SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ | ધ્યાન અને જીવન વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ : વૈયાવચ્ચ એ મહાન સાધના છે. શાસ્ત્ર એને અપ્રતિપાતી ગુગ કહે છે. ‘અપ્રતિપાતી” એટલે પ્રતિપાત ન થાય, નાશ ન થાય એવો ગુણ. તો શું બીજા ગુણ તેવા નથી ? છે, પણ નિયમ નહિ કે તેવા જ હોય. ત્યારે વૈયાવચ્ચ અપ્રતિપાતી હોવાનું કારણ એ છે કે એમાં જે બીજાની સેવા કરવાનું થાય છે ત્યાં નમ્રતા આવે છે, અહંન્દુ તૂટે છે, પરનું કરી છૂટવાનું થાય છે, સ્વાર્થોધતા તૂટે છે. જે સાધનામાં અહત્વ અને સ્વાર્થરસિકતા તૂટે, હાડકાં હરામ કરવાને બદલે બીજાની સેવામાં કામે લગાડાય, એ ગુણ આત્માની સાથે ગાઢ જોડાનારો ગણ બને છે. પ્રતિપાત ન થાય પતન ન થાય ગુણ, માટે એ અપ્રતિપાતી ગુણ. આનું ફળ કેવું? જીવ અાંત્વ, સ્વાર્થોધતા, હરામ હાડકાં, આપમતિ વગેરેના અશુભ ભાવથી લખલૂટ કર્મ બાંધ્યા છે. તો સહજ છે કે એનાથી વિપરીત આ વૈયાવચ્ચમાંના ભાવોનમ્રતા, પરાર્થવૃત્તિ, પરાર્થ, કાયકષ્ટ, જિનાજ્ઞામતિ વગેરેના શુભ ભાવથી જંગી કર્મક્ષય થાય એ સહજ છે. એટલા માટે કે જે ભાવોએ કર્મ બંધાયાં તેથી વિપરીત ભાવો દ્વારા કર્મ છૂટે એમાં વાંધો કયાં? હિંસાના ભાવથી કર્મ બંધાય, તો શું અહિંસાના ભાવથી કર્મ નહિ છૂટે ? આપમતિ : સ્વાર્થોધતા : વિષયાંધતા અહત્વ-આપમતિ-સ્વાર્થોધતા વગેરે અશુભ ભાવોને કરાવનારાં મોહનીય કર્મ છે. એને તોડવા વૈયાવચ્ચ એક મહાન સાધના છે. એમાં લાગ્યા રહેવાથી એ કર્મ તૂટવા સાથે એનાં ફળરૂપ અહત્વ વગેરે અશુભ ભાવો નામશેષ થતા જાય છે. સ્વાથધતા ખરાબ છે, સ્વાર્થોધતા ખરાબ છે,’ એવી માત્ર જપમાળા ગણવાથી કાંઈ એ દુર્ગુણ જાય નહિ. એ તો વૈયાવચ્ચની પ્રવૃત્તિ ચાલુ રાખીએ તો જ એ સક્રિય પ્રયોગથી સ્વાર્થોધતા કપાતી આવે. જિનાજ્ઞામતિથી આપમતિ તૂટે : ‘એમ આપમતિ ખરાબ’ની માત્ર જપમાળા ગણવાથી એ ન ખસે, કિન્તુ વૈયાવચ્ચ દ્વારા જિનાજ્ઞાતિને સક્રિય સાધતા જવાય તો જ આપમતિ તૂટતી આવે. મનને એમ થાય કે “મારી સ્વાર્થની આપમતિ ખોટી છે, અને સેવા વૈયાવચ્ચની જિનાજ્ઞા ખરી છે. માટે લાવ જિનાજ્ઞાને બજાવતો જાઉ” એમ કરી વૈયાવચ્ચની જિનાજ્ઞા પાળવામાં મન લગાડતો જાય ત્યારે સ્વાર્થની આપમતિ તૂટતી આવે. દુર્ગુણોનો કો સક્રિયતાથી તૂટે : સ્વાર્થોધતા આપમતિ વગેરે દર્ગગોએ આત્મા પર કન્જો જમાવ્યો છે. તે કળ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy