________________
ધ્યાન અને જીવન
૧
અરે એક આંખ કેટકેટલાં ડાફોળિયાં મારે છે ? હાથ કેટકેટલા હાલે છે ? પછી મૂઢતાથી માન્યા કરીએ કે ‘આવી પ્રવૃત્તિઓમાં ફર્યા કરવાથી સુખ-આનંદ મળે છે.' પરંતુ એ તો શેના જેવું છે ? કે જેમ રૂપાળી પત્નીનો ગુલામ પતિ પત્નીના ઓર્ડર પર ઓર્ડર ઉપર છુટવા પર પ્રવૃત્તિઓ કરી કરીને સુખ માને એના જેવું છે. ડાહ્યાની નજરે એ નર્યો વગર પગારનો ગુલામ-મજુર કહેવાય. એમ અહીં કર્મની અને મોહની અસર હેઠળ ઈન્દ્રિય-રાણીઓના ગુલામની જેમ નાચ્યા કરવાનું થાય છે. આવી કારમી ગુલામી નજર સામે રહી જાતની નાલેશી દેખાય, તો એવી ભામટી ઈંદ્રિયોના વિષયની અગવડ-સગવડમાં ભાવ શા બગાડાય ?
(૫) સુખ-દુ:ખ વચ્ચે સંસરણ :
સંસારમાં જીવનું સુખથી દુ:ખ પર ને દુ:ખ પરથી સુખ પર સરકવાનું ચાલુ છે. એમ હરખમાંથી ઉદ્વેગ પર અને ઉદ્વેગમાંથી હરખ પર સરકવાનું ચાલુ છે. આનું નામ સંસરણ, અર્થાત્ સંસાર. આ પણ કર્મ અને મોહની ગુલામી હેઠળ ચાલે છે. એક જ દિવસના પણ સુખ-દુ:ખ, હરખ-ખેદ વચ્ચેના કેટલાં સંસરણ થયાં, એ ય જો તપાસો, આંકડો કાઢો, તો ચમકી ઊઠશો ! દા.ત.
એક દિવસનાં સુખ-દુઃખ ઃ
સવારે ટાઈમસર ઊઠ્યા એટલે સુખ, પણ નહાવાનું પાણી તૈયાર નથી એટલે દુઃખ. એ મળ્યું, નાહ્યા એટલે સુખ, પણ કપડાં બરાબર ધોયેલાં ન મળ્યા એટલે દુઃખ. ત્યાં ચા-નાસ્તો સારાં મળ્યાં એટલે સુખ, પણ દુકાને જવાનું મોડું થયું એટલે દુ:ખ. પરંતુ દુકાને બેસતાં જ સારો ઘરાક મળ્યો ત્યાં આનંદ, પણ પછી ક્લાક સુધી બીજો ઘરાક ન આવતાં દુ:ખ !... વિચારો, રાતે સુવા જાઓ ત્યાં સુધીમાં આવાં કેટલાં સુખ-દુઃખ ૫૨ ભટક્યા કરવાનું ? અને ચાહ્ય સુખ હો કે દુ:ખ, એમાં નકરા આર્તધ્યાન સિવાય બીજું કાંઈ છે ?
જીવનમાં મોટાં દુઃખ ઃ
આ તો એક જ દિવસની વાત થઈ. પણ જીવનમાં ય ક્યારેક ક્યારેક કેવા મોટા સુખ પરથી મોટા દુઃખ પર જવું પડે છે ? એજ સીતાજી રામ સાથે વનવાસ વેઠી આવ્યા પછી મહેલમાં સામ્રાજ્ઞી બનીને બેઠા હતા, લગભગ પુખ્ત ગર્ભવતી હતા, એટલે કેટલો વિશેષ આનંદ હશે ? પણ રામ વડે લોકવચનથી જંગલમાં તજાઈ દેવામાં આવ્યા ત્યારે કેટલા દુઃખમાં મુકાઈ ગયા ? સાથે એક દાસી કે રખેવાળ સિપાઈ પણ નહિ ! પાસે જંગલી પશુથી બચવા કોઈ શસ્ત્ર કે વાહન પણ ન મળે ! ભાતાની નાની પોટકી ય નહિ. ગર્ભ પુખ્ત જેવો. છતાં કોઈ દાયાણી કે ગાદી ય નહિ ! પાણીનો લોટો ય ન મળે ! કેવાં સુખ પરથી કેવાં દુ:ખ પર ધકેલાયા ? પણ ત્યાં એક રાજા આવી ગયો, એમને ધર્મની બેન ગણી લઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org