________________
સુબુદ્ધિનો ઉપદેશ દુષ્ટ લાલસાઓ અને પાપવિચારોથી સ્વાધ્યાય સાધનાને ન અભડાવવાનું એક આ પણ ખાસ કારણ છે કે,
સ્વાધ્યાય ધર્મ જ મલિન લાલસાઓ અને પાપના વિચાર અટકાવવા માટે અનન્ય ઉપાય છે. તે પછી એનો ઉપયોગ એ પાપોને પોષવામાં કેમ થાય?
આજે ઘણાની બૂમ છે કે અમને ખોટા વિચારો બહુ સતાવે છે, કોઈ માન આદિની કે હર્ષ ઉગ આદિની લાગણીઓ બહુ આવી જાય છે, પરંતુ અફસોસી આ છે કે આને અદ્ભુત પ્રતિકાર જે શાસ્ત્રસ્વાધ્યાય છે તેનો આશ્રય કરવો નથી ! નહિતર જો ચિત્ત શાસ્ત્રસ્વાધ્યાયમાં જ રહે, તો ખોટા વિચારને જગા જ ન મળે.
૯. સુબુદ્ધિનો ઉપદેશ : આત્માની સાબિતિ :
મેલી લાગણીઓ અને પાપવિચારો એ ભયંકર આત્મરોગો છે. એથી આ જન્મ અને જન્માંતરોમાં ભારે પીડાઓ ભોગવવી પડે છે.
ટી.બી.કેન્સર લકવાના રોગ હજી સારા કે (૧) જે આ જનમમાં જ પીડ, ભવાંતરે નહિ, અને (૨) જેમાં સમાધિ હોય કર્મવિપાકનું ધર્મધ્યાન હોય, તો (૩) પેલા મેલી લાગણીઓ અને પાપવિચારોના રોગ મહાલે નહિ, તેથી (૪) એકાંતે ભરપૂર કર્મનિર્જરાનો લાભ મળે. આ દ્રષ્ટિએ એ ટી.બી. વગેરે રોગ સારા, પરંતુ વિના શારીરિક દરદ પણ મલિન લાગણીઓ તથા પાપ વિચારોનો રોગ ભંડો, શારીરિક આરોગ્ય હોય, પૈસા પરિવાર પ્રતિષ્ઠા પહોંચતી હોય, છતાં અંતરમાં જો કોઈ ક્રોધ માનાદિની, શોક-ઉદ્વેગની, કે ભય ચિંતાની લાગણી સળવળ્યા કરતી હોય, યા પાપવિચારો ચાલ્યા કરતા હોય, તો શાંતિ નથી, સમાધિ શુભધ્યાન નથી, કર્મક્ષય નથી, શુભ કમપાર્જન નહિ. ત્યારે ભવાંતર માટે તો આનાથી ઊભા થયેલાં થોકબંધ અશુભ કર્મ અને અશુભ સંસ્કારો તો પાર વિનાના અનર્થ કરશે, પીડશે-સતાવશે.
આસ્તિકનો વર્તાવ :
ત્યારે આ આત્માના રોગોનો વિચાર-ચિંતા-સંતાપ ખરો ? શરીરનો નાનો પણ રોગ ચિંતા કરાવે છે, મનને લાગી આવે છે, ચેન પડતું નથી, એનું વૈદું થાય છે, પણ અંતરના રોગ-વૈર-વિરોધ-ઈર્ષા-ભય-ઉદ્વેગ વગેરેની કોઈ ચિંતા નહિ ? એના માટે કશું લાગી આવે નહિ ? એ જાલિમ રોગો હોય ને ચેન પડે ? એનું વૈદું કરવાનું સ્વપ્ન પણ ખ્યાલમાં ન આવે ? કઈ નાસ્તિકદશા આ? નાસ્તિકને તો આત્મા જ માનવો નહિ, પછી શું કામ આ રોગોની ચિંતા જ કરે ? પણ સાચા આસ્તિકને તો એની ચિંતા હોય. એટલે તો એ પોતાના તો શું, પણે આશ્રિતના યે આ રોગો માટે સચિંત હોય, એ રોગો નાબૂદ કરવાની ગડમથલમાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org