SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા વૈયાવચ્ચે ભરતચકીને મહાવૈભવમાં વૈરાગ્ય શાથી ? ભરત અને બાહુબળ બને ય પૂર્વ ભવમાં મહાન વૈયાવચ્ચ તપની આરાધના કરનારા હતા. ભરતના જીવ બહુમનિએ પોતાના પૂર્વના ચક્રવર્તીના પુત્રપણાને ભૂલી, ૫૦૦ મુનિઓની ગોચરી-પાણી લાવી આપવાની વૈયાવચ્ચ રાખી હતી, બાહુબળના જીવે પૂર્વ ભવે ત્યાં જ સુબાહુ મુનિએ એજ રીતે ૫૦૦ મુનિઓની શરીરશુશ્રુષાની વૈયાવચ્ચ કરવાની રાખી હતી. બંને ય ચક્રવર્તીના ઘરમાં સુખ-સન્માન છોડીને આવેલા, એટલે હવે અહીં મુનિપણામાં એની કામના નહોતી. “આ નાશવંત અને બિભત્સ હાડ-માંસ-રુધિરભર્યા દેહે આટલું બધું ઊંચું ભગવાને ભાખેલુ વૈયાવચ્ચનું મહાન કર્તવ્ય કમાઈ લેવાનું કયાં મળે? એવી વૈિયાવચ્ચના અનુષ્ઠાન ઉપર અથાગ પ્રીતિ-ભક્તિ હતી, માત્ર આ પ્રીતિ-ભકિતના હિસાબે વૈયાવચ્ચ નિરાશંસ ભાવે સેબે જતા એટલે સાથે દુન્યવી સુખ સન્માન પ્રત્યે ધૃણા વૈરાગ્ય ઝળહળતા હતા. આમ, વૈયાવચ્ચના શુદ્ધ પ્રતિભક્તિ-અનુષ્ઠાનનું ઉંચું ભરચક પુણ્ય અને વૈરાગ્યના સંસ્કાર અહીં ભરત-બાહુબળના ભવમાં સાથે લઈ આવ્યા. અહીંની આસકિત પરલોકે :વૈયાવચ્ચના શુદ્ધ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાનની આરાધનાએ ભરતને ચક્રવર્તીનાં સુખસન્માન આપ્યાં અને બાહુબળને રાજવી સુખસન્માન સાથે અથાગ અચિંત્ય બળ આપ્યું. એવી ઉંચી વૈયાવચ્ચની આરાધનાથી માગીને આ સમૃદ્ધિ ને બળ મેળવવાનું કર્યું હોત, તો મળવાનો સંભવ હતો, પરંતુ તો પછી સાથે વૈરાગ્ય ન મળત. કેમ કે પૂર્વે પેલું સમૃદ્ધિ અને બળ માગવા જતા પ્રીતિ એના પર ગાઢ રહેવાથી વૈરાગ્ય ગુમાવત; તેથી વૈરાગ્યના દઢ સંસ્કાર ઉભા થયા ન હોત. માગ્યું માટે એના પાકા સંસ્કાર ઉભા થઈને અહીં આવી, એ એમને સમૃદ્ધિબળમાં રાગાંધ અને મોહમૂઢ બનાવત. પછી પરિણામ શું? દુ:ખદ નરકાદિ ગતિ અને ભવચક્રમાં ચિર કાળ ભ્રમણ! પરંતુ અહીં તો સુખસમૃદ્ધિ અને બળની કામના જ નહોતી, ઉલટું એના પ્રત્યે તીવ્ર નફરત અને જવલંત વૈરાગ્ય હતો, માટે જ વૈયાવચ્ચનું શુદ્ધ પ્રીતિભકિત-અનુષ્ઠાન બજાવેલું. એટલે એ વૈરાગ્યના સંસ્કાર અહીં મોકા પર જાગતા થઈ ગયા, ઝળહળી ઉઠયા અને એ વૈરાગ્યે ભરતને આરિલાભવનમાં વટી નીકળી જવાનાં નિમિત્ત પર વીતરાગ બનાવી દીધા, તથા બાહુબળને ભાઈનું માથું ફોડવા ઉપાડેલી મુઠ્ઠીના નિમિત્ત પર ત્યાં યુદ્ધભૂમિ પર જ મહાવિરાગી સાધુ બનાવ્યા, અને બાર મહિને “વીરા મોરા! ગજ થકી ઉતરો' ના બેન સાધ્વીના બોલનું નિમિત્ત મળવા પર વીતરાગ બનાવી દીધા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy