SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪) ૧૬૪, ધ્યાન અને જીવન પ્ર૦ - બગડ્યું તો ખરું જ ને ? ધવળ એમને મારી નાખવા રાતના એમના મહેલ પર ચડ્યો ને ? ઉ૦- ચડ્યો ખરો, પણ શું તેથી શ્રીપાળનું બગડ્યું ? ના, ભાગ્ય જોરદાર હતું તેથી બગડે શાનું ? ને ભાગ્ય જ નબળું હોય તો બગડે, પણ તે કાંઈ અન્યાયીને પીટો એટલે ન જ બગડે એવું નહિ. માનો ને કદાચ ધવળને થાણાના રાજાએ મારી નાખ્યો હોત, તો પાગ જો શ્રીપાળનું ભાગ્ય નબળું હોત તો બીજા કોઈ તરફથી એનું બગડત. એટલે, આપણું બગડવા ન બગડવાને આધાર તો આપણાં ભાગ્ય પર છે; પણ નહિ કે અન્યાયીને શિક્ષા ન કરવા પર, યા શિક્ષા કરવા ઉપર. જ્ઞાની કહે છે, “સતાં પુલ્વયાણ કમાણ પાવએ ફલવિયાગ, અવરાહેસુ ગુણે સુ ય નિમિત્તમિત પર હોઈ છે' -અર્થાત્ ‘જીવને બધો ય (સારો નરસો) ફળપાક પોતાના પૂર્વકૃત કર્મનો જ મળે છે. નરસું થાય કે સારું થાય એમાં બીજો તો નિમિત્તમાત્ર હોય છે, (ખરું તો સ્વકૃત પૂર્વ કર્મ જ જવાબદાર છે.) આ સનાતન સત્ય છે. સર્વ કાળ માટે આ નિયમ કે જીવને પોતાના શુભાશુભ કર્મથી સારું-નરસું ભોગવવાનું થાય. પંચસૂત્રકાર કહે છે, ‘જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, એ અનાદિ કર્મસંયોગથી બનેલો જીવને કર્મનો સંયોગ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, એ હોય એટલે એનું ફળ ભોગવવું પડે જ, ફળ ભોગવાતાં એ કર્મ જાય. ત્યાં વળી કર્મસંયોગનાં કારણ હાજર હોય એટલે નવા કર્મસંયોગ થાય. પછી એના લીધે ફળભોગ કરવા પડે. સમ્યત્વનાં સ્થાનમાં ત્રીજું-ચોથું સ્થાન આ છે,‘જીવ કર્મનો કર્તા છે; કર્મના ફળનો ભોક્તા છે,' આહાર-વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે એટલે રોગ ઊભો થાય. એ ઊભો થયો એટલે પીડા ભોગવવી પડે. એ ભોગવતાં વળી ચૂકે તો રોગવિકાર ઊભા. પછી એની પીડા ભોગવવાની. રોગ વિના પીડા નહિ. કર્મ વિના ફળભોગ નહિ. કર્મફળની શ્રદ્ધા હોય તો શુભ ફળમાં અભિમાન-ઉન્માદ ન થાય, અશુભ ફળમાં દુઃખદીનતા નહિ. શુભ ફળમાં દેખાય કે “આ તો કર્મની શાબાશી છે. મારે અભિમાન શું કરવું ? એ કર્મ વળી શાશ્વત નથી, નાશવંત છે; ભોગવાઈ પૂરું થઈ જશે. પછી શુભકર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy