________________
ધ્યાન અને જીવન - બેસી નથી રહેતા. શું આ ? નિમિત્ત છે તો કાર્ય થાય છે, નહિતર નહિ. એ સૂચવે છે કે નિમિત્ત કશું કરતું નથી એમ નહિ, પણ નિમિત્ત કાર્ય કરે છે. સારું નિમિત્તે સારું કાર્ય કરે, નરસું નિમિત્ત નરસું કાર્ય કરે - આ સામાન્ય નિયમ. નિમિત્તે પતન :
મંત્રી પત્નીને રાજકુમારની પ્રાર્થનાનું નિમિત્ત નહોતું મળ્યું ત્યાં સુધી એ ડાહી હતી, પણ એ નિમિત્ત મળતાં પાગલ થઈ. એમ રાજકુમારે રૂપાળી મંત્રી પત્નીનું દર્શન વધાવ્યું, તો પહેલાં જે એ શાણો સદાચારી હતો તે હવે મુઢ દુરાચારકાંક્ષી બન્યો.
નિમિત્તની ભયાનકતા હજી આગળ જુઓ. મંત્રી પત્નીને એકવારની પણ પ્રાર્થનાનું નિમિત્ત મળ્યું, તો એને ય વાસના જાગતી થઈ અને એના ઘરે ખાનગી મુલાકાત ચાલી. પરંતુ હવે એ રાજકુમારને કરગરતી કહે, “તમે મને બહુ ગમો છો. પણ પતિ મને એકલી મૂકતા જ નથી, તેથી આપણો યોગ ક્યાંથી બને ? માટે એક કામ કરો, જેથી કાયમી યોગ થઈ જાય.'
રાજકુમારે તો એકવાર ખોટી પ્રાર્થનાનું નિમિત્ત ઊભું કર્યું છે ને ? એ એને ય હવસ લગાડે છે. મંત્રી પત્નીના દીનતાભર્યા બોલનું નિમિત્ત મળ્યું, પછી એવું નિમિત્ત એને કેમ ન પછાડે? એ ય ઘેલો થઈ કહે છે, “બોલ, શું કરું? જે કહે તે કરવા તૈયાર છું. પરંતુ જો જે હોં, અહીંથી ભાગી જવાય એમ નથી. અહીં રહીને જે કાંઈ થતું હોય તે જરૂર કરીશ.'
મંત્રીપત્ની કહે, “હા, એવું જ અહીં રહીને જ કરવાનું છે.”
બંને ક્યાં ઉપડ્યા ? કાયમી અપકૃત્યના ઉપાય તરફ. કેમ ? એકવાર નાનું પણ અપકૃત્ય આચર્યું હતું માટે. કાયમી પતનનું એ નિમિત્ત બની ગયું. પહેલાં બંને ડાહ્યા. પરંતુ એકવારનું નિમિત્ત ઊભું કરવાથી પછીથી બંને ગાંડા બન્યા. આ સૂચવે છે કે,
ભાવી અપકૃત્ય-અસત્ વચનની પરંપરાથી બચવું હોય તો જીવનમાં એકવાર પણ એને સ્થાન ન આપો.
એકવારના પણ અકાર્યથી હવસ જાગશે, હરામચસકો લાગશે. આજના જે છોકરા ખરાબ સંસર્ગે એકવાર પણ સીગરેટની કુંક મારે છે, યા કામની ખોટી ચેષ્ટામાં પડે છે, એનાં પછી જીવન પાયમાલ થાય છે. એમ સામાની અયોગ્ય લલચામણ તરફ મન દે છે. એય કાયમી કુટેવના ભોગ બને છે. બંને નિમિત્ત ખોટાં. બંનેમાં મરો. એકવાર પણ અપશબ્દ કે જુઠ બોલ્યા, કોઈની નિંદા કરી, તો પછી એની પરંપરા લમણે લખાશે. એમ ખોટામાં લલચાયા, તો એની પરંપરા ચાલવાની. માટે
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org