________________
ધ્યાન અને જીવન
પાણી, અથવા શિયાળામાં માટલાનું ઠંડુ પાણી, એ અનિષ્ટ લાગે છે,... એમ ૫હે૨વાની વા૫૨વાની અનિષ્ટ વસ્તુઓ,... એમ ઘર, ફરનીચર, રાચરચીલું વગેરે જે કાંઈ અનિષ્ટ લાગે છે,... એવો નોકર, એવી પત્ની, એવો છોકરો, એવો પાડોશી, એવા સગાસ્નેહી... એવા કરવેરા, કંટ્રોલ - વેપાર અંગેના કરવા પડતા સ્ટેટમેન્ટ, મોંઘવારી, અછત એવી અણગમતી-નોકરી-ધંધો-ભાગીદારી-દલાલી-ઘરાક-વેપારી વગેરે... એમ અપમાન, અવગણના, બીજાને મળતાં સન્માન, બીજાની શેઠાઈ-કમાઈ-સગવડ-સાહ્યબી... ઈત્યાદિ ઈત્યાદિ, કેટલું ય પાર વિનાનું કે જે અનિષ્ટ લાગે છે, અણગમતું લાગે છે. તો એના વિયોગ કે અસંયોગનાં વર્તમાન-ભૂત-ભવિષ્યકાળનાં આર્તધ્યાન કેટલાં ? ત્યારે એ પ્રમાણે કેવાં ય પાર વિનાના અશુભ કર્મોના ઢગલા આત્મઘરે ઠલવાયે જતાં હશે ? આનાં પરિણામ કેવાં ? આ બધું વિચારશો તો સંસારી જીવન પર ઘૃણા થશે.
८०
આમ કેમ બને છે ? જડને બહુ મહત્ત્વ આપવાથી, મન ઝટ થઈને આર્તધ્યાનમાં પડે છે.
પ્રસંગ મામુલી હોય, પણ જીવ એક યા બીજા જડ પદાર્થને મહત્ત્વ આપવા ગયો કે પડ્યો આર્તધ્યાનમાં,
ચંડકોશિકના જીવ સાધુને નાના સાધુએ ખ્યાલ કરાવ્યો કે ‘મહારાજ ! તમારા પગ નીચે દેડકી ચગદાઈ', ત્યાં એમણે જાતની વડાઈને મહત્ત્વ આપ્યું એટલે મનને થઈ આવ્યું કે ‘આ કેવો નાદાન છે કે મને હલકો પાડે છે ? આ હલકાઈ ટળે તો સારું.' બસ તરત આર્તધ્યાનમાં પડ્યા. ત્યાં બીજી ને ત્રીજીવાર નાના મુનિએ ખ્યાલ કરાવતાં જ એ ઊછળી પડ્યા કે ‘શું ગામની બધી દેડકી મેં મારી ?' અર્થાત્ ‘બીજી ત્રીજી દેડકીઓ જેના તેના પગ નીચે આવી હશે. એમ આ પણ કોઈના પગ નીચે આવી હશે' વાત કેવી ઉડાવી ? પછી પણ ચિત્તમાં બેઠું છે કે ‘આ નાદાન સાધુ ક્યાં મળ્યો ? મને હલકો પાડે છે. એનો લવારો મટે તો સારું !' જાતવડાઈ પરના આ આર્તધ્યાનને લીધે મકાને ગયા પછી બીજી ને ત્રીજીવાર નાના મુનિએ ખ્યાલ આપવા પર એ સળગી ઊઠ્યા અને રાત્રે અંધારામાં નાના મુનિને ઠંડુકી ફટકારવા દોડ્યા ! કેમ ? અંતરમાં આર્તધ્યાન હતું કે ‘આનો લવારો કેમ ટળે ?' પ્રાયશ્ચિત્ત, ક્ષમા વગેરે આત્મિક વસ્તુને બદલે જડવડાઈને મહત્ત્વ આપ્યું, તેથી આર્તધ્યાન લાગ્યું.
સુદર્શન શેઠનું આત્મગુણને મહત્ત્વ :
એથી ઉલટું, જ્યારે સુદર્શન શેઠની ઉપર અભયા રાણીએ ખોટો આક્ષેપ ચડાવ્યો કે, ‘આ આક્રમણ કરવા આવ્યો હતો' અને રાજા પૂછે છે શેઠને કે ‘તમે તો સારા નામાંકિત વેપારી છો, બોલો આ રાણી કહે છે તે સંબંધમાં સાચું શું છે ?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org