SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮. ધ્યાન અને જીવન | સાધના ક્યાંથી ચાલે? એ વિના એના સારા સંસ્કાર ક્યાંથી ? કે એના પર ઉછળતી મમતા ક્યાં ? ત્યારે પ્રશ્ન રહે કે, પ્ર. ભલે અ-મૈત્રી કે આહાર સંજ્ઞા આદિ ભાવ સળવળ્યો, કિંતુ ધર્મસાધનાનો ભાવ સારો સંસ્કાર તો નાખે જ ને ? ઉ૦- આ ભરોસે રહેવા જેવું નથી, કેમકે ખૂબી શી થાય છે કે ઉત્તમ ધર્મસાધના મળવા છતાં જે અ-મૈત્રી આદિ કે આહાર સંજ્ઞાદિ મનમાં સળવળતા રાખ્યા, તો આની મુખ્યતા થઈ જાય છે, અને ધર્મસાધના ગૌણ બની જાય છે. પછી હૃદય પર મુખ્યનો જ કો રહે, એના સંસ્કાર દઢ થતા જાય, પણ ગૌણનો કજો નહિ, એના સંસ્કાર દઢ નહિ. જે ભાવનું જોર, એના જ સંસ્કાર દઢ થાય. જોરદાર તો મલિન આશય બની જાય છે, ધર્મસાધનાના ભાવ નહિ, નહિતર તો ધર્મસાધનાના ભાવ પેલા મેલા ભાવને ઊંચકીને ફેંકી ન દેત? દબાવી ન દેત ? એટલે પછી જેનું જોર, તેનો કજો, તેની મુખ્યતા. વળી અનાદિ અનંતકાળનો અભ્યાસ પણ અમૈત્રી આદિનો અને આહારાદિ સંજ્ઞાનો છે. તેથી એ ચાલુ રહેતાં એનું જ સંસ્કરાણ દઢ થયા કરવાનું. આમ ધર્મસાધના તો બિચારી નવા નવા અભ્યાસની વસ્તુ એટલે એ પેલાની હાજરીમાં સબળ પુષ્ટ ક્યાંથી બને ? એનાથી શુભ સંસ્કાર ક્યાથી દઢ પડે ? વાઘની સામે બાંધેલી બકરી ગમે તેવું પૌષ્ટિક ખાય, છતાં પુષ્ટ શી રીતે બને? બિલાડીની હાજરીમાં ઉદરનું જોર શું ચાલે ? એમ બિલાડા જેવી પાપસંજ્ઞાઓની હાજરીમાં ધર્મ સાધનાનું જોર કેટલું? માટે ધર્મસાધના જો જોરદાર કરવી છે તો એ પાયાવાળી અને શુદ્ધ કરવી રહે, ને એ માટે અનાદિના અભ્યસ્ત અમેત્રી આદિ મલિન ભાવોની કે આહાર-સંજ્ઞાદિ પાપસંજ્ઞાઓની હાજરી રોકવી જ જોઈએ. થોડી પાગ અશુદ્ધિ કેવી નડે : પાયાનો અને શુદ્ધિનો એક જ દાખલો જુઓ કે બ્રાહ્મી અને સુંદરી કેટલા ઊંચા આત્મા ! બંને ય ભરત ચક્રવર્તીના ઘરમાં છે, સુખ-વૈભવનો હિસાબ નથી ? છતાં ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થતાં બંને કુમારિકાપણે ચારિત્ર લેવા તૈયાર થઈ ગયા. એમાં ભરત રાજાએ બ્રાહ્મીને તો રજા આપી, ને એણે ચારિત્રધર્મ સ્વીકાર્યો. પરંતુ સુંદરીને પટ્ટરાણી કરવાના હિસાબમાં રજા ન આપી. હવે આમાં તો બહુ આગ્રહ મનામણાં મળે એવાં છે, અને માનભેર ચક્રવર્તીની પટ્ટરાણી બનવાનું ઊંચું સ્થાન મળે એમ છે. સાથે ચક્રવર્તીની પટ્ટરાણી એટલે મહાવૈભવ વિલાસ ઠકુરાઈ પગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy