SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૦) ધ્યાન અને જીવન, પ્ર૦- તો પછી પાસે શબ્દાદિ વિષયો ગમે તેટલા હોય છતાં આસક્તિ ન રાખીએ તો વાંધો નહિ ? ઉ0 - મોટો વાંધો. વિષયો પાસે હોય, અને આસક્તિ ન થાય એ માનવું ખોટું છે. સાપના દરમાં હાથ ઘાલવો અને સાપ નહીં જ કરડે એવી કોઈ ઠાંસ મારે તો એ માનવા લાયક ખરી ? ના, જેમ સાપ ભયંકર છે એમ સાપનું દર પણ ભયંકર છે. એવી રીતે વિષયોની આસક્તિની જેમ વિષયો પણ ભયંકર છે.આપણે કાંઈ સ્થૂલભદ્રજી નથી કે આપણી સામે વેશ્યા નૃત્ય કરે તો પણ આપણે આસકિત વિનાના નિર્વિકાર રહી શકીએ. વિષયો રાખવાનું મન થયું કે લાવવાનું મન થયું તે આસકિત જ છે. માટે આર્તધ્યાનથી બચવું હોય તો જેમ આસક્તિ દબાવવાની, એમ વિષયોના સંગ પણ છોડવાના ઓછા કરવાના. દિગંબર મત કાઢનાર શિવભૂતિ એ પહેલાં મુનિ બનેલ, તે એને રાજાએ રત્ન કંબળ વહોરાવેલી. એ એનો વિટલો કરી રાખી મૂકતો. ગુરુએ કહ્યું, ‘આને વાપરી નાખ. રાખી મૂકવામાં રાગ આસક્તિ પોષાય !' પરંતુ એ માનતો કે આમાં આસકિત શી પોષાવાની હતી ? તે એને એમજ રાખી મૂકી. ગુરુએ એક દિવસ એ બહાર ગયેલ ત્યારે એની મૂચ્છ ઉતરાવવા કામળી લઈને એના નાના ટુકડાઓ કરીનાખી મુનિઓને વાપરી કાઢવા વહેંચી દીધા. શિવભૂતિ બહારથી આવી કામળી ન જોતાં પૂછે તો કોઈક મુનિએ એને બનેલી હકીકત કહી. શિવભૂતિને કામળીની ગૃદ્ધિઆસક્તિ હતી તેથી એને સાચવી રાખવાનું તન્મય ચિંતન હતું જ, એ આર્તધ્યાન હતું. એમાં આ બન્યું એટલે વિહવળતા વધી ગઈગુરુ ઉપર દ્વેષ થઈ ગયો, અને એ વખતે તો મૌન રહ્યો, પણ અવસરે સંભળાવી દેવાની ગાંઠ વાળી. આમાં પાગ ચિકણું આર્તધ્યાન રહ્યું, પછી વાચનામાં ગુરુ નગ્ન જિનકલ્પી મુનિનો આચાર બતાવી રહ્યા હતા, એટલે શિવભૂતિ તડૂકયો કે “આનું જ નામ મુનિ પારું કહેવાય. તો પછી આપણે શા માટે વસ્ત્ર રાખ્યા છે ? જો વસ્ત્ર હોય તો આસક્તિ જ હોય.” ગુરુએ જિનકલ્પી અને સ્થવિરકલ્પી મુનિના આચારનો ભેદ સમજાવ્યો. પણ એ ન સમજ્યો. કેમકે મૂળમાં રત્નકંબળ જેવા કિંમતી વિધ્યની આસક્તિ હતી, એના પર આર્તધ્યાન અને ક્રોધ-અભિમાન કષાય હતા. આસકિતના લીધે મનમાં વિષયોના વિકલ્પો, વિચાર અને કલ્પનાઓ એટલી બધી ચાલે છે કે એમાં ક્ષણ પણ મન કયાંય સ્થિર, તન્મય થાય કે એ આર્તધ્યાનનું રૂપક પકડે છે. આવા વિકલ્પોમાં મળવા વળવાનું કાંઈ નહિ છતાં દિનભરમાં એના આર્તધ્યાન કેટલા ? મૂળ કારણ શબ્દાદિ વિષયોની વૃદ્ધિ આસક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy