________________
ધ્યાન અને જીવન
૧૧૯
કહે તું તારે જોને, એ ખાય છે કે નહિ.' ત્યારે આ ભાઈ ચોંક્યા, હેં ? નવીનું આટલું ઘમંડ ? મને એણે છાણ ખવરાવ્યું ? પણ એનો શો વાંક ? વાંક મારો કે એના પર રાગમાં આંધળો થયો.' એમ એને રાગ કરવા પર ઘૃણા થઈ, તો તરત નવી ઈષ્ટ મટીને એના પરનો રાગ ઓછો થઈ ગયો. વલોપાત ટાળવા માટે આ પહેલો ઉપાય, ઈષ્ટ-અનિષ્ટ માનવું મૂકી એના પર રાગ-દ્વેષ ઓછા કરતા ચાલો. એ ઓછા થતાં મન બહારમાં ઓછું જશે.
(૨) નિરર્થક વિચારો રોકવા બીજો ઉપાય આ છે કે મન પર કાબૂ રાખો. મન બહારમાં રખડવા જાય, ખોટી ચિંતા કરવા માંડે કે તરત અંદરથી મનને કડક હુકમ કરો કે ‘નાદાન ! આ શું માંડ્યું ? બંધ કર આ જોવા વિચારવાનું. પરમાત્મા મહાવીર પ્રભુનો સોળમો વિશ્વભૂતિનો ભવ વિચાર.' આમ હુકમ કરી એ વિચારવાનું શરુ કરવાનું. એવું બીજું ય વિચારી શકાય, છેવટે કહિયે એને - ‘બાર નવકાર ગણ.' એમ કહી ગણતરીબંધ બાર નવકાર ચોખ્ખા ગણવા માંડો. એમ ધ્યાનથી ગણવા જતાં બીજા વિચાર અટકશે. ‘આપણો આત્મા મલિન છે, ને મન બાહ્ય ઈંદ્રિયોની જેમ આપણા તાબાની વસ્તુ છે, આપણે ચલાવીએ તેમ એ ઈંદ્રિય-વાણી-મન ચાલે', એવો ભાવ ઊભો કરવાથી મન પર કાબુ આવશે. .
(૩) વિકલ્પો-વિચારો-વલોપાતથી બચવા ત્રીજું આજરૂરી કે બહારનાંને મહત્ત્વ ન આપવું. બહારનું તો નાશવંત છે, આવ્યું-ગયું છે, ત્યારે આત્મા અને એનો ઉદાસીન ભાવ વગેરે સંપત્તિ તો અવિનાશી છે. અવિનાર્થી આત્માએ નાશવંતનું મહત્ત્વ શું આંકવું ? મનમાં એક જ ભાવના રમ્યા કરે કે આ બહારનું બધું તુચ્છ છે, ‘કુછ નહિ' છે.'' ગરીબ માણસ પાડોશીને ત્યાં ઉડતા ઘી-કેળાંને કુછ નહિ ગણે તો જ સુખે ખાઈ-પી-રહી શકે. રોજ વિચારવું કે ‘આ બાહ્ય જડને મહત્ત્વ આપી આપીને તો અનંતાકાળથી ભવાટવીમાં ભટકતો રહ્યો છું. હવે એ ધંધો ન ખપે.' રામચંદ્રજીએ રાજ્યાભિષેકને મહત્ત્વ આપ્યું હોત તો વનવાસ ક્યાંથી સ્વીકારી લેત ?
દુનિયાના બધા ઝગડા જડને મહત્ત્વ આપવામાંથી ઊઠે છે.
એ મહત્ત્વ આપવાનું બંધ થાય તો ઝગડા અને જડના વિચારો તથા વલોપાત ઓછા થઈ જાય.
(૪) વલોપાતનું એક કારણ ઈષ્ટ વસ્તુ ગમે છે, અનિષ્ટ ગમતી નથી એ છે. માટે હવે ઉલટ રસ્તો લેવો. ઈષ્ટને અનિષ્ટ માનવું, ને અનિષ્ટને ઈષ્ટ માનવું. આ જરા અઘરું છે, પરંતુ એમાં તાત્ત્વિક સમજ ઘાલીએ એટલું સહેલું થાય. દા.ત. કોઈની બંગલો-મોટર-કમાણી-ઠકુરાઈ જોઈ મન લોભાયું, એ ઈષ્ટ લાગ્યું, ત્યાં વિચારાય કે ‘અરરર ! આ કેટલા મોટા રાગનું સાધન ! કેવા મહા આશ્રવ યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org