે જ. એટલે કહેવાય કે ધ્યાનને જીવન સાથે સંબંધ છે. જીવનના સુખ-દુઃખાદિ સાથે મોટો સંબંધ છે. ધર્મ સાધનામાં ધ્યાનનું સ્થાન ઃ આ તો શુભ અશુભ બંને પ્રકારના ધ્યાનની વાત થઈ. પરંતુ ધર્મસાધનામાં ય શુભ ધ્યાનની ભારે અગત્યતા છે. માટે તો તીર્થંકર દેવ જેવા પણ વીતરાગ બનવા સંયમ-તપ વગેરે ધર્મસાધના કરે છે એમાં એમને રોજના ચોવીસ કલાકનો મોટો ભાગ કાયોત્સર્ગ-ધ્યાનમાં જાય છે. એમની તપસ્યા જોરદાર, એમાં પાછા દેવતાઈ ઉપસર્ગ-ઉપદ્રવો ય વરસતા હોય, છતાં એ શુભ ધ્યાન ગુમાવતા નથી. કેમ નહિ ? સમજે છે કે - જો ધ્યાન ગુમાવ્યું તો સાધના લુલી પડી જાય. સાધનામાં બળ ધ્યાનના પરિબળે રહે છે. પ તપસ્યા કરી એમાં ભૂખ-તરસ લાગી, પરંતુ શુભ ધ્યાન જાગતું રહે તો એ તપને દૃઢ કરે છે, ને જો એ ગુમાવ્યું તો તપ મુડદાલ બની જાય. ભૂખમાં દહાડો તો પસાર કરે પણ રોતડ બનીને, કેમકે ધ્યાન ગયું ખાવા પર, ખાવાની સુખશાંતિ પર, પછી મોં લીલું નહિ પણ વીલું, શબ્દો ઉલ્લાસના નહિ પણ ઉદાસીતાના, કોઈ પૂછે, ‘કેમ છો ?’ તો કહેશે, ‘કેમ શું છે ? ઢીલા, આજ ઉપવાસ કર્યો, પણ આપણું કામ નહિ.' શું છે આમાં ? ધ્યાન રુડા ખાનપાનની સુખ-શાંતિ પર છે. આ અશુભ ધ્યાન છે. પરંતુ જો ધ્યાન શુભ હોય, ‘ચાલો, આજે મન મારીને પણ અનાદિની વળગેલી દુષ્ટ આહાર સંજ્ઞાને કચરી છે, એ દુષ્ટાને આજે પોષવાનું બંધ રાખ્યું છે, એ સુંદર થયું', આવું ધ્યાન હોય તો તપમાં ઉલ્લાસ રહેવાનો, તપ જોરદાર થવાનો. ત્યારે પૂછો, પ્ર. પણ ભૂખ પીડતી હોય ત્યાં મન તો જાય ને ? એથી ધ્યાન ન બગડે ? ઉ. તો એનો અર્થ તો એ, કે ભૂખ લગાડ્યા કરવાની અને મન બગાડ્યા કરવાનું ! વાત એ છે, કે મન જાય તેથી શું ? એને ‘હાયવોય'માં ન લઈ જતાં એમ વિચારવાનું કે, - Page #19 -------------------------------------------------------------------------- ________________ - મ ધ્યાન અને જીવન | આમ જ આહારસંશાને રોકતાં રોકતાં સહેલાઈથી તપમાં આગળ વધાશે.” વળી, ભૂખ તરસ ! લાગ લાગ, તું લાગે તેમ મારાં કરમ ભાગે, આ મંતર જપ્યા કરાય, મન કર્મક્ષય પર જાય, તો એ શુભ ધ્યાનરૂપ થઈ જાય. ભૂખ લાગી એટલે પીડા તો ખરી, છતાં ધ્યાન પીડાથી થતા કર્મક્ષયના લાભ ઉપર ગયું, એટલે એ શુભ ધ્યાન થયું. કર્મક્ષય એ કોઈ પૌગલિક વસ્તુ નથી. ઈદ્રિયનો મનગમતો વિષય નથી, કે એનું ધ્યાન બગડેલું કહેવાય. પૌગલિક વસ્તુ સત્કાર સન્માન કીર્તિ વગેરે, કે ઈન્દ્રિયવિષય, એ ગમતો અણગમતો મળવા કે જવા પર ધ્યાન જાય તો એ અશુભ ધ્યાન થયું, પણ કર્મ કોઈ એવી દેશ્ય અનિષ્ટ ચીજ નથી એટલે એના ક્ષય પર ધ્યાન એ શુભ ધ્યાન છે. તો ભૂખ-તરસની પીડા વખતે પણ આ કમાઈ શકાય છે. આ પ્લાન જેટલું જળવાય તેટલો એ કર્મનો નાશ કરે છે. એટલે તપ વખતે જો આ ચોંટ હોય કે “ભૂખ વધુ લાગી તો કર્મ વધુ તુટ્યા', તો ત્યાં એ શુભ ચોંટ યાને શુભ ધ્યાનના બળ પર તપની સાધના જોરદાર બનવાની. માટે કહો, કોઈ પણ સાધનાના ટકા ધ્યાનના બળ પર મપાય છે. નાગકેતુ મહાશ્રાવક ભગવાનની પુષ્પપૂજા કરતા હતા. એ વખતે ધ્યાન તો શુભ જ હતું કે “અહો ! કેવો સુંદર જિનભક્તિનો લાભ ! કેવા સરસ જિનેન્દ્ર પ્રભુ !” પરંતુ આ પણ એટલું જોરદાર ધ્યાન નહિ, તેથી સાધના એવી જોરદાર નહિ. કિન્તુ જ્યાં પુષ્પના કરંડિયામાંનો નાનો સર્પ આંગળિએ ડસ્યો, ને ઝણઝણાટી ઊઠી, ત્યાં ધ્યાનનું બળ વધ્યું, ને ત્યાં એ જ સાધના એવી જોરદાર જામી - વીતરાગની ભક્તિની સાધના હતી અને ભક્તિ એટલે ભજવું, આશ્રય કરવો, ચરણલીન બનવું, એકાકાર થવું - કે એ સાધના, બીજું બધું ભૂલાઈ, યાવત પોતાની કાયા પ્રત્યે પણ તદ્દન નિરાળા જેવી સ્થિતિ બની, અનાસક્તયોગિપણાની સાધના થઈ. એથી વીતરાગ સર્વજ્ઞ થયા ! કેવળજ્ઞાની બન્યા ! ધ્યાનના વધતા બળ પર સાધના બળના ટકા વધ્યા, સામાન્ય ભક્તિમાંથી અભેદ ભક્તિ થઈ અને વીતરાગને ભજતાં પોતે વીતરાગ બન્યા. અશુભ ધ્યાન-બળથી અશુભ પ્રવૃત્તિ બળવાન જેવું આ શુભમાં, તેવું જ અશુભમાં પણ છે. વિષયોની અને કષાયોની દુન્યવી પ્રવૃત્તિમાં પણ અશુભ ધ્યાનના બળ પર ટકા વધી જાય છે. દા.ત. પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ સામાન્ય લોભના ધ્યાનની ય હોય અને ઉત્કૃષ્ટ લોભ-ધ્યાનની પણ હોઈ શકે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તે ધ્યાન અને જીવન - મમ્મણ શેઠને બિચારાને એવું ઉત્કૃષ્ટ લોભનું ધ્યાન રહ્યું, તેથી એ સાતમી નરકે ગયો. બાકી એણે ક્યાં એવાં ખૂનરેજી-દુરાચાર રાજ્ય કારભારના મહા આરંભ-સમારંભ કર્યા હતા? કશું જ નહિ, છતાં સાતમીના ભાતાં શાના પર ? ધન સંગ્રહની પ્રવૃત્તિના આંતરિક બળ ઉપર, એ બળ અશુભ લોભના ધ્યાન પર જામ્યું, તેથી સાતમી નરકનાં કર્મ ભેગાં કર્યાં ! એમ, ચક્રવર્તીનું સ્ત્રીરત્ન કયાં મોટા પાપ કરે છે? ખૂનખાર લડાઈઓ એ ન લડે. પુણ્ય એટલું બધું જોરદાર કે બીજી શોક્યરાણીઓ એટલી બધી આદર સદ્ભાવવાળી હોય કે એમની સાથે પણ અંટસ-ઝગડા વગેરેની વાત નહિ. તો શું એનામાં એવા પરિગ્રહના લોભ છે ? કે જુઠડફાણ ચોરીઓ દુરાચાર વગેરે પાપાચરણ છે ? ના. છતાં કેમ એ છઠ્ઠી નરકે ય જાય ? કહો, સંસાર-સુખની સાધનાના ભાવી બળ ઉપર, એ બળ એના વિષય-રંગના ઉત્કૃષ્ટ અશુભ ધ્યાનના બળ ઉપર જામે છે. એ ધ્યાનમાં એનો આત્મા એટલો બધો વિષયરાગમાં ચકચૂર રહે તો એમાં છઠ્ઠી નારકીનાં ય ઘોર પાપ ઉપાર્જ છે ! સામાન્ય પ્રવૃત્તિથી કેમ ઘોર પાપ?: વાત આ છે કે ધ્યાનના બળ ઉપર સાધનાનું બળ વધી જાય છે. એટલે જ સાંસારિક પ્રવૃત્તિ આમ ભલે સામાન્ય રૂપની હોય, પરંતુ ધ્યાન યાને મનની ચોંટ જો અશુભ રાગાદિના જોરવાળી બની તો એ મનની પ્રવૃત્તિ આંતરિક રૂપે પ્રબળ પાપરૂપ થઈને ઘોર કર્મનો બંધ કરાવશે. એવું જ સારી ધાર્મિક સામાન્ય પણ પ્રવૃત્તિ, દા.ત. દેવદર્શન કે નવકારજાપની પ્રવૃત્તિ, જો સાથે શુભ ધ્યાનના બળવાળી હોય, વીતરાગના ગુણસ્મરણાદિ પરના તીવ્ર રાગના ધ્યાનવાળી મનની ચોંટ. એ ગુણો પર અને પોતાની અતિલઘુતા-અધમતા ઉપર હોય, તો એ દેવદર્શન-જાપની પ્રવૃત્તિ પણ બળવતી બને છે. સામાન્ય ધર્મપ્રવૃત્તિથી ય ધ્યાનબળે ઊંચા પુણ્ય મળે. સારાંશ, ધ્યાનનું આટલું બધું ઊચું મહત્ત્વ છે, માટે શુભ-અશુભ ધ્યાનનું સ્વરૂપ જાણવાની જરૂર છે, જેથી અશુભ ધ્યાનને ઓળખી એના ટકા કાપતા રહીએ અને શુભ ધ્યાનને સમજી એના ટકા જોરદાર વધારતા રહીએ. ભૂલતા નહિ, આ શુભ ધ્યાનનો અદ્ભુત પ્રભાવ છે. એનાથી અચિંત્ય સિદ્ધિઓ થાય છે. તપમાં લાગી ગયેલા મહાત્માઓને, સાથે વધારેલા શુભ ધ્યાનના બળ પર મહાન લબ્ધિઓ ઊભી થાય છે. સનતકુમાર મહામુનિ ચક્રવર્તિપણું છોડી રોગિષ્ઠ દેહે પણ સંયમ-તપમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ધ્યાનનાં બળ ઉપર એવા આગળ વધ્યા કે પોતાના થૂંકના કણિયામાં પણ અપૂર્વ ઔષધ-શક્તિ પ્રાપ્ત કરી ! છતાં નિઃસંગતાનું શુભ ધ્યાન એટલું જ્વલંત કે એનો ઉપયોગ પોતાના રોગના નિવારણ અર્થે નથી કરતા, માત્ર સ્વર્ગના દેવ રોગ કાઢના૨ ધન્વન્તરી વૈદ તરીકે પારખું કરવા આવ્યા ત્યારે પોતાની લબ્ધિ-શક્તિનો યત્કિંચિત્ ચમત્કાર બતાવ્યો, થૂંકનો કણ કોઢરોગવાળી આંગળી પર લગાડતાં આંગળી કંચનવર્ણી થઈ ગઈ બતાવી. એથી સૂચવ્યું કે, ‘ઔષધિઓથી રોગને તમે શું કાઢો ? રોગને તો હું જ મારા શરીરમળથી કાઢી શકું છું. પરંતુ મારે રોગ એમ કાઢવા નથી, કેમકે રોગ એ તો મારા મિત્ર છે. એના સહારે એટલે કે એ સહન કરતાં કરતાં પૂર્વનાં મારાં અશુભ કર્મ ખપી રહ્યા છે. અશુભ કર્મનો ઉદય થાય તેમ તેમ આવા રોગ વગેરે પીડા આવે, ને એ રોગાદિ ભોગવીએ તેમ તેમ પેલા ઉદય પામેલાં કર્મ ખત્મ થતા જાય. એ કર્મ જ એવા ખંધા કે આવા રોગ આપ્યા વિના ખસે નહિ, આત્મઘર છોડે નહિ. માટે રોગ તો કર્મના નિકાલમાં સહાયક હોઈ મારા મિત્ર છે, તો પછી કર્મદુશ્મનને કાઢવામાં સહાયક મિત્ર જેવા રોગને કેમ કાઢી મૂકાય ?’’ મહામુનિના મનની ચોંટ આ વસ્તુ પર હતી, ધ્યાન રોગમિત્ર દ્વારા કર્મના નિકાલ પર લાગેલું હતું. તો એનાથી અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ, તેમ રોગોની શી મજાલ કે એ વધુ ટકી શકે ? એક લાખ વરસના ચારિત્ર-પર્યાયમાં માત્ર પહેલા ૭૦૦ વર્ષ રોગ રહ્યા. પછી એ મહાત્મા નીરોગી કંચનવર્ણી કાયાના થઈ ગયા. સાથે અદ્ભુત કમાયેલી લબ્ધિઓ ઊભી રહી. દવા-ડોક્ટરની પૂંઠે પડેલાને આમાનું કશું દેખવા મળે ? મળે એને ભારે શરીર-રાગના કુસંસ્કારો તથા અશુભ કર્મોનાં પોટલાં. માટે શુભ ધ્યાન એ તો મોટામાં મોટી સાધના છે. એ વધારવામાં આવે તો ઠેઠ કેવળજ્ઞાન-સર્વજ્ઞતા સુધી પહોંચાડે એટલી તાકાત એ ધરાવે છે. પરંતુ એટલું ધ્યાનમાં રહે કે આ ધ્યાન એટલે કાંઈ ચોવીસ કલાક કે દિવસ-રાતનો મોટો ભાગ પદ્માસન લગાવી ‘ૐ' કરતા બેસવાની ચીજ નથી. એકલા એથી ઉદ્ધાર ન થાય, અશુભ ધ્યાન ટાળવાનો જબરદસ્ત પ્રયત્ન જોઈએ. એક બાવો હતો. એને ઘોડો રાખવાની ઈચ્છા થઈ. ગયો એક રાજા પાસે. રાજા એને પ્રણામ કરી પૂછે છે, કહિયે બાવાજી ! ક્યા આશા હૈ ?' Page #22 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન * બાવો કહે “ઘોડા ચાહિયે.” રાજા એ સાંભળી નવાઈ પામ્યો, પૂછે છે, “આપ તો સંસાર ત્યાગી હૈ, ઘોડે સે ક્યા કરેંગે?' “ક્યા કરેંગે? કાશ્મીર સે કન્યાકુમારી તક કે તીર્થસ્થાનોં કી યાત્રા કરેંગે' રાજા કહે “અચ્છા, અચ્છા' એમ કહી પોતાના માણસ પાસે એક સારો ઘોડો મંગાવીને આપે છે. “લીજીએ સાબ ! યહ ઘોડા.” બાવો કહે “યહ નહીં, તેરી સવારી કા ખાસ ઘોડા ચાહિયે.” રાજા જુએ છે કે “આ બાવાજી કોઈ માત્ર યાત્રાના અર્થી નથી લાગતા. નહિતર એમને લડાઈમાં સામે ઉછળતા ભાલા દેખીને પણ ન ડગનારા ખાસ જાતિમાન કિંમતી ઘોડાનું શું કામ?' “એટલે રાજ કહે છે, “વહ તો, સાબ !” માફ કીજિયે, હમ નહીં દે સકતે હૈ.' “નહીં દેગા ? દેખ લેના.” બસ, એટલું કહી બાવો ત્યાંથી ચાલતો થયો. શું સમજીને ? એ જ કે “જાઉં ગામ બહાર, ધ્યાન લગાઉં, ઈસ કા બડા પ્રભાવ હોગા.” ગયો ગામ બહાર, લગાવ્યું ધ્યાન, ધ્યાનમાંથી લય, લયમાંથી સમાધિ. એવો શરીરનો જડ જેવો થઈ ગયો કે મારવાડ જેવો એ દેશ, તે પવનની ઝપાટે શરીર પર ધૂળના ધફ ચડી ગયા, પણ એને કશી ખબર નહિ. ૫-૧૦ દિવસો થયા. એમ જ દટાયો રહ્યો. એકવાર વળી વંટોળથી ધૂળ ખસી તે માથાની માત્ર તાલકી દેખાતી થઈ. ત્યાંથી જતા એક માણસે જોઈ, ધૂળ આધી કરતાં બાવાને સમાધિમાં જોઈ ઢંઢોળે છે, પણ આને કાંઈ જ ભાન નથી. વિચારે છે, “આ સમાધિ ઉતરે તો બાવો બહારના ભાનમાં આવે.' ગામમાં જઈ એના જાણકારને બોલાવી લાવ્યો. જાણકારે સોયની અણી એના એકેક અંગ પર દબાવી દબાવી તપાસતાં જે અંગ પર બાવાએ મન કેન્દ્રિત કર્યું હશે એના પર સોયની અણી જોરથી દબાતાં એણે આંખ ખોલી, ને ખોલતાં વેત બોલે છે, “ઘોડા દેતા હૈ કે નહીં ?' જાણકાર માણસ સમજી ગયો કે “આ કોક પાસેથી ઘોડો લેવાની ઈચ્છામાં ધ્યાન-સમાધિ ચડ્યો લાગે છે.” બોલો આવું ધ્યાન આત્માનું શું કલ્યાણ કરે ! Page #23 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIM ૩. નમસ્કાર મંત્રના ધ્યાનનાં દ્રષ્ટાંત મગજને માત્ર ૐ વગેરેમાં કેન્દ્રિત લીન કરી દેવાથી કાર્ય સીઝતું નથી, કેમકે આત્મામાં જુના જુના કેઈ કુસંસ્કારો વાસનાઓ ભરી પડી છે, એનો નિકાલ કેવી રીતે થાય ? એ નિર્મૂળ કેમ થાય ? એને નિર્મૂળ કરવા માટે તો એનાથી વિરુદ્ધ સુસંસ્કારો પોષાય એવી ભરચક ધર્મપ્રવૃત્તિ જોઈએ, મનની ચોંટવાળી પ્રવૃત્તિ જોઈએ અને આ મનની ચોંટ એ જ ખરેખર સતત ધ્યાનરૂપે આદરણીય છે. “જ્ઞાન-ધ્યાન” એમાં ધ્યાન એટલે? : એટલે જ શાસ્ત્ર “જ્ઞાન-ધ્યાનમાં રક્ત મુનિ', એમાં “જ્ઞાન' એટલે પંચવિધ શાસ્ત્ર સ્વાધ્યાય અને “ધ્યાન” એટલે ક્રિયામાં મનની એકાગ્રતા. આ બતાવે છે કે દરેકે દરેક ધાર્મિકઆચાર-અનુષ્ઠાન એ એકાગ્ર મનથી થાય, મનની ચોંટથી થાય, એ ધ્યાનરૂપ છે. યાવત્ એમ પણ કહ્યું છે કે ધ્યાન એ માત્ર માનસિક નહિ પણ કાયિક ગુપ્તિ અને વાચિક ગુપ્તિરૂપ પણ છે. માટે તો મોક્ષે જવા પૂર્વે યોગનિરોધ જે શુક્લધ્યાનથી કરે છે, તે કાંઈ માનસિક એકાગ્ર ચિંતન રૂપ હોતું નથી, કિન્તુ કાયયોગની મહાગુપ્તિ રૂપ હોય છે, કેમકે એવા અસાધારણ કાયયોગના યોગોને રૂંધવાનું કરે છે. માટે એ ઉત્કૃષ્ટ ધ્યાન. માટે જૈન શાસનની શૈલીથી, શું સાધુ કે શું શ્રાવક, એ પોતાના આચાર-અનુષ્ઠાનના કર્તવ્યો એકાગ્ર મનથી આદરે એ મુખ્યપણે ધ્યાન છે. એ જ અનાદિની કુવાસનાઓને તોડવા માટે સમર્થ છે. અલબત્ એ કર્તવ્યો બનાવીને બચેલા સમયમાં પંચપરમેષ્ઠીનું યા અરિહંતનું એકાંતમાં ધ્યાન કરે, એવું “ઉપદેશ પદ' “અષ્ટકજી' તથા ઉપમિતિ' શાસ્ત્રમાં વિધાન છે. - ત્યારે હવે આપણે એ જોઈએ કે આ પરમેષ્ઠિ ધ્યાન શી રીતે થાય ? ટુંકા ધ્યાનથી શો લાભ?: પ્ર. - ઉપર કહ્યું તેમ આવશ્યક કર્તવ્યો બજાવ્યા બાદ તો માત્ર -ના કલાક જેવો સમય રહે, એવો ટુંકો સમય કરેલું પરમેષ્ઠિ ધ્યાન શો લાભ કરે? ઉ. - આમાં સમયનો સવાલ નથી, મહત્ત્વ ધ્યાનનું છે. નાગકેતુને ધ્યાન ક્યાં લાંબો કાળ ચાલ્યું હતું? છતાં એ બાને એમને કેવળજ્ઞાન અપાવ્યું. અલબત્ એની પૂંઠે ચાલુ શ્રાવકપણાની ધાર્મિક ક્રિયાઓ - આચારોમાં રખાતું સચોટ પ્રણિધાન, મનની તન્મયતા યાને શુભ ધ્યાન કારણભૂત હતું. એવા ધ્યાનના બહુ Page #24 -------------------------------------------------------------------------- ________________ * ધ્યાન અને જીવન અભ્યાસથી મન કેળવાયેલું હતું, આત્મા ઘડાયેલો હતો. તેથી અવસર આવી લાગતાં અલ્પ સમયના નિરાસંગ-અનાસંગ ધ્યાને કેવળજ્ઞાન અપાવ્યું. એટલી બધી તાકાતવાળું એ ધ્યાન બની ગયું ! એમ, પંચપરમેષ્ઠિનું અલ્પ સમયનું પણ ધ્યાન સામર્થ્યવાળું બની શકે છે. માત્ર, (૧) એની પાછળ શ્રાવકપણાના બીજા જે દેવ-દર્શનાદિ આચાર-અનુષ્ઠાન સધાય એ સચોટ શુભ ધ્યાનવાળા સાધવામાં આવે, એ જરૂરી છે. તેમજ (૨) પરમેષ્ઠિ ધ્યાન કેવી રીતે કરવું એની પદ્ધતિ જાણીને પછી એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. મનની ત્રણ અવસ્થાઓઃ ચિત્ત-ભાવના-ધ્યાન. અહીં એટલું સમજવાનું છે કે ધ્યાન એ મનની એક અવસ્થા છે, મનની એક ક્રિયા છે. (૧) મન ગમે તે ગમે તે આડાઅવળા અસંબદ્ધ વિચારો કરતું હોય તો એને “ચિત્ત' કહેવામાં આવે છે. (૨) મન એવા એક જાતનાં વ્યવસ્થિત વિચારો કરે ચિંતન કરે કે જેનાથી આત્મા ભાવિત થાય એ મનની “ભાવના” અવસ્થા છે. દા.ત. મૈત્રી આદિ ભાવના અથવા અનિત્ય ભાવના, અશરણ ભાવના વગેરે. તત્ત્વાર્થ સૂત્રકાર આને “અનુપ્રેક્ષા” કહે છે. અનુપ્રેક્ષા એટલે જાણેલા, ભણેલા, અનુભવેલાનું સ્મરણ ચિંતન. (૩) મન કોઈ વિષય પર એકાગ્ર થઈ જાય, એ “ધ્યાન અવસ્થા છે. કોઈ એક વિષય પર મનની ચોટ, કેન્દ્રિત મન, મનનું સમર્પણ, મનની તન્મયતા, એ “ધ્યાન.” ચિત્ત, ભાવના, ધ્યાન, એ શુભ વિષયના ય હોય અને અશુભ વિષયના ય હોય. દા.ત. શુભાશુભ ચિત્ત-ભાવના-ધ્યાન (૧) દુન્યવી વસ્તુઓ સાંસારિક કાર્યો કે વ્યક્તિઓ અંગે આડાઅવળા, સંબંધ વિનાના વિચારો એ અશુભ ચિત્ત છે, ત્યારે આત્મહિતકર વસ્તુઓ, જેમકે ભગવાનની પ્રતિમા, મંદિર, ધર્મક્ષેત્ર, સંઘ, ધર્મોપકરણ વગેરેના વિચાર, પણ સંબંધ વિનાના વિચાર, ક્ષણમાં આનો, ને ક્ષણમાં બીજાનો વિચાર, એ શુભ ચિત્ત છે. (૨) વૈર-વિરોધ, કઠોરતા, ઈર્ષ્યા વગેરેનું ચિંતન એ અશુભ ભાવના છે. એમ અનિત્ય પદાર્થોમાં નિત્યત્વનું ચિંતન, અશરણભૂતમાં શરણદાતા તરીકેનું ચિંતન એ પણ અશુભ ભાવના ત્યારે મૈત્રી-કરુણા-પ્રમોદ વગેરેનું ચિંતન યા જગતના સંયોગોની અનિત્યતાનું ચિંતન, “ઘર પૈસા કુટુંબ વગેરે એ જીવને અંતે Page #25 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન શરણભૂત નથી' એમ અશરણતાનું ચિંતન, એ શુભ ભાવના છે. એ જેમ અનુપ્રેક્ષા છે, એમ ભણેલા-સમજેલા શાસ્ત્રસૂત્રનું સૂત્રથી કે અર્થથી પુનરાવર્તન-પુનઃસ્મરણ એ પણ અનુપ્રેક્ષા છે. એ શુભ ભાવના છે. (૩) ધ્યાનમાં કોઈ ગમા-અણગમતા કાયા, ધન, માલ, કુટુંબી વગેરે દુન્યવી વિષય પર એકાગ્ર ચિંતન એ અશુભ ધ્યાન છે. ત્યારે, જિનાજ્ઞા, જિનવચન, કર્મના વિપાક, રાગાદિના અનર્થ, લોકસ્થિતિ વગેરે કોઈ વિષય પર એકાગ્ર ચિંતન એ શુભ ધ્યાન છે. આપણે મુખ્ય તો આ શુભ-અશુભ ધ્યાનને સમજવાનું છે, જેથી અશુભથી બચીને શુભનો વારંવાર ખપ કરીએ. પરંતુ પહેલાં જે અલ્પ સમય પણ પરમેષ્ઠીનું ધ્યાન લાભદાયી કહ્યું, એનો સહેજ વિચાર કરી લઈએ, જેથી એનો આજથી જ પ્રયોગ અભ્યાસ શરૂ થાય. પરમેષ્ઠી એટલે પરમ પદે રહેલા અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય મહારાજ, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચ પરમેષ્ઠી છે. નમસ્કાર મંત્રમાં એ પાંચને નમસ્કાર કરવામાં આવે છે. એકેક નમસ્કારનું એકેક પદ , જેમકે નમો અરિહંતાણં”, “નમો સિદ્ધાણં” વગેરે. એ રીતે પાંચ પદની ઉપરાંત એ નમસ્કારની અનુમોદનાર્થે નમસ્કારનાં સર્વોત્તમ ફળ અને પ્રભાવને દર્શાવનારા ચાર પદની ચૂલિકા છે. એમ કુલ મળીને નવ પદનો નમસ્કાર-મહામંત્ર છે. પરમેષ્ઠી-નમસ્કાર એ મહામંત્ર શાથી? (૧) આ જીવનમાં દુન્યવી સિદ્ધિઓ કરી આપનાર મંત્ર ઘણા, પરંતુ એ કોઈ પરલોકની સદ્ગતિ અને સુખ સમૃદ્ધિ ન અપાવી શકે. ત્યારે નમસ્કાર મંત્રમાં આ લોક પરલોક ઉભયમાં સુખ સિદ્ધિઓ અપાવવાની પાવતુ મોક્ષ અપાવવાની તાકાત છે. માટે એ મહામંત્ર છે. (૨) વળી સર્વ શાસ્ત્ર ભણવાના પ્રારંભે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવામાં આવે છે, માટે પણ એ મહામંત્ર છે. (૩) સમસ્ત શાસ્ત્રોના પારગામીને પણ અંતકાળે યાદ કરવા યોગ્ય નમસ્કાર મંત્ર છે, તેથી ય એ મહામંત્ર છે. (૪) જગતમાં અનંતા કાળમાં ઘણા-બધા ફેરફાર થાય છે, પરંતુ આ નમસ્કાર મંત્ર અફર રહે છે, એ શાશ્વત છે, તેથી એ મહામંત્ર છે. નમસ્કાર મહામંત્ર પર ક્ષણવાર પણ મન ચોંટી જાય, ક્ષણ પણ એનું ધ્યાન થાય, તો એ આ જીવનમાં અચિંત્ય સિદ્ધિ કરી આપે છે, ત્યારે અંતકાળે એનું Page #26 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન - સચોટ ધ્યાન કરતાં કરતાં પાપી મનુષ્ય તો શું પણ પશુ જેવા ય મરીને પરભવે સુંદર સદ્ગતિ પામ્યા છે. નમસ્કારમંત્રના પ્રભાવના દાખલા : શિવકુમારને અહીં સિધ્ધિઃ શાસ્ત્રમાં શિવકુમારનો દાખલો આવે છે. શ્રાવકનો એ જુગારી-વ્યસની બની ગયેલો છોકરો. બાપે ઘણું કહ્યું તો ય ન સુધર્યો, ત્યારે મરતી વખતે બાપ કહે છે, જો ભાઈ ! છેવટે ક્યારે પણ આપત્તિમાં બહુ મુંઝાય ત્યારે નમસ્કાર મંત્ર (નવકારમંત્ર) યાદ કરજે.” બાપ મરી ગયો. પેલો વ્યસનોમાં નિધન થઈ ગયો, હવે આજીવિકા માટે ફાંફા મારે છે. એમાં એક દંભી જોગીએ એને ભોળવ્યો કે “ચાલ તું મારો ઉત્તર સાધક થા, હું મંત્રસાધના કરી તેને સુવર્ણ અપાવીશ.” જંગલમાં અગ્નિનો કુંડ કરી એક મડદું રાખી એની સામે શિવકુમારને બેસાડીને યોગી પોતાનો મંત્રજાપ કરે છે. મડદાના હાથમાં તલવાર મૂકી છે, મંત્રથી મદ્ ઊઠું-ઊઠું થાય છે. ત્યાં શિવકુમાર ગભરાયો, કે “હાય આ ઊઠીને મારા પર તલવાર તો નહિ ઝીકી દે? હાય હું ક્યાં સોનાના લોભમાં પડ્યો ? હવે શું કરવું? ઊઠીને ભાગતાં કદાચ જોગી ગુસ્સે થાય તો ? મડદું પૂંઠે પડે તો ? આ તો મંત્રનું કામ છે. મંત્રથી મડદું ઊઠે, તો દોડે કેમ નહિ ? કોને ખબર ?” ગભરાયેલા શિવકુમારને ત્યાં એકાએક બાપનો છેલ્લો બોલ યાદ આવ્યો કે “આપત્તિમાં બહુ મુંઝાય ત્યારે નમસ્કારમંત્ર યાદ કરજે.” બસ, શિવકુમારે નમસ્કારમંત્રને જ ખરું શરણ માની ગદ્ગદ હૃદયે એનું સ્મરણ કરવા માંડ્યું. એનો એવો પ્રભાવ પડ્યો કે મડદું ઊઠી ઊઠીને પાછું પડ્યું નીચે. યોગી વહેમાયો, પૂછે છે, “અલ્યા ! તું કોઈ મંત્ર ભણે છે?' આ કહે, “મને અભણને ભાઈસાબ ! ક્યાંથી મંત્ર આવડે ?” જોગી સમજ્યો ત્યારે તો મારા જપવામાં ખામી રહી, લાવ ફરી જપું.” એણે ફરીથી મંત્રજાપ કરવા માંડ્યો અને પાછું મડદું ઊઠવા માંડ્યું. શિવકુમારે તો હવે પ્રભાવ દેખ્યો છે, એટલે અધિક શ્રદ્ધાથી શરણભાવથી નમસ્કારમંત્ર મનમાં રટવા માંડ્યો, એટલે મડદું પાછું પડ્યું. વળી જોગી પૂછે છે, તો કુમારનો એ જ જવાબ, જોગીએ હઠ કરી ત્રીજી વાર જાપ શરુ કર્યો, આ નમસ્કાર રટે છે. ત્યારે મંત્રનો અધિષ્ઠાયક દેવ જોગી પર કોપ્યો, મડદાને ઊઠાડીને એ જ તલવારથી જેગીને Page #27 -------------------------------------------------------------------------- ________________ --જન ધ્યાન અને જીવન | મારી અગ્નિમાં ઝીક્યો અને જોગી સુવર્ણપુરુષ બની ગયો ! શિવકુમારને આ જોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો. સુવર્ણ પુરુષ એટલે પુરુષ જેવી સોનાની મૂર્તિ. એનું એક અંગ આજે કાપી લો, એટલે બીજે દિવસે પાછું એ જ સોનાનું અંગ મૂર્તિ પર અખંડ તૈયાર. રોજ ને રોજ કાપતા જાઓ ને ? છતાં બીજે દિવસે એ સુવર્ણ મૂર્તિ અખંડ પૂર્ણ હોય. શિવકુમાર મોતમાંથી બચવા ઉપરાંત આ કમાયો, શાના ઉપર ? નમસ્કાર મંત્ર ઉપર, નમસ્કાર મંત્ર જાપના એકાગ્ર ધ્યાન પર. થોડા જ સમયનું આ ધ્યાન ને ? પણ દિલથી, શ્રધ્ધાથી, ગદગદતાથી, એકમાત્ર શરણ માનીને કરેલું અલ્પ સમયનું પણ નમસ્કારમંત્ર-ધ્યાન આ જીવનમાં ય અચિંત્ય સિદ્ધિ કરી આપે છે. શિવકમારને તો એ જોયા પછી આખું જીવન સુધરી ગયું, મહાન શ્રાવક બન્યો. ત્યાં પછી નમસ્કારમંત્રનું રોજ વારંવાર સ્મરણ કેવુંક રાખ્યું હશે ? તો એનાથી પરભવે પણ કેવી સુંદર સદ્ગતિ? નમસ્કારનો વર્તમાનકાળે અહીં પ્રભાવઃ આ તો શાસ્ત્ર કહેલ દાખલો. પણ વર્તમાન કાળે ય નમસ્કારમંત્રના આ જીવનમાં જ અનુભવાતા પ્રભાવના દાખલા ય સાંભળવા મળે છે. વિ.સં. ૨૦૦૭ માં કેટલાક મુનિઓ ખાનદેશમાં વિચરતા હતા. એમને એકવાર ત્યાં નવું બંધાતું મકાન ઉતરવા મળ્યું. ઉપરના માળ પર એક મુનિ પાણી ગાળતા હતા. મકાનમાં ઈલેક્ટ્રિકનું નવું ફિટિંગ થતું હતું, તે ત્યાં એમનો હાથ બાજુમાં લટકતાં એક ઈલેક્ટ્રિક તારને અચાનક અડી ગયો. મુનિ નવકાર મંત્રના અભ્યાસી, તે જ્યાં તાર અડતાં શરીરમાં ઝણઝણાટી-ખેંચાણનો અનુભવ થયો કે તરત જ સહજ ભાવે હૃદયમાં સ્મરણ થઈ મુખમાંથી “નમો અરિહંતાણં' શબ્દ નીકળ્યા. એનો કેવોક અભુત પ્રભાવ કે તાર રહ્યો એક બાજુ, ને મુનિ તરત બીજી બાજુ ઢળી પડ્યા. પછી સ્વસ્થ થઈ જુએ છે તો ગેબી ચમત્કાર લાગ્યો કે “મારા આખા શરીરે ઝણઝણાટી થઈને એ ખેંચાવા તો માંડ્યું હતું, જાણે હમણાં મર્યો, ત્યાં આ શું થયું? બસ, નવકાર મંત્રે મને બચાવ્યો.” કલાકે નવકારનો નિયમ : આ પરથી ખાસ ખ્યાલમાં રાખજો કે જીવનમાં નમસ્કારમંત્રનો સારો અભ્યાસ હશે તો આવા કોક અકસ્માતના સમયે એકાએક એનું સ્મરણ થાય. એ અભ્યાસ માટે સૂતાં, જાગતાં, ઊઠતા, ખાતાં કે પીતાં, બહાર જતાં કે ઘરમાં પેસતાં, દરેક કામના પ્રારંભે “નવકારમંત્ર કે અરિહંત નમસ્કાર” ઝટ યાદ આવવો જોઈએ. વિશેષ અભ્યાસ માટે સવારે જાગ્યા ત્યારથી “દર કલાકે એક નવકારનો નિયમ કરી કલાકે કલાકે એનું સ્મરણ કરાય. જાગતાનો આ નિયમ, ઊંઘતી વખતનો Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધ્યાન અને જીવન (૧ નહિ. ઘરમાં, દુકાનમાં, ડાયરીમાં, ચાર-પાંચ ઠેકાણે “કલાકે નવકાર લખી રાખવાથી આ નિયમ યાદ આવશે. પછી તો છ થી સાત, સાત થી આઠ... એમ કલાકમાં ગમે ત્યારે એકવાર નવકાર યાદ કરવાનો છે. એમાં તો કલાકમાં બે-ત્રણ વાર પણ યાદ આવશે. પરભવે નવકાર માટે દેવની ચાલાકી: એક દેવતાને જ્ઞાનીએ અમુક જંગલમાં વાનર તરીકે જનમની આગાહી કરી. એણે ત્યાં શિલાએ શિલાએ નવકાર કોતર્યા અને અહીં વિમાનમાં જ્યાં ને ત્યાં નવકાર લખ્યા, ને વારંવાર જીવ્યો ત્યાં સુધી વારંવાર એના પર મન બંધાયું. પછી મરીને વાનર તરીકે જન્મ્યા પછી શિલાએ શિલાએ એ જોતાં એને જાતિસ્મરણ થયું, તરત ધર્મ પામી અનશન કર્યું, ને મરીને સ્વર્ગમાં ગયો. નવકાર ધ્યાનનો પ્રભાવ કેવો ? માટે એનો ખૂબ અભ્યાસ જોઈએ. જો એ અભ્યાસ ન હોય તો તો સંભવ છે કે અકસ્માત વખતે “ઓ બાપ ! ઓ બા !' કે એવું જ કોક યાદ આવવાનું, સહેજ સહેજ આપત્તિમાં ય દુર્બાન થવાનું, ને અંતકાળે ય હાય ને વોય. નમસ્કારમંત્રના શ્રધ્ધાપૂર્વકના સ્મરણનો અજબ પ્રભાવ! એક મુસ્લીમનો પ્રસંગ : કેટલાક વરસ પૂર્વે છાપામાં વાંચેલું, બિહાર પ્રદેશમાં એક મુસલમાનને કોઈ ગુરુયોગે નમસ્કારમંત્ર મળ્યો. ગુરુએ એનો ભાવ પણ સમજાવેલો કે “આમાં રાગદ્વેષ-ક્રોધ, લોભ વગેરે દૂષણોથી તદ્દન રહિત એવા અરિહંત તથા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે. તેમજ એવા બનવા માટે મથી રહેલા સંસારત્યાગી આચાર્ય-ઉપાધ્યાય-સાધુને નમસ્કાર કરાય છે. માટે આપણે પણ સ્મરણની સાથે સાથે એ દૂષણોને દબાવતા રહેવાનું. અત્યંત શ્રદ્ધાપૂર્વક આ રીતે નમસ્કારમંત્રનું વારંવાર સ્મરણ કરાય તો એનો અદ્ભુત પ્રભાવ પડે છે. રાગદ્વેષ ઘટી જાય છે, ને પરભવે પણ સદ્ગતિ મળે છે.” મિયાભાઈને આ બરાબર ગળે ઊતરી ગયેલું, તે એ આ મહામંત્રની રટણા કર્યા કરે. સાથે એણે દિલમાંથી એવા ભારે રાગ-દ્વેષ મિજાસીપણું અભિમાન વગેરે પણ દૂર કરી નાખેલા. હવે બન્યું એવું કે બીજા મિયાભાઈ આનો હોઠનો ફફડાટ ચાલુ જોઈ કહે છે, “અરે એ ! કાફર કી તરહ યહ ક્યા બડબડ કરતા હૈ ? ધર્મભ્રષ્ટ હો ગયા ક્યા?' ત્યારે આ ભાઈ કહે કે, મેં ઓર કુછ નહિ કરતા, ખુદા કા નામ રટતા હું.” બીજાઓ તો કાંઈ ન બોલ્યા, પણ એક મુસ્લીમથી આ સહન ન થયું તે કહે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધ્યાન અને જીવન છે, ‘છોડ દે છોડ દે યહ કારોં કા રટણ. નહિતર સમઝતા હૈ ?...' ધમકી મળી, પણ એણે તો ઝીણું ઝીણું રટવાનું ચાલુ રાખ્યું. પેલો મિયો પછી તો ચડ્યો ગુસ્સે, ‘બસ યહ સાલે કાફર હુએ કો માર ડાલું'. તે કેટલાક દિવસ બાદ એક કરંડિયામાં સાપ લઈ આવ્યો, ને સંધ્યા પછી આ નમસ્કારમંત્રના રટનારના ઘરમાં છાનોમાનો ઘુસી જઈ એના સુવાના ખાટલા નીચે કરંડિયો ઢીલા ઢાંકણે મૂકીને ચાલ્યો ગયો. થોડીવાર પછી સાપ એમાંથી નીકળીને ખાટલા પર ચડી ગયો. હવે રાત પડી ને જ્યાં નમસ્કારમંત્ર રટતો મુસ્લીમ સુવા માટે ખાટલા તરફ જાય છે, ત્યાં એણે ખાટલા પર સાપ દેખ્યો. એ જરાય ગભરાયો નહિ. એણે તો મોટેથી ત્રણવાર નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કર્યું, ને સાપ ત્યાંથી બીજી બાજુ ઊતરીને ચાલતો થયો. આને મહામંત્ર પર શ્રધ્ધા એટલી બધી કે પછી એ રટતો ત્યાં જ ખાટલા ઉપર ચડીને નિરાંતે સુઈ ગયો. મનને શ્રદ્ધા છે કે મારી પાસે મહામંત્ર છે, મને શું થવાનું છે ?' એટલે એને જરાય ગભરામણ ન થઈ કે ‘કદાચ સાપ પાછો આવીને કરડી જાય તો ?’ હવે બન્યું એવું કે થોડીવાર પછી પેલો કરંડિયો મૂકનાર મુસલમાન દોડતો આની પાસે આવી રોવા જેવો થઈ આને કહે છે, ‘ઓ ભાઈ ! માફ કરના, વહ સાપ મૈંને રખા થા. મુઝે માફ કીજિયે' આ કહે, ‘અરે ભાઈ ! યહ કૈસે ? સાપ તો કહીં સે આયા હોગા', આણે ખાટલા નીચેથી કરંડિયો કાઢી બતાવ્યો ને કહે છે, ‘દેખ ભાઈ ! ઈસમેં મૈંને સાપ રખા થા. અબ મુઝે માફ કીજિયે.’ અચ્છા ભાઈ ! અચ્છા, માફ હી હૈ. મેરે મનમેં કુછ નહિ હૈ. જાઓ રાત પડ ગઈ હૈ, ઘર જા કે સો જાઓ.’ પરંતુ આ હાથ જોડીને વારંવાર કહે, ‘ભાઈ ! હમકો માફ કરના.' એટલે પેલો કહે, ‘બાત ક્યા હૈ ? મેરે મનમેં કુછ નહીં, માફ હી હૈ.' ત્યારે આ કહે છે, ‘ભાઈ ! દયા કીજિયે, મેરે લડકે કો સાપને કાંટા હૈ, તેરે પાસ કુછ મંત્ર હૈ, ઈસસે તો તું યહાં બચ ગયા. અબ મેરે લડકે કા ઝેર ઉતાર દે. મેં તેરી ગાય હું, દયા કર, ઝટ ચલ, નહિતર લડકા મર જાયગા.' ખૂબી જોવાની એ છે કે આ નમસ્કારમંત્રના ઉપાસકના મનમાં જરાય વૈરની ગાંઠ નથી. એટલે એ કહેતો નથી કે ‘ઐસા હી હૈ ? તબ તો મુઝે મા૨નેકી કોશિશ કરનેવાલે કા લડકા મરના હી ચાહિયે. જા ઊઠ યહાં સે ચલા જા બદમાશ !' ના, જરાય એવું કાંઈ જ એના મનમાં ઊઠતું જ નથી. નમસ્કારમંત્ર એ આંતરિક Page #30 -------------------------------------------------------------------------- ________________ | ધ્યાન અને જીવન ૧૦વિધિપૂર્વક ગણનારો છે. વિધિ આ, કે રાગ-દ્વેષ, ઈષ્ય ખાર, ક્રોધ, લોભ, મદ, માયા વગેરેને દબાવી દયા-સૌમ્યતા-ઉપશમ કેળવતાં કેળવતાં મહામંત્રનું સ્મરણ કરવાનું. દિલ ઉદાર, મોટું દયાભર્યું બનાવવાનું. મિયો તરત જ કહે છે, “ઐસા હી હૈ ? ચલ મેં આતા હું.” એમ કરી ચાલ્યો. પેલા મિયાના ઘરમાં જઈ જુએ છે તો એનો છોકરો જમીન પર બેહોશ થઈને પડ્યો છે. એણે તરત જ પાણી મંગાવી, હાથમાં પાણી લઈને નમસ્કારમંત્રની રટણા કરી, પછી છોકરાની ઉપર પાણી છાંટ્યું, તરત ઝેર ઉતરી ગયું, છોકરો બેઠો થઈ ગયો. એનો બાપ ચમત્કાર પામ્યો કે “કેવો આનો મંત્ર ? આને પોતાને ય સાપ ન કરડ્યો ! ને મારા છોકરાનું પણ ઝેર ઊતારી નાખ્યું !! વિશેષ તો એ, કે આને જરાય મારા પર ગુસ્સો ય ન ચડ્યો, અંતરમાં વૈર નહિ, બદલો નહિ, ને મારા છોકરાને સાજો કરી દીધો !!” તરત એ મંત્રવાળા મુસ્લીમના પગમાં પડ્યો ને ખુબ ખુબ આભાર માનવા લાગ્યો. નમસ્કાર મંત્રના આ જીવનમાં જ બનતા પ્રભાવના તો આવા કેટલાય દૃષ્ટાન્ત મળે. શરત એક કે કોઈ પણ આશંસા-લાલસા વિના આત્મકલ્યાણના હેતુએ શ્રદ્ધાભર્યું મહામંત્રનું સ્મરણ જોઈએ, ને સાથે સાથે પોતાના રાગ-દ્વેષ-ઈષ્ય-અભિમાન વગેરેને દબાવતા ચાલવું જોઈએ. પછી અહીં તો પ્રભાવ પડે, કિન્તુ પરભવે સદ્ગતિ પણ મળે. નમસ્કારમંત્રનું માત્ર અંતકાળે પણ સચોટ ધ્યાન લાગી જાય તો ય એ પરભવે સદ્ગતિ અને સુખ સમૃદ્ધિ અપાવે છે. આના અનેક દાખલા શાસ્ત્રોમાં આવે છે. નવકાર-પ્રભાવના અનેક દષ્ટાંત પારધીથી વિંધાયેલી અને મરવા પડેલી સમળી મુનિએ સંભળાવેલ નમસ્કારમંત્ર પરનાં ધ્યાનથી સુદર્શના રાજકુમારી થઈ, જેણે ત્યાં “સમળી વિહાર નામનું ભવ્ય દેરાસર બંધાવ્યું. રસ્તા પર મરવા પડેલો બળદ શ્રાવકે સુણાવેલ નમસ્કારમંત્ર પરના ધ્યાનથી એજ નગરીમાં રાજકુમાર થયો, જે આગળ જઈને વાલીનો ભાઈ સુગ્રીવ થાય છે. કમઠ તાપસના બળતા કાન્ટમાંથી બહાર કઢાવેલ અર્ધદગ્ધ સર્પને પાશ્વકુમાર તરફથી નમસ્કારમંત્ર મળ્યો, તો એનાં ધ્યાનથી એ મરીને નાગકુમાર દેવોનો ઈન્દ્ર ધરણેન્દ્ર થયો. જીવનમાં ધ્યાન કેટલું અદ્ભુત કામ કરે છે ! Page #31 -------------------------------------------------------------------------- ________________ - ને ધ્યાન અને જીવન આ તો તિર્યંચના દાખલા. પણ મનુષ્યના ય દાખલા ઘણા. ભીલ-ભીલડી સિંહના જડબામાં ચવાતા છતાં નમસ્કારમંત્રના પ્રભાવે મરીને રાજા-રાણી થયા. સ્થૂલભદ્રના ભાઈ શ્રીયકમંત્રીને એક દિવસના ઉપવાસમાં રાતે મૃત્યુ, પણ નમસ્કારમંત્રના ધ્યાનમાં મરીને એ દેવ થયો. માવતને શુળીએ મરતાં નવકારઃ દેશવટો પામેલ એક રાણી અને એનો યાર માવત એક ગામના નાકે મંદિરમાં સુતા હતા. ત્યાં એક ચોર ચોરી કરીને આવ્યો, પાછળ સિપાઈ આવતા હતા. રાણી જાગી, ચોરની ઉપર મોહી પડી અને એના શિખવ્યા પ્રમાણે સિપાઈઓને સાક્ષી ભરી કે “માવત ચોર છે.” બસ, માવતને સિપાઈ લઈ ગયા તે નગરના રાજા પાસે. રાજાએ એને શૂળીએ ચડાવ્યો. ત્યાં એને ભારે તરસ લાગી. તે ત્યાંથી જતા એક શ્રાવક પાસે પાણી માગ્યું. શ્રાવક કહે, “લે આ નમસ્કાર મંત્ર ગણ, તો હું પાણી લાવી આપું.” માવત એ ગણતાં ગણતાં મરીને દેવ થયો. શ્રાવક પાણી લઈને માવતની પાસે આવતો હતો તેને “કેમ તું ચોરને પાણી પાવા જતો હતો ?' એમ કહીને રાજાએ મારવા લીધો, ત્યાં પેલા દેવે આવી આકાશમાં મોટી શિલા વિકૂર્વી, રાજા ગભરાઈ માફી માગી પૂછે છે, ત્યારે દેવે ખુલાસો કર્યો. રાજાએ શ્રાવકનું મોટું બહુમાન કર્યું અને પોતે નમસ્કારમંત્રનો આરાધક બન્યો. ચંડપિંગલ ચોરને નવકાર : આવું ચંડપિંગલ ચોરમાં બને છે. એ એક વેશ્યાનો પ્રેમી હતો. એકવાર રાણીનો હાર ચોરી લાવી વેશ્યાને ભેટ આપે છે. પણ વેશ્યા કહે છે, “ક્યાંથી લાવ્યો આ ? જે હું શ્રાવિકા બનેલી છું, એમાં ત્રીજા વ્રતમાં મારે નિયમ છે કે ચોરી તો કરું નહિ, પણ ચોરીનો માલ પણ ન લઉં.” ચંડપિંગલે એને ખોટો વિશ્વાસ આપી હાર આપ્યો, એકવાર ઉત્સવમાં એ બિચારી હાર પહેરીને બહાર નીકળી, ને રાણીની દાસીઓએ એ હારને જોઈ એને પકડાવી. રાજા પૂછે છે, “બોલ આ હાર ક્યાંથી લાવી?” આદર્શ શ્રાવક વ્રત : જુઓ આ વેશ્યા છતાં શ્રાવિકા બનેલી હોઈ વિચારે છે કે “જો હું ચોરનું નામ દઉં તો રાજા અને ગરદને મારે, એટલે ચોરની હત્યામાં હું નિમિત્ત થાઉં. તો પછી હિંસામાં નિમિત્ત થવાથી મારા પહેલા અહિંસા વ્રતનો આદર્શ ન જળવાય. માટે એનું નામ તો નહિ જ લઉં, ભલે મારે મરવું પડે, ચિંતા નહિ. બોલો, (૧) એનું ચોરી-ત્યાગનું વ્રત કેવું ? ને (૨) અહિંસાનું વ્રત કેવું? આદર્શ વ્રત ને ? તમારાથી શું આ બને કે મારે ચોરીની વસ્તુ પણ ન ખપે ? અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ન ધ્યાન અને જીવન - કોઈની હિંસામાં નિમિત્ત પણ ન થાઉં? પેલી તો વેશ્યા હતી પણ પાછળથી જૈન ધર્મ પામી હતી. તમે તો જન્મથી જૈન ધર્મ પામેલા છો. તો આટલું ય ન બને? પાપની છુટમાં: માનવ જીવનની ગુણસુવાસ લઈ જશો ખરા ? કે એકલી દોષ-દુષ્કૃત્યોની બદબો જ આત્મામાં ભરી જશો ? ધ્યાન રાખજો કે જીવન તો, ગમે તેમ ચાલો, વર્તો, તો ય પૂરું જ થઈ જવાનું છે, પરંતુ ભરચક રાગ-દ્વેષ-અભિમાન-ઈર્ષ્યા-લાલસાઓ વગેરે દોષોથી અને સીધી કે આડકતરા હિંસા-જુઠ-ચોરી-દુરાચાર વગેરે દુષ્કૃત્યોથી, તમારો જ પ્રાણપ્યારો આત્મા ભારે થઈ રહ્યો છે. વધુ અફસોસી તો એ છે કે શક્ય પણ દુષ્કૃત્ય ત્યાગની પ્રતિજ્ઞા નહિ કરવામાં એ દુષ્કૃત્યનું સેવન તો ક્યારેક થવાનું, કે કદાચ નહિ ય થવાનું, પણ “મારે એનો ત્યાગ નહિ, છૂટ' એ વૃત્તિમાં મન સદાનું પાપની અપેક્ષાવાળું બન્યું રહેશે. એથી પાપબંધ નિરંતર લાગ્યા કરશે. એથી બચવા અને ત્યાગમાં આવવા આ વેશ્યા એક આદર્શ છે. વેશ્યા રાજાને કહે છે, “હાર મારો છે.' પણ તારી પાસે આવ્યો ક્યાંથી? જવાબમાં “મારો છે' સિવાય બીજું કાંઈ એ બોલતી નથી. તેથી રાજાએ એને જેલમાં નખાવી, રોજ એની પાસેથી મૂળ વાત કઢાવવા ચાબકા મરાવે છે. વેશ્યા એકમાત્ર પોતાના વતનો આદર્શ પાળવા અને ચોર પરની દયા સુરક્ષિત રાખવા મૃત્યુની તૈયારી સાથે ચાબકા સહી લે છે. કોઈ એકાદ પણ જીવનમાં આ રીતે વ્રત પાલન અને દયાદિ ગુણ સાચવ્યા હોય તો એ આત્માને ઘણો ઊંચે લઈ જાય છે. ત્યારે વ્રતપાલન અને દયાદિ ગુણ કમાઈને ભવિષ્યના કોઈ માનવ ભવના વાયદે રાખવા કરતાં અહીં જ વ્રત અને ગુણ સાચવવાનું કાં ન કરવું ? ભવિષ્યની કોને ખબર છે કે માનવભવ ક્યારે હાથમાં આવે ? કેમકે અહીં જો જીવન વ્રતમય નથી બનાવ્યું તો પૂર્વે કહ્યું તેમ દિલની અપેક્ષા અને મનની વેશ્યા ખરાબ રહેવાની, તેમજ ગુણકમાઈ ન રાખી તો દોષસેવન જ રહેવાનું. કહો, પછી એના પર ભવ કેવા મળશે ? ત્યાં કેટલાં સીતમ દુઃખ? ચંડપિંગલ ચોરને વેશ્યાની આ સ્થિતિની ખબર પડી. એના મનને થયું કે “અરે ! હું કેટલો નીચ કે આને બિચારીને ફસાવી ? એનો વિશ્વાસઘાત કર્યો, ને એનું વ્રત તોડાવ્યું? ત્યારે આ કેટલી ઉત્તમ કે મને બચાવવા રાજા પાસે મારું નામ લેતી નથી ને રોજ જેલમાં ચાબકા ખાય છે? લાવ, મારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરું.” એમ વિચારી, એ સીધો રાજા પાસે જઈ સાચી હકીકત કહી દે છે. એટલે રાજાએ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધ્યાન અને જીવન વેશ્યાને તો ધન્યવાદ આપવા સાથે છોડી મૂકી. પણ વેશ્યાના ગયા બાદ ચોરને શૂળીની સજા ફરમાવી દીધી. બસ, ચોરને શૂળીએ ચડાવવા લઈ ગયા. એ વેશ્યાની જાણમાં આવતાં, તરત એ રાજા પાસે ચોરને ધર્મ સંભળાવવાની રજા માગીને પહોંચી વધસ્થાને. ત્યાં તે ચોરને શૂળી દઈ દીધેલી. વેશ્યાએ એને નમસ્કારમંત્ર સંભળાવવા માંડ્યો. સાથે કહ્યું ‘“જોજે, રાજા પર કે આ સિપાઈઓ પર જરાય ગુસ્સો કરીશ ના. તારાં દુષ્કૃત્ય પર તિરસ્કાર કરજે અને હવે મરવાની તૈયારી છે તો આ નમસ્કાર-મહામંત્રમાં જ ધ્યાન રાખજે. વળી નિયાણું કર કે હું આ રાજાનો પુત્ર થાઉં' જેથી પછી તારો ને મારો બંનેનો પરસ્પર ઉદ્ધાર કરીએ.’ ચોરને વેશ્યા પર પ્રેમ તો હતો જ, પાછું બહુમાન અથાગ થયું હતું અને અંતકાળે આ શિખામણ દે છે, તેથી મનમાં રાજપુત્ર થવાનો સંકલ્પ કરી નમસ્કારમંત્રનાં ધ્યાન પર ચડી ગયો. કહેવાની જરૂર નથી કે એ નમસ્કારના પ્રભાવે મરીને રાણીના ગર્ભમાં ગયો. વેશ્યા અહીં દહાડા ગણે છે. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો એટલે વેશ્યાએ તારણ કાઢ્યું કે ‘નક્કી એ જ ચંડપિંગલ આ રાજપુત્ર થયો.’ હવે એ બાળને પ્રતિબોધ કરવો છે, તેથી વેશ્યા રાજા પાસે જઈ રાજપુત્રને ઝુલણે ઝુલાવવાનું માગી લે છે. ત્યાં પછી ઝુલાવતાં ‘ઝુલો રે ઝુલો ચંડપિંગલા !...' વારંવાર ગાણું ગાતાં, બાળકને એ સાંભળી જાતિસ્મરણ થયું, હર્ષિત બન્યું. એ જોઈ વેશ્યાને આશા બંધાણી. બોલતું થયે વાત કરી. વેશ્યાએ ધર્મ સમજાવ્યો. અંતે બંનેએ કલ્યાણ સાધ્યું. મનને જીતવા એને ખીલે બાંધો : ચોર એવા પણ ચંડપિંગલને અંતે પણ નવકારનું ધ્યાન લાગતાં એ કેવી સુંદર સદ્ગતિ અને ધર્મ પામ્યો ? તો રોજનાં જીવનમાં નમસ્કારમંત્રનું સચોટ ધ્યાન કરતાં કેવું કલ્યાણ થાય ? પરંતુ એ તન્મય અને ગદ્ગદ થઈને, બીજા વિચારો દૂર રાખી કરાવું જોઈએ. પ્રભાતે પંદર મિનિટ પણ એવું ધ્યાન કરાય, તો એ આખા દિવસ પર સારી અસર પાડે છે. 0 કલાક પણ નવકાર પરમેષ્ઠિ-ધ્યાન એટલે મનને સંસાર પરથી ઉઠાડી મૂકવું અને સારા આલંબનના ખીલે બાંધવું. જો મનને ખીલે બાંધી શકો તો એ આત્માનો મન પર મહાન વિજય છે. ખીલે બાંધવા શું કરવું ? સારું આલંબન જોઈએ. એ આલંબનમાં પહેલા નંબરનું આલંબન અરિહંત, અરિહંત-નમસ્કાર, પરમેષ્ઠિનમસ્કાર, નમસ્કાર-મહામંત્ર. અરિહંત-નમસ્કાર શા માટે ? : પ્રભાતે ઊઠતાં જ મનમાં ‘નમો અરિહંતાણં' યાદ આવે. આપણે ત્યાં નિયમ Page #34 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - છે કે સૂતાં કે જાગતાં, ઘરની બહાર નીકળતાં કે પેસતાં, ખાતાં કે પીતાં, યાવત્ કોઈ પણ કાર્યના પ્રારંભે અરિહંત-નમસ્કાર યાદ કરવાનો. એનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે. કામ સંસારના છે છતાં જો અરિહંત-નમસ્કારથી ચિત્ત-વિશુદ્ધિ કરીને કરવા ગયા તો મન કોમળ રહેશે, પાપ તીવ્ર ભાવે નહિ થાય. ત્યારે સમ્યગ્દર્શન યાને સમ્યક્ત પામ્યા પહેલાનું આ લક્ષણ છે કે “તીવ્ર ભાવે પાપ ન કરે, ઘોર સંસાર પર બહુમાન ન ધરે, સર્વત્ર ઔચિત્ય સાચવે.” તો પાપાચરણમાં મનની તીવ્રતા કઠોરતા કેમ અટકે ? કોમળતા કેમ આવે ? મનમાં કાંઈક વિશુદ્ધિ આવવાથી. એ અરિહંતને ચિત્તમાં લાવવાથી થાય. ચિત્ત-વિશુદ્ધિ લાવવાનું મહાન સાધન અરિહંત-નમસ્કાર, કેમકે અરિહંત વીતરાગ છે, અનંતજ્ઞાની છે, જગદુદ્ધારક છે. એટલે નિદ્રામાંથી જાગ્રત થતાં જ “નમો અરિહંતાણં' યા “અરિહંત' યાદ આવે. પછી શાસ્ત્ર વિધિ એ છે કે પથારીની બહાર નીકળી સ્વસ્થતાથી બેસી નમસ્કાર મહામંત્ર “નવકાર' ગણવાના. નવકારમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે. ને નમસ્કાર કરવા માટે વિનય પહેલો જોઈએ. તેથી પથારીની બહાર નીકળીને નમસ્કાર કરાય. પથારીમાં બેઠાં બેઠાં તો શેઠાઈ જેવું છે. એમાં વિનય ક્યાં સચવાય ? તો નમસ્કાર શાનો? હવે નમસ્કાર-મહામંત્ર એકાગ્રતાથી ગણવા માટે, એટલે એના પર મનનું સ્થિર ધ્યાન લગાવવા સારું બે-ત્રણ રીત જોઈએ. ૪. નવકાર ધ્યાનની રીત (૧) પહેલી રીત આ, કે નવકારના પ્રત્યેક અક્ષર પર મન લગાવી લગાવી ધ્યાન રખાય. એ રાખતાં ક્રમસર અક્ષર પછી અક્ષર બોલવાનો. આ ધ્યાન રાખવા માટે નજર સામે જાણે તે તે અક્ષર લખાયેલ દેખાય. દા.ત. ન...મો. અ...રિ...હં...તા...” એક વખતે જે અક્ષર બોલીએ તે જ અક્ષર જેવાનો. એક પદના અક્ષર પૂરા થાય પછી તરત જ બીજા પદના અક્ષર ચાલુ થાય. આખા નવકારના અક્ષરો એક ધારાએ પૂરા થાય. એમાં વચમાં એક પણ બીજો વિચાર આવે નહિ, સિવાય કે આ અક્ષરનું ધ્યાન. આમ ભલે એક જ નવકાર યાદ કરો, એમાં બીજા વિચાર નહિ આવે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ર જાપમાં બીજા વિચાર કેમ અટકે ? : ધ્યાન અને જીવન પ્ર. બીજા વિચારો શી રીતે રોકાય ? એના તો, નવકાર સ્મરણ જાપ વગેરે વખતે, ધાડાં છુટે છે, કેમ જાણે અત્યારે એને બહુ ફુરસદ મળી ! 1 ઉ. - એવું થાય, પણ ક્યાં ? જ્યાં એકલું સ્મરણ કરીને કે બોલીને જાપ કરવાનો હોય ત્યાં. પરંતુ અહીં તો સામે તે તે અક્ષર જાણે લખાયેલો વાંચવાનો છે. એ પણ અખંડ ઘાટિલો સફેદ અક્ષર વાંચવાનો છે. વાંચવાની ચીજ એવી છે કે મન એમાં પરોવવું પડે છે. એ વાંચવા તરફ ધ્યાન રહે એટલે બીજો વિચાર આવવાને જગા જ ન રહે. એક બરાબર વંચાયો કે તરત એ અલોપ થઈ ત્યાં બીજો અક્ષર આવ્યો જ છે. એ વંચાયો કે તરત ત્રીજો અક્ષર આવ્યો જ છે. મન બરાબર આ વાંચવામાં લાગી જાય ત્યાં બીજા વિચારને સ્થાન જ ક્યાં મળે ? અને એવો નિયમ રાખવાનો કે જો બીજો કોઈ વિચાર આવ્યો, તો ફરીથી પહેલેથી ન...મો...અ... વગેરે શરૂ કરવાનું. આમાં લાભ એ થશે કે પહેલાં બીજો વિચાર ઘુસી ગયો હતો, એટલે હવે અહીં એ ન ઘુસે એ માટે વધારે ચીવટ રહેશે. પ્રારંભિક પ્રયાસમાં ભલે બે-ત્રણ-ચાર વાર ફરી ફરી શરૂ કરવું પડે, પણ કંટાળવું નહિ. શરૂમાં આખો નવકાર પૂરો ન થાય તો પહેલા પાંચ જ પદ ધારજો. પરંતુ અભ્યાસ એકાગ્ર ધ્યાનનો કરવાનું લક્ષ રાખવાનું. એટલું જોજો કે, અક્ષર પહેલા બોલીને પછી એ વાંચવાનો નહિ, પરંતુ પહેલા તે તે અક્ષરને પ્રગટેલો વાંચી પછી તરત આંતર જલ્પ થાય, યાને અંદરમાં બોલવાનું થાય. મનથી એમને એમ બોલવાની વસ્તુ એવી છે કે નવકાર બહુ રટાઈ ગયેલો હોવાથી એમ જ સહેજે બોલાઈ જાય છે. પછી એમાં બીજો વિચાર પણ આવે તો ય એ બોલાઈ જાય છે. પરંતુ જો લખેલું વાંચીને બોલવાનું હોય તો મન પહેલાં એ લખેલામાં અને વાંચવામાં પરોવવું પડે છે. તેથી ત્યાં બીજા વિચારને તક મળતી નથી. કોઈનો કાગળ વાંચવામાં મન તન્મય થાય છે ને ? વાંચતી વખતે બીજો વિચાર નથી આવતો. - લોગસ્સ નમુન્થુણં’ નું ધ્યાન ઃ આવું ‘લોગસ્સ' અને ‘નમુન્થુણં' સૂત્રનું ધ્યાન થઈ શકે. અલબત્ત પહેલાં તો નવકારનું ધ્યાન ખૂબ અભ્યાસમાં લાવવાનું, તે એક ધારાએ બે-ત્રણ-ચાર-પાંચ નવકારનું ધ્યાન સળંગ ચાલે એ રીતે, જેથી એમાં કેળવાયેલા મન દ્વારા ‘લોગસ્સ’ સૂત્ર મોટું હોવાથી એના એકેક અક્ષરનું ધ્યાન, ઠેઠ સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધી, બીજા વિચાર વિના અખંડ ચાલે. એટલું ખ્યાલમાં રાખવાનું કે બે અક્ષર સામટા ન દેખાઈ જાય, નહિતર એમાં ઉતાવળ થવાથી મનની તેવી સ્થિરતા નહિ કેળવાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ચોવીસ તીર્થંકરના નામનું ધ્યાન ઃ જેવું આ અક્ષરનું ધ્યાન છે એવું આખા શબ્દનું ધ્યાન થઈ શકે. ચોવીસ તીર્થંકર દેવનાં નામ તો આવડે છે ને ? બસ આંખ મીંચીને નવકારના અક્ષરની જેમ અહીં એકેક ભગવાનનું નામ નજર સામે લખેલું લાવવાનું અને તે મનોમન વાંચીને બોલવાનું, વાંચીને જ બોલવાનો નિયમ નહિ ભૂલવાનો. સ્ટેશનના પ્લેટફોર્મ પરના પાટિયા પર ગામનું નામ કેવું સાફ અને મોટું દેખાય છે ? એવું અહીં પ્રભુનું નામ દેખાય. પહેલા ભગવાનનું નામ ‘ઋષભદેવ' જોવાઈ અને વંચાઈ-બોલાઈ ગયું કે તરત એ અલોપ-અદૃશ્ય થઈ જઈ બીજા ભગવાનનું નામ ‘અજિતનાથ’ નજર સામે દેખાય. એ વાંચીને બોલ્યા કે તરત ત્રીજા પ્રભુજીનું ‘સંભવનાથ' નામ આવે. એમ આગળ વધતાં કદાચ બીજો વિચાર આવી ગયો તો પાછું પહેલેથી શરૂ કરવાનું. પહેલે દિવસે ભલે થોડા નામનું એક ધારાએ એકાગ્ર ધ્યાન થાય, પરંતુ રીત આ. પછી આગળ વધતાં તો એકવાર ચોવીસ નામ પૂરાં થયાં કે તરત પહેલા નામથી વળી શરૂ થઈ જાય. એમ કરતાં કરતાં એકવાર ચોવીસી, બીજી વાર ચોવીસી, ત્રીજી વાર ચોવીસી... એમ ધ્યાનધારા વધવાની. તે યાવત્ સો-બસો-હજાર નામ ધ્યાવવાની વચમાં કોઈ બીજો વિચાર નહિ ઘૂસે. ૨૩ ત્યારે વહેલી પ્રભાતે વાતાવરણ શાંત અને શીતલ હોય એ વખતે પરમ તારક પરમ મંગળમય ચોવીસ તીર્થંકર ભગવાનનાં પવિત્ર મંગળનામ એકાગ્ર ધ્યાનથી યાદ કરાય એની આખા દિવસ અને આત્મા પર કેટલી સુંદર અસર પડે ? નવકારમંત્રના ધ્યાનની બીજી રીત ઃ એકસો આઠ નવકારજાપ માળા લીધા વિના, કે આંગળીના વેઢા ૫૨ ગણ્યા વિના અને વળી એકાગ્રતાથી કરવા માટે, આ એક રીત છે - સમવસરણ પર જાપ : ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર દેવના સમવસરણનું ચિત્ર તો જોયું હશે. સમવસરણ ગોળ પણ હોય છે અને ચોખંડું ય હોય છે. એમાં નીચે મોટા ગઢ ૫૨ નાનો ગઢ અને એના પર એથી ય નાનો ગઢ હોય છે. આપણે ચોખંડા સમવસરણના આ ત્રણ ગઢની દિવાલ-રેખાઓનો ઉપયોગ કરવાનો છે. દરેક ગઢને ચાર-ચાર દિવાલ, ને દરેક દિવાલમાં વચ્ચે પ્રવેશદ્વાર હોય છે. એની રેખાઓ આ પ્રમાણે બને – Page #37 -------------------------------------------------------------------------- ________________ - જન ધ્યાન અને જીવન દરેક દિશાની એક-એક રેખાની વચમાં દ્વાર (0) આવવાથી રેખાના બે ભાગ થયા. હવે આપણે એક-એક ગઢની ચાર-ચાર રેખા પર કુલ છત્રીસ નવકાર જાપ કરવાનો છે. એમ ત્રણ ગઢ ઉપર એકસો આઠ નવકાર-જાપ થશે. એમાં દરેક રેખાના બે ભાગ હોવાથી દરેક ભાગે ચાર-ચાર નવકાર અને વચલા દ્વાર પર એક નવકાર, એમ પ્રત્યેક રેખા ઉપર નવ-નવ નવકાર ગણાશે. તે આ રીતે - ૨ ૧ ૧૧૦ ૧૨૭ ૧૬e ૧૭ ૨૧ ૨૦ A [ ૨૬ ૨૫ ૨૨ ૧૯ 1- ૨૭ ૨૪ ૨૩ છે . આમાં નંબર આપ્યા છે એ પ્રમાણે પહેલાં અંદરના નાના ગઢથી શરૂ કરવાનું. એમાં ય ઉપરની રેખામાં ડાબી બાજુએ ઉપરથી શરૂ કરવાનું. ગઢની રેખા પર ઉપર નીચે ફૂલ મૂક્યા છે અને એક ફૂલ પ્રવેશ દ્વારની ઉપર છે એમ એક રેખાની ઉપર ૯ ફૂલ થાય છે. એ દરેક ફૂલ પર નજર રાખી એક-એક નવકાર ગણવાનો. Page #38 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૫ એમાં નિયમ આ, કે ગઢની બહારથી અંદર પેસવાનું અને અંદરના નજીકના ફૂલ પર થઈ ગઢની બહાર નીકળવાનું. પછી બહાર ને બહાર પ્રવેશદ્વારનું ફૂલ વટાવી બીજી બાજુના બહારના ફૂલ ૫૨ થઈ અંદર પેસવાનું... બહારથી અંદર પેસી બહાર નીકળવાનું, આ નિયમ ચિત્રમાં એ પ્રમાણે આંકડા ૧, ૨, ૩, ૪ વગેરે મુક્યા છે. એ ક્રમે ચાલતાં દૃષ્ટિ ઉઠાવવી નહિ પડે, સળંગ ધારાએ ચાલશે. એક રેખાના જાપ અંતે બહાર નીકળ્યા પછી બહારથી ને બહારથી સાથેની રેખાના બહારના ફૂલ પર જવાનું. એમ કરતાં એક ગઢ પર ગણાઈ જાય. પછી એની ઉપરના બીજા ગઢ પર અને ત્યારબાદ સૌથી ઉપરના મોટા ગઢની ઉપર ગણવાનું. એમ એકસો આઠ નવકાર ગણાશે. આમાં આપણે સૌથી નાના ગઢથી શરૂ કરી સૌથી મોટા ગઢ પર ગયા. એમ સૌથી મોટા ગઢથી શરૂ કરી સૌથી નાના પર પણ જઈ શકાય. આ જાપમાં એકાગ્રતા શાથી ? : આમાં મનને બરાબર સજાગ રહેવું પડશે, નહિતર ફૂલ ચૂકાઈ જશે. શંકા પડશે કે ‘કયા ફૂલની ઉપર જાપ ચાલતો હતો, આ કે પેલા ?' આ ભૂલ-ભૂલામણી ન થાય માટે સહેજે મન સાવધાન રહી નવકાર ગણશે, તેથી બીજા વિચાર નહિ ઘૂસે અને એકાગ્ર ધ્યાન લાગશે. આમાં માળા વગેરેની જરૂર નિહ. આંખ મીંચી નજર સામે સમવસરણનું ચિત્ર ખડું કરવાનું, ને હાથ જોડી એના પર જાપ ચલાવવાનો. વીસ-ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ્ગ પણ આમ ગઢ પર કરી શકાય. પ્રભાતે આવી રીતે માત્ર એકસો આઠ નવકાર ગણીને જોજો કે મન કેવું શાંત સ્ફુર્તિવાળું બને છે. ત્યારે પ્રશ્ન થાય કે, પ્ર. આમાં તો ધ્યાન તો ફૂલ પર રહેશે ને ? નવકાર તો ધ્યાન વિના એમજ નહિ રટાઈ જાય ? ઉ. ફૂલ તો એક આલંબન છે. એના આધાર પર ધ્યાન નવકાર ઉપર રાખવાનું છે. એ માટે આમ થઈ શકે ધ્યાન ફુલને બદલે નવકાર પર શી રીતે ? (૧) દરેક ફૂલની વચમાં કર્ણિકા છે અને આજુબાજુ આઠ પાંખડી છે. એ નવમાંના દરેક ૫૨ નવકારનું એકેક પદ લખેલું છે, તે વાંચીને ગણવાનું. વચલી કર્ણિકા ઉપર પહેલું પદ, પછી ઉપરની પાંખડી ઉપર બીજું, જમણી બાજુ પર ત્રીજું, નીચે ચોથું, ડાબી બાજુએ પાંચમું, પછી ખુણાઓની પાંખડીઓ પર છ-સાત-આઠ-નવમું, સિદ્ધચક્રના ગટા પર હોય એ રીતે નવ પદ ધારવાના. આમ ધારીને ગણતાં નવકાર પર ધ્યાન રહેશે. આમાં એટલો ખ્યાલ રાખવાનો કે નજર - - Page #39 -------------------------------------------------------------------------- ________________ - માં ધ્યાન અને જીવન | સામે રેખા તો તરવર્યા જ કરે અને એના પરના નવમાંનાં એકેક ફૂલ પર નવકાર ગણાય એથી કઈ રેખા અને કયું ફૂલ ચાલે છે, એ નહિ ભૂલાય. તેમ પદો પણ ચોખ્ખા ચાલવાના. રેખા એકવાર નવ નવકાર સુધી આવી દેખાય. એ પૂરી થયે પછી નવ નવકાર સુધી ઊભી દેખાય. વળી એ પછી આડી, પછી ઊભી. દરેક રેખાની ઉપરના નવ ફૂલ પર નવ નવકાર ગણાય. (૨) અથવા, દરેક પાંખડીને બદલે આખા ફૂલ પર ઉપરથી નીચે નવકારનાં નવ પદ લખેલા ધારી એ વાંચીને ગણવાના. ફૂલ લાલઘુમ, એના પર નવકારના પદ રત્ન જેવા સફેદ લખેલા જેવાના અથવા ફૂલને બદલે ઊભી પટ્ટી પર પણ નવકારનાં નવ પદ લખેલા જોઈ શકાય. (૩) અથવા ફૂલની જગાએ એકેક માં, એમ દરેક રેખા પર નવ મુખ દેખાય અને એ દરેક મુખના પણ ખાસ તો હોઠ ફફડતા દેખાવાના અને એ ઓઠ એકેક પદ બોલે છે એ જોવાનું. અનુભવ કરશો એટલે આની બરાબર ધારણા થશે. બોલનાર તરીકે આપણે નહિ, પણ એ સામે મુખનો ઓઠ અને આપણે તો માત્ર જેનાર-સાંભળનાર, આમાં પણ મુખમાંથી ક્રમસર એકેક પદ ઓઠ ફફડીને બોલાઈ રહેલું દેખાશે. દૃષ્ટિ ઓઠની ઉપર કેન્દ્રિત રહે. આ ત્રણમાંથી ગમે તે રીતે સમવસરણના ગઢ ઉપર એકસો આઠ નવકાર ગણી શકાય. હૃદયકમળ પર ધારણા : સમવસરણના બદલે આપણા હૃદય પર ધારણા કરીને નવકાર ગણી શકાય. હૃદયને લાલઘુમ કમળ ધારવાનું. એમાં વચ્ચે કર્ણિકા અને આજુબાજુ આઠ પાંખડી છે. એ દરેક પર પહેલાં કહ્યું તેમ એકેક પદ સફેદ રત્નમય અક્ષરોનું દેખાય, ને એ વાંચતા જવાનું. પ્ર. - હવે આમાં પહેલો નવકાર, બીજે નવકાર, ત્રીજે નવકાર - એમ ધારણા શી રીતે રહે? ઉ. - આ રીતે, કે પહેલો નવકાર ગણાય ત્યારે પહેલું પદ જરા ઘેરું અથવા મોટા અક્ષરનું દેખાય. એ બોલાતાં એના પર ભાર જરા વધુ અપાશે. પછી બીજો નવકાર ચાલુ થતાં બીજું પદ ઘેરું મોટું દેખાશે ને બાકીના ચાલુ લખેલા દેખાય પછી ત્રીજો નવકાર ગણાતાં ત્રીજું પદ જરા ઘેરું કે મોટું દેખાશે. એમ સહેજે ગણત્રીબંધ નવ નવકારનો જાપ થશે. આંકડા નહિ મૂકવા પડે ક્રમસર એકેક પદ ઘેરું, પહેલા નવકારમાં માત્ર પહેલું પદ ઘેરું, બીજામાં માત્ર બીજું, ત્રીજામાં ત્રીજું, એમ ચાલવાનું. - પ્ર. - આ તો નવ નવકાર બરાબર ગણાય. પણ હવે એકસો આઠ ગણવા છે તે શી રીતે ? Page #40 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૨૭હૃદયકમળ પર એકસો આઠ કેમ ગણવા? ઉ. - એ સહેલું છે. આપણા હૃદયકમળને વારાફરતી સિદ્ધચક્રજીના ગટાના એકેક સ્થાન પર રહેલું ધારવાનું. પહેલાં, વચ્ચેના અરિહંતના સ્થાનની જગાએ, એના પર નવ નવકાર પૂરા થાય, પછી બીજા સિદ્ધ ભગવાનના સ્થાન પર હૃદયકમળ ધારવાનું. એની ઉપર નવ નવકાર ગણવાના. પછી ત્રીજા આચાર્યપદના સ્થાનની જગા પર હૃદયકમળની ધારણા... એમ નવમી વાર નવમા સ્થાન પર હૃદયકમળ. ત્યાર બાદ સિદ્ધચક્ર યંત્રના ઉપરના ભાગે કળશના મોં પર, ને ત્યાર પછી એની જમણી બાજુની આંખ ઉપર અને તે પછી ડાબી બાજુએ આંખ પર હૃદયકમળ ધારવાનું. એમ બાર સ્થાનના એકેક પર હૃદયકમળની ધારણાએ નવ-નવ નવકાર ગણાતાં કુલ એકસો આઠ નવકાર જાપ થશે. પદાર્થ પર ધ્યાન : આ તો નવકારના અક્ષર પર, પદ પર ધ્યાન થયું. આને પદસ્થ ધ્યાન કહેવાય. પરંતુ પદને બદલે પદાર્થ પર અર્થાત્ દરેક પદના અર્થ ઉપર ધ્યાન કરવું હોય તો આ રીતે થાય - (૧) નજર સામે સમવસરણ લાવવાનું. એમાં વચ્ચે અરિહંત પરમાત્મા બિરાજમાન છે, એમના મસ્તકની ઉપર સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન છે, પ્રભુના ચરણ આગળ જમણી બાજુએ ગણધર-આચાર્ય મહારાજની પંક્તિ છે, એમની નીચે ઉપાધ્યાય મહારાજોની પંક્તિ અને એમની નીચે સાધુ મહારાજોની પંક્તિ છે – એમ ધારવાનું. પછી નવકારનું દરેક પરમેષ્ઠિ પદ બોલતાં તે તે અરિહંત, સિદ્ધ... વગેરે પરમેષ્ઠિ જોવાના. એમ “નમો લોએ સવ્વસાણું બોલતાં સાધુ પંક્તિ જેવાની. સાથે માનસિક નમસ્કાર પણ કરતા જવાય. પછી પ્રવેશદ્વારની આગળની ભૂમિ પર ઉપર ઉપર છઠ્ઠ, સાતમું, આઠમું ને નવમું પદ લખેલું વાંચવાનું, જેથી નવમા પદે ઠેઠ અરિહંત પ્રભુ પાસે પહોંચી જવાશે, ને ફરી ત્યાંથી બીજે નવકાર શરૂ થશે. આ રીતના અર્થધ્યાનમાં છેલ્લા ચાર પદ જોવાને બદલે સમવસરણ પર પાંચે પરમેષ્ઠિને નમસ્કાર કરીને સામે ઊભા રહી છેલ્લા ચાર પદ બોલતાં ધારવાનું કે આ પાંચે નમસ્કાર સર્વ પાપનો નાશ કરી રહ્યા છે, જાણે આપણા દિલમાંથી પાપો બહાર ફેંકાઈ રહ્યા છે કે બળી ખાખ થઈ રહ્યા છે અને આ નમસ્કાર સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળક્રિયા છે, એટલે જાણે એ જબરા પણ અંતરાયકર્મોના ભુક્કા કરે છે. આ સમવસરણની ધારણામાં સામે અનંત સમવસરણ ધારી શકાય. * (૨) નવકાર પદોના પદાર્થની બીજી રીતે આમ ધારણા થઈ શકે. એમાં - અરિહંત પદાર્થ એટલે આઠ પ્રાતિહાર્યે શોભતા વીતરાગ દેવાધિદેવ (૧) એ રત્નમય સિંહાસન પર, ખુરશી પર બેસે એમ, બેઠા છે અને નીચે રત્નમય Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધ્યાન અને જીવન પાદપીઠ પર પ્રભુના પગ સ્થપાયા છે. (૨) બે બાજુ ચામર વિંજાય છે. (૩) મસ્તક પાછળ સૂર્ય જેવું ભામંડળ-પ્રકાશ પુંજ છે. (૪) ઉપર રત્ન-મોતીમય ઝુમખડાં (સેરો) વાળા ગોળ ત્રણ છત્ર છે. (૫) પ્રભુની પીઠ પાછળ ઊંચું અશોક વૃક્ષ, (૬) આકાશમાંથી પડતી પુષ્પવૃષ્ટિ, (૭) ગગનમાં વાગતી દેવદુંદુભી અને (૮) પ્રભુ પાસે બંસરી વગાડતા દેવોની દિવ્યધ્વનિ છે. આમ અષ્ટ પ્રાતિહાર્ય એટલે કે શોભા કરનાર પરિવારથી અરિહંત પરમાત્મા શોભી રહ્યા છે. સિદ્ધ ભગવાન સ્ફટિક જેવા નિર્મળ અને જ્ઞાન-જ્યોતિમય છે એ રત્નમય સિદ્ધશિલા પર બિરાજમાન છે. આચાર્ય મહારાજ વ્યાખ્યાનપીઠ પર બિરાજી ચતુર્વિધ સંઘને દેશના આપી રહ્યા છે. ઉપાધ્યાયજી મહારાજ બાજઠ પર બિરાજેલા છે, વાચના આપે છે અને એમની આગળ અર્ધગોળ માંડલીમાં મુનિ મહારાજો હાથ જોડી વાચના સાંભળી રહ્યા છે. સાધુ મહારાજ કાયોત્સર્ગ ધ્યાને ઊભા છે. મુખ પ્રશાંત, આંખ અર્ધ મીંચેલી અને દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપેલી છે. હવે નવકારના પહેલા પાંચ પદ ગણવા માટે સામે પાંચ પૃથ્વી પાંચ મજલા જેવી ધારવાની, પછી એકેક પદ બોલીએ ત્યારે એક-એક પૃથ્વી તે તે પરમેષ્ઠિઓથી ભરચક ભરેલી દેખાય. દા.ત. ‘નમો અરિહંતાણં' બોલતાં સામે અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અરિહંત ભગવાનોથી ભરચક ભરેલી દેખાય. ‘અરિહંતાણં’ એ બહુવચન-પ્રયોગ છે. એમાં સર્વ કાળના અનંત અરિહંત લઈ શકાય. માટે સામે પૃથ્વી પર અનંત અરિહંત જોવાના અને માનસિક બે હાથ જોડી આપણું માથું નમે છે એમ ધારવાનું. પછી ‘નમો સિદ્ધાણં' બોલતાં ઉપરની પૃથ્વી સિદ્ધશિલાની, એના પર અનંત સિદ્ધભગવાન જોવાના અને એમને નમસ્કાર કરવાનો. ત્યારબાદ નીચે પૃથ્વી પર દેશના દેતા અનંતા આચાર્ય મહારાજોથી એ ભરચક ભરેલી જોતાં ‘નમો આયરિયાણં' પદ બોલાય ને નમસ્કાર થાય. તે પછી એની નીચે પૃથ્વી પર ચોથું પદ બોલતી વખતે ભણાવતા ઉપાધ્યાયો અનંત દેખાય, ને નમન થાય. છેલ્લે, નીચેની પૃથ્વી પર, પાંચમું પદ બોલતાં કાઉસ્સગ્ગ-ધ્યાને ઊભેલા અનંત મુનિમહારાજ દેખાય અને એમને નમસ્કાર થાય. અભ્યાસથી પદોચ્ચારણ એ સ્વીચદાબ : આ દેખવા બહુ અભ્યાસ કરવો પડે. બહુ અભ્યાસ પછી તો કેમ, તો કે જેમ Page #42 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૯ વીજળીની સ્વીચ દાબતાં ઝટ લાઈટ થાય, એમ તે તે પદ બોલતાવેંત સામે તે તે પરમેષ્ઠી એમના એમના પોઝમાં ઝટ દેખાઈ જાય. બહુ અભ્યાસ કરવાથી આ શક્ય બને છે. પછી છેલ્લા ચાર પદ વખતે નજર સામે એ પાંચે પૃથ્વી પર અનંત પરમેષ્ઠી ભગવંતો રહીને આપણે એમને નમસ્કાર કરી રહ્યા છીએ અને આ નમસ્કાર સર્વ પાપોને બહાર ફેંકે છે, ને સર્વ મંગળમાં શ્રેષ્ઠ મંગળ તરીકે અંતરાય કર્મોનો ચૂરો કરે એ ધારવાનું. આમ નવકારના પદાર્થનું ધ્યાન થાય. રોજ પ્રભાતે ઊઠીને સ્વસ્થ ચિત્તે આંખ મીંચી આ ધ્યાન કરવામાં આવે, એ ચિત્તને ખૂબ નિર્મળ કરવા સાથે શ૨ી૨ને પણ સ્ફુર્તિ આપે છે અને એની આખા દિવસ પર છાયા પડે છે, રોજ ને રોજ એ કરતાં કરતાં ચિત્તને સ્થિરતાનો અભ્યાસ મળે છે. ‘લોગસ્સ’નું પદાર્થ-ધ્યાન ઃ હવે જુઓ કે જેમ નવકારનું પદાર્થથી ધ્યાન કરાય, એમ ‘લોગસ્સ' સૂત્રનું પદાર્થ-ધ્યાન થઈ શકે. ‘લોગસ્સ'ની પહેલી ગાથામાં ‘લોકના ઉદ્યોતકર, ધર્મ-તીર્થંકર, જિન અને અરિહંત એવા ચોવીસ પણ કેવલીનું હું કીર્તન કરીશ' આ કહેવું છે. આમાં પદાર્થ એ જોવાનો કે ‘ચોવીસ પણ' એટલે કે બીજા તો ખરા જ, સાથે વર્તમાન ચોવીસીના ચોવીસ ભગવાન પણ. આથી આપણી નજર સામે આગળ ચોવીસ અને એમની જમણી ડાબી બાજુ અનંત તીર્થંકરદેવો આવે. એ કેવી મુદ્રામાં આવે ? તો કે (૧) લોકના ઉદ્યોતકર, (૨) ધર્મતીર્થંકર, (૩) જિન અને (૪) અરિહંતની મુદ્રામાં, એની મુદ્રાઓ કેવી કેવી નજર સામે લાવવાની ? તો કે (૧) સર્વજ્ઞ થયા તે વખતના ગોદોહિકા (ગાય દોહવાના) આસને, તે લોકના ઉદ્યોતકર, (૨) ધર્મતીર્થ-સ્થાપન વખતના દેશના દેતા, તે ધર્મતીર્થંકર, (૩) કાઉસ્સગ્ગ ધ્યાને રાગાદિ જીતતા, તે જિન અને (૪) આઠ પ્રાતિહાર્યયુક્ત સિંહાસન પર બેઠેલા, તે અરિહંત. - આમાં પહેલામાં, બધા કેવળજ્ઞાન પામવા વખતે ઊભડક રહેલા દેખાય. બીજામાં, સમવસરણ પર બેસી બોલતા દેખાય. ત્રીજામાં, આ સ્થિતિ લાવવા પૂર્વે ધ્યાનમાં ઊભેલા અને ભક્ત કે શત્રુ પર રાગ-દ્વેષને રોકનારા દેખાય. ચોથામાં, આઠ પ્રાતિહાર્યો શોભતા બેઠેલા જોવાના. અથવા ‘ઉજ્જોઅગરે' બોલતાં પ્રભુના હૃદયમાં કેવળજ્ઞાનનો પ્રકાશ જોવાનો, ‘તિત્શયરે’ બોલતાં ઉપર મુખ બોલતું દેખાય, તરત ‘જિજ્ઞે’ બોલતાં ઉપર આંખમાં વીતરાગતા દેખાય, તરત ‘અરિહંતે' બોલતાં મુખની બાજુમાં ચામર વીંજાતા દેખાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ -(૩૦) ધ્યાન અને જીવન ! બીજી ત્રીજી-ચોથી ગાથા : હવે પહેલી ગાથા પછીની ત્રણ ગાથામાં ચોવીસ ભગવાનના નામ સાથે એમને વંદન છે. એમાંની દરેક ગાથામાં આઠ-આઠ ભગવાનનાં નામ છે. તે પણ દરેક લીટીમાં કોઈમાં એક, કોઈમાં બે, કે કોઈમાં ત્રણ નામ છે. તો જે જે લીટીમાં જેટલા જેટલા નામ છે, તેટલા તેટલા ભગવાન તે તે લીટી બોલતાં નજર સામે લાવવાના. એનો ક્રમ આ મુજબ છે, કે બીજી ગાથામાં પહેલી લીટીમાં બે ભગવાન, બીજી લીટીમાં ત્રણ ભગવાન... વગેરે. ગાથા-૨ ગાથા-૩ ગાથા-૪ به سه می به અને આ પ્રમાણે નજર સામે લાવવાના : ૦ ૦ ૦ ૦ ૦ ૦ оооооооо ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. આ દરેકમાં પ્રભુ બેઠા છે, એમ જોવાનું અને તે લીટીમાં આવતું નામ બોલવાનું. જેમકે, પહેલી લીટીમાં “ઉસભ-મજિ” આમાં સાથે ‘વંદે છે, અર્થાત્ વંદુ છું' એમ છે, ને તે દરેક ભગવાનને લાગુ થાય છે. તો આપણે તે તે નામ બોલતાં એ દરેક ભગવાનના ચરણમાં હાથ જોડી માથું નમાવી વંદન કરીએ છીએ એમ જોવાનું. અભ્યાસ પાડતાં આ આવડશે. એ માટે પહેલાં તો ધીમે ધીમે એકેક નામ બોલતા જઈએ અને એની સાથોસાથ તે તે કુંડાળામાં તે તે ભગવાનને જોતા ને વાંદતા જઈએ,... એમ આગળ વધવાનું. પાંચમી ગાથા: આની પછી પાંચમી ગાથામાં એ “ચઉવી સંપિ” અર્થાત્ ચોવીસ પણ એટલે કે આજુબાજુ અનંતા તીર્થકર સાથે વચમાં આ ચોવીસ ભગવાનને સામે રાખી આપણે - સ્તુતિ કરતા હોઈએ એમ જોતાં એમને “નિર્મળ અને અજર-અમર' તરીકે જોવાના અને પ્રાર્થના (આશંસા) કરવાની કે “એ ચોવીસ પણ જિનવર મારા પર કૃપા કરો, એમનો પ્રભાવ હું ઝીલું.” Page #44 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન છઠ્ઠી ગાથામાં : એ પ્રભુને ‘કીર્તન-વંદન-પૂજન કરાયેલા તથા શ્રેષ્ઠ સિદ્ધ' તરીકે જોવાના અને એમની પાસે ‘આરુગ-ભાવ-આરોગ્ય' મોક્ષ માટે ‘બોધિલાભ’ યાને જૈનધર્મની સમ્યગ્દર્શનાદિની તથા ઉત્તમ ભાવ-સમાધિની માગણી કરતા હોઈએ એમ જોવાનું. સાતમી ગાથામાં ઃ એ ભગવાનને ચંદ્રો કરતાં બહુ નિર્મળ, સૂર્યો કરતાં અતિ પ્રકાશકર અને સમુદ્રો કરતાં અતિશય ગંભીર સિદ્ધ તરીકે જોવાના અને એમની પાસે મોક્ષ માગતા હોઈએ એમ ધારવાનું. આમ આખા લોગસ્સની લીટીએ લીટીનો પદાર્થ નજર સામે ખડો કરી એના પર મન ચોંટાડવાનું. આ રીતે ‘લોગસ્સ'નું ધ્યાન થાય. રોજ પ્રભાતે જાગીને એકવાર પણ આ ધ્યાન કરવામાં આવે એમાં તો કેટલાય પાપકર્મોનો નાશ થાય અને અથાગ પુણ્ય બંધાય. એક તીર્થંકર ભગવાનને વંદના-સ્તુતિનું ય અચિંત્ય ફળ મળે છે, તો ચોવીસ અને સાથે અનંતા તીર્થંકર પ્રભુને વંદના-સ્તુતિ કરવાનું કેટલું ગંજાવર ફળ મળે ! વાત આ છે કે મનને રખડતું કે અશુભ પદાર્થોમાં ચોંટી જતું અટકાવી દિવસના મંગલ પ્રારંભે નવકાર અને લોગસ્સના ધ્યાનમાં મન ચોંટાડવું જોઈએ. ૩૧ * * * ૫. શુભ ભાવના ભવ્ય લાભ ને ઉપાય મનને સ્થિર અને નિર્મળ કરવા માટે ધ્યાનના આ પ્રારંભિક પ્રકારોની વાત થઈ પરંતુ આપણો મુખ્ય વિષય આ છે કે - ધ્યાનને જીવન સાથે શો સંબંધ છે ? આમાં બહુ વિચારવાનું છે. આપણે એ સંક્ષેપમાં જોઈશું કે ધ્યાનને જીવન સાથે કેમ મુખ્ય સંબંધ છે ? ધ્યાનના પ્રકાર કેટલા અને કયા કયા ? હવે દરેકનું સ્વરૂપ શું ? જીવનમાં એ ક્યાં ક્યાં કામ કરે છે ? હૃદયમાં તે તે ધ્યાન હોવાનાં બાહ્ય લક્ષણ ક્યાં ? તે તે ધ્યાનનું ફળ શું ? ઈત્યાદિ ઈત્યાદિ. આમાં પહેલી વાત - Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૨ ધ્યાન અને જીવન | ધ્યાનને જીવન સાથે કેમ મુખ્ય સંબંધ છે? જીવન શું છે? કોઈ વર્તાવ, કોઈ વાણી, યા કોઈ ભાવ-લાગણી, વિચાર. ઊંઘીએ તો પણ એ એક જાતનો વર્તાવ છે, ને ઈન્દ્રિયોથી કાંઈ જોઈએ, સાંભળીએ, ચાખીએ વગેરે અથવા કાયાના ગાત્ર હલાવીએ તો ય એ વર્તાવ છે. એમ બોલીએ એ વાણી છે અને વિચારીએ, ભાવ-લાગણી-મનોરથ કરીએ એ વિચાર છે. જડને આ કોઈ વર્તાવ, વાણી કે વિચાર નથી, તેથી એને જીવન નથી. ઝેર ખાય તો મારે, એ ઝેરનો સ્વભાવ છે, ઝેરનું કાર્ય છે, પણ ઝેરનું એ જીવન નથી. જીવન ચેતન આત્માને હોય છે અને તે એને સ્વાધીન છે. આત્માનું સ્વાતંત્ર્ય : કેવા વર્તાવ, વાણી, વિચાર કરવા, એમાં આત્મા પોતે સ્વતંત્ર છે સરમુખત્યાર છે. અલબત્ પ્રવૃત્તિ આયુષ્ય બળ વગેરે સામગ્રી પહોંચે એટલા પ્રમાણમાં કરી શકે, છતાં સ્વાધીન એટલા માટે કે પોતાની મરજી મુજબ વાણી-વિચાર-વર્તાવને પ્રવર્તાવી શકે છે, પલટાવી શકે છે અને અટકાવી પણ શકે છે. આપણું મહત્ત્વ સમજો : આપણે જે આપણા આત્માનું આ મહત્ત્વ સમજીએ, “વાણી-વિચાર-વર્તાવ ઉપર આપણું વર્ચસ્વ છે', એ મન પર લઈએ, તો આપણને લાગે કે આપણે એક સમ્રાટ રાજા જેવા છીએ અને જેમ રાજા પોતાના નોકર-પરિવાર પર હુકમ કાઢે તે પળાય, એમ આપણે આપણા શરીર અવયવો ઈન્દ્રિયો વાણી અને મનને હુકમ કાઢીએ તે પ્રમાણે એ ચાલે. આવું આપણું વર્ચસ્વ સમજાયાથી એ કાયા વગેરેને હુકમ કરીને અસતુ-અશુભ-દુષ્ટ વર્તાવ-ઉચ્ચારણ-વિચાર અટકાવી શકીએ. બહાર કોઈના પર હકમ કરીએ છીએ એમ અંદર આ કાયા, ગાત્રો વગેરેને હુકમ કરવાનો કે “આ અશુભ વર્તવું બોલવું-વિચારવું રહેવા દે, આ શુભ-સારું વર્ત, વિચાર, બોલ.' વિચારની મોટી અસર : જીવન એ વર્તાવ, વાણી, વિચાર છે અને એની આત્મા પર અસર પડે છે. એમાં ખાસ કરીને વિચારની ભારે અસર પડે છે, એ આત્મામાં તેવા તેવા સંસ્કાર, સંસ્કારનાશ, કર્મબંધ અને કર્મક્ષય ઊભા કરે છે. તો શું વાણી-વર્તાવની અસર નથી ? છે, એની વિચાર પર મોટી અસર છે. સ્ત્રી પર આંખ લગાવ્યા કરે તો અસતુ મલિન વિચાર ચાલે છે, વીતરાગની મૂર્તિ પર ટસીને જોયા કરે તો શુભ વિચારધારા ચાલે છે. એટલે આજના સિનેમાદર્શન, રેડિયો સંગીતશ્રવણ, છાપા વાંચન, શોખ-સગવડના Page #46 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ઉદ્ભટ સાધનોનો ઉપયોગ વગેરેએ માનવજાતની વિચારસરણી અધમ, કલુષિત, તામસી બનાવી દીધી છે. જો એમાં જ સંવેગ-વૈરાગ્ય-નીતિ, જિનવાણીનું શ્રવણ, જિનભક્તિ, સાધુ-સમાગમ, તીર્થયાત્રાકરણ વગેરે મળે તો વિચારસરણી સારી ચાલવા લાગે છે. આચારની વિચાર પર અસર છે, ને વિચારની કર્મ તથા સંસ્કાર પર અસર છે. મહાવીર પ્રભુના ખુદના હસ્તદીક્ષિત શિષ્ય અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણી મહારાજ ‘ઉપદેશમાળા' શાસ્ત્રમાં લખે છે કે - હું જે સમયે જીર્યા આવિસઈ જેણ જંગ ભાવેણ । સૌ સંમિમિ સમએ સહાસરૂં બંધએ કર્માં || અર્થાત્ જે જે સમયે જીવ જેવા જેવા (શુભ કે અશુભ) ભાવથી યુક્ત બને છે, તે તે સમયે (તેટલા પ્રમાણમાં) એ શુભ કે અશુભ કર્મ બાંધે છે, શુભ ભાવથી શુભ કર્મ અને અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય. આપણે ત્યાં કહેતી છે – ‘ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ.' ૩૩ (૧) જેવી ક્રિયા કરો તેવા કર્મી કહેવાઓ. વેપારની ક્રિયાથી વેપારી, મારવાની ક્રિયાથી હિંસક, બચાવવાની ક્રિયાથી રક્ષક-દયાળુ વગેરે... વગેરે... અથવા ક્રિયાએ કર્મ એટલે જેવી ક્રિયા કરો તે પ્રમાણે કર્મભૂમિકા યાને ભાવ ઉત્પન્ન થાય. (૨) ‘ઉપયોગે ધર્મ’ એટલે દેવદર્શનાદિ બાહ્ય ધર્મક્રિયા ગમે તેટલી કરો, પણ એમાં ચિત્તનો જેટલો ઉપયોગ હોય, જેટલી જાગૃતિ હોય, એટલો આંતરિક ધર્મ ગણાય અને એ ઉપયોગ જ પાપ-ક્ષયાદિનો લાભ આપે. બાહ્ય ધર્મક્રિયા છતાં ચિત્ત બહારમાં રખડતું હોય તો એ આંતરિક ધર્મ ન થયો. ચિત્તનો ઉપયોગ એટલો ધર્મ. (૩) ‘પરિણામે બંધ' એટલે આત્માના જેવા શુભ અશુભ પરિણામ, ભાવ, અધ્યવસાય એ પ્રમાણે શુભાશુભ કર્મનો બંધ થાય. આમાં પણ એજ આવીને ઊભું રહ્યું કે (૧) જેવા ભાવ તેવો બંધ. એકલો બંધ જ નહિ, પણ (૨) જેવા ભાવ તેવું સંસ્કરણ પણ થાય. એટલું જ નહિ, પણ (૩) ભાવના અનુસારે કર્મોનું સંક્રમણ યાને પુણ્યમાંથી પાપમાં કે પાપમાંથી પુણ્યમાં પરિવર્તન થાય. હજી આગળ Page #47 -------------------------------------------------------------------------- ________________ -૧૪ મી ધ્યાન અને જીવન - (૪) જેવા ભાવ તેવી ઉદ્વર્તના-અપવર્તન, અર્થાત્ શુભ કે અશુભ કર્મની સ્થિતિની વૃદ્ધિ યા લાસ. એટલું જ નહિ, પણ (૫) જેવા ભાવ તેવા મોહનીય કર્મના ઉદય કે ક્ષયોપશમ થાય. બોલો, અંતરના પરિણામ, ભાવ, અધ્યવસાય કેટકેટલી અસરો ઊભી કરે છે ? - ક્રિયા કદાચ ધર્મની હોય અને એમાં ભાવ બગાડે તો બાહ્ય ધર્મ બાજુએ રહી જાય અને બગડેલા ભાવથી અશુભ કર્મબંધ-સંસ્કરણ-કર્મસંક્રમણ વગેરે કેટલાં ય અહિતની લોથ ઊભી થાય. એથી ઊલટું, ક્રિયા પાપની હોય પણ અંતરમાં ભાવ શુભ ઊભો થયો તો શુભ કર્મબંધ, શુભ સંસ્કરણ, અશુભ કર્મોનું શુભમાં સંક્રમણ, અશુભ કર્મોની સ્થિતિ પર કાપ વગેરે કેટલું ય કલ્યાણ ઊભું થાય. દા.ત. જુઓ - ચૂલો સળગાવતાં શુભ વિચાર ! કોઈ શ્રાવિકાને ચૂલો સળગાવવાનો અવસર થયો, ચૂલો સળગાવે છે, પણ એના દિલમાં ગડમથલ ચાલી કે “અરે ! આ સંસારમાં રહ્યા કેવા જીવસંહાર કરવા પડે છે ? ચૂલામાં કેટલા અગ્નિકાય જીવો જન્મી જન્મી મરશે ? તો કેટલા ઊડતા કે ખૂણે ખાંચરે ભરાઈ રહેલા ત્રસ જીવો મરશે ? કેટલા અસંખ્ય વાયુકાય જીવો સળગી મરશે ? ત્યારે આના પર રસોઈ થશે તેમાં વનસ્પતિકાય. અપકાય વગેરે કેટકેટલા મરવાના ? અ રે રે ! આ જીવોએ મારો શો અપરાધ કર્યો છે કે હું એ બિચારાને મરણાન્ત પીડા દઈ સંહાર કરું છું ? તે ય રોજને રોજ ? કેવો આ સંસાર ? ક્યારે આ પકાય જીવોના કૂટામય સંસારથી છૂટીશ ?' ચૂલો સળગાવતાં શુભ ભાવ કયા કયા?? હવે વિચારો, આ ચૂલો સળગાવતાં કેટલા શુભ ભાવ અંતરમાં ઉછળી રહ્યા છે ? એને (૧) હિંસાપાપનો ભારે ખેદ છે, (૨) જીવો પર દયા છે, (૩) સંસાર પર ઉગ છે અને (૪) ચારિત્રની અભિલાષા છે. પાપક્રિયાઓ તો કરવી જ પડે છે. પરંતુ હૈયું શુભ ભાવમાં રમી રહ્યું છે. આમાં કર્મોનો બંધ કેવો, સંક્રમણ કેવું, સંસ્કરણ કેવું... વગેરેનો વિચાર કરો. ધ્યાન રાખો કે પાપનો-દુષ્કૃત્યનો ખેદ સંતાપ છે, એ પણ મહાન શુભ ભાવ છે. ઝાંઝરિયા મુનિના ઘાતક રાજાને પછીથી પોતાના એ ઘોર અપકૃત્યનો ધીખતો ખેદ, સંતાપ, પશ્ચાત્તાપ જાગતો વધતો થઈ ગયો. તો એમાં મોહનીય કર્મોનો વિધ્વંસ કરતાં કરતાં અંતે વીતરાગ બન્યા ! અને પછી તરત જ જ્ઞાનાવરણ આદિ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ધ્યાન અને જીવન બાકીના ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા ! પછી આયુષ્ય પૂર્ણ થયે મોક્ષ પામ્યા ! એક મહર્ષિની હત્યા કરવાનું ઘોર પાપ, અને તે જ ભવમાં મોક્ષ ? આ બનવાજોગ છે ? છતાં કેમ બન્યું ? ઉત્કૃષ્ટ શુભ ભાવ વિના તો બને જ નહિ ને ? તો અહીં કયા એવા શુભ ભાવ આવ્યા ? કહો, પાપ-દુષ્કૃત્યના જ્વલંત ભડભડ સળગતા સંતાપ-ખેદ-પશ્ચાત્તાપનો ભાવ એ જ પ્રબળ શુભ ભાવ તરીકે ઊભો થઈ ગયો. જેવી રીતે કોઈ સુકૃતની અનુમોદનાનો ભાવ એ શુભ ભાવ છે, એમ પાપના સંતાપનો ભાવ એ પણ શુભ ભાવ છે, જેમકે ભરવાડણના છોકરાએ ખીરના સુપાત્રદાનનું સુકત કર્યું, પછી એની ઠેઠ એ જ રાત્રે મરતાં સુધી ભારોભાર અનુમોદના કર્યો ગયો, તો એ અનુમોદનાના શુભ ભાવે એને મોટો શાલિભદ્ર બનાવ્યો, એમ પાપકૃત્યનો પશ્ચાત્તાપ પણ શુભ ભાવ હોઈ આત્માને ઊંચે ચડાવી દે છે. બસ, તો આજ રીતે પેલી શ્રાવિકાનો રસોઈ કરતાં ટૂકાય જીવસંહારનો ૧. સંતાપ-ખેદ-પશ્ચાત્તાપ એ પણ શુભ ભાવ છે. એવી એ નિરપરાધી જીવો પ્રત્યે ભારોભાર ૨. કરુણાની લાગણી થઈ આવી, હૈયું પીગળી ગયું, એ પણ શુભ ભાવ છે. એમ આવા સંહારમય ૩. સંસાર પર જે ગ્લાની થઈ એ પણ મહાન વૈરાગ્યનો શુભ ભાવ છે. વળી ૪. સંયમ ચારિત્રની કાંક્ષા જાગી એ ય શુભ ભાવ છે. હવે આ શુભ ભાવ એને શી શી બક્ષીસ આપે એ જુઓ. શુભ ભાવથી કઈ બક્ષીસો?? શુભ ભાવ શુભ કર્મોનો લોટ આપે ? જીવ પ્રતિસમય કર્મ બાંધે છે. એક સમય પણ ખાલી જતો નથી, સમયે સમયે કર્મબંધ ચાલુ જ રહે છે. જેવી રીતે ભાવ બે જાતના શુભ અને અશુભ, એમ આ કર્મ પણ બે જાતના શુભ અને અશુભ. બન્ને પ્રકારનાં કર્મમાં પણ જથો છે, લોટ છે. એમાં શુભ કર્મ કરતાં અશુભનો જથો મોટો, કેમકે અશુભ કર્મોના જથામાં જ્ઞાનાવરણ કર્મો, દર્શનાવરણ કર્મો, મોહનીય કર્મો, અંતરાય કર્મો આવે. એના વિરોધીભૂત કોઈ એવાં કર્મ નથી કે જે શુભના જથામાં આવે. અલબત્ જ્ઞાનાવરણ કર્મ પાંચ, દર્શનાવરણ ચાર, અંતરાય કર્મ પાંચ અને કષાયમોહનીય વગેરે કર્મ એવો છે કે જે શુભ ભાવથી શુભ કર્મ બંધાતી વખતે પણ બંધાય, છતાં શુભ ભાવના પ્રતાપે એ કર્મોનો રસ ઓછો બંધાય. એથી એના ભોગવટા વખતે એ એવી તીવ્રતા ન લગાડે. હવે જુઓ. શુભ ભાવથી શુભ કર્મો બંધાય. એના જથામાં શું શું આવે ? પહેલું શાતા વેદનીય કર્મ આવે, જેના ઉદય વખતે જીવને સુખશાતાનો અનુભવ થાય. ત્યારે કહો છો ને કે શરીર સારુ નિરોગી સ્વસ્થ, તો બધું સારું, બધો ય ધર્મ --- Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ ધ્યાન અને જીવન સૂઝે. એ સૂઝે એટલે વળી નવાં શાતા વેદનીય વગેરેની કમાણી થાય. અહીંના શુભ ભાવે કેવી ભાવીની સ્થિતિ પણ શુભ બનાવી ? શુભ ભાવથી શાતાવેદનીયની સાથે યશદાયી યશ-નામકર્મ, સૌભાગ્ય નામકર્મ કે જેથી બીજાને આપણે આવકાર્ય બનીએ, આદેય-કર્મ કે જેનાથી આપણું વચન બીજાને માન્ય થાય, સુસ્વર નામકર્મ, એમ સારું શરીર, સારા વર્ણ વગેરે, સારું ગોત્રકર્મ... આવાં આવાં શુભ કર્મ બંધાય. મનના ભાવ અશુભ હોય તો આ બધાથી ઊલટાં આશાતાકર્મ અપયશકર્મ દૌર્ભાગ્ય-અનાદેય-દુઃસ્વર નામકર્મ, નીચ ગોત્ર, અશુભ વર્ણાદિ વગેરે અશુભનો જથો ભેગો થાય. શુભ ભાવમાં કેટલા લાભ ? : (૧) ત્યારે વિચારવા જેવું છે કે શ્રાવિકા ચૂલો ફૂંકતાં પણ પાપ-હિંસાનો ખેદ, જીવોની દયા, સંસારની ગ્લાનિ, મોક્ષની લાલસા વગેરે શુભ ભાવમાં ચડે એમાં કેટલો શુભ કર્મોનો લોટ બાંધે ? એ શુભ ભાવ રહે ત્યાં સુધી સમયે સમયે એ બાંધે. એક આંખના પલકારામાં અસંખ્યવાર એ લોટ બાંધે. (૨) પછી કુદરતી કે આ શાતા વગેરે બંધાતા હોય ત્યાં સુધી અશાતા અપયશ વગેરે અશુભ કર્મો બંધાતા અટકી જાય એ લાભ જુદો. (૩) વળી ત્રીજો લાભ એ, કે શુભના બંધ વખતે જૂના બાંધી મૂકેલા વિરોધી અશાતાવેદનીયાદિ અશુભ કર્મોમાંથી કેટલાય કર્મપુદ્ગલો આ શુભના ભેગાં ભળી જાય, અર્થાત્ એનું આમાં સંક્રમણ થાય, એટલે એ અશુભ મટીને શુભ થઈ જાય ! લીમડાના રસનો વાટકો શેરડીના રસમાં તાવડામાં પડે તો એ કડવાશ ગુમાવી મિઠાશ પામે ને ? એવું અહીં શુભ ભાવ વખતે બંધાતા મીઠા શાતા વેદનીય કર્મમાં જુનાં કેટલાંક કડવા અશાતાકર્મ ભળી જઈ મીઠા શાતા વેદનીય રૂપ બની જાય. એવું બીજા યશકર્મ વગેરેમાં થાય. આનું નામ સંક્રમણ. એનો ય લાભ થાય. (૪) એવું શુભ ભાવ વખતે જુના અશુભ કર્મોની સ્થિતિ-રસ પણ કપાતા આવે, એ અપવર્તના કહેવાય. એમ જુનાં શુભ કર્મોનો રસ વધતો આવે એ ઉદવર્તના. એનો ય લાભ મળે. (૫) વળી, શુભ ભાવ વખતે, આમ અશુભ ભાવમાં જે ‘ઉદય પ્રાપ્ત કષાયમોહનીય' કર્મ પોતાનો રસાનુભાવ દેખાડત, તે ન દેખાડી શકે અને એને એમ જ ચાલ્યા જવું પડે. દા.ત. ક્ષમા-દયાનો શુભ ભાવ જાગ્યો, એ વખતે ઉદય પ્રાપ્ત ક્રોધકર્મ પોતાનો ગુસ્સો ક્રુરતા વગેરેનો અનુભવ ન કરાવી શકે અને એ કર્મને એમ જ ખરી જવું પડે. આને પ્રદેશોદયથી કર્મક્ષય થયો કહેવાય. રસાનુભવ કરાવે એનું નામ વિપાકોદય, ન કરાવે એ પ્રદેશોદય. Page #50 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૩૭ (૬) વળી એક લાભ સારા સંસ્કરણનો થાય. અત્યારે શુભ ભાવ કરો, એ ભવિષ્ય માટે એના સંસ્કાર ઊભા કરે, જે ફરીથી શુભ ભાવ લાવે, શુભ ભાવને દૃઢ બનાવે, પ્રબળ બનાવે. દયાનો, ક્ષમાનો, વૈરાગ્યનો વગેરે શુભ ભાવ કરતા રહેવાથી એવા એના સારા સંસ્કાર પણ પડતા રહે કે જે આગળ વિશેષ પ્રબળ શુભ ભાવ લાવે. તો એના પાછા ભાવી લાભ કેટલા સુંદર ! (૭) આ બધી સ્થિતિમાં અશુભ કર્મોનો બંધ અટકે. અશુભમાં સંક્રમણ અટકે, શુભ કર્મના રસની અપવર્તના (કાપ) અટકે, અશુભ સંસ્કાર ઊભા થતા રોકાય વગેરે લાભ પણ ખરા ને ? એક શ્રાવિકા ચૂલો ફૂંકતા અને રસોઈ કરતાં પણ જો (૧) પાપનો ખેદ, (૨) જીવોની દયા, (૩) સંસાર પર ઉદ્વેગ અને (૪) મોક્ષની લાલસાના શુભ ભાવમાં ઝીલી રહી છે, તો આટલા બધા લાભ પામે છે ! ત્યારે દેવદર્શનાદિ ધર્મક્રિયા વખતે શુભ ભાવમાં ઝીલે એ કેવા સુંદર લાભો પામે ? એમ નહિ કહેતા કે - ક્રિયાનું પણ મહત્ત્વ શું ? : પ્ર. - તો પછી મહત્ત્વ શુભ ભાવનું જ રહ્યું ને ? ક્રિયા ગમે તે ચાલે. ઉ. - ‘ક્રિયા ગમે તે ચાલે' એનો અર્થ તો એ થાય કે પાપક્રિયાનો વાંધો નહિ. ભાવ ચોખ્ખા રાખવા' આવું ન બોલાય, ન વિચારાય, કેમકે સામાન્યથી ક્રિયા તો ભાવની પ્રેરક છે. શુભ ધર્મક્રિયાથી શુભ ભાવ જાગે, અશુભથી અશુભ-આ સામાન્ય નિયમ. વીતરાગના દર્શનમાં વૈરાગ્ય આદિ શુભ ભાવ જાગે-વધે. પ્રિયાનાં દર્શનમાં મોહ રાગ જાગે-વધે. દુઃખીને દાન કરો ત્યાં દયાનો ભાવ રહે. જાતના જ રંગ વિલાસમાં ખર્ચો ત્યાં મોહ, નિષ્ઠુરતા વગેરે અશુભ ભાવ પોષાય. રૂપિયા ગણતી વખતે મોહના ભાવ ચમકે, નવકારવાળી ગણતાં ધર્મરાગ વધે. માટે આ સામાન્ય નિયમ કે ધર્મક્રિયાથી શુભ ભાવ પોષાય, પાપક્રિયાથી અશુભ ભાવનું પોષણ થાય. છતાં અપવાદે એવું બને કે સાવધાની રાખો તો પાપક્રિયામાં ય શુભ ભાવ જગાવી શકો પણ આ અપવાદ કહેવાય. દિવસભરની પાપક્રિયાઓ, પાપવાણી મનથી સાંસારિક યોજનાઓ વખતે તથા ઈન્દ્રિયોના વિષયસંપર્ક તપાસી જુઓ કે શુભ ભાવ કેટલા આવે ? અને અશુભ કેટલા ? એ પરથી નિયમની ખબર પડશે. મોટા ભાગે આર્તધ્યાનના જ ભાવ ચાલતા હોય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શુભ ભાવ માટે શું કરવું ? : ધ્યાન અને જીવન માટે જ કર્તવ્ય આ, કે ધર્મક્રિયા, શુભ પ્રવૃત્તિ, ધર્મમય વાણી, મનથી મૈત્રી આદિ ભાવનાઓ, ધર્મસાધનાની યોજનાઓ વગેરે ઉલ્લાસપૂર્વક ખૂબ કરવાની, ને શુભ ભાવોના વેગ વધારવાના. ન છુટકે સંસારમાં રહેવું પડે છે ને પાપપ્રવૃત્તિ કરવી પડે છે, ત્યાં બને તેટલી જાગૃતિ રાખીને તેવા તેવા શુભ ભાવ કરતા રહેવાનું. પછી સાંસારિક ગમે તે પ્રવૃત્તિ હોય ને, પણ તમે જો ધારો તો શુભ ભાવ ઉભા કરી શકો. પહેલાં કહ્યું તેમ પાપનો ખેદ, જીવો પર દયા, મૈત્રી, સંસાર-ઘરવાસ ૫૨ ગ્લાની, દેવ-ગુરુ પર ભક્તિ-બહુમાન-શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, ત્યાગ-તપના મનોરથ, સુકૃતની અનુમોદના, દુષ્કૃતનો ખેદ... વગેરે વગેરે અનેકાનેક શુભ ભાવ છે. જ્યાં જે શુભ ભાવ લાગુ થાય તે લગાડી દેવાનો. એ માટે શાસ્ત્ર આ સિક્કો મારી આપે છે તે ધ્યાનમાં રાખવાનો કે, શુભ ભાવથી શુભ કર્મ બંધાય, અશુભ ભાવથી અશુભ. બંનેમાં જથાબંધ કર્મો આવે છે ! શુભ યા અશુભ, તે પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ સમય જેવા કાળે અલગ અલગ. આંખનો એક મચકારો થાય એટલામાં અસંખ્ય સમય વીતે ! એટલો કાળ જ શુભ ભાવ આવ્યો, તો ય એ અસંખ્ય પૈકી દરેક સમયે શુભ કર્મોના જથા એકત્રિત થયે જ ગયા ! એટલે એક પલકારા માત્રમાં અસંખ્ય વાર આવું બને ! એથી ઊલટું એક પલકારાના અશુભ ભાવ વખતે અશુભ કર્મના જથા અસંખ્ય વાર. જીવનમાં આ ઘટમાળ સતત ચાલે છે. ત્યારે આ પ્રશ્ન થાય કે - ધ્યાનને જીવન સાથે શો સંબંધ છે ? તો કે આ, કે શુભ ધ્યાનમાં શુભ ભાવ વણાયેલા છે અને અશુભ ધ્યાનમાં અશુભ ભાવ વણાયેલા છે અને જીવનમાં ધ્યાન ઘણું ચાલે છે, એટલે એમાં વણાયેલ શુભ-અશુભ ભાવ ઉપર તેવા તેવા કર્મબંધ ચાલ્યા કરે છે. ** ૬. ધ્યાન અને પ્રસન્નચંદ્ર ધ્યાન એટલે પહેલાં જે ‘નમસ્કાર' ‘લોગસ્સ'નું ધ્યાન બતાવ્યું એટલું જ સમજતા નહિ, શાસ્ત્ર કહ્યું છે - સ્થિરમ્ અધ્યવસાન ઘ્યાનમ્' અર્થાત્ સ્થિર અધ્યવસાન એ ધ્યાન છે. અધ્યવસાન એટલે ચિત્તના Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯) ધ્યાન અને જીવન (૩૯ અધ્યવસાય, ભાવ, પરિણામ. એ સ્થિર હોય, એટલે કે ભલે એક ક્ષણ પણ એકાગ્ર તન્મય ચિત્તના ભાવ હોય, એ ધ્યાન છે, એમાં ક્ષણવાર પણ મનોયોગની સ્થિરતા છે. એમ તો વચનયોગ-કાયયોગની સ્થિરતા યાને નિરોધ, એ પણ ધ્યાનરૂપ છે, એ વાત આગળ આવશે. એટલું લક્ષમાં રહે કે ધ્યાન શુભ-અશુભ બે પ્રકારે છે, કેમકે ધ્યાન શુભ કે અશુભ કેમ જણાય? : ચિત્તના ભાવ શુભ પણ હોય યા અશુભ ય હોય. આગળ બતાવાશે કે * (૧) આ સંસારના ગમતા પદાર્થ અંગે - “એ કેમ મળે, મળેલા જાય નહિ, અથવા અણગમતા કેમ ન આવે, આવેલા કેમ ટળે, એના પર મનની ચોંટ, એ અશુભ ધ્યાન અશુભ અધ્યવસાન છે. એમ પીડા-વ્યાધિ-વેદના ટાળવા અંગેની મનની તન્મયતા, એમ કોઈ હિંસા કે જુઠ યા ચોરી-અનીતિ કે ધન-માલ વગેરેનાં સંરક્ષણ અંગે મનની તન્મયતા - એ બધું અશુભ ધ્યાન છે * (૨) એથી ઊલટું. સર્વજ્ઞશાસન, કર્મના વિપાક, રાગાદિ દોષોના અનર્થ કે વિશ્વ યા વિશ્વના કોઈ તત્ત્વ પર મનની તન્મયતા, એ શુભ ધ્યાન છે. આપણા હૈયાના ભાવ આમાં શેના પર સ્થિર થાય છે એ પરથી જાણી શકીએ કે આપણે શુભ ધ્યાનમાં છીએ કે અશુભમાં. તો શું આપણે કોઈ ને કોઈ વિચાર નથી ચાલતો ? કોઈ મનોરથ, કોઈ ચિંતા, ચિંતન, ચિત્તની મસ્તી યા હતાશપણું વગેરે નથી ચાલતું ? ચાલે જ છે, મન એમાં ક્ષણવાર તન્મય પણ થાય છે. એમાં કહ્યું તેમ જોવાનું કે “એ શુભ ધ્યાનમાં જાય? કે અશુભ ધ્યાનમાં?' જેવું એ શુભ યા અશુભ ધ્યાન હશે, તેવાં કર્મ બંધાવાના. એટલે જીવન સાથે જેટલા પ્રમાણમાં જેવા ધ્યાન સંકળાયેલા છે, તેટલા પ્રમાણમાં તેવા કર્મનો બંધ થયા કરવાના. કર્મના બંધની સાથે, પહેલાં કહ્યું તેમ, સંક્રમણ અપવર્તનાદિ, સંસ્કરણ વગેરે ચાલવાનું સમજી લેવાનું. શુભ ધ્યાન વખતે આ બધી શુભ કમાઈ ! ને અશુભ ધ્યાન વખતે એથી ઉલટી બધી અશુભ કમાઈ ! હમણાં સારું ધ્યાન છે, તો શુભ પ્રવાહ ચાલુ, પણ ક્ષણમાં નરસું ધ્યાન આવ્યું, તો તરત પ્રવાહ અશુભ ચાલુ થઈ જ જવાનો. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું નામ સાંભળ્યું હશે. એમને એકવાર અશુભ ધ્યાન એવું ઝળક્યું કે એ પરાકાષ્ઠાએ વધતાં ત્યાં સાતમી નરકનાં અશુભ કર્મો એકત્રિત કર્યા. પછી તરત શુભ ધ્યાન પર ચડ્યા, તો એ ઠેઠ ઉપરના અનુત્તર વિમાનમાં જઈ ભોગવાય એવાં શુભ કર્મબંધ કરનારા અને અશુભનાં શુભમાં સંક્રમણ કરનારા Page #53 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન થયા. ત્યારે પણ હજી ધ્યાનધારા તો ચાલુ જ હતી, એટલે તો એથી ય આગળ મોહનીય વગેરે કર્મોનો સંપૂર્ણ ચૂરો કરી વીતરાગ સર્વજ્ઞ બન્યા ! કહો ક્ષણનાં ધ્યાનનો કેટલો પ્રભાવ ? એનું કેટલું બધું સામર્થ્ય ? પણ આવું ક્ષણનું શુભ ધ્યાન એમ એકાએક નથી ઊભું થયું. એની પાછળ, એ તાકાત લાવનારી તૈયારી કરેલી હતી, ભૂમિકા સર્જેલી હતી. જેમ અશુભ ધ્યાન જનમ-જનમની તેવી નરસી ભૂમિકા પર જાગે છે, એમ સારું ધ્યાન પણ સારી સારી ભૂમિકા પર. મૂળ એ પ્રસન્નચંદ્ર રાજા હતા. ત્રિલોકબંધુ પરમ તારક શ્રી મહાવીર પરમાત્મા એમના નગરની બહાર પધાર્યા છે અને રાજાએ પ્રભુની દેશના સાંભળી. ત્યાં રાજાને વૈરાગ્ય ઝળહળી ઊઠ્યો. પછી તો કેમ ? તો કે ઈતર શાસ્ત્રો ય કહે છે તેમ, યદાઈવ વિસર્જતુ, તદવ ૦ઘર્જતુ જે દિવસે આ સંસાર પર વૈરાગ્ય થાય, તે જ દિવસે આ સંસારને છોડીને હંમેશ માટે ચાલી નીકળવું. ત્રિભુવનગુરુ શ્રી મહાવીર પ્રભુ પાસે એવા હજારો દીક્ષિત થયા. જુઓને પહેલા અગિયાર ગણધરો જ કેવી રીતે સાધુ બન્યા ? પ્રભુની પાસે આવ્યા, વાણી સાંભળી અને વૈરાગ્ય પામી ત્યાં જ ને તે જ વખતે ચુંવાલીસસો. વિદ્યાર્થી સાથે સંસાર ત્યજી અણગાર મુનિ બની પ્રભુનાં ચરણે બેસી ગયા. એમ સગાવહાલાને પૂછ્યા ગાડ્યા વિના કે મનાવ્યા વિના યા ધર્મનો કાંઈ અભ્યાસ કર્યા વિના ચારિત્રમાં બેસી જવાય ? પણ એમના મનને લાગી ગયું કે ગણધરોની કઈ સમજ પર ત્યાં જ દીક્ષા? : આ જીવને બનાવટી સ્વજનો તો જનમ જનમ મળ્યા અને જીવ એ સ્વજનોની મરજી નહિ છતાં મર્યો ! તે ય સ્વજનના મોહમાં કરેલાં પાપોનો કરણ અંજામ એકલે પડે ભોગવવા પડે એવા ભવચક્રમાં ભટકતો થવાનું કરીને મર્યો ! ત્યારે ભવચક્રમાંથી મુક્ત કરનાર આવા સાચા સ્વજનભૂત પરમાત્મા કે સગુરુનો ભેટો જ ક્યાં સુલભ છે ? અતિ અતિ દુર્લભ ! એક માનવભવ પણ જો દુર્લભ છે, તો પછી એમાં આર્ય દેશે આર્ય કુળમાં જન્મ અને શુદ્ધ પરમાત્મા શુદ્ધ ગુરુ તો કેટલા બધા દુર્લભ ? વનવગડામાં એવા કોઈ દાતાર મળ્યા હોય ને મહાનિધાન આપતા હોય, અથવા આવા સંરક્ષક મળી ગયા ને શરણું આપતા હોય, તો શું સગાવહાલાને પૂછવા રહેવાનું કે “હું નિધાન લઉં કે નહિ ? હું રક્ષણ લઉં કે નહિ ?' અગિયારે બ્રાહ્મણ અને એમના ચુંવાલીસસોએ વિદ્યાર્થી પ્રભુની વાણીથી વૈરાગ્ય પામી ત્યાં ને ત્યાં જ દીક્ષિત થઈ ગયા ! પ્રભુના શિષ્ય બની ગયા ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - બે વરસના બાળને મૂકી દીક્ષા? : પ્રસન્નચંદ્ર રાજાને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ઝળહળી ઊઠ્યો, તે હવે તરત જ ચારિત્ર લેવું છે, કેમ લેવાય ? આમ લીધું - ઘરે નાનો બાળ પુત્ર છે, એને જ રાજ્યગાદીએ સ્થાપિત કરી દીધો. મંત્રીને ભલામણ કરી અને પોતે પ્રભુ પાસે આવી સાધુ-દીક્ષા લીધી. પ્ર. - બે વરસના છોકરાને એની મા અને મંત્રીના આધારે મૂકીને દીક્ષા લેવાય ? ઉ. - (૧) એમનો હિસાબ આ હતો કે કર્મને પરવશ આપણે કે સ્વજને ગમે ત્યારે મરીને એકબીજાને મૂકવા તો પડે જ છે, અનંતીવાર મૂક્યા છે, તો પછી ધર્મને પરવશ રહી આવા અતિ દુર્લભ ભવમાં સ્વજનને મૂકવા પડે એમાં શો વાંધો ? કર્મને પરવશ મુકાય તો ધર્મને પરવશ નહિ? (૨) જો મૃત્યુને અકાળ નથી, અકાળ મોત આવે છે, તો ધર્મને અકાળ શા માટે? ધર્મ કોઈ પણ કાળે થાય. બીજું એ છે કે, (૩) દીક્ષા આપનાર અહીં મહાવીર પ્રભુ છે, એટલે એમના કૃત્ય પર તમારે પ્રશ્ન કરવો છે ? તો તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઉપર શ્રદ્ધા-બહુમાન જ નહિ રહે. જે અથાગ શ્રદ્ધા-બહુમાન છે, તો એમની કરણી પર પ્રશ્ન શા માટે ? ગૌતમ સ્વામીને પ્રભુ પર શ્રદ્ધા કેટલી? : જુઓ, પ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી દેશનામાં ગૌતમગણધરને અધવચ્ચે ઉઠાડી દેશવર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યાં. એ ગયા. ઉપદેશ આપ્યો. સ્વયં દ્વાદશાંગી આગમોના રચનારા અને ચાર જ્ઞાનના ધણી, એમણે ઉપદેશ કેવો આપ્યો હશે ? અદૂભુત ! તો ય અભાગિયા દેવશર્માને પત્નીના રાગમાં એથી પ્રતિબોધ ન લાગ્યો. કંચન અને કામિનીના રાગ ભૂંડા. આવી દેશનાએ પણ બૂઝે નહિ, એ સામાન્ય ઉપદેશે શું બૂઝે? છતાં ગૌતમ મહારાજને એમ પ્રભુ પર પ્રશ્ન ન ઊઠ્યો કે “પ્રભુએ શું જોઈને આવા પથરાને પ્રતિબોધ કરવા મને મોકલ્યો હશે ?' ઊલટું દેવશર્મા પર દયા આવી હશે કે “અરેરે ! પ્રભુ જેવા પ્રતિબોધ કરાવે છે છતાં આ બિચારો બોધ પામતો નથી ! કેવો આ કમપીડિત !' કેમ પ્રભુની કરણી પર પ્રશ્ન નહિ ? કહો, પ્રભુની ઉપર એમને અથાગ શ્રદ્ધા-ભક્તિ-આદર હતા, એટલે પ્રભુ જે કહે, જે કરે, તે યોગ્ય જ લાગતું હતું, એટલે એ જ રીતે પ્રભુએ જે એમને અને બીજા દશ મુખ્ય તથા ચુંવાલીસસોને તેમજ પ્રસન્નચંદ્રને દીક્ષા આપી એના પર પ્રશ્ન ન થાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધ્યાન અને જીવન | સર્વજ્ઞવચન પર શ્રધ્ધા નહિ તો મન બગડે : મન જે પવિત્ર રાખવું હોય તો સર્વશના વર્તાવ કે વચન પર અથાગ શ્રદ્ધા-ભક્તિ-આદર જોઈએ. મનનાં ધ્યાન આમ જ બગડે છે કે અંતે જઈને એક વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના કથન-વર્તાવ ઉપર પણ તેવી ભરપૂર શ્રદ્ધા-બહુમાન-આદર નથી, એટલે અયોગ્ય પ્રશ્ન, અયોગ્ય શંકા અને અયોગ્ય તર્ક ઊઠે છે. નિરર્શક અથાગ શ્રદ્ધા હોય તો રોજ રોવું આવે કે “અરેરે પ્રભુ ! આ તમે તો સંસાર અને રાગદ્વેષને ઝેર જેવા ઓળખાવી “આ રાખવા લાયક નથી” એમ કહો છો અને હું એને વળગી રહ્યો છું?' બોલો, રોજ આવે છે રોવું? તો તો સંસાર છૂટતાં વાર ન લાગે. નકામી શંકા અને તર્ક કરીને મનનું ધ્યાન ન બગાડાય. પ્રસન્નચંદ્ર હવે રાજા મટી રાજર્ષિ બન્યા. પછી તો કેમ ? તો કે “લગાવો સાધના.” અણીશુદ્ધ સંયમ, ઘોર તપસ્યા અને તડકે આતાપના જેવાં પણ કષ્ટ ઉપાડવામાં લાગી પડ્યા. ચારિત્ર લીધું તો લઈ જાણ્યું. સત્તાધીશ રાજાપણાનાં સુખો કેમ છોડ્યાં છે? જડ પગલના સંગ અને સાસરવાસર ભુંડા છે, ખતરનાક છે, માટે એ છોડ્યા. તો પછી હવે જડ કાયાની સાસરવાસર શી ? કાયાને કષ્ટથી કસો, તો આત્મા ગુણો અને પુણ્યાઈથી કસાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્ર પાલનમાં જોરદાર લાગી ગયા, કેમ? જોયું કે “ કર્મથી બહુ ઠગાયો, જનમ જનમ ઠગાયો. કર્મે મારી વિટંબણા નાલેશી અને અધઃ પતન કરવામાં બાકી નથી રાખી. તો પછી હવે એ કર્મોના નાશક શસ્ત્રો સંયમ, તપ, ધ્યાન, જિનાજ્ઞાપાલન વગેરે હાથમાં આવ્યા પછી તો હવે એમાં એવો લાગી જાઉં કે કર્મોના ભુક્કા બોલાવી દઉં. મને હડધૂત કરનારા કર્મોને હવે હું હડધૂત કરું.” આ તાલાવેલી લાગી પછી સાધનામાં શું કામ બાકી રાખે ? બાહ્ય-આભ્યન્તર તપથી કાયાને કસવામાં અને વિષય-ત્યાગથી ઈન્દ્રિયોને કસવામાં, તેમ ધ્યાનથી મનને નાથવામાં પૂરેપૂરા એકતાન બની ગયા. એક જ સૂત્ર - કસો કસો કાયા, ઈન્દ્રિયો અને મનને. જેમ કસો તેમ આત્મતેજ વધે.” શાસ્ત્ર કહે છે, “હે દુઃખ મહાફ', પણ દુઃખ વેઠતાં આવડવું જોઈએ. પ્રભુ મહાવીરે કેવાં કેવાં જાલિમ દુઃખો વેક્યાં ? તો પામ્યા? કેવળજ્ઞાન, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મપણું ! દુઃખને આવકારીને વેક્યાં, દુઃખ સહવામાં દિવાળીના દહાડા માન્યા, દુઃખને કર્મરોગ કાઢવાની દવા-ટ્રીટમેન્ટ માની. Page #56 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન સીતાજીએ કયા સંયોગમાં કઈ સમજે કેવું સાધ્યું ? : સીતાજી ચારિત્ર લઈને બારમા દેવલોકના ઈંદ્ર કેમ થયા હશે ? કાયા ઈંદ્રિયો અને મનને સુંવાળા સુંવાળા રાખીને ? કે કસીને ? એ સમજતા હતા કે, ૪૩ ‘જો મારે કાયા અને ઈન્દ્રિયોને મહલાવવી હોત તો તો અગ્નિની ખાઈ સરોવર થઈ ગઈ એવું દિવ્ય કર્યા ઉપર અને રામે મને જંગલમાં છોડાવી મૂકવા ૫૨ એમને પારાવાર પસ્તાવો થયા ૫૨, તથા બે પુત્રો લવણ અને અંકુશ ભારે માતૃભક્ત આવી મળ્યા ઉપર, કાયા-ઈન્દ્રિયોને સારામાં સારી રીતે મહલાવી શકત, પણ તેથી શું ? વિષયસુખમાં મહાલવામાં કર્મની અહીં ગુલામી કરવાની અને પરભવ માટે નવી ગુલામી મોટી વહોરવાની ! કાયા-ઈન્દ્રિયો અને મનની સેવા-સરભરા તો અનંતા કાળ કરી કરીને જીવ કર્મથી પીડાતો અને આ વિરાટ ભવચક્રમાં ભટકતો રહ્યો, હવે એ નહિ.' શું સમજ્યા ? રંગવિલાસ એ કર્મની ગુલામી : અહીં કાયાને મહલાવવી એટલે અહીં પણ કર્મની ગુલામી જ ઉઠાવવાનો ધંધો છે, કેમકે એમાં કર્મે ઊભા કરેલા વિષમય વિષયોને આધીન થવાય છે. દુશ્મનનાં પ્રલોભનથી લલચાયા એને આધીન થવું એ દુશ્મનની ગુલામી જ છે. એટલે અહીં પણ ગુલામી અને એનાથી ઊભા થતાં ભારે કર્મબંધનોથી પરભવે તો કર્મની મહાગુલામી ! ત્યાં કર્મ જેમ પીડે-કનડે-કક્ચરે તેમ પીડાયા-કચરાયા રહેવું જ પડે. સીતાજી સમજે છે કે ‘કાયા-ઈંદ્રિયો-મનને મહલાવવામાં તો અહીં અને પછી પણ કર્મની ગુલામી જ છે. એ સમજીને એ છોડી ચારિત્રમાર્ગ લીધો છે તો અહીં કાયાદિને મહલાવવા શા ? હવે તો મહામૂલી સાધનાનો અવસર હાથ લાગ્યો છે તો કાયાને કસો, ઈંદ્રિયોને દાબો અને મનને ત્યાગ-તપ-કષ્ટ અને ધ્યાનમાં મસ્ત કરો.' આમ ચારિત્ર-દીક્ષા લીધા પછી ભારે કષ્ટભર્યા ત્યાગ, તપ અને ધ્યાનનો ઠંડો હાથમાં લઈ કાય-મમત્વને ખોખરું કરી નાખ્યું હશે, ભારે ઈન્દ્રિયદમન અને ચિત્તશમન કર્યા હશે, ત્યારે એમને બારમા દેવલોકનું ઈન્દ્રપણું અચ્યુતઈંદ્રપણું મળ્યું. અચ્યુત ઈંદ્રપણું એ સામાન્ય પુણ્યાઈ નથી હોં. ચોસઠ ઈંદ્રો શું, અસંખ્ય ઈંદ્રોમાં પહેલો નંબર ! એમના બાવીસ સાગરોપમના એટલે કે બસો વીસ કોડાકોડી પલ્યોપમ વર્ષોના સમગ્ર આયુષ્યમાં અહીં અઢી દ્વીપમાં થનારા અસંખ્ય તીર્થંકરદેવોને જન્માભિષેક વખતે પહેલો અભિષેક કરવાનો હક એ અચ્યુત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તે ધ્યાન અને જીવન ઈન્દ્રનો ! ત્યાં બોલી - ઊછામણી ન બોલાય, અભિષેકનો જન્મસિદ્ધ મહાપુણ્યસિદ્ધ હક, અસંખ્ય જિનેશ્વર ભગવંતોને પહેલો અભિષેક કરવાનું મળે એ કેટલી મોટી પુણ્યાઈ ? સીતાજીને એ શી રીતે ઊભી થઈ હશે ? કાયા-ઈન્દ્રિયો-મનને સુંવાળા રાખીને ? વિષયોમાં મહલાવીને ? કે તનતોડ મનમોડ કષ્ટમય સાધના કરીને ? ભારે સુકોમળ હતા, છતાં ચારિત્ર લીધું તે લઈ જાણ્યું. ઈદ્રિયોને ઈષ્ટ વિષયોથી વાળી, રાગદ્વેષને કચરતા રહી. કાયાને ઉગ્ર સંયમ-વિહારનાં કષ્ટથી કચરી મનને એ કાયાની કચરામણ અને અનિષ્ટ વિષયોમાં મસ્ત રાખી ઉગ્ર ચારિત્રનાં પાલન કર્યું હશે, તેથી એ ઉચ્ચ પુણ્યાઈ પામ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ કરી રહ્યા છે. ઘોર તપસ્યા સાથે ખુલ્લા મેદાનમાં હાથ ઉંચા કરી આતાપના લેતાં શુભ ધ્યાનમાં રહે છે. એમની સાધનાની ગાડી ધસમસ મોક્ષ તરફ દોડી રહી છે. અશુભ ધ્યાનની શિરજોરીઃ કહો, આવા મહર્ષિ મહાતપસ્વી ચૂકે? ના, પણ જો મનનું ધ્યાન બગડે તો હેઠા ઊતરતાં વાર નહિ. બધું કોરાણે રહી જાય ને નારકી સુધીનાં મલિન પાપ પકડાવી દે. ત્યાં ઓવાની શરમ ન પડે, કરેલી સાધનાઓથી અટકાયત ન થાય. એ તો કાયદો, કે જે વખતે જેવા શુભ યા અશુભ ભાવમાં હો, ત્યાં એ જ વખતે તેવા શુભ યા અશુભ કર્મ બંધાય.” અશુભ ધ્યાનમાં અશુભ ભાવનું રમણ, એટલે એ જો ઉગ્ર અશુભ ધ્યાન હોય તો ઉગ્ર અશુભ ભાવના લીધે ઘોર પાપોનું સર્જન થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચૂકે છે ! બન્યું એવું કે રાજગૃહી નગરીના નાકે જગદ્ગુરુ મહાવીર પ્રભુ પધાર્યા છે. સાથે વિશાળ મુનિ પરિવાર છે. દેવતાઓ પણ સેવામાં છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ સાથે છે, કિન્તુ ત્યાં એ અલગ ભાગમાં જઈ ધ્યાનમાં રહે છે. તે પણ બે હાથ અને મોટું ઊચું રાખીને દૃષ્ટિ સૂરજ સામે લગાવી છે. મગધ દેશનો સમ્રાટ રાજા શ્રેણિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા અને પ્રભુની વાણી સાંભળવા ત્યાં થઈને જાય છે. એમાં આ મહર્ષિની તડકામાં આતાપના કડક સાધના જોઈ નમસ્કાર કરીને ચક્તિ થતો પ્રભુની પાસે પહોંચે છે. વંદના કરીને પ્રભુને પૂછે છે, “ભગવનું ! પેલા મહર્ષિ સ્મશાનમાં ધ્યાનમાં ઊભા છે તે સો વરસ જીવો, પણ કદાચ જે હમણાં એમનું અવસાન થાય તો કઈ ગતિમાં જાય ? ભગવાન ઉત્તર કરે છે કે હમણાં જો મરે તો સાતમી નરકે જાય. Page #58 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન સાંભળીને શ્રેણિક તો સજ્જડ જ થઈ ગયો કે “આ શું? આટલી ઊંચી કડક સાધના અને સાતમી નરકે ? મારે કાંઈ સાંભળવા ફેર થયો ?” જૈનશાસન નિષ્પક્ષપાત : પર્ષદામાં રહેલ બીજાઓ પણ આ સાંભળી સજ્જડ થઈ ગયા હશે ને ? પ્રભુ શું કહે છે ? કોના અંગે કહે છે ? રાજવીપણું મૂકી પોતાના એક પરમ ભક્ત શિષ્ય બની ગયેલા અને મહાન સાધના કરનારા તપસ્વી અંગે સાતમી નરક કહે છે? હા, એ જ બતાવે છે કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા અને એમનું શાસન નિષ્પક્ષપાત છે. એ ગમે તેનું પણ જેવું વસ્તુસ્વરૂપ હોય તેવું જ કહે છે. આ એ જ જિનશાસન છે કે જે પોતાના તીર્થંકર દેવ મહાવીર પ્રભુ માટે પણ કહે છે કે “એ પૂર્વે અઢારમા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈ ઘણાં પાપ કરીને સાતમી નરકે ગયેલા અને પછી સંસારે ઘણું ભમેલા.” જુઓ ત્યારે બૌદ્ધ ધર્મ શું બતાવે છે? ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યને કહે છે કે “આજથી પૂર્વે એકાણુમા ભવે મેં એક પુરષને ભાલાથી મારી નાખેલો, તેથી મને અહીં પગમાં કાંટો વાગ્યો.” કહો, ગુનો કેટલો મોટો અને સજા કેટલી બધી નાની ? આવી છે ઈતર દર્શનની વાતો. હિંદુ દર્શનો વળી પરમાત્મપણાના અવતારમાં જ સ્ત્રીહરણ કરે, પરસ્ત્રી પર મોતિ થાય, લડાઈઓ કરે, એ બધું પાછું એમની લીલામાં ખતવે છે. અહીં પ્રભુની નિષ્પક્ષપાત વાણી પોતાના વફાદાર શિષ્ય પ્રસન્નચંદ્ર રાજર્ષિની સાતમી નરક બતાવી રહ્યા છે. શ્રેણિક રાજા ચમકે છે, “આવા મહાત્માને સાતમી નરક ? મારે કાંઈ સાંભળવામાં ફેર તો નહિ ? ક્ષણવાર પછી ફરીથી પૂછે છે, “ભગવનું ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ નથી ને કદાચ હમણાં કાળ કરે તો કઈ ગતિમાં જાય?” હવે ભગવાન કહે છે, “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.” શ્રેણિકની આંખ હરખથી ચમકી ! પણ એટલામાં તો આકાશમાં દેવદુંદુભિ ગાજી. સાંભળીને રાજા પ્રભુને પૂછે, “ભગવન્! આ શાની દુંદુભિ વાગી ?” પ્રભુ કહે છે, “એજ પ્રસન્નચંદ્ર ઋષિ કેવળજ્ઞાન પામ્યા, એની વાગી.” ત્યાં રાજા શ્રેણિકના મનમાં વસવસો થયો, પ્રભુને પૂછે છે કે “પ્રભુ ! આ શું? ક્ષણમાં આટલી બધી ભિન્ન ત્રણ અવસ્થા કેમ ?' Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભગવાન એનો ખુલાસો કરે છે ધ્યાન અને જીવન જુઓ શ્રેણિક ! તમારી સવારી આવતી હતી એમાં બે માણસો રાજર્ષિને જોતાં જ વાત કરે છે કે જોયો આ ઢોંગી ? નાના બાળકને મંત્રીને સોંપીને આવ્યો અને હવે મંત્રી પ્રપંચ કરીને એનું રાજ્ય પડાવી લેવાનો છે.' બસ, આટલા શબ્દો રાજર્ષિએ સાંભળતાંવેંત મનથી મંત્રી સાથે લડાઈ માંડી. મારામારી કાપાકાપીના સોદા ! એમાં લડતાં લશ્કર ખૂટ્યું, શસ્ત્રો ખૂટ્યા અને ધિઢો મંત્રી સામે ઊભેલો દેખાય છે, એટલે ભયંકર આવેશમાં છેવટે એના મોંઢા પર મુગટ મારવાના રૌદ્ર ક્રૂર અધ્યવસાય (ભાવ)માં ચઢ્યા. બસ એ વખતે એ સાતમી નરકનાં પાપો બાંધી રહ્યા હતા, ને તમે અહીં એમની ગતિ પૂછી. પછી એમણે મુગટ લેવા જેવો હાથ માથા પર લીધો કે મસ્તક તોલું સાફ જોતાં ચોંક્યા ! સ્વાત્મભાન થયું ભારે પશ્ચાત્તાપમાં ચડ્યા કે – રાજર્ષિનો પશ્ચાત્તાપ ઃ “અહો ! આ શું ? હું સાધુ, ને આ કોનો છોકરો ? આ સંસારમાં જીવે દરેક સાથે માતા-પિતા-પુત્ર વગેરે સંબંધો કર્યા ને તોડ્યા. કોણ કોનું ? ત્યારે રાજ્ય કોનું ને શી વાત ? મેં તો એ બધું વોસિરાવેલું, ને ‘એકે રાતી પાઈનો ય પરિગ્રહ નહિ' પચ્ચક્ખાણ કરેલાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની ય ત્રિવિધ ત્રિવિધે હિંસાનો ત્યાગ કરેલો, ને આ મેં શું આરંભ્યું ? અરે ! પ્રભુએ તો મને સંસારના દાવાનળમાંથી બહાર ખેંચી કાઢવાનો મહાન ઉપકાર કર્યો અને એના બદલામાં આ મેં કૃતઘ્નતાનો શો અવળો ધંધો કર્યો ? ધિક્કાર છે મારી તૃષ્ણાને ? મારી ઈન્દ્રિયોને, મારી કાયાને !...'' રાજર્ષિની ઉત્ક્રાન્તિ : આમ તીવ્ર હાર્દિક પશ્ચાત્તાપ કરતાં કરતાં હવે મહાન ધર્મ-ધ્યાનમાં ચઢ્યા, તે એક બાજુ પાપોનો જંગી નાશ અને બીજી બાજુ ઊંચા ઊંચા સ્વર્ગનાં પુણ્યનાં ઉપાર્જન કરતા ચાલ્યા. જે વખતે તમે બીજી વાર પૂછ્યું બરાબર એ વખતે એ મહર્ષિ સૌથી ઊઁચેના અનુત્તર દેવલોકમાંના વચલા ‘સર્વાર્થસિદ્ધ' - વિમાનનું પુણ્ય બાંધી રહ્યા હતા. પરંતુ એમની ધ્યાનધારા તો હજી ય ઊંચે ચડી રહી હતી. એમાં પોતાની કાયા, માન, અહંત્વ વગેરેનાં મમત્વ છૂટી ગયા, અનાસક્ત યોગમાં ચડ્યા, ‘જીવન-મૃત્યુ સમ...' વગેરે સમત્વ ભાવમાં પહોંચી ગયા, ત્યાં ક્ષપકશ્રેણી માંડીશુક્લ-ધ્યાનના દાવાનળમાં મોહનીય કર્મને સમૂળ ભસ્મીભૂત કરી નાખ્યું, વીતરાગ બન્યા ! ને જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયકર્મોનો સર્વથા વિધ્વંસ કરીને કેવળજ્ઞાન પામ્યા ! સર્વજ્ઞ બન્યા ! ધ્યાનનો પ્રતાપ જુઓ. મોટા મહર્ષિ તપસ્વી અને ભારે સંયમકષ્ટ ઉઠાવનાર Page #60 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૪૭) પણ અશુભ ધ્યાનમાં ચડવા બરાબર અશુભ કર્મોનો લોટ બાંધવા માંડ્યા. ને પરાકાષ્ઠાએ સાતમી નરકનાં પાપ એકત્રિત કરનારા થયા ! જેને આટલું ઉચ્ચ સાધનાનું પીઠબળ, એમને પણ અશુભ ધ્યાનમાં ચડતાં તીવ્ર અશુભ કર્મોના ગંજ ઊભા થાય, તો જે તમારે એવું પીઠબળ નથી અને રાત-દિવસ અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં રમતા રહો તો કેટલા પાપના ગંજ આત્મામાં ખડકાય ? તો એમ નહિ કહેતા - પ્ર. - તો પછી કઠોર પણ સાધના કરો કે ન કરો, બધું સરખું જ ને? ધ્યાન પર જ હારવાનું ને જીતવાનું ને ? ઉ. - ના, સરખું નથી. સાધનાના બળ પર એક એવી ભૂમિકા એક એવું સંસ્કરણ ઊભું થાય છે કે જેના બળ, ઉપર વચમાં કદાચ ભૂલ થઈ, તો તે પછી ભૂલ સુધારી ઊંચે ચડવાનું સરળ બને છે. એટલે જ રાજર્ષિ ભૂલ્યા બાદ જોરદાર ધ્યાનમાં ચડી ગયા. સાધના ન કરી હોત, સંસારમાં બેઠા રહ્યા હોત, તો લડાઈ થતાં કદાચ પછી મરીને નરકમાં ચાલ્યા જાત. પણ અહીં તો તીવ્ર સાધના છે, સાધુવેશ છે, માથું તોલું છે, એણે ઝટ છેક નીચેની પાપખીણમાંથી ઊંચક્યા અને ધર્મના શિખરે ચડાવી દીધા ! ரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரயாயமா છે. સંસારમાં બચાવ કેમ મળે ? ધર્મ બે જાતનો, (૧) બહારથી થાય તે બાહ્ય અને (૨) અંદરમાં થાય તે આભ્યન્તર. બાહ્ય ધર્મ આભ્યન્તર ધર્મને જગાવે છે, પોષે છે, વધારે છે. શુભ ધ્યાન શુભ ભાવ એ આત્તર ધર્મ છે, એ સુલભ ક્યાં? બાહ્ય પાપપ્રવૃત્તિમાં? કે ધર્મ સાધનામાં ? ધંધામાં કમાઈ લઈ પૈસા ઘરભેગા કરતાં શુભ ભાવ જાગે ? કે દાન દેતાં શુભ ભાવ જાગે ? મેવા-મિઠાઈ ખાતાં સારા ભાવ થાય? કે આંબેલ કરતાં? વેપારની વાતોમાં સારા ભાવ ઊછળે ? કે ધર્મની વાતોમાં ? સ્ત્રીઓ યા કુટુંબીઓને જોતાં શુભ ભાવ ખીલે ? કે વીતરાગ પરમાત્મા અને ત્યાગી મુનિઓના દર્શન થતાં ? આ ચોખ્ખો હિસાબ દેખાડે છે કે સાંસારિક પ્રવૃત્તિઓમાં નહિ, પણ દાન આદિ ધર્મપ્રવૃત્તિમાં શુભ ભાવ જાગે છે, શુભ ધ્યાન સુલભ બને છે. માટે એમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધ્યાન અને જીવન કહેતા નહિ કે ‘બાહ્ય ધર્મનું શું કામ છે ? અંતરમાં શુભ ભાવ શુભ ધ્યાન આવે એ જ જરૂરનું છે' આવું માનતા નહિ, બોલતા નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ બાહ્ય કડક ધર્મનો બહુ અભ્યાસ કર્યો હતો તેથી અશુભમાંથી શુભ ધ્યાન ઊભું થઈ ગયું અને તે પણ ઉત્કૃષ્ટ સુધીનું. તો પૂછો, પ્ર. બાહ્ય ધર્મ જોરદાર હતો તો, પછી અશુભ ધ્યાન આવ્યું જ કેમ ? ઉ. - આના સમાધાનમાં એક મહત્ત્વનો મુદ્દો મળે છે, તે આ કે, ખોટાં નિમિત્તથી આઘા રહેવું, યા એને લક્ષમાં ન લેવું. હૈયાના ભાવ ન બગડે એની ચાર વિચારણા : પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પોતાને લગતી શ્રેણિકના માણસોની વાત લક્ષમાં લીધી એ ખોટું નિમિત્ત સેવ્યું. અને તેથી લહેવાઈ જઈ ધ્યાન બગાડ્યું. જીવનમાં જોજો, કાંઈ બાહ્ય વસ્તુનું નુકસાન હૃદયના ભાવને નથી બગાડતું, પરંતુ એ નુકસાન લક્ષ પર લેવાય એ હૈયાના ભાવ બગાડે છે. જો લક્ષ પર ન લે, તો કાંઈ બગડે નહિ. ત્યાં એમ વિચારે કે (૧)‘વસ્તુ મને ક્યાં મળી હતી ? એ તો મારા પુણ્યને મળી હતી. તે હવે પુણ્ય ભાગે તો વસ્તુ સહેજે ભાગે. એમાં મારે શું કામ લહેવાઈ જવું ? મારી હતી જ નહિ, મારી હોત તો મને છોડીને જાત નહિ. જો મારી નહિ તો એ જાય એમાં મારે શું ? (૨) ‘વળી એવો તો હું કો મહાગુણિયલ, મહાન પરોપકારી સુકૃતો કરનારો તથા ઉત્કૃષ્ટ પુણ્યભર્યો છું કે મારે એકલા લાભનો જ અધિકાર રાખવો ? મારે નુકસાને ય આવે. (૩) એમ, કર્મે બાહ્યમાં તો નુકસાન કર્યું, પણ હવે હું હૈયું બગાડી મારા જ હાથે અંદરમાં નવું નુકસાન ઊભું કરવાની મૂર્ખાઈ શા માટે કરું ? (૪) ‘ત્યારે ખરી રીતે મારે ને બહારની વસ્તુને બહુ શું લાગે વળગે છે ? હું અવિનાશી અનંતાનંત કાળનો જીવ, ને વસ્તુ તો નાશવંત ને બહુ અલ્પજીવી. હું જ્ઞાનાદિ ગુણોવાળો અને વસ્તુ જડ, ને આત્માને ય જડ જેવો કરનારી. એને શા સારુ એવું મહત્ત્વ જ આપવું કે જેથી મારામાં જડતા ઊભી થાય ? આમ જો વિચારાય તો વસ્તુનાં નુકસાન લક્ષ પર નહિ લેવાય. તેથી હૈયાના ભાવ નહિ બગડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ખોટું નિમિત્ત લક્ષ પર લીધું તેથી અશુભ ધ્યાનમાં પડ્યા. છતાં પાસે ધર્મ સાધના હતી તો એણે પાછા શુભમાં ચડાવી દીધા. સારાંશ એ નીકળે છે કે સારી પ્રવૃત્તિમાં રહ્યા કરો, જેથી ધ્યાન તથા ભાવ Page #62 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન શુભ ચાલ્યા કરે અને એથી કર્મબંધ શુભ રહ્યા કરે. જીવનમાં પ્રતિસમય કર્મ તો બંધાય જ છે, શુભમાં શુભ અને અશુભમાં અશુભ. એટલે જીવનને ધ્યાન સાથે ઘનિષ્ઠ સંબન્ધ છે, તેમ જીવનની પ્રવૃત્તિઓ સાથે ધ્યાનને બહુ સંબન્ધ છે. અહીં એક પ્રશ્ન થાય છે, પ્ર. સંસારી જીવને સંસારમાં રહ્યે મોટા ભાગે પ્રવૃત્તિઓ તો સંસારની જ ચાલ્યા કરે છે. ચૂલો-હોલો, ધંધો-રોજગાર, ખાન-પાન, સ્વજન-સ્નેહીની સારસંભાળ વગેરે વગેરે જ ચાલ્યા કરે છે. તો પછી શું બહુધા અશુભ જ ધ્યાન અને અશુભ જ કર્મબંધમાં દટાયા રહેવાનું ? n - ઉ. છે તો લગભગ એવું જ, તે વળી એટલે સુધી કે એમાં ને એમાં બહુ રચ્યાપચ્યા રહેવાથી મન પર એનો કબજો એવો જામી જાય છે કે પછી થોડી ધર્મ પ્રવૃત્તિમાં જીવ લાગે ત્યાં પણ મન તો બિચારું પેલી સાંસારિક એક યા બીજી જળોજથાથી પકડાય છે, મનમાં વિચારો એના આવ્યા કરે છે. એટલે ધર્મ પ્રવૃત્તિમાં પણ અશુભ વિચારથી અશુભ ભાવ અને અશુભ ધ્યાન હૃદયમાં રમ્યા કરે છે. એટલે સોનાની લંકામાં ગયા પછી ય સોનાના વેપારને બદલે કથીરનો વેપાર કર્યા જેવું થાય છે ! અનુભવ છે ને કે તપમાં ખાવાના વિચાર આવે છે, પણ ખાવામાં તપના નહિ ? દેવદર્શન-પૂજા સામાયિક-નવકારવાળીમાં દુનિયાના કામના ને સાંસારિક બાબતના વિચાર આવે છે, પણ દુન્યવી પ્રવૃત્તિઓ વખતે એ ધર્મ પ્રવૃત્તિના નહિ ને ? દેવ-ગુરુ પાસે બેઠા, કુટુંબ-ધન-ધંધાના વિચાર સહેલા, પણ એ કુટુંબ-ધન-ધંધાની પાસે બેઠા, દેવ-ગુરુના વિચાર નથી આવતા ને ? તો પછી જીવનો બેવડો મો ને ? ત્યારે પૂછો, પ્ર. તો પછી બચાવ શી રીતે ? ૪૯ - (૧) પહેલા નંબરે બચાવ ચારિત્રથી જ : ઉ. આ બચાવ માટે જ જ્ઞાનીઓએ પહેલા નંબરમાં ચારિત્ર જીવન કહ્યું છે, કે જેમાં પાપ વિચારોની પોષક સાંસારિક બાબત જ નહિ, કુટુંબ નહિ, ધંધો-રોજગાર નહિ, ધન-માલ નહિ. જીવ આની પાછળ જ પાપો કરે છે, અશુભ ધ્યાનમાં ચડે છે અને અશુભ કર્મોનાં પોટલાં બાંધે છે. માટે એનાં સર્વથા ત્યાગ સાથે સંયમ-તપ-સ્વાધ્યાયમય ચારિત્ર જીવન પહેલા નંબરમાં બચાવ આપી શકે. (૨) બીજા નંબરે બચાવ આ રીતે મળે, કે જે કાંઈ પ્રવૃત્તિ થાય તે પોતાના આત્માને ઉદ્દેશીને થવી જોઈએ. Jan Education International Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૦મ ધ્યાન અને જીવન ધંધામાં આત્માનો ઉદ્દેશ કેવી રીતે? સંસારની પ્રવૃત્તિ પણ આત્માને ઉદ્દેશીને થાય. દા.ત. નોકરી-ધંધો કરો છો. ત્યાં આ ઉદેશ મનમાં રમ્યા કરે કે “શું કરું? આ મોહના પક્ષે બેઠો છું એટલે આ અવળી ચાલે ચાલું છું, ને એમાં મારા આત્માનું હિત વટાઈ જાય છે, આત્માનો હિતસાધનાનો અમૂલ્ય સમય પણ લૂંટાઈ જાય છે, પૂર્વનું આત્માનું પુણ્યધન પણ લૂંટાઈ જાય છે અને આત્માને પાપકર્મો અને કુસંસ્કારોની ય ખરીદી થાય છે. પરંતુ આ સંસાર લઈ બેઠો છું ત્યાં સુધી પૈસા વિના ચાલતું નથી, એટલે જીવનજરૂરી આવકનો આ ધંધો કરી લઉં, જેથી પછી ચિત્તને અસમાધિ ન રહે અને દેવ-દર્શન-પૂજા વગેરે ધર્મ સાધના સમાધિપૂર્વક થઈ શકે.” ધંધા વખતે મનની ચોંટ, મનનું લક્ષ, આ વસ્તુ પર રખાય, સમાધિથી દેવપૂજાદિ સત્કાર્યો કરવા ઉપર રખાય, એ આત્માને ઉદ્દેશીને ધંધાનું કાર્ય કર્યું કહેવાય. કોઈને મળવા-કરવામાં આત્માનો ઉદ્દેશ : એમ કોઈ મળવા આવ્યું કે આપણે મળવા ગયા અને સામાએ સંસારની વાતો કાઢી. ત્યાં આંતરિક લક્ષ એ રાખવાનું કે હૃદયથી આપણે એમાં રસ ન રાખીએ. છતાં વાતો કરવી જ પડે છે તો એને ધર્મનો ઝોક આપીએ, અર્થાતુ એમાં સીફતથી કર્મનો પ્રભાવ, દેવગુરુની કૃપા, કે આત્માએ દોષોથી બચવાનું વગેરે લાવી દઈએ. વળી જે વાતો કરવી જ પડે છે તો બહુ અલ્પ વાત એ લક્ષ રાખીને કરાય કે “એક ધર્મી તરીકે મને અને ધર્મને લોકો બુધ્ધ, વ્યવહારમૂર્ખ, કે અતડો અક્કડ ન સમજે એ માટે જ આ મળવાનું ને વાત કરવાનું કરવું પડે છે, પણ એમાં મને રસ નથી.' તો આ પણ આત્માને ઉદેશીને પ્રવૃત્તિ થઈ, અલબતુ એવા ફજુલ મળવા-કરવા કે વાતો કરવાથી બચાય એટલું તો બચવાનું જ, એ બને તેટલું ટાળવાનું જ. તો જ આત્માનો ઉદ્દેશ સચવાય. ખાનપાનમાં બચવા : ત્યારે, ખાનપાનમાં જીવ રાગદ્વેષથી લેપાયા જ કરે છે. ત્યાં બચવા માટે ધ્યાનમાં રખાય કે “ભલા જીવ ! જેજે આમાં કાંઈ બહુ ખુશી કે નારાજ થવા જેવું નથી. કેમકે આ ગમે તેટલાં સારાં ખાનપાન હોય તો ય ખરેખર તો એકેન્દ્રિય જીવનાં કલેવર છે. એના પર ખુશી શી ? મડદાં પર ઉજાણી તો ગીધડાં માને. હું તો માનવ છું, મારે એમ ઉજાણી ન મનાય. ત્યારે, બનાવટમાં જરા ઓછું વધતું થયું તો એમાં નારાજ શું થયું ? ગમે તેવું સારું કે નરસું અંતે તો માટી જ થાય છે. કહેવાય છે ને કે “ઊતર્યું ઘાંટી, થયું માટી ?” “આ તો બધા પુદ્ગલના ખેલ છે.” ગાય-ભેંસે ઘાસ ખાધું, એના મોંની લાળ અને શરીરના પિત્ત આદિ સાથે ભળ્યું, -- Page #64 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન એમાંથી જ છૂટા પડેલા થોડા પુદ્ગલ એ ‘દૂધ' તરીકે બહાર આવ્યા. એ બહુ સારા ? એના પેંડા, બરફી, દૂધપાક બહુ સારા ? ગટરના પાણીને ફિલ્ટર કરીને સુવાસિત બનાવીને આપે એ બહુ સરસ ? પુદ્ગલના ખેલ પર દૃષ્ટાન્ત : એક જિતશત્રુ નામના રાજાએ પાર્ટી ગોઠવી. પછી જમતાં જમતાં વાનગીઓની પોતે પ્રશંસા કરે છે, ને એમાં અમલદારો, શેઠિયાઓ સૂર પૂરે છે, માત્ર મહામંત્રી સુબુદ્ધિ મૌન છે, રાજા પૂછે, ‘તમે કેમ કાંઈ બોલતા નથી ?' કલ્યાણમિત્ર કોણ ? : મંત્રીએ જોયું કે ‘રાજા મૂઢ બન્યો છે, ને મને પૂછે છે, તો આ અવસર સારો છે, એની જરા આંખ ખોલું, જેથી તુચ્છ અન્ન પાછળની મૂઢતા મટે.' સ્વજન-સ્નેહી મિત્ર-મંત્રી વગેરે તો ક્લ્યાણમિત્ર હોવા જોઈએ. ૫૧ કલ્યાણમિત્ર એ, કે જે અવસર પામીને સામાને મૂઢતા, મિથ્યામતિ, અપકૃત્ય વગેરેથી બચાવી લેવાનો પ્રયત્ન કરે. અહીં બધા ભેગા થયેલા તો મૂઢતામાં હાજી-હા કરી રહ્યા છે પણ મારે એ ટળે એવો જવાબ દેવો જોઈએ.' તેથી મંત્રી કહે, ‘મહારાજા ! આમાં શું બોલવા જેવું છે. આ તો પુદ્ગલના ખેલ છે.' રાજા પૂછે છે, ‘એ પુદ્ગલના ખેલ વળી શું ?' મંત્રી કહે છે, ‘એ અવસરે બતાવીશ.' ભોજન પત્યા પછી રાજા અમલદારો સાથે રાજવાટિકાએ ઊપડ્યો. નગરની બહાર નીકળતાં, પાસે વહેતી લોકોના મળમૂત્ર વગેરેની ખાળ વહી રહી હતી, તેની બદબો નાકે આવતાં રાજાએ અને અમલદારોએ સૂગથી મોં મચકોડી નાકે ડુચા માર્યા, પણ માત્ર મંત્રીએ ન તો સૂગ કરી, ન મોં મચકોડ્યું, કે ન નાકે ડુચો લગાવ્યો. આગળ જઈ રાજા એને પૂછે છે, ‘કેમ ? તમને બદબો ન લાગી ? ડુચો કેમ ન માર્યો ?' મંત્રીએ અહીં પણ અવસર જોઈ કહ્યું, ‘મહારાજા ! એમાં શો ડુચો મારવો ? એ તો બધું પુદ્ગલના ખેલ છે.’ વળી આ ય પુદ્ગલના ખેલ શું ?' મંત્રી ઉત્તર કરે છે, ‘એ અવસરે બતાવીશ.’ બસ, મંત્રીએ એક દિવસ અવસર સાધી રાજાને જમવા નોંતર્યો. જમતી વખતે વચમાં પાણી પીતાં રાજા કહે છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ - પરમ ધ્યાન અને જીવન | મંત્રીજી ! આટલું સરસ સુવાસિત પાણી કયા દિવ્ય કુવાનું છે? કેટલું સરસ પાણી ! તમે આવા કંજુસ કે કદી મને આટલું અવલ પાણી ય ન પીવરાવ્યું?' મંત્રી કહે, “મહારાજા ! આ પાણીમાં શું વખાણવા જેવું છે ? આ તો પુદગલના ખેલ છે.” અરે ! વળી તમારું પુગલના ખેલ' આવ્યું? હવે તો ખુલાસો કરો કે શા પુદ્ગલના ખેલ?” રહેવા દો મહારાજ ! એમાં કાંઈ બોલવા જેવું નથી.” રાજા કહે, “ના, આજ તો ફોડ કરવો જ પડશે, નહિતર લ્યો આ જમવાનું બંધ.” મંત્રી કહે, “તો સાહેબ ! પહેલાં મને ગમે તેવા પણ ખુલાસા પર અભયદાન લખી આપો, પછી ખુલાસો કરું.’ રાજાને જાણવું તો હતું જ, એટલે અભયદાન લખી આપ્યું. પછી મંત્રી કહે છે, માફ કરજો મહારાજા! આ પાણી પેલી ગટરની ખાળનું છે.” “અરે હોય ? જુઠું શું બોલો ? એ તો કેટલું ગંદુ કાળું અને ભયંકર બદબો મારતું હતું ? એ ક્યાં ને આ ક્યાં ? સાચું કહો.' મંત્રી કહે છે, “પધારો અંદર, બતાવું.” એમ કહીને રાજાને જુદી જુદી ત્રણ ઓરડીમાં લઈ જઈ બતાવે છે. ત્રણેમાં પાણીના માટલાની ઉતરેડ ચડાવેલી. પહેલી ઓરડીમાં સૌથી ઉપરના માટલામાં ખાળનું ગંદુ પાણી હતું અને એ મટકાની નીચેના ઝીણા કાણામાંથી પાણી એની નીચેના માટલામાં ટપક ટપક પડતું હતું. એ માટલું ઝીણી કોલસીનું ભરેલું, તે ઉપરથી પડતા ગંદા પાણીનો કચરો ચુસી લેતું ને કંઈક ચોખ્ખું થયેલું પાણી નીચેના છિદ્રમાંથી એની નીચેના કોલસી ભર્યા માટલામાં ટપકતું હતું. એમાંથી નીચે ટપકતું એક વાસણમાં ભેગું થતું. એ પાણી બીજી ઓરડીમાં લઈ એ જ પ્રમાણે કોલસી ભર્યા ત્રણ મટકાઓ દ્વારા શુદ્ધ કરવામાં આવતું, એ તો એકદમ સ્વચ્છ જેવું થતું. છતાં એને ત્રીજી ઓરડીમાં લઈ જઈ વળી કોલસીમાંથી ગાળવામાં આવતું અને ત્યાં આજુબાજુ મોગરો-જાઈ-જુઈ-કેવડો વગેરે સુગંધીદાર પદાર્થો રાખવામાં આવેલા એટલે છેલ્લા ભાજનમાં ટીપે ટીપે એકત્રિત થયેલું સ્વચ્છ જળ સુવાસિત પણ હતું. મંત્રી કહે છે, “જુઓ સાહેબ ! આ પાણી આપની આગળ પીવા માટે સોનાના ગ્લાસમાં મૂકવામાં આવેલું. માફ કરજો, પણ એને જ આપ કોઈ દિવ્ય કુવાનું પાણી કહી રહ્યા હતા.' રાજા ચોંકી ઊઠી કહે છે, “અરે ! મને ગટરનું પાણી પીવરાવ્યું?' Page #66 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૫૩ મંત્રી બોલે છે, ‘એમાં ઉદ્વેગ કરશો નહિ, આ દેખ્યાનું ઝેર છે. બાકી આપણે નદી-કુવાનું પાણી પીએ છીએ એ શું છે ? લોકોના મળમૂત્રના પુદ્ગલ ક્યાં જાય છે ? આ નદી-કૂવા-તળાવમાં અને એને આપણે ચોખ્ખું માનીએ છીએ ! લોકો જે લાડુ પેંડા વગેરે પકવાન્ન પણ ખાય છે એની માટી (વિષ્ઠા) બને છે. એના પર ધૃણા થાય છે. પણ એ ખેતરોમાં જાય છે. પછી એ અને બી વગેરે બીજા મુગલોમાંથી પાછો ઘઉં વગેરે પાક થાય છે, એને આપણે ચોક્ખો માલ માની એની વાનગીઓ હોંશે હોંશે ખાઈએ છીએ ! આ બધું શું સૂચવે છે ? એ જ કે પાણીના પેશાબ, પેશાબનાં પાણી, મિષ્ટાન્નની વિષ્ઠા, વિષ્ઠાનાં મિષ્ટાન્ન, ડીરા-માણેકમાંથી ધૂળ, ધૂળમાંથી હીરામાણેક... એમ જગતભરમાં જડ પુદ્ગલનાં પરિવર્તન થયા કરે છે, એ બધું પુદ્ગલના ખેલ છે. એ ક્ષણિક સારા નરસા દેખાવ પ્રગટ કર્યા કરે છે. તો એમાં એક બાજુ આકર્ષણ અને બીજી બાજુ ખેદ સૂગ પરવામાં શો વિવેક છે ? શી બુદ્ધિમત્તા છે ? એને તો પુદ્ગલનાં નાટક સમજી એના પરના રાગ-દ્વેષથી દૂર રહેવું જોઈએ.’ રાજાની આંખ ખૂલી ગઈ. પછી તો મંત્રી પાસેથી જૈન ધર્મનાં તત્ત્વોનું સુંદર જ્ઞાન મેળવ્યું અને તત્ત્વરસિક બની ગયો. ખાનપાનમાં આત્માનો ઉદ્દેશ ઃ વાત આપણી આ હતી કે ખાનપાન વખતે કેવી રીતે બચવું ? આત્માનો ઉદ્દેશ કેવી રીતે રાખવો ? તો એ માટે આ લક્ષમાં રાખવાનું કે - (૧) ખાનપાનના ય પદાર્થ એ પુદ્ગલના ખેલ છે. એમાં શા માટે રાગદ્વેષ કરું ? ન કરું. (૨) ભોજન-પાણીની ચીજો એ એકેન્દ્રિયનાં કલેવરો છે. તો મડદા ઉપર ઉજાણી શી માનવી ? (૩) ખાધા-પીધા વિના ચાલતું નથી, તો કાયાને માત્ર ભાડું આપવા રૂપે આપી દેવાનું, જેથી ભૂખ-તરસમાં લાગેલું મન ધર્મપ્રવૃત્તિ અને સારી ધાર્મિક વિચારણા કરવામાં સુસ્ત ન બને, ને મન ખોરાકના વિચારોમાં ને આર્તધ્યાનમાં ન ફસાય. (૪) વળી કાયાને આપું એટલા માટે કે આગળ તપ કરું, ધર્મસાધના કરું. આ જાગૃતિ હોય તો ખાનપાનની પ્રવૃત્તિ ય આત્માના ઉદ્દેશથી થઈ ગણાય. એમ કુટુંબીઓ સાથે પ્રેમથી વાતચીત કરવા વગેરેમાં પણ જો લક્ષ રહે કે, 'આ બધું એટલા માટે જ કરું કે જેથી એ મારા પર સદ્ભાવવાળા બન્યા રહે તો અવસરે અવસરે એમને આત્મહિતની અને સદ્ગુણોની પ્રેરણા કરી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધ્યાન અને જીવન કું, ને એ ખુશીથી ઝીલે, તેથી મને એમના કલ્યાણમિત્ર બનવાનો લાભ મળે', આ ઉદ્દેશ જીવંત રાખી વાત વહેવાર થાય એ પણ આત્માને ઉદ્દેશીને થયો કહેવાય, પણ ત્યાં પોતાના દિલમાં મોહના રાગ ન પોષાય એ ચોક્સાઈ રાખવી જ પડે. આમ સાંસારિક પ્રવૃત્તિમાં આત્માનો ઉદ્દેશ જીવતો જાગતો રખાય, એટલે સહેજે એ પ્રવૃત્તિઓ માત્ર જરૂરી અને ખપ પૂરતી જ થાય, ને તે પણ આત્મવિચારથી ઝગમગતી. પછી ધર્મપ્રવૃત્તિમાં જોડાયા ત્યાં દુન્યવી વિચારો બહુ નહિ સતાવે. એટલે એવી નિર્ભેળ ધર્મસાધનાથી શુભ ભાવ સુલભ બનવાના, શુભ ધ્યાન સારું લાગવાનું. દુન્યવી પ્રવૃત્તિઓમાં પણ જો શુભ ભાવનો અભ્યાસ રાખ્યો, તો ધર્મપ્રવૃત્તિમાં તો એ ઉલ્લાસવંતા અને વિકસતા રહે એમાં પૂછવાનું જ શું ? આવું જીવન જીવાય એમાં શુભ ભાવ અને શુભ ધ્યાન કેટલું બધું સંકળાયેલું હોય ! ને એ જો નહિ તો એ ય સમજી રાખો કે અશુભ ભાવ ને અશુભ ધ્યાનની ધારા જ ચાલ્યા કરવાની. પછી તો જાણો જ છો ને કે તિર્યંચગતિને યોગ્ય કેટલાય અશુભ કર્મો લોટબંધ બંધાયા કરવાના. ધ્યાનને જીવન સાથે બહુ સંબંધ છે અને ધ્યાનમાં ભાવ તો સાથે જ લાગેલો હોય છે, ત્યારે શુભાશુભ ભાવની ઉપર કર્મબંધનો આધાર છે. એટલે જો અશુભ ભાવમાં રમતા રહ્યા તો અશુભ કર્મોનાં પોટલાં જ બાંધવાના ને ? દિલના ભાવ પ્રમાણે કર્મ બંધાવામાં ઉધારો નથી : જે સમયે હૃદયમાં જે ભાવ હોય તે જ સમયે તેવાં કર્મ આત્મા પર ચોંટી જ જાય છે. કપડા પર તેલની ચિકાશ હોય ત્યાં સુધી રજ ચોંટવાનો ઉધારો નહિ, સમય સમય વાતાવરણમાંથી ૨૪ ચોંટ્યા જ કરવાની. એવું આમાં છે. દિલના ભાવ એ આત્મા પર ચિકાશ. એ તરત જ કર્મ ચોંટાડે. ધ્યાનમાં ભાવ સતેજ બને છે, એટલે કર્મ પણ સતેજ ચોંટાડે. કર્મને શી શરમ ? : ભાવનો આ ઉધારા વિના કર્મસર્જન કરવાનો સ્વભાવ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યાં નથી વિલંબ, કે નથી બહારના સંયોગની શરમ. એક વખત ઓધો ને ચાંલ્લો ય બાજુએ રહી જાય, દુનિયામાં ગવાતો યશ પણ બાજુએ રહી જાય, ને જીવ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનમાં રમતો ભયાનક કર્મ ઉપાર્જવા માંડે ! જોયું ને કે પ્રસન્નચંદ્ર રાજર્ષિના સંયમ-તપ-કષ્ટસહન વગેરેની ય શરમ ન પડી, ને ઉગ્ર અશુભ ધ્યાનમાં સાતમી નરક સુધીનાં પાપકર્મ ઊભા થઈ ગયાં ! Page #68 -------------------------------------------------------------------------- ________________ - ધ્યાન અને જીવન (૧૫) આજનું જીવન : ત્યારે વિચારવા જેવું છે કે સંસારની જડ માયાનું જીવન જીવતાં જુઠ, અનીતિ, અહંત્વ, ઈર્ષા, ભોગવિલાસ વગેરે ચાલ્યા કરતું હોય ત્યાં શુભ ધ્યાન અને શુભ ભાવને જગા જ ક્યાં મળવાની ? એમાં વળી આજની ફજુલ પ્રવૃત્તિઓ, આડંબરી ઠઠારા અને દુનિયાની આંધીમાં મગજનું ડહોળાણ કેટકેટલા રકમબંધ અને જોરદાર અશુભ ભાવભર્યા અશુભ ધ્યાનના સતત પ્રવાહને દિલમાં ચલાવ્યા કરે ? માણસ ભૂલ ક્યાં ખાય છે ? જડ માયા અનુકૂળ અનુકૂળ મળી આવે છે ત્યાં. એ મળવાનું પુણ્યથી બને છે. ભલે એક છાપું ખરીદવાની અનુકૂળતા નથી, પણ જો કોઈની પાસેથી વાંચી લેવાની ય અનુકૂળતા મળી તો એ પણ પુણ્યથી. પછી એ વાંચતાં શું થાય છે ? અને વાંચ્યા પછી એનું સ્મરણ થયા કર્યું ત્યાં જીવ શું કરે છે ? ભારે કોટિનો રાગ, દ્વેષ, લોભ વગેરે અશુભ ભાવ સાથે મનની તન્મયતા જ કરે છે ને ? એટલે અશુભ ધ્યાન એ શું આપે ? અશુભ કર્મોના લોટ ! આ તો એક દાખલો છે. એવી બીજી અનુકૂળતાઓ મળે છે, એટલે એમાં પણ એ જ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનની પણ રમત ઉપર ભરચક અશુભ કર્મોની કમાઈ, જીવ જાણે ઉકરડાનો ઈજારદાર ! જીવનમાં જાણે ઈજારો રાખ્યો તે અશુભ - કર્મોરૂપી ઉકરડો ભેગો કર્યે જ રાખે છે ! અશુભ કર્મ એ ઉકરડો કેમ? (૧) ઉકરડામાં કશું સારું નહિ, એમ આ પાપકર્મ-સંચયમાં કશું સારું નહિ. (૨) ઉકરડો જમીન બગાડે, હવામાન બગાડે, આરોગ્ય બગાડે... વગેરે વગેરે. એમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલ અશુભ કર્મ ઉદયમાં આવીને શાતા-યશ-સૌભાગ્ય વગેરે કેટલું ય બગાડી નાખે છે ! માટે અશુભ કર્મનો ગંજ એ ઉકરડો. જીવે સતત એની આવક ધરખમ ચાલુ રાખી, એટલે જાણે એનો ઈજારો રાખ્યો ! (૩) ત્યારે ઉકરડાના ઈજારદારને આવક ઘણી અને જાવક થોડી. જુના ઉકરડા સડીને સુકાઈને ઓછા થતા જાય એ આવક અને શહેરમાંથી કચરા આવી આવીને એ વધતા જાય એ આવક. જવક થોડી, આવક ઘણી. એટલે એમ કહીએ છીએ કે “ઉકરડાના ઈજારદારને ઉકરડાની જવક થોડી, આવક બહુ.” એવું જીવને શું છે કે જાવક થોડી ? આ જ, કે અહીં મનુષ્યભવમાં મધ્યમ સ્થિતિ છે, નરક કે તિર્યંચગતિ જેવાં દુઃખ-ત્રાસ-રિબામણ નથી, એટલે કે એવા અને એટલા બધા પ્રમાણમાં અશુભ કર્મના ઉદય નથી, ઉદય નહિ એટલે કર્મો ભોગવાઈને ઓછા થવાનું નહિ, એટલે જાવક થોડી. ત્યારે આવક કેટલી બધી ? Page #69 -------------------------------------------------------------------------- ________________ – મી ધ્યાન અને જીવન દિવસ-રાત નાની-મોટી અનુકૂળતા-પ્રતિકુળતા ભોગવતાં અશુભ ભાવ અને અશુભ ધ્યાન પાર વિનાના ચાલુ ! એથી અશુભ કર્મની આવક ધરખમ ચાલુ ! ઉકરડાના ઈજારદારને જાવક થોડી અને આવક ઘણી. માનવભવમાં આત્માએ ધંધો શો રાખ્યો ? મોટો વેપારી ! પણ વેપાર ઉકરડાના ઈજારાનો ! સારા આદિશ આર્યકુળમાં જન્મ મળ્યો અને આત્માની વાતો મળી, પણ એને આત્માનો સળગતો વિચાર જ નથી, એટલે આત્મહિતના ઉદ્દેશથી અનુકૂળતા-પ્રતિકુળતા ભોગવતાં આવડતી નથી. તેથી સતત અશુભ રાગદ્વેષ ક્રોધાદિ કષાયોમાં અને દુર્ગાનમાં ડુખ્યા રહેવાનું થાય છે, એટલે જ લોટબંધ પાપકર્મોની ખરીદી થાય છે. પુણ્ય વેચી વેચી પાપ ખરીદ્ય જવાની જ મૂઢતા ! પુણ્ય તો મામુલી ઉદયમાં છે, પણ પાપની અઢળક લોટબંધ આવક ચાલુ છે. એનું નામ પાપાનુબંધી પુણ્યનો ભોગવટો. ત્યારે અહીં પ્રતિકુળતા આવે, અગવડ-આપત્તિ દુઃખ આવે, તો ય તે નારક-તિર્યંચોનાં દુઃખ આગળ શી વિસાતમાં ? કાંઈ જ નહિ. એ દુઃખ આગળ આપણાં દુઃખ-અગવડ-આપત્તિ અનંત-અસંખ્યાતમા ભાગે આવે. તો પછી એ દુઃખ લાવનારાં પાપકર્મ પણ પેલાનાં પાપકર્મોની અપેક્ષાએ કેવાં મામુલી ફાસરૂસિયાં ? હવે વિચારો કે માનવજીવનમાંના દુઃખ-આપત્તિ-અગવડ વેઠીને કેવાં કેટલાં પાપકર્મ ઓછાં થાય ? હા, ત્યાં ભાવ સારા રહેતા હોય, ધર્મધ્યાન ચાલતું હોય તો એના બળ ઉપર લખલૂંટ બીજાં પાપકર્મ રવાના થાય. પરંતુ એ તો આવડતું નથી. ભાવ બગાડતા આવડે છે, મન બગાડાય છે, એટલે મામૂલી દુઃખ-આપત્તિ વેઠીને રવાના થનાર પાપકર્મ બહુ ઓછાં. એનું નામ પ્રતિકુળતા-દુઃખ-આપત્તિમાં પાપકર્મની જાવક ઓછી. ત્યારે ભાવ બગાડીને મનને તીવ્ર દુધ્યાર્નમાં લગાડીને પાપકર્મોની આવક જંગી ! દુઃખ તરીકે ભોગવાય કદાચ અશાતા વેદનીય કર્મ, પણ ઉપર અશુભ ભાવરૂપી ગુનો કરવામાં એકઠાં થનારાં કર્મ જ્ઞાનાવરણીય આદિ સાતે કર્મ ! સારાંશ, દેવલોકની અપેક્ષાએ અહીં મળતા મામૂલી સુખ કે નરકની અપેક્ષાએ અહીં મળતા મામુલી દુઃખ ભોગવતા નથી આવડતું, તેથી પાપકર્મોની જાવક ઓછી અને આવક ઘણી ! તો પછી આપણે ઉકરડાના ઈજારદાર ને ? સંસારને ઓળખતા નથી એટલે સુખ-દુઃખ બંનેમાં ચિત્ત બગાડાય છે, ભાવ બગાડાય છે. નજર સામે સંસારનું ચિત્ર ખડું રહે તો અશુભ ભાવ લાવતા પહેલાં લાખ વિચાર પડે, આવી ગયો હોય તો ઝાઝો ટકવા ન દેતાં એને શુભ ભાવથી નિષ્ફળ કરાય. સંસારનું ચિત્ર બેહંદુ છે. * * * Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮. સંસાર શું છે ? સંસાર એટલે સંસરણ, સારી રીતે સરકવું એ સંસાર. સંસારમાં ક્યાં ક્યાં સરકવાનું? (૧) એક ભવમાંથી બીજા ભવમાં, (૨) એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર. (૩) એક પુદ્ગલ દ્રવ્ય પરથી બીજા પુદ્ગલ દ્રવ્ય પર. (૪) એક પ્રવૃત્તિ પરથી બીજી પ્રવૃત્તિ પર. (૫) સુખમાંથી દુઃખ પર, ને દુઃખમાંથી સુખ પર. (૬) એક ભાવમાંથી બીજા ભાવ ઉપર. હવે આ એકેકમાં આપણી કંગાળ સ્થિતિ જુઓ એટલે પછી એના પર ધૃણા ઊપજે, ને એવા કંગાળ બનાવનાર સંસાર ખાતર મનના ભાવ ને મનનું ધ્યાન બગાડતા અટકીએ. (૧) એક ભવમાંથી બીજા ભવમાં : પહેલું સંસરણ યાને સારી રીતે વારંવાર સરકવાનું, તે ભવોમાં ભટકવાનું છે. ચારે ગતિમાંથી એક ગતિ એવી નથી કે જેના ભવમાં જીવ કાયમી સ્થાન પામી શકે. “ઉપદેશમાળા” શાસ્ત્ર કહે છે કે જો લવ-સત્તમિયા દેવ યાને અનુત્તર વિમાનવાસી દેવ કે જેમને તેત્રીસ સાગરોપમ એટલે કે ત્રણસો ત્રીસ કોડાકોડી પલ્યોપમનું જંગી આયુષ્ય હોય છે, એમને પણ ત્યાંથી પડવું પડે છે, તો સંસારમાં બીજું કયું સ્થાન શાશ્વત હોઈ શકે ? ત્રણસો ત્રીસ કોડાકોડી પલ્યોપમ વર્ષ એટલે કેટલો કાળ, એ સમજો છો ? પહેલું તો એક પલ્યોપમ વર્ષ એટલે અસંખ્ય વર્ષ. એ “પત્ય'ની ઉપમાવાળા એટલે કે પ્યાલાની ઉપમાવાળા, અર્થાત્ એક જોજનના યાને ચાર ગાઉના લાંબા-પહોળા-ઊંડા કુવામાં જુગલિયો કે જેના વાળ બહુ પાતળા હોય છે, એના વાળના અસંખ્ય ટૂકડા કરી એવા ટૂકડા ઠાંસી ઠાંસીને ભરચક ભર્યા હોય. આમાં ય જોજો વાળ કેટલા સમાય ? ને એ દરેક વાળના ટુકડા અસંખ્ય છે. એ અસંખ્યની ગણતરી કરોડો, અબજો, પરાથી પણ નથી પામી શકાતી. પરાર્થોના પરાર્થો દીપ-સમુદ્રો કે જેમાં પહેલો એક લાખ જોજનનો, બીજો બે લાખનો, ત્રીજો ચાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન લાખનો, ચોથો આઠ લાખ જોજનનો, પાંચમો સોળ લાખ જેજનનો એમ પછી પછીનો દ્વીપ કે સમુદ્ર બમણો બમણો થતો જાય, ત્યારે પહેલા પરાર્ધનો છેલ્લો દ્વિીપ કે સમુદ્ર કેટલા લાખ ક્રોડ અબજ પરાધ જોજનનો થાય ? પછી ય આગળ આગળ દ્વિગુણ દ્વિગુણ ચાલુ. એવા પરાર્થોના પરાર્થો દ્વીપ સમુદ્રોને એક હજાર જોજન સુધી ઊંડે સરસવના દાણાથી ભર્યા હોય અને એ કુલ સરસવના દાણાની જે સંખ્યા થાય એટલેથી પણ “અસંખ્ય ની સંખ્યા ન કહેવાય. એથી ય કઈ કઈ ગુણા આગળ જવું પડે ! પછી અસંખ્યનો આંકડો થાય. આની ય ચોક્કસ ગણિત પ્રક્રિયા છે, એ વિસ્તૃત હોવાથી અહીં નહિ વિચારીએ. એવી “અસંખ્ય'ની સંખ્યા એકેક વાળના ટુકડાની ! એવા પારાવાર ટુકડાથી જોજનિયો કુવો ઠાંસીને ભરવાનો, તે એવો ઠાંસીને કે ચક્રવર્તીની છ— ક્રોડ પાયદળ અને ચોર્યાસી-ચોર્યાસી લાખ અશ્વદળ, રથદળ અને હસ્તિદળ એના પર થઈને ચાલી જાય છતાં એ દોરાપૂર દબે નહિ. એવા ઠાંસી ભરેલા કુવામાંથી સો-સો વર્ષે માત્ર એકેક એવો સૂક્ષ્મ ટુકડો કાઢવાનો. એમ કરતાં જ્યારે એ કુવો સંપૂર્ણ ખાલી થાય, એમાં કુલ કેટલા વર્ષો લાગે, એ એક પલ્યોપમનો કાળ કહેવાય. પૂર્વે કહ્યા મુજબ માત્ર એક વાળના જ અસંખ્ય ટુકડા કાઢતાં એ ટુકડાની સંખ્યા કરતાં સો ગણા અસંખ્ય વરસ લાગે. તો પછી સમગ્ર કુવાના વાળના ટુકડા કાઢતાં તો કેટલા ગુણા અસંખ્ય વરસ લાગે ? જોજનિયા કુવામાં ઠાંસીને પેક ભરેલા વાળની સંખ્યા જેટલા ગુણા અસંખ્ય વર્ષ !! આ તો એક પલ્યોપમ વર્ષનો કાળ ! એવા સો-બસો નહિ, હજાર-બે હજાર કે લાખ-બે લાખ નહિ, પણ સો લાખ પલ્યોપમે એક ક્રોડ પલ્યોપમ થાય. એવા ય ક્રોડ પલ્યોપમ એક બે વાર નહિ, પણ દસ કરોડવાર પસાર થાય ત્યારે એક સાગરોપમ વર્ષનો કાળ થાય. એવા તેત્રીસ સાગરોપમ વરસનું સાતમી નરકના જીવોનું આયુષ્ય ! પહેલી નરકમાં વધુમાં વધુ એક સાગરોપમનું આયુષ્ય, ત્યારે અહીં એથી તેત્રીસ ગુણું. ઘોર નરકના દુઃખોમાં આવા કાળ શું પસાર થાય ? કેટલી કલ્પનાતીત દીર્ઘ કાળની રૌરવ ત્રાસયાતના ? આને નજર સામે રખાય તો અહીંના ભારેમાં ભારે પણ કયા દુઃખમાં મનના ભાવ બગડે ? કેમકે અહીંના દુઃખ ભોગવતાં તો પાપ મામુલી ખપે છે, પણ રૌદ્ર તીવ-ઉગ્ર અશુભ ભાવથી તો પૂર્વે કહ્યા તેવા પલ્યોપમ સાગરોપમોનાં પાપ સર્જાય છે ! એમ દુનિયાની તુચ્છ ચીજ કે માન ખાતર પણ કરેલા ઉગ્ર અશુભ ભાવ એવાં નરકનાં ભાતાં ભેગાં કરી આપે છે ! અસ્તુ. દેવનો કરુણ પલ્ટો : આપણી વાત અનુત્તરવાસી દેવના આયુષ્યકાળ તેત્રીસ સાગરોપમ વરસની હતી. એટલો જંગી કાળ પણ એક દિ' સંપૂર્ણ ખૂટે છે ! અને એ દેવને ય નીચે Page #72 -------------------------------------------------------------------------- ________________ ની ધ્યાન અને જીવન (૯)ઊતરવું પડે છે ! ક્યાં ? માનવી સ્ત્રીની ગંધાતી કુક્ષીમાં ! કેવો એક ભવમાંથી બીજા ભવમાં કરુણ પલ્ટો ? ત્યારે વળી ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી અને પહેલા-બીજ વૈમાનિક દેવો તો કેટલાય મરી મરીને પંચેન્દ્રિય તિર્યંચ જનાવર પણ થાય અને કેટલાય તો વળી મરીને એકેન્દ્રિય તિર્યંચ પૃથ્વીકાય, અપ્લાય કે વનસ્પતિકાયનો ય ભવ પામે આ પરિવર્તન કેવું કરુણ ? જીવ દેવભવે દિવ્ય જ્ઞાનનો અવધિજ્ઞાનનો ધણી ! અને પછીના એકેન્દ્રિયભવે સાવ અજ્ઞાન અબુઝ માટી-પત્થર-પાણી-ઝાડ વગેરે ! ત્યાંથી મરીને ફરી ફરી એકેન્દ્રિય પણ થાય. ક્યારે બહાર નીકળે ? ભગવાન જાણે. જરૂર પડ્યે અસંખ્ય કે અનંત કોટાકોટી સાગરોપમો ય એકલા એકેન્દ્રિયપણાના ભવોમાં જય ! ત્યાંથી બહાર નીકળીને ચારે ગતિના ભવોમાં ભટકવાનું ! સંસાર ઓળખતાં અશુભ ધ્યાન અટકે : આમ સંસારમાં અનંતા પુદ્ગલ-પરાવર્ત કાળ વીતી ગયા ! નિરાધારપણે કર્મના પ્રેર્યા એક ભવમાંથી બીજા ભવમાં “સં' એટલે સારી રીતે, “સાર' એટલે સરક્યા જ કરવાનું ! એનું નામ સંસાર. જીવની કર્મવશ આ ભયંકર કંગાળ હાલત નજર સામે રહે ત્યાં, પછી એવાં કર્મના પ્રેરક હૈયાના અશુભ ભાવ કે મનથી ખરાબ ધ્યાન કરતાં કેટલો બધો વિચાર પડે? હૈયું ને મન શું કામ બગાડાય ? (૨) એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર સંસરણ એ સંસારઃ સંસારનો બીજો અર્થ કર્મના ઉદયોમાં સારી રીતે સરક્યા કરવાનું. જીવની આ પણ કેવી કંગાળ દશા છે ! હમણાં શાતાનો ઉદય ચાલતો હોય તો પછી વળી અશાતાના ઉદયમાં મૂકાવું પડે. એમ શ્રીમંતાઈના પુણ્યોદય પરથી ગાડી સરકી, ને ગરબાઈના પાપોદય પર જવું પડે. એમ લાભાંતરાય તૂટે તો લાભ તો પામે. પણ ત્યાં વળી કદાચ ભોગાંતરાય કર્મ ઉદયમાં આવે, ને લાભ ભોગવી ન શકે ! હમણાં જ્ઞાનાવરણનો ઉદય થોડો દબાવ્યો હોય અને ત્યાં દર્શનાવરણનો વિશેષ ઉદય જાગે, તેથી આંખ કાચી પડે. એમ હમણાં સુંદર યશનામકર્મનો ઉદય ચાલતો હોય અને એકાએક અપયશ નામકર્મ ઉદયમાં આવી જાય ! સીતાજીને શું થયું? પતિ રામચંદ્રજીની સાથે પોતાની ખુશીથી સીતા વનવાસે ગયેલા. તેથી એ સાચી પતિવ્રતા સ્ત્રી તરીકે જશ પામ્યા હતા. પણ પછી અયોધ્યામાં આવ્યું સામ્રજ્ઞી બન્યા બાદ અપયશ નામકર્મના ઉદય પર ફેંકાયા, તો બહાર ગવાયા કે “આ તો વૈભવી રૂપાળા રાવણને ત્યાં રહી આવેલા તે સતી શાના હોય ? “સંસાર” એટલે કર્મોના વિચિત્ર અને પરસ્પર વિરોધી એવા પણ ઉદયમાં સરક્યા કરવાનું. હમણાં દિવ્ય કાયા, ને પછી ભૂંડની કાયા. સનકુમાર ચક્રી Page #73 -------------------------------------------------------------------------- ________________ - ન ધ્યાન અને જીવન - હમણાં અનુપમ સુંદર, પણ પછી સોળ રોગભરી દુર્દશામાં ! પુણ્યોદયે એકવાર માન મળતું હોય પણ પછી પાપોદય જાગતાં ખાસડાં પડે. કર્મના ઉદય પલ્ટાતાં ચમરબંધીના ય અભિમાન નભે નહિ. આવી પોતાની કંગાળ દશા નજર સામે રહે, તો મનના ભાવ અને ધ્યાન શું કામ બગાડાય ? (૩) સંસાર એક પુદ્ગલ દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર સંસરણ: ત્રીજા પ્રકારનું સંસરણ પુદ્ગલ દ્રવ્યો પર સરક્યા કરવાનું. દા.ત. એક ભોજનના થાળ પર જ જુઓને, જીવની જુદી જુદી વાનગી પર કેવી ફેંકાફેંક થાય છે ! હમણાં હાથ રોટલીના ટુકડા પર, તો પછી દાળ પર, બચકું મોંમાં મૂક્યું કે તરત એક શાક પર, પછી વળી બીજા શાક પર, તો પછી વળી ચટણી પર, અથાણા, ગળપણ પર... ચાલ્યું. જેમ રમતિયાળ છોકરા ફૂટબોલ રમતા હોય ત્યાં ફૂટબોલની કઈ દશા ? હમણાં એ બોલ એકની પાસે ગયો કે એની લાતે ફેંકાય બીજા પાસે, એની લાતે વળી ત્રીજા પાસે, ચાલી છોકરાઓ વચ્ચે ફૂટબોલની ફેંકાફેંક ! એમ ભાણામાંની વાનગીઓ પણ જીવને બીજી બીજી પાસે ધકેલ્યા કરે, તે જીવની એ વાનગીઓની વચ્ચે ફૂટબોલની જેમ ફેંકાફેંક ! આ તો માત્ર ભોજનના દ્રવ્યોમાં એકથી બીજા પર સંસરણ સરક્યા કરવાની વાત થઈ. પણ આખા દિવસની રીતભાત જુઓ તો પૌગલિક એક ચીજ પરથી બીજી ચીજ પર સરકવાનું કેટલું બધું ચાલે છે ? મુક્ત થયેલા મોક્ષના જીવોને છે કશું આવું? ના, કેમકે એમણે સર્વ કર્મોનો નાશ કરી પોતાની સર્વ પ્રકારની કર્મથી થતી નાલેશીનો અંત આણ્યો છે. ત્યારે આપણે સંસારી કર્મબદ્ધ આત્મા, પુદ્ગલમાં આપણી આ ફેંકાફેંકની કંગાળ કરુણ દશા જો નજર સામે રહે, તો ક્યાં મન બગાડીએ ? સુખ કે દુઃખમાં સગવડ કે આપત્તિ-અગવડમાં જાતે જ ભાવ બગાડવાની મૂર્ખાઈ થાય ? (૪) એક પ્રવૃત્તિ પરથી બીજી પર સંસરણ: સંસારમાં સરક્યા કરવાનું કાયિક-વાચિક-માનસિક પ્રવૃત્તિઓમાં પણ છે. હમણાં વિચારવાની પ્રવૃત્તિ કરી, તો પછી બોલવાની પ્રવૃત્તિ પર ગયા. એમાંથી વળી કાયાની કોઈ પ્રવૃત્તિની ઉપર સરક્યા. આ દરેકમાં ય અનેક પ્રકાર ! હમણાં એક જાતના વિચારની પ્રવૃત્તિ હતી, તે ક્ષણમાં બીજી જાતના વિચારની પ્રવૃત્તિ પર ઉપડ્યા ! એમાંથી ત્રીજી જાત પર. એમ હમણાં રોફ કે ગુસ્સાની અમુક ભાષા બોલતા હતા, તો પછી સામેથી લમણામાં લાગે એવો પ્રતિકાર મળતાં, તરત નમ્રતા-કોમળતાની ભાષા પ્રવૃત્તિ પર સરક્યા ! કેમ ? તો કે ભૂલા પડ્યા માટે વાણિયા વાણિયા ફેરવી તોળ.' ત્યારે કાયાની અશુભ પ્રવૃત્તિઓ તો કેટલીય ભાતભાતની થાય છે, એમાં એકમાંથી બીજી પર સરક્યા કરવાનું ધૂમ ચાલુ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧ અરે એક આંખ કેટકેટલાં ડાફોળિયાં મારે છે ? હાથ કેટકેટલા હાલે છે ? પછી મૂઢતાથી માન્યા કરીએ કે ‘આવી પ્રવૃત્તિઓમાં ફર્યા કરવાથી સુખ-આનંદ મળે છે.' પરંતુ એ તો શેના જેવું છે ? કે જેમ રૂપાળી પત્નીનો ગુલામ પતિ પત્નીના ઓર્ડર પર ઓર્ડર ઉપર છુટવા પર પ્રવૃત્તિઓ કરી કરીને સુખ માને એના જેવું છે. ડાહ્યાની નજરે એ નર્યો વગર પગારનો ગુલામ-મજુર કહેવાય. એમ અહીં કર્મની અને મોહની અસર હેઠળ ઈન્દ્રિય-રાણીઓના ગુલામની જેમ નાચ્યા કરવાનું થાય છે. આવી કારમી ગુલામી નજર સામે રહી જાતની નાલેશી દેખાય, તો એવી ભામટી ઈંદ્રિયોના વિષયની અગવડ-સગવડમાં ભાવ શા બગાડાય ? (૫) સુખ-દુ:ખ વચ્ચે સંસરણ : સંસારમાં જીવનું સુખથી દુ:ખ પર ને દુ:ખ પરથી સુખ પર સરકવાનું ચાલુ છે. એમ હરખમાંથી ઉદ્વેગ પર અને ઉદ્વેગમાંથી હરખ પર સરકવાનું ચાલુ છે. આનું નામ સંસરણ, અર્થાત્ સંસાર. આ પણ કર્મ અને મોહની ગુલામી હેઠળ ચાલે છે. એક જ દિવસના પણ સુખ-દુ:ખ, હરખ-ખેદ વચ્ચેના કેટલાં સંસરણ થયાં, એ ય જો તપાસો, આંકડો કાઢો, તો ચમકી ઊઠશો ! દા.ત. એક દિવસનાં સુખ-દુઃખ ઃ સવારે ટાઈમસર ઊઠ્યા એટલે સુખ, પણ નહાવાનું પાણી તૈયાર નથી એટલે દુઃખ. એ મળ્યું, નાહ્યા એટલે સુખ, પણ કપડાં બરાબર ધોયેલાં ન મળ્યા એટલે દુઃખ. ત્યાં ચા-નાસ્તો સારાં મળ્યાં એટલે સુખ, પણ દુકાને જવાનું મોડું થયું એટલે દુ:ખ. પરંતુ દુકાને બેસતાં જ સારો ઘરાક મળ્યો ત્યાં આનંદ, પણ પછી ક્લાક સુધી બીજો ઘરાક ન આવતાં દુ:ખ !... વિચારો, રાતે સુવા જાઓ ત્યાં સુધીમાં આવાં કેટલાં સુખ-દુઃખ ૫૨ ભટક્યા કરવાનું ? અને ચાહ્ય સુખ હો કે દુ:ખ, એમાં નકરા આર્તધ્યાન સિવાય બીજું કાંઈ છે ? જીવનમાં મોટાં દુઃખ ઃ આ તો એક જ દિવસની વાત થઈ. પણ જીવનમાં ય ક્યારેક ક્યારેક કેવા મોટા સુખ પરથી મોટા દુઃખ પર જવું પડે છે ? એજ સીતાજી રામ સાથે વનવાસ વેઠી આવ્યા પછી મહેલમાં સામ્રાજ્ઞી બનીને બેઠા હતા, લગભગ પુખ્ત ગર્ભવતી હતા, એટલે કેટલો વિશેષ આનંદ હશે ? પણ રામ વડે લોકવચનથી જંગલમાં તજાઈ દેવામાં આવ્યા ત્યારે કેટલા દુઃખમાં મુકાઈ ગયા ? સાથે એક દાસી કે રખેવાળ સિપાઈ પણ નહિ ! પાસે જંગલી પશુથી બચવા કોઈ શસ્ત્ર કે વાહન પણ ન મળે ! ભાતાની નાની પોટકી ય નહિ. ગર્ભ પુખ્ત જેવો. છતાં કોઈ દાયાણી કે ગાદી ય નહિ ! પાણીનો લોટો ય ન મળે ! કેવાં સુખ પરથી કેવાં દુ:ખ પર ધકેલાયા ? પણ ત્યાં એક રાજા આવી ગયો, એમને ધર્મની બેન ગણી લઈ ગયો. Page #75 -------------------------------------------------------------------------- ________________ - ન ધ્યાન અને જીવન | મહેલમાં બધી સગવડ સાથે રાખ્યા અને બે પુત્ર લવણ-અંકુશનો ખેમકુશળ જન્મ થયો, તો કેવું સુખ પર પ્રયાણ થયું? નળ-દમયંતીએ સુખ-દુઃખ વચ્ચે કેવાં ઝોલાં ખાધાં ? શ્રીપાળકમાર કેવા ઘડી સુખમાં ને ઘડી દુઃખમાં મુકાયા ? હરિશ્ચંદ્ર-તારામતીને કેવાં ઊંચા રાજવી સુખ પરથી એકને મસાણનો રખેવાળ અને બીજીને પાણી ભરનારી ગુલામડી તરીકેના દુઃખ પર જવું પડ્યું? આજનાં તમારા જીવનમાં તપાસો તો ક્યારેક કેવી સુખની લાગણી ? તો ક્યારેક કેવી મહાદુઃખની પોક? આજના વિચિત્ર સરકારી તંત્ર, વિચિત્ર બજારોની સ્થિતિ, અવનવી પરદેશોની હિલચાલ વગેરેમાં ચાર દિ' સુખ, તો પાંચમે દિ' દુઃખ ! પરાધીનપણે અનિચ્છાએ પણ સુખમાંથી દુઃખમાં થતાં સરકણ, સરકવાનું - એ જો નજર સામે રહે તો સંસાર કેવો બેહુદો લાગે ? પછી એની ઘટનાઓમાં મન શું બગાડવાનું થાય? દુર્બાન શા સારુ થાય? (૫) “સંસાર” એટલે એક ભાવમાંથી બીજા ભાવ પર સરકવાનું ત્યારે સંસારમાં ભાવો પર કેવું સરક્યા કરવાનું થાય છે એ વિચારો. હમણાં ક્રોધના ભાવમાં, તો એમાં પાછા પડતાં નરમ થેંશ જેવા દીનતાના ભાવમાં ! હમણાં બૈરી-છોકરા પર રાગના ભાવ પર ચડ્યા, તો ઘડીક પછી એના એવા કોઈ બોલ કે કોઈ ચાલ જોઈને એના જ પર દ્વેષ-ક્રોધના ભાવ પર સરક્યા જ ! હમણાં સારા ધર્મના ભાવથી મંદિરે ચાલ્યા, પણ ત્યાં રસ્તામાં દલાલ કે ઘરાક મળતાં ઉપડ્યા વેપારના પાપ-ભાવ પર ! એમ હમણાં ઘરાક સારો માલ લેવાની આશા બતાવી, ત્યાં ચડ્યા લોભના ભાવ પર, પણ પછી એ નામંજુર કરતાં ઝટ ઊતર્યા માંડવાળના નિરાશાના ભાવ પર ! સારું જમતાં ચડ્યા ટેસના ખુશીના ભાવ પર, પણ પછી પેટ દુઃખતાં હાયવોયના કે પસ્તાવાના ભાવ પર ઊતર્યા હેઠે ! અથવા ખાવાની ચીજો વિષે ઓછી વધુ ખુશી-નાખુશીના ભાવ પર પલ્ટા. આમ ભાવોના પલ્ટા તો કેટલાય ચાલ્યા જ કરે છે. એક ભાવ પર સ્થિર નહિ. હૈયે લાગણીઓના તરંગો સમુદ્રમાં મોજાંની જેમ નવા નવા ઊડ્યા કરે છે અને જુના અલોપ થઈ જાય છે. પલ્ટાતા સંયોગો, નિમિત્તો અને પરિસ્થિતિ એ ભાવો-લાગણીઓ-સંવેદનાઓમાં જીવોને ઘુમાવે છે. સંસારમાં જીવની કંગાળ દશા ઓળખો: સંસાર નામ જ એનું છે કે ભવ-કર્મોદય-પુદ્ગલ-પ્રવૃત્તિ સુખ-દુઃખ અને ભાવોમાં જીવને સરકાવ્યા જ કરે ! ભમાવ્યા જ કરે ! ત્યાં જીવની કંગાળ ગુલામી દશા છે, જાણે એનું કોઈ મૂલ્ય જ નહિ ! મહત્ત્વ જ નહિ ! આવી ગુલામી દશાનું પહેલાં તો ભાન જ નહોતું, પણ અહીં જો હવે એ દશા સમજવા મળી અને Page #76 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૬૩ દેખાયું કે આ દશાને કાબુમાં નાબુદ કરી સ્થિર ‘મુક્ત' અવસ્થા પ્રગટ કરવાનો અહીં અમૂલ્ય દુર્લભ અવસર મળ્યો છે, તો પછી એ કરવા માટે પ્રયત્ન કરવામાં બાકી રખાય ? ત્યારે એવા પ્રયત્નમાં પહેલું આ નિશ્ચિત કરવાનું છે કે - ‘જો માત્ર ભાવ અને ધ્યાનને બગાડવા પર અશુભ કર્મબંધ તથા સંસાર વૃદ્ધિ થાય છે, તો શા માટે અશુભ ભાવ અને અશુભ ધ્યાનમાં પડવું ? ગમે તેવા સુખ કે દુ:ખના સંયોગ આવે, પણ મારે દિલના ભાવ અને મનનું ધ્યાન શુભ જ રાખવાનું.' ભાવ-ધ્યાન શુભ રાખવાનો નિશ્ચય એ પહેલું કર્તવ્ય. શુભ ભાવો આ ઃ વૈરાગ્ય, ઉપશમ, ક્ષમા, નમ્રતા, જીવો પ્રત્યે મૈત્રી-કરુણા-ગુણાનુરાગ, જડ પ્રત્યે ઉદાસીનતા, નફરત, પરલોકભય, દેવ-ગુરુ પર પ્રીતિ-ભક્તિ, જિનવચન-શ્રદ્ધા, દુષ્કૃતનો પશ્ચાત્તાપ, સુકૃતનુમોદન, પાપધૃણા... વગેરે વગેરે. અશુભ ભાવો આ : રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, વૈર, મદ, માનાકાંક્ષા, માયા, મમત્વ હિંસાદિપાપ-પ્રીતિ, નિર્દયતા, ઈર્ષ્યા, પરની આપત્તિમાં રાજીપો, દેવ-ગુરુ-ધર્મ પર અભાવ, ઉત્સૂત્ર-ઉન્માર્ગની બુદ્ધિ... વગેરે વગેરે. અશુભ ધ્યાન અટકાવવા શું કરવું ? : (૧) દિલને અશુભ ભાવોથી બચાવી લેવાય, (૨) શુભ ભાવનો ખુબ અભ્યાસ રખાય, (૩) સારા સારા વિચારો કરતા રહેવાય, (૪) મહાપુરુષોના ઉત્તમ જીવન-પ્રસંગો અને એમણે રાખેલા શુભ ભાવોને વારંવાર યાદ કરતા રહેવાય, (૫) જિનેશ્વર ભગવંતની આજ્ઞાઓનું પુનઃ પુનઃ સ્મરણ કરાય, (૬) તત્ત્વદૃષ્ટિ રખાય, તો અશુભ ધ્યાનને અટકાવી શકાય. જીવનમાં પ્રસંગો અને સંયોગો તો આવ્યા જ કરવાના છે. એમાં તે તે સમયે શુભ ભાવ કેવા કેવા રાખી શકાય એના Page #77 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન તરફ મનની ચોંટ જોઈએ. પ્રસંગ એકનો એક, પણ એના પર શુભ ભાવે ય કરી શકાય અને જે આવડત ન હોય, જે પરવા ચિંતા નહિ, તો અશુભ ભાવ ઝગમગવાનો. દા.ત. આજે મોંઘવારી ભારે છે, એના પર ચિત્ત જતાં હાયવોય, સરકાર-બજાર વગેરે ઉપર દ્વેષ, પૈસા પર અતિશય રાગ ઈત્યાદિ અશુભ ભાવો જાગે છે. એને રોકવા માટે તત્ત્વષ્ટિએ વિચારાય કેઃ (૧) “મોંઘવારી પાછળ મુખ્ય તો મારાં પાપનો ઉદય જ કામ કરે છે, માટે બીજા પર દ્વેષ કે હાયવોય શા માટે કરું ?' (૨) “આમ તો રંગરાગ ભોગ ઉપર કાપ ન મૂકત, તે આ મોંઘવારીમાં સહેલું બન્યું છે, ત્યાગની તક મળી છે. ચીજ મોંધી તેથી ત્યાગધર્મ સસ્તો બન્યો, ચીજ સસ્તી હોત તો ત્યાગધર્મ મોંઘો બની જાત.” (૩) “વળી હાયવોય કે દ્વેષ કરવાથી વળતું તો કાંઈ નથી, પછી દિલ શા માટે બગાડવું?' ચીજ-વસ્તુના ભાવ વધ્યા એ મારા હાથની વસ્તુ નથી, પણ મારા દિલના ભાવને ન બગડવા દેવા, ભાવ સારા રાખવા, એ મારા હાથની વાત છે. (૪) “વળી ચીજવસ્તુની મોંઘવારીને રડું છું, પણ આજે ધર્મ મોંઘો થઈ ગયો, સત્ય-નીતિ-ક્ષમાદિ શુભ ભાવ મોંઘા થયા છે, એનાં નુકસાન જોતાં આ મોંઘવારી શી રોવી ?' એમ આપત્તિમાં ૧. પાપોદય, ૨. ત્યાગની તક, ૩. મનોભાવ હસ્તગત, ને ૪. ખરું દુઃખ ધર્મહીનતાનું, આટલું વિચારી શુભ ભાવ ઊલસતો રાખવો જોઈએ. સીતાજીએ કેવી રીતે ભાવ ન બગાડ્યા? સીતાજીને રામ સાથે વનવાસ જવાનો પ્રસંગ આવ્યો, દિલ ન બગાડ્યું, હાયવોય ન કર્યો, જોયું – (૧) પતિવ્રતા સ્ત્રીને પતિની સાથે સહવાસ એ જ સાચો મહેલવાસ છે.' વળી (૨) હું રામને પરણી છું, મહેલ-વૈભવ-વિલાસને નહિ. તો જેની સાથે હૈયાનો મુખ્ય સંબંધ એને જ વળગી રહેવાનું. એ સલામત તો સબ સલામત. (૩) જેમ પગાર-બોનસ લેતાં આવડે છે, તો મજુરી કરતાં ય આવડવું જોઈએ, એમ કર્મનો માલ ખાતાં આવડે છે, તો કર્મની પીડા વેઠતાં ય આવડવું જોઈએ. (૪) આપણે કાંઈ એકલા સુખના જ અધિકારી નથી, કેમકે આપણે એકલા પુણ્યના જ સ્ટોકવાળા નથી. આત્મખજાને પાપના ય ગંજ ભર્યા છે. એથી દુઃખ આવે તો જાતને એકલા સુખની જ અધિકારી કેમ મનાય? Page #78 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પ (૫) જે કાળે દુઃખ આવ્યું એ કાળે પાપનો ઉદય નિશ્ચિત અને અનિવાર્ય માની, એને પ્રસન્નચિત્તે વધાવી લેવું, એ શાહજોગ દેવાની ચુકવણી છે. (૬) વળી વનવાસને આપત્તિને દુઃખનું કારણ સમજવા કરતાં, પાપકર્મ ભોગવાઈ જઈ એને ક્ષય પમાડવાનું નિમિત્ત સમજવું. દુઃખ આવ્યે કચરો સાફ થાય છે. કચરો જાય એમાં નારાજી શા માટે ? મહાસુખના અવસરે તત્ત્વદેષ્ટિ : સીતાજીને છેલ્લે જ્યાં દિવ્ય કર્યા પછી જબરદસ્ત માન સન્માન સાથે મહેલવાસ કરવાનો, તેમજ વિનયી પુત્રોની સેવા લેવાનો અને ભવ્ય રીતે ઠરી ઠામ બેસવાનો અવસર આવ્યો, ત્યાં આનંદની દૃષ્ટિ ન થઈ, પણ તત્ત્વદૃષ્ટિ આવી કે ‘આ પણ કર્મનું પ્રલોભન છે. કર્મે ત્રણ ત્રણ વાર તો મને ઠગી છે. (૧) કર્મે રામ જેવા પતિ તો આપ્યા, પણ વનવાસમાં તગેડી ! (૨) ત્યાં ય પતિની છાયા મળ્યાથી હાશ રાખી, પણ કર્મે રાવણ પાસે ઉપડાવી ! (૩) ત્યાંથી વળી છૂટી અયોધ્યામાં આવી, રાજમહેલમાં માનભેર રહેવાનું મળ્યું, કિંતુ કર્મે પાછી અચાનક વગડામાં ત્યજાવી. આવી કર્મની વારંવાર ઠગાઈઓ જોઈ છે, તો હવે પાછી ફરી ઠગાવા ક્યાં જાઉં ? હવે તો એને ઊખેડવા ચારિત્ર જ લઉં.' લીધું ચારિત્ર. દૃષ્ટિની જ ખૂબી. તાત્ત્વિક દૃષ્ટિ રખાય તો એના એજ પ્રસંગમાં શુભ ભાવયુક્ત શુભ ધ્યાન સુલભ બને. પ્રસંગો ક્યાં ઓછા આવે છે ? આખા દિવસનો કાર્યક્રમ પ્રસંગોથી ભરપૂર રહે છે ને ? સારી-નરસી ચીજવસ્તુના ગમના-ગમન પણ પ્રસંગ જ છે ને ? ત્યાં કોઈને કોઈ ભાવ તો જાગતા રહેવાના. તત્ત્વદૃષ્ટિ હોય તો ભાવ સારા કરાય, સારા રખાય, મિથ્યા મતિની દૃષ્ટિ હોય તો ભાવ અશુભ થવાના. પૂછો, તત્ત્વદૃષ્ટિ કેવી રીતે રાખવી ? જીવનની સાચી માપણી પર. જીવનને જ વસ્તુઓની સગવડ-અગવડના કાટલે નહિ માપવું કે ‘આટલી સગવડ મળી તો ચાલો સુખના દહાડા કે સુખની ઘડી', ને અવગડમાં મૂકાયા તો ‘અરે ! દુઃખના દિવસો કે દુઃખની ઘડી આવી !' જીવનને જડના કાટલે માપવામાં મિથ્યામતિ કામ કરી જાય છે અને એ હૈયાના કેટલાય ભાવ બગાડી નાખે છે. સગવડ ઉપર અને સગવડ દેનારા ઉપર રાગ ઊછળે છે, ને ન દેનારા અળખામણા લાગે છે. એમ અગવડ ને અગવડના દેનાર પર દ્વેષ જાગે છે. આ રાગદ્વેષની પછી તો બીજા કેટલાય અશુભ ભાવો દા.ત. મદ, માયા, કપટ, ઈર્ષ્યા, દીનતા વગેરે જાગી પડે છે, એ બધું જીવનને જડની અનુકુળતા-પ્રતિકુળતાના કાટલે માપી સુખ-દુઃખની ટકાવારી કરવામાં ઊભું થાય છે. તેથી, 6 Page #79 -------------------------------------------------------------------------- ________________ 55 ત્રણ કાટલે જીવનને માપો : ધ્યાન અને જીવન જીવનને (૧) પુણ્ય-પાપના કાટલે માપવા જેવું છે, (૨) શુભાશુભ ભાવના કાટલે માપવા જેવું છે, (૩) પરલોક સુધરવા-બગડવાના કાટલે માપવા જેવું (૧) જીવનને પુણ્-પાપ ૫૨ માપવામાં મનને એમ રહે કે શું સારો પુણ્યકમાઈનો અવસર છે ! છેવટે શુભ ભાવનામાત્રથી ય પુણ્યકમાઈ કરી શકું, તો આ જીવનસમય સારો. અશુભોદય વેઠવાનો આવ્યો હોય તો ય તે પાપક્ચરો સાફ કરવાનો અવસર હોઈ સારો જ જીવનસમય ગણું. ધર્મ ગુમાવવાનું થાય છે તો એ જીવનસમય વેડફાયો માનું, દુ:ખમય માનું.' જીવનની આ માપણી પુણ્ય-પાપ પર કરી. ધર્મ દ્વારા પુણ્યની કમાઈ ચાલુ છે ને ? યા આપત્તિ ભોગવવા દ્વારા પાપક્ષય ચાલુ છે ને ? તો એ જીવનસમય સારો પસાર થયો માનવાનો. પણ જો એકલા પૂર્વપુણ્યના ભોગવટાનો સમય ચાલ્યો છે, કોઈ નવી પુણ્યકમાઈનો નહિ, તો તે નરસો ગણું. એય દુઃખ-આપત્તિમાં માત્ર રોદણાં જ છે, ભાવ સારા રાખવાનું છે નહિ, તો એ નરસો જીવનસમય. (૨) એમ, શુભાશુભ ભાવ પર માપણી આ, કે બહારના સંયોગો ગમે તેવા છલબલતા વૈભવ-માન-સન્માનના હો કે ગરીબી-આપત્તિ-રોગાદિના હો પરંતુ જો હૃદયના ભાવ શુભ ચાલે છે તો એ ધન્ય જીવનસમય ! ને જો ભાવ અશુભ ચાલ્યા તો એ નરસો સમય. (૩) એમ ત્રીજી માપણી આ, કે જીવનનો જે સમય પસાર થઈ રહ્યો છે તે પરલોક સુધારવામાં થઈ રહ્યો છે કે બગાડવામાં ? એ હિસાબે જ એને સારો-નરસો લેખીએ એ પરલોકના કાટલે જીવનને માપ્યું ગણાય. દુષ્કૃત, દુર્ભાવના, અનુચિત બોલ, અશુભ ભાવો વગેરે પરલોકને બગાડનારા છે. જો એ ચાલુ છે, પછી ભલે દુન્યવી સુખલીલા ચાલતી હોય, તો એ પરલોકને બગાડનાર હોઈ, એ જીવનસમય દુઃખનો ગણાય. એથી ઉલટું બાહ્ય દુઃખ છતાં જો સુકૃત, સત્કૃત્ય, શુભ ભાવના, સુયોગ્ય બોલ વગેરે ચાલુ છે, તો એ વસ્તુ પરલોક સુધારનાર હોઈ, એ જીવનસમય ખરેખર સુંદર ગણાય. બસ, જીવનને આ પુણ્ય-પાપ આદિના કાટલે જ માપવાનું રખાય તો તત્ત્વદૃષ્ટિ આવી જાય અને જીવનના પ્રસંગે પ્રસંગ એનાથી નિહાળાય. એમ તત્ત્વદૃષ્ટિથી નિહાળતાં શુભ ભાવ અને શુભ ધ્યાન સુલભ બનવાનાં. જીવન સાથે ધ્યાનનો કેટલો સંબંધ છે એના પર સામાન્ય રૂપે વિચાર્યું. હવે ધ્યાનના દરેક પ્રકારને સમજી જીવન સાથે એનો સંબંધ જોઈએ. *** Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯. ચિત્તની અવસ્થાઓ ‘ધ્યાનશતક' શાસ્ત્રના કર્તા: ધ્યાનશતક' શાસ્ત્રના કર્તા ઃ આપણે ત્યાં, ‘પૂર્વ' નામના સાગરસમ આગમ શાસ્ત્રના જાણકાર પ્રકાંડ વિદ્વાન અને સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ થઈ ગયા. એમણે એકલા ‘કરેમિભંતે' સૂત્ર યાને સામાયિક સૂત્ર પર મોટું ભાષ્ય રચ્યું છે, જે વિશેષાવશ્યક ભાષ્ય તરીકે પ્રસિદ્ધ છે. એમાં પાંચ જ્ઞાનનો બહુ વિસ્તૃત અધિકાર છે. પછી નયવાદ, ગણધરવાદ, નિહ્નવવાદ વગેરે વિસ્તારથી ચર્ચ્યા છે. એ જ મહર્ષિએ ધ્યાનના વિષય ઉપર ‘ધ્યાનશતક’ નામનું પ્રકરણ રચ્યું છે. એમાં ધ્યાનનું સ્વરૂપ શુભાશુભ ધ્યાનના ચાર પ્રકાર, એ દરેક પ્રકારના ચાર-ચાર પ્રકાર મુદ્દા લઈ લઈને સારી રીતે સમજાવ્યા છે. ધ્યાનશતક.શાસ્ત્રની ઉપયોગિતા ઃ આનો આપણે બરાબર અભ્યાસ કરીએ તો રોજિંદા જીવનમાં ડગલે ને પગલે આપણે કેવા કેવા અશુભ ધ્યાનમાં સપડાઈએ છીએ, એનાં લક્ષણ ક્યાં, એ કેમ ઉદ્ભવે છે, એનું ફળ શું ઈત્યાદિ ખ્યાલમાં આવે છે. આ જો ખ્યાલ હોય તો જ આપણે ભડકવાનું થાય કે ‘અરે ! હું આટઆટલા અશુભ ધ્યાનમાં સબડું છું ? તે ય હાલતાં ને ચાલતાં ? એનાં દુઃખદ મહાદુ:ખ ફળ મારે ભોગવવાં પડવાનાં ?' આવી ભડક થાય, તો પછી એને ટાળવા કેવાં શુભ ધ્યાન ઉપયોગી બને એની જિજ્ઞાસા જાગે અને એ પણ આ શાસ્ત્રમાંથી જાણવા મળે છે. એવાં શુભ ધ્યાનનો બાર પોઈન્ટથી બાર મુદ્દાથી આમાં વિચાર કરાયો છે. એ અદ્ભુત વિચાર છે. આપણે એને ગ્રંથના ક્રમે જોઈએ. ધ્યાન એ મનની એક અવસ્થા છે. મનની બે જાતની અવસ્થા, (૧) ચલ યાને અસ્થિર (૨) સ્થિર. અહીં પૂછો, પ્ર. - મનની શૂન્ય અવસ્થા કેમ ન લીધી ? ઉ. - એટલા માટે ન લીધી કે જેને મનની એવી શૂન્ય અવસ્થા સમજીએ છીએ એમાં ય મન કામ કરતું છે. મન શી ચીજ છે એ સમજો એટલે આ સ્પષ્ટ થઈ જશે. પહેલાં એ જુઓ કે, Page #81 -------------------------------------------------------------------------- ________________ Fe ધ્યાન અને જીવન વાણી શી વસ્તુ છે ? આકાશમાં કાચા માલ તરીકે ભાષા વર્ગણાના પુદ્ગલ (અણુજથા, અણુ) રહેલા છે. જીવ પોતાના વીર્યથી કાયયોગ યાને કાયિક પ્રવૃત્તિ કરી એને ગ્રહણ કરી, પછી આત્મવીર્યથી વાગ્યોગ યાને વાચિક પ્રવૃત્તિ દ્વારા એને શબ્દરૂપે પરિણમાવી છોડે છે. એ છોડવું એટલે જ બોલવું. એ જ વાણી. ભલે આપણને ખબર ન પડે કે આ બધી પ્રક્રિયા ક્યારે થઈ ? પરંતુ જેમ આપણે કોળિયો મોંમાં મૂક્યો અને ગળા નીચે ઉતાર્યો, પછી એના પર શી શી ક્રિયા થાય છે એની આપણને ખબર નથી પડતી, છતાં એ પ્રક્રિયા અંદર ચાલુ તો છે જ. એ એના રસ, ખળ વગેરે પરિણામ ઉપરથી નિશ્ચિત થાય છે કે આ રસ-ખળ આદિ તૈયાર માલ એ ખાધેલા અન્ન પર થયેલી પ્રક્રિયાનું પરિણામ છે, એમ અહીં આપણે મૌન હતા પછી કાંઈક બોલ્યા, એ તૈયાર વાણી કોઈક પ્રક્રિયાનું પરિણામ છે, કોઈક સામગ્રી અને ક્રિયાનું ફળ છે. ત્યારે બોલાતા શબ્દ એ પુદ્ગલ છે, Matter છે, એ આજે રેડિયો, ટેલિફોન, ફોનોગ્રાફની ચૂડી પડઘો, કાન પર ધાક વગેરે પરથી સિદ્ધ છે. બસ, એ શબ્દ પુદ્ગલનો મૂલ માલ, આત્મવીર્ય અને સશક્ત કાયા એ સામગ્રી તથા વીર્ય સ્ફુરણ, કાયપ્રવૃત્તિ એ ક્રિયા. એથી બન્યો શબ્દ. પછી વચનયોગના આત્મવીર્યનું સ્ફુરણ થવાથી થતી પ્રવૃત્તિ રૂપ ક્રિયા આવે એટલે વાણી રૂપ પરિણામ આવીને ઊભું રહે. બસ, આ રીતે મન માટે સમજવાનું છે. જેમ ‘બોલવું' યાને વાણી એ પુદ્ગલના સહારે એક પ્રવૃત્તિ છે, એમ ‘વિચારવું' યાને મન એ પણ પુદ્ગલના આધારે એક પ્રવૃત્તિ જ છે. ફરક એટલો કે વાણી માટે ભાષા વર્ગણા નામના પુદ્ગલનો કાચો માલ કામ લાગે, તેમ મન માટે માનસવર્ગણા રૂપ પુદ્ગલ એ કાચા માલ તરીકે ઉપયોગી થાય. આત્મવીર્યના સ્ફુરણે કાયયોગથી માનસ પુદ્ગલોનું ગ્રહણ થાય અને પછી વીર્ય સ્ફુરણથી મનોયોગ દ્વારા એને મનરૂપે પરિણમાવી છોડવામાં આવે એ જ વિચાર્યું - ચિંતવ્યું કહેવાય. ધ્યાનમાં રહે કે જેમ આપણે બોલવું જ છે, તો જ ભાષા પુદ્ગલોને શબ્દમાં પરિણમાવવાનું હોય, તેમ આપણે વિચારવું જ છે તો જ માનસ વર્ગણાને મનરૂપમાં પરિણમાવવાનું હોય. જો મૌન જ રાખવું છે, કશું બોલવું જ નથી તો શબ્દ બનાવવાનો શા સારુ ? એમ કશું વિચારવું જ નથી તો મન બનાવવાનું શાનું હોય ? અને ત્યાં જો મન જ નહિ, તો મનની શૂન્ય અવસ્થા શી ? મનની શૂન્ય અવસ્થા એટલે તો એજ કહેવું છે ને કે મનમાં કોઈ લેશમાત્ર પણ વિચાર જ નહિ ? પરંતુ જો વિચાર જ નથી તો મન શું ? ત્યાં મનને જનમવાનું જ શાનું હોય ? ન જ હોય. શૂન્યાવસ્થા મન જેવી કોઈ ચીજની ન કહેવાય, શૂન્યાવસ્થા મનની એટલે આત્માની હજી કહેવાય, કે જ્યાં કોઈ વિચાર નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ ની ધ્યાન અને જીવન - બાકી મનની અવસ્થા બે જાતની - એક ચલ અને બીજી સ્થિર. શૂન્ય અવસ્થાવાળું મન નહિ, પછી કોઈ એમ માને કે હું પાંચ-દસ-પંદર મિનિટ મનને શૂન્ય રાખવાનો અભ્યાસ કરું છું, તો એ ભ્રમ છે. ત્યાં માત્ર દુન્યવી વસ્તુનો વિચાર અટકાવવાનો પ્રયત્ન છે. પરંતુ એ એવી વસ્તુ વિચારથી રહિત સ્થિતિ જેવા-ચિંતવવાનો પ્રયત્ન છે, એટલે એય એક જાતનો વિચાર જ છે, પછી મને શૂન્ય ક્યાં બન્યું ? આવા પ્રયત્નમાં પડવાના બદલે જ્ઞાનીઓએ આપેલા રાહે જ ચાલવું લાભદાયી થાય. એ રાહે ચાલવાનું આ, કે મનની શુભ ચલ અને સ્થિર અવસ્થાનો પ્રયત્ન રાખ્યા કરવો. પ્ર. – મનની ચલ અવસ્થા કઈ? ઉ. - ચલ અસ્થિર મનની અવસ્થા ત્રણ પ્રકારે હોય છે. (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિત્ત. સ્થિર મનની અવસ્થા એ ધ્યાન કહેવાય. (૧) “ભાવના એટલે જેનાથી આત્મા ભાવિત થાય એવી મનની અવસ્થા. આનાથી ધ્યાનની ભૂમિકા સર્જાય છે. દા.ત. “જ્ઞાન ભાવના એટલે કે વિનય બહુમાન વગેરે સાથે સમ્યગુ જ્ઞાનનો અભ્યાસ, જ્ઞાનની ધારણા, તત્ત્વદોહન આદિ મન દઈને આચરવામાં આવે તો એમાં રહેલા શુભ ભાવથી મન આત્મા એવો રંગાય છે, એવો ભાવિત બને છે કે પછી સ્થિર ધ્યાન માટે એ યોગ્ય બને છે. જે આનાથી ભાવિત ન હોય, તો પછી વિષયભાવિત મન વિષયોમાં ખેંચાઈ જવાથી ધ્યાનમાં એ સ્થિર ન રહી શકે. આ જ્ઞાનાભ્યાસ આદિમાં જે મનની ભાવિત થવાની ક્રિયા ચાલી એ ભાવના કહેવાય. એનાથી શુભ ધ્યાન માટેની યોગ્યતા ઊભી થાય છે, સામર્થ્ય ઊભું થાય છે. એથી ઊલટું, જો મિથ્યા જ્ઞાનના અભ્યાસ વગેરેમાં મન કામ કરતું રહે તો એથી પણ ધ્યાનની ભૂમિકા ઊભી થાય, પરંતુ તે અશુભ ધ્યાનની ભૂમિકા સર્જાય. વળી દર્શનભાવના' એટલે કે સમ્યગુ દર્શનની ભાવના કરે, એટલે કે જિનવચન પર ક્યારેય શંકા ન કરવી, મિથ્યા ધર્મની કાંક્ષા-આકર્ષણ થવા દેવું નહિ... વગેરે શંકા-કાંક્ષાદિ દોષ ટાળે અને શમ સંવેગ વગેરે તેમજ દેવ-ગુરુભક્તિ, ધર્મપ્રભાવના, ધૈર્ય... વગેરેમાં મન લગાડે, એનાથી આત્મા એવો ભાવિત થતો જાય કે પછી એ શુભધ્યાનને યોગ્ય બને. એમ ચારિત્રભાવનામાં મનને સમિતિ-ગુપ્તિમાં લગાડવાનું આવે. એમ વૈરાગ્યભાવના' એટલે કે જગતના સ્વભાવનું ચિંતન, નિર્મમતા, નિસંગતા વગેરેમાં મનને લગાડીને આત્માને એનાથી ભાવિત કરે, રંગાયેલો કરે, ત્યાં એ જગસ્વભાવ-નિરીક્ષણ આદિમાં રહેલી મનની અવસ્થાને વૈરાગ્ય ભાવના કહેવાય. આનાથી ભાવિત થયેલો આત્મા શુભ ધ્યાન માટે યોગ્ય થાય, સમર્થ થાય. Page #83 -------------------------------------------------------------------------- ________________ 0 તે ધ્યાન અને જીવન | આગળ આ જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્ય ભાવનાનો વિચાર ધર્મધ્યાનની ભૂમિકા રૂપે આવવાનો છે, ત્યાં વિસ્તારથી વિચારાશે. અહીં તો માત્ર, “ભાવના' શી છે, એ બતાવવા દિગ્દર્શન કર્યું, એ પરથી સમજાયું હશે કે “ભાવના” એટલે કોરી વિચારણા કરવાની નથી, પરંતુ જ્ઞાન દર્શન આદિની તે તે પ્રવૃત્તિ કરી મનને એની સાથે ઓતપ્રોત કરીને ચાલવાનું છે. એવું એ આત્માને પણ ભાવિત યાને રંગાયેલો કરતું જાય, એ ભાવના છે. એનાથી ચિત્તને ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ બને છે. અલ્પ પણ સાધનામાં ભાવના : તમે સંસારમાં હો અને ચોવીસે કલાક આ પ્રવૃત્તિ ન કરી શકો, છતાં જેટલી કરો એ બધીની સાથે સાથે ભાવનાભર્યા મનની પણ એમાં કામગીરી ચાલુ હોય એ ભાવના છે અને એ સુંદર ધ્યાનની ભૂમિકા સરજતી જાય છે. સવાલ આટલો કે મન એમાં રંગાતું રહે એવું લાગવું જોઈએ. નાગકેતુએ બાળપણે એટલે કે જન્મ પછી તરત જેવામાં જ અક્રમ કરેલો, તે આ “ભાવના' તત્ત્વની સાથે પછી પણ મોટા થયે શ્રાવકપણાના આચાર-અનુષ્ઠાન આચરતા તે આ જ રીતે. એમાં એકવાર ભગવાનની પુષ્પપૂજા પણ આ “ભાવના સાથે કરી રહ્યા હતા, જીવનમાં રોજ ચોવીસે કલાક નહિ પરંતુ જ્યારે જ્યારે સાધનામાં રહેલા ત્યારે ત્યારે આ “ભાવના સાથે રહેલા. એનું ફળ કેવું આવીને ઊભું રહ્યું કે ધ્યાનની જબરદસ્ત ભૂમિકા ઊભી થઈ ગઈ અને એ પુષ્પપૂજા કરતાં કરતાં પુષ્પ કરડિયામાંથી નાના સર્પનો દંશ થયો, ઝણઝણાટી થઈ, કે તરત ભાવનામાંથી ધ્યાનમાં ચડી ગયા ! તે ય ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાનમાં ! અને ત્યાં ને ત્યાં એ જ વખતે મોહનીયકર્મ અને પછી બીજા ત્રણ ઘાતી કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવળજ્ઞાન પામ્યા ! વીતરાગ સર્વજ્ઞ બન્યા ! વીતરાગને ભજનારો વીતરાગ ન બને ? બને, જરૂર બને, પરંતુ “વીતરાગ પર દિલ ઓવારી જાય, વીતરાગતા પર દિલ ઓવારી જાય અને એમણે ફરમાવેલી સાધના જ્ઞાનભાવના રૂપ, દર્શનભાવના ચારિત્રભાવના કે વૈરાગ્ય ભાવના રૂપ આચરાય. “ભાવના' તત્ત્વથી મઘમઘતી સાધના આરાધાય, તો એમાં પછી સહેલાઈથી ધ્યાન લાગે અને વીતરાગતાએ પહોંચાય. જીવ સંસારમાં એકાંતે રચ્યો-પો રહેવાથી રાગદ્વેષાદિ ભરપૂર અને સતત ચાલ્યા કરે છે, તેથી ચિત્ત ભારે ચંચળ રહે છે. એના એ સળંગ રાગાદિમાં ગાબડાં પડે, તો ચંચળતા ઓછી થાય અને આ ગાબડાં પાડનાર જ્ઞાનાદિભાવના છે. એ આત્માને જ્ઞાનાદિથી ભાવિત કરે છે, તેથી જ રાગાદિમાં અલના ઊભી થાય છે. એટલે જ ધ્યાન માટે જરૂરી સ્થિરતા સુલભ બને છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ‘ભાવના’ એટલે મનની એવી કામગીરી કે જે રાગાદિ ઘટાડી આત્માને જ્ઞાનાદિથી ભાવિત કરે. આ ભાવનાની વાત થઈ. (૨) અનુપ્રેક્ષા એટલે એ ચલ મનની એવી પ્રવૃત્તિ છે કે જેમાં મન ધ્યાનની ‘અનુ’ યાને પછી પ્રેક્ષામાં જોડાય છે, અર્થાત્ અનિત્ય-અશરણ વગેરેના ચિંતનમાં ચડે છે. ‘સંસારમાં બાહ્ય આભ્યન્તર સર્વ સંયોગ અનિત્ય છે', એના પર ચિંતન એ અનુપ્રેક્ષા. એમ ‘જન્મ-જરા-મૃત્યુ-રોગ-અકસ્મા-અને કર્મને પનારે પડેલ જીવને આ જગતમાં કોઈનું શરણ નથી' એના ૫૨ ચિંતન એ પણ અનુપ્રેક્ષા. એવી બાર અનુપ્રેક્ષાઓ છે. ધ્યાન તૂટે ત્યારે મન તરત આ અનુપ્રેક્ષામાં જોડાવું જોઈએ. મન બીજા ત્રીજા વિચારમાં જાય નહિ. અનિત્યાદિ બાર પદાર્થના કોઈ ચિંતનમાં લાગી જાય. તે ય પાછું સ્ફૂર્તિ-સ્થિરતા વધતાં થોડીવારમાં ચિત્ત ધ્યાનમાં ચડી જાય. ૭૧ (૩) ચિત્ત એટલે એ ચલ મનની ત્રીજા પ્રકારની અવસ્થા છે. પૂર્વે કહ્યું તે ભાવના કે અનુપ્રેક્ષા રૂપ મનની પ્રવૃત્તિ નહિ, પરંતુ બીજા-ત્રીજા વિચારોમાં મન ૨મી રહ્યું હોય. તો એ મનની અવસ્થાને ‘ચિત્ત' કહે છે. અમથા બેઠા મન અહીં તહીં ભટકતું હોય, યા ગામગપાટા ચાલતા હોય, કુથલી-વિકથા-વાતો થતી હોય, ત્યાં આવા વિચારો આવું મન પ્રવર્તે છે. ગમે તે એક વિચાર પરથી બીજા ૫૨, ને બીજા પરથી ત્રીજા ઉપર... નવરા બેઠા પણ મન આવી દોડાદોડ કરે છે. અરે ! પ્રભુના નામનો જાપ લઈ બેસતાં કે બીજી ધર્મક્રિયા વખતે પણ રદ્દી વિચારો આવી જવાની તો ઘણાઓની ફરિયાદ રહે છે. આમાં નથી ભાવના, કે નથી અનુપ્રેક્ષા, કિન્તુ ગમે તે વિચારો-વિકલ્પોમાં મનની ભટકવાની અવસ્થા છે. એ અવસ્થાને ‘ચિત્ત’ કહેવામાં આવે છે. ** * ૧૦. શુભાશુભ ચાર ધ્યાન આમ ભાવના, અનુપ્રેક્ષા અને ચિત્ત એ ત્રણે ય ચલ મનની અવસ્થાઓ છે. ત્યારે સ્થિર મનની અવસ્થા એ ધ્યાન છે. ધ્યાન એટલે મનનું સ્થિર અધ્યવસાન. ‘અધ્યવસાન’ એટલે મનનું એકાગ્રતાનું અવલંબન. મન એકાગ્રપણે કોઈ જડ કે ચેતન પદાર્થ, યા એના ભાવ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધ્યાન અને જીવન ૫૨ ચોટે, ભલે એક જ ક્ષણ, એ ધ્યાન કહેવાય. મન વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત જ એક વિષય પર રહી શકે. મુહુર્તનો હિસાબ આ પ્રમાણે છે ૭ પ્રાણ = સ્તોક । ૭ સ્ટોક લવ | ૭૭ લવ - મુહૂર્ત. એટલે ૩૭૭૭ પ્રાણનું એક મુહુર્ત થાય. એમાં અતિ સૂક્ષ્મ એક સમય ઓછો એ અંતર્મુહુર્ત કાળ કહેવાય. આમ જોઈએ તો બે ઘડી યાને અડતાલીસ મિનિટનું એક મુહુર્ત થાય. એમાં સહેજ ઓછું એ અંતર્મુહુર્ત સુધી જ ચાલી શકે. પછી એ તૂટે જ. એટલે એક સાથે મનની સ્થિરતા એટલી જ, પછી ચલ અવસ્થા થાય. એમાંથી ય પાછી ધ્યાન-અવસ્થા આવી શકે. ત્યાં જો અનુપ્રેક્ષાની ચલ અવસ્થા અતિ અલ્પ સમય આવીને પછી સ્થિર ધ્યાનાવસ્થા શરુ થઈ જાય, એ વળી અંતર્મુહુર્ત રહી પછીથી સહેજ ચલ અવસ્થા બની ફરીથી ધ્યાન ચાલે,... તો આ ધ્યાનધારા કહેવાય. આ તો શુભ ધ્યાનની વાત થઈ. પરંતુ સામાન્યથી ધ્યાન બે પ્રકારે - શુભ અને અશુભ, એ દરેક બબ્બે પ્રકારે, એમ કુલ આ ચાર પ્રકાર (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (ધર્મધ્યાન) (૪) શુક્લધ્યાન આમાં પહેલાં બે અશુભ છે, છેલ્લાં બે શુભ. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ મોક્ષનાં કારણ છે, ને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન એ સંસારના કારણ છે. બીજે ઠેકાણે આ પ્રમાણે આવે છે - અણ તિરકખગ, રુદ્દજઝાર્યા ગમ્મઈ નયં ધર્મગ્ર દેવાર્ય સિદ્ધિગઈ સુજઝાણુંણું || અર્થાત્ (૧) આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે (૨) રૌદ્રધ્યાનથી નરકે જવાય. (૩) ધર્મધ્યાનથી દેવલોક, અને (૪) શુક્લધ્યાનથી મોક્ષ મળે, - Page #86 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૭ આના હિસાબે પ્રશ્ન થાય કે ધર્મધ્યાનથી મોક્ષ કેવી રીતે? એનો ઉત્તર એ છે કે ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ છે, કેમકે એમાંથી શુક્લધ્યાન જન્મે છે અને એથી મોક્ષ થાય છે. આ બહુ ધ્યાનમાં રાખવા લાયક બાબત કહી. તિર્યંચ ગતિમાં લઈ જનાર આર્તધ્યાન છે. નરકમાં લઈ જનાર રૌદ્રધ્યાન છે. સ્વર્ગમાં લઈ જનાર ધર્મધ્યાન છે અને મોક્ષ પમાડનાર શુક્લધ્યાન છે. અહીં એક પ્રશ્ન થાય, પ્ર. - પરલોકનો ભવ આપનાર તો આયુષ્યકર્મ છે. ચાર ગતિમાંની જે ગતિનું આયુષ્ય બંધાયું હોય ત્યાં અવતાર મળે છે. પણ આ આયુષ્ય તો અહીં અમુક અંતર્મુહુર્તમાં એક જ વખતે બંધાય છે, તે સિવાયના જીવનભરના સમયમાં આર્ત-રૌદ્ર ધ્યાન થયા કરે એનું ફળ શું ? ઉ. - તે તે ધ્યાનને તે તે ગતિનાં કારણ કહ્યાં એનો અર્થ ધ્યાનથી માત્ર આયુષ્ય નહિ, કિન્તુ તે તે ગતિને યોગ્ય કર્મો પણ બંધાય. આયુષ્યકર્મ તો ક્યારેક એક જ વાર બંધાય છે, બાકી તો સમયે સમયે જ્ઞાનાવરણ આદિ સાતે કર્મ બંધાવાનું ચાલુ છે. એટલે હવે વિચારવા જેવું છે કે જીવ જો વારંવાર આર્તધ્યાનમાં પડ્યા કરતો હોય તો તિર્યંચ ગતિને યોગ્ય કર્મોના જથા સમયે સમયે કેવા અને કેટકેટલા સંગૃહીત કર્યા કરે? માટે આર્તરોદ્ર ધ્યાનથી બહુ બચવા જેવું છે. ધ્યાન એ તો રોકડિયો સોદો છે. જેનું ધ્યાન કરો એવાં કર્મ તરત ચોંટ્યા જ સમજો. એમાં ક્ષણનો ય ઉધારો નથી. ધ્યાન અને કર્મબંધને સીધો સંબંધ, વચમાં કોઈની દરમિયાનગીરી નહિ. કોઈની અપેક્ષા નહિ. અગ્નિમાં હાથ ઘાલ્યો કે બળે. એમ શુભાશુભ ધ્યાન કરો કે શુભાશુભ કર્મ બંધાય. માટે જ પાપકર્મનો સંચય ન જોઈતો હોય તો આર્ત અને રૌદ્ર ધ્યાન અટકાવવું જ જોઈએ, ઊઠવા જ ન દેવું જોઈએ. ચાર ધ્યાનના અર્થ : “આર્તધ્યાનમાં “આર્ત' શબ્દ છે, એ “ઋત” શબ્દ પરથી બન્યો છે, “ઋત' એટલે દુઃખ દુઃખના નિમિત્તે થતો ક્લિષ્ટ અધ્યવસાય, રાગદ્વેષના સંક્લેશવાળો મનોભાવ, એના પર જનમતું ધ્યાન તે આર્તધ્યાન. મનની રાગદ્વેષની પીડા-અર્તિમાંથી ઉદ્ભવે એ આર્તધ્યાન. દા.ત. કપડાના મેલ પર નજર ગઈ અને આ મેલ ક્યારે જાય ?' એવું એના મન પર ચોંટ્ય, એ આર્તધ્યાન થયું કહેવાય કારણ મનને કેમ ચિંતા થઈ ? મેલ ઉપર દ્વેષનો સંક્લેશ જાગ્યો તેથી. એમ કપડાની ચકચકતી ઊજળામણ માટે થયું “આ ટકે તો સારું, કપડું એવું સાચવું કે મેલું જ ન થાય.” આ ધ્યાન શેમાંથી જાગ્યું ? ઊજળામણના રાગની પીડામાંથી. માટે કહો રાગ કે દ્વેષની પીડામાંથી જનમતું ધ્યાન એ આર્તધ્યાન. Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૪માં ધ્યાન અને જીવન (૨) રૌદ્રધ્યાન એટલે રુદ્રતા-ક્રૂરતાથી જનમતું, ક્રૂરતા કઠોરતામાંથી વ્યાપ્ત ધ્યાન. દા.ત. ક્રૂર હૃદયથી કોઈ હિંસા, જુઠ, ચોરી કે ધન આદિનાં સંરક્ષણ પર મનનું લક્ષ ચોંટી જાય એ રોદ્રધ્યાન થયું. આર્તધ્યાન કરતાં આ વધુ ઉગ્ર છે, ભયંકર છે, અતિ તામસી ભાવવાળું છે. (૩) ધર્મધ્યાન” ને “ધર્મધ્યાન' કહે છે. ધર્મ એટલે ધર્મમાંથી ઉદ્ભવતું. ધર્મ બે પ્રકારે છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ. એમાંથી જે નિર્મળ ધ્યાન જન્મે એ ધર્મધ્યાન ધર્મધ્યાન કહેવાય. દા.ત. જિનાગમ ભણે છે, યાદ કરે છે, એમાંથી એ ધ્યાન જાગ્યું કે “અહો ! કેવી અલૌકિક જિનવાણી ! કેવાં તર્કસિદ્ધ જિનવચન !” તો આ ધર્મધ્યાન થયું. એવી રીતે ચારિત્રનું નિર્મળ પાલન કરે છે, એથી એ ધ્યાન લાગ્યું “આમાં કેટલી બધી સ્વસ્થતા ! ત્યારે અવિરતિમાં રાગદ્વેષની કેવી વિટંબણા, અવસ્થતા !' તો આ ધર્મધ્યાન થયું કહેવાય. (૪) “શુક્લધ્યાન” માં “શુક્લ' શબ્દનો અર્થ (૧) આઠ પ્રકારના કર્મમળનું શોધન કરે છે, અથવા (૨) શોકને ક્લમે કિલામણા કરે, શોકનો નાશ કરે તે. એવું ધ્યાન એ શુક્લધ્યાન. આ બહુ ઊંચી કોટિનું ધ્યાન છે. એ વીતરાગ સર્વજ્ઞ બનવા પૂર્વે આવે છે. એને આવવાની ભૂમિકા ધર્મધ્યાન ઊભી કરે છે. ધર્મધ્યાનના ખૂબ અભ્યાસથી મનના બાહ્ય વિકલ્પો ઓછા થઈ જાય છે, તેમજ બાહ્યનું આકર્ષણ મહત્ત્વ પણ ઘટી જાય છે. તેથી મનમાં સ્થિરતા વધતી આવે છે. પછી મનોબળથી એક એવી સ્થિરતા ઊભી થાય છે કે જેથી એ કોઈ સૂક્ષ્મ પદાર્થ પર એવું ચોંટી પડે કે ત્યાં પછી “હું ધ્યાતા અને આ ધ્યાન કરૂં છું' એવો ધ્યાતા-ધ્યાનનો ભેદ ભુલાઈ જાય છે. એવી રાગદ્વેષથી મુક્ત લીનતાવાળું ધ્યાન લાગે એ શુક્લધ્યાન. એટલે એવી સ્થિતિ તરફ પહોંચવા માટે ધર્મધ્યાનનો ખૂબ અભ્યાસ જોઈએ. ધર્મધ્યાન પણ કાંઈ કોરા ચિંતન રૂપ નથી, કિન્તુ સાથે સાથે ઊંચી વિરક્ત દશા છે, બાહ્ય પ્રત્યેની અલિપ્તતા-નિઃસંગતા તરફ ઝોક છે. મનને બાહ્ય પદાર્થોનું યાવત્ પોતાની કાયાનું આકર્ષણ ઘટે અને કાયાનું ય મહત્ત્વ ન લાગે એ બહુ જરૂરનું છે. કેમકે છેવટે ક્યાં જવું છે ? વીતરાગદશામાં. એટલું સમજી રાખજો કે સર્વજ્ઞતા એ વીતરાગ બન્યા વિના નથી આવતી. સંપૂર્ણ વીતરાગતા આવે પછી જ સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય અને સંપૂર્ણ જ્ઞાન કેવળજ્ઞાન” પ્રગટ થાય. દસમા ગુણસ્થાનકના અંતે વીતરાગ બનાય છે અને પછી જ બારમા ગુણસ્થાનકના છેડે સમસ્ત જ્ઞાનાવરણકર્મ નષ્ટ થતાં કેવળજ્ઞાન આવે છે. આ સૂચવે છે કે સાચું જ્ઞાન પ્રગટવા માટે ઓછાવત્તા પ્રમાણમાં રાગદ્વેષને ધક્કો લાગવો જોઈએ. “જ્ઞાન મેળવો, જ્ઞાન મેળવો” ની બૂમ મારવામાં આવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ | ધ્યાન અને જીવન પણ સાથે “રાગદ્વેષ ઓછા કરો, રાગદ્વેષ ઓછા કરો'ની બૂમ ક્યાં મરાય છે ? ખરી રીતે પહેલી બૂમ તો આ મારવા જેવી છે જો રાગદ્વેષને થોડો પણ ધક્કો ન લગાડ્યો અને જ્ઞાન ઘણું ય મેળવ્યું, તો એ જ્ઞાન આત્મતારક નહિ બને. રાગદ્વેષની આંધી ચડી હોય, ત્યાં સુધી સાચો જ્ઞાનપ્રકાશ આવે નહિ. પ્ર. - પણ રાગદ્વેષની ખરાબી સમજવા ય પહેલાં જ્ઞાન તો જોઈએ ને? ઉ. - જરૂર જોઈએ. પણ એ કહો કે પહેલે પગથિયે જ્ઞાન શાનું જોઈએ ? આત્માનું. પોતાના આત્માનું ભાન થાય પછી જ બીજા તત્ત્વોનું ભાન થાય, ને રાગદ્વેષની ખરાબીઓનો ખ્યાલ આવે. એટલા માટે કહ્યું, આત્મા જ્ઞાનભવં દુઃખ-માત્મજ્ઞાન હન્યતૈ !' અર્થાત્ દુઃખમાત્ર પોતાનો આત્મા ભુલાયાથી ઊભું થયું છે અને તે નષ્ટ પણ ત્યારે થાય કે જ્યારે આત્મજ્ઞાન થાય, સ્વાત્માનો ખ્યાલ આવે. આનું કારણ એ, કે જ્યાં આત્માનું જ ભાન નહિ, ત્યાં એના રોગ-વિકારોનો પણ ખ્યાલ શાનો હોય ? રાગદ્વેષ, વિષયલગની, હર્ષ-શોક વગેરે એ આત્માના રોગ છે, વિકાર છે. એનાથી જ પ્રત્યક્ષમાં મન દુઃખી બને છે અને કર્મબંધન વધી વધી ભવિષ્યમાં જીવ દુઃખી થાય છે. ઉંડાણથી તપાસી જોશો તો દેખાશે કે “દુઃખ કેમ આવ્યું ? કે કેમ લાગ્યું ? તો કે મૂળમાં ક્યાંક રાગ કે દ્વેષ હતો તેથી” આ તો સાક્ષાત્ દુઃખવિકારિતાની વાત. ત્યારે ભાવી દુઃખકારિતા તો નજરે દેખાય છે કે રાગદ્વેષના કારણે જ સંસારમાં ભટકતા છીએ. આમ રાગદ્વેષને લીધે દુઃખ-પીડા-રિબામણ ઊભી થાય છે, તેથી જેમ તાવ વગેરેને લીધે પીડા થાય, તેથી એ રોગ કહેવાય છે, શરીરનો શરીરની ધાતુઓનો એ વિકાર છે, એવી રીતે રાગદ્વેષાદિ એ પીડાકારક હોઈ આત્માના રોગ છે, વિકાર છે. મૂળ ખરેખરા રોગ જ એ રાગાદિ છે. હવે આત્માનું જ ભાન નહિ, એટલે પછી એના રોગનું વિકારનું ભાન જ ક્યાંથી હોય ? હજી કદાચ દ્વેષ ખરાબ લાગશે, પણ રાગ તો ખરાબ લાગતો જ નથી ! “અમે ન્યાયથી પૈસા કમાયા, પછી એ પૈસા પર પ્રેમ તો રહે જ ને ?” એવું મનને થાય છે. એમ ખાનપાન સગા સ્નેહી પર રાગ રહેવામાં કશું ખોટું કર્યાનું લાગતું નથી. પછી “રાગ એ સૌથી મોટો, સૌધી જલ્લાદ અને સૌથી પહેલો રોગ છે, વિકાર છે', એ લાગવાનું ક્યાંથી બને ? કેમ આમ ? કહો, મૂળમાં આ કાયાની અંદર કેદ પૂરાયેલા પોતાના આત્માનું જ ભાન નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ (૬નું ધ્યાન અને જીવન | આત્મજ્ઞાન કેવું હોય? આત્માનો ખ્યાલ હોત - “જનમ જનમ નવી નવી કાયામાં મારા આત્માને કેદ પૂરાવું પડે છે અને સારાં-બૂરાં કર્મના ફળ ભોગવવા પડે છે, પૂર્વજન્મનાં સ્મરણવાળાઓ એ સાબિત કરી રહ્યા છે. એટલે હું તો એક જનમનો નહિ, પણ જનમ-જનમનો સનાતન શાશ્વત આત્મા છું', આવું જો આત્મભાન હોત, તો મનને એમ થાત કે “તો પછી મારે એક જનમની ચીજો પર ફોગટ રાગ કરવાની શી જરૂર ? આ એક જનમમાં ય કાયમી ન રહેનારી અથવા આ જનમના અંતે તો અવશ્ય વિખરાનારી વસ્તુ ખાતર નાહક રાગદ્વેષ શા માટે કરવા?' એમ રાગદ્વેષને ધક્કો લાગત, તો તેથી દુઃખમાં ઘટાડો થાત પરંતુ આત્માનું જ પહેલે પાયે ભાન નહિ, પછી રાગદ્વેષ રોગરૂપે લાગવાની, વિકાર રૂપ લાગવાની વાત ક્યાં ? શાસ્ત્રથી જાણ્યું તો ખરું કે “આત્મા જેવી સ્વતંત્ર વસ્તુ છે, પરંતુ રાગદ્વેષ જો છૂટથી ને હોંશથી કરવા જોઈએ છે, તો અંતરમાં આત્માનો પ્રકાશ થયો શાનો કહેવાય ? જ્ઞાન આવ્યું શાનું ગણાય? પ્રકાશ યાને જ્ઞાન તે જ વાસ્તવિક ગણાય કે જ્યાં મૂળભૂત રોગરૂપ રાગદ્વેષને ઓછો વત્તો ધક્કો લાગે. એ વિનાનું જ્ઞાન એ પ્રકાશ રૂપ નથી, અંધકાર જ છે, અજ્ઞાનરૂપ છે. માટે જ્ઞાન મેળવવાની સાથે રાગદ્વેષને ધક્કો લગાડવાની જરૂર છે. જેવું જ્ઞાન એવું ધ્યાન, સારું શુભ ધ્યાન એ, કે જેમાં રાગદ્વેષનું જોર ઓછું હોય, બાહ્ય વસ્તુને મહત્ત્વ ન અપાય, એનું આકર્ષણ ન હોય. એ મહત્ત્વ ન આપે તો જ એના નિમિત્તે રાગ-દ્વેષ ઊછળતા રહે નહિ. એટલે ધ્યાનમાં મનનું એક વિષય પર સ્થિર કેન્દ્રીકરણ ખરું, ચોંટ ખરી, પરંતુ સાથે રાગદ્વેષ કાબુમાં જોઈએ, એના પર નિયંત્રણ જરૂરી. એકલું “ૐ અહ નું ધ્યાન અધુરું છે: આ પરથી સમજાશે કે એકલું “ઉૐ” કે “અહં'નું ધ્યાન લઈ બેસે, તેથી કામ ન સીઝે. રાગદ્વેષ પર ઘસારો પડવો જોઈએ અને તે ઘસારો રાગદ્વેષની પ્રતિપક્ષી ભાવનાથી થાય. એ વસ્તુ ધર્મધ્યાનમાં મળી આવે છે. માટે જ, અષ્ટક શાસ્ત્રની ટીકામાં આ જ વસ્તુ સ્પષ્ટ કરી છે. એમાં કહ્યું છે કે ધર્મધ્યાનના એક પ્રકાર “અપાય-વિચય', એમાં રાગદ્વેષના અનર્થનું ચિંતન કરાય છે, એનાથી રાગ-દ્વેષાદિના સંસ્કારો ઘસાતા જાય છે, ત્યારે એકલા “અહીંના ધ્યાનમાં તો એ પૂરું કર્યા પછી સુષુપ્ત રાગાદિના સંસ્કાર જાગતા થઈ જાય છે. “અહ” ના ધ્યાનથી “અહ” ના સંસ્કાર પડે અને અરિહંત પ્રત્યે ભાવ વધે એટલું જ, પરંતુ ઈદ્રિય-વિષયોનો રાગ-આકર્ષણ કેવી રીતે ઘટે ? રાગના સંસ્કાર કેમ ઘટે? Page #90 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન એ ઘટાડવા માટે તો રાગની વિરોધી ભાવના કર્યા કરવી જોઈએ. પાતંજલ યોગદર્શન પણ કહે છે કે “પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિ સંસ્કારોનો હ્રાસ થાય.” જૈનદર્શન તો એ કહે છે જ, એટલે તો અનિત્ય-અશરણ વગેરે બાર ભાવનામાં એક “આશ્રવ-ભાવના” મૂકી છે અને ચાર પ્રકારના ધર્મધ્યાનમાં એક “અપાયરિચય ધ્યાન” ગણાવ્યું છે. આશ્રવ-ભાવનામાં એ ભાવવાનું છે કે “અહો ! આ ઈન્દ્રિયો, આ રાગ-દ્વેષ-લોભાદિ કષાયો મિથ્યાત્વ - અવ્રત (અવિરતિ) વગેરે કેવા કેવા ભયાનક આશ્રવ છે કે એથી કેટકેટલા ય કર્મ આત્મામાં શ્રવી આવે છે, વહી આવે છે !...' આમ પછી એકેક આશ્રવને લઈ એનાથી બંધાતા વિવિધ કર્મ અને એનાં દુઃખદ ફળ વિચારાય, એના દાખલા-દેષ્ટાન્ત વિચારાય, એથી આશ્રવો પ્રત્યે નફરત છૂટે, દિલ દુઃખિત થાય, એટલે આમાં રાગાદિ આશ્રવોના સંસ્કાર ઘસાતા આવે, રાગાદિની મમતા રાગાદિની પકડ મોળી પડે. અપાયરિચયમાં એજ રાગાદિ-આશ્રવોથી નીપજતા અનર્થ પર ધ્યાન લગાવવાનું હોય છે. આશ્રવ-ભાવનામાં ચિંતન તો આશ્રવા અંગેનું જ, પરંતુ ચિત્ત એના એક વિષય પરથી બીજા વિષય પર, બીજાથી ત્રીજા પર, એમ ચિંતન ફરતું ચાલ્યા કરે. ત્યારે ધ્યાનમાં તો એકાગ્ર ચિંતન હોય, આશ્રવના એક વિષયની ઉપર ચિત્ત ચોંટી જાય, તન્મય વિચાર બને. અહીં રાગાદિના એક અનર્થ પર તન્મય ચિત્ત ચોંટ્યું, એનું તન્મય ચિંતન થયું, એની ભારે અસર પડવાની. હૃદયવેધી અને કલેજાને ફફડાવતા આ અસરવાળાં ચિંતનથી રાગાદિના સંસ્કાર પર જબ્બર પ્રહાર થવાનો, સંસ્કારમાં સારો એવો ઘસારો પડવાનો. એથી રાગાદિની પકડ ઢીલી પડી જવાની. પુનઃ પુનઃ આશ્રવભાવના ભાવવા ઉપર આ અપાયરિચય-ધ્યાન સુલભ બને અને એ જ રાગાદિનું જોર ઓછું કરી શકે. વાત એ હતી કે રાગાદિને ધક્કો પહોંચે એવું ધ્યાન જોઈએ. એ લાવવા માટે, રાગાદિ જેનાથી પોષાઈ રહ્યા છે એવા આર્તધ્યાનનું જોર ઘટાડવું પડે. હવે જો એની ભયાનકતા સમજાઈ જાય તો પછી એનું જોર ઓછું કરવાનું સરળ બને છે. આ ભયાનકતા સમજવા માટે પહેલાં તો એ સમજીએ કે ચાલુ જીવનમાં કેવાં કેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં આર્તધ્યાન કેટકેટલા ધૂમ પ્રમાણમાં ચાલે છે. આ માટે આર્તધ્યાનના ચાર પ્રકારની ઓળખ જુઓ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૧. આર્તધ્યાનના ચાર પ્રકાર ૧. અનિષ્ટ વિયોગ-અસંયોગનું ચિંતનઃ ધ્યાનશતક પ્રકરણમાં ચારે ધ્યાનના દરેકના ચાર-ચાર પ્રકાર બતાવ્યા છે એમાં આર્તધ્યાનના ચાર પ્રકારો આ પ્રમાણે છે, (૧) અનિષ્ટ વિષયના વિયોગનું કે અસંયોગનું ચિંતન. (૨) વેદનાના વિયોગ કે અસંયોગનું ચિંતન. (૩) ઈષ્ટ વિષયોના અવિયોગ કે સંયોગનું ચિંતન. (૪) ઋદ્ધિપ્રાર્થનામય નિદાન. (૧) અનિષ્ટના વિયોગ અસંયોગનું ચિંતન : આ પહેલો પ્રકાર છે. અણગમતા શબ્દ, રૂપ, રસ વગેરે વિષયોના વિયોગનું યા અસંયોગનું ચિંતન. એમાં મન એવું એકતાન થઈ ચિંતવે કે “આ અનિષ્ટ અણગમતો વિષય ટળે તો સારું, ન આવે તો સારું.' દા.ત. ઋતુની ગરમી પડી એ અણગમતી લાગે છે. એના અંગે “આ ક્યારે ઓછી થઈ જાય !” એ મુદ્દા પર મન કેન્દ્રિત થઈ જાય એ આર્તધ્યાન. આ આર્તધ્યાન તે તે વિષય પ્રત્યે અરુચિ યાને દ્વેષથી મલિન હૃદયમાં ઊઠે છે. એ દ્વેષ જ્યાં નથી ત્યાં એવું આર્તધ્યાન ઊઠવાને કારણ નથી, પછી ભલે વિષય અસુંદર હોય. દા.ત. આંબેલ કરનારને લુખ્ખા ભોજન પર દ્વેષ નથી, તો એમ નથી થતું કે “આવું લખ્યું ક્યાં મળ્યું? આ ટળે તો સારું.” આ ઉપરથી ચાવી મળે છે કે “આ આર્તધ્યાન રોકવું હોય તો અનિષ્ટ લાગતા વિષયો પ્રત્યેની દ્રષ અરુચિ કાઢી નાખો.” ત્યારે પહેલી તો એ વાત છે કે દિવસભરમાં કેટલાં અગણ્ય આર્તધ્યાન ચાલે છે એનું માપ કાઢો અને એટલા થોકબંધ આર્તધ્યાનથી કેટકેટલા અશુભ કર્મોના ગંજ આત્મા પર ખડકાય છે, એ વિચારી એનો ભય ઊભો કરો. પછી એને અટકાવવા કે ઓછા કરવાનું મન થશે અને આ ચાવી લગાડાશે. તો બોલો, આવું આર્તધ્યાન ક્યાં ક્યાં થાય છે? Page #92 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ભૂતકાળ સંબંધી આર્તધ્યાન ઃ જુઓ, આર્તધ્યાનમાં ત્રણે કાળનો સમાવેશ છે. એટલે ભૂતકાળમાં આવેલા કોઈ અણગમતા વિષયને લઈને પણ એમ થાય કે પેલું સાધન બહુ ખરાબ આવેલું. એણે કેટલી બધી હેરાનગતિ આપેલી ? ઠીક થયું કે એ ટળ્યું !' મન જો આમ એકાગ્ર વિચારમાં સ્થિર થયું તો એ અનિષ્ટ-વિયોગાનુબંધી આર્તધ્યાન થયું. (૨) ભવિષ્ય સંબંધી આર્તધ્યાન ઃ ૭૯ એવી રીતે ભવિષ્ય માટે પણ એવો વિચાર આવે કે ‘આ સંભવ દેખાય છે કે આગળ ઉપર આવું અનિષ્ટ આવવાનું. તો તો ‘પછી એ કેમ ટળશે ?' એ વિચારમાં મન ક્ષણવાર પણ ચોંટી જાય, તો ય એ અનિષ્ટ-વિયોગનું આર્તધ્યાન છે. એમ ભૂતકાળ સંબંધમાં એવો તન્મય વિચાર આવે કે એ વખતે આપણને એ આપત્તિ એ અનિષ્ટ આવવાનો સંભવ હતો, પરંતુ ઠીક થયું એ આપત્તિ આવી જ નહિ, અનિષ્ટ આવ્યું જ નહિ', તો મનનું આ અતીત કાળ અંગે પ્રણિધાન અનિષ્ટ-સંયોગનું આર્તધ્યાન છે. એવી રીતે ભવિષ્ય માટે થાય કે ‘આગળ પર આવી આવી અનિષ્ટ-આપદા આવવાનો સંભવ છે, પરંતુ આપણી પાસે એવા સંયોગો છે, સાધન-સગવડ છે કે આપણને એ નડશે નહિ', તો આ ભવિષ્ય અંગેનો એકાગ્ર વિચાર પણ અનિષ્ટ સંયોગનું આર્તધ્યાન છે. (૩) વર્તમાન અંગે આર્તધ્યાન : ત્યારે વર્તમાન અનિષ્ટ અંગે તો કહ્યું જ છે કે જો મન એવા એકાગ્ર ચિંતનમાં પડે કે ‘આ કેમ ટળે ?' યા ‘આ ટળ્યું તો ખરું પણ હવે ન આવે તો સારું' અથવા ‘બીજાને આવ્યું પણ આપણને આ અનિષ્ટ નથી આવ્યું તે સારું છે', તો આ વર્તમાન કાળ સંબંધી અનિષ્ટના વિયોગનું કે અસંયોગનું આર્તધ્યાન છે. કેવાં કેવાં આર્તધ્યાન ચાલુ ? : વિચારવા જેવું છે કે જીવને અનિષ્ટ કેટકેટલી જાતના છે ? આપદાઓ નાનેથી મોટી કેવી કેવી માનેલી છે ? એ દરેકના ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ સંબંધનાં આર્તધ્યાન કેવાં કેવાં થાય છે ? દા.ત. ખીચડી કે રોટલો ખાવો નથી ગમતો, હવે ભોજનમાં એ જ આવ્યું, એટલે ખાવું તો પડશે જ, પણ જો મન એ આંધીમાં પડ્યું કે ‘આ ક્યાં આવ્યું ? ન આવ્યું હોત તો સારું.' ત્યાં એ અનિષ્ટ અંગેનું આર્તધ્યાન થયું, ખાવાના એવા કેટલાય અણગમતા પદાર્થ હશે, એમ પીવાના, દા.ત. ઉનાળામાં વગર ઠરેલું Page #93 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પાણી, અથવા શિયાળામાં માટલાનું ઠંડુ પાણી, એ અનિષ્ટ લાગે છે,... એમ ૫હે૨વાની વા૫૨વાની અનિષ્ટ વસ્તુઓ,... એમ ઘર, ફરનીચર, રાચરચીલું વગેરે જે કાંઈ અનિષ્ટ લાગે છે,... એવો નોકર, એવી પત્ની, એવો છોકરો, એવો પાડોશી, એવા સગાસ્નેહી... એવા કરવેરા, કંટ્રોલ - વેપાર અંગેના કરવા પડતા સ્ટેટમેન્ટ, મોંઘવારી, અછત એવી અણગમતી-નોકરી-ધંધો-ભાગીદારી-દલાલી-ઘરાક-વેપારી વગેરે... એમ અપમાન, અવગણના, બીજાને મળતાં સન્માન, બીજાની શેઠાઈ-કમાઈ-સગવડ-સાહ્યબી... ઈત્યાદિ ઈત્યાદિ, કેટલું ય પાર વિનાનું કે જે અનિષ્ટ લાગે છે, અણગમતું લાગે છે. તો એના વિયોગ કે અસંયોગનાં વર્તમાન-ભૂત-ભવિષ્યકાળનાં આર્તધ્યાન કેટલાં ? ત્યારે એ પ્રમાણે કેવાં ય પાર વિનાના અશુભ કર્મોના ઢગલા આત્મઘરે ઠલવાયે જતાં હશે ? આનાં પરિણામ કેવાં ? આ બધું વિચારશો તો સંસારી જીવન પર ઘૃણા થશે. ८० આમ કેમ બને છે ? જડને બહુ મહત્ત્વ આપવાથી, મન ઝટ થઈને આર્તધ્યાનમાં પડે છે. પ્રસંગ મામુલી હોય, પણ જીવ એક યા બીજા જડ પદાર્થને મહત્ત્વ આપવા ગયો કે પડ્યો આર્તધ્યાનમાં, ચંડકોશિકના જીવ સાધુને નાના સાધુએ ખ્યાલ કરાવ્યો કે ‘મહારાજ ! તમારા પગ નીચે દેડકી ચગદાઈ', ત્યાં એમણે જાતની વડાઈને મહત્ત્વ આપ્યું એટલે મનને થઈ આવ્યું કે ‘આ કેવો નાદાન છે કે મને હલકો પાડે છે ? આ હલકાઈ ટળે તો સારું.' બસ તરત આર્તધ્યાનમાં પડ્યા. ત્યાં બીજી ને ત્રીજીવાર નાના મુનિએ ખ્યાલ કરાવતાં જ એ ઊછળી પડ્યા કે ‘શું ગામની બધી દેડકી મેં મારી ?' અર્થાત્ ‘બીજી ત્રીજી દેડકીઓ જેના તેના પગ નીચે આવી હશે. એમ આ પણ કોઈના પગ નીચે આવી હશે' વાત કેવી ઉડાવી ? પછી પણ ચિત્તમાં બેઠું છે કે ‘આ નાદાન સાધુ ક્યાં મળ્યો ? મને હલકો પાડે છે. એનો લવારો મટે તો સારું !' જાતવડાઈ પરના આ આર્તધ્યાનને લીધે મકાને ગયા પછી બીજી ને ત્રીજીવાર નાના મુનિએ ખ્યાલ આપવા પર એ સળગી ઊઠ્યા અને રાત્રે અંધારામાં નાના મુનિને ઠંડુકી ફટકારવા દોડ્યા ! કેમ ? અંતરમાં આર્તધ્યાન હતું કે ‘આનો લવારો કેમ ટળે ?' પ્રાયશ્ચિત્ત, ક્ષમા વગેરે આત્મિક વસ્તુને બદલે જડવડાઈને મહત્ત્વ આપ્યું, તેથી આર્તધ્યાન લાગ્યું. સુદર્શન શેઠનું આત્મગુણને મહત્ત્વ : એથી ઉલટું, જ્યારે સુદર્શન શેઠની ઉપર અભયા રાણીએ ખોટો આક્ષેપ ચડાવ્યો કે, ‘આ આક્રમણ કરવા આવ્યો હતો' અને રાજા પૂછે છે શેઠને કે ‘તમે તો સારા નામાંકિત વેપારી છો, બોલો આ રાણી કહે છે તે સંબંધમાં સાચું શું છે ?’ Page #94 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન – ત્યારે ત્યાં શેઠને આર્તધ્યાન નથી કે, “આ તહોમત કેમ ટળે?” જાતવડાઈને મહત્ત્વ નથી આપતા, એટલે એ ખુલાસો કરતા નથી, મૌન છે. એ તો અહિંસાદિ આત્મગુણને મહત્ત્વ આપે છે. એમના મનમાં હવે એમ છે કે, “મારું શીલ તો સચવાઈ ગયું, પરંતુ હવે અહિંસાનો અવસર છે. અહીં જો સાચી હકીકતમાં રાણીનો પ્રપંચ કહી દઉં તો ન્યાયી રાજા એને ભયંકર સજા કરે ત્યારે મારે એવું રાણીના દુઃખમાં નિમિત્ત શા માટે થવું ? હવે અહિંસાનો મર્મ બરાબર સાચવી લઉં.” અહિંસાનો મર્મ આ, કે જાતે તો બીજાની હિંસા ન કરવી, કિન્તુ બીજાની હિંસા થાય એવું જાતે નિમિત્ત પણ નહિ આપવું. - સુદર્શન શેઠની કેટલી ઊંચી વિચારધારા છે ! શીલ સાચવ્યા ઉપર અહિંસાવ્રતને પણ અજવાળવું છે. આ શી રીતે બન્યું? કહો, “અનિષ્ટ આક્ષેપ કેમ ટળે” એવું આર્તધ્યાન નહોતું. એનું કારણ, એમણે દુનિયાની જડવડાઈને મહત્ત્વ નહિ આપ્યું, પણ અહિંસાને-આત્મગુણને મહત્ત્વ આપ્યું. જડને મહત્ત્વ દેવામાં આર્તધ્યાન કેમ? : જડને મહત્ત્વ આપવામાં ડગલે ને પગલે આર્તધ્યાન વહોરવું પડે છે. એનું કારણ કે પુયાઈ એટલી બધી કાંઈ ઉત્કૃષ્ટ મળી નથી કે જેથી બધું અનુકુળ અને ઉત્કૃષ્ટ જ બની આવે, એટલે પુણ્યાઈની કચાશે કેટલું ય અણગમતું બની આવે છે. હવે અનુકૂળ જડને મહત્ત્વ આપ્યું છે, એનો આગ્રહ રાખ્યો છે, એટલે સહજ છે કે પેલી અણગમતી વસ્તુ કેમ ટળે, કેમ ટળે' એવી એના પર ચોંટ રહેવાની. આત્માને મહત્ત્વ દેવામાં : ત્યારે જો મહત્ત્વ આત્મિક વસ્તુને અપાય. તેમ મનને જે આત્મિક નુકસાન બહુ ગભરાવતું હોય અને આત્મિક લાભ બહુ લલચાવતું હોય, તો મન જડ ઈષ્ટ-અનિષ્ટ આવ્યા-ગયાની બહુ કિંમત નહિ કે. કહે છે ને કે નરસિંહ મહેતા ક્યાંક ભજન કરતા હતા અને કોઈકે આવીને એમને કહ્યું, “મહેતા ! તમારી પત્ની મરી ગઈ ત્યારે મહેતો નારાજ થવાને બદલે કહે છે, “સુખે ભજશું શ્રીગોપાલ.” કેમ એમ ? શું પત્ની અનુકૂળ નહોતી ? ના, ખાસી અનુકૂળ સેવાકારી હતી. પરંતુ મહેતાને મન મહત્ત્વ કૃષ્ણ ભજનનું હતું, પત્નીનું નહિ. મંત્રી તેટલીપુત્ર અને પોઢિલા : જ્ઞાતાધ્યયન' આગમમાં મંત્રી તેતલીપુત્ર અને એની ખાસ ચાહીને પરણેલી પત્ની પોટિલાનો પ્રસંગ આવે છે. અન્યોન્યને બહુ પ્રેમ છે. પરંતુ એકવાર પોલિાને એમ લાગી ગયું કે “હવે પતિ મને બરાબર બોલાવતા નથી. મારા પરથી Page #95 -------------------------------------------------------------------------- ________________ -વન ધ્યાન અને જીવન | એમનો પ્રેમ ઊઠી ગયો છે. એટલે એ પડી આર્તધ્યાનમાં કે “એ કેમ મને પહેલાંની જેમ બોલાવે - ચલાવે ! ને મારા પર પૂર્વવત પ્રેમ ઉભરાવે !” એણે બાહ્ય ટાયલા-પ્રેમને મહત્ત્વ આપ્યું તેથી એ હવે પતિ તરફથી ન મળવાનું દેખાતાં પડી એ આર્તધ્યાનમાં. આ આર્તધ્યાન પર પતિને વશ કરવાના ઉપાયો શોધે છે, પણ વળતું કાંઈ નથી, ને મનને આર્તધ્યાન સતાવ્યા કરે છે. એમાં એક્વાર સાધ્વીજી મળ્યા. એમને પોતાની કરુણ કથની કહે છે ને ઉપાય માગે છે. ત્યારે સાધ્વીજી એને કહે છે, દુઃખી પોટ્ટિલાને સાધ્વીજીનો ઉપદેશઃ ભલી રે બાઈ ! તું તારા દુઃખનું ખરું કારણ જ નથી સમજતી, તેથી દુઃખી થાય છે અને ખોટા ફાંફા મારે છે. તે પતિ નથી બોલાવતા એટલે દુઃખી નથી, કિન્તુ તું જડ વિષયોને મહત્ત્વ આપે છે, તેમ તારા દિલમાં કામવાસના સળગી રહી છે માટે દુઃખી છે. જો તને કામવાસના ન હોત અને જડ વિષયોને મહત્ત્વ જ ન આપતી હોત, તો પછી પતિ તરફથી મોહના લાડની અપેક્ષા જ ન રાખત. પછી એ બોલાવે ન બોલાવે એ શું કામ જોવત? જીવન જીવવાની બધી અનુકૂળતા તો તને એમના તરફથી મળી જ રહે છે. પછી માત્ર આટલા ખાતર દુઃખી થાય છે ? ધ્યાન રાખજે કે જીવ જડનાં મૂલ્યાંકન અને કામવાસનાથી અનંતા ભવ ભટક્યો છે અને જો અહીં પણ એને પોષ્યા કરીશ તો એ જડમહત્ત્વ અને વાસનાનો ચૂરો કરવાના આ સોનેરી માનવભવને બરબાદ કરી ફેર ભવમાં ભટકવાનું લાંબુ ચાલશે. માટે ડાહી થઈ વાસનાને મૂકી દે. વિષયોને સેવવાથી કે એને યાદ કર્યા કરવાથી તો એની વાસના પુષ્ટ થશે અને એ જ પોષાઈ પુષ્ટ બનેલી આગામી દીર્ઘ કાળ ત્રાસ, સંતાપ અને વિટંબણા આપશે. માટે જડવિષયોને મહત્ત્વ જ ન આપ. જેથી એની વાસના કૂદે નહિ.” પોટ્ટિલા સમજી : સાધ્વીજીની આ વાત પોલિાના ગળે ઊતરી ગઈ. એને લાગી ગયું કે “હું ખરેખર દુઃખી પતિના નહિ બોલાવવાના લીધે નથી, પણ હું વિષયોને અને બાહ્ય ટાયેલા પ્રેમને મહત્ત્વ આપી રહી છું, તથા એની વાસનાથી જકડાઈ છું, તેથી દુઃખ એ વિષયવાસનાના હિસાબે જ છે અને તે પણ ભવિષ્યમાં ય દુઃખને જ નોતરું છું. તો મૂક એને.' - સાધ્વીજીનો ઉપકાર માની પૂછે છે, “ભગવતી ! આપનું કહેવું યથાર્થ છે. આપે મારી આંતરચક્ષુ ખોલી નાખી મને સાચું દર્શન કરાવ્યું, આત્મા ક્યાં ભૂલે છે એનું સચોટ ભાન કરાવ્યું. તો હવે મારે શું કરવું? હવે હું આ ખોટા પ્રેમની ભૂખ મૂકી દઉં છું. હવે કર્તવ્ય બતાવો.” Page #96 -------------------------------------------------------------------------- ________________ F હ ધ્યાન અને જીવન સાધ્વીજીએ એને સમ્યક્ત અને શ્રાવકનાં બાવ્રત સમજાવ્યાં. એવાં સમજાવ્યાં કે પોટ્ટિલાને લાગ્યું કે મનમાં અનિષ્ટને ટાળવાની અને ઈષ્ટ વિષય મેળવવાની ગડમથલ કર્યા કરતાં આ સમ્યત્વ અને વ્રતોની ભાવના જ કાં ન કર્યા કરું?” વાત પણ સાચી છે કે, વ્યર્થ વિષયચિંતા કરી મન આર્તધ્યાનથી બગાડવા કરતાં સમ્યકત્વ વ્રતોની ઉત્તમતા વિચારી વિચારી મનને એથી ભાવિત કરવું એમાં જ બુદ્ધિમત્તા છે. પોર્ફિલાએ સમ્યકત્વ સહિત વ્રતો સ્વીકાર્યા અને એને એવી સુંદર ભાવના સાથે પાળવા માંડ્યા કે પેલું દુઃખ તો ભૂલી, પણ હવે પતિનો વિશેષ આદર પામી. ત્યાગી, તપસ્વી, સંયમી જીવ કોને વહાલો ન લાગે ? માનવજીવન વિષયોને મહત્વ આપવાને બદલે પરમાત્માના માર્ગને મહત્ત્વ આપવા માટે છે, વિષય ભાવનાને છોડી માર્ગ-ભાવના કરવા અર્થે છે. આ સત્ય સમજી જવાથી પોટ્ટિલાના ચિત્તને અનિષ્ટ ટાળવાનું આર્તધ્યાન મટી મહાશાંતિ થઈ ગઈ અને સત્કર્તવ્યમાં લાગી ગઈ. સુદર્શન શેઠે પણ આક્ષેપને મહત્ત્વ ન આપતાં અહિંસાને મહત્ત્વ આપ્યું. આર્તધ્યાન ક્યાં રહે ? આક્ષેપ આવ્યો ત્યાં પણ એ સંગીન વિચાર હતો - “આક્ષેપ આવ્યો તો ભલે આવ્યો. એવાં ય કર્મ હશે ત્યારે આવ્યો ને ? ફિકર નહિ. સહર્ષ વેઠી લેવાનાં. પરંતુ અહિંસાનો મર્મ નહિ ચૂકવાનો' - આ હિસાબ હતો. કર્મના ઉદયને અકાટ્ય સમજી રખાય, પછી એનાથી ઊભા થતાં અનિષ્ટ માટે હાયવરાળા શા સાર થાય ? “એ કેમ ટળે, કેમ ટળે ?' એવો વલોપાત અને આર્તધ્યાન શું કામ થાય ? ત્યારે જો એ વલોપાત નહિ, તો પછી અહિંસાનો મર્મ કમાવાની તક શા માટે જતી કરાય ? આ સમજી લેવા જેવું છે કે, આપણે સુકૃતના કેટલાય સોનેરી અવસર કોઈ ને કોઈ આર્તધ્યાનના લીધે ગુમાવીએ છીએ : તેથી જો આર્તધ્યાનને નિવારવા-અટકાવવાનું કરીએ, તો (૧) સુકૃતના અવસરને બચાવી લેવાય. (૨) કર્મના અટલ ઉદય પર જાગતી નજર રાખવાથી અનિષ્ટ પર એકાંત દ્વેષ થતો અટકે. (૩) વૈષ થાય તો કર્મ પર થાય, એટલે (૪) એને કાઢવાની શુભ બુદ્ધિ જાગે અને (૫) અનિષ્ટ ટાળવાનું આર્તધ્યાન ન થાય. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આર્તધ્યાન ટાળવાના ત્રણ મહાન ઉપાય આમ અનિષ્ટ-અણગમતી વસ્તુ ટાળવા કે અટકાવવાનું આર્તધ્યાન ન થવા દેવા માટે ત્રણ મહાન ઉપાય થયા કે - (૧) જડ વિષયોને મહત્ત્વ ન આપતાં આત્મ-હિતકર પ્રભુ ભક્તિ-ક્ષમા-નિસ્પૃહતા આદિને મહત્ત્વ આપવું. (૨) કર્મના અકાટ્ય ઉદય પર શ્રદ્ધા રાખી, એ ટાળવાની નિષ્ફળ ગડમથલ ન કરતાં અવસર પ્રાપ્ત ઉચ્ચ સાધનાને વધાવી લેવી. (૩) એ માટે બગડેલામાંથી સારું તત્ત્વ શોધી કાઢવું. સવાલ મનનો છે. જડની ગડમથલથી મનને ખોટું સંસ્કારિત કરવાની શી જરૂર ? ઉત્તમ સમ્યક્ત્વના સડસઠ વ્યવહાર અને બાવ્રતની વિગતો વારંવાર વિચારી વિચારી મનને સારું ભાવિત કાં ન કરવું ? જીવનમાં એ ક્યાં ક્યાં લાગુ થઈને કેવી કેવી ચિત્તની નક્કર શાંતિ લાવે છે, એ કાં ન જોયા કરવું ? ને કાં ન વધાવવું ? ત્યારે બીજા ઉપાયમાં, આર્તધ્યાન પડતું મૂકી શુભ ચિંતનનો સોનેરી અવસર ઝડપી લેવામાં શાંતિ કેટલી બધી ? સારું તત્ત્વ શોધી લઈ એને જ મુખ્યતા આપવામાં કેટલી બધી ચિત્ત સ્વસ્થતા ! બગડેલામાંથી સારું તત્ત્વ શોધો : આમાં જરા હોશિયારી રાખવાની છે. ઝીણી ઝીણી વાતના કેટલાંય આર્તધ્યાનના પ્રસંગ આવે છે ત્યાં એ શોધી કાઢવાનું છે કે ‘મનમાં આ ગોટા વાળ્યા કરતાં આમાં કોઈ સારું તત્ત્વ વિચારવાનું છે કે નહિ ?' શોધીએ તો મળી આવે. દા.ત. સ્નેહી રીસાયા, હવે એમને કેમ મનાવવા, કેમ મનાવવા એની ચિંતા-વિમાસણનું આર્તધ્યાન કરવા કરતાં, એ મનાયાથી એની સાથે મિલન વાતોચીતો વગેરેમાં જે સમય જાત એ પરમાત્માનું સ્મરણ-જાપ, સામાયિક કે શાસ્ત્રવાંચન-મનન યા સંતસમાગમમાં ખરચવો. આર્તધ્યાનના સમયને તત્ત્વ વિચાર કે નમસ્કાર મંત્રના સ્મરણમાં લગાડી દેવો. એથી પુણ્ય વધ્યે કે કાલક્ષેપ થયે સહેજે સામાની રીસ ઓછી થશે. એમ છોકરે કે માણસે કાંઈ બગાડ્યું, તો હવે જો એ મહત્ત્વનું નથી તો એની હાયવોય કરતાં ચિત્તને કોઈ સારા કામમાં જોડી દેવું અને જો એ મહત્ત્વનું છે, તો પણ આર્તધ્યાન કર્યા વિના છોકરાને કે માણસને એની બીજી સારી વાત વસ્તુની Page #98 -------------------------------------------------------------------------- ________________ નું ધ્યાન અને જીવન (૫) પ્રશંસાથી ઉત્સાહિત કરી પછી એને કહેવું કે જો આ જરીક ભૂલ કરવાની બિનસાવધાની તને આગળ પ્રગતિમાં વિઘ્નરૂપ થશે. તારે મહાન બનવાનું છે, તો એ માટે સાવધાની બહુ જરૂરી છે.' એમ પ્રશંસા મહાન બનવાની પ્રેરણા અને હિતોપદેશ દઈ દેવા. આ સાયકોલોજી છે. આમ બગડેલામાં પણ સારા તત્ત્વના અવસર સચવાશે. જરા ધીરજથી વિચારવા જેવું છે. ધીરજથી જોતાં બગડેલામાં પણ કોઈ ને કોઈ સારું તત્ત્વ મળી આવશે. કર્મના અકાટ્ય ઉદય અને જડની તુચ્છતા : એ સારું તત્ત્વ શોધી કાઢવા માટે મન ફોરું રાખો, પણ આપત્તિથી ભારે ન થવા દો. પૂર્વે બાંધી મૂકેલા કર્મોનું અકાટ્ય બળ અને જડવસ્તુની તુરચ્છતા-બિનકિંમતીપણું, આ બે નજર સામે બરાબર તરવર્યા કરે તો આપત્તિ યાને અનિષ્ટ બાબત પ્રસંગ કે પદાર્થ આવી પડતાં મન ભારે નહિ થાય. આપત્તિના વિયોગની ગડમથલમાં ચિત્ત ન પડે, આર્તધ્યાન ન થાય. સમજી મૂક્યું છે કે કર્મના ઉદય ટાળી શકાવાના નથી, તેમ જડનું એવું મહત્ત્વ નથી, માટે ચાલે એમ ચાલવા દો, આપણું મન મહાન છે, બહુ કિંમતી છે. તો એને ભારે કર્યા વિના એનાથી આમાં આત્મોપયોગી કોઈ સારું તત્ત્વ શોધી લેવા દે.' એમ વિચારી એ તત્વની ખોજમાં પડવાથી આર્તધ્યાન ઊઠતું અટકી જશે. આર્તધ્યાન રોકવાની આ મહાન ચાવી કે મન ફોરું રાખીને કર્મના અકાટ્ય ઉદય અને જડની તુચ્છતા વિચારી સારું તત્ત્વ શોધી લઈ મનને એ સારામાં પરોવવાની જરૂર છે. મનને કોઈ ને કોઈ વિચારવા જોઈએ જ છે. તેથી જો એને સારું વિચારવાનું ન આપ્યું તો એ નરસામાં પડવાનું. માટે સારું તત્ત્વ શોધી કાઢવાનો કસબ શીખી રાખવાનો. આપત્તિ ગમે તે આવો ને, અનિષ્ટ ગમે તે બનો ને, આપણે તો એમાં જરા ઝીણી નજર બનાવવાની, એ જ જોવાનું કે આમાં સારું તત્ત્વ શું મળે એમ છે? ત્યારે એ પૂછો કે સારા તત્ત્વમાં શું શું આવે? સારા તત્ત્વમાં તો ઘણી ઘણી વસ્તુઓ છે. મૈત્રી ભાવના, કરુણા ભાવના, વૈરાગ્ય ભાવ, ક્ષમાદિ ગુણની તક, પરિગ્રહની બલા પર કાપ, કોઈ હિંસા આરંભ-સમારંભથી બચાવ,... વગેરેમાંનું કોઈ ને કોઈ સારું તત્ત્વ શોધી કઢાય, ગોઠવી શકાય. મનને એમાં પરોવાય. એટલે નરસા નકામા અને નિરાશાજનક વિચારથી મનને દૂર રાખી શકાય. નહિતર તો આર્તધ્યાન ડગલે ને પગલે ઊભું જ છે, કેમકે પુણ્ય કાચું છે એટલે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮s તે ધ્યાન અને જીવન અણગમતું કેટલું ય બનતું જ રહે છે. વળી જીવ નિસત્ત્વ નિર્માલ્ય તે સહેજ પણ ઓછું પડેલું સહી શક્તો નથી, ચલાવી લેવા ખુશી નથી, પછી આર્તધ્યાનને ક્યાં બોલાવવા જવું પડે એવું છે ? . ત્યારે વિચારવા જેવું છે કે વારે ને વારે આર્તધ્યાન ચાલ્યા કરે એમાં કર્મો કેવાં બંધાયા કરવાનાં ? અશુભના ઢગ ! તિર્યંચગતિને યોગ્ય પાપકર્મના બંધ ! ખબર છે ને કે કર્મને ત્યાં ઉધારો નથી ? હૃદયના જેવા ભાવ, જેવા અધ્યવસાય, તે જ સમયે તેવાં કર્મનો બંધ. લેવા-ખાવાનું ઓછું, માલ વિનાનું, પણ આર્તધ્યાન વારે વારે ચાલવાથી અશુભ કર્મોની કમાઈ ભારે થતી જ રહે. જીવની આ કેવી દુર્દશા ! માપ કાઢો દિવસભરમાં આ કેટકેટલું ચાલે છે ? માટે જ આ ટાળવા-અટકાવવા સારુ એ ઓછું પડેલામાં કે અનિષ્ટ લાગેલામાં સારું તત્ત્વ જોવાનું, દા.ત. “પૈસા ઓછા મળ્યા કે ખોવાયા એ સારું થયું, પાપ ઓછા થશે”, ફલાણો ભારે બોલી ગયો સારું થયું, આપણને ક્ષમા નમ્રતા કેળવાણી... વગેરે.” * * * IIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIII ૧૩. આર્તધ્યાન-વેદનાનુબંધી હવે આર્તધ્યાનના બીજા પ્રકારનો વિચાર કરીએ, જીવન જીવતાં કોઈ રોગ, કોઈ વ્યાધિ, કોઈ નાનો-મોટો અકસ્માત વગેરે આવે છે ત્યારે એની પીડા વેદના મનને અકળાવી મૂકે છે. ત્યાં આ વેદનાનુબંધી આર્તધ્યાન આવીને ઊભું રહે છે. એટલે “ક્યો વૈદ-ડોક્ટર પકડું, કઈ દવા ખાઉં, પથ્ય શું સાચવું, દવાનો ટૂંક ક્યારે ક્યારે થાય છે? હજી દવાનો ફાયદો ન થયો? આવું ક્યાં સુધી ચાલશે...?” ઈત્યાદિ ઈત્યાદિ વલોપાત રહ્યા કરે છે. માનવસ્વભાવઃ પોતાનામાં જ રસ : કેમ જાણે પોતાનો આત્મા એ કોઈ વસ્તુ જ નથી, તે એનો કોઈ વિચાર જ નહિ! વિચાર માત્ર ખોખાનો, ને એની જ વ્યાધિ-વેદના પડા ટાળવાનો ! બીજાને વાત કરવાની હોય તો એની જ. બીજા પાસેથી સાંભળવાનું હોય તો એનું જ. એમાં ય પોતાની જ કાયાને અને પોતાની જ નીરોગિતાને એટલું બધું મહત્ત્વ કે પેલો જો પોતાની જ કાયા-વ્યાધિ વગેરેની માંડે, તો એના પર સહાનુભૂતિ નહિ, પણ કંટાળો ! એને તો રસ માત્ર પોતાની કાયામાં, પોતાની નીરોગિતામાં, પોતાના રોગ અંગેની વાતમાં, માનવસ્વભાવ કેવો છે ? સૌને વધારેમાં વધારે રસ પોતાનામાં છે, પોતાના સ્વાર્થની વાત-વસ્તુમાં છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ની ધ્યાન અને જીવન ૭ - મહાત્માને રસ પરના ભલામાં : મહાન આત્માઓ આમાંથી બાદ છે, કેમકે એમના દિલ એવા ઉમદા છે કે એમને સ્વાર્થનું નહિ પણ પરાર્થનું વ્યસન હોય છે, એટલે પરના ભલાની વાતમાં એમને વિશેષ રસ હોય છે. અવસરે પોતાની ભારે પીડાની ય પરવા નહિ, પણ સામાને થોડી પણ પીડા ન આવે એની જ ચિંતા ! બંધક મુનિને રાજાએ મોકલેલા મારાઓ આવીને કહે છે કે “અમારા રાજાના હુકમથી અમે તમારી ચામડી ઉતારી લેવા આવ્યા છીએ.” ત્યારે મુનિ ખુશી થઈ કહે છે, “ભલે, સારું કર્યું રાજાએ. એ તો મારે સગા ભાઈ કરતાં ભલેરો. હવે તમને તમારું કામ કરતાં હાથને તકલીફ ન થાય એ માટે તમે કહો એ રીતે હું રહું.” આ કેટલો બધો ઉમદા વિચાર ! પોતાની જીવતા શરીરે આખી ચામડી ઉઝરડાઈ જવાની પીડાનું દુઃખ નહિ, પણ ઉઝરડનારને તકલીફ થાય એનું દુઃખ ! આ ઉચ્ચ કોટિની ઉમદાગીરી છે. દિલ આપણું ઉમદા છે એનું માપ આપણી પીડા ભૂલી સામાની પીડાની ચિંતા કરીએ એના પર નીકળે છે. એથી ઉલટું પરપીડાની પરવા જ નહિ અને પોતાની પીડા અટકાવવાની કે પોતાની સુખસગવડ સમાલી લેવાની ચિંતા એ અધમતાનું લક્ષણ છે. અભક્ષ્ય ખાઈને બિમારી મિટાવે, મહાકર્માદાનના ધંધા કરી પૈસા કમાય,... ઈત્યાદિમાં આવું જ છે. માનવજીવન શા માટે? (૧) ઉત્તમતામાંથી અધમતામાં જવા માટે ? (૨) અધમના અધમ બન્યા રહેવા માટે ? કે (૩) અધમતામાંથી ઉત્તમતા કેળવવા માટે ? જો આપણે પૂર્વભવે અલ્પ કષાય અને દાનરુચિ આદિ ગુણોથી મનુષ્ય-આયુષ્ય બાંધીને આવ્યા છીએ તો તો ઉત્તમતા લઈને આવ્યા કહેવાય. તો હવે શું એમાંથી ઊતરી અધમતામાં જવાનું? પરપીડાની પરવા વિના આપણી જ પીડા ટાળવાનો કે સગવડ મેળવવાનો રસ એ અધમતા છે. અભક્ષ્ય દવાના રસિયા હરણખાઉ વાઘવજી જેવા : જંગલી શિકારી વાઘવને એ આવડે છે. હરણિયાને જીવતાં ચવામણની થતી દારુણ પીડાની પરવા કર્યા વિના પોતાની ભૂખની પીડા ટાળવાનો જ એને રસ ! એવું આજે બિમાર માણસ ઈંડા વગેરે અભક્ષ્ય દવા સેવે એમાં શું છે ? અભક્ષ્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ - ૯૮ન ધ્યાન અને જીવન | દવા બનવામાં જીવોને રેસાવાની કે છૂંદાવાની જે ઘોર પીડા થાય એની પરવા નહિ, ને માત્ર પોતાની પીડાને ટાળવાની તાલાવેલી. ઉત્તમતા લાવવી હોય તો કદાચ પોતાને પીડા ન ગમતી હોય તોય, (૧) પરને પીડવાની વાત ન જોઈએ, ને (૨) પરને પીડીને ઊભી થતી સાધન-સામગ્રીનો રસ ન જોઈએ. મહાત્માએ તો પોતાની જીવતાં ચામડી ઉઝરડાવાની ઘોર પીડામાં ય સામાને જરા હાથે તકલીફ ન થાય એની ચિંતા કરી, તો આપણે આપણી થોડી ય તકલીફમાં બીજ જીવોને રેંસાઈ જવાનું દુઃખ ન થાઓ, એટલું ય ન વિચારીએ ? જે એ વિચાર ન હોય તો આપણે પૂર્વભવે કમાયેલી ઉત્તમતામાંથી અધમતામાં ઊતર્યા એમ કહેવાય. પૂર્વભવે કદાચ માત્ર આયુષ્ય બાંધવાના કાળે જ આપણે કાકતાલીય ન્યાયે અલ્પ કષાય અને દાનરુચિ આદિ ગુણવાળા બન્યા હોઈએ, ને તેથી માનવ-આયુષ્ય ઉપાર્જ લીધું હોય, પરંતુ ત્યાં જીવન આખું તો કષાયોના આવેશ અને કૃપણતા ક્ષુદ્રતા વગેરે દોષોમાં જ પસાર થયું હોય, એટલે સહજ છે કે એમાં પરપીડાની પરવા ન હોય. પછી એ અધમતા લઈને અહીં આવી તો ગયા, પરંતુ હવે આ સમજ્યા પછી શું કરવાનું ? અધમતા ચાલુ રાખવાની ? કે ઉત્તમતામાં જવાનું ? અહીં જે ઉત્તમતા બરાબર ન કેળવ્ય ગયા, તો પછી કહો આગળ ઉપર કેવા ભવે એ કેળવાશે ? અને અહીં અધમતા રાખી રહ્યું પછીના ભવો ય કેવા આવવાના? કુદરતનો કર્મસત્તાનો કાનૂન છે કે, અહીં કેળવેલી અધમતાને યોગ્ય એવા હલકા ભવ મળે છે કે જેમાં સારી રીતે અધમતા કેળવાય-આચરાય. એટલે તો પછી મામલો ખત્મ જ ને ? આનું મૂળ અહીંની અધમ જીવનસરણી છે. એ અધમતા માત્ર પોતાની પીડા યેન કેન પ્રકારે ટાળવાની ચિતાને લીધે થયેલી. વાત એ હતી કે રોગ વ્યાધિ વેદના આવતાં આત્માની કોઈ યાદ જ નહિ ! કાયામાં જ ચિત્ત તન્મય, તે વારે ને વારે ચિત્ત દવા-દારૂ, પથ્ય-આરામ વગેરેમાં જ વ્યાકુળ રહે છે અને મનની ચોંટ “આ રોગ પીડા કેમ ટળે ? ટળે તો સારું” એના પર રહે છે. આ બીજા પ્રકારનું આર્તધ્યાન છે. એ વર્તમાન અંગેનું આર્તધ્યાન. એમ, રોગ પીડા ટળ્યા પછી મનની ચોંટ એ પર જે રહે કે “હવે આવો રોગ, આવી પીડા ન આવે તો સારું', તો એ પણ આ બીજા પ્રકારનું જ આર્તધ્યાન છે, કિન્તુ ભવિષ્ય અંગેનું. Page #102 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૮૯ એવી રીતે ભુતકાળ સંબંધી પણ આ બીજા પ્રકારનું આર્તધ્યાન થાય, તે એ રીતે કે ભુતકાળમાં વ્યાધી-વેદના ટળી એના પર અને પછી વ્યાધી વેદના ન આવ્યા એના પર હરખ સાથે ચિત્ત ચોંટે, મનને એમ થાય કે 'હાશ ! પેલી વ્યાધિ વેદના ટળી ને ફરી ન આવી એ સારું થયું', આ ભૂતકાળ અંગેનું આર્તધ્યાન છે. આમ ત્રણે ય કાળ અંગે વ્યાધિ-વેદનાના વિયોગનું અને અનાગમનનું આર્તધ્યાન થઈ શકે છે. આ આર્તધ્યાનનું કારણ (૧) પોતાના આત્માને ભૂલી, (૨) પૂર્વકર્મને ભૂલી અને (૩) ધર્મને ભૂલી એકલી કાયાનો રસિયો બન્યો રહે, તે છે. માટે આ આર્તધ્યાનથી બચવું હોય તો આત્મા, પૂર્વકર્મ અને ધર્મ ત્રણે ય સતત નજર સામે રાખો. *** ૧૪. વેદનાના આર્તધ્યાનથી કેમ બચાય ? (૧) વેદનાના આર્તધ્યાનથી બચવા આ ઉપાય છે, કે કાયા સાથે આત્માનો વિચાર જોઈએ. મનને એમ થાય કે, અરે ! હું આ એક ભવની મૂડીરૂપ કાયાના રોગ-આરોગ્ય સુખ-દુઃખનો વિચાર કરું છું, પણ ભવો-ભવની મૂડીરૂપ મારા પોતાના આત્માનો વિચાર કેમ નથી કરતો ? કાયાના રોગ કરતાં આત્માના કર્મરોગ અને રાગાદિ વ્યાધિઓ તો ઘણી છે, ને એ મહાભયંકર છે. એને ટાળવાનો કેમ વિચાર નથી ? ઉલટું એ રાગાદિ તો પુષ્ટ થયે જાય એવા જ ધંધા ચાલી રહ્યા છે. ખરી રીતે કાયાના રોગનું દુઃખ તો સામાન્ય છે, પણ કાયા પ્રત્યેનો રાગ, ને રોગ પ્રત્યે દ્વેષ, એ દુઃખને વધારી મૂકે છે. જો આ રાગ-દ્વેષ ન હોય તો તો કાયાના રોગનું કોઈ દુ:ખ ન લાગે. એટલે દુઃખ રોગનું નથી, પણ રાગ-દ્વેષનું છે. ઘરમાં દેરાણીને બહુ કામ કરવું પડતું હોય અને જેઠાણી શેઠાણી બની બેસતી હોય, ત્યાં જો દેરાણીને તાવ આવે તો એને એ દુઃખરૂપ નથી લાગતો, એને એ ગમે છે. એના મનને એમ થાય છે કે ‘હાશ ! મજુરીમાંથી બચી. હવે રોગ મોડો જાય તો સારું.' બોલો આમાં રોગનું દુઃખ ક્યાં લાગ્યું ? અત્યારે એને નીરોગી કાયા પર રાગ નથી, ને રોગ પર દ્વેષ નથી, તેથી રોગ દુઃખરૂપ નથી લાગતો. કાયાના રોગને શું રૂએ ? જન્મોજન્મ દુ:ખ દેનારા આત્મરોગને રો ઃ આત્માનો વિચાર હોય તો મનને એમ થાય કે ‘જીવડા ! કાયાના રોગને શું રુએ ? અહીં અને જનમ જનમ દુ:ખી કરનારા કર્મરોગ અને રાગ-દ્વેષ, Page #103 -------------------------------------------------------------------------- ________________ (૯૦મ ધ્યાન અને જીવન ઈષ્ય-અસૂયા, લોભ-લંપટતા, હિંસા-અસત્ય-અનીતિના ભાવ વગેરે વગેરે આત્મરોગની ચિંતા કર. એ ટાળનારા ઉપાયોમાં બહુ લાગ.” આમ આત્માના વિચારથી વ્યાધિ-વેદનાનું આર્તધ્યાન અટકે. (૨) એમ કર્મના વિચારથી પણ આર્તધ્યાન અટકે. રોગ પીડા આવે ત્યાં મનને એમ થાય કે, “શા માટે રોગને રોઉં છું? એ રોગને લાવનારા પૂર્વોપાર્જિત કર્મ પર રોવા જેવું છે કે “મેં પૂર્વે ખરાબ કર્મ કેવાં ઉપાજ્ય કે એથી આવા રોગ આપત્તિ વગેરે ઉપદ્રવ આવે છે ? અરે ! કર્મનો ય શો દોષ ? એ કર્મ બંધાવનાર વિચાર-વાણી-વર્તાવનાં દુષ્કૃત્યો મેં કેવાં કરેલાં ? ધિક્કાર હો એ દુષ્કૃત્યોને અને એ દુષ્કૃત્ય કરનાર મારા આત્માને ! હવે સાવધાન બની એવાં દુષ્કૃત્યથી બચું. રોગની વ્યાકુળતાનું આર્તધ્યાન એ પણ દુષ્કૃત્ય છે, તો હું શા માટે એ કરી પાછા પાપકર્મ બાંધું? જો આવો પૂર્વે બાંધેલા કર્મનો વિચાર હોય તો ય આર્તધ્યાન અટકે. પ્ર. - આ સમજાય છે તો ખરું પરંતુ રોગની પીડા વખતે એ ભૂલી જવાય છે, એનું શું થાય ? ઉ. - સમજવા માત્રથી અવસરે યાદ આવે, એવો નિયમ નથી અને યાદ આવવા માત્રથી મનના ભાવ ફરી જાય એવું પણ નથી. (૧) અવસરે યાદ નહિ એનું એક કારણ એ છે, કે રોગ વગેરેમાં જીવને જે વ્યાકુળતા થાય છે એ જુગજુના સંસ્કારને લીધે બને છે. એટલે હવે એની સામે જે વ્યાકુળતા ન થવા દેતાં સમતાભાવ ઊભો કરવો હોય. તો એ માટે પણ તેવા સંસ્કાર જોઈએ, ને એ ઊભા કરવા માટે સમતાભાવની વારે વારે ભાવના કરવી જોઈએ. આ ભાવના કરવાનું, હવે એ જુઓ કે, તત્ત્વ સમજવા છતાં ક્યાં થયા કરે છે ? મનમાં ગોટા તો બીજા ચાલતા રહે છે. એટલે સંસ્કાર એના જ પડે, પણ સમતાભાવના ક્યાંથી પડે ? એ તો વારંવાર મનમાં લાવ્યા કરવું જોઈએ કે બાહ્ય રોગ પીડા-આપત્તિ એ તો કર્મ-ગુમડાનું નસ્તર છે.' ગુમડું હોય તો જ નસ્તરનો અવસર અને નસ્તર મૂકાયે ગુમડાં સાફ. ત્યાં નસ્તરની પીડા વધાવી લેવામાં આવે છે, કેમકે નજર સામે બેઠું છે કે “આનાથી ગુમડું સાફ થઈ આરોગ્ય મળશે. તો પછી અશુભ કર્મ રૂપી ગુમડાં પાકી જવાથી શરીરમાં રોગ-પીડા કે બીજી આપત્તિ આવી. પણ એ દ્વારા હવે એ કર્મો સાફ થવાના છે, તો એ રોગ વગેરેને અંતરથી કાં ન વધાવી લેવા ?' - આ ભાવના વારંવાર કરતા રહેવાય તો એના સંસ્કાર જામે. પછી અવસરે એ કામ લાગે. વ્યાધિ-વેદના-ઉપદ્રવ આવતાં કર્મગુમડાં સાફ થવાના આનંદમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પેલા સંસ્કાર મનમાં સમતાભાવ ઊભો કરી આપે. સારાંશ, તત્ત્વ સમજને વારંવાર ભાવનામાં ઉતારવી જોઈએ. નિયમ છે કે પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિનો હ્રાસ થતો આવે છે.’ તત્ત્વ-ભાવનાથી અતત્ત્વના સંસ્કાર ઘસાતા આવે, પછી અતત્ત્વની અસર મંદ પડી જાય. માટે અહીં સાંભળ્યા સમજ્યા પછી બહાર જાઓ ત્યાં એની ભાવના ચાલુ રહેવી જોઈએ. તો મોકા ઉ૫૨ એ ઉપયોગી થાય. બિમારી આવે એટલે આ વિચારવું - બિમારીમાં શું શું વિચારવું ? : (૧) કર્મના નિર્ધારિત અનિવાર્ય ઉદય. (૨) બિમારીમાં એ કર્મ ખપી જવાની મહાન કમાઈ. (૩) કાયા કરતાં આત્માના રોગોની ચિંતા અને એના નિકાલનું મહત્ત્વ. (૪) વેદનાના આર્તધ્યાનથી, ભોગવાતા કર્મ કરતાં, બંધાતાનો મોટો કર્મભાર... વગેરે વગેરેનો વિચાર આવીને જો ઊભો રહે, તો પછી આર્તધ્યાનને વેગ ન મળે. પરંતુ આ ચાર બાબતો અવસરે યાદ આવે એ માટે એની ભાવનાને વિના રોગે પણ વારંવા૨ ક૨તા રહેવું જોઈએ. એ જો ન કરાય, તો એના સંસ્કાર દૃઢ ન થયા હોય, પછી અવસરે યાદ ક્યાંથી આવે ? ૯૧ (૨) ‘અવસરે યાદ નહિ' નું બીજું કારણ એ, કે જ્યારે સાંભળ્યું અને સમજ્યા ત્યારે એ સમજને હાડોહાડ ન લગાડી. યુક્તિસર કહેવાયું હોય, જીવંત દૃષ્ટાન્તો અપાયા હોય, સર્વજ્ઞવચનની સાક્ષી સારી રીતે અપાઈ હોય, એટલે મનમાં તો બેસી જાય, મન કબૂલ કરે કે વાત બરાબર છે. પરંતુ હૈયે હાડોહાડ ન લાગી જાય તો અવસર પર એ ભુલાય એમાં નવાઈ નથી. ત્યારે જો હાડોહાડ લગાડી દીધું હોય તો તો પછી હૃદય એની અસરથી બહુ વ્યાપ્ત હોય, એટલે અવસરે એ ઉપયોગી થાય અને આર્તધ્યાન અટકાવે. બાકી, ઘણાં વ્યાખ્યાન સાંભળ્યા એળે જેવા ગયા કેમ લાગે છે ? સાંભળેલું હાડોહાડ ન લગાડતા ગયા એ કારણે વ્યાખ્યાન એળે ગયા જેવું લાગે છે. વ્યવહારમાં કોઈએ બહુ શબ્દોમાં ઠપકો આપ્યો હોય અને જો એ પગથી માથા સુધી ઝાળ ચડે એવો હાડોહાડ લાગી ગયો હોય છે ને, તો કેટલા ય દિવસ, મહિના અને કદાચ વર્ષો સુધી યાદ રહે છે. તો અહીં પણ આત્માને એના દોષ માટે અપાયેલ હિતશિક્ષા કેમ યાદ ન રહે ? એને હાડોહાડ લગાડવી જોઈએ. માત્ર ઠપકો જ નહિ, કિન્તુ તત્ત્વવાણી પણ હાડોહાડ લગાડી શકાય. પૂછો, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધ્યાન અને જીવન પ્ર. ખાલી હકીકતની વાત હોય, દા.ત. ‘જગતમાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય છે', એવી વસ્તુમાં હાડોહાડ લગાડવાનું શું ? ઉ. - એવું પણ આ રીતે હાડોહાડ લાગે કે ‘અહો ! પ્રભુએ આવાં મહાન વિશ્વવ્યાપી ષદ્ભવ્યો, એમાં અનંતા પુદ્ગલ અને અનંતા જીવ બતાવ્યા છે. તો પછી હું કૂપમંડૂકની જેમ નજરે દેખાતા ટૂંકા અલ્પ પદાર્થોમાં કેમ અટવાઈ ગયો છું ?' એમ ચોંકામણ થાય ! ત્યાં એ હાડોહાડ લાગે. પછી એની ભાવના એટલે કે વારંવાર ચિંતન સહેજે થયા કરે, કે તેથી અવસરે રોગ આપત્તિ આવી એ પર પણ એ ચિંતન આવીને ઊભું રહે અને આર્તધ્યાનથી બચાય. મનને એમ થાય કે ‘આત્મા પર ચોંટેલા અનંતા કર્મસ્કંધોના તો કેવા કેવા ય વિપાક છે ! એમાં આ વિપાક શી વિસાતમાં છે ?' અથવા, છ દ્રવ્ય પૈકી આકાશ દ્રવ્યના અધોલોકના ભાગમાં તો નરકના જીવો મારી પીડા કરતાં કાપણ-કુટણ-છેદન-ભેદન વગેરેની અનંતગુણી પીડા જીવો વેઠી રહ્યા છે ! એની સામે આ વેદના શી વિસાતમાં છે ?' અથવા ‘છ દ્રવ્યમાંનું આત્મદ્રવ્ય શુદ્ધ સ્વરૂપે તો અરૂપી અમૂર્ત રોગરહિત નિર્વિકાર છે. પણ વર્તમાન રોગ દેખાય છે એ તો કર્મોદયની ઉપાધિના લીધે છે. સ્ફટિકની પાછળ લાલ કપડાની ઉપાધિ હોય ત્યાં સુધી સ્ફટિક લાલ દેખાય, ઉપાધિ ખસી જતાં કાંઈ નહિ. એમ કર્યોદય હોય ત્યાં સુધી રોગ, એ પતી ગયે રોગ નહિ. આત્માના શુદ્ધ સ્વરૂપમાં કોઈ હાનિ નહિ માટે આકુળ વ્યાકુળ થવાનું શું કામ ? સમજી જ રાખવાનું કે ‘કર્મ અને કાયા એ છ દ્રવ્યમાંનું એક સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્યની પણ ગજબનાક શક્તિ છે. જીવને એ વળગ્યું છે એટલે એ એનું કામ કરે જ. તો રોગથી રોવું શું ?' પરદેશી તત્ત્વ ઘુસે ત્યાં ઉથલપાથલ થાય જ. એટલે ખરી રીતે આ કર્મ અને કાયા રૂપ પરદેશી તત્ત્વથી જ સાવધાન બનવા જેવું છે, એને જ હટાવવા જેવા છે. કદાચ યેન કેન અનુચિત પ્રકારે રોગ હટાવ્યા, પણ નવાં કર્મ-પુદ્ગલ આત્મામાં ઘુસાડ્યા, તો દુઃખનો ને રોગનો કાયમી અંત ક્યાં છે ? શું પરદેશી તત્ત્વના પ્રવેશ અને સંબંધ ઊભા રાખી સુખી થવું છે ? એમ દુઃખ-પીડા નથી જોઈતી ? ન બની શકે. માટે એ પરદેશી માલરૂપ કર્મને જ હટાવવાની સતત પેરવીમાં રહું. શાંતિથી રોગ સહી લેવો, એ પણ પરદેશી તત્ત્વરૂપ કર્મને હટાવવાનો એક રસ્તો છે. રોગમાં તો પાપકર્મના કચરા સાફ થાય છે. ત્યાં નારાજી શી ? ત્યાં વ્યાકુળતા શી ? તત્ત્વની હકીકત પર પણ આવી આવી ભાવના બહુ કર્યા કરાતી રહે તો Page #106 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૯૩ અવસર પર એ જરૂર ઉપયોગી થાય, રોગ-વેદનાનાં અને બીજાં આર્તધ્યાનને અટકાવે. જો એ ભાવનાનો અભ્યાસ નથી, તો સહેજે ભૂતકાળની વેદના પરના વલોપાત યાદ આવવાના. એના રીઢ સંસ્કારો આર્તધ્યાન કરાવશે. એટલે કહો, વર્તમાન તો શું, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ અંગેનાં પણ આર્તધ્યાન જીવને પજવે છે. ‘રોગ કેમ જાય, પૂર્વે ગયો તે સારું થયું, ભવિષ્યમાં ન આવે તો સારું' વગેરે ચાલ્યા કરવાનું બને છે, જો તત્ત્વની ભાવનાનો ખૂબ અભ્યાસ નથી રાખ્યો, ને તત્ત્વસમજનો સદુપયોગ નથી કર્યો. એનો ડગલે ને પગલે સારો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. તત્ત્વની સમજનો પહેલો સદુપયોગ આ, કે આત્મામાં અજ્ઞાનવશ જે અશુભ ભાવો જાગ્યા કરે છે, એને એ તત્ત્વ સમજથી અટકાવતા જઈએ અને એને સારા ભાવમાં ફેરવતા જઈએ. જીવની અનાદિથી આવી કંગાળ જ દશા ચાલતી આવી છે કે સારું મળે, કે નરસું ટળે, યા સારું ખોવાય, કે નરસું આવે, ત્યાં દિલના ભાવ ખરાબ કરવા જોઈએ છે, ધ્યાન બગાડવા જોઈએ છે. એમ કોઈ પણ રોગ આવે તો ય એ ભાવ બગાડવાની દશા છે. પાછી સ્થિતિ તો એ નજરે દેખાય છે કે અંતે તો મરી ખૂટવાનું છે, ત્યાં પછી ભાવ કેવા ? મૃત્યુનો સમય જ એવી ચીજ છે કે જ્યાં ભલભલાના ગાત્ર ઢીલાઢચ ! ભારે ભયંકર ખરાબ ભાવો પૂર્વે વારંવાર કર્યા હોય, આગ્રહથી એને છોડ્યા ન હોય, પછી મોત આવીને ઊભું રહેતાં એ અશુભ ભાવની કુટેવ મિટાવી શકતો નથી. તો પછી શું કામ જીવન જીવતાં એવાં ઉગ્ર કષાય ને એવા ભયંકર ભાવની લત રાખવી ? મૃત્યુ વખતે કરુણ અંતનું પ્રત્યક્ષ દેષ્ટાન્ત : એક શહેરમાં એક સુખી માણસને અભિમાન એટલું બધું કે એ દીક્ષા અને સાધુઓની નિંદા ખૂબ કરે. દીક્ષાઓ થાય એ એનાથી જરાય સહન જ ન થાય. દુકાનપેઢી પ્રતિષ્ઠાવાળી, ઘરે ઘોડાગાડી, ઘોડો એવો અરબી ઘોડા જેવો કે લગામથી સહેજ ઈસારો થતાં ભરબજારના રસ્તે પવનની ઝડપે દોડે. ભાઈ ગાડીમાં બેસી નીકળે, શોખથી પોતે જ હાંકે, ત્યારે એની મુદ્રા જોઈ હોય તો અભિમાનનું પૂતળું દેખાય. એના મનને થતું હશે કે ‘મારા ઘોડા જેવો ઘોડો કોની પાસે છે ? મારા જેવું પઢું શરીર કોનું છે ?' આવા ને આવા અભિમાનમાં એ બીજાની આગળ ચારિત્રદીક્ષાની અને મુનિઓની નિન્દા ભયંકર શબ્દોમાં કર્યે જાય. આની પાછળ દિલમાં કેટલા ભયંકર અશુભ ભાવ અને દુર્ધ્યાન ચાલ્યા કરતા હશે એ વિચારો. પરંતુ એકવાર પાપના નતીજા રૂપે બન્યું એવું કે એણે મોટા છોકરાનું Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધ્યાન અને જીવન લગ્ન લીધું અને આખી નાતને જમવા નોતરાં ફેરવ્યાં. જમણનો દિવસ આવ્યો, સવારે ઊઠીને નાસ્તાપાણી, નહાવા-ધોવા વગેરેનું કામ પતાવ્યું. ત્યાં સુધી પા જેવા એના શરીરમાં નખમાં ય કોઈ રોગ ન દેખાય. પરંતુ એકાએક શું થયું કે હવે જ્યાં એને નાત-જમણની વાડીએ જવાની તૈયારી છે, ત્યાં જ બ્લડપ્રેશર વધી ગયું. કહો કે એના અહીંના તીવ્ર પાપના ઉદયે શરીરમાં ગમે તે વિક્રિડાય ઊભી થઈ, તે માથામાંની નસ તૂટી, જીભ ખેંચાવા લાગી, ભાઈને પીડાનું ને બીજું કેટલું ય કહેવું હશે તે બોલવા ગયા, પણ બોલી શું શકે ? ઓ... ઓ... ઓ...' સિવાય બીજો અક્ષર જ ન કાઢી શક્યા. કારણ કે જીભ અંદર ખેંચાતી હતી. ડાક્ટર આવીને ય શું કરે ? શાસ્ત્ર કહે છે અતિ ઉગ્ર પુણ્ય કે પાપનાં ફળ અહીં મળે છે.' તીવ્ર અશુભનો ઉદય ઊભો થઈ ગયો હોય પછી ડાક્ટરે ય મરતા દેહમાં જીવ ક્યાંથી ઘાલી શકે ? બિચારો ત્રણ દિવસ ‘ઓ ઓ...' કરતો રહ્યો. દિલનું કશું કોઈને કહી શક્યો નહિ, સગી બાઈડીને ય નહિ ! ને સગા છોકરાને ય નહિ ! ત્યારે કહો, પૂર્વે કરેલા ભારે અભિમાન અને ધર્મનિંદા-ગુરુનિંદાની પાછળના હૈયામાં રમતા ઉગ્ર અશુભ ભાવ એ અહીં હવે આ મોતની ભારે પરાધીન દશામાં શે ટકાવી શકે ? અશુભના ઉદયે ઢીલીઢચ દશા કરી મૂકી. પણ આ વિષમ સંસારની દશા એવી કે એક ખરાબ અશુભ ભાવ મૂકવો પડ્યો તો બીજો અશુભ ભાવ તૈયાર જ છે. એને બિચારાને ત્રણ ત્રણ દિવસની ઘોર પીડામાં શરીરની મૂર્છા, જીવવાની મમતા, કુટુંબની મૂર્છા વગેરે મૂર્છા-ડાકણોનાં ટોળાએ એવો ઘેરી લીધો એવો, કે એ બધી મમતાના અંગે હાયવોયનો પાર નહિ ! ને આંતર ક્લેશનો પાર નહિ ! પેલા નિંદા-અભિમાનના ખરાબ ભાવ મૂકાયા, તો આ અશુભ ભાવ અશુભ ધ્યાન મગજ પર ચડી બેઠા ! કરુણ હાલતે એ મર્યો. બોલો, જીવન જીવતાં રાચીમાચીને સેવેલા એ અભિમાન ધર્મદ્વેષ અને ધર્મનિંદાના મહા મલિન અશુભ ભાવોનું શું ઊપજ્યું ? ક્યાં ગયા એ રોફ મ૨ણ વખતે ? તો પછી જીવન જીવતાં રાત-દિવસ એવા અશુભ ભાવ કર્યો જવામાં ને ચિત્તને ભારે બગાડવામાં જીવની કેવી પાગલતા ગણાય ? શું શુભ ભાવનો ખોરાક નથી મળતો તે અશુભ ભાવનાં ઝેર ખાવાં ? * * * Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૫. તામસભાવનાં તાંડવ : સાધનામાં હોંશ-જોશ-પરિણતિ. કg અશુભ ભાવો તામસભાવમાંથી જન્મે છે. શુભ ભાવો સાત્ત્વિક ભાવમાંથી જાગે છે. તામસભાવમાં ન રમવું હોય તો જરાક પણ અશુભ ભાવ કરવા જેવો નહિ. એક મુનિનો જરાક અશુભ ભાવ : એક મુનિ કાઉસગ્ગ કરતા હતા. કાઉસ્સગ્ગ કેટલો ? “ઈરિયાવહિયં” નો એક લોગસ્સમાત્રનો, એટલે કે સવા છ શ્લોક માત્રનો. પરંતુ મુનિ એવા ઊંચા શુભ ભાવ અને પ્રબળ શુભ ધ્યાનમાં ચડ્યા કે ત્યાં એમનાં અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટ્યાં ! ને એમને અવધિજ્ઞાન પ્રગટ થયું, ઊંચે પહેલા દેવલોક સુધીનું પ્રત્યક્ષ દેખાડે એવું ! ધ્યાનમાં આ તાકાત છે કે અશુભ જ્ઞાનાવરણાદિ કર્મોને તોડે. શુભ ધ્યાનનું આ મહત્ત્વ જીવ સમજતો નથી એટલે સાવ સસ્તુ અને સહેલું છતાં શુભ ધ્યાન ચાલુ ચલાવ્યે રાખવાનું તો શું, પરંતુ ક્યારેક ક્યારેક પણ એ કરતાં આવડતું નથી ! મુનિને માત્ર કાયોત્સર્ગમાં જ શુભ ધ્યાનમાં અવધિજ્ઞાન પ્રગટ થયું છે. હજી પોતે કાઉસ્સગ્નમાં જ છે, ને અવધિજ્ઞાનથી બહુ ઊંચે અસંખ્ય યોજન દૂર વૈમાનિકનો પહેલો દેવલોક દેખાયો ! ‘ત્યાં ઈન્દ્ર શું કરે છે? એ જોવાની જિજ્ઞાસા થતાં જ ખૂણામાં ઈન્દ્ર ઈન્દ્રાણીને મનાવતો દેખાયો. ખોટી જિજ્ઞાસા ય ભુંડી ! એ મુનિને એવી જિજ્ઞાસામાં અવધિજ્ઞાનથી જે આ દેખાયું એના પર એમને હસવું આવ્યું કે “હે હે હે... આવો અસંખ્ય દેવોનો માલિક પણ આ ઈદ્ર સ્ત્રીને મનાવવા બેઠો છે? આટલો ગુલામ ?' હાસ્યનો કરુણ અંતઃ તામસભાવનાં પોષણઃ જુઓ, આ હાસ્ય, મજાક, મશ્કરી વગેરે એ અશુભ ભાવ છે અને એનો દયાપાત્ર કરુણ ફેજ કેવો ! કે ત્યાં જ અવધિજ્ઞાનનાં આવરણ કર્મ પાછા ઉદયમાં આવી ગયા ! અને અવધિજ્ઞાન ડુલ ! ઊડી ગયું ! હવે અંધારું ધબ ! કશું ઉપર દેખાતું નથી. ત્યારે કહો જોઉં, આવો અશુભ ભાવ કરવામાં મૂર્ખતા નહિ ? મૂઢતા નહિ ? સહેજ હાસ્યમાં કેવા પડ્યા ? કેટલું ગુમાવ્યું ? હવે એ હાસ્યમાં હૈયું જે તુચ્છ તામસ ભાવવાળું બન્યું એમાં ગમે તેવા શુભ ભાવ લાવવા જાય, શુભ ધ્યાન Page #109 -------------------------------------------------------------------------- ________________ મ ધ્યાન અને જીવન | કરવા જાય, પરંતુ એમાં એવો પ્રબળ પાવર ક્યાંથી આવે ? કોઈકવારના પણ એવા અશુભ ભાવથી આ ખરાબી ઊભી થાય છે કે હૈયું શુદ્ર તુચ્છ બની જાય છે, ને ત્યાં પ્રબળ શુભ ભાવ ને શુભ ધ્યાનને જાગવા અવકાશ જ રહેતો નથી. માટે જ સાવધાન ! હાસ્યાદિ અશુભ ભાવ લાવતાં ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે માનીએ કે પ્ર. - જરા હસ્યા, જરા મશ્કરી કરી, જરાક કોઈનું ઘસાતું બોલ્યા, એમાં શું થઈ ગયું? ઉ. - પરંતુ એમાં થઈ ગયું છે, કે આપણા દિલમાં શુદ્રતા-તુચ્છતા-તામસભાવ લાવ્યા. એ વિના હાસ્યાદિ ઊભાં થતા નથી. પણ તમને જરાક હસ્યા એટલે તામસભાવ કર્યો એવું લાગે છે જ ક્યાં ? નહિતર એવા તુચ્છ ભાવ વારે વારે શાના થાય ? મુનિને હસવામાં અવધિજ્ઞાન કેમ ગયું ? હાસ્યાદિના મૂળમાં ક્ષુદ્રતાદિને પોષ્યા માટે. એ મહાન નુકસાન ઊભું કર્યું. ત્યારે સમજતા નહિ કે “હાસ્યાદિ એ સાત્ત્વિક ભાવમાંથી ઊભા થાય છે.” ભલે ને મુનિ પોતે ગુણિયલ હતા, પહેલાં મોહમુક્ત હતા, પણ પછી ઈદ્રની મોહમૂઢ દશા જોતાં મોહયુક્ત બની એના પર હસ્યા, એમાં સામાના દોષ પર એના પ્રત્યે તિરસ્કારનો, દુર્ભાવનો, હાંસીનો ભાવ આવ્યો એ તામસભાવના ઘરનો છે. સાત્ત્વિક ભાવના ઘરના ભાવ તો તે, કે જે (૧) સામા પર ભરપૂર દયા ઊભરાય, (૨) મોહની ભયાનકતાની પોતાને ભડક લાગે... (૩) આત્મા-કર્મ-સંસાર વગેરે ભાવોને યથાસ્થિત કહેનાર જિનવચન પર ઓવારી જવાય, (૪) મનને એમ થાય કે “પ્રભુ ! તારી તારા શાસનની કેવી બલિહારી કે આવા સનેપાતના સકંજામાંથી મને બચાવ્યો...' પેલા મુનિને આમાંનું કશું ક્યાં થએલું ? એમને તો ઈન્દ્ર પર “અરે રે ! બિચારો મોહથી કચડાઈ રહ્યો છે !” આવી દયા આવવાના બદલે “હું ? આવું કરે છે ? પાગલ !' એમ તિરસ્કારભાવ આવ્યો, હાંસી દુર્ગછા થઈ. ત્યાં સાત્ત્વિક ભાવ ફૂલ ! ને તામસભાવ ઝગમગતો ! એટલે પછી અવધિજ્ઞાન જાય એમાં નવાઈ શી? ધ્યાન અને જીવન” નો વિષય સમજવામાં આ ખાસ ખ્યાલમાં રાખી લેવા જેવું છે કે “અશુભ ધ્યાન ઢગલો કરવા જોઈએ છે, પણ એના પર જીવનમાં મહા ખરાબીઓ ઊભી થાય છે ! અને એ અશુભ ધ્યાન તીવ્ર રાગ-દ્વેષ પર તો શું, પણ Page #110 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન મામુલી ગણાતા હાસ્યાદિ દોષો પર પણ નભે છે, કેમકે ત્યાં તામસભાવ પોષાય છે. પછી એના પર દુર્ધ્યાન આવવું ક્યાં મોંઘું છે ? અસદ્ નિમિત્તોથી જે દૂર, એ તામસભાવથી બચે : એટલા જ માટે આ પણ લક્ષમાં રાખવાનું કે તામસભાવને પોષનારાં નિમિત્તો જેટલાં ઓછાં સેવો એટલું બચાય. પેલા મુનિ દેવલોક દેખાયો તો એના જિનમંદિર જોવાની જિજ્ઞાસા કરવાને બદલે ઈન્દ્ર શું કરે છે એ જોવાની જિજ્ઞાસા કરવા ગયા, એટલે આ અસ ્ નિમિત્તને સેવ્યું, તો હાસ્યના તામસભાવમાં પડ્યા અને અવધિજ્ઞાન જેવી મહાન સંપત્તિ પળવારમાં ગુમાવી. જિનમંદિરની જિજ્ઞાસા કરી હોત તો એ જોતાં જ્ઞાનની વિશેષ નિર્મળતા થાત. બધે જ અસદ્ નિમિત્તોથી દૂર રહેવા જેવું યા જેટલા બચાય એટલું બચવા જેવું છે. અરે ! જમવા બેસો ત્યાં ય જો મળે એટલી ચીજો ખાવાની ખુલ્લી રાખી તો તામસભાવમાં તણાઈ જતાં વાર નહિ લાગે. માટે તો ‘દ્રવ્ય-સંક્ષેપ' એટલે ‘વૃત્તિ-સંક્ષેપ' કે ખાવાની ચીજોની વૃત્તિનું ચોક્કસ માપ અને ‘રસત્યાગ' અર્થાત્ વિગઈઓ આદિનો ત્યાગ, એને તપ ધર્મ કહ્યો. શું કરે એ ? માપની ઉપરની વસ્તુ અંગેનો રાગાદિ તામસભાવ રોકે. ૯૭ નાના બાળનું સત્ત્વ : અમે મુંબઈમાં હતા, ત્યાં એક ભાઈ પોતાના નાના આઠ વરસના પુત્રને લઈને દર્શનાર્થે આવ્યા. એ છોકરો વંદન કરી અમને ચિઠ્ઠી આપે છે. શાની ચિઠ્ઠી ? બાધાઓ લેવાની આઈટેમો લખેલી. એમાં લખી લાવ્યો હતો કે ‘ચોરી ન કરવી, પિક્ચર ન જોવા, એક ભાણે સાતથી વધુ ચીજ ન ખાવી...' હું તો જરા આશ્ચર્યમાં પડ્યો કે ‘આવો નાનો બાળ, ને આ નિયમો ?' એ કહે છે, ‘બાધા આપો.’ મેં એના પિતાની સામે જોયું, પિતા કહે છે, ‘હા સાહેબ ! આપો બાધાઓ, એ પાળશે.' બોલો આ શું કર્યું એણે ? સુખી ઘરનો હતો હોં, એકનો એક. મા-બાપ Full fecilities (પૂરી સુખસગવડો)થી રહેનારા ! છતાં પુત્ર કહે છે ‘આ બાધાઓ આપો... સાતથી વધુ ચીજ એક ભાણે ન ખાવી, સિનેમા ન જોવા...' સમજીને નક્કી કરી લાવ્યો હતો. કેટલું સત્ત્વ ! આઠ વરસનામાં આટલું સત્ત્વ, તો અઢાર વરસનામાં કેટલું ? માંડો ત્રિરાશિ. તમે તો અઢાર-વીસ-ઓગણીસ વરસના છો ને ? રતિ-અતિના તામસભાવ તથા દુર્ધ્યાન વગેરેનાં નિમિત્તો બંધ કરવાનું કેટલું સત્ત્વ છે ? 3 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધ્યાન અને જીવન ‘એક ભાણે સાતથી વધુ ચીજ નહિ, સિનેમા નહિ...' એવા નિયમો તામસભાવો પર અંકુશ મૂકવાનું મહાન સાધન છે. સત્ત્વ જોઈએ, તો જ એ બને. નિઃસત્ત્વને ગભરાટ બહુ : નિઃસત્ત્વ માણસ તો આવા ત્યાગની બાધાથી જ ગભરાય, ‘હાય ! પછી વધુ ચીજ મળે ને ચાટવાની રહી જાય તો ? સારું પિક્ચર આવ્યું હોય એ જોવાનું રહી જાય તો ?' જીવની આ કેવી કંગાલ દશા છે ! સંસાર તો પ્રલોભક પદાર્થોનો ભરેલો રહેવાનો. બસ, ભોગનું માપ નથી એટલે એ ઢગલો ચીજો ૫૨ જીવની ચાલે ફેંકાફેંક ! ચીજો જાણે રમતિયાળ છોકરા, તે જીવને ફૂટબોલના દડાની જેમ આમન સામન ઉછાળ્યા જ કરે. પૂરી કહે, ‘જા કઢી પર’, કઢી કહે, ‘જા શાક પર', શાક કહે, ‘જા ફરસાણ ઉપર.' એ વળી કહે, ‘જા ચટણી પર !' ચાલ્યું - ‘આ સારું છે, આ બરાબર નહિ, આ તો હાઈક્લાસ, આ ડેમ ક્લાસ.' કેટલા રાગ ? કેટલા દ્વેષ ? આ બધા તામસભાવનાં તાંડવ છે. બહુ રાગદ્વેષાદિથી ભવપ્રવાસનો પાસપોર્ટ : સંસાર આ રાગ-દ્વેષાદિ તામસભાવો પર જ ચાલ્યા કરે છે. એમાં ય માનવ અવતારે જેણે એ બહુ સેવ્યા, એણે તો જાણે અનેક ભવોની મુસાફરીના પાસપોર્ટ ફડાવી લીધા ! કેમકે આ ભવ કિંમતી છે, બુદ્ધિનો અવતાર છે. જનાવર કરતાં માણસની બહુ ખીલેલી બુદ્ધિ, એટલે એના પર કરેલા સારા નરસા વેપાર જોરદાર ! તેથી એના પર ધૂમ કમાઈ ! જનાવરનાં કરતાં કોઈ ગુણી ! નાજુક ભવ છે આ. બે વાત છે (૧) જો આમાં સમજપૂર્વક ધર્મ કરો, તો પાપકર્મ-ક્ષય અને પુણ્યકમાઈ મોટા પ્રમાણમાં. (૨) ત્યારે જો બુદ્ધિપૂર્વક પાપાચરણ સેવો, રાગ-દ્વેષ-મોહ કર્યા કરો, તો પાપકર્મની કમાઈ પણ જંગી ! મોક્ષ પામવા પર હક કોનો ? : - સંસાર રાગ-દ્વેષ-મોહ વગેરે તામસભાવો પર સર્જાય છે. કેમકે રાગાદિથી અશુભ ભાવ આર્તધ્યાન ડગલે ને પગલે, ને એથી આત્મઘરે ઢગલો અશુભ કર્મબંધનો પ્રવાહ સતત વહ્યો આવે. માટે જેણે રાગ-દ્વેષ-મોહને જીત્યા, અર્થાત્ તામસભાવ બંધ કર્યા, એણે સંસારને જીત્યો. એ કલ્યાણ આત્મા હવે આમ ચાલ્યો મોક્ષ તરફ. પછી ભલેને બાળ હોય કે બુઠ્ઠો, માંદો હોય કે સાજો, સ્ત્રી હોય કે પુરુષ, પિતા હોય કે પુત્ર, ગુરુ હોય કે શિષ્ય, પણ જેણે રાગ-દ્વેષ-મોહને હંફાવ્યા, એણે સંસારને દૂર ધકેલ્યો. અઈમુત્તા મુનિ બાળ હતા, પરંતુ એમની પ્રત્યે હસનારા મોટા મુનિઓ બાજુએ રહી ગયા અને એ રાગાદિ જીતીને કેવળજ્ઞાન પામી ગયા ! ઉપદેશક ગુરુ અને દીક્ષા આપનાર આચાર્ય અર્ણિકા પુત્ર બેઠા રહ્યા, ને એમના હાથે દીક્ષા લેનારી સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાન પામી ગયા ! શાના પર ? રાગ-દ્વેષને ધકેલી મૂકવા પર. Page #112 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન અર્ણિકાપુત્ર અને પુષ્પચૂલાનું દૃષ્ટાન્ત : પુષ્પચૂલા આમ તો રાજાની રાણી, પણ એ પતિ રાજા પોતાનો સગો ભાઈ જ પતિ બનેલો ! અવિવેકી બાપે ભાઈ-બેનનો અગાધ પ્રેમ દેખી બન્નેને એક બીજા સાથે પરણાવી દીધેલા ! તેથી પોતાના સંતાનમાં આ ન ઈચ્છતી માતાએ વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. સારી સાધના કરી એ સ્વર્ગમાં ગઈ. ત્યાંથી આ સ્થિતિ જોઈ પુષ્પચૂલાને સ્વર્ગ-નરકનાં દૃશ્ય સ્વપ્નમાં દેખાડ્યાં. છોકરીને કેમ બતાવ્યાં, છોકરાને કેમ નહિ ? એટલા માટે કે છોકરીના હૃદય કોમળ અને વિનયભર્યાં. કૃષ્ણ વાસુદેવ શું કરતા હતા ? છોકરીઓને સમજાવીને નેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અપાવતા. ‘છોકરાઓ તો ઉંમરમાં આવ્યા એટલે અહંત્વ વધ્યું, બુદ્ધિનું અભિમાન જાગ્યું, દિલ કઠોર બન્યા, એ શાના એમ સમજી જાય ?' આવું કાંઈક જોયું હશે, એટલે છોકરાઓને સમજાવવાની માથાકુટમાં ન પડ્યા, પણ છોકરીઓને સહેજમાં સમજાવી સમજાવી ચારિત્રમાર્ગે ચડાવી દેતા ગયા. અહીં માતા દેવે પુત્રી પુષ્પચૂલાને બૂઝવવા નરકનાં સ્વપ્ન દેખાડ્યાં. ૯૯ પુષ્પચૂલાએ નગરમાં બીજા-ત્રીજાને સ્વર્ગ-નરકનાં સ્વરૂપ પૂછ્યાં, પણ ખરો ઉત્તર ન મળ્યો. ત્યારે અર્ણિકા પુત્ર આચાર્યો, એણે જેવું દેખેલું, એવું સ્વરૂપ જૈન શાસ્ત્રાધારે કહી બતાવ્યું. ! પછી તો પુષ્પચૂલાને ભારે શ્રદ્ધા થઈ, તેથી પૂછ્યું કે ‘પ્રભુ ! આવી ઘોર દુઃખભરી નરકમાં કયા કારણે જવાય ?’ આચાર્ય મહારાજે, મહારંભ, મહા પરિગ્રહ, રૌદ્રધ્યાન, કૃષ્ણલેશ્યા, વિષયાંધતા, પરિગ્રહાંધતા',... વગેરે કારણો બતાવ્યાં. સાંભળીને પુષ્પચૂલાને પોતાના લગ્ન પર અને એવા સંસાર પર તિરસ્કાર છૂટ્યો, તીવ્ર વૈરાગ્ય થયો, આગ્રહપૂર્વક રાજા પતિ પાસે દીક્ષાની રજા માગી. રાજાએ એક શરતે રજા આપી કે ‘દીક્ષા લઈને જીવનભર આ નગરમાં જ રહેવાનું, જેથી મને તમારાં દર્શન તો મળે’ પુષ્પચૂલા શું કરે હવે ? પતિની રજા વિના કોઈ દીક્ષા આપે નહિ, ને દીક્ષા લીધા પછી સંયમભાવ ટકાવવા એક સ્થાને બેસી રહેવું પાલવે નહિ. પણ પુષ્પચૂલા જુએ છે કે ‘હજી ય દીક્ષા લીધા બાદ ભલે એક સ્થાને રહેવું પડે, પણ રાગનાં નિમિત્તોથી આઘા રહેવાની અને વિશેષ સાવધાની રાખવાથી સંયમભાવ ટકાવી શકાશે, પરંતુ દીક્ષા વિના ઘરે બેસી રહેવામાં તો મોત જ છે.’ ઘરે કેમ મોત ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦નું ધ્યાન અને જીવન - રાગનાં નિમિત્તોની વચ્ચે રહી રાગથી શે બચાય? કામપાત્રોના સંગમાં વાસના કેમ ભૂલાય ? ઘર એટલે તો પાપનું ઘર. ત્યાં સદા સત્તર પાપસ્થાનક ચાલુ ! એમાં ય જો એ પાપો પર અંધ રાગ, એનું નિર્ભીક સેવન, તો અઢારમું ખતરનાક મિથ્યાત્વ-શલ્ય પાપ પણ આવતાં વાર નહિ. માટે એકવાર આ પાપઘરમાંથી તો નીકળી જવું. પછી બહારનાં નિમિત્તોથી તો પ્રયત્ન રાખીને બચી જવાશે.” પુષ્પચૂલાને કેવળજ્ઞાનનું રહસ્ય : પુષ્પચૂલાએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. જુઓ એ કેવળજ્ઞાન પામવાની છે. કેમ ? જો કે એ નગરમાં જ રહે છે, પણ એ સમજીને રહે છે, વિશેષ એવી સાવધાની રાખીને રહે છે કે “એક સ્થાને બેસી રહેવામાં રાગ-મમત્વ-શિથિલતા-પ્રમાદ વગેરે .. નેક દોષો સુલભ છે, ને તેથી સંયમ ભાવ ઘવાય', માટે મન પર બરાબર કડકાઈ રાખીને સાધના કરે છે, ઊંચી ઊંચી પરિણતિથી ત્યાગ, તપ, સ્વાધ્યાય, શુભ ભાવો, શુભ ભાવનાની સાધના કરે છે. ઊંચી ઊંચી પરિણતિથી સાધનામાં આગળ વધાય તો જ સંભવિત દોષોથી બચાય. સાધનામાં આગળ આગળ વધવાનો ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થ શું કરે? તો કે એ દોષોને અનુકૂળ થનારા મન-મંદવાડને દૂર જ રાખે છે. જુઓ, દા.ત. ઘરેથી દુકાને જવા ઉત્સાહ અને વેગિલા ઉદ્યમથી નીકળ્યા, તો રસ્તામાં કોઈ પૈસા કમાવવા સિવાયની વાત કરવા મળે ત્યાં વાતમાં લોભાવાતું નથી, ઊભા નથી રહેવાતું, ઝટ દુકાન તરફ જવાય છે. પણ જો એમ જ શાક ખરીદવા બજારે ચાલ્યા, તો ત્યાં કોઈ મનનો એવો વેગ નથી કે આ ઝટ શાક ખરીદી ઘરે આવું. તેથી રસ્તામાં કોઈ હરિનો લાલ મળ્યો તો લલચાઈ જવાય છે, ને કચરાપટ્ટી વાતોમાં ય અડધો કલાક ઊભા રહી જવાય છે ! બસ, એવું ધર્મસાધનામાં સમજવાનું છે. જો વેગબંધ પુરુષાર્થથી હોંશ અને જેસથી એમાં કામ ધપાવ્યું રાખ્યું, સાધનાની ઊંચી ઊંચી કક્ષામાં જો આગળ આગળ વધતા ગયા, તો એ મનના પ્રબળ વેગ અને ઉત્સાહ સામે મન દોષોની લલચામણીમાં નહિ તણાય, એ તામસભાવમાં નહિ પડે. દોષોનાં પ્રલોભનમાં પડતાં તામસભાવ માથે ચડી બેસે છે. માટે તામસભાવને રોકવા દોષોની લાલચ દબાવવી જોઈએ. એ તો ધર્મસાધનામાં ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થથી બને. પૂછે છે, પ્ર. - ધર્મ કરવા છતાં મને કેમ પાપમાં તણાઈ જાય છે? ઉ. - આ જ કારણે, કે ધર્મસાધનાને વધુ ને વધુ (૧) હોંશિલી, (૨) જોસિલી, ને (૩) ઉચ્ચ-ઉચ્ચતર ઉચ્ચતમ નથી બનાવાતી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૧૦૧ - દેવદર્શનાદિ ધર્મસાધના આમ તો એની એ જ થતી હોય, પરંતુ (૧) દિન-પ્રતિદિન એ દેવદર્શનાદિ વધુ ને વધુ હોંશથી થાય, એ હોંશ આગળ બીજા-ત્રીજાને મળવા કરવાની હોંશ મંદ પડી જાય, ફિક્કી પડી જાય, એવી હોંશવાળી દેવદર્શનાદિ ધર્મસાધના એ હોશિલી. (૨) વળી એમાં તન-ધનની સાધનસામગ્રીનો વધુ ને વધુ ભોગ અપાય. દા.ત. દેવદર્શન-પૂજનમાં વધુ સારાં સારાં પોતાનાં પૂજનદ્રવ્યો લઈ જવાય..., વગેરે એ જેસિલી. (૩) ત્યારે દેવદર્શનાદિમાં – (૧) મનની વધુ ને વધુ તીવ્ર એકાગ્રતા રખાય, (૨) ભાવોલ્લાસ વધારતા જવાય, એ ભાવોલ્લાસ એવા કે (૩) દુનિયા તદ્દન ભૂલી જવાય, (૪) સંસાર વધુ ને વધુ અકારો લાગતો જાય, (૫) એક બાજુ ધર્મસાધનાના ભાવમાં તન્મયતા વધે અને બીજી બાજુ સંસારના પદાર્થો પ્રત્યે આસંગભાવ ઘટતો આવે, આનું નામ ઉચ્ચ-ઉચ્ચતર ધર્મસાધના. આમ વધુ ને વધુ હોશિલી, જોસિલી અને ઉચ્ચ-ઉચ્ચતર ધર્મસાધના કર્યો જવાય એથી મનોબળ-મનઃશુદ્ધિ ખૂબ વધે. ઘણા માણસો કહે છે કે “અમે દેવદર્શન-પૂજા-સામાયિકાદિ બનતું બધું કરીએ છીએ. હવે બીજું વધારે તો અમારાથી આ સંયોગોમાં શું થાય ?' પરંતુ એમને બિચારાને આ ક્યાં ખબર છે કે જેટલું કરાય છે એમાં ય આગળ આગળ વધવાને કેટકેટલો અવકાશ છે ? કેટલી બધી હોંશ, જેસ અને ઉચ્ચતર પરિણતિ એમાં વધારી શકાય છે ? શું તમે એમ માનો છો કે જેવું પ્રભુદર્શન શયંભવ બ્રાહ્મણે કર્યું, એવું તમે કરી રહ્યા છો ? એને તો યજ્ઞના સ્તંભ નીચેથી પ્રભુપ્રતિમા મળી તો એનાં દર્શન પર ઓવારી જઈ પ્રભુનાં તત્ત્વ જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી, તે યજ્ઞ પડતો મૂકી પહોંચ્યો આર્યપ્રભવસ્વામી પાસે ! ને તત્ત્વ સાંભળી, એ જચી જતાં ત્યાં જ ચારિત્ર લીધું. કેવું ક એ દર્શન હશે ? તામસભાવનાં તાંડવો દિલને આવાં દર્શનમાં જવા નથી દેતાં. ચાલુ સાધનામાં વધુ શું કરવા જેવું? : ત્યારે શું એમ માનો છો કે શ્રેણિકરાજા વીરપ્રભુનું જે સ્મરણ કરતા હતા, તેવું આપણે કરીએ છીએ ? એ શ્રેણિક તો આ સ્મરણના જોસ અને હોંશ પર, પ્રભુની સુખશાતા-આબાદીના સમાચાર લઈ આવનારને વધામણીમાં સુવર્ણદાનથી નવાજી દેતા. આપણે શું કરીએ છીએ ? અર્થ - કામની મૂર્છાના હૈયે તામસભાવ રમતા હોય ત્યાં આ શે બને ? નવકારનું ચિંતન-સ્મરણ કરાય એમાં પરમેષ્ઠીનું ચિંતન કરતાં ક્યારેક અપૂર્વ આલ્હાદ આવ્યો ખરો ? ને આવ્યો તો કોઈ ભારે ભોગ આપ્યો ખરો ? ખાનપાન-રંગરાગના તામસભાવમાં ભોગ શી રીતે અપાય ? Page #115 -------------------------------------------------------------------------- ________________ 10 ધ્યાન અને જીવન દેવદર્શન, નવકાર-સ્મરણ વગેરેમાં દિનપ્રતિદિન હોંશ વધારાય, જોસ વધારાય, ઊંચી ઊંચી પરિણતિ વધારતા જવાય. હોંશથી ઉલ્લાસ ભારે વધતો ને વધતો રહે. જાપ, સ્મરણ કરવામાં જોસ એટલે શરીરનો અપ્રમાદ, દેષ્ટિની સ્થિરતા અને કાનની અંતર્મુખતા વધુ ને વધુ જામે. તેમજ પરિણતિથી વીતરાગ દેવ અને નિર્ચન્થ ગુરુ તરફ શરણ, ઝુકાવટ અને મૂલ્યાંકન વધતાં ને વધતાં ચાલે. આમ પ્રયત્ન ચાલુ જોઈએ તો ચાલુ સ્થિતિમાં ય આગળ વધાય. પરંતુ ધ્યાન રાખજે, બીજી બાજુએ અર્થ-કામની લાલસાના તામસભાવ ઓછા કરવાની તૈયારી હોય તો આ બને. એ તામસભાવ ઘટાડીને દરેક ધર્મસાધનામાં હોંશ-જોસ-પરિણતિ વધારતા જવાય એ જરૂરી છે. સાધના એની એ જ, પણ એમાં હોંશ, જોસ અને આંતર પરિણતિ વધતી ને વધતી રહે, એ કાર્ય જિંદગીના છેડા સુધી પાવતુ વિતરાગ બનવા સુધી ચાલુ રહી શકે છે. “હવે વધુ અમારાથી શું થાય ?' કહેવાનું અજ્ઞાનતાભર્યું છે, વધારે કરવું હોય તો કરવાનું આ ઘણું છે. જુઓ આ ત્રણમાં શું શું કરાય? (૧) વધુ ઉલ્લાસની પાછળ શું? : સાધનામાં હોંશ ઉલ્લાસ વધુ આવ્યો એ શી રીતે માનીએ ? કહો, એની પાછળ કોઈ વધારે ભોગ આપવાનું રાખીએ. રાખો છો ? કોઈ તીર્થદર્શન થયું, ક્યાંક અપૂર્વ અદ્ભુત અંગરચનાયુક્ત પ્રભુનાં દર્શનનો લાભ મળ્યો, ઉલ્લાસ ખૂબ આવ્યો, તો એની પાછળ એની કદરરૂપે ઉપવાસ કે આંબેલ યા વિગઈત્યાગ કરવાની વાત ખરી ? એ આનંદ પાછળ શુભ ખાતે પાંચ પૈસા ખરચવાનું બને છે ખરું ? જો એવો કશો જ ભોગ આપવાનો નહિ, તો તો એનો અર્થ એ કે “ઉલ્લાસ વધુ આવ્યો એટલે કે આ સાધના બહુ ગમી, ને એમાં બહુ આનંદ ઊછળ્યો એટલું જ, પરંતુ એના કરતાં મારાં ખાનપાન ને મારા પૈસા મને વધુ ગમેલા છે, એમાં વધારે આનંદ રહેલો છે.” દર્શન કરતી વખતે અંદરમાં ઊતરી હૈયું તપાસાય તો એ હૈયાનો આ ગુપ્ત અવાજ માલુમ પડે કે “ભગવાન તમે બહુ વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા ને મારાં ખાનપાન વધારે વહાલા... હજી પૈસા ખાતર તમારો ઉપયોગ કરું, પણ તમારી ખાતર પૈસા ન તોડી નાખું', શું આ જ હોંશ ને ઉલ્લાસ ને ? પૈસા અને વિષયસુખોના વહાલના તામસભાવ સાચા ધર્મ-ઉલ્લાસ નથી જાગવા દેતા. અનંત ઉપકારી વીતરાગ પરમાત્મા મળવા છતાં જડના રાગ એના એ જ રહે ? (૨) વધુ જોસ એટલે ત્યારે સાધનામાં જોસ વધુ આવે ત્યાં શું અપ્રમાદ અને સ્થિરતા ખૂબ વધતી જતી ન હોય? શું પહેલાની જેમ આંખ એનાં એ જ ડાફોળિયાં માર્યા કરે ? શું ચિત્ત એનું એ ચંચળ રહી આડાઅવળા ભૂરાં કુટ્યાં કરે ? શરીર એવું ને એવું Page #116 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૦સુસ્ત મુડદાલ રાખ્યા કરાય ? સાધના પૂરી થઈ એટલે “હાશ પત્યું એવો છૂટકારાનો દમ ખેંચાય ? બાહ્યની લંપટતાના તામસભાવ હોયે, સાધનામાં જોસ શી રીતે આવે? એની એ જ સાધના છતાં આગળ વધવું હોય તો ઘણું ઘણું કરવા જેવું છે. હોંશ અને જોસ એવા વધારતા જવાય કે “હોંશ'ની પાછળ નક્કર ભોગ આપવાનું . કરતા રહેવાય અને “જોસ” ની પાછળ શરીર ઈન્દ્રિયો અને મનની એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા અને અપ્રમાદ જોરદાર બનાવતા જવાય. રખડતા મનનો તામસભાવ પડતો મૂક્યા વિના આ ન બને. ત્યારે, (૩) પરિણતિ વધારતા જવાય એટલે? : બાહ્ય સાધનાને અનુરૂપ અંતરના ભાવમાં વૃદ્ધિ કરતા જવાય. દા.ત. દાન દીધું, ત્યાં હૃદયમાં ધનમૂચ્છનો ત્યાગ વધતો આવે, ધન પ્રત્યે ધૃણા વધે, અભાવ વધતો જાય. એમ દા.ત. તપ કર્યો ત્યાં આહારની પ્રત્યે કંટાળો વધે. વ્રત લીધા ત્યાં વિષયો પર ગ્લાનિ વધતી જાય,... એ બધું પરિણતિ ઉચ્ચ-ઉચ્ચતર બનાવી કહેવાય. પુષ્પચૂલાની સાધના કેમ વધતી? પુષ્પચૂલા સાધ્વી આ કરી રહી છે. એ સમજે છે કે “ચારિત્ર આ ને આ જ નગરીમાં રહીને પાળવાનું છે. એમાં વળી નગરની રાણી તરીકે હતી એમાંથી સંસારત્યાગી સાધ્વી બની છું તો લોકનાં માન આદર ખૂબ રહેવાના, એટલે સંયમમાં શિથિલતા આવવા મોટો સંભવ છે. માટે સાધનામાં હોંશ, જોસ અને આભ્યન્તર પરિણતિ વધારતા જ રહેવાનું, જેથી ક્યાંય બાહ્યમાં લપટાઈ જવાય નહિ અને “મિયા ઠેરના ઠેર' જેવી સ્થિતિ ય ન રહે.” રાજાએ પણ રાણીને આ નગરમાં જ જીવનભર રહેવાની શરતે દીક્ષાની અનુમતિ આપી છે તે અહીં ને અહીં એનાં દર્શન મળ્યા કરે એટલા માટે. એટલે એ પણ દર્શનાર્થે આવતો હોય, તેથી સાધ્વીને એના પ્રત્યે રાગ વધવાનો કે ઊભો રહેવાનો સંભવ છે. હવે જો ચારિત્રસાધનામાં ત્યાગ-વૈરાગ્ય-તપ-સ્વાધ્યાયમાં આંતર હોંશ-જોશ-પરિણતિ વધારતા ન જવાય, તો બચવાનું શી રીતે બને ? એમ તો ચારિત્ર લઈને સંયમભાવમાં આગળ ને આગળ વધવાનું જ હોય, પરંતુ સામે પ્રલોભક કે બાધક સંયોગ હોય ત્યાં તો ખાસ કરીને સંયમમાં હોંશ, જોશ અને પરિણતિ વધારતા રહેવાનું છે. કેવળજ્ઞાન પામવાની આ ભૂમિકા છે. સિદ્ધ થવું છે? તો સાધકે સાધનામાં આ રીતે આગળ ને આગળ વધતા જ રહેવું જોઈએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધ્યાન અને જીવન અર્ણિકાપુત્ર આચાર્ય સાધ્વીના કેવળજ્ઞાનથી ચોંક્યા : અહીં બને છે એવું કે અર્ણિકાપુત્ર આચાર્યનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી ચાલવાની શક્તિ રહી નથી, તેથી અહીં જ પડ્યા રહેવામાં પોતાના સમુદાયના મુનિઓને સંયમમાં બાધ પહોંચે. એ સંયમ બાધા રોકવા માટે એ સમુદાયને વિહાર કરાવી દે છે, ને પોતે અહીં નગરમાં જ અપ્રમત્તપણે રહે છે. ગોચરી-પાણી પુષ્પચૂલા સાધ્વીજી મૂકી જાય છે. બને છે એવું કે એકવાર સાધ્વીજી વરસાદમાં ગોચરી લઈ આવ્યા. આચાર્ય મહારાજ એમને પૂછે છે - ‘આવું કેમ કર્યું ? વરસાદમાં તો કાચા પાણીના અસંખ્ય અપ્કાય-જીવોની વિરાધના થાય, પછી એમાં ચાલી તમે ગોચરી કેમ લાવ્યા ?' સાધ્વીજી કહે છે, ‘હું અચિત્ત (નિર્જીવ) પાણીમાંથી લાવી છું.' સૂરિજી ચોકે છે ! પૂછ્યું, ‘અચિત્ત ક્યા જ્ઞાનથી જાણ્યું ?' જ્યાં સાધ્વીજીએ કહ્યું કે ‘અપ્રતિપાતી જ્ઞાનથી, કેવળજ્ઞાનથી.' ત્યાં આચાર્ય મહારાજને પારાવાર પસ્તાવો થયો ! કે - = આચાર્યશ્રીનો પસ્તાવો : અરે ! આ મેં શું કર્યું ? કેવળજ્ઞાની ભગવંત પાસે મેં સેવા કરાવી ? ગોચરી મંગાવી ? કોણ જાણે કેવળજ્ઞાન તો ક્યારે ય થયું હશે ? કેટલાક દિવસથી મારે ગોચરીમાં આહાર જોઈએ તેવો અને જોઈતા પ્રમાણમાં જ આવતો હતો. મને મૂર્ખને આ ખબર ન પડી. મેં માની લીધું કે આ તો રોજના ટેવાઈ ગયા છે, મારી પ્રકૃતિ સમજી ગયા છે, તેથી બરાબર માપસર અને જરૂરી લઈ આવે છે. પરંતુ ખરેખર તો કેવળજ્ઞાનથી જ બરાબર જોઈને એ પ્રમાણે થતું હશે ! તો કેવળજ્ઞાનીની સેવા કરીને તરી જવાને બદલે આ રે રે ! મેં કેવળજ્ઞાની પાસે સેવા કરાવી આ ડુબવાનો ધંધો કર્યો ? કેવી મારી આ નાલાયકતા ?' આચાર્ય મહારાજ ઝટ ઊભા થઈ હાથ જોડીને પગે પડી કહે છે, ‘ભગવતી ! આ હું કેવો નાલાયક કે આપ જ્ઞાની પાસે મજુરી કરાવી ? તો તો મારે હજી કેટલા ભવ ભટકવાનું છે ?’ *** Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૬. રાગને કેમ હંફાવવો ? જૈનશાસનની નિષ્પક્ષપાત વાતો : જુઓ પુષ્પચૂલાને ઉપદેશ કરી મહાપાપમાંથી છોડાવીને સંયમમાં લાવનાર કોણ છે ? આ આચાર્ય મહારાજ છે. શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા અને દીર્ઘકાળ સંયમ પાળનાર આચાર્ય ભગવંત ગુરુ છે. છતાં ગુરુ આચાર્યદેવ રહ્યા છદ્મસ્થતાની ધરતી પર અને શિષ્યા પુષ્પચૂલા સાધ્વી ઉપડ્યા વીતરાગ-સર્વજ્ઞતાના આસમાનમાં ! શાના બળે ? રાગ-દ્વેષ-મોહને હંફાવવા ૫૨. એમણે (૧) તો પોતાના ભાઈને જ પતિ કરવાના ઘોર પાપના પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત રૂપે, તેમજ (૨) બીજું એક જ નગરમાં રહેવું પડવાથી સંયમને ખૂબ જ તેજસ્વી બનતું રાખવાના ઉદ્યમ રૂપે, જ્વલંત વૈરાગ્ય, ત્યાગ, તપ વગેરેથી જે જે આંતિરક શુદ્ધ પરિણતિ વિકસાવી અને એથી રાગ-દ્વેષ-મોહ વગેરે તામસીભાવોનું કૂટિયું કર્યે ગયા, એથી, ભલે એ નવા શિષ્યા સાધ્વી હતા, છતાં એમણે કેવળજ્ઞાન ઉપાર્જ્યું ! ત્યારે ગુરુ અર્ણિકાપુત્ર આચાર્યને એવા આંતર પુરૂષાર્થથી હજી વાર લાગી તો એ હજી છદ્મસ્થ છે ! પહેલાં ગુરુ તરે ? કે શિષ્ય તરે ? મળેલા હકનું આશ્વાસન અને પ્રોત્સાહન : જૈનશાસનની આ નિષ્પક્ષપાત રજુઆત જોવા જેવી છે. એ માણસને કોઈપણ અવસ્થામાં આશ્વાસન ને પ્રોત્સાહન આપે છે. એ કહે છે, ‘તમે બાળ હો કે બુઢ્ઢા, સ્ત્રી હો કે પુરુષ, શિષ્ય હો કે ગુરુ, સાજા હો કે બિમાર, કીર્તિમાન હો યા નહિ, વિદ્વાન હો યા નહિ, આશ્રિત હો કે આશ્રયદાતા... ગમે તે હો, પરંતુ તમને રાગ-દ્વેષ-મોહના તામસભાવોને પહેલા કચ૨વાનો સંપૂર્ણ હક છે. હકનો ઉપયોગ કરવો જોઈએ, શક્તિને કામે લગાડવી જોઈએ, તો તમે ગુણસ્થાનકના ઊંચા પગથિયાં ચડી શકો છો, ચડતાં ચડતાં ઠેઠ વીતરાગ-સર્વજ્ઞ થઈ શકો છો.' કેવું સુંદર આશ્વાસન ! કેવું સુંદર પ્રોત્સાહન ! અર્ણિકાપુત્ર આચાર્ય પૂછે છે, ‘હજી મારે કેટલા ભવ ભટકવાનું છે ?’ સાધ્વીજી કહે છે, ‘તમે ચરમ શરીરી છો, આ ભવમાં જ મુક્તિગામી.’ આચાર્ય મહારાજ આશ્ચર્ય પામે છે ! કહે છે, ‘હેં ? હું ચરમ શરીરી ? મને ક્યારે કેવળજ્ઞાન ?' Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬-ન ધ્યાન અને જીવન કેવળજ્ઞાનીએ ઉત્તર કર્યો, “ગંગા ઉતરતાં.” કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જુએ છે એટલે કહી શકે. ફરીથી અહીં જોવા જેવું છે કે, . સાધ્વીજીને કેવળજ્ઞાન ક્યા બળ પર ?? કહો, સાધનાના પ્રચંડ બળ પર. (૧) એક બાજુ એ જુએ છે કે રાજા અતિ પ્રેમાળ છે અને મને અહીં ને અહીં રાખી રોજ દર્શનાર્થે આવશે. ત્યાં મેં ફગાવી દીધેલો રાગ ફરી મારામાં ન ઊભો થાય એ માટે મારે વૈરાગ્ય અને ઉદાસીનભાવની સાધના વધુ ને વધુ જોરદાર બનાવવી જોઈએ. તે એ વિચાર જાગતો રાખીને બનાવાય કે – (૧) આવા રાગ કરી કરીને તો આ જીવ અનંતાનંત કાળથી સંસારમાં ભટકતો રહ્યો છે. હવે એ સમજ્યા પછી આવા ઉત્તમ પુરુષાર્થ શક્તિવાળા માનવ ભવે તો એને કચરવાનો જ હોય, નહિતર પછી બીજા કયા ભવમાં આ કાર્ય થઈ શકવાનું હતું? (૨) ત્યારે ખરી રીતે, જેના પર રાગ કરીએ છીએ, એ આપણું શું લીલું વાળે છે ? તેમજ, (૩) રાગ ગમે તેટલો કર્યો, પરંતુ તે કેટલો ટકવાનો ? મૃત્યુ થતાં અવશ્ય વિયોગ અને વિસ્મરણ. પછી પરભવે ક્યાં ય એકલા ઊપડી ગયે રાગ ક્યાં રહેવાનો ? વળી, (૪) વીતરાગ બનવું છે તો અંતે રાગને માર્યે જ છૂટકો છે, તે ય જે વસ્તુ કે વ્યક્તિ પર વળી રાગ વિશેષે ઊછળે છે ત્યાં તો વિશેષ પુરુષાર્થથી વૈરાગ્ય જ્વલંત બનાવીને રાગના વિશેષ નિગ્રહ સાથે વર્તવાનું. રાજાને તો જાણે કોઈ રસ્તે જનાર તદ્દન ત્રાહિત જ સમજવાનો, જેથી એની સાથે પોતાને કોઈ સંબંધ જ નથી એમ લાગે. -- આમ એ રાગથી ભારે અલિપ્ત રહેતા હતા. (૨) સાધ્વીને તદ્દન અલિપ્ત રહેવા બીજું બળ આ છે કે એ જુએ છે કે જે આ ને આ જ નગરીમાં રહેવાનું છે તો પછી ક્યાં ય મમત્વ ન બંધાય, શિથિલતા ન પેસે, એ માટે સંયમની સાધના વધુ ને વધુ હોંશ, જોસ અને ઉચ્ચ ઉચ્ચતર સંયમ-પરિણતિવાળી બનાવતા રહેવું જોઈએ.” એમ એ આગળ વધી રહ્યા હતા. (૩) વળી સાધ્વીજી હમેશા એ જુએ છે કે “આવા પરમ ઉપકારી અને મહાગુણિયલ આચાર્ય ભગવાનની સેવા કરવાનો લાભ ક્યાંથી મળે ! જો એ મળ્યો છે તો મારાં એ મહાન અહોભાગ્ય સમજી સેવામાં કમીના ન રાખ્યું અને સેવાનો Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦ ધ્યાન અને જીવન લાભ આપવા બદલ આચાર્ય ભગવંતનો આધિકાધિક ઉપકાર માનું.” એ વિચારથી સેવામાં ભારે સજાગ છે અને આચાર્ય મહારાજ પ્રત્યે તેમ આ બધાના મૂળ દેવાધિદેવ અને એમના શાસન પ્રત્યે વધતા ને વધતા બહુમાનવાળા બન્યા રહે છે. આ ત્રણે ય બળ પર એ આગળ ને આગળ વધતા જ રહ્યા. સંયમથી બહારના પદાર્થ પર નિરાસંગ ભાવ વધારતા જ ગયા. પ્રશસ્ત રાગમાં પણ ફળની કોઈ આશંસા જ નહિ, તેથી એ રાગને ય અવસરે છૂટતાં વાર નહિ. એટલે જ્યાં ક્યારે ય સંયમાદિમાં એકતાનતા આવી અનાસક્ત યોગમાં ચડ્યા, કાયાની આસક્તિ અને અહત્વ તુટ્યા, કે પ્રશસ્ત પણ રાગ છૂટીને તરત વીતરાગતા આવીને ઊભી રહી ! ને ક્ષણમાં કેવળજ્ઞાન થયું ! પુષ્પચૂલા સાધ્વીજી આમ કેવળજ્ઞાની વીતરાગ સર્વજ્ઞ બન્યા, ત્યારે અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ પણ હવે જુએ છે કે “આ કેવળજ્ઞાની મને કેવળજ્ઞાન થવામાં સમયમર્યાદા તો આપતા નથી. પણ માત્ર ગંગા ઉતરતાં કેવળજ્ઞાન થવાનું કહે છે, તો લાવને હવે એમાં ઉધારો શો ? હમણાં જ જઈને ગંગા ઉતરું. કેવળીનું વચન ફોગ જય નહિ.' તે ઊઠ્યા, ચાલ્યા ગંગાના કિનારે. ત્યાં જઈ નાવડામાં બેઠા. નાવ ઉપડી. પૂર્વના વૈરી દેવતાથી અધવચ્ચે નાવ ડોલંડોલ કરાતાં નાવડામાં બેઠેલા બીજા લોકોએ એમને અપશુકન માની પોટલાની જેમ ઊંચકીને બહાર ઊંચે ઉછાળ્યા ! ત્યાં એ વૈરી દેવતાએ એમને ભાલા પર ઝીલ્યા. શરીરમાં અણી જોરથી ઘુસી ગઈ, એમાં પરોવાઈ ગયા અને એમાંથી લોહી નીચે પડવા માંડ્યું ! જીવને કસોટી : હવે અહીં જ જીવની કસોટી થાય છે. (૧) સંયમનો અહિંસાનો રાગ અને પુરુષાર્થ વધારે છે? કે કોઈ કેવળજ્ઞાની જેવી ઉંચી પદવી પામવાનો રાગ વધારે ? (ર) કેવળજ્ઞાનને જ્ઞાનના વચનમાત્ર પર લેવું છે કે સંયમના જ્વલંત પુરુષાર્થ પર ? (૩) જીવલેણ ઘા વખતે, પણ પોતાની કાયાનો વિચાર ? કે જીવોનો વિચાર ? હવે કાયા પર રાગ રહે છે ? કે જીવો પરની દયામાં એ રાગના ભુક્કા થાય છે ? આચાર્ય મહારાજ કસોટીમાં પાર ઊતરે છે - નાવડામાંથી ઊંચકીને બહાર ફેંકનાર લોકો પર કે ભાલામાં પોતાના શરીરને વીંધનાર ઉપર એ પોતાના દિલમાં જરા ય લેશમાત્ર પણ દ્વેષ નથી થવા દેતા. ઊલટું એ (૧) એમના પર ભાવકરુણા અને સ્વશરીર પર ધૃણા વિચારે છે કે “અરેરેરે ! આ બિચારા જીવો પાપ બાંધે છે એમનું પરભવે શું થશે ? ત્યારે એમના પાપમાં આ મારું શરીર નિમિત્ત થઈ રહ્યું Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮ને ધ્યાન અને જીવન છે, એ કેવું ગોઝારું ! વળી (૨) પોતાના ભાલે વીંધાયેલા શરીરમાંથી લોહી નીચે પાણીમાં પડતું જોઈ એમને પાણીના જીવો પર દયા ઉભરાઈ આવે છે કે – આચાર્યશ્રીની ઉચ્ચ ભાવના : “અરેરે ! આ પાણીના અસંખ્ય જીવો બિચારા મારા શરીરના લોહીથી મરી રહ્યા છે ! કેવું મારું આ ગોઝારું શરીર ને ગોઝારું લોહી કે એ અસંખ્ય જીવોના નાશમાં વપરાઈ રહ્યું છે ? ધિક્કાર હો આ મારા શરીરને ! ધન્ય છે એ સિદ્ધ ભગવંતોને કે જે દેહમુક્ત બની કોઈના ય નાશમાં નિમિત્ત બનતા નથી ! ક્યાં મારું અહિંસાવ્રત ને સંયમ અને ક્યાં આ અસંખ્યની હિંસામાં નિમિત્ત બનવાનું ? ધિક્કાર હો આ શરીરાદિ અધિકરણોને ?...' અહીં આ ખાસ જોવા જેવું છે કે આચાર્ય મહારાજને એ વિચાર સરખો ય નથી કે “કેવળજ્ઞાનીએ તો અહીં મને કેવળજ્ઞાન થવાનું કહ્યું હતું, ને આ મોત આવ્યું, પછી એ વચનનું શું?' ના, આ વિચાર જ નથી. એનું શું કારણ? કેવળજ્ઞાનની ખોટી આતુરતા કેમ નહિ? : એમને કેવળજ્ઞાન પામવાની ઈચ્છા હતી, પણ તે ખોટી આતુરતા નહિ. ખોટી' એટલે કે (૧) પોતાનું સંયમ વિસારીને, (૨) કાયાનો રાગ પોષીને અને (૩) કાયા પર આક્રમણ આવ્યું તો હાયવોય કરીને કેવળજ્ઞાનની આતુરતા નહિ. આચાર્યને એવી ખોટી આતુરતા નથી, કેમકે કર્તવ્યનું પાકું ભાન છે. તેથી જ અહિંસાવ્રતનું શરીર હિંસામાં નિમિત્ત બની રહ્યું છે એનું એમને ભારે દુઃખ છે. એટલે જ શરીર પર કોઈ રાગ ઊભો રહેતો નથી. આત્માને અતિ નિકટ અને અતિ સંલગ્ન પોતાના શરીર પરથી રાગ ઉડ્યો અને સંયમ જીવદયા અને અહિંસા પર રાગ ઉછળ્યો ! પછી તો એ પ્રબળ પ્રશસ્ત રાગ જીવને તત્ત્વમાં એકતાન બનાવે છે. આચાર્ય મહારાજે આ એકતાનતામાં શુક્લધ્યાન લગાવ્યું, ક્ષપકશ્રેણિ માંડી અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા ! પછી આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જવાથી સર્વ કર્મક્ષય કરી મોક્ષ પામ્યા ! આચાર્ય જો કેવળજ્ઞાનની ખોટી આતુરતા કરી હોત તો તો કદાચ કેવળજ્ઞાનીનાં વચન પર શંકા પડત ! અશ્રદ્ધા થાત ! શરીર પર રાગ ઉભરાત ! ને આક્રમકો પર દ્વેષ થાત ! આ સૂચવે છે કે – સાધ્યની અભિલાષા આતુરતા જરૂર રાખો, પરંતુ તે સાધનાને વિસારીને નહિ. સાધનામાં ચુસ્તતા પહેલી જોઈએ. સાધનામાં પણ આપણા નિમિત્તે બીજા જીવોને પીડા ન થાય એ કરુણા પહેલી જરૂરી. સાધનામાં દઢપણે આગળ વધે એને સિદ્ધિ તો અવશ્ય લખાયેલી છે. માટે જ શાસ્ત્રકારો ફળની ખોટી આતુરતા કરવાની મનાઈ કરે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ - ધ્યાન અને જીવન ૧૦૯ – . મિસસ્થિરહિત સંશતિશનું કોઈપણ સાધના વિશુદ્ધ ક્યારે કે એ જો ફળની આતુરતા વિનાની હોય. આ ત્યારે બને કે સાધનાનો રંગ જો અંગ અંગ વ્યાપી જાય એવી એ કરવામાં આવે. પછી તો એ સહજભાવે બનતી થઈ જાય. સાધનાનો રંગ અંગ અંગ વ્યાપે : અર્ણિકાપુત્ર આચાર્ય ભગવાનને કાંઈ વિચાર કરવા નહોતું બેસવું પડ્યું કે મારે દયા ચિંતવવી જોઈએ, હિંસાનો ખેદ કરવો જોઈએ.” એમને તો જ્યાં પોતાનું લોહી પાણીમાં પડી પાણીના જીવોનો નાશ કરતું દેખાયું કે તરત સહેજે એ જીવોની. દયા ઉભરાઈ આવી અને સહેજે એમની થતી હિંસા અંગે સંહાર અંગે ખેદ થઈ આવ્યો, કે “બિચારા આ જીવો મરી રહ્યા છે ! અરે રે ! આ મારું કેવું દુ:ખદ શરીર કે એનું લોહી આ જીવોનો સંહાર કરી રહ્યું છે !' સહેજે સહેજે આ દયા અને ખેદ બની આવવાનું કારણ એ કે જીવનમાં એની સાધના એવી એકાકાર થઈ રહી છે કે એનો રંગ અંગે અંગમાં વ્યાપી ગયો છે કે મોકો આવતાં એ દયા અને ખેદનો ભાવ હૃદયમાં સહેજે ઊઠી આવે છે. પોતે ભાલાથી વિંધાઈ ભયંકર વેદના પામી રહ્યા છે ત્યારે, (૧) એ પોતાની વેદનાનો આર્તનાદ સહજ ? કે (૨) પેલા પાણીના મરતા જીવોની પીડાનો પોતાને આર્તનાદ સહજ ? શું સહજ ? કહો. સહજ છે કે જે જીવનમાં ખૂબ ઘુંટાયું હોય. કાયર અને સ્વાર્થી જીવોને માત્ર પોતાના જ દુઃખ પર “અરે આ ક્યાં આવ્યું' એવો આર્તનાદ, હાયવોય-બળતરા અને “ક્યારે આ જય” એવું આર્તધ્યાન વારંવાર અને તન્મય થઈ ઘુંટાતું હોય છે. પછી એનો જ રંગ ચડે, દિલ એનાથી જ ભાવિત બને એમાં નવાઈ નથી. ત્યારે, ધીર અને વીર એવા પરાર્થરસિક પુરુષોને બીજા જીવોનાં દુઃખ પર આર્તનાદ ને સંતાપ થાય છે અને એ ટાળવાની દયા વારે વારે ઘુંટાતી હોય છે ! એટલે એનો રંગ ચડે, દિલ એનાથી ભાવિત થાય, એમાં નવાઈ નથી. પોતાનું દુઃખ ભારે પણ હોય તેની કિંમત નહિ, એના સંતાપ નહિ, પણ બીજનાં દુઃખ અંગે “અરેરે ! આને ક્યાં આ દુઃખ આવ્યું', એવો સંતાપ અને આર્તનાદ થાય છે, “એ કેમ ટળે એવી દયા ઉભરાય છે ! આ બતાવે છે કે, જીવનમાં જે ગુણ કે દોષ બહુ ધુંટશો એનો રંગ ચડશે, એ સહજ થઈ જશે. ગમતું ચાલી ગયા પર, અણગમતું આવી પડ્યા પર, કે વેદનાની પીડા ઉપર આર્તધ્યાન વારે ને વારે કરવામાં આવે છે, તેથી એનો રંગ ભારે ચડી ગયો હોય છે. પછી મોકો આવ્યો કે તરત એ આવીને ઊભું જ છે. એના બદલે મન મારીને પણ જો શુભ ધ્યાન વારંવાર લાવવામાં આવે તો એ ધ્યાન ઘુંટાય, આત્મા પર એનો રંગ ચડે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન - બાનનો વિષય બહુ સમજવા જેવો છે, કેમકે એને જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનની ઉન્નતિ-અવનતિનો ખરો આધાર શુભ-અશુભ ધ્યાન પર છે, ઉન્નતિ-અવનતિનો સીધો સંબંધ ધ્યાન સાથે છે. શુભ ધ્યાનમાં રહો કે નિશ્ચિત ઉન્નતિ, અશુભ ધ્યાન સેવા કે નિશ્ચિત અવનતિ. બાહ્ય વાણી-વર્તાવ પર ઉન્નતિ કે અવનતિ નહિ ? ખરી, પરંતુ અંતરના ભાવ દ્વારા, અંદરના ધ્યાન દ્વારા. ધ્યાન કેવું કરો છો, શુભ કે અશુભ? હૈયાના ભાવ કેવા વર્તે છે, સારા કે નરસા ? એના પર કર્મબંધનું જજમેન્ટ પડી પુણ્યબંધ કે પાપબંધ નક્કી થાય. પ્ર. - ત્યારે શું વાણી-વર્તાવની કશી કિંમત નહિ? ઉ. - કિંમત ખરી, કેમકે એ સારા પવિત્ર હોય તો ભાવ અને ધ્યાન શુભ રહે, ત્યારે જો એ નરસા મલિન હોય તો ભાવ અને ધ્યાન અશુભ રહે. સામાન્ય રીતે વાણી-વર્તાવની ભાવ ને ધ્યાન પર અસર પડે છે. વાણીની ભાવ પર અસર : કઠોર ભાષા બોલનારને ભાવ કઠોર બને છે, મૃદુ સૌમ્ય વાણી વ્યવહાર રાખનારને ભાવ મુલાયમ બને છે, માયાવીની વાત જુદી. પણ આપણા જીવનમાં મુલાયમ સૌમ્ય ભાષાનો અને સૌમ્ય વ્યવહારનો મંગળ અભ્યાસ કરી જુઓ તો હૈયામાં શુભ ભાવનો અનુભવ થશે. ત્યારે, કઠોર કર્કશ શબ્દો બોલીને દિલમાં અશુભ ભાવનો ને કષાયભર્યા ભાવનો અનુભવ ક્યાં નથી ? એવું અર્થ-કામની વાતો કરવામાં, પરચિતાના કે પરનિંદાના લેફ્ટર કરવામાં હૈયે મલિન ભાવ અને અશુભ ધ્યાનના અનુભવ ક્યાં નથી ? પણ એના બદલે ઉત્તમ જીવોના ગુણ જ ગાવા માંડો, મહાન પુરુષોના સારા જીવનપ્રસંગોની વાતો કરતા રહો, તત્ત્વોની શાસ્ત્રોની સદ્ આચારોની વાતો કરતા રહો, પછી જુઓ કે હૈયે કેવા કેવા સુંદર ભાવ ચકે છે ! કેવા શુભ ધ્યાન ચાલે છે ! વર્તાવની ભાવ પર અસર : વાણીની આટલી અસર છે, તો વર્તાવની અસરનું તો પૂછવું જ શું ? વર્તાવમાં શું આવે ? એકે એક ઈન્દ્રિયનો વર્તાવ આવે, તેમજ શરીરના અવયવોનો વર્તાવ આવે. એ જે સારા ઠેકાણે સારા વિષયમાં હશે, તો ભાવ શુભ ચાલશે, નરસામાં અશુભ. આંખને સ્ત્રીનાં રૂપરંગ જોવામાં, દુનિયાના વૈભવ દેખવામાં, પરના દોષ નિરખવામાં કે ધનમાલ જોવામાં પ્રવર્તાવી, તો અશુભ ભાવ જાગવાના, ધ્યાન અશુભ ચાલવાનું. એમ કાયાને મોહના શબ્દો, ગીતડાં, કે સમાચાર સાંભળવામાં પ્રવર્તાવ્યા, તો સમજી રાખો એના પર અશુભ ભાવ ને Page #124 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - અશુભ ધ્યાન પોષાવાના. એમ જીભને સારા મીઠા મનગમતા રસમાં લગાવ્યા કરો તો ભાવ મલિન રાગમૂઢ ને મોહમૂઢ પોષાવાના. પ્રશ્ન થશે કે, પ્ર. - રાગ કરીએ એમાં શું ખોટું થઈ ગયું ? એમાં ક્યાં હિંસાનો જુઠનો ચોરીનો વિચાર છે ? ઉ. - બસ, ભલભલા ધર્મી ગણાતા પણ અહીં અટકી પડે છે. એમને એ ભડક નથી થતી કે, જગતની ચીજ પર રાગ કરવો એ જીવનો મહાન ગુન્હો છે. શાથી? રાગ એ મહાન ગુન્હો શાથી? : આત્માનું મમત્વ ભૂલાવે માટે : જગતની ચીજ રાગ કરવા લાયક નથી, છતાં રાગ કરવો એ ગુન્હો છે. જેમ પરસ્ત્રી એ રાગ કરવા લાયક ચીજ નહિ, છતાં જો રાગ કરે તો ગુન્હો ખરો ને ? બસ, સમ્યગ્દષ્ટિ આત્મા કે જેણે વિશ્વના તત્ત્વોનું સમ્યગ્દર્શન કર્યું છે, એ તત્ત્વોના સ્વરૂપને ઓળખીને આ સમજી શકે છે કે આત્માને માટે જગતની ચીજો એ “પર” છે, પરસ્ત્રી જેવી છે, એના પર રાગ કરાય એ ગુન્હો છે. પ્ર. - પરસ્ત્રી પર રાગ એ ગુન્હો એવું તો દેખાય છે, પરંતુ જગતની ચીજ ઉપરના રાગને ગુન્હો કેવી રીતે સમજવો? ઉ. - આ સહેલાઈથી સમજાય એવું છે. પહેલું તો એક વાત એ નક્કી કરો કે આપણા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો શું આપણા આત્મા પર મમત્વ કર્યા વિના એના ઉદ્ધારનો પ્રયત્ન થાય? તેમ એના ઉદ્ધારક પરમાત્મા ઉપર મમત્વ કર્યા વિના એમણે કહેલ ઉદ્ધારનો માર્ગ અપનાવાય ? ના, સ્વાત્મા અને પરમાત્મા પર મમત્વ કર્યા વિના ઉદ્ધારના માર્ગે પ્રયત્ન જ ન થઈ શકે. ત્યારે, હવે જુઓ કે જે જગતની ચીજ પર રાગ કરવા ગયા તો ત્યાં આત્મા અને પરમાત્મા સહેજે ગૌણ થઈ જવાના, ભુલાઈ જવાના, એની પરવા નહિ રહેવાની. જગતની ચીજનો રાગ આત્મા-પરમાત્માના મમત્વ પર ઘા કરે છે. કારણ ? બહારની વસ્તુનો રાગ કાયા અને ઈદ્રિયોના રાગને લીધે થાય છે અને આપણે એ કાયાદિ તરફ ખેંચાયા એટલે આત્મા તરફથી ખસ્યા ! ને પરમાત્મા ભૂલાયા છે. એટલે જ તો પરમાત્માની ભક્તિમાં પોતાનાં દ્રવ્યોનો અને તે પણ ઉંચા કિંમતી દ્રવ્યોનો ઉપયોગ નથી થતો ને ? કેમ નહિ ? એટલા જ માટે કે કાયા-કુટુંબ-ઈન્દ્રિયો-કીર્તિ વગેરે પર રાગ હોઈ એ માટે દ્રવ્ય જોઈએ ને ? પછી પરમાત્માની ભક્તિમાં દેવાનું ક્યાંથી હોય ? કુટુંબ માટે દોઢ શેર દૂધ, શેર શાક વગેરે વગેરે લાવવા શક્તિ છે, ને લવાય છે, પણ પ્રભુભક્તિમાં પાશેર પણ દૂધ, Page #125 -------------------------------------------------------------------------- ________________ – ને ધ્યાન અને જીવન - પાંચ ફૂલ વગેરે ક્યાં છે ? કાયાદિના રાગ પોતાના આત્માના રાગને દબાવે છે, તેથી પર્વતિથિ જેવા દિવસે ય સ્વાત્માને હિતકર ઘી ત્યાગ, દૂધ-સાકર વગેરે વિગઈત્યાગ, કે ઉપવાસાદિ તપ ક્યાં છે? સારાં ખાનપાનાદિમાં આત્માનું ગમે તે થાઓ એનું પૂર્વનું પુણ્ય વટાવાઈ જાઓ અને પાપનાં પોટલા ખરીદાઓ, પણ કાયાદિની તુષ્ટિ-પુષ્ટિ બરાબર રહેવી જોઈએ .. આવી જાતની જીવન પદ્ધતિ ચાલી રહી હોય, એ શું સૂચવે છે ? વિષયો અને કાયાદિ જગતની ચીજ પરના રાગમાં આત્મા-પરમાત્મા પરનો રાગ મમત્વ નહિવત્ બની જાય છે. તો કહો, પરનો જે રાગ આત્મા પરમાત્મા અને ધર્મને ભૂલાવે, એ ગુન્હો નહિ ? એની પાછળ પોતાને કર્મની ભારે સજાઓ, દુ:ખ-દુર્ભાગ્ય-દુર્ગતિની જેલ વગેરે આવીને ઊભું રહે કે નહિ ? (૨) જગતની ચીજ પર રાગ એ ગુન્હો શાથી? એટલા માટે કે પછી એના ઉપર અઢાર પાપસ્થાનકનાં આચરણ ચાલે છે. કાયા અને એના સંબંધી બહારના બધા પદાર્થ, એ જગતની ચીજ છે. એ ગમ્યા એટલે તો એની ખાતર શકાય-હિંસા, આરંભસમારંભ, જૂઠ, અનીતિ, વિષય, પરિગ્રહ, ક્રોધ, માન વગેરે પાપસ્થાનકો સેવાય છે. દુષ્કૃત્યો આચરાય છે અને સુકૃતો આઘાં રખાય છે. તો કહો દુષ્કૃત્યો સેવરાવનાર જગતની ચીજનો રાગ એ ગુન્હો નહિ? મોટો ગુન્હો. ધર્મ સમજ્યાન, તત્ત્વ સમજ્યાની, પરીક્ષા અહીં થાય છે કે પહેલું તો જગતની ચીજ પર રાગ કરવો એ મોટો ગુન્હો છે, મોટું અપકૃત્ય છે', એવું મનને બરાબર લાગે છે ખરું ? એ રાગ કરવામાં મન ભડકે છે ખરું ? ભય લાગે છે ? જે એ રાગ કરવામાં કશું ખોટું કર્યું એવું લાગતું નથી, તો પછી આગળ પાપસ્થાનકો-દુષ્કૃત્યો સેવવામાં બાકી ક્યાં રહેવાની ? માટે જ આ નજર સામે બરાબર તરવરતું રહેવું જોઈએ કે, પોતાના જ આત્માને ભુલાવનારો, પરમાત્માને ભુલાવનારો અને પાપસ્થાનકો આચરાવનારો એવો જે જગતની ચીજ પરનો રાગ, એ મોટો ગુન્હો છે, મોટી ભુલ છે, મોટું મૂળભૂત પાપ છે, અપકૃત્ય છે. (૩) અહીં એક વખત પણ જેલ અપાવનાર કૃત્ય એ ગુન્હો ગણાય છે, તો ભવાંતરે દુર્ગતિના અનેક ભવોની ભયંકર જેલમાં ખોસી ઘાલનાર રાગ એ તો મહા ભયંકર ગુન્હો ગણાય જ. એ રાગના લીધે જ જીવ અનાદિ અનંતકાળથી આ ભવજેલમાં ફસેલો રહ્યો છે અને હજી આ ઉત્તમ અવતારે પણ આત્માને ભવમાંથી છોડાવનાર દાન-શીલ-તપ વગેરે ઉત્સાહભેર આચરાતા નથી. ત્યારે સવાલ થાય, Page #126 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પ્ર. - જગતની ચીજ પરનો રાગ કેમ હટે ? ઉ. - આ રીતે એ હટે, કે (૧) અંદરના પોતાના આત્માની ચિંતા આકર્ષણ ઊભાં કરાય, (૨) તારક પરમાત્મા પર અથાગ રાગ-ભક્તિ-બહુમાન ઊભાં કરાય, (૩) પાપસ્થાનકમાં ભય અરુચિ ગ્લાનિ ઊભી કરવામાં આવે. અને (૪) દાનાદિ સુકૃત-સદાચરણનો ભારે રાગ ઝગમગાવાય. ૧૭. વલોપાત-આર્તધ્યાન કેમ મિટે ? વાત આ ચાલતી હતી કે વાણી વર્તાવ અશુભ ચાલવાના લીધે એમાં રાગાદિ મલિન ભાવો પોષાય છે અને એથી ચિત્ત દુર્ધ્યાન આર્તધ્યાનમાં પડે છે. વાણી-વર્તાવની ધ્યાન પર અસર પડે છે. રૂપાળી સ્ત્રીઓ ૫૨ આંખ ભટકાવ્યા કરવાથી મલિન ભાવો અને આર્તધ્યાન ચાલવાનાં, એથી ઉલ્ટું, પરમાત્મા અને સાધુ પુરૂષો પર આંખ લગાવ્યા કરવાથી શુભ ભાવો અને શુભ ધ્યાન ચાલશે. આ તો સામાન્ય નિયમ થયો કે શુભાશુભ વાણી-વર્તાવથી તેવા તેવા શુભાશુભ ભાવ અને ધ્યાન ચાલે છે, પણ વિશેષ અપવાદ આ છે કે આત્મા જો જાગ્રત્ હોય તો અનિવાર્યપણે કરવા પડતા સંસાર-વ્યવહારોમાં ય અંતરના ભાવ ઉજળા રાખી શકે, ધ્યાન શુભ પ્રવર્તાવી શકે. પૂછો - પાપપ્રવૃત્તિમાં શુભ ભાવ-ધ્યાન કેવી રીતે રહે ? આ રીતે, કે (૧) પાપપ્રવૃત્તિની ઘૃણા રખાય, (૨) વસ્તુતત્ત્વનો વિચાર જાત્ રખાય, (૩) પ૨ની વેઠ કરવામાં શરમ લાગતી હોય, ૧૧૩ (૪) ટંકશાળી જિનવચન સતત નજર સામે રમતા રખાય, (૫) આવી જ પાપપ્રવૃત્તિઓનાં કારણે પૂર્વના પોતાના દુર્ગતિના ભવોની વિટંબણા આંખ સામે દેખાયા કરતી રહે, (૬) આત્મા પર થતી ખરાબ અસરોનો અત્યંત ખેદ રખાય,... 9 આવી આવી ચોક્સાઈથી ભાવ અને ધ્યાન શુભ ચલાવી શકાય. આ ચલાવવાનું જરૂરી એટલા માટે છે કે દિલના ભાવ અને ધ્યાનને કર્મબંધ સાથે સીધો સંબંધ છે. એના ૫૨ તરત જજમેન્ટ પડે છે કે કર્મ કેવાં બંધાશે – શુભ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધ્યાન અને જીવન કે અશુભ ?' આત્મા એક વસ્ત્ર સમાન છે અને કષાયના ભાવ એ ચિકાશ રૂપે છે. વસ્ત્રની ઉપર તેલની ચિકાશ હોય તો વાતાવરણમાંથી તરત જ રજ ખેંચાયા કરવાની, ચોંટ્યા કરવાની. એમ કષાયના ભાવની ચિકાશને લીધે આત્મા પર કર્મરજ ખેંચાઈ ચોંટ્યા કરે છે. જેવી ચિકાશ તેવો બંધ. ભારે ચિકાશથી ઘોર કર્મબંધ. એમાં ઉધારો નહિ. ભાવ થવાની સાથે જ બંધ. દિનભર અશુભ ભાવો અને અશુભ ધ્યાન ચાલ્યા કરતા હોય, તો દિનભર અશુભ કર્મો બંધાયા જ કરવાના. ત્યાં કોઈની શેહશરમ ન પડે, ઓઘો (મુનિનું રજોહરણ) અને ચાંલ્લો બાજુએ રહી જાય, મંદિર અને ઉપાશ્રય કે ધર્મક્રિયા એમજ ઊભા રહી જાય, માનપત્ર ને મેળાવડા ય એમજ ચાલ્યાં કરે અને જીવ અશુભ ભાવમાં ચડ્યો પાપકર્મો બાંધ્યા જ કરે, સમયે સમયે બાંધે. મરુભૂતિ ક્યાં ભૂલ્યો ? : જુઓ, મરુભૂતિ એ પાર્શ્વનાથ તીર્થંકરનો જીવ હતો. જન્મે બ્રાહ્મણ છતાં જીવનમાં સુંદર શ્રાવકધર્મ પાળતો હતો, પરંતુ આયુષ્ય કર્મ બાંધવા ટાણે જ ભૂલો પડ્યો, તે આર્તધ્યાનમાં ચડ્યો, તો તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને તિર્યંચ થયો ! આમ જુઓ તો ગુન્હો ભાઈ કમઠનો. એ મરુભૂતિની પત્ની સાથે પ્રેમમાં પડેલો. મરુભૂતિને એની જાણ થતાં એણે રાજા દ્વારા શિખામણ આપવાનું કર્યું. પરંતુ શાંતિથી શિખામણ આપતા રાજા સામે ય કમઠ એલફેલ બોલ્યો, તેથી રાજાએ એને નગર બહાર કાઢી મૂક્યો. એ રોષમાં તાપસ થયો. પાછળથી મરુભૂતિને પસ્તાવો થયો કે ‘અરેરે ! મારા નિમિત્તે ભાઈ બિચારો કષ્ટમાં મૂકાયો', તેથી પોતે એની ક્ષમા માગવા ગયો. કમઠને તો ભારે રોષ છે કે ‘આ ભાઈએ જ મને આ કષ્ટમાં મૂક્યો !' એટલે જેવો મરુભૂતિ એના પગમાં પડી માથું નમાવી હૃદયથી ખમાવે છે, કે તરત કમઠે પાસે પડેલી પત્થરની શિલા એના મસ્તક પર પછાડી. અહીં મરુભૂતિનું સુંદર શ્રાવકધર્મનું પાલન બાજુએ રહી ગયું અને શિલાના આઘાતથી વેદનાના આર્તધ્યાનમાં મરીને ગયો વિંધ્યાચળની અટવીની હાથણીના પેટમાં હાથી તરીકે ! પાપબંધ અને દુર્ગતિને સારા શ્રાવકની પણ ક્યાં શરમ રહી ? જંગલી તોફાની હાથીનો અવતાર મળ્યો ! પ્ર. - તો શું અહીં કરેલો ધર્મ બધો નકામો ? ઉ. ના, નકામો નહિ, એનાં રુડાં ફળ હવે આગળ જોવા મળશે. મરુભૂતિના એવા મૃત્યુથી રાજાને વૈરાગ્ય થઈ ગયો, ચારિત્ર લઈ ભારે તપ-સ્વાધ્યાય-ધ્યાનમાં ચડ્યો, ને અવધિજ્ઞાન (દિવ્યજ્ઞાન) ઉપાર્જ્યું ! એકવાર કોઈ સાથેની સાથે રાજર્ષિ એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, ને હાથી ત્યાં સાર્થની સામે તોફાને ચડ્યો. લોકોની ભાગાભાગ થઈ, પણ રાજર્ષિ અવધિજ્ઞાનથી એને ઓળખી દયાથી ત્યાં જ ઊભા રહી ગયા. એમની પાસે આવતાં હાથી નરમઘેંસ ! Page #128 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૧૫ રાજર્ષિએ બે-ત્રણ વાર કહ્યું, બુઝ્ઝ બુલ્ઝ મરુભૂતિ !' એ સાંભળતાં હાથીને પૂર્વજન્મનું સ્મરણ થયું, નમી પડ્યો, સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત લીધાં ! હવે જુઓ ધ્યાનનો ચમત્કાર. હાથી વ્રતો પાળે છે. એમાં એકવાર તરસ્યો થયેલો, એ કાવિયા તળાવમાં પાણી પીવા જાય છે, પણ ત્યાં ઊંડી ગારમાં ખૂંચી ગયો, નીકળી શકતો નથી. પેલો કમઠ મરીને અહીં જળચર સર્પ થયેલો, તે આવીને વૈરના સંસ્કારથી હાથીના મસ્તક પર ચડી જઈ ડંસ મારે છે. કારમી પીડા ઉપજી ! પરંતુ હવે તો પૂર્વભવે વેદનામાં ધ્યાન બગાડ્યાનું ફળ આ તિર્યંચગતિ નજર સામે છે, એટલે વેદનામાં આર્તધ્યાન ન કરતાં કર્મવિપાકનાં ધર્મધ્યાનમાં ચડે છે ! - ‘અહો ! આ પીડા એ તો મારાં જ પાપ કર્મનો ઉદય છે. તો દ્વેષ પાપ પર કુરું, બિચારા સર્પ પર શો દ્વેષ કરવો ? કર્મના વિપાક અકાટ્ય છે, અવશ્ય ભોગવવાં પડે છે. પરંતુ એ કર્મો મેં જ ભૂલ કરીને ઉપાર્જેલાં છે, તો મારે ભોગવવા જ જોઈએ. તેમજ એ ભોગવવાથી કર્મકચરો સાફ થાય છે, તો ખેદ શા માટે કરું ?' ......એમ કર્મ વિપાકનું ધર્મધ્યાન પકડી રાખ્યું અને મરીને એ દેવલોકમાં જન્મ્યો ! મરણાન્ત કષ્ટ બંને ભવમાં આવ્યું, પરંતુ ક્રમશઃ અશુભ અને શુભ ધ્યાન પર તિર્યંચગતિ અને દેવગતિ મળી. ધ્યાનનો આ ચમત્કાર છે કે, અશુભ ધ્યાન માનવ જેવાને ય તિર્યંચ બનાવે ! ત્યારે શુભ ધ્યાન તિર્યંચને ય દેવ બનાવે ! માટે કદી ય ધ્યાન બગાડવું નહિ, પછી ભલે બાહ્ય સંયોગો ગમે તેવા બગડ્યા હોય, પ્રસન્નચંદ્ર રાજર્ષિની આરાધના-ગાડી મોક્ષ તરફ ધપી રહી હતી, પરંતુ ધ્યાન બગાડ્યું તો નરકનાં ભાતાં ભેગા કરવા માંડ્યા અને જ્યાં ધ્યાનમાં સુધારો કર્યો, પશ્ચાત્તાપના ધોધમાં નાહ્યા, તો સ્વર્ગનાં પુણ્ય ને યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જ્યું. બગડવામાં નિમિત્ત હતું માત્ર અમુક શબ્દ-શ્રવણ, શબ્દ-સંયોગ. પણ તેની ચિંતા પ૨વા જયાં મૂકી કે ધ્યાન સુધરવા માંડ્યું. બાહ્ય સંયોગને મહત્ત્વ ન આપો તો આર્તધ્યાનથી બચાય. આર્તથી બચવાની આ ચાવી - બાહ્યને અકિંચિત્કર લેખવા. આ જગતના જીવનમાં ઈષ્ટ કે અનિષ્ટ સંયોગ તો મળતા રહેવાના, પરંતુ જો એને મહત્ત્વ આપ્યું અને એના પ્રત્યે રાગ-દ્વેષમાં એવા ચડ્યા કે - ‘આ ઈષ્ટ મળે તો સારું', મળેલા ટકી રહો, અનિષ્ટ ન આવો, આવેલા જાય તો સારું', આવી અર્તિમાં યાને પીડામાં પડ્યા કે આર્તધ્યાન લાગ્યું. અર્તિમાંથી થાય તે આર્તધ્યાન એટલે મનનું પ્રણિધાન, મનની ચોંટ, મન તન્મય કે કેન્દ્રિત. એ અર્તિવાળું માટે આર્તધ્યાન કહેવાય. ઈષ્ટનું ય આર્તધ્યાન અને અનિષ્ટનું ય આર્તધ્યાન, માત્ર રાગ કે દ્વેષથી મન એના પર કેન્દ્રિત થવું જોઈએ, મન તન્મય થાય, મનની ચોંટ એના Page #129 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પર લાગે, એટલે આર્તધ્યાન ઊભું થયું જ સમજો. ખૂબી પાછી એ, કે એ વર્તમાન અંગે થાય, એમ ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુ અંગે પણ થઈ શકે. ભૂત-ભવિષ્યના આર્તધ્યાન ઃ સંયોગની એકરસતા ભૂંડી. ૧૧૬ ત્યારે વિચારો કે સંસારમાં રહેલા અને અજ્ઞાનતાથી ઈષ્ટ-અનિષ્ટ સંયોગમાં, દૂધમાં સાકરની જેમ, એકરસ થઈ ગયેલા જીવને કેટલી કઠણાઈ છે ! જીવની સંયોગમાં એકરસતા ભૂંડી. એ બિચારો ભૂતકાળના કે ભવિષ્યના બનાવો અંગેના પણ આર્તધ્યાનથી બચી શકતો નથી ! બની ગયેલી વાત અંગે વર્તમાનમાં છે કાંઈ લેવા-દેવા ? ના, કશી નહિ, પણ ભલેને ન હોય લેવા-દેવા, તો ય રાગ-દ્વેષના લીધે ઈષ્ટ-અનિષ્ટ ગમતા-અણગમતાની કલ્પનાવાલું મન જપીને બેસતું નથી, અતીતના આર્તધ્યાનમાં ચડે છે ! દા.ત. મનને એમ થાય કે પૂર્વે નોકર સારો મળ્યો હતો, કિન્તુ એ દેશમાં ચાલી ગયો. ન ગયો હોત તો ઠીક રહેતું.'' હવે કહો આ ભૂતકાળની ઘટનાને હાલ શું લાગેવળગે છે ? નોકર કાંઈ આ વિચારવાથી આવવાનો નથી, છતાં એ ઈષ્ટના અવિયોગનું આર્તધ્યાન કર્યા વિના નથી રહેવાતું. એમ * “પહેલાં, બીજું બધું તો ઠીક મળેલું, પરંતુ એક સારો નોકર જો મળી ગયો હોત તો ઠીક રહેત.' આ પણ ભૂતકાળના ઈષ્ટ સંયોગ અંગે આર્તધ્યાન છે. એવું ભૂતકાળના અનિષ્ટના વિયોગ કે અસંયોગ અંગે પણ બને. દા.ત. ‘પૂર્વે નોકર ખરાબ મળેલો, પરંતુ એવો કે એ ચિટકી પડેલો, ખસે જ નહિ. ટળ્યો હોત તો સારું રહેત', અથવા ‘નોકર દેશમાં ગયેલો. પણ પાછો આવ્યો, ન આવ્યો હોત તો ઠીક રહેત.' અત્યારે એને કોઈ સંબંધ નથી, છતાં યાદ આવવાથી મન આર્તધ્યાનમાં પડે છે. * ‘નાનપણમાં મા મરી ગયેલી, ન મરી હોત તો આપણે સારું રહેત.' અત્યારે આ વસ્તુને શો સંબંધ છે ? કશો નહિ. મરેલી મા કાંઈ પાછી આવે એમ નથી. પણ ભૂતકાળના ય ઈષ્ટના અવિયોગનું આર્તધ્યાન રાંક જીવ અત્યારે ય કરે છે. * માનવજીવન અને માનવમનથી આ જ કરવાનું ? : ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? : આમ વર્તમાન, ભૂત કે ભવિષ્યના ઈષ્ટ સંયોગ કે અનિષ્ટવિયોગ, ઈષ્ટ ટકાવ કે અનિષ્ટ અનાગમન અંગેનાં આર્તધ્યાન જો થતા રહે છે, તો એ માપ કાઢો કે દિવસભરમાં અને રાત્રિના નવરા પડ્યા પડ્યા કેટલી રકમનાં આર્તધ્યાન થયાં કરે છે ? મોંધેરા માનવજીવન અને માનવમનથી આ જ કરવાનું ? પહેલું તો એ તપાસો કે જીવને ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? એક મોટું લિસ્ટ કર્યે ય નહિ પહોંચાય. ઈષ્ટ માનેલી એકેક વસ્તુમાં ય અનેકાનેક ઈષ્ટાનિષ્ટ હોય છે. સાફ ધોયેલું કપડું પહેરવા લીધું એ ઈષ્ટ છે. પરંતુ નવા કરતાં આ વપરાયેલાની સફેદાઈ અનિષ્ટ લાગશે. એમાં ક્યાંક બરાબર ઈસ્ત્રી ને ક્યાંક નહિ, વાળવામાં રહી ગયેલ ક્યાંક Page #130 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન - ગફલત, સીવવામાં ક્યાંક ઠીક ક્યાંક નહિ, કપડાનું પોત, રંગ, મુલાયમતા યા અક્કડતા. પ્રમાણમાં માપસરતા કે નહિ, ક્યાં ય ડાઘ નહિ તો ક્યાંક ડાઘો,... વગેરે વગેરે કેટલું ય ઈષ્ટ-અનિષ્ટ લાગે છે ! આ હિસાબે જીવન પ્રસંગમાં આવતી ઢગલાબંધ વસ્તુઓમાં ઈષ્ટ અનિષ્ટનાં માપ ગણ્યા નહિ ગણાય. બસ, મનને રાગ-દ્વેષવશ ઈષ્ટ-અનિષ્ટ લગાડ્યા એટલે હવે “એ આવો, જાઓ, ટકો, ના આવો”, એવા ભાવ થયા જ કરવાના ! એમાં જ્યાં ક્ષણ પણ મન સ્થિર થયું કે એ આર્તધ્યાન બની ગયું. ત્યારે એકેક દિવસમાં ઢગલાબંધ ઈષ્ટ-અનિષ્ટ બનવાની અપેક્ષાએ આર્તધ્યાન કેટલા ? અરે ! પોતાના જીવનને જરાય નહિ સ્પર્શનારી એવી માત્ર નજરે ચડતી, કે છાપામાં વાંચવા મળતી, યા સાંભળવામાં આવતી બહારની વસ્તુ અંગે પણ વારંવાર આર્તધ્યાન આવી જાય છે. ત્યારે આર્તધ્યાનનું ફળ ? સમયે સમયે તિર્યંચગતિને યોગ્ય અનેકાનેક ઢગલો અશુભ કર્મ જ બાંધ્યા કરવાના ને ? સવારથી સાંજ પડ્યે એવા કેટલીકવાર અને કેટકેટલા કર્મબંધ ? ફરીથી યાદ કરો, ઉત્તમ માનવજીવન અને માનવ મનથી શું આ જ કરવાનું?” જીવના વલોપાત : વલોપાતિયા અજ્ઞાની મૂઢ મૂર્ણ જીવને ભાન નથી કે “કશી જરૂર વિના ફોગટિયાં આર્તધ્યાનથી હું અશુભ કર્મોને નોતરું છું !” ધોયેલું કપડું પહેરવા કાર્યું ત્યાં મનને થાય છે - “ઈસ્ત્રી બરાબર નથી થઈ.” ઈસ્ત્રી બરાબર છે તો એમ વિચારે છે, “ચળકી સફેદાઈ ક્યાં છે?” બૂટ પહેરવા લીધા તો લાગે છે – “પોલીશ બરાબર નથી. આ કેમ ચાલે ?” આવા ને આવા કેટલાય વલોપાત કરનાર જીવને દેહરામાં ઘાલો તો ત્યાં ય એનું ચિત્ત શાંત રહે ? ત્યાં ય આર્તધ્યાનથી બચે ? તમે કહો છો ને કે “અમને દેરાસરમાં, ક્રિયામાં, નવકારવાળીમાં, ચિત્ત કેમ સ્થિર નથી રહેતું ?' ક્યાંથી રહે ? બહારમાં વલોપાત અને આર્તધ્યાનના ખૂબ અભ્યાસથી એના જાલિમ સંસ્કારોથી વાસિત બનેલું મન એ સંસ્કારોવશ એવા વલોપાતિયા વિચાર કેમ ન કરે ? દેરાસરમાં, માળા ગણવામાં, ધર્મક્રિયા કરવામાં, વીતરાગદેવનું સ્વરૂપ, પંચપરમેષ્ઠીનું સ્વરૂપ, ક્રિયાના મહામર્મ વગેરેમાં ચિત્તને ઓતપ્રોત કરવું નથી, પછી ત્યાં ય જડ ઈષ્ટ અનિષ્ટ કલ્પનારું મન આર્તધ્યાનમાં કેમ ન પડે? માટે બહારના વલોપાત ઓછા કરો. ત્યારે સવાલ થાય કે બહારની ચિંતા-વલોપાત શી રીતે ઓછા કરવા? (૧) એ માટે પહેલું આ કરવું પડશે કે બહારના ઈષ્ટ-અનિષ્ટ, ગમતા-અણગમતા પદાર્થ પર રાગ દ્વેષ ઓછા કરવા. “રાગ દ્વેષ કાંઈ કર્યા થાય છે ? એ તો એમજ સહેજે થઈ જાય છે - એવું કહેતા નહિ, કેમકે રાગાદિ એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો તો (૧) એમાં પલટા થાય નહિ Page #131 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન | કે રાગ મટીને દ્વેષ, ને દ્વેષ મટીને રાગ, તેમ (૨) મહાત્માઓને રાગાદિ ઓછા થતા દેખાય છે તે ન બને, ત્યારે (૩) રાગ ન મટતો હોય તો મોક્ષ તો થાય જ શાનો ? વળી આપણને હમણાં એક વસ્તુ પર રાગ હતો તે મટીને એના પર જ દ્વેષ થાય છે. જો રાગ એ સ્વભાવ જ હોય તો ફેરફાર શાનો ? મહાવીર પ્રભુ વીતરાગ હતા એવું માનો છો ? જો હા, તો એમનો રાગ સ્વભાવભૂત હોત તો કેમ ઉડત? એ સ્વભાવ નથી. હા, અનાદિના ચાલ્યા આવે છે માટે સહેજે ઉઠતા દેખાય છે, ને લાગે કે અમારે રાગનો સ્વભાવ છે. રાગદ્વેષ કેમ દબાવાય?? પરંતુ જો (૧) એના પર સાચી સમજ, (૨) પરલોકનાં એનાં નુકસાનનો ભય, તથા (૩) જીવની એથી વર્તમાનમાં ય થતી કંગાળદશાની ધૃણા વગેરે ઊભી થાય, ને પંચ પરમેષ્ઠીને નજર સામે લવાય, તો એ રાગદ્વેષને દબાવવા સહેલા છે. રાગમાં ધૃણાનું દષ્ટાન્ત: એક માણસને બે પત્ની, પણ નવી પત્નીના કહેવાથી જુનીને જુદું રસોડું આપ્યું. એકવાર એ ભાઈ બહારગામ ઉઘરાણીએ ગયેલો, ને મોડો બપોરે આવ્યો. જમવાનું માગે છે ત્યારે નવી રોફ-૨વાબથી કહે છે, “અત્યારે જમવાનું ? અહીં તો રસોડું સાફ થઈ ગયું.' પેલો કહે, “પણ તે ભૂખ્યો રહું?” “ના, જુઓને કોક વાર તમે કહો છો ને મારી જુનીની લાગણી-કાળજી સારી ? તો જાઓ એ જમાડશે.” પેલો ગયો જુની પાસે, જુનીએ એને આવકાર્યો વધાવ્યો, જમવા બેસાડ્યો. પરંતુ આ ભાઈને ભાવતું નથી, તે મોં બગાડીને કહે છે, “આ શું આવડે છે તને રાંધવાનું ? રસોઈમાં માલ નથી. જા નવીના હાથનું કાંક શાક-બાક લઈ આવ તો આ ગળે ઉતરે.' જુની આવીને નવીને વાત કરીને કહે છે, “કાંઈક તારા હાથનું શાક જેવું હોય તે આપ.” પેલી કહે, “અહીં તો કાંઈ છે જ નહિ.” “અરે ! ન હોય તો કરી આપ. આ એમને રોટલો ગળે નહિ ઉતરે.' ત્યારે નવી છણછણ કરતી ઊઠીને ગઈ પાછલી વંડીમાં. ત્યાં વાછડીનું દાણાવાળું છાણ લઈ આવી ! કડછીમાં એને તેલથી વઘારી મસાલો નાખીને આપ્યું ! જુની ચમકીને કહે, “અરે ઘેલી ! ધણીને આવું તે ખવડાવાય?' ત્યારે આ કહે, “તું તારે લઈ જા ને. ન ખાય તો મારું નામ કાઢી નાખજે.” જુની એ લઈ ગઈ, આપ્યું, પેલો મૂઢ એને રોટલાના બચકા પર મૂકી મૂકી હોંશે હોંશે ખાય છે ! ખાઈને પછી કહે છે, “જોયું ? આનું નામ રસોઈ કહેવાય. કેવું સરસ શાક ? તને ભદીને શું આવડે છે ?” ત્યારે જુની કહે, “હવે કહ્યું તમે શું ખાધું ? આ શાક નહિ. પણ વાછડીનું છાણ એણે રાંધી આપ્યું. મેં ના કહી, તો Page #132 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૧૯ કહે તું તારે જોને, એ ખાય છે કે નહિ.' ત્યારે આ ભાઈ ચોંક્યા, હેં ? નવીનું આટલું ઘમંડ ? મને એણે છાણ ખવરાવ્યું ? પણ એનો શો વાંક ? વાંક મારો કે એના પર રાગમાં આંધળો થયો.' એમ એને રાગ કરવા પર ઘૃણા થઈ, તો તરત નવી ઈષ્ટ મટીને એના પરનો રાગ ઓછો થઈ ગયો. વલોપાત ટાળવા માટે આ પહેલો ઉપાય, ઈષ્ટ-અનિષ્ટ માનવું મૂકી એના પર રાગ-દ્વેષ ઓછા કરતા ચાલો. એ ઓછા થતાં મન બહારમાં ઓછું જશે. (૨) નિરર્થક વિચારો રોકવા બીજો ઉપાય આ છે કે મન પર કાબૂ રાખો. મન બહારમાં રખડવા જાય, ખોટી ચિંતા કરવા માંડે કે તરત અંદરથી મનને કડક હુકમ કરો કે ‘નાદાન ! આ શું માંડ્યું ? બંધ કર આ જોવા વિચારવાનું. પરમાત્મા મહાવીર પ્રભુનો સોળમો વિશ્વભૂતિનો ભવ વિચાર.' આમ હુકમ કરી એ વિચારવાનું શરુ કરવાનું. એવું બીજું ય વિચારી શકાય, છેવટે કહિયે એને - ‘બાર નવકાર ગણ.' એમ કહી ગણતરીબંધ બાર નવકાર ચોખ્ખા ગણવા માંડો. એમ ધ્યાનથી ગણવા જતાં બીજા વિચાર અટકશે. ‘આપણો આત્મા મલિન છે, ને મન બાહ્ય ઈંદ્રિયોની જેમ આપણા તાબાની વસ્તુ છે, આપણે ચલાવીએ તેમ એ ઈંદ્રિય-વાણી-મન ચાલે', એવો ભાવ ઊભો કરવાથી મન પર કાબુ આવશે. . (૩) વિકલ્પો-વિચારો-વલોપાતથી બચવા ત્રીજું આજરૂરી કે બહારનાંને મહત્ત્વ ન આપવું. બહારનું તો નાશવંત છે, આવ્યું-ગયું છે, ત્યારે આત્મા અને એનો ઉદાસીન ભાવ વગેરે સંપત્તિ તો અવિનાશી છે. અવિનાર્થી આત્માએ નાશવંતનું મહત્ત્વ શું આંકવું ? મનમાં એક જ ભાવના રમ્યા કરે કે આ બહારનું બધું તુચ્છ છે, ‘કુછ નહિ' છે.'' ગરીબ માણસ પાડોશીને ત્યાં ઉડતા ઘી-કેળાંને કુછ નહિ ગણે તો જ સુખે ખાઈ-પી-રહી શકે. રોજ વિચારવું કે ‘આ બાહ્ય જડને મહત્ત્વ આપી આપીને તો અનંતાકાળથી ભવાટવીમાં ભટકતો રહ્યો છું. હવે એ ધંધો ન ખપે.' રામચંદ્રજીએ રાજ્યાભિષેકને મહત્ત્વ આપ્યું હોત તો વનવાસ ક્યાંથી સ્વીકારી લેત ? દુનિયાના બધા ઝગડા જડને મહત્ત્વ આપવામાંથી ઊઠે છે. એ મહત્ત્વ આપવાનું બંધ થાય તો ઝગડા અને જડના વિચારો તથા વલોપાત ઓછા થઈ જાય. (૪) વલોપાતનું એક કારણ ઈષ્ટ વસ્તુ ગમે છે, અનિષ્ટ ગમતી નથી એ છે. માટે હવે ઉલટ રસ્તો લેવો. ઈષ્ટને અનિષ્ટ માનવું, ને અનિષ્ટને ઈષ્ટ માનવું. આ જરા અઘરું છે, પરંતુ એમાં તાત્ત્વિક સમજ ઘાલીએ એટલું સહેલું થાય. દા.ત. કોઈની બંગલો-મોટર-કમાણી-ઠકુરાઈ જોઈ મન લોભાયું, એ ઈષ્ટ લાગ્યું, ત્યાં વિચારાય કે ‘અરરર ! આ કેટલા મોટા રાગનું સાધન ! કેવા મહા આશ્રવ યાને Page #133 -------------------------------------------------------------------------- ________________ -૧૨ને ધ્યાન અને જીવન પાપબંધના કારણ? આ જીવ બિચારો એમાં કચરાઈ જશે !” અથવા “આ સોનેરી માલ કેવો ભગવાનને ભૂલાવનારો ! સત્સંગને ને ધર્મને કેવો ભૂલાવનારો ! એથી ઉત્તમ માનવભવનું એમાં કેવું લીલામ ?” અથવા “આ પૈસા મોટર બંગલા પાછળ કેવા ધૂમ પાપાચરણ ? કેટલા ઘમંડ ? કેટલી સુખશીલતા ? કેવા મહા આરંભ-જુઠ-માયા-પ્રપંચ ? આમ તત્ત્વથી વિચારવાથી ઈષ્ટ એ અનિષ્ટ લાગવાના. એમ અનિષ્ટ ગરીબી વગેરેમાં એ બધા દોષો નહિ, ને દેવ-ગુરુ-ધર્મની વિશેષ સગાઈ, તેથી ઈષ્ટ લાગવાની, આમ ઈષ્ટ ને અનિષ્ટ અને અનિષ્ટને ઈષ્ટ માનવાથી વિલોપાત ઘટી જશે. (૫) એક ઉપાય આ પણ છે કે ઈષ્ટને અનિષ્ટ માનવાથી બસ નથી કરવાનું, પરંતુ ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલવું જોઈએ. બે મિનિટ બેઠા ન બેઠા ને પગ લાંબા કરવાનું ને ડાફોળિયાં મારવાનું મન થતું હોય, એમ નવરા પડ્યા વાતો કરવાની ખણજ રહેતી હોય, બજારમાં નીકળ્યા છે તે જોવાનું દિલ થતું હોય, ઈત્યાદિ ઈત્યાદિ બધું ઈષ્ટ કહેવાય. એમાં હવે કાપ મૂકતા ચાલવાનું, એ પ્રવૃત્તિ ઓછી કરતા રહેવાનું, એના પર અંકુશ જ મૂકી દેવાનો. (૬) ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલો. દા.ત. ભાણા પર ચાર ચીજથી ચાલે એવું છે, તો વધારાની પીરસાયેલી ચીજ કાઢી નાખો, ન લો... એમ, અમસ્તા હરવા-ફરવા-મળવાનું બંધ કરો... દુનિયાનું જાણવાની આતુરતા જ ન રાખો... ડાફોળિયાંને બદલે આંખ મીંચી પ્રભુ દેખો. સમજી રાખો, વધુ જરૂરિયાત અને વધુ સગવડમાં આર્તધ્યાનને વધુ અવકાશ રહે છે. જેણે સગવડ ઓછી કરી, જરૂરિયાતો ઘટાડી, ઈષ્ટ કાપ્યાં, એણે એ વધુ ઈષ્ટના નિમિત્તે થતા આર્તધ્યાનને અટકાવ્યાં. (૭) આર્તધ્યાન-વલોપાત અટકાવવા એક ઉપાય એ, કે સંસારની અસારતા અને નિર્ગુણતા ખૂબ ખૂબ અને ભિન્ન ભિન્ન રીતે વિચારતા રહો. સંસારની એકેક બાબતમાં રહેલી અસારતા-નિર્ગુણતા શોધો, ને એને હૃદયમાં ખૂબ ઠસાવો. પછી એમાં સારો વેપાર, સારા પૈસા, સારું સેવાકારી કુટુંબ, વહાલી પત્ની, પ્રતિષ્ઠા, જડ ચીજવસ્તુ વગેરે વગેરે જે કાંઈ સંસારના ઘરનું છે એ દરેકે દરેકમાં ભારી અસારતા અને નિર્ગુણતા ભાવવાની. પ્રશ્ન થશે કે સંસારના ઘરની વસ્તુ અસાર કેમ? કારણ આ - (૧) એ જ પરમાત્માને ભૂલાવે છે, પરમાત્માની સારા પૈસા-શક્તિ-સમય ખર્ચીને સારી પૂજા કરવાનું એ ભૂલાવે છે. કેમકે એ બધું મનને સંસાર નભાવવા માટે જરૂરી મનાવે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૨) સંસાર જ અનેક પ્રકારના લોભ, રોગ, ક્રોધ, માન વગેરે દોષો સેવરાવે છે. (૩) સંસાર જ હિંસા, જુઠ વગેરે દુષ્કૃત્યો સેવરાવે છે. (૪) સંસારના જ યોગે અઢળક વલોપાત અને આર્તધ્યાન થાય છે. (૫) સંસારમાં જ અશુભ કર્મો ઢગલાબંધ બંધાય છે. (૬) છેવટે, અંતસમય આવતાં સંસારની જ બધી વસ્તુના રાગના લીધે દુઃખનો પાર નથી રહેતો. અસારના શા વલોપાત કરવા? વલોપાત નહિ તો આર્તધ્યાન નહિ થાય. આર્તધ્યાન અટકાવવાનાં સાધન : (૧) ઈટાનિષ્ટના ઓછા રાગદ્વેષ, (૨) મન પર કાબુ, (૩) નાશવંતનું મહત્ત્વ ન આંકવું, (૪) ઈષ્ટને અનિષ્ટ માનવું, અનિષ્ટને ઈષ્ટ, (૫) ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરવી અને (૬) સંસારની દરેકે દરેક વસ્તુની અસારતા ભાવવી. આ બધું કરતા રહેવાથી આર્તધ્યાન ઓછાં થાય અને પછી ધર્મપ્રવૃત્તિ વખતે એ બહુ ન પડે, તેથી શુભ ભાવમાં ચિત્તની સ્થિરતા રહે. એ શુભમાં સ્થિરતા રહે તો જ ધર્મ સાધ્યાનું સુંદર ફળ આવે, ભવની મંજીલ કપાય. શુભ ભાવની સ્થિરતા વિના ક્રિયા એકલી બિચારી શું કરે ? ધર્મક્રિયા તો મનને શુભ ભાવમાં રાખવાનું પરમ સાધન છે. પણ પેલાં આર્તધ્યાન શુભ ભાવને શાના ટકવા દે ? આવું ચલાવ્યે રાખવામાં જીવની કેવી કંગાળદશા ! કેવી સત્ત્વહીનતા ! કેવી બુદ્ધિહીનતા ! (૧) જીવ કંગાળ છે કે એ નાની નાની ઈષ્ટ-અનિષ્ટ વાતોને મહત્ત્વ આપે છે, (૨) જીવ સત્વહીન છે કે એ તુચ્છના વલોપાતને અટકાવી નથી શકતો, (૩) જીવ બુદ્ધિહીન છે કે એ વલોપાતનાં નુકસાનને સમજતો નથી, ને એ વલોપાત જતો કરવાની એને આવડત નથી. - ઈષ્ટ-અનિષ્ટ તો લલાટ સાથે લખાયેલાં છે. એટલે એનાં આર્તધ્યાન ઊઠતાં જ સાવધાન થવું જોઈએ, વિચારવું જોઈએ કે, પ્રેરક વિચારણા : આવી અસાર વસ્તુની ફજુલ ચિંતાથી મનને કાળું મેશ કરવા માટે મન નથી મળ્યું. પશુઓ અને અનાર્ય મનુષ્યો કરતાં વિશિષ્ટ કોટિનું મન મળ્યું છે કે, અવિનાશી પરમાત્માને સોપવા માટે મળ્યું છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન તુરછ અને નાશવંત જડ વસ્તુને તો પશુઓ અને અનાર્યો મન સોંપે. મારું મન તો તત્ત્વજ્ઞાનના રોપાઓ માટેનું ઉદ્યાન છે, આર્તધ્યાનનો ઉકરડો નહિ. માટે આર્તધ્યાન આવતાં જ ઈષ્ટને પડકાર કરું કે “તારામાં ખરેખર મનગમતું છે જ શું? કશું જ નથી', ને અનિષ્ટને કહ્યું કે “તું કાંઈ મારું બગાડી શકે એમ નથી.' નાની વાતને મહત્ત્વ આપવાની કંગાળિયત, વલોપાત કરવાની નિઃસત્ત્વતા, ને વલોપાતનાં નુકસાન ન સમજવાની મૂર્ખતા હું ન કરું.’ વેદનાનાં આર્તધ્યાનમાં ય સાવધ થઈ એ આર્તધ્યાનને હટાવવાનું. દવાની, ડાક્ટરની, પથ્યની, હવાની બહુ ચિંતા નિષ્ફળ છે અને રોગની પીડાની હાયવોય નકામી છે. ચિંતા-હાયવોયથી કાંઈ સરતું નથી. ફોગટ આર્તધ્યાન થઈ તિર્યંચગતિનાં પાપોનું ઉપાર્જન થાય છે. સારો ધર્મિષ્ઠ પણ જીવ આર્તધ્યાનમાં મરે તો એકવાર તો દુર્ગતિમાં ચાલ્યો જાય છે. જુઓ અહીં જરા ફરીવાર મરુભૂતિનો પ્રસંગ તપાસીએ. કંટાળશો નહિ, તીર્થંકરદેવનાં ચરિત્ર વારંવાર યાદ કરવા ગમે. આપણાં પોતાનાં ગુણગાન વારંવાર સાંભળવા ગમે છે ને ? પણ એ તો પાપ બંધાવે છે. પ્રભુનાં વારંવાર ગુણગાનથી કર્મક્ષય થાય છે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ મરુભૂતિ એટલે ? સુંદર શ્રાવકનાં વ્રતો પાળનારો, ધાર્મિક જીવન જીવનારો, ને પવિત્ર વિચારોમાં રમનારો ! ઉપરાંત દુષ્ટ ભાઈ કમઠના દુરાચાર અને ઉદ્ધતાઈ પર રાજાએ એને નગર બહાર કર્યો, તો “એના કષ્ટમાં પોતે નિમિત્ત બન્યો એ ખોટું થયું' માની એની ક્ષમા માગવા જનારો ! ... વિચારો, એ કેટકેટલો ઉંચો જીવ ! કેવો આદર્શ ધર્માત્મા શ્રાવક ! એની દુર્ગતિ થાય ? ના, ઉંચી સદ્ગતિ જ થાય. છતાં જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માગે છે ત્યાં કમઠે રોષથી એના માથા પર પત્થરની શિલા ઝીકતાં ભારે વેદનામાં એ ધર્માત્મા મરુભૂતિ આર્તધ્યાનમાં પડ્યો, “અરે ! હું આને ખમાવું છું. ને આ મને મારી નાખે છે ? હાય કેવી પીડા !” તો એ એવા આર્તધ્યાનમાં મરીને ત્યાંથી અટવીની હાથણીના પેટે હાથી તરીકેનો અવતાર પામ્યો ને ? તીર્થકરનો જીવ છે, વર્ષોનો ધર્માત્મા છે, છતાં દુર્ગાનને કોઈ શરમ પડે છે ? ના, વિના શરમે એ દુર્ગાને એને ઉંચકીને સદ્ગતિમાંથી ભ્રષ્ટ કરી દુર્ગતિમાં પટક્યો ! જીવનમાં, જો એકવાર પણ આવું દુર્બાન-હાયવોય કર્યાનું આ ફળ, તો જીવનભર એવું કર્યું જનારની કઈ દશા ? પછી ત્યાં બચાવ કરાય કે “સંયોગો એવા મળે ત્યાં એવું થાય એમાં અમારો શો વાંક ? અમે શું કરીએ ? તો એવો બચાવ કામ લાગે એમ છે ? કર્મ તો જાણે કહે છે - “બીજાના વાંકે પણ તે કેમ આર્તધ્યાન કર્યું? આર્તધ્યાન એ ગુનો છે, એ તારા ગુનાની સજા તું લઈ લે, પેલાને એના ગુનાની સજા મળશે, પણ તું તારી સજા ભોગવ.” એ સૂચવે છે કે બીજાના વાંકે પણ આપણને આપણું મન બગાડવાનો અધિકાર નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૧૨૩મન બગાડ્યું ત્યાં બચાવ નહિ મળે, ઉધારો ય નહિ, તરત કર્મ ચોંટ્યા જ સમજો. આર્તધ્યાન એ મનનો બગાડો છે, ને એના પર તિર્યંચગતિ યોગ્ય અશુભ કર્મો આત્મા ઉપર ચોંટી પડે છે. ધર્માત્મા પણ મરુભૂતિ એમજ તિર્યંચ હાથીનો અવતાર પામ્યો ! અલબત એની ધર્મસાધના ધર્મભાવના રદબાતલ નથી, કેમકે એના સુસંસ્કાર આત્મામાં પડેલા છે. એ વળી સારું નિમિત્ત મળતાં એને ઊંચે લઈ આવશે. હાથી બનેલ મરુભૂતિને એવું નિમિત્ત મળી આવ્યું અને એ ઉંચે આવ્યો. પણ નિમિત્ત ન મળ્યું હોત તો શું થાત ? એ તો સારું થયું કે, - રાજા અરવિંદ ધર્માત્મા મરુભૂતિના એવા દુઃખદ મૃત્યુ બાદ અત્યંત વિરક્ત થઈ સંસાર છોડી ચારિત્ર લે છે, સંયમ તપ સ્વાધ્યાય વગેરે તન તોડીને સાધના કરે છે, ને શરીરનો કસ ખેંચાય એટલો ચે છે ! કેરીનો રસ કાઢતાં જેમ એને ઠેઠ ગોટલા સુધી નિચોવીને રસ ખેંચી લો ને ? બસ, અરવિંદ રાજર્ષિ એ રીતે કાયા ને મનનો કસ ખેંચવા લાગ્યા. એમાં એમને અવધિજ્ઞાન થયું ! એકવાર જંગલમાંથી સાથે સાથે પસાર થતા રાજર્ષિ સામે એજ હાથી મારવા દોડતો આવ્યો, પણ પૂર્વના સ્નેહથી ઊભો રહી ગયો તો રાજર્ષિએ એ અવધિજ્ઞાનથી એને ઓળખી બોધ આપ્યો, “બુઝ બુઝ મરુભૂઈ !” એમ કહી કહી જાગ્રત કર્યો. હાથીએ પણ એના પર ચિંતન-ઉહાપોહ કરતાં, એને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું. ત્યાં એણે પૂર્વ જનમમાં સહેજ દુર્બાન કરેલું તેથી આ પોતાની થયેલી મહાદુર્દશા નિહાળી. એણે ફરીથી ત્યાં સમકિત પામી વ્રતો લીધા અને તિર્યંચ હાથી છતાં ત્યારથી શ્રાવક ધર્મ પાળવાનું રાખ્યું. એમાં ય હાથીએ મુખ્યપણે આર્તધ્યાનથી બચવા માટે ભારે કશીશ રાખી. કેમ વાર? (૧) એટલા જ માટે કે આર્તધ્યાન પર તરત જ કોઈ બીજી અપેક્ષા વિના ને ક્ષણના વિલંબ વિના અશુભ કર્મબંધની સજાનાં જજમેન્ટ પડે છે. દુર્બાન કરો કે તરત અશુભ કર્મો બાંધો. જે એ દુઃખદાયી કર્મબંધ જોઈતા નથી, તો પછી આર્તધ્યાન ન થવા દેવા માટે પાકી જાગૃતિ રાખવી જ પડે. (૨) બીજું કારણ એ કે આગળ પરની ખબર નથી કે કર્મવશ કેવા સંયોગ આવે? કેવી પરિસ્થિતિ સર્જાય? કેવા ભારે દુઃખદ ઈષ્ટવિયોગ અનિષ્ટ સંયોગ યા વેદના ખડી થાય ? તેમજ અંતકાળે તો વળી કેવી ય પરિસ્થિતિ હોય ? હવે જો અત્યારે સારા-સારીમાં યા સામાન્ય ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ કે રોગમાં આર્તધ્યાનથી બચવાનો અભ્યાસ જ ન રાખ્યો તો એવી ભાવી આપત્તિ વખતે આર્તધ્યાન કેમ અટકી શકે? ત્યાં ભારે આપત્તિ વખતે કેવું ભયંકર આર્તધ્યાન થવાનું? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધ્યાન અને જીવન હાથી આ સમજીને અત્યારથી જ આર્તધ્યાન અટકાવે છે. એનું સુખદ ફળ એ આવીને ઊભું રહ્યું કે અંતકાળે મહાઆપત્તિની ભયંકર વેદનામાં ય આર્તધ્યાનને આધું રાખી સુંદર સમાધિ અને સુંદર ધર્મધ્યાનમાં એ ઝીલ્યો ! ગ્રીષ્મના તાપમાં તરસ્યો થયે તળાવમાં ઉતર્યો, પણ કીચડમાં ખૂંચ્યો, પેલા કમઠનો જીવ અહીં સર્પરૂપે થયેલ, તે એના શરીર પર ચડી જઈ મર્મસ્થાને ડંસ દે છે. કારમી વેદના સળગી ઊઠી ! પરંતુ આર્તધ્યાન અટકાવી અટકાવી શુભધ્યાનના સારા અભ્યાસી બનેલા આ તિર્યંચ પણ હાથીએ આ ભયંકર વેદનામાં ય શુભ ધ્યાનનો જ ખપ રાખ્યો. ‘મારા જ કર્મનો આ વિપાક છે. સાપનો શો દોષ દઉં ? એ બિચારો તો દયાપાત્ર છે કે પાપે પેટ ભરી રહ્યો છે, જેનું ફળ એને બિચારાને મહાદુઃખ આવશે ! બાકી મારાં કર્મ તો અકાટ્ય છે, ભોગવ્યા વિના જાય જ નહિ, કપાય જ નહિ, તો આવી નિર્ધારિત અનિવાર્ય કર્મ-પીડાની શી ચિંતા કરવી ? એ મૂકી પરમેષ્ઠી પરમાત્માનું જ ધ્યાન કરવા દે.' નમસ્કાર-મહામંત્રના સ્મરણમાં મૃત્યુ પામી સ્વર્ગમાં પહોંચી ગયો. મરુભૂતિના ઉંચા માનવભવમાં આર્તધ્યાને મરતાં તિર્યંચનો જનમ મળ્યો, હલકા તિર્યંચ હાથીના ભવમાં શુભધ્યાને મરતાં દેવનો અવતાર મળ્યો, કેટલો મોટો ફરક ? પરંતુ આટલું લક્ષ રાખવાનું કે જીવનમાં બહુ બહુ વાર શુભ ધ્યાનનો અભ્યાસ પાડ્યો હોય, વારે વારે આર્તધ્યાન અટકાવ્યાં હોય, તો એ અભ્યાસ અંતસમયે ઉપયોગી થાય અને આર્તધ્યાનને અટકાવી શુભધ્યાનમાં મન પરોવી દેવાય. પછી ત્યાં વેદનાનો હિસાબ નથી કે ‘વેદના હોય પછી મન કેમ આર્તધ્યાન ન કરે ?' ન કરે, કેમકે જીવન જીવતાં રોગની સામાન્ય વેદના વખતે આર્તધ્યાન અટકાવવાનો અભ્યાસ પાડ્યો છે. વેદનામાં આર્તધ્યાન કેમ અટકે ? : રોગની વેદના આવી, વૈદ-ડાક્ટરને શોધવો પડે છે, દવા પથ્ય વગેરેની ચિંતા રાખવી પડે છે, છતાં જો આવડત હોય તો આર્તધ્યાન અટકી શકે છે. એ માટે અહીં શાસ્ત્રમાં મુનિ અંગે જે વિચાર કરવામાં આવ્યો છે તે ઉપયોગી છે. પ્રશ્ન કરવામાં આવ્યો કે મુનિ બિમાર પડે છે તો તે ય વૈદનો આશ્રય લે છે અને દવા-ઉપચાર કરે છે, છતાં એમને આર્તધ્યાન કેમ નહિ ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૮. મુનિને રોગમાં આર્તધ્યાન કેમ નહિ ? એનો ઉત્તર કર્યો કે મુનિ રોગ વખતે ય મધ્યસ્થ રહે છે માટે એમને આર્તધ્યાન નહિ. “મધ્યસ્થ” એટલે કે રાગ-દ્વેષની ઊંચી-નીચી ખાડા-ટેકરાની ભૂમિ પર ચડ-ઉતર કરનારા નહિ, પણ એની મધ્યમાં સામ્યવસ્થાની સપાટ ભૂમિ પર રહેનારા. અર્થાત્ એ શરીરના રાગમાં કે રોગના દ્વેષમાં તણાનારા નહિ. પ્ર. - જો રોગ પર દ્વેષ નથી તો એને કાઢવાનો પ્રયત્ન કેમ કરે છે? ઉ. - એ પ્રયત્ન આગળ કહેશે એવા સતત શ્રુતપયોગ, હૃતવૃદ્ધિ, ગચ્છસંભાળ આદિ અર્થે કરે છે. શ્રુત એટલે શાસ્ત્ર, શાસ્ત્ર કહેલ તાત્ત્વિક પદાર્થ, એમાં ને એમાં ચિત્ત કેમ રહે, એની વૃદ્ધિ કેમ થતી રહે ઈત્યાદિ-ઉદ્દેશથી પ્રયત્ન કરે છે. “રોગ પીડે છે, ખરાબ છે, એ સહાતો નથી”, એવો વલોપાત નથી, એની કાયરતાથી યત્ન નથી, પરંતુ રોગમાં મન જવાથી શાસ્ત્રચિંતન તત્ત્વ ચિંતન ઘવાયા છે, ત્રુટક પડે છે, તેથી રોગ ટાળવાનો પ્રયત્ન છે. એવા બીજા પણ ઉદેશ છે તે આગળ કહેશે એવા સારા ઉંચા ઉદેશ છે માટે ચિકિત્સાનો પ્રયત્ન છતાં પીડાનો વલોપાત નથી ! પીડા પર દ્વેષ નથી અને સુખકારિતા પર રાગ નથી. આનું નામ મધ્યસ્થભાવ, કાયાની પીડા-અપીડાની શી બહુ કિંમત આંકવી હતી ? કિંમત તો આત્માના સ્વાથ્ય-અસ્વાથ્યની છે. આત્મા સ્વસ્થ હોય, સમતા-સમાધિમાં હોય એની કિંમત છે. કેમકે આત્મા જે અસ્વસ્થ હોય અસમાધિમાં હોય તો દીર્ઘકાળ પડ્યા કરે એવા કર્મબંધનથી બંધાય છે. સ્વસ્થ હોય, સમાધિમાં હોય તો કર્મબંધ અટકે છે, ઉપરાંત જુનાં કર્મોનો નિકાલ થાય છે. પ્ર. - આત્મા સ્વસ્થ યાને સમાધિમાં કેમ રહે? ઉ. - એ રહે શાસ્ત્રચિતનમાં પરોવાયેલા રહેવાથી. મન શાસ્ત્રમાં લાગ્યું રહે એટલે બીજા-ત્રીજા રાગ-દ્વેષભર્યા વિચારો, સંકલ્પ વિકલ્પો અને કષાયોમાં જાય નહિ. આ નિયમ છે કે મન એક જ ઠેકાણે રહે. જો સારામાં રોકાયું, તો ખરાબમાં જતું અટકવાનું. સારું છે શાસ્ત્ર-પદાર્થોનું ચિંતન-મનન. મનને એમાં રોકી રાખો પછી ભૂંસા કુટવાનું બંધ. મનને ખોરાક જોઈએ છે, સારો ખોરાક આપો તો કચરો નહિ ખાય. બહુ સીધું કામ છે મનનું. એને સારા શાસ્ત્રાભ્યાસનું તત્ત્વચિંતનનું કામ આપી દીધું એટલે એ ખોટા વિકલ્પો-વિચારો નહિ કરે અને સારામાં રોકાયું રહેવાથી સ્વસ્થતા સમાધિ Page #139 -------------------------------------------------------------------------- ________________ -લોન ધ્યાન અને જીવન - રહેવાની. આ સ્થિતિ જાળવી રાખવા માટે મુનિ રોગમાં ચિકિત્સા કરે છે. “રોગથી દુર્બળ કાયા, પીડાતી કાયા, શાસ્ત્રાભ્યાસમાં એવું જોર મારી શકતી નથી, તો લાવ સહેજ દવા-ઉપચાર કરી લઉં, જેથી શાસ્ત્રાભ્યાસ સરસ ચાલ્યા કરે” - આ ઉદ્દેશ છે. મુનિને એવા બીજા પણ સારા ઉદ્દેશો છે, તેથી ચિકિત્સા કરે છે, બાકી પીડા નહિ ગમવાનો સવાલ નથી, શારીરિક સુખાકારિતાનો રાગ નથી, પીડાનો દ્વેષ નથી, એનું નામ મધ્યસ્થભાવ. રાગ-દ્વેષના પ્રવાહમાં તણાઈ જવાનું નહિ, વચ્ચે મધ્યમાં ઊભા રહેવાનું એ મધ્યસ્થતા. જે શરીરનો રાગ તાણે નહિ, તો એના પરની આપત્તિ-રોગ વખતે એનાં દ્વેષમાં તણાઈ જવાનું ન બને. એક બાજુ રાગ થાય છે એટલે જ બીજી બાજુ દ્વેષ જાગે છે. પૈસા, કુટુંબ, દુકાન, બધા ય જીવને રાગમાં તાણે છે, રાગ કરવા પ્રેરે છે. પછી જે એના પર આપત્તિ આવી, તો ઠેષને હાયવોય ઉઠવાના. રાગ અને દ્વેષ આવવાનો. પૈસા પર રાગ છે એને ઓછી આવક અને મોંઘવારી પર દ્વેષ થવાનો. કુટુંબ ઉપર રાગ છે એને કુટુંબના માંદા કે આઘાપાછા થવામાં હાયવોય થવાની. રાગમાં તણાઓ તો વૈષમાં તણાવું પડશે. રાગની પીડા ઓછી, તો વૈષની પણ પીડા ઓછી. પર પદાર્થો એના રાગમાં તણાનારાને અંતે દ્રોહ કરનારા છે. આત્મામાંથી નીકળી બહારમાં તણાયા, બહારની ચીજ પર રાગ કર્યો, એટલે દ્વેષ હાયવોય આવવાનું સમજી રાખવાનું. પણ રાગ શું કામ કરો ? સમજી રાખવું જોઈએ કે “આ જેના પરના રાગમાં તણાઉં છું એ બહારની જમાત તો એવી છે કે અવસરે જીવનો દ્રોહ જ કરે છે. સંયોગો નાશવંત છે, એટલે બહારના સંયોગ ટકવાના નથી. તેથી એક અવસરે એ જવાના, જીવને રખડતો કરવાના. એ જાણે કહેશે, “અમે તમારા નહિ, દુનિયા આખી તમારી નહિ. તમે જાઓ, અમે તો અહીં રહેવાના.' જીવને આ બહારના જડ-ચેતન પદાર્થો એક દિ' શીખ આપી દેવાના. મરનારને કોઈ “આવજે' એમ પણ કહેતું નથી. કેમ? કદાચ ભૂત થઈને આવે તો? એ જાણે ભય છે ! આ ને આ રૂપે રહેવું હોય તો રહો, બીજા રૂપે નહિ. કેટલાં ય આજે પૂર્વ જન્મનાં સ્મરણવાળાને પૂર્વના સંબંધીઓ રાખવા તૈયાર નથી ! તેમ આ જનમના થયેલા સંબંધીઓ એને છોડવા તૈયાર નથી ! બહારના સંયોગોની કેવી વિષમતા ? માણસ મરતો હોય ત્યારે ઘર-દુકાન-તિજોરી, બાયડી- છોકરા - કુટુંબ, બધું સલામત છે, પણ પોતે જ સલામત નથી. બધા ય અહીં જ રહેવાના, કોઈ જ જીવની સાથે જવાનું નહિ. જડ સંયોગો છણછણતી કરોડપતિની કન્યા જેવા : ગમે તેવા સારા સુખકારી લાગતા પણ પર પદાર્થો સંયોગમાં આવ્યા ત્યારથી જાણે જીવને કહે છે કે “અમે એક વખતે તને તદ્દન મૂકી દેવાના, Page #140 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૧૨ રખડતો કરવાના !' આ કેવું છે કે દા.ત. કોઈને એવી કરોડપતિની કન્યા પરણવા મળી હોય, પરણીને ઘરે લાવે ત્યારથી એ છણછણ કરતી હોય, ને કહેતી હોય કે “તમે આમ કરશો તો હું મારા બાપને ઘેર જઈશ. ભલે તમે મારી ચિંતા કરો, પણ હું કાંઈ તમારી પરવા રાખતી નથી, તમારા વિના ય જિંદગી ગાળી શકું છું', હવે એ કોઈ એવા અવસરે છણકીને ચાલી જાય, ને જો પેલાએ પહેલેથી જ ગોખી રાખ્યું હોય કે “આ કાલે જ ચાલી જવાની છે અને એને કાંઈ મારા પર રાગ નથી, તો હું રાગ કેમ કરું ?” એમ કરી પહેલેથી જ એના પર રાગ ન કરે, તો એના જવા પર એને કાંઈ બહુ દ્વેષ કે દુખ ન થાય. એ તો કહે કે “હું તો જાણતો જ હતો કે આ બીજે જ દિવસે જવાની છે. પણ આટલા દિવસ રહી એ આશ્ચર્ય ! બાકી હવે એ ગઈ તો ભલે ગઈ. નિશ્ચિત જનારી માનેલી એના જવાનું મને દુઃખ નથી. એ રહી ત્યાં સુધી એના બાપની લક્ષ્મી અને આબરૂના સહારે મેં મારું સરખું કરી લીધું છે. હવે પહેલેથી જ છણછણતી હતી એ જાય એમાં મારે શું કામ દુ:ખ માનવું?' બસ, જગતના પદાર્થો આ કરોડપતિની કન્યા જેવા છે. એટલે એ મનગમતા પદાર્થના સંયોગો આવી મળ્યા ત્યારથી એનો છૂપો અવાજ સાંભળે કે અમે તો જવાના, ભલે તમે અમારી ચિંતા કરો, પણ અમે કાંઈ તમારી ચિંતા કરતા જ નથી. તમારા વિના ય અમે અહીં ઊભા રહી શકીએ છીએ.' હવે એ પદાર્થો જે અણધાર્યા અવસરે ચાલ્યા જાય, તો એનું જવાનું પહેલેથી સમજી રાખનારા અને તેથી જ રાગ ન કરનારા ડાહ્યા માણસને દુઃખ ન થાય. એ તો કહે કે “હું તો પહેલેથી જ જાણતો હતો કે આવતીકાલે જ કાં તો આ જવાના, યા એમને છોડીને હું જવાનો. આ તો આટલા દિવસ એમનો ને મારો સંબંધ ટક્યો એ આશ્ચર્ય છે. હવે એ ગયા તો ભલે ગયા. “નિશ્ચિત જવાના જ છે” એમ માન્યા પછી તો એ જાય એનું દુઃખ શું ? એ રહ્યા ત્યાં સુધી મેં તો એ પર પદાર્થોના સહારા પર મારા આત્માનું હિત ખાસું સાધી લીધું છે. એ હવે તરછોડે એમાં મારે શી ફિકર કરવાની હોય ?' આમ જે પહેલેથી જ રાગને અટકાવ્યો, તો પાછળથી કશો દ્વેષ, કે ખેદ કરવાનો રહે નહિ. આવા જ માણસો સુખે જીવી શકે ને સુખે મરી શકે. ડાહ્યા બનવું જોઈએ. ડહાપણ આ કે જગતના પદાર્થો અણધાર્યા જવાના છે.' એ સમજી એના પર જરા ય રાગ ન રાખે અને એની હયાતીમાં પોતાનું આત્મહીત સાધી લે. શરીર પર સુંદર વિચાર : પછી એ ગયા તો બલા ગઈ માને. શરીર પણ એમાંની જ એક ચીજ છે. એ છે ત્યાં સુધી એના દ્વારા શક્ય આત્મહિતનું કામ સાધી લેવાનું છે. પછી એ બલા Page #141 -------------------------------------------------------------------------- ________________ -૧૮ન ધ્યાન અને જીવન | જવા બેસે એનું દુઃખ નહિ, નહિતર તો શોક ને પોક ભારે ! “હાય ! મારે મરવાનું ?' એમ થાય. એ શરીર તો લેભાગુની જમાતનું છે, માટે એ છે ત્યાં સુધી આપણે તો વિચારની મક્કમતા યાને સ્થિતપ્રજ્ઞતા રાખી એની પાસેથી કામ કાઢી લેવાનું. રોગમાં આર્તિધ્યાન ન થવાનાં બે કારણ - (૧) મધ્યસ્થતા, ને (૨) કર્મફળ વિચાર : (૧) મુનિ રોગમાં ચિકિત્સા કરાવે છે છતાં એમને આર્તધ્યાન કેમ નથી એની આ વાત ચાલે છે, એમાં એક કારણ બતાવ્યું કે મુનિ મધ્યસ્થ છે. એમને શરીર પર રાગ નથી, રોગ પર દ્વેષ નથી. એ સમજે છે કે “શરીર પણ એક દિ' જનારું, રોગ પણ જનારો. એવા નાશવંત પદાર્થ પર રાગ-દ્વેષ શા રાખવા?' (૨) મુનિ રોગ-વેદનામાં આર્તધ્યાન ન કરે એનું બીજું કારણ આ, કે રોગના મૂળમાં એમને પોતાના કર્મ-વિપાકનો વિચાર છે, ખ્યાલ છે. એ જુએ છે કે “આ જે રોગ-વેદના-આપત્તિ આવી એ મારાં પોતાનાં બાંધેલા પૂર્વ કર્મના ઉદયને લીધે જ છે. અશુભ કર્મના ઉદય વિના આપત્તિ આવે નહિ. મારા અશુભોદય વિના મારું શરીર ખરાબ થાય નહિ. દુનિયામાં કોઈ એવી સત્તા નથી કે જે જીવના અશુભ કર્મવિના, એનું બગાડી શકે.” * * * ૧૯. શ્રીપાલ-ધવલ : જીવને હંફ શેનાથી ? ધવલ શેઠે ઘણા ય ફાંફા માર્યા પણ શ્રીપાલકુમારનું કશું બગાડી શક્યા નહિ. ઊલટું એમાં તો શ્રીપાલનું સારું સારું જ થતું ગયું ! શ્રીપાલનાં વહાણ અને એની બે રાજકન્યા - પત્નીઓ કન્જ કરી લેવા ધવલે શ્રીપાલને વહાણમાંથી નીચે દરિયામાં પાડ્યા, ત્યારે શ્રીપાલના શુભોદયે તરાપાની જેમ નીચે મગરમચ્છની પીઠ બેસવા મળી ! ને એ મગરમચ્છ એમને એવા થાણા બંદરે ઉતારી દીધા કે જ્યાંના રાજાએ પોતાની કુંવરી નિમિત્તિયાનાં વચનથી આ અજાણ્યા ને એકલવાયા પણ શ્રીપાલને પરણાવી ! શ્રીપાલકમારને અશુભ કર્મ ઉદયમાં નહોતા તો ધવલ એમનું શું બગાડી શક્યો? ભલે ને બગાડવા ગયો પણ શ્રીપાલના શુભોદયે ઊલટું સારું થયું. એક તો થાણાના રાજની કન્યા પરણવા મળી, ને બીજું, ધવલ પાછો થાણા જ આવતાં શ્રીપાલને પોતાનાં વહાણ અને બે પત્નીઓ સુરક્ષિત મળી ગઈ ! આવું સારું બનવાનું એકવાર નહિ, અનેકવાર બન્યું ! કેમકે શ્રીપાળનાં કર્મ ઉદયમાં સારાં હતાં. Page #142 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન આ દુનિયામાં કોઈ એવા સતા નથી કે જે, આપણાં શુભ કર્મ ઉદયમાં હોય તો, આપણું બગાડી શકે. ધવલશેઠ શ્રીપાળનું ઘણું ય બુરું કરવા ગયો, પણ શ્રીપાળનાં કર્મ સારાં, તેથી બુરું શાનું થાય ? ઊલટું એમનું સારું જ થતું ગયું ! શ્રીપાળ ઘરેથી એકાકી જ નીકળેલા, તે ભરૂચમાં આવેલા. સસરાના નામથી પોતાની ઓળખ ન રુચી તે પુરુષાર્થ કરવા નીકળ્યા હતા. ત્યાં ધવલશેઠે પોતાનાં થંભી ગયેલાં વહાણ ચલાવવા માટે દેવીને બત્રીસ લક્ષણા પુરુષ તરીકે શ્રીપાળનો ભોગ આપવા તજવીજ કરેલી. ભરૂચના રાજા પાસેથી કોઈ પરદેશીનો ભોગ આપવાની મંજુરી મેળવી અને પોતાના સુભટોને નગરમાં તેવા કોઈ પુરૂષને પકડી લાવવા મોકલ્યા. સુભટોએ શ્રીપાલને સુલક્ષણો ને એકાકી દેખી પૂછ્યું – “કોણ છે ભાઈ તું? ક્યાંનો વતની ?' શ્રીપાળ કહે, “હું પરદેશી છું.' “એમ? ચાલ ત્યારે તારો કાળ આવી લાગ્યો છે. રાજાની મંજુરીથી અમારા શેઠને દેવી આગળ તારો ભોગ આપવો છે.” ભાગ્ય બચાવે, હોશિયારી નહિ ? જોજો ધવલના સેંકડો સુભટો છે. વધારામાં જોઈએ તો શ્રીમંતાઈના જોરે એને રાજાના સૈનિકો મળે એમ છે. હવે શ્રીપાળકુમારને એકલવાયાને બચાવ મળે ? માણસની હોશિયારી કેટલે સુધી કામ કરે ? પરંત કહો ભાગ્યની ઓથ હોય એ બચાવનું જબરું કામ કરી જાય છે. શ્રીપાળનું ભાગ્ય જોરદાર છે, તે એને રસ્તામાં વિદ્યાધરે મંત્રિત જડીબુટ્ટી બાંધી આપેલી, એવી કે એનાથી કોઈનું શસ્ત્ર એને લાગે નહિ. હવે સુભટો એના પર બાણ ફેકે કે તલવાર ચલાવે, પરંતુ શ્રીપાળને ઘા શાનો લાગે ? ત્યારે શ્રીપાળ શસ્ત્ર ચલાવે એના પ્રહાર તો સુભટો પર ચાલવાના જ છે. છતાં એ દયાળુ છે એટલે કોઈને મારી નાખવાના પ્રહાર કરતા નથી, માત્ર હેઠા પડે કે ભાગી જાય એટલો જ ચમકારો બતાવે છે. સુભટો બિચારા હારી ગયા, તે ભાગીને શેઠ ધવલને બોલાવી લાવ્યા. ધવલશેઠે પણ જોયું કે “માન ન માન, પણ આ કોઈ દૈવી સહાયવાળો મહાન પુરુષ છે. માટે હવે તો એજ મારા વહાણ રોકનારી શિકોતરી દેવીને હટાવી શકે. માટે લાવ એને પ્રાર્થના કરું.' એકાકી શ્રીપાળને ધવલશેઠ ચાટુ કરે છે ? ભાગ્ય જોર કરતું હોય તો મોટો માતબર વૈભવી પણ વૈભવ વિનાનાને પગે પડતો આવે ! મોટા વૈભવી ધવલશેઠ એકલદોકલ એવા શ્રીપાળનું હવે ચાટ કરવા લાગે છે ! “હે ભાઈ ! તમે તો મહાપુરુષ છો. અમે તમને ઓળખ્યા નહિ, તેથી અમારી ભૂલ થઈ, માફ કરજો. ઓહો ! આ જગતમાં મહાન પુરુષો કેવા ઉદાર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધ્યાન અને જીવન હોય છે ! તમને શી વાર હતી ? ધાર્યું હોત તો આ મારા બધા સુભટોને પરલોક પહોંચાડી દેત. પણ આપની કેવી ઉદારતા ને મહાનતા કે એકને પણ માર્યા નહિ ! ધન્ય જીવન ! ધન્ય અવતાર ! તમારું કેવું મોટું મન ! ત્યારે હેં ભાઈ ! મારાં વહાણ દેવી શિકોતરીએ અટકાવી દીધા છે, તે તમે ન ચલાવી આપો ? હું તમારે પગે પડું છું, આજીજી કરું છું, આટલું મારું કામ કરી આપો. તમે તો દેવતાઈ પુરુષ છો.’ ચાલ્યું ચાટુ. કેવો ગરીબડો થઈને ધવલશેઠ કાલાવાલા કરી રહ્યો છે ! શ્રીપાળનું ભાગ્ય જોર કરે છે, એટલે એમની સામે મોટી સમૃદ્ધિ અને સુભટોવાળો તથા રાજાની હુંફવાળો પણ ધવલશેઠ એમનું કાંઈ જ ખરાબ કરી શકતો નથી, ને અંતે પગે પડી ચાટુ કરે છે. ત્યારે વિચારો. જીવન જીવતાં કોનો સહારો લેવા જેવો ? વૈભવ-સામગ્રી અને જાતવડાઈનો ? કે ભાગ્ય મજબુત કરી આપે એવા ધર્મનો ? ધવલશેઠ પાસે ઘણો ધનવૈભવ અને સુભટ-સામગ્રી હતી, પણ એનો જ સહારો રાખીને એનું શું વળ્યું ? એને અંતે શું મળ્યું ? મહાવીર ભગવાનનો જીવ ત્રીજા ભવે મરીચિ, તે દાદા ઋષભદેવ પ્રભુનાં સમવસરણની સમૃદ્ધિ જોતાં જ વિચારે છે કે ‘મારા પિતા ભરત મહારાજા મોટા ચક્રવર્તી, એમના ય ઘેર આ સમૃદ્ધિનો જોટો નથી ! ને આવી અનુપમ સમૃદ્ધિ મારા દાદા પ્રભુ ઋષભદેવને છે તે ધર્મના પ્રતાપે છે. સંસારમાં સમૃદ્ધિ માત્ર ધર્મને પરતંત્ર. તો પછી હું ધર્મને પરતંત્ર એવી સમૃદ્ધિના શરણે બેસી રહેવાને બદલે મૂળ ધર્મનું જ શરણ કાં ન લઉં ? મૂળને છોડી ડાળને સાચવતો કોણ બેસે ? બસ, ‘જીવનમાં ધર્મનો જ સહારો લેવા જેવો છે, ધર્મને જ શરણે જવા જેવું છે', એ વિચાર પર મરીચિ વૈરાગ્ય પામી ગયો ! અને ચક્રવર્તીના ઘરનાં સમૃદ્ધિ સુખ છોડી એણે પ્રભુનું ને પ્રભુના ધર્મનું શરણું લીધું. એટલે ? સંસાર છોડી પ્રભુ પાસે ત્યાં જ ચારિત્ર લઈ લીધું ! સહારો કોનો લેવા જેવો ? ‘હાય પૈસા ! હાય દુકાન !' નો ? કે ધર્મનો ? તમને હૈયે હુંફ શાના પર ? પૈસાથી હુંફ ? કે ધર્મથી ? ભાગ્યના જોર વિના તો ફાંફા મારવાના છે અને ધર્મ વિના ભાગ્ય જોરદાર બનતું નથી. શ્રીપાળકુમારનું ભાગ્ય તો જોર કરે જ છે, પણ એની સાથે એમના દિલમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૩ - ધર્મ તરીકે ક્ષમા-ઉદારતા-પરોપકારવૃત્તિ પણ જોર કરે છે. મૂળથી આ ગુણો, એમાં વળી નવપદની આરાધનાએ એના શ્રદ્ધાબળના ગુણ સાથે ક્ષમા-ઉદારતાદિ ગુણોમાં વિશેષ વૃદ્ધિ કરેલી. “નવપદ' એટલે ? અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ દેવ-ગુરુના દર્શક પાંચ પરમેષ્ઠિપદ અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ધર્મના દર્શક પદ, એમ કુલ નવ પદ. એની શ્રીપાળે સુંદર આરાધના કરી છે. એમાં પ્રેરક બની છે પત્ની મયણાસુંદરી. એ ખરેખર ધર્મપત્ની છે. ધર્મમાં પ્રેરે એ ધર્મપત્ની. બાકી તો કર્મપત્ની, દગો દેનારી પત્ની. મોહરૂપી વિષના કટોરા પાઈ પાઈને પાપકર્મના પોટલાં બંધાવનારી હોય એ કર્મપત્ની. ઋષભદાસ કવિ કહે છે – વિશ્વાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે. સંસારિયામાં કામિનીએ વશ કીધો, ઘરને ધંધે ઘેરી લીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારિયામાં. સગું તારૂં કોણ સાચું રે, સંસારિયામાં.” જે પતિ-પત્નીને પરસ્પર ધર્મના સંબંધ નથી, ધર્મની પ્રેરણા નથી દેવાની, એ એક બીજા પર ભાસે વિશ્વાસ મૂકી અન્યોન્યને વહાલા કરે છે અને મોહરૂપી કાતિલ ઝેરના પ્યાલા પીએ છે, ને પાય છે. એ પીવામાં એવા ગાઢ મગ્ન છે કે ત્યાં પ્રભુને યાદ કરવાની વાત નથી. પછી જીવનભર આ ઝેર પી પીને બાંધેલા કર્મનાં પોટલાં સાથે મરીને રવાના થયે દશા કઈ ? અહીં એક-બીજાથી બહુ હંફ માનેલી, તે મરણ સમયે ને પછી પરલોક સિધાવ્યું ત્યાં પરસ્પરની હુંફ મળે ખરી ? પતિ કે પત્ની માનવ છતાં જે જનાવર કુતરા-કુતરીની જેમ એકલા મોહવિષના કટોરા પાવા-પીવાનું જ કરે, ને ધર્મનાં અમીપાન કરવા-કરાવવાની કોઈ વાત જ નહિ, તો એ કર્મપતિ-કર્મપત્ની જ બને ને ? મયણાસુંદરી સાચી ધર્મપત્ની છે, પતિ શ્રીપાળ કુમારને ધર્મગુરુ પાસે લઈ જઈ નવપદની સમજ અપાવનારી બની છે, સાથે રહીને નવપદની આંબલ તપથી આરાધના કરાવનારી બની છે. એ પવિત્ર અને ગુણોથી યુક્ત આરાધનાએ શ્રીપાલના કોઢ રોગને નાબૂદ કર્યો છે ! પછી નવપદ ઉપર શ્રદ્ધા કેટલી બધી બળવાન બની જાય ? ભાગ્યનો ચમકારો હુંફ આપે એના કરતાં પણ એ શ્રદ્ધાબળ અધિક હુંફ આપનારું બન્યું છે. બોલો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધ્યાન અને જીવન હુંફ કોની રાખશો, પુણ્યોદયની ? કે ધર્મશ્રદ્ધાની ? ધર્મની ? શ્રદ્ધાબળની આ કસોટી છે કે એ ધર્મશ્રદ્ધા ભાગ્ય કરતાં વધુ હુંફ આપે. ભાગ્યબળે શ્રીપાલે ધવલના સુભટોને જીત્યા એમાં જે હૈયે હુંફ હતી, એના કરતાં એમને ધવલે દરિયામાં પાડ્યા, ત્યાં નવપદની શ્રદ્ધાના બળે અધિક હુંફ હતી. મારી પાસે નવપદનું શરણ છે, મારે શી ચિંતા છે ?' આવી ઘોર આપત્તિમાં હુંફ, એ કેટલી બધી મોટી હુંફ ? એ હુંફમાં કદાચ કર્મવશ ડુબવાનું થાય તો ય ચિંતા-સંતાપ જરા ય નહિ. તમે સુખ સંપત્તિમાં પુણ્યની હુંફ માણતા હશો, પણ આપત્તિમાં દેવ-ગુરુ -ધર્મની હૂંફનો અનુભવ છે ? માણસ ત્રણ પ્રકારના (૧) મૂઢ માણસ તો જડ-સંપત્તિથી હુંફ માને છે. (૨) જરાક સમજુ માણસ એનાં કારણભૂત પુણ્યથી હુંફ માને છે. ત્યારે, (૩) ખરો વિવેકી માણસ દેવ-ગુરુ-ધર્મનાં શરણથી હુંફ માને છે. હવે ત્રણની દશા જુઓ - (૧) જડ સંપત્તિ વગેરેથી હુંફ માનનારો એમાં આંધળો થઈને દોડે છે. પોતાનું પુણ્ય પહોંચે છે કે નહિ એ જોવાની વાત નહિ. તે આંધળી દોટમાં પુણ્ય ખુટ્યું એવી પછાડ ખાય છે બીજાઓ પર ભારે દ્વેષ ને કલ્પાંતનો પાર નહિ ! ત્યાં આર્તધ્યાનનાં અઢળક આંદોલનોથી પીડાય છે. પરિણામ ? પેલું પુણ્ય ચટણી કર્યું તો કર્યું, પણ નવી સિલકમાં પાપની જ ભરતી ! પહેલાં આંધળી દોટ વખતે કરાતા અને પછી કલ્પાંત વખતે કરાતા અઢળક આર્તધ્યાનથી તિર્યંચગતિના ભરચક પાપ-ભાતાંની ભરતી ન થાય તો બીજું શું થાય ? વધારે મૂઢતા હોય તો રૌદ્રધ્યાનથી નરકનાં ભરપૂર ભાતાંની કમાઈ ! (૨) પુણ્યથી હુંફ માનનારો મનમાં એટલું વિચારે છે કે ‘આ સંપત્તિનો ભરોસો ક૨વા જેવો નથી એ તો પુણ્યનો ઉદય છે એટલે એના પ્રતાપે આ સંપત્તિ છે.' પછી પુણ્ય કાચું પડ્યે સંપત્તિ જાય, તો બીજા ત્રીજાને ગાળ નહિ દે. પોતાના કર્મને રોશે, પણ રોશે ખરો, ‘હાય ! મારે પાપનો ઉદય, તે સંપત્તિ ગઈ. અરેરે ! હવે શું કરું ?' એમ દીન દુ:ખીયો થશે, પુણ્યની હુંફ હતી, પુણ્ય ગયું હુંફ ગઈ એટલે હિંમત હારી જશે. આર્તધ્યાનમાં પડશે. એમાં જો વળી પુણ્ય વધારવાનું ધર્મનું આલંબન કરે તો તો ભાગ્યશાળી, પણ સુખની લીલામાં અને દુઃખ-આપત્તિની પીડામાં ધર્મ વધારનારા કેટલા ? કોક વિરલા જ ! Page #146 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન દુઃખમાં ય ધર્મ કેમ નહિ ? : બોલો, આજે તમારે મોંઘવારી, અછત વગેરેની આપત્તિ આવી છે ને ? તો ધર્મ વધાર્યો ? ‘ચાલ, પહેલાં પ્રભુપૂજામાં મારું દૂધ, મારું સુખડ, મારું કેસર, મારી અગરબત્તી-વરખ... વગેરે નહોતો લઈ જતો, તે હવે ધર્મ વધારવો છે માટે લઈ જાઉં', એવું કરો છો ને ? ના, કેમકે પુણ્ય નબળું પડ્યે ખાનપાનાદિ માટે તો પૈસા પહોંચે છે પણ ‘ધર્મ માટે મારી પાસે પૈસા કે સમય ક્યાં પહોંચે છે ?' એવાં દંભી રોદણાં જ આવડે છે. પુણ્ય વધારવાનું ધર્મ વધારવાનું આવડતું નથી ! શું ખબર નથી કે પુણ્ય પાપને ઠેલે ? દુઃખ આવ્યું એ પુણ્ય ખુટ્યાની નિશાની છે, ને પાપોદયની સુચક છે. તો હવે શું કરવાનું ? પુણ્ય વધારવાનું ? કે પાપ ? ધર્મને આજે શ્રીમંતાઈમાં ય ક્યાં જગા છે ? : ૧૩૩ (૧) પુણ્યના ઉદયમાં એની હુંફે છકેલપણું છે તે ત્યાં ય પાપો સૂઝે છે ! આજના પુણ્યશાળીઓ રાત્રિભોજન કરે છે ને ? મદ-રોફ-રોષ કરે છે ને ? જુઠ, અનીતિ-દંભ ? ધર્મની બેપરવાઈ ? દેવાધિદેવના ય શેઠ બનવાનું ? ગુરુનો ખપ નહિ ? કહો પુણ્યના ઉદયમાં ધર્મને જગા છે ? (૨) ત્યારે, પાપના ઉદયમાં ધર્મને જગા ખરી ? ના, કેમકે ‘શું કરીએ સાહેબ ? નોકરી છે એટલે રાત્રિભોજન કરવું પડે છે', આ બહાનું છે. પછી એમ રાત્રિભોજન ખુલ્લું એટલે ભોજન ઉપરાંત રાતના દસ-અગિયાર-બાર વાગ્યા સુધી ચાહ-પાણી ચેવડા ખુલ્લા ! પાપના ઉદયમાં જિનભક્તિમાં પોતાના થોડામાંથી થોડું ય રોજ વાપરવાનું ખરું ? સામાયિક-પ્રતિક્રમણ ખરું ? ના, ‘શું કરીએ ? નોકરીમાં થાકી જઈએ છીએ, પછી પ્રતિક્રમણ શી રીતે થાય ?' ‘આવક પહોંચતી નથી, એટલે જિનભક્તિ ક્યાંથી થાય ?' આ બહાનાં છે. હમણાં ઓવર ટાઈમ કામના પૈસા મળતા હોય તો વધારે કલાક ભરવા તૈયાર ! ત્યાં થાક નથી નડતો. નડે છે થાક માત્ર ધર્મની વાતમાં ! કહો, ધર્મને ક્યાં જગા છે ? પુણ્યના ઉદયમાં ? કે પાપના ઉદયમાં ? પુણ્યની જ હુંફવાળાને ધર્મ માટે બિચારાને જગા જ નથી દેખાતી ? (૩) એ તે દેવગુરુનાં શરણમાં હુંફ માનનારને ત્યાં ધર્મને જગા છે. એને સુખસંપત્તિ હોય તો ય એ સમજે છે કે ય - ધર્માત્માની સમજ : શ્રદ્ધાની હુંફ કેવી ? : ‘આ તો બધાં સંપત્તિ-સુખ ચાર દિવસનાં ચાંદરણાં છે ! આ સંપત્તિ-સગવડની હુંફ રાખી ન બેસાય. આ કાંઈ જીવનું ભાવી લીલું વાળે નહિ. Page #147 -------------------------------------------------------------------------- ________________ – ૧૩૪ન ધ્યાન અને જીવન | તેમ વર્તમાનમાં ય કઈ ચિંતા વ્યગ્રતા અને દુર્ગાનથી દુઃખદ રિબામણ આપે ! ત્યાં શું શું લીલું વળ્યું ? ત્યારે સુખ સંપત્તિને લાવનાર પુણ્યની ય હુંફ મનાય નહિ. કેમકે, (૧) પુણ્ય તો ઠગારું! ક્યારે એ અટકી પડે એનો ભરોસો નહિ, તેમ (૨) પુણ્ય હોવા માત્રથી નવાં પુણ્યની ભરતી ન થાય, પણ પુણ્યનો માલ ધર્મમાં જતો કરાય તો જ પુણ્ય વધે. (૩) પુણ્ય તો ઉદયમાં આવી આવીને રવાના થનારી જાત! એમાં શી હુંફ માનવી? હુંફ તો દેવ-ગુરુ-ધર્મનું શરણ પકડવામાં છે. સાચી હુંફ દેવ-ગુરુથી છે. દેવ-ગુરુનો પ્રભાવ જ એવો છે, એમની કૃપા જ એવી વરસી રહી છે, કે શું આફત-પ્રતિકૂળતા કે શું અનુકૂળતા, બંનેમાં મારું સારું જ થઈ રહ્યું આફતમાં, મારા દેવ-ગુરુ એમનાં પોતાના જીવનથી અને ઉપદેશથી મને શીખવી રહ્યા છે કે, “આપત્તિથી પાપકચરો સાફ થવાનું ચાલે છે, ત્યાં ચિંતા શી ? વળી આફત છતાં દિલમાં દેવગુરુ સલામત છે, પછી ફિકર શી ? રોદણું શું? આફતના આશીર્વાદ કે દેવ-ગુરુ-ધર્મ પર ભાવ વધે છે. ત્યારે, અનુકૂળતામાં દેવ ગુરુની કૃપા હોઈ એમની વિશેષ આરાધના થાય છે. એટલે હંફ તો દેવ-ગુરુ ધર્મનાં શરણમાં છે. એ જે મારી પાસે છે એ અમૂલ્ય અનુપમ નિધાન છે, પછી મારે શી ફિકર ? એમના ધ્યાનમાં મારું કદાચ અકાળે ય મૃત્યુ પણ થઈ જાય તો એ મારે અનંતકાળમાં ય નહિ મળેલી એક ધન્ય ઘડી ગણાય ! એથી મારી સદ્ગતિ જ થાય. ““અહીંનું જવાનું તો વહેલું કે મોડું જવાનું જ હતું. પછી એ વહેલું ય જાય છે તો ય એની ચિંતા શી? દિલમાં દેવગુરુ છે એ અમર છે, એજ તારણહાર છે.” દેવગુરુની આવી હુંફ પર જીવતાં આવડે તો જીવનમાંથી કઈ વલોપાત. કઈ મદ, કેઈ ધમધમાટ ચાલ્યા જાય, ને આર્તધ્યાનને જગા જ નહિ. (૧) કોઈ ગાળ દઈ ગયું, અપમાન કરી ગયું અને સામે આપણું કાંઈ ચાલે એવું નથી, છતાં વલોપાત નહિ, રોદણું નહિ કે “હાય ! શું કરું? મારું પુણ્ય નથી તે આવું અપમાન આવે છે.” ના, એવી કશી દીનતા જ નહિ, કેમકે મનમાં બેઠું છે – “માન તો બે પૈસાની ચીજ, પણ મારી પાસે મારા હૃદયમાં લાખ રૂપિયાના દેવ-ગુરુ છે, મારે શી કમીના છે? એ શીખવે છે કે જો, આવા માણસો બિચારા અજ્ઞાન છે, કર્મથી પીડાઈ રહ્યા છે, સવ્વ જીવા કમ્યવસ, એમ કરી એમની દયા ખાજે.” Page #148 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૩૫ (૨) ત્યારે ગાળ દેનારા સામે આપણું ચાલે એવું હોય તો ય સામે ગાળ કે રોફ નહિ, કેમકે દેવ-ગુરુની હુંફ સામાની ગાળ કે અપમાનને અકિંચિત્ ગણાવે છે. દેવ-ગુરુ જે મારું સારું કરી રહ્યા છે, એની આગળ સામાનાં સન્માન પણ કશી વિસાતમાં નથી, એનાં સન્માન મારું શું બહુ ભલું કરવાનાં હતાં ? મારું ભલું તો દેવ-ગુરુ કરે છે.'' સંપત્તિ મિજાજી શ્રીમંત કન્યા જેવી : એમ સારી સંપત્તિ-સગવડ-સન્માન મળે એના પર મદ પણ ન થાય, કેમકે દિલમાં દેવ-ગુરુની હુંફ એટલી જોરદાર છે કે પેલાની કોઈ એવી હુંફ નથી કે ‘હાશ ! ઠીક થયું આ સંપત્તિ મળી...' ત્યારે જેની હુંફ નહિ એના પર મદ શો ? પરણવા કરોડપતિની કન્યા મળી હોય, પરંતુ જો એ તુંડમિજાજી અને બીજાની સમક્ષમાં આપણું અપમાન કરનારી હોય તો એવી પત્નીથી હુંફ નથી રહેતી. તેમ એ મળ્યા પર મદ પણ નથી થતો. એવું સંપત્તિ-સગવડ-સન્માન મળ્યા પર મદ નહિ, હૂંફ નહિ. સ્વાત્માનું અનંતકાળનું હિત દેવ-ગુરુથી થાય છે, તેથી એ મળ્યા પર હૈયે હુંફ, હાશ અને હોંશ હોય. દેવગુરુનું શ્રદ્ધાબળ આ, કે હૃદયમાં હુંફ દેવગુરુની હોય. પછી આપત્તિ આવો તો ય આત્મા મસ્ત રહે, બેપરવા રહે, સમજે કે સંપત્તિ-આપત્તિ તો બહારની આ ભવની ચીજ છે. અંદરની પરભવે સાથે ચાલનારી ચીજ તો દેવ-ગુરુ છે. મારે તો અંદરની વસ્તુ સાથે સંબંધ હોય. બહારની વાત-વસ્તુ પર શા લેખાં માંડવાં ? મનની મસ્તીમાં સહાયક દેવ-ગુરુ અને એમનાં સિદ્ધાન્તો છે. એમનાથી ગમે તેવા સંયોગોમાં હું મસ્ત રહી શકું છું. આમ દેવ-ગુરુનો જ સહારો માનનારને આપત્તિમાં ય હુંફ છે. એટલે જ શ્રીપાળ દરિયામાં ફેંકાતી વખતે ય નવપદનું સ્મરણ કરી નિશ્ચિંત રહે છે ! જાણે કાંઈ ખરાબ બન્યું જ નથી ! કશું આર્તધ્યાન નહિ. આપત્તિમાં તમને આવડે આ ? આવડે તો ન્યાલ થઈ ગયા ! ત્યાં કોઈ જ દુર્ઘાન નહિ, બાહ્યનું કોઈ લેખું જ નહિ. કોઈ રોદણું થાય નહિ, નવપદનાં શરણમાં સર્વ કાળે નિશ્ચિન્તતા. નવપદની ખરી આરાધનામાં શું આવે ? : શ્રીપાળને નવ પદ પર અથાગ અનન્ય શ્રદ્ધાબળ છે, ઉપરાંત ગુરુએ બતાવ્યું હતું કે ‘નવપદની ખરી આરાધના ક્ષમા-ઉદારતા-ઈંદ્રિયસંયમ-મનોદમન વગેરે રાખીને થાય', એટલે શ્રીપાળ કુમારે એ ગુણો સાથે જ રાખ્યા છે. તેથી, જુઓ કે, ભાગ્યના જોરે ધવલના દાવમાંથી બચાવ તો મળી ગયો છે છતાં પણ, પછી મારવાની પેરવી કરનારો એ ધવલ જ્યાં ક્ષમા માગી વહાણ ચલાવી આપવા કરગરે છે ત્યાં આ ગુણોના લીધે શ્રીપાળ ક્ષમા આપી દે છે ! Page #149 -------------------------------------------------------------------------- ________________ -૧૩ ને ધ્યાન અને જીવન | ને ઘવસ સાથે એના વહાણ ચલાવી આપવા જાય છે ! જે એ ક્ષમાદિ ગુણો ન હોત તો તો એકલા ભાગ્યની હુંફ પર રહી ધવલને ક્ષમા શું કામ દેત ? ધવલે તો મારી નાખવાની પેરવી કરી હતી, તો શ્રીપાળ એનાં વહાણો જ કન્જ કરત ને ? અથવા મોટો માણસ એવું બીજાનું પડાવી લેવાનું ન કરે તો પણ ધવલને ધુત્કારી તો કાઢત. શું કહે નહિ કે “નાલાયક ! કયા મોઢે વહાણ ચલાવી આપવાનું મને કહેવા આવ્યો છે ? ઊઠ ઊઠ હાલતો થા અહીંથી, પણ ના, શ્રીપાળ પાસે ભાગ્યના જોર ઉપર હુંફ નથી, નવપદની શ્રદ્ધા પર હુંફ છે. એથી શ્રદ્ધા-ભક્તિ અને ક્ષમા-ઉદારતાદિ ગુણો એમનામાં એવા છે કે એને એવું કાંઈ કરવા-કહેવાનું મનમાં ય આવતું નથી, તે ધવલને ક્ષમા ય દે છે અને વહાણ ચલાવી આપવા ઉદાર પણ બને છે ! * * * IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIII ૨૦. મહાન કેમ થવાય ? મનના રંગ ન ફરે બીજાની ઉદારતા ક્યારે જશે?? સુતા એ ભાગ્ય પર વિશ્વાસ ને ક્ષમાદિની કિંમત ન કરવા દે? ક્ષુદ્ર દિલના માણસોને શ્રીપાળની ધવલ પ્રત્યેની ક્ષમા-ઉદારતાની પ્રવૃત્તિ જજે, નહિ. દિલમાં ભારેલા અગ્નિની જેમ તીવ્ર કષાયો પડેલા હોય એને એ ક્યાંથી જચે? એ તો, એમજ કહે “જોયું ફળ ક્ષમાનું ? ધવલથી કેટકેટલી વાર શ્રીપાળને હેરાના થવું પડ્યું?' એવા કષાયભર્યા દિલ ક્ષુદ્ર હોય છે. (૧) એને ભાગ્યની સત્તા પર કોઈ વિશ્વાસ નહિ, તેમ, (૨) એને ક્ષમા-ઉદારતાનાં મહામૂલ્યની કશી ગમ નહિ. માટે બીજાની ઉદારતા પચાવવી હોય તો ભાગ્યની સત્તા પર વિશ્વાસ ધરો, ને બીજાની ઉદારતાનાં મહામૂલ્ય આંકો. હજી ય આપણે જાતે એવી ક્ષમા-ઉદારતા કરવાની વાર હોય, પરંતુ બીજાની એ ગુણની પ્રવૃત્તિને સારી ને વ્યાજબી ય ન માની શકીએ ? પણ કહો, એટલું માનવા માટે ય દિલમાં કાંક વિશાળતા જોઈએ છે, ક્ષુદ્રતાની ને કષાયની કાંઈક મંદતા જોઈએ છે. આ ઉચ્ચ માનવભવ પામીને આ કરવાનું છે કે આપણા દિલને સુદ્ર-તુચ્છ નહિ, પણ કાંઈક માલવાળું બનાવીએ, વિશાળ બનાવીએ, કષાયો પર કાંઈક અંકુશવાળું કરીએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - દિલ આપણું છે ને? એમાં કેવી લાગણીઓ ઉઠાડવી કે ન ઉઠાડવી એ બાપણા હાથની વાત છે. લાગણીઓ અને શુભ ધ્યાન પર આપણો અધિકાર છે. આ અધિકાર બજાવતાં ન આવડ્યો અને પૂર્વના અનંતા કાળની રમત મુજબ કષાયોની બેફામ લાગણીઓ તથા આર્તધ્યાન કર્યો ગયા, તો સમજી રાખો કે એક અંતિમ કાળ એવો આવી લાગવાનો છે કે જ્યારે એ બધી મેલી લાગણીઓ નિષ્ફળ જતી દેખાશે ! એની ખાતર એ લાગણીઓ તથા આર્તધ્યાન કર્યા, એ બધું છૂટી જતું દેખાશે અને આપણે ઉઠીને એકલા ખાલી હાથે પેલી મેલી લાગણીઓ ને દુર્ગાનના કુસંસ્કારોના અને પાપકર્મોનાં પોટલાં સાથે અહીંથી ચાલી જવું પડશે !! ત્યાં ચિત્તની અશાંતિનો પાર નહિ હોય. એટલે જ જીવનના અંત સમયની શાંતિ માટે અને કષાયોની નિષ્ફળતા પર રોવું ન પડે એ સાર. પહેલેથી જ આ અધિકાર બજાવતાં શીખવું જોઈએ કે “મારા દિલમાં મેલી લાગણીઓ ને આર્તધ્ધન ન ઉઠાડવા માટે અને એની ભયાનકતા નજર સામે રાખવા માટે હું અધિકારી છું. “દુધ્યાર્ન તથા કષાયો ભયંકર છે અને ક્ષમાદિ ઉત્તમ છે' - એ દૃષ્ટિ અને ક્ષમાદિ ભાવની રુચિ મારા દિલમાં જાગતી રહે એવું કરવા હું સ્વતંત્ર છું, એનો મને અધિકાર છે. આગળ વધીને ઉચ્ચ કોટિની ક્ષમા-ઉદારતાની લાગણી તથા શુભ ધ્યાન ઝગમગાવવા હું સ્વતંત્ર છું, હકદાર છું.” આપણા દિલ પર અને આપણી લાગણીઓ પર આ અધિકાર બનાવવાની જરૂર છે. મહાન કેમ થવાય છે? અધમ જીવો કરે એવી અધમ લાગણીઓથી દિલને ખરડીને મહાન ન થવાય. “ના, અમારા પૈસા વગેરે લુંટાઈ જતા હોય ત્યાં એવી ક્ષમાદિની લાગણીઓ નથી રાખવી, ભલે મહાન ન બનાય', એવું કહેતા નહિ. કેમકે, લુંટાવા ન લુંટાવાનું તો ભાગ્ય મુજબ બનશે, ત્યાં આ મેલી લાગણીઓનું કશું ચલણ નથી. કષાયો કરવાથી બગડેલું સુધરતું નથી, કે બગડતું અટકતું નથી. એ તો ભાગ્ય પર અવલંબે છે. બહુ તો કદાચ આપણો કાયિક, વાચિક પુરુષાર્થ બચાવ આપે. પરંતુ માનસિક મેલા ભાવ અને દિલમાં ઉઠાડેલા કષાયો તો માથે જ પડે છે. તો શા માટે એ ઉઠાડવા? બહારનું ધાર્યું બનવા પર આપણો અધિકાર નથી કે એમજ બને. ભાગ્ય અવળું હોય તો વિપરીત પણ બને. કિન્તુ અંતરમાં ધાર્યા સારા ભાવ ચલાવવા પર આપણો અધિકાર છે. એને આપણે આપણા દિલમાં જગાવી શકીએ. જીવ બે જાતના - (૧) અધમ માણસો એકલા બહારના વૈભવ-પરિવાર પર અધિકાર બજાવવામાં મગ્ન રહે છે, ત્યારે (૨) મહાન પુરુષો પોતાના મન પર હકુમત ચલાવતા હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮)ની ધ્યાન અને જીવન - બાહ્ય ગમે તે સંયોગો આવો, એ વખતે મહાન પુરુષો મનમાં કેવા ભાવ ઉઠાડવા એના પર પોતાનો અધિકાર અજમાવીને સારા જ ભાવ મનમાં મહેકાવાનું કરે છે. તેથી જ ગમે તેવા વિકટ સંયોગોમાં પણ એ શાંત સ્વસ્થ પ્રસન્ન રહી શકે છે. એટલે જ મુનિ વેદનામાં આર્તધ્યાન નથી કરતા. એ જુએ છે કે બહારના સંયોગ અને બહારની ઊભી થયેલ રોગની પરિસ્થિતિ કર્મને આધીન છે, એના પર આપણો અધિકાર બનાવ્યો નિરર્થક છે, કિન્તુ આપણા મન પર અધિકાર ચાલી શકે એને આ વિચાર કરાવી શકીએ કે “આ રોગ કર્મજન્ય છે, માટે કશી આકુળ વ્યાકુળતા કરીશ નહિ.” મન પર અધિકાર બનાવીને મનને ખરાબ થતું અટકાવી શકાય. શરીરના રોગનો વિચાર તો આવે, પરંતુ એને “હાય ! વોય ! શું કરું? વગેરેના વિચારમાં ચડતું અટકાવી “આ રોગ એ મારાં પૂર્વ કર્મનો વિપાક છે. પણ એ તો જડ શરીરને બગાડનારી ચીજ છે, કિન્તુ મારા ચેતન આત્માના જ્ઞાનાદિ ગુણને બગાડનારી ચીજ નહિ. પછી ચિતા શી? બસ, મન ન બગડવા દેવા આટલું જ કરવાનું - (૧) જડના રંગ પર મનમાં હરખ-શોકની લાગણી ઉઠતી દબાવી દેવાની, (૨) વસ્તુ તત્ત્વની નિર્મળ વિચારણાને જગાવવાની, ને (૩) જડની પ્રત્યે ઉદાસીનભાવ ઊભો કરવાનો. શ્રીપાળ પણ મન પરના અધિકારને બજાવતા હોવાથી, ગમતું બનો કે અણગમતું, આર્તધ્યાનથી બચી મનને શાંત-સ્વચ્છ-પ્રસન્ન રાખી શકતા. ધવલના સુભટો પર જીત થઈ તો એ હરખઘેલા ન બન્યા, ધવલ પર ભારે દ્વેષવાળા ના થયા અને એનું પરિણામ આ કે ધવલે શ્રીપાળને મારી નખાવવાની કોશીશ કર્યા પછી વહાણ ચલાવી આપવા એ હવે કરગરે છે, તો એને શ્રીપાળે રીસથી ધુત્કારવાનું ન કર્યું ! ક્યારે આ બને ? જડના રંગ પર મનમાં બહુ રાગ-દ્વેષના રંગ ઉઠવા દેવા ન હોય, જડ ભલે સારું-નરસું થાય, મન રાગ-દ્વેષી નહિ કરવાનું. જડના રંગ ફર્યો મનના રંગ ફરે? : કઠિન લાગે છે ને આ ? બાહ્ય જડના રંગ ફરે, એમ આપણા મનના રંગ, ફેરવવાનો અનંતાનંત કાળનો અભ્યાસ છે. શું આપણા પર કોઈનો ફોર્સ (દબાણ) છે કે આપણે આપણાં મનનાં રંગ ફેરવવા જ જોઈએ ? ના, કોઈનું ય દબાણ નથી, કોઈ નિયમ નથી કે જડના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. પાડોશીને ત્યાં પૈસા સારા આવે કે ખોટ જાય, તો તમારા મનમાં હરખ-ખેદ થાય છે ? ના, કેમકે તમે માન્યું છે કે “એના નફા-તોટા સાથે મારે શો સંબંધ ?' એટલે નિયમ ન રહ્યો કે જડના રંગ પર મનના રંગ ફેરવવા જ પડે. પ્ર. - પણ એ તો પારકાને ત્યાંના પૈસા પર નહિ, કિન્તુ પોતાને ત્યાંના પદાર્થ ઉપર તો રંગ ફરે જ ને ? ફેરવવા જ પડે ને ? Page #152 -------------------------------------------------------------------------- ________________ તે ધ્યાન અને જીવન ૧૩૯ – ઉ. - ના, પોતાના પણ પારકા જેવા માનો તો એના પર પણ મનના રંગ ફેરવવાની જરૂર નહિ. જનીનો છોકરો, જે નવી પત્ની કર્યા પછી પતિને નવીના મોહમાં અને એની રીતરસમમાં, પારકા જેવો લાગી જાય છે તો પછી એ છોકરાની કમાણી કે ખોટ પર યા એના આરોગ્ય કે મંદવાડ પર બહુ કાંઈ હરખ શોક થતો નથી. બસ આ ચાવી છે – મનના રંગ ન ફેરવવા હોય તો જડને પરાયું માની એના પરથી મમતા ઉઠાવો, “આ મારું પોતાનું છે' એવી લાગણી ઉઠાવી લો. દેખો છો કે બહાર દુનિયામાં જે ચીજ પોતાની નથી માની, એના સુધરવા-બગડવામાં આપણા મનને હરખ-ખેદ નથી થતો, તો પછી જે આપણી છે એને પણ આપણી ન માનીએ તો એના રંગ ફરવા પર શા સારુ મનના રંગ ફરી હરખ-ખેદ થાય ? તમને લાગશે કે પ્ર. - વસ્તુ આપણી હોય, ને “આપણી નથી એવું કેમ મનાય? ઉ. - આ રીતે માની શકાય કે વિચારાય કે “જીવ ! તું આ વસ્તુને ક્યાં સુધી ખરેખર “મારી' કરી શકવાનો ? માણસ પોતાના કમાયેલા પૈસાને, છોકરો ઘરમાં અધિકારી બની બેઠા પછી, પહેલાં જેવા પોતાના નથી માની શકતો. પહેલાં જેમ કોઈને પૂછ્યા વિના ઉદારતાથી ખરચતો હતો, એમ હવે નથી કરી શકતો. છોકરાને પૂછવું પડે છે, એનો રાજીપો જોવો પડે છે. આમાં એ પૈસા ક્યાં પહેલા જેવા પોતાના” રહ્યા? ઘેલછા છે કે નાશવંત વસ્તુને અવિનાશી આત્મા પોતાની માને. પોતાની ન માની તો સાચવે કેમ? : પ્ર. - પણ પોતાની ન માને તો પછી એને રાખવાનું – સાચવવાનું કેમ થાય? ઉ. - કર્મવશ એ તો થાય, પૈસા કમાય, લાવે, સાચવીને મૂકે, બધું થતું હોય છતાં પાકો ખ્યાલ રાખી શકાય કે આ મારી ચીજ નહિ. ધાવમાતા રાજકુમારને કેવો રાખે છે, સાચવે છે ? કર્મવશ એ કરવું પડે છે. પણ અંતરમાં પાકો ખ્યાલ છે કે આ કાંઈ મારો દીકરો નહિ. ત્યારે તો સમક્તિ દષ્ટિ જીવ માટે કહે છે ને કે, “સમકિતદેષ્ટિ જીવડો, કરે કુટુંબ-પ્રતિપાળ, અંતરસે ન્યારો રહે, જિમ ધાવ ખેલાવત બાળ.” - શરીર, પૈસા, કુટુંબ બધું ય રખાય-સચવાય, પણ દિલમાં સચોટ બેઠું હોય કે “આ ફરેબી પદાર્થો મારા નહિ', ને એમ માન્યા પછી એના રંગ ફરે તેથી આપણા મનના રંગ ફેરવવાની શી જરૂર ? Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦)નું ધ્યાન અને જીવન પારકા પદાર્થ પર પણ રંગ કયા ફરે? : પ્ર. - એમ તો પારકા માનેલા કોઈના બંગલા, મોટર કે શરીર રૂડારૂપાળા દેખાતાં રાગ થાય છે, ને ખરાબ દેખાતાં અરુચિ થાય છે ને ? પારકા પર મનના રંગ ન ફર્યા? ઉ. - ફર્યા, પણ રાગ-દ્વેષ થયા એટલું જ, હરખ-ખેદ નથી થતા. કોઈ સારી મોટર લાવે એટલે આપણે ખુશીખુશી નથી થતા, કે “ચાલો મોટર આવી ઠીક થયું.” કોઈનો બંગલો કે એનું શરીર-રૂપ બગડી ગયું તેથી કાંઈ આપણે ખિન્ન નથી થતા કે “હાય ! બંગલો બગડી ગયો.' હરખ-ખેદના મનના રંગ “આપણી' માનેલી ચીજ પર થાય છે, “પારકી માનેલી પર નહિ. હા, રાગ-દ્વેષ થાય છે ખરા, કિન્તુ ત્યાં પણ જો ડહાપણથી વિચારાય કે – “મારે આ ફરેબી પદાર્થો પર ફરેબી થવાની શી જરૂર છે? મારે જગતના પદાર્થો પર “આ સારું, આ ખરાબ” એવા મફતિયા સિક્કા મારવાની કે ફોગટિયા સર્ટિફિકેટ આપવાની શી જરૂર ? એથી મને શું મળે ? કોઈની મોટર સારી માની તેથી કાંઈ, (૧) એ મને એ વાપરવા નથી આપવાનો, વળી (૨) મોટર ખરાબ નથી થવાની એવું પણ નથી, તેમજ (૩) એ બહારનાંને “સારું-ખરાબ” “સારું-ખરાબ', માનતો ફરીશ એમાં મારા આત્માનું હિતાહિત વિચારવાનો અવકાશ જ નહિ રહે. નિયમ છે કે બહારમાં ફરે એ ઘરમાં ન હોય. જગતના જડ પદાર્થોનું જ વિચાર્યા કરવું હોય એને જાતને પોતાના આત્માનો વિચાર ક્યાંથી આવી શકે ? એને ફુરસદ જ ન હોય. પેલામાંથી ઊંચો આવે તો આના સામું જુએ ને ? દુનિયાના કાજી બનેલા માણસોની દશા જુઓ. એ બહારમાં જ પડેલા હોય છે એટલે ઘરના હૈયા-છોકરાની સંભાળ લેવાની એમને ફુરસદ જ નથી. તમારું જ જુઓને. તમને બહાર વાતચીતો ને હરવાફરવામાં છોકરાના આત્માની સંભાળ લેવા ફુરસદ જ નથી ને? એવું આમાં છે, જગતનું જોતા ફરો એટલે જાતનું ભૂલાવાનું. માટે, જો પોતાના આત્માની જાગતી ચિંતા રખાય તો બહારના પદાર્થ પર “સારા-ખરાબ'ના વિચારમાં નહિ પડાય. જાતની પહેલી ચિંતા આ, “રાગ-દ્વેષના વિકારથી બચું.” ત્યાં ખ્યાલ રહેશે કે જો આ બહારમાં મન ડહોળ્યું તો સ્વાત્માનું વિસરાઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧ ધ્યાન અને જીવન - જશે, ઊલટું એ રાગ-દ્વેષની ખરાબીઓ વહોરશે અને તત્ત્વચિંતન તથા સંવેગ. વિરાગ, ક્ષમા, દયા વગેરે નિર્મળ ગુણોની કેળવણી કરવાનું ભૂલશે. જુઓ જડના રંગ પર મનના રંગ ન ઉઠવા દેવા માટે બે વાત આવી – (૧) પોતાની ગણાતી કિંમતી ચીજ પણ પોતાની નથી ગણવાની. નાશવંત જડ એ અવિનાશી આત્માનું હોય નહિ. પછી જે પોતાની નહિ, એના હરખ-ખેદ શા કરવા? એમાં મૂર્ખતા છે, અવિનાશીને બગાડવાનો ધંધો છે. (૨) બહારની સારી નરસી ચીજમાં મન ઘાલવા જતાં અને રાગ-દ્વેષ કરવા જતાં સ્વાત્માની ચિંતા ભૂલાય છે અને આત્મા એ વિકારોથી ખરાબીવાળો બને છે. શ્રીપાલકુમારને (૧) એક બાજુ શ્રી નવપદજીની આરાધનાનું શિક્ષણ છે કે નવપદનો ઉપાસક શમ-દમવાળો હોય, “શમ” એટલે ક્રોધાદિ કષાયોનું શમન અને “દમ” એટલે વિષયોમાં ખેંચાતી ઈન્દ્રિયોનું દમન, નિયંત્રણ. તો જેમ પોતે નવપદજીની ભક્તિ અને એનાં સ્મરણનો ખપ રાખ્યો છે એમ આ શમ-દમને સાથે જ જરૂરી માની એનો પણ ખપ રાખ્યો છે. (૨) બીજી બાજુ એમની પાસે આ તત્ત્વજ્ઞાન પણ છે કે “અવિનાશી આત્માએ નાશવંત જડના ગમનાગમન પર પોતાના રંગ ન બગાડાય, હરખ-ખેદ યા નાશવંતના સારા-નરસાપણા પર રાગ-દ્વેષ કરવાના હોય નહિ.” આ રાગ-દ્વેષ-હર્ષખેદ નહિ, પછી ઈષ્ટસંયોગ કે અનિષ્ટવિયોગનાં આર્તધ્યાન શું કામ એ કરે ? આમ કહો, શમ-દમ અને આત્મતત્ત્વના ખ્યાલથી આર્તધ્યાન અટકે. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIm ૨૧. શુભ ધ્યાન કેમ લાગે ? , I IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII I IIIII હોં, આવા આર્તધ્યાનનું અને હર્ષ-ખેદ યા રાગ-દ્વેષનું જોર નથી, માટે જ શ્રીપાળકુમાર શ્રી નવપદજીનું શુભ ધ્યાન કરી શકે છે. જો આર્તધ્યાન અને હર્ષ-ખેદ વગેરેની મેલી લાગણીઓમાં એ મરતા હોત, સડતા હોત, તો કાંઈ શુભ ધ્યાન લાગત નહિ, શ્રી નવપદના ધ્યાનમાં લીનતા લાવી શકતા નહિ. પછ દરિયામાં ફેંકાતી વખતે નવપદજીમાં નિશ્ચિત મન ક્યાંથી રાખી શકત ? “હાય ! મારે શરીર પર આ આપત્તિ ? મારે દરિયામાં ડૂબી મરવાનું ?' એ લોથ મનમાં લાગી હોય ત્યાં નવપદમાં શાનું મન જ રહે ? Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધ્યાન અને જીવન ફિકર નહિ, પાસે જો હૃદયમાં અરિહંત આદિ નવપદ છે તો, જીવન ટકો યા ાઓ, અવિનાશી આત્માને કોઈ વાંધો નથી આવવાનો.' નવપદ ઉપર આ શ્રદ્ધાબળ અને એનું જ નિર્મળ ધ્યાન એ શાને આભારી હતું ? પેલા આર્તધ્યાનની પીડા નહિ, મનમાં જડના હરખ-ખેદ કે રાગ-દ્વેષની ખરાબી નહિ, એને આભારી હતું. ભવી જીવને શુભ ધ્યાનનો અભખરો થાય છે, સારો અભખરો છે, ખરાબ નહિ, કિન્તુ એનો અધિકાર મેળવવા માટે આ જરૂરી છે કે આર્તધ્યાનનું જોર દબાવાય, એ માટે જડની પાછળના હરખ-ખેદ અને રાગ-દ્વેષને અટકાવાય. નહિતર મન જો એમાં તણાયું, તો ઈષ્ટસંયોગ-અનિષ્ટ-વિયોગનાં આર્તધ્યાન થયા વિના રહેશે નહિ. ઈષ્ટ પર રાગ છે, ને ઈષ્ટ મળ્યાનો હરખ છે, પછી આ ઈષ્ટ મળો, મળ્યું છે તો ટકો' - એવું આર્તધ્યાન કેમ નહિ થાય ? એમ અનિષ્ટ પર દ્વેષ છે, ને એ મળ્યાનું દુઃખ છે, પછી ‘આ કેમ ન આવો, આવેલું કેમ ટળો', એવું આર્તધ્યાન કેમ નહિ થાય ? ત્યારે, આર્તધ્યાનમાં ગુંથાયેલું મન શુભ ધ્યાનમાં શી રીતે લાગી શકવાનું ? દમયંતીને નળરાજા રાજ્ય હારી જંગલમાં જવાના અવસરે કહે છે, ‘જુઓ, આ તમે મને જુગારથી વા૨વાનું કરવા છતાં, મારી અવળચંડાઈએ જુગાર ન છોડ્યો, તો બધું ગુમાવ્યું. તો હવે મારી ભૂલે તમે કાં વનમાં રખડતા થાઓ ? જાઓ તમે તમારા પિયેર. તમે અત્યંત સુકોમળ છો, જંગલમાં ભટકવાનું તમારું કામ નહિ.' ત્યાં દમયંતી શું કહે છે ? આ તમારા પાપે રાજ્યસુખ ગયું...' એવાં ટોણાંમેણાં મારવાનું કામ નહિ. એ તો કહે છે, ‘આ શું બોલ્યા ? પતિ વનમાં ભટકતા અને પત્ની મહેલમાં લહેર કરે ? એ ના બને. તમારી સાથે જેવું સુખ ભોગવતાં આવડતું હતું. તેવું દુ:ખ ભોગવતાં પણ આવડવું જોઈએ. મને આવડે છે.’ ખાવાનાં પાપ હોંશથી તો એ પાપ ધોવા તપ હોંશથી : પાપ દુષ્કૃત્ય રાચી-માચીને કરતાં આવડ્યું, પણ શું હવે પાપને ખતરનાક સમજ્યા પછી ય એને હોંશપૂર્વક ધોતાં કે એનો સહર્ષ ત્યાગ કરતા નથી આવડતું ? એ કેમ ચાલે ? ઉપવાસ શા માટે કરવાનો ? ‘ખાવાનું પાપ બહુ કર્યું છે, પણ એ બહુ ખોટું થયું છે માટે લાવ આજે એને છોડું, એ માટે આજે મારે ઉપવાસ.' શું ? ખાવાનું પાપ ધોવા સારુ ઉપવાસ. તો એ ઉપવાસ કેટલી હોંશથી થવો જોઈએ ? ખાવાનું રાચી-માચીને કરતાં આવડે અને ઉપવાસ એ રીતે નહિ, ઉપવાસમાં હોંશ-હરખ નહિ, તે માંદલાપણે અને પરાણે પ્રીત જેવું થાય, એ કેમ ચાલે ? પાપ રાચી-માચીને કરતાં આવડ્યાં, તો પાપત્યાગ પણ રાચીમાચીને કરતાં આવડવું જોઈએ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૪૩ પૈસા કમાવવા પાપો હોંશથી કર્યાં, તો પાપ ધોવા દાન પણ હોંશથી રાચીમાચીને કરવાં જોઈએ. દમયંતીનો આ હિસાબ છે કે પતિની સાથે જો મહેલવાસનાં સુખ ભોગવતાં આવડ્યાં, તો વનવાસનાં દુઃખ પણ ભોગવતાં આવડવું જ જોઈએ.' એટલે નળના કહેવા છતાં એ પિયર જવા તૈયાર નથી. નળને એ કહે છે, ‘તમે ચિંતા ન કરશો, વનમાં પણ તમારી સાથે જ હું છું. તેથી મને આનંદ છે, દુઃખ નથી. પિયર મહેલમાં જાઉં તો દુઃખી થઈ જાઉં, માટે મને એવું કહેશો નહિ, સુખ પણ કર્મના વિપાક છે અને દુઃખ પણ કર્મના વિપાક જ છે, આપણાં અશુભ કર્મ આપણે આનંદથી ભોગવવાનાં.' પતિના વિયોગનાં ભારી દુઃખમાં ય આર્તધ્યાન કેમ નહિ ? : દમયંતીને કર્મવિપાકનું શુભ ધ્યાન છે, પણ તે ક્યારે ? હાય ઈષ્ટ ગયું, અનિષ્ટ આવ્યું !' એવું આર્તધ્યાન નથી તો જ. એટલે જ જ્યારે નળરાજાને દમયંતી વનવગડામાં ભટકવાનાં કષ્ટ ભોગવે એ વસ્તુ પર ધીરજ ન રહી અને અડધી રાતે એને છોડીને નળ ચાલી ગયો, ત્યારે દમયંતીને વનવાસનું જે દુઃખ નહોતું લાગ્યું એ હવે પતિના વિયોગનું દુ:ખ લાગે છે. કહો આમાં આર્તધ્યાન નહિ ? ના, જુઓ એની વિચારધારા, જુઓ એનું પગલું. દમયંતી એ વિચારે છે કે - પતિએ મને પિયર મોકલવા આ રસ્તો લીધો છે. પણ શું હું કષ્ટની કાય૨ અને મહેલના સુખોની ભૂખી છું ? હવે તો મારે મોટી આપદા આવી. મારું યૌવન થનમનાટ કરી રહ્યું છે. તો પતિના વિયોગમાં એ કામરાગનાં તોફાન નહિ જગાવે એની શી ખાતરી ? તો પછી મારે મારા શીલનું રક્ષણ કેવી રીતે કરવાનું ?' જુઓ પતિના વિયોગનું દુઃખ પતિસુખ લુંટાઈ જવાના વિચાર પર નથી, કિન્તુ શીલરક્ષાની ચિંતા ૫૨ છે. આને આર્તધ્યાન ન કહેવાય. શીલરક્ષાની ભાવના એ મહાન ગુણ છે. એનું સાધન ખોવાવા પર ચિંતા થાય, દુઃખ થાય, એ તો શુભ ધ્યાન છે, શુભ વિચાર છે. અશુભ ધ્યાનને શુભમાં ફેરવવાની ચાવી : બસ, ખૂબી આ છે કે પ્રસંગ એકનો એક, એ જ પ્રસંગને જડ સુખદુઃખનાં કાટલે જુઓ તો આર્તધ્યાન, અને ગુણરક્ષા-અરક્ષાના હિસાબે જુઓ તો શુભધ્યાન. એટલે શુભધ્યાન બનાવવા આ ઉપાય થયો કે પ્રસંગને ગુણરક્ષાની દૃષ્ટિથી જુઓ, સુખદુઃખની દૃષ્ટિથી નહિ, Page #157 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન શરીર બગડી ગયું, માંદા પડ્યા, ત્યાં જો એમ વિચાર આવે કે ‘હાય, શરીરસુખ અને ખાનપાન વગેરેનાં સુખ ગયાં ! રોગની ભારે વેદના આવી !', તો એ આર્તધ્યાનમાં જાય. પરંતુ જો એમ વિચાર આવે કે ‘અરે ! શરીર સારું હતું ત્યારે ત્યાગ તપસ્યા વગેરે આરાધના કરી નહે, હવે આ માંદલા શરીરે કેવી રીતે આરાધના થશે ? ફિકર નહિ, આભ્યન્તર તપ કરવા લાગું, તો આ શુભધ્યાનમાં કેમકે પછી એના પર તો સૂતાં સૂતાં ય હવે નવકાર-જાપ, મહાપુરુષોની સહનશીલતાનું ધ્યાન, અરિહંતનું ધ્યાન, કષાયોનો ઉપશમ, વિષયવૈરાગ્ય વગેરે જે જે આરાધના શક્ય હશે એ કરવા તરફ લક્ષ રહેશે. તો બોલો ત્યારે, જે ધ્યાન આવી આરાધનાની પ્રેરણા આપે એને સારું ધ્યાન કહેવાય કે નરસું ? એ દુર્ધ્યાન કે શુભધ્યાન ? જાય. ૧૪૪ એમ, જુઓ, પૈસા ગુમાવ્યા ત્યાં જો મનને એમ થાય કે ‘હાય ! સુખનું સાધન ગયું. હવે લહેર શી રીતે ઉડાવાશે ? લોકમાં માન શી રીતે મળશે ?' તો આ દુર્ધ્યાનમાં જાય. પૈસા જતાં શુભ ધ્યાન કેવું ? : પરંતુ જો એમ વિચારાય કે ‘અરે ! પૈસા ગયા, આજીવિકાની ચિંતા ઊભી થઈ, તો હવે દેવદર્શનાદિ-ધર્મ, ચિત્તની સમાધિપૂર્વક શી રીતે થશે ! પણ શા માટે ફિકર કરું ? પૈસા એ ભાગ્યની વસ્તુ છે, દેવ-દર્શન-આદિ એ પુરુષાર્થની ચીજ છે. નબળું ભાગ્ય પણ સુધારવું હશે, તો તે ધર્મ-પુરુષાર્થથી સુધરશે. માટે દેવદર્શનાદિ-ધર્મમાં અધિક શ્રદ્ધા-સંવેગથી ઉદ્યમ કરવા દે. ભાગ્યના વાંકે પુરુષાર્થની વસ્તુ આત્મકલ્યાણ શા માટે ગુમાવવું ? એમાં શા સારુ ચિત્તની અસમાધિ અસ્વસ્થતા રાખવી ? ચિત્તની સમાધિ શું કામ ખોવી ? દમયંતીની શીલરક્ષા માટે ચાર મહાપ્રતિજ્ઞા : ચિત્તની સમાધિ એ મહાન ગુણ છે. એની રક્ષાનો વિચાર શુભ ધ્યાનમાં જાય છે. દમયંતીને શીલરક્ષાનો વિચાર છે. એટલે જો કે હવે પતિના અદૃશ્ય થવામાં પિયરનો રસ્તો લેવો પડે એમ છે, કિન્તુ એટલેથી એ પતાવતી નથી, એ તો હવે પ્રતિજ્ઞા કરે છે કે - પતિ ન મળે ત્યાં સુધી મારે (૧) દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ સાકર-કઢા (તળેલું) એ છ વિગઈનો ત્યાગ. (૨) રંગીન વસ્ત્રનો ત્યાગ, (૩) પથારીનો ત્યાગ, (૪) શણગાર-વિભૂષાનો ત્યાગ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ઉ૫શા માટે આ ત્યાગ ? આર્તધ્યાનથી યા પતિના મોહથી નહિ કે “હાય ! મારા પતિ મને છોડી ગયા ? બળ્યું, હવે ખાવા-પીવા વગેરેની લહેર કરવાનું શું કામ છે ? બળ્યા એ રસ ! બળી સાડીઓ, શમ્યા ને શણગાર !” ના, મોહથી આ નથી છોડ્યા, પણ શીલની રક્ષાર્થે છોડ્યા છે. ત્યારે શીલરક્ષાની કેટલી તમન્ના? એ આર્તધ્યાન નથી. ત્યાગ પણ કેવા જોરદાર ? પતિ બાર વર્ષે મળવાના છે તો ત્યાં સુધી છએ વિગઈ બંધ ને ? ચાલે દૂધ વિના ? ગોળ-ખાંડ વિના ? ઘી વિના ? રોજ માત્ર એક વિગઈનો ત્યાગ પણ મોંઘો પડે છે ને ? પર્વ તિથિએ બ્રહ્મચર્ય પાળવું છે તો ત્યારે ગધેલું ત્યાગ ને ? ટાપટીપ-શોભા ત્યાગ ને ? બાર-બાર વરસ સુધી આ બધું કેવી રીતે છોડ્યું હશે ? પણ શીલને પરમ ધન અને સદ્ગતિ-પ્રાપ્તિના પ્રાણ માન્યા છે, પ્રાણ સલામત તો દેહ-જીવન સલામત, એમ શીલ સલામત તો આત્મજીવન સલામત, સદ્ગતિ પ્રાપ્તિ સલામત. એની આગળ વિગઈરસ અને શયા-શણગારની શી વિસાત હતી ? જ્ઞાનદેષ્ટિ-તત્ત્વદેષ્ટિની આ જ ખૂબી કે કોઈ પણ પ્રસંગને આર્તધ્યાનમાં ન ઉતારતાં ધર્મધ્યાનમાં ઉતારે. કેમ બને એ? પ્રસંગ પામીને ઈષ્ટ-અનિષ્ટના હરખ-ખેદમાં તણાવને બદલે આત્મગુણ અને ધર્મની પ્રાપ્તિ-રક્ષાવૃદ્ધિના વિચારમાં ઉતરી જાય, તો દુષ્યનને બદલે શુભ ધ્યાન લાગે. દમયંતીના શીલ-શ્રદ્ધાના બળનો પ્રભાવ : દમયંતીએ આ કર્યું. પતિનો વિયોગ થતાં ઈષ્ટવિયોગના ખેદના કલ્પાંતને બદલે શીલરક્ષાના વિચારમાં એ ઉતરી, એથી જ એ અશુભ ધ્યાન આર્તધ્યાનમાં ન પડતાં શુભ ધ્યાનમાં ચડી. સાત સાત વરસ તો ગુફામાં રહેવું પડ્યું ! છતાં ત્યાં કલ્પાંત કર્યા નથી, શુભ ધ્યાનમાં રમતી રહી છે. શાંતિનાથ ભગવાનના શાસનકાળમાં છે તેથી જંગલમાં એ પ્રભુની માટીની મૂર્તિ બનાવી રોજ પુષ્પપૂજા અને ભગવાનનું ધ્યાન-જપ-સ્મરણ કરે છે, ભગવાન પર શ્રદ્ધાબળ વધારતી જાય છે. એ બળ એવું વધ્યું કે ભારે વરસાદની હેલીમાં તાપસો તણાઈ જાય એવું હતું તો દમયંતીએ તાપસોની આસપાસની જમીન પર એક મોટું કુંડાળું કરી તાપસોને એમાં રાખી એટલી જગામાં પોતાના શીલ-શ્રદ્ધાના બળે પાણી ઉપરથી પડતું કે વહી આવતું અટકાવ્યું !! શીલ-શ્રદ્ધાનો આ પાવર ક્યાંથી આવ્યો? કહો, જ્ઞાનદેષ્ટિ-તત્ત્વદેષ્ટિ અને શુભ ધ્યાનના સામ્રાજ્ય પર. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધ્યાન અને જીવન દમયંતીએ દિલમાં એનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. તમારે જ્ઞાનદૃષ્ટિ-શુભ ધ્યાનનું સામ્રાજ્ય સ્થાપવું છે ? તો જડ વસ્તુને ગમતી-અણગમતી યાને આ ઈષ્ટ, આ અનિષ્ટ' એવી મુર્ખ લાગણીઓ કરવાનું રહેવા દો. જડ પ્રત્યેના રાગ-દ્વેષ અને જડથી હરખ-ખેદ કર્યા કરવાનું પડતું મુકો. મન જ્યાં સુધી ઈષ્ટ-અનિષ્ટના રાગદ્વેષ અને હર્ષ-ખેદમાં દટાયેલું રહેશે ત્યાં સુધી જ્ઞાનદૃષ્ટિ, તત્ત્વદૃષ્ટિ અને શુભ ધ્યાન નહિ સાંપડે. એવું મન તો મોદૃષ્ટિ અતત્ત્વદૃષ્ટિ અને આર્તધ્યાનમાં પકડાયેલું રહેશે. પણ એમાં શી મઝા ? એથી જીવન ચિંતન-સંતાપ-વિહ્વળતાભર્યું જ ને ? અવિનાશી આત્માએ નાશવંત જડની પાછળ રાગ-દ્વેષ અને હર્ષ-ખેદ કરી શા સારુ આ વિટંબણા વહોરવી ? શ્રીપાળકુમારે એ કરવાનું રાખ્યું નથી એટલે એમણે ધવલ શેઠના વહાણ ચલાવી આપ્યા પછી એનું મહેનતાણું ન માગ્યું. ઊલટું ધવલ એમને નોકરીમાં રાખવા આતુર છે, પરંતુ મોટો પગાર આપવા તૈયાર નથી તો કાંઈ નહિ, શ્રીપાળકુમાર કહે, ‘વહાણમાં ભાડું લઈને તો મુસાફરી કરવા દેશો ને ?’ ધવલ શેઠ કહે, ‘હા.' એને છે કોઈ લાજ શરમ ? કોની પાસેથી ભાડું માગવાનું ? પણ શ્રીપાળકુમાર સ્વસ્થ છે, ‘ભલે ભાડું માગે છે તો આપવાનું', પોતે કરેલા મહાન ઉપકારના બદલાનો વિચાર નહિ ! પોતાની પાસે રહેલી અદ્ભુત જડીબુટ્ટીનો લેશમાત્ર ગર્વ નહિ ! જડના રાગ-દ્વેષ ઓછા કર્યા વિના આ મહાઉત્તમ દિલ અને સંત-વ્યવહાર આવી શકે નહિ. શ્રીપાળની સંતતા અને મહાઉત્તમતા કેવી ? બબ્બર દ્વીપમાં શેઠ દાણચોરીમાં પકડાયા, તો પોતે રાજાને મહાત કરી શેઠને છોડાવે છે. સંત-વ્યવહાર કેવો ? શેઠે શ્રીપાળના વહાણ અને બે રાણીઓ ચાંઉ કરવા એમને દરિયામાં પટક્યા અને વધારામાં થાણામાં આવી ધવલ શેઠે એમના પર ચંડાળ કુળના હોવાનો આક્ષેપ ચડાવ્યો, છતાં થાણાના રાજાને પાછળથી સાચી હકીકતની ખબર પડતાં એ ધવલ શેઠને મારી નાખવા ઊભો થયો, તો શ્રીપાળકુમારે સંત-હૃદયથી એને બચાવ્યો ! આ મહાઉત્તમતા અને સંત-વ્યવહાર શાના ઉપર ? ઈષ્ટ-અનિષ્ટની બહુ કિંમત ન આંકવા પર, એની પ્રત્યે રાગ-દ્વેષ અને હરખ-ઉદ્દેણમાં ન ફસવા પર. Page #160 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૪૭ સંપત્તિ મળ્યાનો ઉન્માદ નહિ, આપત્તિ આવ્યાનો કલ્પાંત નહિ. કેવી રીતે ? એ સમજે છે કે - (૧) સંપત્તિ-આપત્તિ નાશવંત છે. પોતાનો આત્મા અવિનાશી છે. અવિનાશી આત્માને નાશવંતના હરખ-ખેદ શા ? કેમકે આત્માને તો એ મૂકીને ચાલતું થવાનું છે. (૨) બાહ્ય સંપત્તિ આપત્તિ પૂર્વ કર્મનું ફળ છે. કર્માધીન વસ્તુમાં રાગ-દ્વેષ કે હર્ષ ખેદની દરમ્યાનગીરી શા સારુ લાવવી ? એને વચમાં લાવવામાં કઈ બુદ્ધિમત્તા ? કેમકે આપણા રાગ દ્વેષ કરવા પર કાંઈ કર્મ અનુકૂળ નથી વર્તતાં. એ તો એનું સ્વતંત્રપણે ચલાવ્યે જ જાય છે. પછી આપણા ફુલાવા-કરમાવાનો શો અર્થ ? અનુકૂળતા પર ફુલાઓ, પણ પછી કર્મ વાંકા ચાલે તો અનુકૂળતા ઉપડી જાય ને પ્રતિકુળતા આવીને ઊભી રહે, ત્યાં ફુલાવાનું ફૂલ ! તો ફુલાવાનું શું કામ લાગ્યું ? એમ, પ્રતિકુળતા પર કરમાઓ, રુઓ, કિન્તુ શુભ કર્મ ઉદયમાં આવીને ઊભા, તો પ્રતિકૂળતા પલાયન, ને અનુકૂળતા અણધારી આવી ચડે, ત્યારે પેલું કરમાયા, રોયા, એ મફતનું જ ને ? ધવલ શેઠે શ્રીપાળને દરિયામાં પાડ્યા હતા, પરંતુ શ્રીપાળ જરા ય કરમાયા નહિ, રોવા ન બેઠા, તો શું અનુકૂળતા ન આવી ? (૧) શું એવો નિયમ ખરો કે આપત્તિમાં ખેદ કરે, રુએ, એને આપત્તિ ઝટ ચાલી જાય ? અને ન રુએ તો ન જાય ? ના. એમ, (૨) શું એવો નિયમ બાંધી શકાય ખરો કે સંપત્તિ-અનુકૂળતામાં ખુશી થાય એને એ ટકી જ રહે ? ના, બેમાંથી એકે ય નિયમ નહિ. કેમકે એવું બને કે (૧) જીવ સંપત્તિ અનુકૂળતામાં હરખાતો રહે અને એ ચાલી ય જાય ! ધવલ પાંચસો વહાણ પર બહુ હરખાતો હતો અને બાકી બબ્બર દ્વીપના રાજાના સિપાઈઓએ એનું બધું જપ્ત કરી એને પકડી કેદ કર્યો ! ક્યાં રહી હવે પાંચસો વહાણની માલિકી ? (૨) ત્યારે, માણસ આપત્તિમાં રોતો રહે છતાં એ ન ખસે અને ન રુએ છતાં એ ચાલી ય જાય ! કેમ એમ ? કહો, સંપત્તિ-આપત્તિનો મુખ્ય આધાર શુભ-અશુભ કર્મના ઉદય પર છે. શ્રીપાળકુમારને દરિયામાં પડી જવાની ઘોર આપત્તિ આવી, પરંતુ જેનાં શુભ કર્મ સાબૂત એને આપત્તિ કેટલો વખત રહે ? ઝટ ત્યાં મગરમચ્છ ઝીલી લેવા તૈયાર છે ! કેમ જાણે ‘હું નવ પદના સેવકનો સેવક છું' એ રીતે શ્રીપાળને એણે પીઠ પર ઝીલ્યા અને મછવાની જેમ એ ચાલ્યો આગળ થાણા બંદરના કિનારા તરફ ! કિનારે જઈ ઊભો અને શ્રીપાળ ઊતરી ચાલ્યા થાણા તરફ વિશ્રાન્તિ માટે, વચમાં સૂતા ઝાડ નીચે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધ્યાન અને જીવન કર્મખેલના પ્રેક્ષક અને ધર્મના શ્રદ્ધાળુ બનો ઃ નવપદજી પર અથાગ શ્રદ્ધાવાળા અને કર્મના ખેલના પ્રેક્ષક શ્રીપાળને કોઈ ચિંતા છે ? કોઈ હરખનો ઉન્માદ પણ છે ? ના, પોતાનાં વહાણ ને બે પત્નીઓ ગુમાવી છે, હવે ક્યાં જાશું એની લેશ ચિંતા નથી. ત્યારે જેનાં શુભ કર્મ સાબૂત, એને સબ સલામત. શ્રીપાળ જાગ્યા પછી જુએ છે તો થાણાના રાજાનો માણસ ઘોડા સાથે ત્યાં રાહ જોતો એમને આવકારવા ઊભો છે ! રાજા તરફથી વિનંતી કરીને ઘોડા પર બેસાડી લઈ ગયો રાજા પાસે અને રાજાએ નિમિત્તિયાનાં વચનથી પોતાની રૂપાળી કન્યા એમને પરણાવી દીધી ! ક્યાંથી આવું બને છે ? કહો, શ્રીપાળના શુભ કર્મ બળવાન છે. આપણું સારું કરનાર આપણાં શુભ કર્મ છે, ને આપણું બગાડનાર પણ આપણાં અશુભ કર્મ છે. મુનિને વેદનામાં આર્તધ્યાન કેમ નહિ ? એ આ સમજે છે કે આપત્તિ-પીડા એ આપણાં અશુભ કર્મના જ ઉદય છે. અશુભના ઉદયે પીડા આવે જ, તેથી બીજા પર દ્વેષ નકામો. પણ પીડા ભોગવતાં એટલાં અભકર્મ નષ્ટ જ થાય, તેથી રોવાનું ય નકામું. આમાં જેને ઉપરનું અશુભના ઉદયનું અડધીયું જ યાદ હોય એ રોતડ બને છે કે હાય ! મારે કેવો પાપનો ઉદય ચાલે છે !' પણ અશુભના ક્ષયનું બીજું અડધીયું નજર સામે રાખનારને રોવાની જરૂર નહિ, એ તો ખુશી હોય 'હાશ ! ચાલો અશુભ ઓછા થાય છે.' ગોખી રાખો – પાપ વિના પીડા આવે નહિ, ને પીડા પછી પાપ ઊભાં રહે નહિ, કેમકે પીડાને આપનાર પાપ રાશિનું કામ પૂરું થયું એટલે એ હવે કુચા બને. શેરડીનો રસ ચાખી લીધા પછી શેરડી બને કુચા. એમ પાપકર્મોનો રસ પીડારૂપે ચાખી લીધો, પછી એ કર્મ કુચા જ બને ને ? કુચા એટલે ખત્મ, આત્મા પરથી ઊતરી ગયાં હેઠાં. જીવનમાં હંમેશા આ સૂત્ર નજર સામે જ રહેવું જોઈએ કે ‘દુઃખ-પીડા જેટલી ભોગવાય એટલાં પાપકર્મ જાય છે, કચરો નાશ પામે છે, ને એવી જ રીતે જેટલી સુખ-સગવડ ભોગવીએ એટલાં પુણ્યકર્મ ઓછાં થાય છે, આત્મરૂપી તિજોરીમાંથી એટલું ઝવેરાત ઊપડ્યું.' આપણે શેમાં રાજી ? કચરો સાફ થાય એમાં ? કે ઝવેરાત ઓછું થાય એમાં ? દુ:ખ આવે એમાં પાપનો કચરો સાફ થાય છે, તો નારાજ શું થવાનું ? દુઃખમાં પાપની હોળી અને કચરો સાફ થવાથી આત્માને દિવાળી. સુખ સંપત્તિમાં પુણ્યની હોળી, ને આત્માને પુણ્યધન જવાથી દેવાનું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૧૪– જગતનાં આ ત્રિકાળ સત્ય તત્ત્વનું મનન કરે એ “મુનિ.” રોગ આવો, પીડા આવો, અપમાન-આપત્તિ આવો, મનમાં નક્કી બેઠું હોય કે “આપણાં જ અશુભ કર્મના ઉદય વિના આપણે કોઈ બગાડનાર નથી, ને આપણાં અશુભ કર્મ ઉદયમાં આવ્યા હોય તો રોગ આપત્તિ આવ્યા વિના રહે નહિ.” સાથે આ પણ મુનિ સમજે છે કે “કર્મના ઉદયે રોગ વેદના ભોગવવા જ પડે, પણ એમાં કર્મ ક્ષય પામે છે. માટે એમને વેદનાનું આર્તધ્યાન નહિ. ૨૨. પ્રતિક્રમણથી પાપ નાશ. iiiiiiiIIIIIIIIII “મુનિ કોને કહેવાય? શાસ્ત્ર આ બતાવે છે કે મન્યતે જગતુ-ત્રિકાલાવસ્થામિતિ મુનિઃ જગતની ત્રણે કાળની અવસ્થાનું મનન કરે, એને હૃદયથી માન્ય કરે તે “મુનિ કહેવાય. “જગત્' એટલે વસ્તુમાત્ર. એના સ્વભાવનો ખ્યાલ કરાય એટલે એની વર્તમાન અને આગળ-પાછળની અવસ્થા પર ધ્યાન દેવું પડે. આ જગતની વસ્તુમાત્રના સ્વભાવ જોઈને જે એના પર થતી ભૂત-ભવિષ્ય-વર્તમાન અવસ્થાઓનો વિચાર કરે, એને ખોટા ખેદ કે હર્ષ શાના કરવાના હોય? જીવ જે જડ કાયા-માયા પાછળ હરખ ઉગ કરે છે એ શાથી કરે છે ? કારણ, એ વસ્તુના નાશવંત સ્વભાવને જોતો નથી, એની પલટાતી અવસ્થાઓ યાને ત્રણે કાળનું એનું સ્વરૂપ ધ્યાનમાં લેતો નથી, માટે ખોટા હરખ-ખેદ કરે છે. મુનિ કર્મનું ત્રણે કાળનું સ્વરૂપ વિચારે છે એટલે રોગમાં શું કામ ખેદ કરે? એ તો ટંકશાળી શાસ્ત્ર-વચન યાદ કરે છે. શાસ્ત્ર કહે છે કે – “પુલ્વિ ખલુ ભો ગોયમા ! કડાણે કમ્માણ દુશ્ચિણાણે દુપ્પડિઝંતાણં નત્યિ અવેઈત્તા મોકખો, તવસાવા ઝોસઈતા !' અર્થાત “હે મહાનુભાવ ! પૂર્વે ઊભા કરેલાં કર્મ જે ખરાબ રીતે ભેગાં કર્યા અને જેનું પ્રતિક્રમણ યાને જેનાથી પાછા હટવાનું બરાબર કર્યું નહિ, તેનો નિશ્ચ ભોગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના છૂટકારો થાય નહિ.” આમાં ત્રણ વાત કરી - પાપકર્મ ત્રણ રીતે નાશ પામે. (૧) પાપનું પ્રતિક્રમણ કરવાથી, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦)નું ધ્યાન અને જીવન (૨) પાપનો ઉદય ભોગવી લીધાથી અને (૩) બાહ્ય-આભ્યન્તર તપથી. (૧) પાપનાશનો સીધો પહેલો ઉપાય પ્રતિક્રમણ. પ્રતિક્રમણ” એટલે પાછા હટી જવું. પાપથી પાછા હટવું અર્થાત્ પાપ કર્યાનો તીવ્ર સંતાપ-પશ્ચાત્તાપ અનુભવતાં, સગુરુ આગળ એનું માયા રહિત નિવેદન કરી (આલોચન કરી) પ્રાયશ્ચિત્ત લેવું અને તે વહન કરવું, એ પ્રતિક્રમણ થયું કહેવાય અને એથી પાપ નાશ પામે. અહીં પૂછો, પ્ર. - દુષ્કૃત્ય કર્યું એટલે પાપકર્મ તો આત્મા પર ચોંટી જ ગયાં. હવે તે પ્રતિક્રમણથી નાશ કેમ પામે ? ઉ. - પ્રતિક્રમણમાં પેલાં દુષ્કૃત્યથી વિપરીત ભાવ છે. હિંસાદિ ખોટું કામ જાણીને કર્યું એમાં રાજીપો છે, કદાચ ન છૂટકે કર્યું, તો ય એમાં બીજી વસ્તુની લાલચ છે માટે એ કર્યું, અથવા અજાણતાં થઈ ગયું તો એમાં પ્રમાદ છે, બિનસાવધાની છે, બેકાળજી છે. હવે પ્રતિક્રમણ કરે છે એમાં પસ્તાવો છે, એ પૂર્વે દુષ્કૃત્યમાં આવેલી હોંશનો છે, યા દુષ્કૃત્ય ન છૂટકે ય કરાવનાર બીજી વસ્તુની જે લાલચ હતી એનો ય પસ્તાવો છે, અથવા જે પ્રમાદનું સેવન થયું, બેકાળજી બિનસાવધાની રહી, એનો પસ્તાવો છે. આમ હોંશ, લાલચ અને પ્રમાદ, એ ત્રણે ય દોષનો પશ્ચાત્તાપ, એ દોષના અશુભ ભાવથી વિપરીત શુભ ભાવ છે. એ સહેજે પેલા મેલા ભાવથી લાગેલાં કર્મનો નાશ કરે. ભેજવાળી હવાથી લાગેલી શરદી ગરમાટથી નાશ પામે છે ને ? માત્ર ત્યાં સાવધાની રાખવાની આ, કે કોરો ઉપલકિયો પસ્તાવો ન ચાલે, ગુરુ આગળ પસ્તાવા સાથે એનું બાળભાવે સ્પષ્ટ નિવેદન કરી પ્રાયશ્ચિત્ત લેવું પડે.” એમાં જ પેલા દુષ્કૃત્ય કરતાં ખરેખરો વિપરીત શુભ ભાવ આવે. જો ગુરુ આગળ કહેવું નથી તો ત્યાં તો દિલમાં ચોરી ઊભી રહી, પછી ખાલી પસ્તાવામાં ખરેખર નીતરતો શુભભાવ શી રીતે આવ્યો ગણાય? એમ પ્રતિક્રમણ વિના કેમ ચાલે? પ્રતિક્રમણ ક્રિયાનું મહત્ત્વ : હાં, જે સૂક્ષ્મ પાપો થયાં હોય એનો સંતાપ અને “મિચ્છામિ દુક્કડ' કરવાથી એ પાપ નાશ પામે છે. માટે તો ઉભય કાળ પ્રતિક્રમણ” નામનું આવશ્યક કરાય છે. રોજીંદા જીવનમાં દિવસ-રાત જાણ્યે અજાણ્યે આપણાથી એવાં કેટલાંય સૂક્ષ્મ દુષ્કૃત્યો આચરાઈ જાય છે, તો એનાથી આત્મા પર ચોટેલા પાપકર્મોના નિકાલ માટે દિવસ-રાતના અંતે પ્રતિક્રમણની ક્રિયા છે. જો એ પ્રતિક્રમણ ન કરો તો, વિચારો કે, એ સૂક્ષ્મ પાપો શી રીતે નાશ પામવાના ? એકલા મનના જ પાપ જુઓને, દિવસ-રાત ખોટા વિચારો, આરંભ-વિષય-પરિગ્રહના અને કષાયોના વિચાર કેટકેટલા ચાલ્યા કરે છે ? એવું વાણી અને વર્તાવથી કેટલાં પાપ ? હવે જો Page #164 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૫૧ પ્રતિક્રમણ નથી કરતા, તો પ્રતિક્રમણનાં સૂત્રોમાં જ્ઞાનીએ જે ઝીણવટથી એકેક પાપની ગણતરી કરી એના પશ્ચાત્તાપ-મિચ્છામિ દુક્કડં' કરાવ્યા છે, એવી ઝીણવટથી વિના-પ્રતિક્રમણે એ પાપ ક્યાં યાદ આવવાના ? અને ક્યાં સંતાપ થવાના ? ત્યારે પ્રતિક્રમણ વિના આત્મા પર રહી ગયેલાં પાપોના જંગી જુમલાનું ફળ કેટકેટલું ભોગવવાનું ? પ્રતિક્રમણ વિના રહી ગયેલા પાપોથી પરલોકે શું ? : આજનો જમાનો વિચિત્ર આવ્યો છે. માણસ ધર્મમાં પાંચ પૈસા ખરચીને કે દેવદર્શન કરીને સંતોષ માને છે ! અલ્યા પણ ઉભય ટંક પ્રતિક્રમણ વિના પાપોનાં જંગી જુમલાનો નિકાલ શી રીતે થવાનો ? ભલે ને એકાદ વેળા ઉપધાન પણ કરી લીધાં, કે પશુસણમાં આઠ-પંદર ઉપવાસ વગેરે કરી લીધું, પરંતુ પછી રોજિંદા પાર વિનાના મન-વચન-કાયાનાં દુષ્કૃત્યોથી પ્રતિસમય આત્મા પર લાગ્યા કરેલા પાપોના ગંજ શી રીતે ઊખડશે ? ન ઊખડ્યાં તો શું પરભવે પાર વિનાની પીડાઓ, પ્રતિકુળતાઓ ભોગવ્યા વિના ચાલશે ? અહીં જરા-જરાકશી પ્રતિકૂળતાઓ મનને દુભાવી નાખે છે, તો પરલોકમાં ઢગલો પ્રતિકુળતા-પીડાઓમાં મનના સંતાપ કેટકેટલા રહેવાના ? સંતાપ કેટલા બધા દીર્ઘ કાળ ચાલવાના ? એના કરતાં અહીં બે ઘડીનું પ્રતિક્રમણ કરી લેવું શું ખોટું ? એથી એ પાપકર્મોના થોક ઉખડી જાય એ કેવો મહાન લાભ ! અને ભવિષ્યમાં કેવો સુંદર બચાવ ! પ્રતિક્રમણની અગત્યતા સમજો છો ? મદનસિંહ શ્રાવક ઉભય કાળ પ્રતિક્રમણ કરવામાં ચુસ્ત હતો. દિલ્હીના બાદશાહ આગળ કોઈકે આની વાત કરી. બાદશાહને પારખું કરવાનું મન થયું, તે ગમે તે ગુનો ઊભો કરીને મદનસિંહને બેડીએ જકડીને જેલમાં નાખ્યો. હવે અહીં જુઓ કે સમય થતાં મદનસિંહને પ્રતિક્રમણ કરવું છે, પરંતુ એમ બેડીમાં રહીને બેઠા બેઠા લોચા-લાપશીથી પ્રતિક્રમણ થોડું જ થાય ? આ તો મહાન શ્રદ્ધાળુ શ્રાવક છે. તે બેઠા કાઉસ્સગ્ગ ને બેઠા ખમાસમણાં વગેરેથી પડિક્કમણું કર્યું ન માને. ત્યારે અહીં તો બેડી છે, શું કરવું ? તે એણે જેલરને કહ્યું, ‘મને એક પ્રતિક્રમણ કરવા બે ઘડી બેડીઓ છોડી નાખવાનું કર, તને એક ટાંક સોનું અપાવીશ. આમ રોજ બે પ્રતિક્રમણ માટે બે-બે ટાંક સોનું.' પેલાએ બેડી છોડી. રોજનાં બે પ્રતિક્રમણનાં બે બે ટાંક સોનું આપીને પણ પ્રતિક્રમણ કર્યાં. એ તો સસ્તીવારીનો જમાનો, ત્યાં બે ટાંક સોનું એટલે કેટલી બધી કિંમતનું ? ‘સોનું ભલે કિંમતી પણ પ્રતિક્રમણ એના કરતાં લાખોગણી કિંમતનું છે.’ ટાંક સોનું બચાવેલું પાપોના ગંજ નહિ ઉડાડે, ત્યારે સોનું ખર્ચ કરેલ પ્રતિક્રમણમાં એ તાકાત છે. એમ પાપો ઉઠ્યા પછી ભવિષ્યમાં દીર્ઘ કાળ કેટલી બધી નિરાંત ? મદનસિંહ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધ્યાન અને જીવન આ સમજે છે માટે રોજ સોનું આપીને પણ પ્રતિક્રમણ કરે છે. બાદશાહને આ ખબર પડી એટલે મદનસિંહને શાબાશી દઈ છોડી મૂક્યો. ડાહ્યા હો તો બીજું બધું પડતું મૂકી ઉભય કાળ પ્રતિક્રમણ કરો. જુઓ, પ્રતિક્રમણમાં કેટલા લાભ ? (૧) પહેલું તો સામાયિક લેવાનું, એમાં અનંતા જીવોને અભયદાન દેવાનો લાભ તથા સર્વ નવા પાપ-વ્યાપારના ત્યાગનો લાભ. (૨) દિનભર કે રાતભર કરેલાં દુષ્કૃત્યોથી બંધાયેલ પાપોના જુમલાનો પ્રતિક્રમણથી નિકાલ થાય. (૩) પાપો પર સાચો તિરસ્કાર ભાવ આવે. (૪) ઉભય ટંકનો ધર્મ નક્કી થઈ જાય. (૫) જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન થાય. (૬) વિગતવાર દુષ્કૃત્યોનાં સ્મરણ અને પશ્ચાત્તાપથી સારું સંસ્કરણ ઊભું થાય. (૭) પ્રતિક્રમણ ક્રિયામાં સાથો સાથ આચરાતા દેવવંદન-ગુરુવંદન કાયોત્સર્ગ વગેરેથી અનેક ગુણોનો અને સુસંસ્કરણનો ય લાભ મળે, તેમ કેઈ બીજાં કર્મોનો નાશ થાય. પ્રતિક્રમણ અદ્ભુત ક્રિયા છે. ભાગ્યવાન જીવો એની આરાધના કરી શકે, અભાગિયા શું કરે ? એને તો ‘હાય પૈસા, હાય સુખ, હાય પરિવાર...' વગેરેની જ લત હોય. એ બિચારાને પ્રતિક્રમણના અદ્ભુત લાભોની જાણે ગમ જ નહિ, તે રાત ને દિવસ અર્થ અને કામની આંધીમાં જ ફસેલો રહી એને જ જીવન સર્વસ્વ માને છે ! અને પ્રતિક્રમણને મામુલી લેખે છે ! તમે જીવન કેવું જીવવાના ? ભાગ્યશાળીનું કે અભાગિયાનું ? ભૂલશો નહિ, માનવ જીવન યોગ માટે છે, ભોગ માટે નહિ અને પ્રતિક્રમણ એ મહાન યોગસાધના છે. યોગથી ભાગ્યશાળી, ને ભોગથી અભાગિયા. મનુષ્ય જન્મ પામી યોગ સાધી જાય તે ભાગ્યશાળી. ભોગમાં જ ડૂબ્યો રહે તે અભાગિયો. ભાગ્યશાળી થવું હોય તો નક્કી કરો ‘રોજ ઉભયટંક પ્રતિક્રમણ કરવાનું, ન બને તો એક ટંક પણ કરવું, અથવા મહિનામાં આમ કુલ સાંઈઠ પ્રતિક્રમણ થાય, એમાંથી આટલા અમુક પ્રતિક્રમણ તો કરવા જ.' Page #166 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ધર્મક્રિયામાં ટાઈમ કેમ સફળ ? : મુંઝાતા નહિ કે ‘હાય ! કેટલો બધો ટાઈમ જાય ?' ના, આ ટાઈમ તો મહા લાભદાયી નીવડશે. પ્રતિક્રમણથી જે અંતરાય કર્મ તુટે છે એથી પછી વેપારાદિની થોડી મહેનતમાં ય લાભ થઈ જાય છે ! દા.ત. ગુરુસેવાથી જે જ્ઞાનનાં આવરણ તોડે છે, એને પછી ભણવાની થોડી મહેનતમાં ય સારું આવડે છે. કર્મ તુટ્યા વિના સારું જ્ઞાન કે બીજી સારી પ્રાપ્તિ થાય નહિ અને કર્મ તોડવાની તાકાત જિનપૂજન, સાધુસેવા, ગુરુભક્તિ, તપસ્યા, પ્રતિક્રમણાદિ પવિત્ર ક્રિયા વગેરેમાં અદ્ભુત છે એ જ્ઞાનાવરણ, લાભાંતરાય વગેરે કર્મોનો જબરદસ્ત ક્ષય કરે છે. પ્રતિક્રમણથી કયા પાપ નાશ પામે ? : વાત આ હતી કે પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ થાય છે. પરંતુ ગમે તેવાં ઉગ્ર કે મોટા પાપ કર્યાં હોય અને માત્ર ચાલુ પ્રતિક્રમણની ક્રિયા કરીને એ સાફ થાય એવો નિયમ નહિ. સ્થૂલ પાપોનું પ્રતિક્રમણ, ગુરુ આગળ પશ્ચાત્તાપ સાથે એ પાપો પ્રગટપણે બાળભાવે કહેવાથી થાય. પાપો ગુરુને કહેવા પડે અને એમની પાસેથી પ્રાયશ્ચિત્ત યાચવું પડે, ને એ કરી આપવું જોઈએ. ઈતર ધર્મોમાં યોગ્ય પ્રાયશ્ચિત્ત ખરાં ? : ૧૫૩ જૈન શાસ્ત્રો એવાં કેઈ પ્રકારનાં દુષ્કૃત્યોની ઓળખ કરાવી એના દરેકનાં યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવે છે. આ પ્રતિપાદન માત્ર જૈન ધર્મમાં જ મળે છે. દુનિયામાં બીજા કોઈ ધર્મનાં એવાં શાસ્ત્ર નથી કે જે એટલી ઝીણવટથી અને એટલા બધા વિસ્તારથી મન વચન કાયાનાં એવાં દુષ્કૃત્યોની પહેલી તો ઓળખ જ આપતાં હોય. જો એ જ નહિ તો પછી એનાં મુદ્દાવાર અલગ પ્રાયશ્ચિત્તની તો વાતે ય શી ? ત્યારે જેને એ દુષ્કૃત્ય તરીકે સમજે છે એનાં પણ જે પ્રાયશ્ચિત્તની વાત કરે છે તે કલ્પનાથી, મનમાન્યા તર્કથી, પણ પ્રત્યક્ષ દર્શનથી જોઈને નહિ. કેમકે સર્વજ્ઞ નહિ હોવાથી પ્રત્યક્ષથી એ જોઈ શકતા નથી કે આત્મા કેવો ? એના દુષ્ટ ભાવો કેવા ? એ ભાવોથી કર્મ કેવા બંધાયા ? ને કેવાં કેવાં પ્રાયશ્ચિત્તથી એ કર્મો નાશ પામે છે ?' આમાંનું કશું પ્રત્યક્ષથી એ જોઈ શકતા નથી. પછી શી રીતે યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે ? તીર્થંકર ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે, તેથી સર્વ કાળનાં સર્વ દ્રવ્યો અને એના સમસ્ત ભાવો પ્રત્યક્ષ જુએ છે અને એના આધારે આ બધું યથાર્થ કહે છે. એમણે પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ જોયો અને કહ્યો, એમાં ગુરુ આગળ બાળભાવે પાપનિવેદન અને પ્રાયશ્ચિત્ત-ગ્રહણથી પાપનાશ બતાવ્યો છે. તેથી જ Page #167 -------------------------------------------------------------------------- ________________ -૧પ૪માં ધ્યાન અને જીવન ભવ્ય જીવો એની શ્રદ્ધાથી પોતાનાં જીવનનાં સર્વ દુષ્કૃત્યો શાસ્ત્રજ્ઞ સદ્ગુરુ આગળ કહી દે છે, અર્થાત્ ભવ આલોચના કરે છે અને એનું પ્રાયશ્ચિત્ત લઈ વહન કરે છે. પૂછો - ભવ-આલોચના શા માટે? આનું કારણ સ્પષ્ટ છે કે જો ભવ-આલચના ન કરી, તો પાપકર્મ ઊભાં રહી જવાનાં. હવે એનો ભવાંતરે કાં તો એનાં દુઃખદ ફળ ભોગવી ભોગવીને નાશ કરવાનો રહેશે, અગર એ કર્મ તપથી ખપાવવાનાં રહેશે. પરંતુ દુષ્કૃત્યો હૃદયની અંદર છૂપાવી રાખ્યાં અને ગુરુની આગળ માનહાનિ થવાના ભયથી આલોચના ન કરી, તો એનો અર્થ એ કે મનને જેટલી માનહાનિ ખરાબ લાગી એટલાં દુષ્કૃત્યો ખરાબ ન લાગ્યાં ને એટલું પાપકર્મ રહી જવાનું ખરાબ ન લાગ્યું ! તો આનું દુઃખદ પરિણામ એ પાપશલ્ય રહી જવાના, એ દુષ્કૃત્યના ભાવ તથા પાપકર્મ અનુબંધવાળા બની જવાનાં ! “અનુબંધ' એટલે બીજશક્તિ. અર્થાત્ પાપાનુબંધવાળાં પાપ જ્યારે ભોગવાશે ત્યારે સાથે નવાં પાપ જન્માવશે. કેમકે એ વખતે દુષ્ટ બુદ્ધિ યાને દુષ્કૃત્યોના ભાવ પાછા પ્રગટવાના. અહીં આલોચના ન કરનારને ભવાંતરે દુષ્ટબુદ્ધિ કેમ? : અહીં દોષ-દુષ્કૃત્યોને એટલા પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્તથી નાશ કરવા જેવા ખરાબ ન માન્યા, પણ ગુરુની આગળ થતી માનહાનિ એટલી ખરાબ માની, એટલે સહજ છે કે જો દુષ્કૃત્ય એવાં ખરાબ ન લાગે, ભયંકર ન લાગે, તો તેથી એ દુષ્કૃત્યનાં આત્મામાં બીજ પડી જાય અને ભવાંતરે એ પાછો દુષ્ટ ભાવ જગાડે. દોષ-દુષ્કૃત્ય પાકા ખરાબ લાગે તો જ એનાં બીજ ન પડે, ને આગળ દુષ્ટબુદ્ધિ ન જાગે. ત્યારે પરલોકે જ્યાં દુષ્ટભાવ જ જાગતા રહે, ત્યાં તપધર્મ કરવાનું મન જ શાનું થાય કે જેથી પૂર્વનાં કર્મ નાશ પામે ? એટલે છેવટે એ રહ્યું કે “એનો તો દુઃખ ભોગવીને નાશ કરો.” પરંતુ એટલેથી છુટકારો નહિ, કેમકે પાપકર્મ પોતે તો ભોગવાઈને નષ્ટ થવા છતાં, એ પાપાનુબંધવાળા હોવાથી દુષ્ટભાવ થવાને લીધે નવાં પાપકર્મ બંધાવાનાં... અને એમ આગળ આગળ દુઃખદ ભોગવટો કરતા રહેવાનું થશે ! ત્યારે ડહાપણ આ છે કે એમ પ્રતિક્રમણ વિના દુષ્ટ ભાવ અને પાપકર્મની અનેક દુઃખદ ભવોમાં પરંપરા ચાલે, એના કરતાં અહીં એનું પ્રતિક્રમણ કરી અર્થાત્ ગુરુની આગળ નિવેદન-આલોચના કરી પ્રાયશ્ચિત્તને લઈને વહન કરી એનો નાશ કરવો શો ખોટો ? પ્રતિક્રમણથી કર્મનો નાશ થાય, આ કર્મનાશની એક રીત. Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩. ભોગવીને પાપનાશના ચાર ઉપાય IIIII બીજી રીત એ કે કર્મ ભોગવાઈને નાશ પામે. પૂર્વે ઉપાર્જેલા પાપકર્મો ઉદયમાં આવે, દુઃખ આપે અને એ રીતે ભોગવાઈને એ નાશ પામે. કહ્યું જ છે કે પાપકર્મ વિના દુઃખ આવે નહિ અને દુ:ખ આપીને પછી એ પાપકર્મ ઊભાં રહે નહિ. પરંતુ ખૂબી એ કે જો એ ભોગવતાં ન આવડે તો પાછાં નવાં પાપકર્મ ઊભાં થઈ જવાનાં. “કર્મ ભોગવતાં ન આવડે એનો અર્થ એ કે દુઃખની વખતે આકુળવ્યાકુળ થવાય, દુર્બાન અને ખોટા કષાયો કરાય, દુઃખ કાઢવા માટે ગેરવ્યાજબી પ્રવૃત્તિ કરાય, દા.ત. કેઈ હિંસા-જુઠ-અનીતિ વગેરે પાપો આચરાય. દા.ત. ગરીબીનું દુઃખ આવ્યું ત્યાં સીધે સીધો પ્રામાણિક મજુરી વગેરેનો ધંધો કરે, એ તો ગેરવ્યાજબી ધંધો નહિ, પરંતુ જુઠ, માયા-કપટ, અનીતિ વગેરેથી ધંધો કરે, યા ભારે હિંસા આરંભ-સમારંભવાળો ધંધો કરે, એ ગેરવ્યાજબી પ્રવૃત્તિ કહેવાય. એનાથી નવાં થોકબંધ પાપકર્મ ઊભાં થવાનાં ! એમ દા.ત. રોગનું દુઃખ આવ્યું ત્યાં હાયવોય કરાય, અભક્ષ્ય-દવા-ખોરાક લેવાય, એ ગેરવ્યાજબી. એમાં ય નવાં ભારે પાપકર્મ ઊભાં થાય. આ રીતે દુઃખ ભોગવતાં ન આવડ્યું કહેવાય. પછી અહીંના દુઃખ ભોગવવાથી માત્ર પૂર્વોપાર્જિત કર્મ નાશ પામે તેથી શું ? બે પાપ કાઢ્યાં અને બાર ઘુસાડ્યાં ! અહીં દુઃખ એવું ભયંકર નહોતું એટલે એના દેનાર પાપ “બે.' પરંતુ હવે અહીં જે ભારે દુષ્કૃત્યો કરે છે એનાં પાપનું દુઃખ નરક યા તિર્યંચ ગતિમાં ભોગવવું પડે એવું ભયંકર ! તેથી એ દેનારાં પાપ “બાર' કહેવાય. બે પાપ કાઢીને બારને ઘાલવાનું થાય ! બકરું કાઢી ઊંટ પેસાડવા જેવું થાય ! અશુભ કર્મ ભોગવતાં ન આવડે એટલે બકરા જેવું કર્મ કાઢ્યું અને ઊંટ જેવું કર્મ ઘાલ્યું, એવું થાય. માટે પાપકર્મ ભોગવાઈને નાશ પામતા હોય ત્યાં એને ભોગવતાં આવડવું જોઈએ. પાપકર્મ ભોગવતાં આવડે એનો અર્થ એ કે એ ઉદયમાં આવે ત્યારે એને આનંદથી વધાવી લેવું જોઈએ, એની સામે દાંતિયા ન કરાય. દુઃખ-અગવડ આવે, કે અણગમતું બને, ત્યાં તરત સમજી લેવાય કે - (૧) “આ મારાં પૂર્વબદ્ધ અશુભ કર્મનું ફળ છે. મારાં કર્મ ઉદયમાં આવ્યાં માટે આ દુઃખ-આપત્તિ આવી. અનંત ગુણસંપન્ન તીર્થંકરદેવથી માંડી અનંત Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધ્યાન અને જીવન દોષભર્યા મહા અનાડી માણસ સુધીના માટે આ સનાતન નિયમ, કે એમને જે દુઃખ આવે એ પોતાનાં જ પૂર્વે ઉપાર્જેલાં અશુભ કર્મને લીધે જ આવે. માટે દુઃખમાં એના અંગે બીજાને શો દોષ દેવો ? દોષ વાંક પોતાનો જ છે. પોતે એવાં અશુભ કર્મ ન ઉપાર્યા હોત તો દુઃખ આવત નહિ. બીજાઓ દુ:ખ આપતાં દેખાય એ તો નિમિત્તમાત્ર છે, મૂળ કારણ પોતાનાં જ અશુભ કર્મ છે. પોતાના અશુભ વિના દુઃખ દેવાને કોઈ શક્તિમાન નથી. નરકના જીવનમાં એ કર્મ પૂરાં થઈ જાય અને ત્યાંથી બહાર નીકળી જાય, પછી પરમાધામી દેવો એને કશું કરી શકતા નથી. એટલે જ (૨) બીજી સમજ આ જોઈએ, કે “મોટા તીર્થંકર ભગવાન શું કે મહાઅનાડી જીવ શું, એમને દુઃખ ભોગવાય તેમ તેમ એ દુઃખને દેનારાં કર્મ ઓછાં જ થવાનાં. તો મારે પણ દુઃખ, રોગ, પ્રતિકુળતા જેમ જેમ ભોગવાય છે તેમ તેમ કર્મ ઓછાં જ થતાં જાય છે, પછી રોવાનું શા માટે ? કચરો જાય એમાં કોણ જીએ? નસ્તરની પીડા છતાં ગુમડું જો મટે તો ત્યાં કોણ એ છે ? દુઃખ એ તો કર્મગુમડાને ખત્મ કરનારું નસ્તર છે. ત્યાં મન બગાડવાનું કામ શું ?' (૩) ત્રીજી સમજ આ, કે “જો દુઃખ વખતે પણ ભાવના સારી રાખી, તો નવી પુણ્યકમાઈ થશે ! ગોશાળો મહાઅનાડી હતો, જગતદયાળુ મહાવીર પરમાત્મા પર તેજોલેગ્યા છોડનારો અને પ્રભુને બાળી નાખવા મથનારો હતો. પરંતુ એ જ મૂકેલી તેજોલેશ્યાએ પ્રભુને બાળી નહિ શકવાથી ગોશાળાના જ શરીરમાં ઘુસી એને બાળ્યો. પ્રભુને તો કર્મક્ષય રૂપી પુણ્યા વધી, એક પણ પાપ નહિ. હવે અહીં કર્મનો અટલ સિદ્ધાન્ત જુઓ. સામાન્ય રીતે તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન પછી ઉપસર્ગ અશાતાનાં કર્મ બાકી હોય નહિ, છતાં મહાવીર પ્રભુને અશુભકર્મ અશાતા વેદનીય બાકી હતા તેથી જ એના ઉદયે આ તેલેક્ષાથી દાહની પીડા ભોગવવી પડી. પરંતુ એ ભોગવતાં આવડી, ગોશાળા પર લેશ પણ દ્રષ-દુર્ભાવ ન કર્યો, એને દુઃખ દેનારો જરા પણ ન માન્યો, તેમ પોતે મનથી જરા પણ દુઃખી ન થયા, સ્વસ્થપણે પીડા ભોગવી - તો કર્મનું આગળ પૂંછડું ન ચાલ્યું. ભોગવાઈને કર્મ રવાના થઈ ગયાં. ગોશાળાનો પસ્તાવોઃ મોટું ઈનામઃ ત્યારે ગોશાળાને હવે તીવ્ર અશુભનો ઉદય છે, તેથી તોલેશ્યાએ એનાં શરીરને બાળવા માંડ્યું ! ભયંકર અંતર્નાહની પીડા ઊભી થઈ ! સાત દિવસ સુધી એ બિચારો બળુ બળુ થયો. પહેલાં તો, પોતે સર્વજ્ઞ નથી એવી લોકમાં નાલેશી થયા'ના જરા દુઃખ વખતે, દુઃખ દેનાર તરીકે પ્રભુને ગણી પ્રભુને ઠપકો આપતો Page #170 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૧૫ હતો, પરંતુ હવે અહીં એના મનને લાગી ગયું કે, “આ દાહનું દુઃખ મારા જ પાપને લીધે છે. મેં ધર્માચાર્યની અવગણના કરી તેથી મારી જ તેજોલેશ્યાએ મારે બળવાનું દુઃખ આવ્યું. ધિક્કાર છે મારા એ દુષ્કૃત્યને ! લાવ મારા શિષ્યોને ને લોકને શીખવું કે જે પોતાના ધર્માચાર્યની અવગણના કરે છે, એને આવાં દુઃખ આવે છે. માટે કોઈ ધર્મગુરુની હીલના કરશો નહિ.” - આમ સારો ભાવ આવ્યો ને શીખવ્યું તો મરીને બારમા દેવલોકે ગયો. દુઃખ ભોગવતાં છતાં એને એટલા અંશે વધાવ્યું કે એમાં પોતાની નાલાયકીને જવાબદાર ગણી, તો ઈનામમાં બારમો દેવલોક ! તો પછી દુઃખને સર્વાંશે વધાવે તો કેટલું મોટું ઈનામ ! ગોશાળે સર્વાશે ન વધાવ્યું કેમકે એણે જે કે શિષ્યોને એમ કહ્યું કે – સાચો જિન નથી, સર્વજ્ઞ નથી, સાચા જિન સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ છે. હું એમનો પૂર્વે શિષ્ય હતો અને એમની પાસેથી જ આ તેજલેશ્યાની વિદ્યા ભણ્યો હતો. પરંતુ મેં એ મારા ધર્માચાર્યની અવગણના કરી, એમનો દ્રોહ કર્યો, એનું આ હું ફળ પામ્યો છું. તેથી તમે કોઈ ધર્મગુરુનો દ્રોહ કરશો નહિ અને મારા મરી ગયા પછી મારા મડદાને દોરડાથી બાંધી એના પર થૂકતાં ઘૂંકતાં શ્રાવસ્તિ નગરીના રાજમાર્ગો પર કૂતરાના મડદાની જેમ ઘસડીને ફેરવજો અને લોકોને કહેજો કે “જે કોઈ ધર્માચાર્યની અવગણના કરે એના આવા હાલ થાય.” આમ જો કે કહ્યું તો ખરું, પરંતુ એ ન કહ્યું કે “મને મહાવીર પ્રભુ પાસે લઈ જાઓ અને હું એમની આગળ મારાં સર્વ પાપોની આલોચના કરું, પ્રાયશ્ચિત્ત લઉં અને નિર્મળ થાઉં' - આ ન સૂઝયું, ને એમ ન કર્યું, એ અધુરાશ રહી, ક્રૂર કૃત્યોના સંસ્કાર તથા ઉપાર્જેલાં પાપકર્મના અનુબંધ ઊભા રહી ગયા, એટલે જો કે અંતે પશ્ચાત્તાપના શુભ ભાવથી ઊભા થયેલ પુણ્ય બારમો દેવલોક મળ્યો ખરો, પરંતુ પછી કેમ ? તો કે એ સિલિકનો માલ આગળ આવશે, પાપકર્મો અને કુસંસ્કારો ભારે પડશે. પુણ્યોદય વખતે પાપના ઉદયને વિલંબ કેમ? પ્ર. - એ પાપકર્મો તો આત્મામાં પડેલા જ હતાં, તો કેમ તરત પછીના ભવમાં ફળ ન દેખાડ્યું? ઉ. - કેટલાં ય કર્મ અને કુસંસ્કારોને ફળ દેખાડવા માટે અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવના સંયોગ જોઈએ છે. અંતર આત્મામાં ક્રૂરતાના સંસ્કાર પડ્યા હોય, પરંતુ ભવ કબૂતર જેવો મળ્યો હોય તો એ ક્રૂરતા જાગ્રત ન દેખાય. એમ અહીં ગોશાળાને બારમા દેવલોકમાં જન્મ મળ્યો છે એટલે ત્યાં ઉગ્ર કુસંસ્કારો ઉદય ન પામે અને આયુષ્ય તો જીવનમાં એક જ વાર બંધાય, તે ય એ બંધાતી વખતે મનના પરિણામ જેવા શુભ કે અશુભ હોય, તે પ્રકારનું આયુષ્ય બંધાય. પછી તો કેમ ? તો કે જીવનમાં ગમે તેટલા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધ્યાન અને જીવન સુકૃત કર્યાં હોય પરંતુ જો આયુષ્ય તત્કાળના અશુભ ભાવને લીધે દુર્ગતિનું બંધાઈ ગયું હોય, તો મરીને એ ગતિમાં જ જવાનું થાય. એથી ઊલટું જીવનમાં દુષ્કૃત્યો બહુ કર્યા હોય પરંતુ આયુષ્ય તત્કાળના શુભ ભાવને લીધે સદ્ગતિનું બંધાયું હોય, તો મરીને તરત સદ્ગતિમાં જવાનું થાય, ને પ્રાયઃ એ ગતિના સંયોગના હિસાબના જ સંસ્કારો જાગ્રત્ થાય અને કર્મવિપાક બતાવે. ગોશાળાને આવું બન્યું. જીવનમાં દુષ્કૃત્યો બહુ આચર્યા છે, એનાથી અશાતા વેદનીય આદિ અશુભ કર્મો અને કુસંસ્કારો સારા પ્રમાણમાં ઉપાર્જ્ય છે, પરંતુ આયુષ્ય બાંધવા ટાણે ભાવ સારા હતા, તેથી દેવલોકનું આયુષ્ય અને શાતા વેદનીય આદિ સારાં કર્મ તથા પાપ પશ્ચાત્તાપના સુસંસ્કાર પણ ઊભા કર્યા છે. હવે જ્યારે મરીને બારમા સ્વર્ગનો દેવ થાય છે ત્યારે ત્યાંના સંયોગના હિસાબે શુભ કર્મ અને સુસંસ્કાર ઉદય દેખાડે છે, ને અશુભ કર્મ તથા ઉગ્ર કુસંસ્કારો ફળ દેખાડી શકતા નથી. પરંતુ એ ત્યાં જ હોં. ત્યાંથી મરીને મનુષ્ય થશે એટલે એ અશુભનું કામ શરૂ થશે. આ સૂચવે છે કે - સંયોગને આધીન શુભાશુભનો ઉદય ઃ આત્મામાં બંને જાતનાં કર્મ હોય, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવના સંયોગ-પરિસ્થિતિના હિસાબે જો પુણ્યકર્મ જોર પકડે, તો પાપકર્મ દબાઈ જાય. એટલે ? પુણ્ય એના વિપાક દેખાડે અને પાપ એના વિપાક ન દેખાડી શકે. એથી ઊલટું જો તેવા ભવ આદિના સંયોગોએ પાપકર્મ જોર પકડે તો એના વિપાક ભોગવાતા રહે અને ત્યાં પુણ્યના વિપાક બંધ પડે, ભોગવવામાં ન આવે. વાત આ હતી કે જો પૂર્વભવનાં લાવેલાં પાપકર્મ ભોગવતાં આવડે, અર્થાત્ પાપના ઉદયે આવેલાં દુ:ખની વખતે જો ભાવના સારી રખાય, તો નવાં પુણ્યની કમાઈ થાય. ગોશાળો પોતાની જ તેજોલેશ્યાના તાપથી બળતો રહેવાના દુઃખમાં મર્યો. એ પાપકર્મના ઉદયને લીધે જ, પરંતુ એ વખતે ભવિતવ્યતાવશ ભાવના સારી આવી તો મરીને એકવાર તો બારમા દેવલોકે ગયો. (૪) કર્મ ભોગવવાની આવડતમાં ચોથી સમજ આ, કે મારો આત્મા મૂળમાં શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. એને એમાં પુણ્યોદયે સ્વર્ગની સમૃદ્ધિ મળો તેથી કશો લાભ નથી. એના ગુણમાં કાંઈ વધતું નથી. તેમ પાપોદયે આપદા આવે, એથી જ્ઞાનાદિ ગુણમાં કાંઈ ઘટતું નથી. તો પછી પુણ્યના ઉદયમાં યાને સુખ-સગવડ મળી જવામાં મારે ઘેલા-મેલા થવાનું શું કામ ? અને પાપના ઉદયમાં એટલે દુઃખ-આપત્તિ-અગવડ આવે ત્યાં કરમાવાની અને ખિન્ન દીનહીન થવાની શી જરૂર ? આ બધાથી મારા અસલી શુદ્ધ સ્વચ્છ જ્ઞાનમય સ્વરૂપમાં કોઈ વિકાસ-વિકાર થતો નથી, તો પછી મારે Page #172 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૫૯ સુખ-દુઃખની મારા મન પર ખરાબ અસર લેવાનું શું કામ છે ? હું નિર્વિકાર શુદ્ધ જ્યોતિ સ્વરૂપ છું. દુનિયાના સંયોગાધીન સુખ-દુઃખ એ તો મારી ચીજ નહિ, એ તો કર્મના ખેલ છે. મારે તે તટસ્થપણે માત્ર જોવાના, સારું-નરસું કશું માનવાનું નહિ. કશું હરખાવા-રોવાનું નહિ.' એટલે આ આવ્યું કે - સુખ-દુઃખમાં અલિપ્ત રહેવાની ચાવી : ‘આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવો.' આ સમજને ચિત્તમાં મમરાવવામાં આવે, હૃદયમાં વારંવાર ચિંતવવામાં આવે, તે પણ એ રીતે કે ‘જાણે આપણે અત્યારે મોક્ષના જીવ જેવા શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર બની ગયા છીએ' એવી ભાવના કરીને, જો આ રીતે એનો ખૂબ અભ્યાસ થાય, તો એક એવો સુંદર સંસ્કાર ઊભો થાય છે કે જેથી પછી મામુલી સુખ-દુઃખ વખતે તો એ ભાવનાના પ્રતાપે સહેલાઈથી સુખ-દુઃખથી અલિપ્ત જેવા રહી શકીએ અને પછી આગળ અભ્યાસ વધતાં મોટાં સુખ-દુ:ખમાં પણ અલિપ્ત જેવા રહી શકીએ. બોલો છો ને - - ‘ભરતજી મનહી મેં વૈરાગી, ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝે, લૂણ લાખ દસ મણ લાગી, તિન ક્રોડ ગોકુળ નિત દુ ઝે, તો ભી ન હુ આ અનુરાગી... ભરતજી' કેટલી બધી સંપત્તિ ? છન્નુ કરોડ પાયદળ લશ્કર નભાવે છે ! રોજ ચાર ક્રોડ મણ અન્ન રંધાય છે ! જેમાં રોજનું દસ લાખ મણ તો મીઠું (લૂણ) વપરાય છે ! એ છન્નુ ક્રોડના લશ્કરને પગાર આપવા ધન કેટલું ? આવા સમૃદ્ધ પણ ભરત ચક્રવર્તી એ સમૃદ્ધિમાં ‘અનુરાગી' યાને પ્રેમવાળા ન બન્યા. કારણ ? એમના મનમાં વૈરાગ્ય ઉછળતો હતો, પોતાના જ શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપનો ખ્યાલ હતો, પછી બાહ્ય સંપત્તિના લેપડાની શું કામ અસર લે ? આત્મસ્વરૂપ ભાવવા પર સુદર્શન અનાસક્ત ઃ સુદર્શન શેઠને પ્રપંચથી અભયા રાણીએ મહેલમાં આણ્યા. શેઠના રૂપ પર ઓવારી જઈ ભોગની પ્રાર્થના કરે છે, હાવભાવ કરે છે. અહીં જુઓ રાત્રિનો કામોત્તેજક સમય છે, વળી ખૂબસુરત રાણી કામચષ્ટાઓ સાથે આજીજી કરે છે, પણ શેઠનું રુંવાડું ય ફરકતું નથી. ત્યાં રાણીએ હાવભાવ-ચેષ્ટાઓ કરવામાં શી કમીના રાખી હોય ? છતાં શેઠને લેશમાત્ર કામનો વિકાર નથી થતો ! શી રીતે બન્યું હશે ? કહો, શેઠ પોતાના આત્માના શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપનાં હાર્દિક ચિંતનમાં લયલીન બન્યા હોય, પછી આ કામોત્તેજક સંયોગોની મજાલ શી કે શેઠને જરા વિકાર કરી શકે ? મનથી નક્કી કરી લીધું કે મારું આત્મસ્વરૂપ બિલકુલ વિકારહિત છે, શુદ્ધ જ્ઞાનમય છે. મારે આ ચામડાના વિષયો સાથે લેવાદેવા શી ? એ તો મારા આત્માની આસપાસ મોહની સોનાનો ઘેરાવો છે, પણ એને લેશ પણ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધ્યાન અને જીવન મારા આત્માની અંદર પેસવા ન દઉં, કામરાગ-સ્નેહરાગ-વિષયરાગ રૂપી કચરાને જરીકે અંદર ઘુસવા ન દઉં.' આવી સજ્જડ માન્યતા અને સચોટ ભાવના પર સુદર્શન શેઠ એવા મહાકપરા સંયોગોમાં અલિપ્ત રહ્યા ! આવા સંયોગ આપનારા કર્મના ઉદયને પડકારતાં આવડ્યું, એ ઉદયથી પ્રાપ્ત સંયોગની જરા ય અસર ન લીધી, ખુશી ન માની કે ‘ચાલો રાણી મળી.’ આત્મસ્વરૂપ ભાવવા પર ઉપસર્ગમાં મોક્ષ : બંધક મુનિની રાજાએ મોકલેલા મારાઓ ચામડી ઉતારે છે. પાલક પાપી ખંધક સૂરિના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલે છે. એમાંના કોઈ જ સાધુ દુઃખી થયા ? ના, કપરા કર્મના ઉદયને ભોગવતાં એમને આવડ્યું, ને એમાં જરા ય દુઃખ ન માન્યું, કેમકે એ પોતાના આત્માના શુદ્ધ નિર્વિકાર જ્ઞાનમય સ્વરૂપના ચિંતનમાં લયલીન બની ગયેલા ! પરિણામ ? સર્વ કર્મનો અંત કરી મોક્ષ પામી ગયા ! શાસ્ત્ર કહે છે, (૧) કર્મનો નાશ પ્રતિક્રમણથી થાય, એમ (૨) કર્મને ભોગવી લેવાથી થાય. પણ જો ભોગવતાં આવડે તો આ ઉદય પામેલ કર્મનો નાશ કરવા સાથે બીજાં કેઈ કર્મનો ચૂરો કરે અને ભોગવતાં જો ન આવડ્યું તો આ ઉદિત કર્મ તો ભલે જાય, પરંતુ બીજાં કેઈ કર્મ નવાં ઊભાં કરે ! બેને કાઢી બારને ઘાલવાનું થાય. આ કર્મનાશની બીજી રીતની વાત થઈ. ૨૪. તપથી કર્મનાશ : છ બાહ્ય તપ (૩) કર્મનો નાશ કરવાની ત્રીજી રીત તપ છે. પૂર્વ જન્મનાં કર્મ ભોગવાઈને જ નાશ પામે એવો નિયમ નથી. તપ આચરો તો પણ કર્મક્ષય થાય છે. તપ બે પ્રકારે - ૧, બાહ્ય અને ૨, આભ્યન્તર. બાહ્ય તપમાં શું શું આવે ? અનશન, ઊનોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકષ્ટ અને સંલીનતા, આ બાહ્ય તપ છે. આ તપ સ્વેચ્છાએ કરવાનો છે. બાંધ્યો ભૂખે મરે એ અનશન તપ નહિ. ‘તપ વિના સિદ્ધિ નથી.’ ‘તપ વિના લોટબંધ કર્મનો ક્ષય નહિ.’ Page #174 -------------------------------------------------------------------------- ________________ 2 અશન માટે આહારમાં ભારે હિ ન ધ્યાન અને જીવન ૧૬ આ સચોટ સમજ સાથે, “મારે સિદ્ધિ જોઈએ, મારે મોક્ષ મેળવવો છે, કર્મક્ષય કરવો છે, મારે આહારસંશા કચરવી છે, લાવ અશનનો ત્યાગ કરું' - એ ઈચ્છાથી અશન છોડે એ અનશન તપ ગણાય, પછી ભલે ને ઉપવાસ ન કર્યો, એકાસણું બેસણું કર્યું, અરે ! પોરિસી કે નવકારશી જ કરી, પણ આ ઈચ્છાએ, તો એ અનશન તપ થયો. એથી કર્મક્ષય થાય. નવકારશી-પોરિસી તપ વગેરેથી કેટલાં પાપ તુટે? : શાસ્ત્ર કહે છે – સો વરસ સુધી એક નરકનો જીવ નરકની પરમાધામીની ઘોર પીડા ભોગવે, કપાય, છૂંદાય, છોલાય, બળાય, લોખંડી મોઘરથી કૂટાય... વગેરે કારમી પીડાઓ લગાતાર સો વરસ ભોગવે અને એ ભોગવવામાં જે રકમબંધ ઘોર અશાતાવેદનીય કર્મો ભોગવાઈને નાશ પામે, એટલાં કર્મ એક શ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિ જીવ નવકારશી તપથી ખપાવે ! ક્ષીણ કરે ! પછી પોરિસી કરે તો એક હજાર વર્ષનાં કર્મનો ક્ષય કરે. સાઢ પોરિસી કરે તો દસ હજાર વર્ષનાં કર્મનો ક્ષય કરે... ચાલ્યું, આગળ આગળના તપમાં દસ-દસગુણો લાભ થાય. બોલો, જેને સવાર પડી ત્યાં દાતણનો ડોયો ને ચાહનો કટોરો મોંમાં ઘાલવાનું કરવું છે, એને ભાન છે ખરું કે જીવડા ! જરાક ખમ, માત્ર સૂર્યોદય પર બે ઘડી છોડ, પછી દાતણ કરજે, તો નવકારશી તપ થશે અને એમાં પેલા સો વરસની નરકની કારમી વેદનાનાં પાપ નાશ પામશે !” ત્યારે નિત્ય નવકારશીવાળાને ભાન ખરું કે “રોજ નહિ, તો પર્વ દિવસે જરા પોરિસી કરું, ને દસ ગુણો લાભ યાને એક હજાર વરસની વેદનાનાં કર્મનો ભુક્કો થશે.” પોરિસી કરવામાં સહવાનું કેટલું મામુલી ! અને લાભ કેવો જંગી કર્મક્ષયનો ! પણ અનાદિની ખાઉં-ખાઉંની રાક્ષસી આહારસંજ્ઞામાં બિચારાને આ સૂઝે. જ શાનું? ખબર નથી કે ભેંસ થઈને આ તપ નહિ કરી શકાય. માલિક ગુસ્સે થઈને ચારો મોડો નાખશે તો ભૂખ્યા રહેવું પડે છતાં તપ નહિ. એ તો આ માનવજીવનની લ્હાણ છે કે કર્મક્ષયની ઈચ્છાથી નવકારશી પોરિસી વગેરે અનશન તપ થઈ શકે. અરે ! કશું ય પચ્ચખ્ખાણ નહોતું, ઊઠ્યા ત્યારથી બપોર સુધી ખાધું, પણ પછી કર્મક્ષયાર્થે “ચાલ હવે, આજે કશું ખાવું નથી”, એમ નિયમ કરે, “આજથી મારે રોજ ચાર ટંકથી વધુ ખાવું ન ખપે', એમ અભિગ્રહ કરે, તો ય તે અનશન તપ છે. (૨) એમ, ઊનોદરિકા તપ, જમતાં બે-ચા કોળિયા ઓછું ખાય. શા માટે? ભગવાને એને પણ તપ કહ્યો છે, એથી ય કક્ષય થાય એ માટે, તો એ ઊનોદરી તપ થયો. શરીર સારું રહે એવો ઉદ્દેશ નહિ, ઓછું ખાતાં બીજાને સારા લાગીએ માટે ઊનોદરી નહિ, કિન્તુ જિનની આજ્ઞા છે, કર્મક્ષય થાય છે, માટે ઊનોદરી, એ તપ છે. કેવી મઝા ? ખાવા છતાં તપ ! કેમ ? બે-ચાર કોળિયા પણ ઓછું ખાતાં એટલી ખાવાની લાલચ દાબી માટે. ઉદેશ શુદ્ધિ સાચવવાની છે. ઉદેશ આ, કર્મક્ષયનો, જિનાજ્ઞા પાલનનો, આહારસંજ્ઞાને દબાવવાનો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નું ધ્યાન અને જીવન આ સૂચવે છે – કર્મક્ષયાર્થે ઈન્દ્રિયો અને મનના વિષયોની જેટલી લાલચ દબાવો એટલો તપ થાય. જીવન જીવતાં ઘણા ય વિષયો સામે આવવાના કે સ્મરણમાં આવવાના. સામે ઈન્દ્રિયોના વિષય તરીકે શબ્દ-રૂપ વગેરે વિષયો, ને મનના વિષય તરીકે ક્રોધ, માન વગેરે કષાયો આવવાના. જેટલા જેટલા એને રોક્તા જાઓ, ઈન્દ્રિયો અને મનને એ પકડતાં અટકાવો, એટલો તપ થાય, મહાન કર્મક્ષયનો લાભ આપે. જુઓ - (૩) વૃત્તિ સંક્ષેપ તપ. ભાણા પર જમવા બેઠા, આઠ ચીજ પીરસાઈ, એમાંથી કર્મક્ષયના લાભાર્થે એક-બે ચીજ કાઢી નાખી, તો આ વૃત્તિ સંક્ષેપ તપ થયો. મનની લાલચ વૃત્તિનો સંક્ષેપ કર્યો, મનની વૃત્તિને આઠમાંથી છ ખાવા પર સંકોચી. હંમેશ માટે દા.ત. પ્રતિજ્ઞા કરી કે “એક ભાણે સાતથી વધુ ચીજ ન ખાવી', અથવા “રોજના માટે વીસથી વધુ ચીજ ન ખાવી', યા “રોજના ત્રણ ધાન્ય, બે શાક, ચાર વિગઈથી વધુ ન ખપે. તો એ વૃત્તિ સંક્ષેપ તપ થયો. એથી પેટ ભરાય કે નહિ ? ભરાય. એમાં જરૂર લાગ્યે દહાડામાં ચાર વાર પણ ખાવા મળે કે નહિ ? મળે. છતાં તપનો લાભ થાય, મહાન કર્મક્ષયનો લાભ થાય, ભરપૂર પુણ્ય-ઉપાર્જન થાય. એક ભિખારીના તપનું દષ્ટાંત - એક ભિખારી હતો. જેવું તેવું એઠું જુઠું મળતું તે ખૂબ ખાતો. શરીરે ફોલ્લા ઉઠ્યા છે, રસી ઝરે છે, બળે છે, ત્રાહિ ત્રાહિ પોકારે છે. છતાં ખા-ખા ચાલુ ! એને એકવાર સાધુ મળ્યા. હાથ જોડીને કહે છે – “બાપજી ! જુઓને આ કેવો રોગ થયો છે? કાંઈ જડીબુટ્ટી હોય તો બતાવો ને, જેથી સાજો થાઉં.' મુનિ કહે, “ભલા માણસ ! જડીબુટ્ટી તો તારી પાસેજ છે, અમારી પાસે શું માગે ?' પેલો કહે, “મારી પાસે ? ના રે ના, બાપજી ! હું તો ભિખારી છું. ભીખ માગીને જીવું છું. મારી પાસે એક રાતી પાઈ નહિ, તો વળી જડીબુટ્ટીની વાત શી?” મહારાજ કહે છે, “મહાનુભાવ ! તો આ જે ખાઈ ખાઈને તો રોગ ઊભો થયો છે. હવે જે એના પર કાપ મૂકી દે, તો એ જડીબુટ્ટીનું જ કામ કરે, રોગ મટી જાય, માત્ર શરીરનો જ નહિ, આત્માનો કર્મરોગ પણ કેટલો ય નાશ પામી જાય. શાસ્ત્ર કહે છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૧ - ઈન્દ્રિયો અને મનની વૃત્તિ પર કાપ મૂકે એથી તપ થાય, તપથી કાયા અને આત્મા નીરોગી થાય.” ભિખારી કહે, “મને મળે છે જ કેટલું? એમાં શો કાપ મૂકું ?” મુનિ કહે, “અરે નાદાન ! તને ભીખમાં ધાન્ય કેટલા મળે ? શાક કેટલા મળે ? દૂધ, દહીં વગેરે વિગઈઓ કેટલી મળે ? ન મળે તો ન ય મળે, પણ મળે તો કેટલી લઈ લે ? આટલું જ લેવું એવો કોઈ નિયમ ખરો ? ના, પછી એ લેવામાં ખાવામાં નિયમ ખરો કે “ગમે તેટલું મળે, પણ આટલું જ લેવું, આટલું જ ખાવું? ના, તો જે આ... આ... વિગઈઓ છે. એના પર કાપ મૂકી શકાય.” ભિખારીને એ ગળે ઊતરી ગયું. એ કહે, “ભલે મહારાજ ! મને રોજ એક જ ધાન્ય, એક જ શાક અને એક જ વિગઈનો નિયમ કરાવો. એથી વધુ મારે ના લેવું.” લીધી પ્રતિજ્ઞા. ત્યાગનો લાભ : શું કર્યું આ? વૃત્તિ સંક્ષેપ તપ અને રસત્યાગ તપ, એ તપ કોઈ લાલસાથી નહિ, કોઈ ધન-માલ મળવાની આકાંક્ષાથી નહિ, એટલે જ એમાં એનાં કર્મ એવા ખપી ગયા કે એ પછીથી સાજે ય થયો, નોકરી ય મળી, એમાંથી આગળ વધતાં વેપારી ય થયો અને શ્રીમંત પણ બન્યો ! હવે તો મનમાન્યાં ધાન્ય-શાક-વિગઈઓ મળી શકે છે. પરંતુ એને તો રોજ એક જ અનાજ, એક જ શાક અને એક જ વિગઈ ખપે છે ! ઉપકાર માને છે મુનિનો કે “ભલું થજો એ મહાત્માનું કે મને આ સ્થિતિમાં ચડાવ્યો અને સાથે બહુ ધાન્ય, બહુ શાક, બહુ રસના પાપમાંથી બચાવી લીધો ! લાવ ત્યારે, નિયમ ન હોત તો જે ખાઈને આત્માનું બગાડત, એ દૂધ ઘી વગેરેનાં ભરપૂર સાધનોનો સુપાત્રદાનમાં લાભ લેવા દે !' મંડ્યો દાન દેવા. જુઓ, એક વખતનો મૂઢ ભિખારી ગુરુ-ઉપદેશથી કડક વૃત્તિ સંક્ષેપ ને રસત્યાગના તપમાં ચડી દાનવીર બન્યો ! અને એણે એટલાં બધાં અંતરાય કર્મનો ક્ષય કર્યો ! તેમજ એટલું બધું પુણ્ય ઉપામ્યું ! કે ત્યાંથી મરીને જે દેશમાં મનુષ્ય તરીકે જન્મ પામ્યો, ત્યાં એના જનમવા પહેલા રાજાને નિમિત્તિયાએ દુકાળ પડવાની સાચી આગાહી કરેલી, તે આગાહી આ પુણ્યશાળીના જનમવાથી ફોક ગઈ ! જાય ? પણ ત્યાં આના પ્રબળ પુયે ભારે વરસાદ પડ્યો ! સુકાળ થયો ! કેવળજ્ઞાની ભગવંત પાસેથી રાજએ આ જાણીને આ બાળને માથે છત્ર ધરી એને રાજા તરીકે જાહેર કર્યો ! જોયું કે “જેનું આટલું બધું પુણ્ય તપે છે કે દુકાળને ફેડી નાખે, તો એ જ પ્રજાનો પાલક ખરો રાજા હોઈ શકે.” એક અબૂઝ અને જૈનેતર ભિખારીનું આ પરાક્રમ જાણ્યા પછી તમને વૃત્તિ સંક્ષેપ કરવાનું કાંઈ પૌરષ ચડે ખરું ? જેજે હોં, ‘પણ અહીં ખાસુ મળે તે ખાવાનું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધ્યાન અને જીવન રહી જાય ને ?' કેમ ? આ જ ગણતરીમાં ચાલો છો ને ? યા ‘ખાધું એટલું આપણું', એ ગણતરીમાં ? ખાધેલું રહે છે ? ભૂલશો નહિ, પેટ તો એક કાણી કોઠી છે. એમાં લાખો મણ નાખો છતાં ખાલી ને ખાલી ! બોલો આ જિંદગીમાં જ આજ સુધી આ કાણી કોઠીમાં કેટલું નાખ્યું ? રોટલી કેટલા હજાર ? એ બધું છે અત્યારે સલામત ? શા સારુ મળે એટલું ને મળે એટલી વાર ખાવાની પૂંઠે પડ્યા છો ? એ તો મોહરાજાની લાલચો છે. એને સર્વેસર્વા પરવશ પડવામાં તમારા પોતાના આત્માનું સત્ત્વ હણાતું જાય છે. આત્માનું સત્ત્વ આ, કે મળતી લાલચો પર કાપ મૂકે કે મારે આટલી જ ચીજ ખપે, આટલા જ ટંક ખપે, નક્કી કરેલ ટંકથી વધુ ખાવાનું નહિ, સોપારીની કટકી ય નહિ, ને ચાહની અડધી રકાબી ય નહિ પીવાની, માત્ર પાણી સિવાય કશું નહિ', એ પણ અનશન તપ થયો. એમ ચીજની સંખ્યાનું નિયમન એ દ્રવ્યસંક્ષેપ તપ થયો. આમાં તો કેટલી ય લાલચ રોકી, એથી આત્માનાં સત્ત્વનો વિકાસ થયો. ત્યારે માનવ જીવનની સફળતા સત્ત્વ-વિકાસમાં છે, પણ પશુની જેમ લાલચવશ અને વિષયમગ્ન થઈને સત્ત્વને હણવામાં નહિ. લાલચના માર્યા નિયમ વિનાનું જીવન જીવવામાં તો માણસના ખોળિયે પશુ હૃદયની જ રમત રમાય. (૪) રસત્યાગ તપ, એ દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-સાકર-તળેલું, એ છ વિગઈઓમાંથી અમુક વિગઈનો ત્યાગ રાખવાથી થાય. સવારથી નક્કી કરાય કે આજે દૂધત્યાગ, યા દહીંત્યાગ... વગેરે. અથવા બાંધેભારે નક્કી થાય કે ‘આજે ત્રણથી કે ચારથી યા પાંચથી વધુ વિગઈ ન વાપરવી', વર્ષ માટે કે જીવનભર ‘અમુક વિગઈનો સર્વથા ત્યાગ', યા ‘રોજ અમુક ત્યાગ' એમ પણ નિયમ થાય. કુમારપાળ મહારાજા અઢાર દેશના ધણી સમ્રાટ રાજા, છતાં પ્રતિજ્ઞા કરતા કે ચોમાસામાં ઘી સિવાય પાંચ વિગઈઓ બંધ' કેવો રસત્યાગ ! કેટલો બધો લાલચ ને સુખશીલતા પર કાપ ! ત્યારે ગણધર થવાનું મહાપુણ્ય શી રીતે ઊભું કરી ગયા હશે ? આમ જ, પણ લાલચોને પરવશ બન્યા રહીને નહિ. ભરચક આર્તધ્યાનથી બચવું છે ? તો મનની લાલચો પર આવા ટંક નિયમ, વૃત્તિ સંક્ષેપ-રસત્યાગનો નિયમ વગેરેથી કાપ મૂકો. નહિતર જો કોઈ નિયમ જ નહિ, લાલચોના ચારે દરવાજા ને બારે ભાગોળ ખુલ્લી, તો ભરચક ઈષ્ટ વિષયોની છૂટને લીધે તો ભરચક આર્તધ્યાન ચાલ્યા કરવાની અનુકૂળતા રહેવાની. આર્તધ્યાન શાનું હોય છે ? ઈષ્ટના સંયોગનું, ને અનિષ્ટના વિયોગનું ને ? Page #178 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૬૫ ઈષ્ટ-સંયોગ એટલે ‘ગમતું બન્યું રહે, ગમતું મળે', આ લાલચ. એમ અનિષ્ટ-વિયોગ એટલે અણગમતું ટળે, અણગમતું ન આવે' આ લાલચ. હવે જો કોઈ ત્યાગનો નિયમ જ નથી, પ્રતિજ્ઞા જ નથી, તો તો બધાયની લાલચ ઊભી છે. આ લાલચના લીધે આર્તધ્યાન શું કામ નહિ ચાલે ? જો અમુક અમુક પણ ત્યાગની પ્રતિજ્ઞા છે. દા.ત. મહિનામાં દસ-પંદર કે, વીસ દિવસ મિઠાઈ ત્યાગ', તો એટલો વખત એ ચીજની અપેક્ષા જ નથી તેથી એ મળે તે ઠીક', અગર ‘મળે તો સારું', એવું આર્તધ્યાન નહિ થાય. થોડા પણ ત્યાગમાં ખૂબી : ખૂબી તો પાછી એ છે કે થોડી પણ લાલચ રોકીને ભલે અમુક થોડા પણ ત્યાગની પ્રતિજ્ઞા કરી, તો તે સમજીને જ કરી છે કે ‘આ ત્યાગ કરેલી ચીજ મિઠાઈ વગેરે સારી તો નથી જ. એટલું જોમ નથી તેથી અમુક પ્રમાણમાં ત્યાગ કરું છું. પરંતુ ખરેખર તો તે જીવનભર માટે છોડવા જેવી છે.' આમ મનમાં એ ચીજ પ્રત્યે નફરત ઊભી થઈ. એનો લાભ એ કે એના ત્યાગ વિનાના ખુલ્લા દિવસમાં પણ એને ખરાબ માન્યાથી એની એવી જોરદાર લાલચ નહિ રહે, એટલે એનું તેવું પ્રબળ આર્તધ્યાન નહિ ચાલે. થોડા પણ ત્યાગથી પાપ પ્રત્યે નફરત ઃ મહિનામાં બે આઠમ, બે ચૌદશ એમ ચાર દિવસ પણ ઘી-દૂધ-દહીં-સાકર બંધ કરો ને, તો ય એની અસર આખા મહિના પર પડશે. કેમકે આ થોડું પણ બંધ રાખ્યું એ સમજીને જ બંધ રાખ્યું છે કે આ ચીજ ખોટી છે, માટે જેટલો એનો ત્યાગ થયો એટલો હું ભાગ્યશાળી !' પછી બાકીના દિવસોમાં એ ખાતાં ખાતાં ય મનમાં આ ભાવ રહેશે કે ‘આ ચીજ ખોટી છે, ક્યારે સર્વથા ત્યાગ કરવાનું જોમ આવે ?’ આમ ઈષ્ટ વિષયો પ્રત્યે નફરત ઊભી થાય એ મોટી વસ્તુ છે, વીતરાગતાનો પાયો છે. આગળ નફરત વધતાં વધતાં કાયા સુદ્ધાં પ્રત્યે અનાસક્તભાવ જાગતાં વીતરાગ બનાય છે. મૂળમાં પાપવસ્તુઓ પ્રત્યે નફરતની જરૂર છે. એ આવ્યા પછી તો જ્યારે ક્યારે ય ત્યાગ સહેલો છે. આ નફરત થોડી પણ લાલચ દબાવીને થોડા પણ પ્રમાણમાં ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી આવે. જેને આ કાંઈ કરવાની ઈચ્છા જ નથી એ તો ઊલટું મનમાં માનશે કે ‘ચાલો, ચીજ સારી મળી ! આ જેટલી વધુ ને વધુ મળે એટલા આપણે વધુ ભાગ્યશાળી.' જોયું ? પેલો એના ત્યાગમાં ભાગ્યશાળીપણું માને છે, ત્યારે આ એના ભોગમાં જાતનું ભાગ્યશાળીપણું માને છે ! કેટલો બધો ફરક ? બોલો, ભોગમાં ભાગ્યશાળીપણું કે ત્યાગમાં ? ભોગમાં તો પુણ્યની ચટણી થઈ જાય Page #179 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન છે. ત્યારે ત્યાગમાં પુણ્યની ભરતી થાય છે. બોલો ભાગ્યશાળી કોણ ? પુણ્ય સફાચટ કરનારો ? કે પુણ્યની કોઠી ભરનારો ? ૧૬૬ સુરસુંદરીના ગણિતવાળા ન થો, મયણાસુંદરીના ગણિતવાળા બનજો. સુરસુંદરીને બાપે પૂછતાં એણે એ કહ્યું કે ‘પુણ્યથી ધન-યૌવન-ચતુરાઈ-તગડી કાયા અને મનગમતા સ્નેહી મળે.' અર્થાત્ ધન-યૌવનાદિ મળે-ભોગવે એ પુણ્યશાળી. એટલે કે ‘પુણ્ય સફાચટ કરે એ પુણ્યશાળી.' ત્યારે મયણાસુંદરીએ કહ્યું, ‘વિનય-વિવેક-સુપ્રસન્ન-પ્રશાંત મન, શીલ-સુશોભિત દેહ અને મોક્ષમાર્ગનો યોગ મળે, એ પાળે એ પુણ્યશાળી.' કેમ એમ ? એટલા જ માટે કે આ બધાથી પુણ્યની કોઠી ભરાય. ‘પુણ્યની કોઠી ભરે એ પુણ્યશાળી' આ મયણાસુંદરીનું ગણિત. એથી જ ભવાંતરે સલામતી, ને મોક્ષની નિકટતા. નિયમ-પ્રતિજ્ઞા કરીને એ દ્વારા જેટલી પરની લાલચને દાબો એટલું પુણ્ય વધે અને આત્માનું સત્ત્વ ખીલે, રસત્યાગમાં આ લાભ મળે છે. આ ચોથા બાહ્ય તપની વાત થઈ. (૫) કાયકષ્ટ તપમાં કાયાને ધર્મના અર્થે અને કર્મક્ષયના અર્થે જેટલી કષ્ટિ આપો, એટલાં કર્મ ખપે. મંદિરે ગયા, સીધા જ પ્રભુની આગળ જઈ દર્શન કરવા ઊભા રહેવાને બદલે પહેલાં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપો એટલું આ કાયકષ્ટ થયું. પણ ત્યાં જો માંડવાળ કરી કે ‘કોણ આ લાંબી લાંબી પ્રતક્ષિણા ફરવા જાય ? ચાલો સીધા દર્શન, સ્તુતિ, નમસ્કાર કરી લઈએ.' એમ કરી જો પ્રદક્ષિણા ટાળી તો એટલો કાયકષ્ટ-તપ હાથવેંતમાં છતાં ગુમાવ્યો ! એટલી પ્રદક્ષિણા ફરવામાં શો બહુ સમય લાગે છે ? કે ક્યાં બહુ ટાંટિયા દુઃખી જાય છે ? આમ તો કોઈની સાથે વાતે લાગ્યા કેટલો ય સમય ક્યાં ફોગટ નથી ગુમાવતાં ? શરમના માર્યા ય ઈચ્છા નહિ છતાં વાતમાં ઊભા રહેવું પડે છે ને ? ત્યાં ક્યાં સુકોમળ પગ દુઃખવા લાગી ગયા ? અહીં એક ત્રણ પ્રદક્ષિણા માત્રના કષ્ટથી, પરમાત્માની પ્રત્યે મહાન વિનય બતાવવાનો અવસર આવ્યો, ત્યાં કાયકષ્ટથી ગભરાવાનું ? સમયનો હિસાબ ગણવાનો ? માનવકાયાનો શો ઉપયોગ ? : દેવભક્તિ, સાધુ-સેવા, સંઘ-સાધર્મિક વૈયાવચ્ચ અને ધર્મનાં અનુષ્ઠાન તથા જીવજયણા વગેરેમાં કાયાને જેટલું કષ્ટ આપો એટલો એ તપ થાય અને તે વિપુલ કર્મક્ષય કરી આપે ! માનવકાયાનો બીજો શો સદુપયોગ છે ? એક દિ' એ લાકડામાં જવાની છે. એમાંથી કસ કાઢી લો, સત્ત્વ ખેંચી લો, એટલું કમાવાનું થશે. ભૂલતા નહિ - માનવકાયાથી જ આ કર્મક્ષયાર્થે કષ્ટ સહી સહીને સર્વવિરતિ ચારિત્ર સુધી પહોંચવાનું અને એ આદરવા-પાળવાનું શક્ય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન બીજી ગતિમાં કેમ શક્ય નહિ ? : દેવગતિમાં તો ભોગની લીલા છે. પશુ-પંખીપણામાં વિવેક જ નથી. નરકમાં પરાધીનપણે ઘોર દુઃખ સહવાનાં છે. સ્વાધીનપણે સ્વેચ્છાએ વિવેકપૂર્વક આત્મહિતાર્થે ઉગ્ર ચારિત્ર સુધીનાં કષ્ટ સહવાનું માનવકાયાએ બની શકે છે. આવી મહા મોંધેરી કાયાને સંસારની લાલચો માટે તો, જોઈએ તેટલાં કષ્ટમાં ગદરાય અને ધર્મ માટે આત્મહિતની વાત આવે ત્યાં સુંવાળી રખાય ! કષ્ટથી ભાગેડુ બનાવાય !' એ ભાગ્ય ફોડી નાખવાનો ધંધો છે, સરાસર મૂર્ખાઈ જ શું, આડાઈ છે, દીર્ઘતિદીર્ઘકાળના આત્મવિનાશ સર્જવાનો ધંધો છે ! માટે કાયકષ્ટ-તપ અહીં ખાસ આદરવા જેવો. ૧૭ (૬) સંલીનતા-તપ એ છેલ્લો છઠ્ઠો બાહ્ય તપ છે. એમાં મન-વચન-કાયાને પાપથી બને તેટલાં ગોપવી રાખવાનું આવે, હલનચલન બંધ રાખવામાં આવે. દા.ત. બોલવાનું આવ્યું ત્યાં મનને એમ થાય કે ‘બોલીશ તો કદાચ જુઠું બોલવાનો, કોઈની નિંદા કરવાનો, કે પાપવચન બોલવાનો અવસર આવશે, માટે મૌન રાખવા દે, યા ઓછું બોલવા દે', એમ વિચારી મૌન રાખે, તો એ વાણીનો સંલીનતા-તપ થયો. અથવા જેટલું ઓછું બોલાયું એટલો સંલીનતા-તપ થયો. એવું કોઈ વસ્તુ કે બનાવ પર ક્રોધ-લોભાદિ ભર્યો વિચાર કરવા જતાં પાપના ડરથી એ વિચાર જ માંડી વાળે, યા એના પર અમુક પ્રમાણમાં અંકુશ મૂકે, તો એ મનનો સંલીનતા તપ થયો. એમ માળા ગણવા બેઠા, કે વ્યાખ્યાન સાંભળવા બેઠા, ત્યાં કાયાને બરાબર સ્થિર એક જ આસને રાખી, યા ઓછામાં ઓછી હલાવી, પગ કેડ હાથ બહુ ઊંચા-નીચા ન કર્યા, તો એ કાયાનો સંલીનતા તપ થયો. એમ આંખથી ડાફોળિયાં મારવાનું બંધ કર્યું, તો એ પણ કાયર્સલીનતા ઈન્દ્રિય સંલીનતા તપ થયો. એમ રાતના જાગી પડ્યા અને -વા કલાક કાયોત્સર્ગમાં બેઠા, તો એ પણ મન-વચન-કાયાનો સંલીનતા તપ છે. આવા બાહ્ય તપથી પણ કર્મનો સારો ક્ષય થાય છે. કર્મ પ્રતિક્રમણથી ક્ષય પામે, તેમ ભોગવાઈને પણ ક્ષય પામે. કિન્તુ આત્મા પર અસંખ્ય જનમનાં થોકબંધ કર્મ લદાયેલાં પડ્યાં છે, એનો ભોગવીને શે છુટકારો થાય ? એ કર્મ તો આવા તપની સાધનાથી જ થોકબંધ ક્ષય પામવા માંડે, આ કર્મનાશની ત્રીજી રીત થઈ. Page #181 -------------------------------------------------------------------------- ________________ * ૨૫. મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્ત્વ WHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIll ખાઉકલા રોગી જેવી જીવનદશા !: અજ્ઞાન મૂઢ જીવ પૂર્વ ભવોનાં કઈ પાપકર્મોને લીધે કેટલી ય પ્રતિકુળતા ભોગવતો હોય છે. મનનું ધાર્યું કેટલું ય નથી નીપજતું. કેટલીય અણગમતી આપત્તિઓ આવી પડી ભોગવવી પડે છે. છતાં એ પામરને એ કર્મો તરફ દષ્ટિ જ નથી જતી! કર્મોનો કોઈ વિચાર જ એને નહિ ! ખાઉકલા માણસને રોગો ચાલ્યા કરે છતાં એને એ ખાઉકલાપણા પર દૃષ્ટિ જ નહિ કે “આના લીધે હું રોગી બન્યો રહું છું.” એ તો કહેશે – “આપણું પુણ્ય ઓછું એટલે શરીર સારું ન રહે.” અથવા કહેશે - “આજના ઘી-દૂધ-અનાજ વગેરેમાંથી કસ ગયા, તકલાદી માલ બની ગયા, એટલે પછી એના પર શરીર શી રીતે સારું રહે ? કેવી અજ્ઞાન દશા છે ? “અલ્યા ખાવાનું ઓછું કર, ભારે ચીજ ખાવાની બંધ કર, પછી જો શરીર સારું ચાલે છે કે નહિ ?' આ એને કોણ કહે ? અને કોઈ કહે તો ય એ માને શાનો ? બસ મૂઢ જીવની પણ આવી જ દશા છે. એ કર્મથી દુઃખી છતાં કર્મ સામે જોવા તૈયાર નથી ! ગુરુઓ સમજાવે તો ય તે માનવા તૈયાર નથી ! પરંતુ ભૂલશો નહિ – કર્મના થોક સામે આંખમિંચામણા કરવા માત્રથી કર્મ એનું કામ છોડી નહિ દે. કર્મ તો જીવને ચારે બાજુથી ઘેરી લે છે. એક વાતની નહિ, અનેક વાતની અગવડ તકલીફ કષ્ટ ઊભા કરે છે. માટે કર્મ સામે જોવાની જરૂર છે ને અસંખ્ય જનમના આત્મા પર લદાયેલ કર્મ તપથી હેઠા ઉતારવા જેવાં છે. એ તપ અહીં થઈ શકે. પ્ર. - તપથી કર્મ નાશ પામે એમાં પ્રમાણ શું? ઉ. - તપની વિરુદ્ધ દશામાં ચાલવાથી કર્મ ઊભાં થયાં છે, તો સહજ છે કે તપથી એનો નાશ થાય. દા.ત. ખાવાની ભૂલથી તાવ આવ્યો તો એ ખાવાનું બંધ કરવાથી ચાલ્યો જાય છે ને ? એમ ખાઉં ખાઉંની સંજ્ઞાથી કર્મ ઊભાં થયાં તો હવે અનશન-વૃત્તિ સંક્ષેપ વગેરે તપથી નાશ પામે એ સ્વાભાવિક છે. બાકી તો જુઓને કે જીવો આ સંસારથી છૂટીને મોક્ષ શી રીતે પામ્યા છે? મહાવીર પ્રભુનો તપ. ભગવાન મહાવીર સ્વામી જેવાએ પણ ઘોર તપ કેટલો કર્યો? પ્રભુનો સાડા બાર વરસનો સાધનાકાળ એમાં ઉપવાસ કેટલા ? અને ખાવાના દિવસ કેટલા ? Page #182 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન - પારણાના યાને ખાવાના દિવસ માત્ર ત્રણસો ઓગણ પચાસ ! એટલે એક વરસ જેટલા પણ દિવસ નહિ. તો ઉપવાસ સાડા અગિયાર વરસથી ય વધુ થયા ને ? છ-છ મહિના સુધીના પણ સતત ઉપવાસ પ્રભુએ કર્યા ! સાડા બારમાંથી સાડા અગિયાર વર્ષ અનશન એટલે કેટલો તપ? એટલા ઉપવાસ જ, એટલે એમાં સંપૂર્ણ ઊનોદરી, સંપૂર્ણ વૃત્તિ સંક્ષેપ અને સંપૂર્ણ રસત્યાગ તો થઈ જ ગયો ને ? ત્યારે મહાવીર પ્રભુએ કાયકષ્ટ કાયકલેશ કેટલો કર્યો ? છ-છ મહિનાના સતત ઉપવાસ છતાં નિયતક્રમ મુજબનો વિહાર ચાલુ ! એમાં વળી સુધાપરિસહ, તૃષાપરિસહ, શીતપરિસહ, ઉષ્ણપરિસહ વગેરે પરિસપોના કષ્ટ સાડા બાર વરસ સુધી ચાલુ ! એમાં ય દુષ્ટ દેવતાઓ, અનાડી માણસો અને અજ્ઞાન કૂતરા વગેરે તામસી પશુઓના ભયંકર ઉપસર્ગ-ઉપદ્રવનાં ઘોર કષ્ટ પણ પ્રભુએ આવકાર્યા ! ત્યારે પ્રભુએ સંલીનતા-તપ કેવો કર્યો? સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન છાયા હો.” સાડા બાર વર્ષ સુધી શું દિવસ કે શું રાત, વીર ભગવાન જમીન પર પલાંઠી માંડીને બેઠા ય નહિ, પછી સુવાની તો વાત જ ક્યાં ? માત્ર દિવસના ત્રીજા પ્રહરમાં આહાર-વિહાર-નિહાર સિવાય દિવસ-રાત કાઉસ્સગ્ન-મુદ્રાએ રહ્યા ! ખડા ખડા જ ધ્યાનમાં ! શરીર બહુ થાકે તો થોડીવાર ગોદોહિકા-આસને, તે પણ સ્થિર ધ્યાનમાં જ રહ્યા. વિચારો સંલીનતા કેવી ! મન-વચન-કાયાને સંગોપી રાખવાનું કેવું અદ્ભુત ! બાહ્ય તપ જો નિરર્થક હોત તો પ્રભુ એ શું કામ કરત? યા તપથી જે માત્ર પુણ્ય અને સ્વર્ગીય સુખ-સમૃદ્ધિ જ મળતી હોત, તો પ્રભુને તો એ જોઈતી નહોતી, પછી શું કામ તપ કરત ? માટે કહો, પ્રભુને તો સર્વકર્મ-ક્ષય કરી સ્વાત્માને તદ્દન નિર્મળ અને મુક્ત કરવો હતો, એ કામ તપથી સિદ્ધ થાય, માટે એમણે જંગી તપ કર્યો. તેમાં ય ધ્યાનાદિ આભ્યન્તર તપની સાથે ઉપવાસાદિ બાહ્ય તપ એટલા માટે કર્યા કે બાહ્ય તપથી આભ્યન્તર તપને પુષ્ટિ મળે છે. પ્ર. - સંયમ-સામાયિક-ચારિત્રથી કર્મ નાશ ન પામે? ઉ. - કર્મ નાશ પામે, પરંતુ તે તો તેમાં રહેલા નિર્જરાતત્ત્વ યાને બાહ્યાભ્યન્તર તપના અંશના લીધે. બાકી ચારિત્ર મુખ્યત્વે તો સંવરતત્વ છે. એમાં કર્મ આવવાના દરવાજા બંધ થાય. “સંવર' એટલે આશ્રવ-નિરોધ, અર્થાત કર્મબંધના હેતુઓની અટકાયત, એથી નવાં કર્મ બંધાતાં અટકે. પણ આત્મા પર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધ્યાન અને જીવન ચોંટીને રહેલાં જુનાં કર્મોનું શું ? એ કાંઈ ભોગવી ભોગવીને કાઢ્યું પાર ન આવે. અસંખ્ય કાળનાં કર્મો આ ટુંકાશા જનમમાં માત્ર ભોગવાયે શે ખૂલ્યે ? તેથી કહો - કર્મોનો વિશેષ નિકાલ તો તપથી જ થાય. માટે શાસ્ત્રે ધમ્મો મંગલ મુક્કિô, અહિંસા-સંજમો-તવો' ધર્મ અહિંસા-સંયમ-તપ એમ ત્રણ પ્રકારે કહ્યો. માત્ર અહિંસા અને સંયમ એમ બે જ પ્રકારનો ધર્મ ન કહ્યો. એની સાથે તપ પણ જોઈએ જ. પ્ર. અહિંસા જુદી કેમ કહી ? સંયમમાં અહિંસા ન આવે ? ઉ. - આવે, પણ અહિંસાને પ્રધાન બનાવવા એને જુદી કહી. બધો ય સંયમ અહિંસાના ઉદ્દેશથી છે, અહિંસા માટે છે. જો અહિંસાનું પાલન નહિ, તો સત્ય એ પણ સંયમ નહિ, ને બ્રહ્મચર્ય એ પણ સંયમ નહિ. સાચું તો બોલે પણ એ જો જીવઘાતમાં નિમિત્ત બનતું હોય તો એ સંયમ શાનું ? એમ બ્રહ્મચર્ય તો પાળે, પરંતુ રોગિષ્ઠ છે અને ડાક્ટર વૈદ્ય કહે છે કે બે વરસ બ્રહ્મચર્ય પાળો તો રોગ જશે, સશક્ત થાશો, પછી સારી રીતે જીવી શકશો, ને સંસારમુખ ભોગવી શકશો', એટલે બ્રહ્મચર્ય પાળે, તો એ સંયમધર્મ શાનો ? સારી રીતે સંસાર સુખ ભોગવવાં એટલે હિંસા-આરંભ-સમારંભ સારી રીતે ચાલવાનાં. આના માટે હાલ બ્રહ્મચર્યપાલન કરે એને સંયમધર્મ શી રીતે કહેવાય ? એમ બહારમાં સારા દેખાઈ સારા સ્વાગત મેમાનગીરી મેળવવા માટે ઈન્દ્રિય નિગ્રહ કરે, તો એ સંયમધર્મ શાનો ? એમાં તો હિંસાને પોષણ મળવાનું. માટે કહો સંયમધર્મ અહિંસાનો પોષક જોઈએ. ધર્મ ત્રણ પ્રકારે અહિંસા, સંયમ અને તપ. આમાં અહિંસા-સંયમ ઉપરાંત તપને પણ ખાસ સ્થાન આપ્યું, તે એ હિસાબે કે જેમ અહિંસા-સંયમથી નવાં કર્મ આવતાં અટકે, તેમ તપથી જુનાં જંગી કર્મોનો ફેંસલો થાય, નિકાલ થાય ! બોલજો, તમારા જીવનમાં તપને સ્થાન કેટલું ? તપને અગત્યતા કેટલી અપાય છે ? - તમે સાધુ હશો તો કહેશો “અમે આભ્યન્તર તપ સ્વાધ્યાય કરીએ છીએ ને ? અને શાસ્ત્ર પણ કહે છે, કે સ્વાધ્યાય જેવો તાપ થયો નથી, થવાનો નથી. આભ્યન્તર તપ બાહ્ય કરતાં વધુ મહત્ત્વનો છે.’’ પરંતુ આટલું જ જુઓને કે પ્રભુ મહાવીર ભગવાનને એકલો સ્વાધ્યાય કરવાનું ને ખાઈ પીને ધ્યાન ધરવાનું નહોતું આવડતું ? એમણે શા સારુ સાડા અગિયાર વર્ષનાં અનશન-વૃત્તિ સંક્ષેપ-રસત્યાગ કર્યા ? શા સારુ ઘોર પરિસહનાં કષ્ટ ચાહીને સહ્યાં ? કેમ સતત કલાકોના કલાક કાયોત્સર્ગમાં રહી સંલીનતા કરી ? ભૂલશો નહિ, સ્વાધ્યાયના ઓઠા હેઠળ એ બધું બાજુએ મૂકી સુંવાળું જીવન જીવશો એમાં ઠગાશો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૧૭ સુંવાળાશથી કર્મ છુટવાને બદલે કેઈ કર્મોના ઝુંડ વળગતાં ચાલશે. કર્મને શરમ નથી. એકપણ દરવાજો ખુલ્લો રહ્યો કે એ પેસી જવાનાં. “અનશન વગેરેને બદલે છૂટથી ખાવાનું રાખ્યું, દ્રવ્યસંક્ષેપ ને રસત્યાગને બદલે મળે એટલા દ્રવ્ય ખાવાનું ને મળે એટલી વિગઈઓ ઉડાવવાનું રાખ્યું, ઈરિયાવહિય-પડિક્કમણું વગેરે બેઠા બેઠા કરી કાયકષ્ટને આઘો રાખવાનું કર્યું, વાતચીતો-છૂટથી ને બેઠક આરામથી રાખી સલીનતા આવી રાખવાનું કર્યું. જે આ બધું કર્યું તો ભારોભાર કર્મોને આવવાના એ દરવાજા છે, એટલે આત્મામાં ભારોભાર કર્મ આવ્યા વિના રહે ? એકલા સ્વાધ્યાયમાં કયા આશ્રવ ખુલ્લા ? ઈન્દ્રિયોની અવિરતિ બાહ્ય તપથી અટકે : જોજો હોં, સ્વાધ્યાય એ તપ છે, નિર્જરા તત્ત્વ છે, એથી કર્મક્ષય થશે, પરંતુ એકલા સ્વાધ્યાયમાં પેલા આશ્રવ તત્ત્વો, ખાવાની છૂટ, રસની છૂટ, આરામી, વાતચીતો, ધર્મકષ્ટ-પરિસહને બદલે સુંવાળાશ... વગેરે આશ્રવો ખુલ્લા છે. એથી તો ભરપૂર કર્મો બંધાતા રહેવાનાં ! તેનું શું? શાસ્ત્ર હિંસાદિની અવિરતિ કહી છે, એમ ઈન્દ્રિયોની પણ અવિરતિ કહી છે અને બાહ્ય તપ મુકીને સુંવાળાશ-સુખશીલતા ભોગવવી, એ ઈન્દ્રિયોની અવિરતિ છે. એથી જંગી કર્મોની અને અશુભ અનુબંધોની આવક થાય, એનાથી કેમ બચાશે ? એકલો સ્વાધ્યાય કાંઈ એને અટકાવી નહિ શકે, તેમ એ બંધાયેલાં પાપકર્મો અને અશુભાનુબંધોનો નાશ નહિ કરી શકે. માટે ભરોસે રહેતા નહિ. ભગવાન જેવા ને તો સ્વાધ્યાય-તત્ત્વચિંતન આપણા કરતાં જબરદસ્ત ચાલેલું છતાં બાહ્ય તપની એમને ય જરૂર લાગી. શા માટે ? આટલા જ માટે કે બાહ્ય-આભ્યન્તર તપથી જુનાં કર્મોનો નિકાલ તો કરવાનો જ છે, પરંતુ નવાં કર્મ ન આવે એ માટે પણ બાહ્ય તપ દ્વારા અશુભ યોગ અને ઈન્દ્રિયોની અવિરતિને રોકવાની જરૂર છે. બાહ્ય તપ રાખે તો અશુભ યોગરૂપ-આશ્રવ અને ઈન્દ્રિય-અવિરતિ રૂપ આશ્રવ રોકાય. બાહ્ય તપ દ્વારા આહારાદિ સંજ્ઞાઓને કચડી નાખી શકાય. તેથી પછી એ સંજ્ઞાઓ ઉપર ઊઠતાં દુષ્કૃત્યોને ય તિલાંજલિ મળી જાય. આત્મા પર પાપકર્મ ચોંટતા અટકાવવા માટે અહીં બે કામ કરવાના છે - (૧) પાપ પ્રવૃત્તિઓ બંધ કરવાની, ઈન્દ્રિયોની અવિરતિ (છૂટ) ને પોષે એવી પ્રવૃત્તિ પ્રતિજ્ઞાથી બંધ, જેથી નવાં કર્મ આવતાં અટકે. Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧ ૭ર ધ્યાન અને જીવન (૨) આ પાપ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ન ઉઠે એ માટે એના મુળમાં કામ કરતી આહાર સંજ્ઞા, વિષયસંજ્ઞા વગેરે સંજ્ઞાઓ કચર્યે જવાની, જેથી ભાવી પાપો અટકે. ભગવાને બાહ્ય તપથી આ બંને કામ કર્યા. તેથી જ એ વીતરાગ સર્વજ્ઞ થયા, માટે આ ખૂબ યાદ રાખો કે, બાહ્ય તપ માત્ર કર્મના ક્ષય માટે જ નથી, કિન્તુ નવાં કર્મોને લઈ આવનાર જે આશ્રવો-ઈન્દ્રિયની આસક્તિ, હિંસાદિની અવિરતિ, શરીર મમત્વ અને આહાર-મમત્વ રૂપી કષાય, તથા અશુભ મન-વચન-કાયયોગ-એ આશ્રવોને રોકવા માટે પણ છે. બાહ્ય તપથી કેવી કેવી રીતે આશ્રવો રોકાય?? આશ્રવો પાંચ છે – “૧. ઈન્દ્રિય, ૨. કષાય, ૩. અવ્રત, ૪. યોગ, ૫. ક્રિયા.” (૧) ઈન્દ્રિયોને એના વિષયોમાં જવા-રાચવાની જેટલી જેટલી છૂટ, એટલો આશ્રવ છે. વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગથી એના પર કાપ પડે. જો એ તપ નહિ, તો એનો અર્થ એ કે ઈન્દ્રિયોને છુટી રાખવી છે. (૨) “કષાયો’ એટલે રાગ-દ્વેષ વગેરે થાય તે. “અનશન” એટલે કે ઉપવાસ એકાશન આદિ તપ, રાત માટે ચોવિહાર આદિ પચ્ચખાણ અને દિવસના ખાનપાનના ટંકનું નિયમન. એનાથી ખાવા પર રાગ અંકુશમાં આવે. જો એ નહિ, તો એનો અર્થ એ કે રાગની બોલબાલા છે. એમ ધર્માર્થે કાયકષ્ટ'થી કાયા પરનો રાગ-કષાય કંઈક દબાય. જે એ કાયકષ્ટથી ભાગેડાપણું હોય, તો એનો અર્થ એ કે એ રાગકષાય સારી રીતે મહાલતો છે. સંલીનતાથી મન-વચન-કાયાના અશુભ યોગ (પ્રવર્તન) દબાય. પણ જો સંલીનતા નહિ, તો એ અશુભ યોગો મહાલતા રહેવાના. એમ બાહ્ય તપ આ આશ્રવોને રોકનારા બને છે, તેથી નવાં કર્મો બંધાતા અટકે અને સંજ્ઞાઓ-વાસનાઓ જરૂર મોળી પડતી જાય. જીવનમાં જે આ બાહ્ય તપ કરતો નથી, ને સ્વાધ્યાય-ધ્યાન-જાપ કરે છે, તો એને એ આશ્રવો ક્યાંથી અટકવાના? ઈદ્રિય-અવિરતિ શે છુટવાની ? અહીં બે પ્રશ્ન થાય - (૧) બાહ્ય તપ એ સંવર કેમ? (૨) સ્વાધ્યાયમાં ભાવ આશ્રવ કેમ અટકે ?? પ્ર. - જો બાહ્ય તપથી આશ્રવ અટકે છે, તો એને નિર્જરા તત્ત્વમાં કેમ ગણ્યો ? સંવરમાં કેમ નહિ ? આશ્રવ-નિરોધ એ સંવર. ઉ. - તપને સંવરતત્ત્વમાં પણ ગણેલો જ છે. જુઓ સંવરમાં ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ આવે છે, એમાં તપનો પણ સમાવેશ છે. “તે મદ્દવ અર્જાવ, Page #186 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ( મુત્તી તવ સંજમે આ બોધબ્બો...” એમાં ‘તવ' એટલે તપ લીધો છે. એટલે બાહ્ય તપ એ સંવર પણ છે જ. અહીં બાહ્ય તપ ઉડાવનાર કહે છે પ્ર. - સ્વાધ્યાય આદિથી ભાવ- આશ્રવ રોકાય ને ? તો પછી બાહ્ય તપ નહિ તેથી દ્રવ્ય-આશ્રવ ન રોકાયા તેથી શો વાંધો? ઉ. - ભાવ આશ્રવ એ આત્માના પરિણામ રૂપ છે. સ્વાધ્યાય-જાપ-ધ્યાનથી એ રોકાવાને અવકાશ છે, પરંતુ તે બાહ્ય તપના સહારે રોકાય. જે બાહ્ય તપ નથી, તો ઈદ્રિયોની અવિરતિ ખુલ્લી , આહારમમત્વ-કાયમમત્વ વગેરે લોભ કષાય ખુલ્લા છે અને સંલીનતાના અભાવે પ્રમાદ ખુલ્લો છે. આ અવિરતિ, કષાય અને પ્રમાદ એ આત્માના પરિણામ રૂપ ભાવઆશ્રવ જ છે, તેથી તો ભાવઆશ્રવ ખુલ્લા રહ્યા, બંધ ક્યાં રહ્યા ? પછી એકલા સ્વાધ્યાય-ધ્યાનથી શો સંતોષ રખાય ? કર્મ પ્રવાહ આવતો કેમ અટકે ? બાહ્ય તપ નહિ, તો શાનું જોર? : માટે બાહ્ય તપની ઉપેક્ષા કરવામાં બચાવ મળે એમ નથી. વિચારવાનું તો એ છે કે જો બાહ્ય તપની પરવા નથી, તો સ્વાધ્યાય-ધ્યાન-જાપ કયા જોરદાર થઈ શકવાના હતા ? કેમકે બાહ્ય તપ નથી એટલે (૧) ખાનપાનની, ઈષ્ટ દ્રવ્યોની અને મનગમતા રસોની વૃત્તિઓ જાગતી રહેવાની ! એમ, (૨) કાયાની સુખશીલતા, આરામી અને કષ્ટમાંથી ભાગેડુ વૃત્તિ પણ સચેત રહેશે. (૩) એના અંગેના વિચારો મનને ડહોળ્યા કરવાના. ત્યાં માનેલો સ્વાધ્યાય કે જાપ-ધ્યાન સબળ ક્યાંથી ચાલવાના ? એ તો એ પ્રકારના બાહ્ય તપના ચાલુ અભ્યાસથી ઈદ્રિયો અને મનને શાંત કર્યું હોય, આત્માને નિયંત્રિત કર્યો હોય, તો જ સ્વસ્થ મન સ્વસ્થ આત્મા સ્વાધ્યાય-જાપ-ધ્યાનમાં નિશ્ચળપણે અને તન્મય થઈને પ્રવર્તી શકે. બાહ્ય તપ નિંદનારાને પ્રશ્નો : માટે બાહ્ય તપ અતિશય જરૂરી છે. એને પશુના જેવું કાયકષ્ટ કરી નિંદનારા અને નિરુપયોગી કહેનારાને એક સવાલ છે કે જે તમે આત્મતત્ત્વનું ચિંતન અને ધ્યાનના ખરેખરા ખપી છો તો આત્મા તો મૂળ સ્વરૂપે રાગાદિ વિનાનો છે. એને સારા-ખોટા, કડવા-મીઠા, સુંવાળા-બરછટ વિષયોની પરવા ન હોય. તો પછી તમે (૧) દૂધ-પૂરી જ કેમ લો છો, કરિયાતુ-પૂરી કેમ નથી લેતા ? (૨) મોટરમાં જ કેમ ફરો છો ? પગે ચાલીને જ કેમ નથી પ્રવાસ કરતા ? (૩) ઝંપયિા મકાન કે શિલા ઉપર જ કેમ નથી બેસતા ? આલીશાન ઈમારતમાં જ કેમ રહો છો ?... તમારો આવો આવો ઢગલાબંધ એકપક્ષીય વ્યવહાર તમારો રાગ સૂચવે છે. એ હટ્યા વિના આત્મા શુદ્ધ થશે ? અને રાગને હટાવવો-મિટાવવો હશે તો રાગના ચાળા કરાવનાર એ બાહ્ય ઈષ્ટ વિષયો પર કાપ મૂક્યા વિના ચાલશે ? એ તો Page #187 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૪ને ધ્યાન અને જીવન F એના પર કાપ મૂકવો જ પડશે, ને એ બાહ્ય તપથી જ થશે. નહિતર તો અનિષ્ટ વિષય મૂકીને ઈષ્ટ તરફ મન થાય છે, ઈષ્ટ વિષયો તરફ ઈદ્રિયો જાય છે, ઈષ્ટ લેવા કાયા જાય છે, એ ઈષ્ટના રાગ અને અનિષ્ટના દ્વેષને લીધે છે, એ સમજી જ રાખવું પડે. બાહ્ય તપના અભાવે આર્તધ્યાન: ત્યારે આર્તધ્યાનનું જન્મસ્થાન રાગ-દ્વેષ છે, એ વાત તો વિચારાઈ ગઈ છે. એટલે ભલે ને નિશ્ચયનય પકડવાનો ચાળો રાખ્યો અને આત્મચિંતન-આત્મલક્ષ રાખવાનું માની લીધું, છતાં જે બાહ્ય તપ નથી, ભોજનટંક પર કાપ નથી, રસત્યાગ નથી, દ્રવ્યસંકોચ, વૃત્તિસંકોચ અને ધર્મક્રિયાનાં કષ્ટ કરવા નથી, એટલે તો પછી સુખશીલતાથી ઈષ્ટ-અનિષ્ટના રાગ-દ્વેષ ઊભા જ રહેવાના અને એના પર આર્તધ્યાન થયાં જ કરવાનાં. બાહ્ય તપ નહિ છતાંય આર્તધ્યાનથી બચાવ કમમાં કમ બાહ્ય તપને મહત્ત્વ આપવાથી જ મળે. એમાં ય ખૂબી આ, કે હજી ય જે ભવી જીવ આ બધા બાહ્ય તપને કર્તવ્ય માનતો હશે, એને અતિ આવશ્યક સમજતો હશે અને પોતે એ ન આચરવા બદલ ભારે ખેદ અનુભવતો હશે, એ તો જોયા કરશે કે “આ અહીં મારો રાગ કામ કરે છે, ને તહીં હૈષ ઊભો છે અને એ જ બે રાગ અને દ્વેષ સંસારના મૂળ કારણ છે. એ ભવવર્ધક છે, ચારે ગતિમાં ભમાવનારા છે. માટે એ રાગ-દ્વેષ પોષાતા જાય એવાં આર્તધ્યાન મારે કરવાં નથી. આર્તધ્યાન શું કામ કરું ? એથી કાંઈ મનગમતી વસ્તુ મળી જતી નથી, તેમ કાંઈ ગમે તેટલી અણગમતી વસ્તુ ટળી જતી નથી. કે આવતી અટકતી નથી. એ બધું તો કાંઈક પુરુષાર્થને આધીન અને મુખ્યપણે તો ભાગ્યને આધીન છે. ત્યાં વચમાં ફોગટિયાં આર્તધ્યાનને શું કામ ઘાલું ? છતાં ય જે આર્તધ્યાન નડી જાય છે એ ઈષ્ટની ગુલામીનાં કારણે છે. માટે એનો શક્ય ત્યાગ કરવાનું કરું ?' આમ નજર રહેવાથી આર્તધ્યાનથી શક્ય બચવાનો પ્રયત્ન રહેશે. ઢોંગી અધ્યાત્મ ક્યાં ભૂલે છે? પણ જેને બાહ્ય તપ ઉપયોગી જ લાગતો નથી અને એકલી નિશ્ચયની અને આત્મસ્વરૂપના લક્ષની મોટી મોટી વાતો કરવી છે, એવા ઢોંગી અધ્યાત્મીને ઈષ્ટથી બચવાનો પ્રયત્ન જ શાનો? અરે ! એનું લક્ષ પણ ક્યાં ? એ તો માનતો જ નથી કે “આ ઉપવાસાદિ તપ કરવો જોઈએ, આ દ્રવ્ય સંકોચના અને શક્ય રસત્યાગના નિયમ રાખવા જ જોઈએ, આ ધર્મક્રિયાના કષ્ટ ઉઠાવવાં જ જોઈએ. અમુક સમય મૌન, પાપનું બોલવાનો આટલો આટલો ત્યાગ, પાપની કાયિક ક્રિયા આટલી Page #188 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૭૫ આટલી ત્યાગ... વગેરેથી સંલીનતા કરવી જ જોઈએ.' આ બધું જરૂરી જ ન માને પછી એ ન આચરે અને એથી વિરુદ્ધ અશન, નિઃસંકોચ દ્રવ્યોપભોગ, રસલ્હાણ, સુખશીલતા વગેરે યથેચ્છ ઉડાવતા રહેવામાં એને ખેદ શાનો ? ત્યાં રાગ-દ્વેષ અને આર્તધ્યાન વળગ્યા જ રહેવાના. બકરાને કૂતરું માનવાની મૂઢતા : વળી મૂઢતાને લીધે એને રાગાદિનું ભાન પણ નહિ રહેવાનું. એ રાગાદિ ચોરોની એને ખબર જ નહિ પડે. ત્રણ ધુતારાથી ઠગાયેલા પેલા બ્રાહ્મણની જેમ બાહ્યતપ રૂપી બકરાને નુકસાનકારી કે આભડછેટ કરનારું કૂતરું માની છોડી દેશે અને જાલિમ કરડી ખાનારા કૂતરા તુલ્ય યથેચ્છ ખાનપાન-રસમોજ વગેરેને વળગ્યો રહેશે ! સારાંશ આ છે કે - આર્તધ્યાન અને એને કરાવનારા રાગ-દ્વેષથી કંઈકે બચવું હોય તો વિવિધ બાહ્ય તપ-નિયમ-કષ્ટ અત્યંત જરૂરી છે. એના વિના એકલા સ્વાધ્યાય-જાપ-ધ્યાનના ભરોસે ચાલવામાં રાગાદિ ચોરો એમજ મહાલ્યા કરશે અને એ ચોરો એમનું કટુ ફળ દેખાડવાના. જુઓ, આચાર્ય આર્ય મંગુ મહાન પ્રભાવક આચાર્ય હતા, સંયમી હતા, અનેકોના ઉપર ભારે ઉપકાર કરનારા હતા. છતાં જો વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ ચૂક્યા, તો ચોર જીભડીને અને એના ચોર વિષયોને મહાલવાનું થયું ! પરિણામ ? મરીને ઊંચા વૈમાનિક દેવલોકમાં જવાને લાયક એવા મહાન ધર્માચાર્ય હલકી જક્ષની યોનિમાં ગયા. અહીં સવાલ છે - પ્ર. - ચારિત્ર, ધર્મ પ્રભાવના, પરોપકાર વગેરે સુકૃતોએ એમને કેમ બચાવ્યા નહિ ? ઉ. - અહીં એક મહાન તત્ત્વ ધ્યાનમાં લો કે, સુકૃતથી દુષ્કૃત્યનાં ફળ ૨૬ થતા નથી. જૈનશાસન બતાવે છે કે ધર્મ મોટો આચરો, પણ જો સાથે નાનું પણ દુષ્કૃત્ય આચરશો, તો પેલા સુકૃતથી આનું પાપ માફ નથી થતું, આનું કટુ ફળ રદ નથી થતું. સુકૃતથી દુષ્કૃત્યનો બચાવ ન મળે : સુકૃત કરો છો તો ઈનામ લેજો, પણ સાથે દુષ્કૃત્ય જો કરો છો તો એની સજા ય લેજો. એક માણસ દાન મોટું દેતો હોય, પણ યાચકને ધુતકારતો હોય, તો પેલા દાનથી આ ધુત્કારવાનું પાપ માફ ન થાય. દાનનાં ફળ તરીકે વૈભવાદિ મળશે, પરંતુ સાથે ધુતકારવાનાં ફળરૂપે અપયશ, દૌર્ભાગ્ય નામકર્મ, અનાદેય નામકર્મ વગેરે કર્મ જડબેસલાક બંધાવાનાં અને એ બંધાયેલા પાપથી અપકીર્તિ-દૌર્ભાગ્ય-અનાદેયતા વગેરે ફળ પણ મળવાનાં. Page #189 -------------------------------------------------------------------------- ________________ લે એવા કાન અને જીવ ના પગલા (૧૭૬ન ધ્યાન અને જીવન દૌર્ભાગ્ય' એટલે એવી કમનસીબી કે પોતે બીજાની સેવા કરતો હોય છતાં એનાં પગલાં. બીજને ગમે નહિ ! એ બીજની પાસે બેઠો હોય એ બીજાને ગમે નહિ ! ત્યારે અનાયતા’ એટલે પોતાનું યુક્તિયુક્ત પણ વચન બીજાને માન્ય થાય નહિ. બીજા ઝટ એ ઉઠાવી લે નહિ. આ કેદી કમનસીબી ? એક બાજુ ઋદ્ધિ-સમૃદ્ધિ હોય, પણ બીજી બાજુ આ દૌભંગ્યાદિની સ્થિતિ હોય ! શાથી એમ? કારણ એ જ કે પૂર્વે સારાં સુકૃત કરેલાં એનું ફળ ઋદ્ધિ અહીં મળી, પરંતુ પૂર્વે અભિમાનથી કોઈના ધૂત્કાર-તિરસ્કાર કે બીજું દુષ્કૃત્ય કરેલું એના યોગે દૌર્ભાગ્ય વગેરે અહીં સાથે આવીને ઊભું રહ્યું ! અરે ! કદાચ તિર્યંચનો અવતાર પણ આવીને ઊભો રહે ! જિન પ્રતિભા ભરાવ્યાનું સુકૃત છતાં ઘોડો કેમ થયો?? ભગવાન મુનિસુવ્રત સ્વામીએ જે ઘોડાને માટે ભરુચમાં પધારી અને પ્રતિબોધ કરેલો એને પૂર્વે શું થયું હતું? એણે એક બાજુ વિધિસર જિનમૂર્તિ ભરાવવાનું અને ઠાઠથી એની અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધિ કરાવવાનું મહાન સુકૃત કરેલું ! તો શું એથી બીજી બાજુ વેપાર-રોજગારની કરાતી મોટી ધાંધલનાં પાપ રદ થયાં ? ના, એ પાપોએ તો એને ઘોડાનો અવતાર અપાવ્યો ! સુકૃત હતાં તેથી પુણ્યબળે રાજાના ખાસ ઘોડા તરીકેનાં માન-વૈભવ મળ્યાં. પણ તેથી શું ? અવતાર તો જનાવરનો ને ? માટે કહો, સુકૃત-દુષ્કૃત્ય બંને આચરાય ત્યાં સુકૃતથી દુષ્કૃત્યો માફ નહિ થાય. ધર્મ અને પાપ બંને સેવો ત્યાં ધર્મથી પાપ રદ નહિ થાય, સિવાય કે પાપનાં પ્રાયશ્ચિત્ત રૂપ ધર્મ કરો. માટે જ જિનેશ્વર ભગવંતે સર્વ પાપના ત્યાગપૂર્વકના જ ધર્મને મુખ્ય કર્તવ્ય કહ્યો છે. પ્રતિક્રમણથી પાપની છુટ નહિ? પ્ર. - પ્રતિક્રમણ ધર્મથી પાપ નાશ થાય છે ને? ઉ. - એનો અર્થ એ નથી કે પાપ ગમે તેટલાં કરો એની છુટ છે અને પછી પ્રતિક્રમણ કરજો, એટલે પાપ નાશ પામી જશે.' જૈન શાસન પાપની છુટ આપતું નથી, “પાપ કરવામાં વાંધો નહિ' એમ કહેતું નથી. એ તો પાપને ત્યાજ્ય જ કહે છે. નવ તત્ત્વ જુઓ એમાં પાપતત્ત્વ, આશ્રત (પાપજનક) તત્ત્વ અને બંધ (પાપકર્મ-સંબંધ) તત્ત્વને હેય યાને ત્યાજ્ય તત્ત્વ છે કહ્યાં છે. એટલે પાપને આચરવા જ નહિ જોઈએ. એટલા માટે તો કહ્યું, Page #190 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પ્રથમ પદે પડિક્કમણું ભાખ્યું, પાપતણું અણુ-કરવું.’ ‘પ્રથમ પદ' એટલે ઉત્સર્ગ-માર્ગ અને ‘દ્વિતીય પદ' એટલે અપવાદ-માર્ગ. ઉત્સર્ગ-માર્ગે પાપત્યાગ એ પ્રતિક્રમણ, પછી અપવાદ માર્ગે પાપપશ્ચાત્તાપ, પાપઆલોચન (ગુરુને નિવેદન) અને પાપનો ‘મિચ્છામિ દુક્કડં' એ પ્રતિક્રમણ. ત્યારે પૂછો, પ્રતિક્રમણથી કયાં પાપ રદ ? પ્ર. એમ છતાં પ્રતિક્રમણ ધર્મથી જો પાપનાશ થાય છે તો ધર્મથી રદ થવાનું તો આવ્યું ને ? - ઉ. તે તો પૂર્વનાં અમુક જ પાપ રદ, પણ પ્રતિક્રમણ-ધર્મ સાથે કરેલાં ને બીજાં બધાં પાપ રદ નહિ. અલબત્ સૂક્ષ્મ દોષો પ્રતિક્રમણથી ૨૬ થાય, પરંતુ જે દોષો ગુરુ આગળ કહી એનું પ્રાયશ્ચિત્ત લેવા જેવા હોય, એ એકલા પ્રતિક્રમણથી નાશ ન પામે. એમ પાપો છોડવાની તાકાત છે છતાં પાપો આચર્યે જાય એ કાંઈ પ્રતિક્રમણથી કે પ્રાયશ્ચિત્ત માત્રથી રદ ન થાય. - પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી બધાં પાપ રદ થતાં હોય તો પાપત્યાગની જરૂર શી ? બ્રહ્મચર્ય વ્રત લેવાની જરૂર શી ? વિષય સેવનનાં પાપ જીવનભર કર્યે જાય અને એનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કર્યે જાય, એમાં વાંધો શો ? અરે ! એકલું આ જ પાપ શા માટે, ઘરવાસનાં બધાં પાપો સેવ્યે જાય પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી એ પાપો રદ થતા હોય, તો તો પાપ ત્યાગની જરૂર જ શી ? ઘરવાસ છોડી સર્વ પાપ-ત્યાગ પૂર્વક સાધુદીક્ષા લેવાનું ય શું કામ ? એમજ ઘરમાં બેઠે બેઠે પ્રતિક્રમણ કરવાથી પાપ રદ થઈ મોક્ષ થઈ જાય ! પણ ના, ચારિત્રથી સર્વ પાપત્યાગ કર્યા વિના મોક્ષ થતો જ નથી. એ સૂચવે છે કે પ્રતિક્રમણ-ધર્મ કર્યે રાખો અને સાથે પાપ આચર્યે રાખો, એમાં કાંઈ એ ધર્મથી બધાં પાપ રદ થાય નહિ. એમ કહેતા નહિ કે, પ્ર. તો પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તનો ઉપયોગ શો ? ૧૭૭ - ઉ. - ઉપયોગ એ છે કે પાપ સેવાઈ ગયાં હોય એનાથી બંધાયેલ કર્મમાંની બીજશક્તિ (અનુબંધ)નો તથા સૂક્ષ્મ પાપથી બંધાયેલ કર્મોમાંના કેટલાંયનો પ્રતિક્રમણથી નાશ થાય છે. પણ પાછું જો એમ માનતા રહેવાય કે ‘તો પાપ કરવાનો વાંધો નહિ, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી એ રદ થઈ જશે', તો તો એ નિઃશૂકતા પિઠ્ઠાઈ આવી જવાથી એટલો ય પાપાનુબંધ પાપનાશ-કર્મનાશ થાય નહિ, તેથી સાચું પ્રતિક્રમણ જ થાય નહિ. ત્યાં તો પહેલું મિથ્યાત્વ જ લાગી જાય. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધ્યાન અને જીવન પ્રતિક્રમણ પછી પાપસેવનનો વાંધો ન માને તો મિથ્યાત્વ. કેમ ? મિથ્યાત્વ શું છે ? હેય (ત્યાજ્ય) તત્ત્વને ઉપાદેય માને કે ઉપાદેયને હેય માને, એ મિથ્યાત્વ. એટલે પાપમાત્ર છોડવા જેવાં જ છે, પરંતુ જો એ આચરવામાં વાંધો નહિ' એમ માને તો એનો અર્થ તો એ થયો કે, ‘એ ખુશીથી આચરાય' એમ માન્યું, તો તો એને ત્યાજ્ય ન માન્યાં. આવું મિથ્યાત્વ જ્યાં બેઠું હોય ત્યાં પછી એ ભલેને લાખ પ્રતિક્રમણ કરે કે પ્રાયશ્ચિત્ત લે, તો પણ પાપ નાશ ન પામે. મિથ્યાત્વની હાજરીમાં અભવીના અનંતીવારનાં ચારિત્ર નિષ્ફળ જાય છે. પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી પાપનાશ થવા માટે સમ્યક્ત્વ તો પહેલું જોઈએ. દાનાદિક કિરિયા નવિ દીએ, સમકિત વિણ શિવશર્મ.’ સમ્યક્ત્વ વિના જ્યારે દાનાદિ ધર્મક્રિયાઓ મોક્ષસુખ ન આપી શકે, તો પછી પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત ક્રિયા પણ સમ્યક્ત્વ વિના કર્મનાશ અને મોક્ષ શી રીતે કરી શકે ? ‘સમ્યક્ત્વ’ એટલે સર્વજ્ઞ ભગવાને જે તત્ત્વને જેવાં સ્વરૂપનું કહ્યું હોય, તેને તે રૂપે સ્વીકારી તેના તરફ એનાં સ્વરૂપને યોગ્ય વલણ ધરવું. દા.ત. જ્ઞાનીએ પાપને ત્યાજ્ય સ્વરૂપનું કહ્યું છે, તો તેને ત્યાજ્ય રૂપે સ્વીકારવું અને પાપ પ્રત્યે તે સ્વરૂપને અનુરૂપ (યોગ્ય) માનસિક વલણ ધરવું, અરુચિ-અકળામણનું વલણ ને ભયનું વલણ રાખવું. વલણ એટલે મનનો ઝોક. એ પાપ પ્રત્યે મનનો ભયનો ઝોક હોય, ગ્લાનિનો ઝોક હોય, અરુચિ-અકળામણનો ઝોક હોય. પછી એવાં વલણ પર તો એનું ચાલે તો એ પાપને સદંતર છોડી જ દે. યાવત્ સર્વ પાપત્યાગ પર ચડી જાય. ન ચાલે ત્યાં પાપ કરવું પડતું હોય છતાં હૈયે એનો ક્લેશ હોય. ત્યારે જો એમ માને કે પાપો કરવામાં વાંધો નહિ, પ્રતિક્રમણ-ધર્મથી એ ધોવાઈ જશે, ૨૬ થઈ જશે', તો આનો અર્થ તો એ થયો કે પાપ પ્રત્યે ગ્લાનિ નથી, પાપને મૂળથી જ ત્યાજ્ય માન્યા નથી, પછી તો સમ્યક્ત્વ જ શાનું હોય ? તો એ વિના તો પ્રતિક્રમણ એ ધર્મ જ ન બને, એ પાપનાશ ન કરી શકે. સારાંશ પાપની સાથે સાથે ધર્મ ગમે તેટલો કરાય, પરંતુ તેથી પાપને બચાવ ન મળે, પાપ છોડવા જ જોઈએ. એમાં ઈન્દ્રિયોની અવિરતિનાં પાપ યાને વિષયાસક્તિનાં પાપનો ત્યાગ કરવા માટે છ પ્રકારનો બાહ્ય તપ અમૂલ્ય સાધન છે. એનાથી આત્મા પર નવાં પાપ ચોંટતાં અટકે છે, એટલું જ નહિ, પણ નિરાશંસભાવના પ્રખર તપથી જુનાં ૨કમબંધ પાપકર્મોનો ક્ષય થાય છે, ને એમાં લબ્ધિઓ ય ઊભી થાય છે. સનત્કુમાર ચક્રવર્તી મહામુનિએ સાતસો વરસ રોગિષ્ઠ સ્થિતિમાં પણ Page #192 -------------------------------------------------------------------------- ________________ --- ધ્યાન અને જીવન ૧૭૯)જોરદાર બાહ્ય તપ આચર્યો. એમાં નવા પાપ તો અટક્યાં જ, ઉપરાંત એવી લબ્ધિ ઊભી થઈ કે દા.ત. પોતાનું થુંક લગાડી પોતાનો કોઢ રોગ મટાડી શકે. પણ ખૂબી એ, કે એમણે એમ રોગ મટાડ્યો નહિ. એમની એવી તત્ત્વસમજ હતી કે, રોગ પર ચક્રવર્તી મુનિની તત્ત્વસમજ: “આત્માના મોટા ખાને અશાતાદનીય પાપકર્મ પડ્યા હોય તો જ એ ઉદય પામી રોગ-પીડા લાવે. એટલે રોગની પીડા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ સૂચવે છે કે અંદરમાં પાપકર્મ પડ્યા જ છે. પોતાના પૂર્વબદ્ધ પાપના ઉદય વિના પોતાને પીડા આવે નહિ. માટે રોગને બળાત્કારે કાઢવાની જરૂર નથી. અંદરમાંથી પાપકચરો સાફ થઈ ગયે, કોઈ પીડા નહિ રહે. માટે રોગ દ્વારા પાપકચરાને ખત્મ થવા દેવો. જેટલી પીડા સહી લેવાય, એટલા પાપકચરા સાફ જ થાય છે. જેમ બાંધેલા કર્મ ઉદયમાં આવીને પીડા આપે છે, એમ પીડા ભોગવતાં એટલાં કર્મ નાશ પામતા જાય છે. કર્મ વિના પીડા આવે નહિ અને પીડા આપ્યા પછી કર્મ ઊભાં રહે નહિ. મૂળ કર્મરોગની જ ચિંતા રાખો : કર્મ ઉદય પામી પામીને ક્ષય પામી જ જાય. એટલે શારીરિક રોગનું મૂળ આત્માનો કર્મરોગ છે. એ મૂળ રોગ સાફ થવાની જ ચિંતા રાખવી. બાહ્ય રોગ સહતાં હતાં એટલા કર્મરોગ નાબૂદ થયે જાય છે, એની સાથે બાહ્ય તપથી બીજાં પણ કઈ કર્મરોગનો નાશ થતો આવે છે.' સનકુમાર મહામુનિની આ તત્ત્વસમજ હતી. તેથી કઠોર બાહ્ય તપ કરવા સાથે રોગ સત્યે જતા હતા. રોગ દવાથી કાઢવાની એમને કોઈ તત્પરતા નહિ. તેથી જ જ્યાં દેવતા ધવંતરીનું રૂપ કરી એમના રોગ કાઢવાનું કહેવા આવ્યા ત્યારે એમણે ઘસીને ના પાડતાં સ્પષ્ટ કહ્યું - બાહ્ય રોગ એ મિત્ર શાથી? : તમે તો મારા મિત્રને કાઢવા આવ્યા છો. રોગ તો મારા મિત્ર છે. એ મારો કર્મરોગ કાઢવામાં માને કર્મશત્રને હટાવવામાં સહાયક છે. એને કેમ મિટાવવા દઉં? બાકી જો રોગ એમજ મિટાવવા હોત તો હું જાતે મિટાવી દેત. પરંતુ એમ જો બાહ્ય રોગ અધરસ્તે મિટાવી દઉં, તો અંદરમાં કર્મરોગ બાકી રહી જાય એનું શું? જુઓ.” એમ કહીને પોતાના થુંકનો એક કણિયો પોતાની કોઢરોગથી વ્યાપ્ત આંગળી પર લગાડ્યો, ને કોઢ મટી આંગળી કંચનવર્સી થઈ ગઈ આમ રોગ સહર્ષ સહવા સાથે પ્રચંડ બાહ્ય તપની સાધના હતી, તેથી એવી લબ્ધિ ઉત્પન્ન થઈ ગયેલી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦ની ધ્યાન અને જીવન - બાહ્ય તપ વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન કરે છે ઋષભદેવ પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં ચક્રવર્તી. એ ચક્રવર્તીના વૈભવ વગેરે છોડી મુનિ બનેલા અને ચૌદ પૂર્વોનાં મહાજ્ઞાનને મેળવવાની ભગીરથ મહેનત સાથે બાહ્ય તપની એમણે જોરદાર સાધના કરેલી ! તેથી એમને એવી અચિંત્ય લબ્ધિઓ ઊભી થઈ ગયેલી કે એનાં વર્ણન સાંભળતાં ચમત્કાર પામીએ કે “અહો ! આત્મામાં કેવી કેવી અચિંત્ય શક્તિઓ ભરેલી છે !' માત્ર એને રોકનારાં કર્મોને હટાવવાની જરૂર છે અને તે બાહ્ય-આભ્યન્તર તપથી હટી શકે. પ્રભુના જીવને એક લબ્ધિ એવી ઊભી થયેલી કે એમના શરીરને અડીને ગયેલો પવન બીજા રોગીને અડે તો એનો રોગ દૂર થઈ જાય ! તપ વિના કોની તાકાત કે આવી લબ્ધિ પ્રગટ કરી આપે ? બાહ્ય તપથી સત્ત્વ પ્રગટે સત્ત્વથી ક્ષપકશ્રેણી: ત્યારે જે તારણહાર બાહ્ય તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, એ બાહ્ય તપ આપણો એવો જોરદાર ન હોય તો એવી લબ્ધિ ઉત્પન્ન ન કરે, છતાં એની મૌલિક શક્તિના હિસાબે આત્માની અંદર જરૂર કાંઈક ને કાંઈક તાકાત તો ઊભી કરે જ છે, સત્ત્વને ખીલવે જ છે. કોઈ પણ મુમુક્ષુએ આ વિશ્વાસ અને ધીરજ રાખીને છએ પ્રકારના બાહ્ય તપમાં આગળ ને આગળ ધપાવવું જોઈએ. એવો અટલ વિશ્વાસ રાખવાનો કે “જેમ જેમ અનશનને ઊનોદરી, દ્રવ્યસંકોચ અને રસત્યાગ તથા કાયકષ્ટ ને સંલીનતા કરતો જાઉં તેમ તેમ અંદરખાને કર્મોનાં આવરણ તુટીને એવી શક્તિ અને સત્ત્વ ઉત્પન્ન થતાં જ જાય છે, સંગૃહીત થતાં જ જાય છે, કે જેના મહાસંગ્રહ ક્ષપકશ્રેણિ લાવનાર ઉચ્ચ કોટિનાં સત્ત્વ, ધર્મધ્યાન અને શુક્લધાન ઊભાં થઈ જશે ! નિરાશસ ભાવે અને હોંશપૂર્વક કરેલ છએ પ્રકારનાં બાહ્ય તપ નિષ્ફળ જતાં જ નથી. એ અંદરખાને ભવ્યશક્તિ-સત્ત્વ ઉત્પન્ન કર્યો જ જાય છે અને બાહ્ય તપથી જે પુણ્ય ઉત્પન્ન થાય એના કરતાં આ શક્તિ-સત્ત્વ ઉત્પન્ન થતું જાય એનું બહુ મહત્ત્વ છે. સત્ત્વનું અતિ મહત્ત્વ કેમકે ગુણસ્થાનકમાં ઊંચે ચડવાનું શેના પર થાય ? તો કે સત્ત્વ પર થાય, વાવત ક્ષપકશ્રેણીના તથા વીતરાગ બનવાના મહાસત્ત્વ સુધી પહોંચવા માટે એવી શક્તિ એવા સત્ત્વનો સંચય જ ઉપયોગી થાય છે. માટે એ કરવાની ખાસ જરૂર છે. તો પછી એ પ્રકારનાં બાહ્ય તપ વિના કેમ ચાલે? છએમાંના એકેક બાહ્ય તપથી આત્મામાં તે તે જાતનું એવું સત્ત્વ ઉત્પન્ન થાય છે, કે જે સત્ત્વ ઉત્કૃષ્ટ ભેગું થવાથી રાગાદિનો સંપૂર્ણ નાશ કરવામાં ઉપયોગી થાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૮૧ અનશન યાને ઉપવાસ, એકાસણું, બેસણું, ટંકનિયમ વગેરે હોંશપૂર્વક, જ્યાં જેવો અવસર ત્યાં તે પ્રમાણે કર્યે જાઓ, તેથી અંદરમાં આહાર સંજ્ઞાને કચરનારું સત્ત્વ ઊભું થશે. સત્ત્વના અભાવે યોગભંગ : આ સત્ત્વને મામુલી ન સમજતા. સત્ત્વના અભાવે ભજનમાં ભોજનની સંજ્ઞા ઊભી થઈને ભજનને ડહોળી નાખે છે. મન પ્રભુમાંથી પુદ્ગલમાં દોડી જાય છે. એમ સત્ત્વ નહિ હોવાથી સ્વાધ્યાયાદિ બીજી ધર્મસાધનાઓને અને તત્ત્વવિચારણાને આહારસંજ્ઞા અને વિષયસંજ્ઞા અટકાવી દે છે. ત્યાં શુભ યોગનો ભંગ થાય છે. યોગભંગ મનને નબળું પાડી ઉચ્ચ સાધના માટે અસમર્થ કરી નાખે છે. આવી મોટી નુકસાની અટકાવવી હોય તો સત્ત્વથી અટકાવી શકાય. આહારસંજ્ઞાને દાબવાનું સત્ત્વ પ્રગટાવ્યું હોય તો એ ભજનયોગ સાધનાની વચમાં ટપકી પડતી ભોજનસંજ્ઞાને અટકાવશે. તેથી યોગભંગ નહિ થાય, મન નબળું નહિ પડે અને એમ ઉચ્ચ સાધના માટે મન સશક્ત રહેશે. અનશનના તેમજ દ્રવ્યસંકોચ-રસત્યાગ-કાયકષ્ટ-સંલીનતા વગેરે બાહ્ય તપના સારો અભ્યાસ રાખીને પ્રગટ કરેલા સત્ત્વના આવા બધા યોગઅભંગ વગેરે સુંદર લાભો છે. બાહ્ય તપથી સત્ત્વ. સત્ત્વથી યોગસ્થિરતા. એથી મનની સબળતા. સબળ મનથી ઉચ્ચતર યોગ પર આરોહણ ! એમ કરતાં મહાસત્ત્વ અને ક્ષપકશ્રેણિ ! આમ બાહ્ય તપની સાત્ત્વિક ઉચ્ચ સાધના અલૌકિક પ્રભાવ ઊભો કરે છે. આના પર એક સુંદર દૃષ્ટાન્ત જુઓ. ૨૬. લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિક લલિતાંગ રાજકુમાર મુનિ અને અસંમત નાસ્તિકનો સુંદર પ્રસંગ છે, જેમાં એ મુનિના જંગી તપથી પ્રગટેલા સત્ત્વ પરની સાધનાનો અદ્ભુત ચમત્કારિક પ્રભાવ જોવા મળે છે. ત્યારે પહેલાં એ જુઓ કે આવા તપનું બળ અને ધગશ ક્યાંથી આવ્યાં ? બન્યું એવું કે લલિતાંગ રાજકુમાર એકવાર વસંત-ઉત્સવમાં નગર બહાર ફરવા નીકળ્યો છે. ત્યાં યુવાન મંત્રીપત્ની પણ આવી છે. લલિતાંગ એને જોઈ એના પર ઓવારી જાય છે, મોહી પડે છે અને મિત્રને મોકલી એને પૂછાવે છે કે તારો સમાગમ કેમ થાય ? જુઓ યુવાનીનો ઉન્માદ. આત્મામાં જનમ જનમના દૃઢ કરેલ વિષય લાલસાના જોરદાર સંસ્કાર સૂતા પડેલા જ છે. માટે તો એ લાલસા અહીં સહજ જાગતી રહે છે અને નાદાન Page #195 -------------------------------------------------------------------------- ________________ - ન ધ્યાન અને જીવન જીવની ઈન્દ્રિયોને જાણે સ્વાભાવિક રીતે વિષયો તરફ ઘસડી જઈ એમાં લીન બનાવે છે. આત્માનો મૂળ સ્વભાવ નથી કે એ વિષયોમાં લીન થાય. કુસંસ્કારોનું એ તોફાન છે. એ લીનતા હજી કદાચ તેવું નિમિત્ત મળવા પૂર્વે મર્યાદિત વિષયોમાં હોય, પરંતુ જે ખતરનાક નિમિત્ત મળે તો તો પછી પેલા કુસંસ્કાર જોરમાં ખળભળી ઊઠી મર્યાદા-બહારના વિષયની લાલસા ઊભી કરી એમાં લીન બનાવે છે ! અહીં મંત્રી પત્નીને ઉદ્યાનમાં રૂપાળા રાજકુમારે નિરખવી અને પેલીને નિમંત્રણ મળવું, એ નિમિત્ત તરીકે મળ્યું, એટલે બંને પરસ્પરની પ્રત્યે આકર્ષાયા. રાજકુમારને પરસ્ત્રીનું રાગથી દર્શન, એ નિમિત્ત અને યુવતીને રાજકુમારની પ્રાર્થના નિમિત્ત તરીકે મળી, એને એણે વધાવી. બંને ભૂલા પડ્યા. અનર્થનાં આંધણ મૂકાયાં. માટે જ સમજી રાખો, આત્મખજાને વિષય લાલસાના કુસંસ્કારો સુષુપ્ત પડેલા જ છે, એમાં જો એવું કોઈ અસત્ નિમિત્ત વધાવ્યું, દા.ત. જરાક પરપુરુષ કે પરસ્ત્રીનાં નિરીક્ષણમાં પડ્યા તો એ વિષય લાલસાના સંસ્કાર જાગતા થઈ જવાના, ને લાલસા ઊભી થવાની. એમાં વળી જો સામાની માગણી મન પર લીધી તો તો મર્યા જ સમજે. નંદીષેણ મુનિ મોહને દબાવવા મથનારા મહા તપસ્વી હતા. એ ભિક્ષાર્થે અજાણતા વેશ્યાના ઘરમાં પેઠા, પણ પછી વેશ્યાની માગણી પર કાન ને મન ધરવા ગયા, તો સુષુપ્ત સંસ્કારો જોર કરી ગયા. એણે મુનિનું ઘોર પતન કરાવ્યું. ત્યાં ભલે વેશ્યાએ માગણી કરી, પણ પોતે જો સાંભળવા વિચારવા ન ઊભા હોત અને ચાલી નીકળ્યા હોત, તો બચી જવાને જગા રહેત. પણ ના, ખોટાં નિમિત્તને વધાવ્યું, તો પૂર્વે શીલભંગથી બચવાની ગજબ જહેમત છતાં, પળવારમાં પડ્યા. નિમિત્ત મારે છે, ને નિમિત્ત તારે છે. જીવનમાં ખરાબ નિમિત્તો સેવનાર મરે છે, ત્યારે સારા સત્સંગ, સંદૂ વાચન વગેરે નિમિત્તો સેવનાર તરી જાય છે. વા-વા કલાક સમય મળ્યો, જાઓ ભગવાન પાસે જઈ બેસો, યા સંયમી સાધુ કે કોઈ ધર્માત્મા સ્નેહી પાસે જઈ બેસો, તો એ સારું નિમિત્ત વધાવ્યું, એથી સુંદર આત્મિક હિતનો લાભ થવાનો. એથી ઊલટું, કોઈ વાતોડિયાની પાસે કે કોઈ નિંદાપોરની પાસે જઈ બેઠા, યા કોઈ સિનેમામાં પેઠા કે બજારમાં જરાક અમથી લટાર મારવા નીકળ્યા, તો એ અસતુ નિમિત્ત સારા સંસ્કાર પર ઘા કરી વિષય-કષાયની એક યા બીજા પ્રકારની લાગણી ઊભી કરશે. એનો અર્થ, ખોટાં નિમિત્તથી મરવાનું. નિશ્ચયમૂઢ સોનગઢમતી કહે છે કે, “નિમિત્ત કશું કરતું નથી !' પણ એમ કહેનાર અસત્ય બોલે છે, કેમકે પોતે જ શ્રોતાનું નિમિત્ત પામીને જ ભાષણ ઠોકે છે, પણ એકાંતમાં એકલા બોલવા નથી બેસતા. શ્રોતા પણ કલાક ભાષણ ચાલે ત્યાં સુધી એ નિમિત્તથી બેસે છે, પણ ભાષણ બંધ થયા પછી ત્યાં એમજ કલાક Page #196 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - બેસી નથી રહેતા. શું આ ? નિમિત્ત છે તો કાર્ય થાય છે, નહિતર નહિ. એ સૂચવે છે કે નિમિત્ત કશું કરતું નથી એમ નહિ, પણ નિમિત્ત કાર્ય કરે છે. સારું નિમિત્તે સારું કાર્ય કરે, નરસું નિમિત્ત નરસું કાર્ય કરે - આ સામાન્ય નિયમ. નિમિત્તે પતન : મંત્રી પત્નીને રાજકુમારની પ્રાર્થનાનું નિમિત્ત નહોતું મળ્યું ત્યાં સુધી એ ડાહી હતી, પણ એ નિમિત્ત મળતાં પાગલ થઈ. એમ રાજકુમારે રૂપાળી મંત્રી પત્નીનું દર્શન વધાવ્યું, તો પહેલાં જે એ શાણો સદાચારી હતો તે હવે મુઢ દુરાચારકાંક્ષી બન્યો. નિમિત્તની ભયાનકતા હજી આગળ જુઓ. મંત્રી પત્નીને એકવારની પણ પ્રાર્થનાનું નિમિત્ત મળ્યું, તો એને ય વાસના જાગતી થઈ અને એના ઘરે ખાનગી મુલાકાત ચાલી. પરંતુ હવે એ રાજકુમારને કરગરતી કહે, “તમે મને બહુ ગમો છો. પણ પતિ મને એકલી મૂકતા જ નથી, તેથી આપણો યોગ ક્યાંથી બને ? માટે એક કામ કરો, જેથી કાયમી યોગ થઈ જાય.' રાજકુમારે તો એકવાર ખોટી પ્રાર્થનાનું નિમિત્ત ઊભું કર્યું છે ને ? એ એને ય હવસ લગાડે છે. મંત્રી પત્નીના દીનતાભર્યા બોલનું નિમિત્ત મળ્યું, પછી એવું નિમિત્ત એને કેમ ન પછાડે? એ ય ઘેલો થઈ કહે છે, “બોલ, શું કરું? જે કહે તે કરવા તૈયાર છું. પરંતુ જો જે હોં, અહીંથી ભાગી જવાય એમ નથી. અહીં રહીને જે કાંઈ થતું હોય તે જરૂર કરીશ.' મંત્રીપત્ની કહે, “હા, એવું જ અહીં રહીને જ કરવાનું છે.” બંને ક્યાં ઉપડ્યા ? કાયમી અપકૃત્યના ઉપાય તરફ. કેમ ? એકવાર નાનું પણ અપકૃત્ય આચર્યું હતું માટે. કાયમી પતનનું એ નિમિત્ત બની ગયું. પહેલાં બંને ડાહ્યા. પરંતુ એકવારનું નિમિત્ત ઊભું કરવાથી પછીથી બંને ગાંડા બન્યા. આ સૂચવે છે કે, ભાવી અપકૃત્ય-અસત્ વચનની પરંપરાથી બચવું હોય તો જીવનમાં એકવાર પણ એને સ્થાન ન આપો. એકવારના પણ અકાર્યથી હવસ જાગશે, હરામચસકો લાગશે. આજના જે છોકરા ખરાબ સંસર્ગે એકવાર પણ સીગરેટની કુંક મારે છે, યા કામની ખોટી ચેષ્ટામાં પડે છે, એનાં પછી જીવન પાયમાલ થાય છે. એમ સામાની અયોગ્ય લલચામણ તરફ મન દે છે. એય કાયમી કુટેવના ભોગ બને છે. બંને નિમિત્ત ખોટાં. બંનેમાં મરો. એકવાર પણ અપશબ્દ કે જુઠ બોલ્યા, કોઈની નિંદા કરી, તો પછી એની પરંપરા લમણે લખાશે. એમ ખોટામાં લલચાયા, તો એની પરંપરા ચાલવાની. માટે . Page #197 -------------------------------------------------------------------------- ________________ -૧૮જન ધ્યાન અને જીવન - પતનથી બચવા અપકૃત્ય-અસત્ વચનને કે લલચામણને પહેલે તબક્કે જ અટકાવો. નહિતર એકવારનું પતન અસત્ નિમિત્ત બની જશે, ને એ પતનની પરંપરા સર્જશે. નિમિત્ત બળવાન છે. નંદીષણ વેશ્યાની લલચામણથી પડ્યા. આષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત આષાઢાભૂતિ મુનિ નાટકિયાની બે પુત્રીઓના હાવભાવ અને પ્રાર્થનાનાં નિમિત્તથી પડ્યા. એ નિમિત્ત પણ પોતાની લાડવાની લાલસાના નિમિત્ત પર ઊભું થયું હતું. અજાણતાં એ નાટકિયાને ત્યાં ગોચરી ગયા. ભિક્ષામાં એક લાડુ મળ્યો. બહાર નીકળી ચાલ્યા, પણ વિચાર આવ્યો કે “આ લાડવો તો આચાર્યના પાત્રે જશે. મને શું રહે?' એટલે વેશ બદલી ફરીથી એ ત્યાં જ વહોરવા ગયા. બીજો લાડવો મળ્યો, લઈ ચાલ્યા. પાછો વિચાર આવ્યો કે “આ તો ઉપાધ્યાયને પાત્રે જાય. મને શું મળે ? ફરીથી વેશ-વાણી-મુદ્રા બદલીને ત્યાં જ ગોચરી ગયા. નાટકિયાએ મેડી પરથી આ વેશ-વાણી-મુદ્રાના પરિવર્તન જોયાં. એને થયું કે “આ માણસ નાટક સારાં કરી શકે.” તેથી નીચે આવી મુનિને વિનંતી કરે છે, “રોજ લાભ આપજે.” કહીને બે-ચાર લાડવા વહોરાવી દીધા. મુનિ ખુશી થઈને ગયા. બીજી બાજુ નાટકિયાએ પોતાની બે દીકરીઓને સમજાવી દીધું કે “જુઓ, આ તો એના એ જ મુનિ વેશ વગેરે ફેરવી ફેરવીને આવેલા. મેં મેડી પરથી એમને વેશ-પરિવર્તન કરતાં જાયેલા. એટલે આ તમારે નાટક માટે બહુ કામનો માણસ છે, કુશળ કારીગર છે. તેથી રોજ એ આવે એટલે સારું સારું વહોરાવજો અને સાથે હાવભાવ વગેરેથી લલચાવો, વશ કરતા જજો. પછી એક દિ' એ સાધુપણું મૂકી તમારે ત્યાં આવ્યો સમજે.” મુનિ રોજ આવતા ગયા, ને પુત્રીઓએ કામણ કરવા માંડ્યા. એવાં કામણ કર્યા કે ક્રમશઃ મુનિ તદ્દન ઢીલા ઘેસ થઈ ગયા. સંયમની ભાવના મટી ગઈ. મોહની વાસના સજાગ થઈ ગઈ. બોલો, કેમ આ બધું? કહો, એકવાર પણ લાડવાની લાલસા જાગી તો એને સભાવનાથી દાબી દેવી જોઈતી હતી. એના બદલે ફરી ફરી વહોરવા જઈને લાલસાને પોષી. એ એકવાર પણ લાલસા પોષણનું નિમિત્ત સેવ્યું, તો ચાલ્યા પતનના માર્ગે. રોજ ને રોજ મેવા-મિઠાઈ અર્થે એકના એક જ ઘેર જવું એ પતનનો માર્ગ છે, પતનનું નિમિત્ત છે. યુવતીઓના હાવભાવ જોવા એ પતનનું નિમિત્ત પતનનો માર્ગ છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ય વેશ, અરે ! એમ ને એમ પણ યુવતીનાં નિરીક્ષણમાં પતન છે, પછી એનાં ચેનચાળા જોવામાં તો પૂછવાનું જ શું ? ભારત સામે ચીનની મોરચાની તૈયારી ચાલી રહી છે ને ? એમ બ્રહ્મચારી-સદાચારીની સામે મોહરાજાનો આ મોરચો છે કે એની સામે યુવતીઓને લાવી ખડી કરે. એમાં વળી આજે તો સ્ત્રીઓના ઉદ્ભટ અંગોપાંગ-પ્રદર્શનના ખુલ્લા બજાર અને એ સ્ત્રીઓની છાપા-સિનેમા-રેડિયોથી ઉત્તેજિત વાસના, પછી એ શીલ સામે મોહને કેવા મોરચારૂપ બને ? ત્યાં સદાચારીએ સમજી જ રાખવું પડે કે ‘મારી સામે આજની દુનિયામાં રહીને મોહના આ મોરચા ચાલુ જ રહેવાના, પણ મારે કડક મનથી એની સામું જ નહિ જોવાનું. જો એકવાર પણ નિરીક્ષણ કર્યું છે તો મોત થશે, હરામચસકો લાગશે. નિરીક્ષણ-માત્રમાં પણ વીર્ય ખત્મ થતું જશે.’ સ્ત્રીદર્શનમાં વીર્યનાશ કેમ ? : આયુર્વેદ-શાસ્ત્રીઓ કહે છે કે રાગથી પરસ્ત્રીનું નિરીક્ષણ કરવામાં અંગમાં વિકાર જાગે છે, લોહી ગરમ થાય છે અને એ ઉષ્ણતા વીર્યને પાતળું પાડી મૂળ સ્થાનમાંથી ચલિત કરી દે છે. પછી એ ખળમાં ભળી જઈ શરીરમાંથી એક યા બીજા દ્વારે વહી જાય છે. વીર્ય તો છેલ્લી ધાતુ છે, શરીરનો રાજા છે. રાજા બળવાન, તો પ્રજા સુરક્ષિત, એમ વીર્ય બળવાળું ઘટ્ટ, તો શરીર-ગાત્ર-ઈદ્રિયો સુરક્ષિત સારાં.રાજા નબળો પડે તો પ્રજા લૂંટાય. આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની નબળાઈમાં પ્રજાને લૂંટાવાનું ચાલી રહ્યું છે ને ? એમ વીર્ય નબળું, તો (૧) શરી૨ શક્તિઓ લૂંટાય, (૨) ગાત્રો ઢીલાં પડે, (૩) ઈન્દ્રિયોનાં તેજ લોપાય. પછી ત્યાં (૪) સહેજ સહેજમાં તાવ, ખાંસી, શરદી વગેરે રોગો ઊઠે, (૫) યુવાનીમાં ઘડપણ આવે, (૬) ઘડપણમાં સાવ નિસ્તેજ નખાઈ ગયેલા બનવું પડે, (૭) સ્મરણ શક્તિ બુઠ્ઠી થઈ જાય, ને (૮) ઉત્તમ સાત્ત્વિક ભાવનાઓ મોંઘી બને. એકલાં પરસ્ત્રી દર્શનનાં કેટકેટલાં નુકસાન ! સજ્જનતા-સાધુતા તો ગઈ જ. દર્શનથી અંતરમાં છબીલીઓ રમતી થઈ જાય ત્યાં પછી સદાચાર, સદ્ વિચાર, પ્રભુપ્રેમ, ગુરુભક્તિ, સંયમ વગેરે શાના ઊભા રહે ? બહાર જે ને તે જોવાનું બંધ કઈ રીતે કરાય ? : ૧૮૫ માટે ડાહ્યા હોય તે પરસ્ત્રીનાં એકવારનાં પણ નિરીક્ષણથી બચે, દૂર રહે, મનને માંડવાળ કરે કે ‘એમાં શું જોવું છે ?' મન રોક્યું ન રહે એમ લાગતું હોય તો આંખ મીંચી મનમાં જ ગ્લાનિ સાથે કલ્પી મનને કહે, ‘લે, જો, શું જોવું છે ? આ જ ને કે આવી રૂપાળી હશે. એથી વિશેષ શું હોવાનું હતું ?' અલબત્ આમાં સાથે સાથે ઘૃણા ગ્લાનિ જોરદાર રાખવાની, જેથી અંતરમાં એ કલ્પેલ જરાય ન અડે. પરંતુ એ રીતે બહારનું જોવાની માંડવાળ થાય તો બહાર જોવાનું બંધ થઈ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધ્યાન અને જીવન જાય. પછી તો એમ બે વાર, પાંચ વાર, આંખ પરસ્ત્રીને જોતી અટકાવ્યાથી મનને સંતોષ થશે કે હાશ ! પાંચ વાર લફરીઓ સામે તો આવી પણ એનાં પાપ દર્શનથી બચ્યો.' આવી ગણતરીમાં આગળ બચવાની હોંશ રહેશે. આ માટે બાળપોથીનો પાઠ આ, કે જ્યાં કાંઈ પણ જોવાનું કૌતક જોરમાં ઊઠ્યું તે રોક્યું રોકાતું ન હોય તો તરત અંદર મનમાં એ કલ્પી લેવાનું કે ‘આવું હશે એમાં શું જોવું હતું ?' આમ બહાર જે ને તે જોવાનું કેટલીકવાર ટાળ્યા પછી કૌતક-આતુરતા ઘટી જશે, પછી જોવાની ભૂખ જ નહિ, એટલે મનમાં ય કલ્પવાની વાત બંધ. મુનિ કેમ ઢીલા પડ્યા ? : આષાઢાભૂતિ મુનિ નાટકિયાની યુવાન પુત્રીઓના હાવભાવ ચેનચાળા જોવા મંડ્યા એટલે અંતે ઢીલા ભેંસ થઈ ગયા. એમાં એકવાર પેલીઓ કહે છે, ‘હવે મૂકી દો ને આ જોગ ? અહીં આવો.' મુનિ યુવતીઓના હાવભાવનું રોજનું દર્શનનું નિમિત્ત પામી પામીને ઢીલા તો પડતા જ ગયા હતા, એમાં હવે આ કામરાગભરી કોમળ માગણીનું નિમિત્ત મળતાં સંયમભાવનાથી તદ્દન ભ્રષ્ટ થઈ ગયા ! કહે છે, ‘હવે મુંઝાશો નહિ, ગુરુને કહી દઈને આ પાછો આવ્યો સમજો.' ખરાબ નિમિત્તે શું કરે છે ? ભલભલા સારાને ય પાડી દે ! એમાં વળી યુવાન સ્ત્રીઓનાં રોજનાં દર્શન, તે ય એનાં રૂપ-લાવણ્યભર્યાં મુખ અને અંગના હાવભાવ સાથેનાં દર્શન શો સત્યાનાશ ન વાળે ? બીજી બાજુ સાધુની તપસ્યા, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય બહુ ય હોય, પરંતુ એ બધાને રદ બાતલ કરવાની તાકાત આ યુવતીદર્શનમાં છે. સિંહ ગુફાવાસી મુનિ ચાર મહિનાના ઉપવાસ કરીને સિંહની ગુફા આગળ નિર્ભયપણે ચોમાસું પૂર્ણ કરવાની તાકાતવાળા છતાં ઉપકોશા વેશ્યાના ઘરે જઈ એનું દર્શન કરવા માત્રથી પડ્યા ને ? સ્ત્રીઓ પ્રભુનાં દર્શન કરવા ? કે પોતાનાં દર્શન કરાવવા ? : સાધુઓ અને સદાચારીઓ માટે આજે કેવો કપરો કાળ આવી લાગ્યો છે ! તમે ઠેઠ ભગવાનના મંદિરે ગયા હો, પ્રભુની આગળ ભાવભક્તિ-ગુણગાન કરી રહ્યા હો, ત્યાં વચમાં કોઈ ગણિકા જેવા વેશવાળી બાઈ આવીને ઊભી રહેવા બહુ સંભવ. ત્યાં તરત તમારે આંખ મીંચ્યે જ છૂટકો, નહિતર તો મર્યા જ સમજો. કેમકે એ લફરીને પોતાને પ્રભુદર્શન કરવાની જે તમન્ના નથી હોતી એટલી તમન્ના બીજાને પોતાનાં અંગોપાંગનાં દર્શન કરાવવાની હોય છે ! દર્શન કરાવવા માટે તો ઢાંકવાના અંગોપાંગ ઉઘાડા રાખે છે. એને કોઈ દયા નથી કે આ બિચારા ગભરુ જીવો પ્રભુનાં દર્શન ભૂલી મારાં અંગોપાંગનાં દર્શન કરી પાપનાં પોટલાં બાંધશે ! માટે લાવ, હું મારું ઢાંકુ.' ના, કોઈ દયા નહિ, વિચાર નહિ, Page #200 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૧૮૭૦વિવેક નહિ. માત્ર કામનો એક પ્રકારનો ઉન્માદ છે, મૂઢતા છે. હવે ત્યાં પ્રભુ આગળ ભાવભક્તિ કરનારો આ પાપદર્શનથી બચવા કાં તો મોં ન ફેરવી નાખે, યા આંખ ન મીંચે, તો કેમ બચે ? પ્ર.-એમ શું કામ કરે? એવા રૂપ ઉપર વૈરાગ્ય ભાવના કરે તો બચી શકે ને? ઉ.-હાં, બચી શકે, પણ ક્યારે? એવા ઉદ્ભટ વેશ અને રૂપાળા અંગોપાંગ પર આંખ ચાલુ રાખીને નહિ. વૈરાગ્ય ભાવના પરરૂપ દર્શન ચાલુ રાખીને ન કરાય. આંખ તો પહેલી ખસેડવી પડે, ને પછી મનમાં એનો રાગ ન રહે એ માટે વૈરાગ્ય ભાવના કરે, તો બચી શકે. રૂપનાં દર્શન ચાલુ અને વૈરાગ્ય ભાવના કરવા જાય, ત્યાં ઠગાય. મન તો ચોર છે, અનંતા કાળનું વિષયદર્શન પર રાગલબ્ધ થવાને ટેવાયેલું છે. એટલે વૈરાગ્ય તો ઉપલકિયો, ને રાગાસતિ અંદરની ઉઠવાની. રૂપાળા વિષયોમાં ઈન્દ્રિયોને ડુબતી રાખવી છે ને વૈરાગ્યનો ચાળો કરવો છે. બાપાના ખેલ નથી કે એમ વૈરાગ્ય હૈયે ઝળહળે. એ ભરતચક્રવર્તી જુદા કે જે એમ વૈરાગ્ય ઝળહળાવીને અંતે અરીસા ભવનમાં કેવળજ્ઞાન પામી ગયા. તમારે-અમારે તો વિષય સંપર્કથી પહેલાં પાછા હટવું પડે, નહિતર તો રાગની જ રમત ચાલ્યા કરે. એટલા જ માટે પ્રભુદર્શન-ગુણગાન વખતે વચ્ચે આવતા લફરાં વખતે આંખ મીંચી જ દેવી પડે અને પછી માનસિક પ્રભુદર્શન કરવા પડે, જાણે આંખ પરનાં પડળ પારદર્શક, તે એની આરપાર એકલા પ્રભુ જ દેખાયા કરે. નહિતર તો પરસ્ત્રી જોતાં અતિ બહુ રૂઢ સ્ત્રીદર્શનના સંસ્કાર જાગ્રત્ થવાના, ને પ્રભુદર્શનને પડતાં મૂકાવી એ વિષયરાગને પોષવાનાં. આષાઢાભૂતિ મુનિ રોજનાં યુવતી દર્શનનાં ખોટાં નિમિત્તથી પડ્યા. નાટકિયાની પુત્રીઓને હૈયા ધારણ આપી ઉપડ્યા મુકામે. ગુરુ પૂછે છે, “આજ કેમ વાર લાગી ?' બસ, આષાઢાભૂતિને જરાક નિમિત્ત જોઈતું હતું, તે મળી ગયું. ઝટ ગુરુને કહે છે, “એમાં વાર શાની ?' “અલ્યા પણ આટલી બધી વારને તું વાર નથી ગણતો ? આમે ય રોજ કંઈક વધુ વખત તો લાગતો જ હતો ને ? આજે વધુ લાગ્યો. કેમ ?” વિષયગુલામીની વિટંબણા : આષાઢાભૂતિ કહી દે છે, “લ્યો ત્યારે આ તમારો આપેલો ઓઘો. હવે Page #201 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ની ધ્યાન અને જીવન - વારની પંચાતી જ નહિ. હું તો જાઉં છું.” બસ, સાધુવેશ મૂકીને ચાલવાનું કરે છે, વિષયગુલામી કેવી વિટંબણા દે છે ! મામુલી ઠપકાને ચારિત્ર મૂકી દેવાનું નિમિત્ત બનાવે છે. ત્યાં ગુરુ ચોંકી ઉઠે છે, સમજાવે છે કે, “ભાગ્યવાન ! ખરી હકીકત શી છે, કહે. આમ કાંઈ તારા જેવો લાયક સાધુ આટલા મામુલી ઠપકા પર ચારિત્ર ન મૂકી દે. તો મૂકવાનું ખરું કારણ કહે. તારા પર અમારો ઉપકાર છે, તો તું અમને વસવસામાં રાખીને જઈશ?” ગુરુ પાસે ઈકરાર : ગુરુ બોલતાં ગળગળા થઈ ગયા. એ જોઈ આષાઢા ભૂતિનું હૈયું પણ પીગળી ગયું. આંખમાં પાણી આવી ગયાં, રોતી સૂરતે કહે છે, “ગુરુજી ! ક્ષમા કરો મને, હું આપનો વિશ્વાસઘાતી નરાધમ શિષ્ય છું. આજ સુધી આપનાથી છૂપી રીતે મેં નાટકિયાની બે પુત્રીઓ પર મોહ કર્યો છે...' એમ કહીને બનેલી બધી હકીકત કહી છે “હવે હું મોહથી પરવશ થઈ ગયો છું તેથી એની સાથે રહીશ.” માંસ-મદિરાથી બચે તો : ગુરુએ પછી તો ન પડવા વૈરાગ્યનો ઘણો ઉપદેશ આપ્યો, પરંતુ મુનિએ લાચારી બતાવી, ત્યારે ગુરુએ છેવટે કહ્યું કે, “જે, તું જાય જ છે, તો ત્યાં માંસ અને મદિરાથી દૂર રહેજે. તો ક્યારે પણ ઊંચો આવીશ.” ગુરુનું વચન માથે ચડાવી આષાઢા ભૂતિ ગયા. જઈને નાટકિયાની પુત્રીઓને સાફ જણાવી દીધું કે “જુઓ આવ્યો છું, પણ તમે કદી માંસ-દારૂને ન અડવાનું કબૂલ કરો તો તમારી સાથે રહું, નહિતર તો હું આ ચાલ્યો.” પેલીઓએ કબૂલ કર્યું અને આષાઢાભૂતિ ત્યાં રહી ગયા. મન ભાવુકઃ નિમિત્ત પર ભાવિત ઃ પ્રયોગ સતતઃ કેવું પતન? ખરાબ નિમિત્ત સેવવા જાઓ, યા ખરાબ નિમિત્ત આવી પડે એને વધાવી લો, એટલે પહેલાનું શાંત મન પણ અશાંત બનવા લાગે છે. મન ભાવુક છે, જેવું નિમિત્ત મળે એ પ્રમાણે ભાવિત થઈ જાય છે. મહાયોગીઓની વાત કરતા નહિ. છતાં એ ય ચાહીને ખરાબ નિમિત્ત સેવે નહિ, કે વધાવે નહિ. માટે આ પ્રયોગ તો ખૂબ ચાલુ રાખો કે જ્યાં કોઈ અસત્ નિમિત્ત આવ્યું કે તરત ખસી જવું. ખસાય એમ ન હોય તો આંખ-કાન-મનને તો એમાં નહિ જ જોડવાના. દા.ત. કોઈ નિંદાનું બોલવા માંડે તો આપણે એ સાંભળવા કાન બંધ કરવાના. ને એ માટે મનને કોઈ રસમય તત્ત્વ યા ચરિત્રના વિચારમાં કે નવકાર ગણવામાં જોડી દેવાનું. Page #202 -------------------------------------------------------------------------- ________________ ઈલાચીપુત્ર ઈલાચી પુત્રના પ્રસંગની ખબર છે ને કે એ વૈરાગ્ય કેમ પામ્યો ? સારું નિમિત્ત મળવા પર. પહેલાં તો એ રૂપાળી નટડીના સૌંદર્યમાં લુબ્ધ બન્યો છે. એની ખાતર પોતાની જાત-કુળ-ખાનદાનીનો કોઈ વિચાર રાખ્યો નહિ. શ્રીમંત ઘર છોડ્યું, મા છોડી, બાપ છોડ્યા, બાપે સારા સુખી ઘરની કન્યા લાવી આપવા કહ્યું તે ય ન ગણ્યું અને નટના પરિવારમાં દાખલ થયો ! નટડી પરણવા નટના ખેલ શીખ્યો અને લગ્નવિધિમાં જરૂરી મોટી રકમ દાનમાં મળે એટલા માટે એકવાર રાજા અને શેઠ-શાહુકારો આગળ ખેલ કરે છે, વીસેક હાથ ઉંચા વાંસ પર બાંધેલા દોરડા પર નોધારો નાચે છે. રાજા દાન નથી આપતો અને કહે છે, મેં બરાબર ખેલ જોયો નહિ, ફરીથી નાચ.' ફરી નાચ્યો, નાચીને દાન માગે છે તો ય રાજા એ જ શબ્દો કહી એને ફરીથી નચાવે છે. કેમ એમ ? રાજા પણ રૂપાળી નટડીમાં લુબ્ધ બન્યો છે એટલે વિચારે છે કે ‘જો નટ એમ નોધારો નાચતાં થાકી લથડીને પડે અને મરે, તો નટડી હાથ કરી લઉં.' જુઓ મોહની વિટંબણા ! ઈલાચી પુત્ર હલકી નટની જાતિમાં ભળ્યો. પૂર્વે જ આવું બનતું ? ના, આજે પણ બને છે. ઈંગ્લાન્ડના અમીર કુટુંબના રાજા આઠમા એડવર્ડ બ્રિટનની રાજ્યગાદી છોડી લેડી સીમ્પસેનને વહાલી કરી ! થોડા વરસ પહેલાં સમાજના એક આગેવાનની પુત્રી ક્રિશ્ચિયનને પરણી ગઈ. મોહની વિટંબણા ભૂંડી છે. કૂતરા-ગધેડાને તો નચાવે, પણ માણસ જેવા માણસને ય મોહ નચાવે છે. જનાવરની જેમ એને ય ખબર નથી પડતી કે આ કોઈ મારો આત્મ-સ્વભાવ નથી. આ તો ખોટી ખણજ છે. આમાં તો મારી વિટંબણા થઈ રહી છે. હું જો જરા સ્વસ્થ બનું તો મારે વળી આ ઘેલી લાગણીથી વિડંબાનું શું ? એના કરતાં પરમાત્મ-પ્રીતિના રંગ-રસ જ ન અનુભવું ?’ પણ આ ખબર પડે જ ક્યાંથી ? મૂઢ જીવને અંતરમાં મોહની વિટંબણા ભારે. જો આ ન હોય તો પરણે શું કામ ? પરણ્યો નથી ત્યાં સુધી સ્વતંત્ર છે, ફાવે ત્યાં હરે-ફરે, કામ કરે ન કરે. પણ પરણીને બંધાય છે, ગુલામી વહોરે છે, ફોગટ પારકી કન્યાની જીવનભરની જવાબદારી પોતે માથે લે છે. શા સારુ ? મોહની ખણજના લીધે, કામરાગની પરવશતાને લીધે, વિટંબણા જ વહોરે છે ને ? અહીં રાજા મોહની વિટંબણા વહોરે છે. નટડી જોઈએ છે તેથી નટ-ઈલાચી પુત્રનું મૃત્યુ તાકી રહ્યો છે. એટલે ત્રીજી વાર નટને કહે છે, ‘મારું ધ્યાન ન રહ્યું, તું ફરીથી નાચ. એ જોઈને સારું ઈનામ આપીશ.' Page #203 -------------------------------------------------------------------------- ________________ –લન ધ્યાન અને જીવન - ઈલાચીપુત્ર થાક્યો છે. ઉંચા દોરડા પર નોધારા નાચવું એટલે જીવસટોસટનો ખેલ છે. એમાં થાકેલા પગે કદાચ લથડિયું ખાધું તો શું થાય ? નટડી મળવાની બાજુએ રહે અને મોતને ઘાટ ઉતરી જાય. આવું મહા સાહસ ખેડવા ય ઈલાચી પુત્ર તૈયાર ! કેમ ? પૈસા કમાઈ રૂપાળી નટડી પરણવી છે, એટલે ત્રીજીવાર ચડ્યો ઉપર અને નાચે છે. બોલો, જેને આટલો બધો નટડીનો મોહ હોય એને ત્યાં જ વૈરાગ્ય થાય ? રાજાની નટડી પર તાકેલી નજર જોઈને એને ખ્યાલ પણ આવ્યો છે કે ‘હું ધન વાંછું રે રાયનું, રાય વંછે મુજ ઘાત' છતાં લાલચમાં છે કે હવે તો નાચીને દાન મેળવીશ. આટલા લાલચુ અને વિષયલંપટને વૈરાગ્ય થાય ? પણ કેમ થયો? દેખ્યું - થાળ ભરી શુદ્ધ મોદક, પદ્મિની ઉભેલા બાર, લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર.” દિવસનો સમય છે. મુનિ ગોચરી અર્થે એક ઘરના બારણા આગળ ઊભા છે. પદ્મિની સ્ત્રી, રૂપ રૂપનો અંબાર, લાડવાનો થાળ લઈ આવી ઊભી રહીને મુનિને વિનંતી કરે છે, “ભગવંત ! લ્યો, આ લાડુનો લાભ આપો.” મુનિ નીચી દૃષ્ટિ રાખી ઊભા છે. અભિગ્રહધારી હશે, ને અહીં અભિગ્રહ પૂર્ણ નહિ થતો હોય, યા લાડનો ખપ નહિ હોય, તે મુનિ લેતા નથી. ઊંચા દોરડા પરથી ઈલાચી પુત્ર આ દેશ્ય જુએ છે, ત્યાં એના મનને થાય છે કે “ધન્ય મુનિ અવતાર !” શાના ઉપર આ થયું ? મુનિ શું લાડુ નથી લેતા એના ઉપર ધન્યવાદ ? ના, એ તો પોતાને જો ખાવાનો રસ હોત તો “આ મિઠાઈ મફત મળતી છતાં નથી લેતા એ જોઈ ધન્યવાદ દેત. અહીં તો એને નટડીનો રાગ છે, તો મુનિનું એવું શું જોયું કે એથી મુનિને ધન્યવાદ આપે છે ? આ જ કે પદ્મિની સ્ત્રી સામે ઊભી છે છતાં મુનિ મોં એની સામે ન રાખતાં, યા એના મુખ પર નજર ન રાખતાં, નીચી મૂંડીએ ઊભા છે. એ જોઈને ઈલાચી મુનિ જીવનને ધન્યવાદ આપે છે. મુનિમાં નટડી કરતાં ય સારા કુળ-શીલ અને સૌંદર્યવાળી પદ્મિની સ્ત્રીને જેવા સરખી ય જ્યાં વાત નથી અને પોતે નટડીમાં આખો ને આખો લુબ્ધ છે ! એવા મોટા તફાવતને જોતાં ઈલાચીકુમાર પોતાની જાતને ધિક્કાર આપે છે, એને પોતાના વિષયરસ પર કમકમી ઉપજે છે અને એ રીતે વૈરાગ્યનો ભાવ ઝળહળી ઊઠે છે – ધિક્ ધિક વિષથી રે જીવને, ઈમ પામ્યો વૈરાગ્ય.' નટડી ખાતર દોરડા પર નૃત્ય કરનાર ઈલાચીપુત્રને મુનિની ચર્ચા જોવાનું નિમિત્ત મળતાં વૈરાગ્ય જાગી ગયો. મુનિ જે પદ્મિનીના મુખ કે ગાત્ર પર નજર ...... Page #204 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - રાખી ઊભા હોત તો એને મુનિ પર મુગ્ધ થવાનું ન રહેત. પણ મુનિ એમ જુએ શું કામ ? સ્ત્રીનાં મુખનું કે ગાત્રનું દર્શન એ રાગના વિકારને જાગવા માટેનું નિમિત્ત છે, પતનનું નિમિત્ત છે. એટલે મુનિ એવાં નિમિત્તોથી દૂર જ રહે છે, નિમિત્તને સેવતા નથી. મહાયોગી પણ મુનિ સ્ત્રીમુખ દર્શન-ગાત્રદર્શન જેવું ખરાબ નિમિત્ત ન સેવે. ત્યાં મહાયોગીપણાની ખુમારી ન રાખે કે “હું, તો મહાયોગી, મને એવાં નિમિત્ત શું શું કરવાના હતા?” જો મહાયોગી પણ એવાં નિમિત્ત સેવવા જય, તો પતનનાં પગરણ શરુ થયાં જ સમજો. સિંહ ગુફાવાસી મહાયોગી મુનિ વેશ્યાવાસનું નિમિત્ત સેવવા ગયા તો પતનનાં પગરણ મંડાયા ને ? મહાયોગીએ પણ એવાં નિમિત્ત ટાળવાનાં, તો બીજાનું શું પૂછવું ? આષાઢા ભૂતિ નાટકિયાની યુવાન પુત્રીઓના પ્રસંગમાં રોજ થોડા પણ આવ્યા, તો એ ખરાબ નિમિત્તે એમને પતનના માર્ગે દોર્યા અને અંતે એ મુનિપણું મૂકી દઈને એની સાથે બેસી ગયા. એકવારનાં પણ સ્ત્રીદર્શનમાં લોભાયા કે ગબડ્યા ! ફરીથી એ ટાળીને જો વૈરાગ્ય ભાવનામાં રક્ત રહ્યા હોત તો બચત. પણ આ તો રોજ ને રોજ એ દર્શન કર્યો ગયા પછી ત્યાં મન મનાવવાની વૈરાગ્ય ભાવના હોય તો ય એ બિચારી પાંગળી થઈ જાય. એ ભાવના તો નામની, ને ખરેખર તો ઈષ્ટ સંયોગનું આર્તધ્યાન ચાલુ થઈ જાય, મનને પકડી લે અને રાગને પુષ્ટ બનાવી દે. લલિતાંગનું શું થયું? પેલા લલિતાંગ રાજકુમારે મંત્રી પત્નીનાં દર્શનનું નિમિત્ત સેવ્યું અને સમાગમની માગણી કરી, ત્યાં પાછું સામાના મોહક ગદ્ગદ્ શબ્દ પર ખેંચાયો, તો હવે રોજના સંબંધ પર મન લગાડે છે. મંત્રીપત્ની ય રાજકુમારની પ્રાર્થનાનું નિમિત્ત મળતાં પતનના માર્ગે ખેંચાય છે, પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને કુમારને ય ઉપાય બતાવે છે. મંત્રીપત્ની ઉપાય કહે છે: મંત્રી પત્ની કહે છે, “જુઓ, તમે તમારા આવાસથી એક સુરંગ ખોદાવો અને તે મારા ઘરના કૂવાની અંદરની દિવાલ સુધી લઈ આવો. ત્યાં પછી તમારા માણસો મને ઝીલી લેવા તૈયાર રાખો. આ બાજુ હું પતિ સાથે રોજ થોડું થોડું ઝગડાનું નિમિત્ત રાખીશ અને એ સુરંગ તૈયાર થઈ ગયે એક દિવસ ઝગડો વધારીને કૂવે પડીશ. ત્યાં તમારા માણસો મને ઝીલીને તમારા મહેલમાં લઈ આવે એવું ગોઠવજો. પછી બધું ગુપ્ત ગુપ્ત ચાલશે.” Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધ્યાન અને જીવન કેવો ખતરનાક ઉપાય ? આમાં સદાચારને ટકવાને જગા જ ક્યાં રહે ? કુમાર વિષયાંધ બન્યો છે, જાગેલી કામવાસના સામે કઠણ બનવાને બદલે વિહ્વળ થયો છે. એ હવે શે બચશે ? એણે ખાનગી સુરંગ ખોદાવી, માણસો મૂક્યા અને મંત્રીપત્નીએ પતિની સાથે ખોટો ઝગડો વધારી દઈ ‘લ્યો ત્યારે, તમારે આમ જ કરવું છે તો હું તો મરીશ', એમ કહી દોડીને પડી કૂવામાં. અંદરકુમારના માણસોએ એને તરત ઝીલી લીધી, ને એ પહોંચી કુમારના ગુપ્ત આવાસે. અહીં હવે મંત્રીની બિચારાની દશા જુઓ. પત્ની જેવી કૂવામાં પડી કે તરત મંત્રીએ એને બહાર કાઢવા તજવીજ કરી, માણસો બોલાવ્યા અને કૂવામાં ઉતાર્યા. અહીં તો પત્ની પડતાવેંત ઝીલાઈને કુમારના આવાસે લઈ જવાય છે, એટલે આ માણસો અંદર તપાસ કરે પણ એ ક્યાંથી મળે ? સમજ્યા કે ઉંડાણમાં નીચે ડુબી ગઈ લાગે છે, મંત્રીને ખબર કહ્યા, એને ખેદનો પાર ન રહ્યો ! હવે ખરેખર હકીકત જુદી છે, પણ પ્રત્યક્ષમાં જુદું દેખાય છે કે પત્ની બિચારી મંત્રીના ત્રાસથી કૂવે પડી. બોલો સાચું શું ? કેટલીય આવી ઉડીઉંડાઈ વાત પર મદાર બાંધો છો ને ? પણ સમજી રાખો કે પ્રત્યક્ષ દેખાતું બધું સાચું ન પણ હોય. ચળકે એટલું સોનું નહિ. માટે લોકવાયકા પર મદાર ન બાંધવો. લોકને શું ? મંત્રીની કરુણ દશા ઃ અહીં લોકમાં વાત ફેલાઈ કે મંત્રીના રોજના કકળાટથી એની પત્નીએ કૂવામાં પડી આપઘાત કર્યો. મંત્રી કેવો નાલાયક !' રાજાના કાને પણ આ વાત પહોંચી અને એ ગુસ્સે ભરાયો. મંત્રીની બધી મિલ્કત જપ્ત કરી એને હોદ્દા પરથી ઉતારી મૂક્યો બીજી બાજુ લોકમાં મંત્રીને ફિટકારની અવધિ ન રહી. કેવો જુલ્મ છે ! દુરાચારીઓનાં ષડયંત્રના પાસા પોબાર પડે ! અને સદાચારી વગર વાંકે દંડાય ! એ કેટલો જુલ્મ ? દુનિયા સાચાની ? કે જૂઠાની ? દુનિયાને શું છે ? એને તો ઉપકિયું જોવું છે, અંદરખાને ક્યાં ઉતરવું છે ? અંદરખાને ભલે ને પોલંપોલ હોય, ઉપરથી દેખાડવામાં ડાકડમાળ છે ને ? બસ, લોકને આ આવડે કે એ જોઈને ઝટ એમાં કૂદી પડવાનું, ને ઝટ સર્ટિફિકેટ ફાડવાનું, પછી ભલે એ બોગસ સર્ટિફિકેટ હોય ! મયણાસુંદરી માટે લોકોએ બોગસ સર્ટિફિકેટ ફાડ્યું ને ? એની અંદરની તત્ત્વદૃષ્ટિ અને એની રક્ષા માટે કોઢિયા પતિને ય સ્વીકારી લેવાનું સત્ત્વ, એ કેવા અનુપમ ગુણ ? પણ લોકને એ ક્યાં જોવું છે ? ક્યાં એની કદર કરવી છે ? બસ, બાપની સામે બોલી ? લ્યો, તો એનું આ ફળ પામી' - લોકનો આ બોલ. છતાં મયણાસુંદરી એથી ગભરાઈ નહિ. મન પર એની જરાય અસર ન લીધી. Page #206 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૯૩ જીવનમાં આ એક જબરદસ્ત બોધપાઠ લેવા જેવો છે, કે ‘આપણે સન્માર્ગે ચાલ્યા જતા હોઈએ, તત્ત્વષ્ટિથી વર્તતા હોઈએ, ત્યાં પછી અજ્ઞાન માણસો એને સમજ્યા વિના ઉપર ઉપરનું જોઈને ખોટો અભિપ્રાય બાંધે, નિંદા કરે, તેથી કાંઈ આપણે સન્માર્ગ અને તત્ત્વષ્ટિથી ખસી જવાનું નહિ’. જોજો, વેઠવાનું આવે એને તત્ત્વદેષ્ટિ કે સન્માર્ગ ખાતે નહિ પણ કર્મના ખાતે ખતવવાનું. માનવાનું કે આ વેઠવાનું આવ્યું એ આપણાં કર્મના લીધે જ છે. આપણાં અશુભનો ઉદય હોય તો લોકમાં અપકીર્તિ થાય, પણ એથી તો એવાં કર્મ ભોગવાઈને નષ્ટ થાય છે, ફિકર નહિ. અશુભ કર્મથી અપકીર્તિ થાય, એથી કાંઈ સન્માર્ગ ખોટો નથી ઠરતો, કે તત્ત્વદૃષ્ટિ ખોટી નથી ઠરતી. માટે મારે જરા ય એમ નહિ માનવાનું કે આપણા સન્માર્ગે યા તત્ત્વદૃષ્ટિએ ચાલવાના લીધે કષ્ટ આવ્યું. આપત્તિ-સંપત્તિને કર્મના ખાતે ખતવવાથી મન સ્વસ્થ રહે છે, પ્રશાન્ત રહે છે અને સન્માર્ગ તથા તત્ત્વષ્ટિને ન્યાય અપાય છે, એની કિંમત લેશ પણ ઘટાડવાનું નથી બનતું. મયણાસુંદરીએ લોકની નિંદા કર્મ-ખાતે ખતવી, તત્ત્વદૃષ્ટિના ખાતે નહિ, એણે એમ ન માન્યું કે ‘આ તત્ત્વદેષ્ટિ રાખી તેથી ઉપાધિ થઈ.' એણે તો કર્મના ઉદયને લીધે નિંદા થવાનું માન્યું. તત્ત્વદૃષ્ટિ રાખવાને લીધે પોતાની નિંદા થઈ એમ કરી તત્ત્વદૃષ્ટિનું મૂલ્ય શું કામ ઘટાડે ? મંત્રીને બિચારાને સન્માર્ગસ્થ હોવા છતાં લોકનિંદા આવી પડી ! રાજા તરફથી ફિટકાર સાથે બધું જપ્ત થવાની સજા મળી ! મંત્રીને પત્ની તો ગઈ તો ગઈ, પણ ઉપરથી બેઆબરૂ અને બધું જપ્ત ! લોકની વાત પર શો મદાર બાંધવો ? મંત્રીપત્ની અને રાજકુમારનું આ કેવું બેસુમારનું અપકૃત્ય ! પ્રપંચ અને અનાચારથી જાતે મરી રહ્યા છે અને મંત્રીને પણ મારી રહ્યા છે. *** ૨૭. વિષયાંધતા ભૂંડી : ભગવાનના હકનું તમારે ત્યાં છે ? (૧) વિષયાંધતામાં આપત્તિનાં ખરાં કારણની ગમ નહિ : વિષયની લંપટતામાં જીવ ભયંકર પણ અનર્થો જોવા તૈયાર નથી, અનર્થોની એને પરવા નથી. ગમે તેવાં નુકસાન ઉતરી આવો, પણ અતિ મૂઢતા એમ માનવા ય દે નહિ કે ‘આ મારી વિષયલંપટતાને લીધે ઉતરી આવ્યાં !' છતાં શું તમારા મનને લાગે છે ખરું કે ‘આ આપદાઓ મારી દુષ્ટ વિષય-લાલસાને લીધે આવી ? Page #207 -------------------------------------------------------------------------- ________________ નજીની ધ્યાન અને જીવન સંસાર સુખના લહાવા લેવાનું મન થયું અને એકલાનો બેકલો થયો એના પર કેટલા ય પાપસ્થાનકો સેવવાં પડે છે અને આફતો–સંકડામણો-ચિતા સંતાપ આવ્યા કરે છે !” આવું મનને ક્યાં લાગે છે ? ત્યાં તો મન કહે છે, જીવવું છે એટલે પાપસ્થાનક તો સેવવા જ પડે ને ?' અલ્યા ! બ્રહ્મચારી નથી જીવતા ? સાધુ નથી જીવતા ? એમને છે આટલાં પાપસ્થાનકો? એક તારી વાસનાના પાપે ઘરવાળી કરવા ગયો, પછી એની ખાતર અને એનાં બચકાંઓની ખાતર જ કેટકેટલું કરી રહ્યો છે ને ? મૂળમાં શું? કોઈની છોકરીની શું દયા આવી ગઈ હતી કે “લાવ, એનું બિચારીનું કોણ પૂરું કરશે તે હું એનું પૂરું કરું? એને લહેર કરાવું ?' જે દયા જ હોત તો તો રુડી રૂપાળી શોધવા ન ગયા હોત. ખેર ! રૂડી રૂપાળી શોધી લાવીને ઘરે બેસાડી, પણ તે પછી એના પર આંખ-કાન વગેરે ઈન્દ્રિયોથી ચિટકી ન પડ્યો હોત. કહો, મૂળમાં દયા-બયા કાંઈ નહિ, વિષય લંપટતાએ જ બેડી વહોરી, ને ચિકાર પાપસ્થાનકો સેવતા ગયા, તેમ આફતો પણ એના જ લીધે અને ચિંતા-સંતાપ પણ એથી જ ઊભા થાય છે. મોહની મોહિનીની આ ખૂબી છે કે આફત કે ચિંતા ઊભી થતાં અકળામણ થાય, પણ એમ ન માનવા દે કે “આ મૂળમાં મારી વિષયલંપટતાને આભારી છે.” જે આવું સમજાઈ ગયું હોત તો તો સંતાનને વારંવાર શિખામણ દેત કે “જો જે ભાઈ ! આ સંસારની ચાહના કરશો નહિ, નહિતર અમારી જેમ પાર વિનાનાં પાપસ્થાનક સેવવાં પડશે અને પાર વિનાની આફતો, ચિંતાઓ અને સંતાપ આવ્યા કરશે.” બોલો, સંતાનને નાનપણથી જ આ શીખવો છો ? ના, કેમકે મૂઢ હૃદયને એ લાગ્યું નથી કે “મારી વિષયલંપટતાને લીધે જ આ પાપસ્થાનકો ભર્યું અને ચિંતા-સંતાપ-આફતો ભર્યું જીવન ઊભું થયું છે. પાપાચરણ અને દુઃખ વેદનના મૂળમાં મારી કામવાસના જ જવાબદાર છે.” આવું જાતને જ લાગ્યું ન હોય, પછી સંતાનને શાના શીખવો ? આપત્તિનાં ખરાં કારણની ગમ ક્યાં ? (૨) પાપકમાઈ પર ખોટા અધિકાર : વિષયલંપટતા ભૂડી! એ “પાપ અને દુઃખ એની લીધે” આ સત્ય સમજવા ન દે તો ન દે, પણ ઉપરથી પાપકમાઈ પર ખોટા અધિકાર જમાવરાવે ! એ કેવી રીતે ? આ રીતે, કે વિષય લંપટતાથી ઘરે પત્ની લઈ આવ્યો, હવે એની ખાતર ધંધો-રોજગારી કરી, ને પૈસા કમાઈ લાવ્યો. એમાંથી પોતાનું અને એનું પૂરું પણ કર્યું, પરંતુ પછી વધેલા પૈસા શુભ ખાતે ખરચી નાખે ખરો ? ના, ત્યાં તો કહેશે આ તો મારા પરસેવાની કમાઈ છે, તે શું બહાર ફેંકી દેવા માટે છે ?” પૈસા પર કેવો અધિકાર સ્થપાય છે ? Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫) ધ્યાન અને જીવન ત્યારે વિષયલંપટતાની પાછળ સંતાન થયા, તો ત્યાં પણ અધિકાર જમાવે છે કે “આ તો મારાં સંતાન, એ કાંઈ શાસનને આપી દેવા માટે નથી.” સંતાન બિચારા એમનાં પોતાનાં પુણ્ય અહીં આવ્યાં, પણ હવે અહીં વિષયાંધ અને સ્વાર્થી માબાપના કબજે પૂરાયાં, તે માબાપ અધિકાર જમાવે છે ! કેવા ગોઝારા અધિકાર છે? મૂળમાં સંસાર-સુખની લાલસા પર પાપો કર્યા, હવે એમાં પૂર્વનાં પુણ્ય થયેલ કમાઈ પર એવા અધિકાર જમાવવા છે કે ત્યાં ન દાન, ન હિતષ્ટિ પૈસાનું દાન નહિ ! સંતાનના હિતની દૃષ્ટિ નહિ ! પરિણામ ? સ્વ-પરનું નિકંદન ! કેવી ગોઝારી અધિકાર-બજવણી ? (૩) પૂજ્યભાવ-સેવાભાવ ઉપકારી પરથી બીજે વિષયલંપટતા ભૂંડી ! એ દેવ-ગુરુ-તીર્થ વગેરેને નીચા પાટલે રખાવે છે ! છોકરી પરણી નથી ત્યાં સુધી પોતાના મહા ઉપકારી માતા-પિતા માટે “શી વાત મારી બા ! મારા બાપુજી !' કરે, અનહદ પૂજ્યભાવ, ભક્તિભાવ અને સેવાભાવ રાખે, પણ પરણ્યા પછી ? “શી વાત મારા પતિ !” કરશે ! સેવા-ભક્તિ-પૂજ્યભાવ મા-બાપ પરથી ઉંચકાઈને અહીં પતિ પર સ્થપાય છે ! માબાપના ઉપકાર જેવો પતિનો કોઈ ઉપકાર છે? ના, તો કેમ આમ? કહો, વિષયલંપટતાને લીધે. (૪) ત્યારે મમત્વનાં ય કેવાં પરિવર્તન છે ! વિષયલંપટતા ભૂંડી. જઓ માબાપની પ્રત્યે છોકરાની ય કઈ દશા છે ? એમ ઘરવાળી કર્યા પછી મનમાં એને ઉંચા પાટલે અને માતાને નીચા પાટલે બેસાડે છે ! પત્નીની સલાહ કિંમતી ગણે છે, ને માબાપની સલાહ કિંમત વિનાની ! ઘરવાળીની ખબર વારંવાર પૂછશે, ને માતાપિતાની દિવસમાં કદાચ એકવાર પણ નહિ ! ઘરવાળીના સંતાન “પોતાના” માનશે, ને માતાપિતાની એ “પોતાના” નહિ ! મમતા ઉંચકાઈને બેઠી પત્ની પર. સોનાની કંઠી કોની ડોકમાં : બોલો, માતાપિતા તો પ્રત્યક્ષ ઉપકારી દેખાય છે, તો પણ એ નીચેના પાટલે, તો પછી રોકડા રૂપિયા કે વિષયસુખ દેવાનો ઉપકાર જેમનો પ્રત્યક્ષમાં નથી દેખાતો એવા દેવ-ગુરુ કયા પાટલે રહેવાના ? ગુરુ કહે એ કાંઈ નહિ, ગોરાણી કહે એ લાખ રૂપિયાની વાત ! બજારમાં પાંચ પૈસા વધુ કમાયો, તો સોનાની કંઠી ખરીદીને ક્યાં નાખે ? ભગવાનની ડોકમાં ? માતાની ડોકમાં ? કે ઘરવાળીની ડોકમાં ? માતાપિતા, દેવ-ગુરુ વગેરે કેમ નીચેના પાટલે ? કહો, વિષયલંપટતા ભૂંડી. એ વિષયપાત્રને ઉંચે રખાવી, પૂજ્યો ઉપકારીઓ અને ગુણસંપન્નોને નીચા પાટલે બેસાડે છે, અરે ! કદાચ એમની અવગણના પણ કરાવે છે ! જુઓ, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯)નાં ધ્યાન અને જીવન | (પ-૬) દેહમાં તન્મયતાઃ ભરપૂર આર્તધ્યાન: વિષયલંપટતા કેવી ભૂંડી ખતરનાક છે ! એ આત્માનું ભાન ભુલાવી દેહમાં જ તન્મય રાખે છે ! એમાંથી ભરપૂર આર્તધ્યાન સહેલું બને છે. જુઓ આર્તધ્યાન શાના પર ચાલે છે? મોટા ભાગે ગમતા-અણગમતા શબ્દાદિ વિષયોના સંયોગ-વિયોગ અંગે જ ને? શું છે એ? ઈન્દ્રિયોને વિષયોની લંપટતા લાગી છે એટલે ચિત્ત એની ચિંતામાં પડ્યું રહેવાનું. પછી એ મનને બહુ સતાવે એટલે એમાંથી અનર્થકારી અપકૃત્યો સરજાય એમાં નવાઈ નથી. આ બધું વિષયલંપટતાના લી. રાજકુમારનો પલ્ટોઃ રાજકુમારે એવું પગલું ભર્યું કે મંત્રીને બિચારાને ઉખડી જવું પડ્યું. પરંતુ હવે આ જ નિમિત્ત પર જુઓ કે રાજકુમારનો કેવો ઉદય થાય છે ! રાજકુમાર લલિતાંગને મંત્રીની ભયંકર દુર્દશા જોઈ મનમાં એકદમ આઘાત લાગ્યો કે “અરેરે ! આ મારાં પગલાંનું આ પરિણામ ?” રાજકુમારને આટલે સુધીની કલ્પના નહોતી કે “પત્નીના કુવામાં પડ્યા પછી મંત્રી લોકમાં આટલો બધો ફિટકાર પામશે અને રાજા એનું બધું જપ્ત કરી એને રખડતો કરશે.” પરંતુ બન્યું તો એવું જ. એક મોટા મંત્રીપણાના હોદાવાળો માણસ અને એનો પાછો કોઈ વાંક ગુનો નહિ, છતાં પામ્યો આટલી બધી દુર્દશા ! રાજકુમારને ભારે પસ્તાવો થયો, “અરેરે ! આ હું કેટલો બધો દુષ્ટ ! આ મેં શું કરી નાખ્યું? કેવી મારી ગોઝારી વિષયલંપટતા ! હે જીવ ! આ ઘોર પાપ કરી તું ક્યાં જવાનો? મરવાનું તો છે જ. પણ મર્યા પછી તારા હાલ કેવા! ભયંકર દુર્ગતિ-ભ્રમણ ! બસ, તો હવે મારે આ પાપ જરા ય નભાવાય જ નહિ.” બસ, સાચા પશ્ચાત્તાપની અને સ્વાત્મનિંદાની જરૂર છે. અજ્ઞાનતાવશ, મોહમૂઢતાવશ, કષાયવશ પાપ થઈ ગયાં, પણ પછી એ કર્યાનો સળગતો સંતાપ-પશ્ચાત્તાપ થાય, પોતાનો એ પાપ સેવનારો આત્મા અધમ-કુટિલ-મૂઢ લાગે, તો પતિત આત્માને પણ ઉદ્ધારનો અવકાશ છે. જો પાપનો પશ્ચાત્તાપ જ નથી, પાપ સેવ્યાં એમાં હૈયાને કાંઈ દુઃખ લાગતું જ નથી, ઊલટું પોતાના આત્માની વડાઈ જ લાગે છે, આત્માની અધમતા દેખાતી જ નથી, તો એનો ઉદ્ધાર શો ? ઉત્થાન ક્યાં ? સવાર, સાંજ પ્રતિક્રમણ કરવામાં આ ખૂબી છે, કે એ ઉત્થાનનું પહેલું પગથિયું માંડી આપે, સાચું પ્રતિક્રમણ હોય તો એમાં નાના-મોટા કઈ પાપોનો પશ્ચાત્તાપ સળગે, પાપકારી પોતાની જાત પર દુગંછા થાય કે “હું કેવો દુષ્ટ કે મેં આ પાપો સેવ્યાં !” એટલે હવે સમજાશે કે જે પ્રશ્ન થાય છે – પ્ર. - રોજ ને રોજ પાપ આચરવાનાં, પછી પ્રતિક્રમણનો શો અર્થ? ઉ. - અર્થ આ, કે પ્રતિક્રમણથી રોજ ને રોજ પાપનો પશ્ચાત્તાપ, પાપની ધૃણા, પાપકારી પોતાના આત્માની દુર્ગછા થયા કરે, ને એમ ઉત્થાનનું પહેલું પગથિયું Page #210 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન F૧૯૭)રચાયા કરે. પ્રતિક્રમણ રોજ નહિ કરનારને આ ભરચક પાપધૃણા-સંતાપ જ ક્યાં ? રોજ પાપો કરીએ પછી પ્રતિક્રમણનો શો અર્થ ?' એમ કહેનારો તો એમજ સમજી બેઠો છે કે “અગર પાપ છૂટતા નથી, તો પછી એનો સંતાપ-પશ્ચાત્તાપ ધૃણા-અફસોસ કરવો નકામો છે. “ખપ એનો શોષ નહિ એ દશા આવીને ઊભી રહી ! ત્યારે જો પશ્ચાત્તાપ જ નથી, તો ક્યારેય પાપ છોડવાની વાત જ ક્યાં? પાપત્યાગ માટે પહેલા જરૂરી ઉપાય પાપ-પશ્ચાત્તાપ છે. જુઠું બોલવાનું ખોટું લાગે તો કોઈ દિવસ એ છોડવાનો. પણ જેને ખોટું જ નથી લાગતું, પછી એ શું કામ છોડે ? પ્રતિક્રમણ એ પાપત્યાગની આ પહેલી ભૂમિકા રચી આપે છે કે પાપને ખોટાં લગાડી આપે, પાપના પશ્ચાત્તાપ જગાડી આપે. “પ્રતિક્રમણની શી જરૂર છે ?” અથવા “પ્રતિક્રમણ કરીએ ન કરીએ સરખું જ છે', એમ કહેનારાને પાપના પશ્ચાત્તાપનો ખપ નથી. એ ખપ ન હોય એને પાપ ખોટાં ક્યાં લાગ્યાં ? અને એ છોડવાની વાત ક્યાં ? પ્ર. - પણ ઘર લઈને બેઠા એટલે પાપ તો કરવો જ પડે ને ? ઉ. - “પાપ કરવાં પડે' એવું માન્યા પછી મનમાં એમ રહે છે ખરું ને કે પાપ કરવામાં વાંધો નહિ ?' પાપમાં વાંધો ન લાગે એ કઈ દશા ? એમાં વળી ઘર લઈને બેઠા' એ સૂત્ર પકડીને ચાલ્યા, એટલે એ વધાવેલા ઘરને ચલાવવા મનમાન્યા કેટલા પાપ જરૂરી ગણવાનું થાય છે એ વિચારો. દા.ત. મનને થાય છે મારી જાતને અને મારા સંસારને નભાવવા માટે ખર્ચ કેટલા ય કરવા પડે, ત્યાં ભગવાનની પૂજામાં રોજ દૂધ-ચંદન-ધૂપ લઈ જવા મારી પાસે જગા જ ક્યાં છે ?' એવી તરણતારણ ભગવાનની ય ઉપેક્ષા કરવાનું પાપ આવે ને ? એ પાપમાં વાંધો નહિ ને ? ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા ભૂલવાનું પાપ આવે ને ? “ઘર લઈને બેઠા એટલે આ પાપ કરવામાં વાંધો નહિ, પાપ કરવું પડે', એવું મનમાં થાય ને? ભગવાનની પૂજા શું માગે? કુટુંબને માટે દોઢ શેર દૂધ લવાય, પણ ભગવાન માટે નવટાંક દૂધ લઈ જવાય ? કુટુંબના ધૂમ ખરચા કરાય, પણ પરમ ઉપકારી ભગવાનને માટે મહિને એક ગજનું ય અંગલૂછણું જાય ? ઘર માટે બાર આનાનું શાક ખરું, પણ ભગવાનની પૂજામાં બે આનાના ફૂલ ખરા ? અનાજના ભારે ખરચ ચલાવાય, પૂજામાં એક ધૂપસળી ખરી ? ઠાઠ-ઠઠારામાં ખર્ચ ખરો, પૂજામાં એક વરખનું પાનિયું ખરું ? એક થોકડી રૂપેરી વરખ કેટલાની આવે ? દસ રૂપિયાની, એનાં પાનાં કેટલાં ? ૧૬, એના ચોથિયા ટૂકડા કેટલા થાય ? ૬૪, ભગવાનની પૂજામાં રોજ એક ચોથિયો ટૂકડો એટલે ચોસઠ દહાડા માટે દસ રૂપિયા ખરચવો પાલવે ? એક અગરબત્તીનું પડિકું કેટલાનું આવે ? બે રૂપિયાનું. એમાં સળીઓ કેટલી ? ૨૫-૩૦ એકના ૩-૩ ટુકડા કરો તો ય ૭૫-૯૦ ટુકડા થાય. રોજ એક ટુકડો પૂજામાં લઈ જાઓ તો ય પંચોતેર દહાડાનો માત્ર બે રૂપિયાનો ખર્ચ ! એટલું ય તમને પોષાય? Page #211 -------------------------------------------------------------------------- ________________ -૧૯૮ના ધ્યાન અને જીવન - શું તમારે નિયમ છે ખરો કે પ્રભુની પૂજામાં મારે રોજ કમમાં કમ એક અગરબત્તીનો ટુકડો ને એક વરખનું ચોથિયું પાનું લઈ જવું? મહિને ૧ આંગલુછણું લઈ જવાનો નિયમ ખરો? 'સાંસારિક કોઈ પ્રસંગમાં મોટા ખર્ચ કરો ત્યારે ભગવાનને આંગી કરાવવાના પાંચ રૂપિયા તમને મળે? ભગવાનના હકનું તમારે ત્યાં કાંઈ છે? ઘરમાં બે બાબા વધી જાય તો એના ખર્ચનું તો તમારે ત્યાં છે, પરંતુ ભગવાન માટે તમારે ત્યાં કશું છે ? ના. ભગવાનનો માલ મળી ગયો, પછી ભગવાનને માટે હવે કશું નથી, એમજ ને ? એટલે જ ભગવાનને ઘંટ સોંપ્યો છે? બાપાને ઘંટડી પકડાવી : એક શેઠે ભોળા થઈ સ્વાર્થમાયાથી સેવા-વિનય કરનાર દીકરાને દુકાનને પૈસા સોંપી દીધા. બસ, દીકરાને હવે જોઈતું મળી ગયું, પછી બાપાજીની શી જરૂર ? સેવા-વિનયમાં ઓટ આવતી ગઈ. છોકરાની વહુ કહે છે, “બાપુ ! આ તમારે પેશાબ-પાણી માટે વારે વારે નીચે ઉતરવું પડે, તો એના કરતાં નીચે બેઠક રાખો. ભાણું ય નીચે મોકલી આપીશ.” ડોસાને નીચે ઉતાર્યા. ભાણું મોકલવામાં મોડું થતું, ડોસો કહે, “કેમ આમ ?” વહુ કહે, “આ ઘરખટલામાં એવું થાય છે. તેથી લ્યો આ ઘંટડી રાખો. જરા ટાઈમસર ઘંટડી વગાડજો એટલે ભાણું નીચે આવી જશે.” શું પકડાવ્યું ડોસાને ? ઘંટડી ! એમ તમે પણ ભગવાનની આગળ ઘંટ એટલા માટે જ રાખ્યો છે ને ? તે ય ઘંટ વાગે એટલે ભગવાનનાં માત્ર કોરાં દર્શન જ કરી આવવાના ને ? કે - તમને મળેલા ભગવાનના માલમાંથી કાંઈ ભગવાનને ધરવાનું ખરું? કેટલી રકમનું ધરવાનું? ભગવાનનો માલ વાપરો છો એ તમને ખબર છે? આ સુંદર મનુષ્ય-અવતાર તમને તમારા માબાપની હોશિયારીથી મળ્યો છે ? યા શું તમારી પોતાની હોશિયારીથી મળી ગયો છે ? શું તમે પૂર્વભવેથી આ ઘરની પસંદગી કરી ચાલીને અહીં આવ્યા છો ? ના, એ તો તમે ભગવાનને ભજેલા, એટલે ભગવાનના જ પ્રભાવે તમારે અહીં આવવાની પુણ્યની ચિઠ્ઠિ ફાટી. એમ સારું શરીર, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ અને મન પાગલ નહિ પણ સ્વસ્થ મળ્યું, બધું ભગવાનના પ્રભાવે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ધ્યાન અને જીવન - એક મનની ખામીએ કેટલી મોટી ખોટ ?? અરે ! એમાં જરાક કચાશ હોય અને મનુષ્યભવ, સારું શરીર, પાંચે ઈન્દ્રિયો, ને આરોગ્ય બધું મળવા છતાં મને પાગલ મળે, તો કઈ દશા? જાઓ, જુઓ થાણાની ઈસ્પિતાલમાં એવા કેટલા ગાંડા પૂરાયા છે ? ભગવાનને ભજવામાં જરાક કચાશ રહી તો મન જ પાગલ મળ્યું. પછી પોતાના જ સગા કુટુંબીઓ પણ ઘરેથી ઉંચકીને ગાંડાની ઈસ્પિતાલમાં મૂકી આવ્યા ! ભગવાનના પ્રભાવે કેટકેટલું પામ્યા છો ? કર્મસત્તા ભગવાનનો પક્ષ કરે છે. ભગવાનને ભજે એને કર્મસત્તા અનુકૂળ થઈ જાય છે. એટલે સરખાં ખાનપાન, મકાન, કપડાં લત્તા, દુકાન, પૈસા પ્રતિષ્ઠા વગેરે કેટકેટલો અનુકૂળ માલ ભગવાનના પ્રભાવે મળ્યો ! પેલા છોકરાને બાપે લાખોની મૂડી સોંપી, હવે બાપ ધર્માદા કરવા થોડા પૈસા માગે છે તો છોકરો કહે છે “મારી પાસે પૈસા નથી.” આ છોકરો કેવો ? લાયક કે હરામખોર ? કેમ ? સમજે છે કે બાપના હકનું મારી પાસે શું છે ? એમ તમને બસ, ભગવાનના પ્રભાવે માલ મળી ગયો, હવે કેમ ? તો કે ભગવાનના હકનું અમારે ત્યાં કશું નથી, એમજ ને? કહો, ભગવાનના હકનું તમારે ત્યાં કાંઈ છે ? ભગવાને સ્થાપેલો એક પણ સાધર્મિક રોજ તમારા દસના કુટુંબ ભેગો જમે ખરો ? ભગવાનની વાણીનું એક પણ શાસ્ત્ર-પુસ્તક વરસમાં એકવાર પણ તમારે ત્યાં વસાવવાનો નિયમ ખરો ? છોકરાને ભણાવવા પુસ્તક અને દુકાનના ચોપડાનો વાર્ષિક ખરચ પોષાય, આ નહિ ! છાપાં વગેરે કેટલું ય વંચાય, આ નહિ ! ભગવાનના હકનું તમારે ત્યાં શું છે ? સંસાર-વ્યવહારના અનેક પ્રકારના તમારા પર હક ખરા, એ બધા તમારી પાસે ખર્ચ માગે, પણ ભગવાનના મંદિર-ઉપાશ્રય વગેરેના સાધારણ ખાતા તમારી પાસે કાંઈ ખર્ચ માગે ? એનો તમારા પર હક ખરો ? મંદિર-ઉપાશ્રયમાં દેવદર્શનાદિ ધર્મક્રિયા કરી પુણ્યના થોક જોઈએ છે, જેથી ભવિષ્યમાં લાખો રૂપિયા જ શું, અબજોની કિંમત આંકી ન શકાય એવી સદ્ગતિ મળે, પરંતુ એના સાધારણના ખર્ચમાં પૂરતું દેવું નથી ! કેમ ? ભગવાનના હકનું વળી અમારે ત્યાં શું છે ?' કઈ અક્કલે કામ ચાલી રહ્યું છે? ભગવાનની ભક્તિ કરવાની વાત તો પછી, પણ ભગવાનના લખલૂટ ઉપકારની કૃતજ્ઞતા રૂપે પણ કેટલું દેવું જોઈએ ? બાપે બધું દીધા પછી એ દીધેલા પર બાપનો હવે કશો હક ન માને એ દીકરો સપૂત કે કપૂત? એમ ભગવાનના પ્રભાવે માનવભવથી માંડી કેટકેટલોય માલ મળ્યો, હવે એના પર ભગવાનનો કશો હક ન માને એ કેવો ? હકનું કશું ભગવાનને ન ધરે, કાયા ભગવાનની ક્રિયામાં નહિ, આંખ ભગવાનને સ્થિરપણે જોવામાં નહિ, કાન Page #213 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૦ને ધ્યાન અને જીવન - ભગવાનની વાણી સાંભળવામાં નહિ, જીભ ભગવાનના ગુણ ગાવામાં ને ભગવાનના શાસ્ત્ર ગોખવામાં નહિ, પૈસા ભગવાનના સાત ક્ષેત્રમાં ખરચવામાં ને ભગવાનને વહાલા જીવોની દયા કરવામાં નહિ, ને ચાર છોકરામાંથી એક પણ પુત્ર ભગવાનના શાસન માટે નહિ. આ કૃતજ્ઞતા કે કૃતજ્ઞતા ? “ઘર લઈને બેઠા એટલે પાપો કરવા પડે એમ માન્યા પછી “આ કૃતજ્ઞતાનું પાપ અને ભગવાનની ઉપેક્ષાનું પાપ પણ કરવું પડે, કરવામાં વાંધો નહિ', એમ ને? કઈ દુર્દશા? એમાં આર્તધ્યાન કેવાં રકમબંધ અને ક્વાં ચિકણાં ચાલવાનાં? અરિહંતદેવ પ્રત્યે જો આ કૃતજ્ઞતા નથી, ને એ ન હોવાનો સંતાપ નથી, પછી એ તત્ત્વની વાતો કરે કે દેખાવના યોગ, ક્રિયા કે ધ્યાને લઈ બેસે તો ય શું એ શુભ ધ્યાનમાં છે? પાપમાં વાંધો ન લાગે એને પાપનો પશ્ચાત્તાપ શાનો હોય ? એ પ્રતિક્રમણ શા સાર કરે ? કરવાં પડતાં પાપોનો પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ હોય તો ત્યાં કમમાં કમ પાપ ખોટાં લાગવાનું બેઠું હોય, પાપ ખોટાં લાગે, પાપનો પશ્ચાત્તાપ થાય, એ ઉત્થાનનું પહેલું પગથિયું. પાપનો ભય નહિ એ પતનનું પહેલું પગથિયું. લલિતાંગે શું કર્યું? પેલા લલિતાંગ રાજકુમારને મંત્રી પત્નીને ઉપાડવાનો અને એથી મંત્રી પર વરસેલી ભયંકર આફતનો ભારે પશ્ચાત્તાપ જાગ્યો. મંત્રીને બચાવી લેવા એ મંત્રી પત્ની કહે છે, “આ બહુ ખોટું થયું. હવે તો રાજા સાહેબને સાચી વાત કહી મંત્રીને બચાવી લેવા જોઈએ.” પેલી કહે, “આ શું કહો છો ? તો શું હવે મારે ફૂટવું? બોલશો નહિ, એ તો બધું ચાલ્યા કરે.” કેવું નિર્દય નિષ્ફર સ્ત્રી હૃદય ! કુમાર કહે, “પણ આપણે તો ગુનેગાર છીએ. ત્યારે મંત્રી, તો સાવ નિર્દોષ છે. આપણે જ ટાવા લાયક છીએ, એ નહિ.” બસ, એ ગયો બાપ રાજા પાસે અને ભારે ખેદ અને આંખમાં આંસુ સાથે બધી હકીક્ત બની હતી તેવી કહી દીધી. રાજાને ભારે આશ્ચર્ય સાથે દુઃખ થયું કે પોતે મંત્રીને ઘોર અન્યાય કર્યો અને પોતાના જ પુત્રે આવું અધમ કાર્ય કર્યું ! પુત્ર પર ગુસ્સે ભરાયો, મંત્રી પર આદર થયો. - હવે શું કરવાનું ? બહાર નીકળી ગયેલ મંત્રીને હાથી પર બેસાડી મોટા સ્વાગત સાથે નગર પ્રવેશ કરાવ્યો, એની પત્ની સોંપી અને રાજકુમારને દેશ નિકાલ કર્યો. લોકોમાં રાજાની ન્યાય પ્રિયતા અને મંત્રીની નિર્દોષતા ગવાઈ, રાજકમાર ચાલી ગયો દેશાવર. દેશનિકાલનું દુઃખ પામવાનો એને ખેદ નથી, પણ પાપાચરણનો એને ભારે ખેદ છે. એટલે જુઓ હવે એ શું કરે છે. * * * Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પાપશલ્ય ભયંકર : તપનો પ્રભાવ લલિતાંગનો સંતાપ : રાજકુમાર લલિતાંગના દિલમાં (૧) મંત્રી પત્નીમાં મોહિત થવાનું અને (૨) એને હસ્તગત કરવા કપટજાળ આદર્યાનું તથા (૩) એ નિમિત્તે મંત્રી ભયંકર વિટંબણામાં મુકાયાનું એટલું ભારે દુઃખ ને એટલો બધો સંતાપ ચાલ્યા કરે છે કે એના દિલને ચેન નથી. એને “શું નું શું કરી નાખું?” – એમ મનને થયા કરે છે. એને એમ લાગે છે કે “હું જીવવા લાયક નથી. આ ધરતી મારા જેવા ઘોર પાપીથી ભારે થઈ રહી છે. હાય ! આવો ઉત્તમ માનવ જનમ મેં પાશવી પાપાચરણથી કલંકિત કરી નાખ્યો ? તો હવે બહેતર છે કે આપઘાત જ કરું.” બાપે સા કરી એનું દુઃખ નથી, પોતાનાં પાપોનું દુઃખ છે. સાધુદર્શન : સાધુસંતનું મૂલ્યઃ મનમાં વલોપાત અને આત્મહત્યા કરવાના વિચારમાં ચાલ્યો જાય છે. એમાં એને ત્યાગી નિગ્રંથ મુનિ મહારાજ મળી ગયા. બળેલો-ઝળેલો એ સાધુસંતને દેખી પોતાના દિલની ગડમથલ એમની આગળ ઠાલવે છે. સાધુ જેવા દયાળુ કોણ મળે ? એ તો ઘોર અપરાધી ઉપર પણ દયા ધરનારા હોય છે. એટલે અપરાધીને એમની પાસેથી આશ્વાસન મળવાની આશા રહે છે. પછી એમની આગળ દિલ ઠાલવવાનું મન કેમ ન થાય? દુનિયામાં અપરાધીને આશ્વાસન આપનાર બીજું કોણ છે? પ્ર. - સગી મા કે સારો મિત્ર યા પત્ની આશ્વાસન આપે ને ? ઉ. - કેટલે સુધી આપે ? અને માનો ને આપે, તો ય બીજું એ પણ છે કે, એવા અપરાધ પછી પણ સાચો રસ્તો જે મળે તો તે મોટા ભાગે સાધુસંત પાસેથી મળે. એટલે પણ અપરાધીને સાધુ મહારાજ જે રસ્તો બતાવે, તે દુનિયાના સગા-સ્નેહી ક્યાંથી બતાવી શકવાના ? સ્વયં મોહમાં પડેલા અને મોહમય જીવન જીવનારા પાસેથી આત્માના હિતની પ્રેરણા ક્યાંથી મળે ? સાધુ સંતે મોહને ફગાવી દીધો છે. એટલે જ એ બીજાને સાચો માર્ગ બતાવે છે. તેથી જ અપરાધી જીવને એમની આગળ દિલ ખોલીને પોતાનાં પાપ કહેવાનું દિલ થાય છે અને એ રીતે દિલ ખોલીને એ વાત કરે છે. સ્વમાન મૂકાય તો જ પાપનો ઈકરાર થાય : એટલું ખરું કે પહેલાં તો પોતાના દિલમાં પાપાચરણની ભયંકરતા લાગવી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધ્યાન અને જીવન જોઈએ. તે એવી કે એની આગળ પછી પોતાનું સ્વમાન પણ કોડીનું લાગે. નહિતર તો જો સ્વમાન નડતું રહે તો તો ભયંકર પણ પાપ સાધુ આગળ કહેવાનું મન ન થાય. કોણ ભયંકર ? પાપશલ્ય કે સ્વમાન ? : ત્યારે, શું માણસની એ મૂર્ખાઈ નથી કે પાપ આચર્યાનું જેટલું ખરાબ ન લાગે એટલું પોતાનું માન ઘવાય એ ખરાબ લાગે ? જીવને ભાન નથી કે ‘તારા મનની શી બહુ કિંમત છે ? ગમે તેટલું સ્વમાન સાચવ. પરંતુ જો બીજી બાજુ કોઈ એવા અપયશનામ કર્મનો ઉદય જાગ્યો તો લોકમાં ફિટ્ ફિટ્ થઈશ, એ વખતે તારું માન ક્યાં રહેવાનું ?' સીતા ગમે તેટલા સારા હતા પણ એમના પૂર્વોપાર્જિત અશુભ કર્મના ઉદયે એમની પણ હલકાઈ થઈ અને જંગલમાં મુકાવું પડ્યું. માન ક્યાં રહ્યું ? માટે સ્વમાન ઘવાવાના ભયમાં પાપાચરણ ગુરુને ન કહેતાં એનાં શલ્ય દિલમાં રાખી મૂકી પરલોક જશો ત્યાં કેવી ભયાનકતા સર્જાશે એનો કોઈ ભય નથી ? સમજી રાખો - અહીં જરા માન ઘવાય એનું દુઃખ તો બહુ ઓછું, પણ પરલોકે પાપનાં ફળ ભયંકર ! પાપશલ્યોના યોગે તો બેવડી વિટંબણા થાય છે. એક બાજુ પૂર્વનાં પાપાચરણથી બંધાયેલા ઘોર અશુભ કર્મને લીધે દુઃખ-ત્રાસ-પીડાનો પાર નહિ ! અને બીજી બાજુ હૈયામાં ઘાલી લઈ આવેલ પાપશલ્યના પ્રતાપે પાપબુદ્ધિ-દુર્બુદ્ધિની સીમા નહિ ! કેવું ક્ણ જીવન ? દુઃખ ભોગવતાં છતાં પાપબુદ્ધિ છૂટે નહિ ! પાછી મુસીબત તો એ, કે બીજા જનમમાં પૂર્વનાં પાપાચરણ યાદ આવે નહિ, એટલે હવે શી રીતે ત્યાં એને ગુરુ આગળ કહી બતાવી એ પાપનાં શલ્ય પોતાના દિલમાંથી કાઢી નાખે ? એટલે જ સારો રસ્તો આ છે કે આ જીવનનાં પાપાચરણ દિલમાં શલ્યરૂપે બની ચોંટી ન જાય અને પરભવે એ અસાધ્ય રોગ જેવા ન બની જાય, એટલા માટે અહીં જ એ પાપાચરણને યોગ્ય ગુરુ આગળ ભારે ખેદ સાથે કહી દેવાં, જેથી દિલમાં ગુપ્ત શલ્યરૂપે એ રહે નહિ. ત્યાં સ્વમાનની પરવા ન કરવી કે ‘ગુરુ મને અધમ ગણશે તો ?' યાદ રહે - શલ્યરહિત જ માણસને અંતકાળે સમાધિ રહે છે. દિલમાં શલ્ય પડ્યા હોય તો તો એ જીવને કરડ્યા કરવાના. ત્યાં ચિત્તની સ્વસ્થતા ક્યાંથી રહે ? મુશ્કેલી તો પાછી એ ઊભી રહે કે જીવમાં સેવેલાં કેટલાં ય પાપકૃત્ય, પાપશબ્દ અને પાપ વિચારો અંતકાળ આવતા સુધીમાં ભુલાઈ ગયા હોય છે ! એટલે જો પાછળથી એને ગુરુ આગળ કહેવાનું રાખ્યું હોય તો યાદ જ ન આવવાથી કહી શું શકે ? અને ન કહી શકે એટલે એનાં છૂપા શલ્ય દિલમાં અકબંધ પડ્યા રહેવાના. માટે, Page #216 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૦૩ પાપશલ્યના ઉદ્ધાર અર્થે તો ડહાપણનું કામ આ, કે ગુરુ આગળ એને જણાવી દેવા ‘તરત દાન ને મહાપુણ્ય'ની જેમ પાપ સેવાઈ ગયા પછી એને તરત ગુર આગળ કહી દઈ પ્રાયશ્ચિત્ત માગી લેવાનું, પણ એનો ઉધારો નહિ રાખવાનો જીવનમાં પહેલી સાવધાની આ, કે ઝીણાં પણ પાપ વિચાર-વાણી-વર્તાવનો ભા પશ્ચાત્તાપ રાખી ગુરુ આગળ એનું નિવેદન-આલોચન કરી દેવું. રાજકુમાર લલિતાંગ અહીં સાધુ મહારાજ આગળ પોતાનું દિલ ઠાલવે છે બનેલાં પાપાચરણને વિગતવાર ભારે દુ:ખ સાથે કહી દે છે અને છેવટે કહે છે ‘ભગવંત ! હું મહાપાપી હવે જીવવાને લાયક નથી. બસ, આપઘાત કરી મર જઈશ, તો જ આ પૃથ્વી મારા જેવા પાપીના ભારથી હલકી થશે.' સાધુ મહાત્મા એને કહે છે, ‘ભાગ્યવાન ! એ તો તું સમજે છે ને કે તેં પા ઘોર કર્યાં છે ? તો શું એમ માને છે કે આપઘાત કરવા માત્રથી એ પાપ ધોવા જશે ? વળી આ જન્મ અને જન્માંતરોમાં જીવે કેટલાં બધાં પાપ સેવેલાં ? શું અર્હ મરવા માત્રથી એ ય બધાં જ પાપો નાશ પામી જશે ? ‘આપઘાતથી તું મરીશ, પણ તારા અહીંના અને ભવોભવના જંગી પાપો કે મરશે ? તો શું તારે એ બધાં ય પાપોને માર્યા વિના મરવું છે ? તને ખબર છે ખરી કે, પાપોના નાશ માટે ઉત્તમ જીવન એક માનવભવ. ‘એ હજી તારા હાથમાં છે ? આજ સુધી તો તેં આટલા વરસ જીવ્યો એમ પાપોના નાશ માટેનો પ્રયત્ન કર્યો નથી, પણ હજી જીવનનો જે બાકી ભાગ તાર હાથમાં છે, એને ગુમાવી નહિ નાખતાં એમાં પાપોનો નાશ કરવા માટેનો પુરુષા કાં ન કરે ? ધ્યાન રાખ કે, પાપોને મારી મર્યો તો જીવ ન્યાલ થઈ જાય, ને પાપોને ઊભાં રાખી અહીંથી ગયો તો જીવના બેહાલ થવાના.’ ‘આવું સુંદર જીવન હાથમાં છે એનો ઉત્તમ ઉપયોગ કરી લે. પાપથ કંટાળીને જીવન પર કંટાળો લાવવા માત્રથી પાપોનો નાશ નહિ થાય. સુંદ જીવનને સુંદર ચર્યામાં લગાડી દે, જેથી આત્મા નિષ્પાપ નિર્મળ બનતો જાય.' રાજકુમાર લલિતાંગ આ તત્ત્વવાણી સાંભળીને ઉલ્લસિત બન્યો, એનું મ ફોરું થઈ ગયું, મનને ધરપત થઈ કે ‘હાશ ! તો તો હજી પાપોનો નાશ કરવ માટેની બાજી હાથમાં છે.' એ ચકિત થઈને પૂછે છે, ‘હેં પ્રભુ ! તો શું મારાં ઘો પાપોનો નાશ કરવાના ઉપાય છે ?’ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધ્યાન અને જીવન લલિતાંગને સાધુની દિવ્યવાણી : ઘોર પાપો પણ ઉપાયથી કેમ નાશ પામે ? : સાધુ મહાત્મા કહે છે, ‘‘ઉપાયનું શું પૂછે છે ? ‘(૧) સેંકડો દિવસ સુધી આચડ-કુચડ મનમાન્યું ખાઈ ખાઈને પેટ બગાડ્યું, શરીર બગાડ્યું હોય, તો ય સારા વૈદ્યના ૪-૬ મહિનાના ઉપચારથી સારું થાય છે ને ? અરે, લંઘન જેવા પર ચડી જાય તો ય દોષો બળી જાય છે ને ?'' ‘(૨) વરસો સુધી અવળા ધંધા કરી મૂડી ખોઈ નાખી હોય, ગરીબી વહોરી હોય, તો ય સવળા ધંધાથી પાછી કમાઈ થાય છે ને ?’’ ‘(૩) અભિમાનના તોરમાં કેટલાયની સાથે બગાડ્યું હોય, છતાં ભૂલ સમજાતાં વિનય, નમ્રતા, પરોપકાર, સેવાભાવ વગેરેથી એમના સદ્ભાવ મેળવી શકાય છે ને ?’’ ‘બસ, એ જ રીતે સમજ કે જીવનમાં મૂઢતા-અજ્ઞાનતાવશ ગમે તેટલાં પાપ થઈ ગયાં હોય, પરંતુ સર્વજ્ઞ ભગવાને બતાવેલ ઉપાયો દ્વારા એનો નાશ કરી શકાય છે. તો એવા પ્રભુ મળ્યા પછી મરવાનું કરવું ? કે એમણે બતાવેલ ઉપાયોમાં લાગી જવું ?'' કર્મરોગ કાઢનાર ધન્વંતરી પ્રભુ : ‘એ વીતરાગ ભગવાન અનંતજ્ઞાની છે, મહાન ધન્વંતરી વૈદ છે, ને કર્મરોગ કાઢવાના સચોટ ઉપાય જાણે છે, તથા જગતને એ બતાવે છે. એ ઉપાયો એ પ્રભુએ સ્વયં પોતાના જીવનમાં અજમાવ્યા છે અને એથી જ પોતે સર્વપાપોનો નાશ કરીને વીતરાગ સર્વજ્ઞ બન્યા છે, તેમ એમણે એ ઉપાયો બતાવીને કેટલાયને એ માર્ગે ચડાવી નિષ્પાપ કર્યા છે. જીવ અનાદિથી પાપી છે. માટે પાપનાશના ઉપાય કરવા પડે : ‘‘હે ભાગ્યવાન ! તું એટલું તો જો કે જીવ કાંઈ અનાદિ કાળથી સીધો-સાદો સજ્ઞાન અને નિષ્પાપ નથી હોતો, પછી ભલેને એ વીતરાગ સર્વજ્ઞનો કે મોટા મહર્ષિનો જીવ હોય. સંસારના જીવમાત્ર અનાદિ કાળથી તો મૂઢ, અજ્ઞાન અને અવળી ચાલે ચાલનારો હોય છે. એટલે એ પાપો કરવામાં શું બાકી રાખે ? આવા સુંદર માનવ જીવનમાં ય જ્યાં સુધી મહાત્માનો સત્સંગ ન મળ્યો હોય, સજ્ઞાનતા ન આવી હોય, ત્યાં સુધી તો જીવ પાપો જ પાપો કરતો જ રહે છે. એમાં ય પાપનાં જેવાં નિમિત્ત મળે એવાં પાપાચરણ કરે છે. છતાં જો સત્સંગથી કંઈક સારો બોધ પામે, તો ઉપાય આદરીને એ પાપોને હલકાં કરી શકે છે, હટાવી શકે છે, ક્રમશઃ નિષ્પાપ વીતરાગ બની શકે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ - ધ્યાન અને જીવન ૨૦૫કદાચ કોઈએ આ જીવનમાં એવાં ઉગ્ર પાપો ન ય કર્યો હોય, તેથી શું એમ માનો છો કે એણે પૂર્વ જીવનોમાં પાપ નહિ કર્યો હોય ? જો કરેલાં હોય તો શું એ બધાં નાશ જ પામી ગયા ? ના, જંગી પાપો ઊભાં છે ! છતાં ઉપાયો આદરીને જન્મ-જન્માંતરનાં પાપોનો નાશ કરી શકાય છે. માટે જ સર્વજ્ઞ તીર્થકર ભગવાને પોતે પણ અહીં મહાપવિત્ર છતાં પોતાનાં પૂર્વનાં પાપ નષ્ટ કરવા ભારે ઉપાય આદરેલાં અને બીજ મહર્ષિઓએ પણ એમના કહેલા. ઉપાયનાં સેવન કર્યા છે. એથી જ પાપો નષ્ટ કર્યા છે. ત્યારે તો એ સર્વજ્ઞ ભગવાન કે મહર્ષિ બન્યા છે. બસ, સુબુદ્ધ જીવ ! આ વસ્તુ પર શ્રદ્ધા કર અને ઉત્સાહ લાવ કે “હું ? ઉપાયોમાં ભગીરથ પુરુષાર્થ કરી મારાં પાપ તોડી નાખીશ.' હજી જીવન હાથમાં છે ત્યાં સુધી આ બહુ શક્ય છે. પાપનાશના કઠોર ઉપાય આદરવાના નિર્ધાર સાથે એના ઉત્કૃષ્ટ આદર-આચરણ કરી ભવ પાર કરી જવાય છે.” લલિતાંગ રાજકુમારને મહાત્માની હૃદયસ્પર્શી વાણી સાંભળી નવચૈતન્ય આવ્યું, ઉલ્લાસ પ્રગટ્યો, મન ફોરું થઈ ગયું. એ મહાત્માના પગમાં પડી હાથ જોડી કહે છે, પ્રભુ ! આપે મારા પર મહા અવર્ણનીય ઉપકાર કર્યો. ઘોર પાપાચરણથી મારું મન ભારે થઈ ગયું હતું, તે હવે મને સમજાઈ ગયું કે અહીં જીવતો છું ત્યાં સુધી ઉપાય દ્વારા પાપનાશ કરી શકાય એમ છે. તો હવે મારે આપઘાતની મૂર્ખાઈ નથી કરવી. પાપાચરણનો ઉલ્લાસ હતો એના કરતાં મને અધિક ઉલ્લાસ હવે જીવતો રહી પાપનાશના ઉપાયો અજમાવવાનો જાગ્યો છે. આ જગાડીને આપે મારા પર કેટલો ગજબ ઉપકાર કર્યો ? તો હવે વિશેષ કૃપા કરીને મને શા શા ઉપાય આદરવા તે બતાવો.” પાપનાશના ૫ સચોટ ઉપાયો સાધુ મહાત્મા એને માર્ગનો જિજ્ઞાસુ જાણી ઉદ્ધારનો માર્ગ બતાવે છે, કહે છે - (૧) ભવનિર્વેદ જો ભાઈ ! પહેલાં એટલું નક્કી કર કે “આ સંસાર પાપોનું ઘર હોવાથી તદ્દન નિસાર-નિર્ગુણ-નિરુપકારી છે, આપણા આત્માનો અપકારી છે, માટે રહેવા લાયક નથી.” એમ એના પર ગ્લાની અરુચિ અબહુમાન ઊભું કર. આને ભવનિર્વેદ' યાને “સંસારવૈરાગ્ય' કહેવાય. પછી સંસારમાં ગમે તેવા મોટા લચબચા દેવતાઈ સુખ પણ મળતા હોય, તો ય તે નાશવંત હોવાથી અને રાગ-દ્વેષાદિ પાપોથી કલંકિત હોવાથી એના પ્રત્યે પણ ગ્લાની-અરુચિ-અભાવ જ ઊભો રહેશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધ્યાન અને જીવન પાકો ભવનિર્વેદ હશે, તો જ સાધના કરતી વખતે પ્રલોભનો કે કષ્ટને ભયને નગણ્ય કરાશે, કેમકે હવે તો પોતાની કાયા પર પણ નિર્વેદ છે. (૨) સમ્યગ્દર્શન : “આની સાથે એ નક્કી કર કે ‘આવા સંસારને તથા અનંત કાળને પ્રત્યક્ષ નિહાળી, એના ઉચ્છેદ માટે સચોટ માર્ગ પણ પ્રત્યક્ષથી જોઈ, જગતને એ સંસાર અને એના ઉચ્છેદનું યથાસ્થિતસ્વરૂપ કહેનાર કોઈ હોય તો તે વીતરાગ સર્વજ્ઞ છે. એ ભગવંતનાં વચન ટંકશાળી છે, સર્વ સત્ય છે, આત્માનાં એકાંત કલ્યાણને કરનારા છે' અને એમ નક્કી કરી સર્વજ્ઞ-વચન પર સર્વેસર્વા શ્રદ્ધા કર કે આ જ સાચાં અને આ જ હિતકર.’ આને ‘સમ્યગ્દર્શન' કહેવાય. (૩) સમ્યક્ચારિત્ર : આ નક્કી કરીને એ સર્વજ્ઞ ભગવંતે ઓળખાવેલા નાના-મોટાં સમસ્ત પાપ વ્યાપારોનો યાને માનસિક-વાચિક-કાયિક સઘળી પાપ પ્રવૃત્તિઓનો તથા હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહનો સર્વથા ત્યાગ કર. ‘એ કરું નહિ, કરાવું નહિ, બીજા કરે એમાં લેશ પણ સંમતિ-રાજીપો-ભાગલાગો રાખું નહિ.' આવી જીવનભર માટે પ્રતિજ્ઞા કર. આને ‘સમ્યક્ ચારિત્ર' કહેવાય. (૪) સમ્યજ્ઞાન પછી જીવન એવું જ જીવવાનું કે એમાં લેશ પણ એ ત્યાગ કરેલ પાપનું મન વચન કે કાયાથી આચરણ થાય નહિ. પછી એ ચારિત્ર જીવનમાં કંઈ કામ તો કરવાનું જ રહેશે, નહિતર નવરું મન નખ્ખોદ વાળે. તો કામ આ કરવાનું કે સર્વજ્ઞ ભગવાને ઉપદેશેલ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવાનો, એનું પઠન, અધ્યયન, ચિંતન-મનન કરતા રહેવાનું, આને ‘સમ્યજ્ઞાન’ની આરાધના કહેવાય. (૫) સમ્યકૃતપ : ‘એની સાથે બાહ્ય અને આભ્યન્તર ૬-૬ પ્રકારનો તપ આરાધવાનો.'' આ આરાધનાને ‘સમ્યક્તપ’ કહેવાય. બાહ્ય તપમાં અનશન-ઊનોરિકા... વગેરે ગણાય. આત્યંતરમાં પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવચ્ય... આદિ આવે. એમાં જેટલી તારી તાકાત, એ પ્રમાણે તપ આચરવાનો. શક્તિ જરા ય ગોપવવાની નહિ. આ વૈરાગ્ય-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ ચારિત્ર-સમ્યક્ તપ એ પંચવિધ મોક્ષમાર્ગ છે અને એની આરાધનાથી નવા કર્મબંધ અટકી જુનાં જન્મ-જન્માંતરનાં બંધાયેલાં કર્મોનો વિધ્વંસ થઈ જાય છે !'' એમ વિધ્વંસ થતાં થતાં અંતે આત્મા Page #220 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન (૨૦૭) સકલ કર્મથી રહિત બની મુક્ત થાય છે, આત્માનો શાશ્વત મોક્ષ થાય છે. ઉચ્ચ માનવભવમાં આ નહિ થાય તો બીજા કયા ભવમાં આ થઈ શકવાનું ? આવા ‘હે મહાનુભાવ ! તું એ જો, કે આત્માએ સંસાર રાગ, મિથ્યાત્વ, અજ્ઞાન, પાપ પ્રવૃત્તિઓ અને આહારાદિ તથા ક્રોધાદિ સંજ્ઞાઓ દ્વારા જ કર્મ ઉપાર્જેલાં છે, એટલે હવે એનાથી વિપરીત માર્ગે ચાલવાથી કર્મોનો ઉચ્છેદ થઈ જાય એ સહજ છે. એ ન્યાયયુક્ત છે કે જે કારણે સંસાર, એનાથી વિપરીત કારણોએ મોક્ષ થાય.' એ વિપરીત માર્ગ તે આ વૈરાગ્ય, સમ્યગ્દર્શન, જ્ઞાન-ચારિત્ર-તપ. હજી જીવન હાથમાં છે ત્યાં સુધી આ માર્ગનું ઉચ્ચ કોટિનું આરાધન કર અને એથી સર્વ પાપ, સમસ્ત કર્મ અને સંસારનો ઉચ્છેદ કરી મોક્ષની મંગળ માળાને વર.'' લલિતાંગને ઉત્સાહ : સાધુ મહાત્માની આ વેધક દિવ્યવાણી સાંભળી લલિતાંગ રાજકુમાર ખૂબ જ પ્રભાવિત થયો. વળી એને આશ્વાસન મળ્યું કે ‘ફિકર નહિ ત્યારે, ભલે પાપ ભારે આચરાઈ ગયાં છે છતાં આ માર્ગે ચાલીને મારાં સર્વ પાપ સર્વ કર્મોનો નાશ કરી શકાશે.’ એને એ પંચવિધ માર્ગ લેવાનો અને અણીશુદ્ધ આદરવાનો ભારે ઉત્સાહ આવી ગયો અને સાધુ મહાત્માને પગમાં પડી આંખમાં આંસુ સાથે બે હાથ જોડી કહે છે – ‘પ્રભુ ! આજે તો આપે મને ભવ્યાતિભવ્ય તત્ત્વપ્રકાશ આપી દીધો ! આપે મારાં અંતરનાં કમાડ ખોલી દીધાં ! આપે મારા પર અપ્રતિકાર્ય અનહદ ઉપકાર કર્યો છે, તો હવે જો યોગ્ય લાગે તો મને આ તારણહાર મોક્ષ-માર્ગ આપવાની કૃપા કરો. આ પાપભર્યા સંસારવાસ પરથી મારું મન તદ્દન ઉઠી ગયું છે, ‘આપઘાત કરી નાખું’ વગેરે મિથ્યા બુદ્ધિ તો ગઈ, પણ હવે તો - ‘કર્મો મને શું કચરતા હતાં, હું જ કર્મોને કચરી નાખું', એવી તમન્ના જાગી છે. તો એ માટે મોક્ષમાર્ગની શક્ય એવી ઊંચી આરાધના માટે કરવી છે. માટે મને એ માર્ગે ચડાવવાની કૃપા કરો.' લલિતાંગ દીક્ષા લે છે ઃ સાધુ મહાત્માએ એને યોગ્ય જાણી સમ્યક્ત્વ સાથે ચારિત્રની દીક્ષા આપી. લલિતાંગ હવે રાજકુમાર મટી લલિતાંગ મુનિ બન્યા. ગુરુની કદર પહેલી જરૂરી : સાચો માર્ગ બતાવનારની બલિહારી છે. કુશળ શિલ્પી પાષાણમાંથી પરમાત્માની પ્રતિમા બનાવે છે. એમ ચારિત્ર સંપન્ન ગુરુ પત્થર જેવા આત્માને પરમાત્મા બનાવવા માર્ગે જોડી દે છે ! ચોરાશી લાખ યોનિઓમાં નિરાધાર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધ્યાન અને જીવન અશરણપણે ભટકતા જીવને માંડ માનવ અવતાર મળે અને એમાં ય કોઈ વિશિષ્ટ પુણ્યોદયે અતિ દુર્લભ એવો આવા ગુરુનો યોગ મળે, પરંતુ એ મળ્યાની કદર જોઈએ. એ તો મનુષ્યભવ અનંતા મળ્યા અને ગુરુયોગ પણ અનંત વાર મળ્યા, પરંતુ એની કદર જ ન કરી, એવા સદ્ગુરુઓની કિંમત જ ન સમજ્યા, પછી એમનાં ચરી સમર્પિત થઈ બેસી જઈને મહામૂલા મોક્ષમાર્ગની આરાધના કરવાની વાત જ ક્યાં ? તેથી તો જીવ હજી સુધી પાપવાસનાઓ, પાપબુદ્ધિ અને પાપ પ્રવૃત્તિઓમાં સહ્યા કરતો સંસારમાં ભટક્યા કરે છે. ગુરુયોગની કદર નહિ એની વિટંબણા : તમને સદ્ગુરુયોગ મળ્યો છે ? મળ્યો છે તો એની કદર કરો છો ? મનને એમ થાય છે ખરું ? કે સંસારમાં બીજું બધું મળે છે, પણ આવો ગુરુયોગ અને મોક્ષમાર્ગ ઝટ ન મળે. જીવન તો તપાસો કે કેવું ચાલી રહ્યું છે ? કેટલી વિટંબણા ભોગવો છો ? ગુરુની અને મોક્ષમાર્ગની કશી ગમ નહિ, કદર નહિ, એટલે સંસારના ઈષ્ટ-અનિષ્ટમાં કેટલું કૂટાવાનું થાય છે ? કેટલાં પાપ સેવાય છે ? કેટકેટલું આર્તધ્યાન ચાલ્યા કરે છે ? ઈષ્ટ-અનિષ્ટનાં આર્તધ્યાન કેમ અટકે ? સંસારતત્ત્વ અને મોક્ષતત્ત્વ સમજાય તો કેટલાંય આર્તધ્યાન અટકી જાય, અટકાવી દેવાય. ઈષ્ટ વસ્તુનાં આર્તધ્યાન ટાળવા આ વિચાર જોઈએ કે ના ઈષ્ટ-ઈષ્ટ તો સંસારના તકલાદી તત્ત્વ છે, નાશવંત છે, આવ્યા-ગયાં છે. એમાં ક્યાં ક્યાં આર્તધ્યાન કરતો બેસીશ ? કર્મના હાથની એ વસ્તુ છે, એમાં તું ફોગટ આર્તધ્યાન કરી કરી શા માટે કૂટાય ? એથી કાંઈ ઊપજવાનું નથી, ચાલવા દે, કર્મ એનું ચલાવે, તું તારું તત્ત્વચિંતન ચલાવ.' અનિષ્ટનું આર્તધ્યાન ટાળવા આ વિચાર, કે ‘અનિષ્ટ એ મારાં પૂર્વના કર્મના હાથની વસ્તુ છે, એનું ય આર્તધ્યાન શા સારુ કરવું ? તું જો સાવધાન હો, તત્ત્વચિંતનમાં રમતો હો અને બહાર પ્રત્યે ઉદાસીન હો, તો અનિષ્ટથી તારા આત્માનું શું બગડે છે ? અનિષ્ટ આવ્યું એટલે બહારનું તો બગડ્યું તો બગડ્યું, પણ તું હાથે કરીને આર્તધ્યાન કરી કરી અંદરનું તારા આત્માનું શા સારુ બગાડે ? એમ. બગાડ્યા કરવાથી તારો કદી મોક્ષ નહિ થાય. મોક્ષ તો અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે, એ લાવવું હોય તો અહીં થોડા પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની જ ચિંતા રાખ.' સંસારતત્ત્વ અને મોક્ષાત્ત્વ સમજ્યા હો અને સમજ્યાની કદર હોય, તો હંમેશા પ્રતિપળ આ સાવધાન રહે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન લલિતાંગ મુનિ એકાકી : લલિતાંગ મુનિ ચારિત્ર લઈને મચી પડ્યા આરાધનામાં. નિત્ય ગુરુસેવામાં રહી જ્ઞાનયોગમાં શાસ્ત્રાધ્યયન-ચિંતન કરવા સાથે મહાવ્રતોનું અણીશુદ્ધ પાલન અને બારે પ્રકારના તપની ભવ્ય આરાધના કરે છે ! પછીથી યોગ્ય જાણી ગુરુ એમને ઊંચા અભિગ્રહોથી યુક્ત કઠોર ચારિત્ર-તપની આરાધના સાથે એકાકી વિચરવાની અનુજ્ઞા આપે છે. પાપની હોંશ કરતાં વધુ કર્મની હોંશ : લલિતાંગ મુનિને ભારે હોંશ છે, કે ‘જો પાપ સેવવામાં બાકી રાખી નથી, તો હવે ચારિત્ર અને તપની તક મળ્યા પછી એ સેવવામાં શું કામ બાકી રાખું ? જેટલી હોંશ અને જેટલા જોશથી પાપ કર્યાં છે એથી પણ વધુ હોંશ અને વધુ જોશથી ચારિત્ર અને તપની સાધના કર્યા વિના એ પાપો શે જાય ? માટે જો પાપ કરતાં આવડ્યાં તો હવે આ સાધના કરતાં પણ આવડે છે. ભગીરથ આરાધું અને તન-મન અને કર્મોને તોડી નાખું.’ એ ભાવથી લલિતાંગ મુનિ ઉગ્ર ચારિત્ર-તપની સાધનામાં લાગી ગયા. અસંમત નાસ્તિક ૨૦૯ હવે એવું બને છે કે લલિતાંગ મહર્ષિ દેશોદેશ વિચરતાં વિચરતાં સહજ ભાવે એક એવા નગરમાં આવી ગયા કે જ્યાં એક અસંમત નામનો નાસ્તિક રહે છે. મૂળ એ એક ધનાઢ્ય માણસનો છોકરો, પણ બિચારો કોઈ તીવ્ર મિથ્યાત્વ કર્મ અને માનકષાયના ઉદયે અભિમાની નાસ્તિકવાદી બની ગયેલો. એ અભિમાનથી સગા બાપને ને સગી માને ય ગણતો નથી ! ઉપરાંત કુટુંબ કે સમાજના કોઈ પણ વૃદ્ધ પૂજ્ય પુરુષને ય ગણકારતો નથી. આત્મા-ધર્મ-કર્મ પુણ્ય-પાપ-પરલોક, કશાને માનતો નથી. પાછો વળી એ જરા બુદ્ધિમાન છે, કુતર્ક બહુ આવડે, તે લોકોને ય એના નાસ્તિકવાદથી ભરમાવે છે. કેઈક ભોળાઓને નાસ્તિક વાદમાં તાણે છે. નગરમાં બાદશાહ જેવો થઈને ફરે છે. એને આત્મા-પુણ્ય-પાપ વગેરે કશું માન્ય નથી, કશું સંમત નથી, એટલે એનું ‘અસંમત' એવું નામ પડી ગયું છે. નાસ્તિકની જોહુકમી ઃ 15 આ અસંમત નાસ્તિક અભિમાનના તોરમાં તણાયો. બહારથી કોઈ સાધુ-સંન્યાસી-જોગી-બાવા આવે એની પણ ખબર લઈ નાખે છે ‘કેટલું ભણ્યા છો ? લાવો સાબિત કરો તમારો આત્મા, પુણ્ય-પાપ, પરલોક...' એમ પડકાર કરે છે. પેલા સાબિત કરવા જાય ત્યારે આ સામે કુતર્કોની ઝડીમાર વરસાવે છે. એટલે પેલાઓને આ પથરાને સમજાવવો અશક્ય જાણી પછી મૌન પકડવું પડે છે. એમ Jair Education International Page #223 -------------------------------------------------------------------------- ________________ –ાન ધ્યાન અને જીવન એ અસંમત નાસ્તિક બેતાજ બાદશાહ જેવો થઈને ફરે છે. કેઈકને ઊંધા માર્ગે દોરે છે. કોણ રોકે એને ? શ્રીમંત છે, કોઈની પરવા નથી. જડબાના જોરે ફાવે તેમ લવારો કરતો ફરે છે. નાસ્તિકતામાં ટુંકી બુદ્ધિ આદિની ગુલામી છે : પુણ્યના યોગે શ્રીમંતાઈ મળી, જીભડીનું જોર મળ્યું, બુદ્ધિશક્તિ મળી, એથી શું કરવાનું ? અભિમાન અને સ્વપરનો નાશ? જીવ માને છે કે, “હું સ્વતંત્ર છું, પરંતુ ખરેખર તો તીવ્ર વિષયલાલસા, અહંકાર અને આપમતિ કરાવનાર મોહનીય કર્મના તાબા હેઠળ મોહની ભારે પરતંત્રતા-પરાધીનતા સેવતો હોય છે, એની એને ખબર નથી, વિવેક વાપરવો નથી, અનુભવીના અનુભવ લેવા નથી, જાતે વસ્તુના ઉંડાણમાં જેવું નથી, આંખે દેખ્યું જ માનવું છે, એ ટુંકી બુદ્ધિની પરતંત્રતા-ગુલામી નહિ તો બીજું શું છે ? જગતમાં જીવ અનેક વાતે પરતંત્ર હોય છે. લલિતાંગ મુનિનો વિવેક : લલિતાંગ મુનિ અહીં આવ્યા છે. એમને કોઈકે કહ્યું, “મહારાજ ! અહીં આવો અસંમત નાસ્તિક રહે છે. એ તમારી ખબર લેવા આવશે. માટે એની ચર્ચા સાથે કરવા તૈયાર રહેજો.' મુનિએ એની વિગત સાંભળી મનમાં વિચાર કર્યો કે “આ કાંઈ બૂઝે એવો લાગતો નથી, તો ફોગટ જીભાજોડી શું કામ કરવી? પથરા સાથે માથું કાં કૂટવું? એમાં માથું ભાગે, પથરો ન ભાંગે. નાહક મારી આત્મસાધના કાં ચૂકું ?' વાત પણ સાચી છે કે અજ્ઞઃ સુખમારાધ્યા, સુખતરમારાથ્થો વિશેષજ્ઞઃ જ્ઞાનલવ-દુર્વિદગ્ધ બ્રહ્માપિ તે નરં ન રન્જયતિ અજ્ઞાન-અભણને હજી સહેલાઈથી સમજાવાય, વિવેકીને વળી વિશેષ સહેલાઈથી સમજાવી શકાય, પરંતુ જ્ઞાનના લેશથી દોઢડાહ્યા અને ઘમંડી અભિનિવેશી (દુરાગ્રહી) બનેલાને બ્રહ્મા પણ ન સમજાવી શકે. એટલે કદાચ એમને અસંમતે પડકાર્યા હશે ત્યાં મુનિ તપના માર્ગે લલિતાગ મહર્ષિ વિચાર કરે છે કે “આવા નાસ્તિકને વાદ કરીને સમજાવવા જતાં એનું તો કાંઈ સુધરે નહિ, પરંતુ મારું આરાધવાનું રહી જાય. એના કરતાં મને મારું સંભાળવા દે. એમ વિચારીને એ નગરની બહાર ઉદ્યાનમાં ચાલી ગયા. ત્યાં જઈને એમણે ઉપવાસ આદર્યા અને કાયોત્સર્ગ-ધ્યાનમાં રહેવા લાગ્યા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન – કાયોત્સર્ગ-ધ્યાન” એટલે ખડા ખડા રહી વચન અને કાયાને વોસિરાવી દેવાના, કાયાને સ્થિર રાખી જરા ય હલાવવાની નહિ અને તદ્દન બંધ રાખી મૌન ધરી રાખવાનું. કાયાની સ્થિરતામાં આંખ પણ અડધી મીંચી રાખવાની. દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થિર કરી બહારનું જોવાનું બંધ રાખવાનું. હાથ સહજ ભાવે લટકતા છોડી દેવાના. બસ હવે રહ્યું મન, તે મનને એક ચોક્કસ પ્રકારનું ધ્યાન પકડાવી દેવાનું. કોઈ બીજું-ત્રીજો વિચાર નહિ, વિકલ્પ નહિ કે “ઠંડી લાગે છે', યા “ગરમી લાગે છે, મચ્છર કરડ્યો'... કોઈ જ વિકલ્પ નહિ, માત્ર સૂત્રચિંતન, યા અર્થચિંતન, તત્ત્વ-પદાર્થ ચિંતન. ઉપવાસ સહિત કાયોત્સર્ગમાં છ તપ આ સૂત્રાર્થ-તત્ત્વચિંતન એ આભ્યન્તર તપ છે. એનો વિચાર આપણે કરવાનો છે. પણ હમણાં બાહ્ય તપનું મહત્ત્વ જોઈએ છીએ. મુનિએ ઉપવાસો આદર્યા છે એટલે સહેજે એમાં ખાવું જ નથી તો ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ તો આવી જ ગયા. સાથે કાયોત્સર્ગ ધ્યાનમાં છે એટલે બાહ્ય તપનો ચોથો-પાંચમો પ્રકાર “કાયકષ્ટ” અને “સંલીનતા” યાને સંગોપન તપ પણ ચાલુ થઈ ગયા છે. કલાકોના કલાકો કાયોત્સર્ગમાં ઊભા રહેવું એટલે કાયાને કષ્ટ તો પડે જ ને ? એમાં વળી કાયાને લેશ પણ હલાવવાની નહિ, હાથ હલાવવો નહિ, પગ નહિ, આંખ પણ ફેરવવાની નહિ,... એવા એ બધાને ગોપવી રાખવાના, તેમ તદન મૌન એટલે વાણી પણ ગોપવી રાખવાની. એમ કાયા અને વચનની સંલીનતા બની. સાથે મનને એવું ગોપવી રાખવાનું કે નક્કી કરેલા ચિંતન સિવાય બીજા એક પણ વિચારમાં એ જાય નહિ. એમ મનની પણ સલીનતા આવી. નદીમાં પૂર ઃ આમ છએ પ્રકારના બાહ્ય તપમાં મહર્ષિ દિવસોના દિવસો લીન બની ગયા. એનો જુઓ કેવો જબરદસ્ત પ્રભાવ પડ્યો ! બન્યું એવું કે એકવાર પાસેની નદીમાં ભારે પૂર આવ્યું. નગર કંઈક ઉંચાણમાં છે તેથી નગરમાં તો પાણી ન ફરી વળ્યું, પરંતુ નગરના ઠેઠ દરવાજા સુધી પાણીનું પૂર પહોંચી વળ્યું ! આ હિસાબે ઉદ્યાનનું શું પૂછવું ? ઉદ્યાન પર પાણી એવું ફરી વળ્યું કે જળબંબાકાર ! તે ય માથોડાં જેવાં પાણી ચડી ગયાં, એમાં વૃક્ષો પણ ડૂબાડૂબ થઈ ગયા. મુનિના તપનો પ્રભાવ પરંતુ ખૂબી એ થઈ કે મુનિ તો ત્યાં ધ્યાનમાં જ ઊભા છે, એમને ખસવું નથી. “એક જ લગની છે કે જે થાઓ તે થાઓ, સાધના આદરેલી મૂકવી નથી.” આ તપના પ્રભાવે એક વિશિષ્ટ શક્તિ ઊભી થઈ ગઈ કહો. કે નજીકનો કોઈ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨માં ધ્યાન અને જીવન વ્યંતરદેવ આકર્ષાઈ સેવામાં લાગ્યો કહો, તે પાણીનાં પૂર એમને અડ્યા જ નહિ ! લોકો નગરના કિલ્લા પરથી જુએ છે તો મહર્ષિ પૂરની ઉપર ઊભા છે, શુભ ધ્યાનમાં ખડા છે. પૂર એમની આસપાસથી ચાલી જઈ રહ્યું છે ! લોકોને આશ્ચર્યનો પાર રહ્યો નહિ. લોક પ્રશંસા કરવા લાગ્યા, “અહો ! જુઓ તો ખરા કે મુનિના તપનો પ્રભાવ કેટલો જબરદસ્ત, કે પૂર એમના પર ફરી વળવાને બદલે એ પૂરની ઉપર છે ! વાહ, શી ધર્મની બલિહારી !” નાસ્તિકની નિંદા : મુનિની પ્રશંસા થવા સાથે પેલા અસંમત નાસ્તિકની ભારે નિંદા થવા લાગી. લોકો બોલી રહ્યા છે કે “આ જુઓ પેલો નાસ્તિક કહેતો હતો ને કે આત્મા નથી, ધર્મ નથી, પુણ્યપાપ નથી ? કેવો એ જુકો ? ધર્મનો આ પ્રત્યક્ષ પ્રભાવ દેખાય છે. મહર્ષિનાં ચારિત્રબળ અને તપોબળનો કેટલો ગજબ પ્રભાવ કે પાણીના પૂરે ઝાડોને ઢાંકી દીધા પણ મુનિને નહિ !' લોકોમાં મુનિની પ્રશંસા અને નાસ્તિકની નિંદા ચાલી પડી. અસંમત નાસ્તિક આ સહન કરી શકે? મુનિ પર એને ભારે ઈર્ષા આવી ગઈ, આકુળવ્યાકુળ થઈ ગયો, પણ બોલવાને જગા રહી નથી. કહો જો મુનિના બાહ્ય તપનો પ્રભાવ કેવો ? નાસ્તિકની સાથે વાદ કરવા ગયા હોત તો શું નાસ્તિકને ચુપ કરી શકત ? હોઠ સાજ એને ઉત્તર ઝાઝા. કુતર્ક પર કુતર્ક જ લડાવવા, પથરા જ ફેંકવા, એ નીતિવાળો વળી શાનો અટકે ? પોતાનાં કથનનો સામેથી મજબૂત દલીલથી રદિયો મળવા છતાં એ હાર શાનો કબૂલે ? ચુપ શાનો થાય ? એ તો બીજો પથરો ફેંકે, નવો કુતર્ક લડાવે. એ કાંઈ એમ ચુપ ન થાય, એ તો કદાચ બોલતો બંધ થાય તો આવા તપના પ્રભાવે. દીક્ષાર્થીને સ્વજનની ‘ના’ પર તપઃ દીક્ષા સામે કુતર્કોઃ એટલા જ માટે આ એક સમજવા જેવું છે કે દીક્ષા સામે કુતર્કો આવે ત્યાં તપ કરવા જેવો છે. કેટલાક કુટુંબીઓ પોતાના મુમુક્ષુ વૈરાગી કુટુંબીને મોહથી દીક્ષા લેતાં અટકાવે છે અને એને ભારે બોલ સંભળાવે છે, કુતર્કો ઠોકે છે, પુત્રને કહેશે, “શું માબાપની સેવા નહિ કરવાની ? માબાપે કેટકેટલા ઉપકાર કરી મોટા કર્યા તેના પર આ બદલો વાળવાનો ?' દીકરીને કહેશે, “દીક્ષા દીક્ષા શું કરે છે ? સાધ્વી થઈશ પણ સાધ્વીઓમાં તો કેટલા ઝગડા ચાલે છે ?' દીકરો દીક્ષાર્થી બાપને કહેશે, “આ તમારી ઉમર થઈ, કોણ સાધુ તમારું સંભાળશે ? તમારી પાસે ઘડા ઉચકાવશે ઘડા !” Page #226 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન. (૨૧૩ દીક્ષા સામેના કુતર્કોના રદિયા માબાપની મોટી સેવા કઈ?: ધર્મ પમાડવાની : આવા કુતર્કો લડાવે ત્યાં રદિયા તો આપી શકાય કે “સંસારમાં રહેવાનું હોય ત્યાં સુધી માબાપની બાહ્ય સેવા અવશ્ય કરવાની. પરંતુ સંસારત્યાગ જ કરવો હોય તો પછી એ કરીને માબાપને ધર્મ પમાડવાની મોટી આભ્યન્તર સેવા આપવાની. માબાપના ઉપકારનો ખરો બદલો એથી જ વળે છે. ધર્મબિંદુ” પંચસૂત્ર' આદિ શાસ્ત્રો એ જ કહે છે. પણ આ સાંભળે કોણ ? “સાધુ-સાધ્વીમાં ઝગડાની વાત પણ ચિત્તને ગભરાવવા પૂરતી જ છે. ક્યાંક એવા સ્વભાવદોષથી બનતું હોય, તેથી શું બધે એવું? એના કરતાં તો સંસારમાં જુઓ તો ક્યાં ઝગડા નથી ? સંસાર જ એવો છે કે એમાં તો સહેજે ઝગડા થાય. કેમકે સંસારની જરૂરિયાતો કેટલી બધી? એના અંગે કેટકેટલાની સાથે ઉંચાનીચી થયા કરે ? ખરી રીતે તો ત્યાં પણ આપ ભલા તો જગ ભલા. સંસારમાં ય ઉંચાનીચીમાં જીવનનો આદર્શ “ઉપશમ” અને “સહન કરવાનું પકડીને ચલાય, તો તો લીલાલહેર જ છે. તો પછી સાધુજીવનમાં તો પૂછવાનું જ શું?” આ રદિયા ય મોહાંધો ન સાંભળે. સંસારમાં વૃદ્ધને ગુલામી નથી? : “ઉંમર થઈ, કોણ સંભાળશે ?' વગેરે કુતર્ક પણ બંડલ ફેંકવા જેવા છે. આજે કેટલા ય ઉંમરવાળા સાધુઓ આરાધના કર્યે જાય છે. પાણીના ઘડા ઉંચકાવવાની વાત પણ વાહિયાત છે. શું ભણેલા સાધુઓ શેઠાઈ કરે છે અને બીજાઓને નોકર બનાવે છે ? ખોટી વાત છે. સાધુ દરેક પોતપોતાનું કર્તવ્ય બજાવતા હોય છે. ઉંમરવાળાને વેઠ તો સંસારમાં કેટલી ય કરવી પડે છે, ગુલામી કેટલીય વેઠવી પડે છે. આજના છોકરા ને આજની વહુઓ કયા દેવના અવતાર છે ? યા રામ-સીતાના નમૂના છે કે દીકરો માબાપને ને વહુ સાસુ-સસરાને ફૂલની જેમ સાચવે, ને અખંડ વિનયથી વર્તે ? સંસારનું નાટક તો ખોલવા જેવું નથી. “ઘેર ઘેર માટીના ચૂલા અમસ્તુ કહેવાય છે ? એના કરતાં ચારિત્ર-જીવન લાખ દરજ્જુ સારું છે. પાણીનો ઘડો ઉંચકી લાવી એથી સંયમી સાધુની ભક્તિ કરવાનું તો અહોભાગ્યે મળે. દીક્ષા લેવા સામેના કતર્કો પર જો ધ્યાન દેવાનું હોય, તો કોઈ ભવમાં દીક્ષા લેવાની સરખાઈ જ ન દેખાય. નાની ઉંમરમાં માબાપ કયા ભવમાં ન હોય ? મોટી ઉંમરે બીજાં લફરાં ક્યાં નહિ? ઉંમર વિશેષ થયે ઉંમરનું બહાનું ક્યાં નહિ ? બસ, આ બધા સામે જોતાં બેસી રહેવું એનો તો અર્થ જ એ થાય કે “કોઈ ભવમાં ય જીવનની કોઈ પણ અવસ્થામાં સર્વ પાપત્યાગ કરી નિષ્પાપ પવિત્ર ચારિત્ર લેવાનું જ નહિ ! ને સંસારમાં બેઠા પાપસેવન કરતા રહી એ પાપોનાં ફળરૂપે ભવોમાં ભટકતા રહેવાનું !' Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૧૪નું ધ્યાન અને જીવન ! કુતર્ક સામે રસ્તો: વૈરાગી બનેલાએ તો સમજી જ રાખવાનું કે દીક્ષા લેતાં અટકાવનારા કુતર્કો સામે આવવાના. એના રદિયા આપ્ટે પણ કુતર્કવાળા કાંઈ માને કરે નહિ. ત્યારે શો રસ્તો લેવો? આ જ, કે તપની સાધના કરવી. સાધના પણ જોરદાર તપની કરવાની. ચારિત્ર લઈને ય સાધના જ કરવી છે, તો તે પહેલાં આ તપની સાધના કરવાની તાકાત નથી? તપથી ભલભલા અંતરાય તુટે. જે કાર્ય બીજા-ત્રીજા ઉપાયે ન થાય એ જોરદાર તપની સાધનાથી થાય. આ અટલ વિશ્વાસ પર જુઓ, લલિતાગ મહર્ષિએ કુતર્ક નાસ્તિક “અસંમત'ને વાદથી ચૂપ કરવાનો માર્ગ લેવાને બદલે તપની સાધનાનો માર્ગ લીધો. અલબત જો તપ કાંઈ પેલાને ચૂપ કરવા માટે નહોતા કરતા, એ તો પોતાના ભૂતકાળનાં પાપને લક્ષમાં રાખી તપ જન્મ-જન્માંતરનાં જંગી પાપકર્મોને તોડવા માટે કરતા હતા. પરંતુ એ તપથી એવું સામર્થ્ય, એવો પ્રભાવ, એવું અંજામણ ઊભું થઈ ગયું, કે પાણીનું ઘોડાપૂર એમને ડુબાડી શક્યાં નહિ, અરે ! એમને અડ્યું પણ નહિ. તપનો પ્રભાવ અદ્ભુત છે. આ પંચમ કાળમાં પણ એવા તપસ્વીઓ થઈ ગયા છે કે જેમના તપે ચમત્કાર સર્યા છે. એક કૃષ્ણષિ મુનિ થઈ ગયા કે જે ઘોર તપમાં પણ પારણે રસ-વિગઈઓનો સર્વથા ત્યાગ રાખતા અને સાથે કાયકષ્ટ સંલીનતા વગેરે તપ પણ જબરદસ્ત સાધતા. પરિણામે એમની ચરણરજ ઔષધનું કામ કરતી, પગ ધોયેલું પાણી રોગ મટાડતી. * * * * : ૨૯. અન્યાય આંતરશત્રુનો ખટકે છે ? કાકા કાકી: જ IIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIII નાસ્તિક કેમ સહન કરે? : લલિતાગ મહર્ષિના તપનો પ્રભાવ લોકોએ જોયો, તેથી લોકો સહેજે એમની પ્રશંસા, તપધર્મની પ્રશંસા અને અસંમત નાસ્તિકની અને એના નાસ્તિકવાદ-અધર્મવાદની નિંદા કરતા થયા. હવે અસંમતને આ કેમ સહન થાય? અન્યાયને સહી લેવો એ ધર્મ : નાસ્તિકવાદમાં માનનારને સહિષ્ણુતા થોડી જ હોય? સહિષ્ણુતા તો ધર્મ છે. “અન્યાયની સામે પણ સામનો ન કરતાં, પોતે પોતાના પ્રત્યે થતા અન્યાયને શાંતિથી સહી લેવો' - એવું કોણ શિખવાડે ? જૈન ધર્મ જ એ શિખવાડે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - ઋષભદેવ પ્રભુના અઠ્ઠાણુ પુત્રોની સામે મોટાભાઈ ભરતે પોતાની આજ્ઞા સ્વીકારી લેવાની અન્યાયભરી માગણી કરી, અઠ્ઠાણુ પુત્રો પિતા પ્રભુ પાસે ગયા, પ્રભુએ શું શિખવાડ્યું? અન્યાયનો સામનો કરવાનું નહિ. પ્ર. - અન્યાયનો સામનો તો કરવો જ જોઈએ ને? ઉ. - પ્રભુએ અઠ્ઠાણુને શું બતાવ્યું એ જુઓ એટલે સમજાશે કે અન્યાયનો સામનો કરવો જોઈએ કે નહિ. પ્રભુનો ભવ્ય ઉપદેશ: આંતરશત્રુ નો અન્યાય : ઋષભદેવ ભગવાને અઠ્ઠાણું પુત્રોને કહ્યું, “આ તમે ભરતને અન્યાયકારી શત્રુ તરીકે માની એની સાથે લડવા તૈયાર થયા છો, પરંતુ તમે તમારા ખરેખરા દુશ્મનને ઓળખતા નથી એટલે એને પડતા મૂકી ભારતનો નાશ કરવાનો વિચાર કરો છો અને એથી તમારા ખરા દુશ્મનોને મહાલવાનું થાય છે ! તમારા ખરા શત્રુ તમારા અંતરમાં રહેલા રાગ-દ્વેષ કામ-ક્રોધ લોભ, મદ-મત્સર, મમતા-માયા વગેરે છે. જનમ જનમ એને તમે પોષતા-મહાલાવતા અને દઢ કરતા આવ્યા છો. એથી જ એ આંતરશત્રુ તમને આ દુઃખદ ભવચક્રને વિષે નિરાધારપણે ભટકતા રાખવાનો ભારે અન્યાય કરી રહ્યા છે. એણે જ તમારી પોતાની અનંત જ્ઞાન-સુખમય-આત્મસમૃદ્ધિ પ્રગટ ન થવા દેવાનો તમને ભારે અન્યાય કર્યો છે. આ અન્યાય તમને ખૂંચે છે ? અરે ! એના પર દૃષ્ટિ પણ છે? એને પોષીને કેવી દુર્દશા ઊભી રાખી રહ્યા છો? “જીવ જો આ રાગાદિ આંતર શત્રુઓને ન પોષે, ન ઊભા રાખે, તો પછી એને સંસારની ચારે ગતિઓ અને ચોરાશી લાખ યોનિઓમાં નિરાધાર અને બેહાલપણે ભટકાવનારું બીજું શું કારણ છે?' બહારનાને મારવાનું શંકાભર્યું : - “હે ભાગ્યવાનો ! એટલું સમજો કે કદાચ બહારના દુશ્મનને મારી - અલબતું મારવાનું તમારા હાથમાં નક્કી નથી, એનું પુણ્ય જોર કરતું હોય ને તમારે પાપનો ઉદય હોય તો એને મારવા જતાં તમારે જ મરવાનું થાય, પણ કદાચ તમારું પુણ્ય જોર કરતું હોય તો તમે એને મારી શકો, છતાં એને મારી-તમારી સામેના એના અન્યાયને મિટાવી શકો. પરંતુ તેથી શું ? તમે થોડા જ અમર છો ? સમજી રાખો તમારા પર યમશત્રુની મોટી સત્તા છે, એટલે તમારે પણ આગળ જઈને મરવું તો પડશે જ. એ વખતે તમે પેલા બહારનાનો અન્યાય મિટાવીને સુરક્ષિત રાખેલા તમારા રાજ્યપાટ અને લક્ષ્મી-લાડી-વાડી-ગાડીના વિષયો તમને જરા ય બચાવી શકશે નહિ, કે એ વિષયો તમારી પૂંઠે લાગશે નહિ. તો અન્યાયના સામનાથી સરવાળે ક્યાં બચ્યા ? આગળ કર્મના અન્યાય લાગશે તેનું શું? Page #229 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન પછી તો તમારે એકલાએ અહીં સારી રીતે મહલાવેલા આંતર શત્રુઓ રાગદ્વેષ વગેરેથી અને હિંસાદિ પાપોથી ઊભા કરેલાં જંગી પાપકર્મોના થોકથી દુર્ગતિઓમાં ભટકતા થઈ જવું પડે, દુઃખ-ત્રાસ-વિટંબણાઓમાં કચરાવું પડે. આ અન્યાયથી શે બચો? તો બોલો, અહીં તમે માનેલા બહારના દુશ્મનને ટાળ્યો અને માનેલો અન્યાય મિટાવ્યો, તેથી શું વળ્યું ? મૃત્યુની સામે તમારો મદ ક્યાં ઊભો રહેવાનો ? પુયે બહારના અન્યાયને બરાબર રદિયો આપવાનું બને, પણ એમાં તમારું અભિમાન, દુર્ગતિ ગમનની બેપરવાઈ, લક્ષ્મી આદિની તૃષ્ણા – મમતા, આ બધા આંતરશત્રુઓ જ તમને આ ભવાટવીમાં અશરણ-નીરાધારપણે ભમાવનારા છે. તમારાથી પોષાયેલા એ રાગાદિ તમને જ દીઘતિદીર્ઘ કાળ સુધી અન્યાય કરનારા છે. હે ભાગ્યવાનો ! ખરું તો એ સમજો કે આ મનુષ્યભવ એવો ઉંચો અને અદૂભુત પામ્યા છો કે એના સહારે તમે આ તમારા આંતર દુશ્મનોની સાથે લડી શકો, તત્ત્વબુદ્ધિ-ત્યાગ-વૈરાગ્ય-ક્ષમા-અહિંસાદિ દ્વારા એનો નિર્મૂળ નાશ કરી શકો અને એથી કાયમને માટે તમારી પ્રત્યેના એના અનંતાનંત કાળથી ચાલી આવતા અન્યાયનો અંત લાવી શકો. એ તત્ત્વબુદ્ધિથી અહીં પણ કોઈ દુશ્મન નહિ લાગે. ઉચ્ચ માનવભવના સહારે જ આ આંતર વિજય બની શકે. આવો ભવ ગુમાવી નાખ્યા પછી આમાંનું કશું નહિ થઈ શકે. એટલું સમજી રાખો કે, બહારના કોઈ શત્રુને અને એના અન્યાયને ટાળી શકવાનું નિશ્ચિત પણ નથી અને કાયમી પણ નથી. પુણ્ય પહોંચતું હોય તો જ બહારના દુશ્મનની સામે ફાવી શકો, નહિતર તો પછાડ જ ખાવી પડે. વળી કદાચ માનો કે અહીં તમે ફાવ્યા, તો પણ પછીના જનમમાં સંભવ છે પાછા બહારના બીજા દુશ્મન આવવાના, ને એના અન્યાય સહવા પડવાના. એટલે અહીં એ ટાળવાની વસ્તુ કાયમી નહિ બનવાની. જ્યારે, આંતર દુશ્મન પર જય અને અન્યાય-નિવારણ એ નિશ્ચિત અને કાયમી બને છે. એમાં બાહ્ય દુશમન પણ રહેતા નથી, એમનો ભય ગયો. અહીં તમે રાગ-દ્વેષ કામ-ક્રોધ-મદ વગેરે પર તત્ત્વદેષ્ટિ-વૈરાગ્ય-ઉપશમ વગેરેથી જેટલા પ્રમાણમાં ઘા કરો, જેટલા એને દબાવો, એટલા એ દબવાનું નિશ્ચિત છે અને એના દળ્યા પછી અહીં ને ભવાંતરે ય એનું જોર ચાલતું નથી. ક્રમશઃ કાયમી અંત આવે છે. તેમજ એ પણ હકીકત છે કે અંતરના રાગાદિને દબાવ્યા પછી બહારના દુશમન દુમન જ લાગતા નથી. એ તો બિચારા દયાપાત્ર Page #230 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન -૨ લાગે છે. એટલે એમ કહેવાય કે આંતર દુશ્મનોનો નિકાલ કર્યો ત્યાં બાહ્ય દુશ્મનોનો નિકાલ સહેજે થઈ ગયો. ઋષભદેવ ભગવાન નવાણુંને કહે છે, “આ અંદરનાને દબાવવા માટે માનવભવ જ ભારે ઉપયોગી છે, સહાયક છે.” “તો હે નરરત્નો ! જ્યાં સુધી તમારા હાથમાં હજી માનવભવ સહાયક તરીકે ઊભો છે, ત્યાં સુધીમાં તમારા ખરેખરા દુશ્મનભૂત આંતર દુશ્મનોની સામે લડી લઈ એનો નિશ્ચિત નાશ કરવાનું તમારે સ્વાધીન છે. એને મૂકીને બહારના માનેલા દુશ્મનની સાથે લડી એનો નાશ કરવાની વાત કે જે શંકાસ્પદ છે, એની ગડમથલમાં ક્યાં પડ્યા છો ? કાયમનો અન્યાય ટાળવાનું છોડી કામચલાઉ અન્યાયનો સામનો કરવા શું ધમધમી રહ્યા છો ? એમાં ખરું કાર્ય રહી જાય છે.” અઠ્ઠાણું પુત્રોનો જિનવાણી પર વિચાર અને વૈરાગ્યઃ ભગવાનના આ ઉપદેશે અઠ્ઠાણું પુત્રો પર રામબાણ અસર કરી. એ સમજી ગયા કે “ભરતનો અન્યાય તો કામચલાઉ છે અને તે ટાળી શકાવાનું પણ નિશ્ચિત નથી. ત્યારે “આંતર દુશ્મનોનો અન્યાય અનંતા કાળથી ચાલ્યો આવે છે. આપણે તો એમને પોષીએ-મહલાવીએ છીએ ! જ્યારે એ આપણું કારમું નિકંદન કાઢે છે ! સંસારચક્રમાં ભટકાવે છે ! એ રાગાદિ દુશમનોના લીધે જ ભરત આપણને દુશ્મન જેવો લાગે છે. જે આપણને આપણા એક જમીનના ટુકડા પર રાગ અને મદ ન હોત, એના પર મળતા કંચન-કામિની વગેરેના ક્ષણિક ભોગો ઉપર કારમી તૃષ્ણા ન હોત, તો શું કામ આપણને ભરત અન્યાયકારી દુશ્મન લાગત ? જુઓ પ્રભુએ એ બધું છોડ્યું તો હવે પ્રભુને ક્યાં કોઈ દુશમન છે જ ? માટે આપણે આ છોડો અને અંતરના રાગાદિ દુશ્મનોને કચરી નાખવામાં આ સહાયક માનવ જનમને કામે લગાડી દો.” બસ, ભગવાનના અકાણું દીકરા મોટા રાજવી બનીને રાજ્ય-સમૃદ્ધ રાણીઓ અને રાજાશાહી સુખોમાં મહાલનારા છતાં, આમ પ્રભુની તત્ત્વવાણી એમણે ઝીલી, એ વૈરાગ્ય પામ્યા અને માનવભવને ઉત્તમ સહાયરૂપ માની એના સહારે આંતર દુશમનોનો જ નાશ કરવા માટે નિર્ધારવાળા બની ગયા, કેમકે હવે એ આંતર દુશ્મનોનો જ અન્યાય એમને ડંખવા લાગ્યો. ભરતનો કોઈ અન્યાય જ ન લાગ્યો. પોતાના રાજ્ય અને વિષયસુખો પર રાગ રહે તો જ એના પર આક્રમણ કરનારો ભરત અન્યાયકારી લાગે ને ? હવે તો રાગ જ ઉઠાડી નાખ્યો એટલે “મારું રાજ્ય, મારાં સુખો', એ ભાવના જ ઉઠી ગઈ. “જે મારું નહિ, એને બગાડનારો મારું શું Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધ્યાન અને જીવન બગાડે છે ?' મને એ શો અન્યાય કરે છે ? કશો જ નહિ એ વાત મનમાં નક્કી થઈ ગઈ. પારકા રાજ્ય કે પારકા ઘર પર તવાઈ લઈ જનારો એ ક્યાં આપણો દુશ્મન લાગે છે ? રાજ્ય પર આક્રમણ એ દ્વેષનું કારણ નહિ. કિન્તુ આપણા રાજ્ય પર આક્રમણથી દ્વેષ, તેથી દ્વેષનું કારણ મમતા. તમારા જીવનમાં તમને કોઈ કોઈ અન્યાય કરનારા લાગે છે ને ? તમારા બહુ નિકટના ગણાતા સગા માતાપિતા-પત્ની-પુત્ર વગેરે પણ અવરનવર તમને અન્યાય કરતા હોય એવું લાગી આવે છે ને ? કેમ 'હા' બોલતા નથી ? કહો ‘હા, લાગી આવે છે.' તમે તમારી જાતને લાયક દીકરા માનો છો એટલે માતા-પિતા કશું તમારી પ્રત્યે અણગમતું બોલે-ચાલે એ તમને વધારે પડતું લાગે છે, ખોટું લાગે છે, એ જ અન્યાય લાગ્યો કહેવાય. એમ તમારી જાતને તમે યોગ્ય પતિ કે પત્ની સમજતા હો પછી સામેથી અણગમતું કાંઈ થાય એ એણે અન્યાય કર્યાનું લાગે છે. આવું તો વારે વારે જિંદગીમાં નાનું મોટું કેટલું ય બની આવે છે. એટલે જિંદગી આખી આને અન્યાય જ માન્યા કરવાનું ને ? એથી અંતરમાં બળ્યા જ કરવાનું ને ? તેમ એનો શક્ય એટલો કઠોર વાણી-વર્તાવથી સામનો જ કરતા રહેવાનું ને ? જિંદગી આખી આવી જવાની ? તો પછી જે અંદરના અભિમાન, રાગ, મમતા, મિથ્યાજ્ઞાન... વગેરે આંતર શત્રુનાં કારણે આ બને છે, એ આંતર શત્રુઓ અને એના અન્યાય સામે ક્યારે ઝઝુમવાનું ? એનો અન્યાય તમારા મનને ખૂંચે છે ? અહીં આર્ય માનવભવે આવ્યા એટલે તો તમે સર્વવિરતી સુધીની ઉંચી ચીજોના હકદાર બન્યા. છતાં પણ, એ અહંત્ત્વ અને રાગાદિ એની આડે આવે છે, એની પ્રાપ્તિ થવા નથી દેતા, થઈ હોય તો નષ્ટ કરી દે છે. આ આંતરદુશ્મનની અન્યાયકારિતા તમને હૈયે ખટકે ? બહાર અન્યાય પુણ્યની કમીથી નહિ : ભૂલશો નહિ, કે જેને અંતરમાં અભિમાન બહુ છે, જાત શાણી લાયક અને યોગ્ય જ કાર્યવાહી કરતી લાગે છે, તેમજ બાહ્ય સારી સગવડ-શોભા-સન્માનની બહુ લાલસા છે, એનો વારે ને વારે બહારનાઓ કાંઈ ને કાંઈ અન્યાય કરતા લાગી આવે છે. એમ સમજતા નહિ કે ‘પુણ્ય ઓછું છે માટે જ બહારનાઓ વાંકુ વર્તતા લાગે છે.' પુણ્યની તો તરતમતા અને ખામી બધે રહેવાની. બહુ પુણ્યવાળાને પણ એક નહિ તો બીજી વાતની ખામી રહેવાની. એમ એનાથી અધિક પુણ્યની અપેક્ષાએ પોતાનું ન્યુન જ લાગવાનું. તો પછી પુણ્યની ખામીએ થતી બાહ્યની ખામી કે ન્યુનતામાં સહેજે સામેથી અગવડ મળતી દેખાય, ઓછું માન મળતું દેખાય, ત્યાં શું અન્યાય જ થયાનું માન્યા કરવાનું ? ના, Page #232 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૧૯) અન્યાય થયાની વિચારણા તો બાહ્ય પર અધિકાર અભિમાન તથા વિષયરાગ અને સુખલાલસા ઉપર થાય છે. (૧) “હું આટઆટલી સગવડનો-સન્માનનો અધિકારી છું. આ સામેથી આમ કેમ વાંક વર્તે છે ?' જે આ અધિકાર જ ન માને, સ્વાભિમાન જ ન રાખે, તો “સામાએ અન્યાય કર્યો',... “સામો મારો વિરોધી',... એવું એવું માનવાનું રહે નહિ. ભારે અન્યાય તો પોતાના અનંતા દોષો અને કર્મોનો છે. એટલે પોતાને એમ જ લાગે કે “હું અનંતા કર્મોથી દબાયેલો-કચરાયેલો છું. મારે વળી સ્વાભિમાન શા ? અનંતા દોષોથી ભરેલો હું. મારે વળી ગુમાન શાનું ?” એમ બાહ્ય પર પોતાનો અધિકાર ન માને તો બાહ્ય પર આક્રમક અન્યાયકારી ન લાગે. (૨) એમ સુખની લાલસા બહુ છે, વિષયોનો રાગ નડે છે, તેથી સગા માતા-પિતા કે સગી પત્ની પણ એ સુખ ને એ વિષયો પ્રત્યે વાંકુ વર્તતાં, અન્યાય કરનારા લાગે છે. ખરી રીતે તો પોતાની સુખેષણા અને રાગાંધતા એ અન્યાય મનાવે છે. કપડું ઉજળું જ જોઈએ એવો આગ્રહ છે માટે એ મેલું રાખનારી કે મેલું કરનારી પત્ની કે નોકર પર ગુસ્સો થાય છે, એ અન્યાયકારી લાગે છે. એવો રાગ અને એવી એષણાને જ જો દબાવાય, ને “જેવું હોય તેવું ચાલે” એવો સિદ્ધાન્ત પકડી રખાય, તો પછી સામા પર ગુસ્સો શું કામ આવે ? એના તરફથી અન્યાય થયાનું શાને દેખાય ? જીવનમાં દુઃખ-ઉદ્વેગ શાથી?? જીવનમાં જે વારે ને વારે અન્યાય થતો દેખાય છે, દુઃખ થાય છે, ઉદ્વેગ થાય છે, એના મૂળમાં તપાસજો તો આ દેખાશે કે કોઈ સ્વાભિમાન, હક-અધિકારની માન્યતા, કોઈ વિષયરોગ, કે કોઈ સુખલાલસા કામ કરી રહી. હોય છે. તેથી જ પછી એમાં વાંધો આવતાં, સામો અન્યાયકારી લાગે છે. આ માન, આ હક, કે આ રાગ, આ લાલસા ન હોય તો શું કામ દુઃખ જ થાય ? જો દુઃખ જ ન લાગે તો પછી સામા અન્યાય કરનારા નહિ લાગે. એ નહિ લાગે તો મનને સમતાભાવ રહેશે. મહાન આત્માઓ સીતાજી જેવા વિકટ પ્રસંગમાં પણ સમતા આમ રાખી શકેલા. સંસારમાં વધુ ધર્મ શો થઈ શકે? : દેવદર્શન-પૂજા સામાયિકાદિ કરીને કહો છો ને કે “હવે સંસારમાં બેઠા આથી વધારે ધર્મ શો થઈ શકે ?' તો સમજો કે આંતરશત્રુને જ અન્યાયકારી માનવાનો અને એને દબાવ્યા કરવાનો વિસ્તૃત ધર્મ સંસારમાં બેઠા ય બહુ થઈ શકે. સંસારત્યાગ નથી કર્યો, ને ઘરવાસમાં બેઠા છો, છતાં આ મહાન ધર્મ ડગલે Page #233 -------------------------------------------------------------------------- ________________ –૨૨ની ધ્યાન અને જીવન - ને પગલે આરાધી શકો. અંતરના મદ-રાગ-લાલસાને નિરભિમાન, વૈરાગ્ય, અનાસક્તિ, તૃપ્તિ વગેરે દ્વારા દબાવતા રહેવું, એ મહાન ધર્મ છે. એને આરાધતા રહેવાનું. એમાં ય ખાસ કરીને જ્યારે જ્યારે “સામેથી અગવડ આવી, અપમાન થયું, બહારમાં નુકસાન થયું એમ લાગે, ત્યારે ત્યારે તરત આ પ્રયોગ ચલાવવાનો. જોવાનું કે “જાતને સુયોગ્ય માને છે, જાતને સારું જ કરનારી માને છે, માટે જ સામા અપમાન કરનારા લાગે છે. સુખની લાલસા નડે છે, વિષયોનો રાગ સતાવે છે, તેથી જ એમાં વાંધો વચકો લાવનારાને દુશ્મન દેખે છે. એટલે ખરી રીતે આ જાતની વડાઈ, લાલસા અને રાગ જ ખતરનાક છે. એને જ મારે દાબતા ચાલવાનું.' આંતરશત્રુ દબાવવા માટે ત્રણ ઉપાય - (૧) જાતની કર્મપીડિત અધમતાનું ભાન અને નિરભિમાન (૨) સુખની બેપરવાઈ, ને (૩) વિષયોની નિર્માલ્યતાનો ખ્યાલ કરતા રહેવાનું. બસ, જાત પર અને જાતના દોષો પર આ પ્રબળ અંકુશ મૂકવાનું ચાલુ થઈ જાય, એટલે પછી જાતના દોષોને લીધા સામા શત્રુ દેખાતા હશે તેને હવે દુશમન દેખવાનું કે અન્યાયકારી લાગવાનું ઓછું થતું આવશે. ભગવાનના અઠ્ઠાણું દીકરાને આ સમજાઈ ગયું અને રાજ્યાદિના રાગ જ મૂકી દીધા, દિલની મમતા જ છોડી. એટલે મોટો ભાઈ ભરત હવે દુશ્મન કે અન્યાયકારી નથી લાગતો. હવે તો અન્યાયકારી આંતર દુશ્મન મદ-લાલસા-રાગ વગેરેને તોડવા માટે જે મનુષ્યજન્મ મહા સહાયભુત મળ્યો છે, અને એમાં કામે લગાડી દેવાનું નક્કી કરી નાખ્યું, પ્રભુ પાસે ત્યાં ને ત્યાં જ એ દીક્ષિત થઈ ગયા. એ સાંભળીને ભરત શરમાઈ ગયો અને આવીને ક્ષમા માગતો કહે છે, “માફ કરો, મારી ભૂલ થઈ. પધારો ઘરે, સુખેથી રાજ્ય ભોગવો, મારે તમારા પર કાંઈ આજ્ઞા-હકુમત ચલાવવી નથી. પરંતુ આ અઠ્ઠાણું મુનિ બનેલાને તો હવે ખરા શત્રુભુત રાગાદિનો અને એમના અનંત કાળના અન્યાયનો જ કાયમી અંત લાવવો છે, તેથી ભારતના કરગરવા પર શાના લોભાય ? બોલો હવે, અન્યાયનો સામનો કરવા જેવો ખરો ? અને કરવો જ હોય તો કોના અન્યાયનો સામનો કરવા યોગ્ય? કહેવું જ પડશે, બહારના અન્યાય કરતાં અંતરના કામ કે ક્રોધ-લોભ. રાગ-દ્વેષ. માન-મદ-માયાના ઘોર અન્યાયનો સામનો કરવા યોગ્ય છે અને એ માટે એ આંતરશત્રુ ઓ સામે જ લડી લેવા જેવું છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન - એટલા જ માટે બહારનાની સામે તો સહિષ્ણુતા જ કેળવવાની, ક્ષમા જ રાખવાની, જેથી આંતરશત્રુ ક્રોધને મચક ન મળે. પરંતુ આ સહિષ્ણુતાદિ કરવાનું કોણ શિખવાડે ? ધર્મ જ એ શીખવે છે. ધર્મનું આ ઉંચું મહત્ત્વ છે કે એ ક્ષમા-સહિષ્ણુતા સમતા શીખવીને મહાશાંતિ-મહાસુખનો અનુભવ કરાવે છે. * * * Illlllllllllllllllllllllllllllll ૩૦. ઈષ્ય : આત્મહિતની જરૂરિયાતો છે? અસંમત નાસ્તિકને ધર્મ માનવો જ નથી, પછી એને આંતરશત્રુ સામે લડી લેવાનું અને બહારનાની સામે સહિષ્ણુતા કેળવવાનું શિક્ષણ કે સમજ ક્યાંથી હોય ? તેથી એ લલિતાંગ મુનિની પ્રશંસા કેમ સહી શકે? આંતરશત્રુ ઈષ્યાર્ને એ કેમ રોકી શકે ? એને મુનિ પર ભારે ઈર્ષ્યા આવી ગઈ, વૈષ વધી ગયો અને હવે “કેમ એમનો નાશ કરું એના વિચારમાં ચડ્યો. આ સૂચવે છે કે, ધર્મમાં માનનારે સહિષ્ણુતા-ધર્મ કેળવવો જ જોઈએ, ઈર્ષ્યા નહિ જ કરવાની. ઈર્ષ્યા કેવી ગોઝારી છે? “મુનિએ નાસ્તિકનું કાંઈ જ બગાડ્યું છે ? પ્રશંસા અને નિંદા કરે છે તો લોકો કરે છે. એમાં મુનિનો શો વાંક ? પરંતુ ઈર્ષ્યા દુર્ગુણ જ એવો આંધળો છે કે ગુનો કોઈ જોવાનો જ નહિ. ઈષ્યાવળાને તો એક જ ધૂન કે “હું કોના કરતાં હલકો દેખાઉં છું ? યા કોણ મારા જેવો વખણાય છે ? બસ, એને જ હું હલકો પાડું, યા એને જ ઉડાવું.' બીજાનું સારું ખમી શકવાની તાકાત જ નહિ, માટે એને ઉડાડવાની જ ધૂન. ત્યારે કહો, એક ઈર્ષ્યા પછી કેટલાં આર્તધ્યાન અને વધીને રૌદ્રધ્યાન કરાવે? જ્યાં સુધી સામો હલકો ન પડે, કે ખત્મ ન થાય, ત્યાં સુધી આર્તધ્યાન અને વધીને રૌદ્રધ્યાન કેવાં ચાલ્યા કરે ? સારું ધ્યાન ક્યારે લાગે? : માટે જ આ સાવધાની રાખવા જેવી છે કે ધ્યાન “ૐ” કે “અહં વગેરેનું લઈને બેસવાની વાત પછી, પણ પહેલાં આર્તધ્યાનને લાવનારી આ ઈર્ષ્યા વગેરે આંતર મલિનતાને હટાવો અને આર્તધ્યાન અટકાવો. ચિત્તમાં આર્તધ્યાન રમતાં હશે તો શુભ ધ્યાનને અવકાશ જ નહિ મળે અને ઈર્ષ્યાદિ નહિ મૂકવા હોય તો આર્તધ્યાન કોટે વળગ્યા રહેવાનાં. ખોટી પકડ દુર્ગાનને તાણી લાવે છે : અસંમત નાસ્તિક મુનિ પ્રત્યે ઈર્ષાનો માર્યો આર્ત અને રૌદ્રધ્યાનમાં રમે છે, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધ્યાન અને જીવન ‘એમને કેમ ખત્મ કરું' એ વિચારમાં ચડ્યો છે. જીવના ઉપર લાગેલો સંસારવાસ કેટલો બધો ભયંકર છે ! એને એક યા બીજા પ્રકારની એવી કોઈક પકડ પકડાઈ જાય છે કે પછી એ દુર્ધ્યાનને તાણી લાવે છે, કેમકે ખોટી પકડની પાછળ મન ખોટા વિચારમાં કામ કરતું બની જાય છે, પછી એમાં દુર્ધ્યાન કેમ ન આવે ? ખરાબ કામ તો થાય ત્યારે થાય, પરંતુ ખરાબ વિચારસરણી કલાકોના કલાકો કે દિવસોના દિવસો ચાલ્યા કરે છે ! દુર્ધ્યાનની આ ખરાબી કે ખરાબ કરણી નહિ છતાં મારે ! બિલાડી દિવસભરમાં કેટલા ઉંદર મારવાનું કરપીણ કૃત્ય કરે છે ? બહુ અલ્પ. પરંતુ એ એની વિચારધારા અને રૌદ્રધ્યાન કેવી રાત-દિવસભર ચલાવે ? એમ ગિરોલી વાઘ વરુ વગેરે શિકારી પ્રાણીઓની દશા કઈ ? શાના પર આ ? એક પકડ પકડાઈ જવા પર કે ‘શિકારને ખત્મ કરવો.' જીવ આઘો જાય, પાછો જાય, પણ મન એમાં ને એમાં રમતું રહે છે. આ રૌદ્રધ્યાનની વિચારધારા છે. એ ભયંકર છે. એમ આર્તધ્યાનની વિચારધારા પણ કોઈ પકડના લીધે ચાલે છે, ને એમાં મનની મહાખરાબી છે. ખોટી પકડ પર આર્તધ્યાનનું દૃષ્ટાન્ત ઃ દા.ત. મનને લાગી ગયું કે ‘પૈસા જોઈએ', બસ એ પકડ લાગવા પર મન એના આર્તધ્યાનમાં રમ્યા કરે છે ને ચિંતવે છે કે પૈસા કેમ મળે ? ક્યારે મળે ? શું કરું ?' આજીવિકા પૂરતા પૈસા વિના સંસારીને નથી ચાલતું એ સાચું, પરંતુ એ જરૂરિયાત બહુ શું માગે ? એનો ઉપાય ઉદ્યમ માગે એટલું જ ને ? પરંતુ મનમાં એનો વલવલાટ પણ જરૂરી છે ? શું વારંવાર એની ચિંતા ય કરવી જ જોઈએ કે ક્યારે મળે ? કેમ મળે ? કેમ વધારે મળે ?' ને શું એ ચિંતાથી કાંઈ વળે છે ? ધંધો-નોકરી-મજુરી તો ચાલુ જ છે. જીવનનો અનુભવ છે કે નોકરી-ધંધાથી અમુક પૈસા તો મળ્યા જ કરે છે. ચિંતાથી વિશેષ શું સધે છે ? ભાગ્ય બાંધેલું હોય તો એટલું જ મળવાનું. ભાગ્ય નબળું હશે તો ઓછું જ મળવાનું. ચિંતા એમાં કશો વધારો કરી શકે નહિ. છતાં જીવને ભાગ્યના ઘરની વસ્તુ પૈસા, તે પૈસાની લત લાગી ગઈ, તે ભાગ્યથી ઉપરવટ થઈને મનથી હિસાબ વિનાની ચિંતા અને આર્તધ્યાન કર્યા જ કરે છે ! કેવો મૂઢ ! તુચ્છ વસ્તુની લતથી માનવભવની હાંસી : અરે ! પૈસા તો હજી ય મોટી વસ્તુ છે, પણ જીવને બીજી કેટલીય તુચ્છ વસ્તુની પણ લત લાગે છે ! દા.ત. ઘરના ખૂણામાં કચરો દેખ્યો, એ હમણાં ને હમણાં ઉઠીને દૂર કરાય એમ નથી, કે બીજા પાસે તરત કઢાવી નખાય એવું નથી, છતાં મન એના ય લોચા વાળ્યા કરે છે કે ‘આ કેટલો ખરાબ લાગે છે ! કેમ આ Page #236 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૨૩કચરો પડી રહ્યો છે?...” અથવા કપડું ખેંચમાં ભરાઈ જરા ફાટ્યું, હવે એ સંધાશે તો એની સગવડે સંધાશે, પરંતુ અત્યારથી એ ફાટેલું નજરમાં આવે ત્યારે ત્યારે એની ખોટી ચિંતા થઈ જ આવે છે કે “આ કેમ ફાટ્યું ? ક્યારે સંધાય ?... આ મફતિયા ખૂંચ ખીલી કેમ રાખી હશે કે કપડાં ફાડે ? હવે આ સંધાય નહિ ત્યાં સુધી કેટલું ખરાબ લાગે ? ને સંધાય નહિ ને વધારે ફાટે તો ?...” તુચ્છ વસ્તુની પકડ પર પણ કેટલું આર્તધ્યાન ? કેટલી પાપ વિકલ્પોની હારમાળા ? ઉત્તમ માનવભવની આ કેવી હાંસી ? કેવી વિટંબણા ? ક્રોડપતિની કન્યા મળી હોય, સાથે મોટી સંપત્તિ મળી હોય, એને મસોતા જેવા કપડા પહેરાવે એ એની કેવી હાંસી ? એમ પુણ્યાઈ સાથે મળેલ માનવ જિંદગીને તુચ્છ વસ્તુની લત-ચિંતા લગાડીએ એ એની કેવી હાંસી ? શું માનવજનમ આવાં આર્તધ્યાન કરવા માટે જ છે ? શું આર્તધ્યાનથી જીવન આબાદ બને છે? કે બરબાદ ? આવા ને આવા આર્તધ્યાન ચાલ્યા કરતા હોય ત્યાં શુભ ધ્યાનને અવકાશ રહે ? ચિત્ત દેવદર્શન-વંદન કે જાપ વગેરેમાં જોડાય ત્યારે એમાં સ્થિર રહે ખરું ? ફરિયાદ છે ને કે શુભ ક્રિયામાં ચિત્ત સ્થિર નથી રહેતું ? પણ આર્તધ્યાનની લોથ લાગી હોય ત્યાં સ્થિર શુભ ધ્યાન શાનું લાગે ? અને જીવને તુચ્છ લતો લાગેલી હોય ત્યાં કહો આર્તધ્યાન આવ્યા વિના શાનું રહે ? ભલેને પછી એ પ્રભુના મંદિરમાં હોય ! ત્યાં મંદિરમાં એ મનમાંથી બહારની લત તો બહાર મૂકીને આવ્યો નથી, એટલું જ નહિ, પણ અહીં મંદિરમાં ય “આ પાટલો આમ કેમ વચ્ચે પડ્યો છે ? આ પેલા ભાઈ કેમ દર્શનની આડે ઊભા છે ? ક્યાં સુધી ચોંટ્યા રહેશે ?... ઓલ્યા ભાઈ વળી કેમ સ્તવન મોટેથી ગાય છે ?... આ આમ ન ચાલે',... આવી આવી મનને લત લાગી છે એટલે આનાં આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. આવી લત, આવી પકડ, માની લીધેલી એવી જરૂરિયાતો, ભૂંડી. ચિત્ત એની પાછળ પાગલ થવાનું, આંધળું બનવાનું. પછી સારી પ્રવૃત્તિ હાથમાં લેવા છતાં એને એ સારીનું ઉંચું મૂલ્યાંકન નહિ, ઉંચી કદર નહિ, તે વચમાં વચમાં ખોટાં ચિતન ગબડાવ્યા જ કરશે. ખોટી લતો પાછળ કેવી મહાન આત્મસંપત્તિ કમાઈ ગુમાવવાની?? જીવન ખોટી લતોથી અને માનેલી ખોટી જરૂરિયાતોથી એવું કલુષિત બને છે કે પછી એની પાછળ ધારાબદ્ધ પવિત્ર વિચારસરણી, ઉપશાંત ભાવ, ઉદાર આશયો, મૈત્રી-કરુણાની વહેતી ભાવનાઓ, અરિહંતનું શુભ ચિંતન વગેરે મહાન આત્મસંપત્તિઓ કમાવાનું હાથવેંતમાં છતાં દુર્લભ દુ:શક્ય બની જાય છે. જીવનમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ -જીની ધ્યાન અને જીવન | મહાનતા આ સંપત્તિઓથી આવે, પણ પેલી ખોટી લતો અને ખોટી જરૂરિયાતોની અધમતા ટળે ત્યારે ને ? ખોટી લતો તથા પકડો અને જરૂરિયાતોથી જીવન અધમ જ બન્યું રહે છે, પછી ભલેને દેવ અરિહંત ઉંચામાં ઉંચા મળ્યા, ગુરુ પણ ઉંચા ત્યાગી અને તત્ત્વજ્ઞ મળ્યા, તથા ધર્મ અનુપમ અદ્વિતિય મળ્યો. જીવનમાંની અધમતાઓ એમજ ઊભી હોય ત્યાં એ સારામાં સારાં તરવાનાં આલંબનો મળ્યાનો શો લાભ લેવાય? ઉચ્ચ તારક આલંબનોની કિંમત સમજો : ધ્યાનમાં રાખો - વિશ્વશ્રેષ્ઠ અરિહંત પરમાત્મા, ત્યાગી ગુરુઓ, જિનશાસન, જિનાગમ, તીર્થો, ધાર્મિક આચાર-અનુષ્ઠાનો વગેરે આલંબનો એવા અદ્દભુત મળ્યા છે કે જેના આધારે આત્મા પોતાના દેદાર ફેરવી નાખે ! તુચ્છ લતો-પકડો-જરૂરિયાતોને નહિવત્ કરી શકે ! આ આલંબનો આ વિરાટ વિશ્વમાં મળવા અતિશય કઠીન ! અતિ દુર્લભ ! એ છે, તો જ એના આધારે ઉન્નતિ સાધી શકાશે. જીવન પુરું થતાં એ ખોઈ નાખ્યા પછી શું થઈ શકશે? માટે તારક આલંબનો મળ્યાનું મહત્ત્વ ખૂબ જ નજર સામે રાખી એનો ઉપયોગ કરી લેવો જોઈએ. શેમાં? આ તુચ્છ લતો-પકડો-જરૂરિયાતોને નામશેષ કરવામાં. જીવન કેમ હારી જવાય છે? જીવને એ વિચાર નથી આવતો કે “હું આ તુચ્છ લતો-પકડો રાખી બેસું છું, તુચ્છ જરૂરિયાતો માની બેસું છું, તો (૧) શું મારે આવો સુંદર દુર્લભ માનવભવ મળ્યા પછી આત્મહિતની કોઈ જ લતો કેળવવાની નથી ? (૨) આત્મહિતની કોઈ પકડો જ રાખવાની ઊભી કરવાની નથી ? (૩) મારે શું કોઈ આત્મહિતની જરૂરિયાતો જ નથી ? અને જીવનમાં એ મુખ્ય બનાવવાની જ નહિ ? “ખૂણામાં કચરો પડી રહ્યો, ચિંથરું ફાટ્યું, કપડું મેલું થયું, આ ન ચાલે, ઠંડી બહુ પડી” - આવા આવા મુડદાલ નમાલા વિકલ્પોથી શું આત્માના દેદાર સુધરે છે? “કચરો ન જ જોઈએ... કપડું જલ્દી ફાટવું ન જ જોઈએ,... ફાટ્યું તો તરત સંધાવું જ જોઈએ,... કપડું સાફ જ જોઈએ...” આવી આવી લત-પકડ-જરૂરિયાતો માની લીધાથી આત્માનું શું સુધરે, કે બગડે? શું જીવન જરૂરિયાતોમાં આ જ આવે ? શું આવું ને આવું જીવન ચાલે એટલે જીવન જીતી ગયા ? કે સરાસર હારી ગયા ? કહો છો ને હવે વધારે ધર્મ શો કરીએ? આ તુચ્છ લતો પડતી મૂકવાનો અભ્યાસ કરતા રહેવાય એ ધર્મ ક્યાં ઓછો ધર્મ છે? આત્મહિતોની લતો-જરૂરિયાતોઃ કોઈ દાન-શીલ-તપ-ભાવનાની, દેવગુરુ ભક્તિની, ક્ષમાદિ ગુણોની, કે વ્રત Page #238 -------------------------------------------------------------------------- ________________ ની ધ્યાન અને જીવન ૨૫નિયમો અને પવિત્ર આચાર-અનુષ્ઠાનોની જ કોઈ પકડ પકડવાનો ધર્મ ક્યાં ઓછો ધર્મ છે ? શું એની જરૂર જ નથી ? એની ખાસ જરૂરિયાત માનવાને કશી જગા જ નહિ ? પણ પેલી તુચ્છ લતો-પકડો-જરૂરિયાતો ટોળાબંધ ઊભી હોય ત્યાં આને શાનું સ્થાન મળે ? ભૂલશો નહિ, આ તુચ્છ લતો પર આર્તધ્યાન ભરચક ચાલવાનાં, વધીને કદાચ રૌદ્રધ્યાનની પણ વિચારસરણી પેસી જવાની. અસંમત નાસ્તિકને એ લત લાગી કે “શહેરમાં હું જ હોશિયારમાં ખપે, મારી જ વાહવાહ થાય, મારી સામે કોઈ બીજાની વડાઈ ન થાય.” એ લતમાં પછી નાસ્તિકવાદ ફેલાવ્યો અને હવે મુનિની ભારે તપસ્યા તથા એના પ્રભાવની પ્રશંસાને સહી શકતો નથી, તે ચડ્યો ભયંકર દુષ્ટ રૌદ્રધ્યાનમાં ! શોધે છે, “મુનિને કેમ ખત્મ કરું !' મુનિને બાળી નાખવાનો પ્રયત્ન : નાસ્તિક ઉપાય શોધી કાઢ્યો, એ રાતના ઉપડ્યો ઉદ્યાનમાં, લાકડાં ભેગાં કરી ધ્યાનમાં ઊભેલા મુનિની આસપાસ ગોઠવી દીધાં અને મુનિને બાળી નાખવાના વિચારથી ચારે બાજુએ લાકડાં સળગાવી ઘર ભેગો થઈ ગયો. ઘેર જઈ નિરાંત અનુભવે છે કે “હાશ ! મુનિ સળગી જશે, ને પછી એમને લોકો યાદ પણ નહિ કરે. એટલે મારો એક કાંટો ગયો.” માનવ જેવો માનવ થઈને એની વાઘવરુ જેવી કેવી ભયંકર વિચારસરણી ! અજ્ઞાનતાભર્યા વિચાર જીવને કેટકેટલી અધમતામાં ઉતારી એની કારમી વિટંબણા કરે છે ! પહેલાં તો અપકૃત્યનું દુર્બાન !... પછી એના ઉપાયનું ચિંતન !... ઉપાય જડતાં આનંદ-ઉત્સાહ !... પછી ઉપાયનો પ્રયત્ન !... એ પછી ધાર્યું થઈ જવાની કલ્પના !.. અને એના પર અપાર હરખભર્યા વિચાર !... એવું એવું ભયંકર ચાલે છે. એટલે ઠેઠ પહેલેથી મલિન વિચારણા-ચિંતવના શરૂ થઈ ને અપકૃત્ય થઈ ગયું માન્યું, પછી પણ એના કલ્પેલ લાભના હરખમાં ય કાળું મેશ હૃદય ! ઈષ્ય-અસહિષ્ણુતામાં કેવાં દારુણ પરિણામ?: (૧) આમાં નરકના ભાતાં જ બાંધ્યે રાખવાનો ધંધો થાય કે બીજું કાંઈ? (૨) વળી બીજી પવિત્ર વિચારણાને જરા પણ જગા જ ન રહે, આ ય કેટલી મોટી ખોટ ? (૩) માનવના ખોળીયે કેવી જંગલી પશુ હૃદયની કાર્યવાહી ચાલે ? તે ય દિલમાં કશા ખેદ વિના ! ને હોંશે હોંશે ! (૪) ધિઢાઈ કેવી વધે કે પછી બીજાં અપકૃત્યોની વિચારણા અને પ્રયત્ન Page #239 -------------------------------------------------------------------------- ________________ –૨૨)ને ધ્યાન અને જીવન - કરવામાં કોઈ સંકોચ જ નહિ ? જુઓ, દઢપ્રહારીએ બ્રાહ્મણના ઘેર ચોરી કરવા પેસતાં વચમાં ગાય આડી આવી તો એને કાપી નાખી ! એટલે ધિઠ્ઠાઈ આવી, તો અંદર જતાં ગર્ભિણી બ્રાહ્મણી સામે થવા પર એના ય પેટ ઉપર ઘા કરતાં સંકોચ ન અનુભવ્યો ! એ પછી ચોરીમાં કાંઈ નહિ મળતાં પાછો ફરે છે ત્યાં બ્રાહ્મણ સામો આવ્યો, તો એને પણ કાપી નાખ્યો ! અપકૃત્યોમાં ધિટ્ટાઈ આવે એ જીવની કેવી વિટંબણા છે ! અહીં પણ જો કોઈ સજ્જન એને શાબાશી આપવાનું નથી, તો મર્યા પછી તો શાબાશી મળવાની વાતે ય શી ? ખુનસની માત્ર એક ખરજ ઉતારવાનું થાય છે, પરંતુ એમાં નવા નવા ખુનસની ખરજો ઉઠે છે. જીવ મોહમૂઢ લાગણીઓનો ગુલામ જ ને? તે પવિત્ર ભાવો કેળવવા માટે એનું કોઈ વર્ચસ્વ જ નહિ? કોઈ સ્વાતંત્ર્ય જ નહિ? ખૂબી તો પાછી એ, કે અપકૃત્ય પાર પડશે કે કેમ એ નિશ્ચિત નથી, છતાં મૂઢતાથી વિડંબાયો જીવ એને પાર પડી જવાનું માની બેસે છે ! અને એનાથી મનમાન્યો લાભ કલ્પી લઈ એના પર હરખના ઉન્માદમાં ચડે છે ! એટલે ત્યાં પણ હૈયાની રૌદ્ર સ્થિતિ રહ્યા કરે છે ! ખરી રીતે તો ધારેલું કદાચ પાર ન પણ પડે, કિન્તુ જીવ બિચારો ભયંકર વિચારણાથી બચી શકતો નથી. અસંમત નાસ્તિકની એવી જ દશા થઈ છે. એણે મુનિને બાળી નાખવાના ઠેઠ સુધીના પ્રયત્ન કર્યા. એના વિચારમાં તો રાચ્યો, પણ હવે મુનિ બળશે કે કેમ એ પ્રશ્ન છે, છતાં પેલો તો એના હરખમાં “હાશ ! હવે મુનિ બળી ગયો ! કાશ ગઈ !” એવા રૌદ્ર પરિણામ અનુભવી રહ્યો છે. - કોરટમાં જૂઠું લલકાર્યા પછી ઘરે જઈને માણસ હરખ અનુભવે છે ને કે હાશ ! પાસા પોબાર. જજમેન્ટ મારા લાભમાં આવશે ને સામો ઠીક જ પછાડ ખાશે !' જાણે ચુકાદો આવી ગયો તે મલિન વિચાર કર્યે રાખે છે ! કોને ખબર છે ચુકાદો કેવો ય આવ્યો ? પણ અસત્ કલ્પનાની વિટંબણા ભારે ! અપકૃત્ય પરના લાભ લોહીના લાડુ જેવા : - ત્યારે અપકૃત્ય કદાચ પાર પણ પડે, તો ય એનાથી થતા મનમાન્યા લાભમાં ય જીવને જે હરખની વિચારણા થાય છે એમાં ય એની કાળી દશા છે. અનીતિ કરી ધન કમાયા, એ ધનના લાભમાં કોઈ લેશમાત્ર પણ પસ્તાવો થાય ખરો કે અ રે રે ! આ લાભ તો લોહીના લાડુ બરાબર છે. કસાઈનો બંગલો જોઈ શું રીઝવાનું ? બકરા-પાડાની કલ ચલાવવા પર થયેલા ધનલાભની શી કિંમત ? એમ જુઠ, અનીતિ, વિશ્વાસઘાત કે પરનિંદા પર મળેલા ધન-માલ યા માન-પૂજા-પ્રતિષ્ઠાની શી કિંમત ?' Page #240 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન F૨૭પરંતુ અપકૃત્યના આવેશ જ એવા છે કે એ લોહીના લાડુ પર હરખના ઉન્માદ જગાવે. ત્યાં એને જીવનમાં સારું શું આવડે ? એ તો એવા ધનથી કોઈ સુકૃત પણ કરી આવે તો ય ત્યાં લોક વાહવાહ દેખી મનને થવાનું કે “હાશ ! જો આ રીતે વેપાર ચલાવી પૈસા કમાયા, તો આવા સુકૃતથી વાહવાહ મળી.” આમ ત્યાં પણ સુકૃતની ચોખ્ખી અનુમોદનાને બદલે પોતે કરેલા અનીતિ આદિના દુષ્કૃત્યની જ ભારોભાર અનુમોદના થયા કરવાની ! અપકૃત્યની વિટંબણા ભારે ! એમાં દુર્ગાન અને નવાં નવાં પાપકર્મોનો પ્રવાહ આત્મા પર ચાલુ. ઉત્તમ ભવમાં આ પાપભર્યા સર્જન ન કરવા હોય તો નાશવંતના ક્ષણિક લાભમાં ન લલચાઓ, અપકૃત્યના આવેશ કદી ન રાખો, અપકૃત્યથી મળેલા લાભને કસાઈના ધન જેવા સમજો. * * * ૩૧. નાસ્તિકનો પસ્તાવોઃ ખોટા વિચારો કેમ અટકે? - શાસ્ત્રવ્યવસાય અતિ જરૂરી milli પેલો અસંમત ઘરે જઈને હરખ અનુભવી રહ્યો છે અને સવારે ઉદ્યાનમાં મુનિના શરીરની રાખ જેવા હોંશે હોંશે આવે છે. પરંતુ આ શું ? ત્યાં એ મુનિને આજુબાજુ રાખની વચમાં બરાબર ધ્યાનમાં જીવંત ઊભેલા જોઈ સ્તબ્ધ બની જાય છે કે “અરે આ શું? મુનિ બળી ગયા નહિ ?” કેમ આમ બન્યું ? એટલા જ માટે કે મુનિના તપના પ્રભાવે અને મુનિની ભડભડતા અગ્નિ વચ્ચેથી પણ બહાર ન નીકળી જતાં ત્યાં જ ઊભા રહેવાનાં બૈર્ય અને શૈર્ય એક વ્યંતર દેવતા પ્રભાવિત થઈ ગયો, તે એણે મુનિની રક્ષા કરી ! તપ છતાં રક્ષા થવાનો નિયમ નહિ ? પ્ર. - શું તપના પ્રભાવે દેવ રક્ષા કરે ? ઉ. - ના રક્ષા કરે જ એવો નિયમ નથી; કેમ કે તપ છતાં બીજી બાજુ પોતાના તીવ્ર અશુભ અશાતા-વેદનીય આદિ કર્મનો ઉદય હોય તો દેવતાનો ખ્યાલ આ તરફ ન પણ જાય, અને રક્ષા ન થાય, એવું ય બને, મહાવીર પ્રભુ પર ગોશાળાએ તેજોલેશ્યા નાખી; ભગવાન પાસે જઘન્યથી એક ક્રોડ દેવતા નિરંતર સેવામાં રહે છે, તો ક્યાં એમાંથી એક પણ દેવતાએ એ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધ્યાન અને જીવન અટકાવી ? કેમ નહિ ? શું દેવ એ વિચારમાં હતા કે ‘ભલે ભગવાનના અશુભ કર્મનો આ નિમિત્તે ભોગવટો થઈ ક્ષય થઈ જાય ?' ના, એવો વિચાર ભક્ત કરે નહિ. તો તેજોલેશ્યા કેમ ન અટકાવી ? એ જ કહેવું પડે કે દેવતાનો આ તરફ એ ક્ષણે ખ્યાલ જ રહ્યો નહિ ! સ્વામીનું બળવાન અશુભ કર્મ જ એવું છે કે સેવકનો ખ્યાલ ભૂલાવે. રક્ષાનાં સાધનને ય સ્થગિત કરી દે ! ખંધકસૂરિના શિષ્યોને પાલક પાપીએ ઘાણીમાં પીલી નાખ્યા, દેવતા ક્યાં રક્ષા કરવા આવ્યા ? તે વખતે વિચરતા મુનિસુવ્રતસ્વામી-તીર્થંકરદેવ પાસે ક્રોડ દેવતાઓ હાજર જ હતા. પણ કેમ રક્ષા ન કરી ? ગજસુકુમાળના માથે સોમિલ સસરાએ અંગારા ભર્યા, દેવતાએ ક્યાં રક્ષા કરી ? એ વિચરતા ભગવાનની હયાતી-કાળમાં હતા એટલે દેવોની હાજરીના અને ગમનાગમનના સમયમાં એ વાત બની હતી. તો રક્ષા કેમ ન કરાઈ ? જવાબ એક જ કે, તીવ્ર અશુભનો ઉદય હોય તો રક્ષાનાં સાધન પણ સ્થગિત થઈ જાય અને એ અશુભોદય વેઠી જ લેવો પડે, ; પ્ર. - તપલબ્ધિથી જાતની રક્ષા કેમ કરે નહિ ? ઉ. મહા તપસ્વી મહર્ષિઓને સ્વયં તપથી ભલે મહાલબ્ધિઓ ઊભી થઈ ગઈ હોય છતાં એનો ઉપયોગ એ પોતે પોતાના રોગ-ઉપદ્રવ ટાળવામાં નથી કરતા, કેમકે એમ કરવામાં એ દેખે છે કે (૧) એક તો શરીરાદિનો રાગ પોષાય અને (૨) બીજું એ સમજે છે કે અશુભ કર્મોને સમતાથી ભોગવી લીધાથી એનો નિર્મૂળ નાશ થઈ જાય એ આવકારવા યોગ્ય છે. એટલે મહામુનિઓ એવા મહા કપરા અવસરમાં પણ સમતા સમાધિ રાખી શકતા હોવાથી રોગાદિ ઉપદ્રવોને કર્મનાશમાં સહાયક મિત્ર સમજી એને શાંતિથી સહી લે છે ! તમને એમ થતું હશે કે, પ્ર. અતિ અસહ્ય ઉપદ્રવ શે સહન થાય ? - - ઉ. – ગૂમડા પર નસ્તર મૂકાવો તો પીડા ન થાય ? થાય, છતાં કેમ એ પીડા સહી લો છો ? સમજો છો કે આનાથી ગુમડું મટી જાય, તો એ જ પ્રમાણે સમજી લો કે રોગ-આફતની પીડા વધાવી લઈએ એટલે કર્મનાં ગુમડાં સાફ થતા જાય. મહાત્માઓ કર્મના ગુમડાંને ટાળવા રોગાદિ ઉપદ્રવોની અસહ્ય પીડા પણ સમતા-સમાધિથી સહી લે એ સ્વાભાવિક છે. સાથે સમતા-સમાધિનું બળ છે એટલે અસમાધિના યોગે થતા નવા કર્મબંધ એમને થવાના નથી. આ પરથી સમજાશે કે મુનિ કેમ દવા લે છે ? સામાન્ય સમાધિ-બળવાળા મુનિઓ રોગ ટાળવા ઉપચાર કરે છે તે એટલા જ માટે કે હાયવોયથી રોગ સહી લે તો થોડાં અશુભનો નિકાલ તો થાય, પરંતુ અસમાધિના યોગે નવાં અશુભ બહુ ઘુસી જાય. Page #242 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૨૨૯ – શ્રુતજ્ઞાનનું મહત્વ અલબત મુનિને મળેલી શ્રુતજ્ઞાન અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની શક્તિથી બીજાઓને એ જ્ઞાનનો વારસો આપી શ્રુત પરંપરા ટકાવે એ માટે પણ, ભલે રોગમાં પોતાને સમાધિ રહેતી હોય છતાં, મુનિ રોગના ઔષધોપચાર કરે, કેમકે રોગગ્રસ્ત અશક્ત શરીરે એ મુનિઓને શાસ્ત્ર વાચના ન આપી શકતા હોય અને એથી શાસ્ત્રજ્ઞાનની ધારા આગળ ન ચાલે, એની પરંપરા તૂટે, તો આગળ પર ભવ્ય જીવોનું કલ્યાણ ન થાય. આત્મકલ્યાણનું અતિ આવશ્યક સાધન શાસ્ત્રજ્ઞાન છે, એ ન મળતાં કલ્યાણ શી રીતે સધાય ? કલ્યાણની ખબર જ શી પડે ? જીવનમાં શાસ્ત્રતત્ત્વોની ખૂબ રટણા ન હોય તો મનને સંકલ્પ-વિકલ્પોથી બચાવવા બીજું કોણ છે ? એટલે આવા મહાન કલ્યાણ-સાધનભૂત શ્રુતજ્ઞાનની પરંપરા અવિચ્છિન્ન ચાલે એ માટે શ્રુતદાન અખંડિત રાખવું જોઈએ. એટલા જ માટે રોગને ઉપચારથી શાંત કરી દેવાય, તો શ્રુતજ્ઞાનની પરંપરા ટકાવી શકાય. સંતાનો પ્રત્યે શામાં બેદરકાર?: તમને લોકોને શાસ્ત્રબોધના આ ઉંચા મહત્ત્વનો ખ્યાલ નથી, યા ખ્યાલ કદાચ હોય તો ય પરવા નથી, એટલે શ્રાવકોપયોગી શાસ્ત્રોના બોધ માટે નથી તો જાતે મહેનત કરવી, કે નથી સંતાનોને એ પમાડવા કોઈ દરકાર કરવી. સંતાન માટે બીજી અનેક દરકાર કરો છો, પરંતુ એનામાં સમ્યગ જ્ઞાન આવે એની દરકાર જ ક્યાં છે ? આજે તમે જે કાંઈ થોડું પણ શાસ્ત્રપદાર્થનું જ્ઞાન ધરાવો છો એટલું પણ સંતાનોને આપવા તમારી ધગશ છે ? ના, સ્કુલનું ભણાવવાની ને વેપાર-ધંધામાં જોડવાની પાકી ધગશ છે ! પણ માત્ર ધર્મબોધ આપવાની જ નહિ ! પછી એ બોધ વિના સંતાનની દિવસ-રાત કેવી વિચારસરણી રહેશે એનો વિચાર ખરો ? વિષય-કષાયોની ચકચૂર વિચારણા જ રહેવાની ને ? એથી એનું પરલોકમાં ક્યાં સ્થાન ? તો તમે એના હિતૈષી માબાપ થઈને અંતે એને આ જ પરખાવ્યું ને ? ખોટા વિચારોથી કેમ બચાય?: શાસ્ત્રરટણાનું મહત્ત્વ : ત્યારે શું જાતે પણ રોજ ને રોજ બોધ વધારવાની પરવા ખરી ? મગજમાં શાસ્ત્રપદાર્થોને વારંવાર રટવાની પરવા ખરી ? જો નહિ, તો મનમાં પછી આર્તધ્યાન, ફજુલ વિચારો, ને પાપવિચારો ચાલ્યા કરે એમાં નવાઈ છે? નવનવો શાસ્ત્રશ્રમ ચાલુ નહિ તો કેવાં નુકસાન? : (૧) નવા નવા બોધને ન વધાર્યો તો શું અજ્ઞાનપણે ખોટા વિચારો નહિ ચાલે? (૨) ઉત્સુત્ર-ઉન્માર્ગની ખબર નથી તો એના ય વિચાર અને આચરણનો સંભવ નહિ રહે ? Page #243 -------------------------------------------------------------------------- ________________ (૩૦)ને ધ્યાન અને જીવન (૩) અહીં ને તહીં રાગ-દ્વેષ નહિ ચાલે? પણ આ બધી ભયંકરતાનો ખ્યાલ જ નથી એટલે એને ટાળનારું જે એકમાત્ર સાધન શાસ્ત્રવ્યવસાય, એનાથી શાસ્ત્રબોધને મમરાવવાનો અને વધારવાનો કોઈ વિચાર જ નથી આવતો. ધ્યાનમાં રહે કે ખુદ ભગવાનના કાળમાં પણ એમની પાસે રહેવા માત્રથી આત્માનો બચાવ નથી થતો. ત્યાં પણ ભગવાને કહેલાં તત્ત્વોની રટણા જ બચાવી શકે છે. એમાંય શ્રાવકો વળી ભગવાનની પાસે ક્યાં ચોવીસે કલાક રહી શકવાના ? તો એમને બચાવ શી રીતે મળે ? મન શાસ્ત્રતત્ત્વોમાં ગુંથાયેલું ને ગુંથાયેલું રહે તો જ બચાવ મળે. શાસ્ત્રબોધ-શાસ્ત્રરટણા એ અશુભ ને નકામા વિચારોથી બચવાનું અને આત્માના ઉદ્ધારનું જબરદસ્ત સાધન છે. એટલા માટે તો કહ્યું કે - અસ્મિનું હૃદયસ્થ સતિ હૃદયસ્થસ્તત્ત્વતો મુનીન્દ્ર ઈતિ અર્થાતુ જો આ જિનવચન હૃદયમાં રમતા હોય તો ત્યાં ખરેખર પરમાત્મા જ હૃદયમાં છે. જિનોક્ત શાસ્ત્રનાં તત્ત્વોનું ધ્યાન એ સાચું પરમાત્મ ધ્યાન છે. બાકી એકલું “અરિહંત અરિહંત' રટ્યા કરે અને જિનવચનના જ્ઞાન-ચિંતન તરફ કોઈ જ પ્રયત્ન ન હોય તો કામ ન સરે – ન તો મન આડાઅવળા વિચારોથી બચી શકે, કે ન તો સારાસાર, વાચ્યાવાચ્ય, ને વિચાર્ય-અવિચાર્ય વસ્તુની ગમ રહે. શાસ્ત્રબોધ જ એક એવી ચીજ છે કે એથી સારાસાર વગેરેની ખબર પણ પડે અને સ્વાત્મરક્ષા પણ થાય. માટે જાતમાં અને સંતાનોમાં આ કેમ પમાય, કેમ વધે અને કેમ એની રટણ ચાલુ રહે, એની ખૂબ ચિંતા રાખો, કાળજી કરો. વાત એ હતી કે મુનિ શ્રુતપરંપરા ટકાવવા બીજાને શ્રુતદાન કરતો રહે, ને એ કરવા સારુ રોગિષ્ઠ અવસ્થામાં રોગ હટાવવાને માટે જરૂરી ઔષધોપચાર કરી લે, એમ ગચ્છરક્ષાનો ભાર સાથે હોય તો એમાં જરૂરી શરીર શક્તિ સ્વાથ્ય ટકાવવા પણ રોગને ઉપચારથી હટાવે. દવા-ઉપચાર કરવાના એ ઉદ્દેશ હોય. બાકી તો જે એ કોઈ પ્રશ્ન ન હોય તો તો શાંતિ-સમાધિથી રોગને સહી લઈ કર્મોના ભુક્કા કરવા માટે જ અને નવા કર્મબંધ ટાળવા માટે જ મથે. ત્યાં કોઈ તીવ્ર ઉપદ્રવ આવે તો પણ તે સહી લે, કિન્તુ પોતાની લબ્ધિનો ઉપયોગ એ ટાળવા માટે ન કરે. ત્યારે તીવ્ર અશુભકર્મના ઉદય નિર્ધારિત હોય તો દેવતાને પણ રક્ષા કરવાનો ખ્યાલ ન આવે. દેખોને કે ત્રિભુવનનાથ મહાવીર પ્રભુને પાસે રહેલા ક્રોડ દેવતામાંથી એક પણ દેવતાને ગોશાળો પ્રભુ પર તેજોલેશ્યા છોડે છે ત્યારે રક્ષાનો ખ્યાલ ન આવ્યો ! છતાં એવું ન હોય ત્યાં તપના પ્રભાવે દેવતા રક્ષામાં લાગી જવાનો સંભવ છે. એટલે તપનો પ્રભાવ આમ પણ મોટો છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૩૧ તપના પ્રભાવ પર નાસ્તિકને આશ્ચર્ય ને ધર્મબુદ્ધિ : લલિતાંગ મુનિની રક્ષા થઈ, ને એ જોઈ અસંમત નાસ્તિક સ્તબ્ધ થઈ ગયો ! એ વિચારે છે કે ‘અરે ! પાણીના ઉંચા પૂર તો ડૂબાડનાર બને અને ચારે બાજુ અગ્નિ તો બાળનારો બને, છતાં અહીં આ મુનિમાં બેમાંથી એક કાર્ય ન થયું એ કેવું આશ્ચર્ય ? ધર્મ સિવાય અહીં કયું તત્ત્વ કામ કરી ગયું ? તપના અચિંત્ય પ્રભાવ પર નાસ્તિક પણ અસંમત આશ્ચર્યથી ચકિત થઈ ગયો. એ ઊભો રહી ગયો. આજ સુધી ધર્મના પ્રભાવ તરફ એની દૃષ્ટિ જ નહોતી, તેથી ધર્મને નકામો જ નહિ, પણ વિટંબણાકારી ગણતો હતો. પરંતુ હવે જ્યાં ધર્મનો આ પ્રભાવ જોયો, એટલે હવે ખચકાયો. એને થયું કે અસંમતની સુંદર વિચારધારા : અરે ! શું ધર્મનો આવો અચિંત્ય પ્રભાવ છે કે કુદરતના નિયમને પણ ઉથલાવી નાખે ? પાણીનાં પૂર તો સમાન સપાટી પર રહેલા બધાને એક સરખી રીતે ડૂબાડે, ત્યાં અહીં ઝાડ-પાન વગેરે ડૂબ્યાં, પણ આ મુનિ ન ડૂબ્યા ? એમ અગ્નિ તો પાસેનાને બાળે, ત્યારે આ મુનિ ચારે તરફ અગ્નિ વિંટળાયેલ છતાં બળ્યા નહિ ?... નાસ્તિકનો મનનીય પસ્તાવો : થોડા ય ધર્મનો પ્રભાવ ઃ નાસ્તિકના મનને હવે પારાવાર પસ્તાવો થયો કે અરે ! જો ધર્મ આવો પ્રત્યક્ષ પ્રભાવવંતો છે, તો એ સૂચવે છે કે ધર્મ તારણહાર છે, ને એમાં કોઈ અજબ સામર્થ્ય રહેલું છે ! એ હિસાબે તો કદાચ સંયોગ ન હોય ને ધર્મ આવો પ્રત્યક્ષ પ્રભાવ ન દેખાડે, યા આટલો ઉંચી કોટિનો ધર્મ ન સધાયો તો તેથી પણ આવો પ્રત્યક્ષ પ્રભાવ ન જણાય, છતાં અંદરખાને તો જરૂર કાંક ને કાંક સામર્થ્ય ઊભું કરતો જ હશે. તો પછી શું મેં આવા સામર્થ્યવંતા ધર્મને જ નકામો કહ્યો ? આવા કલ્યાણકારી ધર્મને વિટંબણાકારક લેખ્યો ? આ મેં અધમે લોકોને ધર્મ નકામો અને વિટંબણાકારી કહી કહી કેવા ઉંધા માર્ગે ચડાવ્યા ! કેઈ માણસો ધર્મસાધના કરતા હશે, એમને બિચારાને ધર્મ ભૂલાવી પાપમાં ડૂબતા રાખ્યા ? આ મારો ધર્મ પ્રત્યે અને લોકો પ્રત્યે કેટલો બધો દ્રોહ ?... જીવો જો સંસારનાં બીજાં બીજાં કૃત્ય-અપકૃત્ય કરવા સ્વતંત્ર હોવાનું હું માનતો, તો પછી ધર્મસાધના કરનાર પણ એ કરવા સ્વતંત્ર છે, એમ કેમ માન્યું નહિ ? ઉલટું મેં ધર્મ ઉપર ઘા કરી ધર્મને લોકમાં પ્રસરતો અટકાવ્યો ? આ મેં ધર્મનો ભારે દ્રોહ જ કર્યો ગણાય, ધર્મની પ્રત્યે ગુંડાગીરી જ આદરી ગણાય...' Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ન ધ્યાન અને જીવન એમ, લોક મારા ભરોસે, મારી ચાલાક વાણીમાં ફસી ધર્મ ભૂલ્યા, તેમાં પણ મેં લોકનો ય દ્રોહ કર્યો ગણાય. મારું કૃત્ય કેવું ગોઝારું?...” દ્વેષ-દુબુદ્ધિનો પશ્ચાત્તાપઃ પાછું વળી આવા સમર્થ પ્રભાવવંતા ધર્મને સાધનારા મહાત્માની પ્રત્યે ઈષ્ય કરી ? ને મેં એમને ઠેઠ બાળી નાખવા સુધીનો પેંતરો કર્યો ? આ મારું કેવું ગોઝારું કન્ય ? દુનિયામાં મને બીજો કોઈ દુષ્ટ ન દેખાયો, તે મેં આવા ધર્માત્માને જ દુષ્ટ દેખ્યા? કેવી મારી ખતરનાક દુર્બુદ્ધિ કે ગુણિયલના ગુણ ગાવાનું તો બાજુએ રહ્યું, પણ એમનામાં દુષ્ટતાનો મેં આરોપ કર્યો ! એમ તારણહાર ને પ્રભાવવંતા ધર્મ પર ભારોભાર દ્વેષ કરી મારણહાર નાસ્તિકતા અને અધર્મને સારા માનવાની તથા એ રીતે એનો પ્રચાર કરવાની પણ મારી કેવી ભયંકર દુર્બદ્ધિ ? મહાકિંમતી માનવબુદ્ધિનો આ કેટલો ભયંકર દુરુપયોગ !' આત્મા-કર્મની સાબિતી : અસંમત નાસ્તિકને ધર્મ અને ધર્મી પ્રત્યે કરેલ દ્રષ ઈર્ષ્યા અને દ્રોહ માટે પારાવાર પશ્ચાત્તાપ જાગ્યો. એમાં એને આત્મા, પરમાત્મા, ધર્મ, પુણ્ય-પાપ. વગેરે પર શ્રદ્ધા ઊભી થઈ ગઈ. એના મનને થયું કે ““જ્યારે આ મહર્ષિને પ્રત્યક્ષ કોઈ બચાવનું સાધન હતું નહિ અને પૂરમાં બીજા સાથે ડુબવાના તેમજ અગ્નિની વચમાં બળી રાખ થવાનાં પૂરાં કારણ હતાં, છતાં એ ન ડુબ્યા, કે ન લેશ બળ્યા, તો એ સૂચવે છે કે એ એમના ધર્મને આભારી હતું, એમના અદેશ્ય પુણ્યને આભારી હતું. તેમજ ધર્મ અને પુણ્ય કોઈ શરીરની વિશેષતા નહિ. શરીર તો જડ છે, પૌદ્ગલિક છે, એને વળી ધર્મ અને પુણ્ય શા? એટલે સાબિત થાય છે કે એ વિશેષતા આત્માની છે. માટે આત્મા જેવી વસ્તુ છે અને એના પર ધર્મવસ્તુ તથા પુણ્ય-પાપકર્મ જેવી વસ્તુ પણ છે. એ છે તો પરલોક-વસ્તુ ય છે. નહિતર તો આ જગતમાં વિચિત્ર અવતાર શા ? જન્મેલાઓમાં કઈ પ્રકારની વિચિત્રતાઓ શી ? એ બધું આત્મા અને કર્મ તથા પરલોક-વસ્તુને જ આભારી છે. પરલોકચિંતા આત્મચિંતા : ત્યારે મેં આ જીવનમાં એ બધું ઉડાડવાની ધિક્કાઈ કરી?” લોકોનો દ્રોહ કર્યો? ધર્મગુરુઓને રંજાડ્યા? જીવનમાં જાતે કશો ધર્મ કર્યો નહિ? અભિમાન, વિષયલંપટતા, ધનતૃષ્ણા અને હિંસાદિ પાપો સેવ્યાં? Page #246 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૩૩ ‘તો હવે મારું શું થશે ? ઉત્તમ માનવ જીવનની આ કેવી ભયંકર બરબાદી કરી ? આત્માને ભુલી માત્ર શરીર સામે જ દૃષ્ટિ રાખી, તેથી જ આ જીવન ગોઝારાં અપકૃત્ય-દુષ્કૃત્ય ભર્યું બનાવ્યું !'' ધિક્કાર છે મારા આ નાશવંત શરીરને, ઈન્દ્રિયોને અને એના વિષયોને કે જે આ લંપટતા-તૃષ્ણા-મદ અને હિંસાદિ પાપાચરણ કરાવે છે ! ‘‘હું સનાતન-શાશ્વત આત્મા, મારે વળી આ બધા નાશવંત પદાર્થો સાથે શું લાગે વળગે ? એ બધાથી મારા આત્માને શો લાભ ?..'' નાસ્તિક કેવળજ્ઞાન પામે છે ! : બસ, પાપોના ઘોર પશ્ચાત્તાપ પર અસંમતનું મન હિંસાદિ દુષ્કૃત્યો અને ક્રોધાદિ કષાયદોષો પરથી તદ્દન ઉઠી ગયું અને શરીર સુદ્ધાં બાહ્ય પદાર્થો પ્રત્યે એને એટલો બધો અભાવ થઈ આવ્યો કે એમને આત્માથી તદ્દન અલગ દેખવા પર ધ્યાન ગયું. એ પરમ આસ્તિક બની પોતાના આત્માને એ શરીર આદિથી બિલકુલ નિરાળો, સંબંધ વિનાનો અને શરીર પરનાં સુખદુઃખની અસર વિનાનો દેખ્યો. ધ્યાન આત્માના અલિપ્તભાવ પર અને એના જ્ઞાનાદિ ગુણો પર ચોંટી ગયું. એમ પાપોથી વિરતિ, જાગૃતિ અને અનાસક્તયોગ ઊભા થઈ ગયા ! આમાં એ ગુણસ્થાનકની પાયરીએ ચડતો ચડતો હિંસાદિ પાપોથી અને ક્રોધાદિ કષાયના ભાવોથી તદ્દન વિરામ પામી, અનાસક્તયોગથી શુક્લધ્યાનમાં લીન બન્યો, ક્ષપકશ્રેણી માંડી, આત્માની અંદરના ઘાતીકર્મોને એ ધ્યાનાગ્નિમાં બાળી સાફ કરી નાખ્યા ! વીતરાગ બન્યો ને કેવળજ્ઞાન પામ્યો ! આત્માની મહાસ્વતંત્રતા ક્યાં ? : આત્માના શુભ અને શુદ્ધ ભાવનો કેટલો બધો ઉંચો પ્રભાવ છે ? ખૂબી તો એ છે કે એવા ભાવ કરવામાં કોઈ સંયોગ-પરિસ્થિતિ બાધક નથી. આત્મા એ કરવામાં સ્વતંત્ર છે અને જેવો પુરુષાર્થ કરે તે પ્રમાણે એમાં આગળ વધી શકે છે. એટલેસ્તો લલિતાંગ મહામુનિ હજી સરાગતાની અને છદ્મસ્થતાની ધરતી પર ઊભા છે અને અસંમત એક વખતનો મહા નાસ્તિક, તે અત્યારે વીતરાગતાના અને સર્વજ્ઞતાના આસમાનમાં ઉડી રહ્યા છે ! મુનિ કેમ પાછળ ? : શું મુનિએ આત્માને શરીરથી તદ્દન નિરાળો નહોતો માન્યો ? એમણે શું હિંસાદિ પાપાચરણો અને ક્રોધાદિ કષાય દોષો નહોતા વોસિરાવ્યા ? બધું હતું, પણ અનાસક્તયોગની એવી પ્રબળતા એમને હજી જાગી નહોતી. ત્યારે અસંમતને પોતાનાં ઘોર દુષ્કૃત્યોની ધીખતા-સળગતા પશ્ચાત્તાપથી વિકસી ઉઠેલા શુભ અને શુદ્ધ ભાવ પર અનાસક્તભાવ ઝળહળી ઉઠ્યો, ને એથી એ મુનિ કરતાં આગળ વધી ગયો ! * * * Page #247 -------------------------------------------------------------------------- ________________ ૩૨. પાપબીજ-નાશ : આત્મસ્વાતંત્ર્ય : જ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIII આમાંથી બે વસ્તુ મોટી શીખવા મળે છે - (૧) પાપોને પશ્ચાત્તાપના જેશનો પ્રભાવ, ને (૨) શુભ અને શુદ્ધ ભાવ અંગે આત્માનું પૂર્ણ સ્વાતંત્ર્ય. (૧) પાપપશ્ચાત્તાપથી દુષ્કૃત્યબીજ નાશ : અલબત્ પાપાચરણ ખરાબ વસ્તુ છે, પણ જે પાપ કર્યા પછીથી હૃદયથી સાચી સમજ આવી જાય, તો સેવેલાં પાપાચરણ ઉપર પોતાના પાપી આત્માની પ્રત્યે એટલી બધી ધૃણા-જુગુપ્સા ઊભી થાય છે, ને પાપાચરણનો એટલો બધો પશ્ચાત્તાપ સળગી ઉઠે છે, કે એમાં એ તમામ દુષ્કૃત્યોનાં બીજ બળીને સાફ થઈ જાય છે. આ દુષ્કૃત્યોનાં બીજ બળીને ખલાસ થઈ જવાં એ ઘણી મહાન વસ્તુ છે. એનું કારણ એ છે કે જીવ નવાં નવાં જનમમાં જે નવાં નવાં દુષ્કૃત આચરે છે, એમાં પૂર્વના સંસ્કાર બહુ કામ કરે છે. આ સંસ્કાર એ જ દુષ્કૃત્યનાં બીજ . એ સાચા પશ્ચાત્તાપથી બળી ઉઠે છે. દુષ્કૃત્યોનાં બીજ પોતાનામાં હોવાની ખબર શી રીતે પડે? દુષ્કૃત્યોનાં બીજનાં લક્ષણ : (૧) પહેલું તો પોતાને મિથ્યામતિ, ને કુમતિ હોય, જીવનમાં પાપોને કર્તવ્ય માનવાની દુર્બુદ્ધિ-દુરાગ્રહ હોય, એથી દુષ્કૃત્યોનાં બીજ અંદર પડ્યા હોવાનું સમજાય. હવે દુબુદ્ધિ પર ઘા પડે એટલે મહામોહનો આત્મા પરથી અધિકાર ઉઠે, વર્ચસ્વ ઉઠી જાય. મોહનો અધિકાર ઉઠી ગયો એટલે - (i) મોહના નચાવ્યા નાચવાનું મૂકી દેવાય. (ii) જ્ઞાનીનાં વચનનો આત્મા પર અધિકાર-વર્ચસ્વ સ્થપાય, (ii) એમના કહેલાં સત્કૃત્યો કર્તવ્ય લાગે, (iv) દુષ્કૃત્યોની મમતા પકડ છુટી જાય અને (v) સત્કૃત્યોની મમતા જાગે. મોહનો અધિકાર ઉઠાવવા માટે પણ આ ઉપાયો છે. (૨) માટે દુષ્કૃત્યોનાં બીજનું બીજું લક્ષણ મહામોહનો અધિકાર, વર્ચસ્વ, આત્માની મહામોહ પ્રત્યે ગુલામી હોવી એ છે. (૩) ત્રીજું લક્ષણ આ, કે દુષ્કૃત્યોની મમતા, ખુશી, દુષ્કૃત્યોના દેખાતા Page #248 -------------------------------------------------------------------------- ________________ ન ધ્યાન અને જીવન ૩૫ – લાભમાં રાજીપો થાય. દા.ત. કોઈના પર ક્રોધ કર્યો અને એમાં ફાવટ દેખાઈ, સામે દબાઈ ગયો, આપણી વાહવાહ થઈ, ત્યાં એ લાભ ગમતાં, તદર્થ કરેલો ગુસ્સો ગમી જાય છે. આ લાભોના રાજીપા પર કરેલ દુષ્કૃત્યનો રાજીપો રહે એ દુષ્કૃત્યનું બીજ સૂચવે છે. એ પછી નવાં દુષ્કૃત્ય આચરવાના ભાવ ઊભા રાખે છે, દિલમાં એનો કોઈ સંકોચ નહિ, કોઈ રંજ નહિ, દુષ્કૃત્યો ફરી સેવવા પડે એની હોંશ રહે !... આ બધું શું છે? દુષ્કૃત્યોનું બીજ સલામત રહ્યું. (૪) એમ દુષ્કૃત્યકારી સ્વાત્મા સારો લાગે એ અંદરમાં દુષ્કૃત્યબીજ પડ્યાનું લક્ષણ છે. પછી દુષ્કૃત્ય કરવામાં જીવ સજ્જ રહેવાનો. પુરુષાર્થ કરીને જો આ લક્ષણો હટાવવામાં આવે, તો દુષ્કૃત્યનાં બીજો બળીને સાફ થઈ જાય. પછી તો દુષ્કૃત્ય આચરવા તરફ કોઈ હોંશ નહિ, હોશિયારી નહિ, આત્માની દશા અને દિશા જ પલટાણી. - દુષ્કૃત્યોના સળગતા પશ્ચાત્તાપમાં એનાં બીજ બાળી નાખવાની સજ્જડ તાકાત છે. પશ્ચાત્તાપ કરતાં આવડવો જોઈએ, દિલના ઉંડાણમાંથી એ ઉઠવો જોઈએ. અસંમત નાસ્તિક એવા પશ્ચાત્તાપમાં ચડ્યો હતો. એણે જોયું કે “મારી યોજનાથી મુનિ ભલે બળ્યા નહિ, પરંતુ મેં તો ખરેખર એમને બાળી નાખવાનો જ પ્રયત્ન કર્યો, એટલે વસ્તુસ્થિતિએ તો બાળી નાખવાનું જ પાપ કર્યું ! આટલી બધી પારિષ્ઠ કાર્યવાહી કેમ થઈ ? કારણ એ જ કે જીવન નાસ્તિક વાદમાં નાના મોટા પાપાચરણો ભર્યું રાખ્યું. એટલે આ પાપાચરણોમાં ડુબાડુબ રાખનારો અને ગોઝારા વિષયસુખમાં લયલીન રાખનારો નાસ્તિકવાદ પણ ખોટો અને એ પાપાચરણો તથા વિષયાસક્તિ ય ખરાબ.' આમ અસંમતને હૃદયથી પાપાચરણની ઓળખ થઈ ગઈ, ને એના પર પશ્ચાત્તાપ સળગ્યો, એનું જોશ વધતાં દુષ્કૃત્ય-બીજ બળી ગયાં, તેથી હવે સન્મતિનો પ્રવાહ વધે છે, તે પર ભાવના ભાવતાં આત્મભાન વધુ ને વધુ ઝળહળે છે. (૨) શુભ ભાવના સ્વાતંત્ર્ય પર આત્માની સાબિતી : અસંમતને તીવ્ર પાપ પશ્ચાત્તાપ પર દુષ્કૃત્યનાં બીજ એવાં બળી ગયાં કે હવે જોરદાર આત્મભાન ઝળહળે છે. એને એમ થાય છે કે – “વળી જ્યારે મુનિના આંતરિક સંયમ અને તપધર્મનો આટલો પ્રભાવ જોવા મળ્યો, ત્યારે એ સૂચવે છે કે ધર્મ એ ખરાખરી ચીજ છે અને એ શરીરની નહિ પણ આત્માની વસ્તુ હોઈ, આત્મા પણ એક સત્ તત્ત્વ છે. એ છે માટે તો દુષ્કૃત્ય કરાવનારા રાગ-દ્વેષ-મિથ્થામતિ વગેરે મલિન ભાવોને છોડી સન્મતિ-વૈરાગ્ય-ક્ષમા-અહિંસાદિ શુભ ભાવો કરવામાં આત્મા સ્વતંત્ર છે. એમાં એને પોતાના શરીરની પણ પરવા રાખવાની જરૂર નથી. શરીર કચરાઈ જાય, કુટાઈ જાય, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધ્યાન અને જીવન તો પણ આત્મા મલિન ભાવોને અટકાવવામાં અને પવિત્ર ભાવોને વિકસાવવામાં સ્વતંત્ર છે. માટે તો મુનિ એ કરી શક્યા. એ કાયા કરતાં જુદા આત્મદ્રવ્યની સિદ્ધિ કરે છે. તો હવે મારે આ શરીરથી સર્યું. મારે બહારના વિષયો, માનપાન અને આ શરીર સાથે શો સંબંધ છે ? કશો જ નહિ. મારે સંબંધ છે આત્મા સાથે, આત્માના વૈરાગ્ય ભાવ ઉપશમભાવ ઉદાસીનભાવ વગેરે પવિત્ર ભાવો સાથે...' આત્મ-સ્વાતંત્ર્યની અજમાયશ ઃ બસ, અસંમત નાસ્તિકે મનથી કાયા અને કાયિક સુખની પરાધીનતા મૂકી આત્માનું ખરેખરું સ્વાતંત્ર્ય અજમાવ્યું. અશુભ ભાવોથી એ પોતાના આત્માને તદ્દન અલગ અલિપ્ત કરતો કરતો શુભ ભાવોમાં ચડ્યો અને આગળ વધતાં શરીર-આત્માના ભેદનો સચોટ અનુભવ કરતો શરીર પ્રત્યે પણ તદ્દન અનાસક્ત ભાવમાં ચડી ગયો. આત્મતત્ત્વના એકાકાર ચિંતનમાં રમતાં એ આત્માની સ્વરૂપ-રમણતાના શુભ ભાવમાં આરૂઢ થયો. ત્યાં શુક્લધ્યાન લાગતાં એણે ક્ષપકશ્રેણી માંડી પહેલાં મોહનીય કર્મનો અને પછીથી બાકીના જ્ઞાનાવરણીય આદિ સમસ્ત ઘાતીકર્મોનો સર્વથા નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! કેમ કર્યું ? કહો, પહેલાં એ નાસ્તિકતા આચરવા સ્વતંત્ર હતો, તે સ્વતંત્રતા હવે શુભ ભાવો વિકસાવવામાં વાપરી. આત્માનું આ સ્વાતંત્ર્ય વિચારવા જેવું છે, મન પર લેવા જેવું છે. શરીર એનું એ ઊભું થતાં પ્રતિકૂલતામાં એકવાર ક્રોધાદિ ભાવો ભભુકી ઉઠે છે અને વિવેક આવતાં બીજીવાર ક્ષમાદિ ભાવો ઝળહળી ઉઠે છે ! એ સૂચવે છે કે શરીરની અંદર આ ભાવોનું પરિવર્તન કરનાર આત્મા જેવી કોઈ જુદી વસ્તુ છે, જે એ ક્ષમાદિ શુભ ભાવો કરવામાં સ્વતંત્ર છે. આત્માનું આ મહાકલ્યાણકર સ્વાતંત્ર્ય લક્ષમાં લેવાય તો બહારના સંયોગોને મહત્ત્વ ન આપતાં પોતે અંતરના મલિન ભાવોને અટકાવી શુભ પવિત્ર ભાવો ઝગમગાવી શકે, માત્ર પોતાની સ્વતંત્રતાનું ભાન જોઈએ, એનું મહત્ત્વ સમજાવું જોઈએ, એના સદુપયોગનો પુરુષાર્થ કરી લેવાની ગરજ જોઈએ, તમન્ના જોઈએ. એ ગરજ-તમન્ના ઊભી કરાય, પછી જુઓ પુરુષાર્થ. આત્માનાં સ્વાતંત્ર્યનો સદુપયોગનો પુરુષાર્થ કરી લેવા માટે શું માનવભવને તોલે કોઈ બીજો ભવ છે ? ના, નથી. આત્મા તો તિર્યંચ શરીરમાં પણ છે, દેવના શરીરમાં ને નારકીના શરીરમાં પણ છે, કિન્તુ તિર્યંચગતિમાં વિવેક નહિ, દેવ ગતિમાં નિઃસીમ ભોગવિલાસ, નરકમાં ભયંકર મારપીટ, ત્યાં સ્વાતંત્ર્ય કેટલું અજમાવી શકે ? એ તો એક આ માનવભવ જ એવો સહાયક છે કે જ્યાં મલિન અશુભ ભાવોને અટકાવવામાં અને શુભ-શુદ્ધ પવિત્ર ભાવો વિકસાવી ૫૨મ શુદ્ધ ભાવમાં પહોંચી જવામાં આત્મા પોતાનું સ્વાતંત્ર્ય અજમાવી શકે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૩૭ બિયારણના સહારે શું ? : માનવભવના સહારે કેવા ખાસ ભવ ? : માટે આ ભવનો સહારો સમજો. ખેડૂત પાસે ઘઉંના થેલા હોય એના સહારે મામિઠાઈ બનાવી ખાવાની લહેર તો ઉડાવી શકે, પરંતુ ખેડૂત એમ ન કરતાં એના સહારે ખેતરમાં મોટા મલખબ પાક ઉતારે છે. એમ માનવભવના સહારે ઈન્દ્રિયોના વિષયોમાં મૂઢ બની મલિન ભાવોમાં રમતા રહી શકાય છે, પરંતુ એનું પરિણામ શું ? એવા ભાવો તો બીજા-ત્રીજા ભવના સહારે ક્યાં નહોતા થઈ શકતા ? ખેડૂતની જેમ ‘લાંબા ગાળે શું ?’ એ વિચાર રાખી આ ભવના સહારે શુભ પવિત્ર ભાવોમાં રમતા બની જવું જોઈએ. સમજવું જોઈએ કે, મારે બાહ્યનું બનવામાં ભલે કર્મની પરતંત્રતા હોય, પણ અંતરના નિર્મળ ભાવ કરવામાં મારો આત્મા સ્વતંત્ર છે. બાહ્ય સંયોગો ગમે તેવા હોય છતાં અંતરમાં નિર્મળ ભાવ વિકસાવી શકું છું.' આત્માના સ્વાતંત્ર્યનો ઉપયોગ મિલન ભાવોને અટકાવવામાં અને શુભ ભાવોને વિકસાવવામાં કરવો જોઈએ. અસંમત નાસ્તિકે આ સ્વાતંત્ર્યનો ઉપયોગ કર્યો તો કેવળજ્ઞાન પામવા સુધી શુભ અને શુદ્ધ ભાવને વિકસાવ્યો. પરંતુ એમાં નિમિત્ત શું મળ્યું ? લલિતાંગ મહર્ષિના તપનો પ્રભાવ એ નિમિત્ત બન્યું. મુનિ પહેલાં એનો નાસ્તિકવાદ મૂકાવવા વાદવિવાદમાં ઉતરવાને બદલે બાહ્ય અને આભ્યન્તર તપમાં ચડ્યા એનો એ પ્રભાવ પડ્યો કે નદીનાં પૂર એમને ડૂબાડી શક્યા નહિ, અગ્નિ એમને બાળી શક્યો નહિ અને એ જોતાં નાસ્તિક શ્રેષ્ઠિપુત્ર અસંમત ચોંકી ઉઠતાં જાતે જ હૃદય-પરિવર્તન કરી નાસ્તિકતા મૂકી દઈને શુભ ભાવમાં ચડ્યો ! તપની બલિહારી છે, માટે જ ભગવાન કહે છે, ‘પૂર્વે પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તથી નહિ તોડેલાં પાપકર્મો કાં તો હવે ભોગવાઈને નાશ પામે, અગર તપથી નાશ પામી શકે.' ત્યારે બધાં જ કર્મ ભોગવી ભોગવીને જ નષ્ટ કરવાને કોણ તૈયાર હોય ? એમાં જન્મારા પણ કેટલા બધા જોઈએ ? એટલે કર્મનાશનો શ્રેષ્ઠ ઉપાય જ તપ. તો આ ઉચ્ચ જનમમાં ખરું કરવાનું આ શક્ય. એટલા ઉત્કૃષ્ટ તપમાં લાગી કર્મોના ઝુંડના ઝુંડ સાફ કરવાના. બાહ્ય તપનું મહત્ત્વ શું ? તપમાં ભલે સ્વાધ્યાય-ધ્યાનાદિ આભ્યન્તર તપ ચડિયાતો છે, કિન્તુ એને ખરેખર પુષ્ટ કરનાર બાહ્ય તપ છે. અનશન-ઉપવાસાદિ, દ્રવ્યસંક્ષેપ, રસત્યાગ, કાયકષ્ટ વગેરેથી મનની બાહ્ય વૃત્તિઓ પર અંકુશ મૂક્યો હોય, તો જ શાસ્ત્ર સ્વાધ્યાય સ્વસ્થ ચિત્તે થઈ શકે, ધ્યાન સ્થિર લાગી શકે. નહિતર તો વૃત્તિઓ કૂદાકૂદ કરતી હોય ત્યાં સ્થિરપણે અને સ્વસ્થતાથી સ્વાધ્યાય ધ્યાન ક્યાં થાય ? વળી બાહ્ય તપથી ઈન્દ્રિયોને વિષયોમાં જવા Page #251 -------------------------------------------------------------------------- ________________ (૩૮)નું ધ્યાન અને જીવન - પર કોઈ અટકાયત ન મૂકી હોય, અંકુશ ન મૂક્યો હોય, અર્થાત્ એને છૂટ એટલે કે ઈન્દ્રિયોની અવિરતિ આસક્તિ હોય, તો પણ ધ્યાનને કેટલી જગા રહે ? ધ્યાનમાં ચિત્તસ્થર્યના ઉપાય : કહેવાનો સાર આ છે કે મહર્ષિ ધ્યાનમાં સ્થિર રહી શકતા, તે બાહ્ય તપના જેર ઉપર. “કાયકષ્ટ' તપમાં ઉપવાસો કરીને કાયાને કાયોત્સર્ગમાં ઊભી રાખવામાં કષ્ટ પડે એ સ્વેચ્છાએ વધાવી જ લીધું, તેથી હવે મનને કાયામાં જવાનું રહે નહિ, તેમજ “સંલીનતા તપથી કાયા-વાણી ઈન્દ્રિયો-ઈન્દ્રિવિષયોની પ્રવૃત્તિ સંકોચી લીધી, તેથી મનને એમાં જવાનું રહે નહિ, એટલે સહેજે એ મન ધ્યાનમાં સ્વાધ્યાયમાં સ્થિર ચાલ્યા કરે. તાત્પર્ય બાહ્ય તપમાં મન બાહ્યમાંથી હટાવાય છે અને આભ્યન્તઃ તપમાં મનને અંતરમાં સ્થિર કરાય છે. આમ મહર્ષિની બાહ્યતપના બળ ઉપર ઊભી થયેલ આભ્યન્તર તપની સાધનાનો જે પ્રભાવ પડ્યો, એથી અસંમત નાસ્તિક નાસ્તિકપણું મૂકી આસ્તિક થયો, પોતાના પાપો પર એટલા અનહદ પશ્ચાત્તાપ અને ધર્મ પર એટલી બધી અથાગ શ્રદ્ધાવાળો બન્યો કે શુભ ભાવનામાં આગળ વધતાં ટેઠ કેવળજ્ઞાન સુધી ચડી ગયો ! કર્મ ભોગવાઈને તુટે એના કરતાં તપથી અનેક ગુણા તુટે. (૧) કર્મ માત્ર ભોગવીને જ તોડવાનાં હોય, અગર (૨) તપથી થોડા જ પ્રમાણમાં કર્મનાશ થતો હોય, તો તો કર્મોના નિકાલનો પાર જ ન આવે. માટે કહો, જંગી કર્મનાશ તપથી થાય. અસંમત નાસ્તિકે પૂર્વ ભવે એવી મહા તપ સાધનાથી કર્મનાશ કર્યો હશે, પરંતુ કોઈ ધર્મ-વિરાધનાથી અહીં નાસ્તિકપણું આવ્યું હશે, છતાં મુનિના તપના પ્રભાવે એનું હૃદય-પરિવર્તન થયું, ને ધ્યાનતપ સુધી ચડી ગયો, તો એ તપે સમસ્ત ઘાતકર્મનો ક્ષય કરી નાખ્યો ! શુભ ધ્યાનમાં લાગવું છે? તો સ્થિર મનથી લાગશે અને એ માટે કાયા ઈન્દ્રિયો અને એના વિષયોમાં તણાઈ જતું મન બાહ્યતપથી અટકાવવું પડશે. પછી ત્યાં અશુભ આર્તધ્યાન અટકશે તો જ શુભ ધર્મધ્યાન લાગશે. આર્તધ્યાનને પ્રેરનારી છે સુખશીલતા, અસંયમ, ને વિષયાસક્તિ. એને અટકાવ્યા વિના આર્તધ્યાન શાનું અટકે ? ને એ વિના શુભ ધ્યાન ક્યાંથી લાગે ? મન એક સમયે એક જ ધ્યાનમાં રહી શકે, જે એ આર્તધ્યાનમાં તો ધર્મધ્યાનમાં નહિ. માટે આર્તધ્યાનમાં મનને લઈ જનારી કાયા, ઈન્દ્રિયો અને વિષયોના અભ્યાસ બાહ્યતાના લાંબા અભ્યાસથી ઓછા કરી નાખવા પડે. બાહ્યતપનો મહિમા ઘણો. પ્રથમ ભાગ સમાપ્ત. (વિશેષ માટે ભાગ-૨ વાંચો) Page #252 -------------------------------------------------------------------------- ________________ અને સ્ત્રીને અ (ભાગ - ૨) ૨૩૯ જીવન Page #253 -------------------------------------------------------------------------- ________________ વિષય આભ્યન્તર તપ ૪ પ્રકારે યોગ અનુક્રમણિકા ભાગ- ૨ આર્તધ્યાનનું સ્વરૂપ સાધનામાં પાયો મૈત્રી આદિ, ને શુદ્ધિ સંજ્ઞા-નિરોધ અધ્યાત્મયોગ : તત્ત્વચિંતન મંત્રી કલ્પક શુદ્ધક્રિયા કેમ થાય ? આર્તધ્યાનના લક્ષણો કાળ-કર્મ-ભવિતવ્યતા બળ આર્તધ્યાનના સ્વામી રૌદ્રધ્યાન ૨૪૦ પાનું C મારૂ છુ ૧૧૧ ૧૫૨ ૧૭૪ ૧૯૫ ૨૧૭ ૨૨૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ભાગ - ૨ (ગ્રન્થનું અનુસંધાન : આર્તધ્યાનના વિષયમાં વિચારણા શરુ થઈ કે પાપકર્મનો નાશ ત્રણ રીતે થાય, (૧) પાપનાં પ્રતિક્રમણથી, (૨) પાપકર્મના ભોગવટાથી, અને (૩) બાહ્ય-આભ્યન્તર તપથી. (જુઓ ધ્યાન અને જીવન ભા.૧-પૃ.૧૪૯) આમાં બાહ્ય તપની વિચારણા ‘લલિતાંગ મુનિ અને અસંમત નાસ્તિક’નાં વિસ્તૃત દૃષ્ટાન્ત સાથે થઈ. હવે અહીં આભ્યન્તર તપની વિચારણાથી ભાગ બીજો શરુ થાય છે.) ૧. આભ્યન્તર તપ -૧ પ્રાયશ્ચિત્ત હવે આભ્યન્તર તપનો મહિમા જોઈએ. બાહ્યતપ એ આભ્યન્તર તપનું બળ વધારવામાં ઉપયોગી છે. બળવાન બનેલા આભ્યન્તર તપનું મહત્ત્વ ઘણું છે. આભ્યન્તર તપની પરવા ન હોય, ઉપેક્ષા હોય, તો કોરો બાહ્ય તપ એળે જાય છે, જુઓને, આભ્યન્તર તપનો પહેલો પ્રકાર ‘પ્રાયશ્ચિત્ત' એની પરવા ન રાખી તો લક્ષ્મણા અને રુક્મી સાધ્વીનાં કઠોર લાંબા બાહ્ય તપ એળે ગયા ! એમના આત્માને એ બચાવી શક્યા નહિ. સેવેલા દોષની ગાંઠ પડી ગઈ, એના પર માન કષાય ભભૂકતો રહ્યો, એથી અનેકાનેક દુર્ગતિના ભવોમાં ભટકવું પડ્યું. ત્યારે કહેવાય કે મન-વચન-કાયાનાં પાપોનું ગુરુ આગળ આલોચન-પ્રકાશન કરી પ્રાયશ્ચિત્ત લીધું ને વહ્યું હોય તો પાપ નષ્ટ થવાથી દુર્ગતિ અટકે. પાપોનું પ્રાયશ્ચિત્ત એ દુર્ગતિનાં જન્મ અટકાવે છે, પરભવે બચાવે છે. દુઃખદ પ્રસંગથી વચનનાં પાપ પર દૃષ્ટાન્ત એક ગરીબ માતાને દીકરાએ ગાળ દીધી કે ‘શું શૂળીએ ચડવા ગઈ હતી ?' અને સામે માતાએ સંભળાવ્યું કે ‘તારા કાંડા કપાઈ ગયા હતા ?’ તો આ વચનના પાપ પર બંને જણ પરભવે મહાદુઃખદ પ્રસંગમાં મૂકાયા; કેમકે પાપ કર્યું ખરું પણ પછી એનું પ્રાયશ્ચિત્ત ન કર્યું. વસ્તુ એમ બની કે છોકરો મજૂરી કરી ઘરે આવ્યો, ભૂખ્યો થઈ ગયો છે. મા ઘરમાં નથી, મજૂરીએ ગઈ છે. પેલો ખાવા માટે ત્યાં શોધે છે, પણ કાંઇ ખાવાનું મળ્યું નહિ. ધુંઆકુંઆ થઈ ગયો, તે મા ઘરે આવતાં કહે છે ‘ક્યાં શૂળીએ ચડવા ગઈ હતી ? આ તારો સગલો ભૂખ્યો થશે એનું ભાન નહોતું ? તે કશું ખાવાનું કર્યું નથી ?’ ' ૧૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ (૧૦) | ધ્યાન અને જીવન | ત્યાં માતા પણ રોષમાં આવી ગઈ, તે સામું કઠોર સંભળાવે છે કે “તારા કાંડા કપાઈ ગયા હતા ? આ શીકેથી રોટલો લેતાં શું થયું ? બસ, બન્નેએ શું કર્યું ? આટલું જ, કઠોર વચનનું પાપ. પછી તો કોઈ સુકૃત પણ કર્યા હશે, દિલ ધાર્મિક પણ બનાવ્યા હશે, જેથી ત્યાંથી મરીને ફરીથી મનુષ્ય ભવ પામ્યા. મા એક ગામમાં શેઠની દીકરી થઈ, અને દીકરો બીજા ગામે શેઠનો પુત્ર થયો; ભવિતવ્યતાવશ બંનેની સગાઈ થઈ, પણ પૂર્વે પેલાં વચનનાં પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું નથી, ગુરુ આગળ એની આલોચના કરી નથી, તે એના બંધાઈ ગયેલાં અશુભ કમેં હવે જુઓ કેવો ભયંકર દુઃખદ પ્રસંગ સરજ્યો. કાંડા કપાયાની ગાળે કાંડા કપાયા : છોકરાનો જીવ શ્રેષ્ઠિપુત્ર એક વાર પરગામ જવા નીકળ્યો છે. રસ્તામાં સસરાનું ગામ આવ્યું પણ અંધારું થયેલું તેથી ગામની બહાર દેવળ યા ધર્મશાળામાં સૂઈ ગયો. અહીં માતાનો જીવ શ્રેષ્ઠિકન્યા એજ ગામમાં સાંજ પછી મકાનની પાછળના બગીચામાં ફરવા નીકળી. એવામાં ત્યાંથી એક ચોર જતો હશે, એની નજર આ કન્યા પર પડી. એના હાથ પર સોનાના કંકણ દેખ્યા, તેથી ચોરનું મન લોભાયું. કન્યા પાસે જઈ છરો દેખાડી કંકણ આપી દેવા કહે છે, પણ પેલી આનાકાની કરે છે. અહીં પેલી ગાળનું, ‘તારા કાંડાં કપાઈ ગયા હતા ?' એ ગાળનું કર્મ ઉદયમાં આવે છે એટલે, ચોરે એકદમ જ છરાથી છોકરીનાં કાંડાં કાપી કંકણ લઈને દોટ મૂકી. કન્યાએ કરુણ ચીસ પાડી, બાપ બહાર આવ્યો, કન્યા પાસેથી ચોરની વિગત જાણતાં એણે ચોરની પેઠે તરત કોટવાળ દોડાવ્યા. ચોર આગળ દોડે છે, કોટવાળ રાડ પાડતાં પાછળ દોડે છે. પેલો ગામ બહાર નીકળી જુએ છે કે “પાછળ પકડો પકડો ચોરને પકડો” ની રાડ પડી રહી છે, ને કોક દોડતા આવતા લાગે છે.” ચોરના કંકણ-છરો શ્રેષ્ઠિપુત્ર પાસે : ચોર ગભરાયો કે “જે કંકણ સાથે પકડાયો તો મર્યો સમજો; ને કંકણને બહાર ફેંકી દઈ ભાગું, તો ય કોટવાળ પૂંઠ પકડે.” એટલે એણે ગામ બહાર પેલા દેવળ યા ધર્મશાળામાં ઘુસી જઈ પેલા સૂતેલા શ્રેષ્ઠિપુત્રની બાજુમાં છરો મૂકી કંકણ એના શરીરની નીચે ગોઠવી દીધાં પછી પોતે બહાર નીકળી જઈ ઝાડીમાં છુપાઈ બેઠો. શ્રેષ્ઠિપુત્ર ચોર તરીકે : શૂળીની ગાળે શૂળી : અહીં હવે કોટવાળ દોડતા આવે છે, અને મંદિરમાં જઈ તપાસ કરતાં પેલા ઊંઘતા શ્રેષ્ઠિ પુત્ર પાસે છરો જોઈ વહેમાય છે, અને શરીર નીચેથી કંકાગ પણ મળી આવે છે. છોકરાને જ ગુનેગાર માનીને લાત લગાવી કહે છે 'લુચ્ચા આ બદમાશી કરીને Page #256 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ-૧ પ્રાયશ્ચિત (૧૧) અહીં ઊંઘવાનો ડોળ કરે છે? ઊઠ ઊઠ હવે તારો કાળ આવી લાગ્યો છે.' છોકરો કહે ભાઈસાબ ! હું તો પરદેશી છું, હું કાંઈ જ જાણતો નથી. આ છરોય મારો નથી, ને કંકણે હું લાવ્યો નથી.' કોટવાલ કહે બસ બેસ હરામખોર ! તને ઓળખીએ છીએ.' એમ કહી છોકરાને પકડીને લઈ ચાલ્યા રાજા પાસે. રાજાએ કોટવાળનું નિવેદન સાંભળી સજા ફરમાવી કે “આને શૂળી દઈ દો.” બસ, અહીં “શું શૂળીએ ચડવા ગઈ હતી ?” એ ગાળનું કર્મ ઉદયમાં આવ્યું, તે એ શ્રેષ્ઠિપુત્રને વહેલી પ્રભાતે શૂળી ભોંકાઈ ગઈ.' જ્ઞાનીનો પ્રકાશ : સવારે જ્ઞાની ભગવંત પધાર્યા, લોકો એમની દેશના સાંભળવા આવ્યા. જ્ઞાની કહે છે, “મહાનુભાવો ! પ્રમાદમાં ન પડશો. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. એ જીવને ભયંકર દુઃખમાં મૂકે છે. દા.ત. જુઓ અહીંની શ્રેઝિકન્યા અને બહારથી આવેલ એના પતિની કરુણ દશા...” એમ કહી જ્ઞાની મહાપુરુષે આખી હકીકત કહી સંભળાવી. બતાવ્યું કે પૂર્વભવે ગુસ્સામાં ‘શૂળીએ ચડવા ગઈ હતી ?” બોલનાર પુત્રના જીવને એ કોધપ્રમાદ અને અપશબ્દ-પ્રમાદે અહીં ખરેખર શૂળી ભોંકાવાનું ભયંકર દુઃખ દેખાડ્યું. ત્યારે ગુસ્સામાં કાંડાં કપાઈ ગયા હતા? બોલનારી માતાના જીવને અહીં કાંડાં ખરેખર કપાવાનું જાલિમ દુઃખ આવ્યું.’ આ સાંભળતાં જ ત્યાં સાંભળવા આવેલી પેલી કન્યા અને એનો બાપ ચમકી ઊઠયા, જઈને શૂળી દીધેલા પેલા માણસને જુએ છે તો બાપે એને પોતાના જમાઈ તરીકે અને કન્યાએ પોતાના પતિ તરીકે ઓળખી લીધો. કન્યા અને પિતા બંનેને પારાવાર ખેદ થયો કે “અરેરે ? ગુનેગાર તો બીજે જ, ને આ બિચારો નિર્દોષ આપણો સગો જ શૂળીએ ભેદાયો.” કન્યા-કુમારને પસ્તાવો : ત્યાં જ્ઞાનીનાં વચનથી કન્યા અને એના પતિને પોતાનાં પૂર્વના ગુસ્સાના બોલ પર ભારે તિરસ્કાર છૂટ્યો, મનને દુઃખનો પાર નથી. જ્ઞાની ભગવંત સમજાવે છે કે વિષયો અને કષાયો એ પ્રમાદ છે. એના વિચાર બોલ અને કાર્યવાહી એ પ્રમાદાચરણ છે. મન, વાણી કે કાયાથી થતું પ્રમાદાચરણ ભયંકર છે. આ જીવનમાં એ સેવાઈ ગયાં હોય તો પશ્ચાતાપ સાથે ગુરુ પાસે એનું સ્પષ્ટ આલોચન-નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત માગી લેવું જોઈએ. એથી એ પાપ ધોવાઈ જાય, એનાં બંધાયેલ કર્મ તૂટી જાય. નહિતર તો એ ભવાંતરે ભયંકર દુઃખદ વિપાક દેખાડે પછી જ એ તૂટે.’ કન્યા અને શ્રેષ્ઠિપુત્ર બંનેને ત્યાં પૂર્વ જન્મનું સ્મરણ થયું, બંનેએ ગુરુ આગળ Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) || ધ્યાન અને જીવન પાપનો ઈકરાર કર્યો અને પેલો શૂળીએ વિંધાયેલો તો હવે મરવા પડ્યો છે, તે એણે અનશન કરી લીધું, અને કન્યા કઠોર તપ વગેરે ધર્મમાર્ગે ચડી ગઈ, જેથી પ્રમાદથી બચી જવાય. જ્ઞાનીના કહેવા હિસાબે બંનેએ પૂર્વે ગુરુ પાસે જઈ પાપનું નિવેદન અને પ્રાયશ્ચિત કર્યું હોત તો આ દુઃખદ પ્રસંગથી બચી જાત. પ્રાયશ્ચિત્ત એ આવા દુઃખદ પ્રસંગથી બચાવી લે છે. પ્રી-બોલવાનું પાપ તો મામુલી જેવું છે, તો એના પર સજા આટલી બધી ભયંકર કેમ ? શું કર્મસત્તાને ત્યાં અન્યાય છે ? ઉ૦- ના, અન્યાય નથી, પરંતુ આવડી મોટી સજાની પાછળ કારણ એ છે કે, પાપ નાનું કર્મસજા મોટી કેમ? નાના દેખાતા ગુના પર થતી ભયંકર કર્મસા પાછળના કારણો - (૧) બુદ્ધિશક્તિવાળો મનુષ્ય ભવ એ જીવનો ઊંચો હોદ્દો છે. ઊંચા હોદ્દાવાળાનો પણ ગુનો આ દુનિયાની સરકારમાં ય મોટો ગુનો ગણાય છે. ન્યાયાધીશે થોડી પણ લાંચ ખાધી એમ સાબિત થાય, તો એ હોદ્દા પરથી ડૂલ ! અને ભારે સજા પામે છે ! એમ, ઊંચા હોદાવાળો માનવ ભવ; એમાં નાનો પણ ગુનો મોટા જેવો છે. આ એક કારણ. બીજું કારણ આ છે (૨) બોલવાનું કે કરવાનું પાપ ભલે બાહ્ય દેખાવમાં નાનું દેખાય, પરંતુ એની પાછળ ધમધમી ઊઠેલો ગુસ્સો યા બીજી વિષય કે કષાયની લાગણી અને મોટો ગુનો બનાવી દે છે. દા.ત. જુઓ, અંધારામાં સાપ સમજી દોરડા પર લાકડીનો ઘા કર્યો ત્યાં દેખીતો જીવનાશ થયો નથી, છતાં અંતરની સાપ મારવાની વેશ્યાના આધારે દોરડા પરનો ઘા એ મોટો ગુનો બને છે; ને ત્યાં સાપ માર્યાનું પાપ લાગે છે. એટલે, આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્યા નજીવા પણ પાપાચરણને મોટો દોષ બનાવી દે છે. એથી ઉલટું, અંતરમાં એવા ઉગ્ર મલિન પરિણામ ન હોય, અને બાહ્ય કાર્ય ભયંકર બન્યું હોય, તો ગુનો એવો નહિ ગણાય. દા.ત. મજૂર ભંગાર ઘરનાં રોડાં બહાર ફેંકતો હોય, એમાં નીચે કોઈ માણસ અજાણે ભૂલભૂલમાં નજીક આવી જતાં એની ખોપરી પર ઈંટોડો પડે, ને કદાચ મરે, તો પણ કાયદાની દષ્ટિએ પેલો મજૂર ખૂની નહિ ગણાય. Page #258 -------------------------------------------------------------------------- ________________ [ આભન્તર તપ-૧ પ્રાયશ્ચિત | ૧૩. ત્યારે જો માનવી-સરકાર પણ બાહ્ય બનાવ કરતાં અંતરના પરિણામને મહત્ત્વ આપે, તો પછી કર્મ-સરકાર એને કેમ મહત્વ ન આપે ? (૩) નાનું ય પાપ એ મોટો ગુનો બનવાનું ત્રીજુ કારણ એ છે, કે નાનું પણ પાપ આચર્યા પછી જો એનો પશ્ચાત્તાપ નથી તો એનો અર્થ એ, કે એ આચરેલું ખરાબ લાગતું નથી તેથી ત્યારે, પાપ ખરાબ ન લાગે, એનો બળાપો જ ન થાય, એ મોટો ગુનો બની જાય છે. દા.ત. જુઓ કે છોકરો ઘરમાંથી થોડા જ પૈસા ચોરી જાય, પછી માબાપને જાણ થતાં એને ઠપકો આપે, ત્યાં જો એ છોકરો ચોરી કર્યાનો બળાપો દેખાડે તો તો માબાપ ક્ષમા કરે છે, પરંતુ જો છોકરો ઉદ્ધતાઈથી એમ કહે કે “એમાં ખોટું શું? સીધી રીતે પૈસા ન આપો તો ચોરીથી ય લેવાય. એ ચોરી કોઈ ગુનો નથી, આમ જો છોકરો ચોરી ખરાબ ન માને, તો માબાપ સમજે છે કે ખલાસ ! આ છોકરો ભયંકર દુષ્ટ બન્યો છે. હવે એને ઘરમાં ન રખાય. નાની પણ ચોરીને ખરાબ ન માનતાં, કોને ખબર, કાલે એ બધો ય માલ ઉઠાવી જાય તો ? દુનિયાના માબાપ પણ સમજે છે કે નાનો ય ગુનો ખરાબ ન માને, તો એની પાછળ મોટો ય ગુનો કરી નાખે એવી એની મનોવૃત્તિ બગડી. જ્ઞાની ભગવંતો કહે છે. નાનાં પાપને ય ખરાબ ન માનવામાં મોટો ગુનો આ, કે ફરીથી એ પાપનાં કે એથી વધુ મોટાં પાપનાં આચરણ સુલભ બને છે,' જીવનમાં જુઓ તો દેખાશે કે ખાવું ખોટું નથી લાગ્યું યા રાતે ખાવું ખોટું નથી લાગ્યું, તો ખાવા પાછળ કેવા પાપ ચાલે છે ? આઠમ ચૌદશ જેવી મોટી તિથિ આવી ત્યાં કાં તો એના પર કંટાળો અરુચિ દ્વેષ થાય છે કે આ ક્યાં આવી ? અગર એની પરવા જ નથી હોતી. મનને એમ થાય છે કે “આપણે વળી આ તિથિ-ફિથિ શું ? એ તો વેવલાના ધંધા... કહો, ક્યાં પહોંચ્યો ? તિથિએ ઉપવાસ કરી જરા દુબળા પડનારા પર એ તિરસ્કાર કરે છે; એને દયાપાત્ર ગણે છે, 'બિચારા મફતના હાથે કરીને કૂટાય છે એમ કહે છે ! આ બધુ શાના પર? મૂળમાં ખાવું ખોટું એમ લાગ્યું નથી એના પર, બસ, આજે કોઈ નાનું પણ અને અવશ્ય કરવું પડતું પણ પાપ ખોટું, ખરાબ, અકર્તવ્ય,’ એમ ન લાગે, એની ભયંકરતા મોટી છે. (૪) નાનું પાપ મોટો ગુનો થવાનું ચોથું કારણ આ, પાપ કદાચ ખોટું ય લાગ્યું અને એના પર સંતાપ પણ થયો, છતાં માનની લાગણીમાં તણાયા, ને માનભંગ થવાના ભયથી ગુરુ આગળ એનો સ્પષ્ટ ઇકરાર ન કર્યો, પ્રાયશ્ચિત્ત ન લીધું. તો દિલમાં પાપની અને માનની ગાંઠ પડી જાય છે, શલ્ય જામી જાય છે. અને એ ભાવી ભવોમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ધ્યાન અને જીવન મદ અને પાપોમાં રક્ત રાખે છે માટે એ મોટો ગુનો. અહીં જરા ઝીણવટથી જોશો તો દેખાશે કે માનભંગ જેટલું ખરાબ લાગ્યું એટલું પાપ દિલમાં રાખી મૂકે છે, પણ માનભંગ નથી વહોરી લેતો “માન ન હણાવું જોઈએ, પાપ ભલે પડ્યું રહે, માન કિંમતી, પણ પાપશુદ્ધિ એટલી મહત્ત્વની નહિ,” આવું લાગે છે. આમાં પછી માનની અને પાપની ગાંઠ બંધાઈ જાય એમાં શી નવાઈ ? નાનું પણ પાપ આમ પ્રાયશ્ચિત્ત વિના મોટું બની જાય છે. પ્રાયશ્ચિત્તના ૪ લાભો (૧) પૂર્વનાં લાગેલાં પાપ ઉપરાંત, આલોચના-પ્રાચશ્ચિત્તમાં થતા શુભ ભાવના જસમાં બીજાં પણ કંઈ પાપોનો નાશ કરી દે છે. આ કેવો જબરદસ્ત લાભ ! (૨) પ્રાયશ્ચિત્ત માટે ગુરુ આગળ છૂપાં પાપ કહેવા જવામાં અભિમાન-અહંકાર તૂટે છે, એ પણ મહાન લાભ છે; કેમકે સંસારનો પાયો અહત્વ છે. અહત્વ પર મનને એમ થાય કે “મારે આ વિષયો જોઈએ, આ પૈસા જોઈએ.’ આમ અહત્વ પર તૃષ્ણા પર હિંસાદિ પાપો ગાજતાં રહે છે, ને એથી કમોં બંધાઈ આત્મા સંસારમાં ભટક્યા કરે છે. ગુરુ આગળ પાપોનું આલોચન આવા ખતરનાક અહંત્વને તોડે છે. (૩) પ્રાયશ્ચિત લેવામાં ત્રીજે લાભ આ કે પ્રાયશ્ચિત્ત લેવા જતાં જે તપ-જપ પ્રાયશ્ચિત્ત તરીકે આવે છે, એનાથી જીવનમાં ધર્મસાધના એટલી તો નક્કી થઈ જ. કેટલાક માણસો ભવ-આલોચના અર્થાત જીવનભરનાં પાપોનું ગુરુ આગળ નિવેદન કરતાં ગભરાય છે કે હાય ! એમ કરીએ તો દંડ કેટલો બધો આવે ?' પણ એને ખબર નથી કે ભલા માણસ ! એ દંડ ક્યાં ૧-૨ મહિનામાં જ કરી આપવાનો છે? તારી શક્તિ મુજબ ૨-૩ વર્ષમાં કરજે ને, પણ એથી લાભ કેવો ઉમદા થશે કે આ નિમિત્તે જીવનમાં ધર્મ ઘુસી જશે. ત્યારે એવો ડર લાગે છે કે, પ્રવ- પરંતુ પ્રાયશ્ચિત્ત લીધા પછી એ વાળવા ધર્મ ઉત્સાહ જ ન રહે તો ? ઉ- તો શું ? દંડ માથે પડે ? અરે ! પાપની આલોચના જ નથી કરતો એને તો પાપનાં મોટાં ખતરનાક શલ્ય તથા થોક અશુભ કર્મ બંધ માથે પડેલાં છે, જે અનેક દુર્ગતિઓમાં પાપમાં ને દુઃખમાં સબડાવે છે. પાપનાં શલ્યથી પાપાચરણ ચાલે; અને પાપના કર્મબંધથી દુઃખ ચાલે. ત્યારે જો ગુરુ આગળ પ્રશ્ચાત્તાપ સાથે આલોચના કરી, તો ત્યાં પાપનાં શલ્ય તુટ્યાં, ને એથી ભાવમાં પાપની પરંપરા અટકવાની, તો પછી આલોચના કરવી સારી ? કે દંડથી ગભરાઈ આલોચના ન કરવી સારી? પ્રાયશ્ચિત્ત લીધા પછી જીવ કદાચ એ કરી આપવામાં પ્રમાદી થયો, તો એટલાનો જ ગુનો થશે, પણ મૂળ આલોચના Page #260 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ-૧ પ્રાયશ્ચિત (૧૫) વિના તો જે પેલાં શલ્યો અને જે જંગી કર્મબંધ બધો જ અંકબંધ ઊભો રહે એથી તો શે બચાશે ? ખરી રીતે તો ધર્મનો ઉત્સાહ કેમ ન મરે ? :(૧) પાપ શલ્યો અને કર્મભારનાં ભાવી પાપભર્યા અને દુઃખભર્યા દુર્ગતિના અવતારોનો ભ્ય નજર સામે રાખવાથી ધર્મનો ઉત્સાહ મરે નહિ. (૨) વળી મહાવીર પરમાત્મા અને અનેક મહાપુરુષોનાં જ્વલંત ધર્મમય જીવન નજર સામે રાખતાં પણ ધર્મનો ઉત્સાહ ન મરે. ‘એ બુદ્ધિમાનોએ ધર્મ સાધ્યો, તો મારે વળી બીજો વિચાર શો કરવાનો ?' એમ શ્રદ્ધા-ઉત્સાહ રહે. (૩) ધર્મ-ઉત્સાહને મારનાર છે વિષયસુખોની અને માનપાનની અતિ લંપટતા. એના પર અંકુશ રાખવામાં આવે તો ધર્મનો ઉત્સાહ બન્યો રહે. (૪) ધર્મ કરતાં કરતાં પ્રત્યક્ષમાં એથી ચિત્ત સ્વસ્થતા, સ્ફર્નિ, શુભ ભાવનાઓ સ્વભાવની મુલાયમતા, જીવો પ્રત્યે મૈત્રી કરુણાભાવ, વગેરેના લાભ અનુભવાય તો પણ એના ભરોસે આગળ ધર્મ-ઉત્સાહ ન મરે. (૫) સાથે સાથે સાધુ મહારાજ અને બીજા ધર્મિક આત્માઓનો સંપર્ક રાખ્યા કરાય, ધાર્મિક શ્રવણ અને વાંચન ચાલુ રખાય, તો પણ ધર્મનો ઉત્સાહ ઊભો રહે. આમ ધર્મ-ઉત્સાહ ઊભો રહેવાથી સહેજે પ્રાયશ્ચિત્ત વાળી આપવાનું બની રહેવાનું. એમ જીવનમાં ધર્મ થયા કરવાનો. આલોચનાના પ્રયત્નમાં કેવળજ્ઞાન :(૪) પ્રાયશ્ચિત્ત લેવા જવામાં ચોથો લાભ આ, કે ગુરુ આગળ પોતાનાં પાપ ભારે પશ્ચાત્તાપ સાથે પ્રગટ કરવાનું બને છે. એમાં આત્મામાં જોરદાર શુભ ભાવની વૃદ્ધિ થાય છે. એથી આત્મા પરના કેટલાય કમનો વિધ્વંસ થઈ જાય છે. મહાનિશીથ” આગમ કહે છે કે કેટલીય સાધ્વીઓ હાય ! કેવું મેં અધમ પાપ કર્યું ? ચાલ ગુરુ પાસે જઈ એને આલોચી શુદ્ધિ કરું' એમ વિચારી ગુરુ પાસે જવા ચાલવા માંડી, ગુરુ પાસે હજી પહોંચી નથી, ત્યાં રસ્તામાં જ શુભ ભાવ વિકસતા કેવળજ્ઞાન પામી ગઈ ! તો કેટલીક વળી ગુરુ પાસે આલોચન-નિવેદન કરતાં કરતાં કેવળજ્ઞાની બની! ત્યારે કેટલીક પ્રાયશ્ચિત્ત યાચતાં, ને કેટલીક વળી ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકારતાં ભાવવૃદ્ધિમાં કેવળજ્ઞાન પામી ગઈ !'-આ શાસ્ત્રવચન શું સૂચવે છે ? એજ કે, પાપના તીવ્ર પશ્ચાત્તાપ સાથે આલોચના કરવાની તમન્ના અને પ્રયત્નમાંય ભાવવૃદ્ધિ અને લખલુટ કર્મક્ષય થાય છે. પછી પ્રાયશ્ચિત્ત વહેવામાં તો પૂછવાનું જ શું ? Page #261 -------------------------------------------------------------------------- ________________ | ધ્યાન અને જીવન આમ જીવનમાં લાગેલા-સેવેલા છૂપાને પ્રગટ દોષો પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં (૧) પાપથી બંધાયેલાં અને બીજાં કર્મોનો ક્ષય, (૨) સંસારના મૂળભૂત અહત્વનો નાશ, (૩) જીવનમાં એ નિમિત્તે ધર્મપ્રવેશ, અને (૪) શુભ ભાવની વૃદ્ધિ ઈત્યાદિ મહાન લાભો થાય છે. પ્રાયશ્ચિત્ત મોટું આવે તો ડરવાની જરુર નથી કે “આ પુરું નહિ કરી અપાય તો ?' કારણ એ છે કે, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે પ્રાયશ્ચિત્ત વહન કરતાં કરતાં એ પુરું ન થયું, ને કદાચ જીવન સમાપ્ત થઈ ગયું, તો ય એ જીવ આરાધક છે, વિરાધક નહિ. ત્યારે પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત નહિ કરનારો તો મહાવિરાધક બને છે. એ પાપોનાં શલ્ય અને કુસંસ્કાર લઈ પરલોક સિધાવે છે, એથી નવાં નવાં પાપો કરી ચિર કાળ સંસારમાં ભટકતો રહે છે. આલોચના શુદ્ધિ ન કરે અને બીજી બાજુ જંગી તપ આચરે તો પણ એ એળે જાય છે. લક્ષ્મણા સાધ્વીના ૨૦ વરસનાં માસખમણ અને ૧૬ વર્ષનાં આયંબિલતપ એળે ગયાં ! નિષ્કપટ આલોચના ન કરી મહા વિરાધક બની, અને ૮૦૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી એ સંસારમાં ભટકતી થઈ. માટે યાદ રાખો પાપોની આલોચના પ્રાયશ્ચિત્ત કરે એ આરાધક, અને ન કરે તે વિરાધક. વિરાધકને પછી પાપ-પરંપરા સલામત. - પ્રાયશ્ચિત્ત એ પહેલો આભ્યન્તર તપ એટલા માટે જ પ્રથમ નંબરે છે કે એના વિના પછીના વિનય વૈયાવચ્ચ વગેરે આભ્યન્તર તપ પણ એળે જાય છે. ૨ : બીજે આભ્યન્તર તપ ‘વિનય”| જૈન શાસનના ઝવેરાત અવનવાં છે. એ આપણને 'વિનય’ નામનું ઝવેરાત આપે છે કે એ એક આભ્યન્તર તપ છે; ને એથી મહાન કર્મક્ષયનો લાભ થાય છે. પ્ર૦- તો શું માતાપિતાનો વિનય કરે તો કર્મક્ષય થાય ? ઉ૦- હા, જો કોઈ જાતના વડિલના કે અપકીર્તિના ભય વિના અથવા કોઈ જાતની લાલચ યા સ્વાર્થ-સાધુતા વિના માતાપિતા વડિલનો વિનય કરે તે એમ સમજીને કે શાચ્ચે ‘ગુરુજનની પૂજા’ ને ધર્મ કહ્યો છે, માટે મારે વડિલજન માતા પિતાદિનાં વિનય-બહુમાન કરવા જ જોઈએ, તો એ વિનય પણ કર્મક્ષયનો લાભ આપે. Page #262 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ ૨ વિનય - અહીં એક સમજવા જેવો પ્રશ્ન અને એનો ઉત્તર છે,પ્ર૦- ‘જયવીયરાય’ સૂત્રમાનાં ‘ભવનિવ્યેઓ મગ્ગાણુસારિયા ઇટ્ટસિદ્ધિ, લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરન્થકરણં' એ છ ને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે લૌકિક ધર્મ કહ્યો છે, તો લૌકિક ધર્મથી નિર્જરા યાને કર્મક્ષય કેમ થાય ? જો એથી કર્મક્ષય થતો હોય તો પછી લોકોત્તર ધર્મની વિશેષતા શી ? ઉ૦- આ પ્રશ્ન એવી સમજથી લાગે છે કે ‘લૌકિકધર્મ એટલે મિથ્યાદષ્ટિનો ધર્મ' પરંતુ આ ગેરસમજ છે. કેમકે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા એ તો સમકિતીના ગુણ છે. સમ્યકત્ત્વનાં શમ-સંવેગ-નિર્વેદ વગેરે પાંચ લક્ષણમાં ‘ભવનિવેદ’ પણ ગણાયો. ‘માર્ગાનુસારિતા’ એટલે કે તત્ત્વાનુસારિતા એ પણ સમ્યક્ત્વનો ષસ્થાનને અનુસરવારૂપ ગુણ છે. ૧૭ ૪. પસ્થાન આ-૧ આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. એ કર્મનો કર્તા છે, એ કર્મનો ભોક્તા છે, ૫. મોક્ષ છે અને ૬. મોક્ષના ઉપાય છે. સમકિતીને આ ષસ્થાનની શ્રદ્ધા હોય છે. એટલે ભવનિર્વેદ વગેરે એ સમકિતીના ગુણ છે, માટે એને મિથ્યાદષ્ટિના ગુણ ન કહેવાય. પ્ર૦- તો પછી એને લોકોત્તર ધર્મ કહેવો જોઈએ. ‘લૌકિક’ કેમ કહ્યો ? ઉ૦- અહીં ‘લૌકિક’નો અર્થ એ છે કે જે ગુણો લોકમાં પણ માન્ય છે, અર્થાત્ ઇતર ધર્મવાળા પણ જેને માને છે. એનો અર્થ એ નથી કે લોકોત્તર જૈન ધર્મ એને નથી માનતો. એ પણ એને માન્ય કરે છે, માટે જ એ કર્મક્ષયનું કારણ છે. પ્ર૦- વિનયાદિ ધર્મથી તો પુણ્ય થાય ને ? કર્મક્ષય કેમ થાય ? ઉ૦- ધર્મસાધનાથી ત્રણ કાર્ય બને છે. કેમકે ધર્મ સાધનામાં શુભ આશ્રય, સંવર અને નિર્જરા તત્ત્વ એમ ત્રણ અંશ છે. (૧) ધર્મ સાધના એ મન વચન કે કાયાથી થાય અને એથી એ શુભ મનયોગ કે વચનયોગ કે કાયયોગરૂપ બને, અર્થાત્ શુભ આશ્રવરૂપ થાય. આશ્રવથી કર્મ આવે, એમાં શુભ આશ્રવથી પુણ્યકર્મ બંધાય અને અશુભથી પાપકર્મ બંધાય. એટલે ધર્મસાધનામાંના ‘શુભાશ્રવ' અંશથી પુણ્ય આવે. (૨) ધર્મસાધનામાં રહેવાથી અશુભ આશ્રવ અટકે છે. એથી એ આશ્રવનિરોધ યાને ‘સંવર, થયો અને એથી પાપકર્મ બંધાતા અટકે. નિયમ છે કે આશ્રવથી કર્મ બંધાય, અને સંવરથી કર્મ અટકે. (૩) ધર્મસાધનામાં બાહ્ય કે આભ્યન્તર તપરૂપતા હોય, એથી એ ‘નિર્જરા’ તત્ત્વ બને, અને એમાં કર્મક્ષય થાય. આમ ધર્મસાધનામાં ૩ અંશ,-શુભાશ્રવ, સંવર, અને નિર્જરા. શુભાશ્રવથી શુભ Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ધ્યાન અને જીવન કર્મને બન્ધ, સંવરથી પાપકર્મનો નિરોધ અને નિર્જરાથી કર્મક્ષય. વિનય એ ધર્મસાધના છે, તેથી એનાથી કર્મક્ષયનો પણ લાભ મળે. અહીં એક પ્રશ્ન થાય, વિનયમાં કર્મક્ષય કેવી રીતે ? : પ્ર-બાહ્ય તપમાં પ્રતિકૂળ સહન કરે એથી તો કર્મક્ષય થાય; કેમકે એક સામાન્ય નિયમ છે કે અનુકૂળ ભોગવવામાં પુણ્ય ખપતું આવે, અને પ્રતિકૂળ ભોગવવામાં પાપ ખપતું જાય. આમ પ્રતિકૂળ સહતાં બાહ્ય તપથી તો કર્મક્ષય થાય. પરંતુ વિનયાદિ આભ્યતર તપથી કર્મક્ષય કેવી રીતે ? ઉ૦- જેવો આ નિયમ, કે “અનુકૂળ ભોગવતાં પુણ્યક્ષય, અને પ્રતિકૂળ ભોગવતાં પાપક્ષય,” એમ “મલિન અધ્યવસાયે કર્મબંધ થાય, અને વિશુદ્ધ અધ્યયસાયે કર્મક્ષય થાય; આ પણ નિયમ છે. તદ્દન સીધી સાદી વાત છે કે જે ભાવથી કર્મ બંધાય, એનાથી વિપરીત ભાવ સેવો તો કર્મ તૂટે. ઠંડી ભેજવાળી હવાથી શરદી લાગે છે, તો ગરમ સૂકી હવાએ શરદી તૂટે છે. એમ હિંસાના ભાવથી કર્મ બંધાય, તો દયા-અહિંસાના ભાવથી કર્મ તૂટે એમાં શી નવાઈ ? અવિનય ઉદ્ધતાઈ વગેરેમાં માનકષાય પોષાય છે, એથી કર્મબંધ થાય; તો પછી વિનય-નમ્રતા એ એનાથી વિપરીત શુભ ભાવ હોઈ એના દ્વારા કર્મક્ષય થાય એ સહજ છે. ત્યારે પૂછો, શુભાશુભ ભાવથી બંધ જ કેમ કહ્યો ? પ્ર૦-જં જે સમયે જીવો...” એ ઉપદેશમાળા' ની ગાથામાં તો શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ બંધાવાનું કહ્યું છે. એથી શુભ ભાવે શુભકર્મ બંધાવાની વાત આવી, પાગ કર્મક્ષય થવાની વાત ક્યાં છે ? ઉ૦- વાત સાચી, કિન્તુ અહીં સમજવાનું છે કે આ જે એકલા બંધનું કહ્યું તે શુભાશુભ ભાવ એ શુભાશુભ મનોયોગની દષ્ટિએ. કેમકે મનોયોગ એક આશ્રવતત્વ છે. ઈંદ્રિય-કષાય-અવ્રત-યોગ અને ક્રિયા એ પાંચ આશ્રવોમાં 'યોગ' યાને મન-વચનકાયાનો વ્યાપાર એ પણ એક આશ્રવ તરીકે ગણાયો, ને આશ્રવથી કર્મ બંધાય; - માટે શુભાશુભ ભાવ યાને શુભાશુભ મનોયોગ-મનોવ્યાપારથી શુભાશુભ કર્મ બંધાય એ દષ્ટિએ એ ગાથામાં બંધની જ વાત કરી. તપથી કર્મક્ષયમાં ભાવનું બળ જરૂરી : પરંતુ હવે સવાલ એ છે કે આત્મામાં ભાવ તો બે જાતના જ ચાલવાના, કાં મલિન ભાવ, કાં નિર્મળ, ત્યારે જો એનાથી શુભ-અશુભ કર્મબંધ જ હોય, તો પછી કર્મક્ષય કયા ભાવે ? અને ભાવબળ વિના જો જંગી કર્મક્ષય ન થતો હોય, તો બાહ્ય તપથી પ્રતિકૂળ ભોગવી લેવા માત્ર દ્વારા તો કર્મ કેટલા તૂટે? પરિમિત; વળી સાથે Page #264 -------------------------------------------------------------------------- ________________ [ આભ્યન્તર તપ ૨ વિનય | ( ૧૦ ) શુભ ભાવ હોય એથી પુણ્યબંધ વધવાનો; ત્યારે લખલૂટ કર્મક્ષય કેવી રીતે કરવાનો? આત્મા પર અસંખ્ય જન્મોનાં પાપકર્મ લાગેલાં પડ્યા હોય છે, એ માત્ર ભોગવાઈને થોડાં જ પૂરા થાય? માટે કહો, બાહ્ય ત૫ ઉપરાંત નિર્મળ-વિશુદ્ધ ભાવથી જ વિપુલ કર્મક્ષય થાય. પ્રાયશ્ચિત્ત-વિનય વૈયાવચ્ચ આદિ આભાર તપમાં ભાવ ભરપૂર રહે છે, એથી વિપુલ કર્મક્ષય થાય એમાં નવાઈ નથી. ભાવથી કર્મક્ષય થવાની સાબિતી : જીવની અધ્યવસાય ધારા બે જાતની, એક પડતી અને બીજી ચડતી. પડતીમાં મલિન ભાવ થાય, ચડતીમાં નિર્મળ ભાવ જાગે. ભાવ વિના માત્ર ભોગવવાથી જ કર્મક્ષય થતો હોય તો તો સમસ્ત કર્મક્ષય સુધી પહોંચાય જ કેમ ? કારણ આ, કે તમારા મનમાં આટલું જ બેઠું છે કે ભાવથી કર્મબંધ થાય, કર્મક્ષય નહિ. હવે જીવને ભાવ તો કોઈને કોઈ હોય જ, ચાહ્ય મલિન કે નિર્મળ, એમાં જીવની વેશ્યા સુધરતાં નિર્મળ ભાવમાં ચડ્યો ત્યાં તમારા હિસાબે માત્ર શુભકર્મના બંધ જ કર્યો જવાનો; હવે એને માત્ર ભોગવી ભોગવીને ખપાવવાનું તો ક્યારે પૂરું થાય ? કેટલા ભવ એ માટે કરવા પડે? એટલા ભવોમાં ય પાછા નવાં નવાં કર્મ તો ઢગલો વચ્ચે જવાના. વળી જૂનાં શુભ-અશુભ કમનો તો આત્મા પર ઢગ પડ્યા છે; એનોય માત્ર ભોગવી ભોગવીને ક્ષય થઈ થઈને કેટલો થાય ? ભાવ તો નાજુક વસ્તુ છે, તે સહેજ સહેજમાં સારામાંથી નરસો અને નરસામાંથી સારો ભાવ આવી જાય છે. નરસામાં ય કેટલી જાત ? દા.ત. ક્રોધના ભાવમાંથી માયાના ભાવમા; એમાંથી વળી ઈર્ષાના કે લોભના ભાવમાં, યા હર્ષના કે ખેદના ભાવમાં પડવાનું થાય છે. આમ નરસા ભાવોના પ્રવાહથી સમયે સમયે લખલૂટ કર્મબંધ તો થયા જ કરવાનો. એ બધાનો માત્ર ભોગવી-ભોગવીને ક્ષય શું થાય ? અને એમ જો ભોગવવા રહે તો એમાં તો ભવના ભવ નીકળે એટલામાં તો પાછા કેટલા ય નવા કર્મઢગ વધી જાય. તાત્પર્ય, માત્ર ભોગવવાથી જ કર્મ ખપતા હોય, તો તો સમસ્ત કર્મનો ક્ષય થવો અસંભવિત; તેથી કદીય મોક્ષ જેવી અવસ્થા જ ન આવે. માટે આ માનવું જ જોઈએ કે 'જેમ ભાવથી કર્મ બંધાય છે એમ કર્મક્ષય પણ ભાવથી થાય જ છે. એટલે તો કમેં દીધી વેદનામાં વેદીને કર્મ ખપાવવા ઉપરાંત એ વેદનાના સમુદ્ધાતમાં યાને આવેગના તીવ્ર ભાવમાં બીજા કેટલાય કર્મનો નાશ થાય છે. તેમજ જો એની સાથે નિર્મળ ભાવ ચાલુ હોય તો વળી ઢગલાબંધ કમનો નિકાલ થતો રહે છે. માટે તો કહેવાય છે કે, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ‘અજ્ઞાની કોડો વરસે કર્મ ખપાવે જેહ; જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તેહ.' શાથી ? એટલા જ માટે કે જ્ઞાનીના ઊંચા નિર્મળ ભાવમાં આ તાકાત છે કે એ લખલૂટ કર્મક્ષય કરી નાખે. એમ કરતાં કરતાં એક ભવ એવો આવી લાગે છે કે જ્યાંના અપૂર્વ નિર્મળ ભાવમાં નવાં કર્મ બાંધવાના થોડાં, અને જૂનાં ખપાવવાના અપરંપાર ચાલુ. એમ કરતાં કરતાં સર્વઘાતી કર્મના ક્ષયે કેવળજ્ઞાન, અને પછી સમસ્ત અઘાતી કર્મોના ક્ષયથી મોક્ષ નીપજે છે. નિર્મળ ભાવથી કર્મક્ષય પણ થતો હોય તો જ આ બની શકે. સારાંશ, શુભ ભાવથી જેમ શુભ કર્મ બંધાય, તેમ પૂર્વ પાપ કર્મોનો ક્ષય પણ થાય. એટલે જ ભાવ નિર્મળ કરવામાં ૩ લાભ; ૧. અશુભ કર્મબંધની અટકાયત, ૨. શુભ કર્મનું ઉપાર્જન, અને ૩. પૂર્વે બાંધેલા પાપકર્મોનો ક્ષય. શુભ ભાવના આ ત્રણ કાર્ય થવામાં કારણભૂત એમાં રહેલાં ત્રણ અંશ છે, ૧. સંવર-અંશથી નવાં અશુભ કર્મોની અટકાયત; ૨. શુભ આશ્રવઅંશથી નવાં શુભ કર્મોનો બંધ, અને ૩. નિર્જરાઅંશથી જૂનાં પાપકર્મોનો ધ્વંસ થાય. ધ્યાન અને જીવન એટલે દેવ-ગુરુ-શાસ્ત્ર-મંદિર-જ્ઞાન વગેરેનો વિનય કરવામાં તો શુભ ભાવથી લખલૂટ કર્મક્ષય છે જ, પરંતુ માતા-પિતાનો વિનય કરે તે (૧) એમના ભયથી નહિ કે ‘વિનય નહિ કરું તો મને એ લડશે,' અથવા (૨) લાલચથી નહિ કે વિનય કરવામાં એ ખૂશ રહી મને સારું સારું આપશે, સારો રાખશે, કિન્તુ વિનય કરે તે એમ સમજીને કે જ્ઞાનીની આજ્ઞા છે, જિનેશ્વરદેવની આજ્ઞા છે કે ગુરુજણપૂજા કરવી જ જોઈએ, વડિલ જનોનો વિનય વગેરે ભક્તિ કરવી જ જોઈએ, -આ જિનાજ્ઞાપાલનનું કર્તવ્ય સમજીને વિનય કરે એમાં પણ સુંદર શુભ ભાવ છે, અને એથી પણ કર્મક્ષય થાય. એટલે વિનય લોકમાન્ય હોવાથી લૌકિક ધર્મ છતાં લોકોત્તર જિનશાસનથી પણ માન્ય છે જ. ત્યારે જુઓ કે એક ‘વિનય’ નામના આભ્યન્તર તપમાં કેવા કેવા શુભ ભાવ સમાય છે, વિનયમાં શુભ ભાવો કયા કયા ? :૧. જિનાજ્ઞાપાલનનો બુદ્ધિનો શુભ ભાવ, ૨. નમ્રતાનો શુભ ભાવ, ૩. ઉપકારીના ઉપકાર પ્રત્યે કૃતજ્ઞભાવ, Page #266 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ ૨ વિનય ( ૨૧ ) ૪. ગુણિયલના ગુણનો અનુરાગ એ શુભ ભાવ, ૫. કર્મક્ષયની ઇચ્છાનો શુભ ભાવ, ૬. ધર્મનું મૂળ વિનય,’ માટે બીજા ધર્મ લાવવાનો શુભ ભાવ. -આવા શુભ ભાવના ખજાનાભૂત વિનય-ઘર્મથી લખલૂટ કર્મક્ષયનો લાભ મળે; અને એના પર અનેક ગુણોની અનેક ધર્મની પ્રાપ્તિ થાય. ગૌતમસ્વામીનો વિનય : ગૌતમસ્વામી ગણધર મહારાજે ગુરુ મહાવીર-સ્વામી પ્રત્યે વિનયધર્મ એવો બજાવ્યો, એવો બજાવ્યો, કે એમાં એ અંતે કેવળજ્ઞાન પામી ગયા, વીતરાગ સર્વજ્ઞ બની ગયા. શાસ્ત્રમાં આવે છે'भद्दो विणीयविणओ पढमगणहरो समत्तसुयनाणी । जाणतो वि तमत्थं विम्हियहियओ सुणइ सव्वं ॥ શ્રી ગૌતમસ્વામી પહેલા ગણધર હતા, કલ્યાણમૂર્તિ હતા, સમસ્ત શ્રુતજ્ઞાનના પારગામી હતા, છતાં વિનયગુણમાં એવા પાવરધા હતા કે પોતે પ્રભુને જે પૂછવું છે એનો ઉત્તર સ્વયં જાણતા હતા છતાં પ્રભુને એ વિસ્મયભર્યા હદયે પૂછે છે, આશ્ચર્ય આતુરતાભર્યા દિલથી પૂછે છે કે હે ભગવાન ! આનું કેમ હશે ?' પ્ર- જાણવા છતાં પૂછે એમાં વિનય શો ? ઉ૦- વિનય આ, કે હું જાણું છું એ મારા ગુરુ પાસેથી નક્કી કરી લેવા દે કે એ બરાબર છે ને ?' આમ ગુરુને Authority પ્રમાણ તરીકે સ્થાપવા એ એમનો વિનય કર્યો ગણાય. પોતાની જાણકારી ગુરુની જાણકારી કરતાં નીચી માનવી એ નમ્રતા કહેવાય, અને ગુરુની જાણકારી ઊંચી બતાવવી એ ગુરુનો વિનય કર્યો ગણાય. એથી પોતાના શિષ્યો એમ માને કે “અમારા ગુરુ ગૌતમસ્વામી જે ભણાવે છે એના પર પ્રભુ મહોરછાપ મારી આપે છે, માટે એ બરાબર છે,' આમ શિષ્યોના મન પર ગુરુ પ્રભુની મહોરછા૫ લાવવી, પ્રભુ પ્રત્યે ભાવ વધારી આપવો, એ પોતે ગુરુ પ્રભુનો વિનય કર્યો ગણાય. ગુરુવિનયમાં શું શું આવે? - તાત્પર્ય, (૧) ગુરુને પ્રમાણભૂત ઠરાવવા, (૨) ગુરુને પોતાના કરતાં ઊંચા જાણકાર બતાવવા, તેમજ (૩) ગુરુનું માન વધારવું, ગુરુને યશ ફેલાવવો,... એ બધું ગુરુવિનય છે. (૪) ગુરુ બહાર જાય છે, તો ગુરુની સાથે જવું એમાં ગુરુનું માન વધે છે; એ વધારવામાં ગુરુવિનય સચવાય છે. “ના, ગુરુ ભલે એકલા જઈ આવશે, યા એક શિષ્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૨ એમની જોડે જાય છે એટલે ચાલશે,' એમ ગુરુનું માન વધારવા તરફ પોતે બેપરવા રહેવું એમાં અવિનય છે, ઉદ્ધતાઈ છે, સ્વાર્થાંધતા છે. (૫) એવી રીતે પ્રસંગે જશ ગુરુને અપાવવો એ ગુરુવિનય છે. ત્યારે એમને યશ અપાવવાને બદલે પોતે ખાટી લેવો, માન પોતે લઈ લેવું, ગુરુ કરતાં પોતાની જાતને વધુ પ્રમાણભૂત બતાવવી... ઈત્યાદિ ઈત્યાદિ પણ ગુરુ પ્રત્યે અવિનય, ઉદ્ધતાઈ છે. એટલે ગુરુને માત્ર હાથ જોડ્યા, ગુરુ આવ્યા ત્યારે ઊભા થયા, કે ગુરુએ કાંઈ કહ્યું તે કરી લીધું, એટલો જ વિનય નથી. વિનયમાં આ બધું આવે,- ગુરુને પ્રમાણ ઠરાવવા, ગુરુનું માન વધારવું, ગુરુને યશ અપાવવો, પોતાના કરતાં ગુરુની ઉચ્ચતા મહાનતા ઠરાવવી,... વગેરે. ગુરુને કહેવું પડે ને આપણે કરીએ એમ નહિ, કિન્તુ અવસર ઓળખીને, ગુરુની ચેષ્ટા મુખાકૃતિ વગેરે પરથી એમની ઇચ્છા જાણીને આપણે યોગ્ય કરી લઈએ,... વગેરે વગેરે એ વિનય છે. ગૌતમગણધર મહારાજે આ વિનયધર્મને એવો આરાધ્યો કે ગુરુથી પોતે હંમેશા નીચે રહેવાના પ્રયત્ને એમનાં કર્મોનો ક્ષય કરી એમને ગુરુની હારોહાર મૂકી દીધા. વિનયમાં આર્તધ્યાનથી બચાવ : વિનય એ મહાન આભ્યન્તર તપધર્મ છે. એ બજાવતા રહેવામાં એક મહાન લાભ આ, કે માન યા લોભ કષાય અને ફોગટિયા આર્તધ્યાનથી બચી જવાય છે. જો ઉચિત અવસરે વિનય ચૂકે તો માન-લોભમાં ને આર્તધ્યાનમાં પડવાનું થાય. કહો જો વિનય ક્યારે ચૂકે ? મનમાં એમ લાવે કે ‘હું તે ક્યાં વારે વારે ગુરુનું જોતો બેસું ?’ આમાં માનકષાય આવ્યો. અથવા ‘મારે મારું કામ છે’ એમ મનમાં આવે, ત્યાં લોભકષાય આવ્યો. ત્યાં રાગ-દ્વેષ આવ્યા એટલે પાછળ આર્તધ્યાન લાગતાં શી વાર ? શીતલાચાર્યનું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં શીતલાચાર્યનું દૃષ્ટાન્ત આવે છે. એ મહાન આચાર્ય હતા, જંઘાબળ ક્ષીણ થઈ જવાથી એક સ્થાને આરાધના કરતા રહ્યા હતા. એક વાર એમના ચાર ભાણેજ મુનિઓ બહારગામથી એમને વંદન કરવા અર્થે આવી રહ્યા છે. આવતાં દિવસ આથમી ગયો એટલે ગામના નાકે ધર્મશાળામાં રાત રહી ગયા. આચાર્યને કેમ આર્તધ્યાન ? : અહીં ગામમાં રહેલા શીતલાચાર્યને ખબર પડી કે ભાણેજ મુનિઓ આવીને રહ્યા છે. એમના મનને એમ થયું કે ‘અરે ! ભાણેજ મુનિઓ અહીં આવવાને બદલે ત્યાં રહી ગયા ? ત્યારે શું એમને મારા તરફથી આવકાર-સ્વાગત જોઇએ છે તેથી ત્યાં રહી ગયાં ? હું સામે લેવા જઉં તો જ એ આવે ? કેવા એ મુનિઓ ? આચાર્ય ચડ્યા આર્ત-ધ્યાનમાં. કેમ ? વિનય ભૂલ્યા માટે. અહીં પૂછો, Page #268 -------------------------------------------------------------------------- ________________ || આભ્યત્તર તપ ૨ વિનય ૨૩ પ્રી- મોટાને વળી વિનય શો? ઉ૦- ભૂલશો નહિ, આ તો જૈનશાસનની વાતો છે. એ કહે છે વિનય અરિહંતસિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ પાંચે પરમેષ્ઠીનો કરવાનો. એમાં સાધુ પ્રત્યે વિનય આ, કે સાધુ માટે હલકું ન ચિંતવીએ. શીતલાચાર્યે ભાણેજ મુનિઓના પોતાની પાસે ન આવી જવા પર એમ ચિંતવવું જોઈતું હતું કે “એ સાધુ છે, એટલે આમ તો સાધુધર્મના બધા અંગ બજાવે જ, ને એકેય અંગનું ઉલ્લંઘન ન કરે; કિન્તુ અહીં મારી પાસે સીધા આવી જવાનું અંગ ન બજાવ્યું, એની પાછળ કોઈ કારણ હશે. સંભવ છે કે મોડા પડ્યા હોય, યા કોઈ કાંટો વાગવો યા અપશુકન નડ્યા, કે કોઈ તકલીફ ઊભી થવી, વગેરે કારણ બન્યું હોય તેથી ત્યાં અટકી ગયા હોય.’ આવું ચિંતવતાં સાધુને સાધુ તરીકે ગૌરવ આપવું જોઈતું હતું, પરંતુ એમને એ ન સૂઝયું તે હલકું ચિંતવવા બેઠા કે “ભાણેજ મુનિઓ અભિમાનમાં ચડ્યા છે, માનાકાંક્ષામાં પડ્યા છે, તે સીધેસીધા અહીં આવી જવાને બદલે ત્યાં ઠહેરી ગયા.’ આમ સાધુ વિનય ચૂક્યાં તો રાતભર આર્તધ્યાનમાં સબડ્યા. ત્યારે આર્તધ્યાન હોય ત્યાં પછી શુભ ધર્મધ્યાન ક્યાંથી લાધે ? શાનું ઊભું રહે ? ભલે ને પ્રતિક્રમણ થાય, સ્વાધ્યાય જાપ થાય, પણ દિલમાં આર્તધ્યાનની પીડાએ ધર્મધ્યાનના ફાંફા ! સારું ધ્યાન ધરવું છે? તો પહેલાં આર્તધ્યાનને અટકાવો. એ માટે આર્તધ્યાનનાં કારણને રોકો. આર્તધ્યાનનું કારણ છે કે કોઈ પૌદ્ગલિક ઈષ્ટની લગની છે, યા કોઈ પૌદ્ગલિક અનિષ્ટ તરફ ઈતરાજી છે, યા રોગપીડા-વેદનામાં કાયરતા છે, જો આમાંનું કોઈ કારણ ભભુતું રહ્યું તો સમજી રાખો કે આર્તધ્યાન મનને પકડવાનું. પછી ક્રિયા કોઈ શુભ ચાલવા છતાં શુભ ધ્યાનનો ફટાટોપ લઈ બેસવા છતાં શુભ ધ્યાન ન ચાલી શકે. સારું ધ્યાન ધરવું સહેલું નથી. અશુભ ધ્યાનનાં કારણોને પહેલાં મિટાવવા પડે. શીતલાચાર્ય એક મહાન આચાર્ય હતા, આરાધનામાં તત્પર હતા, પરંતુ એમને ઈષ્ટ માનની આકાંક્ષા જાગી કે નાના ભાણેજ મુનિઓએ અહીં સીધેસીધા આવી મને વંદના કરવી જોઈએ, મારું એમણે ગૌરવ કરવું જોઈએ.’ એ ન થવા પર એ ભાણેજ-મુનિઓની હલકાઈ વિચારવા બેઠા, સાધુ પ્રત્યેનો વિત્ય ગુમાવ્યો, અને આર્તધ્યાનમાં પડ્યા, રાતભર આર્તધ્યાનમાં સબડ્યા. સહાનુભૂતિ ભૂલો તો ય આર્તધ્યાન :પછી સવાર પડી ગઈ છતાં ય ભાણેજ મુનિઓ નહી આવ્યા એટલે પાણી આચાર્ય મહારાજે એવા સાધુ વિનય સહાનુભૂતિ તરફ લક્ષ ન આપ્યું કે કોઈ તકલીફમાં હશે Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) ધ્યાન અને જીવન માટે અત્યારે પણ નહિ આવી શક્યા હોય. તો લાવ એમની ખબર કાઢવા જઉં, આ સહાનુભૂતિને બદલે ઉલટું એ સાધુની હલકાઈ-અવિનય કરતા રહ્યા. તેથી હવે અભિમાન અને આર્તધ્યાનમાં ચડી ગયા કે લાવ ત્યારે એ ન આવ્યા, તો હું જ સામે જઉં.” આ ય અભિમાન છે હોં, કે લાવ એમને બતાવું કે તમે ભલે ઊંચા અને હું નીચો,’ પોતાની લઘુતા બતાવવાની ચોંટ પણ અભિમાનના ઘરની છે. લઘુતા રાખવી જુદી, અને લઘુતાની શાબાશી મેળવવા મથવું એ જુદું, આમાં તો અભિમાન પોષાય છે, ત્યારે લઘુતા રાખવામાં અભિમાન તૂટે છે. શીતલાચાર્ય ચાલ્યા ભાણેજ મુનિઓ પાસે. કેમ ? સાધુનો વિનય બજાવવા નહિ, પરંતુ એમની હલકાઈ ચિંતવી પોતાની લઘુતા બતાવી આપવાના ચડસમાં. તે એમાં જાતના અભિમાનમાં ચડ્યા અને સાધુની હલકાઇ ચિંતવતાં, સાધુ પ્રત્યેના અવિન્યમાં પડ્યા. ત્યાં પછી આર્તધ્યાનના જ વિચાર કરતા ચાલે એ સહજ છે. અવિનયની કેવી ચડાઈ છે ? ભાણેજ મુનિઓની ભાવના : ત્યારે હવે ભાણેજ મુનિઓ, જુઓ, કેવા વિનયને સાધતાં કેટલા ઊંચે ચડી ગયા છે ! મુનિઓ સાંજ પડી જવાથી બહાર રોકાયા, પ્રતિક્રમણાદિ આવશ્યક કરી લીધું. પછી મનમાં ભાવના કરે છે કે “અહો ! આપણે મોડા પડ્યા અને થોડા માટે આચાર્ય મહારાજને વંદન કરવાના લાભથી વંચિત રહી ગયા ! આચાર્ય ભગવાન કેવા ગુણગુણના ભંડાર ! કેવા ઉત્તમ પુરુષ ! ક્યારે હવે સવાર પડે ને એમની પાસે પહોંચી જઈ એમનાં પરમ પવિત્ર ચરણકમળે ઝૂકી પડીએ ! શું કરી રહ્યા છે આ ? વિનય ધર્મને બજાવી રહ્યા છે. કેમકે, પૂજ્યની વિશેષતા ચિંતવવી, ગુણિયલના ગુણ ચિંતવવા, ઉપકારીનો ઉપકાર મનમાં લાવવો, એ એમના પ્રત્યેનો વિનયભાવ છે. એમ, એમને વંદના કરવાની આતુરતા સેવવી, એમની સેવા-ઉપાસના કરવાની ઝંખના આતુરતા સેવવી એ પણ વિનય છે. અવિનયમાં આર્તધ્યાન છે, વિનયમાં ધર્મધ્યાન છે. કઈ ભાવનાએ અનાસંગયોગ ? :| વિનયભાવમાં આગળ વધતાં આવડે, તો એ શુભધ્યાન વધતું ચાલે. ભાણેજ મુનિઓ એ કરી રહ્યા છે. એ ભાવે છે કે “વાહ! સવારે ઉપકારી પૂજ્ય અને ગુણમૂર્તિ આચાર્ય ભગવાનને વંદના કરવાનો અને એમની સેવા શુશ્રુષા કરવાનો કેવો ઉત્તમ લાભ મળશે ! ત્યારે જીવનમાં આનાથી વધીને કયું બીજું ઉત્તમ કાર્ય છે ? આત્મામાં પેધી ગયેલા જટિલ દોષો ગુણિયલના ગુણગાન કરવાથી, એમનો Page #270 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે ૨૫ વિનય ભક્તિ-બહુમાન આદરવાથી અને એમના ગુણોમાં કાનને તલ્લીન કરવાથીજ હટે. ગુરુની અને ગુરુના ગુણોની ઉપાસના કરવાની આડે સ્વાર્થ માયા નડે છે. વિષયરંગ નડે, કે કાયાની સુંવાળાશ નડે છે. પણ એ કશી કિંમતના નથી. એ બધા પરની મમતા જ ખોટી છે. ‘મારે ને એ સ્વાર્થ માયા, વિષયો કે કાયાને શું લાગે વળગે....?’ બસ આ ત્રણ પ્રત્યે અનાસક્તિની ભાવનામાં ચડતાં ચડતાં ક્ષણભર ખરેખર અનાસંગયોગ પર આરૂઢ થયા. ૩. યોગ જ પ્રકારે ૧ પ્રીતિ અનુષ્ઠાન યોગ. ૨ ભક્તિ-અનુષ્ઠાન યોગ. ૩ વચનાનુષ્ઠાન યોગ, ૪ અસંગાનુષ્ઠાન યોગ, સાધના બે જાતની, ૧. સંજ્ઞાની સાધના અને ૨. પ્રજ્ઞાની સાધના. સંજ્ઞાની સાધના એટલે આહાર-વિષય-પરિગ્રહ અને નિદ્રા-આરામીની તથા કષાયોની સાધના. આ આખું જગત કરે છે. આહાર સંજ્ઞામાં ‘બસ, સારું સારું ખાવાનું મળે તો છોડો નહિ.' આ આહારની લત અને એનો પ્રયત્ન રહે છે. એ આહારસંજ્ઞાની સાધના છે. પેટ ભરીને ઊઠ્યો હોય તો ય પછી કોઈ સારી ચીજ આવતા એ સહેજ પણ ખાવાનો રસ રહે, છેવટે મુખવાસ ચગરવાની લત રહે, એ આહારસંશા કરાવે છે. આહારસંજ્ઞાને લીધે તિથિ આવતાં નીસાસો પડે છે, ‘હાય! આજે કાંઈક તપ કરવો પડશે !’ તપ ચાલુ કર્યો ત્યાં પણ મનને ગ્લાની રહે છે, મન સુસ્ત રહે છે કે ‘આજે મારે ખાવાનું નથી.’ મનમાં બીજા દિવસે ખાવાના મીઠા મીઠા વિચાર આવે છે. આ બધું આહારસંજ્ઞાનું તોફાન છે. વિષયસંજ્ઞામાં પાંચે ઈન્દ્રિયોના સારા સારા વિષયો શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શની લગની રહે છે. જગતના એ સારા સારા લાગતા પદાર્થો તરફ આકર્ષણ રહે છે. નરસા તરફ ઘૃણા રહે, સૂગ થાય ‘સારાને કેમ મેળવું, મળેલા કેમ ભોગવાય, ટકે, વધારો પામે...’ આ લત ને પ્રયત્ન ચાલ્યા કરે છે. એથી ઉલટું, ‘નરસા લાગતા વિષયો કેમ હટે, પાછા ન આવે,' એની ચીવટ અને પેરવી રહ્યા કરે છે. ગમતા વિષયોના સંયોગમાં ભારે સુખ લાગે, અણગમતા ટળવામાં મહા નિરાંત અનુભવાય. આ બધું વિષયસંજ્ઞાનું તોફાન છે. વિષયસંજ્ઞાની સાધનામાં આખું જગત ગરકાવ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૬ એમાં જ જીવ આર્તધ્યાન કરી કરી અનંતાનંત કાળથી સંસારમાં ભટકી રહ્યો છે. ધર્મધ્યાન વિના સંસારથી ઉદ્ધાર નહિ. પરિગ્રહસંજ્ઞામાં ધન માલ વગેરેને સુખનું સાધન માની એનો સંગ્રહ સંચય કરવાની લત રહે છે. એક દાંત ખોતરવાની સાવરણીની સળી પણ ખોતરવા લીધી, ખોતરી લીધું, પછીય એ ગોખલામાં રાખી મૂકવાનું મન થાય, કેમ? ‘કાલે કામ લાગશે, રાખી મૂકો' આ વૃત્તિ રહે છે, એ પરિગ્રહસંજ્ઞાનો પ્રતાપ છે. લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા. પણ ‘એમાંથી પોતે કેટલું ભોગવી શકશે ? જો અધવચ્ચે એમ જ પડતા મૂકીને મરવાનું આવશે તો પછી એ પોતાને શા કામના ?’- એનો કોઈ વિચારજ નહિ. ‘બસ, રાખી મૂકો, ભેગું કરો, સાચવી રાખો,'- એજ એક લત, એ પરિગ્રહસંજ્ઞાની સાધના છે. નિદ્રાસંજ્ઞાને લીધે જ્યાં અવકાશ મળ્યો કે આરામ કરવાની જ લત રહે છે. એ એવી ભૂંડી છે, એવી ખતરનાક છે, કે શિયાળાની વહેલી રાતે સૂઈ ગયા પછી ૬૭ કલાક ઊંઘ થઈ ગઈ, આંખ ઊઘડી ગઈ, ઘડિયાળમાં ૩-૪ વાગ્યાનું દેખ્યું, ત્યાં એમ થાય છે કે ‘હજી ઊંઘો, શી ઉતાવળ છે ઊઠવાની?' કોઈ ધર્મસાધનામાં બેઠો, પણ પછી જો તરત સૂઈ જવાની લત છે તો એ ધર્મસાધના વખતે મનમાં એમ આવ્યા કરશે કે ‘કેમ આ ઝટ પૂરી કરી નાખું ને જલ્દી સૂઈ જાઉ.' એટલે પછી આખી ય ધર્મસાધના રસ વિનાની થાય છે. એમાં લોચા વળે છે. વેઠ ઊતરે છે. મિઠાશ આરામ લેવાની રહે છે. આ સંજ્ઞાનું તોફાન છે. ત્યારે, કષાયસંજ્ઞામાં જ્યાં જ્યાં મોકો આવ્યો ભલે વિચારસરણીમાં, ત્યાં ત્યાં ક્રોધ માન માયા લોભ હર્ષ ખેદ વગેરે કરી લેવામાં સંકોચ નહિ, ભય નહિ, એ દશા હોય છે. આ બધી આહાર આદિ સંજ્ઞાની સાધનાની સામે પ્રજ્ઞાની સાધના છે. એમાં ‘કેમ એ આહારાદિની લપ થોડા પણ કાળ માટે છોડું ! કેમ ત્યાગ તપ, ક્ષમા નમ્રતાદિ, અર્હદ્ભક્તિ, સાધુસેવા, દયા-દાન પરોપકાર, શાસ્ત્રચિંતન વગેરે સાધી લઉં.’ આ ધગશ રહે છે. ધગશભર્યો પ્રયત્ન રહે છે. માનવ જીવનની એ લ્હાણ દેખાય, લહાવો લાગે, આહાર-વિષય- પરિગ્રહ-નિદ્રા-કષાયો એ પશુરમત લાગે, પાપરૂપ લાગે, એથી બચવાની વૃત્તિ રહે, ધર્મસાધનાની હોંશ રહે. એ બધું પ્રજ્ઞાને આભારી છે. સંજ્ઞાની સામે પ્રજ્ઞા. આ પ્રજ્ઞાની સાધના ચાર રીતે થાય:-(૧) પ્રીતિથી, (૨) ભક્તિથી, (૩) વચનથી અને (૪) અસંગ-અનાસક્તિથી. પહેલે પગથિયે પ્રીતિ-ભક્તિથી પ્રજ્ઞાની સાધના થાય, ધર્મસાધના થાય. Page #272 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે ૨૭ ) પ્રીતિ અને ભક્તિ કોના તરફ? એ સાધના તરફ, સાધનાને કહેનારા- કરાવનારા દેવ ગુરુ તરફ.'પ્રીતિ” એટલે હૃદયનો અનહદ પ્રેમ, અનુરાગ, સમતા. ‘ભક્તિ” એટલે પ્રેમની ઉપરાંત બહુમાન-આદર-પૂજ્યભાવ. શાસ્ત્ર આ પ્રીતિ-ભક્તિ સમજાવવા માટે પત્ની અને માતાનો દાખલો આપે છે. પ્રીતિ-ભક્તિમાં પત્ની-માતાનું દટાંન્ત :નવજુવાન માણસ સુખી ઘરની સારી સુશીલ-સદ્ગણી રૂપાળી કન્યા પરણ્યો. તો એના પર એને કેટલો બધો અનહદ પ્રેમ રહે છે? મનને થાય છે કે સુંદર પાત્ર મળ્યું, સારી જીવનસાથી મળી, દિલને વિશ્રાંતિસ્થાન મળ્યું. એ શાન્તિ આપશે, સુખ આપશે. મારા પર બહુ મમતાવાળી...' એમ એના પર હૈયે પ્રેમ ઊભરાય છે. પછી એનાં કાર્ય પ્રેમથી હોંશે હોંશે કરે છે. વળી જો માતા પર પણ અથાગ રાગ છે, તો એને ઉપકારી પૂજ્ય વહાલસોયી માની એ માતા ઉપર બહુમાનભરી પ્રીતિ રહે છે. એ “ભક્તિ છે. ભક્તિથી માતાનાં કામ, માતાની સેવા પત્ની કરતાં પણ વિશેષ આદરથી કરે છે, સવાયી ચીજવસ્તુથી કરે છે. સવાર પડે કે માતાના પગમાં માથું ઢાળે છે, બહાર જતાં માતાની આજ્ઞા લઈને નીકળે છે. બજારમાંથી ચીજવસ્તુ કપડું વગેરે લાવે એ પત્ની કરતાં સવાયું લાવે, પત્નીનું ય સાચવે સારું, પણ વાત-વાતમાં પત્નીના કરતાં માતાનું સવાયું સાચવે. આ ભક્તિ છે. બસ, દેવ અને ગુરુ પ્રત્યે હૈયે એવી પ્રીતિ-ભક્તિ ઉછળે અને એમનાં કામ થાય, એમની સેવા-આરાધના થાય, એ પ્રીતિયોગ, ભક્તિયોગ છે. ધર્મસાધના હૈયાના શુદ્ધ પ્રેમથી થાય, ઉપરાંત ભક્તિથી થાય, એ પ્રીતિયોગ-ભક્તિયોગ. મનને એમ થાય કે ‘શી વાત મારી ધર્મસાધના !' હાથમાં નવકારવાળી લીધી ત્યાં હૃદયમાં એ ગાગવા પર ‘શી વાત ! આવી સુંદર તારણહાર સાધના મારા હાથમાં આવી ?' એમ પ્રીતિભક્તિના જુવાળ ચડે. એકેક પારા પરનો જાપ કરતાં કરતાં જીવન ધન્ય લાગે, દિલની બહુ ભક્તિ-બહુમાનભરી હોંશથી થાય, એમ દેવદર્શન પૂજાદિ આરાધના થાય એ પણ પ્રીતિ-ભક્તિભર્યા દિલથી થાય. પ્રીતિના જુવાળ ચડે, ભક્તિની ભરતી ચડે. પ્રીત-ભકિત ખરેખરી ક્યારે ? તુચ્છ લાલચમાં નહિ : અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે દેવ ગુરુ અને ધર્મ ઉપર જે પ્રીતિ અને ભક્તિથી પ્રેરાયા સાધના કરવાની છે, તે સોદારૂપે નહિ. ધર્મસાધના-ધર્મઆચાર એવું તો સારો પૌલિક લાભ મળે, બહાર નામના થાય, ગુરુને અને બીજાને વહાલો લાગું, સારો લાગું.' આવા કોઈ ઉદ્દેશથી દેવ-ગુરુ-ધર્મસેવન પર પ્રેમ થાય ભક્તિ ઉભરાય એ ખરેખર પ્રીતિ-ભક્તિ નથી. એ તો વસ્તુતઃ પૌલિક વસ્તુ ઉપરની પ્રીતિ-ભક્તિ છે. દેવગુરુ ધર્મને તો ત્યાં માત્ર વટાવવા માટે પકડ્યા છે. પેલા લાભના Page #273 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૮ માત્ર એક સાધન તરીકે એમના પર પ્રીતિ-ભક્તિ ધરી છે. તો જેવી રીતે કોઈ ઓફિસર પાસેથી કોઈ પરિમટ વગેરેનું કામ કઢાવી લેવું હોય એટલા માટે એના પર પ્રીતિ ધરે, અને લાંચ-રુશ્વત વગેરેથી એની ભક્તિ કરે, એ કાંઈ ઓફિસર પર ખરેખરી નિઃસ્વાર્થ પ્રીતિ ભક્તિ નથી. એવી રીતે અહીં પણ પૌદ્ગલિક લાલચથી દેવ-ગુરુધર્મ પર કરાતો પ્રેમ અને ભક્તિ એ દેવ-ગુરુ-ધર્મ પર ખરેખરી પ્રીતિ-ભક્તિ નથી. એ તો નિઃસ્વાર્થભાવે થાય ત્યારે સાચી પ્રીતિ ભક્તિ થાય. મનને એમ થાય કે, ‘અહો ! આ દેવ ગુરુ ધર્મ મારા કેવા મહાન ઉપકારી છે કે એમના પ્રભાવે હું આટલા ઊંચા માનવ ભવના થાળા સુધી આવી પહોંચ્યો અને ઉત્તમ ધર્મશાસન પામ્યો ! વળી એ કેવા મહા ગુણિયલ કે ગુણ પામવા માટેનું મને એ મહાન આલંબન મળ્યું ! ગુણ અને ઉપકારની દૃષ્ટિએ જગતમાં એમનો જોટો ન મળે. આત્મોત્થાન માટે આમના જેવું કોઈ આલંબન ન મળે. આમ વિચારીને એમના ઉપર દિલ ઓવારી જાય તથા એમની પ્રત્યે ભારે અનન્ય પૂજ્યભાવ ઊભો થાય તો એમના પર સાચી પ્રીતિ ભક્તિ જાગી કહેવાય. ત્યારે, તુચ્છ લાલચથી દેવ-ગુરૂ ધર્મનું મૂલ્ય આંકવું એ મૂર્ખતા છે : પૌદ્ગલિક સુખ સગવડ કે માન સન્માન તો તુચ્છ વસ્તુ છે, ક્ષણિક છે. એના આધારે દેવ-ગુરુ-ધર્મનું મૂલ્યાંકન કરવું, એ મૂર્ખતા છે. કોઈ ભિખારી માણસ ચક્રવર્તીની સેવામાં લાગી જાય અને ચક્રવર્તી પાસેથી એને અનન્ય ભોજન મળે કે એના ચાર અમલદારો એને સારો કહે એટલા માત્રથી જો એ ચક્રવર્તીનું મહત્ત્વ આંકે તો શું એ મૂર્ખ નથી ? સેવા ચક્રવર્તીની અને ફળમાં સારુ ભોજન ? શું એ ચક્રવર્તીનું મહત્ત્વ છે ? એમ ધર્મચક્રવર્તી દેવાધિદેવ અને ધર્મમૂર્તિ ગુરુની સેવામાં તુચ્છ દુન્યવી લાભ મળે એ શું એમનું મહત્ત્વ છે ? એનાથી રીઝવું અને સંતોષ માનવો એ તો મૂર્ખતા છે. બુદ્ધિ-અક્કલ-હોશિયારી તો ત્યાં કે જ્યાં દેવ-ગુરુની મહત્તા અંકાય, તે ભાવી અનંત કાળને ઉજ્જવળ કરનારાં આત્મહિતના દાતાર તરીકે અંકાય. ગુણ અને ઉપકારની લુબ્ધતાઓ શુદ્ધપ્રીતિ-ભકિત : વળી મનને એમ સચોટ લાગે કે ‘જીવનમાં ખરેખરો પ્રેમ અને ભક્તિ ધરવા જેવી હોય તો તે પરમ ગુણિયલ અને પરમ ઉપકારી ઉપર જ ધરવા યોગ્ય છે.’ એમ ગુણ અને ઉપકારની લુબ્ધતાએ એમના પર પ્રેમ ઊભરાય, ભક્તિ ઊભરાય, સાચી દિલની પ્રીતિ ભકિત ઊભરાય, એ સાચી પ્રીતિ-ભક્તિ કહેવાય, શુદ્ધ પ્રીતિ-ભકિત કહેવાય. એવી શુદ્ધ પ્રીતિ-ભક્તિ દ્વારા દેવ-ગુરુ ધર્મની નાની કે મોટી ઉપાસના થાય એ પ્રીતિઅનુષ્ઠાન છે, ભક્તિ-અનુષ્ઠાન છે. આ પ્રાથમિક ધર્મયોગ છે. આ ઉપરથી સમજાશે કે ધર્મયોગમાં પ્રવેશ મેળવવા માટે પણ દુન્યવી સ્વાર્થ માયા વોસિરાવી દેવ-ગુરુ Page #274 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે ૨૯ ધર્મ પર નિસ્વાર્થ પ્રીતિ ભક્તિ હૈયામાં ઉછળતી કરવી પડે; અને એથી જ પ્રેરાયા કોઈ સુકૃત કે ધર્મસાધના થાય. હાથીની દયાનું પ્રીતિ-અનુષ્ઠાન : શાલિભદ્ર, કુમારપાળ, મેઘકુમાર વગેરેએ પૂર્વભવે આવું પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન કરેલું, તેથી એના પ્રતાપે એ અહીં મહાન આરાધક બની ગયા. હાથીએ સસલાની દયા કરી, તે શું સમજીને કરી ? ત્યાં ટોળે મળેલા પશુઓમાં શાબાશી લેવા નહિ કે કોઈ પુણ્યનો લોચો લેવા માટે નહિ; પરંતુ દયાધર્મના પ્રેમથી દયા કરી. માટે એ ઊંચો મેઘકુમારનો અવતાર પામ્યો. ભરવાડના છોકરાએ સાધુ પર એક મહાત્મા તરીકેના ભાવથી પ્રીતિ-ભક્તિ કરી, ખાનપાન કરતાં દાન પર પ્રેમ કર્યો ને દાન દીધું તો એ જીવ બીજા ભવે શાલિભદ્ર થયો. પાપી લુંટારા બનેલા રખડતા રાજકુમારે સાધુથી પલ્ટો પામી દેવાધિદેવ અરિહંત પર શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ ધર્યો. એમની પોતાના દ્રવ્યથી કરાતી પૂજા ઉપર પ્રીતિભકિત ઉભરાવી, અને પાંચ કોડીના ૧૮ ફૂલથી પૂજા કરી, તો એ પછીના ભવે ૧૮ દેશના સમ્રાટ કુમારપાળ થયા, અને ત્યાં અધિક પ્રીતિભક્તિના સુકૃતોએ ગણધર બનવાનું પુણ્ય ઉપા. વચનાનુષ્ઠાન કેમ પ્રગટે ? પ્રીતિ ભક્તિ અનુષ્ઠાન બહુ અને બહુમાન કરતાં કરતાં એવું સામર્થ્ય પ્રગટે છે કે પછી એના આધારે પોતાની બધી ખોડખાંપણ દૂર કરી ધર્મસાધના બરાબર શાસ્ત્ર કહેલ વિધિ મુજબ થાય, આને વચનાનુષ્ઠાન કહે છે. એમાં જિનાજ્ઞાપાલન પર ભારે મદાર હોય. પ્રમાદ ટાળીને સર્વજ્ઞના શાસ્ત્ર જેવી જેવી રીતે જે જે સાધના કરવાની કહે છે, તે તે રીતે જ તે તે સાધના કરાય એ વચનયોગ છે. એ રીતમાં શું શું આવે? સાધનાનો યોગ્ય કાળ, સાધનાને યોગ્ય મુદ્રા, આસન, સાધનાનાં સાધન-ઉપકરણનિમિત્ત વગેરે બધુ બરાબર શાસ્ત્ર કહ્યા મુજબ મેળવવા-સાચવવાનું આવે, એકમાં ય જરા પણ ખોડખાંપણ નહિ, એવી વિશુદ્ધ અણીશુદ્ધ સાધના એ વચનાનુષ્ઠાન. વચનાનુષ્ઠાનની સાધના કોણ કરી શકે, અને એ કેવી હોય ? જવલંત પ્રીતિભક્તિનાં અનુષ્ઠાન શક્ય એટલો પ્રમાદ-અવિધિ-અતિચાર, બિનકાળજી-બિનજાગૃતિ વગેરે ટાળીને ભારે વીર્યોલ્લાસ સાથે ખૂબ ખૂબ આરાધવામાં હોંશીલા અને દત્તચિત્ત હોય, એનો સતત અને સાદર ભારે અભ્યાસ રાખ્યો હોય, એવા પવિત્ર ગુણસમૃદ્ધ મહાત્માઓ જ વચનાનુષ્ઠાનના આરાધક બની શકે. જિનકલ્પી, પડિમાધારી, એકાકીવિહારી મહર્ષિઓ આ યોગ સાધે છે. સવારે બે પહોર સ્વાધ્યાય-ધ્યાન પછી Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) ધ્યાન અને જીવન જ મધ્યાહને આહાર નિહાર વિહાર માટે નીકળે. એમાં ય ગોચરીએ જતાં દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવના વિશિષ્ટ કડક નિયમ અભિગ્રહ ધારીને જાય; એના અનુસારે જ ભિક્ષા લેવાની. એમાં ય ગોચરી અંગેના સૂક્ષ્મ પણ દોષ નહિ લાગવા દેવાના. દિવસો સુધી નિર્દોષ અને અભિગ્રહાનુસાર ભિક્ષા ન મળે તોય ભૂખ્યા રહી તપોવૃદ્ધિ માને; પણ દોષિત કે અભિગ્રહોલંઘનથી પ્રાપ્ત આહાર-પાણીની ઈચ્છા ય ન કરે. 'નિહાર' અર્થાત મલોત્સર્ગ માટે જાય, ત્યાં પણ તદ્દન નિર્જીવ જગા-સ્પંડિલ શોધે, લોકના આલોક-સંપાત (દષ્ટિ-ગમનાગમન) વગેરે દોષો વિનાની શોધે. કદાચ છ મહિના સુધી એવી નિર્જીવ નિર્દોષ જગા ન મળે તો પણ સંજ્ઞાને અટકાવી શકવાની તાકાતવાળા હોય છે. વિહાર ત્રીજા પહોરમાં જ કરે. ચોથા પહોરમાં પાછા સ્વાધ્યાયધ્યાનમાં લાગી જાય. રાત્રિ પણ એવા સ્વાધ્યાય ધ્યાનથી વીતાવે કે એના ચોકસ પ્રમાણથી સમય કેટલો વીત્યો હોય એનો પણ ખ્યાલ રહે. એમાં કોઈ દેવતા ઠગવા આવે અને રાતમાં જ પ્રભાત અજવાળું દેખાડી દે છતાં આ વચનાનુષ્ઠાન યોગવાળા મહાત્મા જરાય ઠગાય નહિ. એ તો બરાબર સાવધાન હોય, જાણતા હોય કે હજી રાત્રિ આટલી બાકી છે. તેથી પોતાની સાધનામાં સ્થિર રહે, ચલિત ન થાય. આવી જાગૃતિવાળો યોગ એ ઊંચો રાજયોગ છે. પ્રીતિભક્તિ અનુષ્ટાન એ પણ યોગ છે. રાજયોગ છે, પણ એનાથી નીચેની કક્ષાનો. મોક્ષની સાથે આત્માને યોજી આપવામાં સાધન ભૂત હોય તેનું નામ “યોગ', રાજયોગ.” એમ તો કહેવાતા યોગીઓ જમીનમાં દટાઈ સમાધિ લે છે, પણ એ ‘હયોગ છે. મન પર હઠબળ વાપરીને આસન-પ્રાણાયામના નિયમનો અભ્યાસ કરાય એ હઠયોગ છે. હઠ કરીને એનો સમય અને સ્થિરતા વધારતાં વધારતાં ‘સમાધિ” સુધી પહોંચી શકાય. આ સમાધિમાં શ્વાસ તદ્દન રોકી દેવામાં આવે છે, પણ તે બાહ્ય હોં. સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ તો ચાલુ જ હોય છે, એ અટકી શકે નહિ. કેમકે જીવનો એ પ્રાણ છે. ઈલેકટ્રિકના સળગતા ગોળામાં અગ્નિકાય જીવન અને પાણીમાં રહેલી માછલી કે પર્વતના પત્થરનાં ઉંડાણમાં રહેલા પૃથ્વીકાય જીવને પણ આ પ્રાણભૂત શ્વાસ ચાલુ હોય છે. એટલે જમીનમાં દટાયેલ હઠયોગીઓને સમાધિમાં પણ એ અટકે નહિ. અહિ પૂછો, પ્ર.- તેમ છતાં એમને બાહ્ય શ્વાસોચ્છવાસ વિના કેમ ચાલે ? ઉ- અભ્યાસથી આપણે ન ધારીએ એવું પણ સાધ્ય છે. બોલો મોટી તગડી ભેંસ ઉચકીને એકલો માણસ નીચેથી ત્રીજે માળ અગાશી પર ચડાવી શકે ? ધારણાની બહારની આ વસ્તુ લાગે છે ને ? પણ જુઓ. Page #276 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે ૩૧ અભ્યાસથી ભેંસ ઉચે ચડાવનાર રાણી * એક રાજાની સભામાં પરદેશથી મલ્લ આવ્યા, એમણે ભારે વજન ઉંચકવાઉછાળવા-ઝીલવા અંગે અંગબળના મોટા પ્રયોગો કરી બતાવ્યા. રાજા ચમત્કાર પામી ગયો. પછી મહેલમાં આવીને રાણીને એ વાત કરે છે ને કહે છે કે કેવા ચમત્કારિક મલ્લો !” રાણી કહે, “એમાં શાનો ચમત્કાર ? અભ્યાસથી બધું સાધ્ય થઈ શકે.” રાજા કહે છે, 'તારે તો બોલવાનું છે.” રાણી કહે, 'ના, હું કરી બતાવીશ.' થોડા દિવસ ગયા. મહેલના પાછળના ભાગમાં એક ભેંસ વિઆણી. રાણીએ કાછોટો મારી એનું તાજું જન્મેલું પાડું પોતાની બોચી પર લીધું અને આમતેમ ફેરવીને પછી મહેલના પાછલે દરવાજેથી ત્રણ દાદર ચડી ગઈ, પાછી ઉતરી; અને પાડું મૂકી દીધું. એ પ્રમાણે બપોરે કર્યું, સાંજે કર્યું. એમ રોજને રોજ કરવા લાગી. ચાલ્યું કામ આગળ. રોજ પાડું વજનમાં કેટલું વધે ? બહુ નહિ, ૧૦-૨૦-૩૦ તોલા જેવું. એટલે રોજના અભ્યાસમાં ઉંચકવાનું કાંઈ વધારે ન લાગે. પરંતુ બેએક મહિનામાં તો વજન મૂળ કરતાં વા-વા માગ વધી ગયું હોય. એય ઉંચકવામાં ભારે ન લાગે, એમ કરતાં મોટી તગડી ભેંસ તૈયાર થઈ ગઈ તો પણ રોજના અભ્યાસથી એને સહેલાઈથી બોચી પર ઉંચકીને ઉપર લઈ જતાં ને નીચે ઉતારતાં વાંધો નહોતો આવતો. બસ, હવે રાગીએ રાજાને કહ્યું “તમારે અભ્યાસથી થતો ચમત્કાર જેવો હોય તો બોલાવો તમારા મલ્લોને અને ભડવીર સુભટોને. તે દિવસ મને તમે કહેતા હતા કે “આ તો બોલવાનું છે ?' પણ ના, બોલવાનું નથી, કરી બતાવવાનું છે.' બોલાવ્યા મલ્લોને અને પહાડી કાયાના સુભટોને. રાણીએ પેલી તગડી જાડી પઠા જેવી ભેંસ આગળ કરી કહ્યું “આવો જે બહાદુર હોય તે આને ઉંચકીને ત્રણ દાદર ચડી જઈ મહેલની અગાસીમાં લઈ જાઓ, અને પછી નીચે ઉંચકીને લાવો. રાજા કહે, “અરે ! આ શી વાત કરો છો ? આવડી મોટી ભેંસ તે ઉંચકીને ઉપર ચડી શકાતું હશે ? રાણી બોલી, આપ જોયા કરો ને. આ મલ્લો અને સુભટો પહેલવાન છે. તે એમનામાંને ગમે તે એક આને ઉંચકીને ચડાવી દેશે, અને નહિ ચડાવી શકે તો પછી હું તો છું જ. હું એને ચડાવી દઈશ આમાં શી મોટી વાત છે ? મલ્લો અને સુભટોને પોરસ ચડયું. મનને થયું કે જો રાણી એક અબળાજાત પોતે ચડાવી દેવાનું કહે છે તો એમાં મોટી વાત નહિ હોય, લાવોને આપણે આમ ચપટીમાં ચડાવી દઈએ.” એક મલ્લ આગળ આવ્યો. ભેંસના પેટ નીચે બે હાથ ઘાલી ઉચકે Page #277 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ધ્યાન અને જીવન | છે, પણ શું ઉચકાય ? ઉચકતાં ફેં ફેં થાય છે. છતાં માંડ થોડી ઉંચી કરી લઈ ગયો દાદર પાસે, પરંતુ એક બે પગથિયા પર ય ઉંચકીને ચડવું કેવી રીતે ! આગળ ભેંસ તો રખાય નહિ, ને પોતે આગળ રહી ભેંસ ઉંચકીને પગથિયા સામે પીઠ રાખી ચડાય કેમ? ૧-૨ પગથિયાં ચડતાં તો હાથ ને પગ લૂસ પડી ગયા. થયું. ભેંસ મૂકી દીધી નીચે. બીજે મલ્લ અને એકાદો સુભટ પણ બિચારા પ્રયત્ન કરવા ગયા કિન્તુ નિષ્ફળ! હવે કોઈ આગળ આવતું નથી. ત્યારે રાજા રાણીને કહે છે કે “આ તો કાંઈ બની શકે ? હજી ભેંસ જેટલા વજનનું પોટકું કે થેલો હોય તો તો માણસ એને માથે કે ખભે લઈને દાદર ચડી જાય, પરંતુ ભેંસ તે ઉચકવી ફાવતી હશે ? ભેંસને ઉંચકીને દાદર ચડે શી રીતે ? રાણી કહે મહારાજા! મને ફરમાવો એટલે હું એ ઉચકીને ચડી જાઉં છું કે નહિ તે જુઓ.’ રાજા કાનમાં કહે છે, પણ તું મારી આબરૂ કાઢીશ.” રાણીએ કાનમાં આશ્વાસન આપ્યું કે જુઓ આ તો મેં પહેલાં ચડાવેલ છે એટલે કહું છું. ફીકર ન કરશો દઈ દો રજા. રાજાએ રજા આપી, ને રાણીએ કછોટો મારી ભેંસના પેટ નીચે માથું ઘાલીને એને બોચી પર લઈ ઉંચકી, ગઈ દાદરા પાસે, અને ટપ ટપ પગથિયાં ચડી ગઈ. ત્રણ દાદર ચડી ભેંસને અગાસી પર ખડી કરી દીધી. બધાએ નીચેથી અગાસી પર ભેંસ જોઈ. પછી રાણી એને ઉંચકીને નીચે લઈ આવી. અલબત્ત એ વખતે પોતાનું શરીર વધારે નમતું રાખવું પડયું. રાજા અને બીજાઓ સ્તબ્ધ દિમૂઢ બની મોંઢું ફાડીને ઊભા રહી ગયા. ત્યારે રાણી કહે છે, “આમાં અચરિજ શું પામો? આ તો અભ્યાસની વસ્તુ છે, ચમત્કારની ચીજ નહિ. આ હું આને પાડી તરીકે જન્મી ત્યારથી રોજ આ પ્રમાણે સવાર બપોર સાંજ ઉપર ચડાવતી હતી. એ રોજના અભ્યાસ પર આજે મોટી ભેંસ પણ ઉચકીને અગાશી ઉપર ચડાવી શકાય છે.” રાજાને ગળે વાત ઉતરી ગઈ. હઠયોગ આ ભેંસ ચડાવવા જેવી અભ્યાસની ચીજ છે. આ પ્રમાણે આસનપ્રાણાયામમાં આગળ અભ્યાસ વધતાં જમીનની અંદર દટાઈને સમાધિ દિવસો સુધી રાખી શકાય છે. પરંતુ એ રાજયોગ નહિ; કેમકે એનાથી અંતરાત્માના કામક્રોધ-લોભ-રાગ-દ્વેષ-મત્સર વગેરે દોષોનું વિલીનીકરણ ન થાય. એ કરવા માટે તો એના પ્રતિપક્ષ બ્રહ્મચર્ય-ક્ષમા-નિસ્પૃહતા વૈરાગ્ય-ઉપશમ-પ્રમોદ વગેરે ગુણોનો અભ્યાસ જોઈએ, ગુણોના પોષક દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની સતત અને દીર્ઘ કાળ સાધનાનો અભ્યાસ જોઈએ. માટે જ એ દર્શન આદિ અને એની સાધનાઓ એ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩૩ યોગ ૪ પ્રકારે =(૩૩) ખરેખરો યોગ છે, મોક્ષ સાથે યોજી આપનારો છે, રાજયોગ છે; એટલા જ માટે માનવકાળનો ઉત્તમ સદુપયોગ આ રાજયોગની સાધનામાં છે, હયોગ-રાજયોગનો ફરક :રાણીએ ભેંસ ઉંચકીને ત્રણ માળ ચડાવી દીધી એ તો કાયાના શ્રમનો અભ્યાસ છે. એમાં મન કે આત્માના કોઈ દોષનિવારણ કે ગુણઘડતરનો અભ્યાસ નથી. એમ સમાધિના હઠયોગમાં પણ આવો કોઈ અભ્યાસ નથી. કિન્તુ એ તો શ્વાસ રૂંધનનો અભ્યાસ છે. ત્યારે દર્શન જ્ઞાન ચારિત્ર-તપના અભ્યાસમાં તો મૂઢતા-અજ્ઞાન-રાગાદિ અને આહારસંજ્ઞાદિ દોષોના નિરાકરણનો અને સમ્યગ્દર્શન તથા અહિંસા-ક્ષમાદિ ગુણઘડતરનો અભ્યાસ છે. માટે એ રાજયોગ છે. યોગોનો રાજા તે ‘રાજયોગ.' રાજયોગ ખરો યોગ કેમ ? :રાજયોગમાં મનના અને આત્માના રાગાદિદોષના નિરાકરણનો અભ્યાસ થાય છે, તેથી એ કમે કરીને વીતરાગતા તરફ લઈ જાય છે; અને અંતે મોક્ષ સાથે યોજી આપે છે. માટે એને ખરો યોગ” કહેવાય, યોગોનો રાજા ‘રાજયોગ' કહેવાય. એમાં અભ્યાસ જ એ જાતનો છે કે જેથી મનનું અને આત્માનું સદ્વર્ય બળ-સત્વ-સચિ વધતા જાય છે, અને ગમે તેવા પ્રલોભન કે આપત્તિમાં મન ચંચળ બન્યા વિના સમ્યગુદષ્ટિ-ક્ષમા-નિસ્પૃહતાદિ, વિવિધ તપ, સ્વાધ્યાય ધ્યાન વગેરેમાં સ્થિર રહે છે. વચનાનુકાનમાંથી કેવી રીતે અસંગાનુષ્ઠાન ? : વચનાનુષ્ઠાનનો અભ્યાસ પણ એક મહાન રાજયોગનો અભ્યાસ છે, એમાં કઠોર તપ સંયમ સ્વાધ્યાયની ધૂન લાગે છે. બરાબર સર્વજ્ઞ વચનના અનુસારે જ જ્ઞાનચારિત્રના યોગ સાધવા છે તેથી ત્યાં બીજે-ત્રીજા કોઈ વિક્ષેપ આકર્ષણ યા પ્રમાદને જગા જ નથી. સર્વજ્ઞ ભગવાને કહેલી વિધિએ જ આત્મહિતની સાધનામાં એકાકારતા છે. તેથી અભ્યાસ વધતાં વધતાં એવી સ્થિતિ આવી જાય છે કે જ્યાં પછી પોતાની કાયા સુધ્ધાંનાં આકર્ષણ-મમત્વ-સંગ છૂટી જાય છે; યાવત્ જે સાધના કરે છે એ પણ એટલી બધી સહજ ભાવની થઈ જાય છે કે એનાં ય હવે આકર્ષણ-આતુરતાઆસંગ કરવાનું છૂટી જાય છે. સૂર્ય જેમ સહજભાવે પ્રકાશ કરે છે, ચંદન જેમ સહજભાવે સુગંધ રેલાવે છે એમ અહીં પ્રખર અભ્યાસથી પરાકાષ્ટાએ અનુષ્ઠાનસાધનાનાં પણ આકર્ષણ-આતુરતા-આસંગ છૂટી જઈ, એ સહજભાવની બની જાય છે, આને અનાસંગ યોગ કહે છે, અસંગાનુષ્ઠાન કહે છે. ચંદનગંધ-ન્યાયે સહજ સાધના :દા.ત. 'જ્ઞાની કહે છે માટે ક્ષમા રાખો.” એમ નહિ. કિન્તુ બહુ અભ્યાસથી આત્મા જ ક્ષમામય બની જાય, અને ચંદનગંધન્યાયથી જે ચંદનના અણુએ અણુએ ગંધ Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) | ધ્યાન અને જીવન સુવાસ, એમાં આના આત્માના પ્રદેશ પ્રદેશે ક્ષમા વ્યાપ્ત બની જાય, આને અસંગ દશા, ક્ષમાનું અસંગાનુષ્ઠાન, ક્ષમાનો અનાસંગ યોગ કહેવાય. ત્યાં અક્ષમાં કલ્પનામાં ય ન આવે. એક રુંવાડું પણ વેષ-ઉકળાટવાળું બને નહિ, પ્રીતિ-ભકિત અનુષ્ઠાન પછી અસંગાનુષ્ઠાન કેમ નહિ ? વિચારજો, સહજ ભાવે આવું દિલ ક્યારે બને ? દીર્ઘ કાળ અભ્યાસ કર્યો હોય ત્યારે ને ? અહીં વિશેષતા આ મૂકી, પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન પછી અસંગાનુષ્ઠાન ન કહ્યું, કિન્તુ વચનાનુષ્ઠાન પછી એને સ્થાન આપ્યું. કેમ એમ ? શું પ્રીતિઅનુષ્ઠાનના બહુ અભ્યાસમાં તાકાત નથી આવતી? આવે છે, પણ એમાં પ્રીતિ-ભક્તિની પ્રબળતા થાય ત્યાં એ અનુષ્ઠાનનો આસંગ-આસક્તિ રહે છે. તેમજ વિધિ-અપ્રમાદ પર એવું જોર નથી હોતું, ત્યારે વચનાનુષ્ઠાનમાં સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે માટે આ અનુષ્ઠાનની ચોકસાઈ વ્યવસ્થિતતા અને સંપૂર્ણતા પર લક્ષ વધુ રહે છે. એથી એ રીતે અભ્યાસ વધતાં અનુષ્ઠાન સહજ ભાવનું બનતું જાય છે. પહેલું વચનાનુષ્ઠાન કેમ નહિ? આર્તધ્યાન અહીં ક્યાં નડે ? : પ્ર૦ - તો પછી પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનનું શું કામ ? પ્રારંભે વચનાનુષ્ઠાનનો જ અભ્યાસ ન કરાય ? ઉ૦ - વાર છે, વચનાનુષ્ઠાન એવું સહેલું નથી કે પ્રારંભે એ આદરી શકાય. વચનાનુષ્ઠાન માટે તો મનને પહેલાં આર્તધ્યાનથી મુક્ત કરવું પડે. આર્તધ્યાનની પીડા ચાલુ હોય ત્યાં પ્રબળ શુભ ધ્યાન ન આવી શકે, અને તે વિના વચનાનુષ્ઠાન આવવું મુશ્કેલ. વચનાનુષ્ઠાનમાં તો મનની તન્મયતા છે, એ જો મનને આર્તધ્યાનની સતામણી ચાલુ હોય તો કેવી રીતે બની શકે? એટલે આર્તધ્યાન મિટાવવા માટે પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન લાવવું પડે. પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનમાં જે સાધના કરાય છે તે દેવ-ગુરુ અને અનુષ્ઠાનની શુદ્ધ પ્રીતિ-ભકિતથી કરાય છે. આ પ્રીતિભક્તિની એ તાકાત છે કે એ વખતે આર્તધ્યાન કરાવનારી જડ પદાથોની પ્રીતિ-ભકિતને યાને લગની-આસકિતને અટકાવી દે. જડના રાગ દ્વેષ ઉપર આર્તધ્યાન ઊભું થાય છે, ત્યારે દેવ-ગુરુ અને ધમનુષ્ઠાનની જવલંત પ્રીતિ-ભકિતરાગ એ જડના રાગને દબાવી દે છે, એથી આર્તધ્યાન અટકે છે. આમ પ્રીતિ-ભકિત અનુષ્ઠાનનો બહુ અભ્યાસ કરાય જાય એથી એ પ્રીતિ-ભકિત પર આર્તધ્યાનની સતામણી ઓછી થતી આવે છે. એ ઘટતી જાય એટલે નિદ્રા વિકથા આલસ્ય બેકાળજી વગેરે પ્રમાદ પણ ઓછા થતા જાય. એમ કરતાં કરતાં પ્રમાદ અને આર્તધ્યાન નહિવત્ બને એટલે વચનાનુષ્ઠાનના ઘરની અણીશુદ્ધ સાધનાને Page #280 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે ૩૫ અવકાશ મળે, અવસર મળે. માટે પ્રીતિઅનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાન તો ખૂબ જ સાધવાં જોઈએ. મુનિઓ શું કરે છે? પહેલાં તો આ પ્રીતિ-અનુષ્ઠાન ભક્તિ-અનુષ્ઠાનનું જ બહુ સેવન કરે છે. એમને અરિહંત પરમાત્મા તથા ગુરુ પર અનહદ રાગ પ્રેમ બહુમાન હોય છે, તેમ મહાવ્રતો પર, સંયમ પર, સાધના પર અતિશય રાગ-આદર-બહુમાન હોય છે. એથી પ્રેરાયા એ સાધના કરે એ ઉંચા પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન છે. મુનિઓ સરાગ સંયમ આદરનારા કહેવાય છે, એનો આ જ અર્થ છે. પછી એમાં સમર્થ બન્ચે વચનાનુષ્ઠાનને આદરે, એમાંય ખૂબ અભ્યાસી થયા પછી વચનને ય યાદ ન કરવું પડે, અનુષ્ઠાન-સાધના સહજભાવે ચાલ્યા કરે એવું જ થઈ જાય; પછી અસંગાનુષ્ઠાન આવે. એમાં ‘આ ક્રિયા માટે કલ્યાણકારી છે માટે એને સેવું,’ એવો કોઈ ભાવ નહિ. સૂર્ય પ્રકાશ કરે એમ જીવ અનુષ્ઠાન આરાધે, એ અસંગાનુષ્ઠાન, અનાસંગ યોગ. આપણી વાત એ ચાલતી હતી કે પેલા શીતલાચાર્યના ચાર ભાણેજ મુનિઓ અનાસંગ યોગમાં પહોંચી ગયા એટલે તો ત્યાં પોતાના આત્માને છોડીને પર વસ્તુમાત્રનો આસંગ છૂટી ગયો. આસક્તિ કપાઈ ગઈ, એમાં પછી કાયા પણ આત્માથી તદ્દન પર હોઈ એના પરની આસકિત પણ છૂટી જાય એમાં શી નવાઈ? બસ, શુકલધ્યાન આ માગે છે કે પર વસ્તુમાત્રમાં રમવાનું લેશ પણ ન હોય, એટલે કોઈ એક ચોકકસ વસ્તુ પર રાગ-દ્વેષના લેશ વિના મન કેન્દ્રિત થઈ જાય. અનાસક્ત યોગથી પર વસ્તુમાત્રની આસક્તિનો લેશ પણ નથી, રાગાદિનો અંશ પણ નહિ; અને આમાં કોઈ એક દ્રવ્ય પર મન કેન્દ્રિત છે એટલે તો ત્યાં પછી કદાચ એ વખતે શરીર પર કુહાડાનો ઘા પાગ પડે તોય ત્યાં ધ્યાનભંગ નહિ, મન રાગ દ્વેષ ને હર્ષ-ખેદના લેશમાં પણ ન ખેંચાય; એટલે ત્યાં પરમાત્રની યાવતુ કાયા સુદ્ધાંની આસક્તિ ગઈ છે, મમતા ગઈ છે, એટલે તો એ કાયાથી પણ સ્વાત્માને અત્યંત અલગ અનુભવી લીધો છે. જેમ બીજાની કાયા પર ચાકુનો ઘા પડવાથી આપણને દ્વેષ કે ખેદ નથી થતો, કેમકે પેલી કાયા આપણા આત્માથી જુદી છે; એમ આ મહાત્માને પોતાની કાયા ય પોતાના આત્માથી તદ્દન જુદી જ ભાસી ગઈ હોય, લેશમાત્ર પણ પોતાની લાગતી ન હોય; એટલે સ્વભાવિક છે કે એના પરના પ્રહારમાં પોતાને દ્વેષ-ખેદ જેવી કોઈ જ અસર નહિ. શુકલધ્યાનનો દાવાનળ : આવી સ્થિતિનો અનાસંગ-અનાસક્તિ યોગ લાધે પછી તો ત્યાં શુકલધ્યાનની લીનતા આવે. આની એટલે બધી તાકાત હોય છે કે જો એ વખતે સર્વ જીવોનાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ધ્યાન અને જીવન કર્મ આ આત્મામાં સંક્રમી શકતા હોય તો એ સંક્રમીને આ શુકલધ્યાનના દાવાનળમાં બળીને ભસ્મીભૂત થઈ જાય ! પરંતુ બીજાનાં કર્મ પોતાનામાં સંકમે એ વસ્તુ તદ્દન અસંભવિત છે. એટલે એ બળી જવાની વાત બાજુએ રહી; પણ પોતાના આત્મામાં સીલક પડેલા અસંખ્ય ભવોપાર્જિત સમસ્ત મોહનીય અને જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ આ પ્રબળ શુકલધ્યાનના દાવાનળમાં ક્ષણમાં બળીને સાફ થઈ જાય છે. કેવું ધ્યાન કર્મનાશ કરે ? : કાયા અને પર વસ્તુમાત્રથી અત્યંત ભિન્ન સ્વાત્માને અનુભવી લીધા પર, યાવતુ રાગ-દ્વેષાદિ પરિણામથી પણ સ્વાત્માને ભિન્ન અનુભવી લીધા પર અનાસકત બનેલા આત્માને જે ગમે તે કોઈ એક દ્રવ્ય એક પર્યાય ઉપર શુકલધ્યાન લાગે, એની આ અકથ્ય અચિંત્ય તાકાત હોય છે કે એ સમસ્ત સત્તાગત યાને સ્વાત્મામાં સીલિક ઘાતી કર્મોનો ક્ષણમાં ધ્વંસ કરી નાખે. આ સૂચવે છે કે કોરા માની લીધેલા ધ્યાન માત્રથી કાંઈ ન વળે. ખરું ધ્યાન જ પર વસ્તુના રાગ-દ્વેષ અને હર્ષ-ખેદ મંદ કરવા પર જ લાગે. જેટલી ભારે એ રાગાદિની મંદતા. એટલી ધ્યાનની પ્રબળતા. હૈયામાં રાગ-દ્વેષ ભર્યા પડ્યા હોય ત્યાં તો અશુભ આર્ત-રૌદ્રધ્યાન ચાલ્યા કરે; શુભ ધ્યાન ધર્મધ્યાન શાનું લાગે ? હૈયામાંથી પર વસ્તુના સંગ-આકર્ષણ છોડવા નથી, અનિષ્ઠ પરની ઈતરાજી મૂકવી નથી, ને કોઈ 3 વગેરેનું ધ્યાન લઈ બેસવું છે, તો એ તો માત્ર ધ્યાનનો ચાળો થાય, ખરેખર શુભ ધ્યાન નહિ. માટે તો કહ્યું કે, આર્તધ્યાનનું મૂળ રાગ-દ્વેષ છે. એ મૂળનું જોર સલામત, તો આર્તધ્યાન જ સલામત, ધર્મધ્યાન નહિ. ધ્યાન સુધારવા શું કરવું ? માટે જ ધ્યાન સુધારવા માટે રાગ-દ્વેષને મંદ પાડવાની જરૂર છે. એ માટે આ ઈષ્ટ, અને આ અનિષ્ટ’ આ મને ગમતું, ને આ અણગમતું'- એવી સહુ કલ્પનાઓ કરવાનું પડતું મૂકવું પડે. ઈષ્ટ અનિષ્ટ કલ્પનાથી બચવા એક તો ૬ પ્રકારના બાહ્ય તપની બુહ જરૂરિયાત પર વિચારી ગયા છીએ. બીજું સાથે એવો એક સ્વભાવ કેળવવો જોઈએ કે મને કમેં જે મળ્યું તે બરાબર, - એને મારે સારું કે નરસું માનવાની જરૂર નથી; ગમતું કે અણગમતું કરવાની જરૂર નથી. ચાલવા દો ચાલે એમ; જીવનમાં આવતા પ્રસંગો એ કર્મ અને ભવિતવ્યતાના ખેલ છે. મારે એ ખેલના માત્ર તટસ્થ પ્રેક્ષક બનવાનું, એને પોતાના માની લેવાના નહિ. Page #282 -------------------------------------------------------------------------- ________________ યોગ ૪ પ્રકારે (૩૭) જગતની વચ્ચે જીવન છે એટલે સારું ય આવે ને નરસું ય આવે. એની વચ્ચેથી મારે અલિપ્તપણે પસાર થયે જવાનું.” વાત આ બહુ મોટી છે, કપરું કામ છે, પરંતુ એ રીતનો અભ્યાસ પાડયા વિના છૂટકો નથી. અલિસ દશા એકદમ નહિ આવે, પરંતુ અનંતકાળથી જે એકદમ સર્વે સર્વા લિમ-લીન બનવાનું ચાલી આવે છે, એમાં સહેજ ઓછાશ આવતી જશે. રાગદ્વેષ ઘટાડવા માટે હર્ષ ખેદ ઘટાડવા કયા મુદ્દા ? એ રાગદ્વેષનો લેપ ન લાગે એ માટે કરવાનું આ, કે હરખ-ખેદની માત્રા ઘટાડવાની. ગમતું મળ્યું ને બહુ હરખાયા, અણગમતું થયું ને તરત ખિન્ન થઈ ગયા, - એ હવે ન ચાલે. હરખ ઘટાડવાનો ને ખેદ પણ ઘટાડવાનો. હરખ કેમ ઘટે? હરખ થવા જાય ત્યાં ચોંકી ઉઠવાનું કે “અરે ! આ હું શું કરી રહ્યો છું ? શાના પર હરખી રહ્યો છું ?' (૧) આ કઈ મોટી ચક્રવર્તીના જેવી સમૃદ્ધિ કે સન્માન મળ્યા છે તે હરખું છું? (૨) એ ય મળે તો પણ એમાં આત્માનું શું ભલું થઈ રહ્યું છે? હરખવાનું હોય? (૩) એમાં તો બિચારા જીવનું પુણ્યધન લૂંટાઈ રહ્યું છે, ને (૪) સ્વદેશમાં જવાનું પ્રયાણ ભૂલાવાઈ રહ્યું છે. જગતના મનગમતા પદાર્થો આવીને આપણા પુણ્યની લૂંટ ચલાવે છે, આપણને સ્વદેશ મોક્ષ' તરફના વૈરાગ્ય અને ત્યાગરૂપી પ્રયાણને ભૂલાવે છે. એમાં હરખાવું એ મહા મૂર્ખાઈ છે. જુગાર ખેલતાં ધન હારતો જતો હોય છતાં જુગારના દાવ પર દાવ રમવાનો આનંદ માને એ શું મૂર્ખ નથી? શું હું આવો મૂર્ખ છું ?’ આમ આમ વિચારતાં હરખ ઘટે. ખેદ કેમ ઘટે ? ખેદ થતાં જ સાવધાન બની જીવને કહેવાનું કે ‘(૧) મૂર્ખ ! કચરો સાફ થવા પર ખેદ કરે છે ? અણગમતું બની આવ્યું, આપત્તિ પ્રતિફલતા આવી એ પોતાના અશુભ કર્મના ઉદય વિના બને જ નહિ. પણ એમાં તો એ આપત્તિ વગેરે ભોગવી લેતાં એટલા અશુભ કર્મનો કચરો ભોગવાઈને સાફ થાય છે. કચરો સાફ થાય એમાં ખેદ શાને ? (૨) વળી વર્તમાનમાં નરકના જીવો જે ઘોર ત્રાસ વેઠી રહ્યા છે એ ધ્યાન પર લાવી અહીંનું દુ:ખ તો મામુલી સમજી સહી લેવું સહેલું. એમાં ખેદ શો કરવાનો હોય ? (૩) વળી આવા તુચ્છ ખેદ કરવા જતાં એક તો જૂના અશુભ ટળવા પર નવાં અશુભની ભરતી થાય છે, અને બીજું એ, કે તુચ્છના ખેદમાં આત્માની આંતરિક Page #283 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૩૮ ખરાબીના ખેદ જ ભૂલી જવાય છે. એ ભૂલાય પછી ખરાબીઓના સુધારા માટેનો વિચાર કે તમન્ના જ શાની થાય ? એ મૂર્ખ જીવ તો બહારનું જ વાંકુચુકુ સરખું કરવા માટે મથવાનો, અંદરનું નહિ. આ સાવધાનીએ, ખેદની માત્રા ઘટતી આવે. આમ હરખ-કેદ ઘટાડતા જવાથી રાગ-દ્વેષ મોળા પડતા આવે, એટલે પછી એના પર ઉભા થતાં આર્તધ્યાન પણ ઓછાં થતા રહેવાનાં. એથી પછી ધર્મધ્યાનને સારી તક મળવાની. પર વસ્તુના મમત્વ છુટવા પર શુભ ધ્યાનની સ્થિરતા થાય છે, સ્થિરતાનો સમય વધે છે. તાકાત વધે છે. શીતલાચાર્યના ચાર ભાણેજ ગુરુ વિનય-વંદનાના ભાવમાં એવા મમત્વ ત્યાગ અને અનાસકત યોગ પર આગળ વધતાં વધતાં શુકલધ્યાનમાં ચડી ઘાતી કર્મોના ભુક્કો કરી નાખનારા બન્યા, અને કેવળજ્ઞાન પામ્યા ! વિનયધર્મ-વંદનધર્મના ભાવમાં કેવલજ્ઞાનનાં બીજ પડેલાં છે. વિનય એ મહાન આભ્યન્તર તપ છે. એનાથી વિવિધ અશુભ કર્મો નાશ પામવા સાથે તે માનાદિ કષાયનાં કર્મ નષ્ટ થતા આવે છે, કે જે માન મદ અહંકાર અનેકાનેક પાપોનું મૂળ છે. અહંકાર આપમતિથી તો જીવ કેટલાંય સુમાર વિનાનાં પાપો આચરે છે. વિનયદ્વારા એ તૂટે એટલે તો પછી ધર્મના દરવાજા ખૂલી ગયા. માટે જ કહેવાય છે કે ‘વિણયમૂલો ધમ્મો.' વિનય એ ધર્મવૃક્ષ ઉગવા માટેનું મૂળ છે. મૂળ ઉપર જ ઝાડ ઊગે. વિનય એ ધર્મનગરનો દરવાજો છે. દરવાજામાં પેસીને જ નગરમાં જવાય. જો દરવાજો જ તૂટી જાય, તો બહારના ચોર ડાકુ લૂંટારા પેસીને નગરને ખેદાન મેદાન કરી નાખે, એમ, વિનય ભંગ થતાં અભિમાનાદિ ડાકુ ઘુસીને ધર્મને નષ્ટભ્રષ્ટ કરી નાખે છે. ૪ આર્તધ્યાનનું સ્વરૂપ : આપણી વાત એ ચાલી છે કે રોગની પીડા આવતાં જીવ જે આકુળવ્યાકુળ થઇ એ કેમ ટળે એની ચિંતામાં પડે છે, ને દવા, દાકતર, પથ્ય વગેરેની ચિંતામાં પડે છે, એ ત્રીજા પ્રકારનું આર્તધ્યાન છે, એના પર પ્રશ્ન થયો કે તો પછી મુનિને રોગપીડા આવતાં એ પણ રોગ કાઢવાના ઉપાય કરે છે તો એમને આર્તધ્યાન કેમ નહિ? એના જવાબમાં એક વાત એ કહી કે મુનિ રોગને કર્મનો વિપાક સમજી ખોટું દુર્ધ્યાન નથી કરતા. વસ્તુસ્વભાવ-ચિંતને આર્તધ્યાનથી બચાય : કારણ કે મુનિ જગતની ત્રિકાલ અવસ્થાને જોનારા હોઈ સમજે છે કે ‘અહીંના Page #284 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનું સ્વરૂપ ૩૯ અશુભ સંયોગ એ પૂર્વના અશુભ કર્મના ઉદયને આભારી છે. એટલે આપણે જ દુષ્ટ યોગથી અશુભ કર્મ બાંધીને આવ્યા પછી એના ઉદય ભોગવવામાં સંતાપ શો કરવો ? પ્રભુએ જ કહ્યું છે કે જો પૂર્વે બાંધેલા અશુભ કર્મનો ત્યાં જ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્તથી નાશ ન કર્યો, તો પછી આગળ પર કાં તો એ ભોગવાઈને નાશ પામે યા તપથી નાશ પામી શકે. આ રોગપીડા એ ભોગવટો હોઈ એના દ્વારા અશુભ કર્મ નાશ પામી રહ્યા છે. એમાં શોકસંતાપ શાને ? અશુભ કર્મ ઉદય પામે એટલે અશુભ ફળ આવે એ વસ્તુસ્વભાવ છે.’ આમ વસ્તુસ્વભાવનાં ચિંતનમાં રહેવાથી એમને ચિત્તનો અધ્યવસાય શુભ છે, અશુભ નથી. એ રીતે એ રોગ સહન કરે એમાં એમને ચિત્તની વ્યાકુળતા નથી, રોગ પર એમને દ્વેષ નથી, તેથી આર્તધ્યાન નથી; બલ્કે ધર્મધ્યાન છે, એ ગ્રંથકાર મહર્ષિ આગળ કહેવાના છે. મુનિના આ દૃષ્ટાન્તથી સંસારી ગૃહસ્થને માર્ગ સૂચવ્યો કે તમે પણ જો રોગ યા બીજી આફતોમાં વસ્તુસ્વભાવ વિચારતા રહો, પૂર્વ કર્મના વિપાક-ઉદય વિચારી બીજાને દોષ ન દો, બીજા પર દ્વેષ ન કરો; અશુભોદયે પીડા આફત આવે એ વસ્તુસ્વભાવ કહેવાય, વસ્તુસ્વભાવમાં આકુળ-વ્યાકુળ ન થવાય, એમ વિચારી હાયવોય ન કરો, તો આર્તધ્યાનથી બચી જવાય. ધર્મથી આર્તધ્યાનની માફી ન મળે : જુઓ ખ્યાલ રાખવાનો છે કે નમસ્કારમંત્રનો જાપ કરાય, તેમજ બીજી દેવદર્શનાદિ ધર્મસાધના કરાય, એમાં સારું ધ્યાન લાગે, શુભ ધ્યાનનો લાભ મળે. પરંતુ એટલેથી નિરાંત નથી વાળવાની, કિન્તુ બાકીના સમયમાં આર્તધ્યાન ન થાય એ પણ ખૂબ જરૂરી છે. નહિતર પેલા શુભયોગ-શુભધ્યાનનું પુણ્ય તો મળશે, પરંતુ સાથે આ આર્તધ્યાનથી પાપ પણ ઊભા થવાનાં. એટલે જો દિવસ-રાત આર્તધ્યાનનાં પોટલાં, તો પાપનાં પણ પોટલાં બંધાવાનાં. ત્યાં છૂટકની ધર્મક્રિયાથી બચાવ નહિ મળે કે તુ ધર્મ કરે છે ને ? માટે આ તારાં આર્તધ્યાન માફ, એથી તને અશુભ કર્મ નહિ બંધાય.' ના, આવી માફી ન મળે. પ્રારંભનો શ્રી પાર્શ્વનાથ ભગવાનનો પૂર્વભવનો પેલો મરુભૂતિનો દાખલો યાદ છે ને ? જીવનમાં વરસો ધર્મસાધેલો, ધર્મધ્યાન શુભધ્યાન રાખેલાં, પરંતુ અંતે ભાઈ કમઠ તરફથી પત્થરની શિલાનો મરુભૂતિના પોતાના મસ્તકે ઘા થતાં એની મરણાંત પીડામાં આર્તધ્યાન આવ્યું તો એને તિર્યંચ ગતિમાં હાથીના ભવમાં ઉતારી દેનારું બન્યું. Page #285 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ધ્યાન અને જીવન એટલે ડહાપણ આ રાખવાનું છે કે ધર્મ જરૂર કરવાનો; પણ બને તેટલા આર્તધ્યાનથી બચીએ, એ સાથે સાવધાની જોઈએ. ધર્મ સાચો આ ફળ્યો કે એ આપણને આર્તધ્યાનથી બચાવે. જીવનમાં ધર્મ મળ્યાની ને ધર્મ કર્યાની સુવાસ રહેવી જોઈએ. ધર્મની સુવાસ આ કે ધર્મ સિવાયના કાળમાં આર્તધ્યાનથી બચવાનું ખાસ કરીએ. આર્તધ્યાનથી બચવા માટે (૧) આર્તધ્યાનનું સ્વરૂપ બરાબર ખ્યાલમાં રહ્યા કરવું જોઇએ. અને (૨) આર્તધ્યાનનાં ફળની ભડક રહ્યા કરવી જોઈએ. આર્તધ્યાનનું સ્વરૂપ : (૧) આર્તધ્યાનનાં સ્વરૂપમાં સંક્ષેપમાં આ, કે દુન્વયી ઇષ્ટ-અનિટ ગમતાઆણગમતા પર મનની ચોંટ રહે, અર્થાત્ ઇટ કેમ મળે, મળેલું ટકે, જાય નહિ. પૂર્વે મળ્યું હતું તો કેવું સારું હતું ! મળશે ત્યારે કેવી મજા રહેશે ! ઈષ્ટ મળ્યામાં બાદશાહી છે, નહિતર ઈષ્ટ ન મળે તો જીવન જીવ્યાની કિંમત શી ?... 'એમ ‘અનિષ્ટ અણગમતું ક્યાં આવી પડ્યું ? એ જાય તો સારું. ફરીથી ન આવે તો સારું. પૂર્વે આવેલું ત્યારે હેરાન થઈ ગયેલા. ભવિષ્યમાં આવશે તો બાર વાગી જશે !... વગેરે વગેરે વર્તમાનના કે ભૂતકાળના યા ભવિષ્યકાળના ઈષ્ટ-અનિષ્ટ અંગે ગમતા-અણગમતા અંગેના રાજીપા નારાજીના વિચારમાં મન તન્મય બની જાય એ આર્તધ્યાન. જીવને ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? : ત્યારે જોવાનું આ છે કે જીવને દુન્વયી ગમતી-અણગમતી બાબતો કેટલી છે ? અપરંપાર. દુન્વયી એટલે ઈંદ્રિયોને પસંદ-નાપસંદ અથવા મનને મસ્ત કે દુઃખિત કરનારી ચીજ વસ્તુ યા કોઈ બાબત. આની સંખ્યાનું માપ નથી. દા.ત. દાંત ખોતરવા તણખલાની સળી જોઈએ છે, તે જરાક સારી કડક મળે, સોય જેવી બહુ અણિયારી નહિ, કે વિશેષ જાડી નહિ, એવી મનગમતી મળે, એ સ્પર્શનેન્દ્રિયને પસંદ. એથી ઉલ્ટી મળે એ નાપસંદ. એના પર મન લાગી જાય. સરસ મળી ત્યાર આલ્હાદ યા અપસંદ મળે નાખુશી માને. એવું મન ચોંટી જાય, મનનું ધ્યાન લાવે, એ આર્તધ્યાને. બેસવાની જગા મળી પણ જરાક મેલી રજવાળી, તો એ નાપસંદ, મનને એના પર કચવાટ રહે કે આવી મેલી ક્યાં મળી ? હવે ફરીથી ધ્યાન રાખું કે આવી ન મળે. પહેલાં ઠીક મળેલી, આ ઠીક ન મળી. માણસો કેવા ? જરાક જગા ય સાંફ રાખતાં ન આવડે ! .... આવી મનની ગડમથલ અને એ અનિષ્ટ જગા ટળવા, ન મળવા પર મનની ગડમથલ અને એ અનિષ્ટ જગા ટળવા, ન મળવા પર મનની Page #286 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનું સ્વરૂપ ૪૧ ચોંટ એ આર્તધ્યાન. એમ સ્વચ્છ જગા મળવા પર મન રાજી રાજી, બસ જગા તો આવી સાફ જ જોઈએ. માણસ પાસે આ ધ્યાન રખાવીશ કે બીજું પછી, પણ જગ્યા સાફ સ્વચ્છ રાખતા જાઓ.. વગેરે વગેરે વિચારમાં મન તન્મય થાય, એ આર્તધ્યાન. કેવી ખૂબી ? તુચ્છ-અતિતુચ્છ-નગણ્ય ઈષ્ટ-અનિષ્ટનું આર્તધ્યાન ? જીવની કેટલી કંગાળ-પામર-નિસત્વ દશા ! ત્યારે, આર્તધ્યાન કરાવનારી જીવને ગમતી-અણગમતી બાબતો, આ પરથી ખ્યાલ આવશે કે, કેટલી સેંકડો હજારો થવા જાય ? ચાહ્ય એ ગમે તે એકાદ ઈન્દ્રિય યાને આંખને કે સ્પર્શનેન્દ્રિયને અથવા મનને, જીભને કે નાકને પસંદ નાપસંદ હો, અથવા કાનને માફક યા ના-માફક આવો. મનના પસંદ—અપસંદ કેવા ? : દા.ત. ઘરના માણસ છોકરાને બે પૈસા વધારે ખરચવાના આપે છે...ઘરનો કારભાર પોતાની જ મરજીથી ચલાવે છે, એ પોતાના સગા પર પક્ષપાત કરે છે,... પાડોશી વારે વારે આપણી વસ્તુ માગી જાય છે, ... આવું બધું મનને નાપસંદ છે. એથી ઉલ્ટું, પોતાને ઉદાર પાડોશીની સારી સારી ચીજ કામ લાગે છે,... ઘરમાં પોતાનું વર્ચસ્વ રહે છે,..... પોતાને પત્ની કે છોકરા પૂછી પૂછીને બધું કરે, ઘરખર્ચ કરકસરથી થાય છે,.... વગેરે વગેરે બાબત મનને પસંદ છે. આ પસંદનાપસંદ બાબતો અંગે મનના બહુ રાગ દ્વેષ-રહે, પસંદગીનું કેમ બને, યા બન્યું છે તો કેમ ટકે; નાપસંદ બાબત કેમ ટળે, ભવિષ્યમાં ન બને, વગેરે પર મન તન્મય થાય એ આર્તધ્યાન. આ પરથી જીવનમાં તપાસવા જેવું છે કે ઈષ્ટ-અનિષ્ટ બાબતો કેટલી ? અને એના અંગે આર્તધ્યાન કેટલી કેટલી વાર ? મન એમાં ક્ષણભર પણ તન્મય થાય, ચોર્ટ, એ આર્તધ્યાન છે. મનની એમાં અર્તિ છે, પીડા છે, પછી ભલે મનગમતી બાબતમાં મન હાશ કરે કે, ઠીક બની હવે બરાબર ચાલે તો સારું, તો ય તેમાં મનની ગુલામી છે, ગળિયાપણું છે, Nervousness શૈથિલ્ય માંદાપણુ છે, એ અંર્તિ મનની પરવશતા એ અર્તિ જ કહેવાય. માટે એ અંગેનું ધ્યાન એ આર્તધ્યાન થયું ગણાય. જેવું ઈષ્ટ-અનિષ્ટ અંગે આર્તધ્યાન, એવું રોગ-વેદના તકલીફ અંગે પણ આર્તધ્યાન હોય છે. એના જ વિચાર, વૈદ્ય-ડાકટરના ને દવા-ઉપચારના વિચાર, અનુપાનના, પરેજીના વગેરે વિચાર મનને પકડી લે, એ આર્તધ્યાન. એમ રોગ-વેદના તકલીફમાં હાય વોયમાં મન લાગી જાય, અરેરે ! કેટલી બધી પીડા ? ક્યાં આ આવી ? મને ને આ ? હું નિયમિત ચાલનારો, ને મને ટી.બી. ? કેન્સર ?.... એવી હાયવોયમાં મન પડે ત્યાં આર્તધ્યાન લાગે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪૨ | ધ્યાન અને જીવન આ જગતના જીવનમાં આર્તધ્યાન માં લેવા જવું પડે એમ છે? ડગલે ને પગલે ઈષ્ટ, અનિષ્ટ, કે રોગ-તકલીફ આદિની પીડાની બાબતો ખરી જ હોય છે. ત્યાં મન એની ગડમથલમાં ક્ષણવાર પણ પડે કે લાગ્યું આર્તધ્યાન. એવી પાર વિનાની બાબતો! અને તે નિમિત્તે પાર વિનાના આર્તધ્યાન ! ધ્યાન-યોગમાં દુર્દશા : આજે દુનિયામાં ધ્યાન અને યોગની વાતો બહુ થાય છે. ત્યાં માણસને એના નાદ લાગી, ઘડી કોઈ જાપ-ધ્યાને લઈને બેસવાનું મન થાય, બેસતો થાય, એમાં વળી કાંઈક સ્વપ્ન આવ્યું, કે ચમત્કાર બન્યા જેવું લાગ્યું, એટલે પછી સંતોષ વાળવાનું મન થાય છે કે હાશ ! હવે આપણને માર્ગ જડ્યો, યોગીનો રાહ મળી ગયો. પેલા બહુ ક્રિયા કાંડ કરનારા જુઓને, એમનાં એમાં મન માં ઠેકાણે રહે છે ? વેદિયાની જેમ ગતાનગતિ ચાલે છે. આપણને જાપમાં મન બરાબર લાગે છે... આમ ક્રિયાકાંડ પર અભાવ, ને જાતના માનેલા ધ્યાન-યોગ પર સંતોષ થઈ આવે છે આવો અભાવ એ કેવી દુર્દશા ? પરંતુ ખરે તો એ નથી જોવાતું કે વા-૧ કલાકના ધ્યાન-જાપ સિવાય બાકી આખા દિવસમાં આર્તધ્યાન કેટલાં ચાલે છે? એ જાપ ધ્યાનમાંય કદાચ એમ રહેતું હશે કે ચાલો, ઘરનું કુટુંબનું દુકાન-ધંધા-વેપારનું સરખું કરી રાખ્યું છે એટલે ફિકર નથી. એમ જાપ ધ્યાન વખતે ય દુન્યવી ઈષ્ટની નિરાંત બેઠી હોય, મન એથી મસ્ત હોય તો ત્યાંય આર્તધ્યાન ક્યાં છૂટે એમ છે ? સંભવ છે પેલા ક્રિયાકાંડવાળાને આર્તધ્યાનના અનુભવ કાંઈક ઓછા હોય; કેમકે એ ક્રિયાકાંડ પાછળ ધર્મની શ્રદ્ધા જે કામ કરતી હોય છે એ આર્તધ્યાનનો ભય લગાડે છે, તેથી એ આર્તધ્યાનના પ્રસંગમાં મન વાળી લે છે, કે - ઈષ્ટ-અનિષ્ટની નાની નાની બાબતોમાં શા બહુ લેખાં માંડવા ? જેવું હોય તે ચાલે એમ, સહેજ રોગપીડા આવી તો એની બહુ ચિંતા શી કરવી ? એ તો શરીર છે તે સહેજ આદુંપાછું ય થાય... આમ ધર્મશ્રદ્ધાના બળ પર મન વાળી લેવાય, મનનું સમાધાન કરી લેવાય એટલે આર્તધ્યાન એટલું જોરમાં ને વાત વાતમાં ન ચાલે. પ્ર૦ - તો શું જાપ-ધ્યાન-યોગવાળો આમ મન ન વાળી શકે ? ઉ૦ - વાળી શકે, પણ પેલા જેવી એવી ધર્મશ્રદ્ધા-શાસ્ત્રશ્રદ્ધા હોય તો વાળી શકે ને ? પણ જો એ શ્રદ્ધા હોય તો ક્રિયાકાંડ પર સૂગ કરે ? અભાવ કરે ? ક્રિયાકાંડઆચારમાર્ગ પર અભાવ થાય છે એ સૂચવે છે કે શાસ્ત્ર બતાવેલ આચારમાર્ગ કે જેના પર આજ સુધી શાસન ચાલ્યું આવ્યું છે, ને ધર્મ ટકી રહ્યો છે, એના પર શ્રદ્ધા નથી. શાસ્ત્રોકત ક્રિયાકાંડ-આચારમાર્ગ પર શ્રદ્ધા નહિ એટલે એને કહેનારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા ક્યાં રહી ? Page #288 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનું સ્વરૂપ ( ૪૩ શાસ્ત્રશ્રદ્ધા નહિ, તો પછી શાસ્ત્ર પાયામાં જે આર્તધ્યાનથી બચવા માટે આર્તધ્યાનનાં સ્વરૂપ ઓળખાવ્યાં એના પર લક્ષ રાખવાનુંય કયાં રહે ? ને એથી બચવાનો પ્રયત્ન પણ શું થાય ? લક્ષ રાખ્યું માત્ર જાપ-ધ્યાન લઈ બેસવાનું, પછી બીજી બાજુ નહિ, તે શું કામ એ ઓછાં કરવાનું સંભાળે? એ તો જે આર્તધ્યાનનાં સ્વરૂપને સારી રીતે ઓળખે ને લક્ષમાં રાખે, એને એમ થાય કે “અરે ! આ ડગલે-પગલે આર્તધ્યાન કરી કરી આ ઊંચો ભવ કાં બગાડું ? શું તુચ્છ જડની બાબતોમાં આર્તધ્યાન કરી કરી કિંમતી માનવભવ બગાડવાનો ? આમાં મારું પરભવે શું થાય ?’ એમ ભય લાગે. જાપ-ધ્યાનથી ભવ સુધારવાનાં લક્ષ કરતા અશુભ આર્ત-રી ધ્યાનથી ભવને ન બગાડવાનું લક્ષ રાખવું પહેલું જરૂરી છે. આનો એ અર્થ નથી કે, જમ્પ-ધ્યાન ન કરવા, પરંતુ કહેવું એ છે કે એમાં ઈતિકર્તવ્યતા ન માનવી. એમાં એવો સંતોષ ન માનો કે જે આર્તધ્યાનનો વિચાર જ ન કરવા દે, આર્તધ્યાનનાં સ્વરૂપ પર લક્ષ જ ન જવા દે, આર્તધ્યાનનો ભય જ ન થાય. આર્તધ્યાનથી થતી ખરાબીઓનો ભય હોય તો એ મિટાવવા ખાસ પ્રયત્ન રખાય. માટે હવે આ વિચાર કરીએ કે આર્તધ્યાનના કુળમાં શી શી ખરાબીઓ ઊભી થાય છે. એ ખરાબીઓનો ખ્યાલ રહે એટલે હાય ! આર્તધ્યાનથી આમ ભવ બગાડવો? એમ ભય લાગે, ને એથી બચવાનું કરાય. ત્યારે હવે આ જોવાનું આવ્યું કે આર્તધ્યાનથી કેમ બચાય ? (૨) આર્તધ્યાનથી બચવાના ઉપાય : આર્તધ્યાન જીવને આ જગતના બહુપદાર્થો ઈષ્ટ-અનિષ્ટ યાને ગમતા-અણગમતા કરવાથી થાય છે. નાના નાના મામુલી બાબતમાં પણ આ મને ફાવે, આ ન ફાવે; આ અનુકૂળ આ પ્રતિકૂળ,’ એ ભય રાખ્યાથી એના અંગે આર્તધ્યાન ચાલે છે. માટે આર્તધ્યાનથી બચવા ઉપાય આ, કે પહેલાં તો એવી મામુલી બાબતોને મહત્ત્વ ન આપતાં એમાં ગમતું-અણગમતું ન કરવું. મનને સમજાવી દેવું કે મહાન મોક્ષનું ધ્યેય રાખનાર તારે વળી આ તુચ્છ બાબતમાં ફાવે ન ફાવે શું? ચાલે, જે આવ્યું તે ચાલે. ઉનાળામાં સહેજ ઠંડો પવન આવ્યો એમાં રાજી રાજી શું થયું? ને સહેજ ઠંડો પવન આવ્યો એમાં રાજી રાજી શું થયું ? ને સહેજ ગરમી વધી એમાં વ્યાકુળ શું થયું ? સ્વર્ગનીય શાતાથી અનંતીવાર જોઈ નાખ્યા છતાં શાતાની ભૂખ નથી મટી; ને નરકની દારુણ ગરમી અનુભવી લીધી એની આગળ વર્તમાન ગરમી કશી વિસાતમાં નથી, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૪ | ધ્યાન અને જીવન માટે અહીંની ઠંડક ગરમીમાં કશા માલ નહિ. એના પર તારું વર્ચસ્વ નહિ, માટે જે આવે એમાં મધ્યસ્થ ભાવ રાખવો. જગતનું ત્રણેય કાળનું સ્વરૂપ વિચારવું. એમાં પુદ્ગલોના ભાવના પલ્ટા અનંત દેખાશે. ત્યાં એકાદ ભાવ પર એને અંતિમ સ્થાયી ઈષ્ટ માની શું ઝૂકી પડવું ? કે અનિષ્ટ માની શી એનાથી બહુ નફરત કરવી ? જગત પલ્ટાતું છે, પુદ્ગલો ય પલ્ટાતા છે, અને જીવોની પરિસ્થિતિ તથા એના દિલના ભાવ પણ પલ્ટાતા છે. તેથી શું સારા નરસા ગણાતા જડ પુગલના ભાવ કે સગાસ્નેહી કે વિરોધી માનેલાની પ્રવૃત્તિ યા દિલના ભાવ, એ કશા ઉપર મદાર બાંધવા જેવો નથી, એમાં રાગ કે દ્વેષ અને હરખ કે ખેદ કરવા જેવો નથી. એની વચ્ચે સમભાવ સમદષ્ટિ રહેવું, ન રાગ તરફ તણાવું કે ન દેષ-અરુચિ-કંટાળાતરફ! આમ વારંવાર ભાવના કરતા રહેવાથી મન એ બાબતોને બહુ મહત્ત્વ ન આપે એટલે એનાં નિમિત્તે આર્તધ્યાન થાય નહિ. ઈષ્ટ કે અનિષ્ટ ગણે તો આર્તધ્યાન થાય ને ? પલ્ટાતા ભાવ ઈષ્ટ શા ? કે અનિષ્ટ શા ? (૨) આર્તધ્યાન રોકવા બીજો ઉપાય એ કે ધર્મના આચાર અનુષ્ઠાનનું વિશેષ મહત્ત્વ માનવું, અને એમાં તન-મન-ધનની, વાણી-વિચાર-વર્તાવની અને તન-ધનનો સારો એવો ભોગ આપવાની બધી શક્તિ ખરચતા ઉલ્લસિત રહેવું. એમ શક્તિ ખરચી ભોગ આપીને આચારો-અનુષ્ઠાનો બજાવતા રહેવાથી મન પર ધર્મનું મહત્ત્વ સક્રિય રીતે અંકિત થાય છે, પ્રમાદ ઓછો થાય છે, પાપની નફરત ઊભી થાય છે, શાસ્ત્રકારો જ્ઞાનીઓ, શાસ્ત્ર, અને પૂર્વે ધર્માચારો-ધર્મક્રિયાઓ-ધર્મસાધનાઓ સાધી ગયેલા પ્રખર મહાપુરુષો પર આસ્થા વધે છે. આ શ્રદ્ધાની વૃદ્ધિ અને સ્વયં આચારપાલન મનને પાપ સંસારનું અને જગતના પદાર્થોનું મહત્વ ઘટાડે છે. એ અંગે વ્રત નિયમમાં અવાય છે. એમ ઈષ્ટ અનિષ્ઠ માનવું ઓછું થવાથી આર્તધ્યાન ઓછું થાય છે. આ આચાર અનુષ્ઠાનમાં જિન વચનનો શાસ્ત્રનો અભ્યાસ અધ્યયન પણ આવે છે. એ જેમ જેમ વધે તેમ તેમ નવ નવી તત્વની ઓળખ થતી જાય, એના વારંવાર ચિંતન મનનથી મન એનાથી રંગાતું જાય ભાવિત થતું જાય, એટલે પણ બહુ ઈષ્ટ અનિષ્ટ કરવાની ભાંજગડ ઓછી કરાય; તેમજ રોગ પીડા તકલીફનું ય મહત્ત્વ ઓછું આંકી હાય વોય ને આર્તધ્યાન ઓછું કરાય. જિનવચનનો બહુ અભ્યાસ કરતાં આત્મદષ્ટિ ખીલતી જાય છે. મનનો જડ પદાર્થો કરતાં પોતાના આત્મા પર વિશેષ ઝુકાવ રહે છે. આમ, આત્મદષ્ટિ મુખ્ય બને, વિશેષ તરવરતી બને, એટલે કાયાના રોગ, પીડા વગેરેને આત્મદષ્ટિએ મૂલવવાનું થાય, અર્થાત્ આત્માની જ્ઞાનાદિ સંપત્તિને એ કશું Page #290 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચ ૪૫ નુકશાન કરી શકતા નથી, ઉલટું એ રોગ-પીડાદિ આત્માના અશુભ કર્મ કચરા સાફ કરે છે એ આનંદનો વિષય છે, એમ મનના ભાવ રખાય પછી રોગ નિમિત્ત આર્તધ્યાન શું કામ થાય ? મુનિને રોગમાં આ ભાવ રહેવાથી આર્તધ્યાન નથી. એમને જિન વચનનો બહુ અભ્યાસ છે. તેમ પવિત્ર આચાર અનુષ્ઠાનનું ધરખમ પાલન છે. એથી મન ખડતલ બને છે. મન ધર્મનું વાવે તો ખડતલ મજબૂત સાત્ત્વિક બને પણ એ વિસારી વિષયોની ગુલામી જ સેવે તો એવું કયાંથી બને ? મન સાત્ત્વિક બનાવવા માટે બાહ્ય અભ્યન્તર તપ બહુ ઉપયોગી છે. એમાં બાહ્ય તપની વિસ્તારથી વિચારણા થઈ; ને આભ્યન્તર તપમાં પ્રાયશ્ચિત્ત તથા વિનયની વિચારણા થઈ. હવે વૈયાવચ્ચ નામના આભ્યન્તર તપની વિચારણા કરીએ. ૫ આભ્યન્તર તપ ત્રીજો-સેવા વૈયાવચ્ચ હવે વૈયાવચ્ચ ‘નામના આભ્યન્તર તપને જોઈએ. વૈયાવચ્ચ એટલે સેવા શુશ્રૂષા-માવજત એ સાધુ સાધ્વીની હોય યા સંઘની હોય. અહીં એક પ્રશ્ન થાય. પ્ર૦ - વિનય-વૈયાવચ્ચમાં તો શારીરિક કષ્ટ ઉઠાવવાનું છે તો એ ‘કાયકલેશ’ નામના બાહ્ય તપમાં ગણાય, આભ્યન્તર તપમાં કેમ ગણાય ? ઉ૦ - કાયકષ્ટથી ભલે એ બાહ્ય તપરૂપ હો, પરંતુ એટલા માત્રથી એ વિનય વૈયાવચ્ચરૂપ નથી. પૂર્વે કહ્યું છે તેમ એ કોઈ પણ પૌદ્ગલિક લાલચ વિના ખરેખર પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનરૂપ આરાધાય તો જ એ સાચા વિનય અને વૈયાવચ્ચ છે, એટલે આભ્યન્તર દિલમાં એવી કોઈ લાલચ ન હોવી અને શુદ્ધ પ્રીતિ-બહુમાન સાથે વિનય વૈયાવચ્ચનો ભાવ હોવો એ હિસાબે એ આભ્યન્તર તપ છે. લૌકિક આશંસાનો અનર્થ : ત્યારે એમ તો સાધુ પાસેથી કશું લૌકિક ખાટી લેવાની આશાએ કે લોકમાં માનપાન-કીર્તિની આકાંક્ષાથી સાધુની સેવા ચાકરી કરાય એ થોડો જ વૈયાવચ્ચતપ છે ? ત્યાં તો અંતરમાં એક સોદાનો હિસાબ ચાલી રહ્યો હોય છે,- ‘આટલું કરવાથી મને પેલું મળે.’ જો આ હિસાબ ચાલે છે તો એમાં મુખ્ય શું આવ્યું ? પેલું મળવાનું. એટલે મુખ્ય તો રાગ-પ્રીતિ-આદર તો એ લૌકિક દુન્યવી ફળના રહ્યા. દિલમાં સંસ્કાર એના દૃઢ થવાના, પછી વૈયાવચ્ચના કષ્ટના ફળમાં થોડું પુણ્ય મળે, એ આગળ ઉપર લૌકિક ફળ દેખાડે; પણ તેથી શું ? ત્યાં પેલા દુન્યવી વસ્તુના રાગના દૃઢ સંસ્કાર લઈ ગયેલ તે ખૂલવાના, અને એ અથાગ વિષયપ્રીતિ ઊભી કરવાના. ત્યારે એવી અથાગ વિષય પ્રીતિ સાથે વિષયનો ભોગવટો થયા કરે ત્યાં Page #291 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૪૬ પરિણામ શું? પ્રીતિ સાથે વિષયનો ભોગવટો થયા કરે ત્યાં પરિણામ શું ? ગાઢ વિષયપ્રીતિના હિસાબે ગાઢ ચિકણાં અશુભ કર્મના બંધ. એ શું કરશે ? નરકગતિ કે દુ:ખદ તિર્યંચ અવતારો દેખાડશે. બાહ્ય તપમાં આભ્યન્તરની પૂર્તિ : તો બોલો, આભ્યન્તર તપરૂપ નહિ એવી બાહ્ય તપરૂપ દેખાતી સેવા-ચાકરીવૈયાવચ્ચની કષ્ટિ જો ભયંકર પરિણામ સુધી પહોંચતી હોય તો ત્યાં કોરી બાહ્ય કટીથી સંતોષ કોણ માને ? આ બધીય, દુ:ખદ પરિણામોની ધારા અટકાવી દેવાનું સામર્થ્ય આભ્યન્તર તપમાં છે. આપણે માત્ર એ બાહ્ય તપની કટીમાં આભ્યન્તર તપનો અંશ પૂરી દેવાનો છે. પ્ર-૦ બાહ્ય ક્રિયા-કષ્ટિમાં આભ્યન્તર અંશની પૂર્તિ કેવી રીતે કરવી? ઉ૦ - આ રીતે, કે અનુષ્ઠાનની ઊંચી પ્રીતિ-ભક્તિ રાખી સાથે સમજી રાખવાનું કે ‘લૌકિક સુખ-સન્માન ન ઈચ્છું તોય જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સધી આ વૈયાવચ્ચના પ્રખર પ્રભાવે પુણ્યોપાર્જન તો થવાનું જ છે, અને અંતરાયકર્મ પણ તૂટવાના; ને એથી જીવને સમાધિકારક સુખ-સન્માન પણ મળવાનાં જ છે. પછી નાહક અત્યારે એની ઈચ્છા-આકાંક્ષા કરવાની શી જરૂર ? . ઈચ્છી ન ઈચ્છીને મળેલાં સુખસન્માનમાં કેટલો બધો ફરક છે ? ઉલટું એવું ઈચ્છા કરીને મળવાના સુખ-સન્માન તો જીવને ભુલાવનારા મળે છે, બુદ્ધિ બગાડનારા મળે છે, દુર્બુદ્ધિ કરાવનારા સુખ-સન્માન મળે છે. ત્યારે અહીંથી જ એની ઈચ્છા જો છોડી ‘સુખ-સન્માન ગોઝારાં છે, મારે જોઈએ નહિ’ એમ ઈચ્છયું, તો ખૂબી એ કે મોક્ષ ન પામીએ ત્યાં સુધી સુખસન્માન મળે તો ખરાં, ઊંચાં મળે, પરંતુ એ આત્માને એમાં ચિટકાવી ન દે; આત્મા એનું લેશ પણ મહત્વ ન ગણે, એનાથી અલિપ્ત રહે. સુખસન્માન પ્રત્યે અહીં કરેલી ઘૃણાના સંસ્કાર પરલોકે જઈને તાજા થાય, એટલે ત્યાં સુખ-સન્માન પ્રત્યે ધૃણા-અરૂચિ અનાસક્તિ રહે. સુખની અનિચ્છાથી મળેલા સુખમાં અનિચ્છા-અરુચિ ઉભી રહે, એ જ વૈરાગ્ય. ઈચ્છીને મેળવવા કરતાં ન ઈચ્છીને મળનારાં સુખ-સન્માનની વિશેષતાં આ, કે (૧) એ ઉંચાં મળે, અને (૨) એમાં પૂર્વે કરેલ અનિચ્છા-ઘૃણા-અરુચિની અહીં પુનરાવૃત્તિ થાય, પ્રબળતા થાય. એનો અર્થ જવલંત વૈરાગ્ય. ‘ભરતજી મનહી મેં વૈરાગી' ભરત ચક્રવર્તી ચક્રવર્તીપણાના મહા વૈભવ-સન્માનમાં જવલંત વૈરાગ્યવાન હતા, તેથી આરિસાભવનમાં નિમિત્ત મળતાં વીતરાગ સર્વજ્ઞ બની બેઠા. બાહુબળી યુદ્ધની ભૂમિ પર વીતરાગ સર્વજ્ઞ બની ગયા. Page #292 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચે ભરતચકીને મહાવૈભવમાં વૈરાગ્ય શાથી ? ભરત અને બાહુબળ બને ય પૂર્વ ભવમાં મહાન વૈયાવચ્ચ તપની આરાધના કરનારા હતા. ભરતના જીવ બહુમનિએ પોતાના પૂર્વના ચક્રવર્તીના પુત્રપણાને ભૂલી, ૫૦૦ મુનિઓની ગોચરી-પાણી લાવી આપવાની વૈયાવચ્ચ રાખી હતી, બાહુબળના જીવે પૂર્વ ભવે ત્યાં જ સુબાહુ મુનિએ એજ રીતે ૫૦૦ મુનિઓની શરીરશુશ્રુષાની વૈયાવચ્ચ કરવાની રાખી હતી. બંને ય ચક્રવર્તીના ઘરમાં સુખ-સન્માન છોડીને આવેલા, એટલે હવે અહીં મુનિપણામાં એની કામના નહોતી. “આ નાશવંત અને બિભત્સ હાડ-માંસ-રુધિરભર્યા દેહે આટલું બધું ઊંચું ભગવાને ભાખેલુ વૈયાવચ્ચનું મહાન કર્તવ્ય કમાઈ લેવાનું કયાં મળે? એવી વૈિયાવચ્ચના અનુષ્ઠાન ઉપર અથાગ પ્રીતિ-ભક્તિ હતી, માત્ર આ પ્રીતિ-ભકિતના હિસાબે વૈયાવચ્ચ નિરાશંસ ભાવે સેબે જતા એટલે સાથે દુન્યવી સુખ સન્માન પ્રત્યે ધૃણા વૈરાગ્ય ઝળહળતા હતા. આમ, વૈયાવચ્ચના શુદ્ધ પ્રતિભક્તિ-અનુષ્ઠાનનું ઉંચું ભરચક પુણ્ય અને વૈરાગ્યના સંસ્કાર અહીં ભરત-બાહુબળના ભવમાં સાથે લઈ આવ્યા. અહીંની આસકિત પરલોકે :વૈયાવચ્ચના શુદ્ધ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનની આરાધનાએ ભરતને ચક્રવર્તીનાં સુખસન્માન આપ્યાં અને બાહુબળને રાજવી સુખસન્માન સાથે અથાગ અચિંત્ય બળ આપ્યું. એવી ઉંચી વૈયાવચ્ચની આરાધનાથી માગીને આ સમૃદ્ધિ ને બળ મેળવવાનું કર્યું હોત, તો મળવાનો સંભવ હતો, પરંતુ તો પછી સાથે વૈરાગ્ય ન મળત. કેમ કે પૂર્વે પેલું સમૃદ્ધિ અને બળ માગવા જતા પ્રીતિ એના પર ગાઢ રહેવાથી વૈરાગ્ય ગુમાવત; તેથી વૈરાગ્યના દઢ સંસ્કાર ઉભા થયા ન હોત. માગ્યું માટે એના પાકા સંસ્કાર ઉભા થઈને અહીં આવી, એ એમને સમૃદ્ધિબળમાં રાગાંધ અને મોહમૂઢ બનાવત. પછી પરિણામ શું? દુ:ખદ નરકાદિ ગતિ અને ભવચક્રમાં ચિર કાળ ભ્રમણ! પરંતુ અહીં તો સુખસમૃદ્ધિ અને બળની કામના જ નહોતી, ઉલટું એના પ્રત્યે તીવ્ર નફરત અને જવલંત વૈરાગ્ય હતો, માટે જ વૈયાવચ્ચનું શુદ્ધ પ્રીતિભકિત-અનુષ્ઠાન બજાવેલું. એટલે એ વૈરાગ્યના સંસ્કાર અહીં મોકા પર જાગતા થઈ ગયા, ઝળહળી ઉઠયા અને એ વૈરાગ્યે ભરતને આરિલાભવનમાં વટી નીકળી જવાનાં નિમિત્ત પર વીતરાગ બનાવી દીધા, તથા બાહુબળને ભાઈનું માથું ફોડવા ઉપાડેલી મુઠ્ઠીના નિમિત્ત પર ત્યાં યુદ્ધભૂમિ પર જ મહાવિરાગી સાધુ બનાવ્યા, અને બાર મહિને “વીરા મોરા! ગજ થકી ઉતરો' ના બેન સાધ્વીના બોલનું નિમિત્ત મળવા પર વીતરાગ બનાવી દીધા ! Page #293 -------------------------------------------------------------------------- ________________ ४८ | ધ્યાન અને જીવન વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ : વૈયાવચ્ચ એ મહાન સાધના છે. શાસ્ત્ર એને અપ્રતિપાતી ગુગ કહે છે. ‘અપ્રતિપાતી” એટલે પ્રતિપાત ન થાય, નાશ ન થાય એવો ગુણ. તો શું બીજા ગુણ તેવા નથી ? છે, પણ નિયમ નહિ કે તેવા જ હોય. ત્યારે વૈયાવચ્ચ અપ્રતિપાતી હોવાનું કારણ એ છે કે એમાં જે બીજાની સેવા કરવાનું થાય છે ત્યાં નમ્રતા આવે છે, અહંન્દુ તૂટે છે, પરનું કરી છૂટવાનું થાય છે, સ્વાર્થોધતા તૂટે છે. જે સાધનામાં અહત્વ અને સ્વાર્થરસિકતા તૂટે, હાડકાં હરામ કરવાને બદલે બીજાની સેવામાં કામે લગાડાય, એ ગુણ આત્માની સાથે ગાઢ જોડાનારો ગણ બને છે. પ્રતિપાત ન થાય પતન ન થાય ગુણ, માટે એ અપ્રતિપાતી ગુણ. આનું ફળ કેવું? જીવ અાંત્વ, સ્વાર્થોધતા, હરામ હાડકાં, આપમતિ વગેરેના અશુભ ભાવથી લખલૂટ કર્મ બાંધ્યા છે. તો સહજ છે કે એનાથી વિપરીત આ વૈયાવચ્ચમાંના ભાવોનમ્રતા, પરાર્થવૃત્તિ, પરાર્થ, કાયકષ્ટ, જિનાજ્ઞામતિ વગેરેના શુભ ભાવથી જંગી કર્મક્ષય થાય એ સહજ છે. એટલા માટે કે જે ભાવોએ કર્મ બંધાયાં તેથી વિપરીત ભાવો દ્વારા કર્મ છૂટે એમાં વાંધો કયાં? હિંસાના ભાવથી કર્મ બંધાય, તો શું અહિંસાના ભાવથી કર્મ નહિ છૂટે ? આપમતિ : સ્વાર્થોધતા : વિષયાંધતા અહત્વ-આપમતિ-સ્વાર્થોધતા વગેરે અશુભ ભાવોને કરાવનારાં મોહનીય કર્મ છે. એને તોડવા વૈયાવચ્ચ એક મહાન સાધના છે. એમાં લાગ્યા રહેવાથી એ કર્મ તૂટવા સાથે એનાં ફળરૂપ અહત્વ વગેરે અશુભ ભાવો નામશેષ થતા જાય છે. સ્વાથધતા ખરાબ છે, સ્વાર્થોધતા ખરાબ છે,’ એવી માત્ર જપમાળા ગણવાથી કાંઈ એ દુર્ગુણ જાય નહિ. એ તો વૈયાવચ્ચની પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો જ એ સક્રિય પ્રયોગથી સ્વાર્થોધતા કપાતી આવે. જિનાજ્ઞામતિથી આપમતિ તૂટે : ‘એમ આપમતિ ખરાબ’ની માત્ર જપમાળા ગણવાથી એ ન ખસે, કિન્તુ વૈયાવચ્ચ દ્વારા જિનાજ્ઞાતિને સક્રિય સાધતા જવાય તો જ આપમતિ તૂટતી આવે. મનને એમ થાય કે “મારી સ્વાર્થની આપમતિ ખોટી છે, અને સેવા વૈયાવચ્ચની જિનાજ્ઞા ખરી છે. માટે લાવ જિનાજ્ઞાને બજાવતો જાઉ” એમ કરી વૈયાવચ્ચની જિનાજ્ઞા પાળવામાં મન લગાડતો જાય ત્યારે સ્વાર્થની આપમતિ તૂટતી આવે. દુર્ગુણોનો કો સક્રિયતાથી તૂટે : સ્વાર્થોધતા આપમતિ વગેરે દર્ગગોએ આત્મા પર કન્જો જમાવ્યો છે. તે કળ્યો Page #294 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચ ૪૯ એમ ને એમ હટી જશે ? નહિ હટે. એને હટાવવા સક્રિય પ્રવૃત્તિ જોઈશે. તે પણ દીર્ઘકાલ અને સતત ચાલુ રહે તો જ સદ્ગુણોનો કબ્જે જામી દુર્ગુણોનો કબ્જો ઉઠી જાય. કબ્જો બળવાન વૈયાવચ્ચ એ અહંત્વાદિ દુર્ગુણોનો હદય પરથી કબ્જો ઉઠાવી દેવાની મહાન સાધના છે. ત્યારે, અહંત્યાદિનો કબ્જો ઘટતા આવ્યા વિના વીતરાગતા તરફ પ્રયાણ શાનું થાય ? કબ્જાની વાત મોટી છે. કબ્જો બળવાન છે. ઘરધણી કરતાં ભાવાત હકદાર: આજે જુઓ છો ને કે મકાન મોટું અને કિંમતી હોય, રોડ પર આવેલું હોય, પરંતુ જુના ભાડાના વખતથી એમાં ભાડવાત રહેલો હોય, તો એના પર આજે જેવું માલિકનું નથી ચાલતું એવું ભાડવાતનું ચાલે છે. કેમકે કબ્જો ભાડવાતનો છે. એની જ હારોહારની જમીન પર કોઈએ નવું મકાન બાંધી ભાડે આપ્યું હોય તો એને માટે પાઘડી સાથે નવી વધી ગયેલી રકમનું ભાડુ આવે, ત્યારે આમાં પાઘડી ય નહિ ને નવી મોટી રકમનું ભાડુય નહિ. છતાં ય ભાડવાતને મકાન ખાલી કરવા દબાણ ન કરી શકાય એટલો ભાડવાતનો વિશેષ હક રહે છે. કારણ ? કબ્જો એનો છે, કબ્જો બળવાન છે. એમ ‘ખેડે એની જમીન‘ એ સૂત્રે આજે શું કર્યું ? જમીન માલિકોના હાથમાંથી, એ જમીનનો કબ્જો ધરાવનાર ખેડૂતના હાથમાં એ જમીન મૂકી દીધી. કો બળવાન થઈ ગયો. માલિક કરતાં કબ્જાવાળો સ્વતંત્ર હકદાર બની બેઠો. હૈયા પર કબજો કોનો ? બસ, એ જ રીતે આત્મા ભલે શુદ્ધ સ્વરૂપે ઉપશાન્ત અને ઉદાસીન હૃદયનો માલિક હોય. કિન્તુ એમાં પેંધી ગયેલા અહંત્વ, આપમતિ, વિષયાંધતા, સ્વાર્થાંધતા, અને હરામ હાડકાપણાનો જો એ આત્મા પર કબ્જો છે, તો એ સ્વતંત્રતા ભોગવે છે. જેમ ઘર માલિક બીજી ત્રીજી રીતે આગળ વધે, મોટો પૈસાદાર વેપારી થઈ જાય, એની પ્રતિષ્ઠા જામી પડે. પરંતુ પેલા પોતાના ભાડે આપેલા ઘરપર કબ્જો જો ભાડવાતનો છે, તો એ વગડા જેવા પણ ઘરની ઉપર એ માલિકનું કાંઈ ચાલે નહિ. એજ રીતે આત્મા ભલે અહિંસા પાળે, તપસ્યા કરે, શાસ્ત્રોની વિદ્વત્તા મેળવે, આમ બીજી બીજી રીતે એ આ અહિંસાદિ સંપત્તિથી શ્રીમંત થઈ ગયો હોય, પરંતુ જો હૃદય પર કબ્જો અહંત્વાદિનો છે, તો સ્વતંત્રતા એ અહંત્વાદિની ચાલવાની શી ? શ્રીમંતના પણ ભાડે આપેલ ઘર પર કબ્જો ભાડવાતનો, એમ વિદ્વાન તપસ્વીનું પણ હૈયું જો અહંત્વને, તો એ હૈયા પર કબ્જો અહંત્વનો. ત્યાં પછી આત્મા અહંત્વને પરતંત્ર. હૃદય પર અહંત્વનું ચાલે આત્માનું નહિ. Page #295 -------------------------------------------------------------------------- ________________ (૫૦) | ધ્યાન અને જીવન | હૃદયના માલિક આત્માનું કશું ચાલે નહિ, એ અહિંસાદિ આને કાંઈ કરી શકે નહિ. પણ એટલું તો જુઓ છો ને કે અનંતા માનવ-ભવ પણ જીવે મેળવ્યા અને એમાં અસંતી વાર ચારિત્ર લઈ અહિંસાદિ સંપત્તિ પણ મેળવી, કિન્તુ મહત્વઆપમતિ વિધ્યાંધતા, સ્વાર્થોધતા, અને હરામહાડકાપણું જો હૃદય પર કન્જો જમાવી પડયા હતા તો એ અહંવાદિ ઉપર એ સંપત્તિની લાગવગ કે વર્ચસ્વ કશું પહોંચ્યું નહિ. એ સંપત્તિઓ તે તે ભવના અંતે ઉભી રહી ગઈ અને જીવ ભવ ચક્રમાં ભટકતો રહ્યો તે આજ સુધી હજી એના પર કન્જો હજીય અહંવાદિનો અનુભવાય છે ! બોલો, હૈયાનો રસ ક્યાં ? અને લૂખાશ કયાં ? સાચું કહેનારા કહે છે કે 'ભાઈસાબ ! રસ તો પૈસા કમાવવા, સારું સારું ખાવુંપીવું, કુટુંબ સાથે બેસવું, વગેરે વગેરેમાં આવે છે. જ્યારે દેવદર્શનાદિ ક્રિયાઓ ત્યાગ, તપસ્યા વગેરે તો લુખા દિલથી થાય છે' કેમ આમ ? કહો, ક્રિયા પર કજો અહંત્વ, આપમતિ, વિષયાંધતા અને સ્વાર્થોધતાનો રાખ્યો છે, તેથી પેલા દેવદર્શનાદિની સુવાસ જ હૈયે ફેલાતી નથી” “સુવાસ” એટલે એનો હરખ; એ મહાનિધાન લાગે. ક્રિયા પર અહત્વતાદિના કન્જાનો આ જુલ્મ છે કે અનંતી અનંતી ધર્મક્રિયાઓની પાગ હૈયે સુવાસ નહિ ! એ ધર્મક્રિયાઓને આત્મતારક ન બનવા દે! ભવનાં બંધન ન કાપવા દે ! ઉલટું ભવવર્ધક બનાવે ! આત્માનું અધ:પતન હિંસા-વિષયસંગ-પરિગ્રહ વગેરે પાપક્રિયાથી થયું છે, પરંતુ વિશેષ તો એ પાપ-ક્રિયાની-પાપોની સુવાસથી થયું છે. પાપોની સુવાસ છે એટલે, (૧) હૈયે એ પાપ ક્રિયાઓનું મહત્વ બેસી ગયું છે. (૨) એ હોય તો જીવાય એમ લાગ્યું છે. (૩) એનો રસ લાગી રહ્યો છે. (૪) એમાં સુખકારિતા લાગી રહી છે. (૫) આનું પરિણામ મનમાં નકરું આર્તધ્યાન રહ્યા કરે છે. એથી આત્માનો અધ:પાત, કર્મના બંધન, અને ભવના ફેરા થયે જ ગયા છતાં એ મહા અનર્થ દેખાતા નથી, એનો ભય-ફફડાટ નથી. ધર્મની સુવાસ લાવવા ૧૧ ઉપાય : હવે જો એનું નિવારણ કરવું હોય તો હૈયામાં પ્રતિસ્પર્ધી સુવાસ ઊભી કરી દેવી જોઈએ, (૧) પાપક્રિયાઓને બદલે અહિંસાદિની, વિષયત્યાગની, અપરિગ્રહની, પ્રેરક ધર્મક્રિયાઓની, સુવાસ-મમતા-મહત્ત્વ-મૂલ્યાંકન ઊભાં કરવા જોઈએ. (૨) એમાં જ સુખકારિતા લાગે (૩) એનો જ રસ રહે. એ કેમ બને ? (૪) અહંત્વ Page #296 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચે ( ૫૧ આપમતિ વગેરે પડતા મૂકાય, (૫) સર્વજ્ઞ વીતરાગ ભગવાનનું શરણું લેવાય, (૬) એમનાં વચનને જ મહત્વ અપાય, (૭) એમની આગળ જાતની કશી વિશેષતા ન લાગે, (૮) સર્વજ્ઞવચનની આગળ પોતાના અભિપ્રાયની કોઈ કિંમત નહિ એમ હૈયે ઠસી ગયું હોય, (૧૧) આત્માના અધ:પાતાદિ અનર્થનો ભય ઊભો થઈ જાય.. આવું બધું થાય ત્યારે ખરો ધર્મનો રસ, ધર્મક્રિયાની સુવાસ હૈયે વસે. વાત આ છે કે વૈયાવચ્ચમાં અહલ્વાદિ તૂટવાથી એ અપ્રતિપાતી ગુણ બને છે. વૈયાવચ્ચથી શા લાભ ? સાધુસેવા વૈયાવચ્ચથી શા લાભ ? :(૧) સાધુસંત અને ધર્માત્માઓની વૈયાવચ્ચ આ વસ્તુ ઊભી કરી આપે છે. કેમકે પહેલું તો સાધુસંત સાચા લાગે છે કે જે પોતે સ્વછંદપણે અને આપમતિએ વર્તનારા નહિ, કિન્તુ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનાં વચનને જ અનુસરી સાધુતાને પાળનારા હોય છે. એટલા જ માટે જો એ સાધુ સંતની સેવા વૈયાવચ્ચ કરવાનું મન થાય છે, તો એથી જ ત્યાં પહેલાં તો સર્વજ્ઞ ભગવાન અને એમનાં વચનને જ આગળ કર્યા, અને પછી સાધુસેવા કરી, એટલે જાતનું અહત્વ આપમતિ તૂટે એ સહજ છે. (૨) વળી સાધુ વિષયત્યાગી હોઈ સેવ્ય કર્યા એટલે વિષયો પ્રતિ ગ્લાનિ આવી. વિષયો જ સર્વસ્વ લાગતા હોય તો એના ત્યાગીનું મહત્ત્વ શાનું લાગે ? શું કામ એમની સેવા થાય? વિષયત્યાગી સાધુઓની સેવા ગમે છે, વૈયાવચ્ચ થાય છે, એ પોતાના અંતરમાં વિષયો ખટકવા પર, ખરાબ લાગવા પર, વિષયોમાં વિષબુદ્ધિ જાગવા પર. એટલે પછી ત્યાં વિષયાંધતા શાની ઊભી રહે ? અને કદાચ વિષયમૂઢતા થોડી ઘાણી નડતી હોય તો ય સાધુસેવાથી એમના સમાગમે અને ઉપદેશે એ કપાતી આવવાની. (૩) એમ, સાધુસેવા-વૈયાવચ્ચમાં, પોતાના સ્વાર્થનાં કામ છોડીને લાગ્યા, સાધુ પાસેથી કશો સ્વાર્થ નથી સાધી લેવો, માત્ર એ સ્વયં ગુણિયલ છે, બીજાને ગુણિયલ બનાવનાર છે, એટલા માટે પોતાની સ્વાર્થમાયા ત્યાગીને સાધુની વૈયાવચ્ચમાં લાગ્યા; ત્યાં સહેજે સ્વાર્થધતા કપાઈ. જો પૈસા-ટકા કે સમાજમાં માન-સન્માન વગેરે કોઈ તુચ્છ લાલચથી સાધુસેવા કરી, તો એ ખરેખર તો સાધુની સેવા નહિ, પણ એ તુચ્છ ધન આદિની જ સેવા કરી ગણાય. ચોકખી નીતરતી સાધુસેવા તો એવી તુચ્છ ધન આદિની લાલચ વિનાની જ હોય. શુદ્ધ સેવા પર ભાગવતનું દષ્ટાંત :શાસ્ત્રમાં એક પ્રસંગ આવે છે. એક ગામમાં એક સજ્જનની પાસે એક કથાકાર ભાગવત જઈ કહે છે, “મારે અહીં ચોમાસું રહી લોકોને ધર્મકથા સંભળાવવી છે, Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૫ર | ધ્યાન અને જીવન પેલા સજ્જનને ખુશી થઈ કહ્યું અમારા અહોભાગ્ય ! ભલે મારે ત્યાં જ રહો અને કથા કરો. પરંતુ એટલું બરાબર ધ્યાનમાં રહે કે મારું કશું કામ તમારે કરવાનું નહિ.” કેમ એમ !' એટલા જ માટે કે મને ખરેખરો સેવાનો લાભ મળે.” કથાકાર ભાગવત કહે 'ભલે.' સજ્જન કહે છે, “પણ જુઓ જે વખતે મને લાગ્યું કે તમે મારું કામ બજાવ્યું, એ જ વખતે તમે મારે ત્યાંથી છૂટા.” કથાકારે કબૂલ કર્યું. ત્યાં એ રહ્યો અને કથા કરે છે. સજ્જન એની સેવા કરે છે. એકવાર એવું બન્યું કે આ સજનનો ઘોડો ચોરાયો. સવારે ધમાલ ચાલી- ઘોડો ક્યાં ગયો ? સજ્જનના માણસો તપાસ કરે છે, પણ પત્તો લાગતો નથી. એમાં આ કથાકારને બહાર ફરવા જવાનું થયું. ત્યાં જંગલમાં એક ઠેકાણે એ ઘોડો બાંધેલો જોયો. એણે વિચાર્યું કે મારે ઘરે જઈ ઘોડાની ભાળ તો દેવાય નહિ, કેમકે એમાં સજજનનું કામ બજાવ્યું ગણાય. પરંતુ આવો કિંમતી ઘોડો એ બિચારો ગુમાવે એ ઠીક નહિ, તેથી આડકતરી રીતે એની ભાળ એને આપી દેવી જોઈએ. એમ વિચારી કથાકારે ત્યાં ઘોડાની નજીકમાં પોતાનો રૂમાલ નાખી દઈ ઘરે આવી સજનને કહ્યું, હું બહાર ફરવા ગયો હતો, આ આ રસ્તે ગયો હતો, ત્યાં રસ્તામાં મારો રૂમાલ પડી ગયો છે. તો જો તમારો કોઈ નોકર તપાસ કરી લાવી આપે તો ઠીક.” એ સજજન ઘોડો ચોરાયાની ચિંતામાં હતો છતાં સમજતો હતો કે ઘોડો મળવાનું તો ભાગ્યને આધીન છે, જ્યારે સેવાનું કાર્ય પુરુષાર્થને આધીન છે, મારા હાથની વસ્તુ છે. તો એ વધાવી લેવું.” એટલે આ સેવાનું કામ મળ્યું તેથી ખુશી થયો, અને નોકરને રૂમાલની તપાસ કરી મળે તો લઈ આવવા કહ્યું. નોકર ઊપડ્યો; અને તપાસ કરતાં રૂમાલ તો મળ્યો, પણ સાથે પેલો ત્યાં બાંધેલો ઘોડો પણ લઈ આવી શેઠને સોપ્યો. શેઠ પૂછે, “અલ્યા ! આ ઘોડો ક્યાંથી મળ્યો ?' નોકર કહે છે, એ તો સાહેબ ! રૂમાલની નજીકમાં જ ઘોડો બાંધેલો હતો, તેથી રૂમાલ શોધતાં સહેજે એ મળી આવ્યો.' આ સજ્જન શેઠ બુદ્ધિમાન હતો તેણે તરત કલ્પના કરી કે જરૂર કથાકારે ફરવા જતાં ઘોડો જોયેલો, પણ મારું કામ ન કરવાના હિસાબે એણે સીધી એની ભાળ મને ન આપતાં, ત્યાં રૂમાલ નાખી દઈ આ રીતે રૂમાલના બહાને આડકતરી રીતે Page #298 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચે ૫૩ ) ઘોડાની ભાળ આપવાની આ ચતુરાઈ કરી લાગે છે.” એટલે એણે કથાકાર પાસે આવી એનો રૂમાલ આપતાં કહ્યું, - લ્યો આ તમારો રૂમાલ તો મળી આવ્યો. પરંતુ હવે તમને રજા છે. તમે અહીં નહિ રહી શકો. તમે શરતનો ભંગ કર્યો.' ‘શી રીતે ?' ‘તમે મને આડકતરી રીતે ઘોડાની ભાળ આપવાના હિસાબે જ આ રૂમાલ ત્યાં પાડી નાખી એની તપાસ કરાવવાની યુક્તિ કરી. આપણે શરત હતી કે મારે તમારી સેવા કરવી અને તમારે મારું કશું કામ નહિ કરવું, તમે આ મારું કામ કરી શરતનો ભંગ કર્યો માટે હવે બસ, તમને રજા છે.' કથાકાર કહે “અરે ભલા ભાઈ ! એટલામાં શું બગડી ગયું? એમાં તમારી ઘોડાની ચિંતા મટી ને ?' સજને કહ્યું, “સાહેબ ! માફ કરો. હું સમજું છું કે આ સંસારનો કારભાર કરવો એ નિષ્ફળ મજૂરી છે, આ ઉત્તમ માનવભવમાં પરમાત્માની સેવાને બદલે માયાની વેઠ છે, વિટંબણા છે. એથી મારા આત્માની અધોગતિ છે. એમાંથી બચાવનાર સાધુસંતની સેવા છે, પણ તે નિષ્કામ ભાવે થાય તો. એટલા જ માટે મે તમને પહેલેથી કહ્યું હતું કે ખુશીથી હું તમારી સેવા કરીશ, અને તમારે મારું કશું કામ નહિ કરવાનું જેથી આ બધી માયાની વેઠથી આત્મા પર ચડતા માયાના બંધનના ભારમાંથી કાંઈક વળતર મળે, શુદ્ધ પુણ્યની પ્રાપ્તિ થાય, તો સદ્ગતિ મળે. પરંતુ તમે તો આડકતરી રીતે ઘોડાની ભાળ આપીને મને માયાની સગવડ કરી આપી, એટલે મારે ભાગે તો શુદ્ધ સાધુસેવાને બદલે માયાની સેવા જ આવીને ઊભી રહી. જીવનમાં ઘરખટલામાં તો માયાની સેવા કપાળે લખાયેલી છે જ, પરંતુ સાધુસંત પાસેથી પાપી માયાની સેવા લેવી એને હું મહા અધમ કાર્ય ગણું છું. જે તારવાનું કામ કરનારા છે એની જ પાસે ડૂબાડવાનું કામ કરાવવું એ મહા અધમતા છે, માટે માફ કરો. મારે તો આજ સુધી કરેલી બધી સેવા આ માયાનું કામ લેવાથી વટાવાઈ ગઈ. હવે એનાં ફળરૂપે સદ્ગતિનું પુણ્ય શાનું ઊભું રહે ?” કથાકારને બોલવાની જગા જ ન રહી. એને રજા મળી. અહીં એક સવાલ થાય, પુણ્યની ઈચ્છામાં નિષ્કામતા ક્યાં ? : પ્ર0- સાધુસેવાથી પુણ્ય મળવાની ઈચ્છા તો રહી; પછી એમાંય નિષ્કામતા ક્યાં આવી ! ઉ૦ - આ પુણ્ય કોઈ પૈસા-ટકાની માયા પામવાના ઉદ્દેશથી નથી ઈચ્છતું; કિન્તુ Page #299 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૫૪ સારી ગતિ અને સારી ધર્મસગવડ અને સારી બુદ્ધિ મળે એટલા માટે, અર્થાત્ સારી ગતિ મળવાના યાને પરલોક સુધરવાના ઉદ્દેશથી ઈચ્છવામાં આવે છે. એમાં વળી પરલોકમાં સારી બુદ્ધિના લીધે સુંદર ધર્મસાધના થાય એટલે આગળ એથી ય વધુ સારી સગવડ મળે, બળ મળે, સારો પુરુષાર્થ થાય. એમ કરતાં અંતે મોક્ષ સુધી પહોંચી જવાય. સરવાળે મોક્ષ થવાની ઈચ્છાથી જ ધર્મ કરતાં પ્રબળ ધર્મની સગવડ માટે પુણ્ય ઈચ્છાય એમાં નિષ્કામતા જ છે. મોક્ષની ઇચ્છામાં નિષ્કામતા : પ્ર૦- કેટલાક કહે છે કે મોક્ષની પણ ઈચ્છા કરાય ત્યાં નિષ્કામતા ક્યાં આવી? ઉ નિષ્કામતા એ રીતે કે મોક્ષ એટલે કોઈ ચીજ સ્થાન કે સન્માન નથી, કિન્તુ સ્વાત્માની કર્મ-મુક્ત નિર્મળ અવસ્થા છે. એની ઈચ્છામાં કાંઈ સકામતા નથી. વળી અહીં પહેલાં એ જુઓ કે નિષ્કામ ધર્મસાધના કરવાની કહી એમાં નિષ્કામતા રાખવાની શા માટે ? અર્થાત્ ત્યાં બીજી કશી સુખ-સન્માનાદિની કામના ઈચ્છા કેમ નહિ રાખવાની? નિષ્કામ ધર્મનાં બે કારણ છે, (૧) એક તો એવી ઈચ્છા રાખવામાં ખોટું એ, કે મનમાં પ્રધાન એ સુખ-સન્માન થઈ જાય અને ધર્મ ગૌણ થઈ જાય ! ધર્મ તો એ સુખ-સન્માનના એક માત્ર સાધન તરીકે જ ઈચ્છાવાનો, મુખ્ય ઈચ્છા તો સુખસન્માનની. તો ધર્મ કરતાં દુન્યવી સુખસન્માન વધુ ગમી જાય પછી હૈયે ધર્મનો ફોર્સ વધુ ક્યાંથી રહેવાનો ? અને ફોર્સવાળા (વેગ અને તાકાતવાળા) ધર્મ વિના મોક્ષ તરફ આગળ કેમ વધાય ? માટે એવો ધર્મ સાધવા નિષ્કામતા જરૂરી, તે નિષ્કામતા આ કે રાગાદિવર્ધક સુખસન્માનાદિની ઈચ્છા નહિ. બાકી મોક્ષની ઇચ્છા રાખવામાં કાંઈ રાગાદિ વધવાના છે જ નહિ; તેથી એ ઇચ્છામાં નિષ્કામતા જ છે. (૨) બીજું નિષ્કામતાનું કારણ એ છે, કે જો ધર્મથી દુન્યવી સુખ-કીર્તિસન્માનાદિની કામના રખાય, તો એ સુખાદિનો રાગ દૃઢ થવાનો; એટલે પછી ધર્મથી ने પુણ્ય બંધાશે તે સંક્લિષ્ટ ભોગ આપનારું બંધાવાનું. એનું પરિણામ એ આવવાનું કે જ્યારે એ પુણ્ય પાકીને ભોગ સામગ્રી મળશે ત્યારે એમાં રાગ-દ્વેષાદિના સંક્લેશવાળા યાને આંધળા ચિકણા રાગદ્વેષ કરાવનારા ભોગ થવાના, યા એ સામગ્રી જ તેવા રાગાદિના સંક્લેશ કરાવશે. ધર્મ કરતાં નિયાણું કરનારની શી દશી થાય છે ? આજ કે ધર્મ કર્યો એટલે પુણ્ય અને એના વિપાકે સામગ્રી તો મળે, પરંતુ એમાં ચિત્તમાં પૂર્વનો લઈ આવેલ રાગાદિનો સંક્લેશ ભારે રહે. વાસુદેવોનું શું થાય છે ? એ જ Page #300 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચ ૫૫ કે એ પૂર્વે નિયાણું કરીને આવતા હોવાથી અહીં ભારે સંક્લેશ અને એનું ફળ નરકગતિમાં પ્રયાણ ! સુભૂમ-બ્રહ્મદત્ત ચક્રવર્તીની પણ એજ દશા થઈ. આ બતાવે છે કે ધર્મ પૌદ્ગલિક દુન્યવી સુખ સમૃદ્ધિ માન-પ્રતિષ્ઠા વગેરેની કામનાથી કરવામાં, રાગ દ્વેષાદિ મજબૂત થવાથી, મોક્ષથી-મોક્ષમાર્ગથી એટલા આઘા ફેંકાવાનું થાય છે. ધર્મથી તો મોક્ષ-મોક્ષમાર્ગની નજીક અવાય, પરંતુ પેલી પાપી કામના રાખવા જતાં જો આઘા ફેંકાવાનું થાય, તો ધર્મ કયાં ફળ્યો ? એથી આત્મહિત શું સધાયું ? માટે ધર્મસાધના નિષ્કામ ભાવે કરવાની છે. હવે જો આ બે કારણ સમજાય, તો પછી એ સમજવું સહેલું છે કે ધર્મ કરતી વખતે મોક્ષની કામના રખાય, તો ભલે એ કામના છે, કિન્તુ એમાં એ બે કારણની પુષ્ટિ નથી; અર્થાત્ એમાં ધર્મનો ફોર્સ ઘટવાનો નથી, તેમજ દુન્યવી વસ્તુનો રાગ દૃઢ થવાનો નહિ. મોક્ષ જોઈએ છે માટે તો મોક્ષબાધક રાગ અને રાગને કરાવનારી સુખ સામગ્રીને ઝેર દેખે છે, એટલે કહો કે મોક્ષની ઈચ્છા કરવામાં તો એ બધાની અનિચ્છા ઊભી થાય છે, દુન્યવી સુખ સંપત્તિ સન્માનની ઈચ્છા જ મરી જાય છે. એટલે કહેવાય કે મોક્ષની ઇચ્છા એ અનિચ્છાની ઈચ્છા છે. એ ખરેખર અનિચ્છારૂપ છે. નિષ્કામતા જ છે. તેથી મોક્ષના ઈરાદે કરાતી ધર્મસાધના એ સકામ નહિ પણ નિષ્કામ જ છે. સદ્ગતિની ઈચ્છા સબુદ્ધિ-સત્પુરૂષાર્થ મળે એ માટે : હવે એ જુઓ કે આવો મોક્ષ પણ એમ જ એકદમ જ નથી થઈ જવાનો; કિન્તુ સદ્ગુદ્ધિ અને ધર્મસાધના વધતી વધતી રહેવાથી અંતે એની પરાકાષ્ઠા થતાં મોક્ષ થવાનો. એટલે ધર્મ કરીએ ત્યાં મોક્ષ ન મળે ત્યાં સુધી સહેજે આવી સદ્ગતિની ઈચ્છા રહે, તે એ સર્બુદ્ધિ અને સમાધિ માટે. એમાં કાંઈ સુખ સમૃદ્ધિ સન્માનનો રાગ નથી પોષાવાનો. એને તો અહીંથી જ ઝેર દેખ્યા છે, અસાર તુચ્છ અને સચિત્તના ઘાતક માન્યા છે, તેથી એના સુસંસ્કારે સદ્ગતિમાં એ મળવા છતાં એના પ્રત્યે દૃષ્ટિ તો નફરત અરુચિવાળી જ રહેવાની. એટલે સદ્ગતિને સબુદ્ધિ અને સત્પુરુષાર્થ અર્થેજ ઈચ્છી છે, માટે ત્યાં આ બંને મળવાના. એ સદ્ગુદ્ધિથી રાગદ્વેષના સંક્લેશને જગા જ નહિ મળે, રાગાદિ મંદ પડતા જશે. અહીં આપણા રાગ-મોહ-મમતા તૃષ્ણા મોળા મંદ પડતા ન દેખાતા હોય તો એનું શું કારણ છે ? આ જ, કે હજી એવી સબુદ્ધિ નથી આવી; બુદ્ધિ-મતિ એવી નિર્મળ નથી બની. નિર્મળ બુદ્ધિથી જ રાગાદિ મોળા પડે. નિર્મળ બુદ્ધિ વિના રાગાદિ મોળા પડે નહિ; અને જ્ઞાનીનાં વચન પર અથાગ શ્રદ્ધા યા જગતના પદાર્થોના ઊંડા યથાસ્થિત અને તટસ્થ દર્શન વિના બુદ્ધિ નિર્મળ બને નહિ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૫૬ | ધ્યાન અને જીવન વસ્તુને ઊંડાણથી જુઓ તો નિર્મળ બુદ્ધિ રહે. એમ તટસ્થ રીતે જુઓ, યથાસ્થિત પૂરી જુઓ. જ્ઞાનીના કહ્યા પ્રમાણે જુઓ, તો નિર્મળ બુદ્ધિ રહે. એટલે કરવાનું આ આવ્યું, કે સદ્ગદ્ધિ કહો કે નિર્મળ બુદ્ધિ કહો, એ લાવવા માટે જગતના પદાર્થો, પ્રસંગો કે ભાવોને ઉપલકિયા દષ્ટિથી નહિ, પણ ઉડાણથી અને ચારે બાજુથી જોવાના, યથાસ્થિત ઓળખવાના, ને તટસ્થપણે મૂલવવાના. હીરો દેખ્યો એટલે મલકાઈ નહિ જવાનું, આંખ ને હૈયુ ચમકાઈ નહિ દેવાના કે “અહો આ બહુ કિંમતી ! બહુ સુંદર !” પણ સાથે એ જોવાનું કે, “આ હીરો બહુ કિંમતી, બહુ સુંદર છે માટે જ બહુ રાગ કરાવનાર, અને ઘણાં પાપ યાવત નરક સુધીનાં પાપ બંધાવનારો છે. આ રીતે દુન્યવી બીજી પણ સારી ચીજ અંગે આવું દર્શન થાય તો બુદ્ધિ નિર્મળ થઈ કહેવાય, સદ્ગદ્ધિ થઈ કહેવાય. ' ‘સામો આપણી વસ્તુનું નુકસાન કરે છે અથવા આપણા પર ક્રોધ કરે છે, એ બહુ ખરાબ,’ એમ નહિ જોવાનું, કિન્તુ આપણને ક્ષમાં સમતા કેળવવાની તક આપે છે એ જોવાનુ; તો બુદ્ધિ નિર્મળ રહે. નહિતર તો ઢેડની સામે ઢેડવેડાની જેમ ગુસ્સાની સામે ગુસ્સો થશે. એ કાંઈ સબુદ્ધિનું કાર્ય નહિ. કેમકે નુકસાન સામાથી નહિ પણ આપણા અશુભોદયથી છે. તો સામાથી નુકસાન માનવું એ તો મિથ્થાબુદ્ધિ છે. વળી ગુસ્સાની સામે ગુસ્સો કરવામાં આપણી બુદ્ધિ બગડે છે. એ નિર્મળ ક્યાં રહી ? વસ્તુનું યથાર્થ તટસ્થ દર્શન કરાય એ નિર્મળ બુદ્ધિ છે, બુદ્ધિ છે. સર્વજ્ઞવચનની શ્રદ્ધાથી નિર્મળ બુદ્ધિઃ એવું જો યથાર્થ દર્શન સ્વયં ન આવડે, તો ય સર્વજ્ઞ ભગવાનનાં વચન પર જો અટલ શ્રદ્ધા રહે, અથાગ શ્રદ્ધા રહે, તો પણ બુદ્ધિ નિર્મળ રહે. મનને એમ થાય કે હું તો ભોઠ છું, વાસ્તવિક તત્ત્વસમજ નથી; પણ મારે તો જ્ઞાનીએ કહ્યું તે જ સાચું છે, તે જ માન્ય છે. પ્રભુ ! મૂઢ એવા મારે તારું જ શરણ હો, તારા અચિંત્યા પ્રભાવે હું સમજદાર થાઉં !' પંચસૂત્ર શાસ્ત્ર આ પ્રાર્થના કરાવે છે, 'अचिंतसत्तिजुत्ता हि ते महाणुभावा वीअरागा सव्वण्णु... ! मूढे अम्हि पावे अणाइमोहवासिए अणभिन्ने भावओ, अभिन्ने सिआ !' અર્થાત્ તે મહા પ્રભાવી વીતરાગ સર્વજ્ઞ ભગવાન અચિંત્ય શક્તિવાળા છે...હું મૂઢ છું પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, અનભિજ્ઞ, બિનસમજદાર છું. ઇચ્છું કે તે પ્રભુની અચિંત્ય શક્તિના પ્રભાવે અભિજ્ઞ થાઉં, સમજદાર થાઉં.” સબુદ્ધિના ૩ ઉપાય :આ શું સૂચવે છે ? ‘જ્યાં સુધી પૂરેપૂરા તત્ત્વદષ્ટા ન બનો ત્યાં સુધી (૧) વીતરાગ. Page #302 -------------------------------------------------------------------------- ________________ સેવા વૈયાવચ્ચ ૫૭ સર્વજ્ઞ ભગવાનના શરણે જાઓ, (૨) એમના પર ને એમની અચિંત્ય શક્તિ પર અથાગ શ્રદ્ધા કરો, અને (૩) એમનાં વચનને જ બહુ માનો.’ એમ કરવું એ સદ્ગુદ્ધિ છે, ને એથી બુદ્ધિ વધુ ને વધુ નિર્મળ થતી આવે છે. બુદ્ધિ નિર્મળ થાય તો રાગાદિ મોળા પડતા આવે; અધિક અધિક સત્પુરુષાર્થ થાય. આવી સત્બુદ્ધિ સત્પુરુષાર્થ માટે સદ્ગતિ જ યોગ્ય છે. એવી સદ્ગતિ માટે પુણ્ય ઇચ્છવું એ શું ગુનો છે ? એવા પુણ્યની ઈચ્છા એ કોઈ અસત્ લાલસા-લંપટતા નથી. ધર્મસાધના એવા હેતુએ થાય કે ‘પેલી સબુદ્ધિ-સત્પુરુષાર્થને યોગ્ય આગળ પર સદ્ગતિ અને એનું પુણ્ય મળે.' તો એમાં કાંઈ નિષ્કામ આરાધનાને વાંધો નથી આવતો. તો વાત આ હતી કે પેલા સજ્જને કથાકારની સેવા કરી નકરું પુણ્ય મળવાની કામના રાખી અને તેથી જ સેવાના બદલામાં ‘કથાકારે અહીંનું કશું કામ નહિ કરવાનું’ એ શરત રાખી, જેથી પેલું પુણ્ય વેચાઈ ન જાય, એમાં સેવાથી પુણ્યની ઈચ્છા છતાં સેવા નિષ્કામ જ કહેવાય. વૈયાવચ્ચનું મહત્ત્વ ઃ- બસ આ વાત છે કે સાધુસંતની સેવા વૈયાવચ્ચ કરવાની તે નિષ્કામ કરવાની. એથી અહંત્વ તૂટે, વિષયાંધતા મૂકાય, સ્વાર્થાંધતા કપાય, ને હરામહાડકાપણું મટે. જો જો હોં, સેવા વૈયાવચ્ચ કરવાની ઉપેક્ષા કરે, એ કરવાની પરવા જ ન રાખે, અને ત્યાગ તપસ્યા બહુ કરે, પ્રભુભક્તિ કરે, શાસ્ર સ્વાધ્યાય પણ કરે, તો એમાં સ્વાર્થાંધતા અને હરામહાડકાપણું એવાં તૂટવા મુશ્કેલ, જેવા સેવા વૈયાવચ્ચ કરવામાં તૂટે, એટલા માટે તો ગુરુજનપૂજા અને પરાર્થકરણને પહેલાં જરૂરી બતાવી, પછી એ જેનામાં હોય એને જ લોકોત્તર ધર્મના અધિકારી ગણ્યા. માણસની અજ્ઞાન દશા છે કે એ એમ માને છે કે ‘ત્યાગ કરું, તપસ્યા કરું, પ્રભુનાં ગુણગાન ગાઉ, જાપ કરું, વગેરે વગેરેમાં તો મારે કમાવાનું થાય, પરંતુ બીજાની સેવા ચાકરી કરું એમાં મને શું મળે ?' આ માનવું મૂઢતા છે. પછી સગા ભાઈની તો શું, માબાપનીય સેવા કરવા તૈયાર નથી. માબાપે તો એના પર કરવાનો ઉપકાર કરી દીધો, જનમ આપ્યો, ઉછેરી મોટો કર્યો, ભણાવ્યો, પરણાવી આપ્યો, ધંધો લગાડ્યો, એ બધો લાભ પિતા તરફથી મળી ગયો, હવે એમની એ સેવા ચાકરી ભક્તિ કરે તો એના બદલામાં એમની પાસેથી હવે શું મળવાનું છે ? ધણિયાણીની સેવા કરે તો તો એ સુખ આપવાની છે, ‘માબાપ શું આપવાના ?’ એમ એને લાગે છે. કેમ જાણે, કાંઈ કરવું તે નવા સ્વાર્થના હિસાબે જ ! જુના ઉપકારની કિંમત જ નહિ ! આવા કૃતઘ્ન નિમકહરામી માણસો માબાપની સેવા ભક્તિ શાની કરે? અને માબાપની નહિ, તો ભાઈની કે પાડોશીની તો કરે જ શાના ? ત્યારે માબાપ २० Page #303 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ધ્યાન અને જીવન ને ભાઈની નહિ, તો સાધર્મિકની સેવા ભક્તિ કરે જ શાના ? સ્વાર્થની જ ગણતરી હોય એવા પાસેથી શુદ્ધ સેવાની આશા શી રખાય ? સ્વાર્થોધ શિષ્ય ગુરુસેવા શાનો કરે ? આવું સ્વાર્થની જ ગણતરીવાળા શિષ્યમાં બને છે. એને ય ગુરુએ વૈરાગ્ય પમાડી ચારિત્રમાં ચડાવી દીધો, સાધુચર્યા શિખવાડી દીધી, બે અક્ષર ભણાવી દીધા. હવે ગુરુ પાસેથી એને શું મળવાનું છે તે એ ગુરુની સેવા ભકિત કરે ? અને ગુરુની નહિ તો વળી બીજા સાધુની તો સેવા ભક્તિ કરવાની વાતે ય શી ? હા, જેની પાસેથી પોતાને સેવા મળતી હશે કે ભવિષ્યમાં આ મારું કરશે એવી આશા હશે એની તો સેવા કરવા તૈયાર, પરંતુ એ તો સેવા એક આરાધના તરીકે નહિ, કિન્તુ એક સોદાની બાબત બની. બાકી તો જ્યાંથી હવે સ્વાર્થ સરે એવું લાગતું નથી, પછી એ માબાપ હોય કે ગુરુ પાગ હોય ત્યાં સેવા ને ભકિત શું કામ કરે ? પ્ર- જેને આરાધનાનો ખપ હોય એ તો સેવા કરે ને ? ઉ૦- વાર છે, આરાધના પણ પોતે માનેલી કરવી છે, ત્યાં સેવાનો એક જબ્બર આરાધના તરીકે માનવાનું બનતું નથી. પછી શું કામ એ સેવા કરે ? તપસ્યા કરશે, ત્યાગ કરશે, શાસ્ત્ર ભણશે, બીજાને બોધ આપશે, પરંતુ સેવા કરવી મોંધી. આવા જીવોને ખબર નથી કે,- “સેવા વૈયાવચ્ચે શું છે ?' પણ સમજવા જેવું છે કે, “ત્યાગ તપ જ્ઞાનાદિ કરતાં ય સેવા-વૈયાવચ્ચ એ મહાન યોગ-સાધના છે. ભોગ અને યોગનો અર્થ : યોગ એટલે ભોગનો વિરોધી. ઇન્દ્રિયો અને કાયાને મનગમતા આહાર વિડ્યો અને આરામીથી અમન-ચમન કરાવાય એ ભોગ છે. એની સામે એ ઇન્દ્રિય-કાયાને કષ્ટી આપીને એવે સ્થાને જોડાય કે જેથી પેલાં અમનચમનિયાં સુકાઈ જાય, તો એ યોગસાધના થઈ. સેવા વૈયાવચ્ચમાં આ બને છે. ઉપકારીની ગુણિયલની ધર્મની સેવા કરવા જતાં કાયાને કષ્ટી આપવી પડે છે, ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાં જતી અટકાવવી જોઈએ છે, અને એમ કરી કોઈ સ્વાર્થબુદ્ધિ ન રાખતાં સેવાને (૧) એક પાયાનું ધર્મકર્તવ્ય માન્યું, (૨) સ્વાર્થમાયાથી બાંધેલા પાપકમોને તોડનારી એક જબરદસ્ત આરાધના માની, એટલે એ વૈયાવચ્ચ એક મહાન યોગ બની જાય છે. ઊઘાડો હિસાબ છે કે, સ્વાર્થની રમતથી જો પાપકર્મોની ભરતી થઈ, તો પરાર્થ પ્રવૃત્તિથી એ કર્મોનો નિકાલ થાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ - -- - - આત્તર તપ ૪ સ્વાધ્યાય - ૫૯ વૈયાવચ્ચ એ પરાર્થ છે, પરની સેવાની કરણી છે, એટલે એમાં જનમ જનમના સ્વાર્થમાયાથી ઉપાર્જેલ પામકમોંના ચૂરા છે. એમાં વળી ગુણિયલ અને ધર્મી આત્માઓની વૈયાવચ્ચમાં એમની ગુણસંપતિની અને ધર્મસાધના સુકૃતસાધનાની અનુમોદના રૂપ ભવ્ય આરાધના થાય છે. એટલું જ નહિ પરંતુ એમના ગુણો અને સાધનાઓનું આકર્ષણ સક્રિય બનવાથી પોતાનામાં એવા ગુણ અને સાધનાઓ લાવવાનું મન થાય છે. ત્યારે બોલો, વૈયાવચ્ચેથી કેટલા બધા લાભ ? (૧) નાશવંત અને બિભત્સ હાડ માંસભર્યા દેહનો સુંદર સદુપયોગ થાય, (૨) અહંવાદિ દુર્ગુણોનો આત્મા પરથી કન્જો ઊઠે; (૩) સર્વજ્ઞવચનને આગળ કરાય, (૪) ત્યાગી વિરાગી સાધુ પ્રત્યે બહુમાન થાય, (૫) એથી જ વિષયવિરાગ ઝળહળે, વિષયોમાં વિષબુદ્ધિ આવે, (૬) પાયાનો ગુણ પરાર્થપ્રવૃત્તિ પરાર્થકરણ સિધ્ધ થાય, (૭) સંસારનું મૂળ સ્વાથધતા સ્વાર્થમાયા મોળી પડે, (૮) પાપકર્મોનો નિકાલ થાય, (૯) ગુણી અને ઉપકારીના ગુણ અને ઉપકારોની સક્રિય અનુમોદના થાય, (૧૦) ગુણોની ભૂખ જાગે, પ્રયત્ન જાગે. આવા આવા અનેકાનેક ભવ્ય આત્મકલ્યાણોને સધાવી આપનાર વૈયાવચ્ચ તપમાં ખૂબ ઉદ્યમ રાખો. એ આભાર તપ છે અને એથી એવાં એવાં પાપકમોના થોક નાશ પામે છે કે જે જો એમ નષ્ટ ન કરાય તો ઊભા રહીને દીર્ઘ કાળ દુ:ખ આપ્યા કરે. ૬. આભ્યન્તર તપ ૪: સ્વાધ્યાય આર્તધ્યાનના પ્રસંગોમાં એ વાત ચાલે છે કે મુનિને પણ શરીરે રોગ થાય છે.અને એની એ ચિકિત્સા કરાવે છે. તો એમાં એમને આર્તધ્યાન કેમ નહિ? એના ખુલાસામાં કહ્યું કે એમને એક તો એ ખબર છે કે પૂર્વ ભવે પ્રતિક્રમણથી ક્ષીણ નષ્ટ નહિ કરેલાં કર્મ હવે કાં તો (૧) ભોગવાઈને નાશ પામે અથવા (૨) તપથી નષ્ટ થાય. આ તપના પ્રસંગમાં બાહ્ય તપના છ પ્રકારની અને આભ્યન્તર તપના પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચે એ ત્રાગ પ્રકારની વાત થઈ હવે ચોથા આભ્યન્તર તપ સ્વાધ્યાય” ની વાત જોઈએ, સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય અધ્યયન. “સ્વ” નો એટલે આત્માનો અર્થાત આત્મા માટેનો. Page #305 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૬૦ ‘સ્વ’ ને આત્માને અનુલક્ષીને જે સમ્યક્ શાસ્ત્રોનું અધ્યયન - અધ્યાપન થાય, એ સ્વાધ્યાય કહેવાય. અધ્યયનમાં લક્ષ પોતાના આત્માનું રાખવાનું કહ્યું. એથી સૂચવ્યું કે શાસ્ત્ર ભણવા-વિચારવા તે સ્વાત્મામાં સમ્યગ્ જ્ઞાનપ્રકાશ કેમ આવે, કેમ વધે, કેમ ટકે, અને એથી કેમ શુદ્ધ જ્ઞાન દ્રષ્ટિ વિકસે તથા શુદ્ધ કલ્યાણનો માર્ગ કેમ ખૂલે અનેએ આરાધવા પુરુષાર્થ થાય, આ જ ઉદ્દેશથી શાસ્ત્રો ભણવા વિચારવા. તો જ એ સ્વાધ્યાયને તપ કહેવાય; અને એનાથી મહાન કર્મક્ષય થતો આવે; નહિતર તો એ સ્વમાટેનો અધ્યાય ન બને. સ્વાધ્યાયમાં સ્વને અનુલક્ષીને કામ કરવાનું છે, એટલે પછી લોકપ્રસિદ્ધ વિદ્વત્તા ઉત્કર્ષ માનપાન વગેરે ઉદ્દેશથી જે શાસ્ત્રાધ્યયન થાય, તો તે ‘સ્વાધ્યાય’ નામના આભ્યન્તર તપમાં નહિ ગણાય. કેમકે એમાં તો જે લોકપ્રસિદ્ધ વિદ્વતા આદિનું લક્ષ્ય રહ્યું તે કાંઈ આત્મહિતરૂપ નથી બનતા. એ તો ઉલટું આત્માના લોભકષાય માનકષાય વગેરે અહિતને પોષે છે. તો ત્યાં આત્માનું આત્મહિતનું લક્ષ કયાં રહ્યું ? ત્યારે અહિતપોષક અધ્યયનને સ્વનો અધ્યાય શી રીતે કહેવાય ? જે અધ્યયન-અધ્યાપન સ્વના હિતમાં ઊતરે તેનું નામ ‘સ્વાધ્યાય.’ સ્વના હિતમાં કયારે ઊતરે ? સ્વના એટલે કે આત્માના હિતાર્થે થાય ત્યારે. અધ્યયનનો ઉદ્દેશ જ જો મલિન છે, આત્માનું હિત સાધવાને બદલે જડ કાયાનાં સુખ સગવડ સન્માન મેળવવાનો છે, તો એવા મલિન આશયથી કરાતી સ્વાધ્યાયાદિ સાધના આત્માનું હિત શું સાધી શકે ? અહીં પૂછો ન પ્ર૦ - ઉદ્દેશ ભલે દુન્યવી સુખ-સન્માન પામવાનો હોય પરંતુ ક્રિયા તો પવિત્ર શાસ્ત્રાધ્યયનની સારીજ છે ને ? તો પછી સારી ક્રિયાથી સારું ફળ કેમ ન આવે ? ઉ૦ - માત્ર ક્રિયા પર ફળનો આધાર નથી, પણ સાથે ઉદ્દેશ પણ ભાગ ભજવે છે. ‘ઉદ્દેશનું મહત્વ’ પર બે દષ્ટાન્ત : પેટમાં છરી ખોસવાની ક્રિયા તો ખૂની પણ કરે છે, અને ડૉકટર પણ કરે છે. છતાં ખૂનીને ફાંસી મળે છે, ડોકટરને પૈસા અને જશ મળે છે. વળી સામાની દષ્ટિએ જોતાં એકનું ફળ પ્રાણનાશ સુધી પહોંચી જાય છે. ત્યારે બીજાનું ફળ દરદ મિટાવી પ્રાણની રક્ષા કરવાનું છે. કેમ ફરક ? કહો, ઉદ્દેશ જુદો જુદો છે માટે. માતાની છોકરાને ખવરાવવાની ક્રિયા તો સરખી છે. પરંતુ પોતાનો સગો છોકરો પુષ્ટ થતો જાય છે, અને ઓરમાયો છોકરો દુબળો રહે છે, કેમ ફરક? કહો બંનેને ખવરાવવાની સરખી પણ ક્રિયામાં આશય જુદો જુદો છે. પેટના દીકરાની ઉપર દિલનો પ્રેમ છે, વાત્સલ્ય છે, અને તગડો પુષ્ટ બનાવવાનો ઊછરંગ છે. ત્યારે ઓરમાયા પુત્ર પર દ્વેષ છે, ઈર્ષ્યા છે, ખાર છે. તેમજ ખાતી વખતે પેટના દીકરાને Page #306 -------------------------------------------------------------------------- ________________ [ આભ્યત્તર તપ ૪ સ્વાધ્યાય હુંફ છે, કે મારી મા મને હોંશથી ખવરાવે છે. મારા પર બહું પ્રેમ રાખે છે. એથી ઉલટું ઓરમાયો છોકરો અંતરમાં દુભાય છે, કે પ્રેમ કરનારી મારી સગી મા તો ગઈ. આ સાવકી મા તો મારા પર દ્વેષ કરે છે. છણ છણ કરે છે. પરાણે ના છુટકે ખવરાવતી હોય એમ ખવરાવે છે.” એટલે ખાવાની ક્રિયા વખતે બંનેના આશયમાં ફરક પડી ગયો, તે કિયા સમાન છતાં એકને પુષ્ટિ ને બીજાને સુકામાણ થાય છે. તો જેવી રીતે ખાવા - ખવરાવવાની ક્રિયા સમાન છતાં આશય જુદો જુદો હોવાથી ફળ જુદા જુદા આવે છે. એવી રીતે શાસ્ત્રાધ્યયનની ક્રિયા સમાન, છતાં જો આશય જુદા છે, તો ફળ કેમ જુદા ન આવે ? એમ મલિન આશયના સ્વાધ્યાયમાં સારું ફળ કયાંથી આવે ? આશયની ભોજન પર અસર : અરે ! એક ખૂબી જુઓ. ખાવાની ક્રિયા કયા ઉદ્દેશથી છે, એ વાત તો પછી; પરંતુ જો સારું ય ભોજન ખાતી વખતે મનમાં ગુસ્સો છે, તો પણ એ ખાધેલું વિક્રિયા કરે છે. આજનું સંશોધન કહે છે કે માણસ જો ભયભીત રહે છે, વહેમી શંકાકુશંકાવાળો બન્યો રહે છે, તો સારું ખાય છતાં એને ડાયાબીટીસ મીઠી પેસાબ વગેરેનો રોગ થાય છે. ત્યાં ખાવાનું ખોટા ઉદ્દેશથી નથી છતાં આશય યાને મનના ભાવની અસર પડે છે, આશયશુદ્ધિ પહેલી જરૂરીના ૨ પ્રમાણ : (૧) બસ, એ જ રીતે શાસ્ત્રાધ્યયન વગેરે ક્રિયાનો ઉદ્દેશ ખરાબ ન પણ હોય, કિન્તુ જે એ વખતે મનમાં કોઈના પર ગુસ્સો છે, ઈર્ષ્યા છે, યા ખાન-પાનની બહુ લાલસા કે ઈદ્રિયવિષયોનો રંગ છે, તો પણ એ ક્રિયા નુકશાનમાં ઊતરે છે. એટલા માટે તો કહ્યું કે સારી પણ સાધના ‘સંજ્ઞાવિષ્ઠભાગાવિત’ હોય તો જ તે શુદ્ધ સાધના બને છે. “સંજ્ઞાવિષ્ઠભણાન્વિત” એટલે કે આહારાદિ સંજ્ઞાઓ, આહાર - વિષય - પરિગ્રહ - ભયસંજ્ઞા અને ક્રોધાદિ કષાયસંજ્ઞા સાધના વખતે વિષંભિત જોઈએ, અટકેલી જોઈએ, એ મનને સતાવતી ન હોય. સાધનાનો ઉદ્દેશ મલિન ન પણ હોય છતાં ય એ વખતે આ પાપસંજ્ઞાની પીડા ન જોઈએ, નહિતર એથી પણ સાધના અશુદ્ધ બનીને ફળ મેલું આપે, સ્વાધ્યાય કરતી વખતે મારે ખાવું છે, મારે ખાવું છે, કર્યા કરે તો એ સ્વાધ્યાય શું ફળ આપે ? (૨) કિયા ઉપરાંત આશય પણ પવિત્ર જોઈએ. એ માટે તો ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું કે “મૈત્રાદિ-ભાવ-સંયુક્ત ધર્મ ઈતિ કીર્તતે.” ધર્મનું અનુષ્ઠાન દિલમાં મૈત્રી આદિ ભાવવાળું હોય તો તે ધર્મ કહેવાય. દિલમાં જો કોઈના પ્રત્યે વૈર-વિરોધ છે, ઉકળાટ છે, યા દુ:ખી પ્રત્યે કઠોરતા-નિમુરતાનો ભાવ છે, કે કોઈના પ્રત્યે ઈર્ષા Page #307 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન - દુર્ગછાનો ભાવ છે, કે જે પરદોષદર્શન છે, તો ત્યાં મૈત્રી-કરુણા-પ્રમોદ માધ્યસ્થ ભાવ ન હોઈ શકે અને એવા વૈર આદિ મલિનભાવ ભર્યા હદય સાથે ધર્મસાધના થાય તો એ ધર્મરૂપ નહિ બને. આશય બે રીતે મલિન :સાધનામાં આશયનું મોટું મહત્વ છે. શાસ્ત્રાધ્યયનની સાધના મોટી પણ (૧) ન તો એનો ઉદ્દેશ દુન્યવી માનપાન મેળવવાનો જોઈએ, કે (૨) ન તો એ સાધના વખતે દિલમાં આહારાદિ સંજ્ઞા યા અમૈત્રી આદિ ભાવ ફરકવા જોઈએ. એ ખરાબ ભાવ એટલે જ મલિન આશય; પછી એ અશુભ આશય (૧) ધર્મ સાધ્યાનાં આવનારા ફળરૂપે દુન્યવી લાભની આકાંક્ષા સ્વરુપ હોય, યા (૨) ધર્મની સાધના વખતે પ્રવર્તતી અમૈત્રી આદિ કે આહાર સંજ્ઞાદિ યા ક્રોધસંજ્ઞાદિ રૂપ હોય-બંને ય આશય ખતરનાક હોય છે; બંને ય ભાવ ખરાબ આશય છે; અને એ ઊંચી પણ ધર્મકિયા-ધર્મસાધનાને અંતે દુખદ બનાવી દે છે. દિલને ભૌતિક ફળની લાલસાવાળું રાખો તો ય ખરાબ, અને એમે ય દ્વેષ - ઈર્ષ્યાદિ ભાવવાળું રાખે તો ય ખરાબ. દિલ ખરાબ હોય પછી કાયા - વાણી સારી ક્રિયામાં જોડયા તેથી શું ? “પરિણામે બંધ' યાદ છે ને ? ક્રિયાએ બંધ નહિ” શુભાશુભ કર્મ બંધાવાનું શુભાશુભ કિયાના આધારે નહિ, કિન્તુ દિલના શુભાશુભ પરિણામના આધારે, આશયના આધારે, એ પરિણામે બંધનો અર્થ છે. આશય એટલે ચિત્તનો ભાવ. એ આમ બે રીતે સંભાળવાનો. (૧) ધર્મસાધનાના ફળની આકાંક્ષા એ પણ ચિત્તનો ભાવ છે; એ ય મલિન ન જોઈએ. જો દુન્યવી વિષયો એનાં સુખ, સન્માનાદિ પામવાનો ઈરાદો આશા આકાંક્ષા રૂપ આશય છે. તો તે મલિન આશય છે. એમ (૨) કોઈના પર દ્વેષથી એને મારવા કરવાના ઈરાદા રૂપ આશય છે, તો તે ય મલિન છે. માટે ધર્મ સાધતાં મલિનભાવનું મિશ્રણ ન જોઈએ. મલિન આશય-ઈરાદો શું નુકશાન કરે ? : ધર્મસાધના જોરદાર હોય અને આવો ફળનો મેલો ઈરાદો-આશય ધર્યા હોય તો ઈચ્છિત મળે ખરું પરંતુ સાથે મતિ મહામોહ-મૂઢ મળે, એથી જીવન તામસી, વિષયાંધ મળે; ઈન્દ્રિયોના વિષયોનો રાગાવેશ અને ક્રોધાદિ કષાયોનો આવેશ ભારે મળે. ત્યાં પછી એવો જીવ કોઈનો સમજાવ્યો સમજે જ નહિ. મલિન આશય પર બ્રહ્મદત્તનું દષ્ટાંત બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વ ભવે ચારિત્ર અને તપ આરાધવા સાથે “એના પ્રભાવે ચક્રવર્તીના સુખ મળો' એવો આશય ઈરાદો આકાંક્ષા કરીને આવેલો. ચારિત્ર અને તપ જોરદાર હતા એટલે માગ્યું મળે એવું પુણ્ય ઊભું થયેલું; તે અહીં ચક્રવર્તીપણું Page #308 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ ૪ સ્વાધ્યાય મળી તો ગયું પરંતુ પેલા આશયમાં વિધ્યસુખના રાગનો આવેશ ભારે હતો, તેથી અહી એના વારસારૂપે મહા મોહમૂઢ બુદ્ધિમળો. એમાં પૂર્વનો સ્નેહાળ ભાઈ તે અહીં અવધિજ્ઞાની મુનિ તરીકે થઈ આવી મળ્યા. બ્રહ્મદત્તને પોતાને પણ પૂર્વ ભવનાં જાતિસ્મરણજ્ઞાન પ્રગટયાં, અને અવધિજ્ઞાની મુનિએ એ ભવો બરાબર કહી બતાવ્યાં અને સમજાવ્યું, બ્રહ્મદત્તને મુનિ શું કહે છે ? આ કે'જો, આ મળ્યું એ પૂર્વના ચારિત્ર અને તપનો પ્રભાવ છે.તેથી હવે પાછું ચારિત્રમાં આવી જઈ સર્વત્યાગ જ કરવા યોગ્ય છે. નહિતર આ વિષય-સુખોમાં લીન બનવાથી નરકાદિ દુર્ગતિઓમાં ભટકવાનું થશે. માટે આનો મોહ છોડી દે; અને જે ત્યાગધર્મ જ તારણહાર છે, અવિનાશી મોક્ષ-સુખ અપાવનાર છે, એનો જ પુરુષાર્થ કરે. આ માટે માત્ર એક માનવભવ જ સમર્થ છે. સર્વત્યાગ માનવભવમાં જ થઈ શકે; મરીને સર્વત્યાગ તો દરેક ભવમાં કરવો જ પડે છે, પણ તે અંતરમાં લાલસાઓ જીવતી રાખીને. ત્યારે જો મરીને તો બધું મૂકવું જ પડે છે, તો જીવતાં જ સ્વેચ્છાએ કેમ બધું ન છોડવું ?” આટલું સમજાવવા છતાં બ્રહ્મદત્તને એની અસર ન થઈ. ઉપદેશની અસર ન થવાનું કારણ આ, કે પૂર્વે આશય બગાડીને આવ્યો હતો. પૂર્વે ગુરુએ શું સમજાવેલું ? : બ્રહ્મદત્તે પૂર્વ ભવે ધર્મ તો રુડો - રૂપાળો કરેલો, ઊંચું ચારિત્ર પાળેલું અને ઘોર તપસ્યા કરેલી; એ પાળતાં - કરતાં આશય પણ સારો આત્મકલ્યાણનો રાખેલો, ગુરુએ સમજાવેલું કે 'તમે પાપના ઉદયથી ભંગીના ઘેર જન્મેલા, પુણ્યના ઉદયથી એ છૂપું રહ્યું અને સારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા, પણ પછી પાછા પાપના ઉદયથી અવગણના અને અપયશ પામ્યા. હવે એથી તમે નિરાશ થઈ આપઘાત કરવા જાઓ છો, કિન્તુ એમ કરવાથી કાંઈ હજી આત્માની અંદર સંઘરાઈ પડેલાં ઢગલાબંધ પાપો નહિ મરે, ને ઊર્દુ આપઘાતમાં ભારે અસમાધિથી નવાં પાપના ભાર વધારી દેશો. તો જે મરવામાં જુનાં પાપ ઊભા રહે અને નવાં વધે એવું કરવામાં શું ડહાપણ? મરવું તો તે સારું કે જેની પૂર્વે પાપો મરી પરવાર્યા હોય અને એ પાપોની મરી પરવારવાનું કઠોર સંયમ તથા તપથી બને. ગુરુએ આ સમજાવવા પર બ્રહ્મદત્તનો જીવ પૂર્વ ભવે ભાઈ સાથે સાધુ થયેલ અને પાપનાશ માટે કઠોર સંયમ તપની સાધનામાં મચી પડેલ. પરંતુ ત્યાં પછીથી એમને સનકુમાર ચક્રવર્તી પોતાની પટ્ટરાણી સાથે વંદન કરવા આવેલ અને વંદન કરતી પટ્ટરાણીનો સુકોમળ કેશ-કલાપ નીચે પડતા આ મુનિના પગને અડયો. એમાં મુનિએ Page #309 -------------------------------------------------------------------------- ________________ (૬૪) | ધ્યાન અને જીવન બુદ્ધિ બગાડી, આશય બગાડયો, નિયાણું કર્યું કે “આ સંયમ-તપનું કોઈ ફળ હોય તો મને આવી ઋદ્ધિ-વૈભવ મળો.' નિમિત્ત કેવું મારે છે ? : બસ, ઊંચી સંયમધર્મની અને તપધર્મની સાધના હતી એટલે પુણ્યના લીધે અહીં બ્રહ્મદત્ત ચક્રવર્તીના વૈભવ-વિલાસ પામ્યો. પરંતુ પેલો આશય બગાડેલો એનોય વારસો અહી ચાલી આવ્યો; એટલે હવે પેલા ભાઈ-મુનિ, કે જેમણે પૂર્વે આશય નહિ બગાડેલો તેથી અહીં પણ મુનિ અવધિજ્ઞાની બની ગયા છે, એ અહીં આવીને એને વૈરાગ્યનો ટંકશાળી ઉપદેશ આપે છે.છતાં આને એ લાગતો નથી! ઉપરથી એ પૂર્વના ભાઈની ઓળખ પડતાં, એ અવધિજ્ઞાની મહર્ષિ જેવાને પણ એમ કહે છે કે તમે શું કામ આ કષ્ટ વેઠો છો ? મને તમારી દયા આવે છે. મૂકી દો આ જોગ, અને આવો તમને રાજ્ય આપું, રૂપાળી રાજકન્યાઓ પરણાવું, અને તમે મોજ કરો.” પૂર્વે આશય બગાડીને આવ્યાના કેવા કરુણ પરિણામ? અહીં ઉપદેશની અસર નહિ. જાતને અધર્મ સૂઝે અને બીજાને ય અધર્મ સુઝાડે. અહીં જાતનું નિરીક્ષણ :બોલો તમને આવો અનુભવ છે ? ઉપદેશ ઉમદા સાંભળવા છતાં અસર નથી થતી એવું લાગે છે? એટલે સાંસારિક પાપો અને સુખ લાલસાઓ અકબંધ ઊભી રહે છે ને ? ઘરના છોકરા છોકરીઓને અને બીજાને પણ પાપો શીખવો છો ને? જાતને અને બીજાને પાપમાં ડૂબાડૂબ રાખવાનું હોંશથી ને ? પાપોની પ્રેરણા આપી ખુશી થાઓ છો ને ? તો એનું કારણ આ સમજી રાખો કે પૂર્વે થોડો ધર્મ કરી થોડું પુણ્ય લઈ આવ્યા તેથી થોડી સુખ-સામગ્રી તો મળી, પરંતુ ત્યાં આશય બગાડેલો, મનને થયેલું કે “ધર્મથી પૈસા-ટકા સુખસગવડ સારી મળો.' એની તીવ્ર આકાંક્ષા રહેલી તેથી એ મલિન આશયનો વારસો અહીં ઊતરી આવ્યો. એટલે હવે અહીં આશ્રિતોને પણ સારું આપવાનું કયાંથી સૂઝે ? પરંતુ હવે સાવધાન થવાનું છે. અગર જો અહીં સુખની લાલસા અને પાપસ્થાનકોનો પ્રેમ રહ્યા કરે છે, તો એ પૂર્વના ધર્મમાં રાખેલ મલિન આશયનું ફળ છે. તો પછી અહીં પાગ ધર્મ મલિન આશયથી કરશો તો એનું ફળ કેવું આવવાનું? માણસે ધર્મ કરતાં વિચાર કરવો જોઈએ કે, પૂર્વના ખરાબ આશયોથી તો અહીં સુખો અને પાપો ગમે છે, તો પછી હવે ધર્મ એવો સાધું કે “આ સુખરાગ-પાપરાગ મરે, સુખો અને પાપો ગોઝારાં લાગે. જેથી ધર્મનાં ફળ તરીકે એ પામવાની ઈચ્છા જ ન થાય.” Page #310 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ ૪ સ્વાધ્યાય ૬૫ ધર્મ એટલા માટે કરો કે વિષય-સુખો અને પાપસ્થાનકો ગોઝારાં લાગે. સુખો અને પાપો હજી ગોઝારાં ન લાગતાં હોય, પણ ગમતાં હોય તો એ પૂર્વ ભવના મેલા આશયનું ફળ છે. માટે હવે એ આશયને ધર્મથી સુધાયૅ છૂટકો; જેથી આગળના ભવે પાછા એનો વારસો ઊતરી ન આવે, અહીં એક સવાલ થાય, પૂર્વના આશય-વારસા સૂધરે ? પ્ર૦ - પૂર્વના ખરાબ આશયનો અહીં વારસો જ હોય, તો પછી ધર્મ કરવાં છતાં સારો આશય કેમ આવે ? ઉ૦ - વારસા બે જાતના, - (૧) ચીકણો. તે અહીં બ્રહ્મદત્તની જેમ લાખ ઉપદેશ મળવા છતાં ન સૂધરે. ત્યારે (૨) બીજો એવો ચીકણો વારસો નહિ કે જે ઉપાયથી ન સુધરે. એ તો ઉદ્યમ કરો તો સુધરી જાય. માટે તો જીવ અનાદિથી મેલા જ છતાં ધર્મ-શાસનના પ્રતાપે એમાં સુધારા થાય છે. ભગવાન શાસન સ્થાપે છે એ જીવોના આશય સુધારવા માટે જ. જો એ આશયો પૂર્વના મલિન છે, માટે સુધરતા જ ન હોય તો તો શાસન સ્થાપવાનું નિરર્થક જાય. માટે માનવું જોઈએ કે ગાઢ ચીકણા નહિ એવા આશયના વારસા અહીં ઉપાયથી સુધરી શકે. જિનશાસન એ ઉપાય છે, જિન-શાસનમાં આશય શુદ્ધિના ઉપાયો છે. ત્યારે આપણે એવું શું કામ માની લેવું કે આપણે પૂર્વથી ગાઢ ચીકણા જ આશયના વારસા લઈ આવ્યા છીએ તે ઉપાયથી સુધરે એવા જ નથી ? એવું માની લેવાનો અર્થ તો એ થાય કે ‘ભલે ત્યારે આશય ખરાબ રહેતા’એ કાંઈ સુધરે કરે નહિ,’ અર્થાત્ ખરાબ આશય રહેવાના આપણને ખટકો નથી. પછી શું એ વિચાર્યું છે કે એમ અહીં એ અકબંધ રહ્યાનું પરિણામ ભવાંતરે કેવું ? એવા કે એથી ય વધુ ગાઢ ખરાબ આશય ઊતરી આવવાના, એ જ ને ? તો ખપશે ને આ ? જન્મોજન્મ હૈયાના મેલા આશયોની પરંપરા ચલાવી એનું તો આ ફળ છે કે અનંતા દુ:ખદ જન્મ મરણની પરંપરા અખંડ ચાલી આવી છે. આય સુધરી શકે છે. : તો હવે પણ એ મિલન આશયની પરંપરા ચાલુ રાખવી છે ? હંમેશા માટે જો ગાઢ ખરાબ આશય જ રહેતા હોય, તો તો એવી જ પરંપરા રહ્યા કરે, એટલે પછી કદી સુધારો ય નહિ અને મોક્ષ પણ નહિ. ભૂલશો નહિ, બ્રહ્મદત્તને બહુ પૂર્વના ભવોમાં ચિત્તના ગાઢ મેલા આશય જ હશે. પરંતુ પૂર્વના મુનિ-અવતારે ગુરુના ઉપદેશથી એણે આશય સુધારી નાખેલા; તેથી જ આકરા સંયમ-તપમાં ચડી ગયા હતા, અને એ સાધીને આશયમાં વળી વધુ સુધારો કરેલો એનું દૃષ્ટાન્ત એમના ભાઈ મુનિ. પરંતુ આ ભાઈસાહેબે ખોટું નિમિત્ત પામી હાથે કરીને એમાં લલચાઈ આશય ગાઢ ખરાબ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ધ્યાન અને જીવન બનાવ્યા, તેથી જ અહીં એનો વારસો લઈ આવ્યા; જે હવે અહીં સુધરતા નથી. બાકી હંમેશ માટે ગાઢ ચીકણા જ આશય હોય એવો નિયમ નથી. એટલે જ આપણે આપણા આશયને સુધરે એમ માની ઉપદેશ મનન અને ધર્મસાધનાથી એને સુધારતા જવા જોઈએ. આ એક વાત થઈ કે ધર્મસાધના કરતાં એના ફળરૂપે સુખ-સન્માન સાહ્યબી ઈચ્છાય તો આ ઈચ્છા એ મલિન આશય છે. અને એના પરિણામમાં ભવાંતરે બ્રહ્મદત્તની જેમ પાપબુદ્ધિ મળે છે, સત્બુદ્ધિ નહિ. અર્થાત્ ધર્મથી સુખ. પણ એની સાથેના મલિન આશયથી પાપ બુદ્ધિ મળવાની. અને એનાં ફળમાં પાપમય દુ:ખમય ભવોની પરંપરા ચાલવાની. માટે જ શાસ્ત્ર-સ્વાધ્યાય ને તપ ધર્મ સેવતાં એના ફળરૂપે માનપાનાદિની આકાંક્ષા નહિ કરવાની, નહિતર ત્યાં કર્મક્ષય નહિ, પણ આ અનર્થો થશે. મલિન આશયની આ એક વાત. * ન બીજી વાત આ, કે ધર્મસાધનાના ફળરૂપે આવું કોઈ પૌદ્ગલિક ફળ કે લૌકિક લાભ તો ન ઈચ્છે, પરંતુ જો સાથે સાથે મૈત્રી આદિ ચાર શુભ ભાવ ન રાખે અને આહારાદિ સંજ્ઞાઓ પર અંકુશ ન રાખે, કિન્તુ કોઈના પર વૈર વિરોધ રાખે, કઠોરતા, દ્વેષ, ઈર્ષ્યા રાખે, પરદોષ-દર્શન કરે યા આહારાદિ સંજ્ઞા રાખે, તો એ પણ મલિન આશય ગણાય. એ પણ ધર્મસાધનાને કૂચા જેવી કરી નાખે, અને એ મલિન આશયો હદય પર એવો કબ્જો મેળવી લે કે અહીં જિંદગીના છેવાડા સુધી તેમજ પરલોકમાં પણ એ સાથે રહે. ૭ સાધનામાં પાયો અને શુદ્ધિ ધર્મસાધના પાયાવાળી બનવા માટે મૈત્રી આદિ ચાર ભાવ જોઈએ, અને ધર્મસાધના શુદ્ધ થવા માટે આહારાદિસંજ્ઞા તથા ક્રોધાદિ સંજ્ઞાનો નિગ્રહ જોઈએ. સુંદર શાસ્ત્ર-સ્વાધ્યાયનો ધર્મ કરવા બેઠા એ ધર્મ ઉદ્દેશ પણ કોઈ દુન્યવી લાભ લેવાનો ન રાખ્યો. એટલે એ રીતે મિલન આશય નથી, પરંતુ દિલમાં જો કોઈન પ્રત્યે વૈર, વિરોધ, દ્વેષ, ઈર્ષ્યા વગેરે પ્રવર્તી રહેલ છે, અથવા મનમાં આહાર-પાણીની કે ઈદ્રિયવિષયો યા પરિગ્રહ કે નિદ્રાની સંજ્ઞા-ઈચ્છા-વિચારણા ચાલી અથવા કોઇ ક્રોધ અહંકાર માયા લોભ સળવળ્યા કર્યો તો એ પણ મલિન આશય છે, અશુભ અધ્યવસાય છે, અને તે ધર્મસાધનાને અશુદ્ધ કરી નાખે છે. ધર્મની સાધના તો નિર્મળ નિષ્પાપ વિશુદ્ધ હદયથી કરવાની હોય. પરંતુ આ અ-મૈત્રી આદિ સંજ્ઞ સળવળવાના લીધે હૃદય જ અશુદ્ધ હોય પછી શુદ્ધ હૃદયથી ધર્મસાધના થતી સાધન Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં પાયો અને શુદ્ધિ | શાની કહેવાય ? એમ ચિત્ત એ સંજ્ઞામાં એ વિચારમાં પરોવાયું એટલે પછી સાધનામાં એકાગ્ર હોય જ શાનું ? અરે ! મનમાં જો એટલું જ હોય કે “આ સ્વાધ્યાય કે પ્રતિકમણાદિ કરીને ઝટ સૂઈ જવું છે.' અર્થાત નિદ્રાની સંજ્ઞા સળવળે છે. તો પણ એ સ્વાધ્યાયાદિ કેમ જાણે ઈષ્ટ નિદ્રાના વિરોધી બની નિદ્રાની આડે આવનારા લાગશે, એથી મન એમાં થાકેલું રહેશે. ઉલ્લાસીને બદલે કંઈક ખિન્ન જેવું રહેશે અને આ થાક ખેદ એ કિયાનો મોટો દોષ છે. એ ક્રિયાને દોષિત કરે છે. કૂચા જેવી સધાવે છે. પોડશક શાસ્ત્ર' કહે છે. ક્રિયામાં ખેદ-ઉગ-ક્ષેપ (અન્યાન્ય બાબતમાં ચિત્ત જવું તે)... વગેરે એ સાધનાના આઠ દોષ કહ્યા છે. એ સાધનાને દૂષિત કરી દે છે, માલ વિનાની કરી નાખે છે. માટે કહ્યું - સેવન કારાણ પહેલી ભૂમિકા, અભય-અષ-અખેદ.” આવા કોઈને કોઈ દોષ કે કોઈ ને કોઈ પાપસંજ્ઞા સળવળ્યા કરતી હોય ત્યાં પછી ધર્મસાધના ફોફા જેવી નિસ્સાર અને મરવા પડેલાની જેમ મુડદાલ કરાયે જાય એ સ્વાભાવિક છે; અને એવી ને એવી મુડદાલ સાધનાઓ ભલે ને ઘણી વાર કર્યો ગયા, છતાં દિલને એની મમતા ન થાય એમાં રસ ન આવે એ પણ સહજ છે. એટલે તો ફરિયાદ થાય છે કે ધર્મ કરીએ છીએ ખરા, પણ એમાં એવો રસ નથી આવતો, ઊલટ નથી અનુભવાતી'. ઉપવાસ - જાપમાં કેવા ભાવ જોઈએ ? જુઓ અનુભવ શો છે ? ઉપવાસ તો કેટલીય વાર કર્યા હશે, તો એથી એનો અભ્યાસ વધ્યો એટલે હવે ઉપવાસ ઉલટભેર થઈ આખો દિવસ ખુશનુમા પસાર થાય છે ખરો ? શું દિલને એમ થાય છે ખરૂ કે “વાહ આજે ખાવાની બલામાંથી છુટયો, ધન્ય દિવસ મારો !” રાત પડતાં ન ખાધાનો આનંદ વધી જાય છે ? કે પારણું નજીક આવ્યાની નિરાંત ઠંડક અનુભવાય છે ? ત્યારે નવકારવાળી ગણતાં આનંદ થાય છે ખરો કે “હાશ ! કેવું મઝાનું પાપ વિચારોથી અને ચંચળ ચિત્તથી બચવાનું મળ્યું ? કેવો સુંદર પ્રભુનામની રટણાનો યોગ ! ધન્ય જીવન ! ધન્ય સમય ! જો ઘડી જાયે પ્રભુ કે નામમેં, ધન ધન ભવી માનો.” છે આ ઉલટ ? સાધના કરતાં રહે છે હરખ હરખ ? જો ના, તો એનું કારણ શું ? સાધના તો અનેકાનેક વાર કરી, પછી ય આમ કેમ ? સાવધાનીથી જોશો તો દેખાશે કે કોઈ સાધનાને પાયાવાળી કે શુદ્ધ આરાધી જ ક્યાં છે? અમૈત્રી આદિ એક યા બીજો દુષ્ટ ભાવ અથવા આહારની નિદ્રાની ભયની વગેરે કોઈને કોઈ સંજ્ઞા સતાવતી રહેતી હોય, પછી પાકા પાયાવાળી અને વિશુદ્ધ ચોખી ચકચકતી વિશુદ્ધ Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮. ધ્યાન અને જીવન | સાધના ક્યાંથી ચાલે? એ વિના એના સારા સંસ્કાર ક્યાંથી ? કે એના પર ઉછળતી મમતા ક્યાં ? ત્યારે પ્રશ્ન રહે કે, પ્ર. ભલે અ-મૈત્રી કે આહાર સંજ્ઞા આદિ ભાવ સળવળ્યો, કિંતુ ધર્મસાધનાનો ભાવ સારો સંસ્કાર તો નાખે જ ને ? ઉ૦- આ ભરોસે રહેવા જેવું નથી, કેમકે ખૂબી શી થાય છે કે ઉત્તમ ધર્મસાધના મળવા છતાં જે અ-મૈત્રી આદિ કે આહાર સંજ્ઞાદિ મનમાં સળવળતા રાખ્યા, તો આની મુખ્યતા થઈ જાય છે, અને ધર્મસાધના ગૌણ બની જાય છે. પછી હૃદય પર મુખ્યનો જ કો રહે, એના સંસ્કાર દઢ થતા જાય, પણ ગૌણનો કજો નહિ, એના સંસ્કાર દઢ નહિ. જે ભાવનું જોર, એના જ સંસ્કાર દઢ થાય. જોરદાર તો મલિન આશય બની જાય છે, ધર્મસાધનાના ભાવ નહિ, નહિતર તો ધર્મસાધનાના ભાવ પેલા મેલા ભાવને ઊંચકીને ફેંકી ન દેત? દબાવી ન દેત ? એટલે પછી જેનું જોર, તેનો કજો, તેની મુખ્યતા. વળી અનાદિ અનંતકાળનો અભ્યાસ પણ અમૈત્રી આદિનો અને આહારાદિ સંજ્ઞાનો છે. તેથી એ ચાલુ રહેતાં એનું જ સંસ્કરાણ દઢ થયા કરવાનું. આમ ધર્મસાધના તો બિચારી નવા નવા અભ્યાસની વસ્તુ એટલે એ પેલાની હાજરીમાં સબળ પુષ્ટ ક્યાંથી બને ? એનાથી શુભ સંસ્કાર ક્યાથી દઢ પડે ? વાઘની સામે બાંધેલી બકરી ગમે તેવું પૌષ્ટિક ખાય, છતાં પુષ્ટ શી રીતે બને? બિલાડીની હાજરીમાં ઉદરનું જોર શું ચાલે ? એમ બિલાડા જેવી પાપસંજ્ઞાઓની હાજરીમાં ધર્મ સાધનાનું જોર કેટલું? માટે ધર્મસાધના જો જોરદાર કરવી છે તો એ પાયાવાળી અને શુદ્ધ કરવી રહે, ને એ માટે અનાદિના અભ્યસ્ત અમેત્રી આદિ મલિન ભાવોની કે આહાર-સંજ્ઞાદિ પાપસંજ્ઞાઓની હાજરી રોકવી જ જોઈએ. થોડી પાગ અશુદ્ધિ કેવી નડે : પાયાનો અને શુદ્ધિનો એક જ દાખલો જુઓ કે બ્રાહ્મી અને સુંદરી કેટલા ઊંચા આત્મા ! બંને ય ભરત ચક્રવર્તીના ઘરમાં છે, સુખ-વૈભવનો હિસાબ નથી ? છતાં ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થતાં બંને કુમારિકાપણે ચારિત્ર લેવા તૈયાર થઈ ગયા. એમાં ભરત રાજાએ બ્રાહ્મીને તો રજા આપી, ને એણે ચારિત્રધર્મ સ્વીકાર્યો. પરંતુ સુંદરીને પટ્ટરાણી કરવાના હિસાબમાં રજા ન આપી. હવે આમાં તો બહુ આગ્રહ મનામણાં મળે એવાં છે, અને માનભેર ચક્રવર્તીની પટ્ટરાણી બનવાનું ઊંચું સ્થાન મળે એમ છે. સાથે ચક્રવર્તીની પટ્ટરાણી એટલે મહાવૈભવ વિલાસ ઠકુરાઈ પગમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં પાયો અને શુદ્ધિ ૬૯ રોલે એમ છે. છતાં સુંદરીને એની લેશ પણ લાલસા ન જાગી, અને ભરતના પોતાની ઉપરના મોહને ઉતારવા, એણે ૬૦ હજાર વર્ષ આયંબિલ જેવો મહાતપ કરી કાયાને સુક્કી-ભુખી-લુખી બનાવી દીધી ! કેટલો જવલંત વૈરાગ્ય! હવે ભરત શો મોહ રાખી શકે ? ઉતરી ગયો મોહ. વિરાગીનું અંતરાય તોડવા કર્તવ્ય : આજે કેટલાક વૈરાગીને ચારિત્રની રજા નથી મળતી. પરંતુ એમને આ ઉપાય સૂઝતો નથી. બીક લાગે છે કે ‘હાય ! શરીર ઉતરી જાય તો ? અરે! ઉતરી ગયેલા શરીરને પાછું ચડતાં કેટલી વાર ? મોટા માસખમણી ને બેમાસખમણીનેય શરીર નથી ઉતરી જતું ? તે શું પારણાં પછી એવું દુબળું જ રહે છે ? ના, પાછું દિવસો જતાં એનું એ ભરેલું થઈને ઊભું રહે છે. તો પછી આંબેલ આદિ તપથી એક વાર ઉતારી દેવામાં ડર શો ? એમાં સામાનો મોહ પણ ઊતરે અને પોતાનાં અંતરાયાદિ કેટલાંય પાપકર્મોના ભુક્કા થાય. તપ વિના સિદ્ધિ કયા ? માત્ર ચારિત્ર જ શું કોઈ પણ શુભ કામ સિદ્ધ કરવા તપસ્યા એ અદ્ભુત ઉપાય છે. અનંતા જ્ઞાની તીર્થંકર ભગવાનનું ભાખેલું આ વૈદું છે કે ‘તપ ઔષધથી કર્મ-રોગ જાય.’ સર્વજ્ઞના પ્રીસ્ક્રીપ્શનમાં મીન-મેખ ફેરફાર પડે નહિ. સર્વજ્ઞના આ પ્રીસ્ક્રીપ્શન પર દવાના નિશ્ચિત પ્રતિપાદન પર, શ્રદ્ધા જોઈએ. કન્સલ્ટીંગ એમ. ડી. ડાકટરનું પ્રીસ્ક્રીપ્સન એક વાર સફળ ઉપયોગ કરી લીધા પછી વર્ષો સુધી શ્રદ્ધાથી સાચવી રખાય છે ને ? ત્યારે આ સર્વજ્ઞનું પ્રીસ્ક્રીપ્શન કે જેના પર અસંખ્ય આત્માઓએ પોતાના કર્મરોગ નાબૂદ કર્યાં. એના પર શ્રદ્ધા નહિ ? કેવી કંગાળ દશા ? ક્યારે ઊંચા આવવાનું ? ‘ખાધ્યે પીધ્યે દિવાળી રાખો. બાહ્યતપ તો લાંધણ છે, જડની ક્રિયા છે. એથી ચેતનનું શું વળે ? કર્મ તો મનના ભાવથી તૂટી જશે' એવા અજ્ઞાનીઓના હિસાબ ધરી રાખવામાં તો ખાડામાં જ પડ્યા રહેવાની કંગાળ દશા રહે છે. વિચાર તો કરો કે શું મહાવીર ભગવાનને એકલા મનના ભાવ સારા રાખતાં નહોતું આવડતું ? અરે ! એમણે ખાધું-પીધું હોત તો ય મનના ભાવ ઊંચા રાખી શકત. આપણે તો જો એમ કરવા જઈએ તો સારા ભાવનો ચાળો જ થાય. ઢોંગધતૂરો જ થાય. પ્રભુનો તો વૈરાગ્ય જબરદસ્ત હતો. સારું ખાતા ય એને એ વૈરાગ્યની ધૂળ જેવું કરી શકતા. છતાં એમણે ખાધ્યે પીધ્યે દિવાળી ન કરી, ઘોર તપસ્યાઓ કરી. કેમ વારુ ? પૂર્વ ભવોમાં શરીરના અમનચમનિયાથી ભરપૂર ભેગાં કરેલાં કર્મના Page #315 -------------------------------------------------------------------------- ________________ | ધ્યાન અને જીવન જૂથ આકરી તપસ્યાથી કાયાને કયા કયા કચર્યા વિના હેઠા નહિ ઉતરે. એ લોજિક (Logic) એ ન્યાય પ્રભુનાં મનમાં વસેલું હતું. માટે એકલા ભાવથી ન પતાવ્યું, પણ “ધોર તપે કેવળ લહ્યા એના પવિજય નમે પાયા; તપસ્યા કરતાં કરતાં હો કે ડંકા જોર બજાયા, ત્યારે શાલિભદ્રને દેવતાઈ નિત્ય નવાણું પેટીના વૈભવ અને ૩ર દેવાંગનાશી તરુણ રમણીઓના મહાત્યાગ કરી ચારિત્ર લેતા આવડ્યું. તો એમનાં અંતરના ભાવ કેટલા બધા ઊંચા ? તો પછી ચારિત્ર લીધા બાદ એમણે એકલા ભાવથી કેમ ન પતાવ્યું? કેમ કાળી તપસ્યા કરી ? કહો, એક હિસાબ, આ કાયા સુંવાળી સુંવાળી રાખીને સંઘરેલાં કર્મ કાયાને તપ આદિ સાધનામાં ગદરવાથી કસવાથી કચરવાથી જ હેઠા ઊતરે.' સુંદરીને સ્ત્રીત્વ કેમ ? સુંદરીએ પોતાના અંતરાય કર્મ તોડવા ૬૦ હજાર વર્ષ આંબેલની ઘોર તપસ્યા કરી. ત્યારે એ કેટલો બધો ઊંચો આત્મા ? બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીનો અવતાર કેમ મળ્યો ? જો હોં, એ બ્રાહ્મી સુંદરી ભગવાન ઋષભદેવ, ભરત-બાહુબલી અને શ્રેયાંસના આત્મા સાથે પૂર્વ ભવે સમાન ચારિત્ર પાળી એમની સાથોસાથ અનુત્તર વિમાનમાં વસીને આવેલી છે તો અહીં એ ચારને પુરુષ-અવતાર અને આ બેને કેમ સ્ત્રી-અવતાર ? કારણ આ, કે પૂર્વે આ બંનેને એક વાર ધર્મસાધનાનો પાયો ગુમાવ્યો, શુદ્ધિ ગુમાવી, તેથી ગુણસ્થાનકથી હેટાં ઉતરી ગયા. પૂર્વે આ બંને પીઠ-મહાપીઠ મુનિ હતા અને ભરત-બાહુબલી પૂર્વે બાહુ-સુબાહુ મુનિ હતા. આચાર્ય મહારાજે બાહુ સુબાહુ મુનિના ભક્તિ વૈચાવ ગુણની પ્રશંસા કરી તે પીઠ મહાપીઠ મુનિ સહન કરી શક્યા નહિ. એમને ઈર્ષા થઈ, મૈત્રી આદિ ચાર શુભ ભાવોમાંનો પ્રમોદભાવ ગુમાવ્યો, વળી આ સહન ન થયું તે મનમાં છૂપાવ્યું, અને બહાર દેખાવથી પ્રશંસામાં હાજી હા કરી એ માયાસંલ્લામાં તાણાયા. થયું? પાયો અને શુદ્ધિ ગુમાવી, તો ધર્મ ગુમાવી સ્ત્રી વેદ ઉપાજર્યું. મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યશ્ય એ ચારમાં એક પણ પાયે જો ગુમાવ્યો, અને આહાર-વિષય-પરિગ્રહ-ભય (નિદ્રા) તથા ક્રોધ-માન-માયા-લોભ એ આઠમાંની એક પણ સંજ્ઞાના રોકાણની શુદ્ધિ જો ગુમાવી, તો એ ઊંચી પણ ધર્મસાધનાને પાયા વિનાની અને શુદ્ધિ વિનાની બનાવી દેવા સમર્થ છે. આમાં સાથે વૈરાગ્યનો પાયો અને શુદ્ધિ જરૂરી સમજવાની. વૈરાગ્ય પણ પાયામાં જરૂરી; વૈરાગ્ય વિના શુદ્ધિ નહિ. માટે તો દ્રવ્ય-ભાવપૂજા Page #316 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં પાયો અને શુદ્ધિ ૭૧ કરી એના ફળમાં પ્રભુ પાસે ભવનિવેદ પહેલો મંગાય છે. ‘હોઉ મમ... ભવનિવ્યેઓ’ એ સૂત્ર બોલાય છે. ‘હે વીતરાગ જગ્દગુરુ ! જય પામો. હે ભગવંત ! મને તારા પ્રભાવથી ભવનિવેદ હો.’ ભવ એટલે કે સંસાર પર નિર્વેદ હો. વૈરાગ્ય હો. ગ્લાનિ હો. શું ઈચ્છયું ? મોટો દેવતાઈ સુખભર્યા સંસાર ઉપર પણ અરુચિ, અનાસ્થા, કંટાળો, ઉદ્વેગ. સંસાર પર વૈરાગ્ય કેમ ? એટલા જ માટે કે, (૧) સંસાર આત્માની મૂળ ચીજ નથી, પરાયી વેઠ વસ્તુ છે. (૨) સંસારી ચીજ નાશવંત છે, પલટાતી રહે છે. (૩) એમાં અલ્પ સુખ, અનંત દુઃખ છે. (૪) એમાં આત્માના ક્ષમા-નિરહંકાર-નિસ્પૃહતાદિ ગુણો ભૂલાય છે, અને તારક દેવ-ગુરુ આદિનેય ભુલાય છે, ગૌણ કરાય છે. (૫) સંસાર એટલે સંસરણ, જન્મ-મરણની પરંપરા. (૬) સંસારમાં ગતિઓમાં ભ્રમણ, રોગ-શોક, દુઃખ દારિદ્રય વગેરેની વિટંબણા જ મળે કે બીજું કાંઈ ? વચમાં સુખ દેખાય એ તો મધુબિંદુ જેવું; પણ એની જ લંપટતામાં અનંત દુઃખ અને વેઠ વિટંબણાની તૈયારી ! (૭) સંસારે કર્મના નચાવ્યા નાચવું પડે... (૮) સંસારમાં મોહવિષના જે કટોરા પાય એવા પોકળ સગા-સંબંધી કરવાનું બને. (૯) સંસારમાં માનવભવ જેવા ઊંચા સ્થાને પણ ષટ્કાય જીવોનો સંહાર અને ૧૮ પાપસ્થાનકની કૂડી રમતભર્યું જીવન પસાર કરવાનું બને છે. (૧૦) સંસારે પુણ્ય વેચી અઢળક પાપની ખરીદી કરવાની મૂર્ખતા થાય છે. (૧૧) સંસારમાં પુણ્યના ઉદય પાપના ઉદયથી કલંકિત ભોગવવા પડે છે. આવા સંસાર પર શો આદર થાય ? એને શી રીતે સારો મનાય ? દિલ ઉદ્વિગ્ન રહે કે ‘આ કેવી બલા ! કેવો ફાંસલો ! કેવી વિટંબણા ! ક્યારે આ છૂટે ?' મનને એમ બેસી જાય કે આ તો આત્માના પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનમય ઘરને ભૂલી પારકા ઘરમાં-રખડવાનું થાય છે. એ મહાન ભુલામણી છે, દુઃખદ છે. દિલમાં આવા સંસાર પર વૈરાગ્ય જાગતો રહે ત્યારે એને છોડાવનાર ધર્મ ખરેખરો ગમે; એ ધર્મ ખરેખર ગમે તો જ સાચી ચોખ્ખી ધર્મસાધના થાય. જો સંસાર યાને સંસારનાં સુખ-સન્માન ગમતાં રહે, તો તો ધર્મ સાધના શુદ્ધ ધર્મના રાગથી નહિ, આત્માને બંધનથી છોડાવવા માટે નહિ, કિન્તુ નવો સંસાર વધારવા માટે થવાની. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શુદ્ધ ધર્મસાધનાનો પાયો વૈરાગ્ય; ધર્મસાધનાની શુદ્ધિ વૈરાગ્ય. મૈત્રી-કરુણા માટે વૈરાગ્ય જરૂરી : સાચો મૈત્રીભાવ વૈરાગ્ય પર આવે. નહિતર જો સંસારના સુખરૂપ લાગતા શબ્દરૂપ-રસ વગેરે વિષયો જ પૂરા ગમતા રહે, તો એની આડે આવતા જીવો પર મૈત્રીભાવ સ્નેહભાવ ક્યાંથી રહેવાનો ? જો સુખ બહુ ગમે છે તો એ સુખમાં ભંગ કરનાર નહિ ગમે, એના પર સ્નેહ નહિ રહે, એ દુશ્મન લાગશે. એમ સંસારના પૈસા ટકા અને સુખશીલ કાયા વગેરે જો ખૂબ જ ગમતા રહેશે, તો એને સાચવવાની લાલસામાં દુઃખી જીવો પર કરુણા ય ક્યાંથી કરશે ? મનને થશે કે ‘મારે લાગતા-વળગતા નહિ એવા એ દુઃખી જીવો પાછળ મારા વહાલા પૈસા, વહાલી કાયા, નિરર્થક ક્યાં ખરચું ?’ એટલે સાચો મૈત્રીભાવ કરુણાભાવ લાવવા ભવનિર્વેદ સંસાર-વૈરાગ્ય જરૂરી છે. એ હોય તો જ હૃદય નિર્મળ બને, ને સાચી ધર્મસાધના થાય. હૃદયની નિર્મળતા વિના સાચી ધર્મસાધના નહિ. વૈરાગ્ય, મૈત્રી, આદિ વિના એ હૃદયની નિર્મળતા નહિ. એમ આહારાદિ સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞા દળ્યા વિના હૈયું નિર્મળ નહિ, તેમ વૈરાગ્ય વિના એ પાપ સંજ્ઞાઓ દબે નહિ. ધ્યાન અને જીવન સંસાર પરના વૈરાગ્યથી જ પાપસંજ્ઞા દબાવી હૃદય નિર્મળ કરી શકાય. એમાં પહેલું મનને એમ થાય કે ‘આ આહાર-વિષય આદિની લત ભૂંડી છે, ક્રોધાદિ કષાયની લત ભૂડી છે,’ ત્યારે જ એ લત એ સંજ્ઞાને દબાવવાનું બને. જો એ આહારાદિ અને ક્રોધાદિમાં કશું ખોટું જ ન લાગતું હોય, તો પછી શું કામ એની સંજ્ઞાને દબાવે? કદાચ સ્વાર્થવશ કામચલાઉ અટકાવે તો પણ પછી એ બમણા જોરમાં કૂદશે. જેને વૈરાગ્ય નથી એના ઉપવાસ પછી પારણા કેટલા બધા આનંદભર્યા હોય છે ? જે ખુશનુમા જે તેજી ઉપવાસમાં નહિ, એ પારણામાં ! એટલે વૈરાગ્યથી સંસાર અકારો લાગે, તો જ સંસારના અંગભૂત આહાર વિષય-પરિગ્રહ વગેરે બધું અકારું લાગે, ને એ લાગવા પર એની સંજ્ઞાઓ દબાવવાનું થાય. એ થાય ત્યારે હૃદયની નિર્મળતા આવે, અને એના પર જ ચોખ્ખી ધર્મસાધના થાય. ૮. સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક સ્વાધ્યાય એ આભ્યન્તર તપનો ધર્મ છે. એની સાધના કરવી હોય તો પાયામાં હૃદયની નિર્મળતા જોઈએ, વૈરાગ્ય વગેરે હૃદયમાં ઝળહળતા હોય, ને પાપી આહારાદિસંજ્ઞાઓ જે અટકાવી રાખી હોય, પછી સ્વાધ્યાયની મઝા ઓર; ત્યાં સ્વાધ્યાય અર્થાત્ સ્વનો અધ્યાય થાય; સ્વને એટલે કે આત્માને અનુલક્ષીને અધ્યયન Page #318 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક ૭૩ થાય. વૈરાગ્ય સતેજ ન હોય, માનાકાંક્ષા વગેરે સંજ્ઞા સતાવતી હોય, તો અધ્યયન એ માન આદિ લૌકિક લાભને અનુલક્ષીને થવાનું, સ્વને અનુલક્ષીને નહિ, તેથી એ સાચો સ્વાધ્યાય નહિ. સ્થૂલભદ્ર સ્વામીની ક્ષણવાર માનાકાંક્ષા : ત્યારે માનની આકાંક્ષા કેવી ભૂંડી છે ! સ્થૂલભદ્ર સ્વામી ક્ષણવાર એમાં પડ્યા તો ૧૧માં પૂર્વથી ૧૪માં પૂર્વ સુધીનો અર્થબોધ ન પામ્યા. જાણો છો ને ? બેન સાધ્વીઓ વંદના કરવા આવી. મુકામના નીચેના ભાગમાં વાચનાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને વંદના કરી પૂછે છે ભાઈ મહારાજ ક્યાં ?' આચાર્ય મહારાજ કહે છે “જાઓ, ઉપર છે.' સાધ્વીઓ ઉપર ચડે છે. સ્થૂલભદ્ર સ્વામીને ખબર પડી કે બેન સાધ્વીઓ વંદન કરવા આવી રહી છે, પોતે દરિયા જેવા મોટા દશ પૂર્વી નામના શાસ્ત્રો ભણી ચૂક્યા છે. મનને એમ થયું કે “આ બેનોને હું શું ભણ્યો છું એની શી ખબર? ‘પૂર્વ શાસ્ત્રોની અદ્ભુત વિઘાઓ સુધી હું પહોંચી ગયો છું એ એમના ગાલ પર લાવું. બસ, બેનો આગળ માન લેવાની આકાંક્ષા થઈ. એણે પવિત્ર વિદ્યાનો આ ઉપયોગ કરાવ્યો કે ભણેલી વિદ્યાના બળે એમણે સિંહનું રૂપ કર્યું. બેની ઉપર ચડી. નજર પડતાં જ ગભરાણી. સાધુને જોવાની આશામાં જાય અને મોટો સિંહ જુએ તો ગભરાય જ ને ? ખટુ એ નીચે ઉતરી ગઈ. માન કેવું આંધળું છે ? માનની આકાંક્ષા કેવી આંધળી છે ? સ્થૂલભદ્રસ્વામી માનાકાંક્ષામાં એમ સમજતા હશે કે મારી જગાએ સિંહ જોઈને બેનોને ચમત્કાર થશે કે “વાહ! મારો ભાઈ સિંહનું રૂપ બનાવી શકવાની વિદ્યા સુધી ભાગી ગયો ? પરંતુ અહીં તો ચમત્કારને બદલે ભય થયો. ભાઈએ જ આ રૂપ કર્યું છે એ ખ્યાલ આવવાને બદલે સાચેસાચ સિંહ અહીં આવી ગયાનો ખ્યાલ આવ્યો, અને એ ભય પામી. બેનોને આવું થશે એની કલ્પના જ સ્થૂલભદ્ર સ્વામીને ન આવી કયાંથી આવે ? માન માનાકાંક્ષા જનમના અંધાપાથી ય ભૂંડા! ખરું તો દેખવા ન દે, સાચું તો ધ્યાનમાં ન આવવા દે, ઉલટું, ન હોય એના ખ્યાલ કરાવે. ખૂબી કેવી ? દશ પૂર્વેમાંની આવી સિંહનું રૂપ બનાવી શકવાની વિદ્યા સુધીની જાણકારી પર એવુંક રૂપ બનાવવાનો ખ્યાલ આવ્યો, પરંતુ બેનો એકાએક અહીં સિંહ જોઈને ગભરાશે એ ખ્યાલમાં જ ન આવ્યું. હતું એ ખ્યાલમાં નહિ, નહોતું એ ખ્યાલમાં! બેનોને ચમત્કાર ન થયો, પણ ચમત્કાર થશે એ ખ્યાલમાં મુનિ તણાયા. ' એટલે અસત્ જોયું, સત્ ન જોયું. દશ પૂર્વમાં મોટી વિદ્યાની આવડત બીજાના ભવિષ્ય Page #319 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધ્યાન અને જીવન જાણવાની શક્તિ, એ બધું હતું. પરંતુ આટલી સાદી સમજની વસ્તુ ખ્યાલમાં ન આવી એ પેલી માનાકાંક્ષાની મોહિનીનો પ્રભાવ છે. આપણે આવી અસર નીચે નથી ને ? શાસ્ત્ર ભણીએ, થોડી વિદ્વત્તા મળે, ત્યાં કોઈ માન નથી ચઢતું ને ? માનાકાંક્ષા નથી આવતી ને ? બીજા મારું ગૌરવ કરે એ ભાવ નથી આવતો ને ? એ માટે કશી પેરવી આપણે કરતા નથી ને ? ભૂલવા જેવું નથી કે એમાં જો તણાયા તો વસ્તુસ્થિતિ નહિ દેખાય અને અસત્ની કલ્પના થશે. માનનો માનાકાંક્ષાનો આવેશ જ દારૂના નશા જેવો છે. દારૂડિયો છતાં ઉઘાન તરફ નજર ન નાખે, ને ગટરમાં ઉદ્યાન દેખે. આપણે માનમાં ને માનની ભૂખમાં તણાયા કેટલુંય ખરેખરું જોવાનું ભૂલીએ છીએ અને હવાઈ કિલ્લામાં રાચીએ છીએ. ત્યાં પછી સારામાં સારો શાસ્ત્રબોધ કે શાસ્ત્ર સ્વાધ્યાયની મહેનત પણ ગરીબડી બની જાય છે, એનું કાંઈ ચાલતું નથી, ઉપજતું નથી, અને પેલા માન-માનાકાંક્ષી કોઈ અગમ્ય અયોગ્યતામાં આપણને ઉતારી દે છે. માન માનાકાંક્ષા કોઈ એવી અયોગ્યતા પરખાવી દે છે કે જેની અત્યારે કલ્પના જ ન આવે. સ્થૂલભદ્રે માનાકાંક્ષા કરી ત્યારે ક્યાં આ કલ્પના જ હશે કે ‘ હું આથી બાકીના ચાર પૂર્વોનો બોધ પામવા અયોગ્ય ઠરી જઈશ !' સાધ્વીઓ ગભરાઈને નીચે ઉતરી ગઈ અને આચાર્ય મહારાજને કહે, ‘ઉપર તો ભાઈ મહારાજ નથી, સિંહ છે.’ આચાર્ય મહારાજ ૧૪ પૂર્વધર શ્રુતકેવળી ભગવાન છે. જ્ઞાનથી વસ્તુસ્થિતિ સમજી ગયા, સાધ્વીઓને કહે, ‘જાઓ ફરીથી ઉપર જાઓ, સિંહ નહિ, ભાઈ મહારાજ મળશે.’ ગુરુવચન તત્તિ અહીં સાધ્વીઓને આચાર્ય ભગવંતનું વચન એટલે એના પર વિચાર કરતા નહિ બેસવાનું, કિન્તુ તરત માથે ધરવાનું, - આ હિસાબ છે. ‘અમે હમણાંજ નજરે સિંહ જોઈ આવ્યા છીએ અને ગુરુ આમ કેમ કહે છે કે જાઓ સિંહ નથી ભાઈ મહારાજ છે ?’ આવો કોઈ વિકલ્પ જ ઉઠાવવાનો નહિ. હવે ગુરુજી કહે છે ને કે ‘જાઓ ભાઈ મહારાજ છે, સિંહ નહિ, બસ, તહત્તિ કરીને ઉપર જવાનું. આ હિસાબ હતો એટલે લેશ ગભરાયા વહેમાયા વિના ઉપર ગઈ, અને ત્યાં તે સ્થૂલભદ્ર સ્વામી સિંહનું રૂપ સંકેલી લઈ મૂળ સ્વરૂપમાં બેસી ગયા હતા. બેનોએ વંદના કરી, સુખશાતા પૂછીને પાછી ચાલી ગઈ. અહીં બેનોએ પૂછ્યું ય નહિ હોય અને સ્થૂલભદ્ર સ્વાર્થીએ સિંહનો ખુલાસો કર્યાં ય ન હોય છતાં પોતે સમજતા રહ્યા હશે કે બેન સાધ્વીજીઓને મારી ઊંચી Page #320 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક ૭૫ વિદ્યાપ્રાપ્તિનો ખ્યાલ આવી ગયો હશે. પત્યું, એમ સિંહનું રૂપ કરવામાં કાંઈ ખોટું કર્યું એવો તો ખ્યાલ જ શાનો આવે ? જો એ નહિ, તો પછી ગુરુ પાસે જઈ એની ક્ષમા કે પ્રાયશ્ચિત્ત માગવાની વાતે ય શી? છતાં એ તો મહાજ્ઞાની છે. પરંતુ આપણા જેવા જીવોને માટે મુશીબત આ ઉભી થાય છે કે હજી મોટી ભૂલોનું ગુરુ આગળ નિવેદન આલોચન કરાય, પણ નાની મનાતી ભૂલોનું નહિ ! એટલે પછી એનું પરિમાર્જન કરી ચારિત્રશુદ્ધિ કરવાની વાત ક્યાં ? અરે દર્શનશુદ્ધિ પણ ક્યાં, જે ભૂલ ને ભૂલ તરીકે આપણાથી સ્વીકારાતી નથી. ત્યારે નાની ભૂલમાં જો આમ ભૂલ તરીકે ને હેય માનવાનું નહિ તો સમહત્વ ઘવાય. રુકમીની નાની ભૂલે મહા અનર્થ - રુકમીએ રાજકુમાર સામે રાગની દષ્ટિ નાખેલી, એ ભૂલ નાની એ દ્રષ્ટિએ, કે જો એનું ગુરુ આગળ આલોચન કર્યું હોત તો નાના પ્રાયશ્ચિતે કામ પતી જાત. પરંતુ એણે ભૂલને છૂપાવી, એને મોટું ચારિત્ર લેવું સરળ બન્યું, અને કઠોર તપસ્યા કરવી સહેલી પડી, પણ આલોચન કઠિન પડ્યું. ઉલટું એ જ રાજકુમાર દીક્ષા લઈ ગુરૂ બનેલા, અને રુકમીએ એમની પાસે જ દીક્ષા લીધેલી. છતાં હવે ય એ એમની આગળ જ છૂપાવે છે. ત્યારે અંતે ગુરુએ યાદ કરાવ્યું તો રુમી સાધ્વી કહે છે. “ના. એ તો મેં તમારું પારખું કરવા દષ્ટિ નાખેલી.’ તો મૂળ નાની ભૂલ કેવા ભયંકર દોષમાં પરિણમી ? ચારિત્ર તો શું ? પણ સમ્યગ્દર્શને ય ઉડ્યું ! રુકમી એથી એક લાખ ભવ ભટકતી થઈ ગઈ ! નાની પણ ભૂલમાં ખોટું ન લાગે છે, અને ગુરુ આગળ ઈકરાર ન કરાય, એ ભયંકર છે. હેયમાં હેય બુદ્ધિ ન હોય, એમાં સફત્વ સ્પલના પામે છે. ત્યારે એમ કહેવાય કે હજી મોટી ભૂલ ખોટી લાગી એનું આલોચન પ્રાયશ્ચિત થાય ત્યાં નુકસાનથી બચી જવાય, પરંતુ નાની ભૂલમાં એવું કાંઈ ન લાગે ત્યાં બચવું મુશ્કેલ છે. ચારિત્ર તો શું, પણ સમ્યગ્દર્શન શુદ્ધ રહેવું મોંઘું. માટે જ ખરી સાવધાની આ, કે નાની ભૂલ પર તો વિશેષ સાવધાની રહે, ગુરુ આગળ એનું આલોચન નિવેદન થાય, ક્ષમાં મંગાય પ્રાયશ્ચિત મંગાય. સ્થૂલભદ્રસ્વામીની અલૌકિક મહાનતા :જુઓ, નાની ભૂલમાં ખોટાપણું ન લાગે ત્યાં સમ્યકત્વ ઘવાવાનો પ્રસંગ આપણી જાત માટે વિચારવાનો છે. બાકી સ્થૂલભદ્ર સ્વામી તો દશ પૂર્વ સુધી પહોંચી ગયા છે, અને દશપૂર્વી નિયમો સમ્યગ્દષ્ટિ હોય એ હિસાબે, તેમજ ચોરાશી ચોવીશી યાદ Page #321 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન રહે એવું કોશા વેશ્યાના ઘરમાં સ્થૂલભદ્ર સ્વામીનું બ્રહ્મચર્યનું પાલન છે, એ હિસાબે એ તો એક અલૌકિક મહાપુરુષ છે, એમના માટે આ સમકિત ઘવાવાનું નથી વિચારવાનું. એ મહાપુરૂષના અંતરના ભાવને આપણે ન પિછાણી શકીએ. તેથી અનુચિત કલ્પના કરવા જતાં એમનું અલૌકિક બ્રહ્મચર્ય, તથા જટિલ પૂર્વશાસ્ત્રો ઝડપથી ભાગવાનો એમનો એકલાનો અથાગ પરિશ્રમ, અને એમની મહાપ્રભાવક યુગપ્રધાનતા વગેરે પ્રત્યે આપણને અનાદર થવાનો ભય છે. જ્યાં એક મામુલી અને ક્ષણિક માનાકાંક્ષા અને ક્યાં અલૌકિક બ્રહ્મચર્યાદિ મહાન વિશેષતાઓ? માટે એમના અંગે જરાય સમકિત ઘવાયાની અનુચિત કલ્પનામાં નહિ જવાનું. પરંતુ આપણી જાત માટે તો અવશ્ય સાવધાન બનવાનું છે કે નાની પાગ ભૂલ અને નાનો અલ્પ પણ કષાય જો ખોટો નહિ લાગે, ત્યાજ્ય નહિ મનાય, તો સમકિત ઘવાવાનો સંભવ છે. એટલે કદાચ સારું આચરવાનું ઓછું બને, પણ માન્યતા તો સંપૂર્ણ જોઈએ કે, “મોટું યા નાનું પણ પાપ, તે પાપ. ને પાપ એ ખોટું તે ખોટું.” આપણી વાત આ ચાલે છે કે સ્વાધ્યાયધર્મની સાધના આહારાદિની અને માનાકાંક્ષાદિ કષાયની સંજ્ઞાને દબાવીને કરવાની છે. તો એ શાસ્ત્રબોધનો પ્રયત્ન એકાંતે ફળદાયી બને. સ્થૂલભદ્ર સ્વામીને શાસ્ત્રબોધ પર એટલી જરાક માનાકાંક્ષાની કષાયસંજ્ઞા ઉઠી અને એની પ્રવૃત્તિ કરી, તો પછીથી વાચનાચાર્ય ભદ્રબાહુ સ્વામીએ એમને આગળ ભણાવવાની ના પાડી દીધી; કેમ ? એમણે કહી દીધું કે ' તારી પાત્રતા આટલી જ છે,' સ્થૂલભદ્ર સ્વામીએ માનાકાંક્ષામાં બેનોને સિંહનું રૂપ બતાવાનું કર્યું હશે ત્યારે એમને આ થોડો જ ખ્યાલ હશે કે આમાં તો હું આગળના ચાર પૂર્વ પામવા અયોગ્ય ઠરીશ ?” ના, કશી એવી કલ્પના નહિ. નહિતર તુચ્છ લાભમાં મહાલાભ થોડો જ જતો કરે ? એટલે ભલે કલ્પના નહિ, છતાં ય ગુરુએ તો એમની જ્ઞાનપ્રગતિની કક્ષા એટલી જ બાંધી દીધી. ગુરુ અલ્પજ્ઞ નથી, મહાજ્ઞાની છે, શ્રુતકેવળી ભગવાન છે, એ જ્ઞાનથી, જે નક્કી કરે છે એ વ્યાજબી છે. એટલે એવા ગુરુએ એ બરાબર નક્કી ન કર્યું એમ કહેવાય નહિ. જરાક માનાકાંક્ષામાં ક્યાં પહોંચ્યું? માનના લોભે ઉપરનું મહાજ્ઞાન ગુમાવરાવ્યું. ખૂબી જુઓ, એમને ભાણતાં એ ઉદ્દેશ નહોતો તોય વચમાં જરાક માનાકાંક્ષા લાવ્યા તો ય આ મહા નુકસાન ઊભું થયું. તો પછી આખુંય શાસ્ત્રઅધ્યયન માનાકાંક્ષાથી કરે તો કેટલું યંકર નુકશાન? માટે વાત આ છે કે - અનંતજ્ઞાની તીર્થકર ભગવાનની વાણીનાં શાસ્ત્રોનો સ્વાધ્યાય એ અનંતકમ ક્ષયકારી મહાપવિત્ર સાધના છે, મહામંગળકારી આરાધના છે, એને કોધાદિસંજ્ઞાઓથી અભડાવો નહિ. Page #322 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિનો ઉપદેશ દુષ્ટ લાલસાઓ અને પાપવિચારોથી સ્વાધ્યાય સાધનાને ન અભડાવવાનું એક આ પણ ખાસ કારણ છે કે, સ્વાધ્યાય ધર્મ જ મલિન લાલસાઓ અને પાપના વિચાર અટકાવવા માટે અનન્ય ઉપાય છે. તે પછી એનો ઉપયોગ એ પાપોને પોષવામાં કેમ થાય? આજે ઘણાની બૂમ છે કે અમને ખોટા વિચારો બહુ સતાવે છે, કોઈ માન આદિની કે હર્ષ ઉગ આદિની લાગણીઓ બહુ આવી જાય છે, પરંતુ અફસોસી આ છે કે આને અદ્ભુત પ્રતિકાર જે શાસ્ત્રસ્વાધ્યાય છે તેનો આશ્રય કરવો નથી ! નહિતર જો ચિત્ત શાસ્ત્રસ્વાધ્યાયમાં જ રહે, તો ખોટા વિચારને જગા જ ન મળે. ૯. સુબુદ્ધિનો ઉપદેશ : આત્માની સાબિતિ : મેલી લાગણીઓ અને પાપવિચારો એ ભયંકર આત્મરોગો છે. એથી આ જન્મ અને જન્માંતરોમાં ભારે પીડાઓ ભોગવવી પડે છે. ટી.બી.કેન્સર લકવાના રોગ હજી સારા કે (૧) જે આ જનમમાં જ પીડ, ભવાંતરે નહિ, અને (૨) જેમાં સમાધિ હોય કર્મવિપાકનું ધર્મધ્યાન હોય, તો (૩) પેલા મેલી લાગણીઓ અને પાપવિચારોના રોગ મહાલે નહિ, તેથી (૪) એકાંતે ભરપૂર કર્મનિર્જરાનો લાભ મળે. આ દ્રષ્ટિએ એ ટી.બી. વગેરે રોગ સારા, પરંતુ વિના શારીરિક દરદ પણ મલિન લાગણીઓ તથા પાપ વિચારોનો રોગ ભંડો, શારીરિક આરોગ્ય હોય, પૈસા પરિવાર પ્રતિષ્ઠા પહોંચતી હોય, છતાં અંતરમાં જો કોઈ ક્રોધ માનાદિની, શોક-ઉદ્વેગની, કે ભય ચિંતાની લાગણી સળવળ્યા કરતી હોય, યા પાપવિચારો ચાલ્યા કરતા હોય, તો શાંતિ નથી, સમાધિ શુભધ્યાન નથી, કર્મક્ષય નથી, શુભ કમપાર્જન નહિ. ત્યારે ભવાંતર માટે તો આનાથી ઊભા થયેલાં થોકબંધ અશુભ કર્મ અને અશુભ સંસ્કારો તો પાર વિનાના અનર્થ કરશે, પીડશે-સતાવશે. આસ્તિકનો વર્તાવ : ત્યારે આ આત્માના રોગોનો વિચાર-ચિંતા-સંતાપ ખરો ? શરીરનો નાનો પણ રોગ ચિંતા કરાવે છે, મનને લાગી આવે છે, ચેન પડતું નથી, એનું વૈદું થાય છે, પણ અંતરના રોગ-વૈર-વિરોધ-ઈર્ષા-ભય-ઉદ્વેગ વગેરેની કોઈ ચિંતા નહિ ? એના માટે કશું લાગી આવે નહિ ? એ જાલિમ રોગો હોય ને ચેન પડે ? એનું વૈદું કરવાનું સ્વપ્ન પણ ખ્યાલમાં ન આવે ? કઈ નાસ્તિકદશા આ? નાસ્તિકને તો આત્મા જ માનવો નહિ, પછી શું કામ આ રોગોની ચિંતા જ કરે ? પણ સાચા આસ્તિકને તો એની ચિંતા હોય. એટલે તો એ પોતાના તો શું, પણે આશ્રિતના યે આ રોગો માટે સચિંત હોય, એ રોગો નાબૂદ કરવાની ગડમથલમાં હોય. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૭. મહાબળ રાજા અને સુબુદ્ધિ મંત્રી ઋષભદેવ ભગવાન ચોથા ભવમાં મહાબળ નામે રાજા હતા. એમનો શાણો સુબુદ્ધિ નામનો મંત્રી એમને એક વાર કહે કે ‘મહારાજ ! આ જીવન ક્ષણભંગુર છે, રાજ્યસંપત્તિ ચંચળ છે, ને ભોગસુખો દારુણ વિપાકવાળા છે. માટે હજી શરીરશક્તિ પહોંચે છે ત્યાં સુધી એના મોહ છોડી આત્મહિતની સાધના કરી લેવા જેવી છે કે જે ભવાંતરે ઓથ આપે.' ધ્યાન અને જીવન સુબુદ્ધિની આ સલાહ સાંભળી ત્યાં બેઠેલા રાજાના ચાર માખણિયા મંત્રીઓ કહે છે, - ‘મંત્રીશ્વર ! આ ઉંધું શું ભરમાવો છો ? તમને આ ભવ્ય રાજ્યવૈભવ અને આવા મીઠાં ભોગસુખો નથી મળ્યા એટલે ઈર્ષ્યા કરો છો ? તે મહારાજાને એથી વંચિત કરવા છે ? ‘આત્માનું હિત આત્માનું હિત' રટો છો, પણ આત્મા છે જ ક્યાં ?, સુબુદ્ધિ મંત્રીએ કહ્યું ‘મહાનુભાવ ! શા સારું આવું બોલીને મહારાજાને ખોટું મીઠું લગાડી રહ્યા છો ? સાંભળો આત્માની સાબિતિ : કહો છો આત્મા જ નથી; પણ (૧) આત્મા જેવી સ્વતંત્ર ચીજ ન હોય તો તો કેટલાકને પૂર્વજન્મનાં સ્મરણ થઈ આવે છે, એ બને જ શી રીતે ? વળી (૨) માણસ મરી ગયા પછી જો કોઈ સગું એને બોલાવ બોલાવ કરતું હોય તો લોકો કહે છે ‘ભાઈ ! રહેવા દો હવે બોલાવવાનું, જીવ તો ગયો, હવે તો આ ખોખું છે' આમ લોકો પણ સમજે છે કે શરીર એ તો ખોખું; ને એમાં રહેનારો જીવ આત્મા એ જુદી ચીજ, આત્મા ઉપડી ગયો. આત્મા એ સ્વતંત્ર વસ્તુ જ ન હોય તો આ વ્યવહાર કેમ બને ? વળી (૩) જ્ઞાન, ઈચ્છા લાગણીઓ, સુખ-દુઃખ, વગેરે જે ગુણો અનુભવાય છે તે કાંઈ જડ માટીની કાયાના ગુણ નહિ; નહિતર તો મડદામાં કેમ એમાંનો એક પણ ન દેખાય ? ક્ષણ પહેલાં એક બળતી દિવાસળીની ઝાળ ન સહન કરે એ શરીર આખી ચેહમાં બળવાનું સહન કરે ? રાડ ન પાડી ઊઠે ? કહેવું જ પડે કે સહન ન કરનાર અને રાડ પાડી ઉઠનાર જીવ તો ચાલ્યો ગયો પરલોકમાં. બળતાં દુઃખ લાગવાનું તો એને શરીરને નહિ, પણ એ શરીરમાં કેદ પૂરાયેલ જુદા જીવને હતું, પણ એ હવે છે જ ક્યાં ? (૪) વળી આત્મા જેવી વસ્તુ જ ન હોત તો બાળપણમાં જ વગર શીખવ્યુ પણ કોઈનામાં સારા ગુણો અને બીજામાં એથી ઉલટા અવગુણો શાના દેખાય ? એમ, શીખવ્યા છતાં ય કેટલાકમાં ગુણ નથી આવતા, ને બીજામાં આવે છે. એવું Page #324 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિનો ઉપદેશ કેમ ? ત્યાં શરીર જાડા-પાતળા કે રૂપાળા કક્ષાનો કોઈ હિસાબ નથી કે જાડામાં ગુણો અને પાતળામાં અવગુણો જ હોય અથવા રૂપાળામાં ગુણ અને કદ્રુપમાં અવગુણો હોય. એક જ માબાપના બે દીકરામાં ગુણ-અવગુણોનો ફરક દેખાય છે, તે જીવ-વસ્તુને લઈને છે. પૂર્વ ભવેથી જુદા જુદા સંસ્કારના વારસા લઈને આવેલા એ જીવો, એટલે અહીં કોઈ ક્રોધી, તો કોઈ ક્ષમાશીલ, કોઈ જૂઠો, તો કોઈ સત્યવાદી... એમ એમનામાં જુદા જુદા ગુણ-અવગુણ જોવા મળે છે. (૫) એટલા જ માટે એક જ માબાપથી બે બે છોકરાઓના શરીર બનેલા છતાં એ બંનેમાં જુદી જુદી હોશિયારી, જુદી જુદી રુચિ, જુદી જુદી ટેવો, વગેરે ખાસિયતોમાં ફરક દેખાય છે. આ જીવ જુદા જુદા સંસ્કાર લઈને આવેલાના કારણે છે. (૬) એમ એ જીવનાં જ પૂર્વના શુભાશુભ કર્મનો હિસાબ છે કે અહીં એક ભાઈ જનમથી તગડો, ને બીજો ભાઈ જન્મથી માંદો; એકને શ્રીમંતાઈ, બીજાને મધ્યમ સ્થિતિ; એકને યશ, આદયતા - કોયલકંઠ, ત્યારે બીજા ભાઈને અપયશ - અનાદેયતા ભેંસાસૂર..આ બધો તફાવત શાના લીધે ? બંને એક જ મા બાપના સંતાન છે, પછી આટલા બધા તફાવતનું કારણ શું ? કહેવું જ પડે કે બંને સંતાન માત્ર શરીર રૂપ નથી પણ શરીરમાં રહેલા આત્મા છે, અને એ આત્મા પૂર્વ ભવેથી તેવાં તેવાં શુભાશુભ કર્મ લઈને અહીં આવ્યા છે. એનું તેવું તેવું ફળ ભોગવે છે. પરલોકમાં ઓથ શાના પર ? : અરે મહાનુભાવો ! જયારે નાશવંત શરીર નહી પાગ અવિનાશી આત્મા એ ખરી ચીજ છે, એ જ આપણે છીએ, તો પછી નાશવંત રાજ્યઋદ્ધિ અને ભોગવિલાસોનું મહત્વ આંકો છો? સનાતન આત્માને તો એના સંયોગ આયુષ્યના અંત સાથે નર્ટ થઈ જવાના છે. પછી આગળ આત્માને જવાનું છે. ત્યાં ક્યાં જવાનું ? કોની ઓથ? કઈ સલામતી ને કઈ સગવડ? જયારે પૂર્વનાં પુણ્યના હિસાબે જ આ બધી વૈભવ વિલાસની પ્રાપ્તિ છે, તો પછી જીવનનાં અંતે પુણ્યમૂડી ભોગવાઈ ખૂટી ગઈ, અહી કોઈ ત્યાગ-તપ-પરમાત્મધ્યાન આદિના સુકૃત વિના નવી પુણ્ય ભરતી નહિ. તો, આગળ માલ મળશે કે માર ? વૈભવમાં સુખ શાનું ? : ભાગ્યવાનો ! એટલું તો વિચારો કે અહીં મળેલા વૈભવ અને ભોગસુખોને મીઠાં કહો છો, પરંતુ એમાં મિઠાશ જેવું અહીં પાગ શું છે ? કેમકે, વૈભવ-સમૃદ્ધિનું સુખ જે મનાય છે તે તો માત્ર અભિમાનના ઘરનું છે. એટલે વસ્તુ ત્યા એનામાં કશો સુખ ગુણ નથી, જીવ મનમાં ગર્વ લે છે કે હું આવો વૈભવી માટે બહુ સુખી !” પરંતુ એ વૈભવ હયાત છતાં કોઈ વિશેષ અણગમતું બને, ચિતાં Page #325 -------------------------------------------------------------------------- ________________ ८० ધ્યાન અને જીવન સંતાપનું કારણ ઊભું થાય, ત્યાં એ ગર્વ-હુકું-તોષ પલાયન થઈ જાય છે, અને છતે વૈભવે દિલ દુખિયારું બને છે. વૈભવનું પોતાનું સુખ હોત યા વૈભવના સંયોગથી જીવમાં સુખ ગણાતું જ હોત તો એ છતે વૈભવે કાયમ જ રહેત ને ? પણ ના એ તો અભિમાનના અને હુંફના ઘરનું હતું, તેથી જ એ ઊડતાં સુખ ઊઠ્યું. વૈભવ એનો એ છતાં સુખ નહિ : ખૂબી કેવી છે કે એક માણસ પાસે ધારો કે દસ હજાર રૂપિયા છે, એમાં એને વેપારમાં દસના વીસ હજાર થયા, તો ભારે સુખ લાગે છે. પછી વીસના ત્રીસ હજાર થાય, તો વળી સુખનો પાર નથી રહેતો. પરંતુ હવે જો કોઈ ખોટ કે ચોરી થવાથી ત્રીસના પાછા વીસ હજાર થઈ જાય તો જોઈ લો એની દશા ! આ વીસ હજારનો વૈભવ તો એ જ છે કે જે પૂર્વે ભારે સુખ લગાડતો હતો; છતાં એ જ વૈભવ હયાત છતાં અત્યારે કેમ મહાદુ:ખ લાગે છે ? કહો ભારે સુખ વૈભવનું હતું જ નહિ, કિન્તુ ‘હું દસના વીસ હજારવાળો બન્યો' એવા અભિમાનના ઘરનું હતું. તે અત્યારે તો હાય ! મારા ત્રીસમાંથી દસ હજાર ઊડ્યા એ દીનતાથી પેલું અભિમાન રવાના થયું એટલે એનું સુખ ગયું, અને દીનતાનું દુઃખ આવ્યું, હવે અહીં માણસ જો જરા શાણો હોય અને વિચારે કે ‘ ભલે ૧૦ હજાર ગયા, પરંતુ ૨૦ હજાર તો પાસે છે. પહેલાં તો દશ ઉપર કશું દેખવાનું જ ક્યાં હતું ? ત્યારે અત્યારે હજી વીસ હજારવાળો તો હું છું જ, શી ફિકર છે ?’ આમ ધરપત રાખી સુખ માને, કિન્તુ તે ય સુખ રહ્યું તો અભિમાનનું જ. એટલે વાત આ છે કે વૈભવમાં કલ્પના ફેરવે તો સુખ, અને કલ્પના ફેરવે તો દુઃખ. વૈભવનું પોતાનું શું ? ત્યારે અહીં પૂછો, ' પ્ર૦- વૈભવનું સુખ નહિ તેમ દુઃખ પણ નહિ ને ? ઉ૦- ના, દુઃખ ખરું; કેમકે વૈભવ લાવતાં ય કષ્ટ પડે છે, સાચવતાં ય કષ્ટ પડે છે, ને ભોગવાઈ ઓછો થઈ જતાં ય દુ:ખ લાગે છે. કહે છે ને, પૈસા કમાવામાં દુઃખ, કમાયેલાના રક્ષણમાં દુઃખ, આવતાં દુઃખ અને ખરચતાં દુઃખ ! અનર્થના સ્થાનભૂત આવા પૈસાને ધિકકાર હો, આ તો વૈભવની વાત. ગઘેડાને ભાર ઓછો થતાં જેવું સુખ : ત્યારે હે ભાગ્યવાનો ! એ જુઓ કે જેમ વૈભવમાં ખરેખર સુખ નહિ, કિન્તુ એના પરના અસ્થિર અભિમાનના ઘરનું સુખ છે, એવી રીતે ભોગ-વિલાસમાં પણ વાસ્તવિક સુખ નથી પરંતુ ક્ષણિક દુઃખનિવૃત્તિમાં ચળ-નિવૃત્તિમાં સુખનો આભાસમાત્ર છે. કુંભાર ગધેડાના માથે બે મણ ભાર ચડાવી ઉપર ચડી બેસી આગળ જઈ એ નીચે ઉતરી જાય ત્યારે ગધેડાને એમ થાય છે કે ‘હાશ, હું સુખી થયો !' છે સુખ ? ના, હજી તો ભાર છે; પરંતુ થોડું દુઃખ નિવૃત્ત થયું એને સુખ માને છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ સુબુદ્ધિનો ઉપદેશ ખરજવું ખણવામાં જેવું સુખ : એમ ખરજવાની ચળ ઉપડી, તો જીવ એને ખણીને સુખ માને છે. શું ખાણવામાં સુખ છે ? ના, માત્ર ખાણવામાં સુખ જ હોત તો તો વગર ખરજવે સાજા સારા શરીરે પાણી પાણી ને સુખ લાગવું જોઈએ, કિંતુ નથી. એટલે ખાણવામાં સુખ નથી. એ હકીકત છે. પ્ર૦- તો પછી ખરજવું ખાણતાં અનુભવમાં તો સુખ લાગે છે તેનું કેમ? ઉ૦- ત્યાં કહેવું પડે કે એ પેલી ચળનું દુઃખ ઉપડ્યું ને એના પ્રતિકારરૂપે ખયું એટલે સુખ લાગ્યું. ખરી રીતે તો એ દુઃખ ક્ષણવાર ટળ્યું એમાં સુખનો આભાસમાત્ર થયો, પણ ખરેખર સુખ નહિ. નહિતર તો જ્યારે જ્યારે ખણે ત્યારે ત્યારે સુખ લાગવું જોઈએ. પરંતુ એ સ્થિતિ છે નહિ. તેથી સુખ ખણવાના ઘરનું નથી. બસ, ભોગવિલાસમાં આવું જ છે. એમાં ખાવાની જેમ ખરેખર સુખ નથી. કિન્તુ ભોગની પહેલાં ઈન્દ્રિયોમાં જે ચળ ઉપડે છે, ચળનું આતુરતાનું દુઃખ જાગે છે, એ આ ભોગથી ક્ષણ વાર શાંત પડે છે, ને એમાં જીવને સુખનો આભાસમાત્ર થાય છે. ખરજવાની ચળ વિના જેમ ખાણવામાં સુખ નહિ, એમ ઇંદ્રિયોની ચળ વિના તો ગમે તેવાં ભોગસાધનોનો સંયોગ થાય તોય સુખ નહિ લાગે. પકવાન જમવા બેઠા ત્યારે જીભ પર ચળ ઉપડી હતી તેથી પકવાનના સંયોગે સુખ લાગ્યું, પરંતુ પેટપૂર કે તેથી થોડું વધુ પાણ ખાઈ લીધા પછી જ્યાં જીભની ચળ જીભની રુચિ મટી ગઈ, પછી એ જ પકવાન જીભે અડાડો ને, કશું સુખ નહિ લાગે. કેમ નહિ? પકવાન કે પકવાનના ભોગમાં ખરેખર સુખ છે જ નહિ, એ તો ચળ હોય તો જ એ ચળનું દુઃખ ઉતારવામાં સુખ લાગે. એટલે દુઃખનો પ્રતિકાર એ જ સુખ. ઈલાચીપુત્ર સુખાભાસ પાછળ : ઈલાચીપુત્રે નટ બની દોરડા પર ખેલ કરતાં એક મકાનમાં ચોકમાં મુનિની ચર્ચા જોઈ આ વિચાર્યું. પોતે નટડી પાછળ ઘેલો બનેલો ! માબાપે સારી શ્રીમંત ઘરની ખાનદાન કન્યા પરણાવી આપવા કહ્યું. પરંતુ આને જે આ હલકા કુળની નટડી જ પરણવા ચળ ઉપડેલી તે બીજી રીતે ક્યાંથી શાંત થાય ? અને નટડી કન્યાનો બાપ કેવો મળ્યો ? હજારો રૂપિયાથી લલચાય એવો નહિ; એમ ગમે તેટલા રૂપિયા લઈ કન્યા વેચવા તૈયાર નહિ. એ તો ઉમેદવાર નટમંડળીમાં દાખલ થાય, નટના ખેલ ખેલી સારી રકમ કમાય, અને એ કમાણીથી આખી નાત જમાડવી વગેરે લગ્નવિધિ સાચવે, તો જ પોતાની કન્યા પરણાવવી, એ જાતની શરત હતી. વિષયની ચળ શું કરાવે - ત્યારે ઈલાચીપુત્રની ઈષ્ટ વિષયની ચળ કેવી હતી ? આવી કપરી અને જાતને હલકાઈમાં ઊતારનારી શરત પાળીને પાણ એને નટ-કન્યા પરણવાની અને એનાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ધ્યાન અને જીવન સુખ લેવાની ખણજ હતી. બસ, આ ખણજ ઉતારવા નમંડળીમાં દાખલ થયો, નટના ખેલ શીખ્યો. સારા કુળમાં જનમવા હિસાબે કુદરતી પુણ્યોદયે બુદ્ધિ-શક્તિ સારી, તેથી નટવિદ્યામાં નિષ્ણાત થયો. ગામે ગામ ખેલ બતાવી પૈસા ભેગા કરે છે, પરંતુ સામાન્ય માણસોની ભેટમાં શું વળે ? એટલે હવે એક નગરમાં રાજાને ખેલ બતાવી મોટા ઈનામની આશા રાખે છે. સંદિગ્ધ સુખાભાસ પાછળ વેઠ, કિંતુ નિશ્ચિત સુખ પાછળ નહિ દુર્દશા - ભોગનું માનેલું સુખ તો મળશે ત્યારે મળશે, કદાચ ન ય મળે, પરંતુ અત્યારે વેઠ કેટલી ? સંદિગ્ધ સુખાભાસ ખાતર કેટલીય વેઠ ઉઠાવવા જીવ તૈયાર ! ત્યારે નિશ્ચિત મોક્ષ સુખ માટે ધર્મકષ્ટ સહવામાં અખાડા કરવા છે આ કેવી મોહ મૂઢ દશા! કેવી દુર્દશા ! ઈલાચીપુત્ર ખેલ કરીને રાજાની આગળ ઈનામ માગે છે. પણ રાજાની દાનત ઈલાચીપુત્ર નાચતો પડીને મરે અને નટડી હાથ કરું’ એવી છે. તો એ શાનો દાન આપે ? એણે તો બહાનાં કાઢી ફરી ફરીને ઈલાચીપુત્રને નાચવા ચડાવ્યો. અહીં હવે ઈલાચીપુત્રનો ઉદય થાય છે. શાના પર ? 'ભોગમાં ખરેખર સુખ નથી, પણ ચળનો પ્રતિકાર છેએ સમજવા પર. આ સમજવાનું કારણ ઊંચે દોરડા પરથી એણે એક મકાનમાં રૂપાળી પદ્મિની સ્ત્રી લાડું ધરીને ‘લ્યો લ્યો કહે છે, ને મુનિ લેતા નથી. મુનિને વિશિષ્ટ અભિગ્રહ હશે તે એના પર વિચારતા નહિ લેતા હોય; એ તો બને. પણ વિશેષ એ છે કે એ નીચી મૂંડીએ ઊભા છે; પદ્મિની જેવી રમણીના સામે જોવા તૈયાર નથી. ઈલાચીપુત્રને કઈ ભાવના પર કેવળજ્ઞાન ? : ત્યાં ઈલાચીપુત્ર વિચારમાં ચડે છે. એના મનને થાય છે કે અરે ! હું ય માનવી, ને આ ય માનવી. આમને સામે કેવી રૂપ રૂપનો અંબાર પદ્મિાણી સ્ત્રી છે ! જોવી હોય તો કોણ રોકે એમ છે ? એવી સ્ત્રીની તુલનામાં આ નટડી તો કુછ નહિ, છતાં હું મૂરખ એના જ ચિંતનમાં પડ્યો છું ? કેમ મુનિમાં ને મારામાં આટલો બધો ફરક? એટલા માટે જ કે મુનિએ રૂપદર્શન વગેરે ભોગમાં સુખ જરાય દેખ્યું નહિ, જ્યારે હું એમાં સુખ માની રહ્યો છું. ખરી રીતે તો મુનિમાં ઈંદ્રિયની જરાય ખણજ નથી, વિકાર નથી, ને હું ખાગજવાળો બન્યો છું, એટલે જ એને પોષવા વલખા મારું છું. મારામાં વિષયભોગની લાલસાનો વિકાર ઊહ્યો છે. એના પર ઈષ્ટ વિષયના સંપર્ક શોધું છું જેથી એ વિકાર શાંત પડે, અને સુખનો ભાસ થાય. પરંતુ આ ખોટું છે. ચિત્તના વિકારનો રોગ છે ત્યાં સુધી વિષયોની ગુલામી રહેવાની. માટે એ રોગને જ દબાવું. મારે ને એ વિષયો અંગેની ઇંદ્રિયોની ચળને શું લાગે-વળગે ?. “બસ, ભાવનામાં ચઢતાં ઈલાચીપુત્ર ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાનમાં ચડી ગયા. ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન લીધું. Page #328 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિનો ઉપદેશ ( ૮૩ કેવળજ્ઞાન શાના પર મળ્યું ? એ સમજ પર કે ભોગમાં સુખ ખરેખર નથી; હોત તો હંમેશા એ સુખ દેખાડત. સુખ તો ઈન્દ્રિયખણજને શાંત કરવા માટે કરવામાં આવતા વિષયસંપર્ક પર લાગે છે, ને તે પણ ખગજ શાંત થાય ત્યાં સુધી જ સુખ લાગે; પછી નહિ.” પેલો સુબુદ્ધિ મંત્રી બીજા મંત્રીઓને કહે છે મહાનુભાવો ! આમ ભોગવિલાસમાં ય સુખ નથી અને વૈભવસમૃદ્ધિમાં પણ કશું સુખ નથી. ભોગવિલાસમાં ચળનો પ્રતિકાર છે, અને વૈભવ સમૃદ્ધિમાં અભિમાન છે, એ જ સુખનો આભાસ માત્ર કરાવે છે. સમજુને એમાં મિઠાશ શી ? વૈભવ મીઠા શા ? એને તો એ ખાગજ અને અભિમાનના રોગની વિટંબણા ખટકતી હોય. રાગાદિમાં આત્માની વિટંબણા છે, માટે એ રોગ છે :સુબુદ્ધિ મંત્રી મહાબળ રાજાને કહે છે, મહારાજા ! ભળતી વાતોમાં મુંઝાશો નહિ, મુખ્ય જે આપણો આત્મા, એના જ સાચા હિતની ચિંતા કરો. એ આત્મા જે અનેક પ્રકારની રાગ-દ્વેષ, હર્ષ ખેદ, વૈભવાસક્તિ-ભોગલુબ્ધતા વગેરે વગેરે મેલી લાગણીઓ અને એની પાછળ ચાલતા પાપવિચારોથી વિડંબાઈ રહ્યો છે, એ બધા.એના ભયંકર રોગો છે. એનાં પરિણામ આત્માને પરલોકમાં તો દુઃખદ અનુભવવાં પડે જ છે, પરંતુ અહીં પણ એ જીવને જપવા દેતા નથી. વૈભવનાં સુખ તો વૈભવના નહિ, પણ મિથ્યા અભિમાનના ઘરના છે. એમ, ભોગનાં પણ સુખ ભોગના નહિ પરંતુ દુઃખદ ચળને ખણવાના અને ક્ષણિક પ્રતિકાર કરવાના ઘરનાં છે. માટે એવા સુખ મિથ્યા છે. એ મનનાં અભિમાન અને ઈન્દ્રિયોની ચળનો રોગ પાછો એવો છે કે એ વૈભવ અને ભોગોથી જાલિમ વધે છે. એ ક્ષેત્રરોગ જેવા છે. એમાં બીજા રાગ-દ્વેષ ચિંતા-સંતાપ વગેરે રોગો પાકે છે, તથા પાપવિચારો રૂપી બીજા અનેક અવાંતર રોગો પાકે છે; અને એ આભાસસુખને તો ક્ષણિક ક્ષણમાં ઊડે એવા કરી દે છે. બાકી તો એ રોગો દિલને કોચી કોચીને પીડે છે, સતાવે છે. ત્યારે એમ મેલી લાગણીઓ અને પાપવિચારો સતાવ્યા કરતા હોય ત્યાં ભવૈભવ અને ભરચક ભોગોથી પણ સુખ શું ? શાંતિ સ્વસ્થતા નિરાંત ક્યાં ? આ આપના હિતૈષીઓ પોતાની જાત માટે પણ જો આ રોગોની વિટંબણાનો વિચાર નથી કરી શકતા, તો આપના માટે તો શું ય કરી શકે ? માટે આપ એમના અજ્ઞાનતાભર્યા ઉગારોથી મુંઝાશો નહિ, આપ આપના અંદરના પરલોકગામી આત્માનો વિચાર કરો, હવે એનું જ હિત વિચારો. હવે પર લોકહિતની ચિંતા રાખો. Page #329 -------------------------------------------------------------------------- ________________ (૮૪) ધ્યાન અને જીવન નાસ્તિક મંત્રીઓ હવે શું બોલે ? એમની પાસે હવે દલીલ રહી નથી એટલે કહે છે, “મંત્રીશ્વર ! ભલે તમારું સાચું હશે. પરંતુ હમણાં ને હમણાં જ આત્મહિતની ઉતાવળ ? હજી મહારાજાને કઈ ઉમર વહી ગઈ છે ? - રાજાને સુબુદ્ધિ મંત્રી કહે, “આયુષ્યનો ભરોસો છે ? જુઓ, હું બહાર ગયેલો એમાં વચમાં મહાજ્ઞાની ભગવંત મળ્યા. એમણે મારા પૂછવા પર મને કહ્યું છે તે આપને કહેતાં મારાથી અવિનય થતો હોય તો માફ કરજો, પરંતુ આપને ઠેઠ સુધી અંધારામાં રાખી ખોટા વિશ્વાસના ભોગ ન બનવા દેવા, એ હેતુથી આપને હું કહું છું. મને જ્ઞાની ભગવંતે કહ્યું કે, તમારા રાજાનું હવે માત્ર એક જ મહિનાનું આયુષ્ય બાકી છે.' હવે આપ વિચારી જુઓ કે જો આ સાચું પડ્યું તો તો આ હિતૈષીઓ જેની દલાલી કરે છે એ આ માની લીધેલી હજી બહુ ઉમર ક્યાં ઊભી રહેવાની ? તેમજ રાજ્યવૈભવ અને ભોગો અંતકાળે છૂટા પડતા દેખાશે ત્યારે એ આપને શી શાંતિ આપી શકશે? વળી એ પરલોકમાં કઈ હુંફ કઈ ઓથ આપી શકવાના? ત્યારે પરલોકના હિતની હજી પણ અહીં કશી સાધના કમાઈ ન લીધી તો પરલોક કેવો જોવા મળશે? બિમારીમાં ય ધર્મ સુઝાડનાર સગાં કેટલાં ? સુબુદ્ધિમંત્રી કેટલું નક્કર કહી રહ્યો છે ! કલ્યાણમિત્ર વિના આ કોણ સુઝાડે ? આજે જુઓ છો ને કે કોઈને ટી.બી. કેન્સર જેવા રોગ જાલિમ વધી ગયા હોય, ને હવે એ લાંબુ જીવે એમ લાગતું ન હોય, છતાં કયાં સગાં એને આત્માનું હિત સૂઝાડે છે ? ઠેઠ સુધી દવા-અનુપાન-આરામનું સૂઝાડ્યા કરશે, પરંતુ એની અંતકાળની સમાધિ અને પરલોકની હિતસાધનાનો વિચાર કોણ કરાવે છે ? ત્યારે માણસને પોતાને એ વિચાર ક્યાં છે કે, મારે અંતકાળ કેવો લાવવો છે ? દુઃખની પોકનો ? કે શાંતિ-સમાધિસ્વસ્થતાનો? જો શાંતિનો લાવવો હોય તો એ માટે તૈયારી કેવી જોઈએ? હૈયા પરથી મેલી લાગણીઓ અને પાપવિચારના ભાર કેટલા બધા ઓછા કરી દેવા જોઈએ ? ઠેઠ સુધી એ ભારને ઊંચકયે રાખ્યા પછી અંતકાળે એ જ પીડવાના? કે શાંતિ સમાધિ અલિપ્તતા આવવાની ? જો અંતકાળ સુખદ લાવવાનો વિચાર નહિ તો પરલોક સુખમય બનાવવાનો વિચાર જ શાનો આવે ? અંતકાળ સારો સમાધિમય લાવવા માટે અને પરલોક સુખદ સરજવા માટે આ જ એક ઉપાય છે કે રાગ દ્વેષાદિની અને હર્ષ-ખેદ વગેરેની મેલી લાગણીઓ તથા પાપવિચારોને ઓછા કરતા ચાલવું. બને તેટલું એને દબાવતા રહેવું. પછી એ માટે એ રોગો જેનાથી પોષાતા હોય, જેના પર એ રોગો સરવરતા રહેતા હોય, એનો Page #330 -------------------------------------------------------------------------- ________________ સુબુદ્ધિનો ઉપદેશ ૮૫ ત્યાગ કેળવતા રહેવું. દા.ત. વિવિધ ખાનપાન પર રાગ-તિનો રોગ મહાલે છે, તો એ ખાનપાનની વસ્તુ પર કાપ મૂકતા ચાલવું, અને જે ભોગવાય એના પર પણ વૈરાગ્ય વધારવો. પુણ્યના ઉદયે ધર્મ ? કે પુણ્ય ખૂટયે ધર્મ ? : મહાબળ રાજાને ચોંટ લાગી ગઈ, ‘હેં ! માત્ર એક માસ જ જીવવાનું! પછી ઉપડી જવાનું ?' એણે તરત મંત્રીને કહ્યું કે ‘ તો હવે આપણે હમણાં જ સર્વ પાપનો ત્યાગ કરી એકલું આત્મહિત સાધવામાં લાગી જવું છે. મંત્રી કહે ‘એ માટે તો ચારિત્ર ધર્મ સાધુધર્મ જ લેવો પડે.’ રાજા કહે છે ‘તો ભલે મારે ચારિત્રધર્મ લઈ લેવો છે !' આ ક્યારે સુયું ? પુણ્ય ખૂટવા આવ્યું ત્યારે. કેવી ખૂબી છે ? તમો કહો છે ‘પુણ્યનો ઉદય હોય તો ધર્મ સૂઝે' પણ શું એ સાચું કહો છો ? પુણ્ય તો ઘણું ઉદયમાં છે. પરંતુ એના પ્રમાણમાં ધર્મસાધના ક્યાં છે ? ઉલટું ધર્મને બદલે એના ભોગવટાના પાપમાં મહાલો છો. રાજાને એવું જ હતું. પરંતુ જ્યાં જાણ્યું કે હવે માનવ આયુષ્યનું મહાન પુણ્ય ખૂટવા આવ્યું, ત્યાં ચોંટ લાગી અને ચારિત્રધર્મ સાધવાનો તરત નિર્ણય કરી લીધો. તમને ય જો કોઈ દેવ કહે ‘આ હવે તમે સાત દિવસના મહેમાન છો,’ તો એ પુણ્ય ખૂટવા આવ્યું કહેવાય. ત્યાં તમને ચાનક લાગી જવા સંભવ ખરો ને કે ‘હેં ? આમ છે તો લાવ હવે ધર્મમાં જ બેસી જઉં ?' પરંતુ ત્યાં ય જો ગાઢ વિષયાસક્તિ હોય, તો ધર્મ સૂઝવો મુશ્કેલ. આજે દેશ કાળની વિકટતા બતાવી રહી છે કે તમારે કેટલીય વાતનાં પુણ્ય ખૂટવા આવ્યાં છે છતાં ધર્મ ક્યાં સૂઝે છે ? કેમ નહિ ? વિષયોની ગાઢ આસક્તિ છે માટે. રાજાને ચારિત્ર અને અનશન રાજાને ધર્મ સૂઝ્યો, મંત્રીને કહે છે, - ‘જુઓ ત્યારે, હવે મારે આ રાજ્યપાટ વગેરે સંસારનો ત્યાગ કરી ચારિત્ર લેવું છે.’ મંત્રીને આનંદ થયો. બસ, આઠ દિવસ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ અને ભરપૂર દાન કરી ચારિત્ર લીધું, અને ‘હવે ૨૨ દિવસ માટે શું ખાવું પીવું હતું ?’ એમ વિચારી ચારિત્ર લીધા બરાબર જીવનભરનું અનશન સ્વીકારી લીધું. એકલા અનશનથી ન પતે ઃ અનશન લઈને પણ બીજું કરવાનું શું ? શાસ્ત્ર શ્રવણ, સ્વાધ્યાય. મનને જો એમાં ન લગાડે તો મન ખાલી તો બેસી રહે નહિ, એટલે પેલી જીવનભર અને ભવોભવ અભ્યાસ કરેલી મેલી લાગણીઓ અને પાપવિચારોમાં મન અટવાતાં વાર ન લાગે. માટે તો શાસ્ત્ર કહે છે કે ‘સ્વાધ્યાયાદિ વ્યાપાર વિનાના ઉપવાસની કશી કિંમત નહિ; કેમકે મનને પ્રત્યેક સમય શુભમાં પકડી રાખનાર કોણ ?’ Page #331 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન મનને શુભમાં વધુ પકડી રાખનાર કોણ? સ્વાધ્યાય. મન પવનથી ય અધિક વેગવાળું છે. એ સમયમાં ક્યાં ક્યાંય પહોંચી જાય. એવા અતિશય ચંચળ મનને સમયે સમય શુભમાં બરાબર પકડી રાખનાર ન હોય તો એને અશુભમાં દોડી જતાં વાર કેટલી ? ત્યારે એવું એને કોણ પકડી રાખે ? આવશ્યકાદિ ક્રિયા તો અમુક જ કાળપૂરતી ચાલે. એટલે જ એ બરાબર લક્ષ પૂર્વક થાય તો એટલો કાળ એ એમાં પકડાયું રહે. પરંતુ બાકી મોટા ભાગનો સમય મનને પકડી રાખનાર કોણ ? ત્યાં શાસ્ત્રસ્વાધ્યાય ઉપયોગી થાય. મન એમાં બરાબર પકડાયું રહે. ૧૦ : અધ્યાત્મયોગ ઃ તત્વચિંતન મન જાપમાં કેમ સ્થિર નહિ ? : મન વિવિધતાનું રંગી પ્ર0- જાપ કે ધ્યાનમાં મન પકડાયેલું ન રહે ? તે સ્વાધ્યાય જ મનને પકડી રાખે? ઉ૦- મન લાંબો કાળ જાપમાં પકડાવું મુશ્કેલ છે, કેમકે અનંતકાળથી મન વિવિધતાઓમાં રમવા ટેવાયેલું છે, એને જાપમાં વિવિધતા ન મળે. જુઓ છો ને કે નવરા બેઠા મન જ્યારે વિચારમાં ચડે છે ત્યારે એક ચીજ પરથી બીજી પર અને બીજી પરથી ત્રીજી પર એ કેવું ફરતું જાય છે? માણસ વાતો કરવા બેસે ત્યારે ભલેને એક અગત્યનો માનેલો મુદ્દો કાઢી વાત શરૂ કરે, પરંતુ પછીથી વાતચીતના મુદ્દા કેવા ફરતા જાય છે ? શાથી આમ ? મનને વિવિધતા જોઈએ છે. તેથી વિચારમાં મુદ્દા ફરતા રહે છે એટલે એ વાતચીતમાં ઊતારે છે. મનનો આ જાણે સ્વભાવ પડી ગયો છે કે એક વાત પર સ્થિર પકડાયેલું રહે નહિ. એને વિચારતા રહેવા વિવિધ મુદ્દા જોઈએ છે. હવે એને કોઈ એક જ પદના જાપમાં કે એક જ વિષયના ધ્યાનમાં શી રીતે સ્થિર પકડાયેલું રાખી શકવાના ? એ તો વિવિધ વિષયો વિચારવાના હોય, તો મન એમાં પકડાયેલું રહે, મોટા યોગી પુરુષોની વાત કરતા નહિ કે એમને કેમ એક જ વસ્તુના ધ્યાનમાં મન સ્થિર રહે છે ?' એ સ્થિતિએ પહોંચવા માટે એમણે પહેલાં શાસ્ત્રની વિવિધ વાતોમાં મનને પકડી રાખવાનો બહુ અભ્યાસ કર્યો છે. ત્યારે આપણે હજી પ્રારંભિક અભ્યાસ અવસ્થામાં છીએ. માટે સ્વાધ્યાયની વિવિધ વસ્તુમાં મનને પકડી રાખવાનું. મનને પકડાયું રાખવા બે ઉપાય : (૧) એટલે પહેલાં શાસ્ત્રની વિવિધ વાતોમાં મનને કલાકો, દિવસો, મહિના, અને વર્ષો સુધી પકડી રાખવાનું કરીએ, તે પણ બહુ આદર-બહુમાન-પ્રીતિ સાથે, ત્યારે મન બાહ્ય વિષયોથી સારી રીતે આવું ને આવું રહે. એટલું જ નહિ પણ અધ્યાત્મની અને તત્ત્વની શાસ્ત્રોની વાતો મનમાં ખૂબ પળાવ્યા કરવાથી બાહ્ય ભૌતિક વિષયો નિસ્સાર લાગ્યા કરે અને એથી એ વિષયો Page #332 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન પર વારંવાર ઘણા વરસતી રહે. એથી પણ બહુ અભ્યાસે એ નિસ્સાર વિષયોનું આકર્ષણ ઉડી જવાથી મન એમાં જતું હવે સહેજે અટકવાનું. ત્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ કે ધર્મક્રિયામાં મને કેમ સ્થિર નથી રહેતું? કેમ બીજા વિચારો આવી જાય છે ?' તો પહેલાં તો એ જોવું જોઈએ કે એ બીજા વિચારો શાના આવે છે ? આધ્યાત્મિક વસ્તુના ? કે ભૌતિક વાતવસ્તુના ? કહેવું જ પડશે કે ભૌતિકના વિચારો ઘુસી જાય છે. આત્માના આત્મહિતના વિચારો ક્યાં સસ્તા પડ્યા છે ? ક્યાં રીઢા પડ્યા છે કે એ જલ્દી અને બહુ આવ્યા કરે ? એટલે હવે સવાલ આ આવ્યો કે આ ભૌતિક વિચારો કેમ અટકે ? કેમકે એ જ્યાં સુધી અટકે નહિ ત્યાં સુધી ધર્મ કિયા શું, કે જાપ શું, કે ધ્યાન શું, એમાં મન સ્થિર પકડાયેલું રહી શકે નહિ. એ તો પેલા જ વિચાર એમાં ઘુસી જવાના, ઉભરાઈ આવવાના. તો શી રીતે અટકે ? બસ, એનો આ જ ઉપાય કે મનને શાસ્ત્રોની બહુ બહુ આધ્યાત્મિક તાત્વિક વાતોમાં રસપૂર્વક પરોવાયેલું રાખો તો એમાં ને એમાં બહુ રમ્યા રહેવાથી પેલા ભૌતિક અને નિસ્સાર વિષયો પર ઘાણા થતી રહેશે, અને એના વિચારો બહુ નહિ ઉભરાય. આના બહુ અભ્યાસથી એ ભાર મન પરથી ઊતરી જતાં મનને આધ્યાત્મિક ને તાત્વિક વિષયોનું મમત્વ જાગશે, મમત્વ વધશે; પછી એ સ્થિતિએ પહોંચાશે કે મન એમાંના એક પદ કે એક તાત્વિક પદાર્થ પર અમુક સમય પડાયેલું રહી શકશે. મન પદ પર પકડાય એ જાપ; ને વિષય પર પકડાય એ ધ્યાન. એટલા જ માટે યોગબિન્દુ શાસ્ત્રમાં જીવાજીવાદિ તત્વના ચિંતન પર જ અધ્યાત્મયોગ વગેરે પાંચ યોગ બતાવ્યા, એમાં પહેલો અધ્યાત્મ યોગ કહ્યો, બીજો ‘ભાવના” યોગ બતાવ્યો. અધ્યાત્મયોગ ‘અધ્યાત્મ'-યોગ એટલે (૧) વ્રત યુકત અને (૨) મૈત્રી આદિ ભાવવાળા ચિત્તનું (૩) જીવ-અજવાદિ તત્વનું ચિંતન. આમાં ૩ વાત આવી. ત્યારે જો આમાં શ્રાવકના પણ ‘સ્થૂલ અહિંસા આદિ વ્રત ન હોય તો ? તો શું ? ત્યાં શુદ્ધ અધ્યાત્મયોગ નહિ, પણ બીજી બે વાત હોય તો અધ્યાત્મનો અભ્યાસ ગણાય. વ્રત વિનાના સમ્યગ્દષ્ટિને આ અભ્યાસરૂપ અધ્યાત્મ હોય. તો પૂછો, મિથ્યાદૃષ્ટિને અધ્યાત્મનો અભ્યાસ નહિ ? પ્ર0- કોઈક મિથ્યાદષ્ટિને ય મૈત્રી આદિ ભાવ તો હોઈ શકે, ને સાથે તત્વચિંતન હોય, તો પછી એને અધ્યાત્મનો અભ્યાસ કેમ નહિ ? ઉ0. એનું કારણ સ્પષ્ટ છે. મિથ્યાદષ્ટિ પાસે સર્વજ્ઞ ભગવાને કહેલા યથાર્થ જીવઅજીવ આદિ તત્વ ક્યાં છે ? એ જીવને જાણે અજીવને જાણે એ તો અસર્વજ્ઞ કહેલ મિથ્થારૂપે અને એકાંતરૂપે જાણે. પછી એનું તત્વચિંતન જ અયથાર્થ હોય. એટલે Page #333 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન એ અધ્યાત્મનો અભ્યાસ પણ ક્યાંથી બની શકે ? અસત્ય તત્વચિંતનને થોડું જ અધ્યાત્મ કહેવાય ? થોડો જ એને યોગ કહેવાય ? ૮. એટલે તત્વનું ચિંતન તો અનંતજ્ઞાની યથાર્થ વક્તા સર્વજ્ઞ પ્રભુએ જ કહેલાં તત્વોનું ચિંતન હોય તો જ તે અધ્યાત્મયોગ કહેવાય, યા એનો અભ્યાસ કહેવાય; અને આ માટે ઓછામાં ઓછું સમ્યગ્દર્શન, સમ્યકત્વ જોઈએ; કેમકે સમ્યગ્દષ્ટિ આત્માને જ સર્વજ્ઞવચન પર શ્રદ્ધા હોય છે, સર્વજ્ઞકથિત તત્ત્વ પર જ શ્રદ્ધા હોય છે, અને એ જ એ તત્વોનું શ્રદ્ધાયુક્ત ચિંતન કરી શકે. આમ અધ્યાત્મયોગ બનવા માટે તત્વચિંતન જોઈએ, અને એમાં ત્રણ વસ્તુ હોય. ૧. શ્રદ્ધા, ૨. વૈરાગ્ય અને ૩. મૈત્રી આદિ ભાવ. હવે આ ત્રણને ક્રમસર જોઈએ. (૧) તત્વચિંતનમાં શ્રદ્ધાની શી જરૂર ? તત્વચિંતનમાં શ્રદ્ધાની જરૂર એટલા માટે કે કોઈ મિથ્યાદષ્ટિ પંડિત પૈસા કમાવવા અર્થે સર્વજ્ઞોક્ત તત્ત્વ ભણાવવા ચાહતો હોય, ને એ માટે પહેલાં પોતે એ તત્ત્વો ઘેર બેઠે રટે-ચિંતવે, તો શું એને તત્ત્વની શ્રદ્ધા છે ? શું એ તત્ત્વચિંતન કહેવાય ? એને શું અધ્યાત્મયોગ કહેવાય ? ભૂલશો નહિ, ‘યોગ' તે છે કે જે મોક્ષની સાથે યોજી આપે. ત્યારે પૈસા કમાવવાના જ ઉદ્દેશથી જે કરે એ થોડો જ મોક્ષમાર્ગ છે? એ મોક્ષ સાથે જોડી આપનારી સાધના છે ? ના, એ તો સંસારક્રિયા છે. માટે એવો ઉદ્દેશ હોય ત્યાં તત્ત્વ સાચાં માનીને થોડો જ એ ભણાવે કે ચિંતવે છે ? એ તો પૈસા કમાવવા ઉપયોગી તરીકે માનીને ચિંતવે ભણાવે છે. એટલે એ ખરેખર તત્વચિંતન-ક્રિયા જ નથી, તત્ત્વ શ્રદ્ધા તો એ મનાવે છે કે આ તત્વનો બોધ મોક્ષ માટે ઉપયોગી છે. તત્ત્વનું શ્રદ્ધાયુક્ત ચિંતન એ જ તત્ત્વચિંતન છે, એ જ અધ્યાત્મયોગ કે એનો અભ્યાસ બની શકે. તત્ત્વચિંતન કહ્યું એટલે શ્રદ્ધા એમાં આવી જ ગઈ; અને એ સમ્યક્ તત્ત્વ જ લેવાય, એ સર્વજ્ઞના કહેલા જ હોય એના પર શ્રદ્ધા સમ્યગ્દષ્ટિને હોય. તેથી સમ્યગ્દષ્ટિનું જ તત્ત્વચિંતન શ્રદ્ધાયુક્ત હોય, અને એ અધ્યાત્મયોગરૂપ બની શકે. એવાં શ્રદ્ધાયુક્ત તત્વચિંતનો ચાલુ રહે, તો ભૌતિક ઈંદ્રિયવિષયોનાં ચિંતન અટકે, ને એનાં મમત્વ ઘટે; કેમકે તત્વચિંતનથી એ વિષયો પર ઘૃણા વૈરાગ્ય થયા કરે. (૨) તત્વચિંતનથી વિષય વૈરાગ્ય કેવી રીતે ? પ્ર૦- તત્ત્વનું ચિંતન કરે એમાં તો તત્ત્વોનાં સ્વરૂપની વિચારણા આવે, અને તે તો અભવી જેવા ચારિત્ર લઈને ય કરે જ છે, છતાં એમને ક્યાં વિષયો પ્રત્યે ધૃણા થાય છે ? Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન ઉ૦- વાત સાચી, એવાને વિષે-ધૃણા નથી થતી, પરંતુ એનું કારણ મૂળ પાયામાં શ્રદ્ધા સાથે કરે, તો તો જરૂર ધૃણા થાય. કેમકે એ તત્ત્વોમાં જડ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે વિષયોની આસકિત પણ તત્ત્વ છે, આશ્રવ તત્ત્વ છે, અને એનું સ્વરૂપ એવું છે, કે એનું ચિંતન કરતાં કરતાં ધૃણા થાય અરે ! થોડું શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતન ધૃણા કરાવે એવી એની તાકાત છે. - શગંભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવતા હતા, ત્યાં એમને કયાં એવી વિષયધૃણા હતી! પરંતુ જયા આર્યપ્રભવસ્વામી પાસે તત્ત્વપરિચય મળ્યો કે વિષયવૃણા થઈ. આમાં તો એ વેદશાસ્ત્રની શ્રદ્ધાની ‘આ યજ્ઞ કરે તો સ્વર્ગ મળે, આ કરે તો પુત્ર મળે, આ કરે તો રાજ્ય મળે;' એવી શ્રદ્ધાવાળા હતા. એટલે યજ્ઞ કરાવતાં સહેજે એવી કોક આશંસા રહે ત્યાં ધૃણા ક્યાંથી હોય ? પરંતુ મુનિઓ આવી બોલ્યા કે “અફસોસ કે અહીં તત્ત્વની જ ગમ નથી,' તો એના પર સજાગ બન્યા, યજ્ઞગુરુને ધધડાવીને પૂછતાં ખબર પડી કે "ખરો મહિમા યજ્ઞસ્તંભની નીચે દાટેલ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો છે, એટલે તત્ત્વ એ છે. તરત સ્તંભ ઉખાડી જોતાં બરાબર મૂર્તિ મળી આવી. તરત દોડ્યા પ્રભવસ્વામી પાસે, અને તત્ત્વ સમજાવવા પ્રાર્થના કરી. તત્વ સમજવા મળ્યાં એના પર ચિંતનમાં ચડ્યા. મનને લાગ્યું - "અરે સર્વજ્ઞ ભગવાને કહેલા વિશ્વનાં તત્ત્વ કેવાં કેવાં સ્વરૂપનાં છે ! વિષયો કેવા નાવત, રાગદ્વેષપ્રેરક અને ભવસર્જક છે ! ત્યારે હું ક્યાં મૂઢ પ્રવૃત્તિમાં લાગી પડયો છું ? ધિક્કાર હો આ વિધ્યવાસનાને!' તત્ત્વ ચિંતનથી વિષય ધૃણા વધી ગઈ, અને ત્યાંજ ચરિત્ર લીધું. આમ શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતનથી એ વિષયો પર ધૃણા થયા કરે. ઈંદ્રિયવિષય-ધૃણા યાને વિષય-વૈરાગ્ય કેળવવા માટે તત્વચિંતન એક ઉત્તમ સાધન છે. તત્વચિંતનથી વિષયવૈરાગ્ય તત્ત્વચિંતનમાં તે તે તત્વ શેય હેય યા ઉપાદેય તરીકે માનીને ચિંતવાય છે. એટલે હૈયા પર એની તેવી અસર પડે છે. હૈયાનું વલણ તેવું ઘડાતું આવે છે. (૧) શેય તત્વથી વૈરાગ્ય કેમ આવે ? દા.ત. જીવ અને અજીવ તત્વ માત્ર શેય તરીકે માની શું વિચારવું? શેય તરીકે માન્યા પછી એટલે કે ખાલી જાણવા લાયક માન્યા પછી હૈયાને લાગે કે “આના પર રાગ-દ્વેષ કરવા લાયક નહિ; ગમતા પર રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નહિ. માત્ર ઉદાસીન ભાવે નિરખવા યોગ્ય.” આમ હૈયાને લાગી જવાથી પછી એ જુએ છે કે, Page #335 -------------------------------------------------------------------------- ________________ | ધ્યાન અને જીવન સર્વજ્ઞ ભગવાને જે જીવો અને અજીવોનો બોધ આપ્યો છે એ એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે એમાં મારી સામે આવતા વિષયો તો વિસાતમાં નથી. તો આના પર શા રાગ દ્વેષ કરવા જેવા છે ?' જીવો પર રાગદ્વેષ અટકાવવા આમ વિચારાય : દા.ત. “મને ગમતા વિષયોમાં જીવ તરીકે પત્ની પુત્ર પુત્રી કે સ્નેહી સંબંધીઓ યા જોવા મળતી અમુક ગણતરીની જ સ્ત્રીઓ વગેરે જ નજરમાં આવવાની. પરંતુ જ્ઞાનીએ ઓળખાવેલ જીવોમાં તો સ્વર્ગમાં અને મનુષ્યલોકમાં રૂપાળા કહ્યાગરા સેવાભાવી કેટલાય દેવ દેવીઓ અને નર-નારીઓ છે. એ મહાજૂથની આગળ મળેલી સંખ્યા સમુદ્રમાં એક ટીપા તુલ્ય છે; તો એમ તો રાગ કરવો હોય તો એ બધા કયાં ઓછા છે? પરંતુ કયાં હું એના પર રાગ કરવા જાઉં છું ? અગર એ કરવા જાઉં તો ય શું વળે ? જોવા ય મળવાના નથી. તો ભોગવવાની વાતે ય ક્યાં ? ત્યારે જો એવા મહા રમણીય અને કેટલાય બધાં રૂપાળા જીવો પર રાગ કર્યા વિના ચાલી શકે છે, તો પછી અહીં મળેલ નિર્માલ્ય અને અતિ અલ્પ જીવો પર રાગ ન કરું તો શો વાંધો આવે ? એ સંપર્કમાં આવ્યા તો ભલે આવ્યાં, મારે તો માત્ર જોવાના; પણ એના પર રાગથી ઓવારી જવાનું નહિ.” ‘એવી રીતે અહીં સંપર્કમાં આવતા આણગમતા જીવો ઉપર દેષ થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાને જે વિશાળ વિશ્વ બતાવ્યું, એમાં જીવોમાં પરમાધામી સુધીના કેટલાય અસંખ્ય ખરાબ જીવો છે. એમના પર કયાં હું શ્વેષ કરવા જાઉં છું? અને નથી કરતો તો ય જીવને તો ચાલે જ છે. પછી અહીં મળેલા અણગમતા તો કાંઈ આવા પરમાધામી જેવા દુષ્ટ નથી, તેમ એવી કોઈ મોટી સંખ્યામાં નથી, પછી એના પર દ્વેષ ન કરું તો એમાં મારું શું બગડે ? કોઈ જ નહિ. મારે તો એ સંપર્કમાં આવ્યા તો માત્ર જોવાના, કેષથી ઊકળવાનું નહિ. ‘આમ, અહીં મને ગમતા કે આણગમતા અલ્પસંખ્યક જીવો તો ભગવાને બતાવેલ રુડા-કૂડા જીવોની સંખ્યા અને રુડી-કૂડી ખાસિયત આગળ વિસાતમાં નથી; તો જેમ એ શેય એટલે કે માત્ર જાણવા યોગ્ય, એમ આ પણ જોય એટલે કે માત્ર જાણવા યોગ્ય, કિન્તુ રાગ-દ્વેષ કરવા યોગ્ય નહિ.' શેય તત્વ તરીકે અજીવ પર રાગદ્વેષ કેમ અટકે ? : - એવું આપણા સંપર્કમાં આવતી ગમતી-અણગમતી અજીવ વસ્તુ માટે ય આમ વિચારવાનું, કે એ મને પ્રાપ્ત જડ ચીજો પણ ભગવાને બતાવેલ વિશ્વની સારી-નરસી અજીવ વસ્તુ આગળ વિસાતમાં નથી; સંખ્યામાં ય નહીં અને ગુણવત્તામાં ય વિસાતમાં નહિ. Page #336 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગઃ તત્ત્વચિંતન (૯૧) દા.ત. દેવતાઈ વિમાન - વેશ - અલંકાર વગેરે કયાં ? અને અહીં મળેલું કયાં ? પેલાની સુંદરતા કેવી ? એની સંખ્યા કેટલી બધી ? ત્યારે નરકના સ્થાન, નરકની ધરતી, ઠંડી - ગરમી વગેરેની આગળ અહીંનું શું વિસાતમાં ? તો જેમ હું ત્યાં રાગ દેષ કરવા જતો નથી પણ એ વિષયો માત્ર શેય રહે છે, એમ અહી મળેલા પદાર્થો પણ માત્ર શેય તરીકે જ સમજવાના, પણ રાગ કે દ્વેષ કરવા લાયક નહિ” શેય તત્ત્વની તરીકેની શ્રદ્ધાથી આર્તધ્યાન અટકે : બસ, સર્વજ્ઞ ભગવાને બતાવેલ વિશ્વના સમસ્ત જીવ અને અજીવ તત્ત્વની ‘શેય” તરીકે શ્રદ્ધા - ચિંતવના કરાય એટલે આપણને મળેલા જીવ - અજીવ પદાર્થ પણ એવા એટલે કે માત્ર શેય લાગે, રાગ - કેષ કરવા યોગ્ય નહિ; એટલે એના પર વૈરાગ્ય સુલભ બને. આમ ણેય તત્ત્વની ચિંતવના વૈરાગ્યની પ્રેરક બને. એ પદાર્થ પર ઉદાસીન ભાવ આવે એટલે પછી એના પરના રાગ-દ્વેષને લઈને એના જે બહું વિચારો આવતા હતા, બહુ આર્તધ્યાન થતા હતા, તે હવે ઘટી જાય, અટકી જાય. આમ શાસ્ત્રસ્વાધ્યાયમાં મન પકડાયેલું રહે એમાં તત્ત્વચિંતન સુલભ બને અને તેથી શેય તત્વની શ્રદ્ધા પર જીવ અજીવ પર વૈરાગ્ય અને ઉદાસીનભાવ ઉપેક્ષાભાવ આવે તેથી એના વિચારો ઓછા થઈ જાય. આ કોને બને ? શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિ જીવને બને. એથી એનું તત્ત્વચિંતન અધ્યાત્મયોગનો અભ્યાસ બને. મિથ્યાદષ્ટિને આ લાભ નહિ. અહીં એક વસ્તુ સમજવાની છે, - માત્ર શેય તરીકે માનવાની ચાવી :પ્ર0 - જીવ-અજીવને માત્ર શેય તરીકે શું મિથ્યાદષ્ટિ ન વિચારી શકે? ઉ૦ - ના, કેમકે મિથ્યાદષ્ટિ જીવ એકાંતવાદી છે. એટલે એ જીવાજીવ પદાર્થમાં જેને નિત્ય માનશે એને એકાંતે નિત્ય; અને જેને અનિત્ય માનશે એને એકાંતે અનિત્ય માનવાનો. એટલે પછી સારા લાગતા નિત્ય પદાર્થ ઉપર રાગ થવાનો, કેમકે એ નિત્ય છે, કાયમ છે, ત્યારે અનિત્ય માટે ભય રહેવાનો કેમકે એ અનિત્ય હોઈ જવાના છે. એટલે એ કેવી રીતે પદાર્થને માત્ર શેય તરીકે જોઈ શકે ? અનેકાંતતા વસ્તુમાત્રમાં :ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા તો સર્વ કહેલ તત્ત્વ પર શ્રદ્ધાવાળો છે. અને સર્વજ્ઞ અનેકાંતવાદી છે, એટલે એ જીવ-અજીવ પદાથોને અનેકાંત ધર્મવાળા માને છે અર્થાત નિત્યાનિત્ય માને, મૂળ દ્રવ્યની દ્રષ્ટિએ નિત્ય અને એના પર ફરતા પલટાતા પર્યાયની અપેક્ષાએ ઉત્પન્ન ને નષ્ટ થવાવાળા માને છે. નિત્ય મનાતું આકાશ પણ નિત્યનિય છે, અને અનિત્ય મનાતો દીવો પણ નિત્યાનિત્ય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૯૨) | ધ્યાન અને જીવન કેમકે મૂળ આકાશદ્રવ્ય તરીકે એ નિત્ય અને ઘટાકાશ મહાકાશ તરીકે ઉત્પત્તિનાશવાળું એટલે અનિત્ય. એમ દીવો એમાંના મૂળ અણુઓની દષ્ટિએ નિત્ય. એ કોઈ નાશ નહિ પામનાર; એ તો બળતા દીવામાંથી ઊડયા તો કાજળ તરીકે રહ્યા; પણ કાયમ રહ્યા ખરા. ત્યારે હમણાં દીવામાં એ અણુ ચળકતા અને ગરમ તરીકે ઉત્પન્ન થયા, તો પછી એ જ એ રૂપે નાશ પામી કાજળના કાળા અને ઠંડા આણુ તરીકે ઉત્પન્ન થયા. એમ એ અનિત્ય. એટલે દીવો યે નિત્યાનિત્ય છે. જીવ પણ નિત્યાનિત્ય : આમ જીવ પણ જીવદ્રવ્ય તરીકે નિત્ય છે, કિન્તુ બાળ-કુમાર-યુવાન, યા મનુષ્યદેવ-તિર્યંચ તરીકે ઉત્પત્તિ-વિનાશવાળો હોય છે. માણસ એનો એ જ કાયમ, પણ બાળ મટીને કુમાર થાય છે, કુમાર મટીને યુવાન થાય છે. એટલે તે તે રૂપે એ અનિત્ય છે. આમ, સમ્યગ્દષ્ટિ આત્માને અનેકાંતવાદી સર્વજ્ઞ ભગવાને કહેલ જીવ-અજીવ પદાર્થ નિત્યાનિત્ય તરીકે માન્ય છે. તેથી એ જુએ છે કે એમાં કયા પદાર્થ પર રાગ. કરવા જેવો ? કે કોની પર દ્વેષ કરવા જેવો ? કેમકે જે અંશ યાને જે પર્યાયને લઈને રાગ થાય છે; એ પર્યાય તો અનિત્ય હોઈ જવાનો છે, તો ફોગટિયા રાગ-દ્વેષ કરવાનું કામ શું ? ત્યારે અંતિમ નિત્ય અંશ સ્વારથિયા વ્યવહારમાં ઉપયોગી લાગતો નથી, પછી એના પર શો રાગ થાય ? તાત્પર્ય, સમકિતી જીવ જગતની જડ-ચેતન વસ્તુ-માત્રને ઉત્પત્તિ-સ્થિતિ-નાશની મહાસત્તાથી વ્યાપ્ત જુએ છે. તેથી એને એના પર રાગ કે દ્વેષ કરવા જેવો લાગતો નથી. માટે વસ્તુમાત્રને માત્ર શેય તરીકે એના મનમાં અંકિત કરે છે. એકાંતવાદી મિથ્યાદષ્ટિનું આ ગજુ નહિ. વસ્તુને કેવળ ય તરીકે અપનાવવી હોય તો આ ચાવી છે, કે એ ગમે તેવી સારી કે ગમે તેવી નરસી દેખાતી હોય, પરંતુ એને ઉત્પત્તિ-સ્થિતિ નાશની મહાસત્તાથી વ્યાપ્ત તરીકે જોવી. સર્વજ્ઞ-શાસ્ત્રનો સ્વાધ્યાય શું આપે ? આ - શેય તત્વોનો વિસ્તારથી વિચાર આપે કે જેમાં મન પણ પકડાયેલું રહે; તેથી એ ફાલ વિચારોથી બચાવે, અને શુદ્ધ યતાની ભાવના કરવાનું આપે-જેથી પણ જગતના જીવ-અજીવ પદાર્થમાં ઉત્પત્તિ -વ્યય-ધ્રૌવ્યની મહાસત્તાના ચાલુ દર્શન રહે; ને તેથી એનાં આકર્ષણ એના રાગલેષ ઓછા થઈ જવાથી મન બહુ એમાં જાય નહિ. વસ્તુમાં ઉત્પત્તિ-નાશ-સ્વૈર્યના દર્શન કરો એના અંગે રાગ-દ્વેષ અટકે, આર્તધ્યાન અટકે. Page #338 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન : ૯૩ શેય તત્ત્વની શ્રદ્ધાની જેમ હેય તત્ત્વની શ્રદ્ધા સાથેનું તત્ત્વચિંતન પણ અધ્યાત્મયોગના અભ્યાસરૂપ બને છે એ ચિંતન પણ વૈરાગ્ય પેદા કરે છે. હેય તત્ત્વનું ચિંતન વૈરાગ્ય કેવી રીતે પેદા કરે ? આ સવાલ ઊભો થાય. એનો જવાબ એ છે, કે હેય, તત્ત્વ છે (૧) આશ્રવ (૨) પાપ ને (૩) બંધ. ‘આશ્રવ’ એટલે ઈન્દ્રિયોની વિષાયસક્તિ ક્રોધાદિ કષાયો, અ-વ્રત ને હિંસાદિ દુષ્કૃત્યો, જેનાથી આત્મામાં અશુભ કર્મો શ્રવી આવે, વહી આવે તે. ‘પાપ’ એટલે એ અશુભ કર્મો. ‘બંધ’ એટલે એ કર્મોના નક્કિ થયેલા જ્ઞાનાવરણ વગેરે કર્મના સ્વભાવ, કર્મોની કાલસ્થિતિ, એના રસ અને પ્રદેશ. આ આશ્રવ પાપ અને બંધ હેય છે, ત્યાજય છે, કેમકે એ દુ:ખદ છે, જીવને સંસારમાં નિરાધારપણે ભમાવનારા છે, વિટંબણાકારી છે. એટલા માટે આ હેય તત્ત્વની શ્રદ્ધા એટલે એના પ્રત્યે અરુચિ થાય, ગ્લાનિ થાય, ભય લાગે, હૈયાનું એના પ્રત્યે આંતરિક વલણ અનાસ્થા-અવિશ્વાસ-અપ્રીતિનું હોય. પ્રશ્ન થાય, પ્રહ તો પછી જીવ હોંશે હોંશે વિષય-કષાયોરૂપી આશ્રવ સેવવા-લેવા-કરવા શું કામ જાય ? તે જાય તો અરુચિ કયાં રહી ? ઉ૦ - જુઓ, માણસ માંદો પડે તે દવા ખાય છે કે નહિ ? હોંશે હોંશે દવા લેવા જાય છે, અને હોંશે એ દવા ટાઈમ યાદ કરી કરીને ખાય છે ને ? છતાં એના અંતરમાં એ કડવી કે મીઠી દવા પ્રત્યે પ્રેમ છે ? ના, જેવો સારા ભોજન ઉપર પ્રેમ, તેવો દવા ઉપર નથી. એને તો રોગવશ ન છૂટકાની સમજે છે. અંતરથી તો એમ ઈચ્છા છે કે આ દવાની બલા કયારે છૂટે ? ત્યારે આરોગ્ય હોય તો ભોજન માટે કદી એમ નથી થતું કે આ ભોજનની બલા કયારે છૂટે ? કેમકે અંતરમાં એના પ્રત્યે પ્રીતિ છે, રુચિ છે, રસ છે. ત્યારે દવા પ્રત્યે એવો રોગ આવતાં રોગના નિકાલ પૂરતો ભલે કામચલાઉ રસ હોય, રુચિ હોય, પરંતુ ભોજન જેવો કાયમી રસ નથી, રુચિ નથી. રોગ છતાં ય અંતરમાં તો દવાને ગુલામી જ સમજે છે, વિટંબણા જ સમજે છે. ત્યારે સારાં ભોજનને કદી એવું સમજતો નથી. સ્પષ્ટ બતાવે છે કે દવા હોશે ખાય છતાં હૈયું દવા પ્રત્યે વેઠનું અને ભોજન પ્રત્યે રુચિનું. બસ એ જ રીતે હેય-ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાવાળો જીવ હેય જે હિંસાદિ આશ્રવ એને વેઠ સમજે છે. અલબત એ આશ્રવો સેવવા તો જાય છે, પણ તે પોતાના ચારિત્રાવરણ કર્મના રોગને લીધે જાય છે. રોગમાં માણસ દવા હોંશે હોંશે ય લાવે Page #339 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪) | ધ્યાન અને જીવન અને હોંશે હોંશે ખાતો દેખાય, પરંતુ અંતરમાં તો એના પ્રત્યે અરુચિ જ હોય એમ ચારિત્રાવરણ કર્મનો રોગી જીવ આશ્રવ હોંશે સેવતો દેખાય, છતાં સમ્યકત્વના પ્રભાવે એના અંતરમાં તો એના પ્રત્યે અરુચિ જ હોય. ત્યારે મિથ્યાત્વકર્મના રોગના લીધે અંતરમાં આશ્રવ-કુuથ્યની રુચિ હોય છે પણ સમકિતીને એ રોગ નીકળી જવાથી એની રૂચિ નહિ, અરુચિ હોય છે. છતાં ચારિત્રમોહનીય કર્મનો રોગ હજી ઊભો હોવાથી એના પર રાગ આકર્ષણ થાય છે, રાગથી એ સેવવા જાય છે. વિષયવૈરાગ્ય કેમ જાગે ? : આમ સર્વજ્ઞ ભગવાનના વચન પરની શ્રદ્ધાથી હેય યાને ત્યાજ્ય આશ્રવ-તત્ત્વની શ્રદ્ધા ઊભી થાય છે, તેથી અંતરમાં વિષય-કષાય આદિ આશ્રવ પ્રત્યે ગ્લાનિ-અરુચિનફરત અનુભવાય છે. એમ એના પ્રત્યેનો વૈરાગ્ય વધતો આવે છે. એ જુએ છે કે (૧) જગતના સર્વ ઈષ્ટ કયાં લભ્ય છે ? : ભગવાને આમ તો વિશ્વમાં કેટલા બધા વિષયો હેય બતાવ્યા છે. હું કયાં એ ગમે તેવા સારા મનગમતા હોય તો ય પામવાનો હતો ? એ સહેજે છૂટી ગયા છે. એના માટે ધખું તોય એ નથી મળવાના. પછી સર્વજ્ઞ કહે છે એ ખાતર પણ એને છોડવા લાયક માનું, હેય માનું, એમાં મારું શું બગડે?' આમ એને હેય તરીકે માનતા માનતાં સમસ્ત હેય પદાર્થ પર સુગ થાય છે. એ જ વૈરાગ્ય.આ એક રીતે વૈરાગ્ય. (૨) કોઈક પદાર્થના કડવા અનુભવે બાકીનાની સમાનતા : એમ, જગતના પદાર્થોનું યથાર્થ નિરીક્ષણ કરતાં કરતાં પણ એની અસારતા અને અનર્થકારિતા જણાઈ આવે છે, ને તેથી એ ત્યાજ લાગે છે. એ લાગવા માટે પહેલાં તો જીવનમાં કયારેક કોઈ પદાર્થનો કટુ અનુભવ થાય છે. પછી જગતના પદાર્થોને ય એવા સમજવાથી એ પદાર્થો પર વૈરાગ્ય ઝળહળે છે. ભર્તુહરિને પિંગલા રાણી પર બહું મોહ હતો. પરંતુ જયાં અમરફળનું પરાવર્તન જોયું. પોતે એને બક્ષીસ કરેલું અમરફળ મહેલના ઝાડુવાળાની પત્ની પાસેથી ફરીને પાછું પોતાની પાસે આવેલું દેખ્યું, એટલે ચોંકયો! તપાસ કરતા પિંગલાનો એ ઝાડુવાળાની સાથે અયોગ્ય સંબંધ જાણવા મળ્યો. આમ પત્ની એટલે જગતનો એક પદાર્થ, એની અસારતા પ્રત્યક્ષ અનુભવવા મળી, એ પરથી જગતના બીજા પણ પદાર્થોની અસારતા સમજી લીધી: ને વૈરાગ્ય ઝળહળી ઊઠયો. વેપારીને ત્યાં માલમાંથી નમૂનો કાઢી જોતાં રાશિ લાગે કે ભેળસેળ યા બનાવટી લાગે, તો એનો બધો માલ એવો જ હોવાનું માનવા મન પ્રેરાય છે. એવું આ સંસારના માલનું છે. કોઈ બજારમાં એક બે જગાએ ઠગાયા લૂંટાયા તો મનને એમ થાય છે કે “આ બજાર ચોરટિયા લાગે છે. બજારના વેપારીઓ વિશ્વાસ કરવા લાયક નહિ.” Page #340 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન ૯૫ તો પછી આ જગતની બે ચાર ચીજમાં દગો દેખ્યો પછી એની બીજી ચીજો પર વિશ્વાસ કેમ બેસે ? જરાક લોભમાં લાભ કેવો જાય ? સુજયેષ્ઠા ને સંસાર પરથી કેમ વિશ્વાસ ઊઠયો ? ચેડા મહારાજાની મોટી પુત્રી સુજ્યેષ્ઠાને આવું જ બન્યું. શ્રેણિકના ચિત્ર અને વર્ણન પરથી આકર્ષાઈ એની સાથે પરણવાનું નક્કી કર્યું. પરંતુ એ કાંઈ એ વખતે જૈન રાજા નહિ. એટલે બાપ ચુસ્ત શ્રાવક તે એને એની સાથે કેમ પરણાવે ? તેથી શ્રેણિકે ગુપ્તપણે સુરંગથી આવીને એને લઈ જવી એવી ગોઠવણ કરી. શ્રેણિક આવવા નીકળી ગયો છે, અને સુજ્યેષ્ઠા સુરંગના નાકે પહોંચી રાહ જોતી ઊભી છે. એમાં એને યાદ આવ્યું કે રત્નના દાગીનાનો દાબડો લેવો રહી ગયો; તે લેવા માટે પાછી મહેલમાં ગઈ. લોભમાં કેવી થાપ ખવાય છે ? : માણસ કયાં થાપ ખાઈ જાય છે એની પોતાને ખબર નથી રહેતી. જરાકશા લોભમાં કટોકટીનો કેવો પ્રસંગ છે એ જોવું ભૂલી જાય છે. અહીં પરરાજ્યમાં શ્રેણિકે આવવાનું છે. અને સુજ્યેષ્ઠાએ એની સાથે ભાગવાનું છે. એ સમય કટોકટીનો છે. કેટલી જહેમતે સુરંગ ખોદાવી હોય, પાછું એ કાર્ય ગુપ્ત રાખ્યું હોય, જેથી ચેડારાજાને એની ગંધ ન જાય. હવે ત્યાં શ્રેણિક આવે તે શું રાહ જોતો ઊભો રહી શકે ? પણ સુજ્યેષ્ઠાને લાગ્યું કે આ હું હમણાં જ દાબડો લઈને આવું છું; તે ગઈ અને તરત શ્રેણિક ત્યાં આવી ગયો. શું સુજ્યેષ્ઠાને મગધસમ્રાટ જેવો પતિ મળ્યા પછી રત્નના દાગીના ન મળત ? પરંતુ ભવિતવ્યતા ભૂલાવે છે. આ ભૌતિક લાભની વાત છે કે સમ્રાટ જેવો પતિ મળે, તો ય ત્યાં લોભવશ થાપ ખવાઈ જાય છે. ત્યારે આધ્યાત્મિક લાભ થવાની વાત હોય ત્યાં લોભ કેમ થાપ ન ખવરાવે ? થોડા લોભમાં આત્મહિત કેવું ગુમાવવાનું થાય છે, એ જુઓ. એક ભાઈને વર્ધમાન આંબેલ તપનો પાયો નાખવો હતો. એમાં પહેલી પાંચ ઓળી તો સાથે જ કરવી પડે ! એક આંબેલ પર ઉપવાસ, એના પર જ બે આંબેલ ને ઉપવાસ. એમ છેડે પાંચ આંબેલ પર ઉપવાસે પાયો પૂર્ણ થાય. આ ભાઈએ પહેલા આંબેલમાં, પછી ઉપવાસમાં ઢીલા ન પડાય એ ગણતરીએ માપથી વધારે ખાવાનો લોભ કર્યો તો પરિણામ એ આવ્યું કે એ રાતે જ તબીયત નરમ પડી. સવારે ભાઈ ઢીલા પડયા. ઉપવાસની વાત ઊંડી અને પારણું થઈ ગયું. અંતરપારણે વધુ ખાવાથી ઉપવાસ બગડે : Page #341 -------------------------------------------------------------------------- ________________ (૯૬) | ધ્યાન અને જીવન શું આ ? જરાક વધુ ખાવાના અને શરીરને માનેલી શક્તિ આપવાના લોભમાં તપના પાયાનો આધ્યાત્મિક લાભ ગુમાવ્યો. શું માપ કરતાં વધુ ખાવાથી પછી ઉપવાસમાં શકિત રહે છે? ના, વાયુ વધે છે અને શરીર હાડકા ઢીલાં પડે છે. માપથી જરા ઓછું હોય તો પેટ, આંતરડા, અને નાડીઓમાં વાયુની ગતિ બરાબર રહે તેથી ફુર્તિ સારી રહે, અને ઉપવાસ ફુર્તિબંધ થાય. માંહી પડયું મહાસુખ પામે” એ સિદ્ધાન્ત બધે ન લગાવાય. એમ કરવા જતાં કેટલુંય ગુમાવવું પડે. ઉપવાસમાં પેલા વાયુથી ફુર્તિ નહિ, તેથી સ્વાધ્યાય વગેરે સાધનાઓ માલ વિનાની થાય. આ તો મામુલી વાત થઈ, બાકી જરાક લોભમાં સુરેન્દ્રદત્તે શું ગુમાવ્યું ? - દુન્યવી લોભ કરવા જતાં કેટલેક ઠેકાણે આધ્યાત્મિક લાભ ગુમાવવાના થાય છે. રાજા સુરેન્દ્રદત્ત તરત ચારિત્ર લેવાને તૈયાર છતાં લુચ્ચી પત્ની કહે હું પણ સાથે જ ચારિત્ર લેવાની છું ને ? પણ આ એક દિવસ કુમાર રાજ્ય કેવી રીતે કરે છે તે જોઈને પછીના દિવસે ચારિત્ર લઈશું ” ત્યાં રાજા એનું મન સાચવવાના લોભમાં પડ્યો. તો પરિણામ એ આવ્યું કે રાણીએ તંબોળમાં ઝેર આપી દીધું અને રાજા અસમાધિમાં મય ! મરીને તિર્યંચ ગતિ મોરનો અવતાર પામ્યો ! એથી તો પછી ભવોની પરંપરા બગડી. રાજાએ આગલી રાતે જ રાણીનો દુરાચાર તો નજરે જોયો હતો, પરંતુ સાથે દીક્ષા લેવાની એની મીઠી મીઠી વાતમાં તણાયો, અને એનું મન સાચવવાના લોભમાં પડયો, ત્યાં પછી એના ભવ બગડી ગયા. માટે આ ખાસ ધ્યાન રાખવાનું કે ધાર્મિક-આધ્યાત્મિક લાભ થતો હોય ત્યાં બીજા ત્રીજા લોભમાં નહિ પડવાનું. સુજયેષ્ઠાને બદલે ચેલાણા :. સુજયેષ્ઠા રત્નનો દાબડો લઈ આવવાના લોભમાં પડી, તો અહીં શ્રેણિક સુરંગના નાકે આવી ગયો. ત્યાં સુજયેષ્ઠા તો જોવા ન મળી, પરંતુ એની નાની બેન ચેલણા જોવા મળી. ચેલણા બેનને મૂકવા આવી હશે, તે ઊભેલી. સુજ્યેષ્ઠાની બેન છે ને? તે લગભગ સમાન રૂપવાળી; એટલે શ્રેણિક સમજો કે આ જ સુકા છે, તે એને રથમાં ઊપાડીને તરત ચાલી ગયો. હવે અહીં પાછળથી સુજયેષ્ઠા દાબડો લઈ આવી પહોંચી ત્યાં જુએ છે કે શ્રેણિક તો આવીને ચેલણાને લઈને ચાલી ગયો. હવે શું કરવાનું?' જો કે અહીં થોડા લોભમાં આ ગુમાવવાનું થયું. પરંતુ સારા આત્મા માટે તો આ લાભમાં ઊતરવાનું બને છે. ભૌતિક નુકસાન આત્મિક લાભમાં ઊતરે એવો નિયમ નહિ, પરંતુ સારો બુદ્ધિમાન જીવ એ લાભ ઊભો કરી જાય. Page #342 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ: તત્ત્વચિંતન સુજયેષ્ઠાને આ વસ્તુ બનવા પર ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. આ એક પ્રસંગ પરથી એણે સંસારનો કયાસ કાઢયો. એક તો એણે જોયું કે ‘દિલમાં શ્રેણિકને પતિ કરવાનું ધાર્યા પછી હવે એને છોડીને બીજો પતી કરવાનું કેમ ધરાય? ત્યારે વળી ભવિષ્યમાં એનો સમાગમ મળશે એવી આશા રાખીને કે કેમ બેસી રહેવાય ?' બીજું એ કે જયાં પૂરેપૂરો વિશ્વાસ હતો કે શ્રેણિક મને લઈ જ જશે ત્યાં જ એ વિશ્વાસનો ભંગ થયો, તો પછી સંસારના બીજા પણ એવા પ્રસંગ પર શો વિશ્વાસ મૂકાય? સંસારના કોઈ જ પ્રસંગ કે પદાર્થ ઉપર ભરોસે રહેવા જેવું નથી. માટે હવે તો આ ઘટનાથી શિખામણ મળી, તે મહાવીર પ્રભુનું જ શરણું લઉં, એમની પાસે ચારિત્રજ લઉં, એમના પર રાખેલા વિશ્વાસનો કદી ભંગ નહિ,” આમ વિચારી સુજ્યેષ્ઠા ચારિત્રમાર્ગે ચડી ગઈ વિવેકી-અવિવેકીમાં ફરક : વિવેકી લઘુકર્મી જીવને સંસારમાં એકાદ ઠોકર ખાવા પર આત્મહિત સાધવાનો વિચાર આવે છે. ત્યારે અવિવેકી ભારે કર્મી જીવને ઉદ્વેગ, કષાય દુર્બાન અને નવા પાપાચરણ કરવાનું સૂઝે છે. બજારમાં પૈસા ખોયા પછી ‘લાવ ત્યારે પૈસા ગયા, તો સુકૃતમાં ખરચવા દે.’ એવો વિચાર કેટલાને આવતા હશે ? ખાઈને શરીર બગડવા પર ‘લાવ ત્યારે, હવે તપ કરવા દે” એવી ભાવના કેટલાને ? એમ વિવેક જાગવો મુશ્કેલ છે કે, જો અશુભ કર્મ પૈસા અને ખાવાનું છોડાવે, તો પછી ધર્મ સાધવા એ કાં ન છોડું ?' સુકાને આ વિચાર આવ્યો કે “આમાં મારાં અશુભ કર્મના સંયોગે ઠેઠ નજીક આવેલો મનગમતા પતિનો મેળાપ જો જતો રહ્યો, તો પછી નથી ને એવા બીજા કર્મ સંજોગ ઊભા થાય તો બીજા ય વૈભવ આદિના યોગ ઊપડી જતાં વાર શી ? કર્મની મારી એ છોડવું પડે એના કરતાં તો ભગવાનની ખાતર આ બધું છોડવા દે, ત્યાગમાર્ગે જવા દે.” ભગવાનની સાથે સબંધ કેમ જોડાય ? ત્યાગ કેમ ભગવાનની ખાતર? ભગવાનની સાથે સંબંધ જોડાય એટલા માટે. ભગવાનની સાથે સંબંધની શરૂઆત ક્યાંથી? ભગવાનનો વિચાર કેવા તરીકે? વીતરાગ ભગવાનનાં વચન પર અટલ શ્રદ્ધા થાય, એમણે જે સર્વ સૂક્ષ્મ બાદર જીવોને અભયદાન અને સર્વ પાપોનો ત્યાગ પોતે અપનાવીને જગતના હિત માટે કહ્યો છે, એના પર શ્રદ્ધા - રુચિ - પ્રેમ થાય, એ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા. થાય, ત્યારે ભગવાન સાથે સબંધની શરૂઆત થઈ. હવે એ ભગવાનનો કાંક વિચાર Page #343 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૯. કરી શકશે. ભગવાન વીતરાગ છે, સર્વને અભયના દાતા છે, સર્વપાપના ત્યાગી છે તો ભગવાનનો વિચાર કરવાનું એ લાઈન પર જ હોય. ‘ભગવાન રાજ્યવૈભવવાળા સંસાર-ભોગી, કે ધરવાસના મોટા આરંભ સમારંભવાળા હતા,' એ તરીકે એમન વિચાર ન થાય; એવો વિચાર વીતરાગ ભગવાનનો કર્યો ન ગણાય, એમ એ વૈભવવિલાસ - આરંભ સમારંભના ઉપદેશક તરીકે ય એમનો વિચાર ન થાય, પણ એ બધાના ત્યાગનો ઉપદેશ કરનાર તરીકે જ એમનો વિચાર થાય. એ વીતરા ભગવાનનો વિચાર ગણાય. ભગવાનનું મહત્વ આંકયું કયારે ગણાય ? માટે ભગવાન સાથેના સબંધમાં પહેલું તો આ જોઈએ કે સર્વ જીવોને અભયદાન અને સર્વપાપ - ત્યાગ કરવાની ઉત્કટ અભિલાષા હોય. એ હોય એટલે સર્વની અહિંસ અને સર્વપાપત્યાગનું મહત્વ ઊંચું આંકયું ગણાય ને એ આંકયું એથી સર્વ-અહિંસક અને સર્વત્યાગી વીતરાગ ભગવાનનું ઊંચું મહત્વ આંકયું ગણાય. નહિતર તો જો અહિંસા અને ત્યાગનું મહત્વ ન લાગતું હોય તો એ-વાળા ભગવાનની સાથે સંબંધ શો ? ભગવાન સાથે સંબંધનું બીજું પગથિયું. : આ તો પ્રાથમિક સંબંધની વાત થઈ. પછી જીવનમાં એ અહિંસા અને એ પાપત્યાગ ઉતારાય ત્યારે ભગવાનની સાથે વિશેષ સંબંધ જોડાય. કારણ સ્પષ્ટ છે, - એ હિંસા અન પાપો છોડયાં, એટલે એના અંગેના વિચારો આવતા હતા તે બંધ થવાના; તેથી પછી ભગવાન સાથે તન્મયતા થઈ શકવાની-આરંભ-સમારંભના, ઘરવાસના, ઈંદ્રિયોના વિષયોના, અને બીજાં પાપોના વિચાર આવતા હોય, ત્યાં ભગવાનનો કદાચ વિચાર કરે પરંતુ તન્મય વિચાર કયાં ? એક રંગનો વિચાર કયાથી આવી શકે ? સુજયેષ્ઠાએ આ નક્કી કર્યું કે ‘આમે ય અશુભ કર્મના ઉદયે શ્રેણિક રાજાનો ઈંટ મેળાપ ન થયો, તો હવે બધાય સંગ છોડવા દે; નહિતર વળી કોઈ તેવા અશુભોદયે બીજી લપડાક ખાવી પડે ! ધોખામાં ઊતરવું પડે ! એનાં કરતાં સર્વસંગ છોડું એટલે ભગવાનની સાથે સાચો સંબંધ બંધાય. ભગવાન સાથેના સંબંધની ખાતર સર્વત્યાગનું જ જીવન અપનાઉં ! ચાલ જે બન્યું તે મજેનું - શ્રેણિકનો સંગ ગુમાવ્યો એ આ મહાન સંગના લાભમાં.’ ભગવાનની ખાતર આટલું કરો. બોલો, વીતરાગ ભગવાન સાથે સંબંધ જોડવો છે ? એ જોડવો હોય તો (૧) પહેલું તો રંગ-રાગ-ભોગને ખતરનાક માની એના ત્યાગને જ કર્તવ્ય માનો; અને (૨) પછી શક્ય ત્યાગ આદરતા જાઓ. જીવને સમજાવો કે-બસ ભગવાનની ખાતર Page #344 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન ce આટલો આટલો ત્યાગ કર, ભગવાન સાથેના સંબંધની ખાતર અમુક અમુક છોડ’ બહુ મજેની સમજુતી છે આ. ચંદનબાળાએ ત્રણ ત્રણ દિવસ ભોંયરામાં પૂરાવા છતાં ને ભૂખી તરસી બેસી રહેવું પડયું છતાં, મનમાં જરાય દુ:ખ ન માન્યું. કેમ ? ‘વહાલા વીર ભગવાનની ખાતર આટલું સહુ એમાં શી મોટી વાત છે ? આ સહીને જ ભગવાનની સાથે તાર જામશે;’ - આ હુંફ છે. એટલે ઉલટી રાજી થઈને ભૂખી તરસી દિવસો પસાર કરે છે. એમાં મહાવીર ભગવાનનું ધ્યાન એવું લાગ્યું છે કે એ જાણે ભગવાન સાથે સાક્ષાત્ તન્મય સંબંધમાં છે. ખાવાપીવાની ક્રિયા તો નથી, પરંતુ એની વિચારણા ય નથી કે ‘ખાવાપીવાનું કયારે મળશે ?’ અરે એય વિચાર નથી કે બે દિવસથી અહીં કોઈ આવતું નથી તો શું આમજ અહીં ભોંયરામાં પૂરાયા ભૂખે મરી જવાનું ? ભગવાન સાથે સંબંધ શું એમ જ જોડાતો હશે ? ખાવા - પીવા, પહેરવા - ઓઢવા, ચીજવસ્તુ લેવા - મૂકવા વગેરેના વિચાર કરવાનું ખુલ્લું હોય અને ભગવાનમાં મનને તન્મય બનાવવું છે, એ વાત બને નહિ. દેરાસરમાં પેસતા નિસીહિ કહેવાનું શા માટે છે ? આટલા જ માટે કે સંસારના વિચારનો નિષેધ નક્કી કરી પછી મંદિરમાં પેસો તો ત્યાં ભગવાનનો તન્મય વિચાર ચાલે, મનને ભગવાનનું તાન લાગે. પ્રતિક્રમણમાં પહેલું સામાયિક શા માટે ઉચ્ચરવાનું ? આટલા જ માટે કે પછીની દેવવંદન - ગુરુવંદન - પાપ પશ્ચાતાપ વગેરે ક્રિયાઓમાં તન્મય તો જ થવાય કે જો સામાયિકથી સાવદ્ય યોગો યાને પાપવ્યાપારોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો હોય જેથી પછી એનો વિચાર જ ન આવે. ચંદનબાળાએ ખાવાપીવા વગેરેના વિચાર બંધ કર્યા છે. તેથી પ્રભુમાં તન્મય થઈ છે. સુજયેષ્ઠાએ બધા સંગ છોડી પ્રભુનું શરણું લીધું. શ્રેણિકનો ધારેલો એક મેલાપ ન બન્યો એ પરથી જગતના પદાર્થો પરનો વિશ્વાસ ઊઠી ગયો. ત્યારે એ જુઓ કે જગતના પદાર્થો પર શા વિશ્વાસ મૂકવા ? કાયા-કંચન-કામિની-કુટુંબ-કીર્તિ વગેરે એકેએક ચીજ એવી છે કે એ મૂકીને જ મરવું પડે છે. ત્યારે જો એના પર મોહ છે, રાગ છે, તો મૂક્તાં રોવું પડે છે. જેની પાછળ મોહથી રોવું પડે, એના પર મોહ શો કરવો ? ગુરુવિયોગ પાછળ રોવું કેવું ? પ્ર૦ - એમ તો ગુરુ ચાલી જતાં રોવાનું થાય છે, તો શું ગુરુ પાછળ મમતાપ્રેમ-રાગ નકામા ? ઉત સવાલ મજેનો છે. આમાં સમજવા જેવું એ છે કે - Page #345 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ધ્યાન અને જીવન (૧) એક તો એ જુઓ કે ગુરુના વિયોગે રોવાનું કેમ થાય છે? વિયોગે જે રોવાનું થાય છે. તે શું એમ સમજીને કે (A) બહાર થી ગુરુનો સંયોગ હોય એટલા માત્રથી આપણું કલ્યાણ થાય ?' કે (B) ગુરુ તો મોટા ગૌતમસ્વામી જેવા મળ્યા હોય છતાં આપણા દિલમાં એમનો ઉપદેશ ઉતારીએ તો જ કલ્યાણ થાય, નહિતર ગુરુનો સંયોગ હોવા માત્રથી કશું ન વળે ?' આમાંની કઈ સમજ પર રોવાનું થાય છે? જો પહેલી જ વાત હોય તો તો ધરાર કશું જીવનમાં ઉતારવું નથી, પછી ગુરુના સંયોગમાત્રથી શું વળવાનું ? તો એવા સંયોગની મમતાનો કશો અર્થ નથી. એમાં તો વૈયક્તિક ગુરુનું કાં સુંદર રૂપ, યા કોઈ મીઠામીઠા શબ્દ વગેરેની મમતા રહેવાની, અને એના મોહનો કશો અર્થ નથી. ત્યારે જો ગુરુનો હિતનો ઉપદેશ દિલમાં ઉતારાય છે, તો પછી મુખ્ય વસ્તુ તો . હિતનો અમલ કહેવાય. પછી ગુરુ એમના નિયમ મુજબ ભલે ચાલી ગયા.પણ પછી રોવાનું શું કામ? ગુરુ આપણી પાસે હોઈને પણ એમના કહેલા હિતમાર્ગના આચરણ પર જ કલ્યાણ સમજતા હતા, તે ગુરુના જવા પછી પણ એ હિતમાર્ગ તો આપણી પાસે છે જ, અને એ આરાધીએ એથી કલ્યાણ નિશ્ચિત છે. પછી રોવાનું શું કામ? હાં, ઉપકારી ગુરુ ગયા એ મનને લાગે; પરંતુ એમાં કાંઈ એકલું રોયા કરવાનું ન હોય; કેમકે જીવનમાં મુખ્ય તો હિતમાર્ગ પર લક્ષ છે, ને એ ગુરુ પાસેથી મળેલ છે. એટલે મુખ્યતયા રાગ-મમતા હિતના માર્ગ પર રાખવા ઉપયોગી છે. એ વિના એકલા ગુરુ-રાગથી શું વળે ? પ્ર૦ - પણ ગુરુ હોય તો નવા નવા હિતમાર્ગ આપણને બતાવે ને ? યા જુનામાં સ્થિર કરે ને ? (૨) ઉ૦ - બસ અહીં બીજી વાત આ આવી કે ગુરુપર રાગ છે તે હિતમાર્ગના રાગને લીધે છે. ગુરુ પાસેથી એ મળે છે, માટે ગુરુની ઉપર રાગ રહે છે. એટલે ગુરુના જવાથી રોવું થાય છે. એમાં તો પેલા હિતમાર્ગની ચાહનાના અંગે રોવાનું થાય છે. એટલે, ગુરૂની પાછળ રોવામાં હિતમાર્ગના પ્રેમ વ્યકત થાય છે. અરે ! કેટલીક વાર તો ગુરુવિરહમાં હિતમાર્ગનો રાગ વધે છે. મનને એમ થાય કે હવે ગુરુની હાજરી નથી તો મારે વિશેષ સાવધાન થવાનું, અને હિતમાર્ગ બરાબર સાચવવાનો, હિતમાગે આગળ વધવાનું. જો આ સાવધાની નહિ રાખું તો હવે કાંઈ ગુરુ કહેવા-ટકોરવા નથી આવવાના. તેથી સાવધાની નહિ હોય તો ઉલટું અનાદિના કુસંસ્કાર જાગતા થઈને મને હિતમાર્ગથી હેઠે ઉતારી દેશે. આમ, ગુરુના વિરહ હિતમાર્ગ પર રાગ-મમતા-સાવધાની વધી જાય છે. તો એ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ || અધ્યાત્મયોગ તત્વચિંતન | રોવાનું ખરેખર રોવાનું નહિ પણ હિતમાર્ગ પર મમત્વ વધારવારૂપ બને છે. માટે ત્યાં ગુરુની મમતા ખોટી નથી કરતી. દુન્યવી ચીજ અને ગુરુની મમતામાં ભેદ : ત્યારે દુનિયાના માણસો પર કે દુન્યવી ચીજવસ્તુ પર રાગમમત્વ હોય છે. તે તે પોતાની ઈન્દ્રિયોના વિષયોની આસક્તિના લીધે હોય છે. એટલે એમનો વિયોગ થતાં જે રડવાનું થાય છે એમાં તો એ વિષયો-વિષયસુખો ખોવાવાનું દુ:ખ છે; એમાં ગર્ભિત વિષયરાગ તાજો થાય છે. એટલે જ કલ્પાંત છે કે હાય ! હવે આ વિષયસુખ શી રીતે મળશે !” આમ દુનિયાની ચીજ વિયોગમાં રોવરાવનારી અને તે વિષયાસકિતને દઢ કરવા માટે; એટલે મૂળમાં એ ચીજનો મોહ ખોટો ઠરે છે. ત્યારે પહેલાં કહ્યું તેમાં ગુરુનો વિયોગ થતાં રહેવાનું થાય છે તે હિતમાર્ગ પર મમત્વ અને વધુ સાવધાની માટે થાય છે. એટલે એ વસ્તુ લાભમાં હોઈ ગુરુ પરનું મમત્વ ખોટું નથી કરતું. એટલે હવે અંતે જે રોવરાવનારું હોય એના પર મોહમમતા શી કરવી? એ અહીં ગુરુ વગેરે અંગે લાગુ નહિ પડી શકે. કેમકે અહીં તો રોવા પર પણ ગુણનો લાભ થાય છે. માટે એ ગુર્નાદિ ઉપર વૈરાગ્ય નથી કરવાનો. કિન્તુ સંસારની બીજી ચીજો તો અંતે રોવરાવનારી અને જીવને નિરાધાર બનાવનારી, સાથે પાપ અને દોષની વૃદ્ધિ કરનારી હોઈ પહેલેથી જ એની પર મમતા કરવી ખોટી. વાત આ હતી કે હેય તત્ત્વની બરાબર શ્રદ્ધા હોય તો પણ વૈરાગ્ય ઝળહળે. એનું કારણ એ કે સર્વજ્ઞ ભગવાને ઈન્દ્રિયોના વિષયો-કષાયો વગેરેને જે હેય યાને ત્યાજ્ય કહ્યા છે, તે શાથી ? વિષય-કપાય હેય એટલા જ માટે, કે એ સંસારની જડ છે, ભવભ્રમણનું મૂળ કારણ છે, ઊંચા માનવભવને બરબાદ કરી, નકામો કરી ઠેઠ એકેન્દ્રિયપણાના અવતાર સુધીમાં પટકનાર છે. માટે જ એ હેય છે. આમ જો એ ખતરનાક હોઈ ત્યાજય છે તો એના પર સહેજે વૈરાગ્ય થાય. મનને એમ થાય કે “અરેરે ! જે આ વિષયોકષાયો અને હિંસાદિ પાપો, પૈસા, પરિવાર વગેરે આત્મઘાતક છે, અને એ પાછા આ એક જીવનમાં ય પૂરા ટકે કે નહિ એની કોને ખબર ? ત્યારે જીવનના અંતે તો અવશ્ય છૂટા જ પડનારા છે, તો પછી એના પર શા રાગ કરવા ? એની પાછળ આ ઉચ્ચ જીવન ખત્મ કરવામાં શી બુદ્ધિમત્તા ?' એમ હેય તત્ત્વની શ્રદ્ધાથી વૈરાગ્ય જાગતો થઈ જાય. વાત આ ચાલે છે કે અધ્યાત્મયોગમાં શ્રધ્ધા સાથે તત્વચિંતન કરવાનું હોય છે. એથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. એ કેવી રીતે ? એના ઉત્તરમાં એ જોયું કે તત્ત્વ ત્રણ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦) ધ્યાન અને જીવન પ્રકારે શેય, હેય અને ઉપાદેય. એમાં (૧) શેય તત્વ જીવ અને અજીવ એનું માત્ર શેય તરીકે ચિંતન કરતા જાઓ તો એ જીવ અજીવ પર રાગ યા શ્વેષ કરવા યોગ્ય નહિ લાગે, માત્ર એ જાણવા યોગ્ય જ છે' એવું મનને ઠસતું જશે. એથી એના પર વૈરાગ્ય જાગશે-ખીલશે-વધશે. એ રીતે (૨) આશ્રવ, પાપ, અને બંધ એ હેય તત્વ. એનું હેય તરીકે ચિંતન કરતાં રહો તેથી દિલને બરાબર હેય તરીકે ઠસી જવાથી એના પર આંધળો રાગ નહિ થાય, વૈરાગ્ય થશે. (૩) એવું ઉપાદેય તત્ત્વ સંવર નિર્જરા, એની એ તરીકેની શ્રદ્ધા પર રાગ થશે, અને તેથીજ ઉપાદેય નહિ એવા સંસાર પ્રત્યે વૈરાગ્ય થશે. (૩) ઉપાદેય તત્ત્વશ્રદ્ધાથી વૈરાગ્ય પ્ર૭ - શ્રદ્ધાથી વૈરાગ્ય થાય કે વૈરાગ્યથી શ્રદ્ધા? ઉ૦- સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણ શમ, સંવેગ, વગેરે. માટે શાસ્ત્ર કહે છે કે એનો ચાલું કમ, પૂર્વાનુપૂર્વી કેમ, એ પ્રધાનતાની દ્રષ્ટિએ છે; અર્થાત્ સૌથી પ્રધાન શમ, પ્રશમ એનાથી બીજા નંબરે સંવેગ, પછી નિર્વેદ ત્રીજા નંબરે, અનુકંપા ચોથા નંબરે, આસ્તિકય પાંચમાં નંબરે. એ રીતે પ્રધાનતાનો કમ છે. પરંતુ આ લક્ષણ-ગુણોનો ઉત્પત્તિ કમ પાનુપૂર્વીથી છે, અર્થાત્ પહેલાં આસ્તિકય આવે, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ, છેલ્લો શમ ગુણ ઉત્પન્ન થાય. આમાં દેખાશે કે ‘આસ્તિકય” યાને જિનવચનની અટળ શ્રદ્ધા પહેલાં ઉત્પન્ન થાય, ને નિર્વેદ યાને ભવરાગ્ય પછી થાય. આમ શ્રધ્ધાથી વૈરાગ્ય થાય. જાઓ મેઘકુમાર સુબાહુકુમાર જંબૂકુમાર વગેરેએ જિનવાણી સાંભળી એના પર શ્રધ્ધા ઊભી કરી, તો તેથી જ વૈરાગ્ય ઝળહળી ઉઠયો. ઈદ્રભૂતિ ગૌતમે મહાવીર પ્રભુનાં વચન સાંભળ્યાં, વચને કહેલાં તત્ત્વ પર રુચિ થઈ, એથી વૈરાગ્ય પામી ત્યાં ને ત્યાં ચારિત્ર સ્વીકારી લીધું આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય. શ્રધ્ધાયુક્ત તત્ત્વચિંતનમાં અનેરી તાકાત છે. એમાં ઉપાદેય તત્ત્વ પ્રત્યે ઉપાદેય તરીકેની શ્રધ્ધા થાય, અર્થાત્ પુણ્ય-સંવર-નિર્જરા-મોક્ષ ચારે મહાકર્તિવ્ય લાગે, સંસાર પર વૈરાગ્ય ઝળહળી ઊઠે. પહેલાં આપણે જોઈ ગયા ઝષભદેવ ભગવાનના જીવ મહાબળ એ રાજામાં આજ બન્યું. મંત્રીએ બહારથી જ્ઞાની ભગવંત પાસેથી રાજાનું આયુષ્ય માત્ર એક માસનું બાકી જાણી, આવીને રાજાને સાવધાન કર્યા કે “મહારાજા ! સર્વજ્ઞ જિનેશ્વર ભગવાન માનવજીવનમાં અહિંસા-સંયમ-તપને જ કર્તવ્ય તરીકે બતાવે છે. પરંતુ રાજાને પહેલાં તો આ જિનવચન પર એવી શ્રધ્ધા ન થઈ તેથી વૈરાગ્ય કયાંથી થાય ? એનું કારણ એ રંગરાગમાં મસ્ત તો હતા જ, એમાં ખુશામતિયા મંત્રીઓ સંસારસુખની વાહવાહ Page #348 -------------------------------------------------------------------------- ________________ [ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન | (૧૦૩) ગાતા હતા, એટલે મહાબળ રાજા તો આનંદથી રાજયપાટ ભોગવતા બેઠા હતા, પરંતુ હવે એક જ માસનું આયુષ્ય બાકી છે.' એમ મંત્રી દ્વારા જ્ઞાની ભગવંતનું વચન જાણવામાં આવતાં જ ચોંકયા ! મનને થયું કે “અરે ? જિનેશ્વરદેવ જીવનમાં કર્તવ્ય શું કહે છે, અને હું શું કરતો બેસી રહ્યો છું?' ઉપાદેય તત્ત્વ પર શ્રધ્ધા થઈ એથી એ સિવાયના સંસાર પર વૈરાગ્ય થયો. મનને થયું કે 'વિષયોના ભોગ અને રંગરાગ જ જો કર્તવ્ય હોય તો એ તો નાના કીડા-મંકોડાથી માંડી મોટામોટા હાથી જેવા પ્રાણીઓ ય કરી રહ્યા છે. પણ એથી શું જન્મ-મરણની જંજાળ મટે ? એમ થતું હોત તો આખી દુનિયા એ જંજાળથી છૂટી મોક્ષ પામી ગઈ હોત. ના, એ વિષયોના રંગરાગ, અને એની પાછળ કરાતા કોધાદિ કષાયો, તથા હિંસાદિ દુષ્કૃત્યો તો જીવને ચોરાશી લાખ યોનિઓમાં ભમાવે છે, જનમ-મરણ જનમ-મરણ કરાવ્યા જ કરે છે. એટલે વિષયોના રંગરાગ, કષાયો અને હિંસાદિ એ કાંઈ સમજદારીવાળા મનુષ્ય ભવનું કર્તવ્ય ન હોય. કર્તવ્ય તો એ વિષય કષાય-અને હિંસાદિના ત્યાગ કરી અહિંસાસંયમ-તપ આરાધના એ જ હોય. તો પછી એ વિષયસંગ, એ કષાયો અને એ હિંસાદિ શા માટે હવે કરું ?” આમ ઉપાદેય તત્વની શ્રધ્ધાથી વૈરાગ્ય ઝળહળી ઉઠયો. ધર્મ કયારે ? પુણ્યના ઉદયે ? : ખૂબી કેવી છે કે માણસને આયુષ્ય વગેરેનું સારું પુણ્ય પહોંચતું હોય ત્યાં સુધી પાપ છોડવાનું સુઝતું નથી, તો પછી પુણ્ય ખૂટવા આવે ત્યારે એ છોડી ધર્મ કરવાનું સૂઝે ? ધર્મ કયારે સૂઝે ? પુણ્ય ભરચક હોય ત્યારે? કે પુણ્ય ખૂટવા આવે ત્યારે ? ધર્મની વાત આવે, ધર્મ કેમ નથી કરતા? એવો સવાલ આવે ત્યારે એમ કહે છે, કે 'પુણ્યનો ઉદય નથી.” શું આ વ્યાજબી જવાબ છે ? હેં ? પુણ્યનો ઉદય છે માટે ધર્મ નથી થતો ? કે પુણ્યનો ઉદય નથી માટે ધર્મ નથી થતો? દેખાય જ છે કે પુણ્યના ઉદયથી સુખની સગવડ સામગ્રી મળી છે માટે જ એના રંગ-રાગ-ભોગવિલાસમાં જીવ પડયો હોઇ ધર્મ નથી સુઝતો. પુણ્યના ઉદયે તો ધર્મ મોંઘો થઈ ગયો. ધર્મ માટે કોઈ પુણ્ય છે ? : પ્ર0 - પણ એ તો ભોગનું પુણ્ય ને ? ધર્મનું પુણ્ય કયાં ઉદયમાં છે ? એ ન હોય તો ધર્મ કયાંથી થાય ? ઉ0 - આ તો ઉડાવવાની વાત છે, સમજ વિનાનો ઉત્તર છે. ખરી રીતે એ વિચારો કે ધર્મનું પુણ્ય એટલે શું? ધર્મની બુદ્ધિ થવી, ધર્મ કરવો, એ? ના, એ તો પોતાની ઈચ્છા ગરજ અને ઉદ્યમની વસ્તુ છે. દુનિયાના વિષયોમાં દેખાય છે કે એ વિષયોની ઈચ્છા હોય છે તો એ મેળવવા-સેવવાની બુદ્ધિ ઝટ થાય છે. તેમજ એનો ઉદ્યમ Page #349 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૦૪ પણ થાય છે. જીવને એ વિષયોની ગરજ છે, પછી એ મેળવવા સેવવાની ભાવના સહેજે જાગે છે. અને પુરુષાર્થ પણ ઝટપટ થાય છે. એમ ધર્મની ગરજ હોય એની ઉત્કટ ઈચ્છા હોય, તો ધર્મ કરવાની બુદ્ધિ અને ઉદ્યમ શું કામ ન થાય ? ‘ધર્મનું પુણ્ય નથી એટલે ધર્મ નથી થતો' એમ કહેવામાં તો સવાલ એ આવીને ઊભો રહે કે એ કયું પુણ્ય ? મનુષ્ય જન્મ, ઉચ્ચ કુળ, આર્યદેશ દેવગુરુનો સંયોગ, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયોની પટુતા, આ બધું મળવાનું પુણ્ય હોય ને એ મળે, ત્યાં ધર્મ કરવાની સગવડ થઈ; હવે શું જોઈએ ? પુરુષાર્થ. એ જગાવવા પુણ્યથી પ્રાપ્ત જિનવાણી યાને જિનાજ્ઞાનુસારી ગુરુ-ઉપદેશનું શ્રવણ જોઈએ. આ પણ પુરુષાર્થ માગે છે; પુણ્ય તો ઉપદેશ મળવાનો સંયોગ આપે. પછી સાંભળવા માટે તા ઉદ્યમ જ જોઈએ. એમ સાંભળીને દિલમાં ઉતારવા અને આચરણમાં લાવવા માટે પણ પુરુષાર્થ જ જોઈએ. માટે કહેતા નહિ કે પુણ્યનો ઉદય નથી માટે ધર્મ નથી થતો. પુણ્યના ઉદયે તો સારું શરીર, સારી ઈન્દ્રિયો અને ખાનપાનાદિ સારી સામગ્રી મળી છે.એટલે જ જીવ એના ભોગ વિલાસમાં ડૂબ્યો છે. અનુકૂળ ન મળ્યું હોત, ઓછું મળ્યું હોત તો તો રંગ-રાગ ઓછા સૂઝત, આ તો ‘મળ્યાના મીર, નહિતર ફકીર' એવી વાત છે. વાત એ છે કે પુણ્ય જોરમાં છે ત્યાં સુધી રંગરાગ સૂઝે છે. પણ એમાં ધક્કો લાગે ત્યારે ચોંકામણ થાય છે કે ‘હેં ? હવે આ જવાનું ?' પછી ત્યાં કોઈ પણ શક્ય ધર્મસાધના કરી લેવાનું મન થાય છે, ઉદ્યમ થાય છે. આ કયારે થયું ? પુણ્યના ચાલુ ઉદયને ધક્કો લાગ્યો ત્યારે ને ? એટલે આ સમજી રાખવા જેવું છે કે પુણ્યના ઉદયે ધર્મ નહિ રંગરાગ સુઝે છે. માટે ત્યાં સાવધાન રહેવા જેવું છે, ને ધર્મમાં લાગી જવા જેવું છે. પુણ્યના ઉદયમાં આ વિચારવા જેવું છે કે પુણ્યના ઉદયથી મળેલ સામગ્રી, જો ધર્મ નહિ સધાય તો, મહાન પાપારંભોમાં વપરાશે, ને મદ-માન-મમતાદિ કષાયો મોટા કરાવશે, માટે પુણ્યના ઉદયમાં તો દાનાદિ ધર્મ ખાસ કરું.' જો પુણ્ય ખૂટવાનાજ અવસરે ધર્મ કરવાનું રાખ્યું તો ઠગાવાનું થશે. કેમકે જે આયુષ્યનું પુણ્ય ખૂટયું તો ધર્મ કરવા અવસર જ નહિ રહે. ત્યારે જો પૈસા વગેરેનું પુણ્ય ખૂટી ગયું તો પેટ ભરવાની જ મોટી ચિંતા રહેશે ત્યાં ધર્મ કયાંથી સૂઝવાનો? ત્યારે જે શરીરશક્તિનું પુણ્ય ખૂટયું તો ત્યાં તો શરીરની જ ચિંતા અને શરીરની જ સેવા મુખ્ય બની જશે, પછી ધર્મને જગા જ ક્યાં ? ત્યારે એમાંના કોઈ પણ પુણ્યનો થોડો અંશ બાકી હશે ત્યારેય ધર્મ સૂઝવાનું મોઘું છે; કેમકે એ બાકીની ખબર જ પડવી મુશ્કેલ છે. એ તો મહાબળ રાજા ભાગ્યશાળી કે એને એક માસનું આયુષ્ય બાકી હોવાની ખબર પડી, ને જાગી ઊઠ્યા. Page #350 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન ] (૧૦૫) વૈરાગ્ય વિનાના ત્યાગમાં મઝા નહિ :મહાબળ રાજાને જાગૃતિ આવતાં માનવ જીવનમાં જ શક્ય એવા ઉપાદેય તત્ત્વોની આરાધના તરફ દષ્ટિ ગઈ, એની ચિંતા જાગી. એમાંથી વૈરાગ્ય ઊભો થયો. વૈરાગ્ય વિના તો વિપુલ રાજ્યસંપત્તિ-પરિવાર-વિષય-સુખો કેમ છોડાય ? ને વૈરાગ્ય વિના છોડવામાં મઝા ય શી આવે ? મનમાં એ સંપત્તિ-સગવડો યાદ આવ્યા કરે, ને ચિત્તસંતાપ અગર એવી નવી પ્રાપ્તિની ઝંખના મનને સતાવ્યા કરે. એટલે વૈરાગ્ય તો જોઈએ જ. રાજાને વૈરાગ્ય શી રીતે જાગ્યો ? ઉપાદેય તત્ત્વની શ્રદ્ધા પર. મનને એમ થયું કે જયારે જીવનમાં આવી સુંદર સંવર-નિર્જરાની યાને અહિંસા-સંયમ-તપની સાધના એ મહાકલ્યાણ કર્તવ્ય રૂપ પડી છે તો પછી બીજું બધું બેકાર છે. અસાર તુચ્છ છે.” બસ ઊઠયા, ૮ દિવસ જિનભક્તિ-ઉત્સવ કરી ચારિત્ર લીધું, અને ત્યાં જ જીવનભરનું અનશન કરી દીધું. શું કામ બાકી રાખે ? ઉપાદેય તત્ત્વની શ્રદ્ધા એવી કરવી કે એમાં વૈરાગ્ય થાય. એ શ્રદ્ધામાં એમ થાય કે સર્વજ્ઞ ભગવાને ઉપાદેય-કર્તવ્ય આદરણીય તરીકે (૧) અહિંસાદિ ધર્મ, ક્ષમાદિ ગુણ, અનિત્યતા અશરણ આદિ ભાવના, તેમજ સુધાતૃષાદિ પરિસહ વગેરેને બતાવ્યા છે, અને એને મહાકલ્યાણકારી કહ્યા છે. એ સંવર તત્ત્વ છે. એમ (૨) બાર પ્રકારના તપને મહાહિતકર બતાવ્યા છે; એ નિર્જરા તત્વ છે.માટે જ આ સંવર-નિર્જરા તત્ત્વ ઉપાદેય અર્થાતુ આદરણીય, સેવ્ય, આરાધ્ય કહ્યા છે. જગતમાં સંવર-નિર્જરા એ જ સારભૂત છે, એથી બીજું બધું અસાર છે, તુચ્છ છે. આદરણીય નથી. એના પર શા રાગ કરવા ? શો એનો આશરો માનવો? એ રીતે ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાથી સંસાર પર વૈરાગ્ય થાય. તત્વશ્રદ્ધા સાથે વૈરાગ્ય કેમ સંકળાયેલો ?: એમ, શેય-હેય-ઉપાદેય, ત્રણે ય પ્રકારની તત્વની શ્રદ્ધા વૈરાગ્યને જગાવનારી છે. અથવા એમ કહો કે તત્ત્વની શ્રદ્ધા ખરેખરી શ્રદ્ધા હોય તો વૈરાગ્ય એની અંદર સમાવિષ્ટ જ હોય. જેને સંસાર પર વૈરાગ્ય નથી, એને તો સંસાર સારભૂત લાગે છે. એને સંસારનો જ રસ રહે છે, સંસારથી એને કોઈ કંટાળો નથી. એવાને તત્વ સાથે શો સંબંધ ? તત્ત્વમાં શિરોમણિ મોક્ષ તત્ત્વ છે. હવે જે સંસારમાં જ રસ છે, તો એને મોક્ષની શી જરૂર ? શી પરવા ? મોક્ષ એટલે સંસારથી છૂટકારો. સંસારરસિયાને એવા મોક્ષ માટે શો રસ હોય ? જો એ નહિ તો પછી મોક્ષ-સાધક સંવર-નિર્જરામાં ય શો રસ ? અને મોક્ષ-વિરોધી આશ્રવ-બંધ તરફ સૂગ પણ શાની Page #351 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬ | ધ્યાન અને જીવન હોય? તો એને જીવ-જીવને જાણીને શું કામ ? તાત્પર્ય, જીવ-અજીવ આદિ શેયહેય-ઉપાદેય તત્ત્વ પર શ્રદ્ધા એવા સંસાર-રસિયાને હોય જ નહિ. એટલે, તત્વ શ્રદ્ધાની અંતર્ગત વૈરાગ્ય હોવો જ જોઈએ. જયાં વૈરાગ્ય નહિ ત્યાં તત્વશ્રદ્ધા નહિ. વૈરાગ્યગર્ભિત તત્વશ્રદ્ધા એ જ વાસ્તવિક તત્વશ્રદ્ધા. એવી શ્રદ્ધાથી તત્વચિંતન એ અધ્યાત્મયોગ. આવી વૈરાગ્ય-ગર્ભિત શ્રદ્ધા સાથે એ જીવ-અજીવ આદિ નવ તત્ત્વનું ચિંતન, યા નવ પૈકી ગમે તે એક પર તત્ત્વનું ચિંતન, એનું નામ “અધ્યાત્મયોગ”. એ પણ મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યઆ ભાવવાળા દિલથી જ હોય, તો જ એ અધ્યાત્મયોગ. દિલમાં એના બદલે જો કોઈના પ્રત્યે વૈર-વિરોધ, ષ, ઈર્ષા, કઠોરતા વગેરે સળવળતા હોય તો એવા દિલના તત્ત્વચિતનમાં માલ નહિ, એ અધ્યાત્મયોગ નહિ. એટલે ત્રણ વાત આવી. તત્ત્વ ચિંતનમાં (૧) શ્રધ્ધા (૨) વૈરાગ્ય (૩) મૈત્રી આદિ ભાવ જોઈએ. ત્યારે પૂછો ને, (૩) તત્ત્વચિંતનમાં મંત્રી આદિભાવની શી જરૂર ? :પ્ર) - કોઈના પર દ્વેષ કે ઈર્ષ્યા હોય એમાં તત્વચિંતનને શો બાધ આવે? ઉ0 - પણ અહીં પહેલા જોઈ આવ્યા છીએ કે અધ્યાત્મયોગમાં તત્ત્વનું ચિંતન કોરું સુકકું નથી ચાલતું. એ તો વૈરાગ્ય અને શ્રધ્ધાથી લચબચતું હોવું જોઈએ. ત્યારે જો ધરાર કોઈ જીવ પર દ્વેષ વગેરે કરવા જાય છે તો શું એ સમયે જીવની માત્ર શેય તત્ત્વ તરીકેની શ્રધ્ધા રહે ? મનને એમ રહેવાનું ખરું કે હું વેષ કરું છું તે ખરાબ છે. જીવમાત્ર રાગ-દ્વેષ કરવા લાયક નથી, પણ માત્ર શેય છે ? એમ ષ એ આશ્રવ તત્ત્વ છે, તો હેય તરીકે એની શ્રધ્ધા રહેશે ? આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હાલતાં ને ચાલતાં તત્ત્વચિંતન થઈ શકે. બે મિનિટની ફરસદ મળે ત્યાં આ કરી શકાય. માત્ર એ વખતે ખાસ તકેદારી આ રાખવાની કે દિલમાં અમૈત્રી યાને કોઈના પ્રત્યે વૈરવૈમનસ્ય નિર્દયતા કઠોરતા, કે ઈષ્યા-ઝેરઅસૂયાની લાગણી નહિ રાખવાની. નહિતર તે તે શેય-હેય-ઉપાદેય ભાવથી ચિંતન નહિ થઈ શકે. દા.ત. જીવનું ચિંતન કરવું એમાં જીવ સ્વભાવથી જ્ઞાન દર્શન-અરૂપિતા આદિ ગુણવાળો છે, ચૌદ રાજલકમાં ભટકતો છે,’ વગેરે વગેરે વિચારી શકાય. હવે આ ચિંતન જીવનું જોયભાવે કરવાનું છે. ન તો એ દ્રષ્ય તરીકે કે ન અનુરજ્ય તરીકે, અર્થાત્ જીવને દ્વેષ કે રાગ કોઈના ય વિષય તરીકે ન બનાવવા એવો છે. પરંતુ જો અહીં હૈયાની ખટક વિના કોઈના કોઈના પર દ્વેષ કરતા હોઈએ, યા કુટુંબી પર Page #352 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ તત્વચિંતન | (૧૦૭) રાગ ઊછળતો હોય, તો જીવનું શુદ્ધ ચિંતન આપણા મનને બાંધી દે છે. અંકુશમાં મૂકે છે. ચિંતનના સમયપૂરતું ય રાગ-દ્વેષ હટાવી દેવા પડે. એ હટાવવા માટે દિલમાં મૈત્રી-કરુણાદિના ભાવ વિકસાવવાના છે.મૈત્રીભાવ ચીજ જ એવી છે કે એ દિલમાં આવતા સર્વ જીવો પ્રત્યે સ્નેહ ઊભરાય; ત્યાં દુશમન પ્રત્યે પણ સ્નેહ ઊભરાય એટલે એના પ્રત્યે વૈર-વિરોધ-દ્વેષ ન ઊભો રહે. એમ આશ્રવ તત્ત્વનું હેય તરીકે ચિંતન કરવાનું છે. એમાં દેષ પણ હેય તરીકે આવી જાય છે. હવે કોઈના પર મૈત્રીને બદલે અમૈત્રી-દ્વેષ કરાય, તે ય નિ:સંકોચ કરાય તો ત્યાં દેષ રૂપી આશ્રવનું ત્યાજ તત્ત્વ તરીકે ચિંતન કેમ બનશે ? માટે મૈત્રી જરૂરી છે. તો જ તત્ત્વચિંતન સાચું ચિંતન બને ત્યારે એ ધ્યાન રાખો કે માનવમન એ મહામૂડી માનવમન એ મહાન મૂડી મળી છે. એનાથી સાચા તત્વચિંતનનો સર્વોત્તમ ધંધો થઈ શકે છે; જેના નફામાં અઢળક પાપક્ષય પુણ્યસંચય અને સુસંસ્કાર સિંચનની કમાઈ થાય છે. ખોટા વિચાર કેમ અટકે ? : આની જો બરાબર કિંમત સમજાય તો અતિ ઊંચી મનમૂકીને આડાઅવળા યા કષાયોના વિચારમાં વેડફી નાખતાં આંચકો લાગે-એમાં મન માત્ર વેડફાતું નથી, પરંતુ મહા નુકસાનમાં ઊતરે છે.એનો આંચકો ન લાગે ? આઘાત ન લાગે ? બોલો, આવો અનુભવ ક્યારે ય કર્યો છે ખરો કે કોઈ એવો ફજુલ વિચાર યા રાગ-દ્વેષાદિમાં મન પડ્યું ને પછી આઘાત લાગ્યો કે “અરરર! આ મેં શું કર્યું?' જો આવો આંચકો લગાડતા જાઓ, તો કંઈક કંઈક સાવધાની આવતી જશે, ને મન ખોટા વિચારમાં ચડવા જાય ત્યાં એને અટકાવવા પ્રયત્ન થશેઅને બીજી બાજુ તત્વનું ચિંતન ચાલુ કરાશે, જેથી પેલો વિચાર ભૂલાશે, બાજુએ પડ્યો રહેશે. એમ જ્યારે જ્યારે અવકાશ મળ્યો કે તરત તત્ત્વ ચિંતનનો અભ્યાસ રખાશે. માત્ર આટલું સમજી રાખવાનું કે “માનવમન” એ મહામૂડી છે એનો વારે વારે તત્વચિંતનથી સદુપયોગ કરી લઉં, એને ફજુલ અથવા કષાયના વિચારમાં વેડફી ન નાખું' બસ આટલો નિર્ધાર કરી રાખ્યો, પછી તો જીવનમાં બનતા પ્રસંગે પ્રસંગને તત્ત્વની દષ્ટિથી જોવાનું બનશે. તત્વદષ્ટિથી કેમ જોવાય અને એનો શો લાભ એ જુઓ. (૧) જીવ યા અજીવ, બંનેમાંથી કોઈ એક તત્વ ત્યાં લાગુ તો થાય છે. એટલે દુનિયાના પ્રસંગને જીવના કે અજીવના ગુણ સ્વભાવ ખાસિયતની દષ્ટિથી નિર્લેપપણે વિચારી શકાય જેથી રાગ દ્વેષ અટકે. અથવા Page #353 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૦૮ (૨) પુણ્ય કે પાપ, બંનેમાંથી કોઈ એકના ઉદયની દૃષ્ટિથી જોઈ શકાય કે આ પુણ્યોદય છે યા પાપોદય ? તેથી હર્ષ ખેદ અટકી ચિત્તસમાધિ રહે. અથવા (૩) આશ્રવ કે સંવર બેમાંથી એકનો વિચાર થઈ શકે. જેથી પ્રસંગને પાપસ્થાનકરૂપ બનતો અટકાવી ધર્મપ્રસંગરૂપ બનાવી શકાય. દા.ત. ઋતુની ગરમી પર વિચાર આવ્યો તો જોવાય કે જો આમાં મનને ઉદ્વેગ થયો કે ‘હાય! બહુ ગરમી!' તો આ વિચાર કષાયકારી બનવાથી આશ્રવના પ્રસંગરૂપ થશે. એના બદલે જો મનને એમ થયું કે ‘ ચાલો, આ એક પરીસહ સહવાની તક મળી. ગરમી સહવી તો પડવાની જ છે. પછી ઊંધો વિચાર અને ઉદ્વેગ શા માટે કરવો ?' ગરમીનો પરીસહ વધાવી લઈ સારી રીતે સહી લેવાય તો એ સંવર તત્ત્વ બની જાય. (૪) એમ બનતા પ્રસંગને બંધ કે નિર્જરા, બેમાંથી એક તત્ત્વની દૃષ્ટિએ જોઈ શકાય. દા.ત. દુન્યવી સુખ મળ્યું ત્યાં વિચારી શકાય કે ‘જીવ ! ધ્યાન રાખજે, આમાં મળેલા સુખના પ્રમાણમાં પુણ્યકર્મ ભોગવાઈને ખત્મ થઈ જવાનું એ તો નિશ્ચિત વાત છે. હવે જો દિલમાં વૈરાગ્ય, દયા, દાન, દેવગુરુ ભક્તિ વગેરેનો શુભ ભાવ રાખીશ તો શુભ કર્મનો બંધ થશે. અને સ્વાર્થ, મમતા, નવો વેપાર નવો આરંભ સમારંભ વગેરેનો વિચાર લાવીશ તો અશુભ કર્મનો બંધ થશે.’ ‘આમ જોવાથી અશુભ ભાવ ટાળી શુભ ભાવ રાખી શકાય. (૫) એમ કોઈ સેવાનો પ્રસંગ આવ્યો, ત્યાં (૧) જે જીવ ઉપેક્ષા-આંખમિચામણા કરવા જાય તો સ્વાર્થાંધતાના વિચારને લીધે કર્મબંધ થાય, ને (૨) હોંશથી સેવા ઉપાડી લે તો કર્મ નિર્જરાને અવકાશ મળે. આશ્રવ-સંવર તરફ ગ્લાનિ આનંદ : કહેવાનું તાત્પર્ય આ છે કે નવતત્ત્વમાંના કોઈને કોઈ તત્ત્વને પ્રસંગ પ્રસંગમાં લાગુ કરી શકાય, ને એને આત્મહિતમાં ઉતારી શકાય. ત્યાં હેય તત્ત્વના હિસાબે ગ્લાનિ અને ઉપાદેય તત્ત્વના હિસાબે આનંદ સાથે રહે, તો એ તત્ત્વ વિચાર સાચું તત્ત્વચિંતન બને. કોરા સર્ટિફિકેટથી ન ચાલે. કોરા હ્રદયે કહી દીધું કે ‘આ આશ્રવનો પ્રસંગ છે, યા બંધનો પ્રસંગ છે, અથવા સંવરનો પ્રસંગ છે, કે નિર્જરાનો પ્રસંગ છે, આટલેથી ન ચાલે. પણ સાથે હૃદયને ઉદ્વેગ યા આનંદનું વલણ થાય. જો બંધ કે આશ્રવ છે એ વિચારની સાથે ગ્લાનિ હોય, એમ સંવર યા નિર્જરાનો પ્રસંગ છે તો એ વિચારની સાથે સાથે આનંદનો ભાવ હોય. ત્યારે એ સાચું તત્ત્વચિંતન બને. આશ્રવના વિચાર સાથે ગ્લાનિ ઃ કુમારપાળ મહારાજા કુમારપાળને કુબેરશેઠની સંપત્તિ જોવા જવાનો પ્રસંગ આવ્યો. ગયા, અને નજીક પહોંચતાં સાથેના માણસો કહે છે, ‘મહારાજા ! આ સામે ઊંચે ધજાઓ ઉડતી દેખાય છે એ કુબેર શેઠની હવેલીઓ ઉપરની ધજાઓ છે’. Page #354 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગ : તત્ત્વચિંતન ૧૦૯ ત્યાં કુમારપાળ રાજાને એ અનિત્ય અજીવ તત્ત્વ તરીકે દેખાય છે, સાથે એના મોહ પ્રત્યે ગ્લાનિ થાય છે, એટલે એ કહે છે, ‘જુઓ આ ધજાઓ ફરફર થઈને કહી રહી છે કે આ મહેલાતનો સંયોગ અનિત્ય છે, એક દિ’ ફર ફર ફ્ થઈને આ સંયોગ ઉડી જવાનો છે,' હજુરિયાઓ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. કેમકે એમને તો આ હવેલીઓની કતાર જોઈને મનમાં રાગનાં ગિલગિલયાં થતાં, અને અહીં તો વૈરાગ્યનું વચન સાંભળવા મળ્યું, એવું અંદર જતાં બન્યું, હાથીઓની કતાર વગેરે અઢળક સંપત્તિ અંગે પણ કુમારપાળ રાજાનાં વચન વૈરાગ્યભર્યાં જ સાંભળવા મળ્યાં. આ હતી કુમારપાળ રાજાની તત્ત્વવિચારણા. ગુરુ હેમચંદ્રસૂરિજી મહારાજ પાસેથી તત્વનો બોધ મળ્યો, પછી અંતરમાં એ ઉઘાડ થઈ ગયો કે કોઈ પણ દર્શન, શ્રવણ કે સ્મરણચિંતન તત્વની દૃષ્ટિએ જ ચાલે. ત્યારે તો એનો પ્રભાવ એ પડ્યો કે સંસારને ત્રણ ભવમાં જ મર્યાદિત કરી દીધો ! વધારામાં ગણધર પદવી નક્કી થઈ. કેમ ? તત્ત્વચિંતન સાથેનો કરુણાભાવ એટલો ઊંચો હતો કે પોતાની અઢાર દેશની પ્રજાને જુગાર શિકાર વગેરે સાત વ્યસનો અને હિંસાના પાપથી બચાવી, જેથી કેમ એ ક્રમશઃ જિનશાસનરસિક થઈ મોક્ષમાર્ગે ચડી જાય. જિન-ગણધર-કેવળી કેમ બને ? : ‘પંચસંગ્રહ’ શાસ્ત્ર કહે છે કે (૧) જગતના સમસ્ત જીવોને મોક્ષમાર્ગે ચડાવવાની કરુણાભાવના પ્રગટે તો તીર્થંકર નામકર્મનું પુણ્ય ઉપાર્જિત થાય છે. અને (૨) દેશજ્ઞાતિ કુટુંબને પ્રભુશાસનના માર્ગે ચડાવી તારવાની કરુણા જાગે તો ગણધરપણાનું પુણ્ય ઊભું થાય છે. ત્યારે (૩) જો પોતાના આત્માને તારવાની ભાવના જાગે તો એ ક્રમશઃ ‘મુણ્ડ કેવલી' અર્થાત્ પોતે કેવળજ્ઞાન ઉપાર્જી જાતનો ઉદ્ધાર કરનાર બને છે. કુમારપાળ મહારાજાએ પોતાના રાજ્યની પ્રજાની કરુણા ચિંતવી, ગણધરપદનું પુણ્ય ઉપાર્યું. કરુણા આગળ પૈસા શી વિસાતમાં ? : સહેલું કામ છે ? પ્રજામાં કોઈ જુગારી-શિકારી-માંસાહારી હોય, હિંસા કરનાર ખાટકીઓ પારધી માછીમારો હોય, એમનાં મન વધારી એ બધાં પાપ બંધ કરાવવા એ કામ ભારે કઠિન છે. એ બધાને આજીવિકાનો પ્રબંધ કરાવવો પડે ને ? કેટલો ખર્ચ થાય ? પરંતુ દિલમાં જીવો પ્રત્યે ભાવકરુણાનો ધોધ ઉછળ્યા પછી પૈસાનું શું મહત્વ છે ? સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલાં જીવ અજીવ વગેરે તત્ત્વોનું જ્ઞેય-હેયઉયાદેય તરીકે ચિંતન અભ્યસ્ત થાય ત્યાં દ્રવ્ય-ભાવ કરુણા સહેજે આવે. સમકિતના Page #355 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) | ધ્યાન અને જીવન પાંચ લક્ષણમાં આસ્તિકા યાને જિનોક્ત તત્ત્વની શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી અનુકંપા પ્રગટે છે. તત્ત્વનું ચિંતન કોરું ન ચાલે. જ્યારે ખરેખર તત્વચિંતન કરવું છે, તો શેય હેય ઉપાદેય તરીકે ધરીને જ તત્ત્વનું યથાર્થ ચિંતન થાય. ત્યાં અમૈત્રીભાવ અપ્રમોદભાવ વગેરેને કમમાં કમ તત્ત્વ ચિંતનકાળ પૂરતું અલગ જ રાખવા પડે. આમાં દા.ત. અમૈત્રી નડતી હોય, દ્વેષ ઈર્ષા નડતી હોય, તો એ હટાવવા મૈત્રી પ્રમોદભાવ કેળવવા પડે. એ હોય તો જ તત્ત્વચિંતન સાચું ચાલે. બસ, મોક્ષ માટેના પાંચ યોગ પૈકી પ્રથમ યોગ યાને પાયાનો યોગ અધ્યાત્મયોગ’ એમાં તત્ત્વચિંતન કર્તવ્ય છે. એ તત્વ શેય, હેય કે ઉપાદેય હોય. તેથી એના તરફ દિલમાં એને અનુરૂપ વલણ રાખીને એનું ચિંતન કરાવું જોઈએ. અહીં મન એક બચાવ કરાવ પ્રેરાય કે પ્રવે- “તત્વની શ્રદ્ધા સાથે તત્વચિંતન કરાય ત્યાં અતંરાત્મામાં રાગાદિ દોષો તો હજી બેઠા હોય છે એટલે મૈત્રી કરુણાને બદલે અમેત્રી, કઠોરતા સંભવી શકે છે. અલબતુ એ દોષો સારા છે, કરવા જેવા છે એવું ન લાગે, પાગ ત્યાજ્ય લાગે, પછી અમૈત્રી આદિ હોય એમાં શો વાંધો ?'' ઉ0- આપણું મન ચોર છે એટલે આવો બચાવ કરવા પ્રેરાય, અને દિલમાં વૈરવિરોધ, ઈર્ષ્યા વગેરે હોવા છતાં તત્ત્વ ચિંતન પર અધ્યાત્મનો સિક્કો લગાવે. પરંતુ અહીં યોગબિંદુ શાસ્ત્રમાં અધ્યાત્મયોગની વ્યાખ્યામાં તત્ત્વચિંતન સાથે અહિંસાદિ વ્રત અને મૈત્રીભાવ આદિ ભાવને સામેલ કરેલ છે. તે સૂચવે છે કે અધ્યાત્મયોગ બનાવવા માટે મૈત્રીભાવ વગેરેની ખાસ જરૂર જ માની છે, પાગ અમૈત્રી ભાવ હોય અને એનો ખેદ હોય એ ન ચાલે, દા.ત. કોઈના પર હૈયામાં ઈર્ષા સળગતી હોય અને મનને માત્ર એમ થાય કે “આ હું ઈર્ષ્યા કરું , ને એ ખોટું છે તો તેટલા માત્રથી ન ચાલે પરંતુ ઈર્ષા જ ન જોઈએ. ઈષ્યમાં તત્ત્વચિંતન જ ચોકખું ન ચાલી શકે, ને તેથી અધ્યાત્મયોગ ન બને. અધ્યાત્મયોગ એટલે તો શુદ્ધ આત્માની સાથે તાર બાંધવાના છે. આ મોક્ષમાટેનો યોગ છે ને ? તો મોક્ષ એટલે શુદ્ધ આત્મા, એના તરફ પ્રયાણ જોઈએ. એ કોરા તત્ત્વચિંતનથી ન થાય. અંતરમાં વૈર-વિરોધ કે ઈર્ષા સળગતી હોય ત્યાં આત્માના શુદ્ધ સ્વરૂપની ખરેખરી જાગૃતિ ક્યાં ? ખરેખરો ખ્યાલ ક્યાં ? પૂછો, શુદ્ધ આત્માની જાગૃતિ હોય તેથી વૈષ ઈર્ષ્યા કેમ અટકે ? કારાગ આ છે કે જ્યાં જે ખામી માટે સામા પર દ્વેષ વૈર ઉઠવા જતા હોય, ત્યાં એ માટે મનને એમ થાય કે Page #356 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કલ્પક આ ખામી એ કાંઈ સામાના શુદ્ધ આત્માનું સ્વરૂપ નહિ, એ તો બિચારાને ભાડુતી કર્મની વિટંબણા છે, તો એ બિચારો એ કર્મવિટંબણા ભોગવતો હોય ત્યાં મારે વેષ શો કરવો ?' એમ વિચાર કરવા પર ઢષ ઓસરી જાય. ઈર્ષા કેમ ટળે ? : એમ ઈર્ષ્યા થવા જાય એ શાના પર ? સામાના કોઈ બાહ્ય ધન-સન્માન વગેરેના વિકાસ પર, યા આભ્યન્તર જ્ઞાનાદિગુણવિકાસ ઉપર. પરંતુ શુદ્ધ આત્માની જાગૃતિ સાવધાનીના લીધે એમ વિચાર થાય કે જો હું શુદ્ધ આત્માનો પ્રેમી છું, ખપી છે, તો (૧) સામાનો આત્મા ગુણવિકાસ પર તો શુદ્ધસ્વરૂપની દિશામાં છે તો ત્યાં પ્રેમ થવો જોઈએ. ઈર્ષ્યા શું કામ ? ઈષ્યમાં તો ઉલટું મારો જ આત્મા અશુદ્ધ થઈ રહ્યો છે, પછી ત્યાં મારા પોતાના શુદ્ધ સ્વરૂપની દિશા માં રહેશે ? ત્યારે (૨) જો સામાના ધન-સન્માન વગેરે બાહ્ય વિકાસ પર ઈર્ષ્યા થાય છે, તો એ વિકાસ કોઈ એના આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી, કે શુદ્ધ સ્વરૂપની દિશા નથી, પછી એને મારે શા સારુ લેખામાં જ લેવું ? આત્માના અરૂપી નિર્વિકાર સ્વરૂપના ખપી મારે ભળતી વસ્તુને મહત્વ જ ન આપવું. [ ૧૧ : મંત્રી કલ્પક : મનની પવિત્રતા અને સ્થિરતા કેળવવા આ મહાન ચાવી સર કરવા જેવી છે કે આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપનો અનહદ રાગ અને તીવ્ર ભૂખ ઊભી કરવી. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? અરૂપિતા અને નિર્વિકારતા. હવે જુઓ કે એનો અનહદ રાગ કેમ ઊભો થાય ? એટલા જ માટે કે (૧) રૂપી દેહ, રૂપી ઈંદ્રિયો અને એને અનુકૂળ રૂપી પૌદ્ગલિક ચીજમાં ચિંતા સંતાપ દુર્ગાન વગેરે આપદાઓ છે, અને એ રૂપીમાં સરવાળે મીંડું છે, તો એ રૂપીના રાગ કરતાં પોતાના અરૂપી આત્માનો રાગ શો ખોટો ? એમ (૨) રાગ-દ્વેષ કામ-ક્રોધ લોભ મદ ઈર્ષ્યા વગેરે તો વિકારો છે, રોગ છે, ભવમાં ભટકાવનારા છે. એમાં તણાવા કરતાં આત્માનું નિર્વિકાર સ્વરૂપ શું ખોટુ? આમ અરૂપી અને નિર્વિકાર સ્વરૂપ પર ભારે રાગ મમત્વ થાય, પછી એની ભૂખ ઊભી કરાય. આને દિલમાં ખૂબ મમરાવાય, તો એ એક એવી ચાવી સર થાય કે પછી મનને અપવિત્ર બનાવનારા લોટબંધ (જથાબંધ) દોષો સામે ટક્કર ઝીલાય. મહાપુરુષોએ Page #357 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૧૨ મહાપ્રલોભનના પ્રસંગમાં શું, કે વિચિત્ર સંયોગોમાં યા મહા ઉપદ્રવોના પ્રસંગમાં શું, મન ન બગાડ્યું, એ શાના બળ પર ? આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપના અતિ રાગ અને તીવ્ર ભૂખના બળ ઉપર. વજ્રસ્વામી વિચરતા વિચરતા એક એવા નગરમાં પહોંચ્યા કે જ્યાં એક ક્રોડપતિ શેઠની કન્યા રુકમણિએ નકકી કર્યું હતું કે ‘પરણું તો વજસ્વામીને જ પરણું, બીજાને નહિ !' આમ નિર્ણય કરવાનું કારણ એ બનેલું કે સાધ્વીઓએ વજસ્વામીજીના રૂપની પ્રશંસા કરેલી. આ છોકરી બિચારી ભોળી, તે એને ખબર નહિ કે ‘આ તો ત્યાગી સાધુ મહારાજ હોઈ લગ્ન કરે નહિ,' તેથી એમને પરણવાનો વિચાર કર્યો. હવે વજ્રસ્વામી મહારાજ ત્યાં પધાર્યા એટલે છોકરીના બાપે એમને એક ક્રોડ રૂપિયાના ધન સાથે રૂપાળી છોકરી સ્વીકારવા પાર્થના કરી. કેવું પ્રલોભન આવ્યું ? યુવાન વય છે, રૂપવતી યુવતી મળે છે, સાથે મોટી કોડ જેવી રકમ મળે છે. પરંતુ (૧) સ્વાત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપના ભૂખ્યા એ રૂપમાં શાના ખેંચાય ? (૨) કામરાગ અર્થરાગનો વિકાર શું કામ વહોરે ? એમણે તો એવો ઉપદેશ કર્યો કે રુકમણી ચારિત્ર માર્ગે વળી ગઈ. મંત્રી કલ્પકનું તત્ત્વચિંતન રાજા પહેલા નંદનો કલ્પક મંત્રી હતો. બાળપણથી સંસ્કાર સારા મળેલા, કેમકે પિતા બ્રાહ્મણ,છતાં મુનિઓના સંપર્કથી જૈનધર્મની પાકી શ્રદ્ધાવાળા બનેલા; તે દીકરાને ય ખાસ કરીને ધર્મના જ સંસ્કાર આપતા. વળી મુનિઓનો સમાગમ પણ સાધતા. એથી તત્ત્વનું અરૂપી નિર્વિકાર અને અનંત જ્ઞાનાદિમય સ્વરૂપ જે સમજવા મળેલું, એણે કલ્પકનું દિલ પકડી લીધું. કલ્પકને આત્માના આ શુદ્ધ સ્વરૂપની એવી ભૂખ લાગેલી કે એને પરણવું ય નહોતું, તેમ મંત્રી પણ બનવું નહોતું. ગૃહસ્થજીવન પણ એ એવું કામ-લોભના ઉપશમ ભર્યું જીવતો કે ન તો એને ચામડાના રૂપ-સ્પર્શે ભોગવવાની કોઈ ખણજ, કે ન તો એને રૂપિયા ઘરભેગા કરવાનો કોઈ અભખરો. પોતાના આત્માનાં અરૂપી સ્વરૂપની આગળ પુદ્ગલનાં રૂપ એને મન કૂછ નહિ, કોઈ વિસાતમાં નહિ. એમ સ્વાત્માના નિર્વિકાર સ્વરૂપની માયા એવી લાગેલી કે કામ ક્રોધ-લોભ વગેરે વિકારો પોષવાનું એને ગમતું નહિ. બ્રાહ્મણનો કન્યાદાનનો પેંતરો : આમ છતાં એક બ્રાહ્મણના પેંતરાથી એને વચને બંધાવું પડયું. બ્રાહ્મણે પહેલાં તો કલ્પકની આગળ માગણી કરી કે મારી કન્યા તમે પરણો. પણ કલ્પકે ઘસીને ના પાડતા એણે એવો પેંતરો રચ્યો કે કલ્પકના જવા-આવવાના રસ્તામાં એક ખાડો ખોદાવી એમાં પોતાની કન્યા ઉતારી દીધી. પછી રસ્તા પર પોક મૂકતો બેઠો કે Page #358 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કલ્પક ૧૧૩ ‘હાય! મારી કન્યા ખાડામાં પડી ગઈ છે! તે કોઈ કાઢી આપે તો એનો બહુ ઉપકાર માનું.’ કલ્પક ત્યાંથી જતો હતો તે એને દયા આવી ગઈ. ઝટ ઉતર્યો ખાડામાં અને કન્યાને બહાર લઈ આવ્યો. અહીં પહેલા બ્રાહ્મણે પોક મૂકેલી એમાં ધીમા સ્વરે સાથે ઉમેરેલું કે 'તો એને હું કન્યા આપી દઉં.' પરંતુ કલ્પકના દિલમાં માત્ર દયા કરવાના શબ્દ સાંભળતાં એકદમ જ દયાના કામમાં લાગી ગયો, તે પેલા પાછળના શબ્દ સાંભળેલા નહિ, નહિતર તો પહેલેથીજ ચોખવટ કરત કે જો ભાઈ! તારી કન્યા બહાર કાઢી આપું, પરંતુ પરણવાની શરત ન હોય તો!” હવે કન્યા બહાર તો કાઢી પણ બ્રાહ્મણ કલ્પકને ગળે પડયો કે આ કન્યાને પરણી લે. હું તો બોલી ચુકેલો છું એટલે મારાથી ફરી જવાય નહિ. મારે તો કન્યા દેવી જ જોઈએ. વળી તું ના પાડે તો ય બીજાને દેવાય નહિ, કેમકે કન્યા એક વાર જ અપાય. તો એનો ખાડામાંથી ઉદ્ધાર કરનારને મેં દઈ દીધેલ છે તેથી બીજાને કેમ અપાય ?' બસ, આમ કલ્પકને ફસાવું પડયું અને પરણવું પડયું. રાજાનો મંત્રી મનાવવાનો પેંતરો : ત્યારે નંદરાજાએ એને મંત્રીપદ લેવા આગ્રહ કરેલો. પરંતુ આત્માના નિર્વિકાર સ્વરૂપના ભૂખ્યા કલ્પકને એમાં મહાવેઠ લાગતી, તેથી એનો સ્વીકાર ન કર્યો. તો રાજાએ એવો પેંતરો રચ્યો કે કલ્પક જે ધોબીને કપડાં ધોવા આપતો, એ ધોબીને રાજાએ આજ્ઞા કરી કે તારે કલ્પકના કિંમતી કપડાં ધોવા આવે ત્યારે તારે એને પાછા ન આપવા. ધોબીએ એમ કરતા કલ્પકનાં કપડાંને બહાનાં કાઢી કાઢી બે વરસ સુધી કપડાં પાછા ન આપ્યાં. કલ્પક શાંત સ્વભાવી કપડાની ઉઘરાણી કરે, પરંતુ પેલો બહાનું કાઢી ન આપે તો આ ગુસ્સો ન કરે, છતાં હવે બે વરસ થઈ ગયા ત્યારે સહેજ કડકાઈથી ઉઘરાણી કરતાં રાજાની હૂંફ પર જેમતેમ બોલ્યો એટલે કલ્પકને આવેશ આવી ગયો અને આવેશમાં એવું મારી દીધું કે ધોબી મરી ગયો; એથી ધોબીની નાત ખળભળી ઉઠી અને રાજા પાસે ફરીયાદ લઈ ગઈ. રાજાને આટલું જ જોઈતું હતું, કલ્પકને ગમે તેમ કરી ગુનામાં લાવવો હતો. તે આવી ગયો ગુનામાં. બસ, રાજાએ કલ્પકને બોલાવી મંગાવ્યો. અહીં કલ્પકને પોતાના હાથે આવેશમાં થઈ ગયેલ ધોબીની હત્યા માટે પારાવાર પસ્તાવો હતો, તેથી ગમે તે સજા વહોરી લેવાની તૈયારી સાથે રાજા પાસે ગયો. રાજાએ ધોબીઓને રવાના કર્યા, અને કલ્પકને કહ્યું, “આવો ભયંકર ગુનો તેં કર્યો ?' ‘હા, ગુનો થઈ ગયો છે. જે સજા કરવી હોય તે સ્વીકારી લેવા તૈયાર છું.’ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધ્યાન અને જીવન રાજા કહે, “બસ, તારે મંત્રીપદ સ્વીકારી લેવું. એ જ તને સજા છે.” થયું ? કલ્પકે ગમે તે સજા વધાવી લેવાની તૈયારી બતાવી છે, એટલે વચનથી બંધાઈ ગયેલો છે. હવે કયાં છૂટે ? આમ એને મંત્રી બનવું પડ્યું. આત્માના અરૂપી પાણાની અને નિર્વિકાર દશાની મમતા ઘણી, તેથી જ લગ્ન અને મંત્રીપદ બંનેથી કલ્પક દૂર રહેલ. છતાં કર્મ સંજોગે બંને ય માથે આવી પડયાં. તે હવે એને નભાવે છે. પણ રસ તો પેલો આત્માના શુદ્ધ સ્વરૂપનો જ છે. લગની કેવી લાગી હશે ? જન્મ બ્રાહ્મણને ત્યાં, છતાં પણ પિતાનું સંસ્કરણ અને સાધુસમાગમ બંનેને કલ્પકે કેવા ઝીલ્યા હશે કે આટલી બધી નિસ્પૃહા ! શુદ્ધ આત્મસ્વરૂપની મમતા નહિ તેથી અપાર તૃષ્ણા : આજે તો જુઓ છો ને સારી રૂપાળી કન્યા પરણવા માણસ કેટકેટલા અભખરા કરે છે ! ત્યારે એમ.એલ.એ. પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાવા અને આગળ વધીને મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવવા કેટકેટલા પ્રપંચ થાય છે? કેવી કેવી આત્મ શ્લાઘા ગવાય અને ગવરાવાય છે? જે કાળમાં આવડી મોટી ભૂખ, અભખરા, અને મથવાનું ચાલતું હોય તે કાળમાં નાની વસ્તુની લાલસાનું તો પૂછવું જ શું ! પૈસા માનપાન સત્તા વગેરેની કેટલી ભૂખ અને કેટલા અભખરા છે? કેમ એમ ? કહો પોતાના આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપની કોઈ જ મમતા નથી આકર્ષણ નથી, ભૂખ નથી. કલ્પકને અનિચ્છાએ માથે આવી પડેલી મંત્રીપણાની જવાબદારી અદા કરવી પડી. પરંતુ એનો પ્રભાવ એવો પડયો કે બહારના રાજાઓને દબાયેલા રહેવું પડયું. આટલો બધો કલ્પકનો પ્રભાવ વિધનસંતોષીઓ કે ઈર્ષાળુ યા સત્તાના ભૂખ્યાઓ કેમ સહન કરી શકે ? એટલે કલ્પકને હલકો પાડવાની પેરવીઓ ચાલી. પરંતુ નંદ રાજાને એના પર એટલો બધો વિશ્વાસ છે કે કશું ધ્યાન પર લે નહિ. કલ્પક પર આરોપ : ત્યારે, એકવાર એવું બન્યું કે કલ્પકને પોતાને ત્યાં કોઈ પ્રસંગ પર રાજાને સુંદર મુગટ વગેરે ભેટ કરવા માટે એ ઘડાવાનું ચાલ્યું. કલ્પકના ઘેર જ કારીગરો કામ કરતા. ઈર્ષાળુઓએ આ તકનો લાભ લઈ રાજાને એવું ભળાવ્યું કે હવે કલ્પકની આપને ઉઠાડી મૂકી પોતાના પુત્રને ગાદીએ બેસાડવાની તૈયારીઓ ચાલી રહી છે. એ માટે તપાસ કરાવો તો દેખાશે કે ખાનગીમાં એના ઘેર મુગટ વગેરે સામગ્રી તૈયાર થઈ રહી છે. સેના વગેરે બધું એના તંત્રમાં તો છે જ, હવે આ તૈયાર થાય એટલી જ વાર, આપનું રાજ્ય જવાનું એના છોકરાના હાથમાં.’ વાત એવી રીતે મિલાવીને કરી કે રાજાને રોજ કાન પર એવું ને એવું કાંઈને કાંઈ આવતું તો હતું જ, એમાં આવી વાત આવી એટલે એને એ સાચી હોવાનો Page #360 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કલ્પક ૧૧૫ વહેમ પડયો. તપાસ કરાવી તો માલુમ પડયું કે ‘મુગટ વગેરે રાજા યોગ્ય સામગ્રી તૈયાર થઈ રહી છે' બસ, મૂર્ખ રાજાનું મન ર્યું, હવે કલ્પકને પૂછવા વાર ન રાખી કે ‘આ શાની તૈયારી થઈ રહી છે ?,' માની લીધું કે પૂછીએ સાચું તો ય એ શાનો બોલે ? એટલો એને ભયંકર દ્રોહી સમજીને તરત કુટુંબ સાથે પકડાવી એક કુવામાં કેદ કર્યો કોઈ ખુલાસો પૂછાવી સાંભળવાનો અવકાશ જ રાખ્યો નહિ. ‘વિના ગુન્હે સજા’ ત્યાં નિમિત્ત કર્મ-ઉદય : કહો, અહીં કલ્પની કોઈ ભૂલ હતી ? એ તો ઉલટું રાજાને રાજસામગ્રી ભેટ કરી રાજાનું સન્માન કરવા ચાહતો હતો. તો પછી વિના ગુન્હે આવી સજા, આવું ઉલટું જ કેમ બન્યું ? બસ, અહીં કર્મ-થિયરી કર્મસિદ્ધાન્ત આગળ આવે છે. અશુભ કર્મનો ઉદય થવાનો હોય ત્યારે એ ગમે તે નિમિત્ત મેળવી લે છે. નિમિત્ત ખોટું જ હોય એવું નહિ. સારું ય નિમિત્ત એમાં કામ કરી જાય. એક માણસે ચોર-ડાકુ ચડી આવવાની ગરબડ સાંભળી, એટલે એણે બંદુક તૈયાર કરી ઘોડો ચડાવીને ટેબલ પર તૈયાર મૂકી બીજા કામમાં લાગ્યો. બન્યું એવું કે એના નાના છોકરાએ ત્યાં આવી કાંક ગરબડ મચાવી, તે બંદુક ટેબલ પરથી નીચે પડી ઘોડો દબાઈ ગયો, ગોળી છૂટી, અને એ છોકરો જ એમાં ફસાઈ ગયો, તે મર્યો. આ શું? બાપનો ને છોકરાનો અશુભ ઉદય; તે સારું ચોરથી બચવાનું સાધન જ એ કર્મના ઉદયમાં ઉપયોગી થયું. કલ્પકને એવું જ બન્યું. પોતાના અશુભનો ઉદય થવાનો તેથી સારું પણ સાધન એમાં નિમિત્ત બની ગયું. ભેટ માટે તૈયાર થતા મુગટ વગેરે, એ રાજ્ય પડાવી લેવા માટે છે એવો ભાસ ઊભો કરાયો. આમાં માણસનું શું ચાલે? આમાં મોટા તીર્થંકર ભગવાનનું ય ચાલતું નથી. મહાવીર પ્રભુને અશુભનો ઉદય આવવાનો તે સર્વજ્ઞ હોઈ પહેલેથી ગોશાળો આવી શું કરશે એ જાણવા છતાં એની સામે કશી આડ ન ઉભી કરી; તેમ જઘન્યથી એક કરોડ દેવતા હંમેશા પ્રભુની સાથે રહેનારા, એ ય કાંઈ કરી શકયા નહિ. પ્રભુને પાસે ગોશાળો આવ્યો, એણે બખાળા કાઢયા, અને પ્રભુની ઉપર તેજોલેશ્યા મૂકી. અલબત્ બીજો કોઈ હોત તો તો એથી બળીને ખલાસ થઈ જાત, પણ અહીં તો પ્રભુ લોકોત્તર પુરુષ છે, ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ અને અનંત વીર્ય વગેરે અતિશયોથી ભરેલા છે. નિરુપક્રમ આયુષ્યવાળા છે. એથી તેોલેશ્યા પ્રભુના શરીરમાં પેસી શકી નહિ. પરંતુ પ્રભુને પ્રદક્ષિણા દઈને પાછી ફરી અને ગોશાળાના શરીરમાં પેસી ગઈ. પ્રભુને પ્રદક્ષિણા દઈને ગઈ એથી પ્રભુના શરીરમાં દાહની પીડા ઊભી થઈ. બોલો, અહીં તીર્થંકર ભગવાનનું ય શું ચાલ્યું ? કર્મનો ઉદય થતાં કોઈનું ય ન ચાલે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૧૬ કલ્પકને ય એવા અશુભ કર્મનો ઉદય થયો કે પોતાની સારી પણ રાજસન્માન કરવાની પ્રવૃત્તિ પોતાને કુવાની કેદમાં ઉતારનારું નિમિત્ત બન્યું. પરંતુ એ જરાય વ્યાકુળ ન થયો. હાયવોય કરવા ન બેઠો, કેમકે એની નજર સામે આત્માનું શુદ્ધ અરૂપી નિર્વિકાર સ્વરૂપ હતું. માનવમનનો ઉપયોગ અશુભોદય જોવાય એ. આપણે ભાગ્યે જ આવા કોઈ અશુભ કર્મનો ઉદય જોવાનો અવસર આવે છે. આવે તો સામાન્ય સામાન્ય અશુભોદય આવી ઊભો રહે; પરંતુ એમાં વિચારો, કેટલા બધા આકુળવ્યાકુલ થઈએ છીએ ? કેવા કષાયમાં ચડીએ છીએ ? કેવા દુર્ધ્યાનમાં ઉતરી જઈએ છીએ ? ત્યાં ભાન નથી રહેતું કે ‘આપણને વિશિષ્ટ માનવમન મળ્યું છે, તો એનો કોઈ ખાસ ઉપયોગ ખરો? જો ઉપયોગ હોય તો આ વિચાર, ‘આ સામો કાંઈ તારું બગાડે તો એ તારા અશુભના ઉદય વિના નહિ. એટલે મુખ્ય બગાડનાર તો પોતાનાં અશુભ કર્મ છે. વળી એ કાંઈ ઉદયમાં આવ્યા ફળ દેખાડયા વિના રહે નહિ એવા છે, તો શા સારું ઉંચોનીચો થાય? પોતાના અશુભ સામે ન જોવું; અને સામા પર ઉતરી પડવું, કષાય કરવા, સામા પર ન ચાલે ત્યાં અંતરમાં બબડાટ કરવો - આ બધું તો પશુને ય આવડે છે. તને વિશિષ્ટ માનવમન મળ્યું છે, તો તારી શી કરણીમાં વિશેષતા? અશુભોદય જેવાની આવડત પશુમાં નહિ, તારામાં છે. તો એનો કોઈ ઉપયોગ ખરો કે નહિ ? તારે માનવમનથી અશુભોદય જોવાનો નહિ ? ખરું આભ્યન્તર કારણ ન જોતાં બહારના ઉપલક્રિયા નિમિત્તને જોવામાં વિશિષ્ટ શક્તિવાળા માનવમનનો શો ઉપયોગ થયો ? કલ્પક તો રાજાના અન્યાય પર કૂવામાં પૂરાયો છે. પણ પોતાના જ અશુભ કર્મને દોષ દે છે. પરંતુ વિશેષ તો એ છે કે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે કે (૧) ‘અરૂપી આત્મા પર આવા ઉપદ્રવોથી કશી હાનિ નથી. આ કેદ વગેરે તો રૂપી દેહ પરની આપત્તિ છે, તો હું તો અરૂપી આત્મા, તે મારે એનું મહત્ત્વ લેખવા જેવું નથી. (૨) વળી હું નિર્વિકાર આત્મા, એનામાં રાગ-દ્વેષ વગેરે વિકાર શા સારું ઘાલવા ?' શાંતિ માટે શુદ્ધ આત્મસ્વરૂપની મમતા કેળવો : કલ્પકનું આ શુદ્ધ આત્મસ્વરૂપદર્શન, અને એના મનને અરૂપી અને નિર્વિકાર સ્વરૂપની મમતા, આકર્ષણ, એવાં જોરદાર હતાં, કે મોટા મંત્રીપણાના હોદ્દા પરથી નીચે કુવામાં કેદ પૂરાવાની સ્થિતિ પર ઉતરી જવું પડયું. છતાં, આ બધું તો રૂપી પુદ્ગલના ખેલ સમજી એણે એના પર મન જરાય બગાડયું નહિ, કે દીનહીન કર્યું નહિ. કૂવામાં ખોરાક પણ પરિમિત ભાત આવતો જે બધાને પૂરે નહિ. તેથી કલ્પકે અંતે પોતે Page #362 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કલ્પક ૧૧૭ ભૂખ્યા રહી એ કુટુંબને આપવાનું રાખ્યું. આટલી બધી આપદામાં પણ પોતે મનથી શાંત-સ્થિર-ધીર રહેતો. શુદ્ધ આત્મસ્વરૂપની મમતા કેવી શાંતિ આપે છે! નંદરાજા પર શત્રુની ચડાઈ : એમાં બન્યું એવું કે નન્દના દુશ્મન રાજાએ જોયું કે ‘હવે કલ્પક મંત્રી નથી તેથી નન્દના રાજ્ય પર આક્રમણ કરવાથી વિજય મળશે,’ તેથી એણે લશ્કર લઈ આવી નન્દની રાજધાનીને ઘેરો ઘાલ્યો. રાજા નન્દનો નવો મંત્રી એવો બાહોશ છે નહિ તેથી નન્દ કિલ્લાના દરવાજા બંધ કરાવી અંદર બેઠો ખરો, પરંતુ ચિંતામાં પડયો કે ‘દુશ્મનને હટાવવો શી રીતે ? કલ્પક જેવો કોઈ હોશિયાર અને પ્રભાવવંતો મંત્રી છે નહિ, ને આમ ને આમ કેટલું ચાલી શકે ? આ તો રાજ્ય જશે.' અંતે રાજાએ કલ્પકની સહાય લેવી એમ નકકી કર્યું. રાજાને કલ્પકની ગરજ પડી : કહે છે ને કે ‘જેનાં કામ જે કરે.' માણસને અજ્ઞાનદશામાં ભાન નથી રહેતું કે, ‘અમુક મારે હિતકારી છે, તો એનો સંગ ન છોડું,’ તેથી કોઈ અસત્ કલ્પનાવશ આવેશમાં આવીને એને તરછોડી દે છે. પરંતુ ગરજ પડે એટલે કયાં જાય ? નંદ રાજાને કલ્પકની સહાયની ગરજ પડી, પરંતુ એને તો પોતે બૂરી હાલતમાં મૂકયો છે, તે હવે એની પાસે માગણી કેમ મૂકવી એ વિચાર થઈ પડયો. ગમે તેમ પણ કટોકટી એવી છે કે બીજો કોઈ ઉપાય જ નહોતો તેથી કલ્પકને બહાર કાઢવો પડયો અને પાસે બોલાવી બધી પરિસ્થિતિ સમજાવી, માગણી કરી કે ‘હવે લશ્કરનું સુકાન હાથમાં લઈ જે રીતે ઠીક લાગે તે રીતે રાજ્યની રક્ષા કરો. મારી ભૂલ થઈ કે આપ જેવાને અમે કેદમાં પૂર્યા.' ઉંચી તત્ત્વષ્ટિ પર ક્ષુદ્રતા નહિ : અહીં જુઓ કે કલ્પકની ઉંચી તત્ત્વદૃષ્ટિ, અને એના પર કેળવાઈ તૈયાર થયેલ અતિ ઉમદા દિલ કેવા આગળ આવે છે ! એના મન પર સ્વાત્માના અરૂપી અને વિકારરહિત સ્વરૂપનું ભારે મહત્ત્વ છે, મમત્વ છે, તેથી રાજાએ એને વગર ગુન્હે કરેલી આવી ભયંકર સજા પર દિલ સાંકડું કરવાનું અને રાજાને સાફ સંભળાવી દેવાનું મન નથી થતું. કેમકે એ સમજે છે કે અરૂપી સ્વરૂપ પર મહાન વિચાર : ‘જીવને એક વાર જેલવાસનું અપમાન મળે કે બીજી વાર પુન: મહામંત્રીપદનું સન્માન મલે, એ બધું રૂપી પુદ્ગલના ખેલ છે. અરૂપી આત્માએ ખેલ-નાટકના પલટતા ભાવને શા મહત્ત્વ આપવા હતા? રૂપીના ભાવો સાથે આત્માના અરૂપીપણાને કશું લાગેવળગે નહિ. અનુકૂળ-પ્રતિકૂળ રૂપી વસ્તુથી અરૂપીપણા પર શી લાભ Page #363 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૧૮ હાનિ? કાયા રૂપી છે, એ નાનીમાંથી મોટી થાય, કે કુબડીમાંથી સારી થાય, એથી આત્માના અરૂપીપણા પર શો ફેરફાર ? કશો નહિ, જે કાયાથી ય નહિ, તો બહારના ધન-માલ-ભોજન વગેરેથી તો ફેરફારની વાતે ય શી ? માટે એમાં દિલ ક્ષુદ્ર નહિ કરવું.’ કલ્પક આ બરાબર સમજે છે, તેથી ‘રાજાએ પહેલાં અપમાન સાથે વિટંબણા કરી તો હવે લાવ એને ચોકખું સભળાવી દઉં કે હવે શું કહેવા લાગ્યા છો ? રાજ્યની રક્ષા તમારા નવા મંત્રીથી કરી લેજો. મારાથી એ નહિ બને;' આવો કશો હલકો વિચાર ન આવ્યો. રૂપી પુદ્ગલના ખેલ પર એવા ક્ષુદ્ર વિચાર શા કરવા હતા ? ગમે તે સંયોગમાં આત્માનું અરૂપીપણું તદવસ્થ છે, માટે સંયોગો પર હરખશોક નકામો. તેમ રાગ-દ્વેષ, હરખ-શોક એ વિકાર છે તેથી આત્માના નિર્વિકાર સ્વરૂપથી આઘા પડવાનું થાય; માટે એવા વિકાર કરવા યોગ્ય નહિ. કલ્પક ખૂબ સ્વસ્થ મનવાળો છે. એણે રાજાની માગણી ઝીલી અને કહ્યું કે ‘કોઈ ચિંતા ન કરો. મારી શારીરિક શક્તિ નથી, તેથી મારાથી ચલાશે નહિ. પણ માત્ર મને ખાટલામાં બેસાડી કિલ્લાની ઉપર ફેરવો, જેથી બહારનું લશ્કર અને એનો સેનાપતિ રાજા વગેરે મને દેખી શકે. પછી ચિંતા નહિ રહે.’ કલ્પકનો પ્રભાવ : બસ, રાજાએ એ પ્રમાણે કરાવ્યું. શત્રુ રાજા કલ્પકને જોતાં ઠંડો પડી ગયો. અન લાગ્યું કે ‘ઓહો ! કલ્પક હજી મંત્રી તરીકે જીવંત છે ? તો તો કદાચ એના વ્યૂહમાં ફસાઈ જવું પડે.’ વિચારણા માટે એનો મંત્રી આવ્યો. એને કલ્પકે બુદ્ધિપૂર્વકની યોજનાથી એવો ડઘાવી દીધો કે, ‘તમારા આખા લશ્કરનો છૂંદો કરી નાખવાનો છે,’ પછી તો એણે બિચારે પોતાના રાજા પાસે જઈ એને સમજાવીને તરત પાછા ફરી જવાનું કરાવ્યું. કલ્પકની આવી બુદ્ધિશક્તિ હતી, પ્રભાવ હતો, પ્રતિષ્ઠા હતી, છતાં એને ઘમંડ નહિ, લાલસા નહિ, તેમ પૂર્વે રાજાએ એને ખોટી રીતે ભયંકર દંડી નાખેલ છતાં રાજા પર કોઈ દ્વેષ કે પછી એને ડામવાની વાત નહિ. બધું શાના પર ? પોતાના આત્માના અરૂપી સ્વરૂપની મમતા પર; કે જેની સામે રૂપી જડ પદાર્થની કોઈ કિંમત નહિ. એમ આત્માના નિર્વિકાર સ્વરૂપ પર મમતા; કે જેના લીધે વિકારો ઝેરરૂપ લાગે; આત્માના શુદ્ધ સ્વરૂપની મમતાની બલિહારી છે. સ્વાત્મા-પરમાત્મા સાથે તાર જોડો : તત્ત્વચિંતન એવું થવું જોઈએ કે જેથી આત્માના પરમાત્મા સાથે હૈયાના તાર જોડાય. Page #364 -------------------------------------------------------------------------- ________________ મંત્રી કલ્પક ૧૧૯ તે શું એમજ જોડાશે ? જડ રૂપી પુદ્ગલો પર પ્રેમ-આસ્થા-આશ્વાસન એટલા ને એટલા ઊભા રાખવા છે, ને અંતરાત્મા-પરમાત્મા સાથે તાર જોડવા છે, બે વાત નહિ બને. રૂપીની આસ્થા ને હુંફ પડતા મૂકી અરૂપીનો પ્રેમ-આસ્થા વધારવા જોઈએ. એ આસ્થામાં એનું અરૂપીપણું બહું ગમે, એની નિર્વિકાર દશા બહુ ગમે. અધ્યાત્મયોગ યાને શ્રદ્ધા અને વૈરાગ્ય સાથેનું તત્ત્વચિંતન દિલને સાબદું (જાગતું) અને કૂણું તથા સીધી લાઈનનું કરી આપે છે. સર્વજ્ઞ ભગવાને જીવ અજીવ આદિ તત્ત્વોનું સ્વરૂપ જ એવું કહ્યું છે કે એને જેમ વિસ્તારથી ચિંતવતા જઈએ તેમ તેમ આત્મા સાબદો થતો જાય, શુદ્ધ સ્વરૂપની દિશામાં પ્રયાણ કરતો રહે; અને આત્માના કેઈ દોષો ધક્કે ચડે, રવાના થતા જાય, ઘસાતા જાય. જીવાદિતત્ત્વ-ચિંતનમાં આત્માના નિર્વિકાર અરૂપી શુદ્ધ સ્વરૂપની જેમ જેમ મમતા વધતી જાય, તેમ તેમ દોષોની પકડ દોષોનું જોર ઘટતું આવે. તત્ત્વચિંતનથી કેવી ગુણવૃદ્ધિ ? : ધર્મી જીવન જીવીને આ જ કરવાનું છે કે અંતરમાં જામ થઈ ગયેલા મિથ્યામતિ, સંસારરસ, અને વિષય-રાગ, મદ, માયા અને ઈર્ષ્યા, દેહાધ્યાસ અને હિંસાદિ પાપવૃત્તિ વગેરે દોષો ઘસાતા આવે. એથી જ ઉપર ઉપરના ગુણસ્થાનકની પરિણતિ જાગતી જાય છે. તો જેમ જેમ શ્રદ્દાપૂર્વક તત્ત્વના વિસ્તારનું ચિંતન વધતું જાય, તેમ તેમ સર્વજ્ઞવચન-શ્રદ્ધા, મોક્ષપ્રીતિ, વિષયવૈરાગ્ય, મૈત્રી-પ્રમોદ-કરુણા, લઘુતાસરળતા, અહિંસક વૃત્તિ વગેરે વધતું આવે છે; એથી પેલા દોષો કપાતા જાય એ સહજ છે. બીજી બાહ્ય ધર્મસાધના દેખાવમાં કદાચ એની એ જ ચાલુ હશે પરંતુ આ ગુણવૃદ્ધિથી સાધનોનો પાવર સાધનાનું ઓજસ વધતું જાય છે, અને એ ગુણવૃદ્ધિ શ્રદ્ધાયુકત તત્ત્વચિંતન પર આવે છે. બસ, આવા મહાલાભદાયી તત્ત્વચિંતન માટે તત્ત્વનું અધ્યયન તત્ત્વ-સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય શું આપે ? આવાં મહાકિંમતી તત્ત્વચિંતન આપે, અધ્યાત્મયોગ આપે. એટલા માટે શાસ્ત્ર કહે છે ને सज्झायसमो तवो न भूओ न भविस्सइ । ‘સ્વાધ્યાય જેવો તપ થયો નથી, થવાનો નથી.' આ ચોથો આભ્યન્તર તપ છે. એના લાભ અવર્ણનીય છે. સ્વાધ્યાયમાં તત્ત્વચિંતન ચાલુ રહે છે, એથી મોટો લાભ આ, કે મન એમાં પકડાયેલું રહેવાથી એ ખોટા વિચારોમાં જતું નથી. મનનું કામ સીધું છે. એને ઠેકાણે પકડાયેલું રાખો, તો એના જ વિચાર કરશે; ત્યાં બીજાના વિચાર નહિ ચાલે. Page #365 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ધ્યાન અને જીવન પ્ર૦ - તો નવકારવાળીમાં ચિત્તને નવકાર વગેરેનો જાપ તો પકડાવીએ છીએ; છતાં ત્યાં બીજા વિચાર કેમ આવે છે ? ઉ૦ - ચિત્ત બરાબર પકડાય જ કયાં છે ? ચિત્ત જો જાપના અક્ષર અક્ષર પર બરાબર પકડાયેલું રખાય તો બીજા વિચાર નહિ આવે. ૧૨ : આજે ધ્યાન કેમ પસંદ પડે છે? મન સારા વિષયમાં પકડાય એ ધ્યાન. એ એક ઉત્તમ તપ છે. ધ્યાનના વિષયમાં આ ધ્યાનશતક' શાસ્ત્ર જૈન દર્શનની મૌલિક વાતો બતાવે છે. આ વાતોની જેમ ખબર નથી હોતી એ એ રીતે શુભ ધ્યાનનો આશ્રય ન લેતાં એમ જ ધ્યાન એ જ ખરી સાધના છે' એવા અભિનિવેશથી ઊંધા માર્ગે દોરવાય છે. ત્યારે એ વિચારણીય થઈ પડે છે કે ખરેખર ધ્યાન માર્ગ શો હોઈ શકે ? આ માટે પહેલાં એ વિચારવું પડે કે આજના ઉપરોકત અભિનિવેશવાળાને ધ્યાન કેમ પસંદ પડે છે ? તથા એમાં એમની ગણતરી કેવી ભૂલ ભરેલી છે ? આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? : ધ્યાનનો વિષય માણસને બહુ પ્રિય પડી જાય છે. કેમકે એમાં એક તો એમ લાગે છે કે “આ મનથી સાધવાની વસ્તુ છે, એટલે આમાં કશું બીજું કષ્ટ નહિ; નહિ પૈસા ખરચવાના, નહિ શીલ-વ્રત-નિયમ પાળવાના, કે નહિ કોઈ તપસ્યા કરવાની. વળી ન કોઈ ત્યાગ કરવો પડે, યા ન કશી ક્રિયા કરવી પડે. ધન-વિષયોપભોગખાનપાન-આરામી વગેરે બધું સલામત રહે, ક્રિયાનું કાયકષ્ટ નહિ, વેપારધંધાને આંચ આવે નહિ, ને મનથી ધ્યાન કરી શકાય.” એક તો આમ લાગે ને; (૨) બીજું એમ લાગે છે કે છેવટે તો “મન એવ મનુષાણાં કારણું બંધમોક્ષયો:” મન પર જ બંધ-મોક્ષનો આધાર છે. ધ્યાનથી મન કારમાં, હકારમાં કે પરમાત્મામાં લગાડી દઈએ એટલે પાપનો થોક નાશ પામી જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે એક ક્ષણ પણ મન પરમાત્મામાં લય પામી જાય, તો બેડો પાર થઈ જાય.' આમ હિસાબ માંડવાથી માણસને ધ્યાન બહુ પસંદ પડી જાય છે. હવે જોવાનું એ છે કે આ હિસાબ અને પસંદગી બરાબર છે કે નહિ? ધ્યાન માટે આ હિસાબ ખોટો. આ હિસાબમાં સ્પષ્ટ દેખાય છે કે (૧) દાન, શીલ, તપ, આચાર, ધર્મકિયા અને ત્યાગ, આ બધા વિના ચાલે એવો દિલમાં ભાવ છે. “ચાલે એટલે કે એ પવિત્ર સાધનાની ઉપેક્ષા છે. (૨) એની સામે પૈસા-વિયોપભોગ-ખાનપાન, કાયાની સુખશીલતા તથા ધંધાવેપાર આદિની એવી ભારે તૃષણા-મમતા આસકિત છે કે એમાં Page #366 -------------------------------------------------------------------------- ________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૧ સ્વેચ્છાએ કશું ઓછું કરવાનું નહિ, કરવાની જરૂરજ લાગતી નથી. ‘એ ભારે આસકિત મમતા હોવા છતાં ધ્યાન કરી શકાય છે.' એવી એમાં માન્યતા છે. વળી એ પૈસા વગેરે સલામત રખાય, એમાં કશું ખોટું જ લાગતું નથી. પરંતુ આ હિસાબ ખોટો છે, એનું કારણ. (૧) જિનાજ્ઞાની ઉપેક્ષા એ પહેલી મોટી ભૂલ : પહેલી વાત તો એ છે કે દાન-શીલ-તપ-ભાવના એ ચાર પ્રકારનો ધર્મ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ ફરમાવ્યો છે, અને તે આત્માને સંસારથી છૂટી મોક્ષ પામવા માટે અત્યંત જરૂરી બતાવ્યો છે. જ્યારે ‘એ દાનાદિ વિના ચાલે' એનો તે અર્થ એ થયો કે એ જિનોક્ત દાનાદિની દિલમાં ઉપેક્ષા છે, એટલે કે શ્રી તીર્થંકર ભગવાનનાં વચનની ઉપેક્ષા છે. જ્યાં જિનવચનની ઉપેક્ષા અવગણના-બેપરવાઈ હોય, ત્યાં ગમે તેવું કલાકો-દિવસો-મહિનાઓ કે વર્ષોનું પણ ધ્યાન ધર્મરૂપ ન બની શકે. ધમ્મો આણાએ પડિબદ્ધો’ ધર્મ વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકરભગવાનના વચનથી આજ્ઞામાં બંધાયેલો છે. એટલે એમની બધી તો શું, કિન્તુ એક પણ આજ્ઞાની ઉપેક્ષા-બેપરવા કરવામાં સર્વેસર્વા આજ્ઞા-પ્રતિબધ્ધતા રહે નહિ, તેથી ગમે તેવી ધ્યાનસાધના ધર્મરૂપ ન બની શકે. અલબત દાન-શીલ-તપ વગેરે ઓછું આરાધાય એમ બને, કિન્તુ ન બની શકવાની ય ઉપેક્ષા થાય એ ન ચાલે. મન કહે, ‘કમનસીબ છું, પામર છું, કે જોઈએ તેવા દાનાદિ નથી સાધી શકતો. બાકી એ સાધવા માટેની પ્રભુની આજ્ઞા બરાબર જ છે. કયારે એવો ધન્ય દિવસ આવે કે જિનાજ્ઞાને સંપૂર્ણ અમલમાં મૂકું, ને ઉત્કૃષ્ટ કોટિનાં દાનાદિ ધર્મ સાધું.' એકલા ધ્યાનની પસંદગીમાં આવો મનનો ભાવ રહેતો નથી; ઉલ્ટું ધ્યાનથી જ મોક્ષ માન્યો, દાનાદિની જરૂર નહિ માની, એટલે અંતર્ગત રીતે દાનાદિની ઉપેક્ષા આવી, ને એમાં જિનાજ્ઞાની ઉપેક્ષા થઈ, જિનાજ્ઞાની ઉપરવટ થવા જેવું થયું, ગર્ભિત રીતે મનમાં આ બેઠું કે ‘જિનાજ્ઞા ભલે દાનાદિ ધર્મ સાધવાનું ફરમાવે, પરંતુ એવું કાંઈ નહિ, એ વિના જ ધ્યાનથી મોક્ષ થઈ શકે છે’ આમ એકલા ધ્યાનની પસંદગી પાછળનો હિસાબ ખોટો છે. જિનાજ્ઞાની ઉપેક્ષા અને ઉપરવટતામાં ધર્મ કે મોક્ષસાધના હોઈ શકે જ નહિ. (૨) આર્તધ્યાન અને મિથ્યાત્વ એ બીજી ભૂલ : હિસાબ બીજી રીતે પણ ખોટો હોવાનું કારણ એ છે, કે પૈસા, વિષયોપભોગ અને ખાનપાન તથા કાયાની સુખશીલતા વગેરે સલામત રાખવાની હોંશ રહી, અને એમાં કશું ખોટું કે પાપરૂપ લાગ્યું નહિ, એટલે એમાં આર્તધ્યાન અને મિથ્યાત્વ ઘર કરી રહેવાનાં. કેમકે, ૨૪ Page #367 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) -[ધ્યાન અને જીવન | પૌલિક ઈષ્ટ વસ્તુઓનાં સંયોગ મળવાનું કે ટકવાનું તન્મય ચિંતન એ આર્તધ્યાન છે. તેમજ, પૌલિક ઈષ્ટ વિષયો સલામત રાખવામાં કશું ખોટું ન લાગે એમાં પરિગ્રહ પાપ હેય-ત્યાજ્યને બદલે ઉપાદેય-આદરણીય લાગવાથી મિથ્યાત્વ લાગે છે. જ્યાં આર્તધ્યાન સલામત હોય, આર્તધ્યાનના સંસ્કાર સલામત હોય, ‘મારે ધનમાલ-કાયાદિને હાશ ! ધક્કો નથી પહોંચતો’ એવી કલેજે ઠંડક હોય, ત્યાં ધર્મધ્યાન શાનું લાગે ? ધર્મધ્યાન-શુભધ્યાનમાં તો મનમાં વળાંક આત્માની વિષયાસકિત કષાયાવેશ વગેરે તરફથી ખસી વૈરાગ્ય-ઉપશમ નિર્વિકારતાદિ આત્માગો તરફ ઢળતો હોય. એના બદલે મનનો વળાંક વિષયાસક્તિ આદિમાં તદવસ્થ ખડો રહેતો હોય એવા મનમાં શુભધ્યાન પેસે જ શી રીતે ? એવું મન શુભધ્યાનમાં લાગે જ શાનું? તેમ વિષય-આરંભસમારંભાદિ પાપો ચાલુ રહે એમાં મનને કશો વાંધો ન લાગે, આ પાપો અકર્તવ્ય ન લાગે; એ તો ગાઢ મિથ્યાત્વ ઊભું રહ્યું. આવું ગાઢ મિથ્યાત્વ ઊભું હોય ત્યાં શુભ ધ્યાનનું અસ્તિત્વ જ શાનું? તામલી તાપસ, ભર્તુહરિ જેવા મિથ્યા માર્ગમાં પડેલા છતાં મંદ મિથ્યાત્વવાળા હોઈ આ પાપોને ભયંકર આત્મઘાતક લેખતા હતા તો જ સમકિતીની અપેક્ષાએ ઉતરતા પણ કાંઈક શુભધ્યાનમાં રહી શકતા હતા. ત્યારે અહીં એકલા ધ્યાનની પસંદગીમાં તો પાપો સલામત રાખવા છે, એ સલામતની કલેજે ઠંડક રાખવી છે. એવા ઠંડકવાળા મનમાં શુભધ્યાનનો પાયો જ કયાં મંડાય? શુભધ્યાન માટે પહેલું આ જરૂરી છે કે પાપોની બળતરા જોઈએ. આ બળતરા છે ? અનંતા ભૂતકાળમાં ચારિત્ર જેવા ઉત્કૃષ્ટ ધર્મ અનંતી વાર સાધ્યા, એમાં ધ્યાન પણ કયાં ઓછા કરેલા ? પરંતુ વિષયાસક્તિ-પાપની બળતરા નહોતી તેથી એ સાધના ને એ ધ્યાન બધાં જ નિષ્ફળ ગયા, આત્માનો લેશ પણ ઉદ્ધાર ન થયો. અહીંના ચારિત્રમાં દેખીતો વિષયત્યાગ હતો, પણ સરવાળે ઊંચા દેવતાઈ વિષયો કે માનસન્માનરૂપ વિષય જોઈતા હતા. દિલના ઉંડાણમાં એની આસકિત હતી. તેથી ધ્યાનનો ચાળો માત્ર થયો. ખરેખર શુભધ્યાન નહિ. તો પછી અહી પાગ એકલા ધ્યાનની પસંદગી પાછળ રહેલા પાપપ્રેમ આદિ દિલના મલિન ભાવ છતે શુભધ્યાન શાનું? શુભધ્યાન લગાડવા માટે (૧) અશ્રદ્ધા (૨) આર્તધ્યાન અને (૩) મિથ્યાત્વ "હટાવવાની જરૂર છે. . (૧) અશ્રદ્ધાને હટાવવા માટે પૂર્ણ જિનવચન-રાગ જોઈએ. (૨) આર્તધ્યાન મિટાવવા માટે (ક) દાન, શીલ, તપ, ભાવના ધર્મ, (ખ) ધર્મક્રિયાનાં કાયકષ્ટ, અને (ગ) વેપાર આદિમાં ખૂબ પરિમિતતા, આ ત્રાણ, તથા ચોથી વસ્તુ (ઘ) કષાયોના આવેશની અટકાયત જોઈએ. તથા, Page #368 -------------------------------------------------------------------------- ________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૩ (૩) મિથ્યાત્વ હટાવવા માટે આ ચોક્કસ માનવું જોઈએ કે (ક) આ ચારેય શુભસાધનાઓ વિના ન જ ચાલે. (ખ) સાધનાઓના વિરોધી ધનપ્રેમ, વિષયરાગ, નિરંકુશ ખાનપાન, અને અશુભ સંકલ્પ વિકલ્પો તથા વિકથા કુથલીઓ; તેમજ જગતનું બહુ જોવાના રસથી ડાફોળિયાં, અને જ્યાં ત્યાં આંખ નાખવી, વગેરે ગોઝારા છે, અકર્તવ્ય છે. તેમજ (ગ) કાયાની સુખશીલતા, વેપાર આદિમાં રમણતા, અને કામ ક્રોધ લોભાદિ કષાયોના આવેશ, એ મહાઆત્મઘાતક છે. એવી દૃઢ માન્યતા જોઈએ. પૂર્ણ જિનવચન-રાગ છે એટલે જિનવચને કહેલ ‘એકલું ધ્યાન નહિ પણ એ પહેલાં (૧) દાનાદિ ધર્મ, (૨) સામાયિક જિનભકિત, શાસ્ત્રસ્વાધ્યાય આદિ ધર્મક્રિયા, (૩) વેપારાદિથી નિવૃત્તિ, તથા (૪) ‘ક્ષમાદિ ગુણો અત્યંત જરૂરી છે,’ એમ લાગશે. જિનવચન-રાગથી આ બધા ઉપર પણ અનહદ રાગ રહેશે. પછી મનને એમ નહિ આવે કે ‘આ બધાની શી મહત્તા છે ? મહત્તા ધ્યાનની છે, માટે આપણે ધ્યાન કરો.' ના, આ વિચાર તો જિનવચનની અશ્રદ્ધાના ઘરનો છે. એટલે એવી અશ્રદ્ધા કેમ કરાય છે ? જે ‘ધ્યાન એ તારક છે,' એવી ખબર જિનવચનથી પડી એટલે જ ધ્યાન કરવાનું મન થાય છે, તો પછી ‘જિનવચનનું કહેલું એક માન્ય, અને બીજું માન્ય નહિ,’ એવું કેમ કરાય ? એટલે, પહેલું શુભધ્યાન તો આ જ વારંવાર કરવું જોઈએ કે ‘અહો! કેવા અનંત કલ્યાણકર જિનવચન ! કેવાં અનંતજીવોને અભયદાન-દેવરાવનારા જિનવચન ! કેવાં અનંતાજીવોના ઉધ્ધારક જિનવચન ! જિનેશ્વર અરિહંત તીર્થંકર પણ બન્યા એ જેના આધારે, એ જિનવચન કેટલાં ઊંચા મહત્ત્વનાં ? આમ માનવને મહામાનવ મહાત્મામાનવ યાવત્ લોકોત્તર પુરુષ બનાવનારાં કેવાં ચમત્કારિક જિનવચન ! જિનવચને એ અનંત કલ્યાણ સધાવ્યા, અનંતા જીવોને અભયદાન દેવરાવ્યા, અનંતાના ઉદ્ધાર કર્યા અને લોકોત્તર પુરુષ પરમાત્મા બનાવ્યા, એ બધું જિનવચને એકલું ધ્યાન કરાવીને નહિ, પણ ભરચક દાનાદિ ધર્મ, ધર્મક્રિયાઓ, વેપારાદિત્યાગ પૂર્વક આત્મગવેષણા અને ક્ષમાદિ ગુણસાધના કરાવીને કર્યું. જુઓને પ્રભુશ્રી મહાવીર ભગવાને છેલ્લા ભવમાં પણ આ બધું કાં ઓછું સાધ્યું છે ! નહિતર એમને ઘરમાં બેસી રહી અમન ચમન ઉડાવતાં અને વૈભવાદિમાં મહાલતાં ધ્યાન કરવાનું નહોતું આવડતું ? તો કેમ એમ ન કર્યું ? અને વર્ષીદાન રૂપ મહાદાન, ભીષ્મ મહાવ્રતરૂપી મહાશીલ, એમાં વળી ૧૨ વર્ષમાં ૧૧।। વર્ષ જેટલા ચોવિહાર ઉપવાસના મહાતપ, ઘોર પરિસહ ઉપસર્ગોમાં પણ તત્ત્વચિંતનરૂપી મહાભાવનાના ધર્મ કેમ સાધ્યા? રોજ લગભગ એકવીસ કલાક ખડા ખડા Page #369 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૨૪ કાઉસ્સગ્ગની મહા ધર્મક્રિયા કેમ કરતા ? ચારિત્રજીવનમાંય બીજા સાથે વાતચીત સરખી નહિ એવી બાહ્ય-ભાવથી નિવૃત્તિ કેમ લીધી ? એમ ઘોર ચામડાતોડ ઉપસર્ગો કરનારા ઉપર પણ મહા ક્ષમા, મહા કરુણા, મહા નિરભિમાનિતા, એક વસ્ત્રનો ય સંગ્રહ નહિ એવી મહા નિર્લોભતા, શરીર ચળ આવ્યે ખણવાનુંય નહીં એવો મહા સંયમ, ઈન્દ્રાણીઓ સામે મટકુંય નહીં ને એનો મનમાં વિચાર સરખો નહિં એવું મહા બ્રહ્મચર્ય, આ બધું પ્રભુએ કેમ સાધ્યું ? ખાધ્યપીધ્યે દિવાળી, દુશ્મનને ડામ અને શરીરે સુખશીલતા રાખી એકલા ધ્યાનથી કેમ ન પતાવ્યું ? પ્રભુએ બધી મહાસાધનાઓ કરી એ સૂચવે છે કે એ બધાની જરૂર છે. એકલા ધ્યાનથી ન પતે. તો આ બધું ઉપદેશનારાં જિનવચન જગતમાં કેવાં અનન્ય અને સર્વતોમુખી ટીવાળાં વચનરત્ન !' આ શ્રદ્ધા પહેલી જોઈએ. આ શ્રદ્ધા હોય અને વારંવાર જિનવચનનાં મહત્ત્વનું તન્મય ચિંતન થાય એ પણ ધર્મધ્યાનનો પહેલો પ્રકાર આજ વિષય તરફ લઈ જાય છે. તો પછી મનમાન્યા એકલા ધ્યાન કરતાં આ શ્રદ્ધાયુક્ત જિનવચનનું ધ્યાન શું ખોટું ? આમ છતાં એટલું ખ્યાલમાં રહે કે શુભધ્યાન માટે જીવનમાં આર્તધ્યાનથી બહુ બચવાની જરૂર છે. નહિતર મનમાં આર્તધ્યાન આવતાં શુભધ્યાન ઊભું નહિ રહે. આર્તધ્યાનથી બચવા માટે આર્તધ્યાનને લાવનારા, પૂર્વે કહ્યા તે અનહદ ધનરાગ, વિષયરાગ, નિરંકુશ ખાનપાન, કાયાની સુખ-શીલતા, વેપારાદિની રમણતા વગેરે પર કાપ મૂકવાની જરૂર છે. નહિતર જો એ બધા સલામત, તો આર્તધ્યાન સલામત રહેવાનાં, કેમકે આર્તધ્યાન એ બધી પીડાનું જ ધ્યાન છે. ત્યારે આર્તધ્યાનનાં એ કારણોથી બચવા માટે ધનત્યાગ-વિષયત્યાગ અર્થાત્ દાન અને શીલ-વ્રત નિયમો તથા સંયમ, એમ વિવિધ તપ, ધર્મસાધનાની કાયકષ્ટિ, શાસ્ત્રસ્વાધ્યાય-સામાયિકાદિમાં બહુ પ્રવૃત્તિ, બિનજરૂરી બોલવાનો પણ ત્યાગ કરી મૌન, એમ ક્ષમાદિ ગુણો વગેરે સાધતા રહેવાની જરૂર છે. નહિતર ધન-વિષયાદિ સંસાર જ ચલાવે રાખ્યે આર્તધ્યાન ડગલે ને પગલે સુલભ થવાનું. તાત્પર્ય, શુભધ્યાન કરવું છે ? તો જિનવચન-રાગ ખૂબ કેળવો, આર્તધ્યાનથી બચો, આર્તધ્યાનનાં કારણોથી બચો. એ બચવા માટે દાનાદિ ધર્મ, ધર્મક્રિયાઓ, ક્ષમાદિ ગુણો વગેરે સાધતા રહો. એના પ્રતિપક્ષી ધનરાગ વિષયરાગ, આરંભસમારંભ, કાયસુખશીલતા તથા કામ-ક્રોધાદિ કષાયોને અત્યંત હાનિકારક અને એ ત્યાજ્ય માનતા રહો, જેથી દાનાદિ વિના ચાલે એવું જરાય મનમાં ન આવે. આર્તધ્યાનની હયાતિમાં શુભધ્યાનના ફાંફા : ન આર્તધ્યાન હયાત હોય ત્યાં ધર્મધ્યાન-શુભધ્યાન ઊભું ન રહે. આપણી પાસે મન Page #370 -------------------------------------------------------------------------- ________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૫ એકજ છે, તેથી એ જે આર્તધ્યાનમાં પરોવાયું, તો શુભધ્યાનમાં નહિ પરોવાઈ શકે -આ બરાબર ખ્યાલમાં રાખી પહેલી જરૂરિયાત નાજુક મનને ખૂબ સાચવવા જેવું છે, કે રખેને એ આર્તધ્યાનમાં પડી ન જાય... ! મહાન સાધકોએ પણ જો મન નાજુક છે આ ખ્યાલ ગુમાવ્યો તો જીવનભરની શુભધ્યાનની સાધના છતાં કોઈ અણધારી પળે એમનું નાજુક મન આર્તધ્યાનમાં ઘસડાઈ ગયું. અને એ એમને એકવાર તો તિર્યંચગતિમાં તાણી ગયું. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ એ મહાન શ્રાવકધર્મની સાધના કરનારો હતો. બ્રાહ્મણ કુલમાં જનમવા છતાં એને પાછળથી જૈનધર્મ નવો મળેલો, એટલે એની હૈયે ભારે કદર હતી, અને તેથી જ શ્રાવકના ઉંચા આચારવિચાર અને વ્રતનિયમોની સુંદર આરાધના કરતો એમાં શુભ ધ્યાન વારંવાર રહ્યા કરતુ. એનોજ એક પ્રભાવ એવો પડયો કે પોતાની જ સ્ત્રી સાથે કુકર્મ કરનાર પોતાના ભાઈ કમઠને રાજા શિખામણ આપે એ માટે મરુભૂતિએ રાજાને વિનંતિ કરી. રાજાએ શિખામણ આપવા જતાં કમઠે ઉદ્ધતાઈ બતાવી, તો રાજા એને નગર બહાર વનમાં કઢાવી મૂકયો, કમઠ બહાર વનમાં તાપસ થયો... ! આચારપાલન દ્વારા સધાતા શુભધ્યાન-શુભભાવનાનો પ્રભાવ જુઓ કે આમાં મુરભૂતિનો જરાયે વાંક ન હતો છતાં એના મનને લાગ્યું કે ‘“અરે ! મેં આ રાજાને કહ્યું અને રાજાએ કમઠને નગર બહાર કઢાવ્યો, ને કમઠ કષ્ટમાં પડયો તેથી એના કષ્ટમાં હું નિમિત્ત બન્યો. માટે હું એની ક્ષમા માગી લઉં. ક્ષમા ન માગું તો મારા દિલમાં ઉપશમ ન રહે, શલ્ય રહી જાય, ને તેથી મારો પરલોક બગડી જાય.’’ કેવી સુંદર શુભ વિચારસરણી ! કમઠ અયોગ્ય હતો એટલે રાજાએ એની પાસે જવા સલાહ ન આપી. છતાં પાપના અત્યંત ભયવાળો મરુભૂતિ ગયો કમઠ પાસે ક્ષમા માગવા. જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માગે છે ત્યાં કમઠે મોટી પત્થરની શિલા ઉઠાવી મરુભૂતિના મસ્તક પર ઠોકી. માથું ફૂટયું અને મરુભૂતિને મરવાની ઘડી આવી. અહીં કસોટીનો કાળ હતો, નાજુક મનને સાચવવાનું હતું. પરંતુ વર્ષોનો સારો ધર્મસાધક અને શુભધ્યાનનો ખપી મરુભૂતિ અહીં ભૂલો પડી ગયો. ખોપરી ફૂટવાની ભયંકર વેદનામાં એ વિશ્વલ થઈ ગયો. હવે તો મરવાને ક્ષણવારનો સાદો હતો, છતાં એટલામાં વેદનાનો હાયકારો આવ્યો, વેદનાનું આર્તધ્યાન લાગ્યું, ને શુભધ્યાનને જગા જ ન રહી. મરુભૂતિ આ આર્તધ્યાનમાં મરી વિંધ્યાચલની અટવીમાં હાથણીના પેટમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. તીર્થંકરનો જીવ, તેય સમ્યગ્દર્શન પામેલો અને વર્ષોસુધી ઉત્તમ વ્રત-નિયમોથી સુશોભિત શ્રાવકજીવન જીવનારો તેમજ શુભધ્યાનના સારા અભ્યાસવાળો, એ Page #371 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) ધ્યાન અને જીવન અણધારી પળે આર્તધ્યાનમાં ફસાઈ પડે, ને શુભધ્યાનને ગુમાવે, ત્યારે મનની કેવી નાજુક સ્થિતિ ! તેમ આર્તધ્યાનની હયાતીમાં શુભધ્યાનના કેવા ફાંફા? ત્યારે વિચારવા જેવું છે કે જેને એકલો ધ્યાનમાર્ગ પસંદ પડે છે, અને ધર્મમાં પૈસા ખરચવાના અખાડા કરવા છે, કાયાને કષ્ટ આપવાના વાંધા છે, થોડા પણ ખાનપાન છોડી તપ કરવો હરામ છે, વેપારધંધામાં પાકું લક્ષ છે, બીજી મોજમજાહ ખપે છે, એ સહેજે એના આર્તધ્યાનમાં ફસેલો હોય, એ શુભધ્યાન શું કરશે ? એટલે શુભધ્યાન લાવવું હોય, ધ્યાન સાધના કરવી હોય, તો પહેલું આ જરૂરી છે કે આર્તધ્યાન અટકાવવું જોઈએ. એ અટકાવવા એનાં કારણો ઓછો કરવા અત્યંત જરૂરી છે. કારણો એ જ, અત્યંત ધનરાગ, વિષયરાગ, બહુ આરંભ સમારંભ. વગેરે. પૂણિયા શ્રાવકે આર્તધ્યાન રોકવા શું કર્યું? કહે છે પુણિયો શ્રાવક પહેલાં પૂરણચંદ શેઠ હતો, સારો ધાર્મિક ક્રિયાચિ જીવ. સાધુને કહે “સાહેબ ! બધું કરું છું, પરંતુ મન એમાં સ્થિર નથી રહેતું આડા અવળા વિચારો બહુ આવે છે. શું કરું ?' સાધુ કહે “જીવનમાં ધન-વિષય-આરંભસમારંભાદિની બહુ લપ રાખવાથી મન પર એના ભાર, એનાં આકર્ષણ રહે છે. તેથી મન એમાં તણાઈ જઈ એના વિચારો ને આર્તધ્યાન કરે છે. એ લ૫ ઓછી કર્યા વિના આર્તધ્યાન અને ફજુલ પાપવિચારો ઓછા નહિ થાય.” શ્રાવકને વાત ગળે ઉતરી, એણે જોયુ કે પૈસા સારા રાખ્યા છે, ને એ મહત્વનાં માન્યાં છે, માટે જ બીજાના પૈસાનો જ વિચાર આવે છે. એવું બીજી જડ બાબતોમાં. માટે હવે તો આ પૈસા વગેરે જડની લપ જ કાઢી નાખ્યું. “બસ મોટું મકાન સુદ્ધાં બધું ધર્માર્થ કરી દઈ, નાના ભાડુતી મકાનમાં રહી રૂની પુણિયો વાણી રોજના ૧ર દોકડા કમાવવાનું અને એના પર જ જીવન જીવવાનું રાખ્યું. માટે નામ પુણિયો શ્રાવક પ્રસિદ્ધ થયું. હવે આર્તધ્યાનમાં ઘણાં કારણો છૂટી જવાથી આર્તધ્યાન બંધ જેવું થઈ ગયું. તેથી સ્થિર મનથી સામાયિક અને શુભધ્યાન એવાં સારા ચાલવા લાગ્યાં કે પ્રભુએ એને પ્રશસ્યો. વાત આ છે, - બાન પસંદ પડે છે, પણ આર્તધ્યાન અને એનાં કારણ ઓછા કરવાની તત્પરતા છે ? નકર અને મરુભૂતિ વચ્ચે અંતર : પાર્શ્વનાથ ભગાનનો જીવ પ્રથમભવમાં મરુભૂતિ શ્રાવક વર્ષોનો ધર્મસાધક અને શુભધ્યાનનો અભ્યાસી તેમજ પોતે નિર્દોષ છતાંય કમઠની ક્ષમા માગવા ગયેલો, તો પણ દ્રષિલા ભાઈ કમઠે એના માથે શિલા મારતાં એણે શુભધ્યાન ગુમાવ્યું. વેદનાના આર્તધ્યાનમાં પડયો ને મરીને જંગલનો તોફાની હાથી થયો. Page #372 -------------------------------------------------------------------------- ________________ [ આજે ધ્યાન કેમ પસંદ પડે છે? | ( ૧૨૭) ત્યારે સુદર્શન શેઠનો જીવ પૂર્વભવે એ જ ઘરમાં ઢોર ચરાવી આવનાર નોકર. એને મહાત્મા પાસેથી. ‘નમો અરિહંતાણં' પદ સાંભળવા મળેલ, અને ખૂબ શ્રદ્ધાથી રટાણા કરવાનો જ માત્ર ધર્મ સાધેલો. પરંતુ એકવાર નદીના પેલે પાર ચરવા ગયેલા ઢોરોને સંભાળવા માટે વચમાં આવી ગયેલા નદીના પૂરમાંથી તરી પેલે પાર જવા જ્યાં એણે નદીમાં ઝંપલાવ્યું ત્યાં જ એકાએક નદીની અંદર ખેંચેલો લાકડાનો ઉભો ખૂટો એનું પેટ ફાડી અંદર પેસી ગયો... ! ત્યાં વેદનાનું આર્તધ્યાન ન કરતાં “નમો અરિહંતાણં' ની એ રટાગા રાખી રહ્યો, તો મરી એજ ઘરના શેઠ અર્હદાસનો પુત્ર સુદર્શન થયો. એ સુદર્શન કેવો ? મહાસદાચારી, રાગી અભયાના એકાંતમાં ભોગાથે ઉપદ્રવમાં ભારે બ્રહ્મચારી, રાણીને માર ન પડે એ માટે જ પોતાની ઉપર રાણીએ ચડાવેલ ખોટા આરોપનો રાજા આગળ પોતે ખુલાસો ન કરવાના સત્ત્વવાળો યાવત શૂલિની સજાને વધાવી લેવાના તથા ઠેઠ શૂળિએ ચડી જવાના મહાસત્ત્વવાળો ! બન્ને વચ્ચે કેવું અંતર ! અંતે વેદના બન્નેને એકાએક આવી. પણ આગાઢ અને નવકાર-પ્રથમપદની જ સાધનાવાળો પાગ અંતસમયે મરાગાંત વેદનામાં સત્ત્વપૂર્વક આર્તધ્યાન રોકી ‘નમો અરિહંતાણં' પદમાં લીન બનનારો નોકર સુદર્શનનો અવતાર અને એમાં આટલા ઉંચા સત્ત્વ સુધી પહોંઓ ! ત્યારે મરુભૂતિ વર્ષોના મહાન ધર્માત્મા અંત સમયે સત્વહીન બની મરણાંત વેદનાના આર્તધ્યાનમાં પડયો, તો જંગલી તોફાની હાથીનો અવતાર પામ્યો !. - આ પરથી એ નથી વિચારવાનું કે “તો પછી જો અંતે આર્તધ્યાન આવતું હોય તો જીવનભરની સાધનાનો શો અર્થ ?' સાધનાનો અર્થ છે. પેલા નોકરે જીવનમાં “નમો અરિહંતાણં' પદની ખૂબ રટણા કરેલી, તેથી જ અંતે એ રટણા પેટ ચિરાઈ જવાની ભયંકર વેદના વખતે ય આવીને ઉભી રહી. જીવનમાં જો એની ખુબ રટણારૂપી સાધના ન હોત, તો અંતે એ કયાંથી યાદ આવત ? પ્રશ્ન થાય, મરૂભૂતિ ભૂલ્યો કયા કારણે ? પ્ર૦ - તો મરુભૂતિને તો જીવનમાં નવકારની રટણા ઉપરાંત બીજા ય ઘણા સત્કાયનો સારો અભ્યાસ હતો તો એને કેમ અંતે એની રટાગા ન આવી ? ને પેલા નોકરને પીડા એવી જ ભયંકર છતાં નવકાર પ્રથમપદની રટણા આવી ? ઉ૦ - બન્નેના સંયોગો પરથી અંતિમ સ્થિતિમાં બન્ને વચ્ચે પડેલા ફરકમાં આ કારાણનું અનુમાન થઈ શકે. (૧) સુદર્શન શેઠના જીવ નોકરને “નમો અરિહંતાણં' પદની રટણા એવી લાગેલી કે એમાં, એને ઢોરો ચરાવનારા નોકરપણાની ગરીબ સ્થિતિને લીધે કાયાનાં સુખસાધનોમાં મહાલવાની મમતા નહોતી, તેથી અકસ્માત જાગેલા મરણાંત કષ્ટમાં Page #373 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) | ધ્યાન અને જીવન | એવું કાય-મમત્વ નડયું નહિ કે જે હાયવોય ને આર્તધ્યાન કરાવે. મરુભૂતિ મહાન ધર્માત્મા શ્રાવક ખરો, પણ પુણ્યવંત હોઈ સુખસાધનની સગવડવાળો, તેથી એ ભોગવતાં છૂપી સામાન્ય પણ કાયમમતા પોષાઈ હોય, જે મમતા અંતિમ સમયે એકાએક આવી પડેલી વેદનાના કાયકષ્ટ વખતે હાયવોય અને આર્તધ્યાન કરાવી ગઈ. (૨) બીજું કારણ આ હોઈ શકે કે બન્નેને કટ આવ્યું ખરું, એકને ખોપરી ફાટી, બીજાને પેટ ફાટયું, પરંતુ મુરભૂતિને જે ગુનેગારની પણ પાસે ક્ષમા માગવા ગયો, એના તરફથી ખોપરી ભંગાઈ, તેથી હું ક્ષમા માગું છું, ને આ આમ કરે છે ? મારું માથું ફોડે છે ?' એમ સહેજે કચવાટ આવ્યો હોય, અહત્વ નડ્યું હોય કે “તું ભારે ગુનેગાર, અને હું તારા કટમાં સહેજ નિમિત્ત બનવાં રૂપે ગુનાવાળો બન્યો ખરો, પાગ આમ તો સદાચારી અને તેને રાજા પાસે સજા કરાવવા કશું કહેનારો ય નહિ, અરે ! એવું ચિંતવનારો ય નહિ. એવા મને તું આ કરે ?” આવી રીતે, મરભૂતિની સામે પીડા આપનારો કમઠ ચેતન જીવ હોઈ અભિમાન ઉઠયું હોય તેથી મન અશુભધ્યાનમાં પડી ગયું. ત્યારે પેલા નોકરને પીડા જડ લાકડાના ખૂટાથી આવી. એ જડની સામે અભિમાન જાગવા અવકાશ ન રહ્યો તેથી એ નિમિત્ત અશુભધ્યાન થતું અટકયું. (૩) બાકી, ત્રીજું કારણ એ તો છે કે કાયા પર એકાએક આવી પડેલી વેદનામાં તત્કાલ હોય કે વોય ન થાય એવા જીવો જગતમાં વિરલ. એ હિસાબે મરૂભૂતિ ભૂલો પડે એમાં નવાઈ નથી. છતાં એજ પાછો પછીના હાથીના ભવે, એજ રાજા અરવિંદ જે અવિધજ્ઞાની મુનિ બનેલ એમનાથી બુજઝ બુજઝ મરૂભૂઈ !' ના અનેકવારના ઉબોધનથી પૂર્વજન્મનું સ્મરણ પામી પ્રતિબોધ પામ્યો, તો પછી સાવધાની એવી આવી કે આગળ જલચર સાપે એને જોરથી ગંડસ્થલમાં ડંસ માર્યો, મરાણની ઘોર પીડા આવી, છતાં તત્ત્વના ચિંતન પર એણે આર્તધ્યાન ન કરતાં શુભધ્યાન રાખ્યું, ને એ મરીને દેવ થયો. આ પરથી સમજાય એવું છે કે-વેદનામાં હાયવોય જ થાય એવું નથી. તત્ત્વદષ્ટિ જ્ઞાનદષ્ટિ તત્ત્વચિંતન એ હાયવોય અટકાવી શકે છે.. ! હાયવોય અટકાવવા શું વિચારવું ? તત્ત્વદૃષ્ટિમાં શું આવે ? : એટલા જ માટે મુનિઓ રોગાદિ પીડામાં તત્ત્વચિંતન તત્વદષ્ટિ રાખી હાયહોયઆર્તધ્યાનથી બચી શકે છે ...! તત્વદષ્ટિ આ, કે (૧) પૂવે બાંધેલાં કર્મ તપથી નષ્ટ ન કર્યો તો ભોગવવા જ પડે છે. પછી વ્યર્થ હાયહોય શા માટે કરવી ? Page #374 -------------------------------------------------------------------------- ________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૯ (૨) વેદનાથી ભોગવાય છે એટલા પાપકચરા સીલિકમાંથી ઓછા જ થાય છે. કચરો સાફ થાય એ તો દિવાળી, એમાં ખેદ શાને ? (૩) રોગાદિ એ તો શરીર પુદ્ગલની ખરાબી છે, એમાં આત્માની નિર્મળ જ્ઞાનાદિ સંપત્તિને કશી હાનિ નથી. ઉલટું હાયહોય કરવામાં અશુભધ્યાનથી આત્મામાં ખરાબી પેસે છે...! એ તો જાતે પેસાડી તો જ પછી કર્મે ખરાબ કર્યું એના પર હવે હાથે કરીને જાતે ખરાબ શા માટે થવું ? (૪) રોગાદિ પ્રતિકૂળમાં જ સત્ત્વ ખીલે છે; જે સત્ત્વ પર જે અંતે વીતરાગ બનાય છે. હાયવોયમાં સત્ત્વનો નાશ થાય છે. તો શા માટે એ કરવી ? મુનિ દવા લે એમાં ચાર મહાન હેતુ : પૂર્વે એ જોયું કે મુનિ રોગાદિમાં તત્ત્વચિન્તન-તત્વદષ્ટિ રાખી હાયવોય નથી કરતા. ત્યારે પ્રશ્ન થાય કે તો પછી મુનિ દવા શા માટે કરે છે ? શાસ્ર કહે છે, - काहं अछित्तिं, अदुवा अहिस्सं, तवोवहाणेसु य उज्जमिस्सं । गणं च नीतीं अणुसारवेस्सं, सालंबसेवी समुवेई मोक्खं ॥ અર્થાત્ ‘(૧) હું શાસન અને શ્રુતની પરંપરા અવિચ્છિન્ન વહેતી રાખીશ, અથવા (૨) હું સ્વાધ્યાયમાં લીન રહીશ. યા (૩) તપ-યોગ ઉપધાનનો ઉદ્યમ કરીશ, અથવા (૪) ‘મુનિગણની શાસ્ત્રનીતિ મુજબ સંભાળ કરીશ,' આવા કોઈ આલમ્બને (હેતુએ) જ દવાદિ અપવાદ માર્ગ સેવે એ પણ મોક્ષની નિકટ થાય છે. આમાં ચાર આલમ્બન બતાવ્યા, (૧) શાસન-શ્રુતનો-અવિચ્છેદ, (૩) તપ-ઉપધાન, અને (૨) અધ્યયન, (૪) ગણરતા. મુનિ આ ચાર આલમ્બન પૈકી કોઈ પણ એક આલંબનના હિસાબે દવા વિગેરે અપવાદ સેવે, તો એ મોક્ષના રસ્તા પર છે, મોક્ષ તરફ એનું આગે પ્રયાણ છે, પરન્તુ પીછેહટ નહિ. મુનિને રોગ સહન કરવામાં જો વાંધો નથી, જો વેદનાની હાયવોય નથી, તો સહન જ કરી લે ને ? પણ ના, સહન કરી લેવામાં જે કર્મનિર્જરા કર્મક્ષયનો લાભ છે, એના કરતાં શાસનશ્વેત ટકાવ, શ્રુતસ્વાધ્યાય, તપયોગાદિ સાધના, અને ગણરક્ષામાં વધુ કર્મનિર્જરા અને બીજા લાભો છે. આ એટલા માટે કહેવાય છે કે રોગાદિ પીડા એવી છે કે જેમાં આ મહાન કાર્ય થઈ શકતા નથી, તે જો રોગ શમે તો જ થાય. દા.ત. (૧) શ્રુત ટકાવ :- તાવ વગેરે ધીખતો હોય તો, અન્ય વિદ્વાન મુનિ પાસેથી Page #375 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) ધ્યાન અને જીવન લેવાતું વિશિષ્ટ ઉચું શ્રુતજ્ઞાન લેવાનું અટકી જાય. તે વળી ઉચ્ચજ્ઞાન બીજા મુનિ ગ્રહાગ કરી શકે એવાં ન હોય, અને આ બિમાર મુનિ રોગમાં ઠેઠ સુધી અશક્ત રઘે શ્રત પેલા વિદ્વાનના મૃત્યુની સાથે લુપ્ત થઈ જવાથી એની આગળ પરંપરા ન ચાલે તો ભાવી-શ્રમણ સંઘને એ શ્રુતની ખોટ રહે. ત્યારે રોગની દવા કરી લઈ સ્વસ્થ થયાથી એ નિરોગી બનેલ મુનિ શ્રત ગ્રહણ કરી શકે, અને પછી આગળ પોતાના શિષ્યને એ આપી શકવાથી એની પરંપરા ચાલી શકે. એથી ઘણાનું કલ્યાણ થાય. આ બધો લાભ એકલા રોગ સહી બેસી રહેવાથી ન થાય. (૨) અધ્યયન :- એમ, ભલે કોઈનામાં વિશિષ્ટ શ્રત લેવાની શક્તિ ન હોય, છતાં જે એ રોગમાં જ પડયો રહે તો પોતાનો મૃત સ્વાધ્યાય અને નવું નવું અધ્યયન રટીને ન કરી શકે. ત્યારે સિદ્ધયોગીની વાત ન્યારી કે એ રોગી છતાં એમની પાસે કેટલું બધું અગાધ શ્રુત છે કે એનું પારાયણ ચિન્તન કરવામાં પોતે મગ્ન રહી શકે. એ માટે એમને શ્રુતની ખોટ નથી. તેમજ સારા અભ્યસ્તયોગી હોવાથી ચિત્તમાં રોગનો વિકલ્પ આવવાને જગા નથી, નિર્બળતા નથી. પરંતુ યોગના અભ્યાસીને તો ભરચક શ્રુતમાં પરોવાયા રહેવાનું હજી કેળવવાનું છે. એ માટે હજી શ્રુતબળ અર્થાત્ ભરચક આગમશાસ્ત્રો રટેલાં તૈયાર જોઈએ. તેથી એ રટવાનું ને રોજ પુનરાવર્તન કર્યું જ જવાનું છે. આમાં પરોવાયા રહેવાથી, (ક) મનમાં રોગનો વિકલ્પ ઉઠવાને જગા ન રહે. તેમજ (ખ) નવું નવું જ્ઞાન મળ્યે જવાથી સંવેગ વૈરાગ્ય વધતો રહે, વળી (ગ) વિશેષ વિશેષ તત્ત્વદર્શન થતું રહે, (ઘ) એ આત્મામાં સહિષ્ણુતા-સમભાવાદિયોગબળ ધરાવતા રહે છે. શ્રુતનાં નવાં નવાં અધ્યયનપારાયાણનાં આ લાભ છે. એકલા રોગને સહી લઈ બેસી રહેવામાં શ્રુતસ્વાધ્યાય-અધ્યયન ન થઈ શકવાથી આ બધા લાભ કયાં પમાય ? ચિત્ત કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાનાં મહિના, ને વર્ષોના વર્ષો આગમશાસ્ત્રોમાં જ પરોવાયું રહી શકે. એમાં ય એવાં શાસ્ત્રોથી સૂક્ષ્મ બોધ વધતાં મન એમાં વિશેષ પકડાયું રહે, તો રોગાદિ અને શરીર સ્વસ્થતાદિના વિકલ્પ ન ઉઠે. અમારું મન સ્થિર નથી રહેતું” આ ફરિયાદ ટાળવાનો આ રામબાણ ઉપાય છે કે શાસ્ત્રના રટન-અધ્યયનમાં રચ્યા-પચ્યા રહેવું. એનાથી મન સ્થિર રહેવા સાથે ઉપરોકત લાભો પણ છે. મુનિ હાયવોય વિના રોગ સહી તો શકે છે. પણ એમ કરવા જતાં એવો ધીખતો વ્યુતવ્યવસાય અને એના ભરચક લાભ કયાંથી પામી શકે ? માટે એ રોગની દવા કરે છે. (૩) યોગ-ઉપધાન :- એવા શાસ્ત્રવિસ્તાર અને સૂક્ષ્મ પદાર્થના અધ્યયન કરવાની Page #376 -------------------------------------------------------------------------- ________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? શક્તિ ન હોય એને પણ તપના અનેક પ્રકાર, યોગોદ્દહન ને આચાર્યદિવૈયાવચ્ચ કરવાની શક્તિ હોઈ શકે છે, ને એના પણ લાભ અપરંપાર છે. લાભો કેવા ? (૧) વિશિષ્ટ તપથી અપૂર્વ કર્મક્ષય, (૨) સ્વેચ્છાકૃત વિશિષ્ટત્યાગ અને કાયકષ્ટથી અપૂર્વ સત્ત્વવૃદ્ધિ, (૩) વિશિષ્ટ વિનયથી અથાગ બહુમાન વૃદ્ધિ, (૪) આચાર્યાદિના વૈયાવચ્ચથી જબ્બર કર્મનિર્જરા અને એમના અલૌકિક ગુણોનું વૈયાવચ્ચમાં બીજાધાન, અપ્રતિપાતિ ગુણાનુવૃત્તિ અર્થાત્ ભવાન્તરે પણ વૈયાવચ્ચની સળંગ ધારા યાવત્ તીર્થંકરનામકર્મનું ઉપાર્જન, (૫) વિશિષ્ટ ધ્યાન-કાયોત્સર્ગથી આત્મસ્વરૂપરમણતા, (૬) યોગ-ઉપધાનથી ક્ષુતારાધના અને જિનાજ્ઞા-બહુમાનવૃદ્ધિ... વગેરે... વગેરે... આ બધા લાભો માટે વિશિષ્ટ ત્યાગ-તપ-કાયકષ્ટ-વિનય-વૈયાવચ્ચ-ધ્યાનકાયોત્સર્ગ વગેરે જ સાધવા જોઈએ. પણ જો આ બધું કરવાનું રોગાદિ પીડા છતે ન થઈ શકતું હોય, તો એ લાભો કયાં પામી શકે ? હાયવોય વિના રોગાદિ હિને એકલા બેસી રહેવા માત્રથી આ લાભો ન પમાય. માટે મુનિ રોગની દવા કરે છે, ને રોગ શમ્સે આ બધી સાધનામાં લાગી જઈ અપૂર્વ લાભો ઉપાર્જે છે. (૪) ગણરક્ષા :- એમ મુનિ જે મહાન આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદકગણાનુવર્તક વગેરે હોઈ મુનિ-સમુદાયના સંયમ-જ્ઞાનાદિની સંભાળ કરનારા હોય, તો એના તો વળી અદ્ભુત લાભો છે. દા.ત. એ મુનિઓ જે જ્ઞાનાદિની સાધના કરે, ઉન્માર્ગથી બચે, આરાધક બની ઠેઠ મોક્ષ સુધીની સદ્ગતિની પરંપરા સર્જે, એમ એ મુનિઓ વળી જે બીજા મુનિઓને પકવી એમને આરાધક બનાવે, સદ્ગતિની પરંપરાના સર્જક બનાવે, એ વળી જે બીજાને એવા બનાવે,.. એમ જે શ્રમણ પરંપરા અવિચ્છિન્ન ચાલે, એથી જે લોકમાં પણ ધર્મસાધના ચાલે,.. આ બધાનાં નિમિત્ત બનવાનો લાભ કેટલો અદ્ભુત ! પરન્તુ જો એ ગણસંરક્ષક મુનિ તેવા રોગાદિની પીડામાં શરીર નરમ પડયા હોય તો આ મહાલાભદાયી ગણરક્ષા કયાંથી કરી શકે? પોતે હાયવોય વિના રોગાદિ શાંતિથી સહી લઈ આરાધક તો બન્યા પણ પોતાના જેવી ગણરક્ષા કરનાર બીજા કોઈ સમર્થ ન હોઈ એ ગણરક્ષા અટકવાથી, એ ગણનું શું ? આગળ સુવિહિત(આચારબદ્ધ)ની પરંપરા કયાં ? માટે, મુનિ ગણરક્ષાર્થે રોગાદિમાં દવા-ઉપચાર કરી લે. આ પરથી એ સૂચિત થાય છે કે (૧) રોગાદિ પીડામાં દવાદિ કરવાથી આર્તધ્યાન જ હોય એવો નિયમ નથી. જો ઉપરોકત જેવા ઉંચા ઉદ્દેશ હોય તો આર્તધ્યાન અટકી શકે છે. તેમજ (૨) જીવનને એવા ઉદ્દેશ રાખી મહાન લાભ કમાઈ લેવામાં સફળ કરી લેવું ઘટે છે. ૧૩૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : આભ્યન્તર તપ ૫ : ધ્યાન મન સારા વિષયમાં પકડાય, એ ધ્યાન, એ એક ઉત્તમ તપ છે. ધ્યાનના વિષયમાં આ ‘ધ્યાન શતક’ શાસ્ત્ર જૈન દર્શનની મૌલિક વાતો આપે છે. એમાં ધર્મ-શુકલ ધ્યાનમાં મન બરાબર પકડાય છે એનું અક્ષરના ધ્યાનમાં ય મન પકડાય છે. જાપમાં મન કેમ પકડાય ? પ્રત્યેક અક્ષર પર ધ્યાન : મન ‘પકડાયેલું’ એટલે સમજો છો ને ? ચિત્ત બંધઆંખે જાણે નજર સામે બરાબર એ અક્ષર વાંચે; એના હસ્વ દીર્ઘ ઇ-ઉ-કાનો માત્રા બરાબર જુએ. આંખ મીંચીને એક નમસ્કાર-મંત્ર બરાબર આ રીતે એક જ વાર ગણી જુઓને. અક્ષર-અક્ષર જુદો પાડીને જોજો; એટલે જણાશે કે મન એમાં કેવું પકડાય છે, અને બીજો કોઈ વિચાર જ નહિ. જોવાનું આમ ‘ન..મો..અ..રિ...હું...તા...ણં,...ન...મો..' બસ એ પ્રમાણે આંખ મીંચીને મનથી નજર સામે જોતા આવો, તે ઠેઠ છેલ્લા ‘મં..ગ..લં’ અક્ષર સુધી. પછી એમાં જુઓ કે મન કેવું પકડાયું. એમ એક વાર નવકાર ધાર્યા પછી ફરીથી તરત જ એ પ્રમાણે બીજી વાર શરુ કરો, મન બરાબર પકડાયેલું રહેશે. કોઈ બીજો વિચાર નહિ આવે. ત્યારે તમને લાગશે કે પ્ર પણ આમાં તો કેટલો બધો વખત લાગે ? ઉ૦ - કિંતુ સમય બચાવીને શું કરવું છે ? કાં તો સાંસારિક અસત્ બાબતોનો બહુ રસ છે, એટલે આ ઝટ પતાવીને એમાં સમય જોઈએ છે, અથવા મનમાની રીતે બીજી સત્પ્રવૃત્તિ માટે સમય જોઈએ છે. તો ત્યાં એવા અસટ્ના રસ શા કામના? એ હોય ત્યાં મન સારામાં કયાંથી ચોંટવાનું ? ત્યારે સત્પ્રવૃત્તિ પણ મનમાની રીતે કરવી છે, તો એથી ય શો બહુ લાભ થવાનો ? માટે ધીરજ રાખો. ગણતરીના ૨૦૦૫૦૦ નવકાર ગણી કાઢવા છે. એ લોભ પણ રહેવા દો. ભલેને બહુ ઓછી સંખ્યામાં નવકાર ગણાય, પરંતુ એમાં ઠરો, ડૂબો, તન્મય તરબોળ બની જાઓ. અનંતા કાળથી ભટકતા આવેલા ચિત્તને કયાંય સારામાં અલ્પ વાર પણ સ્થિર થવા દો. એનો આ એક સરળ પ્રયોગ છે કે : સવારે જાગીને તરત પરમેષ્ટિ-નમસ્કાર કરી પછી એક જ નવકારજાપ, પણ અક્ષર અક્ષર છૂટા પાડીને, અને એ દરેક અક્ષર નજર સામે દેખાય એ રીતે બોલો યા ચિંતવો. એ રીતે કરવામાં મન પકડાશે, પરોવાઈ જશે. ત્યાં પછી બીજો કોઈ વિચાર નહિ સે. એમ એક ‘લોગસ્સ' યા એક ‘ઉવસગ્ગહરં' બોલી શકાય. - Page #378 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ-૫ : ધ્યાન વધુ જાપ યા ક્રિયામાં મન સ્થિર રાખવા : mo હવે આ તો એક નવકારની વાત, પણ વધુ નવકાર ગણવા હોય, યા ચૈત્યવંદન પ્રતિક્રમણ જેવામાં સૂત્ર બોલવા હોય, ત્યાં આ રીતે એકેક અક્ષર પર ધ્યાન તો રહે નહિ, પછી મન સ્થિર કેમ રહે ? ઉ૦ - એનો ય રસ્તો છે. અક્ષર અક્ષર જુદા જુદા બોલવાનું ન પાલવે પરંતુ પદપદ તો અલગ સ્પષ્ટ બોલી શકાય ને ? તે એજ રીતે કે જાણે સામે એ પદ પદ લખેલ વંચાય. બોલતાં કે સાંભળતાં એક પદ જાણે સામે લખેલું વંચાયા વિના ન જાય. એમ કરવામાં મનને એમાં પરોવવું પડે. પરોવ્યા વિના પદ વંચાય નહિ એટલે મન સહેજે એમાં પકડાય. પછી જયારે પદે પદનાં અર્થ આવડે ત્યારે એ અર્થ પર મન લગાવાય. લક્ષ વિના ક્રિયા જમે ન થાય : ૧૩૩ હવે જ્યારે અમૂક ક્રિયા થતી હોય ત્યારે અમૂકમાં કોઈક સૂત્ર બોલે તે સાંભળવાનું હોય. પરંતુ એમાં ઘણાનો અનુભવ છે કે મનને શ્રવણમાં જોડયું ન જોયું ને થોડા જ પદ સાંભળતાં મન બીજા વિચારમાં ચડી જાય છે. એ વખતે બોલતા પદ પર મન નહિ રહેવાથી એ પદો સાંભળ્યા જ નથી, અને સૂત્ર તો એક કે અનેક બીજાથી એમજ બોલાઈ ગયા; છતાં સાંભળવામાં લક્ષ વિના જ જીવ એને જમે કરી લે છે! કેમ જાણે આપણા વતી કોઈ બોલ્યું તે ભલે આપણે સાંભળ્યું કે નહિ, કિન્તુ આપણી ક્રિયા ખાતે જમે થઈ ગયું ! તે એને પોતે યાદ કર્યા વિના એમજ આગળની ક્રિયામાં લાગુ થઈ જાય છે; આ કેવી રેઢિયાળ ક્રિયા ? ન કહે છે, ‘પણ ભાઈસાબ ! એમ તો મન સૂત્રે સૂત્રે વચમાં વચમાંથી કયાંક ચાલ્યું જાય, તે પછી ન સાંભળેલાં પદ કયાં ફરી ફરી બોલવા બેસીએ ?' આમ કહેવાનો અર્થ એ જ ને કે ક્રિયામાં આપણે પદો ન સાંભળ્યાં કે ન બોલ્યાં, છતાં ય આપણે ક્રિયા થઈ ગઈ માની લેવાની ? લક્ષનો સચોટ ઉપાય શબ્દને કાનમાં લાવો : ખરી રીતે શું કરવું જોઈએ ? સાંભળવાની રીતમાં ફેરફાર કરવાનો. ફેરફાર આ, કે આપણા કાનનું લક્ષ, જે સામો બોલતો હોય એના મોં પાસે એના શબ્દ પાસે લઈ જઈએ છીએ, કિન્તુ એમ નહિ. એથી ઉલટું એના શબ્દો આપણે કાનમાં ધારી ત્યાં જ આપણા કાનની અંદર એના પર લક્ષ કેન્દ્રિત કરવાનું. એટલે કે કાનને દૂર શબ્દ તરફ ન લઈ જતાં શબ્દને કાનમાં લાવવાના. શબ્દ ઉત્પન્ન થતાં ચારે બાજુના પ્રદેશમાં પ્રસરી જ જાય છે. એટલે એ પ્રદેશમાં આપણે હોઈએ તો આપણા કાનમાં પણ શબ્દ આવે જ છે. કિન્તુ આપણે કાનનું લક્ષ બહાર બોલનાર મોં તરફ લઈ જઈએ છીએ તે ન લઈ જતાં અંદરમાંના ઉત્પન્ન શબ્દ પર લગાવવાનું છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ | ધ્યાન અને જીવન હવે આ સંદરમાં લક્ષ જો બાંધીએ તો મન એ ચોકકસ શબ્દને પકડવામાં લાગે છે. કાન ને મનને જાણે એ તત્પરતા તાલાવેલી રહેશે કે અંદરમાં કયા શબ્દ આવે છે. પછી આમાં મનને બીજા વિચારમાં જવા માટે જગા જ નથી. આખા ને આખા ભાષણ વ્યાખ્યાન આ રીતે સાંભળી શકાય. એટલું ધ્યાનમાં રાખવાનું કે અંદરમાં સાંભળવું છે એટલે આંખ અડધી મીંચેલી જોઈએ, જેથી બહારનું બહુ નજરે ન ચડે; એથી મનની ચોંટ અંદરમાં કયા શબ્દ આવે છે એના પર જ રહે. નહિતર બહાર બોલાતા શબ્દ કરતાં દેખાતી બીજી વસ્તુ પર મન સહેજે સરી પડે છે. અંદરમાં જોવાનો પ્રયોગ :આંખ અર્ધ-મીંચેલી રાખી અંદરમાં જોવાનો કે સાંભળવાનો પ્રયોગ એટલો બધો જોરદાર છે કે મન એમાં બરાબર પકડાય છે. ત્યાં પછી બીજા ત્રીજા વિચારને જગા નથી મળતી. દા.ત. અંદરમાં શ્રી સિદ્ધિગિરિમહાતીર્થને કમસર તળેટીથી જોવા બેઠા, તો બાબુના દેરાસરનું દશ્ય, પછી ઉપર ઉપરના હડાનું દશ્ય... એમ કરતાં ઠેઠ ઉપર કમસર નવ ટૂંકનાં દશ્ય મનની સામે આવ્યા કરશે. મન ચાહીને એ જોવાનું કરે છે એટલે મનને એમાં જ પરોવાવું પડે. અંદરમાં સાંભળવાનો પ્રયોગ : એવું અંદરમાં સાંભળવા અંગે છે. ભલે બહાર કોઈ બોલનારું નથી, તો એ અર્ધમીંચેલી આંખો અંદરમાં કોઈ મોટું બોલતું દેખાય, એના માત્ર હોઠ ફફડતા દેખાય, અને એમાંથી નીકળતા શબ્દ સંભળાય. જાતે એકલા જ કોઈ ચૈત્યવંદન-પ્રતિકમણની કિયા કરતા હોઈએ ત્યારે આ પ્રયોગ ઉપયોગી થાય. એમાં ચિત્ત ગાથા ગાથા અલગ સાંભળશે, ગાથાના પદ પદ સ્પષ્ટ સાંભળશે, એમાં કાનને સરવા રાખવા પડે. એ સાંભળવા મન સજાગ હોય. આખાં શાસ્ત્ર આ રીતે અંદરમાં સાંભળી શકાય. સાથે એ દરેક પદના અર્થ પર પણ મને લાગશે અને મન પદાર્થોનો ખ્યાલ કરતું જશે. એમાં જ્યાં એકાગ્રતા થશે ત્યાં ધ્યાન બનવાનું. વાત આ છે કે મનને કશા સારામાં પકડાયું રાખો; તો એ રખડતું રઝળતું નહિ બને, બીજા ત્રીજા વિચાર માટે નવરું જ નહિ હોય. શાસ્ત્ર-સ્વાધ્યાય અને ચિંતનધ્યાન આ અપૂર્વ અદ્ભત ચીજ છે, કે એ ભણવા ભાણાવવામાં, પુનરાવર્તન કરવામાં કે એના પર ચિંતન-મનન કરવામાં મન પકડાયેલું રહે છે તેથી એટલો સમય મનમાં અસદ્ વિકલ્પો-વિચારો, દુર્ગાન વગેરેથી બચી જવાય છે. વધારામાં શાસ્ત્રવાણી જિનવાણીમાં મન લીન બનવાથી ભરપૂર કર્મક્ષય થાય છે. એટલે સ્વાધ્યાય અને ધ્યાન એ જબરદસ્ત નિર્જરા કરાવનાર આભ્યન્તર તપ છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર ત૫-૫ : ધ્યાન ( ૧૩૫ ) પીડા કેમ ભૂલાય ? વળી સ્વાધ્યાય અને ધ્યાનનો મહિમા એવો છે કે મને એમાં પકડાયેલું રહેવાથી પરિસહોની પીડા તરફ લક્ષ નથી જતું. જેમ નોટો ગણવામાં કે ચોપડા લખવામાં લીન બનેલા વાણિયાને એટલો સમય ભૂખ-તરસ, ટાઢ-તાપ, માખી-મચ્છર વગેરેનું કશું ભાન રહેતું નથી. એમાંથી નવરો પડશે એટલે ભલે લાગશે કે 'ભૂખ લાગી છે,’ તાપ બહુ પડે છે, મચ્છર કરડે છે, પરંતુ લીનતા વખતે આ કશો ખ્યાલ નહિ. એમ મહાત્માઓ સ્વાધ્યાયની લીનતામાં એ પરિસહોની પીડા ભૂલી જાય છે. અરે! આગળ વધીને ઉપસર્ગ-ઉપદ્રવ સહવાનો આવે, ત્યાં પણ મન સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહી એની પીડા ભૂલી શકે છે. અંતકાળે કોઈ એવી પીડા છતાં પણ નવકારમંત્ર કે અરિહંતનાં ધ્યાનમાં મન લીન બને છે, અને એ મરણાન્ત કષ્ટ તરફ પણ ધ્યાન રહેતું નથી, તો ત્યાં દુર્ગાનથી બચી પરમેષ્ઠી કે અરિહંતના ધ્યાનમાં લીન બનતાં જીવ સદ્ગતિમાં જાય છે. તિર્યંચ અને શૂળીએ ચડેલા ચોર પગ એમ સગતિ પામ્યા છે. ત્યારે સદ્ગતિ એમ જ થોડી જ મળે છે ? મને પીડાની હાયવોયમાં કે પીડા આપનાર પ્રત્યે કષાયમાં હોય તો કાંઈ સદ્ગતિ મળે કરે નહિ. જુઓ પાર્શ્વકુમારે કમઠતાપસના બળતા કાષ્ઠમાંથી બહાર કઢાયેલો સાપ મરીને ધરારેંદ્ર થયો. એના એજ પાશ્ચકમાર પોતે પહેલા ભવમાં મરુભૂતિ શ્રાવક હતા છતાં કમઠના હાથે શિલાનો માર ખાતાં મરીને હાથણીના પેટમાં ગયા ! પેલો એક સાપ એટલે જનમનો પાપી, અને આ શ્રાવકએટલે વરસો સુધી સુંદર ધર્મનું પાલન કરનારા, બોલો સદ્ગતિનો કોણ હકદાર? સહેજે કહેવાય સદ્ગતિનો હકદાર તો ધર્મનો પાલક, ત્યારે અહીં ઊંધું બને છે. ધર્મપાલક તિર્યંચગતિમાં જાય છે અને પાપી દેવગતીમાં જાય છે, તે પાગ ઈન્દ્રપણાના હોદ્દા પર ! આમાં કોનો પ્રભાવ ? કહેવું જ પડે કે આયુષ્ય બંધાવા વખતે ચિત્ત જો શુભ ભાવમાં હોય તો સદ્ગતિનું આયુષ્ય બંધાય અને અશુભ ભાવમાં હોય તો દુર્ગતિનું આયુષ્ય બંધાય. સાપ અને મરુભૂતિ : ધ્યાન નવકારમાં અને પીડામાં :કમઠના લાકડામાંથી નીકળેલા અર્ધ-બળેલા સાપને મરાગાંત કષ્ટની પીડા છતાં ધ્યાન નવકારમંત્રમાં રહ્યું તો એ શુભ ભાવ બન્યો, અને પીડામાંથી મન ઉચકાઈ ગયું તો અશુભ ભાવથી બચી જવાયું. સંભવ છે કે આયુષ્ય ત્યાં બંધાયું હોય, મરીને ધરાણંદ્ર થયો ! નવકારની એકલી ખબર નહિ ચાલે : ત્યારે મરુભૂતિનેય મરાણાંત કષ્ટ તો આવ્યું પરંતુ ત્યાં ધ્યાન પીડામાં ગયું. એ શ્રાવક છે એટલે નવકારમંત્રની ખબર તો ખરી, પરંતુ એકલી ખબર શું કરે ? ચિત્તનો ઉપયોગ ww Page #381 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) | ધ્યાન અને જીવન યાને મનનું ધ્યાન એવાં જોઈએ ને ? ધ્યાન ગયું પીડામાં, એ અશુભ ભાવ છે. તો કર્મને કાંઈ શરમ છે? તીર્થકરના જીવની કે સારા સાધુ યા શ્રાવકની કશી શરમ નહિ, જેવું ધ્યાન, જેવા ભાવ, એવા કર્મ બાંધો, અને જેવાં બાંધો એવાં ભોગવો'. મરુભૂતિ તીર્થકરનો જીવ છે, સારો શ્રાવક છે પરંતુ પીડાની હાયવોયમાં અશુભ ધ્યાને તિર્યંચ ગતિમાં ફેંકાઈ ગયો. હાથીને મરણ પીડામાં શુભ ધ્યાન : એ જ મરુભૂતિ હાથી પાછો અંતકાળે કમઠના જીવ સાપથી મરણાંત કષ્ટ પામો, પરંતુ હવે હાથી તો ત્યાં પૂર્વ જીવનનું સ્મરાગ અને અરવિંદ રાજર્ષિથી બોધ પામેલો છે. એટલે પૂર્વના મૃત્યુકાળે બનેલ અશુભ ધ્યાનની સ્થિતિ તથા એનું દુ:ખદફળ જાણતો હોઈ હવે અહીં એણે મનને પીડાને બદલે નવકારમંત્ર અને અનશન પચ્ચકખાણ તથા સમતા-ઉપશમમાં લગાવ્યું; તો એ શુભ ધ્યાનથી મરીને સ્વર્ગમાં ગયો. ધ્યાનનું ફળ : ધ્યાન એ આભ્યન્તર તપ છે; અને ધ્યાનની બલિહારી છે. ક્ષણવારનું દુર્ગાન દુર્ગતિ દેખાડે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ રૌદ્રધ્યાનમાં સાતમી નરકનાં પાપ ભેગા કર્યા.અને મરુભૂતિ શ્રાવક આર્તધ્યાનમાં તિર્યંચ હાથી થયો.એજ પાછા શુભ ધ્યાનથી એક કેવળજ્ઞાની ને એક દેવ થયા. ધ્યાનનો આ મહિમા બતાવે છે કે મનને બને તેટલું શુભ ધ્યાનમાં રાખો.એ માટે જીવને શક્ય એટલી સારી પ્રવૃત્તિમાં જોડી રાખો. સારી ધર્મક્રિયા, સારા ધર્મ-બોલ, સારા આચાર, સારી ભાવના-વિચારણા, એમાં જોડાયા રહેવાથી મન સહેજે શુભ ધ્યાનમાં રમતું રહી શકે. ક્રિયામાં ધ્યાનનો ઉદ્દેશ છે ? :પ્ર૦ - સારી કિયામાં બીજા-ત્રીજા વિચારોમાં મન રખડે છે, તેનું કેમ ? ઉ૦ - એનું કારણ એ છે કે શુભ પ્રવૃત્તિથી મનને શુભ ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ નથી રાખ્યો. એવું પ્રણિધાન નથી, એવી ચોંટ નથી કે મારે શુભ પ્રવૃત્તિ દ્વારા મનને શુભ ધ્યાનમાં રાખવું છે. ત્યારે, બાઈ ચૂલો સળગાવે, પણ મનમાં જો ઉદ્દેશ રાખે છે કે આનાથી રસોઈ કરવી છે, તો જ રસોઈ થાય છે. પરંતુ એવો ઉદ્દેશ જો ન હોય અને શિયાળાનો દહાડો હોય, તો તો એ રસોઈને બદલે તાપાનું જ કરવાની. પરંતુ તેથી કાંઈ એમ ન કહેવાય કે ચૂલો સળગાવવો એ રસોઈનું સાધન નથી.' ચૂલો રસોઈનું સાધન તો જરૂર છે, પણ જેને રસોઈ કરવી હોય એના માટે એ સાંધનરૂપ થાય, એમ શુભ પ્રવૃત્તિ શુભધ્યાનનું સાધન જરૂર છે, કિંતુ જેને એનાથી શુભ ધ્યાન કરવું હોય એના માટે એ સાધનરૂપ અવશ્ય બને. Page #382 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ ? શુભ પ્રવૃતિમાં ઉદ્દેશ એ જ કે શુભ ધ્યાન. એટલે હવે આ સવાલ છે કે ‘બોલો શુભ પ્રવૃત્તિ કરો છો એથી શુભ ધ્યાન જ કરવું છે ? શુભ ધ્યાન માટે જ એ પ્રવૃત્તિ કરો છો ?' ત્યાં વાંધા પડે છે. ઉદ્દેશ કોઈ બીજા બીજા હોય છે. જેમકે ધર્મ કરવાથી લોકમાં ધર્મી તરીકે સારા દેખાઈએ, લોકમાં કીર્તિ મળે, માન મળે, પુણ્ય વધવાથી પૈસા મળે, દીકરો મળે, એવા એવા ઉદ્દેશ હોય છે. દિલમાં એ પેઠું હોય છે કે ‘મારે આ જોઈએ, આ જોઈએ, માન જોઈએ, માલ જોઈએ' પરંતુ ‘મારે શુભ ધ્યાન જોઈએ' એવો ઉદ્દેશ કયાં છે? એ ઉદ્દેશ હોય તો એના માટે તકેદારી ન રહે ? ખબર નથી કે, દુન્યવી એકાદ પણ ચીજની તીવ્ર લાલસા રાખવા જતાં કયારેક ભયંકર દુષ્કૃત્ય આવીને ઊભું રહે છે. ૧૪ : કેવી સ્રીજાત પર પ્રેમ ? મહાવીર-ભક્ત કોણિક કેમ ડૂબ્યો ? કોણિક પહેલાં તો પિતા શ્રેણિકનો વૈરી અને પિતાને કેદમાં નાખનારો હતો. પરંતુ પછીથી પશ્ચાતાપ સાથે પોતાની જાતે પિતાને જેલમાંથી બહાર કાઢવા જનારો, અને શ્રેણિકે ગેરસમજથી આપઘાત કરતાં આના પર ભારે શોક કરનારો બનેલો. શોક એટલો બધો કે હવે સમૃદ્ધ રાજધાની રાજગૃહ-નગરી ખાવા ધાય છે.તેથી એણે ચિત્તની સમાધિ માટે ચંપાનગરીને રાજધાની બનાવી ત્યાં જઈ રહેવાનું રાખ્યું. વળી ભગવાન મહાવીરદેવ પધાર્યા ત્યારે યાદગાર સામૈયું કરેલું. તે માન મેળવવા નહિ, પણ પ્રભુ પ્રત્યેની દિલની ભક્તિથી. ૧૩૭ બોલો, તીર્થંકર પ્રભુ પ્રત્યે આટલી ભક્તિ દુષ્કૃત્યની ગર્હા, પ્રશ્ચાત્તાપ, વગેરે હોય ત્યાં દુર્ગતિ થાય ? છતાં કેમ દુર્ગતિ થઈ ? એનું એક કારણ આ, કે એને હલ્લુવિહલ્લ પાસેથી દિવ્યહાર અને સેચનક હાથી મેળવવા અભિમાન અને તીવ્ર લાલસા થઈ. એમાંથી મહાયુદ્ધ થયું, પ્રપંચ ચાલ્યો, લશ્કરનો ખોડો નીક્ળ્યો, અને એણે મુનિસુવ્રત સ્વામીનો સ્તૂપ તોડાવ્યો. બન્યું એવું કે શ્રેણિકે અભયકુમારની દીક્ષા પછી જોયું કે હવે રાજ્ય કોણિકને આપવાનું છે, તેથી એક દિવ્યહાર અને સેચનક હાથી હલ્લ-વિહલ્લને આપ્યા. પછી તો કોણિક પોતે જ રાજ્યગાદીપર ચઢી બેઠો, અને ભાઈઓને રાજ્યમાંથી ભાગ આપવાના અવસરે હા-વિહલ્લને દિવ્ય હાર અપાયો છે માટે રાજ્યભાગ ન આપ્યો. દુન્યવી એક ચીજની લગન કેવું કામ કરે છે ? મોટું મગધ દેશનું રાજ્ય મળ્યું છે.પરંતુ મનને લાલસા મારે છે, ‘મને દિવ્ય હાર કેમ નહિ' એની રીસમાં એક નાનો રાજ્યભાગ ૨૫ ભાઈઓને ન આપ્યો. Page #383 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૩૮ એક વાર કોણિકની પટ્ટરાણી પદ્માવતીએ હા-વિહલ્લની રાણીઓને એ હાર પહેરી સેચનક હાથી પર બેસી મસ્તીથી ફરતી જોઈ, કોણિક પાસે એ મેળવી લેવાની માગણી કરી. કોણિકે પહેલાં તો કહ્યું કે ‘પિતાજીએ એમને એ આપેલ હોવાથી કેમ પડાવી લેવાય ?’ પરંતુ સ્ત્રીહઠ આગળ નમતું જોખી હા-વિહલ્લ પાસે એની માગણી કરી. હા-વિહન્ને કહ્યું ‘રાજ્યનો ભાગ આપો, તો આપીએ.’ કોણિકની શિરોરી : અહીં કોણિકને હું પદ નડ્યું. મનને થયું કે ‘એમ હું સોદો કરીને શાનો લઉં? હું મગધસમ્રાટ છું તે સત્તાના બળથી લઈશ.' એટલે હલ્લ-વિહલ્લને હુકમ કરે છે કે ‘સીધી રીતે હાર અને હાથી આપી દો નહિતર તમારે આપી દેવાની ફરજ પડશે.’ હા-વિહન્ને જોયું કે અહીં આપણે નિરાધાર છીએ તેથી કોણિકની સામે કાંઈ ચાલશે નહિ, માટે કોઈ આધાર પકડી લઈએ ! એમ વિચારીને રાતોરાત હાથી અને હાર સાથે વૈશાલીમાં દાદા ચેડામહારાજ પાસે પહોંચી ગયા,અને હકીકત કહી.ચેડા રાજાની પુત્રી ચેહ્વણા, એના કોણિક, હલ્લ અને વિહલ્લ પુત્રો હતા. એટલે ત્રણેના ચેડા રાજા માતામહ દાદા થાય. એમણે હલ્લવિહલ્લને આશરો આપ્યો. કોણિકને ખબર પડી કે હલ્લ-વિહલ્લ દાદા પાસે પહોંચી ગયા છે, તેથી દાદાને કહેવરાવ્યું કે એમની પાસેથી હાર અને હાથી લઈને મોકલી આપો, અથવા એમને ત્યાંથી કાઢો.' ચેડા મહારાજે કહેવરાવ્યું કે ‘તું રાજ્યનો ભાગ આપ તો તને એ બંને વસ્તુ આપી દેવા તૈયાર છે.બાકી તો એ અહીં શરણે આવેલા છે. એટલે શરણાગતને છેહ કેમ દેવાય ?'' બસ, કોણિકને આ વાત શાની ગળે ઊતરે ? એણે મોટું લશ્કર લઈ ચેડા રાજાના રાજ્ય ઉપર ચઢાઈ કરી. કેટલી વાત પર ચઢાઈ ? વહાલી પત્નીને હાર-હાથી જોઈએ છે માટે દાદા પર જ યુદ્ધ ! શ્રી ઝગડાનું નિમિત્ત : આ જગતમાં સ્ત્રીઓ કયાં કયાં સગાસંબધીઓમાં ઝગડો કરાવનારી બની હશે એ તપાસો તો શું માલુમ પડે ? દીકરા માબાપથી જુદા રહેવા જાય છે. કોના કારણે ? ભાઈ-ભાઈને જુઆરા થાય એ કોના કારણે ? ઘણા ભાગે સ્ત્રીનો સહજ ક્ષુદ્ર સ્વભાવ અને ઈર્ષ્યા એવી કે સાસરિયાનું સારું સહન ન કરી શકે. પાડોશી સાથે પણ ઝગડા કરાવે. પૂછો, સ્રીમાં સહજ તુચ્છતા અને ઈર્ષ્યા કેમ ? Page #384 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ? | ૧૩૯ કારણ સ્પષ્ટ છે. એ જે સ્ત્રીવેદ ભોગવે છે એનું કર્મ પૂર્વે બાંધેલું તે માયા-તુચ્છતાઈષ્ય વગેરે મલિન ભાવના કારણે બાંધેલું, એટલે એ ભાવોના સંસ્કારો સાથે આવેલા કહો, કે એનાં મોહનીય કર્મ સાથે બાંધી લાવેલ કહો, તે અહીં ઉદય પામતાં પોતાનું ફળ દેખાડે, એ સહજ છે. ત્યારે પૂછો, સ્ત્રી ગુણિયલ કેમ ?પ્ર0 - પણ કોઈક સ્ત્રીઓમાં ઉદારતા ગંભીરતા ક્ષમા વગેરે સારા ગુણો દેખાય છે તેનું કેમ ? ઉ૦ - એનું કારણ એ છે કે પૂર્વ જીવનમાં એનામાં ગુગો સારા હશે, ધર્મ સારો હશે, પરંતુ કયારે કોઈ છૂપી માયા વગેરેની ભૂલ થઈ હશે તેથી માત્ર એ વખતે સ્ત્રીવેદનું કર્મ બાંધી દીધું હશે એટલે અહીં સ્ત્રીપણું મળ્યું, કિંતુ પૂર્વના સારા ધર્મ અને ગુણમય જીવનનો આ પ્રભાવ પડયો કે એનો અહીં વારસો મળ્યો, અને એના બળમાં પેલું મોહનીય કર્મ દબાઈ ગયું, તેથી અહીં તુરછતા વગેરે નથી દેખાતા. જુઓ, સીતા, દમયંતી, રાજમતી વગેરે વગેરેને સ્ત્રીનો અવતાર મળ્યો હતો, છતાં એમનામાં સ્ત્રીસુલભ ક્ષુદ્રતા, માયા, ઈર્ષ્યા વગેરે દોષો નહોતા. કેમ નહિ ? એટલા જ માટે કે પૂર્વનાં જીવન સુંદર ગુણસંપન્ન હતાં. સ્ત્રીવેદ કર્મ તો એમને કોઈ આધારી પળની ગફલતમાં બંધાઈ ગયું હશે, તેથી સ્ત્રી બનવું પડ્યું પરંતુ પૂર્વના લગભગ સમગ્ર જીવનના ગુણોની આ છાયા કે અહીં એ ગુણો સારા વિકસ્વર રહ્યા, તેથી કોક વારના અલ્પ દોષને દબાઈ જવું પડ્યું. બાકી સામાન્યથી જીવનમાં વારે વારે દોષોમાં રમવાનું ચાલું હોય, સહેજમાં માયા સહજમાં ઈર્ષ્યા, સહેજમાં અહંકાર કરતા હોય એવાને તો એનો રસાલો ભવાંતરે કેટલાય જન્મો સુધી ચાલ્યા કરે છે. એવા રસાલા-વાળી સ્ત્રી જાત સસરાને, જેઠને, દિયરને, નાગંદને, દેરાણી-જેઠાણીને ન સહન કરે અને ઝગડો કરાવે એમાં શી નવાઈ ? કેવી સ્ત્રી જાત પર પ્રેમ ? :વિચારો, આવી સ્ત્રી જાત પર પણ હૈયાથી કેટલો પ્રેમ વરસી જાય છે ? ખબર છે ને કે પોતાના માતા-પિતા-ભાઈ-બેન વગેરે પહેલા કેટલા પ્રેમાળ અને પ્રેમપાત્ર હતા ? છતાં પોતાની સ્ત્રી પરણીને આવી પછી રગડા ઊઠયા, એ જ ખણખોદ કરવા લાગી કે “આ જુઓને તમારા બાપાજી કેવા છે ? તમારી બા કેવી છે ? આમ બોલે છે, આમ ચાલે છે..' ખબર ન પડે કે આ ઝગડો ઘાલે છે ? છતાં એના પર પ્રેમ કેટલો ? વિશ્વાસ કેટલો ? સગા મા-બાપ કરતાં વધુ ! એક કામરાગના અંધાપાને લીધે ! પરલોકમાં એ કયાં લઈ જશે ? આવી સ્ત્રી જાત જીવનભર કેટલાંય જોઈતાં ન Page #385 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) | ધ્યાન અને જીવન જોઈતા પાપ કરાવે, રગડા કરાવે, દોષો સેવરાવે, એનો પરલોકે વારસો કેવો ચાલવાનો? પરણીને શો સાર કાઢવાનો ? છતાં વાંઢાને પરણવાના જ વિચાર ચાલ્યા કરે છે, અને પરાગેલાને કોઈ દિવસ આનો પશ્ચાત્તાપ નથી કે “અરેરે ! આ એક સ્ત્રીને ઘરમાં ઘાલીને હું કેટલો બધો પતનના રસ્તે છું ?' કેવી મોહિની ! અબુઝ જીવને મોહનો નશો એવો કે હકીકતની ખબર જ ન પડવા દે. ઉલટું, મોહના નશામાં વાંક સગાઓનો કાઢે, મા-બાપનો કાઢે, અને સ્ત્રીને તારણહાર માને ! પછી સંતાનો માટે પાગ એવાં લગ્નજીવન જ ઈચ્છે, એમાં શી નવાઈ ? કહો, કદી તમને વિચાર આવે છે ખરો કે “આ મેં સ્ત્રી કર્યા પછી મારા જીવનમાં દોષો અને પાપોનું સેવન વધ્યું કે ઘટયું? સ્ત્રીએ આવીને મને શું આપ્યું ? રાગના મોહના વિષયકટોરા ? કે દાનાદિ ધર્મના રસઘૂંટડા ?” આ વિચાર નહિ પછી સ્ત્રીને તારણહાર માને એમાં નવાઈ નથી. રાણી પદ્માવતીના આગ્રહથી રાજા કોણિકે હલ્લ-વિહલ્લનો હાર અને હાથી લેવા માટે દાદા ચેડા મહારાજ સામે યુદ્ધ તે કેવું મચાવ્યું ? ભયંકર ખૂનખાર ! કરોડો માણસ મર્યા હશે ! છતાં જીતાયું નહિ. ત્યારે દેવીના કહેવાથી જણાયું કે કુલવાલક મુનિનો માધવિકા વેશ્યા સાથે સંબંધ થાય તો વૈશાલીમાં પ્રવેશ મળે.’ એટલે હવે એ સંબંધ કરાવવાની તૈયારી કરી. વિચારજો આ બધું શાની પાછળ ? એક દુન્યવી ચીજની તુચ્છ લાલસા અને દુરાગ્રહે પાછળ. બસ મારે સત્તાની રૂએ હલ્લવિહલ્લનો હાર અને હાથી જોઈએ,'આ અભિમાન સાથેની લાલસા ખૂનખાર યુદ્ધ કર્યું અને તે ય ઉપકારી જનેતાના પિતા તથા ભાઈઓ સાથે લડયો. હવે વળી મુનિને વેશ્યાથી પતિત કરવાનો નિર્ણય લીધો. દુન્યવી ઉદ્દેશની ભયંકરતામાં કોણિક દકાન્ત :" આપણી વાત એ ચાલે છે કે ધર્મપ્રવૃત્તિ કરવી તે શુભ ધ્યાનના ઉદ્દેશથી કરવી, એ ધર્મ પ્રવૃત્તિના હિસાબે મન સારાં ધ્યાનમાં રહે એ ઉદ્દેશથી કરવી, પરંતુ માન કે દુન્યવી ચીજવસ્તુના ઉદ્દેશથી નહિ. કેમ એમ ? એનું આ કોણિક એક દષ્ટાન્ત છે કે માન-મદ અને દુનિયાની વસ્તુની લાલસા જીવને કેટલી અધમતા સુધી ઘસડી જાય છે, અને કેવી નરકની તૈયારી કરાવે છે! કોણિક હલ્લ-વિહલ્લનો હાર અને હાથી પડાવવા માટે એ કરી રહ્યો છે. દાદા સાથેના ખૂનખાર યુદ્ધમાં દાદા ચેડા મહારાજ શરણાગતનું રક્ષણ કરી રહ્યા છે અને કોણિકને વૈશાલીમાં પ્રવેશ નથી મળતો તેથી હવે મુનિને પતિત કરવાનું કરે છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાત પર પ્રેમ? ૧૪૧ વેશ્યાની ચાલબાજી : સ્ત્રી સંપર્ક સાધુને ઢીલા કરે : રાજાએ માગધિકા નામની વેશ્યાને બોલાવી ફૂલવાલક મુનિને વશ કરવા કહ્યું. રાજાનું કથન એટલે, એક તો આમે ય જાતની વેશ્યા, પછી કરવામાં શું બાકી રાખે? ઊપડી શ્રાવિકા બનીને. કયાં ? જંગલમાં. કેમ ? કૂલવાલક મુનિ તપસ્યા કરી જંગલમાં આતાપના લેતા હતા. જઈને મુનિને વંદના કરી. મુનિએ ધર્મલાભ આપ્યો એટલે એ પોતાનો પરિચય કહેતાં કહે છે, - આ હું શ્રાવિકા છુ. યાત્રાએ જતી હતી, એમાં અકાળે આંબો ફળવા જેવા આપસરખા મહામુનિના દર્શન મળ્યા ! ધન્ય ભાગ્ય, મારે આજનો દિવસ મંગળમય બની ગયો ! મારાં તો ભાગ્ય ઊઘડી ગયાં. મને ભાતામાંથી લાભ આપી પાવન કરો એની સુફિયાણી ભાષામાં મુનિ લપટાયા, એને લાભ આપ્યો, વહોરી લાવીને વાપર્યું. પરંતુ ઉઠાવગીર વેશ્યા કાંક એવું બનાવી લાવેલી કે એ વાપર્યા પછી મુનિને ઉપરાપર ઝાડા લાગ્યા. વેશ્યાને એટલું જ જોઈતું હતું. જંગલમાં મુનિનું સંભાળનાર બીજું કોઈ હતું નહિ, એટલે વેશ્યાને ફાવતું જડ્યું. મુનિની સેવા એ કરવા લાગી. મુનિ બહુ અશકત થઈ ગયા છે એટલે ઊઠવા કરવાની ય હામ નથી. ઉઠાડવા પડે, સુવાડવા પડે, કપડાં સાફ કરવા પડે, શરીર દબાવવું જોઈએ,..આ બધામાં વેશ્યા શું કામ બાકી રાખે ? મુનિને એક તો તબીયત ઢીલી, ને એમાં વેશ્યાના રેશમ જેવા હાથના સુંવાળા સ્પર્શ મળે, પછી પતનના જ માર્ગે કે સંયમના ? એમાં વળી વેશ્યા હે મહારાજ સાહેબ ! બહુ અશક્તિ ? તમે તો બહું તપસ્યા કરી કરી જુઓને આ કાયા કેવી કરી નાખી છે ? તે હે મહારાજ સાહેબ ! આપણે શરીર આમ તોડી નાખવાનું? શરીરથી તો આગળ આરાધનાનું કામ લેવું છે તે એકદમ એને તોડી નખાય. ને હું મહારાજ સાહેબ ! તે આપની સેવામાં કોઈ નથી ? પણ સારું થયું, નહિતર વળી મને આવો સેવાનો અપૂર્વ લાભ કયાંથી મળવનો હતો ?” એવા એવા “હે મહારાજ સાહેબ !” ના લટકાળા સંબોધન-ભર્યા કોમળ આકર્ષક બોલ બોલતી જાય છે, હાવભાવ, અંગ મરોડ અને આંખના કટાક્ષ વગેરે કરતી જાય છે. ત્યાં કૂલવાલક મુનિ ટકી શકે ? મંડયા પડવા. સ્ત્રીનાં કોમળ બોલ વગેરે તો મહાકામણ છે. મૂળમાં સ્ત્રી જાત કેવી, એ સમજી રાખી, ‘એવી સ્ત્રી જાતનાં રૂપશબ્દ-હાવભાવ અને સંગ ન ખપે’ આ નિર્ણય રાખે એવા ભાગ્યશાળી બચે. પણ એ વિરલા, કે જે બિલ્લીથી ઉંદર સતત ડરતા રહે એમ સ્ત્રી સામાન્યથી ડરતા રહે. કુળવાન સ્ત્રીનો પણ સંગ ખોટો :- . એકલા વિચરવામાં મુનિને આ ભય છે. એમ સમજતા નહિ કે વેશ્યા જ પાડે. ને બીજી કુળવાન બાઈ ન પાડે. દારુ ને દેવતાનો સંયોગ થયો કે ભડકો થાય. એમ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધ્યાન અને જીવન એકલા મુનિ અને એકલી બાઈનો સંયોગ થાય એ ખતરનાક છે. બંનેને ભલે ને પહેલાં ખોટો વિચાર ન હોય, પરંતુ એમનો સમાગમ વસ્તુ જ ભૂંડી, નિમિત્ત પાડનારું. માટે સાધુને એકલા વિચરવામાં મોટું જોખમ છે. છેવટે શરીર માંદુ પડે ત્યાં પુરુષો તો સવારે સાંજે ખબર લે, પરંતુ બપોરે એ ધંધાર્થે ગયા પછી તો બાઈઓ જ ખબર લેવા આવવાની ને ? ત્યારે એકાંત ભયંકર છે. સહેજે મનને થાય કે અહીં કોણ બીજુ જુએ છે ? એમ કરી સામાન્ય સ્પર્શમાં પડાય, પછી પતન આગળ વધે. મુનિને ગચ્છમાં પણ એકાંતવાસ નિષિદ્ધ : ત્યારે શાસ્ત્રકારો કહે છે ને કે એકાંત સેવો નહિ. મુનિઓને પણ એકજ સ્થાનમાં સાથે બેસવા-ઊઠવા-સુવાનું કહ્યું, એકાંત ઓરડીમાં નહિ. કોઈ મુનિ જો જુદી ઓરડી સેવે તો એને પ્રાયશ્ચિત્ત કહ્યું. તે ય ધરાર એમ દુરાગ્રહથી ચાલુ જ રાખે તો બીજા મુનિઓ સાથેના વ્યવહારથી બહાર થઈ જાય એમ કહ્યું. જ્ઞાનીઓની આમાં દીર્ઘ અને ઊંડી દિષ્ટ છે. સમુદાયની સાથે રહેવામાં પણ જો એકાંત સેવવાનો નહિ, તો એકલા વિચરીને તો એકાંત સેવવાની વાતે ય શી ? ત્યાં કોઈ શુભ ધ્યાનની ધારા ન ટકે; કેમકે જગતની વચમાં રહેવાનું છે, તે કેઈ ભાતના સંયોગ-પ્રસંગ આવે, પદાર્થો નજર સામે આવે. એમાં રાગ-દ્વેષ અને આકર્ષણ-અરુચિ વિનાના શુદ્ધ ભાવમાં ટકાય શી રીતે ? સમુદાયની રૂએ કેટલાક સંયોગ ન આવે. દા.ત. એકલી બાઈ આવતી હોય તો સમુદાયને દેખી અટકી જાય, કદાચ પરગામથી વંદનાર્થે કોક આવી તો ય કોઈ સાધુ સાથે વાત કરવાની હામ નહિ.એથી ઊલટું એકલા સાધુ પર આક્રમણ કેવાં ? ગૃહસ્થની મર્યાદા એકલી સ્ત્રીવાળા ઘરમાં નહિ જવું : ગૃહસ્થ માટે પણ આ આપત્તિ જોઈને શાસ્ત્રકારોએ એકલી સ્ત્રીવાળા ઘરમાં જવાની શ્રાવકને મનાઈ કરી, પછી ભલેને મિત્રનું કે સગા ભાઈનું ઘર હોય તો ય શું ? ઘરમાં જો પુરુષ નથી તો નહિ જવાનું. શું શાસ્ત્રકારો બધાને લુચ્ચા યા ઢીલા સમજે છે? ના, પણ અનંત અનંત કાળનાં વિજાતીયનાં આકર્ષણના સંસ્કાર એવા પડેલા છે કે એથી અસત્ નિમિત્ત મળતાં સારો પણ જીવ ગોથું ખાય. અરે ! એકાંત સંયોગ કે દર્શનની તો શી વાત, માત્ર વિજાતીયનું સ્મરણ જ કરે તો ય વિચાર બગડવા માંડે છે. ઉંમરે પહોંચેલો વૃદ્ધ પણ જો એવું વિચારવા જાય કે ‘ફલાણાની છોકરી સારી રૂપાળી છે...' તો ય એના દિલમાં કામરાગ ઊછળવા માંડશે. જો સ્ત્રીનાં સ્મરણમાં પણ કામરાગ ઊછળે, તો દર્શનમાં પૂછવાનું શું ? આજે જાહેરાતોમાં શું આવે છે ? છાપાઓમાં શું ? પુસ્તકોમાં શું ? પિકચરોમાં શું ? રસ્તાઓ પર પુરુષ કેટલા મળે ને સ્ત્રીઓ કેટલી મળે ? તેય કેવાં વેશમાં ? Page #388 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ ? ૧૪૩ દિવસભરમાં આ સ્ત્રીદર્શનો મળ્યાં કરે પછી અંતરમાં એના જ ફોટા વધું પડવાના? કે પ્રભુનાં ને મુનિઓનાં ? આજના કેવા જગતમાં રહો છો ? આવાં અસદ્ દર્શન ઢગલાબંધ મળે એવા ને ? તો કોઈ ભડક નથી લાગતી ? કોઈ ચિંતા નથી કે ‘આજના જગતના સ્ત્રીદર્શનોનાં કચરા મગજમાં ભરી ભરીને મારે ક્યાં જવાનું ને કેવી મારી અધમ દશા થવાની ?' વળી આ કચરા બહુ ભરાય ત્યાં પરમાત્મ-સ્મરણ અને તત્ત્વચિંતન પણ કયાંથી બહુ ચાલે ? તેમ, પેલાં સ્ત્રીદર્શનો મિઠાશથી કર્યા હોય, પછી મિઠાશથી કયાંથી થાય ? આ પ્રભુદર્શન-સ્મરણ વગેરે પ્રભુનાં દર્શન અને સ્મરણ ગદ્ગદ દિલે કરવાં છે તો મિઠાશથી સ્ત્રીદર્શનોને કરવાનું બંધ કરો. વિષયની મિઠાશ અને વીતરાગની મિઠાશ બે સાથે ન અનુભવી શકાય, બેની સાથે હુંફ ન લાગે. કેમકે જેમણે વિષયોના રંગ મુદ્દલ છોડયા છે, જેમણે એના પ્રત્યે લેશ પણ રાગ નથી, તેથીજ જે વીતરાગ બન્યા છે. હવે જો આપણે વિષયો ગમે છે, તો એ વીતરાગ પ્રભુ કયાંથી ગમવાના ? વીતરાગ એટલેજ વિષયવિરોધી. વિષયોમાં હુંફ લાગતી હોય તો એના વિરોધીમાં હુંફ કયાંથી લાગવાની ? દાણચોરીમાં જેને હુંફ રહે છે, એને દાણચોરીના વિરોધી ઓફિસર પર હેત નથી રહેતું, હુંફ નથી લાગતી. ‘હુંફ’ સમજો છો ને ? પૈસા મળ્યા, સ્ત્રી મળી, રુડા ખાનપાન મળ્યાં, એટલે મનને જો લાગે કે, ‘હાશ! આપણે નિરાંત. આ બધું મળ્યું છે એથી હવે આપણે કોઈ ચિંતા નથી, સુખ જ સુખ ભોગવશું’ આવું લાગે તો એ વિષયોમાં હુંફ લાગી ગણાય, હવે આવા જીવને વીતરાગમાં શી હુંફ લાગે ? શી મિઠાશ લાગે ? એ તો વિષયો ભડકાવે, અકારા લાગે, એમાં હુંફને બદલે ભય લાગે, તો જ વીતરાગમાં હુંફ મનાય, મનને એમ થાય કે ‘અરે ! આ વિષયો કેવા ગોઝારા મળ્યા છે ? સારું થયું કે વીતરાગ પ્રભુ મળ્યા છે, તેથી એમને દિલથી યાદ કરતાં કરતાં એ વિષયોનાં ઝેર નહિ ચડે. વીતરાગ મળ્યા છે તેથી હાશ ! હવે ચિંતા નહિ.' શેમાં હુંફનો અનુભવ ? ત્યારે તપાસો કે હૂંફનો અનુભવ કયાં થાય છે ? દુનિયાના અનુકુળ વિષયો મળ્યા છે એમાં ? કે વીતરાગ મળ્યા છે એમાં ? જો જો હોં, બંનેમાં હુંફ કહેતાં નહિ, નહિતર ઢોંગ થશે.બ્રહ્મદત્ત ચકીને વિષયોમાં હુંફ હતી તેથી વીતરાગમાં હુંફ નહોતી લાગતી. Page #389 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૪૪ શ્રેણિક કૃષ્ણ મહારાજને વીતરાગમાં હુંફ લાગતી હતી. તેથી વિષયોમાં એમને જો કે રાગ થતો પરંતુ હુંફનો અનુભવ નહોતો, કિન્તુ ભડક હતી, રોતા હતા ‘અરે ! આ ગોઝારા વિષયો પર રાગ કરી એને અમે છોડતા નથી, તો અમારું શું થશે ?’ એવી સ્થિતિ મગધસમ્રાટ શ્રેણિક અને આનંદ-કામદેવાદિ મહાશ્રીમંત શ્રાવકોની હતી. સમ્યગ્દષ્ટિ દેવતાઓને પણ વિષયોમાં હુંફ નથી. વિષયો કેવા મળ્યા છે ? વિમાન કેવા ? દેવાંગનાઓ કેવી ! ઉઘાન કેવા ? બધું દિવ્ય ! મનુષ્યની કલ્પનામાં ન આવે એવું ! એ પણ ૫૦-૧૦૦ વર્ષ માટે નહિ, કિન્તુ અસંખ્ય વર્ષો માટે મળ્યા છે. છતાં એમાં સમકિતી દેવને હુંફ નથી કે ‘હાશ! આ ઠીક મળ્યું, ચાલો નિરાંત થઈ, હવે આપણે કોઈ ચિંતા નહિ, કોઈ ભય નહિ’ ના, એ તા એમાં સચિંત છે, એને કર્મનું ગોઝારું નાટક દેખે છે. ‘નાટક’ એટલે ન ટકે એવું. ભલે અસંખ્ય વર્ષે પણ જાય એવું; અને ગયા પછી દશા કઈ ? અરે! જવાનું છે, એમ દેખાય ત્યાં પણ કેવી દશા ? શાસ્ર કહે છે, પાણી બહાર કાઢેલી માછલી તપેલી રેતી પર તરફડે એવી દશા દેવતાની આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહેતાં થાય છે. કેમકે એને અત્યાર સુધી ડોકમાંની પુષ્પમાળા રોજ તાજી રહેનારી હવે કરમાયેલી દેખાય છે, વિમાનનાં રત્ન ઝાંખાં દેખાય છે. દેવાંગનાના પ્રેમ ફિક્કા જણાય છે, તેથી એને સમજાઈ જાય છે કે ‘હવે હું અહીંથી ઊડયો ! મારું નિકટમાં મોત છે. કહો, આ અંતિમકાળની સ્થિતિના વિચાર પર સમકિતી દેવતાને વિષયોમાં હુંફ કયાંથી લાગે ? ત્યારે તમને દેવની અપેક્ષાએ શું મળ્યું છે? વિષયોમાં શો ભલીવાર છે ? તે પણ કેટલી હાડમારી ભય ચિંતા-જંજાળથી ભરેલા વિષયો ? તે ય કેટલો કાળ ટકનારા? છતાં એમાં તમને હુંફ લાગે છે. કે ‘હાશ ! ઠીક મળ્યું છે. ચિંતા નથી. આટલાથી આપણને કશો વાંધો નહિ આવે.’ પેલા સમકિતી દેવતાને મહાન વિષયો મળ્યા છતાં એમાં ભારે વાંધો આવવાનો દેખાય છે,અને તમને ઠીકરા જેવા મળ્યા અને એમાં કષાયો તથા પાપોથી ચિટકાઈ ગયા છતાં વાંધો આવવાનો નથી લાગતો. ભૂલો નહિ, વિષયોમાં હુંફને બદલે ભડક,ઊભી કર્યા વિના વીતરાગમાં હુંફનો અનુભવ નહિ થાય. એટલું વિચારો કે ‘વિષયો કયાં મળે ? ભવોભવ. વીતરાગ કયાં મળે ? આર્ય માનવ અવતારે. તો પછી મારે આ દુર્લભ વીતરાગ વહાલા કરવા છે. એમનામાં હુંનો અનુભવ કરવો છે, એમનાથી જ મારે નિરાંત નિશ્ચિન્તતા અનુભવવી છે, તો વિષયોને અકારા કરવા દે. અનંતા ભવોમાં અનંતીવાર વિષયોને તો દેખ્યા છે. અહીં એ નવા શા.જેવાના હતા’? વળી Page #390 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ? | ૧૪૫ જે વિષયો (૧) અઢળક પાપસ્થાનકો સેવરાવે છે, (૨) પૂર્વના પુણ્યને ખત્મ કરે છે, (૩) વીતરાગને ભુલાવે છે, અને એમણે કરેલી ધર્મસાધનાને ભૂલાવે છે, શુભ ધ્યાનને આધું રખાવે છે, (૪) રાત દિન આર્તધ્યાન, ચિંતા, સંતાપ, અસમાધિ તથા બગડવા-નાશપામવાના ભય કરાવ્યા કરે છે, (૫) અને જે અંતે તો ખોવાઈ જ જવાના છે, ને તે પણ રોવરાવીને જશે, એવા વિષયમાં હુંફ અનુભવવી એ મહામૂઢતા છે, સરાસર મૂર્ખાઈ છે, બુદ્ધિના વિકાર છે. માટે હવે એ હુંફન અનુભવતાં ભડક અનુભવું. વિષયોને સુખકારક મિત્રવત્ નહિ, કિન્તુ ભયંકરતા સર્જનાર દુશમન દેખું.' - આમ વિડ્યોમાં ભડક અનુભવાય, તો વીતરાગમાં હુંફનો અનુભવ થાય, એક પતનમાંથી પતનની હારમાળા પેલા કૂલવાલક મુનિને વેશ્યાના હાથેથી સેવા મળી, તો વિષયોમાં મિઠાશનો સુખનો અનુભવ થયો. એ પડયા, અને વેશ્યામાં લીન બન્યા. તપમાં ને વીતરાગમાં હંફ લાગતી, તે હવે સેવા લેવામાં, વિષયોમાં, વેશ્યામાં હુંફ લાગવા માંડી ગબડયા નીચે, સાધુપણાનું લીલામ કરી નાખ્યું. દુનિયાની એક પણ ચીજની જોરદાર લાલસાલંપટતા જાગી તો જીવનો મામલો ખત્મ ! પછી પતન પર પતન ચાલું થઈ જાય છે. માટે ચેતતા રહેવા જેવું છે. કોણિક કેટલો નીચે ઊતરી ગયો છે ! શાના પર? એક હાર અને હાથી મેળવવા પર જ ને ? એટલે, જો જીવનમાં શુભધ્યાન ખૂબ સાચવવું સેવવું હોય તો દુન્યવી ચીજના આગ્રહ આવેશ ને લાલસા લંપટતા છોડો. ફૂલવાલક મુનિનું કેટલી હદે પતન?: કૂલવાલક મુનિને વેશ્યા હવે રાજા કોણિક પાસે લઈ આવી. રાજાએ સ્વાગત કર્યું, માનભેર બેસાડી પૂછે છે. “મહારાજ ! આ વિશાલા કેમ છતાતી નથી ? આપ કાંઈક ઉપાય બતાવો તો બહું ઉપકાર માનું.’ રાજાના આ પ્રશ્ન વખતે વેશ્યા સાથે છે એ એમાં ટેકો પૂરતી કહે છે ખરી વાત, આવા મોટા મહારાજા જયારે આપણને વિનંતિ કરે ત્યારે તો આપણે એ ધ્યાન પર લેવી જોઈએ !” મુનિને મન હવે વેશ્યા કોણ છે ? પ્રાણથી અધિક અને સુખનો ભંડાર; એટલે Page #391 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન એનું વચન જાણે બ્રહ્માનું વચન ! તે રાજાને કહે છે કે હું નગરીમાં જઈને તપાસ બસ ફૂલવાલક ઊપડયો નગરમાં તપાસ કરતા જોયું કે અહીં શ્રી મુનિસુવ્રતા ભગવાનનો સ્તૂપ એવા શુભ મુહુર્ત પ્રતિષ્ઠિત થયો છે કે એના પ્રભાવે નગરી બીજાથી લઈ શકાતી નથી,’ એણે એના પર એ સ્તૂપને ઊખેડી નાખવાનો વિચાર કર્યો. કોણિકને એના ખબર આપ્યા. કોણિક ખુશી થયો. વેશ્યાની આસકિતએ સમ્યકત્વનાશ : કેટલો ભયંકર વિચાર ? કુલવાલક એકવાર મુનિ હતો, અરિહંતનો ભક્ત હતો, તે આજે અરિહંતનો પ્રભાવશાળી સ્તૂપ તોડાવી નાખવા તૈયાર થઈ ગયો. કેમ વારું? વેશ્યોમાં આસક્ત થઈ ગયો હતો તેથી. ત્યારે આ જવાનું છે કે એક સ્થાને પતિત થયા પછી શતશ: વિનિપાત થાય છે, અહીં સ્તૂપનો નાશ ચિંતવવામાં સમત્વ કયાં ઊભું રહે ? વેશ્યાના સંપર્કમાં ચારિત્ર ગયું પણ સમ્યકત્વ જાય એવો વિચાર શા માટે આવે ? આપણને એમ લાગે કે એક ભૂલ કરી એક દોષ સેવ્યો એને બીજી ભૂલ કે દોષ સાથે શો સંબંધ ? પરંતુ ભૂલો વચ્ચે ન ધારેલી કડી જોડાઈ જાય છે. અહીં વેશ્યાથી પતન થયું એમાં પછી વેશ્યાની ઉપર એટલો બધો રાગ બંધાઈ ગયો કે પછી એ જે કહે તે માની લેવું છે. તો એમાં આવું સૂપનાશનું ઘોર કૃત્ય કરવાનું કહે તો એ પણ માન્યા કરી લેવું છે. પછી ત્યાં સમ્યકત્વ પાગ કયાંથી ટકે ? એક પતન પછી બીજા પતનની કેવી રીતે કહી જોડાઈ ગઈ ! સિંહગુફાવાસી મુનિ વેશ્યાને જોતાં જ પડ્યા. આમ તો માત્ર ઈર્ષ્યા અને અભિમાનમાં ચડયા હતા કે વેશ્યાને ત્યાં ચોમાસું કર્યાથી શું સ્થૂલભદ્રમુનિ દુષ્કરકારક? લાવ, એમ તો હું પણ એમ ચોમાસું કરી બતાવું!” પરંતુ આ એક પતનમાંથી બીજા એ પતનમાં પડ્યા કે ગુરુએ એમને વેશ્યાને ત્યાં ચોમાસુ કરવાની ના પાડી છતાં એ ઉપડયા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા અને ગુરુની આજ્ઞા અવગણી. પછી પતનના માર્ગે આગળ વધ્યા. વેશ્યાને ત્યાં જઈ એને જોતા જ મોહમૂઢ બન્યા. તો પછી હવે પોતાની નબળાઈ જાણીને પાછા ન આવતા રહે ? પણ ના, કામવાસના બિચારી સ્થૂલભદ્રજીથી હારી, એટલે જાણે વૈર વાળવા એણે આ મુનિ ઉપર જોરદાર હુમલો કર્યો ! પછી તો વેશ્યા આગળ મુનિએ ભોગની પ્રાર્થના કરી, પેલીએ નેપાળ દેશમાંથી રત્નકાંબળ લઈ આવવા કહ્યું તો એ લેવા માટે ચોમાસામાં ઉપડ્યા નેપાળ. ત્યાંના Page #392 -------------------------------------------------------------------------- ________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ? ] (૧૪૭) રાજા પાસેથી કાંબળ મેળવી. લઈને આવતાં ચોરો ઝૂંટવી ન લે એ માટે પોલા વાંસમાં છૂપાવીને ચાલ્યા. કેવા કેવાં પતન પર પતન થતાં જ ગયા ? ચોમાસામાં વિહાર, કિંમતી કાંબળનો પરિગ્રહ એ મળવા પર “ચાલો હવે વેશ્યાના ભોગ મળશે” એવી વિષ્યભોગની હોંશ, કાંબળ છુપાવીને લાવવાની માયા.. વગેરે વગેરે કેટલું ય ચાલ્યું. એ તો સારું થયું કે વેશ્યાએ રત્નકાંબળ ખાળમાં નાખી દઈ મુનિની આંખ ખોલી નાખી અને ગુરુ પાસે પાછા વાળ્યા. નહિતર તો વેશ્યા અનુકૂળ થતાં પૂરું પતન જ થઈ જાત. એક પતનમાંથી બીજા કેટલાં પતન ઊભાં થાય છે ! કુલવાલક જોષી બને છે :કુલવાલક ચાલ્યો છે પતનના માર્ગે. એણે હવે જોષીનો વેશ કર્યો અને વૈશાલીમાં જ્યોતિષ કહેતા ફરે છે. ત્યારે લોકોએ પૂછયું કે આ વૈશાલી પરનો કોણિકનો ઘેરો કેમ નથી ઉઠતો ?' કુલવાલક કહે છે, 'જયાં સુધી આ સૂપ છે ત્યાં સુધી ઘેરો નહિ ઉઠે. જો એને ઉખેડી નાખો તો તરત ઘેરો ઉઠી જશે. તમારે આનો પ્રયોગ કરવો હોય તો કરવા માંડો એટલે દેખાશે કે જેમ જેમ સૂપ ઊખેડાતો જશે તેમ તેમ દુશ્મનનું લશ્કર પાછુ હટતું હશે.' બસ, આટલે સુધીની ખાતરી આપી પછી લોકોના મન પર એ વાત બેસતાં શી વાર ? અને કૂલવાલકે કોણિક સાથે એવો સંકેત સાધી રાખ્યો કે “તૂપ વધુ ને વધુ ખોદાવાનાં જેમ જેમ સમાચાર મળે તેમ તેમ લશ્કરને વૈશાલીથી આઘે ને આઘે લઈ જવું.” થયું. અહીં લોકને વિશ્વાસ બેસવાથી સ્તૂપને ખોદી નાંખવાનું કામ શરૂ થયું. બીજી બાજુ કોણિકનું લશ્કર ગયું. એટલે લોકોને ખાતરી થઈ કે આ સ્તૂપ જ અપમંગળરૂપ હતો તેથી દુશ્મનનો લશ્કરી ઘેરો હતો. માટે હવે એને તદ્દન સાફ જ કરી નાખો.” વેશ્યામાં પતન પછી લોકોને સૂપના દ્રષી કરે છે. જોયું ? કૂલવાલક કેટલા ભયંકર પાપ વધારી રહ્યો છે ! એક તો પ્રપંચ લગાવ્યો, અને બીજું લોકોના દિલમાં સ્તૂપ પ્રત્યેની જે પવિત્ર ભાવના હતી તેનાથી બિલકુલ ઉલ્ટી જ ટ્રેષની ભાવના કરાવી. કોઈ એકની પણ ધર્મભાવના તોડવી એ કેટલું મોટું પાપ ? ત્યારે અહીં તો જનસમૂહની તોડી નાખી, ત્યાં પાપનો પાર રહ્યો ? એમાં વળી લોક મહાપવિત્ર જિનતૂપને હોંશ પૂર્વક તોડતા ગયા, એ તોડવાના ગોઝારા કૃત્યને કરાવવાનાં પાપે તો માઝા મૂકી. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનો એ સૂપ એટલે લાખો વરસથી એ પૂજાતો આવ્યો હશે, કેટલાય લાખો જીવોને ભવિષ્યમાં પણ બોધિબીજ, બોધિ સમ્યગ્દર્શન વગેરે પામવા અને પામેલાને શુદ્ધ કરવામાં એ Page #393 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ | ધ્યાન અને જીવન કારણભૂત, એને તોડાવી નાખવાના પાપની અવધિ રહે ? કોણિક પટ્ટરાણીના મોહમાં કેવા પાપી થયો? બસ, ફૂલવાલક મરીને નરકમાં ગયો, પરંતુ પછી અનંત સંસાર ભટકવાનું ઊભું કર્યું. કોણિકે સૂપ પૂરેપૂરો ખોદાઈ સાફ થઈ ગયાના સમાચાર મળતાં પાછા ફરી વૈશાલી પર છાપો માર્યો. કોણિકને આ નગરીનું ખેતર બનાવી ગધેડાથી ખેડી નખાવવી છે એટલે હલ્લો જોરદાર કર્યો. અહીં એને તો લોક-દયા છે જ કયાં ? પરંતુ સુજ્યેષ્ઠાના પુત્ર સત્યકી મહેશ્વરને દયા આવી. એણે પોતાની પાસેની વિશાળ વિધાના બળે લોકોને ત્યાંથી બચાવી લઈ બીજે મૂકી દીધા. કોગિકે વૈશાલી જીતવામાં મહેનત પડી એનું ખુનસ વૈશાલીને સાફ કરી નાખવામાં ઉતાર્યું. આ અને બીજા પાપોથી અંતે એ છઠ્ઠી નરકમાં ગયો. મૂળ શું? પટ્ટરાણીનો મોહ. એમાં મન બગાડી ચડયો લડાઈએ. એકવાર મન બગડયા પછી માણસ કેવો નીચે નીચે ઊતરતો જાય છે ? કેવા અધિક અધિક ખરાબ ધ્યાનમાં પડે છે અને ભયંકર દુષ્કૃત્યો આચરતો જાય છે ? મન બગડ્યા પછી જાણે કોઈ બચાવનાર બેલી જ ન મળે. કોણિકને અને કૂલવાલકને એવું જ બન્યું. કૂલવાલકે વેશ્યામાં મન-બગાડયા પછી હવે આગળ મન વધુ ને વધું બગાડતો ગયો, એમાં કોઈએ એને રોક્યો નહિ, ત્યારે જાતે અટકવાની તો ત્રેવડ જ કયાં છે ? એમ કોણિકે પટ્ટરાણીના મોહમાં અન્યાયથી સેચનક હાથી અને દિવ્ય હાર મેળવવા મનને બગાડયા પછી એ પણ વધુ ને વધુ મન બગાડતો ચાલ્યો. એણે યુદ્ધમાં પોતાના દશ બળવાન ભાઈઓ કાળ, મહાકાળ વગેરે એકેકને એકેક દિવસ આગેવાની આપેલી, પરંતુ ચેડા રાજાના અમોઘ બાણથી એ બધા ખત્મ થયેલા. ત્યારે કોણિક અઠ્ઠમ કરી સૌધર્મેન્દ્રને સાધ્યા, અને ચેડા રાજાને વશ કરી આપવા માગણી કરી. ઈંદ્ર ના પાડી કહ્યું “એ મહાન શ્રાવક છે, એના પ્રત્યે અમારાથી એવું થાય નહિ. પરંતુ તેને હારવા નહિ દઈએ.' જાઓ મન બગાડયા પછી કોઈ બેલી છે ? અહીં સમષ્ટિ ગણાય એવો ઈન્દ્ર આવે છે, એ પણ કોણિકને પાપથી પાછો વાળતા નથી.કોણ જાણે આમ પાછો કોણિક ભગવાનનો ભક્ત છે તે એના દાક્ષિણ્યમાં ઈંદ્ર તણાયો કે શું, તે એના પાપમાં સહાયક બની જાય છે ! || ૧૫ જિનદર્શને ચિંતન | ધર્મસાધના કરી તે મનને સુધારવા માટે કરો :વાત આ છે મન બગાડ્યા પછી બેલી મળવા મુશ્કેલ છે. માટે જાતે સમજીને Page #394 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શને ચિંતન (૧૪૯) જ મન બગડવા દેવું નહિ. મન સુધારવાનો ઉપાય પવિત્ર ધર્મસાધનાઓ છે. પરંતુ ઘણાની ફરિયાદ છે કે એમાં મન સ્થિર જ રહેતું નથી એટલે જ આ વિચારણા ચાલે છે કે બધીય ધર્મસાધના કરતાં આ ચોંટ રાખો કે ‘મારે આ સાધના મનને સુધારવા માટે સ્થિર કરવા માટે કરવાની છે. એટલે મને એવું બને છે ને ? એ જોયા કરું.’ ત્યારે જો મનને એમ થાય કે મનને પવિત્ર કરનારી ભાવનાઓ :(૧) દુનિયાદારીમાં તો મન બહુ અશુભ વિચારોમાં અને અશુભ ધ્યાનમાં જાય છે. એવા પાપી બન્યા રહેતા મનને પવિત્ર શી રીતે કરવાનું ? ત્યારે દુનિયાદારી તો જીવનભર રહેવાની. તો પછી ઠેઠ સુધી મન શું અપવિત્ર પાપી જ રાખવાનું? ના, રખાય નહિ; કેમકે ભવાંતરે એના ભયંકર દુ:ખદ પરિણામ છે. ત્યાં વારસો આ અપવિત્ર પાપી મનનો, અને તેથી તો પ્રવૃત્તિ બધી પાપિષ્ટ જ ચાલે. ત્યારે ભાવી ભાવો માટે આ એક ભયંકર વારસો બની જાય ! એ કયાં લઈ ચાલું ? માટે મનને પવિત્ર શુભ ધ્યાનવાળું રાખવા શુભ પ્રવૃત્તિમાં રહું.' (૨) વળી અહીં મન પાપી અપવિત્ર રહ્યા કરવાથી આત્મા પર અશુભ કમોના ગંજના ગંજ ખડકાયા કરે, એનાં ફળમાં દારુણ દુ:ખ કયાં વેઠયા કરું? માટે એ અટકાવવા મનને પવિત્ર રાખું, ને એ શુભ પ્રવૃત્તિથી રહે.' , (૩) ત્યારે મોટી વાત આ, કે મન પવિત્ર કરવા માટે ને ભાવ શુભ કેળવવા માટે તો મનુષ્ય ભવ જ અનન્ય સાધન છે. એટલે આ ભવને જો એ કાર્ય કર્યા વિના એળે કાઢે, તો પછી ફરી આવો માનવભવ કયાં મળવનો ? અને મન પવિત્ર કરવાનું કાર્ય કયાં થવાનું? મન અપવિત્ર રાખીને તો હલકા તિર્યંચના ભવોમાં તે ઠેઠ એકેન્દ્રિય સુધીના ભાવોમાં ઊતરી જવાનું થાય. પછી ઊંચે કયારે અવાય? એટલે માનવભવ મનને પવિત્ર કરવા માટેની જ Refinery છે, સંશોધનશાળા છે. ‘એમાં એ જ કામ કરવાનું હોય; અને એ મને પવિત્ર કરવા માટે શુભ ધ્યાન કેળવવું પડે, એ કાંઈ દુનિયાદારી ચલાવવામાં ન થાય.' -આમ જો વારંવાર વિચારવામાં આવે તો મનને પવિત્ર બનાવવાની એક ભૂખ ઊભી થાય. એ ભૂખ પણ જોરદાર ભૂખ બને તો પછી એના માટે ખોજ રહે કે ‘કયાં કયાં મનને પવિત્ર રાખ્યા કરું ?' ત્યાં દેખાય કે, દુનિયાદારીની પ્રવૃત્તિમાં તો મન આરંભ-પરિગ્રહ, વિષયો-વિલાસો, અને મદ-માનાકાંક્ષાદિમાં રમ્યા કરે છે, ત્યાં પવિત્રતા ક્યાં ? “એમાં તો મન અપવિત્ર જ રહ્યા કરે. માટે શુભ ધર્મક્રિયા, ધર્મ-બોલ, ધર્મઆચાર જે સેવ્યા કરું તો મનને એમાં સહેલાઈથી શુભ ધ્યાનમાં રમતું રાખી શકાય, અને એથી Page #395 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૫૦ મન પવિત્ર બન્યા કરે. બસ, બધી ય તન-મન-ધન તથા વચન અને ઈન્દ્રિયોથી ધર્મપ્રવૃત્તિ કરું તે શુભ ધ્યાન માટે, મન પવિત્ર રાખવા માટે, મન સુધારવા માટે. આ ધગશ જો જાગી જાય, તો દરેક દરેક ધર્મપ્રવૃત્તિ કરતાં કરતાં આ ચોંટ રહેશે કે આમાં મન શુભ ધ્યાનમાં રહે છે ને ? કોઈ અશુભ ધ્યાન ઘુસી નથી જતું ને? વાત આ છે કે ધર્મપ્રવૃત્તિ શુભ ધ્યાનના ઉદ્દેશથી થવી જોઈએ. ‘આ ધર્મપ્રવૃત્તિ કરતાં કરતાં મારે મનને શુભ ધ્યાનમાં રાખવું છે,’- એ ઉદ્દેશ, એ ચોંટ એ તકેદારી જોઈએ. પછી એ ચોંટથી ધર્મપ્રવૃત્તિ શરું કરી એટલે એમાં સાવધાની રહેશે કે મન એ પ્રવૃત્તિના જ ધ્યાનમાં છે ને ? નાની દેવદર્શનની ક્રિયા વખતે પણ આ ચોંટ રાખી એટલે પછી ત્યાં મન બીજા-ત્રીજા વિચારમાં નહિ જાય, કોઈ કષાયમાં નહિ જાય, કે ડાફોળિયા નહિ મરાય, યા મન સુસ્ત નહિ બને. ભય છે કે ‘રખે ને શુભ ધ્યાન ગુમાવાય તો ?' એટલે દર્શન કરતાં કરતાં મનને બરાબર પરમાત્માનાં સ્વરૂપમાં, જીવનમાં, ગુણોમાં, અને ઉપકારમાં લગાવાશે. ત્યાં મનને એમ થશે કે, પ્રભુદર્શનને શુભ ધ્યાન શું કરવું ? ‘પ્રભુ ! તમારું જીવન કેટલું બધું આદર્શ અને અદ્ભૂત ! ઠેઠ બાળપણથી વૈરાગ્યે ઝળકતું ! માતા પિતા વગેરે તમારા પર અથાગ રાગ વરસાવે છે, પરંતુ તમને એમના ઉપર કોઈ આસક્તિ નથી કોઈ રાગ નથી. કેવો જવલંત વૈરાગ્ય ! ત્યારે તમારું જીવન કેટલું ઉમદા, કે રાજકુળમાં વૈભવવિષયો તો ઊંચી કોટિના છે જ, એમાં વળી દેવતાઓ તમારા હિસાબે ઘરમાં કરોડો રત્ન-મોતી-સોનૈયાના વરસાદ વરસાવે છે. છતાં તમને એનું જરાય ગુમાન નથી, એના પર લેશમાત્ર રાગ-આકર્ષણ મમત્વ નથી ! જીવન કેવું ઉમદા ? ત્યારે, વાહ પ્રભુ ! કેવું પરાક્રમી તમારું જીવન કે સુકોમળ અને સમૃદ્ધિ-સન્માનભર્યા શરીરે પણ કઠોર સંયમ અને ભીષ્મ ત્યાગ-તપસ્યા આદરવાનું તથા ઘોર ઉપસર્ગપરિસહોને સહવાનું કર્યું ! કેવું પરાક્રમ ! પ્રભુ ! તમારું કેવું દિવ્ય જીવન, કે કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય બન્યા, શિવસુંદરી સાથે સગાઈ થઈ જઈ વિવાહ-લગ્ન નક્કી થઈ ગયા, છતાં આપ પાછા ઘરે ન જઈ બેઠા; પણ પૃથ્વીતલ ઉપર પગે ચાલીને ચારિત્રજીવનથી વિચર્યા ! આમ, કેટલું બધું ઊંચું ધન્ય જીવન તમારું ! ‘ત્યારે હે નાથ ! તમારા અનંત ગુણોને હું તો શું, કિંતુ મોટા કેવળજ્ઞાની પણ ન ગાઈ શકે. એ એકેક ગુણ કેવો ઊંચો ! વૈરાગ્ય-અનાસક્તિ-અમમત્વ અજોડ કોટિના! ગંભીરતા કેવી ઊંચી કે સ્વયંભૂરમણસમુદ્રને ટપી જાય એવી ! ઘરમાં રહ્યા પણ Page #396 -------------------------------------------------------------------------- ________________ જિનદર્શને ચિંતન ૧૫૧ અવધિજ્ઞાનથી બીજાના પૂર્વ ભવ અને અહીંના ખાનગી માયા-પ્રપંચ જાણી શકો છો, છતાં સાગરવર-ગંભીર આપ એ કશી જાણકારી બહાર દેખાડતા નથી ! ત્યારે, આપનો કરુણાગુણ કેટલો બધો ભવ્ય, કે આપના પર ઘોર ઉપસર્ગઉપદ્રવ વરસાવી જાય એના માટે પણ દયા ચિંતવો છો કે ‘આ બિચારાનું શું થશે!’ મારા નાથ ! આપનો વિનય-ગુણ કેટલો અદ્ભુત ! કે જન્મથી આપ અવધિજ્ઞાની અને ઈંદ્રપૂજ્ય છતાં માતાપિતા મોટાભાઈની આગળ આપની ગજબ નમ્રતા ભારે અદબ આમન્યાનું પાલન ! આની સામે અમારી કેવી રાંકડી અભિમાન-ઉદ્દતાઈની સ્થિતિ ! અમારામાં જ્ઞાનનાં કે માન મળવાનાં કોઈ ઠેકાણાં નહિ, છતાં અકડાઈ-અતડાઈનો પાર નહિ ! પ્રભુ ! મારે કયાં ઊભા રહેવાનું ? આપ મહાજ્ઞાનીની અજ્ઞાન મા-બાપ પ્રત્યે પણ નમ્રતા ! અને અજ્ઞાની અમારી મહાજ્ઞાની ગુરુ પ્રત્યે પણ ઘમંડિતા ! ત્યારે, નાથ ! આપનામાં મૈત્રી આદિ કેવા અનુપમ ! પ્રભુ ! આપના ગુણના શા ગુણ ગાઉં ? આપનામાં જીવો પ્રત્યે અ-મૈત્રી, ઈર્ષ્યા, દુર્ભાવ-તિરસ્કારનું નામનિશાન નહિ; ભય કાયરતા નિ:સત્ત્વતા કે અસહિષ્ણુતાક્ષુદ્રતાનું નામનિશાન નહિ; કિન્તુ આપનામાં મહામૈત્રી, મહા ગુણાનુરાગ, સદ્ભાવ, મહાસત્ત્વ, મહાસહિષ્ણુતા, મહાઉદારતા...વગેરે ગુણો અનન્ય, અદ્ભુત અને અપરંપાર ! આપનો સહનવૃત્તિનો ગુણ કેટલો ગજબ કે સાધના કાળમાં એકલા અટુલા વિચરતાં, અનાડી યા કષ્ટમય પ્રદેશમાં પણ પ્રસન્ન ચિત્તે વિચર્યા, જેથી સહન કરવાનું ખૂબ મળે ! અને એવું ઘોર સહન કરવા વખતે પણ આપની કેવી અચિંત્ય ક્ષમાકરૂણા ! તથા તત્ત્વચિંતન અને શુભધ્યાનનો ઉપયોગ કેટલો અજબ ! પ્રભુ ! આપની આગળ અમે કયાં ઊભીએ ? કશું ખાસ સહન કરવાનું અમે રાખતા નથી, છતાં મન શુભ ભાવમાં નહિ ! ત્યારે, નાથ ! તમારા ઉપકારની અવિધ નથી. જગતને અનન્ય અને ત્રિકાલાબાધ્ય ટંકશાળી મોક્ષમાર્ગ અને તત્ત્વજ્ઞાન આપો છો ! એવા સૂક્ષ્મ પણ જીવોની ઓળખ આપો છો કે એથી એ અનંત જીવો પ્રત્યે ભવ્યાત્માઓ દયા પાળે છે. પ્રભુ ! કેટલો ગજબ ઉપકાર કે આપ જીવોને સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આપી એની અનંત ભવપરંપરા છેદી નાખો છો! ધ્યાનાદિ એ અરિહંતનો જ ઉપકાર છે : હૈ અરિહંત નાથ ! મોક્ષમાં જઈ બેઠા છતાં તમારો ઉપકાર ચાલું છે. ભક્તો (૧) આપની મૂર્તિનું, (૨) આપની વાણીનું, અને (૩) આપના જીવનનું આલંબન લઈ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધ્યાન અને જીવન અચિંત્ય અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અહીં ભક્તો જે આપનું દર્શન, આપનાં ગુણગાન, આપનું સ્મરણ, આપનું ધ્યાન, આપની ભક્તિ,...વગેરે વગેરે જે કરે છે, એમાં પ્રધાનતા દર્શનાદિની કરતાં આપની છે. ધ્યાન વગેરે તો કરે, પણ જે બીજાનું કરે તે ફળ ફાસકુસિયું; જયારે ધ્યાનાદિ આપનું કરે તો અચિંત્ય ફળનો લાભ થાય છે. અર્થાત્ ધ્યાનાદિ ક્રિયા તો બંને ઠેકાણે સરખી છે, છતાં ફળમાં એટલો મોટો તફાવત આલંબનના ફરકને લીધે પડે છે. તેથી પ્રધાનતા આલંબનની છે. તો પ્રભુ ! તું એ મારા માટે વિશ્વશ્રેષ્ઠ આલંબન બની મહાલાભ કરાવે છે, એ તારો કેટલો બધો અનન્ય ઉપકાર ! આમ પ્રભુ ! તારા ઉપકારોની પણ અવિધ નથી. આપનું સ્વરૂપ નિર્મળ સ્ફટિક જેવું, નિર્વિકાર, અનંત જ્ઞાનમય છે...' શુભ ચિંતનના ૪ લાભ : આ રીતે પ્રભુદર્શનની ક્રિયામાં જે ચિંતવના રખાય તો; ત્યાં મન સુસ્ત ન બને, બીજા-ત્રીજા વિચારો ન કરે; પણ સારા ધ્યાનમાં પકડાય. એમ દરેક ક્રિયામાં લક્ષ આ જોઈએ કે ‘આથી મારે મનને સારા ધ્યાનમાં રાખવું છે,' તો એ હેતુ સિદ્ધ કરવા માટે (૧) ક્રિયાનું રહસ્ય ચિંતવાય, (૨) સ્વરૂપ વિચારાય, (૩) ક્રિયામાં સૂત્ર બોલવાના હોય તો સૂત્રના પદ પદ લક્ષમાં લેવાય. ને (૪) એનો અર્થ-ભાવાર્થ વિચારાય. ક્રિયાનો ઉદ્દેશ જ આ રાખ્યો કે ‘આ કરીને મનને સારા ધ્યાનમાં રાખવું છે;’ તો સહેજે એનો પ્રયત્ન રહેવાનો, સારૂં ચિંતવન રહેવાનું. તેથી (૧) મન પવિત્ર બનતું જવાનું અને (૨) શુભ પુણ્ય તથા શુભ સંસ્કારનો સંચય થવાનો તથા (૩) વિપુલ કર્મક્ષયનો લાભ મળવાનો (૪) તેમ ધ્યાનધારા લાગવાની. ધ્યાનથી સર્વ કર્મક્ષય થાય છે. ભૂલતા નહિ ‘શુભ ધ્યાનથી સારું સંસ્કરણ થાય અને શુભ કર્મનો બંધ થાય તેમજ વિપુલ પાપક્ષયનો પણ લાભ મળે' -આવી વાત આવે ત્યારે આ શુભધ્યાન એટલે માત્ર ખૂણામાં એકાંતમાં બેસીને કોઈ ‘ૐ’ ‘અર્હ’ વગેરેનું ધ્યાન ધરાય એ જ ધ્યાન, એમ સમજતા નહિ; કિન્તુ કોઈ પણ શુભ પ્રવૃત્તિમાં મન નિરાશંસ ભાવે વિશુદ્ધ ભાવનાથી તન્મય થાય એ બધું અહીં શુભ ધ્યાન તરીકે સમજવાનું છે. મનને થશે કે ‘તો શું આના આટલા ઊંચા લાભ ? હા, આના એવા ઊંચા લાભ કે જે આપણી કલ્પનામાં ન આવે. ૧૬ : શુદ્ધક્રિયા કેમ થાય ? કુમારપાળની પૂર્વ ભવે પુષ્પ પૂજા કેવી ? : કુમારપાળ રાજાના જીવે પૂર્વ ભવમાં માત્ર પાંચ કોડીથી લ ખરીદી ભગવાનની Page #398 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિક્રિયા કેમ થાય? (૧૫૩ પુષ્પપૂજા કરી, એટલાથી બીજા ભવે ૧૮ દેશનાં સામ્રાજ્ય જેટલો મોટો વૈભવ, સત્તા, સન્માન વગેરે મળવાનું પુણ્ય શી રીતે ઊભું થયું ? કહો, એ શુભ ક્રિયામાં મને કોઈ પણ જાતના ફળની આશંસા વિના ઊછળતી વિશુદ્ધ ભાવનાથી તન્મય થઈ ગયું, અર્થાત પ્રબળ શુભ ધ્યાનમાં લાગી ગયું હતું એથી એવાં ઊચાં પુણ્ય, સાથે કોઈ પાપનાં ક્ષય અને જબરદસ્ત શુભ સંસ્કરણ થયું. આ પૂજામાં જો મન બીજે રખડતું હોત, અગર આમાં ઊછળતી વિશુદ્ધ ભાવનાથી તન્મય ન હોત, તો કાંઈ આવા ઊંચા ફળ નીપજત નહિ. આ રીતે તો તમે ય કયાં કમીના રાખો એમ છો ? પાંચ શું, પાંચસો કોડીના ફૂલ ચડાવી દો એમ છો. અરે ચડાવ્યા ય હશે. તો તેથી શું એ હિસાબનાં તમને ફળના ઢગલા મળશે ? ‘ભગવાન ભગવાન” કરો. એમ કાંઈ રખડતાં ચિત્તે કે મુડદાલ ચિત્તે એવાં ફળ મળે કરે નહિ. આ બતાવે છે કે કોઈ પણ ધર્મપ્રવૃત્તિમાં ઊછળતી વિશુદ્ધ ભાવનાથી મન તન્મય થાય, અર્થાત્ ધ્યાનસ્થ બને એનાં અકથ્ય અચિંત્ય ઊંચા ફળ મળે છે. પુષ્પપૂજાનાં ધ્યાનથી કયાં ફળનાં કેવા પરિણામ ? રાજા કુમારપાળના જીવને એવાં પુષ્પપૂજામાંના ઊંચા ધ્યાનનાં જે ફળ નીપજયાં એના પરિણામ કેવાં આવ્યાં એ જુઓ. (૧) પુણ્યોનો થાક ઉપાયો એથી ૧૮ દેશનું સામ્રાજ્ય, એટલો ઊંચો વૈભવ, કોડો કે અન્નેનું ધન, સુંદર શરીર, મહા સત્તાધીશતા, મહાન સન્માન-યશ-સૌભાગ્ય વગેરે વગેરે કેટલું ય મળ્યું. ત્યારે, (૨) જે પાપક્ષય થાય, એથી સંસારનો તીવ્ર રાગ, વિષયોની આંધળી આસક્તિ, મહા મિથ્યાત્વ, ક્ષુદ્રતા નિર્દયતા પાપની પ્રચંડ પ્રીતી વગેરે કરાવનારા કેઈ પાપો નટ થઈ ગયાં. આની સામે બીજા પાપ જાઓ કે સિદ્ધરાજના ભયથી જીવ બચાવવા વષ સુધી રખડતા અને ચિંથરેહાલ રહેવું પડ્યું, એ પાપોદય આ સંસારનો તીવ્ર રાગ વગેરે કરાવનાર પાયોદયની સામે શી વિસાતમાં છે? એટલે એવા ભટકાવનારા પાપોદયને મહત્ત્વ આપતા નહિ. મહત્વ તો જે મહા મિથ્યાત્વાદિ કરાવનારાં પાપો ગણાય એવું છે, પરંતુ એ તો સાફ થઈ ગયા. તેથી જ આત્મિક મહા ઉન્નતિને જગા મળી. નહિતર તો સંસારરંગ, મહામિથ્યાત્વ, અંધ વિષયાસકિત વગેરે કરાવનારા પાપ ઊભા હોય પછી ગુરુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા ભલે ને મળે, તેમજ કાન પર જિનવાણીના ધોધ ભલે ને વરસે,એનું એવું સારું ફળ ન આવે. એ તો એ પાપક્ષય પહેલાં કરો, પછી જ સારું પામવાની આશા રાખો. એ પાપોનો ક્ષય ચિત્તને શુભ ધ્યાનમાં રાખવાથી થાય. હવે, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધ્યાન અને જીવન (૩) શુભ સંસ્કરણના લાભની વાતમાં કુમારપાળને પૂર્વ ભવે પુષ્પ પૂજામાંનાં શુભ ધ્યાનથી ત્રીજો લાભ શુભ સંસ્કરણનો થયો. એનું પિરણામ વળી કેવું સુંદર આવ્યું એ જુઓ. પુણ્યયોગે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મળી ગયા. કુમારપાળ જન્મે જૈન નહોતા, પરંતુ આચાર્ય મહારાજ પાસેથી વીતરાગ અરિહંત પરમાત્મા, નિર્રન્થ મુનિ અને જૈન ધર્મનું સ્વરૂપ સાંભળવા મળ્યું તો તે પૂર્વના સુસંસ્કારના યોગે ઝટ ગળે ઊતરી ગયું. એવું ઊતરી ગયું કે ૧૮ દેશના સામ્રાજ્યની સંપત્તિ એમજ ઊભી રહી અને જૈનધર્મનો ચોળમજીઠ રંગ લાગી ગયો, અને શક્ય અમલ ચાલું થઈ ગયો. શ્રવણ ગળે ઊતર્યું શાને કહેવાય ? : સાંભળેલું આ ગળે ઊતરવું સહેલું નથી; અંતરને પૂછી જો જો કે આપણને પણ આ સાંભળવા ક્યાં ઓછું મળે છે ? છતાં કેટલું ગળે ઊતરી અસ્થિમજ્જા ચોંટી જાય છે ? અહીં તો કુમારપાળને પૂર્વભવની પૂજામાંના પ્રબળ ધ્યાનથી એવું શુભ સંસ્કરણ થઈ ગયું છે કે એ સંસ્કારના યોગે અહીં સાંભળવા મળેલા શુદ્ધ ધર્મ માટે એમ લાગે છે કે ‘બરાબર આ વ્યાજબી છે. દેવ-ગુરુ-ધર્મ આવા જ હોય; અને એ જો મહાદુર્લભ વસ્તુ અહીં મળે છે તો એને શા માટે જતી કરવી ? આ તો એટલી બધી ઊંચી ચીજ છે કે આની આગળ દુન્યવી કોઈ ચીજ, કોઈ સુખ, કોઈ સન્માન કિંમતી નથી. લેશ પણ મહત્વનાં નથી.’ ' શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ગળે ઊતરવા એટલે એની આગળ કોઈ જ દુન્યવી સુખસગવડ-સામગ્રી-સન્માન લેશ પણ મહત્વનાં ન લાગે, કશીજ કિંમતના ન લાગે. બોલો, તમને આ રીતે દેવ-ગુરુ-ધર્મ હૈયે ચોટી ગયા છે ? એજ મહત્વના, અને દુનિયાના પદાર્થ માલ વિનાના, એવું લાગે ખરું ? હૈયે ચોંટયાની આ પરીક્ષા છે. તપાસી જોજો. એવું ન દેખાય તો હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ ચોંટાડવા માટે આ ઉપાય છે કે દુનિયાને માલ વિનાની લેખો. પૈસા-ટકા, મેવા-પકવાન્ન, સારું રૂપ સ્પર્શ, કામિની-કુટુંબ વગેરેનું કશું મહત્વ નથી એમ દિલને ઠસાવો. એ બધું મરણ પછી આપણું નથી તેમજ પરલોકમાં સારું સ્થાન નક્કી કરી આપતું નથી, ને ઊલટું દુર્ગતિમાં ઉતારનારું છે. તો પછી એનું મહત્ત્વ શું લેખાય ? મહારાજા કુમારપાળને ધર્મ મળ્યા પછી દુનિયા કોડીની લાગી ગઈ હતી, તેથી દેવ-ગુરુ-ધર્મ હૈયામાં તાણે વાગે વણાઈ ગયા હતા. તેથીજ એમના જીવનની ધર્મની વાતો અલૌકિક જેવી જાણવા મળે છે ! અઢાર દેશનો સમ્રાટ પોતાના ૧૧ લાખ ઘોડાને પણ ગળેલું જ પાણી પીવરાવવાની કાળજી રાખે ! લડાઈ લડવા જવું છે એ વખતે યુદ્ધના ઘોડે બેસતાં પહેલાં બેસવામાં કોઈ જીવજંતુ ન મરે એ માટે પૂજગીથી Page #400 -------------------------------------------------------------------------- ________________ શસ્ક્રિક્રિયા કેમ થાય? (૧૫૫) પલાણ પૂજે ! “ચોમાસાના ચાર માસ બ્રહ્મચર્ય, નિત્ય એકાસણાં, પાંચ વિગઈત્યાગ, પાટણ બહાર તો નહિ પણ પાટણમાંય જીવરક્ષાર્થે ઘર દેરાસર અને ઉપાશ્રય સિવાય પ્રાય: કયાંય ફરવું નહિ.” આવો આવો ધર્મ કરે ! કુમારપાળે એવો ઉચ્ચ કોટિનો ધર્મ કયોં, આખા રાજ્યમાંથી જુગાર શિકાર માંસાહાર દારૂ ચોરી પરસ્ત્રી અને વેશ્યાગમન એ સાત વ્યસન દૂર કરાવી દીધાં ! ને એમાં ભલે લાખોના ખર્ચ કરીને પાણ પ્રજાને ઘોર પાપોથી બચાવી... આ બધું શી રીતે બન્યું ? દેવ-ગુરુ-ધર્મ હૈયે ચોંટી ગયા હતા અને એ માટે દુન્યવી સુખસામગ્રીને કોડીનાં લેખ્યા હતાં એટલે એ બન્યું. આ બનવાની પાછળ મૂળ કારણ કોણ ? પૂર્વ જન્મે પાંચ કોડીના પુષ્પથી કરેલી જિનેન્દ્રપૂજામાં મનથી ઊછળતા ભાવોલ્લાસવાળું તન્મય ધ્યાન રહ્યું હતું એનો એ પ્રતાપ હતો કે એથી ઊભા થયેલા સુસંસ્કરાણે અહીં ધર્મ શ્રદ્ધા અને ધર્મસાધન અવ્વલ કોટિનાં બનાવ્યા. ત્યારે કહો, શુભ ક્રિયામાં એવું શુભ ધ્યાન શું કામ કરે છે? આ અથાગ પુણ્યોપાર્જન, અઢળક પાપક્ષય અને જબરદસ્ત શુભ સંસ્કરાણ. શ્રાવક કે સાધુ ધર્મના શુભ આચાર અને શુભ ક્રિયાઓની બેપરવાઈ કરી એકાંતમાં ખૂણે બેસી કે એવું કોઈ ધ્યાન કરે એનાં આવાં ઊંચા ફળ આવ્યાના દાખલા ઓછા જાણવા મળશે. ત્યારે શુભ ક્રિયા વખતનાં શુભ ધ્યાનનાં ઊંચા ફળના દાખલા બહું જાણવા મળશે. જુઓ, દાનધર્મમાં શાલિભદ્રના જીવ પૂર્વ ભવે કરેલ ખીરનાં દાન વખતે જે ઊછળતી વિશુદ્ધ ભાવના સાથે ગુરુ ને દાન ધર્મમાં તન્મયતા સાધી અર્થાત્ એમાં એકતાન ધ્યાન કર્યું તો કેટલું ઊંચું ફળ આવ્યું ? દાન કર્યા પછી પણ મય ત્યાં સુધી ‘અહો કેવા ગુરુ ! કેવું દાન !' એમ અનુમોદનાનું જ ધ્યાન રાખેલું, એટલે ક્રિયાના વિષયમાં તન્મય મન એ જ ધ્યાન. એથી મહાલાભ ! આને બદલે મુનિને જતા કરી ખીર પોતે જ ખાઈ ગયો હોત ને કે ધ્યાન કર્યું હોત તો શું પામત? શીલ યાને વ્રત નિયમના ધર્મમાં વંકચૂળ ચોર જેવાએ નિયમ-પાલનમાં જે તન્મયતા યાને શુભ ધ્યાન રાખ્યું, એનું ફલ કેટલું ઊંચું આવ્યું ? એ, બારમાં દેવલોકે જઈ અવતર્યો ! દયાધર્મમાં મેઘકુમારના જીવ હાથીએ જે સસલાની દયા કરવામાં તન્મય મન રાખ્યું એનાં ફળમાં મેઘકુમારનો અવતાર અને રાજઋદ્ધિ છોડી ચારિત્ર-ગ્રહણ મળ્યાં. બધે શુભ ક્રિયામાં વિશુદ્ધ ભાવોલ્લાસથી મનની તન્મયતાં યાને શુભ ધ્યાન રહેવું જોઈએ. Page #401 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૫૬ તપ ધર્મમાં એજ શાલિભદ્ર સંયમ લઈ સંયમ-તપ-સ્વાધ્યાયમાં એકતાન ધ્યાનવાળા બન્યા, તો એના ઉચ્ચ ફળ તરીકે અનુત્તર વિમાનમાં અવતાર પામ્યા ! અરે ! સ્થૂલભદ્રનો ભાઈ શ્રીયક માત્ર એક ઉપવાસનાં તપમાં આયુષ્ય પૂર્ણ થતાં નીરતરતાં શુભ ધ્યાનવાળા બન્યા રહ્યા,તો સ્વર્ગમાં ગયા ! ક્રિયામાં નિરાસ વિશુદ્ધ તન્મયતાથી ઉચ્ચ આત્મદશા : ભરત મોટા ચક્રવર્તી અને બાહુબળજી મોટા બળવાળા કેવી રીતે બન્યા ? એમાં ય વળી એકને આરિસાભવનમાં અને બીજાને યુદ્ધભૂમિ પર કેવળજ્ઞાન મળવા જોગી ઉત્તમ આત્મદશા કેમ બની આવી ? પૂર્વ જીવનની કઈ સાધના પર ? કયા શુભ ધ્યાન પર ? શાસ્ત્રે કહ્યું છે કે ૫૦૦ મુનિઓની ભક્તિ વૈયાવચ્ચમાં ચિત્તની તન્મયતા કરેલી એના પર એ સમૃદ્ધિ, એ બળ, અને એમાં ય વિશેષ તો એ ઉચ્ચ આત્મદશા મળી. એટલે આ આવ્યું કે (૧) મન વિનાની ભક્તિ-વૈયાવચ્ચથી કોઈ એવું ઊંચું ફળ મળે નહિ. તેમ, (૨) મન હોય છતાં કોઈ પૌદ્ગલિક ફળની આશંસાવાળી ભક્તિ-વૈયાવચ્ચેથી કોઈ એવી ઉચ્ચ આત્મદશા ન મળે. (૩) સુસ્ત મન, સામાન્ય મન રાખ્યું હોય તો ય તે એવું ઊંચું ફળ મળે નહિ. એ તો એ મહાન આત્માઓએ ભક્તિ વૈયાવચ્ચની ક્રિયામાં બહું ઊંચા ઊછળતા ભાવવાળું તન્મય મન રાખેલું તેથી એટલું ઉચ્ચ ફળ અને ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત થઈ. કહેવાનું તાત્પર્ય આ છે,કે મન વિનાની યા પૌદ્ગલિક ફળની આશંસાવાળી અથવા સુસ્ત એકલી ક્રિયાથી ઊંચું ફલ નહિ. કિન્તુ ક્રિયામાં એને અનુરૂપ ઉચ્ચ ભાવોલ્લાસ, ઉચ્ચ લેશ્યા, અને ઉચ્ચ પ્રણિધાન યાને મનની તન્મયતા રખાય એવી જે ધ્યાનદશા, એથી એટલાં ફળ અને ઊંચી આત્મદશા પ્રાપ્ત થાય. ભરત અને બાહુબળનાં જીવે પૂર્વભવે આ કરેલું,પણ આને બાજુએ મૂકી ગૂફામાં જઈ કાંઈ ધ્યાન લગાવીને બેઠેલા નહિ. ધ્યાન આ હતું કે આ ભક્તિ-વૈયાવચ્ચની સાધનામાં ભારે વિશુદ્ધ ભાવોલ્લાસવાળું તન્મય મન રાખેલું એ જ ધ્યાન, એથી જ એવી ઉચ્ચ આત્મદશા મળી. આ ઉપરથી શીખી લેવા જેવું છે કે ભગવાને કહેલ શ્રાવક અને સાધુ જીવન માટેના સુંદર આચાર તથા અનુષ્ઠાનની આરાધના કરતા રહેવું; માત્ર એમાં આવી ઊંચી મનની તન્મય સ્થિતિ લાવવી. ક્રિયા-આચાર વિના એકલા ધ્યાનને પકડવા જતાં ઠગાવાનું થાય. ખરું કેળવવા જેવું આ ક્રિયામાં શુભ ધ્યાન છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિક્રિયા કેમ થાય ? ૧૫૭ નાની પ્રભુ-દર્શનની ક્રિયા કરતા હોઈએ કે મોટી બીજી ધર્મક્રિયા કરતા હોઈએ પણ એમાં મન કેવું લાગેલું હોય ? દરેક ધર્મ-ક્રિયામાં ઊંચા સંવેગ-વૈરાગ્ય સાથે પરમાત્મ ભક્તિના ઊછળત ભાવોલ્લાસ અને ઊંચી ધર્મ-લેશ્યા સાથે તન્મય મન બનેલું હોય.મનની આવી કેળવણી કરવા જેવી છે કે એ બધી ય ક્રિયા-આરાધના-સાધનામાં આ રીતે મન લાગેલું હોય. એનાથી આ ભવે, નહિતર આગામી ભવે અચિંત્ય ઊંચી આત્મદશા પ્રાપ્ત થાય. મનનો રખડપાટ કેમ અટકે ? : જયારે ક્રિયામાં આવી ઊંચી માનસિક તન્મયતા જરૂરી છે, તો સવાલ થાય કે રખડતા મને એ લાવવી કેવી રીતે ? એનો જવાબ આ જ છે કે ક્રિયાને આવું તન્મય મન બનાવવા માટે જ આરાધવી. જીવને જાગ્રત્ રાખવો કે ‘હું આ ક્રિયા કેમ કરું છું ? મનને તન્મય બનાવવા માટે. તો લાવ એમાં મન તન્મય રાખું.’ આ ઉદ્દેશ નક્કી કરીને પછી વારે વારે એ નજર સામે લાવવાથી મનનો રખડપાટ ઓછો કરી શકાય, તન્મયતા વધારી શકાય. ઊંચા ભાવોલ્લાસ જગાવી શકાય. મનને એમ રહ્યા કરવું જોઈએ કે ‘મારે આ જીવનમાં શું કમાઈ જવા જેવું છે ? સારું મન, સારું ધ્યાન, બસ એ માટે જ બધી ય સાધના કરું.સાધના કરતાં કરતાં એવા ઊછળતા વિશુદ્ધ ભાવોલ્લાસ સાથે મન તન્મય રહે એ જોયા કરું. બીજા ફળની ચિંતા નથી. આવું મન આવું ધ્યાન બન્યું રહે એ જ મારે મહાન ફળ છે. એથી જ જીવની મુક્તિ નિશ્ચિંત થઈ જવાની.’ વલ્કલચીરીને ભાંડાની પડિલેહણમાં મન લાગ્યુ તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, નાગકેતુને પુષ્પ પૂજામાં એવી તન્મયતા થવાથી કૈવલ્ય પ્રાપ્ત થયું. ધર્મરુચિ અણગાર જીવસંહારક કડવી તુંબડી જાતે જ ખાઈ જઈ જીવદયામાં મન પરોવ્યું તો અનુત્તર વિમાને જઈ અવતર્યા. શાસ્ત્ર કહે છે કે, દરેક ધર્મપ્રવૃત્તિ-ધર્મક્રિયા જો મનના એકાગ્ર ઉપયોગથી થાય તો એ ધ્યાનમય બને છે. કેમકે એકાગ્ર ચિંતન એ ધ્યાન છે. એટલે જ સાધુ એક તો જ્ઞાનમાં અર્થાત્ સ્વાધ્યાયમાં લીન હોય તથા બીજું ધ્યાનમય ક્રિયા આચરતા હોય તો એ ‘જ્ઞાન-ધ્યાન’ માં લીન રહેનાર ગણાય. પછી અવસરે વિશેષ ધ્યાન ધર્મધ્યાન પદસ્થાદિ ધ્યાન કરે; એ એના આજ્ઞાવિચય અપાયવિચય, નવકારપદ, અરિહંતપિંડ, અરિહંત સ્વરૂપ વગેરે પ્રકારનું ચિંતન રાખ્યાથી થાય પરંતુ સામાન્યથી ‘જ્ઞાન-ધ્યાનમા ઉદ્યમ રાખજો’ એમાં ‘ધ્યાન’ નો અર્થ એકાગ્ર ચિત્તથી ક્રિયા. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૭. આભ્યન્તર ત૫-૬ : કાયોત્સર્ગ બીજાના ન્યાય-અન્યાયમાં ન પડો. હવે એકલા ધ્યાનમાં ધ્યાન પણ કાયોત્સર્ગ સાથે હોય એનો જબરદસ્ત પ્રભાવ છે. કેમકે કાયોત્સર્ગમાં પ્રતિજ્ઞા સાથે કાયાને અને વાણીને સ્થિર કરી દેવામાં આવે છે, તથા અમુક ચોકસ પ્રકારનું નક્કી કરેલ ચિંતન કરાય છે. શુભમાં મન-વચન-કાયાની સ્થિરતા એ અતિ ઉચ્ચ કોટિની સાધના છે. કાયોત્સર્ગમાં એ મળે છે. એથી કોટિ જનમના પાપ નાશ પામતાં વાર લાગતી નથી. મોટાં ઉપસર્ગમાં ગજસુકુમાળ, ખંધકસૂરિના ૫૦૦ શિષ્ય, વગેરેએ સ્થિરતાથી સર્વ કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. ગિરિરાજ પર ૫ કોડ, ૧૦ ક્રોડ વગેરે મુનિઓ પણ એ સ્થિરતાથી મોક્ષ પામ્યા. રોગમાં આર્તધ્યાન કેમ નહિ ? : આર્તધ્યાનના પ્રકરણમાં આ વાત આવી કે મુનિને રોગ આવે તો એમને વેદનાનુબંધી આર્તધ્યાન કેમ નહિ ? એના ઉત્તરમાં કહ્યું કે મુનિ સમજે છે કે એવા કર્મનો ઉદય થાય તો રોગ આવે જ. પરંતુ રોગ ભોગવાતાં કર્મ ભોગવાઈ જાય છે, ને એથી કર્મક્ષય થાય છે, એ લાભ છે. તો પછી રોગમાં હાયવોય શી ? આમ મનની સ્થિરતા થવાથી મહાન લાભ છે. આ જનમનાં કર્મ તો પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે, ત્યારે ભવાંતરનાં કર્મ તપથી યા ભોગવાઈને નષ્ટ થાય છે. એટલે પૂર્વનાં નષ્ટ નહિ થયેલાં કર્મ આ જનમમાં ઉદય આવતાં ભોગવવાં ય પડે ! ‘મુનિને આમ સમજ હોય એટલે રોગ ભોગવતાં એમને આર્તધ્યાન ન થાય. કર્મના ઉદય બે પ્રકારે : પ્રહ તો પછી એ રોગ ભોગવી જ લે ને ? દવા-ઉપચાર શું કામ કરે! એથી થોડો જ કર્મ-ઉદય મટે ? ઉ૦ - કર્મના ઉદય બે જાતના હોય છે, -એક, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષા રાખનારા, અને બીજા, એવી અપેક્ષા નહિ રાખનારા. બહુ મરચા ખાઈ જાય તો અંદરમાં લ્હાય ઊઠે એ મરચાદ્રવ્યની અપેક્ષા રાખીને અશાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું ગણાય. પરંતુ એમ જ એકાએક કેન્સર-લકવા જેવો વ્યાધિ ઊઠયો અને પીડા ઊપડી એમાં બાહ્ય દ્રવ્યાદિની અપેક્ષા વિના અશાતાકર્મનો ઉદય જાગ્યો કહેવાય. 6 ત્યારે અહીં પ્રશ્ન થાય કે, પ્ર૦ - દ્રવ્યાદિની અપેક્ષાથી જે કર્મ ઉદય પામે તેને શું ઊદયનો નિયત કાળ નહિ કે અમુક કાળની જ એની સ્થિતિ પાકે ત્યારે ઉદય થાય જ ? Page #404 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર ત૫-૬ : કાયોત્સર્ગ ૧૫૯ ઉ૦ - દરેક કર્મને કાળસ્થિતિ તો નિયત હોય; પરંતુ કેટલાંક કર્મ સનિમિત્તક ઉદયવાળા હોય છે.એટલે એવાં કર્મની કાળસ્થિતિ પાકયે ઉદય તો પામે, પરંતુ નિમિત્ત કોઈ દ્રવ્ય-ક્ષેત્રાદિ જો ત્યાં હાજર હોય તો ઉદય વ્યક્ત દેખાય, ફળ પ્રગટ થાય; અને નિમિત્ત હાજર ન હોય તો ફળ પ્રગટ ન થાય; અને કર્મ એમ જ ઉદય પામી ચાલ્યું જાય. આવા ઉદયને પ્રદેશોદય કહેવાય છે. ફળ દેખાડે એ વિપાકોદય. નિમિત્તની વ્યક્ત કર્યોદય પર પ્રચંડ અસર : દા.ત. બિમાર હતા તો ત્યાં અશાતા વેદનીય કર્મ ઉદયમાં હોઈ ફળ પ્રગટ હતું. પણ પછી આબૂ પર જઈ રહ્યા ને તબીયત સુધરી ગઈ, તો ત્યાં એ ક્ષેત્રના નિમિત્તથી શાતા-વેદનીય પ્રગટ ઉદય પામ્યું, ને ફળ પ્રગટ દેખાયું, ને અશાતાવેદનીય હવે કાળ પાકેલું ઉદય તો પામ્યું પરંતુ ફળ દેખાડયા વિના એમ જ ચાલ્યું જાય છે. એથી ઉલટું કાર્ય; સાજા સારા હોય અને પ્લેગની હવામાં જઈ વસે ત્યાં બને છે. આવું મોહનીય કર્મમાં પણ બને છે. મંદિરમાં ગયા, સારા ભાવ જાગે છે ત્યાં મોહનીય કંઈક દબાય છે.પરંતુ એવામાં કોઈ આધુનિક વેશવાળી સ્ત્રી આવી, એના પર જો દ્રિષ્ટ નાખી તો એ નિમિત્તથી રાગ-મોહનીય કર્મ વ્યક્ત ઉદયમાં આવે છે, અને પ્રબળ રાગ પ્રગટ દેખાડે છે. પહેલાં એવું જ કર્મ સારા નિમિત્ત યાને સારા ભાવની સામે એવું પ્રગટ ફળ નહોતા દેખાડી શકતાં. પરંતુ હવે એ માટેનાં નિમિત્ત આવી મળતાં જોર મારે છે, અને પોતાનું ફળ પ્રગટ કરે છે. કેવાં કેવાં નિમિત્ત કેવી લપ ઊભી કરે છે. : આ નિમિત્તક ઉદયવાળાં મોહનીય કર્મનો અર્થ એ થયો કે જ્યાંસુધી ખરાબ નિમિત્ત ન સેવો ત્યાં સુધી એ કર્મ તેવાં પ્રગટ ફળ ન દેખાડે; ને અસત્ નિમિત્ત સેવો કે તરત પ્રગટ ફળ ઊભું થયું જ સમજો. દા.ત. (૧) કોઈનો સારો બંગલો બગીચો મોટર વગેરે યા પરસ્ત્રી કે એનું ચિત્ર વગેરે ન જુઓ ત્યાં સુધી જીવ ડાહ્યો શાણો; પરંતુ એ જોયું તો રાગનો ઉછાળો આવ્યો સમજો. (૨) એમ, ધર્મપુસ્તક વાંચે ત્યાં શાણપણ; કિન્તુ નોવેલ નવલિકા કે દુનિયાના સમાચાર જ્યાં વાચ્યા કે તરત રાગ દ્વેષ ઊછળ્યા જ સમજો. એમ, (૩) બીજા પણ ક્રોધનાં-અભિમાનનાં-લોભનાં નિમિત્ત સાથે જો ટકરાયા, તો એ ક્રોધાદિનાં કર્મ ઉદય પામતાં આમ ફળરૂપે તરત ક્રોધ આદિની લાગણી ઊભી કરવાના. નિમિત્તથી કહો કેવી લપ ઊભી થાય છે ? આ પરથી ધ્યાન રાખવા જેવું છે કે બૂરા નિમિત્તોથી આઘા જ રહીએ, નહિતર Page #405 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૬૦ આ રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે કોઈ મોહની લાગણી ઊભી કરશે, મોહનીય કર્મને વિપાકોદયમાં લાવશે. ઝગડો જોવામાં શું નુકસાન ? દા.ત. કોઈનો ઝગડો જોવો એ અસત્ નિમિત્તનું સેવન છે. તમે રસ્તેથી ચાલ્યા જાઓ છો, આમાં વચમાં કોઈ માણસોમાં ઝગડો ચાલી રહ્યો છે. હવે જો તમે જોવા ઊભા, તો સમજી રાખો કે એ ઝગડો કરનારામાં એકના પર રાગ અને બીજા પર દ્વેષ જાગવાનો. શી જરૂર હતી ભાઈ ! આ રાગ-દ્વેષ વહોરવાની ? ૫૦ પણ ન્યાયી પર રાગ થાય એમાં શો વાંધો ? ઉ૦ - વાંધો એ, કે પછી એ ઝગડો કરે છે, એનાં પર પણ રાગ થવાનો; ને એ ખોટું. બીજાનાં ન્યાય-અન્યાય જોતા નુકસાન ન્યાયીને પણ ઝગડો કરવાનો અધિકાર નથી. ઝગડો ચીજ જ સારી નથી કેમકે આમાં ચિત્ત કલેશ-કષાયમાં પડે છે. હવે ન્યાયી પર રાગ કરવા ગયા એટલે સહેજે એનો ઝગડો એનો ચિત્ત-કલેશ અને એનો કષાય વ્યાજબી લાગવાના, એની અનુમોદના થવાની. મનને એમ થવાનું કે ‘આવો તે અન્યાય કેમ સહન થાય ? આવા અન્યાયીને તો બરાબર દબાવવા જ જોઈએ' શું કર્યું આ ? ચિત્તકલેશ તો કર્યો પણ ‘સહન ન થાય. સહન કરાય એ ખોટું’ એમ કરી ચિત્તકલેશના પાપ પર કર્તવ્યતાની મહોર છાપ મારી, કષાયને વ્યાજબી ગણ્યો. આમાં તો સમ્યક્ત્વ પણ નાશ પામે. તો કેટલું ખોયું ? બીજાનો ઝગડો જોવામાં સમકિતનો નાશ. મનની વૃત્તિઓ તપાસવા જેવી છે કે, એ મિથ્યાત્વ સુધી તો નથી પહોંચી જતી ને ? એની તકેદારી રાખવી પડે. આપણે પોતે ન્યાયી હોઈએ, આપણે ગુનો ન કર્યો હોય, છતાં એ શાહ થતો હોય, ઉપરથી પોતાનું ઢાંકી આપણને દબડાવતો હોય તો ત્યાં આપણા મનને શું લાગે ? ‘સામા અન્યાયીને દબાવવો જ જોઈએ, આપણે ન્યાયી છીએ તો સામા અનાડીને દબાવવાનો આપણો અધિકાર છે,’ - આવું લાગે કે નહિ ? ને જો લાગે તો મનને થાય ને કે ‘આ કરવામાં કશું ખોટું નથી કરતા ? એમ પાપમાં ખોટાપણું ન લાગે ત્યાં આપણે મિથ્યાત્વમાં પડયા કે નહિ ? ભૂલશો નહિ. સામાને દબાવવાનું કષાય કર્યા વિના કરી શકીશું ? ના, તો પછી કષાયથી દબાવવાનું ઠીક માન્યું ને ? ત્યારે જુઓ, જૈનશાસન શું કહે છે ? ‘સામાનો વાંક હોય તો એના પર ક્રોધ કર્તવ્ય અને નહિ તો ક્રોધ કર્તવ્ય નહિ' Page #406 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ (૧૬૧) - એવું શાસન કહે છે? ના, શાસન અપ્રશસ્ત કષાયોને તો અકર્તવ્ય જ કહે છે, પછી ભલે સામો અનાડીવેડા કરતો હોય, પણ દુન્યવી ચીજ ખાતર કષાય એટલે તો ઝેર, વિષભક્ષણ તો એ અકર્તવ્ય જ. ઝાંઝરિયામુનિ, અંધકમુનિ, ગજસુકુમાળ વગેરે કેવળજ્ઞાન કેમ પામ્યા ? એમના પર ઉપસર્ગ કરનારા સામા અનાડી જ હતા ને ? હવે જો એના પર કષાય કરવાનું કર્તવ્ય માન્યું હોત તો કેવળજ્ઞાન મળત ? ના, સામાને પછીથી ભારે પ્રશ્ચાત્તાપ થતાં કેવળજ્ઞાન થયું, પરંતુ આ મુનિ જો કષાયને કર્તવ્ય માનવા ગયા હોત તો કેવળજ્ઞાનની તો વાતે ય શી ? સમ્યકત્વ પણ ગુમાવી નાખત. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સમ્યકત્વ ગુમાવ્યું ને? નહિતર સમકિત ગુમાવ્યા વિના સાતમી નરકનાં પાપ કયાંથી બાંધત ? નરકને યોગ્ય કર્મ પહેલાં જ મિથ્યાત્વ-ગુણસ્થાનકે બાંધે એ નિયમ છે. એટલે ભલે પોતાના મનથી પોતાની જાતને ન્યાયી માની, દિવાને નાના છોકરાનું રાજ્ય પચાવી લીધું એટલે ભારે વિશ્વાસઘાતી છે, ગુનેગાર છે,” એમ કરી અને અન્યાયી માન્યો અને હવે એને શિક્ષાયોગ્ય માની એના પર કષાયમાં ચડ્યા. 'ન્યાયથી કરાય કે અન્યાયથી પણ કષાય એ પાપ છે' એમ જોવું ભૂલ્યા, એટલે પણ મિથ્યાત્વ-ગુણઠાણે ઊતર્યા, અને કષાય અતિ ઉચ્ચ કોટિનો અનંતાનુબંધીના ઘરનો કર્યો, તેથી પણ સમ્યકત્વ ગુમાવી મિથ્યાત્વે પડયા. પછી તો ત્યાં ઉત્તરોત્તર નીચી નીચી નરકનાં પાપ બાંધવા માંડયા, તે ઠેઠ સાતમી સુધી પહોંચ્ય!” “અન્યાયીને તો દબાવવા જ જોઈએ” એવો અધિકાર બનાવવામાં શું પરિણામ આવ્યું ? સારાંશ, ન્યાયીને પણ કષાય કરવાનો ને સામાને દબાવવાનો અધિકાર પહોંચતો નથી, અધિકાર માને અર્થાત્ સામાને એના અન્યાય પર દબાવવો જ જોઈએ એવું માને એમાં તો પરપીડા, અભિમાન, વગેરેને કર્તવ્ય માનવાનું થાય, એમાં તો સમકિત જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કેમ પડયા હતા ? અન્યાયી દિવાનને દબાવવાનો અધિકાર માન્યો અને એથી મનોમન એની સાથે ઝગડયા એમાસ્તો. લાખો પૂર્વ વર્ષો સુધી મા ખમણને પારણે મા ખમણ કરનારો અગ્નિશર્મા કેમ પડયો ? રાજાને પારણું ચૂકાવનાર તરીકે અન્યાયી માની એને દબાવવાનું કર્તવ્ય માન્યું એટલે ચૂકયો. ખંધકસૂરિ અન્યાયની ભાંજઘડમાં અટકયા. પાલક પાપીએ ખંધકસૂરિના ૫૦૦ મુનિશિષ્યોને ઘાણીમાં પીલી નાખ્યા, એમાં આચાર્ય મહારાજે છેલ્લા બાળ મુનિની પહેલાં પોતાને પીલવા લેવાનું કહ્યું, અને Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨) | ધ્યાન અને જીવન | પાલકે તે માન્યું નહિ, એટલે આચાર્યને એનો અન્યાય લાગી એને દબાવવાનું મનમાં આવ્યું. તો જો કે પાંચસો તો ઘાણીમાં પલાઈ પીલાઈને મોક્ષ પામી ગયા, પણ આચાર્ય ઘાણીમાં પીલાવા છતાં સંસારમાં અટકી પડયા. મરતાં આર્ત-રૌદ્ર ધ્યાન એવું નહિ હોય એટલે દુર્ગતિમાં ન જતાં દેવગતિમાં ગયા, પણ ત્યાં જઈને પછી કામ શું કર્યું ? ગુસ્સામાં આવી આખા નગરને ધૂળથી દાટી દીધું. નગરના બધા સ્ત્રી-પુરુષ બાળબચ્ચા પશુ બધા જ સાફ ! કેવું ભયંકર કૃત્ય ? હું ન્યાયી, ને પાલક છેલ્લે આટલું પાગ મારુ નથી માનતો તે અન્યાયી' એમ ફસાયા. ત્યારે અન્યાય ન જોવામાં ૫૦૦ તરી ગયા; કેમકે એમને આચાર્યો જ બતાવ્યું કે, 'જો જો હોં પાલકને દુશમન કે અન્યાયી માનતા નહિ કે “અમને વગર વાંકે પીલવા તૈયાર થયો છે. આપણા પોતાનાં પૂર્વ પાપકર્મ સિવાય આપણને પીડા આવે જ નહિ. બાકી પાલક તો ઉપકારી છે કે એ આ રીતે આપણાં કર્મ ભોગવાઈ નાશ પામવામાં સહાય કરી રહ્યો છે. માટે એને ઉપકારી માની એના પર લેશમાત્ર પાગ દેષ નહિ કરતા.’ આમ સાધુઓને શિક્ષા મળેલી, તેથી એમના મનમાં પાલકનો જરાય અન્યાય ન લાગ્યો, તો જ મોક્ષ પામ્યા, પીલાઈ તો ગયા હોત, પાગ ન્યાય-અન્યાયની ગડમથલમાં પડયા હોત તો સંસારમાં અટકી પડત, મોક્ષ પામત નહિ. ખંધકસૂરિ પોતે પણ અહીં સુધી અન્યાય પર ચિત્ત લઈ ગયા નહોતા, પરંતુ બાળ મુનિની પહેલાં પોતાને પીલવાની માગણી કરી, અને પાલકે એ ન સ્વીકારી ત્યાં મન પાલકના અન્યાયની ગડમથલમાં પડ્યું, 'હે ? ૪૯૯ ને તું પીલી નાખે ત્યાં સુધી હું બોલતો નથી, ને તું આટલું પણ નથી માનતો ? હવે બતાવીશ તારા અન્યાયનું ફળ’ બતાવ્યું, પણ એથી વળ્યું શું ? પોતાનો મોક્ષ થયો ? ના, તો શું પાલક સુધરી ગયો ? ના, નગરવાસીઓ ધૂળમાં દટાઈ ગયા એમની સગતિ થઇ ? ના, કશું સારૂ નહિ. ચારસો નવાણુંને પીલી નાખવા સુધીમાં અન્યાય ન જોયો, અને છેલ્લા બાળ મુનિને પોતાની પહેલાં ન લેવાનું ન કર્યું એમાં અન્યાય માન્યો, તોય સંસારમાં અટકી ગયા, પાંચસોને જે ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન પર પોતે ચડાવ્યા હતા તે પર પોતે ન ચડી શક્યા. તે પછી સામાના વિશેષ અન્યાયની ગડમથલમાં પડવામાં શો લાભ થાય ? એમ સમજતા નહિ કે “આ તો સાધુ મહારાજની વાત છે, તે એમને બીજાના અન્યાય જોવાના ન હોય; બાકી ગૃહસ્થને તો એ જેવા પડે, એને વાંધો નહિ;' - આવું સમજતા નહિ. કેમકે ગૃહસ્થ પણ એ જોવા જશે તો એને ય કષાય, પરપીડાબુદ્ધિ, અને દુર્ગાન જ થવાનું. એથી દુર્ગતિ જ થાય. શ્રેણિકને કોણિકનો અન્યાય જોતાં શું થયું ? : Page #408 -------------------------------------------------------------------------- ________________ આભાર ત૫-૬ઃ કાયોત્સર્ગ | ૧૬૩) રાજા શ્રેણિક ન્યાયી, કોણિક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને એના પાપે પતિ શ્રેણિકના આંતરડા ખાવાનો દોહદ થયેલો. એથી માએ કોણિકને જનમતાં ઉકરડે મૂકાવેલો. પરંતુ શ્રેણિકને ખબર પડતાં એને પાછો લેવરાવી અલગ ઉછેરાવેલો. હવે એ મોટો થઈ જતાં અભયકુમારની ગેરહાજરીનો લાભ લઈ પ્રપંચ કરીને પિતા શ્રેણિકને કેદમાં નખાવી પોતે રાજ્યગાદી પર ચડી બેસે છે. બોલો, ઉકરડેથી કોણિકને બચાવી લેનાર પિતાના આ હાલ કરવા, એ કોણિકનો ઘોર અન્યાય ખરો ને ? પરંતુ શ્રેણિકે એ મન પર લેવાનો અધિકાર ખરો ? ના, અને શ્રેણિકે કેદમાં પડ્યા પણ એ મન ઉપર લીધો નહિ. ત્યાંસુધી વેશ્યા સારી. પરંતુ અંતકાળે ભૂલ્યા. મન પર એ આવી ગયું, કે હું ? તને જનમતાં બચાવેલો, ને તું હરામખોર આ અન્યાય કરે ?..' બસ, સામાનો અન્યાય મન પર લીધો એટલી વાર ! શુભધ્યાન ગયું, ભયંકર રૌદ્રધ્યાન અને કબગ લેશ્યામાં ચડ્યા. પરિાગામ ? પટકાઈ ગયા નરકમાં. બોલો, બીજાનો અન્યાય જોવામાં કાંઈ સારું મળે ? સામાનો ધરાર અન્યાય પણ આપણે મન પર ન લઈએ તો જ સુખી અને શાંત. શું શ્રીપાળે ધવળનો અન્યાય મન પર લીધો ? : શ્રીપાળકુમારની સામે ધવળશેઠનો કેટકેટલો અન્યાય હતો ? પહેલાં તો એણે થંભેલા વહાણ ચલાવવા શ્રીપાળને બત્રીસલક્ષણા પુરુષ તરીકે ભોગ આપવા ધારેલું, અને એ માટે ઝઝુમેલો. પાણ એમાં ઊંધા પડ્યા. પોતાના જ સુભટો ઘવાયા. હવે એ શ્રીપાળને વિનવાણી કરે છે કે “મારાં વહાણ ચલાવી આપવા મહેરબાની કરો,’ તો શું એ શ્રીપાળકુમારે એનો અન્યાય મન પર લઈ એને તતડાવ્યો ખરો કે શું મોટું લઈને આ માગણી કરી રહ્યો છે ? તારે તો મારો ભોગ આપીને વહાણ ચલાવવા હતા ને ? ચલાવ ત્યારે.... શું આવો ટોણો માર્યો ? ના, જરાય નહિ. એ તો તરત ઊઠીને ગયા બંદરે, અને વહાણ ચલાવી આપ્યા. કેમ? મન પર સામાના અન્યાયની લોથ લીધી નહોતી. તો શું બગડ્યું ? પરોપકાર કરવાની તક મળી તે સાધી. અન્યાયના વમળમાં અટવાયેલું મન પરોપકાર માટે મુડદાલ હોય છે; પછી પાણ ધવળે શ્રીપાળને દરિયામાં ફેંકવા જેટલો મહાન અન્યાય કરેલો છતાં, અને થાણાના રાજાની આગળ શ્રીપાળને ડુંબ-ભંગીના સગા તરીકે ઓળખાવવા અન્યાયી પેંતરો રચેલો છતાં, રાજને સાચી હકીકતની ખબર પડી તો શ્રીપાળની વાહવાહ થઈ. રાજાએ ધવળને મારી નાખવા લીધો ત્યાં શ્રીપાળે શું કર્યું ? એનો ઘોર પાગ અન્યાય મન પર ન લેતાં એને જીવતદાન અપાવ્યું. શ્રીપાળનું એમાં શું બગડ્યું ? કહેજો, Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪) ૧૬૪, ધ્યાન અને જીવન પ્ર૦ - બગડ્યું તો ખરું જ ને ? ધવળ એમને મારી નાખવા રાતના એમના મહેલ પર ચડ્યો ને ? ઉ૦- ચડ્યો ખરો, પણ શું તેથી શ્રીપાળનું બગડ્યું ? ના, ભાગ્ય જોરદાર હતું તેથી બગડે શાનું ? ને ભાગ્ય જ નબળું હોય તો બગડે, પણ તે કાંઈ અન્યાયીને પીટો એટલે ન જ બગડે એવું નહિ. માનો ને કદાચ ધવળને થાણાના રાજાએ મારી નાખ્યો હોત, તો પાગ જો શ્રીપાળનું ભાગ્ય નબળું હોત તો બીજા કોઈ તરફથી એનું બગડત. એટલે, આપણું બગડવા ન બગડવાને આધાર તો આપણાં ભાગ્ય પર છે; પણ નહિ કે અન્યાયીને શિક્ષા ન કરવા પર, યા શિક્ષા કરવા ઉપર. જ્ઞાની કહે છે, “સતાં પુલ્વયાણ કમાણ પાવએ ફલવિયાગ, અવરાહેસુ ગુણે સુ ય નિમિત્તમિત પર હોઈ છે' -અર્થાત્ ‘જીવને બધો ય (સારો નરસો) ફળપાક પોતાના પૂર્વકૃત કર્મનો જ મળે છે. નરસું થાય કે સારું થાય એમાં બીજો તો નિમિત્તમાત્ર હોય છે, (ખરું તો સ્વકૃત પૂર્વ કર્મ જ જવાબદાર છે.) આ સનાતન સત્ય છે. સર્વ કાળ માટે આ નિયમ કે જીવને પોતાના શુભાશુભ કર્મથી સારું-નરસું ભોગવવાનું થાય. પંચસૂત્રકાર કહે છે, ‘જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, એ અનાદિ કર્મસંયોગથી બનેલો જીવને કર્મનો સંયોગ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, એ હોય એટલે એનું ફળ ભોગવવું પડે જ, ફળ ભોગવાતાં એ કર્મ જાય. ત્યાં વળી કર્મસંયોગનાં કારણ હાજર હોય એટલે નવા કર્મસંયોગ થાય. પછી એના લીધે ફળભોગ કરવા પડે. સમ્યત્વનાં સ્થાનમાં ત્રીજું-ચોથું સ્થાન આ છે,‘જીવ કર્મનો કર્તા છે; કર્મના ફળનો ભોક્તા છે,' આહાર-વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે એટલે રોગ ઊભો થાય. એ ઊભો થયો એટલે પીડા ભોગવવી પડે. એ ભોગવતાં વળી ચૂકે તો રોગવિકાર ઊભા. પછી એની પીડા ભોગવવાની. રોગ વિના પીડા નહિ. કર્મ વિના ફળભોગ નહિ. કર્મફળની શ્રદ્ધા હોય તો શુભ ફળમાં અભિમાન-ઉન્માદ ન થાય, અશુભ ફળમાં દુઃખદીનતા નહિ. શુભ ફળમાં દેખાય કે “આ તો કર્મની શાબાશી છે. મારે અભિમાન શું કરવું ? એ કર્મ વળી શાશ્વત નથી, નાશવંત છે; ભોગવાઈ પૂરું થઈ જશે. પછી શુભકર્મ Page #410 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ ૧૬૫ ખલાસ, તો શુભ ફળ ડૂલ. માટે વર્તમાન ચંચળ ફળમાં ઉન્માદ ઘેલછા શી કરવી? ત્યારે અશુભ ફળ એ અશુભ કર્મના ઉદયમાં નિર્ધારિત સ્થિતિ છે. એવાં કર્મ ઉદય પામે એટલે આવું ફળ આવે જ. સાંજ પડે એટલે સૂર્યાસ્ત થાય જ. ત્યાં દુઃખ શું કરવું ? દીન રાંક શું બનવું ? આ જબરદસ્ત આશ્વાસન છે કે શુભાશુભ ફળ શુભાશુભ કર્મના લીધે જ. ત્યાં જાતવડાઈ-અભિમાન કરવું નકામું, બીજાનો દોષ દેવો નકામો. શ્રીપાળકુમાર આ સમજતા તેથી ધવળને દુઃખ દેનાર તરીકે નહિ, પણ પોતાનાં અશુભ કર્મને જ દુઃખદાયી માને છે. પછી ધવળને એના અન્યાયની શિક્ષા કરવાનો અધિકાર માનેજ શાના ? મગજમાં એનું ખાનું જ નહિ. ‘બીજાનાં અન્યાય-આચરણ પર ગડમથલ કરવા મારું મન નવરું ક્યાં છે ? મનને પોતાનાં કર્મ-કર્મફળ-કર્મકારણ પર નજર રાખવાનું ચિંતવવાનું ઘણું છે.’ પ્ર૦- પણ સામો અન્યાય કરવામાં આપણી પૂંઠે જ પડ્યો હોય તો ? ઉ૦- ધીરજ રાખો, ભૂલો નહિ કે આપણાં અશુભ કર્મ વિના તો આપણું કોઈ બગાડી શકે જ નહિ. ઠીક છે આપણા ચિત્તની સમાધિ માટે એવાથી આપણે આધા ખસી જઈએ. પરંતુ અનિવાર્ય જ હોય, પાસે આવી જ પડે, તો એના અન્યાયને દબાવવાનો અધિકાર માનવા કરતાં સમાધિનો તથા નવા અશુભ કર્મનાં કારણ રોકવાનો અધિકાર જ માનવો, એ માનીને કર્મકારણો રોકી સમાધિ રાખવામાં ભારે પુરુષાર્થ કરવો. આ અધિકાર બજાવવામાં કેવો સરસ લાભ ? સમાધિથી શાંતિ, અને નવાં પાપસેવન બંધ. જ્યારે આપણી પોતાની પ્રત્યેનો અન્યાય પર પણ ગડમથલ નહિ કરવાની તો આપણે લેવા દેવા નહિ એવા બહાર ચાલતા અન્યાય પર તો વિચાર શા માટે કરવો ? ત્યારે બોલો, કોઈનો ઝગડો જોવા ઊભા, તો એ નિમિત્ત પામી શું કમાયા ? ત્યાં ન્યાય-અન્યાયમાં મન ઘાલવા જતાં રાગ-દ્વેષ કમાયા. એમાં વળી ‘અન્યાયીને તો દબાવવો જ જોઈએ, ઠોકવો જ જોઈએ,' એવી માન્યતામાં હિંસા ક્રોધ અભિમાન વગેરે પાપને કર્તવ્ય માનવા જતાં કદાચ સમકિતનો નાશ અને મિથ્યાત્વનો ઉદય કમાવાનો અવસર આવીને ઊભો રહે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું નિમિત્ત પામીને કર્મ ઉદયમાં આવે એ આનું નામ. એ નિમિત્ત સેવો એટલે કર્મ ઉદય પામી ફળ દેખાડે. எ વાત એ હતી કે મુનિ જો રોગને કર્મનો નિર્ધારિત ઉદય સમજે છે તો પછી દવાઉપચાર શું કામ કરે ? આના ઉત્તરમાં કહ્યું કે મુનિને અલબત્ પીડાની હાયવોય નથી કિન્તુ એમાં પોતાના સ્વાધ્યાય-વૈયાવચ્ચ આદિ યોગ સીદાય છે, તેથી ઔષધોપચાર Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધ્યાન અને જીવન કરી રોગ શાંત થતાં એ યોગની સાધના બરાબર થઈ શકે એ માટે એનું સેવન કરે છે. તો શું દવાથી રોગનાં કર્મ અટકી જાય ? ના, કર્મ તો એની સ્થિતિ પાક્યે ઉદયમાં આવવાનાં, પરંતુ પ્રબળ નિમિત્ત મળ્યે તેવાં તેવાં કર્મ પ્રગટ ઉદય દેખાડશે, ને ત્યાં બીજાં કર્મ અવ્યક્ત ઉદયથી ચાલ્યાં જશે. દવાથી શાતાવેદનીય કર્મ પ્રગટ ઉદયમાં આવતાં અશાતા વેદનીકર્મ એમજ અવ્યક્ત ઉદય પામી નષ્ટ થવાનાં, ત્યારે જો અશાતાકર્મ બલવાન હશે તીવ્ર રસવાળા હશે, તો દવાની અસર જ નહિ પડવા દે, શાતાવેદનીયને વ્યક્ત ઉદયમાં આવવા જ નહિ દે. મુનિ દવા કેમ કરે ? : (૧) એટલે મુનિ અશાતા-વેદનીયકર્મને નિમિત્ત પામી દબાવવાનો સંભવ માની દવા-ઉપચાર કરે છે. પરંતુ પોતાના સ્વાધ્યાય વૈયાવચ્ચ આદિ યોગ ન સીદાય અને બરાબર સેવાતા રહે એ હેતુથી ઔષધ ઉપચાર કરે છે. (૨) અથવા મુનિ જુએ કે મારી પાસે જે શ્રુત-શાસ્ત્રબોધ છે, એ બિમાર અવસ્થામાં બીજાને આપી નથી શકતો, અને એમ તો આ શ્રુત એમજ મારી સાથે નષ્ટ થઈ જશે, આગળ પરંપરા નહિ ચાલે; તો પછી શાસન શી રીતે ટકવાનું ? માટે ઔષધોપચારથી રોગ ટાળી સ્વસ્થ થાઉં, જેથી બીજાને શ્રુતદાન કરી શાસન પરંપરા ટકે.’ આ હિસાબે મુનિ દવા ઉપચાર કરે. (૩) અથવા, મુનિના માથે ગચ્છ સંભાળવાની જવાબદારી હોય તો એની રક્ષા કરવી એ બહુ મોટું કર્તવ્ય છે, ફરજ છે. એ અદા કરવી જ જોઈએ. પરંતુ રોગની પીડામાં એ થઈ શકતું ન હોય, તેથી રોગ હટાવવા દવા લેવી પડે. તો અહીં ઉદ્દેશ બહુ ઊંચો છે. ‘જો આ દવાથી સ્વસ્થતા થાય, તો હું ગગને સંભાળી શકું, સારણાવારણાદિ કરી શકું,’ આ ઉદ્દેશમાં વેદના મટવાની ઇંતેજારી નથી, પરંતુ ગણરક્ષાની ઈંતેજારી છે. તેથી અહીં આર્તધ્યાન નથી. આમાં બહુ સરસ મુદ્દો બતાવ્યો. રોગ કાઢવાની ચિંતા તો મુનિ કરે જ છે, છતાં એમાં આર્તધ્યાન કેમ નહિ ? (૧) પોતાના સ્વાધ્યાયાદિ યોગ સીદાય છે એ ન સીદાય. યા (૨) શ્રુતપરંપરા ટકાવવી છે એટલે કે આગળ જ્ઞાન પોતાની પછીના મુનિઓમાં ચાલું રાખવું છે અને તે સ્વસ્થ શરીરે જ બીજાઓને જ્ઞાન-દાન કરીને ટકી શકે; અથવા (૩) ગણરક્ષા સ્વસ્થ શરીરે જ થઈ શકે એમ છે; એવા શુભ ઉદ્દેશથી જ રોગ કાઢવાની ચિંતા છે, માટે એ આર્તધ્યાન નહિ. આમ, ઉદ્દેશ જો પવિત્ર આવી જાય તો એ ચિંતાને અશુભને બદલે શુભ કરી દે છે. એટલે કોઈપણ કાર્ય કરતી વખતે ઉદ્દેશની શુદ્ધિ-પવિત્રતા પ્રશસ્તતા એ બહુ મહત્ત્વની ચીજ છે. અલબત્ કાર્ય કરવાના ઉપાય પણ શુદ્ધ જોઈએ, સાધન પવિત્ર Page #412 -------------------------------------------------------------------------- ________________ I આભ્યતર તપ-૬ : કાયોત્સર્ગ | નિર્દોષ ન્યાયયુક્ત જોઈએ. એટલા જ માટે અહીં મુનિ રોગનિવારણની ચિંતા કરે છે તે રોગને નિર્દોષ ઉપાયથી નિવારવાની. ઔષધ-ઉપચાર સેવે તે નિરવધ નિર્દોષ, થાને જેમાં સાધુને પોતાને માટે એ દવાપધ્ય બનાવેલા ન હોય. અથવા એ સચિત્તસજીવ ન હોય. મુનિ આવા ઔષધ ઉપચાર કરે. તો એમાં બે વસ્તુ આવી, (૧) ઉદ્દેશશુદ્ધિ અને (૨) ઉપાયશુદ્ધિ. એ હોય એટલે મુનિના રોગનિવારણની ચિંતા આર્તધ્યાન નહિ બને. આ વસ્તુ દરેક શુભ કાર્યમાં લાગુ થાય. શુભ કાર્ય માટે બે તવ જરૂરી,(૧) ઉદ્દેશ શુદ્ધ જોઈએ અને (૨) ઉપાય શુદ્ધ જોઈએ. મંદિર બંધાવવું છે તો આરંભ સમારંભ તો થવાનો, પરંતુ એ પાપકાર્ય કેમ નહિ? કહો (અ) ઉદ્દેશ શુદ્ધ છે, (૧) સ્વયં પરમાત્મભક્તિ કરવાનો, અને (૨) બીજાઓને સમ્યગ્દર્શનાદિ પમાડવાનો તથા (૩) પામેલાને નિર્મળ કરાવવાનો છે. વળી સાથે (બ) ઉપાય શુદ્ધ છે એટલે કે એના ખર્ચનું દ્રવ્ય ન્યાયપાર્જિત છે, અને ભૂમિ શુદ્ધ, પાષાણ વગેરે શુદ્ધ તથા કારીગરોને પ્રસન્ન રાખી કામ લેવાનું છે. આમ ઉદ્દેશશુદ્ધિ અને ઉપાયશુદ્ધિ સચવાય એટલે મંદિર નિર્માણમાં આરંભ-સમારંભનું કાર્ય હોવા છતાં એ પવિત્ર કાર્ય બને છે. મૂર્તિપૂજા-વિરોધીને પ્રશ્ન : મંદિરનિર્માણ અને મૂર્તિપૂજામાં નહિ માનનારને આ ખબર નથી એટલે વિરોધ કરે છે, કિન્તુ એને બીજે ઠેકાણે તો આ માનવું જ પડે છે. દા.ત. (૧) ચોમાસામાં વરસતા વરસાદમાં યા વરસ્યા પછીના કાચા પાણીમાં ચાલીને શ્રાવક સાધુને વંદન કરવા અને વ્યાખ્યાન સાંભળવા જાય કે નહિ ? જો કહો ન જાય, તો એનાં આ આવશ્યક ધર્મ-કર્તવ્ય ગુરુવંદન તથા જિનવાણીશ્રવાણ નહિ ચૂકે ? વળી એટલો સમય ઘરમાં બેસી રહી આરંભસમારંભ કે વિષયભોગના પાપકાર્યમાં રહેશે તેનું શું ? અલબત્ કાચા પાણીમાં ચાલીને જતાં એટલો જીવ-વિરાધનાનો આરંભ-સમારંભ છે, પરંતુ સાથે ગુરુવંદન અને જિનવાણીશ્રયાગનો મહાન લાભ મળવાનો ઉદ્દેશ છે, એ ઘરમાં બેસી રહેવાથી નહિ મળે. કદાચ મનને રહે કે “સાધુ પાસે જાય તો ત્યાં વરસાદના સચિત્ત પાણીના જીવની હિંસા થાય તેનું શું ?' પરંતુ અહીં સમજવાનું છે કે આ સાધુસેવા માટે વરસાદમાં જવાની પ્રવૃત્તિનો ઉદ્દેશ શુદ્ધ છે, તેમજ જયાગાપૂર્વક જાય એટલે ઉપાયશુદ્ધિ પણ સચવાય. આમ ઉદ્દેશ શુદ્ધિ ઉપાય-શુદ્ધિથી થતું વ્યાખ્યાન-શ્રવાણાર્થ ગમન એ શુભ કાર્ય બને છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ધ્યાન અને જીવન એટલે જ મંદિર-નિર્માણ અને મૂર્તિપૂજા વગેરેનાં કાર્યમાં ઉદ્દેશશુદ્ધિ અને ઉપાયશુદ્ધિ રહેવાથી એ કાર્ય પ્રશસ્ત બને છે. એવાં તો અનેક શુભ કાર્ય છે. (૨) યાત્રાસંઘ (૩) સાધર્મિક વાત્સલ્ય, (૪) તપસ્વિની પારણાભક્તિ, (૫) મુમુક્ષુ દીક્ષાર્થીની ભક્તિ, (૬) એનો દીક્ષાવરઘોડો, (૭) ગુરુનો પ્રવેશ મહોત્સવ, આ બધાં કાર્યોમાં આરંભસમારંભ તો થવાનો જ, છતાં ઉદ્દેશ ઊંચો છે. તો એકલી હિંસા જ દેખનારને આના મહાન લાભ ક્યાંથી મળે? (૨) યાત્રાસંઘમાં ઉદ્દેશશુદ્ધિ શી ? આ કે આમાં આવેલા એટલા દિવસ સાંસારિક ગડમથલ અને વૈયિક પ્રવૃત્તિથી બચવાના, અને રાત દિવસ પરમાત્મા, તીર્થ, અને ધર્મના વિચાર વાણી-વર્તાવમાં રક્ત રહેશે, અંતરમાં અધ્યવસાય મોટા ભાગે એના ને એના ચાલવાના. આ બધું કેટલા બધા મહાન લાભ માટે થાય ? આવો પગપાળો યાત્રાસંધ જ ન હોય, તો ક્યાંથી એ લાભ ? તેમ સંઘ કાઢનાર પણ એ બધા યાત્રિકોને એ આરાધનાં કરવામાં નિમિત્ત બનવાનો ને એમની આરાધનાની સક્રિય સભોગ અનુમોદના કરવાનો લાભ ક્યાંથી પામે ? એમ (૩..૭) સાધર્મિક અથવા તપસ્વીની ભકિતમાં ધર્મબહુમાન, ધર્મિ-બહુમાન, તપ આદિની અનુમોદના...વગેરે લાભ મળે. દીક્ષાદિના વરઘોડા તથા ગુરુસ્વાગત આદિથી ઇતરોમાં જૈન ધર્મની પ્રભાવના, જૈનોમાં વિશેષ ધર્મપ્રેરણા... ઇત્યાદિ લાભ મળે. આવા લાભ આ યાત્રાસંધ આદિ દ્વારા જ મળે. હવે જો એક જ અજ્ઞાન પૂંછડું પકડી રાખે કે ‘એમાં તો આરંભ સમારંભ થાય માટે એવા કાર્ય ન કરવાં' તો પછી એ બધા અનન્ય લાભ ક્યાંથી મળવાના ? એટલે એવા ઉચ્ચ લાભના ઉદ્દેશથી યાત્રાસંઘ લઈ જવા વગેરે સુકૃત કરે તો એમાં ઉદ્દેશ સુંદર ભવ્ય હોઈ આરંભ-સમારંભવાળાં પણ એ કાર્યો પ્રશસ્ત કાર્ય છે. મુનિ દવા કરે એમાં ઉદ્દેશશુદ્ધિ આજ હિસાબ મુનિ દવા કરે એમાં છે. ઉદ્દેશ ઊંચો છે. ઉદ્દેશ એવો હોય કે (૧) ‘ભગવાનની જે જ્ઞાનપરંપરા મારા સુધી ચાલી આવી છે, એ જો હું સાજો થઈ જાઉં તો બીજાને આપી એ પરંપરા આગળ પહોંચાડું.' આ ઉદ્દેશ કેટલો બધો ભવ્ય છે! જો દવા ન કરવાનો આગ્રહ પકડી રાખે તો બિમારીવશ પોતે બીજાને જ્ઞાન ન આપી શકે. પછી જ્ઞાનપરંપરા શી રીતે આગળ ચાલવાની ? એટલે મુનિનો ઉદ્દેશ દવા કરીને શરીર સ્વસ્થ બનાવી જ્ઞાનપરંપરા અખંડ ચાલુ રાખવાનો છે. દવા વિના મનોબળથી રોગ સહન થઈ શકે છે, પણ અશક્ત શરીરે શાસનનો ટકાવ કરવાનું કાર્ય શી રીતે કરે ? તેથી એ કરવા દવા લે. આ પ્રશસ્ત આલંબન છે. આલંબન એટલે આધાર, Page #414 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર ત૫-૬ કાયોત્સર્ગ | (૧૬૯) નિમિત્ત, સુંદર ભવ્ય આલંબન રાખીને અપવાદ-મા સેવે તે પણ મોક્ષ માટે થાય. સાધુને પોતાને માટે પણ (૨) અપૂર્વ શ્રુતગ્રહણની યા (૩) ગણરક્ષાની તમન્ના હોય તો એય સુંદર નિમિત્ત છે. એ નિમિત્તે ય દવા લઈ શરીર સ્વસ્થ કરે. આ શ્રુતઆરાધનાની તમન્ના કેટલી બધી એકાકાર હોય એનું દષ્ટાન્ત જુઓ. શ્રુતઆરાધના પર દુર્બલિકાપુષ્યમિત્રનું દટાન્ત :દુર્બલિકાપુષ્યમિત્ર નામના એક મહામુનિ થઈ ગયા. જ્ઞાનાભ્યાસમાં એટલા બધા મગ્ન રહેતા, રાત દિવસ સૂત્રો ગોખવા, ગોખેલાનો પહેલેથી બોલીને મુખપાઠ કરી જવો, બોલીને અર્થ ચિંતન કરી જવું, આ બધી પ્રવૃત્તિ એવી ચાલતી કે એમાં ખાધેલું બધું હજમ; તે શરીર જ વધે નહિ. ગુરુ સાથે વિહાર કરતાં એક વાર પોતાના સંસારી વતનમાં પધાર્યા. મહારાજના સગાં આવ્યા. પોતાના મહારાજને દુબળા જોઈ આચાર્ય મહારાજને કહે “ભગવાન્ ! અમારા મહારાજ દુબળા કેમ રહે છે ? એમને ત્યાગ, તપસ્યા બહુ કરાવતા લાગો છો.' આચાર્યદવ કહે છે, “એવું કાંઈ નથી. એ તો સ્વાધ્યાયમાં એટલા બધા ઓતપ્રોત રહે છે કે એમણે વાપરેલો આહાર એમાં કુટું કુટું સ્વાહા થઈ જાય છે. પછી શરીર તગડું ન થાય.” પેલા કહે, “આપ કહો છો તે બરાબર હશે પરંતુ અમને તો લાગે છે કે જરા ઘી દૂધ ઠીક ઠીક લે, તો શરીર વધી જાય. માટે અમારું વહોરાવેલું એમને વાપરવા દો. અમારા ઘેર અલગ જગામાં એમને રાખો.' આચાર્ય મહારાજે જોયું કે આ સંબંધીઓને મનમાં ચારિત્રધર્મ માટે કોઈ ઉલટો ભાવ ન આવે કિન્તુ બહુમાન વધે એવું કરવું જરૂરી છે. તેથી એમણે કહ્યું, ‘ભલે.” દુર્બલિકાપુષ્યમિત્ર મુનિને બીજા મુનિ સાથે મોકલ્યા એમના ઘેર, અને કહી રાખ્યું કે સગાઓ જે ઘી દૂધ વહોરાવે તે વાપરજો.' મુનિ ગયા; અલગ સ્થાનમાં ઊતર્યા. સગાઓ વહોરાવે તે વાપરતા. ૪ દિવસ, ૮ દિવસ, ૧૨ દિવસ થયા, પણ મુનિ તો દુબળા ને દુબળા. એટલે સગાઓ આવીને આચાર્ય મહારાજને કહે “સાહેબ ! આ તો હજી દૂબળા જ રહે છે; તો કોઈ રોગ તો નહિ હોય ?' આચાર્ય મહારાજ કહે, 'જુઓ, રોગ હોય તો તો ભારે પદાર્થ પચે જ શાના? ઝાડા વગેરે ન થાય ? બસ, કારણ તમને પહેલાં કહ્યું તે સ્વાધ્યાય-પરિશ્રમ છે. આ જોવું હોય તો જાઓ જોજો, હવે એમને માત્ર લખું લખું વહોરાવજો; અને એમને સ્વાધ્યાયશ્રમ બંધ કરવા કહેજો. પછી જોજો, તમને વસ્તુસ્થિતિ સમજાશે.' સગાં ગયાં. આચાર્ય મહારાજના આદેશથી મુનિશ્રીએ પણ એ રીતે લખું વહોરી Page #415 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) | ધ્યાન અને જીવન વાપરવાનું રાખ્યું, સ્વાધ્યાયશ્રમ બંધ રાખો, ને ૮-૧૦ દિનમાં શરીર લષ્ટ-પુષ્ટ થવા માડ્યું. સગાંઓને એ દેખી ખાતરી થઈને આનંદ પૂર્વક મહારાજને ગુરુ પાસે વળાવી આવ્યા. કહો, સ્વાધ્યાયની મગ્નતા-એકાકારતા કેવી ? આવી શ્રુતજ્ઞાનમાં મનની એકાકારતા કેટલી અપરંપાર નિર્જરી કરાવે ? આના ઉદ્દેશથી મુનિ બિમારી ટાળવા જરૂર પડ્યે દવા લે. જુએ છે કે લાભ કેટલો બધો? પૂર્વના કાળે એવાં શાસ્ત્રો લખેલાં નહોતા મળતાં ત્યારે એ બધાં ગુરુ પાસેથી ભણીને અક્ષરશઃ કંઠસ્થ રાખવાનું કાર્ય કેટલું બધું કપરું ? પંડિતને શાસ્ત્ર મોઢે : આજે પણ કાશીના એવા પંડિત હોય છે કે જેમને ન્યાયશાસ્ત્રના ગ્રંથ અક્ષરશઃ મોઢે હોય છે. અમારે ત્યાં એક પંડિતજી આવતા તે એવી રીતે ભણાવતા કે વિધ્યન્યાયશાસ્ત્ર-તર્કશાસ્ત્રનો; એમાં પણ મહાકઠિણ ગણાય એવો અનુમાન ખંડમાંના હત્વાભાસ-પ્રકરણનાં સામાન્ય નિરુકિત’ ‘સવ્યભિચાર” જેવા જટિલ ગ્રન્થનો વિષય! પરંતુ તેનું પુસ્તક પોતાને જરાય હાથમાં લેવાનું નહિ. તેમ અમને પણ પંક્તિઓ બોલવા ન દે. માત્ર પ્રારંભના ૨-૩ શબ્દ બોલીએ કે તરત કહે કે “દેખિયે મહારાજ! સુણિયે.” બસ એમ કહીને ભારે કઠિન એવી ન્યાયની ૫-૩-૧૦ લીટી એટલી બધી સ્પષ્ટ કરીને સમજાવે કે પછી ગ્રંથમાં જોઈ લેતાં મૂળ પંક્તિ અક્ષરશઃ મળી આવે, અને પદાર્થ ચાટલા જેવો દેખાઈ જાય. પંડિતજીને એમ આગળ લગભગ આખો ગ્રંથ મોઢે તે રાત્રે પણ એમ મોઢે ભણાવે. સ્વ. પૂ. ગુરુદેવશ્રીને શાસ્ત્ર મોઢે : ત્યારે સ્વર્ગસ્થ પૂ. ગુરુદેવશ્રી આચાર્ય ભગવંત વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજને કર્મ સિદ્ધાન્તનો અતિ વિશાળ વિષય પણ એવો તૈયાર હતો કે છ કર્મગ્રંથ તો સામાન્ય, કિન્તુ કમ્મપયડી મહાશાસ્ત્ર જેવાના પદાર્થ પણ પુસ્તક હાથમાં લીધા વિના મોઢે જ કલાકોના કલાકો સમજાવ્યું જ જાય. ભણનાર તૈયાર જોઈએ, દહાડે શું કે રાતે શું, ‘લે લેતો જા, માલ તૈયાર જ છે, તારી શક્તિ હોય તેટલું સાંભળ અને યાદ કરી લે,’ આ ધગશ અને એવી પ્રવૃત્તિ ચાલુ હતી. આમ ગ્રંથો મોઢે શી રીતે બનતા હશે? કહો કે જ્ઞાનના પૂર્ણ પરિશ્રમથી અને મનની એમાં એકાકારતાથી. એ એકાકારતા લાવવી હોય ત્યારે બાહ્ય ખાનપાન કપડાંલત્તા વગેરેની બહુ કિંમત ન અંકાય, એમાં સહેજ વાતવસ્તુ અંગે ‘આ બરાબર, આ ઠીક, આ સરસ,” અથવા આ બરાબર નહિ, આ આપણને ન ફાવે.’... વગેરે મનને ન લાગવું જોઈએ. Page #416 -------------------------------------------------------------------------- ________________ આભ્યન્તર ત૫-કાયોત્સર્ગ (૧૭૧) પૂજ્યશ્રીનું જીવન : સ્વર્ગસ્થ પૂ. આચાર્યદેવશ્રીનું ૬૮ વર્ષનું સમસ્ત ચારિત્ર જીવન એવું હતું. ૩૪ વર્ષ તો હું સાથે રહ્યો એમાં કદી એવું જોયું નથી કે એઓશ્રી “આ કપડું જરા જાડું છે,' યા 'કપડાં મેલાં થઈ ગયાં છે,’ આ ગોચરી જરા અનુકૂળ નહિ” અથવા “આ જગા ઠીક નહિ, ઘામવાળી છે,” કે “અમુક સાધુ મને આવી બોલી ગયો'. આવું કશું મન પર લાવ્યા હોય. 'પ્રતિકૂળ જે આવે તે સહર્ષ સહી જ લેવાનું. ને અનુકૂળને નહિવતુ ગણવાનું,'- આ મુદ્રાલેખ, આ જીવનસિદ્ધાન્ત રાખેલો. આ ગુણ સામાન્ય કોટિનો સમજતા નહિ. આમાં તો વીતરાગ બનવાની સજડ ભૂમિકા પડેલી છે. મનને પૌગલિક સંયોગ મહત્વ વિનાના લાગે, અને એ ઈષ્ટ-અનિષ્ટ અસર કરનારા ન બને, ત્યારે જ્ઞાનાધ્યાનમાં ખરી લીનતા આવે. નહિતર તો સહેજ સહેજ અનુકૂળ સંયોગોમાં જો મન લહેવાઈ જતું હોય, તો તો સ્વાધ્યાયધ્યાન ખંડિત બન્યા કરવાના, શાસ્ત્રવાંચન અને તત્ત્વ ચિંતન એવા હૃદયના ઊંડાણને સ્પર્શનારા અને દિલને હચમચાવનારા નહિ બને. બાકી મનને જડસંયોગનું મહત્ત્વ મુકાવી દઈ સ્વાધ્યાય-ધ્યાનમાં એકાકાર કરાય એના લાભમાં પાપક્ષય, પુષ્પાર્જન અને શુભ સંસ્કરણની અવધિ નહિ. આ મહાન લાભો નીરોગી શરીરે થાય, તેથી મુનિ બિમારીમાં દવા લે તે આ ઉદ્દેશથી લે, અને ત્યાં એમને આર્તધ્યાન ન લાગે. ગાગરક્ષણાર્થે મુનિ દવા લે - હવે બિમાર મુનિને દવા લેવાનો એક બીજો ઉદ્દેશ ગણરક્ષાનો હોય. જીવનમાં પોતે તો ઘણું સાધ્યું હોય, પણ સાધુ ગણને પોતાની નીરોગી સ્થિતિમાં જે સંભાળી શકતા હોય તે રોગી થવાથી અટકી પડ્યું હોય, તો શું કરે ? પોતે ભલે પોતાના શરીર પ્રત્યે નિસ્પૃહ હોય, છતાં મુનિઓનાં જ્ઞાન-દર્શન-ચારિત્રની રક્ષા એ બહુ મહત્ત્વની ચીજ હોવાથી, એ માટે દવાનો ઉપયોગ કરી આરોગ્ય પ્રાપ્ત કરે. ત્યાં એમને વેદના સંબંધી આર્તધ્યાન નહિ. ઉદ્દેશ ઊંચો છે રોગની વેદનાની ચિંતા નથી, ચિંતા ગણરક્ષાની છે. ગણરક્ષાનું મહત્ત્વ : નેતા કો'ક : સાધુસમુદાયના સંયમની રક્ષા થઈ જાય તો એ સાધુ સ્વપરની જ્ઞાનાદિ સાધનારૂપ કલ્યાણમાં આગળ વધે; અને એ સુયોગ્ય નેતાની દેખરેખ નીચે જ થઈ શકે. કહે છે ને કે “જેનો સેનાપતિ આંધળો, એ લશ્કર કૂવામાં.” ત્યારે જો સેનાપતિ દેખતો હોય, યાને સમર્થ હોય તો એ સેના વિજય પ્રાપ્ત કરે. એમ આચાર્ય સામર્થ્ય-સંપન્ન હોય, પ્રભાવ પાડે એવા હોય, જાગતા સાવધાન હોય, તો સમુદાયને મોક્ષમાર્ગે આગળ ધપાવી શકે. અવસરે એ કડવું ય કહે, ને અવસરે મીઠું ય કહે, એમની આંખની અસર પડે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૭૨ એવા સમર્થ સુયોગ્ય નેતાપણાનું પુણ્ય કો’કમાં હોય. જ્ઞાની અનેક મળે. ગુણિયલ અનેક મળે, પરંતુ સમુદાય પર જૈનો પ્રભાવ પડે, અને જે સમુદાયનું આરાધનાના માર્ગે સફળ સંચાલન કરી શકે, એવી વ્યક્તિ તો બહુ વિરલ. આર્ય પ્રભવસ્વામી નેતા શોધે છે : આર્ય પ્રભવસ્વામી પાસે જ્ઞાની અને ગુણિયલ શિષ્યો નહિ હોય ? હતા, પરંતુ એમને પોતાનું આયુષ્ય હવે અલ્પ બાકી રહ્યે ચિંતા થઈ કે ગચ્છનો ભાર કોને સોંપવો ? ગચ્છનો પોતાની પછી નેતા કોણ ?’ આખા મુનિગચ્છમાંથી એવો એક ન જડ્યો, તે બહાર નજર નાખતાં બ્રાહ્મણ શય્યભવ પર નજર ગઈ. એ સમર્થ લાગ્યા. એમનામાં શું દૈવત જોયું હશે ? એનો સહેજ ખ્યાલ શય્યભવના તત્ત્વલગન અને સત્ત્વ-પ્રગટીકરણ પરથી આવી શકે. શષ્મભવ બ્રાહ્મણને કેવી રીતે લીધા ? : આર્ય પ્રભવસ્વામી જ્ઞાનથી પરખીને શય્યભવને લેવા માટે એમના નગરમાં આવ્યા. ત્યાં શષ્યભવ યજ્ઞ કરાવતા હતા, એમના યશવાટકે ગોચરી અર્થે મુનિઓને શિખવાડીને મોકલ્યા. મુનિ ત્યાં પહોંચતાં શય્યભવ એમને યજ્ઞમાં વાડામાં પેસવા ઇન્કાર કરે છે. કેમ વારું ? ‘મુનિઓ સ્નાન ન કરે ને ? તેથી યજ્ઞનો વાડો અભડાઈ જાય,’ એવી એમની માન્યતા: મુનિઓને ના કહેતાં, મુનિઓ કહે છે, 'अहो कष्टं अहो कष्टं तत्त्वं न ज्ञायते परम्' એટલે ? ‘અરે ! અફસોસ છે, અરે ! અફસોસ છે, કે (અહીં આડંબર છે.) પરંતુ તત્ત્વની ગતાગમ નથી !' આટલું બોલીને મુનિઓ ચાલી ગયા. તત્ત્વની લગનવાળા શષ્યભવ આ સાંભળીને શાના ઝાલ્યા રહે ? એ એટલું સમજે છે કે જૈન મુનિઓ ભલે એમના નિયમ મુજબ સ્નાન ન કરે, પરંતુ એ મહાવ્રતધારી હોય છે તેથી કદી અસત્ય ન બોલે. તો મુનિઓ આ જે અહીં બોલી ગયા, તે સત્ય જ હોય એ હિસાબે અહીં જે ચાલ્યું છે તેમાં કશું તત્ત્વ ઢંકાઈ ગયેલું લાગે છે. તો એ જાણ્યા વિના આ બધો યજ્ઞનો આડંબર નકામો છે. માટે પહેલાં એ જાણું.' બસ, શસ્થંભવે સીધા યજ્ઞના મુખ્ય ગોરને જ પકડ્યા. પૂછે છે, ‘બોલો, આ બધા પાછળ તત્ત્વ શું છે ?’ તે બ્રાહ્મણભાઈ એમ સાચો જવાબ દે ? એ તો કહે ‘અરે ! તત્ત્વ ? વેદશાસ્ત્રના આ મંત્રો અને યજ્ઞક્રિયા એ જ તત્ત્વ છે. એનો જ પ્રભાવ પડે છે. સ્વર્ગના દેવતાઓ આ આહુતિઓ સ્વીકારી યજ્ઞકારક પર પ્રસન્ન થાય છે...’ Page #418 -------------------------------------------------------------------------- ________________ “આભ્યન્તર તપ-૬ : કાયોત્સર્ગ શય્યભવનો દમ : શસ્થંભવ કહે ‘એ બધું હું જાણું છું. પણ તત્ત્વ જુદું છે. એ કહો છો કે નહિ ?' ગોર ગલ્લાં તલ્લાં કરે છે, આડું અવળું કહે છે. એટલે શયંભવે જોયું કે ‘ચમત્કાર વિના નમસ્કાર નહિ,’ તે સીધા તલવાર લઈ આવી ઉગામીને ગોરને તતડાવે છે કે, ‘ગપ્પાં મારો છો ? બોલો બોલો, જલ્દી સાચું તત્ત્વ કહો નહિતર આ તલવારથી તમારૂં ડોકું ધડથી જુદું કરી નાખીશ.’ તત્ત્વ જિનમૂર્તિ : - બસ, ગોરભાઈ ચકચકતી ધારવાળી તલવાર પોતાના પર ઉગામેલી જોઈ ગભરાયા, તે ઝટ બોલી ઊઠ્યા, ‘ઊભા રહો, તત્ત્વ કહું છું. મારા ગુરુ કહી ગયા છે કે મરણાન્ત કષ્ટ આવે તો જ તત્ત્વ કહેવું. તત્ત્વ આ છે કે અહીં આ મુખ્ય યજ્ઞસ્તંભની નીચે તીર્થંકર શાંતિનાથ ભગવાનની મૂર્તિ છે. એના પ્રભાવે અહીંના યજ્ઞનો ચારે બાજુ મહિમા ફેલાય છે !' ૧૭૩ શષ્યભવે આ સાંભળીને તરત તપાસ કરી, સ્તંભને ઊખેડી નખાવી નીચે ધરતીમાં જોતાં એ જ કહ્યા પ્રમાણે શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ જોઈ ! એમને પારાવાર આનંદ સાથે ખેદ થયો કે ‘વાહ ! કેવી પ્રશમ રસભરી પ્રભુની મુદ્રા ! કેવો એનો પ્રભાવ! અરે ! તો અત્યાર સુધી મેં ભૂંસા ફૂટ્યા ? આટલો બધો ખર્ચ કરતાં પણ તત્ત્વને જોયા જાણ્યા વિના જ ખોટા આડંબરમાં રાચ્યો ?’ શુષ્યભવનો તત્ત્વનો ખપ કેવો ? તત્ત્વની જિજ્ઞાસા કેવી ? મુનિના વચન પર શ્રદ્ધા કેવી ? ‘જિંદગીભર જે શાસ્ત્ર જે ધર્મ માન્યો એમાંની મુખ્ય સાધના યજ્ઞમાં. એમાં વળી આ જૈન મુનિઓ એમ કહેવા નીકળી પડ્યા છે કે તત્ત્વની ગતાગમ નથી. તે એના પર શી મદાર બાંધવી હતી ?' એવું લેશ પણ મનમાં નથી આવતું. સહેલું છે આ ? જિંદગીભર પકડેલા ધર્મ, સિદ્ધાન્ત અને રિવાજ પર તો મન મુગ્ધ હોય છે, મુસ્તાક હોય છે. એમાં મન ગળાડૂબ ડૂબેલું હોય છે. એની પકડ શે છૂટે ? એનાથી વિરુદ્ધ એક પણ વાત તરફ કાન પણ શાના મંડાય ? ત્યારે આ શય્યભવ બ્રાહ્મણ એક જ વારનાં મુનિવચન પર ડોલી ઊઠે છે ! એ વેદ, એ યજ્ઞ, એ ગોર, બધું જ તત્ત્વશૂન્ય દેખે છે ! અને હવે તત્ત્વ જાણવા અત્યંત આતુર બની જાય છે. મુખ્ય ગોરને દમ મારીને પણ એની પાસેથી તત્ત્વ કઢાવે છે. તત્ત્વ મળતાં પારાવાર આનંદ અનુભવે છે, ને સાથે અત્યાર સુધી અંધારામાં રહ્યાનો ખેદ અનુભવે છે. તેમજ તત્ત્વમાં છૂપી જિનમૂર્તિ જણાઈ એ પર, યજ્ઞની એક મુખ્ય પવિત્ર વસ્તુ જે સ્તંભરૂપ, એને જ ઊખેડાવી તત્ત્વભૂત જિન પ્રતિમાને બહાર કઢાવે છે ! Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શષ્યભવ સાધુ બને છે : શષ્યભવનું સત્ત્વ કેવું ? તત્ત્વધગશ કેવી ? ખોટાંને ખોટું જાણ્યા પછી કાચી સેકંડમાં છોડવાની તૈયારી કેવી ? તત્ત્વ હાથમાં આવ્યા પછી, પૂર્વે મહાતત્ત્વ માનેલાને પણ હવે તત્ત્વશૂન્ય દેખવાની નિર્મળ દષ્ટિ કેવી ? તત્ત્વને જાણવા માટે થનગનાટ કેવો કે તત્ત્વ છૂપાવનાર પૂર્વના ગુરુને ય ભારે દમ દઈ દેવાય ? તત્ત્વરૂપે જિનમૂર્તિ જણાય પછી એને દબાવી રાખનાર મહાપવિત્ર માનેલા યજ્ઞસ્તંભને ય ઊખેડી નાખવાનો જોશ કેવો ? આગળ વધીને તો એ તરત પહોંચ્યા આર્ય પ્રભવસ્વામીજી પાસે, તત્ત્વસ્વરૂપ જાણ્યું, અને ત્યાંજ સંસાર નિર્ગુણ-નિસ્સાર જાણી એનો ત્યાગ કરી ચારિત્ર લઈ લીધું. આ સત્પરાક્રમ કેવું ? બસ, આ બધી વિશેષતાઓમાં ગચ્છનાયક બનવાનું દૈવત અને નેતાપણાની યોગ્યતા ભરેલી છે. આર્ય પ્રભવસ્વામીજી એ જોઈને એમને પોતાની પાટે ગચ્છસંચાલક સમર્થ આચાર્ય તરીકે બેસાડવા યોગ્ય ધાર્યા. ધ્યાન અને જીવન એવા એક આચાર્ય હજારો મુનિઓની રક્ષા કરી શકે, સંચાલન કરી શકે. એ જ કરી શકે, બીજા વિજ્ઞાન કે ગુણિયલ પણ નહિ, તેથી જો એવા નેતા બિમાર પડે તો ગણરક્ષા કોણ કરે ? અને આ ગણરક્ષાનું કાર્ય સામાન્ય ન ગણાય; એ તો અસાધારણ ગણાય, એટલે એ તો ખાસ સાચવી જ લેવું પડે, એ માટે જ એવા ગણસંચાલક મુનિ રોગ મિટાવવા નિર્દોષ ઔષધિનું સેવન કરી લે, ત્યાં એમને આર્તધ્યાન નથી હોતું. એ તો મોક્ષમાર્ગે આગળ ધપી રહ્યા હોય છે. એવા મુનિ બાહ્ય ઔષધ સેવે છે છતાં સાથે તપ અને સંયમના સાચાં ઔષધ બિલકુલ છોડતાં નથી, બલ્કે એમને આના પર જ મુખ્ય મદાર હોય છે કે ‘શારીરિક રોગનો ખરેખર પ્રતિકાર ઔષધ નથી, પરંતુ પ્રતિકાર તપ અને સંયમ છે.’ કેમકે, ખરેખર રોગ તાવ-ખાંસી નહિ, કિન્તુ કર્મ-રોગ એ રોગ છે. માટેજ કર્મરોગ સામે ખરો પ્રતિકાર તપ-સંયમ છે.' કર્મરોગ છે ત્યાં સુધી તો એકલા તાવ ખાંસી જ નહિ, કિન્તુ બીજી કેઈ આપદાઓ આવશે. માટે કર્મરોગ કાઢવાની મુખ્ય પ્રવૃત્તિ રાખવાની. મુનિને આ સાવધાની છે, માટે દવા સેવનમાં એમને આર્તધ્યાન નહિ. ૧૮ : આર્તધ્યાનનાં લક્ષણો જીવનને ધ્યાન સાથે એવો ગાઢ સંબંધ છે કે જરા કોઈ વાત પર મન એકાગ્ર કરો કે ત્યાં ધ્યાન લાગ્યું જ છે. એ વાત જો શુભ (પ્રશસ્ત) વાત હોય તો શુભ ધ્યાન અને અશુભ અપ્રશસ્ત હોય તો અશુભ ધ્યાન લાગવાનું. શુભ ધ્યાનથી શુભ કર્મ અને અશુભથી અશુભ કર્મ બંધાય છે. ‘દુન્વયી ગમતી વાતવસ્તુ કેમ મળે, કેમ ટકે,’ અગર Page #420 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનાં લક્ષણો (૧૭૫) અણગમતી કેમ ટળે, કેમ ન આવે” એ અશુભ વિષે છે. અથવા રોગ-વેદનાની આકુળવ્યાકુળતા, હાયવોય, કેમ એ ટળે,' યા 'પદ્ગલિક કોઈ સુખ-સત્તા કેમ મળે...' વગેરે ચિંતા એ અશુભ અપ્રશસ્ત છે. એના પર મન કેન્દ્રિત થાય તો આર્તધ્યાન છે, અશુભ ધ્યાન છે, અને શાસ્ત્ર કહે છે આર્તધ્યાનથી તિર્યંચગતિનાં કર્મ બંધાય છે તથા રૌદ્રધ્યાનથી નરકનાં. જીવનમાં આર્તધ્યાન કેટલી વાર આવે છે ? કોઈ વાત બનવા પર કેટલીકવાર માણસ કહે છે કે હું આર્તધ્યાન નથી કરતો.” પરંતુ શાસ્ત્ર આર્તધ્યાનનાં જે લક્ષણ બતાવે છે એની તપાસ કરે કે એ પોતાનામાં વર્તે છે કે નહિ, તો તે પરથી ખબર પડે કે અંતરમાં આર્તધ્યાન છે કે નહિ ? માટે હોય તો આર્તધ્યાન હોવાની ખબર પડે, અને પછી એને અટકાવવાના પ્રયત્ન કરાય. મનથી જો એમજ માની લેવાય કે હું આર્તધ્યાન નથી કરતો,” તો એને અટકાવવાનો પ્રયત્ન જ ક્યાંથી હોય? એટલે અહીં જોઈએ કે અંતરમાં આર્તધ્યાન હોવાનાં કયાં કયાં લક્ષાણો શાસ્ત્ર કહે છે. કેટલાંક લક્ષણ ઉગ્ર હોય છે, કેટલાંક મધ્યમ અને કેટલાંક સામાન્ય. દા.ત. માણસ આજંદ કરતો હોય, ચીસો પાડીને રોતો હોય, તો એ ઉગ્ર લક્ષણ છે. જેમકે રુએ, પોક મુકે, કે હાય ! મારી ઘડિયાળ ક્યાં ગઈ ?' એ તીવ્ર આર્તધ્યાનનું સૂચક છે. પણ એના બદલે મનને દુઃખ થાય, શોક કરે, ગ્લાનિ રહે, તો એ મધ્યમ કહેવાય. મોટું ઉદાસ રહે, રોકડ રહે, એ બહારનાં લક્ષણ છે. એ અંદરનાં કોઈ આર્તધ્યાનને સૂચવે છે. મમ્મણ શેઠ જેવો જીવ હોય તો શિરસ્તાડાણ પણ કરે, કશું ખોવાઈ જવા પર યા મફતિયું કે સસ્તુ ન મળવા પર માથું કૂટે. પેટ ફૂટે એ તીવ્ર આર્તધ્યાનનું લક્ષણ છે. આને રોકવા એ બહુ ભારે કામ છે, કેમકે એમાં પૂર્વના કોઈ કસંસ્કારમાંથી વધીને આવી ભારી સ્થિતિ ઊભી થઈ હોય છે. એમ થવાનું કારણ એ છે કે, માનવભવે વાવેલા “સુ અથવા કુસંસ્કારોને કેટલીકવાર ભવાંતરે ગુણાકાર થાય છે. ચંડકોશિયા નાગના જીવ સાધુને આવું જ બનેલું ને ? મુનિ પર તો ક્રોધ ફક્ત એટલો જ કરેલો કે નાના સાધુને બરડામાં એક ડંડૂકી લગાવી જરા ચમચમ કરાવું. બસ, પછી બચ્ચો ચીડવવાનું ભૂલી જશે, એટલે ગુસ્સો કરવાની જરૂર નહિ રહે.” આટલો જ ગુસ્સો, પરંતુ એનો ગુણાકાર ચંડકૌશિક સાપના ભવે કેટલો બધો મોટો? સામાનો ગુનો જોવાની તો વાત જ નહિ, કિન્તુ સ્ત્રી કે પુરુષ, બાળ કે બુદ્ધો, મનુષ્ય કે પશુ, ગમે તે નજરમાં આવો, એનું મડદું પાડવાની જ વાત ! કેટલાંય મડદાં પાડ્યાં, છતાં હજી ગુસ્સો ઊભો ! તે મહાવીર પ્રભુને ય છોડ્યા નહિ; એમના ચરણે ય બચકું ભર્યું ! ગુસ્સાના સંસ્કારોનો આ સરવાળો ? કે ગુણાકાર ? ગુણાકાર જ ને! Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મમ્મણને પૂર્વભવના શોકના ગુણાકાર : મમ્મણ શેઠને પણ પૂર્વના કુસંસ્કાર પર આવું જ બન્યું. પૂર્વ ભવે મહારાજને લાડવો વહોરાવ્યા પછી એની અફસોસી ઊભી થયેલી, એમાં આર્તધ્યાનના કુસંસ્કાર વવાયા. લાડવો કંઈકથી આવ્યો હશે, સિંહ કેશરિયો મોદક. સાધુ આવ્યા. બહુ ઊંચા ભાવથી વહોરાવ્યો. ત્યારે તો એના બહુ ઊંચા પુણ્યમાંથી પાછળની અફસોસી અને પોતાના જ દાનસુકૃતની નિંદાથી કેટલું બધું બળી ગયું ! છતાં પુણ્યના જે શેષ કણિયા વધ્યા એથી મમ્મણને અપાર સમૃદ્ધિ બળી, ત્યારે મૂળ પુણ્ય કેટલું બધું ઊંચું ? અને એ બાંધતાં ભાવ કેટલા બધા ઊંચા ? ધ્યાન અને જીવન એવા ઊંચા ભાવથી લાડવો વહોરાવ્યો છતાં ગમે તે થયું, કોઈ પાડોશી લાલે કહ્યું ‘શું મારા ભાઈ ! સિંહ કેશરિયો મોદક ! આવો લાડવો થોડો ય ખાધો નહિ? જુઓ તો ખરા આના કણિયાનો ય સ્વાદ કેવો અફલાતુન છે !' એમ કરી કણિયા ચખાડ્યા; દાઢે ચોટ્યા, તે હવે લાડવો પાછો લાવવા દોડ્યો. દૂરથી સાધુને જોતાં કહે છે ‘મહારાજ સાહેબ ! ઊભા રહેજો, મહારાજ કહે ‘ખપ નથી.' ‘પણ મારે ખપ છે’ મહારાજના મનને કે ‘એણે લાડવો તો વહોરાવ્યો પરંતુ હવે કોઈ બાધા-નિયમનો ખપ હશે,’ તે ઊભા રહ્યા. પેલો આવ્યો. લાડવો માગવો છે પણ એમ સીધેસીધો કંઈ મંગાય ? તે ભૂમિકા કરે છે-‘સાહેબ ! અહોભાગ્ય મારાં કે આપ મારાં આંગણે પધાર્યા. વળી પણ પધારજો સંયોગ હશે તો દશ લાડવા વહોરાવીશ. સાધુ કહે ‘બહુ સારી ભાવના છે. પણ અત્યારે શું છે ?' ‘આ તો સાહેબ ! બીજું તો કાંઈ નથી આ તો માળો જીવ જરા લાલચુડો બન્યો છે તે એને પેલો લાડવો વહોરાવ્યો હતો ને ? એ ખાવાની લાલસા જાગી છે, માટે જરા મને પાછો દઈ ઘો મારો લાડવો.’ સાધુ કહે ‘વહોરાવ્યા પછી મંગાય ? હવે તો આ ચારિત્રનો માલ થયો. તે પણ ગુરુ મહારાજ કરે તે થાય. વહોરેલા પર મારો હક નહિ. અમે તો ચિહ્નિના ચાકર, ગુરુના માત્ર આજ્ઞા પાલક. વાણિયો કહે, - ‘પણ ના મહારાજ ! મેં તો તમને આપેલો, એટલે તમને જ ઓળખું. તો દઈ ઘો મારો લાડવો,’ • સાધુ ઘણું ય સમજાવે, પણ સમજવું છે કોને ? એને તો એક જ કવિતાની ટેક ગાવાની છે ‘દઈ ઘો મારો લાડવો.’ સાધુએ જોયું કે આ લાડવો છે ત્યાંસુધી એનો રાગ નહિ ઊતરે; તેથી બેસી વાત કરતાં સીફતથી ગુપ્તપણે લાડવો ધૂળભેગો ચોળી નાખ્યો. હજી ય પેલો માગે છે, એને કહી દીધું ‘લાડવો તો જો આ ધૂળમાં મળી ગયો છે. માટે એનો મોહ મૂકી દે.' કહીને ચાલી ગયા. Page #422 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનનાં લક્ષણો ૧૭૭ મમ્મણના જીવ વાણિયાએ તો પહેલેથી અફસોસી શરૂ કરેલી કે હાય ! મેં લાડવો ક્યાં વહોરાવી દીધો ? તે એનાં આર્તધ્યાન અને શોકનાં સંસ્કારનું વાવેતર કર્યું. પછી જુઓ કે મમ્મણ શેઠના ભવમાં એના ગુણાકાર કેવા થયા ! કરોડોની સંપત્તિ છતાં ચિંતા-સંતાપ-શોકનો પાર નહિ, ને આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં રમ્યો ! પરિગ્રહના સંરક્ષણનું ધ્યાન જીવને રૌદ્રધ્યાન સુધી ચડાવી દે છે. મમ્મણ મરીને સાતમી નરકે ગયો. આર્તધ્યાનનાં લક્ષણ કયાં ? : બાહ્ય આક્રંદન, શોક, ઉદ્વેગ, બખાળા, વગેરે આર્તધ્યાનનાં લક્ષણ છે. એ પ્રવર્તતા હોય એટલે સમજાય કે અંતરમાં આર્તધ્યાન ચાલી રહ્યું છે. જીવની આ ઘેલછા જ છે ને, કે જે ભલે ગમતી પણ વસ્તુ બગડી ગઈ, આધી પાછી થઈ ગઈ, ખોવાઈ કે નષ્ટ થઈ ગઈ, હવે એ બનવાની વાત બની ગઈ, છતાં એનો ઉદ્વેગ શોક ચિંતા બળાપો કરે છે. સૂર્યાસ્તનાં દૃષ્ટાન્તથી ઉદ્વેગવારણ ખરી રીતે આ વિચારવું જોઈએ કે “પુદ્ગલ નામ જ એવું છે કે જે બતાવે છે કે આમાં પૂરણ-ગલન થયા જ કરે, સડન-પડન-વિધ્વંસન હોય જ. એકવાર જે સારું બન્યું, પછી એ ખરાબ થવાનું નક્કી. સંયોગ પાછળ વિયોગ હોય જ. તો જેમ સૂર્યના ઉદય-ઊર્ધ્વગમન પછી અસ્ત થાય જ છે, દિવસ પછી રાત પડે જ છે, એવો એનો સ્વભાવ; અને તેથી કાંઈ શોક-ઉદ્વેગ નથી થતો; તેવી રીતે વસ્તુ બગડવા, ખોવાવા કે નટ થવા પાછળ શોક શા સારું ? પુદ્ગલ વસ્તુનો સ્વભાવ જ છે કે એ ગળે, બગડે, ખોવાય, નષ્ટ થાય. સ્વભાવ પર શોક ન કરાય; નાશવંતની પાછળ શોક-ઉદ્વેગ-બળાપા કરવા એ માનવમનની કમજોરી છે. ‘શા માટે મનને કમજોર કરું ? હવે ન સુધરે એના પર સંતાપ કરવો એ મૂર્ખતા છે.’’ આ વિચાર કરે તો સંતાપ અટકી જાય, આર્તધ્યાન ન સળવળે. સબળ શરીરે નબળું મન : પહેલવાન જેવા માણસનું પણ મન કેટલું બધું કમજોર હોય છે કે કોઈ ગમતી વાત વસ્તુ જવા-બગડવા પર યા અણગમતી આવી પડવા પર માણસ આક્રંદ કરતો હોય છે, ચીસ પાડીને રોતો હોય છે, અથવા ચીસ પાડ્યા વિના રુદન કરતો હોય છે ! તો એ લક્ષણ સૂચવે છે કે અંતરમાં આર્તધ્યાન વર્તે છે. અંતરમાં એના સંતાપબળાપા વિના બહારમાં આક્રંદ રુદન શાનું કરે ? દા.ત. દીકરો મરી ગયા પછી એની યાદ પર ચીસ પાડીને રોવાઈ જતું હોય, આંખમાં અનેકવાર આંસુ આવતા હોય, Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધ્યાન અને જીવન તો માનવું પડે કે મનને એનો વિયોગ સતાવી રહ્યો છે, મન વિયોગની અર્તિમાં છે, તીવ્ર આર્તધ્યાનમાં છે. શબ્દથી રોદણાં શા માટે ? : આ તો જરા વિશેષ પીડા કહેવાય કે આંસુ પડે. પરંતુ આંસુ ન હોય, પણ બોલવામાં રોદણું હોય, એ પણ આર્તધ્યાનનું ચિહ્ન છે. અંતરમાં આર્તધ્યાન છે એટલે તો એવા રોદણાંનો શબ્દ નીકળે છે. ત્યાં શેખી મારે કે ‘હું આર્તધ્યાન કરતો નથી,’ એ ભ્રમ છે. દા.ત. રસ્તે જતાં જતાં એકને કહે, બીજાને કહે,... કે ‘જુઓને આજે ઊઠી; ખીસાના કાણામાંથી પાંચ રૂપિયા પડી ગયા. આપણે કંઈ આર્તધ્યાન કરતા નથી, પણ આજ ધોબીઓ કેવા બેદરકાર કે કપડામાં કાણાં પાડી દે છે. આવું કહેતો ફરે, એને પૂછાય કે ‘અલ્યા ભાઈ ! જો તને આર્તધ્યાન નથી, તો પછી આ બીજા આગળ રોદણું શાનું ? રૂપિયા પાંચ ગયા એને ‘પાંચની ઊઠી’ કેમ માને છે ? ‘ધોબીઓ કેવા !’ એ દુઃખના શબ્દ શા માટે ? રોદણાંનો શબ્દ એ તો ધૂમાડો છે. એ સૂચવે છે કે અંતરમાં આર્તધ્યાનનો અગ્નિ છે. ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. અગ્નિમાંથી એ બહાર નીકળે છે. આગ વિના ધૂમાડો શાનો ? કેટલીક વાર બીજા આગળ શબ્દ ન ય નીકળે, પણ પોતાને જ વારે વારે એ દુ:ખથી યાદ આવી જતું હોય તો ય તે અંદરનાં આર્તધ્યાનનું સૂચક છે. મોટા ગિરિરાજ પર આદેસર દાદાની પૂજાભક્તિમાં લાગ્યો, પણ ત્યાં જો વારે વારે યાદ આવ્યા જ કરે કે આ ‘ક્લવાળાએ આપણને ધાબડચા, આપણી પાસેથી રૂા. પાંચ પડાવ્યા, અને એટલા જ ફૂલ આપણી જોડેવાળો ત્રણ રૂપિયામાં લાવ્યો,’ આવી યાદ એ આર્તધ્યાનમાંથી ઊઠે છે. ત્યારે વિચારો કે આર્તધ્યાનની કેવી ખંધાઈ છે, કે મોટા આદીશ્વર પ્રભુની ભક્તિ કરવાનો અવસર મળ્યો તો ય ચિત્ત એમાં તન્મય ન બનતાં, વચમાં આર્તધ્યાન ઘૂસી જાય છે ! પૂછો, પ્ર૦- ફૂલ લેતાં ઠગાયા તે લાગે નહિ ? ઉ- ક્યારે લાગે ? જો મહાતીર્થ પર દાદાની પૂજા ભક્તિ મળ્યાનો અગણિત લાભ મન પર ન હોય તો લાગે. જો મનને એમ હોય કે ‘અહો પૂજાભક્તિનાં મૂલ્ય શું આંકું ? ખર્ચ નહિવત્, સમય-ભોગ નહિવત્ ને ક્રોડોઅબજોથીય અધિક કિંમતનાં ફળને આ પૂજા-ભક્તિ રજીસ્ટર્ડ કરી આપે છે !’ જો મનને આવું કાંઈ હોય તો ફ્લમાં બે રૂપિયા વધુ ખર્ચાયા એનો શોક શાને ! પણ અંતરમાં એનું આર્તધ્યાન સળગે છે, એ મહાન પૂજા ભક્તિનાં કાર્યને ય પોચલું દુબળું બનાવી દે છે. આર્તધ્યાનની બંધાઈ વિચારવા જેવી છે. મોટા આચાર્ય ભગવાનની લાખ Page #424 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય | ( ૧૭ ) રૂપિયાની વ્યાખ્યાન વાણી જો મનને થયા કરે કે કોઈ જોડા તો નહિ ઉપાડી જાય?' અથવા ‘પેલી વાર જોડા ઉપડી ગયેલા, આજે લાવ્યા જ નથી એટલે ઠીક થયું,” તો એ અંતરમાં ભૂતકાળનું આર્તધ્યાન હોવાનું સૂચવે છે. ખબર છે ને કે ભૂતકાળની વસ્તુ-સંબંધી ય આર્તધ્યાન હોય” “પહેલાં અનિષ્ટ બનેલું એ ઠીક ન થયું,’ આ સ્મરણની પાછળ અંતરમાં આર્તધ્યાન છે. બનાવ ભૂતકાળમાં બની ગયેલ, પરંતુ એનો ખટકો-અર્તિ-પીડા જો અત્યારે થાય છે, તો એ વર્તમાનમાં જ ભૂતકાળ સંબંધી આર્તધ્યાન છે. પોતાના કાર્ય વખોડવામાં આર્તધ્યાન :| વિચારવા જેવું છે કે જીવનમાં આર્તધ્યાનનાં ઉત્થાન કેટલી વાર ? ડગલે ને પગલે, કે કોક વાર ? શાસ્ત્ર કહે છે કે પોતાનાં કાર્યને વખોડવાનું અને બીજાનાં કાર્યને વખાણવાનું બનતું હોય તો એ પણ અંદરનાં આર્તધ્યાનનું ચિહ્ન છે. દા.ત. માને કે ‘આપણને ભાઈ ! કપડાં ધોતાં એવું ન આવડે. પેલો સરસ ધુએ છે;' યા સાધુને ય જો થાય કે “આપાગું વ્યાખ્યાન સામાન્ય, પેલાનું હાઈક્લાસ.' તો આ પણ આર્તધ્યાનના ઘરનો શબ્દ છે. ત્યારે પૂછો, પ્ર૦-મારું બરાબર નહિ, ને બીજાનું સારું-આ તો નિરભિમાન અને ગુણાનુવાદના શબ્દો છે, આમાં આર્તધ્યાન શાનું ? ઉ૦-આર્તધ્યાન એથી, કે અંતરમાં પોતાનું કાર્ય ઈષ્ટ નહિ એની પીડા છે. અનિષ્ટસંયોગ ક્યાં થયો ?’ એના પર દુઃખથી મન પર લાગ્યું, એકાગ્ર થયું, એ આર્તધ્યાન નિરભિમાન અને આર્તધ્યાનમાં ફરક - મારાં કાર્યમાં કાંઈ માલ નથી,’ એ શબ્દો નિરભિમાનના ઘરના હોઈ શકે, પરંતુ ત્યાં મન મહાપુરુષોની અપેક્ષાએ જાતની લઘુતા પર લાગેલું છે. ત્યારે અહીં આર્તધ્યાનમાં તો કાર્ય બરાબર ન થયા પર દુઃખથી મન લાગેલું છે. આ બંને વચ્ચે ફરક છે. ૧૯: આર્તધ્યાન રોકવા ઉપાય પૌલિકની બાબત પર હરખ કે દુઃખ-વિષાદ ન જોઈએ, તો જ આર્તધ્યાનથી બચાય. “પોતાને વ્યાખ્યાન બરાબર નથી આવડતું,’ એ પણ ખેદ શાના અંગે છે? શ્રવણથી બિચારા લોકો એવું પામી શકતા નથી એના પર? કે મારો પ્રભાવ નથી પડતો, વાહ વાહ નથી થતી,’ એના પર ? જો રોદણું પ્રભાવ ન પડવા અંગે છે તો એ પૌદ્ગલિક બાબતનો ખેદ છે, માટે આર્તધ્યાન છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન અનંતાનંત કાળથી જીવનો જાણે સ્વભાવ પડી ગયો છે કે દુન્વયી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ કે પ્રસંગ પર હરખ-ખેદ ઝટ થઈ જાય. એના પર જ જોયું ને કે પેલી તીર્થાધિરાજ પર ભક્તિ કરવાના પ્રસંગે પણ ફૂલમાં બે રૂપિયા ગુમાવ્યા પરના ખેદે લાખ રૂપિયાની ભક્તિ ડહોળી નાંખી ! ઊંચા શુભ અધ્યવસાયની વચમાં હલકું આર્તધ્યાન ઘુસી ગયું ! તુચ્છ વસ્તુના હરખ-ખેદ અને એના પરનાં આર્તધ્યાન કેમ ખતરનાક ? એટલા માટે કે એ મહાન પણ સત્કૃત્ય અને શુભ અધ્યવસાયના પ્રસંગને ડહોળી નાંખે છે. આર્તધ્યાન રોકવા ૨ ઉપાય ઃ આ સૂચવે છે કે કાયા અને વાણીથી સારાં સુકૃતો સત્કૃત્યો કરવાં હોય મનમાં ઊંચી શુભ ભાવની લહેરી લહેરાવવી હોય, તો એની આ ભૂમિકા તૈયાર કરો કે, (૧) દુન્વયી લાભાલાભની વસ્તુ કે બાબત તુચ્છ લાગે, મન એને તુચ્છકાર્યા કરે કે ‘તું કુછ નહિ, કોઈ વિસાતમાં નહિ. અવસરે મોટા ચક્રવર્તિઓ તને ફેંકી દઈ ત્યાગ ધર્મ લે છે. છેવટે યમરાજ તો તને તરછોડાવેજ છે. ૧૮૦ (૨) આવો તુચ્છકાર ઊભો કર્યા પછી, એને તુચ્છ લેખ્યા પછી, એના અંગેના હરખ-ખેદ ઓછા કરો, બંધ કરી દો. તો જ પછી સત્કૃત્ય-સદ્ભાવનાને એ દખલ નહિ કરે, ને આર્તધ્યાન નહિ થવા દે. કિંમત કોની ? આશ્રવની ! કે સંવરની ? ‘ફૂલમાં બે રૂપિયા ગુમાવ્યા એ કોઈ ચીજ નથી, એની કોઈ વિસાત નથી, કિંમત ધર્મક્રિયા-ધર્મપરિણામ ન ડહોળાય એની છે.' એમ જો મનને બરાબર લાગી જાય, તો પછી એનો ખેદ શો ? અને પૂજાભક્તિમાં એની દખલ શાની થાય ? અને પેલી બિનકિંમતી ચીજના વિચારથી મહાકિંમતી સંવરમાર્ગને ડહોળીએ એનો પ્રત્યાધાત કેવો પડે ? આપણું મન ફૂલમાં ગુમાવેલા બે રૂપિયાને કિંમતી માને છે ? કે સુંદર જિનપૂજાની ક્રિયામાં રહેતા અખંડ ઉત્તમ અધ્યવસાયને ? ભૂલશો નહિ, રૂપિયાનો પ્રેમ તો આશ્રવ તત્ત્વ છે, જીવને કર્મબંધન કરાવનારું તત્ત્વ છે, ત્યારે પૂજા-ભક્તિના ઉત્તમ ભાવ એ સંવર માર્ગ છે. એટલે રૂપિયાને મહત્ત્વ આપી આપણે આશ્રવને કિંમતી માનનારા બન્યા ને ? એની સામે સંવરને કિંમત વિનાનું ગણ્યું ને ? સંવરને કિંમત વિનાનું અને આશ્રવને કિંમતી ગણે ત્યાં સમ્યક્ત્વ રહે ? આ ખૂબ ધ્યાનમાં રાખવા જેવું છે કે જો આપણે જીવની જુની ઘરેડથી લક્ષ્મી અને ઈન્દ્રિયોના વિષયોને મહત્વ આપવાનો દુરાગ્રહ રાખીએ તેમજ અહંત્વ-રાગ Page #426 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય (૧૮૧ ષ વગેરેને ન મૂકવાનો દુરાગ્રહ રાખીએ, ને એની સામે ધર્મને ઓછી કિંમતનો માની ધર્મ ડહોળાવા દઈએ, તો સમ્યગ્દર્શનના બે અંશ કેવી રીતે ટકે ? સમગ્દર્શનના અંશ છે ૧ આશ્રવની હેયતાની શ્રદ્ધા અને ૨ સંવરની ઉપાદેયતાની શ્રદ્ધા. અર્થાત્ (૧) “આશ્રવ એ હેય છે, કિંમત વિનાના છે’ એવી શ્રદ્ધા, અને (૨) “સંવર એ ઉપાદેય છે, કિંમતી છે એવી શ્રદ્ધા, આ બે સમ્યકત્વના બંશ છે. હવે જો આશ્રવને કિંમતી માનવા જઈએ તો શ્રદ્ધા અંશ ઊડી જવાથી સમ્યકત્વ ત્યાં રહે ? વિચારવા જેવું છે કે તુચ્છ બે રૂપિયાને મહત્ત્વ આપવા જતાં ધર્મ આચરણ ને ડહોળાય તો એ કેટલું બધું ખતરનાક ? સમ્યકત્વના સાચા ખપી આત્માઓ આ સમજે છે માટે તો મોકા ઉપર સાવધાન બન્યા રહે છે. રાવણની પ્રભુભક્તિ :રાવણ અષ્ટાપદજી ઉપર સુંદર જિનભક્તિ કરતા હતા, ને ત્યાં ધરખેંદ્ર યાત્રાએ બાવે છે. રાવણની એકતાની ભક્તિ જોઈ એ ખુશ થઈ કહે છે, ‘રાવણ ! તમારી ભક્તિથી હું ખુશ થયો છું.” રાવણ કહે, “જિનેશ્વરદેવનો ભક્ત એમની ભક્તિ થતી જોઈ ખુશ થાય એ સ્વાભાવિક છે.’ એ તો સાચું, પણ ભક્તિમાં તમારી સ્થિરતા અને અદ્ભુત રંગ જોઈ તમારા પર મારું મન મુગ્ધ બને છે માટે કંઈક માગો. માગો તે આપું. રાવાર અહીં લલચાતા નથી. એમને મન ભક્તિ આગળ દુન્વયી કોઈ ઈનામ કશી કંમતનું નથી. કારણ કે જિન-ભક્તિ એ ઉપાદેય તત્ત્વ છે, દુન્વયી સંપત્તિ એ હેય ત્ત્વિ છે. હેયને ઉપાદેય કરતાં કિંમતી કેમ મનાય ? ધરણેને રાવણ કહે છે- ભક્તિની અનુમોદનામાં તમે કાંઈ આપો એ તમારા માટે શોભા ભર્યું છે, પરંતુ ભક્તિના બદલામાં હું કાંઈક લેવા ઈચ્છું એ મારા માટે ભાભર્યું નથી. વળી ભક્તિનાં ફળરૂપે મારે જે જોઈએ છે તે તમે આપી શકો એમ નથી, ને તમે આપી શકો એ મારે ભક્તિનાં ફળરૂપે જોઈતું નથી. ભકિતનું ફળ માગતાં આશ્રવનું મહત્ત્વ મનાઈ જવાનો ભય :રાવણ સમ્યગ્દષ્ટિ જીવ છે. એ મોકા પર સાવધાન છે. અહીં ધરણંદ્ર તરફથી પાગવાની પ્રાર્થના છે એ મોકો છે. ત્યાં માગી લેવાની લાલચ થઈ જાય. પરંતુ રખે ને એથી આશ્રવનું મહત્ત્વ મનાઈ જાય તો? દુન્વયી સુખ-સાધન મળવા પર ચાલો ભક્તિ ફળી એમ મનમાં આવી જાય તો ? માટે એવું માગવાની ઈચ્છા જ નથી. પ્રભુભક્તિથી સમ્યગ્દર્શન વધુ નિર્મળ થાય છે; Page #427 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨ | ધ્યાન અને જીવન સમ્યગ્દર્શનની વધુ નિર્મળતામાં તો આશ્રવ વધુ હેય લાગે, તેથી સંવર વધુ ઉપાદેય લાગે. પછી એ ભક્તિનાં ફળરૂપે આશ્રવની ચીજ માગવાનું મન જ કેમ થાય ? સમ્યકત્વ જે પ્રાપ્ત થાય છે, અથવા નિર્મળ થાય છે, એનો પ્રભાવ કેટલો બધો ઊંચો છે કે સમ્યકત્વનો પ્રભાવ : એ વખતે જો આયુષ્ય બાંધે તો શાસ્ત્ર કહે છે કે વૈમાનિક દેવલોકનું આયુષ્ય બાંધે, નરક-તિર્થી-મનુષ્યગતિનું નહિ, તેમજ દેવગતિમાં ય ભવનપતિ-વ્યંતર જ્યોતિષીનું આયુષ્ય નહિ, પણ એની ય ઉપરનું વૈમાનિકનું આયુષ્ય બાંધે. ત્યારે એ હિસાબે એની સાથે શાતા વેદનીય, યશ નામકર્મ, સૌભાગ્ય નામકર્મ વગેરે શુભ કમ પણ કેવા ઊંચા બાંધે ? હવે આયુષ્ય તો જીવનમાં એક જ વાર કોઈ અમુક અંતર્મુહૂર્તમાં જ બંધાતું હોઈ તે સિવાયના કાળે ન બંધાતું હોય, છતાં પણ બીજાં પેલા શાતા વેદનીય, યશનામકર્મ વગેરે પુણ્યોનો જથો કેટલો ઉમદા બંધાય ! ધર્મસાધનાને તુચ્છલાભથી નહિ વટાવવી : એટલે જ આ વિચારવાનું છે કે આ સમ્યકત્વ તેમજ જિનભક્તિ વગેરે ધર્મસાધનાઓ જ્યારે આત્માની ભાવી મહાન સ્થિતિ સરજે છે, તો પછી એને લૌકિક તુચ્છ લાભથી શા માટે વટાવવી જોઈએ ? માનપાન પૈસા ટકા વગેરે વર્તમાન લાભ તો આશ્રવો છે, દિલમાં રાગ-મમત્વ તૃષ્ણા વગેરેને વધારનારા છે, એથી આત્મા પર પાપકર્મના ભાર વધતા જાય છે. તો પછી શું જિનભક્તિ-સમ્યગ્દર્શન વગેરેના ફળમાં એ પૈસાટકા માગીને યા મેળવીને સંતોષ માનવો ? રાવણ આ સમજે છે. તેથી ધરણેન્દ્ર ભલે એવું કાંક માગી લેવા કહ્યું, કિંતુ રાવણે જિનભક્તિનાં ફળરૂપે એ માગવા સાફ ના પાડી. શું? રાવણને જિનભક્તિથી દુનિયાની ચીજ જોઈતી નથી. આમ ધર્મસાધનાનું એવું મહત્ત્વ વધારી આશ્રવ પ્રત્યે નફરત વધારવાનું ચાલુ રખાય એની મન પર મોટી સુંદર અસર પડવાની. થોડી પણ જિનભકિતની મોટી અસર : ભલે કદાચ આ દૈનિક દેવદર્શનાદિ ધર્મક્રિયાઓનો સમય ચોવીસ કલાકમાંથી બહુ ઓછા કલાકનો હોય, છતાં ત્યાં તન્મય થઈને જે ભકિતરંગ વધાર્યો, અને એ માટે પાપો આશ્રવ પ્રત્યે ધૃણા વધારી, એની બાકીના સમય પર મોટી અસર પડે છે. આનું પરિણામ એ આવે કે સામાન્ય વાત-વસ્તુ પર રોદણાં અને આર્તધ્યાન જે થાય છે એ ન થાય, વાતવાતમાં રોદણાં શાના અંગે ચાલે છે ? આ કાયા-માયા-વિષયો અંગે જ ને ? મારું શરીર બરાબર નથી, છોકરો માનતો Page #428 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય ૧૮૩ થી, મોંઘવારી બહુ વધી ગઈ. આ અને એવાં બીજા રોદણાં આના અંગે શું મ ચાલે ? કહો, આ ચીજો અંગે વિચાર નથી કે મારો જીવ જે અઢળક રાગ૫ ક્રોધ-લોભ-મદ વગેરે આંતરિક દોષો પોષે છે, અને કર્મોના ભાર વહોરે છે, આ કાયા-માયા-વિષયોની ઘેલછાને લીધે જ. તો એ ઘેલછા કેવી ભૂંડી ! ઘેલછા .ાવનાર કાયા માયા વિષયો કેવાં ભૂંડા ! હવે જો આ આશ્રવો અને એના સાધનો યે સૂગ છે, ધૃણા છે, તો પછી એ થોડા બગડવા પર રોદણાં શા રોવાં ? આર્તધ્યાન કરવાં ? પૂર્વના મહાન પુરુષોએ જીવનમાં થોડો પણ ધર્મ સેવવાનું કર્યા પછી એ એકદમ ાગળ કેમ વધી ગયા ? કારણ આ, કે થોડા પણ ધર્મના સેવનમાં આશ્રવો પાપસાધનો યે નફરત બહુ કેળવી. બસ, ધર્મમાં પ્રગતિનો આધાર પાપ-પાપસાધનો-આશ્રવો પ્રત્યે વધતી નફરત ઘૃણા ૨ છે. કેમકે એ પાપઘૃણાથી શુભ ધ્યાન વધે છે. શુભધ્યાનનું જેમ જોર, એમ ર્મ વધુ બળવાન. આશ્રવો, પાપસ્થાનકો, કર્મબંધના હેતુઓ પ્રત્યે એવી નફરત-ઘૃણા-અરુચિ નહિ વાથી એમાં હોંશ રાખીને વર્તાય છે. એથી જ એના અંગે આર્તધ્યાન ચાલતું રહે > ને એનાં લક્ષણ બહાર તરી આવે છે. મનગમતું મળ્યું તો હરખ હરખ ! પછી ની પ્રશંસા વગેરે ચાલે છે. અણગમતું બન્યું, કે કોઈ રોગ આવ્યો, તો એની પોક ૉક ચાલુ થઈ જાય છે. જુઓ તો દેખાય કે જીવનમાં આર્તધ્યાનનાં કેવાં કેવાં લક્ષણ વાયે જાય છે. (૧) કાં તો પોતાના કાર્ય પોતાને નહિ ગમે, પોતે એનો હલકો ખ્યાલ બાંધ્યા શે. આ શું છે ? પોતાને જોઈએ એવું ઈષ્ટ નથી બન્યું એનો સંતાપ છે. એની ાછળ ઈષ્ટનો સંયોગ ન બનવાનું આર્તધ્યાન કામ કરી રહ્યું છે. (૨) અથવા બીજાના વૈભવ, બીજાની હોંશિયારીની પ્રશંસા કરશે. એમાં પણ ાર્તધ્યાન છુપાયેલું છે. કેમકે પોતાને એ ઈષ્ટ લાગે છે, અને એના સંયોગનું ધ્યાન લે છે, એટલે પ્રશંસા ચાલે છે. મૂળમાં રાગ-દ્વેષ ચાલતા હોય એ આર્તધ્યાનના પ્રેરક છે. જે વસ્તુની પ્રશંસા કરે । તે એને ગમે છે, એના પર રાગ છે, અને ગમતી વસ્તુ પોતાને મળી નથી એનું :ખ અથવા તેના સંયોગની ચિંતા યા મળેલી હોય તેનો વિયોગ થવાની ચિંતા માર્તધ્યાન કરાવે છે. આર્તધ્યાન અશુભ અધ્યવસાયનું કેન્દ્રી કરણ છે. અધ્યવસાય યાને દિલનો ભાવ, વિચાર કે વિકલ્પ એક વસ્તુ પર કેન્દ્રિત થાય Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪) | ધ્યાન અને જીવન || ત્યારે તે ધ્યાનરૂપ બને છે, પછી એ વસ્તુ શુભ હોય તો શુભ ધ્યાનરૂપ બને, અને અશુભ હોય તો અશુભ ધ્યાનરૂપ બને. કોઈનો બંગલો ગમી જાય એની પ્રશંસા કરો, ત્યાં એ બંગલો અશુભ વસ્તુ છે, આશ્રવ છે, મોહજનક છે, માટે એનું ધ્યાન એ અશુભ ધ્યાન છે. એ પેલી પ્રશંસા પાછળ કામ કરતું હોય છે. એના બદલે કોઈના જિનમંદિરની પ્રસંશા કરો ત્યાં એની પાછળ મંદિર એ શુભ વસ્તુ હોવાથી એનું ધ્યાન શુભ ધ્યાન કામ કરતું હોય છે. આમાં ખૂબી એ છે કે એનો એજ વિષય અશુભ છતાં જે શુભ બનાવી દો, તો પછી એની પ્રશંસામાં અશુભ ધ્યાન બંધ, અને શુભ ધ્યાન કામ કરતું થાય. પેલા શેઠના બંગલાનું દષ્ટાંત જાણો છો ને ? અશુભને શુભમાં ફેરવવા શેઠના બંગલાનું દષ્ટાંત શેઠે બંગલો બાંધ્યો. એ બંધાવવામાં વરસો લાગ્યાં. કેમકે દેશ-પરદેશથી એવી એવી ખાસ ચીજો મંગાવી એનો એમાં ઉપયોગ કરેલો. ક્યાંકથી આરસ, ને ક્યાંકથી નકશીકામવાળા પાટિયા, તો બીજેથી ઝુમર, તો કશેકથી આરિસા ને કશેકથી ગલીચા,... એવું એવું મંગાવેલ એની સાથે કાનપુર, ને આગ્રા, ને સીકન્દરાબાદ, ... વગેરે સ્થળેથી કારીગરો બોલાવી ચિત્રકામ, નકશીકામ, ઓપકામ,.... એવું એવું અનેરૂં કામ કરાવેલું. બંગલો અનન્ય બની ગયો. હવે શેઠ જેની તેની આગળ એની પ્રશંસા જાતે કરતાં ને લોક પાસે સાંભળતાં હરખા હરખા થઈ જાય છે. બોલો, એની પાછળ એના દિલમાં કેટલું આર્તધ્યાન કામ કરતું હશે ? પરંતુ હજી ય આટલા લોકો તરફથી મળતી પ્રશંસા ઓછી પડે છે, તે એમને વિચાર આવે છે કે, શેઠને બંગલાની ગામેગામ પ્રશંસા જોઈએ છે : ‘આ બેનમૂન બંગલાની પ્રશંસા દેશોદેશમાં થાય તો કેવું સારું ? પરંતુ એ બને કેવી રીતે ? ગામે ગામ કાંઈ માણસો ઢોલ પીટતા થોડા જ મોકલાય ? એમાં ખરચો ય કેટલો બધો ? અને લોકમાં સારું ય ન દેખાય.. પણ હા, એક ઉપાય છે,સાધુમહારાજ ગામે ગામ વિચરતા હોય છે. એમને જો આ બંગલો દેખાડી દીધો હોય તો એમના દિલમાં આ ચોંટી ગયા પછી સહેજે એ ગામે ગામ બીજાઓ આગળ વાતચીતમાં આ બંગલાની પ્રશંસા કરે. એમાં કાંઈ સાધુ મહારાજને પગાર મહેનતાણું પણ ન દેવું પડે, અને દેશોદેશમાં જાહેરાત પણ સારી થઈ જાય.” જોયું ? કેવો ઘેલો વિચાર આ ? સાધુ મહારાજ પાસેથી શું ઈચ્છો? ધન? કે ધર્મ ? પ્રતિષ્ઠા ? કે એનો વૈરાગ્ય? પરિવારની બેડી ? કે પરિવારથી મુક્તિ ? સાધુ મહારાજની પાસેથી શું ઈચ્છવાનું? Page #430 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય ૧૮૫ વાત આ છે કે, ધન-પ્રતિષ્ઠા-પરિવારનું મહત્ત્વ તો સંસારિઓ તો બહુ સમજાવે છે, પણ ધર્મ-વૈરાગ્ય-ઉપાધિમુક્તિનું મહત્ત્વ સાધુઓ સમજાવે છે. એમની પાસેથી એ જ લેવાનું હોય એ જ સમજવાનું હોય. જૈન શાસનના સાધુમહાત્માઓ શાસનનું રહસ્ય આ સમજાવે છે કે ‘આશ્રવો ભવહેતુઃ સ્યાત્ સંવરો મોક્ષકારણમ્’ માટે ‘આશ્રવઃ સર્વથા હેયઃ, ઉપાદેયશ્ચ સંવરઃ’ આશ્રવો સંસારવર્ધક હોવાથી સર્વથા ત્યાજ્ય છે, ને સંવર મોક્ષ સાધક હોઈ આદરવા યોગ્ય છે. આ શ્રદ્ધા હોય તો જ સમ્યગ્દર્શન આવે, ને સાચી જિનભક્તિ થાય. બોલો છો ને પૂજામાં, કેવલિ-નિરખિતસૂક્ષ્મ અરૂપી, તે જેહને ચિત્ત વસિયો રે; જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરવામાં ઘણું રસિયો રે.' અહીં ‘સૂક્ષ્મ=કર્મ, અને ‘અરૂપી-આત્મા. કર્મ અને આત્મા જેના ચિત્તમાં વસી ગયા, જેને પાકી શ્રદ્ધા થઈ ગઈ, કે આત્માની પોતાની જ આશ્રવ ખેલવાની ભૂલના યોગે ઊભાં થયેલ કર્મ જીવને સંસારનો કરુણ કેદી બનાવે છે. ત્યારે જિનેશ્વર ભગવાને કહેલ સંવર-તત્ત્વના માર્ગે ચાલતાં અંતે સર્વકર્મમુક્ત બની અનંતજ્ઞાન-સુખમય શુદ્ધ સ્વરૂપમાં આત્મા આવી જાય છે. આ સૂક્ષ્મ અને અરૂપી જેને દિલમાં ઊતરી ગયા, એ સમ્યગ્દર્શન પામી જિન-ભક્તિનો પાકો રસિયો બની જાય. જિનભક્તિનો ને સમ્યગ્દર્શનનો જ્યાં રંગ જામે, ત્યાં રાગાદિ દોષો અને અશુભકાર્યો વધારનારા પૈસા-ટકા-પરિવાર-પ્રતિષ્ઠા વગેરે આશ્રવ વધુ હેય લાગે, વધુ ત્યાજ્ય લાગે, આત્માના મહા અપકારક લાગે. તેથી જિનભક્તિનાં ફળરૂપે એ મેળવાની લેશ ઈચ્છા ન હોય. એટલે જ આપણે જે કહીએ કે ‘કોઈ તીર્થમાં પ્રભુની ભક્તિ કરવામાં, યા ગામમાં જ બેસતા મહિને પ્રભુનો સ્નાત્ર-મહોત્સવ ઉજવવામાં ખૂબ આનંદ આવ્યો,’ ત્યાં આ જોવું જોઈએ કે ‘એથી આશ્રવો વધુ ત્યાજ્ય અને ખતરનાક લાગ્યા ?’ ના, એ પૈસા-ટકા-પરિવાર વગેરે તો એટલા જ ગમતા રહ્યા, એના પરનો રાગ-મમતાઅભિમાન વગેરે જરાય ઓછા ન થયા કે જરા પણ ખટક્યા નહિ, તો ભક્તિનો રંગ શો લાગ્યો ? દર્શન નિર્મળ થયાનું માપ શાના પર ઃ તીર્થયાત્રા, પ્રભુદર્શન, જિનભક્તિ, વગેરે સાધના સમ્યગ્દર્શનને વધુ નિર્મળ કરનારી કહી છે. તો એથી આપણું સમ્યગ્દર્શન વધુ નિર્મળ થતું આવે છે ને? એનું માપ કાઢવાની આ ચાવી છે કે, (૧) અંદરખાને એ જોવાનું કે પૈસા ટકા-વિષયો-કષાયો-અવ્રત-આરંભસમારંભ - ૨૮ Page #431 -------------------------------------------------------------------------- ________________ . ( ૧૮૬ | ધ્યાન અને જીવન વગેરે આશ્રવો પહેલાં જે ત્યાજ્ય લાગતા હતા એના કરતાં વધુ ત્યાજ્ય લાગે છે ને ? ન લાગતા હોય તો લગાડવાના. (૨) એમ વ્રત-નિયમ-દેવગુરુભકિત તથા ક્ષમાદિ સદ્ગણો વધુ આદરણીય લાગે છે ને ? ન લાગતા હોય તો લગાડવાનાં. સંસારના પાપ-ખાતાઓ તરફ વધુ ને વધુ નફરત થતી જાય, કામ-ક્રોધ-લોભ વગેરે પર અધિકાધિક તિરસ્કાર વરસતો થાય, અને સંયમ, વ્રતનિયમ, ત્યાગ, તપસ્યા ને ક્ષમાદિગુણો વધુ ને વધુ પ્રિય લાગતા જાય, એવું કરવાનું; પછી દેવદર્શન કરતાં, પૂજાભક્તિ કરતાં, કે દાનાદિ ધર્મ કરતાં પ્રભુ પાસેથી શી આશા રાખવાની ? એમની પાસેથી શું લેવાનું? દુનિયાની વાહવાહ? સંસારનું કામકાજ સગવડ ? કે આત્મહિતની વસ્તુ ? તમે મુનિ મહારાજ આપણું શું કરી આપે એવું ઈચ્છો ? પૈસા ટકાનો લાભ, સંસાર વ્યવહાર, સંસારની કોઈ સગવડ, સંસારનું કોઈ કામકાજ કરી આપે એવું ઈચ્છો ? કે માત્ર આપણું આત્મહિત સધાવી આપે એવું ઈચ્છો? આજે આવા ય માણસ અમને મળે છે. આવીને કહેશે મહારાજ ! દેશાવર ધંધા માટે જવું છે. સારો દિવસ કયો છે ?' ત્યારે કોઈ કહેશે “સાહેબ ! જરા તબિયત સારી નથી રહેતી, તો વાસક્ષેપ નાખી આપો, જેથી સારું થઈ જાય.” એક ભાઈ એવા આવ્યા, અમને કહે “સાહેબ ! અમુક મકાન પર અમારી સગીનો હક પહોંચે છે. તો તમે પેલા ભાઈને કહો ને કે એ આપી દે. આપનું એ માને એમ છે !' સાધુ પાસે શું આવાં કામ કરાવવાના ? સાધુ કરે એમાં એના મહાવ્રતને ધક્કો પહોંચે એનો વિચાર ખરો ? ના, શું કામ વિચાર રાખે ? સ્વાર્થ સાધવામાં બીજું કશું જોવાનું ખરું કે ‘સાધુ સંસારની હોળીમાંથી કેટલા બધા પ્રયત્ન માંડ તો બહાર નીકળ્યા હોય, તે આપણે એમને ફેર પાછા એ હોળીમાં ઝીકવા ? તે ય આપણા સ્વાર્થ માટે ? કેટલી આ અધમ વૃત્તિ છે ?' આવો વિચાર કોણ કરે ? પેલો શેઠ બિચારો એમ ઈચ્છે છે કે કોઈ સારા સાધુ મહારાજને બંગલો દેખાડી દઉં તો પછી એ ગામેગામ વિચરે એટલે લોકો સાથેની વાતચીતમાં સહેજે કહે કે “ભાઈ ! બંગલો જોવો હોય તો અમુક ગામમાં ફલાણા શેઠનો ! શું બંગલો છે ! દુનિયામાં જોટો ન જડે એવો.” એમ મારા બંગલાની પ્રસિદ્ધિ મફતમાં ગામેગામ થાય. સાધુ થયા એટલે નવરાશ” ? :વાણિયો શું સમજતો હશે? કેમ જાગે સાધુમહરાજને નવરાશ બહુ, બીજું કાંઈ કામ નહિ, એટલે કુથલી જ કરતાં હશે ! તે એમાં એના બંગલાની ય વાત કરશે. !” આવી આજે કેટલાયની સમજ હોય છે, તેથી નવરા પડ્યા “ચાલો ઉપાશ્રયે, Page #432 -------------------------------------------------------------------------- ________________ I આર્તધ્યાન રોકવા ઉપાય | ૧૮૭. મહારાજ જોડે જરા બે ઘડી વાતો કરીશું,' એમ કરી જેને જ્યારે ફાવે ત્યારે આવવાની છૂટ લે છે, અને આડીઅવળી કુથલી-વિકથા-નિંદા વગેરે કરવામાં એને આંચકો જ નહિ. કેમ જાણે મહારાજ તો આખો દિવસ નવરા જ બેઠા હોય માટે ગમે તે ટાઈમે જવાય અને વાતો કરાય.’ આવી ને આવી ભ્રમણા રાખીને ઢીલાપોચા કે શરમાળ સાધુનું બગાડે. એમને ખબર નથી કે સાધુની પાસે શાસ્ત્ર એટલા બધા જોવા-વિચારવામાદ કરવાના છે કે જિંદગી ખૂટશે, આ કામ નહિ ખૂટે.’ જીવનમાં અભ્યાસ ચાનો કરવાનો? :રાગ-દ્વેષ, કામ ક્રોધ-લોભ, મદ-મત્સર વગેરે દોષોના અનંતા કાળના અભ્યાસથી બાત્મા પર કુસંસ્કાર કેટલા લાગેલા છે ? એ આત્મા પરથી ઉખેડવા માટે વૈરાગ્ય ઉપશમ શુભભાવનાઓ વગેરેનો સામો અભ્યાસ કરાય તે ય ઓછા છે. એ વિના રાગાદિના સંસ્કાર ઉખડે કેમ ? અજ્ઞાન મૂઢ માણસને આનો વિચાર જ નથી હોતો એટલે આવા ઉત્તમ મનુષ્ય જીવનમાં હજી ય પાછા-આહાર-વિષયો-પરહિ-આરંભ સમારંભ અને નિદ્રાની રાચી-માચીને પ્રવૃત્તિ કરી કરી એ જ રાગાદિ દોષોનો અભ્યાસ ચાલુ રાખે છે. ત્યારે કેટલાક વળી શાસ્ત્રનો અભ્યાસ જ્ઞાનનો અભ્યાસ કરવાનું હજી ૧ કરશે, પરંતુ વૈરાગ્ય ઉપશમ વગેરે ગુણોનો અભ્યાસ કરવા તરફ એમને કોઈ વિચાર જ નથી હોતો. બોલો, તમને આ વિચાર છે ? કયારે ? રાતે ? પ્રભાતે ? બપોરે? સાંજે ? કયારે આ વિચાર કરો છો કે - એક અમૂલ્ય વિચાર :“હું બીજા જનમ કરતાં આ મનુષ્ય જનમ કેમ પામ્યો છું? બીજા પ્રાણીઓ કરતાં મારો જન્મ ઊંચો શાથી છે ? એટલા જ માટે કે અનંત કાળના અભ્યાસથી જામ થઈ પડેલા રાગાદિને ઊખેડવા માટે અહીં વૈરાગ્યાદિનો અભ્યાસ કરવાની ગમ પડે, ને અભ્યાસ કરી શકાય. બીજા જીવોને આની ગમ પણ કયાં છે ? પછી એના અભ્યાસની તો વાતે ય શી ? અરે ! મનુષ્યોમાં ય કરોડો માનવો એવા છે કે જેને આની ગમ જ નથી. ત્યારે આની સમજ પડે છે, તો લાવ, આ અભ્યાસ ખાસ અને બહુ કરતો રહું. મુનિ કેમ નવરા નહિ? : ખરા મુનિઓને આ વિચાર હોય છે. તેથી વૈરાગ્યાદિના અભ્યાસાર્થે ત્યાગ-તપસંયમ-અનુષ્ઠાન સાથે જિનાગમનો ભરપૂર વ્યવસાય રાખે છે. એક મિનિટ પણ નકામી ન જાય એટલા બધા શાસ્ત્રસ્વાધ્યાયમાં અને તત્વચિંતન મનનમાં એ રચ્યાપચ્યા રહે છે. હવે કહો કે આવા મુનિઓને નવરાંશ હોય ? શાસ્ત્રોનાં વાંચન મનન-પરાવર્તન Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધ્યાન અને જીવન કરી કરી વૈરાગ્ય ઉપશમ વગેરેનો જોરદાર અભ્યાસ કર્યે જવાનો હોય ત્યાં ક્ષણની ય નવરાશ કેવી ? શેઠ મુનિને લાવી બંગલો બતાવે છે : પેલો શેઠ બિચારો આ સમજતો નથી, એ તો સાધુને ગામેગામ વાતોચીતો કરનાર તરીકે સમજે છે; તેથી પોતાના બંગલાની ગામેગામ વાત કરે એ માટે કોઇ મુનિને તપાસ કરી પોતાના ગામમાં લઈ આવે છે. શેઠિયો મહારાજને લાવીને ગોચરી-પાણીની ભકિત કરી, મહારાજ બહાર જંગલે જઈને પાછા વળતાં, એમને રસ્તામાં પોતાના બંગલામાં લઈ આવે છે. બંગલાનો ભોંય-મજલો બતાવતાં કહે છે ‘જુઓ સાહેબ ! આ ફરસી ખાસ અમુક પહાડના આરસપહાણની. એની ભાત બનાવવા માટે મોટા કળાકાર પાસે પહેલાં સ્કેચ કરાવેલો. આ ઉપરની છત જોઈ સાહેબ ? એમાં શાસ્ત્રમાં આવે છે એવા દેવલોકના ઉદ્યાનનું દૃશ્ય ચિતરાવવામાં આવ્યું છે...' ચાલી મોહના નશાની વાણી. મુનિનું કર્તવ્ય : વાણિયો બોલતો જાય છે અને સાધુના મોં સામે જોતો જાય કે, ‘આ દેખીસાંભળીને ચમત્કાર પામે છે ? રાજી રાજીનો પોટલો થઈ જાય છે ?’ પરંતુ સાધુ પહેલાં તો વિચારમાં જ પડી ગયા કે ‘આ તે અહીં જરા વિસામો લેવા લાવ્યો છે? કે આ બધું લેકચર કરવા ?' પણ પછીથી શેઠિયો બંગલાના કામનું વર્ણન કરવા મંડયો છે એ જોઈ સમજી ગયા કે ‘આ બીચારો આ નવા બંગલામાં ભારે આસક્ત થઈ ગયો લાગે છે, તેથી આ ગુણગાનમાં લાગ્યો છે, ને સાથે અમારા સારા પ્રમાણપત્રને ઈચ્છતો લાગે છે. પણ સહેજ મોં મલકાવી કે આંખ ચમકાવીને ય આવા મહા આરંભના કામમાં અમારાથી ભૂલેચૂકે જરાય અનુમોદન ન થાય, એના રાગને જરાય પોષણ ન અપાય, એ સાવધાની રાખવાની છે. તેથી મહારાજ આંખ અને મુખ પર ખાસ ગંભીરતા સાચવે છે. સાધુતામાં રહેવા જગત પ્રત્યે ઉદાસીનતા : ત્યારે શેઠિયો બિચારો ‘બંગલો એટલે શી વાત ?’ એમ એમાં પાગલ થયેલો સાધુના દિલની વાત ક્યાંથી સમજી શકે ? એ તો હવે ઉપરના મજલે લઈ જાય છે. ત્યાં વળી આગ્રાના કારીગરોનું નકસીકામ, જયપુરના કળાકારોનું ચિત્રકામ, ઈરાનની ફરસી, કાનપુરી કાચકામ, વગેરે કેટલુંય વર્ણન કરે છે. જાતે ને જાતે ભારે આશ્ચર્ય પામવા સાથે બોલતો જાય, ને મહારાજના મોં સામે જોતો જાય, પરંતુ સાધુ એમની સાધુતામાં રહેલા, તે એમના ચહેરા પર કોરી કડકડતી ઉદાસીનતા જોવા મળે છે. સાધુતા જાળવવી હોય તો જગત પ્રત્યે ઉદાસીનતા જ જોઈએ. Page #434 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય ૧૮૯ વાણિયો વિચારમાં પડે છે કે ‘અહો ? હજી આમને આમાં કંઈ પણ સારું ન લાગ્યું ? કેમ કાંઈ ખુશી નથી દેખાતી ? ભલે હજી ઉપર દેખાડું.' એમ કરી વળી ઉપરના મજલે લઈ જાય છે. ત્યાં વિશિષ્ટ ગોખલામાં નકસીકામ, આરીસા પરનાં ઉપસાવેલાં ચિત્રકામ, ઝરુખાની વિશિષ્ટ રચના, એવું એવું કેટલુંય બતાવે છે, ને કવિત્વભર્યું એનું વર્ણન કરતો જાય છે. માનવમનનો કેવો ઉપયોગ ? પોતાની સાદી ચીજની પ્રશંસાની પાછળ એ કેટકેટલા આર્તધ્યાનમાં સબડી રહ્યો છે ! ઈષ્ટ વસ્તુનું આર્તધ્યાન, અને સાધુ પાસેથી અનુમોદના રાજીપો મેળવવાનું પણ આર્તધ્યાન. મહાકિંમતી માનવમનનો આ જ ઉપયોગ ને ? કેમ બોલતા નથી ? બોલવામાં ગભરાઓ છો કે ‘ના, આ ઉપયોગ નહિ’ એમ કહેવા જતાં ક્યાંક આપણને પકડશે કે ‘તો પછી તમે શું કરી રહ્યા છો ? મનનો કેવો કેવો ઉપયોગ કરી રહ્યા છો ?' પરંતુ એમ ગભરાવા માત્રથી શું વળશે ? મનનો ગેરઉપયોગ કરવાની ભૂલ તો ક્યારેક અમારાથી પણ થઈ જાય છે. પરંતુ તરત પાછા વળવું પડે છે. માટે પહેલું એ નક્કી કરો કે મહામોંઘેરા માનવ મનનો કયો સદુપયોગ હોઈ શકે ? અને શાને ગેર ઉપયોગ કહેવાય ? છોકરાને લખવાની એક સારી ભારેમાંની નોટ જેવી મામુલી વસ્તુ વસાવી આપ્યા પછી નક્કી કરો છો કે ‘જોજે આ નોટમાં ગમે તેવા રફ દાખલા ન ગણાય, યા ગમે તેવું કાચું લખાણ ન કરાય. એમાં તો વ્યવસ્થિત પાકું લખાણ ને સારા અક્ષરે જ કરાય.’ ત્યાં છોકરો કાચા ગમે તેવા રફ લખાણમાં નોટનો ઉપયોગ કરે તો એ જોઈ તમારો જીવ કપાય છે ! ઝટ છોકરાને ઠપકો આપો છો કે ‘મૂર્ખ ! આ માટે આવી ભારી નોટ છે ?' બસ, તો પછી મહાકિંમતી માનવમનના ગેરઉપયોગ અંગે જીવ કપાય છે ખરો ? ગોવિંદ બ્રાહ્મણની પત્ની : મહાનિશીથ આગમમાં એક મુનિનું આવું વર્ણન આવે છે. પછીના ભવે એ રાજકુમાર છતાં બ્રહ્મચારી; અને પોતાની ઉપર બ્રહ્મચારિણી સ્રીરાજા રુકમીનો માત્ર દૃષ્ટિદોષ જોવા પર ચારિત્ર-તપ-અનશનનો નિર્ધાર કરનાર, તથા મિત્રરાજા પર દુશ્મન રાજાના સૈન્યનો ધસારો પોતાના નિર્મળ બ્રહ્મચર્યના બળે સ્થગિત કરી અવધિજ્ઞાન પામનાર, તેમજ દેવોથી સાધુવેશ અપાયે ઉપદેશ કરી બંને રાજાને અને પાછળથી એજ રુકમીને ચારિત્રમાર્ગે ચડાવનાર બને છે, ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે ‘ભગવન્ ! આટલી બધી એ ઉચ્ચતા શી રીતે પામ્યા ?’ Page #435 -------------------------------------------------------------------------- ________________ (૧૯) | ધ્યાન અને જીવન || મુનિએ વચનખલના પર શું કર્યું ? : ભગવાન કહે છે, “ગૌતમ ! પૂર્વ ભવે એ સાધુ બનેલ. એમાં ફક્ત એક વાર એમનાથી સહેજ અજુગતો વચનપ્રયોગ થઈ ગયો. બસ ત્યાં એ ચોંક્યા કે અરે! આ શું કર્યું મેં ? માનવભવની મહાકિંમતી વચન-શક્તિ અને મનની શક્તિનો ઉપયોગ તો કેટલો બધો ઉચ્ચ કોટિનો હોય, અને આ મેં કેટલો અધમ ઉપયોગ કર્યો ? બસ, મુનિને મહા કિંમતી માનવ વચન-શક્તિનો એકજ વારનો ગેરઉપયોગ એટલો બધો ખૂઓ કે એમણે સદંતર માટે એ ટાળવા, તરત (૧) જીવનભરનાં મૌનનો અભિગ્રહ કરી લીધો. સાથે (૨) એકેન્દ્રિય જીવોની દયા-અહિંસા, તથા (૩) બ્રહ્મચર્યનું નવ વાડ સાથેનું વિશિષ્ટ પાલન, એમાં પણ ખબરદાર બની ગયા. મૌન-દયા-બ્રહ્મગુપ્તિનો પ્રભાવ : ભગવાન કહે છે, “ગૌતમ ! આ મૌન, દયા અને વિશિષ્ટ બ્રહ્મવ્રત-ગુપ્તિનું પાલન, એનાથી એ મહા મુનિ ભવાંતર માટે સુલભ-બોધિ થઈ ગયા. એટલે જ આ જન્મ સુખી રાજપુત્ર થવા છતાં સહેજ નિમિત્ત મળતાં ઝટ વૈરાગ્ય અવધિજ્ઞાન અને ચારિત્રધર્મ પામી ગયા; તથા પૂર્વનાં મૌનથી એવી વિશિંષ્ટ વચન શક્તિ પામ્યા કે એથી રાજા અને બીજાઓને પણ સહેજમાં મિથ્યા માર્ગ છોડાવી પરમ અહિંસાદિમય સમ્ય માર્ગ પમાડનાર બન્યા.' ખોટો વિચાર કે આર્તધ્યાન ઊઠતાં શું કરવું ? :મહા મૂલ્યવંતા માનવ મન-વચનની કદર જોઈએ. રુકમી વગેરેના પ્રતિબોધક પૂર્વ ભવે કદર હતી તો એ સહેજ વચનનો ગેર ઉપયોગ થતાં એવા સાવધાન બની ગયા કે જીવનભરનું મૌન, એકેન્દ્રિય જીવોની દયામાં ખૂબજ તકેદારી, અને બ્રહ્મચર્ય વાડનું અણીશુદ્ધ પાલન-એ ત્રણને આત્મસાત્ કરનારા બની ગયા. “બસ, વચન આડું ગયું? મૂક એના પર જોરદાર અંકુશ. એ જેમ એમણે કર્યું, એમ આપણે સહેજ મન આડું જતા એના પર અંકુશ મૂકી દેવો જોઈએ. અંકુશ બીજો ભારે ન બને તો ય એના પશ્ચાતાપ સાથે કમમાં કમ ઝટ બાર, નવ, સાત કે ત્રણ નવકાર ગણી લેવાનું કરાય. મનમાં ખોટો વિચાર કે આર્તધ્યાને આવતાં જ ઝટ આ અંકુશ અજમાવવાનો. પેલો શેઠ બિચારો માનવમનની કિંમત સમજતો નથી એટલે ચડ્યો છે આર્તધ્યાનમાં, તે બંગલાની પોતે જ ભારોભાર પ્રશંસા કર્યું જાય છે. મુનિને એની વિશેષતા પર ચમત્કાર પમાડવા અને એમના દિલમાં ઠસાવી દેવા ઝંખી રહ્યો છે. આ પણ શું છે ? ઈષ્ટસંયોગ કેમ બની આવે એવા પેલા પ્રકારનું નવું આર્તધ્યાન છે. શેઠિયો મુનિને ત્રીજો મજલે લે છે :મનિ બીજા મજલાની વિશેષતા સાંભળીને પાગ ચમક્યા નહિ, ચકિત ન થયા, Page #436 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય ૧૯૧ એ જોઈ એના મનને લાગ્યું કે ‘સંભવ છે મુનિ મહારાજ તો ગામે ગામ ફરતા, એટલે ક્યાંક આનાથી પણ ચડિતાયું દેખ્યું હોય; તો લાવ, હવે છેલ્લા ત્રીજા મજલાની વિશેષતાઓ બતાવવા દે. એ જોઈને તો જરૂર ચકિત થઈ જશે.' એમ કહી મુનિને લઈ ગયો ઉપર, અને ત્યાંથી છતમાંનાં જીવતા જેવા ચિત્રામણ, હાંડી-ઝુમર, ઝરૂખાં, દિવાલો પરનાં આબેહુબ બગીચા તથા દેવાંગનાઓ વગેરેનાં ચિત્રામણ, ઈત્યાદિ ઘણું ઘણું બતાવ્યું. બનાવવા ક્યાં ક્યાંની ચીજવસ્તુ લાવેલી, ક્યાં ક્યાંના કારીગર બોલાવેલા, અને કેવી રીતે કરામતથી એ બનાવેલું, એનું હરખી હરખીને વર્ણન કર્યું. પરંતુ બિચારો પામર શેઠ વર્ણન કરતો જાય ને મુનિનું મોઢું જોતો જાય કે ‘એના પર ચમકારો આશ્ચર્ય આનંદ દેખાય છે' તો ના, અહીં તો ભારે ઉદાસીનતા દેખી, તેથી નિરાશ થઈ ગયો કે ‘હાય ! ત્યારે આટલા જાલિમ ખર્ચ અને ભારે મહેનત તથા સમય લઈ બંધાવેલા આ બંગલામાં કોઈ માલ નહિ ? મહારાજે જરૂર આનાં કરતાં કોઈ અવ્વલ બંગલા જોયા હશે, એટલે આ ઢમકલાસ બંગલો જોઈ શાના હરખાય! વાણિયો અકળાઈ ગયો, તે હવે મુનિને પૂછે છે, ‘હેં મહારાજ સાહેબ ! ત્યારે શું આને ય ટપી જાય એવો બંગલો ક્યાંય આપના જોવામાં આવેલો ય જરૂર લાગે છે કે જોયો હોય, તેથી આ બંગલામાં વિશેષતા ન જણાય. ખેર, પણ હવે આપ છેલ્લું નીચેનો ગેઈટ (દરવાજો) જુઓ કેમ લાગે છે? મને લાગે છે કે આવો ગેઈટ તો નહિ જ જોયો હોય. જાતે ને જાતે કલ્પના કરી બોલે છે. ... એમ કરીને મુનિને ઉતારી લાવ્યો નીચે, ને બંગલાની બહાર નીકળી ગેઈટ બતાવે છે; કહે છે, ‘જુઓ મહારાજ સાહેબ ! માત્ર આ ગેઈટ બનાવવામાં રૂપિયા પચીસ હજાર ખરચ્યા છે. આમાં ઝીણી ઝીણી નકસી કોતરણી તો જુઓ કેવી બેનમુન છે ! આમાં ઉતારેલ રાજસવારીની ભાત, દેવપુરીનાં નૃત્યમંડપ, આબેહુબ દેવીદેવતાઓનાં બાવલાં... હવે વિશેષ તો શું કહું, આપ નજરે જુઓ કેમ લાગે છે ?’ ગેઈટ પર મુનિ મોં મલકાવે છે : આમ કહી વાણિયો મહારાજના મોં સામે તાકીને જુએ છે કે કાંઈ ચમકારો દેખાય છે ? ત્યાં મુનિએ સહેજ મોં મલકાવ્યું. બસ, હવે એના મનને તેજી આવી, મુનિને કહે છે, ‘બસ સાહેબ ! આ અદ્ભૂત કામ છે ને ? દુનિયામાં ક્યાંય આવું જોવા ન મળે ને ? કહો, આથી ચડિયાતું તો શાનું, પણ આનો નમૂનો ય ક્યાંય જોયો ? એ તો મને ખાતરી જ હતી કે આવો દરવાજો તો ક્યાંય આપે જોયો જ ન હોય.' મુનિ હજી ય બોલતા નથી, પણ મોં પર મલકાટ ચાલુ છે. વાણિયો પૂછે ‘હેં Page #437 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૯૨ મહારાજ સાહેબ ! તો કેમ કાંઈ બોલતા નથી ? મારી ગણતરી ખોટી ? તો પછી કહો આપ હસ્યા કેમ ?' દરવાજો મૂકવાની મૂર્ખાઈ કેમ ઃ મહારાજ કહે, ‘જુઓ ખોટું લગાડતા નહિ, મને હસવું એમ આવ્યું કે ‘હેં ! હેં ! આમણે બિચારાએ આટલી બધી ભારે મહેનતે અને આવા જંગી ખરચે બંગલો બાંધી આને આ દરવાજો મૂકવાની મૂર્ખાઈ કેમ કરી ?' ‘કેમ સાહેબ ! તો દરવાજામાં કાંઈ વાંધો છે ?' ‘હા, વાંધો એ છે કે જ્યારે તમારું અહીં જીવન પૂરું થશે, મૃત્યુ થશે, ત્યારે તમને આ દરવાજામાંથી જ બહાર કાઢીને શ્મશાને લઈ જશે, તમને મર્યા પછી અહીંથી કાઢી મૂકવા આ દરવાજે જ ઉપયોગી થશે. જો દરવાજો જ ન હોત તો તો તમને તમારા જ આવા મહાકિંમતી બંગલામાંથી બહાર કાઢે જ શી રીતે? એમ તમને આમાં કાયમી રહેવાનું મળત ને ? એટલે આ દરવાજો મૂકવાની મૂર્ખાઈ પર જરા હસવું આવ્યું.' શેઠ ઠંડગાર : બોંબ- આઘાત : બસ, આ સાંભળીને વાણિયો ઠંડગાર પડી ગયો. જાણે બોંબનો ધડાકો થયો તે પૂર્વની સઘળી વિચાર-માળા મૂકાઈ ગઈ અને હવે એ પોતાના મૃત્યુની ચિંતામાં ચડ્યો કે ‘હેં ત્યારે શું આટલા જંગી ખરચે બંગલો બાંધ્યા પછી મારે આમાંથી ડીસમીસ થવાનું ? ત્યારે મહારાજ વળી કહે છે કે મર્યા પછી કદાચ અહીં કૂતરા થયા, અને બંગલો જોઈ પૂર્વ જનમ યાદ પણ આવી ગયો, ને પોતાનો બંગલો માની અંદર ઘૂસવા ગયા તો પોતાના સગા જ હડ હડ કરીને કે જરૂર પડ્યે લાકડી ઠોકીને આ જ બંગલામાંથી બહાર કાઢે ! અરેરે ! બંગલો છતે મર્યા પછી કેવી કરુણ દશા ?’ પસ્તાવો તે રુદન : શેઠ મુનિરાજને કહે છે, ‘મહારાજ સાહેબ ! આ શું કહો છો ? મૂર્ખાઈ દરવાજો મૂકવાની નહિ, પણ આવો બંગલો બાંધવાની આપ કહી રહ્યા છો. તો પ્રભુ ! મેં આ કેટલી બધી મૂર્ખાઈ કરી ? અરરર ! જે મહાધનથી અનેકાનેક સુકૃત-સત્કાર્યો કરી શકત, એ ધન તો બધું મેં આ બંગલામાં વેડફી નાખ્યું ! ઉપરથી આ બંગલા પર કારમો રાગ કરી કરી નાચ્યો ! હાય હવે મારું શું થશે ? કિંમતી તે બંગલો કે આ માનવ જીવન ? શું કિંમતી માનવ જિંદગી આ ઈંટ-ચૂના પાછળ બરબાદ ? બોલતાં બોલતાં શેઠનું હૈયું, ગદ્ગદ થઈ, એ ધ્રૂસકે રોઈ પડ્યો, ને આંખમાંથી દડદડ પાણી પડવા માંડ્યું. શોક કરે છે, અરેરેરે ! જે ભગવાનના જ પ્રભાવે આ Page #438 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન રોકવા ઉપાય (૧૯૩) રૂડો માનવ અવતાર અને અળલક લક્ષ્મી મેળવી, એ ભગવાનની સેવામાં ન તો આ કાયા જોડી કે ન આ ધન વાપર્યું, કેવી મારી પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા?' રોતો જાય છે ને વિચારતો જાય છે કે કેટલાંય ધર્મક્ષેત્રો ને સીંચી શકાત, ને હજારો ગરીબોનાં દુઃખ ફેડાત એટલી લક્ષ્મી આ પાપમાટીમાં ઘાલી ? માટી તો અહીં રહેવાની, ને પાપનાં પોટલાં સાથે ઉપાડવાના. હું ક્યાં જઈશ? મારું શું થશે? બંગલો તો સગાવહાલા ભોગવશે, ને મારે પાપના માર ખાવા પડશે !' કરોડો રૂપિયા લઈ વિલાયતઃ ત્યાં જેલવાસ : મુનિનાં એક વચન પર શેઠને કેવો ધક્કો લાગી ગયો ! બંગલાની વિશેષતાનો બધો મોહ ઊતરી જઈ હવે એના પ્રત્યે ધૃણા થાય છે. આ જ બંગલાના દરવાજામાંથી મારી હકાલપટ્ટી ?' આ વિચાર પર જીવન સરવૈયું કાઢ્યું સરાસર બરબાદી દેખી. જાણે કરોડો રૂપિયા લઈ વિલાયત કમાવવા ગયો, અને ત્યાં રૂપિયા તો ગયા તો ગયા, પણ ઉપરથી ભેદી પરદેશી તરીકે ત્રાસમય જેલના સળિયા પાછળ પૂરાવું અને રીબાવું પડ્યું ! એવી ભાવી દુર્દશા નજર સામે આવી ગઈ. મુનિવરોને ખોટું કેમ ન લાગ્યું ? - મહારાજને ગામે ગામ પોતાની ભાટાઈ ગવડાવવાના તુચ્છ સ્વાર્થે લઈ આવ્યો હતો, પરંતુ શેઠાઈનું એને એવું અભિમાન નહોતું, તેથી મહારાજના એ માર્મિક વચન પર ઊછળી ન પડ્યો કે “બેસો બેસો મહારાજ ! આ શું બોલો છો ? મારા મરી જવાની વાત કરો છો ? પધારો આપના રસ્તે. મારી ભૂલ થઈ તે મારું મોત સાંભળવા તમને તેડી લાવ્યો...' આવો કોઈ લવારો કરત. પરંતુ મહારાજ પ્રત્યે અભિમાન નહોતું એટલે આવું કાંઈ બક્યો નહિ. આજે શ્રીમંતાઈનાં અભિમાનને બોલ વિચિત્ર સાંભળવા મળે છે. મોટા આચાર્યને પણ સાંભળવા મળે ! એ બિચારા અજ્ઞાન પામર શ્રીમંતોને ભાન નથી કે કર્મસત્તા હસી રહી છે, રાહ જોઈ રહી છે કે, “તું અહીંનો પટ્ટો પૂરો કર ને, પછી તારી વલે જોજે.” જે ધન-માલ અંતે ખોવાઈ જવાના, ને એ પાપ પેરીને જીવનું પરભવે દુર્ગતિમાં પારસલ કરવાના, એ ધનમાલની ઉપર અભિમાન શા કરવા ? પરંતુ આ કોણ સમજે ? અભિમાની ન સમજે. આ શેઠને એવું અભિમાન નહોતું, તેથી ‘મર્યા બાદ આ જ દરવાજેથી આ તારા જ કિંમતી બંગલામાંથી તને કાઢી જશે,’ એ સાંભળતાં ચોંક્યો, ને હવે પાપના પસ્તાવે ચડ્યો. મુનિને શેઠ કહે છે, “મહારાજ સાહેબ ! ત્યારે મેં તો જીવનભર લક્ષ્મી મેળવવાસંઘરવા-ભોગવવા વગેરેના અને વધારામાં આ બંગલો બંધાવવામાં અઢળક ભારે આરંભ-સમારંભો કરવાનાં તથા આના પર જુલ્મ રાગ કરવાનાં ઘોર પાપો કર્યા છે, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધ્યાન અને જીવન તો પ્રભુ ! મારું શું થશે ? બળી આ લક્ષ્મી ! ને બળ્યો આ બંગલો ! હવે મારો બચાવ જ ક્યાં ?' સાધુ એને આશ્વાસન આપે છે કે ‘ચિંતા ન કરો. જુઓ હવે તમને એ પાપો અને પાપસાધનરૂપ આ બંગલા પર સાચો તિરસ્કાર છૂટ્યો છે ને ? તો હવે બચાવનો એક મહાન રસ્તો છે.....' તીવ્ર પસ્તાવામાં કેટલી તૈયારી ? : મુનિમહારાજ એટલું બોલીને ઊભા રહી ગયા. શેઠ તરત કહે ‘સાહેબજી! બોલતાં કેમ અટકી ગયા, જલદી કહો, ઉપાય છે ? ઘોર પાપોથી બચાવ મળતો હોય તો જે કહો તે કરવા તૈયાર છું. જો પાપોથી ન બચું તો તો પરભવે મારે ઘોર દુઃખોની લાંબી હારમાળા જ ચાલે, માટે ફરમાવો જે ઉપાય હોય તે.’ બંગલાને દેરાસર કરો : ચારિત્ર લો : સાધુ એનો દૃઢ નિર્ણય જોઈ કહે છે, ‘જુઓ, આ બંગલાને દેરાસર બનાવી દો. ત્રણે મજલામાં ભગવાન બિરાજમાન કરાવી દો, પછી જુઓ આ કેવું આલીશાન જિનમંદિર દીપશે ! તમારા નકામા ખર્ચેલા પૈસા સુકૃતમાં ખર્ચેલા થઈ જશે. અને સુકૃત તે કેવું ? દુનિયામાં અજોડ જિનમંદિર ! ગામેગામ આની પ્રસિદ્ધિ થતાં લોકો દૂર દૂરથી પણ અહીં દર્શનાર્થે આવશે, હજારો માણસો દર્શન-પૂજન કરી કરી સમ્યગ્દર્શન પામશે, એને નિર્મળ કરશે, અને જિનશાસન પ્રત્યે અધિકાધિક રાગવાળા બનશે. એથી તમારે અઢળક પાપક્ષય અને પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થશે. બસ પછી તાકાત-વીોલ્લાસ વધારી ચારિત્રમાર્ગે ચડી જાઓ, અહિંસા-સંયમ-તપની ખૂબખૂબ આરાધના કરો. તમારાં માત્ર આ જનમનાં જ નહિ, પણ પૂર્વના અસંખ્ય જન્મોનાં પાપ સાફ થઈ જશે.' આશ્રવ તે સંવર : સાધુની અમૃતવાણી સાંભળી શેઠનો ઉલ્લાસ ભારે વધી ગયો. એને ચમત્કાર લાગ્યો કે ‘અહો ! હું તો માનતો હતો કે આ બંગલામાં લાખોની લક્ષ્મી વેડફાઈ ગઈ. પણ હવે સમજાય છે કે એનેજ દેરાસર બનાવવાથી પાપલક્ષ્મી પુણ્યલક્ષ્મી બને છે !! તો તો બહુ સારું, હવે એ જ કરું.' આશ્રવ એ સંવર બને તે આનું નામ. મુનિને કહે છે, ‘પ્રભુ ! આ તો અજબ ઉપાય બતાવ્યો. આપે કેટલો બધો મહાન ઉપકાર કર્યો ! બસ, આજથી આ દેરાસર બને છે. હવે ભગવાન લઈ આવું, આપ પ્રતિષ્ઠા કરાવી આપો.' મુનિ કહે ‘ભલે !' શેઠિયો પ્રાચીન જિનબિંબો લઈ આવ્યો. બંગલાના ત્રણે મજલે પ્રતિષ્ઠા કરાવી Page #440 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ | E(૧૯૫ દીધી. નવીન ભાતનું આ દેરાસર બન્યું. બહાર કીર્તિ પ્રસરતી ગઈ. હજારો ભાવિકો દર્શને આવતા ગયા. શેઠની છાતી ગજ ગજ ફૂલતી ગઈ. હવે તો આ સુકૃતની ભારે અનુમોદના થાય છે. બંગલાનું ધ્યાન દુર્થાન હતું, એ જ હવે દેરાસર બન્યું, તો એનું ધ્યાન શુભધ્યાન બને છે. પ્રશંસા દેરાસરની જેટલી કરે એ બધી શુભધ્યાનમાં જાય; ત્યારે પ્રશંસા બંગલાની કરે તે આર્તધ્યાનની પોષક બને. માનવમનની આ કેવી વિટંબણા કે એને રૂડા શુભધ્યાનને બદલે ગોઝારા આર્તધ્યાનમાં સબડાવવાનું ? ૨૦ કાળબળ- કર્મબળ - ભવિતવ્યતાબળ જાલંપટ મન વેશ્યાલંપટ માનવી જેવું છે - માનવમન તો મહા મૂલ્યવંતું છે. પરંતુ આર્તધ્યાન એને કાળું ધુંધરુ અને જાલંપટ બનાવી દે છે. માણસ વેશ્યાલંપટ બનેલો કેવો થાય છે એ જાણો છો ને ? જેવો વેશ્યા પર સ્નેહવાળો, એવો પોતાની સુશીલ પણ પત્ની, માતા, પિતા, કોઈનાય સ્નેહવાળો રહે ખરો ? એનું દિલ આ કોઈનું ય વફાદાર હવે હોય ? ના, બસ એ જ રીતે જડ-લંપટ બનેલું મન સ્વાત્મા, પરમાત્મા, ગુરુ, સાધર્મિક કે કોઈ પણ દાન વગેરે ધર્મ પર સ્નેહવાળું બને નહિ; એવું મન આ કોઈનું ય વફાદાર કે સમર્પિત થાય નહિ. એ તો મુખ્યપણે જડને જ જવાનું; કાયા-કંચન-કીર્તિ-કુટુંબ વગેરેનું જ અનુકૂળ જોયા કરે; ત્યાં આત્મચિંતા શાની થાય ? આર્તધ્યાન જ સળગ્યા કરે; એના પર શોક-ઉગ, યા સ્વકૃતની પ્રશંસા થયા કરશે. જીવની ઘેલી ઝંખનાઓ કેવી કેવી ? :આર્તધ્યાનનું એક લક્ષણ એવું પણ બને છે કે જગતની સમૃદ્ધિ, વૈભવ, વેપાર, સત્તા સન્માન વગેરેની પ્રશંસા ચાહના કર્યા કરતો હોય, મોંઢેથી એક યા બીજા રૂપે બોલે, જેમકે ‘દાક્તરી ધંધો સારો ! પૈસાનો ઢગલો થાય. છોકરાને એ જ ધંધો લેવરાવું.” અથવા ‘પાસે બે ચાર લાખ હોય તો દુનિયામાં વટબંધ રહી શકાય.’ યા ‘મોટા ઓફિસર થઈએ તો રુઆબ પડે, સત્તા ચાલે.” અથવા “એકાદ સંઘ કાઢીએ, ઉપધાન કરાવીએ, તો લોકોમાં પ્રતિષ્ઠા જામી પડે. બબલાને સારી કન્યા મળે.’ યા ‘કોઈ ટ્રસ્ટ ખાતામાં ટ્રસ્ટી યા સંઘમાં હોદ્દેદાર બનીએ તો સન્માન સારું મળે. વેપારીઓ સાથે ઓળખાણ પણ વધે; આપણને માલ સસ્તામાં મળે...' જાલંપટતામાં શું શું ગુમાવે ? : આ બધી કેવી કેવી ઝંખનાઓ છે ? જીવ એમાં એવો કેમ જકડાયેલો રહે છે અંતરમાં એનાં આર્તધ્યાત રહ્યા કરે છે માટે. મોહરાજાની મોહિની છે કે જીવને આંજી Page #441 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૧૯૬ દઈ આર્તધ્યાનમાં સબડતો રાખીને એવી ઘેલી ઘેલી ઝંખનાઓ કરાવ્યા કરે છે. વળવાનું કેટલું ? માલ નહિ, છતાં લંપટતા જડની. માનવજીવનમાં શું કરવાનું ? ઃ આવા જીવો આત્માની શી ચિંતા કરી શકે ? કરવાને જગા જ ક્યાં હોય? એમને માનવજનમમાં જ થઈ શકે એવી ઉચ્ચ કોટિની તત્ત્વચિંતા, ઉમદા કોટિના પરમાર્થપરોપકાર-ક્ષમા આદિના મનોરથો, ઉત્તમ પ્રકારની પરમાત્મ-સ્વરૂપની વિચારણા, - આ બધું કરવાનું સૂઝતું જ નથી. બિચારાને મોહની મોહિનીના અંજામણમાં આના તરફ દિષ્ટ જ શાની ?' આ જીવનમાં કોઈ ઊંચા ઉદ્દેશ છે, જીવન ઉત્તમ સંયમસુકૃતો-સત્કૃત્યો માટે છે, માનવમનને ઊંચા ગુણો-ભાવનાઓ વગેરેના અભ્યાસથી સુસંસ્કારિત કરવા માટે આ જીવનમાં ભરપૂર અવકાશ છે, અને એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. આનો કોઈ જ વિચાર જડલંપટ મનને ન આવે. પછી આર્તધ્યાન જ લમણે લખાયેલું રહે ને ? આર્તધ્યાનના યોગે જેમ જડની ઝંખનાની વાતો કરે, એના ગુણ ગાય, એમ એમાંની પ્રતિકૂળનાં રોદણાં પણ ચાલુ રહે છે. જેમ કે અવરનવર બોલ્યા કરશે, ‘આ મોંઘવારી ભારે ! કંઈ ભાવ ચડયા છે ભાવ ! જુલ્મ છે.’ બોલવામાં વળવાનું શું ? ભલેને વળે કાંઈ નહિ, મોંઘવારી ટળવાની નથી, પણ ઝંખ્યા કરશે, ‘સોંઘવારી થાય તો બહુ સારું.’ અનુકૂળ પ્રતિકૂળ બંનેની ઝંખના અને લવારાથી ઉપજવાનું કશું નહિ, કિંતુ ગમ-અણગમાની હોળી રાતદિવસ ચાલુ, આર્તધ્યાનની ચિનગારીઓ સદા સળગતી ! ૫૦ આવું તો અમારે ચાલ્યા જ કરે છે. તો બચવાનું કેવી રીતે ? ઉ૦ - બચવાનો ઉપાય છે; - કાળબળ કર્મબળ અને ભવિતવ્યતાના બળનો વિચાર હ્રદયથી કરવામાં આવે તો મોંઘવારી જ શું બીજી કોઈ આપત્તિની બળતરા ઓછી થાય. વિચારણા આ રીતે કરાય, આ જગતમાં જે બનાવો બન્યા કરે છે. એમાં કાળ કર્મ અને ભવિતવ્યતા ભારે કારણભૂત બને છે. કયાંક કાળ, તો કયાંક કર્મ ત્યારે કયાંક વળી ભવિતવ્યતા, અથવા કયાંક બે-ત્રણ સંમિલિત થઈ પ્રધાન કારણ બની જાય છે. કારણ એવા કે અકાય કારણ. એના અનુસાર જ કાર્ય બને. હવે જ્યાં આ શિરજોરી હોય ત્યાં આપણે આર્તધ્યાન કર્યું શું કામનું કે આ સારું ગમતું થયું ને આ ખરાબ આગગમતું બન્યું ? મનમાં આ સદા રમતું રહેવું જોઈએ કે, (૧) કાળબળ : કાળ કર્મ અને ભવિતવ્યતા જગત પર જબરદસ્ત સામ્રાજ્ય ભોગવે છે. કાળનું Page #442 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ (૧૯૯૭) સામ્રાજ્ય કેવું કે અનંતાનંત કાળ વહી ગયા, ભરત-ઐરાવત ક્ષેત્રમાં છ છ આરાનો કાળ નિયમિત ચાલ્યા કરે છે વરસોવરસ ૬ ઋતુઓ આવ્યા જ કરે છે. વર્તમાનમાં ય ભૌતિકવાદ, વિલાસવાદ આખા જગત પર કેવા જાલિમ ફેલાઈ ગયા છે ? આધુનિક વિજ્ઞાન શું છે ? કોરા-કકડતા ભૌતિકવાદનો જ નાચ ને ? કે અધ્યાત્મવાદની ઝાંખી ખરી ? ભૌતિકવાદના નશામાં માનવપ્રજાની બેફામ વધેલી તૃષ્ણાઓ પછીથી મોંઘવારી, અછત, લાંચરુશવત લાવે એમાં શી નવાઈ ? આ ફાટેલા આભમાં થિગડાં કયાં લાગે ? ત્યાં આર્તધ્યાત ન કરવાને બદલે જાતને બચાવી લેવાની જ જાગૃતિ જોઈએ. (૨) કર્મબલ : ત્યારે કર્મબળ પણ કેટલું જોરદાર છે? શ્રેણિક ક્ષાયિક સમકિત પામી ચૂકયા છે, તીર્થકર નામકર્મ પણ ઉપાર્જન કર્યું છે, પરંતુ ભગવાન પાસેથી જાણ્યા પછી જ્યારે પ્રભુને વિનંતિ કરે છે કે “મારી નરક મિટાવો. ત્યારે ભગવાન કહે છે શ્રેણિક બંધાઈ ગયેલું આયુષ્યકર્મ તો ભોગવવું જ પડે, એને એમજ નાશ ન થાય. પરંતુ તે મુંઝવાગ ન કરીશ પછીથી તું આ ભરતક્ષેત્રમાં તીર્થંકર થઈ મોક્ષ પામનાર છે.' મહાવીર પ્રભુએ આમાં શ્રેણિકને શું બતાવ્યું ? બાંધેલું આયુષ્ય કર્મ ભોગવવું જ પડે; અર્થાતુ કર્મ બળવાન છે. એકવાર એને માથે ચડાવ્યા, પછી એ પોતાનો ભારે પ્રભાવ દેખાડે છે. દ્વારિકા નગરીના બધા લોકોનાં એવા કર્મ બળવાન હતા કે બધાયને દ્વૈપાયનના કોપના ભોગ બનવું પડયું. ત્યાં કોઈનું કશું ચાલ્યું નહિ. નેમનાથ ભગવાને ભાખ્યું હતું કે આ દ્વારિકા બળીને ખલાસ થશે.' તો કેઈ ભવ્યાત્માઓએ યાવત કૃષગ વાસુદેવની રાણીઓએ ચારિત્રપંથે પ્રયાણ કર્યું. બાકી લોકોએ તપ-જપ-પ્રભુભકિત વગેરે ધર્મ સાધના કરવા માંડી. પરંતુ બાર વર્ષ થયા એટલે માન્યું કે હવે કૈપાયન દેવ દ્વારિકા બાળવાનું ભૂલી ગયો હશે. તેથી હવે મોજ કરો.” એમ કરી પાછા રંગરાગ અને અમનચમનમાં પડયા ! અને ત્યાં દેવતાને છિદ્ર જડયું. દ્વારિકાને ચારે કોરથી સળગાવી, લોકો ભાગી ભાગી બહાર નાસવા લાગે. એમને એવા પવનના સુસવાટાવાવાઝોડા નગર તરફ ફેંકાય કે, બહારથી ઉંચકી ઉચકીને લાવીને નગરની આગોમાં નાખે ! કર્મ બળવાન ત્યાં કોણ બચાવે ? કૃબગ બળદેવ માતા-પિતાને રથમાં લઈને ભાગવા જાય છે. ત્યાં દેવતાએ રથ ભાંગી નાખ્યો. તો માતા-પિતાને ઉંચકીને લઈ જવા માંડયા. પરંતુ આકાશવાણી થઈ; હે કૃષ્ણ ! બળરામ ! મેં માત્ર તમને બચાવવાનું કહ્યું છે એટલે તમે બચશો, બીજું કોઈનહિ બચી શકે.’ હવે શું કરવાનું ? કર્મ બળવાન છે. એ વસ્તુ માતાપિતા સમજી Page #443 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) | ધ્યાન અને જીવન ગયા. અને એમણે પોતે જ કૃષણ બળરામને કહ્યું “ભાઈ ! રહેવા દો કર્મ બળવાન છે. ભાવી એમજ હશે. દેવવાણીને મિથ્યા નહિ કરી શકાય.” શું કરે ? એમને મૂકી દેવા પડયા. માતાપિતાનાં કર્મ કેવાં બળવાન ! કૃષ્ણ બળરામ વનમાં - હવે બંને ભાઈ આગળ વનમાં ચાલે છે. પાછળ નજર નાખે છે તો ૧૨ યોજનની સમૃદ્ધ દ્વારિકાને ભડકે બળતી જુએ છે ! કેટલો ખેદ થાય ? પણ કર્મ બળવાન, ત્યાં શું ચાલે ? એક વખતના વાસુદેવ-બળદેવ ત્રાગ ખંડનું સામ્રાજ્ય ભોગવનારા આજે વનમાં ચિથરેહાલ ભટકતા થયા છે ! લ્હાવ-લશ્કર ખત્મ ! પરિવાર ખલાસ ! વૈભવસંપત્તિ ડૂલ!કબગ બળરામને કહે ‘ભાઈ! આપણી આવી કરુણ સ્થિતિ!” ત્યારે બળદેવ શો જવાબ દે છે ? એજ કે ‘બંધુ ! કર્મ બળવાન છે. ભગવાને શીખવ્યું છે કે કરેલાં કર્મનો ભોગવ્યા યા તપ કર્યા વિના મુકિત છૂટકારો ન મળે. બળદેવને મનમાં પૈર્ય છે, આપત્તિ કેટલી મોટી છે ? પરંતુ કર્મબળ ઉપર નજર છે, તેથી કૃષ્ણને આશ્વાસન આપી શકે છે. નહિતર તો એની સાથે એ ય રોદણું રોવા બેસી જાત. તો પૂછોને કે પ્ર- કૃષ્ણજી તો ક્ષાયિક સમકિતી હતા, તો શું એમને કર્મબળની ખબર ન હોય? તો પછી રોદણું શાને ? ઉ૦- ખબર તો ખરી, કિન્તુ જોતજોતામાં ત્રણ ખંડનું સમ્રાટપણું વિખરાઈ જવાથી એની અનહદ માનસિક પીડાના ભારને લીધે તત્કાલ મનમાં કર્મબળનો વિચાર સ્કુરાયમાન નહિ એથી રોદણું આવી જાય. એવા પ્રકારની પીડા ચિત્તને એવું પકડી લે છે કે ચિત્તને ઉપયોગ તત્ત્વ પર ન જાય, રોગની બહુ વેદના હોય તો એવું બને ને ? ત્યાં સમજુને શું ખબર નથી કે કર્મ બળવાન એટલે આવી વેદના ભલે આવે, પણ વેદનાથી એટલા અશુભ કર્મ રવાના થાય છે ? ખબર તો ખરી, પરંતુ તીવ્ર વેદનાની વ્યગ્રતામાં મનનો ઉપયોગ એની પર ન હોય તેથી સહેજ પણ હાયવોય થઈ જાય. (૩) ભવિતવ્યતાનું બળ જબરદસ્ત : વાત એ છે કે કર્મ-બળ જબરદસ્ત છે, એમ ભવિતવ્યતાનું બળ પર જબરદસ્ત છે, કૃષ્ણજીને એટલેથી ક્યાં પત્યું છે ? નેમનાથ ભગવાને એમને બાર વરસ પૂર્વે ભાખેલું હતું કે 'જરાકુમારથી તારું મૃત્યુ છે તે સાંભળી જરાકુમાર જે કૃષગજીનો ભાઈ છે, એ તો હેબતાઈ જ ગયો, અરે ! મારા હાથે ભાઈનું મૃત્યું ? તે નિર્જન વનમાં જ ભાગી ગયો, જેથી એ પાપ ન થાય. પરંતુ ભવિતવ્યતા બળવાન છે તે હવે બરાબર બાર વરસ પછી કૃષ્ણ બળરામને રખડતાં રખડતાં એજ વનમાં લઈ આવે છે ! Page #444 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળી (૧૯) કૃષગજી પર જરાકુમારનું બાણ કૃષ્ણજીને ભારે તરસ લાગી છે, ને બળદેવજી પાણી શોધવા ગયા, અહીં કૃષગજી પગપર પગ ચડાવી સૂતા છે, અહીં જરા કુમાર દૂરથી જુએ છે, તો પગનાં તળિયાંની રેખા હરણ જેવી દેખાય છે. તેથી એણે શિકાર કરવા બાણ છોડ્યું, એ બાણ ઊંચા પગના તળિયાને વીધી સીધું કપાળમાં પેઠું. શ્રી કૃષ્ણ ચીસ પાડી કોણ છે આ મારી હદમાં, જે મને બાણ મારી શકે છે ?' જરાકુમારનું રુદન અને આશ્ચર્ય :જરાકુમાર ભાઈનો અવાજ પરખી દોડતો આવ્યો. ભાઈને હણાયો જોઈ ધ્રુસકે એ છે, “અરે ભાઈ ! તું અહીં ? અને આ સ્થિતિમાં ? મારો ભાઈ ત્રણ ખંડોનો સમ્રાટ વાસુદેવ, હજારો રાજવી સેવકોથી પરિવરેલો રહેનારો, આમ એકલો અટુલો? અને તેય ચિથરેહાલ દશામાં ? કલ્પનામાં ન બેસે એવું આ કેમ બન્યું ? ભાઈની હત્યા જે મારે હાથે ન થાય એ માટે તો હું નિર્જન વનમાં રહ્યો, બાર બાર વરસ જંગલમાં કાઢ્યા, તોય એ ભાઈને હણવાનું અ ૨ ૨ ૨! આ ઘોર પાપ મારા લમણે લખાયું ? ઓ ભાઈ ! ભાઈ !' જરાકુમાર આકંદ કરે છે. કર્મનું કામ કેટલું? અહીં ખૂબી જવાની છે. કૃષ્ણજીને આવી પીડા આવી તે તો પોતાના અશુભ કર્મના ઉદયે આવી. અશાતાકર્મનું કામ આટલું જ કે પીડા આપવી. પરંતુ એમાં એ લખેલું ન હોય કે અમુક જીવથી જ એ પીડા આવે. તેમ એવું ન પણ લખાયું હોય કે “સામો જાણીને જ મારવા આવશે યા અજાણે મારી બેસશે.' તો પછી સવાલ થાય કે - પ્ર0- અહીં કૃષ્ણજી પર ભાઈ જરાકુમારનો જ હલ્લો કેમ આવ્યો ? અને તે પણ ભ્રમણા થવાથી જ હલ્લો કેમ આવ્યો ? અશાતા વેદનીય કર્મની પ્રકૃતિના સ્વભાવમાં તો શારીરિક પીડાજ આપવાનું હોય, પણ અમુક માણસથી જ અને ભ્રમણાથી જ એ પીડા આવે એવું કર્મના સ્વભાવમાં ન હોય. ઉ૦- આનું સમાધાન “ભવિતવ્યતા” એટલે ચોકકસ પ્રકારના બનાવને સરજનાર એક કારાણ. આ કારણ કર્મ, સ્વભાવ, પુરુષાર્થ તથા કાળથી વિલક્ષણ છે. જુદું છે. કર્માદિ ચાર કારણો જે સંયોગ બનવાનું સમાધાન ન આપી શકે, તેનું સમાધાન ભવિતવ્યતા નામના કારણથી થાય. સમરાદિત્યને અગ્નિશર્માને યોગ ભવિતવ્યતાથી - દા.ત. સમરાદિત્યને જન્મ જન્મ પીડા ભોગવવાના કર્મ હતાં, તો તે કર્મથી એમને પીડા આવતી ગઈ. કેમકે પોતાનાં અશુભ કર્મ વિના તો વેઠવાનું આવે નહિ. પરંતુ Page #445 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦) [ ધ્યાન અને જીવન એ પીડા અગ્નિશર્માથી જ કેમ? અને બીજાથી કેમ નહિ? આનો જવાબ સમરાદિત્યના કર્મ, સ્વભાવ, કાળ તથા પુરુષાર્થથી ન મળે. ત્યારે અગ્નિશમને વૈરનું નિયાણું હતું તો સમરાદિત્યને જીવ પર વૈર અને મારવાની બુદ્ધિ સ્ફર્યા કરે, પરંતુ તે એમનો સબંધી થઈને જ મારક બને છે એ શાથી? કોઈ ભવમાં અગ્નિશર્મા એમનો પુત્ર થઈને, તો કોઈમાં માતા થઈને. ત્યારે કોઈ ભવમાં પત્ની તો કોઈમાં ભાઈ થઈને એમને મારવાનું કરે છે એ ક્યા કારણે ? ત્યાં એમ નહિ કહી શકાય કે “સ્વભાવથી એમ બને છે.' યા 'કાળાનુસાર બને છે,'કે તેવાં કર્મને લીધે બને છે. કર્મ તો પત્ની આપે પુત્ર આપે... પરંતુ અમુક જ વ્યકિતની પત્ની રૂપે સંયોગ થવો કે પુત્રરૂપે, એમાં કારણ તરીકે ભવિતવ્યતા જ કહેવી પડે. માટે તો એમ કહેવાય છે કે ભવિતવ્યતા વશ અગ્નિશર્મા એના પુત્ર તરીકે જન્મે છે...' ચોક્કસ પ્રકારનો સંયોગ કે બનાવ બની આવ્યો એ ભવિતવ્યતાને લીધે. કૃષ્ણજીના ભાગ્યમાં બાણની પીડા હશે તે કર્મવશ કહેવાય, પરંતુ જરાકુમારના જ હાથે બાણપ્રહાર થયો, તે ભવિતવ્યતા વશ ગણાય. એમાં પણ જરાકુમારની જરાય બુદ્ધિ નહિ, છતાં ભાઈમાં હરાણની ભ્રમણા ઉભી થઈ તે ભવિતવ્યતાવશ. જરાકુમાર પર વેષ નહિ :કર્મ અને ભવિતવ્યતા બંને બળવાન છે, પોત પોતાનું કામ અચૂકપણે કરે છે. કૃષગજીએ જરાકુમારને દ્વારિકા બળ્યાની બધી વિગત સમજાવી, કહ્યું 'જ્ઞાનીએ ભાખેલું અન્યથા શાનું થાય ? તેં મારી ખાતર ૧૨-૧૨ વરસ વનવગડો સેવ્યો છે. તો હવે તું આ મારી છાતીમાંથી કૌસ્તુભ મણિ લઈને પાંડવો પાસે જા, સમાચાર કહેજે, તને રાજ્ય આપશે. જો અહીંથી પાછા પગે ચાલજે. જેથી ભાઈ બળદેવજીને ખબર ના પડે કે તું અહીં આવીને ગયો છે. નહિતર મારી પરના પ્રેમને લીધે મારા મારક તરીકે તને મારી નાંખશે.' જરાકુમાર જવા તૈયાર નહિ, પરંતુ કૃષગજીના આગ્રહથી જવું પડ્યું. કર્મ અને ભવિતવ્યતાની બળવત્તા જુઓ કે કૃષ્ણજી તો બળદેવજી આવે તે પહેલાં જ કાળ કરી જાય છે. બળવાન આયુષ્ય કર્મ પૂરું થઈ જવાથી હવે એ અહીં ટકી શકતા નથી. તેમજ ભવિતવ્યતા જ એવી કે પાણી લેવા ગયેલા બળદેવજીને પાણી જલ્દી ન મળે, એટલે એ દૂર હોય ને બરાબર એ દરમિયાન જ દૂરથી જરાકુમારનું બાગ લાગી જાય, એ નજીક આવી જાય, કાગજી ખુલાસો કરે, અને જરાકુમાર કાગજી કહે તે મુજબ ત્યાંથી ચાલ્યો જાય, ત્યાં સુધીમાં બળદેવજી આવી ન પહોંચે... આ બધું કેવું ગોઠવાઈ ગયું છે ? ત્રણેયનાં તેવાં તેવાં કર્મની સાથે ભવિતવ્યતા એમાં કામ કરી રહી છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ I કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ || (૨૦૦૧) ફણગજીને વેદના વખતે કેમ ભાઈ યાદ ન આવ્યો ? ભવિતવ્યતા ક્યાં સુધી કામ કરી ગઈ કે બળવેદવજી હજી આઘે છે એમાં જ અહી કૃષ્ણજીની જીવનબાજી સંકેલાઈ જાય છે ! જે મોટાભાઈ પર કૃષ્ણજીની ભારે પ્રીતિ છે એ દૂર હોય અને પોતાને તીવ્ર મરણાન્ત વેદના ઉપડે, ત્યાં ભાઈ યાદ ન આવે ? મનને શું એમ ન થાય કે “ઓ મોટાભાઈ ! આ તમે ક્યાં ગયા છો ? હું મરી રહ્યો છું. “ના, કૃષગજીને ભાઈ યાદ નથી આવતા. કેમ વારું ? કૃષ્ણજીનું ક્ષાયિક સમ્યગ્દર્શન અહીં ઝળહળે છે. એમને એ સમત્વ કાળ કર્મ અને ભવિતવ્યતાની અકાટયતા પરખાવી રોદણાં રોવાનું મુકાવીને જીવન કર્તવ્યમાં સાબદા સાવધાન કરી દે છે. એવી તીવ્ર વેદના વખતે જીવન-કર્તવ્ય શું? આ, કે વારંવાર અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું “પંચસૂત્ર' શાસ્ત્ર કહે છે, “ભુજ ભુજજો સંકિલેસે' જ્યારે જ્યારે રાગ દ્વેષનો સંકલેશ હોય, ચિત્તક્લેશ હોય ત્યારે ત્યારે વારંવાર શરણનો સ્વીકાર, દુષ્કતગહ અને સુકૃતાનુમોદના કરવી.” મન રાગદ્વેષમાં પડ્યું હોય એને એના બદલે આ ત્રણ સ્થાને લગાવવું. રાગ કે દ્વેષ થાય એ કોઈ પદાર્થ કે પ્રસંગ ઉપરથી ઉઠાવી આ ત્રણમાં પરોવવું. (૧) પહેલું તો મનને અરિહંત-સિદ્ધ-સાધુ અને સર્વજ્ઞોક્ત ધર્મ પર લગાવવાનું, અને મનથી એ અરિહંતાદિનું શરણ સ્વીકારવાનું. હૃદયથી બોલવાનું કે હે અરિહંતદેવ! હે સિદ્ધભગવાન! હે સાધુ-મહાત્મા ! હે સર્વજ્ઞકથિત ધર્મ ! મારે તમારું જ શરણ છે. વર્તમાન સંયોગમાં શું કરવું? મારા આત્માને રાગદ્વેષથી કેમ બચાવવો? વગેરેનો હું અજાણ છું. તેથી મારે તમારાથી બચાવે છે, તમારું જ શરણ છે.” “અરિહંતા મે સરણું, સિદ્ધા મે સરણ..' આમ વારંવાર વિચારે.” (૨) બીજું, મનથી આ જીવન અને પૂર્વ જીવનોનાં દુષ્કૃત્યોની હાર્દિક પશ્ચાત્તાપ સાથે નિંદા ઘણા કરે, અને (૩) મનથી અરિહંત ભગવાનથી માંડી નીચે ઠેઠ માર્ગાનુસારી જીવોનાં સુકૃતોની અનુમોદના કરે. તાત્પર્ય, મનને શરણસ્વીકાર, દુષ્કતગહ, સુકૃતાનુમોદનમાં લગાવવાથી પેલા રાગ કે દ્વેષનું મન પર Tension દબાણ ઓછું થઈ જશે, અને જીવનનું કર્તવ્ય આ જ લાગશે કે રાગ દ્વેષથી બચવું. ઉપદેશરહસ્ય' નામના શાસ્ત્રમાં પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ઉપદેશનાં રહસ્યો બતાવી અંતે સર્વસારરૂપે આ કહ્યું કે, Page #447 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) | ધ્યાન અને જીવન | ‘તહ સહ પટ્ટિયવં જહ જહ રાગદ્દોસા વિલિજ઼તિ” તેવી તેવી પ્રવૃત્તિ કરવી કે જેથી જેથી રાગ-દ્વેષ વિલય પામતા આવે, ઘસાતા આવે. ધર્મપ્રવૃત્તિમાં રાગદ્વેષ? જ્યાં રાગ-દ્વેષને દુબળા પાડવાની રાગ-દ્વેષનો છાસ કરવાની વાત હોય, ત્યાં પછી કોઈપણ ધર્મપ્રવૃત્તિમાં રાગદ્વેષને પોષવાની તો વાતેય શી ? બે પૈસા ધર્મમાર્ગે ખરચો અને એમાં દુન્યવી સુખ-સમૃદ્ધિ-સન્માન લેવાની કામના રાખી તો નર્યું રાગનું પોષણ થયું. એવું કાંઈક તપસ્યા કરીને યા વ્રતનિયમ લઈને ઇચ્છયું તો રાગનું પોષાણ થયું. ‘લ્યો ઉપાશ્રયમાં હું પૈસા આપું, પણ મારાં નામનું બોર્ડ લાગવું જોઈએ, આમ કર્યું તો કીર્તિની કામના થઈ, એમાં રાગ પોષાયો. એમ કોઈની પ્રત્યેની ઈર્ષાથી એના કરતાં હું સારું કરી બતાવું.એવી ભાવના રાખી ધર્મ કર્યો, તો તેમાં દ્વેષનું પોષણ થયું. રીસમાં ચડીને ઉપવાસ કર્યો તો એમાંય એવું. પ્રશસ્ય રાગદ્વેષથી સંસાર-રાગ ઘટે છે : શાસ્ત્ર જે કહે છે કે જીવે ચારિત્ર સુધીની ક્રિયાઓ અનંતી વાર કરી, છતાં એ સંસારમાં ભટકતો રહ્યો, એનું કારણ આ જ કે એ કિયામાં કોઈ ને કોઈ પૌલિક રાગ યા દ્વેષનું જ પોષણ કર્યું. હાં, દેવ-ગુરુ-ઘર્મનો રાગ થાય ને વધે એ તો પ્રશસ્ય છે, આદરણીય છે; કેમકે એવો રાગ વધવાથી પાપ પ્રવૃત્તિ ઘટી ધર્મપ્રવૃત્તિ વધતી જાય છે, અને દેવ-ગુરુ વધુ ગમવાથી સંસારનો રાગ ઘટતો આવે છે. બાકી દુન્યવી ચીજના રાગ દ્વેષ પોષવાથી કર્મબંધન અને સંસાર વધે છે, પછી ભલે ત્યાં દાનાદિ ધર્મપ્રવૃત્તિ થતી હોય. એટલે ધર્મમાં તે તે રીતે પ્રવર્તવું જોઈએ કે જેમ જેમ રાગદ્વેષ ઘટતા આવે. રાગદ્વેષનો હાસ કરવો એ જીવનકર્તવ્ય બની રહે છે. આ વસ્તુ અરિહંતાદિ ચારશરણનો સ્વીકાર, સ્વદુષ્કતગર્તા અને મહાન આત્માઓનાં સુકૃતોની અનુમોદના કરતા રહેવાથી સરળ સુલભ બને છે. રાગદ્વેષની આંધી ચડે ત્યાં તો આ વારંવાર વિશેષ રૂપે કરવું જોઈએ. કૃષ્ણજીની અંતિમ આરાધના : કૃષગજી આ સમજે છે. એટલે મરાણાન્ત ભયંકર વેદનામાં ચતુઃ શરણ સ્વીકાર આદિમાં મન લગાડી દે છે. એ સમજે છે કે જે કાંઈ બન્યું એમાં તો કર્મ અને ભવિતવ્યતાની બળવત્તા કારણભૂત છે. ત્યાં રાગદ્વેષ, હાયવોય, “ઓ મારા ભાઈ !” વગેરે કરવાથી કાંઈ વળે એવું નથી, ને ઉપરથી માથે નવા કર્મસમૂહને ભાર વધી જાય.’ કૃષગજી આ સમજથી ચાર શરણનો સ્વીકાર કરે છે. શ્રી નેમિનાથ ભગવાનનું શરણું લે છે. સુકૃતાનુમોદનમાં જેમણે જેમણે ચારિત્ર લીધાં એમને ધન્યવાદ આપે Page #448 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ ૨૦૩ છે. દુષ્કૃતગમાં પોતાનાં જનમ જન્માંતરનાં વિષયસેવાદિ દુષ્કૃત્યોની ગર્હ નિંદા કરે છે. કૃષ્ણજીની લેશ્મા ફરી : પરંતુ હવે જ્યાં મૃત્યુ સમય આવી લાગે છે ત્યાં લેશ્યા ફરી જાય છે. કારણ એક જ કે પૂર્વે નરકનું આયુષ્ય બાંધી દીધું છે, અને નિયમ છે કે દેવ નરકની લેશ્યા તેડવા આવે, એટલે ત્રીજી નરકમાં જવાનું હોવાથી એની ક્રૂર લેશ્યા અહીં અંતિમકાળથી શરું થઈ જાય છે. એમાં નિમિત્ત આ મળ્યું કે સુકૃતાનુમોદન-દુષ્કૃતગહ કરતાં કરતાં દ્વૈપાયન તાપસ પર નજર ગઈ, અને એના પર ગુસ્સો ઊઠી આવ્યો, ‘હેં ? મારી દ્વારિકા બાળી નાખી ? હરામખોર ! છોકરાની થોડી ભૂલમાં આ ભયંકરતા સરજી ? વાંક છોકરાનો હતો એમાં આખી દ્વારિકાના લોકોને વિના વાંકે બાળી નાખવાની પિશાચલીલા ? દુષ્ટ ! શું સમજે છે ?...' ચડ્યા રૌદ્રધ્યાનમાં. સામાના ગુન્હે પણ ગુસ્સો ન કરાય ઃ જુઓ આપણે કહીએ છીએ કે ‘આપણો ગુનો જરાય ન હોય અને સામો જુલ્મ કરે તો એ કેમ સહાય ? પછી એના પર ગુસ્સો થાય એમાં શો વાંધો ?' આવું આપણને લાગે છે.પરંતુ આ લાગે ત્યાં ઝ કૃષ્ણજી પર નજર કરવી કે કૃષ્ણજી આ મૂર્ખ ધોરણ પર ગુસ્સો કરવા ગયા. કૈપાયનનો જુલ્મ ન સહી શક્યા, અને એના પર કૃષ્ણલેશ્યામાં ચડ્યા તો વાંધો કેટલો બધો આવ્યો ? શાસ્ત્ર કહે છે કે એ મરીને ત્રીજી નરકે ગયા. આ સૂચવે છે કે બીજાના ગુન્હા પર પણ આપણને ગુસ્સો કરવાનો અધિકાર નથી. નહિતર એ ગુસ્સાની સજા અવશ્ય મળવાની. કર્મ બળવાન છે. : પૂર્વે બંધાઈ ચુકેલા આયુષ્ય કર્મના લીધે ત્રીજી નરકે ઉતરી જવું પડ્યું. ત્યારે કર્મ કેવાં બળવાન છે એ જુઓ. કૃષ્ણજીના મર્યા પછી બળવદેવજી મોહવશ કૃષ્ણને જીવતા માની છ માસ સુધી એમનું મડદું ખભે લઈને ફર્યા ! આ પણ મોહનીય કર્મની બળવત્તા કે બળદેવજી જેવા ડાહ્યાને દિવાના બનાવે. અંતે દેવતાના પ્રયાસથી સમજ્યા, મડદાને અગ્નિસંસ્કાર કરી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું, પાળીને આયુષ્ય પૂર્ણ થયે પાંચમા દેવલોકે દેવ થયા. અધિજ્ઞાનથી જુએ છે કે ભાઈ ક્યાં ? ત્રીજી નરકમાં જોઈ ત્રાસ પામ્યા કે ‘અરરર ! આટલું બધું ભયંકર દુઃખ ?’ બચાવવા માટે ગયા નીચે. નરકમાંથી કૃષ્ણજીને ઉઠાવે છે. મહાન શક્તિશાળી દેવ છે કહો બચાવી શકે ને ? ના, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪) | ધ્યાન અને જીવન કર્મબળ આગળ દેવતાઈ શક્તિ પણ નિરર્થક છે. બળદેવજીએ કૃષગજીને નરકમાંથી ઉઠાવતાં, રસી-ગોળમાંથી રસી ટપકે એમ કૃષગના શરીરમાંથી ટીપાં નીચે ટપકે છે, જેની ભયંકર વેદના થાય છે. કૃષ્ણજી કહે ભાઈ ! આ તો સહન જ નથી થતું. આના કરતાં અહીંની પીડા ઓછી છે. માટે રહેવા મને અહીં જ દો. મૂકી દેવા પડ્યા. કર્મ કઠિન ત્યાં દેવશક્તિ અકિંચિકર બને છે. તીર્થકર ભગવાન પણ જીવોનું મહામિથ્યાત્વ કર્મ દુબળું પડ્યા વિના ઉન્નતિ ન કરાવી શકે. નહિતર તો જો એમજ બળજબરીથી કામ થતું હોય તો તો ભગવાનની સેવામાં અસંખ્ય સમકિતી સુર સુરેંદ્રો છે ત્યારે મનુષ્યો તો ગણતરીના છે, એટલે એકેક મનુષ્ય પાછળ અનેક દેવો ઈંદ્રોંને ઉન્નતિના કામે ન લગાડી દે ? પણ ના, એ મનુષ્યોના બળવાન મિથ્યાત્વકર્મના ઉદયથી એમને ઉન્નતિ સૂઝે જ નહિ, માટે ધર્મ પરાણે નથી પમાડી શકાતો. પ્ર૦- તો પછી કર્મ સામે જીવનું કાંઈ જ ન ચાલે ? ભગવાન કાંઈ ન કરે ? ઉ૦- મહામોહનીય કર્મ નબળું પડ્યું હોય એના પર જ ભગવાનનો ઉપકાર થાય, અને પછી એ જ આત્મા કર્મ સામે લડી શકે, ચારિત્રમોહનીય કર્મને ઢીલું પાડી ચારિત્રનાં કષ્ટ ઉઠાવે. મોહને કચડીને ચારિત્ર લીધું, પછી પણ મોહની છાતી પર ઊભો રહી મોહની સામે લડે તો જે કર્મને કચડી શકે. ચારિત્ર લેવા છતાં ય જે જગતના રાગદ્વેષ કરાવનારા સંયોગોની વચ્ચે લડતો ન રહે, તો તો કર્મ એને કચડી જ નાખે. ભવિતવ્યતા અને કર્મ બળવાન છે. સુભૂમ ચક્રવર્તીના વિમાનને ૧૬૦૦ યમદેવતાઓ ઉપાડનાર છતાં ભવિતવ્યતાએ દેવોને ભુલાવ્યા, દરેકને એક સાથે વિકલ્પમાં ચડાવ્યા કે લાવને હું એકલો ખાંધ ખેંચી લઉં એમાં શું થવાનું છે ?' એમ બધાએ ખાંધ એકી સાથે ખેંચી લીધી. સુભૂમનું પાપ જાગ્યું, કોડોના લશ્કર સાથે વિમાન સમુદ્રના તળિયે ! બધાયનાં કર્મ બળવાન તે ડૂબી મર્યા. ઈશ્વર કર્તા નહિ : ઈતરો કહે છે ઈશ્વરેચ્છા બળવાન છે. ઈશ્વર સર્જનહાર છે. ‘ઈશ્વરઃ કર્તમ અકર્તમ, અન્યથા કહ્યું સમર્થઃ ઈશ્વર સર્જન કરવાને, ફોક કરવાને, અને ફેરફાર કરવાને સમર્થ છે.' પરંતુ પહેલી વાત તો, કે ઈશ્વર પાસે કર્મ જ નહિ, તો કર્મ વિના શરીર પણ ન હોય, અને શરીર નહિ તો સર્જન કરે જ કેવી રીતે ? મુખ વિના તત્ત્વ ઉપદેશ પણ કેમ કરે ? કહેશે “જીવોનાં કર્મથી એ સર્જન કરે ને ?' પરંતુ જો એમ જીવોનાં કર્મ અનુસાર જ થતું હોય તો ઈશ્વરઃ કર્તમ અકર્તમ અન્યથાકતું સમર્થઃ ક્યાં રહેશે? સામર્થ્ય ઈશ્વરનું ક્યાં ? સામર્થ્ય તો કર્મનું થયું. Page #450 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ (૨૦૫) કાર્ય બનવામાં પાંચ કારણ છે. દરેકની વિશેષતા છે, કર્મ પણ કારણ છે, કાળ સ્વભાવ પુરુષાર્થ પણ કારણ, અને ભવિતવ્યતાય કારણ છે. પાંચ કારણો પોતપોતાના સ્થાનમાં બળવાન છે. કર્મ માનવ ભવ આર્યકુળ વગેરે સામગ્રી આપે, તો જ પુરુષાર્થ ચારિત્ર પમાડી શકે, સામગ્રી પમાડવા જેટલા અંશે કર્મ બળવાન. જીવ સારા પુરુષાર્થ કરે તો જ સારાં કર્મ ઊભાં થાય અને પાપકર્મોનો ધ્વંસ થાય એટલા અંશે પુરુષાર્થ. બળવાન થયો. બંને છતાં જીવ કોરડુ મગને ન રાંધી શકે. ત્યાં સ્વભાવની બળવત્તા થઈ, ત્રણેય છતાં ગોટલો વાવી જીવ આજ ને આજ કેરી ન ઉગાડી શકે, ત્યાં બળવાન કાળ થયો. એનો કાળ થાય ત્યારે જ એ પાકે, ને કેરી આપે. આમ, ભવિતવ્યતા અવળી હોય તો બીજો ચાર કારણોનું કાંઈ ન ચાલે અને ભવિતવ્યતા કરે તે થાય. મહાવીર ભગવાને ગોશાળાને તેજલેશ્યા શિખવી. કેમ વારું ? ભગવાન ભૂલ્યા ? ના, જરાય ભૂલ્યા ન કહેવાય, આશાતના લાગે. ભગવાન તો માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી અવધિજ્ઞાની હોય છે. એમાં વળી દીક્ષા લેતાં મન:પર્યાય જ્ઞાન પ્રગટે છે. શાના પર? ચિત્તની અત્યંત વિશુદ્ધિ ઉપર. એટલા બધા ચકોર, સાવધાન અને સાધના તન્મય છે કે ઉપસર્ગની પીડા વખતે પણ પોતાના તસ્વધ્યાનમાં એકતાન રહે છે. એટલા બધા જાગ્રતું અને સાવધાન પ્રભુ ભૂલે ખરા? તો પછી એમણે અપાત્ર ગોશાળાને કેમ તે જોવેશ્યાની વિદ્યા આપી? કહો ભવિતવ્યતા જ તેવી હતી. ભવિતવ્યતાનું અનુસંધાન જુઓ એટલે સમજાશે. આગળ ઉપર ભગવાનને કેવળજ્ઞાન પછી દાહની પીડા ભોગવવાની છે. પરંતુ એનું કર્મ ઉદયમાં ક્યારે આવે ? તેજલેશ્યા જેવું કાંઈ આવી પડે ત્યારે જ ને ? ત્યારે એવું આક્રમણ ગોશાળા વિના બીજો કોણ કરે ? તે ગોશાળાને તેજલેશ્યાની વિદ્યા આવડ્યા વિના એ તેજલેશ્યા મૂકે શી રીતે ? બસ ભવિતવ્યતામાં આ ભાવ નક્કી થઈ ગયેલા કે ભગવાન પૂરા સાવધાન છતાં એમનાથી ગોશાળાને તેજલેશ્યા મળે, અને એનું અનુસંધાન આગળ ઉપર ભગવાનના અશાતાવેદનીય કર્મના ઉદય સાથે થાય. તો પૂછો, - પ્ર - એમ ન કહેવાય કે ભગવાનના આ કમેં ભગવાનને તેજલેશ્યા શીખવવા પ્રેર્યા ? ઉ૦ ના, આ કર્મનું કામ તો માત્ર પીડા આપવાનું છે, ને તે પણ એ કર્મ ઉદયમાં આવે ત્યાં જ પોતાનું કામ કરે. એમ ને એમ સત્તાગત યાને સિલિકમાં પડી રહેલ કર્મની કશી અસર નહિ. એટલે ભગવાનને તેજલેશ્યા શીખવવા પ્રેરનાર તરીકે ભવિતવ્યતા જ માનવી પડે. તેમજ પછીથી પણ ભવિતવ્યતા પ્રભુ આગળ ગોશાળાને Page #451 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) ધ્યાન અને જીવન ક્રોધથી ધમધમતો ખેંચી લાવે છે, ને પ્રભુ પર તેજલેશ્યા મૂકાવે છે. એ પેલા કર્મને ઉદયમાં લાવવા નિમિત્ત બને છે અને ત્યાં દાહની પીડા ઊભી થાય છે. ચંદનબાળાના અભિગ્રહમાં કર્મ-ભવિતવ્યતાનું સંમિલિત કાર્ય જુઓ. મહાવીર ભગવાને અભિગ્રહ કર્યો છે કે રાજકુમારી હોય, માથે મૂડી હોય, પગમાં બેડી હોય... તો ભિક્ષા લેવી.’ હવે જ્યાં સુધી અશુભ કર્મ ઉદયમાં છે ત્યાં સુધી તેવી ભિક્ષા નથી મળતી. છ મહિનામાં પાંચ દિવસ બાકી છે ત્યારે ભિક્ષા મળવાનું પુણ્ય ઉદયમાં આવે છે, લાભાંતરાયનો ક્ષયોપશમ પ્રગટ થાય છે. હવે એનું કામ તો એ કે ગમે તે કોઈ x y z વ્યક્તિ પાસેથી ભિક્ષા મળે. પરંતુ અહીં ચંદનબાળા જ એ અભિગ્રહ પૂરે છે એ ભવિતવ્યતાવશે.ત્યારે ચંદનાને દાન માટે આવા ભગવાન મળે છે એ એનાં પ્રબળ શુભ કર્મનો ઉદય. પરંતુ વીર પ્રભુ જ મળે એ ભવિતવ્યતા. બસ, આ વાત છે, કાળ કર્મ ભવિતવ્યતાનાં બળનો જાગતો વિચાર રખાય તો દિનભરમાં દીનતા અનુકૂળ પ્રતિકૂળ પર આર્તધ્યાન કરવાની જરૂર નહિ, પોતાનું કાર્ય નરસું લગાડવાની કે બીજાનું પ્રશંસવાની જરૂર જ નહિ, કેમકે વસ્તુ કાળ કર્મભવિતવ્યતાના અનુસારે થાય છે, પછી ચાહ્ય આપણી હોય કે બીજાની હોય. ‘બાહ્ય પ્રાપ્તિમાં જ્યાં આપણું કે બીજાનું ચલણ નહિ, ત્યાં મનને શું ઓછું વધારે લાવવું?” આ ધ્યાનમાં રહે એટલે આર્તધ્યાન અટકે, ધ્યાન અને જીવન’ ના વિષયમાં આર્તધ્યાનમાં લક્ષણ સમજવા જેવાં છે. ગમતી વસ્તુ ય આર્તધ્યાન કરાવે છે, ને અણગમતી ય કરાવે છે. અંતરમાં એ ચાલતું હોય એનાં બહાર બહુ પ્રશંસા કરતો ફરે, યા પોતાના જ આણગમતા કાર્યની બહાર નિંદા કરે, આ કંઈ ઠીક ન થયું, આપણને બરાબર આવડ્યું નહિ, કે ગમતું બગડ્યા પર બહાર બળાપો કાઢ્યા કરે, બીજાના વૈભવ વિલાસ સત્તા સન્માન પર આશ્ચર્ય પ્રગટ કર્યા કરે, એના ગુણ ગાય. આ બધાં લક્ષણ અંદરમાંના આર્તધ્યાનનાં છે. વેપાર ધંધા માટે બહુ દોડાદોડ કરે, એમાં રચ્યો પચ્યો રહે, એ પણ અંતરમાં આર્તધ્યાન હોવાનું સૂચવે છે. આર્તધ્યાન તિર્યંચગતિનાં ભાતાં બંધાવે છે. જાણો છો ને ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીએ પેલા ઘોડાને પ્રતિબોધ કરેલો ? એ ઘોડો પૂર્વે કોણ હતો ? સાગરચંદ્ર શેઠ હતો, મોટો વેપારી. આમ તો એ શૈવધર્મી પરંતુ એણે જૈન મિત્રના સંયોગથી મહારાજનાં વ્યાખ્યાનમાં સાંભળ્યું, 'જિનપ્રતિમા ભરાવે એને ભવાંતરે (બોધિ) જૈનધર્મ સુલભ થાય’ એ સાંભળી ભવાંતરમાં ધર્મ નકકી કરાવવા એણે ભગવાનની વિધિપૂર્વક પ્રતિમા ભરાવેલી, અને વિધિપૂર્વક એની પ્રતિષ્ઠા કરાવેલી. તો એથી તો એ સ્વર્ગના દેવભવ સારો મનુષ્યભવ પામે જ ને? Page #452 -------------------------------------------------------------------------- ________________ કાળબળ-કર્મબળ-ભવિતવ્યતાબળ =(૨૦૭) પણ એના બદલે ઘોડાનો અવતાર કેમ પામ્યો ? આ જ કારણે, કે વ્યાપારમાં એ બહુ રચ્યો પચ્યો રહેતો, 'કયાં કયો માલ સસ્તો મળે છે. ક્યાં ક્યો ઊંચા ભાવે વેચાય છે ? બજારમાં ક્યા માલની વધારે આવક છે?' વગેરે વગેરેની ખબર મેળવવી, માલ લેવરાવવો, વેચાવવો, મોકલવો, મંગાવવો, વગેરેમાં પરોવાયો રહે. એથી અંતરમાં આર્તધ્યાન બહુ. એનાં યોગે તિર્યંચગતિનું આયુષ્યકર્મ અને બીજાં કર્મ બાંધી બીજા જન્મે ઘોડા તરીકે અવતર્યો. પૂછો પ્ર૦- જિનપ્રતિમા ભરાવવાનો ને પ્રતિષ્ઠા કરાવવાનો મહાન ધર્મ કરેલો તે ન બચાવે ? કહે છે ને કે “દુર્ગતિમાં પડતાને ધારી રાખે તે ધર્મ.” ઉ૦- વાત સાચી કે ધર્મ દુર્ગતિમાં પડતા ને બચાવે પરંતુ સાથે વિરુદ્ધ વર્તન ન હોય તો. બોલો ઔષધ શું કરે ? રોગ મટાડી આપે ને ? પરંતુ સાથે કુપથ્ય સેવે તો ? ન્યુમોનિયા તાવ હોય, અકસીર દવા ખાય, પરંતુ સાથે પંખાની હવા ખાય તો ? રોગ ક્યાંથી મટે ? સંગ્રહાગીના ઝાડા થતાં હોય, દવા તો ઉમદા ખાય, પણ સાથે વાલ ખાઈ લે તો ? દરદ ન મટે. કુપથ્ય ટાળી દવા ખાય તો જ આરોગ્યની પ્રાપ્તિ થાય. એમ પાપ ટાળી ધર્મ સેવે તો સદ્ગતિ પામે. ધર્મ એ દવા છે, પાપ કુપથ્ય છે. પાપ છોડીને ધર્મ સેવે તો પાપનાં ફળ દુર્ગતિ અટકી, ધર્મનાં ફળ સુખસદ્ગતિ મળે. પાપ ન છૂટે તો ધર્મ નકામો ? :પ્ર- તો પછી અમારાથી પાપ છૂટતાં ન હોય તો ધર્મ કરવો નકામો ? ઉ0- ના, નકામો નહિ, ધર્મનાં ફળ મળવાનાં, પરંતુ પાપનાં ય ફળ મળવાનાં. દાન દીધું તો લક્ષ્મી મળશે, પણ બીજાના અનાદર કર્યા, તો દૌર્ભાગ્ય પણ મળશે, એટલે પૈસા છતાં બીજાને તમારા પગલાં ન ગમે, સાથે બેઠા હો એ ગમશે નહિ. ધર્મ કરવાથી સાથે કરેલાં પાપને બચાવ નથી મળતો કે એ પાપ માફ થાય. ધર્મ કરનાર એમ સમજે છે કે “અમે ધર્મ કરીએ છીએ એટલે હવે અમારાં સંસારી પાપ ધોવાઈ જશે.” જો આ સમજ ન હોય તો પાપમાં ઓછપ કરવાનું કેમ ન કરે? કયારે આ પાપ સર્વથા છોડી ચારિત્ર લઉ” એવી ભાવના કેમ ન કરે ? ધર્મના ઓઠા હેઠળ એવી નિરાંત હોય કે પાપ કરડતાં ન હોય, પછી એ છોડવાનું મન શાનું થાય ? માટે આ કરો. “પાપનો ભારે ઉગ રાખી એ ઘટાડવા પ્રયત્ન રાખો”. * * * * * Page #453 -------------------------------------------------------------------------- ________________ ૨૧ આર્તધ્યાનના બીજા લક્ષણો જીવનમાં કેવી કેવી બાબતો પાછળ આર્તધ્યાન પ્રવર્તતું હોય છે, એનો સુંદર ખ્યાલ આપણને ધ્યાનશતક શાસ્ત્ર આપે છે. એ ખ્યાલમાં લઈએ તો આપણે એની અનભિજ્ઞતા આણજાણપણામાં જે વારંવાર એ બાબતો સેવી આર્તધ્યાનને પોષવા દ્વારા તિર્યંચગતિયોગ્ય કર્મ બાંધતા હોઈએ, ત્યાં ઊભા રહી જવાય, એ બાબતોને અટકાવી દેવાય, અને આપણા અજ્ઞાન-ભોળા આત્માને આર્તધ્યાનથી બચાવી લેવાનું કરાય. જુઓ આવી કયી કયી બાબતો વિચારી ગયા ? કોઈ મનગમતી ચીજ જવા-બગડવા કે ન મળવા અંગે યા અણગમતી વસ્તુ આવી પડવા યા ન જવા અંગે. (૧) આકંદ, (૨) પોક મૂકયા વિના દીન હીન બની અશુપાત, (૩) વાણીમાં દિલનો ઉકળાટ-બેચેની, (૪) સ્વશિરસ્તાડન આદિ, (૫) સ્વકાર્ય ન ગમતાં એની નિન્દા, હૃદયોગ, (૬) અન્યનાં કાર્ય-વૈભવ-દુન્યવી હોશિયારી પર ચકિતતા, આકર્ષણ, (૭) વૈભાવાદિની ચાહના, (૮) વૈભવાદિ પાછળ દોડધામ. આ બધી આર્તધ્યાનથી પ્રગટતી બાબતો છે. એવી બીજી પણ ચાર બાબતો ધ્યાનશતક શાસ્ત્ર બતાવે છે. સઈ વિસયગિદ્ધો સદ્ધમ્મપમુહ પમાયપરો છે જિણવયણમણકખંતો વટ્ટઈ અદ્રુમિ ઝાણંમિ છે (૧) શબ્દાદિ વિષયોમાં વૃદ્ધિ, (૨) સદ્ધર્મથી પરામુખ (૩) પ્રમાદમાં તત્પર, અને (૪) જિન વચનની પરવા વિનાનો, એ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. (૧) જગતમાં મનગમતા સંગીત-સન્માનના શબ્દ, રળિયામણી રૂપાળી ચીજો, કુલ અત્તર વગેરે સુગંધીદાર પદાર્થો, ખાટા મીઠાં વગેરે મજેના રસ, તેમજ મનગમતાં સુવાળાં સ્પર્શ અને સ્પર્શવાળી વસ્તુ, આ બધા ઉપર જો અત્યંત આસક્તિ હોય, જીવનમાં એવા વિષયોનો ભોગવટો તથા એનો સંગ્રહ એજ સારભૂત લાગતો હોય તો સહજ છે કે મને એમાં ને એમાં રમ્યા કરવાનું. આવું હોય ત્યાં મનને એ વિષયોના ટકાવ માટે એની પ્રાપ્તિ-વૃદ્ધિ માટે ક્યારેક કયારેક એકાગ્ર વિચાર પણ આવી જાય એ સ્વાભાવિક છે અને તે આર્તધ્યાનરૂપ બની જાય છે. આવું મનપસંદ ગમતું હોય એટલે સહેજે પસંદગીથી વિરૂદ્ધ આવી જતાં મનને વ્યાકૂળતા થવાની. એ કયારે ટળે અને ફરીથી ન આવે એવી કાંક્ષા પણ રહેવાની. એનું પરિણામ અનીટ વિયોગાનુબંધી આર્તધ્યાન ઊભું થવાનું. Page #454 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના બીજા લક્ષણો (૨૦૦૯) આમ માણસ ફરિયાદ કરે કે 'મને આર્તધ્યાન બહુ થાય છે, પરંતુ એ જોતો નથી કે એની પાછળ શબ્દાદિ વિષયોની ગાઢ આસકિત લગની અને તાલાવેલી કામ કરતી હોય છે. એનું તોફાન એટલું બધું છે કે કોઈ ધર્મસ્થાનમાં જવા છતાં ય ધર્મ પ્રવૃત્તિ લઈ બેસવા છતાં એ આસક્તિ જીવને સતાવ્યા કરે છે. એટલે ત્યાં પણ આર્તધ્યાન એનો કેડો મૂકતું નથી. ત્યારે જગતમાં એવા જીવો ઘણા છે કે જેમને આ પ્રકારના આર્તધ્યાનની કલ્પના જ નથી. એટલે એનું દુ:ખ પણ નથી. પછી એવાની આખી જિંદગી આર્તધ્યાનમાં જ પસાર થાય એમાં શી નવાઈ ? મૂળ વાત આ છે કે જેને આર્તધ્યાનનો ભય છે અને એનાથી જિંદગી બરબાદ થતી દેખાય છે. માનવભવ જેવો ઉચ્ચકોટિનો અવતાર સતત શુભધ્યાનથી સુસંસ્કારી બનવાને બદલે આર્તધ્યાનથી કસંસ્કારી થતો દેખાય છે. એને એના નિદાનમાં આ જોવું જોઈએ કે જ્યાં સુધી ઈષ્ટ વિડ્યો પર ભારે આસક્તિ છે ત્યાં સુધી આર્તધ્યાન મિટાવી નહિ શકાય. આ નિદાન અંગે આજે જોઈએ તો કેટલી બધી ભયાનકતા દેખાય છે કે આજના વધી ગયેલા સુખ સગવડનાં સાધનો ઉપર વૃદ્ધિ-આસક્તિએ આર્તધ્યાનની જાલિમ આગો સદા સળગતી કરી મૂકી છે. આયદિશમાં મળેલો મનુષ્ય ભવ પૂર્વના કેટલા જીવોની તપસ્યા પછી મળેલો છે. પૂર્વની હલકી યોનિઓમાં ભટકતાં ભટકતાં જીવ ઉર્વીકરાણ કરતો રહ્યો, ઊંચી ઊંચી યોનિઓમાં ચઢતો ગયો અને આજે ઊર્ધ્વકરણની ઊંચી કક્ષાનું મનુષ્ય જીવન પામ્યો. હવે વિચારવા જેવું છે કે આ જીવનમાં આગામી વિશેષ ઊર્ધ્વીકરણના પગરણ મંડાઈ રહ્યા છે? કે અધ:પતનના પગરણ મંડાઈ રહ્યા છે ? કોઈ પણ સુજ્ઞ માણસ એમ નહી કહી શકે કે નાશવંત જડ પદાથોનું ઘેલું અને ભય ચિંતા-સંતાપ કે મદ-ઉન્માદ-હર્ષઘેલછાભર્યા આર્તધ્યાન મનુષ્યને ઊર્ધ્વકરણના માર્ગે લઈ જાય છે. એ તો એમજ કહે કે આમાં તો આત્માના સ્પષ્ટ અધ:પતન તરફ પગલાં મંડાઈ રહ્યા છે. જ્યાં પશુ-જીવનથી કોઈ વિશેષતા ન હોય બલ્ક પશુ કરતાં કંઈ ગુણી આંધળી જડાસકિત વિષયાસક્તિ અને ભ્રાન્ત સુખોની ઘેલછા હોય ત્યાં પશુની જેમ અધ:પતનનાં માર્ગે પ્રયાણ સિવાય બીજું શું કહી શકાય? ત્યારે જન્મોના પ્રયત્ન ઊર્ધીકરણ રૂપે ઊંચો મનુષ્ય અવતાર વિશિષ્ટ બુદ્ધિ, શક્તિ અને કંઈક અંશે પાણ ધર્મ-સમજ મળ્યા પછી અધ:પતનના માર્ગે દોટ મૂકાય એ કેટલી બધી મૂર્ખતા ભરી અને શોચનીય દુર્દશા જાતે જ ઉભી કરવાની થાય ? આ શાને પાપે ? કહો કે મરતાં અવશ્ય ખોવાઈ જવાના નાશવંત શબ્દાદિ વિષયોની આસકિતના પાપે. Page #455 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) ધ્યાન અને જીવન, પ્ર૦- તો પછી પાસે શબ્દાદિ વિષયો ગમે તેટલા હોય છતાં આસક્તિ ન રાખીએ તો વાંધો નહિ ? ઉ0 - મોટો વાંધો. વિષયો પાસે હોય, અને આસક્તિ ન થાય એ માનવું ખોટું છે. સાપના દરમાં હાથ ઘાલવો અને સાપ નહીં જ કરડે એવી કોઈ ઠાંસ મારે તો એ માનવા લાયક ખરી ? ના, જેમ સાપ ભયંકર છે એમ સાપનું દર પણ ભયંકર છે. એવી રીતે વિષયોની આસક્તિની જેમ વિષયો પણ ભયંકર છે.આપણે કાંઈ સ્થૂલભદ્રજી નથી કે આપણી સામે વેશ્યા નૃત્ય કરે તો પણ આપણે આસકિત વિનાના નિર્વિકાર રહી શકીએ. વિષયો રાખવાનું મન થયું કે લાવવાનું મન થયું તે આસકિત જ છે. માટે આર્તધ્યાનથી બચવું હોય તો જેમ આસક્તિ દબાવવાની, એમ વિષયોના સંગ પણ છોડવાના ઓછા કરવાના. દિગંબર મત કાઢનાર શિવભૂતિ એ પહેલાં મુનિ બનેલ, તે એને રાજાએ રત્ન કંબળ વહોરાવેલી. એ એનો વિટલો કરી રાખી મૂકતો. ગુરુએ કહ્યું, ‘આને વાપરી નાખ. રાખી મૂકવામાં રાગ આસક્તિ પોષાય !' પરંતુ એ માનતો કે આમાં આસકિત શી પોષાવાની હતી ? તે એને એમજ રાખી મૂકી. ગુરુએ એક દિવસ એ બહાર ગયેલ ત્યારે એની મૂચ્છ ઉતરાવવા કામળી લઈને એના નાના ટુકડાઓ કરીનાખી મુનિઓને વાપરી કાઢવા વહેંચી દીધા. શિવભૂતિ બહારથી આવી કામળી ન જોતાં પૂછે તો કોઈક મુનિએ એને બનેલી હકીકત કહી. શિવભૂતિને કામળીની ગૃદ્ધિઆસક્તિ હતી તેથી એને સાચવી રાખવાનું તન્મય ચિંતન હતું જ, એ આર્તધ્યાન હતું. એમાં આ બન્યું એટલે વિહવળતા વધી ગઈગુરુ ઉપર દ્વેષ થઈ ગયો, અને એ વખતે તો મૌન રહ્યો, પણ અવસરે સંભળાવી દેવાની ગાંઠ વાળી. આમાં પાગ ચિકણું આર્તધ્યાન રહ્યું, પછી વાચનામાં ગુરુ નગ્ન જિનકલ્પી મુનિનો આચાર બતાવી રહ્યા હતા, એટલે શિવભૂતિ તડૂકયો કે “આનું જ નામ મુનિ પારું કહેવાય. તો પછી આપણે શા માટે વસ્ત્ર રાખ્યા છે ? જો વસ્ત્ર હોય તો આસક્તિ જ હોય.” ગુરુએ જિનકલ્પી અને સ્થવિરકલ્પી મુનિના આચારનો ભેદ સમજાવ્યો. પણ એ ન સમજ્યો. કેમકે મૂળમાં રત્નકંબળ જેવા કિંમતી વિધ્યની આસક્તિ હતી, એના પર આર્તધ્યાન અને ક્રોધ-અભિમાન કષાય હતા. આસકિતના લીધે મનમાં વિષયોના વિકલ્પો, વિચાર અને કલ્પનાઓ એટલી બધી ચાલે છે કે એમાં ક્ષણ પણ મન કયાંય સ્થિર, તન્મય થાય કે એ આર્તધ્યાનનું રૂપક પકડે છે. આવા વિકલ્પોમાં મળવા વળવાનું કાંઈ નહિ છતાં દિનભરમાં એના આર્તધ્યાન કેટલા ? મૂળ કારણ શબ્દાદિ વિષયોની વૃદ્ધિ આસક્તિ છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના બીજા લક્ષણો (૨) સદ્ધર્મ પરામુખતા : સદ્ધર્મ એટલે શુદ્ધ ધર્મ, વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવંતોએ કહેલો ધર્મ. એ ધર્મમાં ક્ષમા, મૃદુતા... આદિ, તથા અહિંસા, સત્ય બ્રહ્મચર્યાદિ, તેમ તપ, પવિત્રમન વગેરે સાધુનો ધર્મ આવે. એવી રીતે ગૃહસ્થ ધર્મમાં સમ્યગ્દર્શન, જિનભકિત, સાધુસેવા તથા સ્થૂલ અહિંસાદિ વ્રતો, અને ક્ષુદ્રતા આદિ ૨૧ ગુણો વગેરે આવે. હવે જો જીવ આનાથી તદ્દન પરાર્મુખ હોય અર્થાત્ આમાંથી શક્ય કોઈપણ પ્રકાર સાધવાની પડી ન હોય. એમ જો ધર્મની દિશા જ નહિ, પરવા જ નહિ, અર્થાત નહિ ક્ષમાની પરવા, નહિ નમ્રતા-મૃદુતાની પરવા,.. તો એનો અર્થ જ એ કે એવા જીવને ક્રોધ કરવામાં, અભિમાન-મદ-ગુમાન કરવામાં.. કોઈ સંકોચ નહિ. એમ, અહિંસા સત્ય-ન્યાય નીતિ-સદાચાર વગેરેનું વલણ જ નહિ, એટલે હિંસા-આરંભ સમારંભ જૂઠ-અનિતિ દુરાચાર વગેરે સેવવામાં ય સંકોચ નહિ રહેવાનો. એમ જો દાન-શીલ-તપ-ભાવના દેવપૂજા સાધુસેવા કરવાનું, વગેરેને જીવનમાં સ્થાનજ નથી તો ધનનું અર્જન-રક્ષણ, નિર્મર્યાદ વિષયોપભોગ, યથેચ્છ ખાનપાન આહારાદિ સંજ્ઞાઓના જ વિચાર, દુન્યવી સગા-સ્નેહી અને કાયાની સુખશીલતામાં ડૂબાડૂબતા વગેરે જ પ્રવર્તતા હોય. જ્યાં દિવસ રાત કોઈ સમયમાં પણ પ્રભુ નામનું સ્મરણ નહિ, સ્મરવાની ચિંતા ય નહિ, ત્યાં અર્થકથા ભોજનકથા રાજકથા દેશકથા વગેરે વિકથા કુથલીની જ કે એની જ ચિંતા વિચારણાની બોલબાલા હોય. સારાંશ, ધર્મની પરામ્મુખતા જ છે તો પાપપ્રવૃત્તિ પાપવાણી-પાપવિચારણાનીજ ભરચકતા રહેવાની. એ હોય એટલે આત્મા સાથે કોઈ સબંધ નહિ, સબંધ જડ કાયામાયા સાથે. એમાં પછી મનને આર્તધ્યાન જ સુલભ થવાનું. સહેજે સહેજે ઈષ્ટ અનિષ્ટના સંયોગ વિયોગની વાતમાં જ મન કેન્દ્રિત રહેવાનું. એમ કોઈ બિમારી આવી તો ધર્મપરામુખતાને લીધે એકલી હાયવોય, વેદના વ્યાકુળતા તથા ગમે તેવા ઔષધાદિ ઉપચારમાં લયલીનતામાં મન ગુંથાયેલું રહેવાનું. એમ ધર્મનો ખપ જ નથી એટલે દુન્યવી સિદ્ધિઓની આશંસાઓ જ મનને પકડવાની. ધર્મપરાન્મુખતામાં મનને ચારે પ્રકારના આર્તધ્યાન સુલભ રહેવાના. આજે દુનિયામાં દેખાય છે કે ઘણા માણસો શુદ્ધ ધર્મથી પરાસ્મુખ છે, તો એમના જીવનમાં જડની જ પ્રવૃત્તિ વિષય વિલાસ, મોજમજાહ વગેરેની બોલબાલા ચાલી રહી છે. એ કયાં શુભ ધ્યાનમાં રહી શકે ? આર્તધ્યાન જ ચાલી રહ્યા હોય. જો ધર્મનો ખપ જ નથી તો મોટા રાજાઓને શું કે ગરીબોને શું પોતપોતાની કક્ષાનાં આર્તધ્યાન ચાલવાનાં. આજે પ્રધાનો ભલેને પ્રજાના પાશ્ચાત્ય ઢબના પરોપકારની વાત કરતા હોય, છતાં એમાં ધર્મનો ખપ નહિ, એટલે કોરી કડકડતી જડ-ઉન્નતિની ૨૧૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨) ધ્યાન અને જીવન જ વાતો જોવા મળે છે. પછી એમાં પ્રજાના માનસસ્તરમાં પવિત્રતા પ્રશાંતતાતંદુરસ્તીના વિચારને સ્થાન જ નથી એવા પરોપકાર પ્રજાને આર્તધ્યાનથી શું બચાવી શકે ? અરે ! રૌદ્રધ્યાન પણ સુલભ થઈ ગયા. દેખાય છે આજે કે યંત્રવાદના ફાલવા ફૂલવામાં માણસ પશુ પ્રત્યે કેવો નિર્દય બની ગયો છે. બિભત્સ સિનેમા દશ્યો, શૃંગારી રેડિયો ગીતો, માંસાહારી સુધી અભક્ષ્યને તથા ટેસબંધ ખાણાં પીણાને સુલભ કરતી હોટલો, આધુનિક વેશભૂષા, ગર્ભપાતની કાયદેસર સગવડ, સંતતિ નિયમનનાં સાધન, ઊંચું જીવન ધોરણ (એટલે કે પૂર્વના દુકાળની મોંધવારી કરતાં ય ચીજ વસ્તુના ભીષણ ઊંચા ભાવ) યાંત્રિક સુસજજ કcખાનાં, ફાર્મસીઓ લેબોરેટરી વિગેરેને લોહી-ચરબી આંતરડાં ચામડાની સુલભતા, નીતરતું ભૌતિક શિક્ષણ.. વગેરે વગેરે માનેલા પરોપકારના પ્રચારે આજે જનમાનસ કેવા બેફામ બનાવી દીધાં છે ! નહિતર આજે વાત વાતમાં હડતાલ, કામની ચોરી, વિદ્યાર્થીઓનાં તોફાન, વ્યભિચારની પ્રચુરતા, ચોરીઓ, લાંચ આદિ ભ્રષ્ટાચાર, કોર્ટ કેસોનો રાફડો, વગેરે શાનું વ્યાપક બનેલું હોય ? આમાં કયાં શુભ ધ્યાન રહે ? શુદ્ધ ધર્મની પરાભુખતામાં મન આર્તધ્યાનની જંજાળમાં પડેલું હોય. (૩) પ્રમાદ-તત્પરતા આર્તધ્યાનનું એક લક્ષણ છે પ્રમાદપરતા. જે આત્મા પ્રમાદમાં લીન રહેતો હોય એ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. પ્રમાદ એટલે અત્યંત ચૂકવું ભૂલવું. શું ? પોતાનો આત્મા-આત્માને ભૂલી બાહ્મમાંજ મા ઉન્મત્ત બેભાન રહેવું એ પ્રમાદ પ્રમાદપરતા. પ્ર૦ - શું પ્રમાદની વાત પૂર્વ લક્ષણમાં ન આવી ગઈ? પૂર્વ કરતાં આ લક્ષણમાં શો ફેર પડ્યો ? ઉ૦ - ફરક આ, કે જીવ એવો વિષયમૃદ્ધ ન ય હોય, તેમજ સધ્ધર્મ-પરામુખ નહિ પણ ધર્મસાધના કરનારો હોય, છતાં સંભવ છે કે એ ધર્મસાધના સિવાયના કાળમાં જો બહુ બાહ્યમાં રચ્યો પચ્યો રહેતો હોય, પછી ચાહ્ય એ વેપારમાં લયલીન હોય યા મોજશોખનો શોકીન હોય, અથવા વાતોડિયો હોય, કે ડાફોળિયામારું યા જેને તેને મળવ-કરવું ને હરવું-ફરવું કરનારો હોય તો એ પ્રમાદી ગણાય; ને એ પણ આર્તધ્યાનમાં વર્તનારો હોય છે. પછી એની ધર્મ સાધનામાં ય આ પ્રમાદનો રસ નહિ અટકે. એને ધર્મક્રિયા વખતે ય વાતચીતો કરવા જોઈએ, આડા અવળાં ડાફોળિયાં મારવા જોઈશે, કે આચડકૂચડ વિચારો કર્યા કરશે. આ બધું પ્રમાદ છે. નિદ્રા, ઝોકાં, આલસ એ તો પ્રમાદ છે જ, પરંતુ વાતચીતો-કથલી-ડાફોળિયાં સંકલ્પવિકલ્પો એ પણ પ્રમાદ છે. પ્રમાદ એટલે કર્તવ્યમાં ચૂકવું તે. એ હિસાબે ધર્મમાં Page #458 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના બીજા લક્ષ્ણો ચૂકવા નિરુત્સાહ, ધર્મ પર અનાદર, સ્મૃતિ ભ્રંશ, ભ્રમણા, સંશય, એ પણ કર્તવ્યથી રૂપ હોઈ કે કર્તવ્યથી ચૂકાવનારા હોઈ પ્રમાદ રૂપ છે. એમ, જીવન જરૂરીયાત સિવાય દુન્યવી વધુ પડતી પ્રવૃત્તિ, મોજ શોખની પ્રવૃત્તિ, કે વધુ પડતા રાગ-દ્વેષ એ પણ પ્રમાદ છે. ‘પ્રમાદપરતા’ એટલે કે પ્રમાદમાં જઈ જઈને પડવું, એ આર્તધ્યાનને સુલભ કરી આપે છે. શાસ્ત્ર સિક્કો મારે છે કે પ્રમાદમાં તત્પર જીવ આર્તધ્યાનમાં વર્તતો હોય છે. કેમકે પ્રમાદસેવનની પાછળ કોઈ ઈષ્ટ યા અનિષ્ટના સંયોગ વિયોગ અંગેની અર્તિપીડા બેઠી હોય છે. નંદ મણિયારને ઉપવાસના રાતના તરસ લાગી તો એની ગ્લાનિમાં અને પાણીના રાગમાં પડયો, ને આર્તધ્યાનમાં ચડયો વાવડી બનાવવા ધાર્યું, બનાવી, અને મરીને એમાં દેડકા તરીકે જનમ્યો. “અદ્વેણ તિરિય ગઈ”, આર્તધ્યાનથી તિર્યંચ ગતિ થાય એ હિસાબ લાગ્યો. ૨૧૩ ત્રિલોકનાથ વીસમા તીર્થંકરદેવ શ્રી મુનિસુવ્રત સ્વામીએ જે ઘોડાને પ્રતિબોધ કર્યો તે પૂર્વ ભવમાં સાગરચંદ્ર નામે શેઠ હતો, ને એણે ધર્મભાવનાથી જિનમૂર્તિ ભરાવી એની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવેલી. એટલે એ ધર્મ-પરામુખ તો કહેવાય નહિ. તેમજ બહુ વિષયાસકત તરીકે એનું શાસ્ત્રમાં વર્ણન નથી આવતું. તો પછી એણે તિર્યંચગતિ કેમ સાધી ? કહો પ્રમાદપરતાને લીધે. એ વેપાર-રોજગાર અને માલની લે-વેચ વગેરે પ્રમાદમાં એવો લીન રહેતો કે મન આર્તધ્યાનથી પકાયેલું રહેતું, અને ‘àણ તિરિયગઈ’ એ સૂત્રના અનુસારે તિર્યંચગતિનાં પાપ બાંધે એમાં નવાઈ નથી. પછી પરભવે ઘોડો થાય એ સહજ છે. આજે ય એવા માણસો છે કે જેને પૈસાની ય બહુ પડી નથી હોતી, કેમકે પાસે પૈસા પૂરતા છે, છતાં એમને વેપાર ધંધાનો બહુ રસ હોય છે. આમ પાછા ધર્મહીન ન હોય, સમયે સમયે ધર્મ કરી લેતા હોય, છતાં પણ વેપારની લીનતા રૂપી પ્રમાદ એમને આર્તધ્યાન સુલભ કરી આપે છે. એમ વેપારમગ્ન નહિ, પણ વાતોચીતો હરવું ફરવું, યા મનમાન્યા ભૌતિક પરોપકારના નામે દોડધામ કરવી, વગેરેમાં પ્રવર્તતા ઘણા દેખાય છે. આવા પ્રમાદતત્પર જીવોને અનુભવ છે કે પોતાને એવી વિષયવૃદ્ધિ નહિ, તેમજ ધર્મ સન્મુખતા છે, છતાં ધર્મપ્રવૃત્તિમાં ય મન સ્થિર નથી રહેતું. બીજા ત્રીજા વિચારો ય બહુ આવે છે, ને જરૂર લાગે ત્યાં ક્રોધ અભિમાન વગેરે પણ સતેજ રહે છે. પ્રમાદલીનતાના યોગે મોટા ચૌદ પૂર્વી મહામુનિઓ પણ ચૂકયા અને નિગોદ એકેન્દ્રિયપાણામાં સિધાવ્યાનું શાસ્ત્ર કહે છે. એ તિર્યંચગતિ છે, ને એ આર્તધ્યાન વિના Page #459 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૧૪ મળે નહિ, તેથી સૂચિત થાય છે કે પ્રમાદ બહુલતા આર્તધ્યાનને સુલભ રાખે છે. (૪) જિનમતની ઉપેક્ષા : આર્તધ્યાનનાં ‘ધ્યાનશતક' શાસ્ત્રમાં બતાવેલાં છેલ્લાં ચાર લક્ષણો પૈકી ચોથું લક્ષણ આ છે કે જીવ જિનમતની અપેક્ષા વિનાનો હોય, પરવારહિત હોય, ઉપેક્ષા કરનારો હોય,'એ હોય તો સમજવું પડે કે એ જીવ આર્તધ્યાનમાં સબડી રહ્યો છે. જિનમતની અપેક્ષા એટલે કે જિનેશ્વર ભગવાનનાં સિદ્ધાન્તને માથે ચડાવી એની વંફાદારી હૈયે અંકિત કરાય, અને પોતાના દરેક વ્યવહારમાં દરેક પ્રવૃત્તિમાં દરેક વર્તાવ, વાણી અને વિચાર સુદ્ધામાં એ તકેદારી રખાય કે એ સિદ્ધાંતની પરવા રહે, બેપરવાઈ ન આવે. સુલસાની પરીક્ષા કરવા ‘એ સમ્યગ્દર્શનમાં કેવી નિશ્ચલ છે, એમ પરીક્ષા કરવા અંબડ પરિવ્રાજક એ સુલસાના ઘરે આવ્યો. સંન્યાસીના વેશમાં છે. એટલે એને ઘરમાં પેસતો જ જોતાં સુલસાએ મોં ફેરવી નાખ્યું, એ વિચારથી કે આ કુગુરૂની સામે જોઉં તો રખે ને મારું સમ્યગ્દર્શન રત્ન મેલું થાય તો ? જિનમત કહે છે કે ‘શંકા,કાંક્ષા-કુલિંગીનો પરિચય, એ સમ્યગ્દર્શનના અતિચાર છે. તો એવા જિનમતના હિસાબે કુલિંગી-કુગુરુને સામે મોં આપવા જેટલો પણ પરિચય કેમ કરાય ? ‘આમ જિનમતની અપેક્ષા રાખી સામું ન જોયું એટલે અંબડને લાગ્યું કે આ કોઈ એની દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધામાં પાકી છે.' એવું પછી પણ અંબડે વિચાર-શકિતથી શહેરના દરવાજે દરવાજે ક્રમશ: એકેક કુદેવના રૂપ કર્યાં, એને જોવા નગર ઊલટ્યું, પરંતુ જિનમતની અપેક્ષા પરવા-ગરજવાળી સુલસા ન ગઈ. એટલે અંબડને એની શ્રદ્ધાની વિશેષ ખાતરી થઈ. અહીં જે સુલસાએ આ જિનમતની અપેક્ષા રાખી, તો ચિત્ત એનું સ્વસ્થ કહ્યું. પરંતુ જો એવી જિનમતની અપેક્ષા ન રાખી હોત ને ઉપેક્ષા સેવી હોત, ને મનમાં એમ લાવી હોત કે ‘ભલે ને જિનમતે આવાની સામે જોવાની ના પાડી, પણ જોઉં તો ખરી કે એ કેવો છે,' તો એ અસ્વસ્થતા-વિહ્વળતા થાત. આવી એક ઈંદ્રિય વિષયને જોવાની વિહ્વળતામાં આર્તધ્યાન આવીને ઉભું રહેત. અથવા કહો કે જો મનને આવી જિનમતે નિષેધ કરેલ વસ્તુને જોવાની આતુરતા વિહ્વળતામાં આર્તધ્યાન સેવ્યું હોત તો એનાં દિલમાં જિનમતની અપેક્ષા યાને માથે જિનમતનું બંધન રાખ્યું ન ગણાત. આમ જિનમતની અવગણના કરવામાં કોઈ ને કોઈ આર્તધ્યાન પોષાતું હોય છે. મરીચિને અવિવેકી કપિલ રાજકુમાર કહે છે, ‘બોલો, તમારા મતમાં ધર્મ હોય તો હું સંસાર ત્યાગ કરી તમારો શિષ્ય થાઉં. બાકી તમે કહો છો એમ તમને છોડીને સાધુ પાસે દીક્ષા લેવા જવા તૈયાર નથી. વૈરાગ્ય તમારાથી પામ્યો અને દીક્ષા ત્યાં Page #460 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના બીજા લક્ષ્ણો ૨૧૫ લેવા શું કામ જાઉં ?' આમ કપિલના કહેવા પર મરીચિનું મન વિહ્વળ થયું કે ‘લાવને ત્યારે મારે શિષ્ય તો જોઈએ જ છે ? ને આ મારે યોગ્ય પણ છે, તો આને હવે શિષ્ય કરી લઉં ! આમ વિહ્વળતા આવી આર્તધ્યાન આવ્યું, ત્યાં જિનમતની અપેક્ષા ગઈ, જિનમત કહે છે કે ‘કુલિંગમાં મિથ્યાવેશમાં ધર્મ ન હોય,' પણ મરીચિને એ જિનમતની અવગણના એવી, તે એ કહે, ‘ભાઈ ! ધર્મ તો ત્યાં પણ છે ને અહીં પણ છે ! આમ જિનમતની પરવા ન રાખીને ઉત્સૂત્રભાષણ કર્યું એથી એનો કોડાકોડી સાગરોપમ વર્ષ જેટલો સંસાર વધી ગયો. જિનમતની પરવા રાખી હોત, તો ભલેને કપિલ લલચાવે પણ એમાં જોયું હોત કે ‘આમ શિષ્ય કરવા જાઉં એમાં તો કુલિંગ પર ધર્મનો સિક્કો મારવો પડે, ને જિનમત એમ કહે છે કે કુલિંગમાં ધર્મ ન હોય, કુલિંગને ધર્મ ન કહી શકાય. તો કુલિંગમાં ધર્મ કહીને જિનમત અવગણી મારે શિષ્ય નથી કરવો, આમ જિનમતને વળગી રહેવાનું કર્યું હોત, તો શિષ્ય કરવાની વિહ્વળતા ન થાત. પરંતુ જિનમતની અપેક્ષા મૂકી દીધી, ગણના છોડી અવગણના કરી તો એમાં શિષ્ય કરવાનું આર્તધ્યાન પોષાયું. એટલે અહીં શાસ્ત્રકારે કહ્યું કે જિનમતની અપેક્ષા-પરવા ગણના ન રાખનારો આર્તધ્યાન અને ખોટી વિહ્વળતા છોડે નહિ. ધરાર દેખાતું હોય કે આ જિનમતથી વિરુદ્ધ બોલે છે, વિરુદ્ધ મનાવે છે. તો પછી એનું ચિત્ત સ્વસ્થ કયાંથી હોય ? એ તો કોઈને કોઈ ઈષ્ટની-અનિષ્ટની ગડમથલમાં પડયો હોય. માટે જ ઈષ્ટની આડે આવનાર જિનમતને બાજુએ મૂકી દઈ ઈષ્ટ મેળવવા-રાખવા કે અનિષ્ટને ન રાખવા એ મથી રહ્યો છે. સામાન્ય રીતે માણસના બોલ અને ચાલ હૈયાનું પ્રતિબિંબ છે. દિલમાં જિનમતની બેપરવા હોય એ વાણી અને વર્તાવમાં ઊતરી પડે છે. એ જોઈને સમજાય કે આને જિનમતની પરવા નથી; ને એની પાછળ કોઈ આર્તધ્યાન રમી રહ્યું છે. આપણી જાત માટે પણ સમજાય કે ‘જો મને જિનમતની બહુ અપેક્ષા નથી રહેતી, અને જિનમતને બાજુએ રાખવાનું મન થાય છે, તો મારામાં કોઈક આર્તધ્યાન બેઠું છે.’ માણસ ધ્યાન ન રાખે તો જિનમતને અવગણવાનું ઘણા પ્રસંગોમાં બની શકે છે. દા.ત. આજે મનાવે છે કે ‘વિજ્ઞાનની સગવડે ચંદ્ર પર વિમાન ગયું. ને ત્યાં માટી લઈ આવ્યું.’ ત્યાં એની સત્યતાની ઉંડાણથી તપાસ કર્યા વિના માની લે કે, આ પ્રત્યક્ષ પ્રમાણ સાચું, શાસ્ત્રે કહ્યું છે તે વિચારણીય છે,' તો આમાં જિનમતને અવગણ્યું ગણાય. એમ રાત્રિભોજન-ત્યાગની વાત આવે ત્યાં મનને લાગે કે ‘આજે દેશકાળ-રિવાજ ફરી ગયા, ત્યાં એ શે પળે ? અને રાત્રિ ભોજનનું પાપ જુઓ છો પણ ભાઈ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધ્યાન અને જીવન ભાઈના રગડા, માલમાં ભેળસેળ, લાંચરુશ્વત, વગેરે ભયંકર પાપો કેવા ચાલી રહ્યા છે એ તો જુઓ...’ આવું લાગવા-બોલવામાં જિનમતની અપેક્ષા કયાં રહી ? જે એમ બોલે કે ‘જિનમત તો કહે, પણ આજનો કાળ જોવો જોઈએ ને ? ને મોટાં પાપ આગળ આ શી વિસાતમાં છે ?’ તો આમાં જિનમતને અવગણવાનું જ થાય. એવી રીતે દેવદર્શન-પૂજન આદિ ધર્મસાધના કરતો હોય પણ એમાં કોઈ ધ્યાન ખેંચે કે ‘આવી રીતે અવિધિ ન કરાય, શાસ્ત્ર આને અવિધિ કહે છે. ત્યારે એમ જવાબ દે કે ‘હવે બધી વિધિને અવિધિ કહેવા બેસશો તો કોઈ દર્શન-પૂજા કરવા જ નહિ આવે.’ આવું કેમ બોલાય છે ? વિધિ-અવિધિ સમજાવનાર શાસ્ત્ર પર યાને જિનમત પર મદાર નથી, બહુમાન નથી, સાપેક્ષભાવ નથી, માટે એવું બોલાય છે. આવી આવી રીતે જિનમતને અવગણવા પાછળ હૈયામાં સગવડપંથીપણું છે, ને ત્યાં એક યા બીજા પ્રકારનું આર્તધ્યાન પોષાય છે. સગવડપંથીપણું આર્તધ્યાન અને જિનમતઅવગણનાને પોષે છે. જિનમતની અવગણના બીજી રીતે જોઈએ તો, જિનમતમાં જે હેય અને ઉપાદેય અર્થાત્ ત્યાજ્ય અને આદરણીય તત્ત્વ કહ્યા છે અથવા થોડું ભણ્યો હોય, કુળસંસ્કાર પામ્યો હોય, તો હેય-ઉપાદેયનો ખ્યાલ હોય, પરંતુ પ્રવૃત્તિમાં એની પરવા ન રાખે, અને હેય-ત્યાજ્ય વસ્તુમાં નિસંકોચ પ્રવર્તે, હેયના આદરના વિચાર છૂટથી કરે, વાણીછૂટથી બોલે, તેમ વર્તન પણ હોંશભેર કરે, તો એ જિનવચન-જિનમતની અવગણના કરી કહેવાય. જિનવચને ત્યાજ્ય બતાવેલું કાર્ય પદાર્થ યા દોષ સેવતાં કોઈ અફસોસી ન હોય, ઉલટું એમાં શાબાશી લેતો હોય, દા.ત. ‘પૈસા કેમ ન કમાવવા જોઈએ ? સંસારમાં બેઠા એટલે વેપારાદિમાં લાગેલા રહેવું જ જોઈએ નહિતર એદી ગણાઈએ.’ આવું આવું માને અને બોલે, એમાં જિનમતની અપેક્ષા કયાં રહી ? એવું આદરણીય જિનમંદિરાદિ પદાર્થ, દેવદર્શન, દયા દાનાદિ પ્રવૃત્તિ કે ક્ષમાદિગુણોના આદરની વાત આવે ત્યારે મોઢું બગાડે, ‘વારે વારે આ શું ?’ એમ બોલે ‘આ કરવા બેસીએ તો સંસાર થોડો જ ચાલી શકે ?' આવું આવું આદરણીયની અહિંચનું માને-બોલે, એ પણ જિનવચનની અવગણના જ છે. આવી જિનમતની બેપરવાઈના પાછળ પૌદ્ગલિક ઈષ્ટ-અનિષ્ટની ખાસી ગડમથલ જ કામ કરતી હોય છે, અને એમાં આર્તધ્યાન સારી રીતે પ્રવર્તતું હોય એ સહજ છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૨૨. આર્તધ્યાનના સ્વામી) આર્તધ્યાનનાં લક્ષણો બતાવ્યા પછી હવે શાસ્ત્રકાર મહર્ષિ આર્તધ્યાનનાં સ્વામી કોણ હોય એ બતાવે છે. મિથ્યાદષ્ટિ આત્માઓને તો આર્તધ્યાન હોય જ છે. પરંતુ અવિરતિ-સમ્યગ્યદષ્ટિ જીવો, દેશવિરતિ-શ્રાવક, તથા પ્રમાદનિષ્ટ સાધુ સુધીનાને પણ આર્તધ્યાન હોઈ શકે આમાં “અવિરતિ' એટલે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિ પાપથી વિરતિ નહિ યાને વિરામ નહિ, અર્થાત્ પાપનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ નહિ એનું નામ અવિરતિ છે. એટલે કદાચ વર્તમાનમાં હિંસાદિ પાપ આચરતો ન હોય છતાં જો એના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી તો એ અવિરતિ છે. વર્તમાનમાં પાપ આચરતો નથી એ તો માત્ર પાપની અપ્રવૃત્તિ કહેવાય, પરંતુ પાપની વિરતિ નહિ, પાપથી વિરામ નહિ. કેમકે ભલે અત્યારે પાપ સેવતો નથી. છતાં દિલમાં કયારેય પણ પાપ સેવવાની અપેક્ષા બેઠી છે, કે અવસર આવ્યું મારે પાપ કરવાની છૂટ છે.’ માટે તો એ છૂટ ઊભી રાખવા પાપના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરતો. આવી પાપની છૂટ પાપની અપેક્ષા એ પણ અવિરતિ નામનું પાપ જ છે. જૈન ધર્મની આ એક મહાન વિશેષતા છે કે અવિરતિને એ પાપ રૂપ બતાવે છે! બીજાઓ કહે છે કરે તે ભરે” અર્થાત પાપ આચરે એને એનું ફળ, દુ:ખ ભોગવવું પડે. પરંતુ જૈન ધર્મ તો આગળ વધીને કહે છે કે વરે તે પણ ભરેઅર્થાતું 'દિલથી પાપને જે વરેલો હોય એટલે કે પાપની છૂટવાળો હોય, અપેક્ષાવાળો હોય, એને પણ એનું ફળ કર્મબંધ અને દુ:ખ પામવું જ પડે.' હવે સમ્યગદષ્ટિ જીવ પાસે જે સમ્યકત્વ છે એ તો એનામાં શુભધ્યાન-ધર્મધ્યાનનું પ્રેરક છે, કિંતુ સાથે જે અવિરતિ છે યાને વર્તમાનમાં પાપ ન આચરવા છતાં દિલમાં પાપની જે અપેક્ષા બેઠી છે, એ એને આર્તધ્યાન કરાવે છે. એણે પ્રતિજ્ઞા કરીને પાપ બંધ નથી કર્યું, એટલે પછી કેમ ? તો કે પાપને લગતી ઈષ્ટ-અનિષ્ટ વસ્તુઓ અંગે દિલમાં રાગ-દ્વેષના મૂળ ઉપર તો આર્તધ્યાન મહાલનારું હોય છે, એ હિસાબે અવિરતિવાળાને આર્તધ્યાન બહુ સુલભ રહે છે. અહીં એક પ્રશ્ન થાય, પ્ર૦ - તો પછી સમ્યગદષ્ટિ અવિરતિવાળાને ભલે આર્તધ્યાન સુલભ હોય, પરંતુ મિથ્યાદષ્ટિ વિરતિવાળાને તો આર્તધ્યાન નહિ ને ? ઉ૦ - મિથ્યાદષ્ટિ જીવે ભલે કોઈ પાપના ત્યાગની પ્રતિજ્ઞા કરે, પરંતુ એ વિરતિભાવ પામ્યો ન કહેવાય. કેમકે વિરતિ એ સમ્યગ્દર્શન પામ્યા પછીની જ ભૂમિકા છે. પહેલું 30 Page #463 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) ધ્યાન અને જીવન સમ્યગ્દર્શન આવ્યું હોય, પછી જ વિરતિભાવ આવે. કારણ, પહેલું જ્ઞાન, પછી કિયા. પાપનો સાચો ત્યાગ પાપની હેય યાને ત્યાજ્ય તરીકેની શ્રદ્ધા ઉપર જ આવી શકે, અને પાપની સાચી ઓળખ તો વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જ આપેલી છે. એટલે એમનાં વચનને જ અનુસારે પાપની ખરેખરી ઓળખ થાય, તથા એની હેય તરીકેની શ્રદ્ધા થાય. આમાં સર્વજ્ઞના વચનનું આલંબન લેવું પડે, એટલે એ વચન ઉપર શ્રદ્ધા કે જે સમ્યગ્દર્શન કહેવાય છે, તે હોવી જ જોઈએ. મિથ્યાદષ્ટિ આત્માને આ સમ્યગ્દર્શન હોય નહિ, એટલે એનો પાપત્યાગ એ શ્રદ્ધાના પાયા પરની વિરતિરુપ ન ગણાય. એટલા જ માટે, અભવી-દુર્ભવી આત્માઓ ચારિત્ર લે છે, મહાવ્રતો ઉચ્ચરે છે, છતાં એમનામાં વિરતિભાવ યાને ૬ ઠું ગુણસ્થાનક નથી હોતું. અરે ! પાંચમું ય નહિ, ને ચોથું ય નહિ, પરંતુ એ તો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જ હોય છે. પ્ર૦ - આટલા ઊંચા એક મહાવ્રત એટલે હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ છતાં વિરતિભાવ નહિ ? ઉ0 - ના, નહિ, કારણ છે. (૧) એણે મહાવ્રત ઉચ્ચર્યા છે એ સર્વજ્ઞવચનની શ્રદ્ધા પૂર્વક નથી ઉચ્ચર્યા. કદાચ શ્રદ્ધા કરી તો એટલી જ કે “આ મહાવ્રતો (હિંસાદિ પાપની વિરતિ) થી દિવ્ય સુખ મળે ! પરંતુ બાકીના જિનવચનોની શ્રદ્ધા, દા.ત. આ મહાવ્રતોથી મોક્ષ મળે એવી શ્રદ્ધા નથી કરી, અને શ્રદ્ધા ખરેખર તો સમસ્ત જિનવચન પર હોવી જોઈએ, તો જ એ સમ્યગ્દર્શનરૂપ બને. ત્યારે અભવી જેવાને મોક્ષની રુચિ પાલવતી નથી. એટલું ગાઢ મિથ્યાત્વ હોય અને ગાઢ વિષયરાગ હોય ત્યાં કામચલાઉ આ જીવન પૂરતા કરાતા પાપત્યાગમાં ખરેખર વિરતિભાવ કયાં આવે? જૈન શાત્રો સંપૂર્ણ વિરતિભાવનું સ્વરૂપ બતાવતાં આ કહે છે કે રાગાદિ કષાયો ચાર કક્ષાના હોય (૧) અતિ ઉગ્ર (૨) ઉગ્ર (૩) મધ્યમ, અને (૪) મંદ. એમાંથી પહેલી ત્રણ કક્ષાના રાગાદિને દબાવ્યા હોય, એનો અનુભવ બંધ કર્યો હોય ત્યારે વિરતિભાવ આવે. ત્યારે જ્યાં હજી ચારે કક્ષાઓના રાગાદિનો અનુભવ ચાલુ છે એ આમ ગમે તેટલા મહાવ્રત લે, પણ એનામાં વિરતિભાવ કયાંથી આવે અર્થાતુ ન જ આવે એ સમજાય એવું છે. મિથ્યાત્વની હયાતીમાં ચારે ય કક્ષાના રાગાદિનો અનુભવ ચાલુ હોય છે. એમાંથી અતિ ઉગ્રકક્ષાના રાગાદિનો અનુભવ દબાવે એટલે મિથ્યાત્વ ટળે અને સમ્યકત્વ સમ્યગ્દર્શન પ્રગટ થાય. ગે શું સમ્યગ્દર્શન કર્યું? આ, કે હિંસા-પરિગ્રહાદિ પાપો આત્માને માટે ખતરનાક છે. ત્યાજય છે એવી બુદ્ધિ એવું દર્શન ઊભુ કર્યું. હિંસાદિ પાપમાં ત્યાજ્યતાનું દર્શન એ સમ્યગુદર્શન અહિંસાદિ ધર્મમાં ઉપાદેયતાકર્તવ્યતા-આદરણીયતાનું દર્શન એ સમ્યગુદર્શન. Page #464 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાનના સ્વામી ૨૧૯ આમ સમ્યગ્દર્શનવાળા અર્થાત સમ્યગ્દષ્ટિ જીવે અલબત હિંસાદિ પાપોને ત્યાજ્ય ગણ્યા, એ પાપો તરફ આંતરિક અરુચિ-ગ્લાનિ ઊભી કરી, એ એના પ્રથમ કક્ષાના અતિ ઉગ્ર રાગાદિને દબાવ્યા કહેવાય, પરંતુ હજી મનનો એ નિર્ધાર નથી કે ‘મારે થોડી પણ હિંસા-પરિગ્રહાદિ પાપનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ જ છે.' આવી થોડી પણ વિરતિ નથી. એ અવિરતિ, એટલે હિંસાદિને ખરાબ સમજવા છતાં એના થોડા પણ ત્યાગની પ્રતિજ્ઞા કરવાની એનામાં હિંમત નથી. એ સૂચવે છે કે એના તરફ દિલનું ખેંચાણ હજી ઊભું છે, આ એની અવિરતિ સમ્યગ્દષ્ટિ અવસ્થા છે. આમાં હિંસા પરિગ્રહ વિષયો વગેરે કરવા તરફ ખેંચાણ ઊભું હોય, ત્યાંજ સહજ છે કે એના નિમિત્તે આર્તધ્યાન સુલભ હોય. આર્તધ્યાન આ હિંસા પરિગ્રહાદિના ખેંચાણ પરજ રાગ ઉપરજ ઊભું થાય છે, એ અનુભવસિદ્ધ છે. આમ અવિરતિ સમ્યગ્દષ્ટિ પણ આર્તધ્યાનનો સ્વામી કહ્યો. દેશવિરતિ જીવ પણ આર્તધ્યાનનો સ્વામી હોય છે. કેમકે અલબત્ એણે ‘દેશથી’ અર્થાત્ અંશે ‘વિરતિ’ લીધી, દા.ત. ‘હાલતા ચાલતા જીવને હું નહિ મારું.. દુરાચાર મારે ન જ ખપે... લાખ રૂપિયાથી વધુ પરિગ્રહ હું ન જ રાખું.’ આવી અમુક અંશે પ્રતિજ્ઞા કરી વિરતિ લીધી એ દેશવિરતિ કહેવાય. આમાં જેટલા અંશે હિંસાદિ પાપનો ત્યાગ કર્યો એટલા અંશે એનું ખેંચાણ ઓછું કર્યું, રાગ દબાવ્યા, તેથી એ અંગે આર્તધ્યાન નહિ થાય. આર્તધ્યાન કરાવનાર છે રાગ-દ્વેષ. એ જેટલા દબાવ્યા એટલું આર્તધ્યાન અટકે, પરંતુ હજી બાકીની અવિરતિ ઊભી છે. દા.ત. સ્થાવર જીવોની પણ હિંસા મારે ન જ ખપે, એ વિરતિ નથી કરી, એટલે એના રાગાદિ ઊભા છે, માટે એ આર્તધ્યાન કરાવશે. જેટલી હિંસા જેટલો પરીગ્રહ વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા ન હોઈને એના ખેંચાણ ઊભાં, એ એટલી હિંસાદિ અપેક્ષાથી મનની ગડમથલ અર્તિચિન્તા ઊભી. માટે દેશવિરતિ શ્રાવક પણ આર્તધ્યાનનો સ્વામી છે. પ્ર૦ - તો પછી આનો અર્થ તો એ, કે સર્વાંશે યાને સંપૂર્ણ વિરતિ લે, તો પછી આર્તધ્યાન ન રહે, તો સર્વવિરતિધર મુનિને પણ આર્તધ્યાનના સ્વામી કેમ કહ્યા ? ઉ∞ - એનું કારણ એમનામાં પ્રમાદ હોય તો એ પણ આર્તધ્યાનને પ્રેરે છે. એટલે જેમ જો મિથ્યાત્વ ટળ્યું, અવિરતિ ગઈ, તો એ આર્તધ્યાનનાં કારણ ઓછાં થયા, પરંતુ જો પ્રમાદ હજી ઊભો છે તો એ આર્તધ્યાનનું કારણ ઊભું છે. કેમકે પ્રમાદ એટલે નિદ્રા-વિકથા-સંશય-ભ્રમ-ધર્મમાં અનુત્સાહ-અનાદર વગેરે, એ થોડા પણ હોય, તો એમાં રાગદ્વેષની પીડા છે ને એ આર્તધ્યાનને અવકાશ આપે. ત્યારે સર્વવિરતિધર મુનિ બે પ્રકારે, (૧) પ્રમાદવાળા પ્રમત્ત, અને (૨) પ્રમાદરહિત અપ્રમત્ત. આમાં પ્રમત્તને નિદ્રાદિ પ્રમાદ છે. એના અંગે ઈષ્ટ સંયોગનું Page #465 -------------------------------------------------------------------------- ________________ (૨૨) | ધ્યાન અને જીવન આકર્ષણ, અનિષ્ટ વિયોગની ચિન્તા ને કોઈ વેરના અંગે મનની વ્યાકુલતા રહેવાની. પ્રમાદ એની સાથે સંકળાયેલા છે. બસ, આ હિસાબે પ્રમાદ રહિત યાને અપ્રમત્ત અવસ્થા હોય ત્યારે આર્તધ્યાનથી છૂટકારો મળે. એટલે કહ્યું કે - “અપ્રમત્ત મુનિ કે જે સાતમે અને ઉપરના ગુણઠાણે હોય છે એમને આર્તધ્યાન ન હોય,’ આ જોતાં સમજાય એવું છે કે આર્તધ્યાનની કેટલી બધી સૂક્ષ્મતા છે કે મિથ્યાત્વ, અવિરતિવાળાને તો શું, કિન્તુ સહેજ પણ પ્રમાદવાળા મુનિને ય એ આર્તધ્યાન લાગતાં વાર નહિ! આખો સંસાર છોડયો, સર્વવિરતિધર મુનિ થયા, તો પણ નિયમ નહિ કે આર્તધ્યાન ન જ આવે. માટે કહ્યું છે કે ‘આર્તધ્યાન એ સર્વ પ્રમાદનું મૂળ હોઈ યતિજને એનો ત્યાગ કરવો જોઈએ,” જો આર્તધ્યાને વર્તે છે પ્રમાદ આવતાં વાર નહિ. સ્વરૂપથી આર્તધ્યાન સમસ્ત પ્રમાદનું કારણ છે. માટે સાધુ અને શ્રાવક બંનેએ એમાંથી દૂર રહેવું જરૂરી છે.. પ્ર ૦ - પહેલાં જે એમ કહ્યું કે 'પ્રમાદવાળાને આર્તધ્યાન થાય,’ એનો અર્થ એ કે પ્રમાદ એ કારણ, અને આર્તધ્યાન તેનું કાર્ય થયું. હવે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ યાને કારણ કહો છો એ કેમ ઘટે ? ઉ૦- વાત સાવ સાચી છે કે અંતરમાં રાગાદિ હોય તેથી આર્તધ્યાન ઉઠે છે, એમ રાગાદિ પ્રમાદ કારણ, અને આર્તધ્યાન એ કાર્ય થયું. પરંતુ જીવને મન મળ્યું છે તેથી એને મનથી કાંઈ ને કાંઈ લોચા વાળવા જોઈએ છે. એમાં કોઈ ઈષ્ટનો સંયોગ મળો.' યા વિયોગ ન થાઓ’ અથવા ‘અનિષ્ટનો વિયોગ થાઓ' યા 'સંયોગ ન થાઓ કે “હાય ! વેની બહુ પીડે છે, શાંત થાય એવું કોઈ ને કોઈ આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. પછી એની ચિંતા ને સળવળાટ પાછળ જીવ થોડો જ જપ્યો રહે ? એ આર્તધ્યાનના જેસ ને પ્રવાહને લીધે વિષય-કષાયની ત્રિવિધ પ્રવૃત્તિ વાણી-વિચારવર્તાવરૂપ ચાલ્યા વિના રહેતી નથી. એમ મઘાદિ વ્યસન, નિદ્રા નિંદા-કથળી વગેરે સુલભ બને છે. વળી ક્રિયાના ખેદ-ઉદ્વેગ વગેરે દોષ સેવાતા રહે છે, આ બધો પ્રમાદ જ છે. એ કાર્ય થયું, ને એનું મૂલ યાને કારણ છે આર્તધ્યાન. આર્તધ્યાનથી હૃદય બગાડાય છે, તેથી પ્રમાદસેવન ચાલે છે. આમ આર્તધ્યાન ભલે ઉઠે રાગ-દ્વેષ મોહમાંથી; એટલે ત્યાં રાગાદિ પ્રમાદ એ કારણ, અને આર્તધ્યાન કાર્ય થયું. કિન્તુ આર્તધ્યાન વારંવાર ચાલે એટલે સહજ છે કે એથી એ બધી પ્રમાદ-પ્રવૃત્તિ રહ્યા જ કરવાની. આ હિસાબે અહીં આર્તધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ કહી એને વર્જવાનું કહ્યું. આર્તધ્યાન બંધ કરી ધર્મધ્યાન ચલાવાય તો હૃદય પવિત્ર રહેવાથી પ્રમાદ સેવન અટકી જાય. આટલી આર્તધ્યાનની વિચારણા થઈ. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૨૩. રૌદ્રધ્યાન (રૌદ્રધ્યાનની વિસ્તૃત વિચારણા ન કરતા સંક્ષેપમાં જોઈએ.) રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારે છે. ૧. હિંસાનુબંધી ૨. મૃષાનુબંધી ૩. સ્તયાનુબંધી. છે. સંરક્ષણાનુબંધી. શ્રી ઉમાસ્વાતિવાચકવર્થે તસ્વાર્થ મહાશાસ્ત્ર (અધ્ય૦ ૯, સૂત્ર૩૬)માં કહ્યું છે, ‘હિંસા-નૃતા-સ્તેય-વિષય-સંરક્ષણેભ્યો રૌદ્ર અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, અને ઈન્દ્રિય-વિના સંરક્ષણ માટે રૌદ્રધ્યાન થાય છે. રૌદ્ર એટલે ભયાનક, યાને આર્ત કરતાં અતિકૂર, ઉગ્ર-આ હિંસાદિ ચારમાંથી ગમે તે એકના કૂર ચિંતનમાં મન ઊતરી જાય તો ત્યાં રૌદ્રધ્યાન લાગુ થયું કહેવાય. કર્મબંધનું જજમેન્ટ ધ્યાન પર અહીં ધ્યાનમાં રહે કે આમાં હિંસાદિ કિયા આચરવાની વાત નથી, હિંસા કશી. ન કરતો હોય, વાણીથી જૂઠ કાંઈ પણ ન બોલતો હોય, છાનાં માના એ કરવાબોલવાનો ક્રૂર અભિપ્રાય ચિતન, ચોંટ એ રૌદ્રધ્યાન છે. જેવું આર્તમાં એવું રૌદ્રમાં કાયાથી પ્રવર્તવાનું કે વાણીથી બોલવાનું કશું હોય નહિ, પણ માત્ર મનથી એનું દઢ ચિંતન કરે એ આર્ત-રૌદ્રધ્યાન છે. ત્યારે ચોવીસે કલાક મન તો કાંઈને કાંઈ ચિંતવતું હોય છે. પછી એ ચિંતન આર્તધ્યાન કે રૌદ્રધ્યાનરૂપ ન બને એ માટે કેટલો બધો ખ્યાલ રાખવો પડે ? ધ્યાનને કર્મબંધ સાથે સીધો સંબંધ છે. કર્મ કેવા બંધાય એનું જજમેન્ટ તત્કાલ ચાલતા ભાવ યાને ધ્યાનના પ્રકાર પર પડે છે. આર્તધ્યાને તિર્યંચગતિના કર્મ બંધાય છે, અને રૌદ્રધ્યાને નરકગતિના કર્મ બંધાય છે. તે પણ તરત જ બંધાય, એમાં ઉધારો નહિ. જે સમયે જેવું ધ્યાન, તે સમયે તેવા જ કર્મ બંધાઈ જવાનાં. માટે જીવનમાં મોટું કામ, મોટી સાવધાની આ રાખવી જરૂરી છે કે મનમાં ખરાબ ધ્યાન અટકાવી, શુભધ્યાન ચાલુ રાખવા સતત પ્રયત્નમાં રહેવું. ૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન હવે અહીં પહેલું હિંસાનુબંધી રૌદ્રધ્યાન આ સ્વરૂપનું છે. અતિક્રોધમાં આવી જઈ નિર્દય હૃદયથી હિંસાનું એકતાન ચિંતન કરાય એ હિંસાનુબંધીરૌદ્રધ્યાન છે. હિંસા અનેક પ્રકારે ચિંતવાય છે. દા.ત. એકેન્દ્રિયથી પંન્દ્રિય સુધીના કોઈ પણ જીવની પ્રત્યે ક્રોધાંધ બની એમ ચિંતવે કે હું આ હરામીને ધોલ-વબ્બા ફટકારી પાંસરો કરું,’ ‘ચાબુકો સણસણાવી દઉં, લાતી ઠોકીને સીધો દોર કરી નાખું, અથવા નાક, કાન વીંધી નાખું, ‘દોરડાથી કે બેડીથી જકડી દઉં.’ જવાળાથી બાળી નાખું, લાલચોળ સળિયાથી ડામ દું, કુતરા-શિયાળાના પગેથી નહોરિયાં ભરાવું, ઉઝરડા કોતરાવું, તલવારના કટકે કે ભાલો ઘોંચી યા ખંજર ભોંકી જાનથી મારી નાખું, Page #467 -------------------------------------------------------------------------- ________________ (૨૨૨) ધ્યાન અને જીવન, અથવા ખૂબ રીબાવું ફાડી નાખું, છુંદો કરી નાખું, વગેરે વગેરેને જીવને પીડવાની વસ્તુ પર મન કેન્દ્રિત કરે, એ પહેલા પ્રકારનું રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાન કેવા પ્રસંગે ? ત્યાં ગ્રહ-ભૂતની જેમ કોઈ ભારે વળગ્યો હોય છે. પોતાનો સ્વાર્થ ભંગાયો હોય ત્યાં આમ બની આવે છે. શેઠને નોકર પર, માબાપને દીકરા પર, પાડોશીને પાડોશી પ્રત્યે... વગેરેમાં પણ આમ બને છે. દેશ-પરદેશના તેવા સમાચાર જાણીને, કોરટમાં ગુનેગારને છોડી મૂકવાનું સાંભળીને. ઈત્યાદિ ઈત્યાદિ કઈ પ્રસંગે પરચિંતાવાળાનું મન રૌદ્રધ્યાન સુધી ચડી જાય છે. જેવું કોધના આવેશથી, એવું અભિમાનમાં ચડી પણ એમ બને છે. દા.ત. રાવણે અભિમાનથી ચડીને લક્ષ્મણનું ગળું છેદી નાખવા ધાર્યું ત્યાં રૌદ્રધ્યાન આવ્યું. માયાના કે લોભના આવેશમાં પણ એમ બને. કોણિકે રાજ્યના લોભમાં સગા બાપ શ્રેણિકને કેદમાં નખાવી સાટકા મરાવવા પર મન કેન્દ્રિત રૌદ્રધ્યાનથી નરક :- એ રૌદ્રધ્યાનનું પરિણામ બહુ કનિષ્ઠ આવે છે. એથી નરકાદિ દુર્ગતિમાં દુ:ખોમાં રીબાવું પડે છે, જીવન સારું ધર્મમય ગાળ્યું હોય પણ કયારેક રૌદ્રધ્યાન આવે અને કદાચ એ જ વખતે આયુષ્ય બંધાઈ જાય તો નરકનું બંધાય, અને એક વાર તો સીધા નરક ભેગા થવું જ પડે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મહા સંયમી તપસ્વી મનોમન લડાઈ અને હિંસાના ધ્યાનમાં ચડયા, અને એ જ વખતે શ્રેણિકે મહાવીર ભગવાનને એમની ગતિ પૂછી, તો પ્રભુએ કહ્યું, ‘પ્રસન્નચંદ્ર હમાગાં મરે તો સાતમી નરકે જાય' જીવન વલોપાતિયું ને લોભ-લાલચ ભર્યું કે અહંકારમાં તણાતું જીવાય તો રૌદ્રધ્યાન સુલભ બને છે. આટલી રૌદ્રધ્યાનના પ્રકારની વાત થઈ. ૨. મૃણાનુબંધી રૌદ્રધ્યાન હવે બીજા પ્રકારનું મૃષાનુબંધી રૌદ્રધ્યાન આવા સ્વરૂપનું હોય છે. મૃષાનુબંધી રૌદ્રધ્યાન એ તેવા તેવા પ્રકારના દુષ્ટ વચન બોલવાના ઉગ્ર ચિંતનમાં થાય છે. બીજાની ચાડી-ચુગલી કરવાનું ચિંતવે, પોતાને ન ગમતી બીજાની ગંભીર વાત કોઈની આગળ મીઠું-મરચું ભભરાવીને કહી દેવાની ચોકકસ ઉગ્ર ટૂર ધારણા કરે, ત્યાં રૌદ્રધ્યાન લાગે છે. એમ ઉગ્ર પરિણામથી તિરસ્કાર વચન, ગાળ, અપશબ્દ યા અધમ અસભ્ય બોલવાનું ચિંતવે એ પણ રૌદ્રધ્યાન છે. અસત્ય વચન ૩ પ્રકારે હોય, ૧. અભૂતોદ્ભાવન, ૨. ભૂતનિન્હવ, ને ૩. અર્થાન્તર-કથન (૧) અભૂતોદ્ભાવના એટલે ન હોય એવી વસ્તુ બોલવી દા.ત. આત્મા વિશ્વવ્યાપી નથી, છતાં કહેવું કે એ વિશ્વવ્યાપી છે. પોતે શ્રીમત કે વિદ્વાન ન હોય છતાં કહે કે હું શ્રીમંત છું, વિદ્વાન છું.” Page #468 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન (૨૨૩) (૨) ભૂતનિહનવ એટલે વસ્તુ સ્થિતિ હોય એનો અપલાપ કરે. દા.ત. કહે કે ‘આત્મા જેવી વસ્તુ જ નથી.' પૈસાદાર હોય છતાં કહે કે મારી પાસે પૈસા જ નથી.' (૩) અર્થાન્તર-કથન એટલે એક પદાર્થને બીજો જ પદાર્થ કહેવો. દા.ત. બળદને ઘોડો કહે, અસાધુને સાધુ કહે. વગેરે.. એમ ભૂતપઘાતી વચન એટલે એવું બોલે કે જેની પાછળ જીવને પીડા કિલામણા હિંસા થાય. દા.ત. કહે છેદી નાખ, ભેદી નાખ, શેકી ઉકાળી નાખ, માર, વગેરે.. અલબત્ આ વચનમાં દેખીતું જૂઠ જેવું કાંઈ નથી, છતાં પણ એમાં પરિણામ જીવઘાતનું છે, તેથી એ વસ્તુનત્યા મૃષા છે. ઉપરોકત વચનમાં અવાન્તર અનેક પ્રકાર આવે. દા.ત. પિશુન તરીકે કેટલાય પ્રકારના અનિષ્ટ સૂચક વચન હોય; જેમ કે કોઈ પોતાના કિંમતી કામે બહાર નીકળતો હોય, એને અપશુકનિયું કહેવું કે તમારે ધબેડો જ વળવાનો છે, કાંઈ વળવાનું નથી. વગેરે. અસત્ તરંગે રૌદ્રધ્યાન :હવે રૌદ્રધ્યાનમાં એવું છે કે આવાં વચન બોલતો ન પણ હોય એ વખતે પણ એવું બોલવાનું નિમુરપણે દઢ ચિંતન કરે તો એ રૌદ્રધ્યાન બને છે. માણસ વિચારવાયુમાં કે હલકી વિચાર સરણીમાં જૂઠના એક યા બીજા પ્રકારના વચનના ચિંતન કેટલાય કરતો હોય છે, ત્યાં રૌદ્રધ્યાનમાં કેમ ન ઝડપાય ? કોરટમાં જુબાની આપવાની હોય ત્યારે ખરોખર તો પૂછવાનું તો શું ય આવે, પરંતુ મૂઢ માણસ પહેલેથી વિચારમાં ચડે છે કે કોર્ટમાં આમ પૂછશે, આમ પૂછશે..' તો મને આવડે છે. હું આવાં આવાં અસત્ય ઉત્તર આપી દઈશ,” ભલે પછી કદાચ એવું બોલવાનો અવસર ન આવે. છતાં આ નિપુર ચિંતનમાં રૌદ્રધ્યાનને શી વાર લાગે? એમ પુત્ર કે નોકર વગેરે ખરેખર ગુનામાં ન હોય છતાં બાપ કે શેઠ ગુનો કલ્પી ભયંકર ગુસ્સામાં ચિંતવે છે કે “હરામખોર આવે એટલે આવાં આવાં ભારે તિરસ્કારના વચન સંભળાવી સીધો દોર કરી દઈશ.” પણ પછી બને એવું કે પેલો આવી ખુલાસો કરે ત્યારે રોષ ઉતરી જાય. છતાં પહેલા ચિંતન કર્યું એ રૌદ્રધ્યાનની કક્ષાનું ય બની ગયું હોય. આ રૌદ્રધ્યાન કેવી કેવી રીતે આવે છે ? માયાવી જીવો દા.ત. વેપારી વગેરે, એમને બીજા પાસેથી યેન કેન પ્રકારે સ્વાર્થ સાધવો છે, એટલે એને સીસામાં ઉતારવા માટે સંકલ્પમાં ચડે છે કે હું આને આમ કહીશ, સાચા તરીકે જૂઠું આમ ગળે ઉતારી દઈશ’ આવાં મૃષાભાષાણ હિંસા પ્રેરક વચન કે પાપોપદેશ પર મન કેન્દ્રિત થઈ જાય, એ માયાવીને રૌદ્રધ્યાન સુલભ થયું ગાગાય. Page #469 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ૨૨૪ એમ, બીજાને ઠગવામાં તત્પર હોય, જેમકે ભાઈએ ભાગ વહેંચી લેવામાં બીજા ભાઈને ઠગવો હોય, યા ભાગીદારે વેપારમાં ભાગીદારને ઠગવાની, યા દલાલે કે નોકરે સોદામાંથી ગાવલી ખાવામાં શેઠને ઠગવાની ઈચ્છા હોય, અથવા કબાડીએ કોઈ પણ પ્રવૃત્તિમાં ભોળાને સ્વાર્થથી કે વૈરવિરોધથી ઠગવો હોય, ત્યાં એ માટે એ એવાં માયામૃષાના વચન મનમાં ઘડે, એ મનની ઘરના રૌદ્રધ્યાન થાય છે. એમ, પ્રચ્છન્ન પાપી યાને ગુપ્તપણે પાપ કરનારો કે છૂપા પ્રપંચ રચનારો પણ બહાર પોતાની જાતને સારી નિષ્પાપ નિર્દોષ બતાવવી છે માટે મનમાં ઘડી રાખે કે ‘જરૂર પડયે હું મારી નિર્દોષતા કે સારાપણું બતાવવા આવી રીતે વાત કરીશ..’ આ મનની ચિકણી ઘટનામાં રૌદ્રધ્યાન લાગે. અથવા પ્રચ્છન્ન પાપી એટલે મિથ્યાધર્મી બ્રાહ્મણ વગેરે પોતે ગુણહીન હોવા છતાં પોતાને ગુણવાન તરીકે ઓળખાવે, એ માટે બડફાં હાકવાનું એનું માનસિક દૃઢ પ્રણિધાન એ પણ રૌદ્રધ્યાનરૂપ બને. ત્યારે ગુણહીન પોતાની જાતને ગુણવાન તરીકે ઓળખાવે છે એના કરતાં બીજો વળી ગુપ્ત પાપી કોણ છે ? ઉઘાડો પાપી તો પોતે દોષવાળો હોવાનું છુપાવતો નથી. ત્યારે આ તો માહીં પોલ ને બહાર ગુણનો ઢોલ વગાડે છે, માટે પ્રચ્છન્ન પાપી છે. વળી પાપ છાનાં છપકાં કરવા છે એનું પરિણામ એ કે પોતે ગુણહીન છતાં બીજાની આગળ ગુણિયલમાં ખપવા અને કૃત્રિમ વડાઈ ટકાવવા માટે એ બહાર ચોક્કસ પ્રકારના બોલ બોઁલવાનો, મનમાં એના જે નિષુરભર્યા દૃઢ વિચાર ચાલે એ રૌદ્રધ્યાનમાં જાય. આ બીજો પ્રકાર થયો. ૩. સ્તેયાનુબન્ધી રૌદ્રધ્યાન હવે ત્રીજા પ્રકારનું ‘સ્તેયાનુબંધી’ રૌદ્રધ્યાન વર્ણવે છે. ત્રીજા પ્રકારનું રૌદ્રધ્યાન ચોરીના ક્રૂર ચિંતનમાં થાય છે. ‘બીજાના પૈસા, બીજાનો માલ, બીજાના પત્ની-પુત્રાદિ, બીજાની મિલ્કત-સાધન-સંપત્તિ કેમ ઉપાડું, કેવી રીતે હડપ કરું આવા ક્રૂર ચિંતનમા તન્મય થાય ત્યાં આ રૌદ્રધ્યાન લાગે છે. એના ઉપાયો વિચારે છે, દાવપેચ કપટને વિચારે છે, સામાની કેમ નજર ચૂકવવી, કેમ સામાની આંખમાં ધૂળ નાખવી, વગેરે વગેરેની તન્મય વિચારણામાં ચડે છે. જંગલના લૂંટારા અને શહેરના ચોરો તો આ રૌદ્રધ્યાનમાં ચડે, પણ શાહુકાર ગણાતા ય જ્યારે કૌટુંબિક સગાનું કે ભાગીદાર યા ઘરાક યા વેપારી કે શેઠનું કશું આંચકી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે એ પણ રૌદ્રધ્યાનના ભાગી બને છે. રૌદ્રધ્યાન ક્રોધ યા લોભથી :- આ રૌદ્રધ્યાન આવવાનું કારણ તીવ્ર ક્રોધ યા લોભ છે. જીવ જ્યારે કોઈના પર ઉગ્ર ક્રોધથી વ્યાકુળ બને છે, એને એના પર તીવ્ર વેરવિરોધ ઊભો થાય છે, ત્યારે એની લાજ ઉતારવા, અને બતાવી આપવા એનું કશું Page #470 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન H૨૨૫) તફડાવી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે છે. એમ તીવ્ર લોભથી ગ્રસ્ત બનેલો જીવ ધારેલું કશું ગમે તે રીતે મેળવવા ચોરી લૂંટ-ઉઠાવગીરી કરવાના સૂર ચિંતનમાં ચડે છે. આ તીવ્ર ક્રોધી કે લોભીને ધાર્યું સફળ થશે કે કેમ એ નિશ્ચિત નથી. અરે ! એ ચોરીનો પ્રયત્ન પણ કરવા પામશે કે કેમ એ ય નકકી નહિ, છતાં આંધળિયા કરીને અત્યારે એ એનું નૂર ચિંતન કરે છે એ તો રૌદ્રધ્યાનરૂપે લમણે લખાઈ જાય છે. તીવ્ર ક્રોધ અને લોભની વ્યાકૂળતા જ એવી છે કે આવાં આંધળિયા કરાવે. ત્યારે જેને એવા આંધળિયાના યોગે આ જીવનમાં આવતાં ભયંકર ફળનો વિચાર , જ ન હોય, અહીં એ ચોરીમાં પકડાઈ જતાં કેવી સજા બેઆબરુ વગેરે સરજાશે, એનો વિચાર કે ડર ન હોય, એને એ નહિ તો પરલોકમાં આ ઘોર પાપથી ઊભાં થયેલ ભયંકર અશુભ કર્મના અતિ કટ વિપાકે કેવાં કેવાં નરક ગમનાદિ જાલિમ દુ:ખ ભોગવવા પડશે, એની તે પરવા હોય જ શાની ? પરલોકના અનર્થોનો ય એ બેપરવા બને છે. એટલે જ ચોરીના ઉગ્ર ચિંતનમાં જો એને કદાચ લાગે કે એની આડે કોઈ રોકવા-પકડવા આવશે તો એને મારવા સુધીનો નિર્ણય કરી લે છે. દઢપ્રહારી એવા કુર ધ્યાનથી ચોરી કરવા પેઠો, તો વચમાં આડે આવેલી ગાય વગેરેને એણે હાણી નાખી. આવું દૂર ચિંતન એટલા જ માટે અનાર્ય કોટિનું છે. આર્ય એટલે, સર્વ ત્યાજ્ય ધર્મ જેવાં કે શિકાર, જુગાર ચોરી વગેરે, એનાથી બહાર નીકળી ગયેલો. ત્યારે એમાં પડેલો તે અનાર્ય. એનાં એ ખરાબ કૃત્ય પણ અનકહયાય, અને એનાં દૂર ચિંતન પણ એવા જ કહેવાય, માટે અહીં એ રૌદ્રધ્યાનને અનાર્ય કહ્યું. અને ત્રીજો પ્રકાર થયો. તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન હવે રૌદ્રધ્યાનના ચોથા પ્રકારની વાત, સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એ રૌદ્રધ્યાનનો ચોથો પ્રકાર છે. એમાં ન સંરક્ષણમાં મશગુલ ઉગ્ર ચિંતન હોય છે. જીવને સારા સારા શબ્દ-રૂપ-રસ વગેરે વિષયો મેળવવા-ભોગવવા બહુ ગમે છે. અને એની પ્રાપ્તિ ધનથી થાય છે. તેથી એ સાધન-ભૂત ધન મેળવવા-સાચવવા તત્પર રહે છે. એ માટે “એ કેમ મળે, કેમ સચવાય.” એના તરબોળ ચિંતનમાં ચડે છે. આમાં ખૂબી એ છે કે મેળવવાનું ચિંતન આર્તધ્યાનમાં જાય અને સાચવવાનું ચિંતન રૌદ્રધ્યાનમાં જાય; કેમકે મેળવવા કરતાં સાચવવાની બદ્ધિમાં કરતા આવે છે. અલબત્ મેળવવાની લશ્યામા ય કઈ જઠ-ચોરી-જીવઘાતની ક્રૂર વિચારણા હોય તો ત્યાં ય રૌદ્રધ્યાન પણ બની જાય. પરંતુ એમ તો સાચવવાના ચિંતનમાં આ મળેલું કેમ ટકે.” એનું સામાન્ય ચિતન હોય તો એ પણ આર્તધ્યાનરૂપ બને છે. છતાં સાચવવાની લેગ્યા જોરદાર રહે ત્યાં એનું ચિંતન ઉગ્ર ફર બનવાથી રૌદ્રધ્યાન બની જાય છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અને જીવન ધન-સરંક્ષણના ચિંતનમાં ઉગ્રતા એટલા માટે આવે છે કે એ ધનને ગમે તે ભોગે સાચવવાની ભારે તાલાવેલી છે, અને તેથી બીજાઓ પર શંકા ખાય છે કે ‘એ લઈ તો નહિ લે ?' વળી એ ભય વધતાં એ ધન નિમિત્તે જરૂર પડયે જીવઘાત સુધીની ક્રૂર લેશ્યા થાય છે કે ‘બધાને મારી નાખવા સારા.' ભિખારીને ઠીકરામાં મળેલા એંઠવાડિયા માલ ઉપર પણ અતિ મમતા વશ એના સરંક્ષણની ચિંતામાં એ થાય છે કે ‘આ હું કોઈ પણ ભિખારીને દેખાડું નહિ, કયાંય એકાંત ખૂણે જઈને થોડું થોડું ખાઉં, જેથી આ ઝટ ખૂટી ન જાય. એમાં સંભવ છે કે ત્યાં ય બીજા ભિખારી માગવા આવે ! તો ય એમને જરીકે ન આપું. ત્યારે એ વળી કદાચ ઝુંટવવાય આવે, તો ય હું શાનો આપું ? એમના બાપનો માલ છે ? લેવા તો આવે ? એમનાં માથાં જ ફોડી નાખું.’ આ સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. ત્યારે મોટા લોભી રાજાની ય શી દશા છે ? એ ય પોતાનું રાજ્ય ટકાવી રાખવા અવસરે આવા વિકલ્પોમાં ચડે છે. કલ્પનામાં કોઈ રાજાનું આક્રમણ લાવી એની સેના સાથે એનો કચ્ચરઘાણ કાઢીને ય પોતાનું રાજ્ય સરંક્ષણવાના રૌદ્રધ્યાનમાં ચડે છે. આ રૌદ્રધ્યાન સજ્જનોને ઈષ્ટ નથી હોતું, કેમકે એમાં એક તો નાશવંત પરિગ્રહની અતિ મમતા રહી પરમાત્માદિનું શુભ ધ્યાન ચૂકાય છે; અને બીજું, સારા પણ માણસો માટે ય શંકા રહે છે કે ‘એ લઈ તો નહિ લે ? કોને ખબર શું કરે ? વગેરે. ને તેમાં આગળ વધતાં ઉગ્ર ક્રોધ-હિંસાદિના પાપવિચારો સલુભ બને છે; જીવ પાપિષ્ટ અધ્યવસાયોથી વ્યાકુળ રહે છે. અહીં પ્રારંભે ‘શબ્દાદિ વિષયોનું સાધતભૂત' એવું ધનનું વિશેષણ મૂકયું. એ સૂચવે છે કે માત્ર એવા વિષયો મેળવવા-ભોગવવાના ઉદ્દેશથી ધનનું સંરક્ષણ કરવાનું ધ્યાન એ રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય; પરંતુ દેવદ્રવ્યની સંપત્તિ-મિલકત સંરક્ષવાનું ચિંતન દુર્ધ્યાનમાં નહિ જાય. દેવદ્રવ્યસંરક્ષણની બુદ્ધિ તો ધર્મબુદ્ધિ છે. ૨૨૬ રૌદ્રધ્યાન કોને ? હવે ચારે પ્રકારનાં રૌદ્રધ્યાનમાં વિશેષતા બતાવવા સાથે ઉપસંહાર કરે છે. હિંસા-મૃષા-ચોરી-સરંક્ષણના વિષયનું ક્રૂર ચિંતન એ હિંસાદિ જાતે જ કરવા અંગે હોય એવું નહિ, કિન્તુ હિંસાદિ બીજા પાસે કરાવવાનું ય ઉગ્ર ચિંતન હોઈ શકે; તેમજ બીજા એ હિંસાદિ કરતા હોય એની અનુમોદનાનું ય ક્રૂર ચિંતન સંભવી શકે છે. એમ દરેક પ્રકારમાં ૩-૩ રીતે રૌદ્રધ્યાન લાગે છે. દા.ત. હિંસાદિ કરાવવા અંગે રૌદ્રધ્યાન : બીજા પાસે કોઈને પિટાવવા-બંધાવવા-વિધાવવા-ડામવા મારી નખાવવાનું ર ચિંતન હોય; યા અસભ્ય-ચાડી-જૂઠ બોલાવવા કે હિંસાનો ઉપદેશ કરાવવાનું ય ચિંતન Page #472 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન =(૨૨૭) હોય; અથવા બીજા પાસે ચોરી લૂટ વગેરે કરાવવાનું ય દૂર ચિંતન હોય; અથવા બીજા પાસે વિધ્ય સુખ સાધનભૂત ધન-માલનું સરંક્ષણ કરાવવા અંગે પણ એવું ચિંતન હોઈ શકે, જેમ કે હું અમુક પાસે આ હિંસાદિ કરાવું..” અનુમોદનથી કેમ રૌદ્રધ્યાન ? એમ સ્વયં કરવાનું કે બીજા પાસે કરાવવાનું ય નહિ કિન્તુ કોઈ એ હિંસા-જૂઠ વગેરે આચરતા હોય એની અનુમોદના કરવાનું ય દૂર ચિંતન હોઈ શકે. જેમકે મનને એવા દૂર ભાવ થાય કે ફલાણાએ પેલાને માર્યો લૂટયો એ સરસ થયું ! એ એજ દાવનો હતો.” લડાઈના કાળમાં અજ્ઞાન લોકોએ આવાં ચિંતન બહુ કર્યા. જાપાનજર્મને બ્રિટિશ માણસોનો કચ્ચરઘાણ કર્યા. તે જાણી ખુશી થઈ એની અનુમોદનાનાં કૂર ચિંતન કર્યા. એવું હુલ્લડમાં બને છે. એમાં અમુકની કત્યુ થવાનું જાણી ખુશીનું ચિંતન થાય છે. અથવા હિંસામય મીલ વગેરેના સારી કમાઈના ધંધા પર એવું ચિતન થાય છે. અરે ? પોતાને જેના પર અરુચિ છે, એ કોઈથી કૂટાય-લૂંટાય, કે અકસ્માતનો ભોગ બને, એના પર ખુશીનું કુર-ચિંતન થાય છે. આ બધું રૌદ્રધ્યાન છે. એમ કોઈ જૂઠ બોલ્યું, કોઈએ ગાળો દીધી, ચાડી ખાધી, ખતરનાક સાક્ષી ભરી, એ ગમવા પર એની અનુમોદનાનું દૂર ચિંતન થાય; એમ કોઈએ કરેલ ચોરી, લૂંટ, ઉઠાઉગીરી અંગે ખુશીનું ચિંતન થાય. અથવા સિફતથી હોશિયારીથી અને બીજાના ઘાત સુધીની તૈયારી રાખીને ધનનાં સરંક્ષણ કર્યાની અનુમોદનાનું ચિંતન થાય, દા.ત. સેફડિપોઝિટ વોલ્ટમાં ચાલુ વિજળી પાવર સાથે ધનરક્ષા થાય છે કે જેમાં કોઈ લેવા ઘૂસે તો વિજળીક કરંટમાં ચોંટીને મરી જ જાય, તો એવા ધનરક્ષા પર ખુશીનું ચિંતન થાય કે વાહ ! આ સરસ સંરક્ષણ ! ચોરવા આવનારો હરામી ખત્મ જ થઈ જાય ! આ વગેરે ચિંતન ફૂર બનતાં રૌદ્રધ્યાનમાં લઈ જાય. આજના ભૌતિકતા-ધનપ્રીતિ-વિષયાસક્તિ-મશીનરી છાપા વગેરેના યુગમાં પોતાના જીવનને ચારે બાજુથી તપાસાય તો ખબર પડે કે કયારેક કયારેક હિંસાજૂઠ-ચોરી-સરંક્ષણ જાતે કરવા અંગેનું પૂર ચિંતન ભલે ન કર્યું પણ કરાવવા કે અનુમોદન અંગેનું ય દૂર ચિંતન આવી જાય છે કે નહિ? આવતું હોય તો એ રૌદ્રધ્યાનના ઘરનું ચિંતન બનવાનું. પૂર્વે કહેલ આર્તધ્યાનના ચાર પ્રકારમાં પણ કરાવવા-અનુમોદવા અંગેનું ચિંતન સમજી લેવાનું છે. હવે રૌદ્રધ્યાનના સ્વામી કોણ? અર્થાત્ કયા ગુણ-સ્થાનક સુધીના જીવને રૌદ્રધ્યાન આવી શકે ? તો કહે છે, મિથ્યાદષ્ટિ જીવોને તો બિચારાને સાચાં તત્વની ગમ જ નથી શ્રદ્ધા જ નથી, Page #473 -------------------------------------------------------------------------- ________________ (૨૨૮ | ધ્યાન અને જીવન ! એટલે એ તો રૌદ્રધ્યાનમાં ફસાય, પરંતુ અવિરતિ યાને વ્રત વિનાના સમ્યગ્દષ્ટિ અને વ્રતધારી દેશવિરતિ શ્રાવક પણ અવસરે એમાં ફસાઈ જાય છે. સર્વવિરતિધર મુનિને રૌદ્રધ્યાન ન હોય, કેમકે એ હિંસાદિ પાપોથી મન-વચન-કાયાએ પ્રતિજ્ઞાબદ્ધ સર્વથા વિરામ પામેલા છે; એટલે કદાચ પ્રમાદવશ આર્તધ્યાનમાં ચડે, પરંતુ રૌદ્રનહિ. નહિતર તો રૌદ્રધ્યાનના ચિંતનમાં ઉગ્ર કષાય થવાથી મંદકષાયનું આ તો સર્વવિરતિ-ગુણસ્થાનક જ ગુમાવી દે, સાધુ વેશ પડયો રહે, પણ આ ગુણસ્થાનકથી નીચે ઉતરી જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રૌદ્રધ્યાનના અતિ દૂર ચિંતન માત્રમાં ચડ્યા તો ઉતરી ગયા મિથ્યાત્વગુણઠાણે, અને ત્યાં સાતમી નરક સુધીનાં પાપ ભેગાં કર્યા, એટલે મુનિને રૌદ્રધ્યાન ન હોય. બાકી દેશવિરતિ શ્રાવક સુધી એ કયારેક આવી શકે. પ્ર૦ - શ્રાવકને ત્રસની દયા-અહિંસાનું તો વ્રત છે, પછી એ એવા જીવોના ઘાતનું ચિંતન કેમ કરે ? ઉ૦ એને નિરપરાથી ત્રસ જીવોની નિરપેક્ષ હિંસા ન કરવાનું વ્રત છે; કિન્તુ અપરાધી ત્રસની અહિંસાનું વ્રત કયાં છે ? ત્યાં સંભવ છે કે એવાની હિંસાના દૂર ચિંતનમાં ચડી જાય, તો રૌદ્રધ્યાન લાગે. પ્ર૦ - તો એ વખતે સમ્યકત્વ રહે ? જો ન રહે, તો તો એ તરત આ ગુણઠાણેથી નીચે પડવાનો, પછી આ ગુણઠાણે રૌદ્રધ્યાન કયાં રહ્યું. ઉ૦ - એવું નથી, સમ્યકત્વ રહી શકે છે, કેમકે સમ્યકત્વમાં તો સર્વજ્ઞોક્ત હેયઉપાદેય પદાર્થની માત્ર યથાર્થ શ્રદ્ધા છે, પણ હેયનો ત્યાગ નહિ. એટલે કર્મવશ હેયનું સેવન કરે છે. છતાં હેય ખોટું” એવી શ્રદ્ધા-પરિણતિ અંદર ખાને હોઈ શકે છે. ‘મારવામાં દોષ નહિ' એ બુદ્ધિને મિથ્યાત્વ-મોહનીય કર્મ કરાવે છે. સામાને મારું એવી બુદ્ધિને ચારિત્ર મોહનીય કર્મ કરાવે છે. તેથી મિથ્યાત્વ જઈ સમ્યકત્વ આવ્યું હોય છતાં ચારિત્ર મોહનીય કર્મ મારવાની બુદ્ધિ કરાવે એમ બને. માટે કહ્યું કે દેશવિરતિ સુધીના જીવોનું મન રૌદ્રધ્યાન પણ સેવી જાય. અહીં “મન” શબ્દ મૂકયો તે ધ્યાનની વિચારણામાં મન એ પ્રધાન અંગ છે એ સૂચવવા મૂકયો. આમ ભલે દેશવિરતિ સુધીનાને રૌદ્રધ્યાન આવતું હોય પરંતુ તેથી કાંઈ એમનું એ ધ્યાન પ્રશંસનીય નથી. એ તો નિત્ત્વ છે, અકલ્યાણને કરનારું છે. એ સહેજ વધુ ટકે કે વધુ ઉગ્ર બને તો સંભવે છે, હૃદયમાં અનંતાનુબંધી કષાય ઉઠીને જીવને નીચે મિથ્યાત્વે ય ઘસડી જાય. ૌદ્રધ્યાનનું ફળ અને વેશ્યા : હવે એ રૌદ્રધ્યાન કેવા બળ પર થાય અને તેથી શું વધે તથા કઈ ગતિ થાય એ બતાવે છે, - Page #474 -------------------------------------------------------------------------- ________________ રિૌદ્રધ્યાન ૨ ૨૯ રિૌદ્રના મૂળમાં રાગ-દ્વેષ-મોહ. જે જીવ રાગથી કે દ્વેષથી યા મોહમૂઢતા-મિથ્યાજ્ઞાનથી વિશેષ આકુળ વ્યાપ્ત થાય, એને આ ચાર પૈકી ગમે તે પ્રકારનું રૌદ્રધ્યાન જાગે છે. જાગે જ એવો નિયમ નહિ, પરંતુ બહુ રાગ-દ્વેષ-મોહની પીડા ઉભી થઈ તો રૌદ્રધ્યાનને જાગવાની સગવડ થઈ. મમ્માણને ધનના બહુ રાગની પીડા રહી. અગ્નિશર્માને પછીના ભવો સમરાદિત્યના જીવ પ્રત્યે બહુષની પીડા રહી, અને સુભૂમ ચક્રવર્તી બહુ મૂઢ બન્યો, તો એ બધામાં રૌદ્રધ્યાન આવ્યું. માટે ચિત્ત જો બહુ રાગ-દ્વેષ કે મોહથી પકડાઈ ગયું, તો પછી એના વિષય અંગે હિંસા-જૂઠ ચોરી-સરંક્ષણના ક્રૂર ચિંતનમાં ય મન તન્મય બનવા સંભવ, અને તેથી રૌદ્રધ્યાન આવીને ઊભું રહેવાનું. માટે એનાથી બચવું હોય તો આ તીવ્ર રાગ-દ્વેષ-મોહને જ અટકાવ્યા રાખવા જોઈએ. સાનુબંધ કર્મથી સંસારવૃદ્ધિ :વિચારવું જોઈએ કે રૌદ્રધ્યાન સામાન્યથી સંસારની વૃદ્ધિ કરનારું છે, અને વિશેષમાં નરકગતિનાં પાપ સરજનારું છે. સંસારવૃદ્ધિ એટલે ભવોની પરંપરા, એ સાનુબંધ પાપકર્મના યોગે થાય છે. સાનુબંધ કર્મ', એટલે ? અહીં રાજીપાથી દુષ્કૃત્યો કરાય એનાથી જે અશુભ કર્મ ઊભાં થાય તે એવાં, કે એ આગળના ભવે ઉદયમાં આવતાં નવી પાપબુદ્ધિ થઈ નવાં દુષ્કૃત્ય થાય, નવાં અશુભ કર્મ બંધાય, તો તે પૂર્વનાં કર્મ અનુબંધ (પરંપરા) વાળા યાને સાનુબંધ કર્મ કહેવાય. એવાં જે કર્મ દુ:ખ તો આપે જ, પણ સાથે પાપબુદ્ધિ નવાં પા૫ અને એથી ભવની પરંપરા સર્જે તે સાનુબંધ કર્મ. એવાં સાનુબંધ કર્મ ચિત્તના તીવ્ર સંકેશવાળા ભાવથી બંધાય છે. રૌદ્રધ્યાનમાં તીવ્ર સંકુલેશ હોય છે, તેથી એથી બંધાતા સાનુબંધ કર્મ દ્વારા ભવપરંપરા સજાર્ય, સંસારની વૃદ્ધિ થાય એ સહજ છે.. વિશેષમાં રૌદ્રધ્યાન એ નરકગતિનું મૂળ છે. મૂળ પર વૃક્ષ સલામત. રૌદ્રધ્યાન ઉપર નરકગતિમાં પીડનાર કમનું ઝાડ ઉગે છે. વ્યકત ઉત્કૃષ્ટ દુ:ખોવાળી ગતિ, નરકગતિ; અને વ્યક્ત ઉત્કૃષ્ટ-અશુભ ધ્યાન રૌદ્રધ્યાન એ બેનો કાર્યકારણભાવ છે. ઉત્કૃષ્ટ અશુભ ધ્યાનથી ઉત્કૃષ્ટી અશુભ ગતિ: એ હિસાબે રૌદ્રધ્યાનથી નરકગતિ. પ્ર૦- એમ તો અવિરતિ સમ્યકત્વી ને દેશવિરતિને કયારેક રૌદ્રધ્યાન આવી જવાનું કહ્યું, તો એમને કેમ નરકગતિ નથી બંધાતી ? ઉ0 - એનું કારણ, સાથે રહેલ સમ્યકત્વ એ પ્રતિબંધક છે, યાને નરકગતિને અટકાવનાર છે, પરંતુ એવું રૌદ્રધ્યાન ઊઠે ત્યાં આપણામાં સમત્વ ટકવાનો વિશ્વાસ શો રખાય ? માટે સંસારવૃદ્ધિ અને નરકગતિથી બચવા સદા રૌદ્રધ્યાનથી બચવું. હવે રૌદ્રધ્યાનીને કઈ લેશ્યાઓ હોય તે કહે છે. તે Page #475 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦) ધ્યાન અને જીવન રૌદ્રધ્યાન વખતે લેશ્યા :રૌદ્રધ્યાન વખતે જીવને કાપોતલેશ્યા, નીલલેશ્યા, અને કૃષ્ણ લેશ્યા હોય છે. એમ તો આર્તધ્યાન વખતે પણ એ વેશ્યા હોય છે. કિન્તુ આમાં એ પેલા કરતાં તીવ્ર સંકલેશવાળી હોય છે. લેહ્યા એ કર્મજન્ય પુદ્ગલપરિણામ છે, તેવા વર્ણનાં પુદ્ગલો છે, અને એના સંબંધથી જીવમાં તેવો ભાવ જાગે છે, રૌદ્રધ્યાનમાં રાગાદિના તીવ્ર સંકેલેશને લીધે વેશ્યાના પણ ભાવ અતિ સંકલેશવાળા હોય છે. શ્રેણિક કૃણમાં ક્ષાયિક સમ્યકત્વ હતું, છતાં અંત-સમયે કોણિક-દ્વૈપાયન ઉપર તીવ્ર ષ ઉઠવાથી હિંસાનુબંધી રૌદ્રધ્યાન આવ્યું તો ત્યાં તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ લેશ્યા આવી, - રૌદ્રધ્યાનીનાં બાહ્ય ચિન્હ - હવે રૌદ્રધ્યાની કયા લિંગ-લક્ષણોથી ઓળખાય તે બતાવે છે. અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે, એની આ રીતના ચિહ્નોથી ખબર પડે કે, પહેલાં તો અંતરનાં રૌદ્રધ્યાનને અનુરૂપ વચન અને કાયારૂપી બાહ્ય સાધનથી હિંસા-મૃષાદિમાં જીવ લાગેલો હોય. દા.ત. હિંસા અંગે વચન એવાં બોલતો હોય કે “મારી નાખીશ, લમણું તોડી નાખીશ.. પેલા લુચ્ચાઓને તો મારી જ નાખવા જોઈતા હતા..' ઈત્યાદિ આ હિંસાનુબધી ધ્યાન અંગે. એમ મૃષાનુબંધી ધ્યાન અંગે એવાં વચન કાઢે કે આજ સાચાની દુનિયા નથી એની આગળ તો જૂઠ જ ડફડાવવા જોઈએ. અમુકની પોલ તો ખુલ્લી જ પાડવી જોઈએ વગેરે. એમ તેયાનુબધીમાં એમ બોલે કે “આજના શ્રીમંતોને તો લૂંટવા જ જોઈએ. સરકાર ટેક્ષ શું લઈ જાય? એને તો એવા સફાઈ બંધ તૈયાર કરેલાં બનાવટી ચોપડા જ ધરવા જોઈએ કે એ વા ખાય. છતાં ઓફિસર મેં મેં કરે તો મવાલી દ્વારા ઉડાડવો જોઈએ. વગેરે એમ સરંક્ષણાનુબંધી ધ્યાનમાં બોલે, આજે તો વિજળીક વગેરે સાધન મળે, એને કામે લગાડી એવી રીતે પૈસા તિજોરીમાં રાખવા કે જેથી ચોરવા જનારો મરે.. વગેરે. જેમ વચનથી હિંસાદિમાં ઉપયોગવાળો, એમ કાયાથી એ રીતે હિંસાદિમાં ઉપયોગવાળો બને કે દા.ત. આંખમાં ખુનસ વરસતું હોય, હાથમાં છૂરો વગેરે લઈ ઉગામ્યો હોય, ખોપરી તોડી નાખવા મુઠ્ઠી ઉપાડી હોય, ગુંડાઓને સહાયમાં લઈ આવી ઊભો હોય.. વગેરે. આમ વચન-કાયાના પ્રયોગથી હિંસા-મૃષાદિમાં લાગેલો હોય, ને એ હિંસાનુબધી આદિમાં પ્રવૃત્તિ ૧. ઉત્સત્ર ૨. બહુલ ૩. નાનાવિધ અને ૪. આમરણ એમ ચાર દોષ વાળી હોય, તો એ રૌદ્રધ્યાનનાં લિંગ છે. જ્ઞાપક ચિહ્ન છે. એથી સમજાય કે અંતરમાં એને રૌદ્રધ્યાન પ્રવર્તે છે. (૧) “ઉત્સન્ન' દોષ એટલે એ હિંસાદિ ચારમાંથી ગમે તે એકમાં સતત, મોટા Page #476 -------------------------------------------------------------------------- ________________ - રૌદ્રધ્યાન (૨૩૧) ભાગે બહુવાર પ્રવર્તતો હોય, અર્થાત્ વારે વારે એ હિંસા કરે, હિંસાનું બોલે યા જૂઠુંનું સમર્થન કરે... વગેરે. (૨) બહુલદોષ” એટલે કે એમ માત્ર એકમાં નહિ, પણ એ બધાય હિંસા જૂઠ, આદિ ચારેમાં વાણીથી યા વર્તાવથી વારંવાર પ્રવર્તતો રહેતો હોય. (૩) “નાનાવિધ દોષ” અર્થાત્ હિંસાદિના અનેક ઉપાયોમાં પ્રવર્તતો હોય; દા.ત. ચામડી ઉખેડવી, આંખ ફોડવી વગેરે હિંસાના ઉપાય કહેવાય, એમાં ને જુઠ-ચોરીસરંક્ષણના વિવિધ ઉપાયોમાં પ્રવર્તતો હોય. અને (૪) “આમરણ' દોષ એટલે કે ચાહ્ય પોતાનું યા સામાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી એને પોતાના આ હિંસાદિ દુષ્કૃત્યનો કોઈ પશ્ચાતાપ જ ન થાય. દા.ત. કાલસૌકરિક કસાઈને શ્રેણિક રાજાએ કૂવામાં ઊંધો લટકાવ્યો, જેથી એ હિંસા બંધ કરે; પરંતુ એણે તો ત્યાં ય મટોડાથી કુવાની દીવાલ પર પાડા ચિતરી ચિતરી હાથેથી કાપવાનું કર્યું. અહીં તો માત્ર ઊંધો જ લટકયો, પણ મરે તો ય શું? હિંસાનો ઉકળાટખુન્નસ પૂરો જ થાય નહિ. આમ વચનથી કે કાયાથી જૂઠમાં, ચોરીમાં ને સરંક્ષણમાં પ્રવર્તે. આ બધાં રૌદ્રધ્યાનનાં લિંગ છે. એવી રીતે બીજાં પણ લિંગ કહે છે. જેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં ચડેલું હોય એનાં બીજાં પણ કેટલાંક ચિહ્ન આવાં હોય (૫) બીજાને આફત-સંકટ આવે તો એના પર ખુશી દેખાડે, ચિત્ત બહુ સંકુલેશવાળું હોવાથી એને વધાવે કે આ ઠીક થયું કે એને આ આફત આવી. એજ લાગનો એ હતો.” (૬) જે કોઈ દુષ્કૃત્યો સેવતો-કરતો હોય એ નિરપેક્ષ હૃદયથી અર્થાત્ આ લોક કે પરલોકમાં એના કેવા અપાય-અનર્થ આવશે એનો કોઈ ભય નહિ, પરવા નહિ. દા.ત. બોલે કે આજે શાહુક્તરીમાં તો મરે, જૂઠ-ચોરીથી જ જીવાય, એમાં કશો વાંધો નહિ, પાપ-બાપ શાનાં લાગતાં હતાં ? (૭) જીવન જીવતાં બીજા જીવો પર દયા ન હોય, એના વાણી-વર્તાવ જ એવા નિર્દય-નિકુર દિલના દેખાતા હોય; દા.ત, બોલે કે ભગવાને આ બીજા જીવો આપણાં જીવવા માટે જ બનાવ્યા છે. જીવો જીવસ્ય જીવનમ્” “આપણને હેરાન કરે એને ખત્મજ કરો...' વગેરે, ચાલે તો ય નીચે-કીડા મંકોડા મરે તેની પરવા ન રાખે. ખાનપાનમાં અભક્ષ્ય છૂટથી ને હોંશે હોંશે વાપરે.. ઈત્યાદિ અંતરનું રૌદ્રધ્યાન સૂચવે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધ્યાન અને જીવન (૮) વળી કોઈને દુ:ખ દીધાં, કોઈ પાપ કર્યા, અનુચિત વર્ત્યા.. ઈત્યાદિનો સંતાપ-પસ્તાવો જ ન મળે. મોઢું-મુદ્રા જ એવી ધિઠ્ઠી દેખાય, યા બોલે ‘એમાં શું થઈ ગયું ? શું ખોટું કરી નાખ્યું ?’ કોઈ શિખામણ આપે તો સામો થાય, ‘એવું તે મેં શું કર્યું છે ? આ તમે જ મને હલકો પાડો છો..' આ શું ? અંતરમાંનાં રૌદ્રધ્યાનનો બહાર બખાળો. די (૯) પાપ કરીને ખુશ થાય, બહાર બડાઈ ગાય, ‘કેવો એને મેં ફટકાર્યો ?’ દા.ત. ત્રિપુષ્ઠ વાસુદેવે સિંહને ચીરી નાખી અને શય્યાપાલકના કાનમાં ધખધખતું સીસું રેડાવી ખુશી અનુભવી. પાપની ભારે ખુશી દેખાય તો સમજાય કે અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે. બીજાનું તો પછી પણ આપણી જાતમાં ય જોવાનું છે, કે આવું કોઈ લિંગ નથી ને ? મૂઢ મન રૌદ્રધ્યાન કરતું હોય છતાં એને લાગતું નથી કે હું રૌદ્રધ્યાન કરું છું. ત્યાં ઉપરોક્ત કોઈ લિંગ દેખાય તો અંતરમાં રૌદ્રધ્યાન હોવાનું સમજી લઈ એને અટકાવવું જોઈએ, ને એ માટે બહારના લિંગથી ઉલટો માર્ગ લેવો પડે દા.ત. બીજાની આફત દેખી આપણા મનમાં દુ:ખ કરવું હમદર્દી દાખવવી, પ્રાર્થના કરવી, ‘બિચારાની આપદા ટળો..' વગેરે. આ રૌદ્રધ્યાન અંગે ટૂંકમાં વિચારણા થઈ. (સમાપ્ત) આન એટો છોઈ વિષય પર એકાગ્ર મન ધ્યાનને માટે મન તો એક સાધન છે. બાકી ધ્યાન કરનાર આત્મા છે. તેથી મનને કેવું પ્રવર્તાવવું એ આત્માની મુનસફીની વાત છે. શુભ અથવા અશુભ ધ્યાન આત્મા ધારે તેવું કરી શકે છે. એટલે શુભાશુભ ધ્યાન દ્વારા સુખ-દુઃખ, શાન્તિ-અશાન્તિ અને કર્મબંધકર્મક્ષય કરનાર આપણે પોતે જ છીએ. આપણું આ સ્વાતન્ત્ય જો સમજીએ, તો મનને અશુભથી રોકી શુભ ધ્યાનમાં પ્રવર્તાવી એના અનુપમ લાભ લેતા રહેવાય. Page #478 -------------------------------------------------------------------------- ________________ 5. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની. ચરણપાદુકા ગંગાના નીર જેવું જેનું પુનિત ગાયુણા તે ગુરુવરના પુનિત ના ગુણ