________________
૪૬
ભગવાન એનો ખુલાસો કરે છે
ધ્યાન અને જીવન
જુઓ શ્રેણિક ! તમારી સવારી આવતી હતી એમાં બે માણસો રાજર્ષિને જોતાં જ વાત કરે છે કે જોયો આ ઢોંગી ? નાના બાળકને મંત્રીને સોંપીને આવ્યો અને હવે મંત્રી પ્રપંચ કરીને એનું રાજ્ય પડાવી લેવાનો છે.' બસ, આટલા શબ્દો રાજર્ષિએ સાંભળતાંવેંત મનથી મંત્રી સાથે લડાઈ માંડી. મારામારી કાપાકાપીના સોદા ! એમાં લડતાં લશ્કર ખૂટ્યું, શસ્ત્રો ખૂટ્યા અને ધિઢો મંત્રી સામે ઊભેલો દેખાય છે, એટલે ભયંકર આવેશમાં છેવટે એના મોંઢા પર મુગટ મારવાના રૌદ્ર ક્રૂર અધ્યવસાય (ભાવ)માં ચઢ્યા. બસ એ વખતે એ સાતમી નરકનાં પાપો બાંધી રહ્યા હતા, ને તમે અહીં એમની ગતિ પૂછી. પછી એમણે મુગટ લેવા જેવો હાથ માથા પર લીધો કે મસ્તક તોલું સાફ જોતાં ચોંક્યા ! સ્વાત્મભાન થયું ભારે પશ્ચાત્તાપમાં ચડ્યા કે –
રાજર્ષિનો પશ્ચાત્તાપ ઃ
“અહો ! આ શું ? હું સાધુ, ને આ કોનો છોકરો ? આ સંસારમાં જીવે દરેક સાથે માતા-પિતા-પુત્ર વગેરે સંબંધો કર્યા ને તોડ્યા. કોણ કોનું ? ત્યારે રાજ્ય કોનું ને શી વાત ? મેં તો એ બધું વોસિરાવેલું, ને ‘એકે રાતી પાઈનો ય પરિગ્રહ નહિ' પચ્ચક્ખાણ કરેલાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની ય ત્રિવિધ ત્રિવિધે હિંસાનો ત્યાગ કરેલો, ને આ મેં શું આરંભ્યું ? અરે ! પ્રભુએ તો મને સંસારના દાવાનળમાંથી બહાર ખેંચી કાઢવાનો મહાન ઉપકાર કર્યો અને એના બદલામાં આ મેં કૃતઘ્નતાનો શો અવળો ધંધો કર્યો ? ધિક્કાર છે મારી તૃષ્ણાને ? મારી ઈન્દ્રિયોને, મારી કાયાને !...''
રાજર્ષિની ઉત્ક્રાન્તિ :
આમ તીવ્ર હાર્દિક પશ્ચાત્તાપ કરતાં કરતાં હવે મહાન ધર્મ-ધ્યાનમાં ચઢ્યા, તે એક બાજુ પાપોનો જંગી નાશ અને બીજી બાજુ ઊંચા ઊંચા સ્વર્ગનાં પુણ્યનાં ઉપાર્જન કરતા ચાલ્યા. જે વખતે તમે બીજી વાર પૂછ્યું બરાબર એ વખતે એ મહર્ષિ સૌથી ઊઁચેના અનુત્તર દેવલોકમાંના વચલા ‘સર્વાર્થસિદ્ધ' - વિમાનનું પુણ્ય બાંધી રહ્યા હતા. પરંતુ એમની ધ્યાનધારા તો હજી ય ઊંચે ચડી રહી હતી. એમાં પોતાની કાયા, માન, અહંત્વ વગેરેનાં મમત્વ છૂટી ગયા, અનાસક્ત યોગમાં ચડ્યા, ‘જીવન-મૃત્યુ સમ...' વગેરે સમત્વ ભાવમાં પહોંચી ગયા, ત્યાં ક્ષપકશ્રેણી માંડીશુક્લ-ધ્યાનના દાવાનળમાં મોહનીય કર્મને સમૂળ ભસ્મીભૂત કરી નાખ્યું, વીતરાગ બન્યા ! ને જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયકર્મોનો સર્વથા વિધ્વંસ કરીને કેવળજ્ઞાન પામ્યા ! સર્વજ્ઞ બન્યા !
ધ્યાનનો પ્રતાપ જુઓ. મોટા મહર્ષિ તપસ્વી અને ભારે સંયમકષ્ટ ઉઠાવનાર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International