________________
૨૧૮ ધ્યાન અને જીવન
બગાડે છે ?' મને એ શો અન્યાય કરે છે ? કશો જ નહિ એ વાત મનમાં નક્કી થઈ ગઈ. પારકા રાજ્ય કે પારકા ઘર પર તવાઈ લઈ જનારો એ ક્યાં આપણો દુશ્મન લાગે છે ?
રાજ્ય પર આક્રમણ એ દ્વેષનું કારણ નહિ. કિન્તુ આપણા રાજ્ય પર આક્રમણથી દ્વેષ, તેથી દ્વેષનું કારણ મમતા.
તમારા જીવનમાં તમને કોઈ કોઈ અન્યાય કરનારા લાગે છે ને ? તમારા બહુ નિકટના ગણાતા સગા માતાપિતા-પત્ની-પુત્ર વગેરે પણ અવરનવર તમને અન્યાય કરતા હોય એવું લાગી આવે છે ને ? કેમ 'હા' બોલતા નથી ? કહો ‘હા, લાગી આવે છે.' તમે તમારી જાતને લાયક દીકરા માનો છો એટલે માતા-પિતા કશું તમારી પ્રત્યે અણગમતું બોલે-ચાલે એ તમને વધારે પડતું લાગે છે, ખોટું લાગે છે, એ જ અન્યાય લાગ્યો કહેવાય. એમ તમારી જાતને તમે યોગ્ય પતિ કે પત્ની સમજતા હો પછી સામેથી અણગમતું કાંઈ થાય એ એણે અન્યાય કર્યાનું લાગે છે. આવું તો વારે વારે જિંદગીમાં નાનું મોટું કેટલું ય બની આવે છે. એટલે જિંદગી આખી આને અન્યાય જ માન્યા કરવાનું ને ? એથી અંતરમાં બળ્યા જ કરવાનું ને ? તેમ એનો શક્ય એટલો કઠોર વાણી-વર્તાવથી સામનો જ કરતા રહેવાનું ને ? જિંદગી આખી આવી જવાની ?
તો પછી જે અંદરના અભિમાન, રાગ, મમતા, મિથ્યાજ્ઞાન... વગેરે આંતર શત્રુનાં કારણે આ બને છે, એ આંતર શત્રુઓ અને એના અન્યાય સામે ક્યારે ઝઝુમવાનું ? એનો અન્યાય તમારા મનને ખૂંચે છે ? અહીં આર્ય માનવભવે આવ્યા એટલે તો તમે સર્વવિરતી સુધીની ઉંચી ચીજોના હકદાર બન્યા. છતાં પણ, એ અહંત્ત્વ અને રાગાદિ એની આડે આવે છે, એની પ્રાપ્તિ થવા નથી દેતા, થઈ હોય તો નષ્ટ કરી દે છે. આ આંતરદુશ્મનની અન્યાયકારિતા તમને હૈયે ખટકે ? બહાર અન્યાય પુણ્યની કમીથી નહિ :
ભૂલશો નહિ, કે જેને અંતરમાં અભિમાન બહુ છે, જાત શાણી લાયક અને યોગ્ય જ કાર્યવાહી કરતી લાગે છે, તેમજ બાહ્ય સારી સગવડ-શોભા-સન્માનની બહુ લાલસા છે, એનો વારે ને વારે બહારનાઓ કાંઈ ને કાંઈ અન્યાય કરતા લાગી આવે છે. એમ સમજતા નહિ કે ‘પુણ્ય ઓછું છે માટે જ બહારનાઓ વાંકુ વર્તતા લાગે છે.' પુણ્યની તો તરતમતા અને ખામી બધે રહેવાની. બહુ પુણ્યવાળાને પણ એક નહિ તો બીજી વાતની ખામી રહેવાની. એમ એનાથી અધિક પુણ્યની અપેક્ષાએ પોતાનું ન્યુન જ લાગવાનું. તો પછી પુણ્યની ખામીએ થતી બાહ્યની ખામી કે ન્યુનતામાં સહેજે સામેથી અગવડ મળતી દેખાય, ઓછું માન મળતું દેખાય, ત્યાં શું અન્યાય જ થયાનું માન્યા કરવાનું ? ના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org