SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) | ધ્યાન અને જીવન | ત્યાં માતા પણ રોષમાં આવી ગઈ, તે સામું કઠોર સંભળાવે છે કે “તારા કાંડા કપાઈ ગયા હતા ? આ શીકેથી રોટલો લેતાં શું થયું ? બસ, બન્નેએ શું કર્યું ? આટલું જ, કઠોર વચનનું પાપ. પછી તો કોઈ સુકૃત પણ કર્યા હશે, દિલ ધાર્મિક પણ બનાવ્યા હશે, જેથી ત્યાંથી મરીને ફરીથી મનુષ્ય ભવ પામ્યા. મા એક ગામમાં શેઠની દીકરી થઈ, અને દીકરો બીજા ગામે શેઠનો પુત્ર થયો; ભવિતવ્યતાવશ બંનેની સગાઈ થઈ, પણ પૂર્વે પેલાં વચનનાં પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું નથી, ગુરુ આગળ એની આલોચના કરી નથી, તે એના બંધાઈ ગયેલાં અશુભ કમેં હવે જુઓ કેવો ભયંકર દુઃખદ પ્રસંગ સરજ્યો. કાંડા કપાયાની ગાળે કાંડા કપાયા : છોકરાનો જીવ શ્રેષ્ઠિપુત્ર એક વાર પરગામ જવા નીકળ્યો છે. રસ્તામાં સસરાનું ગામ આવ્યું પણ અંધારું થયેલું તેથી ગામની બહાર દેવળ યા ધર્મશાળામાં સૂઈ ગયો. અહીં માતાનો જીવ શ્રેષ્ઠિકન્યા એજ ગામમાં સાંજ પછી મકાનની પાછળના બગીચામાં ફરવા નીકળી. એવામાં ત્યાંથી એક ચોર જતો હશે, એની નજર આ કન્યા પર પડી. એના હાથ પર સોનાના કંકણ દેખ્યા, તેથી ચોરનું મન લોભાયું. કન્યા પાસે જઈ છરો દેખાડી કંકણ આપી દેવા કહે છે, પણ પેલી આનાકાની કરે છે. અહીં પેલી ગાળનું, ‘તારા કાંડાં કપાઈ ગયા હતા ?' એ ગાળનું કર્મ ઉદયમાં આવે છે એટલે, ચોરે એકદમ જ છરાથી છોકરીનાં કાંડાં કાપી કંકણ લઈને દોટ મૂકી. કન્યાએ કરુણ ચીસ પાડી, બાપ બહાર આવ્યો, કન્યા પાસેથી ચોરની વિગત જાણતાં એણે ચોરની પેઠે તરત કોટવાળ દોડાવ્યા. ચોર આગળ દોડે છે, કોટવાળ રાડ પાડતાં પાછળ દોડે છે. પેલો ગામ બહાર નીકળી જુએ છે કે “પાછળ પકડો પકડો ચોરને પકડો” ની રાડ પડી રહી છે, ને કોક દોડતા આવતા લાગે છે.” ચોરના કંકણ-છરો શ્રેષ્ઠિપુત્ર પાસે : ચોર ગભરાયો કે “જે કંકણ સાથે પકડાયો તો મર્યો સમજો; ને કંકણને બહાર ફેંકી દઈ ભાગું, તો ય કોટવાળ પૂંઠ પકડે.” એટલે એણે ગામ બહાર પેલા દેવળ યા ધર્મશાળામાં ઘુસી જઈ પેલા સૂતેલા શ્રેષ્ઠિપુત્રની બાજુમાં છરો મૂકી કંકણ એના શરીરની નીચે ગોઠવી દીધાં પછી પોતે બહાર નીકળી જઈ ઝાડીમાં છુપાઈ બેઠો. શ્રેષ્ઠિપુત્ર ચોર તરીકે : શૂળીની ગાળે શૂળી : અહીં હવે કોટવાળ દોડતા આવે છે, અને મંદિરમાં જઈ તપાસ કરતાં પેલા ઊંઘતા શ્રેષ્ઠિ પુત્ર પાસે છરો જોઈ વહેમાય છે, અને શરીર નીચેથી કંકાગ પણ મળી આવે છે. છોકરાને જ ગુનેગાર માનીને લાત લગાવી કહે છે 'લુચ્ચા આ બદમાશી કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy