SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૫૦ મન પવિત્ર બન્યા કરે. બસ, બધી ય તન-મન-ધન તથા વચન અને ઈન્દ્રિયોથી ધર્મપ્રવૃત્તિ કરું તે શુભ ધ્યાન માટે, મન પવિત્ર રાખવા માટે, મન સુધારવા માટે. આ ધગશ જો જાગી જાય, તો દરેક દરેક ધર્મપ્રવૃત્તિ કરતાં કરતાં આ ચોંટ રહેશે કે આમાં મન શુભ ધ્યાનમાં રહે છે ને ? કોઈ અશુભ ધ્યાન ઘુસી નથી જતું ને? વાત આ છે કે ધર્મપ્રવૃત્તિ શુભ ધ્યાનના ઉદ્દેશથી થવી જોઈએ. ‘આ ધર્મપ્રવૃત્તિ કરતાં કરતાં મારે મનને શુભ ધ્યાનમાં રાખવું છે,’- એ ઉદ્દેશ, એ ચોંટ એ તકેદારી જોઈએ. પછી એ ચોંટથી ધર્મપ્રવૃત્તિ શરું કરી એટલે એમાં સાવધાની રહેશે કે મન એ પ્રવૃત્તિના જ ધ્યાનમાં છે ને ? નાની દેવદર્શનની ક્રિયા વખતે પણ આ ચોંટ રાખી એટલે પછી ત્યાં મન બીજા-ત્રીજા વિચારમાં નહિ જાય, કોઈ કષાયમાં નહિ જાય, કે ડાફોળિયા નહિ મરાય, યા મન સુસ્ત નહિ બને. ભય છે કે ‘રખે ને શુભ ધ્યાન ગુમાવાય તો ?' એટલે દર્શન કરતાં કરતાં મનને બરાબર પરમાત્માનાં સ્વરૂપમાં, જીવનમાં, ગુણોમાં, અને ઉપકારમાં લગાવાશે. ત્યાં મનને એમ થશે કે, પ્રભુદર્શનને શુભ ધ્યાન શું કરવું ? ‘પ્રભુ ! તમારું જીવન કેટલું બધું આદર્શ અને અદ્ભૂત ! ઠેઠ બાળપણથી વૈરાગ્યે ઝળકતું ! માતા પિતા વગેરે તમારા પર અથાગ રાગ વરસાવે છે, પરંતુ તમને એમના ઉપર કોઈ આસક્તિ નથી કોઈ રાગ નથી. કેવો જવલંત વૈરાગ્ય ! ત્યારે તમારું જીવન કેટલું ઉમદા, કે રાજકુળમાં વૈભવવિષયો તો ઊંચી કોટિના છે જ, એમાં વળી દેવતાઓ તમારા હિસાબે ઘરમાં કરોડો રત્ન-મોતી-સોનૈયાના વરસાદ વરસાવે છે. છતાં તમને એનું જરાય ગુમાન નથી, એના પર લેશમાત્ર રાગ-આકર્ષણ મમત્વ નથી ! જીવન કેવું ઉમદા ? ત્યારે, વાહ પ્રભુ ! કેવું પરાક્રમી તમારું જીવન કે સુકોમળ અને સમૃદ્ધિ-સન્માનભર્યા શરીરે પણ કઠોર સંયમ અને ભીષ્મ ત્યાગ-તપસ્યા આદરવાનું તથા ઘોર ઉપસર્ગપરિસહોને સહવાનું કર્યું ! કેવું પરાક્રમ ! પ્રભુ ! તમારું કેવું દિવ્ય જીવન, કે કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય બન્યા, શિવસુંદરી સાથે સગાઈ થઈ જઈ વિવાહ-લગ્ન નક્કી થઈ ગયા, છતાં આપ પાછા ઘરે ન જઈ બેઠા; પણ પૃથ્વીતલ ઉપર પગે ચાલીને ચારિત્રજીવનથી વિચર્યા ! આમ, કેટલું બધું ઊંચું ધન્ય જીવન તમારું ! ‘ત્યારે હે નાથ ! તમારા અનંત ગુણોને હું તો શું, કિંતુ મોટા કેવળજ્ઞાની પણ ન ગાઈ શકે. એ એકેક ગુણ કેવો ઊંચો ! વૈરાગ્ય-અનાસક્તિ-અમમત્વ અજોડ કોટિના! ગંભીરતા કેવી ઊંચી કે સ્વયંભૂરમણસમુદ્રને ટપી જાય એવી ! ઘરમાં રહ્યા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy