________________
૧૯૯
ધ્યાન અને જીવન - એક મનની ખામીએ કેટલી મોટી ખોટ ??
અરે ! એમાં જરાક કચાશ હોય અને મનુષ્યભવ, સારું શરીર, પાંચે ઈન્દ્રિયો, ને આરોગ્ય બધું મળવા છતાં મને પાગલ મળે, તો કઈ દશા? જાઓ, જુઓ થાણાની ઈસ્પિતાલમાં એવા કેટલા ગાંડા પૂરાયા છે ? ભગવાનને ભજવામાં જરાક કચાશ રહી તો મન જ પાગલ મળ્યું. પછી પોતાના જ સગા કુટુંબીઓ પણ ઘરેથી ઉંચકીને ગાંડાની ઈસ્પિતાલમાં મૂકી આવ્યા !
ભગવાનના પ્રભાવે કેટકેટલું પામ્યા છો ? કર્મસત્તા ભગવાનનો પક્ષ કરે છે. ભગવાનને ભજે એને કર્મસત્તા અનુકૂળ થઈ જાય છે. એટલે સરખાં ખાનપાન, મકાન, કપડાં લત્તા, દુકાન, પૈસા પ્રતિષ્ઠા વગેરે કેટકેટલો અનુકૂળ માલ ભગવાનના પ્રભાવે મળ્યો !
પેલા છોકરાને બાપે લાખોની મૂડી સોંપી, હવે બાપ ધર્માદા કરવા થોડા પૈસા માગે છે તો છોકરો કહે છે “મારી પાસે પૈસા નથી.” આ છોકરો કેવો ? લાયક કે હરામખોર ? કેમ ? સમજે છે કે બાપના હકનું મારી પાસે શું છે ? એમ તમને બસ, ભગવાનના પ્રભાવે માલ મળી ગયો, હવે કેમ ? તો કે ભગવાનના હકનું અમારે ત્યાં કશું નથી, એમજ ને?
કહો, ભગવાનના હકનું તમારે ત્યાં કાંઈ છે ? ભગવાને સ્થાપેલો એક પણ સાધર્મિક રોજ તમારા દસના કુટુંબ ભેગો જમે ખરો ? ભગવાનની વાણીનું એક પણ શાસ્ત્ર-પુસ્તક વરસમાં એકવાર પણ તમારે ત્યાં વસાવવાનો નિયમ ખરો ? છોકરાને ભણાવવા પુસ્તક અને દુકાનના ચોપડાનો વાર્ષિક ખરચ પોષાય, આ નહિ ! છાપાં વગેરે કેટલું ય વંચાય, આ નહિ !
ભગવાનના હકનું તમારે ત્યાં શું છે ? સંસાર-વ્યવહારના અનેક પ્રકારના તમારા પર હક ખરા, એ બધા તમારી પાસે ખર્ચ માગે, પણ ભગવાનના મંદિર-ઉપાશ્રય વગેરેના સાધારણ ખાતા તમારી પાસે કાંઈ ખર્ચ માગે ? એનો તમારા પર હક ખરો ? મંદિર-ઉપાશ્રયમાં દેવદર્શનાદિ ધર્મક્રિયા કરી પુણ્યના થોક જોઈએ છે, જેથી ભવિષ્યમાં લાખો રૂપિયા જ શું, અબજોની કિંમત આંકી ન શકાય એવી સદ્ગતિ મળે, પરંતુ એના સાધારણના ખર્ચમાં પૂરતું દેવું નથી ! કેમ ? ભગવાનના હકનું વળી અમારે ત્યાં શું છે ?' કઈ અક્કલે કામ ચાલી રહ્યું છે?
ભગવાનની ભક્તિ કરવાની વાત તો પછી, પણ ભગવાનના લખલૂટ ઉપકારની કૃતજ્ઞતા રૂપે પણ કેટલું દેવું જોઈએ ?
બાપે બધું દીધા પછી એ દીધેલા પર બાપનો હવે કશો હક ન માને એ દીકરો સપૂત કે કપૂત?
એમ ભગવાનના પ્રભાવે માનવભવથી માંડી કેટકેટલોય માલ મળ્યો, હવે એના પર ભગવાનનો કશો હક ન માને એ કેવો ? હકનું કશું ભગવાનને ન ધરે, કાયા ભગવાનની ક્રિયામાં નહિ, આંખ ભગવાનને સ્થિરપણે જોવામાં નહિ, કાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org