SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ - ન ધ્યાન અને જીવન - હમણાં અનુપમ સુંદર, પણ પછી સોળ રોગભરી દુર્દશામાં ! પુણ્યોદયે એકવાર માન મળતું હોય પણ પછી પાપોદય જાગતાં ખાસડાં પડે. કર્મના ઉદય પલ્ટાતાં ચમરબંધીના ય અભિમાન નભે નહિ. આવી પોતાની કંગાળ દશા નજર સામે રહે, તો મનના ભાવ અને ધ્યાન શું કામ બગાડાય ? (૩) સંસાર એક પુદ્ગલ દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર સંસરણ: ત્રીજા પ્રકારનું સંસરણ પુદ્ગલ દ્રવ્યો પર સરક્યા કરવાનું. દા.ત. એક ભોજનના થાળ પર જ જુઓને, જીવની જુદી જુદી વાનગી પર કેવી ફેંકાફેંક થાય છે ! હમણાં હાથ રોટલીના ટુકડા પર, તો પછી દાળ પર, બચકું મોંમાં મૂક્યું કે તરત એક શાક પર, પછી વળી બીજા શાક પર, તો પછી વળી ચટણી પર, અથાણા, ગળપણ પર... ચાલ્યું. જેમ રમતિયાળ છોકરા ફૂટબોલ રમતા હોય ત્યાં ફૂટબોલની કઈ દશા ? હમણાં એ બોલ એકની પાસે ગયો કે એની લાતે ફેંકાય બીજા પાસે, એની લાતે વળી ત્રીજા પાસે, ચાલી છોકરાઓ વચ્ચે ફૂટબોલની ફેંકાફેંક ! એમ ભાણામાંની વાનગીઓ પણ જીવને બીજી બીજી પાસે ધકેલ્યા કરે, તે જીવની એ વાનગીઓની વચ્ચે ફૂટબોલની જેમ ફેંકાફેંક ! આ તો માત્ર ભોજનના દ્રવ્યોમાં એકથી બીજા પર સંસરણ સરક્યા કરવાની વાત થઈ. પણ આખા દિવસની રીતભાત જુઓ તો પૌગલિક એક ચીજ પરથી બીજી ચીજ પર સરકવાનું કેટલું બધું ચાલે છે ? મુક્ત થયેલા મોક્ષના જીવોને છે કશું આવું? ના, કેમકે એમણે સર્વ કર્મોનો નાશ કરી પોતાની સર્વ પ્રકારની કર્મથી થતી નાલેશીનો અંત આણ્યો છે. ત્યારે આપણે સંસારી કર્મબદ્ધ આત્મા, પુદ્ગલમાં આપણી આ ફેંકાફેંકની કંગાળ કરુણ દશા જો નજર સામે રહે, તો ક્યાં મન બગાડીએ ? સુખ કે દુઃખમાં સગવડ કે આપત્તિ-અગવડમાં જાતે જ ભાવ બગાડવાની મૂર્ખાઈ થાય ? (૪) એક પ્રવૃત્તિ પરથી બીજી પર સંસરણ: સંસારમાં સરક્યા કરવાનું કાયિક-વાચિક-માનસિક પ્રવૃત્તિઓમાં પણ છે. હમણાં વિચારવાની પ્રવૃત્તિ કરી, તો પછી બોલવાની પ્રવૃત્તિ પર ગયા. એમાંથી વળી કાયાની કોઈ પ્રવૃત્તિની ઉપર સરક્યા. આ દરેકમાં ય અનેક પ્રકાર ! હમણાં એક જાતના વિચારની પ્રવૃત્તિ હતી, તે ક્ષણમાં બીજી જાતના વિચારની પ્રવૃત્તિ પર ઉપડ્યા ! એમાંથી ત્રીજી જાત પર. એમ હમણાં રોફ કે ગુસ્સાની અમુક ભાષા બોલતા હતા, તો પછી સામેથી લમણામાં લાગે એવો પ્રતિકાર મળતાં, તરત નમ્રતા-કોમળતાની ભાષા પ્રવૃત્તિ પર સરક્યા ! કેમ ? તો કે ભૂલા પડ્યા માટે વાણિયા વાણિયા ફેરવી તોળ.' ત્યારે કાયાની અશુભ પ્રવૃત્તિઓ તો કેટલીય ભાતભાતની થાય છે, એમાં એકમાંથી બીજી પર સરક્યા કરવાનું ધૂમ ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy