________________
ધ્યાન અને જીવન
૧૪૪
શ્રેણિક કૃષ્ણ મહારાજને વીતરાગમાં હુંફ લાગતી હતી. તેથી વિષયોમાં એમને જો કે રાગ થતો પરંતુ હુંફનો અનુભવ નહોતો, કિન્તુ ભડક હતી, રોતા હતા ‘અરે ! આ ગોઝારા વિષયો પર રાગ કરી એને અમે છોડતા નથી, તો અમારું શું થશે ?’ એવી સ્થિતિ મગધસમ્રાટ શ્રેણિક અને આનંદ-કામદેવાદિ મહાશ્રીમંત શ્રાવકોની હતી. સમ્યગ્દષ્ટિ દેવતાઓને પણ વિષયોમાં હુંફ નથી.
વિષયો કેવા મળ્યા છે ? વિમાન કેવા ? દેવાંગનાઓ કેવી ! ઉઘાન કેવા ? બધું દિવ્ય ! મનુષ્યની કલ્પનામાં ન આવે એવું ! એ પણ ૫૦-૧૦૦ વર્ષ માટે નહિ, કિન્તુ અસંખ્ય વર્ષો માટે મળ્યા છે. છતાં એમાં સમકિતી દેવને હુંફ નથી કે ‘હાશ! આ ઠીક મળ્યું, ચાલો નિરાંત થઈ, હવે આપણે કોઈ ચિંતા નહિ, કોઈ ભય નહિ’ ના, એ તા એમાં સચિંત છે, એને કર્મનું ગોઝારું નાટક દેખે છે. ‘નાટક’ એટલે ન ટકે એવું. ભલે અસંખ્ય વર્ષે પણ જાય એવું; અને ગયા પછી દશા કઈ ? અરે! જવાનું છે, એમ દેખાય ત્યાં પણ કેવી દશા ? શાસ્ર કહે છે, પાણી બહાર કાઢેલી માછલી તપેલી રેતી પર તરફડે એવી દશા દેવતાની આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહેતાં થાય છે. કેમકે એને અત્યાર સુધી ડોકમાંની પુષ્પમાળા રોજ તાજી રહેનારી હવે કરમાયેલી દેખાય છે, વિમાનનાં રત્ન ઝાંખાં દેખાય છે. દેવાંગનાના પ્રેમ ફિક્કા જણાય છે, તેથી એને સમજાઈ જાય છે કે ‘હવે હું અહીંથી ઊડયો ! મારું નિકટમાં મોત છે. કહો,
આ અંતિમકાળની સ્થિતિના વિચાર પર સમકિતી દેવતાને વિષયોમાં હુંફ કયાંથી લાગે ?
ત્યારે તમને દેવની અપેક્ષાએ શું મળ્યું છે? વિષયોમાં શો ભલીવાર છે ? તે પણ કેટલી હાડમારી ભય ચિંતા-જંજાળથી ભરેલા વિષયો ? તે ય કેટલો કાળ ટકનારા? છતાં એમાં તમને હુંફ લાગે છે. કે ‘હાશ ! ઠીક મળ્યું છે. ચિંતા નથી. આટલાથી આપણને કશો વાંધો નહિ આવે.’ પેલા સમકિતી દેવતાને મહાન વિષયો મળ્યા છતાં એમાં ભારે વાંધો આવવાનો દેખાય છે,અને તમને ઠીકરા જેવા મળ્યા અને એમાં કષાયો તથા પાપોથી ચિટકાઈ ગયા છતાં વાંધો આવવાનો નથી લાગતો. ભૂલો નહિ, વિષયોમાં હુંફને બદલે ભડક,ઊભી કર્યા વિના વીતરાગમાં હુંફનો અનુભવ નહિ થાય.
એટલું વિચારો કે ‘વિષયો કયાં મળે ? ભવોભવ. વીતરાગ કયાં મળે ? આર્ય માનવ અવતારે. તો પછી મારે આ દુર્લભ વીતરાગ વહાલા કરવા છે. એમનામાં હુંનો અનુભવ કરવો છે, એમનાથી જ મારે નિરાંત નિશ્ચિન્તતા અનુભવવી છે, તો વિષયોને અકારા કરવા દે. અનંતા ભવોમાં અનંતીવાર વિષયોને તો દેખ્યા છે. અહીં એ નવા શા.જેવાના હતા’? વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org