SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ I આર્તધ્યાન રોકવા ઉપાય | ૧૮૭. મહારાજ જોડે જરા બે ઘડી વાતો કરીશું,' એમ કરી જેને જ્યારે ફાવે ત્યારે આવવાની છૂટ લે છે, અને આડીઅવળી કુથલી-વિકથા-નિંદા વગેરે કરવામાં એને આંચકો જ નહિ. કેમ જાણે મહારાજ તો આખો દિવસ નવરા જ બેઠા હોય માટે ગમે તે ટાઈમે જવાય અને વાતો કરાય.’ આવી ને આવી ભ્રમણા રાખીને ઢીલાપોચા કે શરમાળ સાધુનું બગાડે. એમને ખબર નથી કે સાધુની પાસે શાસ્ત્ર એટલા બધા જોવા-વિચારવામાદ કરવાના છે કે જિંદગી ખૂટશે, આ કામ નહિ ખૂટે.’ જીવનમાં અભ્યાસ ચાનો કરવાનો? :રાગ-દ્વેષ, કામ ક્રોધ-લોભ, મદ-મત્સર વગેરે દોષોના અનંતા કાળના અભ્યાસથી બાત્મા પર કુસંસ્કાર કેટલા લાગેલા છે ? એ આત્મા પરથી ઉખેડવા માટે વૈરાગ્ય ઉપશમ શુભભાવનાઓ વગેરેનો સામો અભ્યાસ કરાય તે ય ઓછા છે. એ વિના રાગાદિના સંસ્કાર ઉખડે કેમ ? અજ્ઞાન મૂઢ માણસને આનો વિચાર જ નથી હોતો એટલે આવા ઉત્તમ મનુષ્ય જીવનમાં હજી ય પાછા-આહાર-વિષયો-પરહિ-આરંભ સમારંભ અને નિદ્રાની રાચી-માચીને પ્રવૃત્તિ કરી કરી એ જ રાગાદિ દોષોનો અભ્યાસ ચાલુ રાખે છે. ત્યારે કેટલાક વળી શાસ્ત્રનો અભ્યાસ જ્ઞાનનો અભ્યાસ કરવાનું હજી ૧ કરશે, પરંતુ વૈરાગ્ય ઉપશમ વગેરે ગુણોનો અભ્યાસ કરવા તરફ એમને કોઈ વિચાર જ નથી હોતો. બોલો, તમને આ વિચાર છે ? કયારે ? રાતે ? પ્રભાતે ? બપોરે? સાંજે ? કયારે આ વિચાર કરો છો કે - એક અમૂલ્ય વિચાર :“હું બીજા જનમ કરતાં આ મનુષ્ય જનમ કેમ પામ્યો છું? બીજા પ્રાણીઓ કરતાં મારો જન્મ ઊંચો શાથી છે ? એટલા જ માટે કે અનંત કાળના અભ્યાસથી જામ થઈ પડેલા રાગાદિને ઊખેડવા માટે અહીં વૈરાગ્યાદિનો અભ્યાસ કરવાની ગમ પડે, ને અભ્યાસ કરી શકાય. બીજા જીવોને આની ગમ પણ કયાં છે ? પછી એના અભ્યાસની તો વાતે ય શી ? અરે ! મનુષ્યોમાં ય કરોડો માનવો એવા છે કે જેને આની ગમ જ નથી. ત્યારે આની સમજ પડે છે, તો લાવ, આ અભ્યાસ ખાસ અને બહુ કરતો રહું. મુનિ કેમ નવરા નહિ? : ખરા મુનિઓને આ વિચાર હોય છે. તેથી વૈરાગ્યાદિના અભ્યાસાર્થે ત્યાગ-તપસંયમ-અનુષ્ઠાન સાથે જિનાગમનો ભરપૂર વ્યવસાય રાખે છે. એક મિનિટ પણ નકામી ન જાય એટલા બધા શાસ્ત્રસ્વાધ્યાયમાં અને તત્વચિંતન મનનમાં એ રચ્યાપચ્યા રહે છે. હવે કહો કે આવા મુનિઓને નવરાંશ હોય ? શાસ્ત્રોનાં વાંચન મનન-પરાવર્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy