SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન રહે એવું કોશા વેશ્યાના ઘરમાં સ્થૂલભદ્ર સ્વામીનું બ્રહ્મચર્યનું પાલન છે, એ હિસાબે એ તો એક અલૌકિક મહાપુરુષ છે, એમના માટે આ સમકિત ઘવાવાનું નથી વિચારવાનું. એ મહાપુરૂષના અંતરના ભાવને આપણે ન પિછાણી શકીએ. તેથી અનુચિત કલ્પના કરવા જતાં એમનું અલૌકિક બ્રહ્મચર્ય, તથા જટિલ પૂર્વશાસ્ત્રો ઝડપથી ભાગવાનો એમનો એકલાનો અથાગ પરિશ્રમ, અને એમની મહાપ્રભાવક યુગપ્રધાનતા વગેરે પ્રત્યે આપણને અનાદર થવાનો ભય છે. જ્યાં એક મામુલી અને ક્ષણિક માનાકાંક્ષા અને ક્યાં અલૌકિક બ્રહ્મચર્યાદિ મહાન વિશેષતાઓ? માટે એમના અંગે જરાય સમકિત ઘવાયાની અનુચિત કલ્પનામાં નહિ જવાનું. પરંતુ આપણી જાત માટે તો અવશ્ય સાવધાન બનવાનું છે કે નાની પાગ ભૂલ અને નાનો અલ્પ પણ કષાય જો ખોટો નહિ લાગે, ત્યાજ્ય નહિ મનાય, તો સમકિત ઘવાવાનો સંભવ છે. એટલે કદાચ સારું આચરવાનું ઓછું બને, પણ માન્યતા તો સંપૂર્ણ જોઈએ કે, “મોટું યા નાનું પણ પાપ, તે પાપ. ને પાપ એ ખોટું તે ખોટું.” આપણી વાત આ ચાલે છે કે સ્વાધ્યાયધર્મની સાધના આહારાદિની અને માનાકાંક્ષાદિ કષાયની સંજ્ઞાને દબાવીને કરવાની છે. તો એ શાસ્ત્રબોધનો પ્રયત્ન એકાંતે ફળદાયી બને. સ્થૂલભદ્ર સ્વામીને શાસ્ત્રબોધ પર એટલી જરાક માનાકાંક્ષાની કષાયસંજ્ઞા ઉઠી અને એની પ્રવૃત્તિ કરી, તો પછીથી વાચનાચાર્ય ભદ્રબાહુ સ્વામીએ એમને આગળ ભણાવવાની ના પાડી દીધી; કેમ ? એમણે કહી દીધું કે ' તારી પાત્રતા આટલી જ છે,' સ્થૂલભદ્ર સ્વામીએ માનાકાંક્ષામાં બેનોને સિંહનું રૂપ બતાવાનું કર્યું હશે ત્યારે એમને આ થોડો જ ખ્યાલ હશે કે આમાં તો હું આગળના ચાર પૂર્વ પામવા અયોગ્ય ઠરીશ ?” ના, કશી એવી કલ્પના નહિ. નહિતર તુચ્છ લાભમાં મહાલાભ થોડો જ જતો કરે ? એટલે ભલે કલ્પના નહિ, છતાં ય ગુરુએ તો એમની જ્ઞાનપ્રગતિની કક્ષા એટલી જ બાંધી દીધી. ગુરુ અલ્પજ્ઞ નથી, મહાજ્ઞાની છે, શ્રુતકેવળી ભગવાન છે, એ જ્ઞાનથી, જે નક્કી કરે છે એ વ્યાજબી છે. એટલે એવા ગુરુએ એ બરાબર નક્કી ન કર્યું એમ કહેવાય નહિ. જરાક માનાકાંક્ષામાં ક્યાં પહોંચ્યું? માનના લોભે ઉપરનું મહાજ્ઞાન ગુમાવરાવ્યું. ખૂબી જુઓ, એમને ભાણતાં એ ઉદ્દેશ નહોતો તોય વચમાં જરાક માનાકાંક્ષા લાવ્યા તો ય આ મહા નુકસાન ઊભું થયું. તો પછી આખુંય શાસ્ત્રઅધ્યયન માનાકાંક્ષાથી કરે તો કેટલું યંકર નુકશાન? માટે વાત આ છે કે - અનંતજ્ઞાની તીર્થકર ભગવાનની વાણીનાં શાસ્ત્રોનો સ્વાધ્યાય એ અનંતકમ ક્ષયકારી મહાપવિત્ર સાધના છે, મહામંગળકારી આરાધના છે, એને કોધાદિસંજ્ઞાઓથી અભડાવો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy