________________
જિનદર્શને ચિંતન
(૧૪૯) જ મન બગડવા દેવું નહિ. મન સુધારવાનો ઉપાય પવિત્ર ધર્મસાધનાઓ છે. પરંતુ ઘણાની ફરિયાદ છે કે એમાં મન સ્થિર જ રહેતું નથી એટલે જ આ વિચારણા ચાલે છે કે બધીય ધર્મસાધના કરતાં આ ચોંટ રાખો કે ‘મારે આ સાધના મનને સુધારવા માટે સ્થિર કરવા માટે કરવાની છે. એટલે મને એવું બને છે ને ? એ જોયા કરું.’ ત્યારે જો મનને એમ થાય કે
મનને પવિત્ર કરનારી ભાવનાઓ :(૧) દુનિયાદારીમાં તો મન બહુ અશુભ વિચારોમાં અને અશુભ ધ્યાનમાં જાય છે. એવા પાપી બન્યા રહેતા મનને પવિત્ર શી રીતે કરવાનું ? ત્યારે દુનિયાદારી તો જીવનભર રહેવાની. તો પછી ઠેઠ સુધી મન શું અપવિત્ર પાપી જ રાખવાનું? ના, રખાય નહિ; કેમકે ભવાંતરે એના ભયંકર દુ:ખદ પરિણામ છે. ત્યાં વારસો આ અપવિત્ર પાપી મનનો, અને તેથી તો પ્રવૃત્તિ બધી પાપિષ્ટ જ ચાલે. ત્યારે ભાવી ભાવો માટે આ એક ભયંકર વારસો બની જાય ! એ કયાં લઈ ચાલું ? માટે મનને પવિત્ર શુભ ધ્યાનવાળું રાખવા શુભ પ્રવૃત્તિમાં રહું.'
(૨) વળી અહીં મન પાપી અપવિત્ર રહ્યા કરવાથી આત્મા પર અશુભ કમોના ગંજના ગંજ ખડકાયા કરે, એનાં ફળમાં દારુણ દુ:ખ કયાં વેઠયા કરું? માટે એ અટકાવવા મનને પવિત્ર રાખું, ને એ શુભ પ્રવૃત્તિથી રહે.' ,
(૩) ત્યારે મોટી વાત આ, કે મન પવિત્ર કરવા માટે ને ભાવ શુભ કેળવવા માટે તો મનુષ્ય ભવ જ અનન્ય સાધન છે. એટલે આ ભવને જો એ કાર્ય કર્યા વિના એળે કાઢે, તો પછી ફરી આવો માનવભવ કયાં મળવનો ? અને મન પવિત્ર કરવાનું કાર્ય કયાં થવાનું? મન અપવિત્ર રાખીને તો હલકા તિર્યંચના ભવોમાં તે ઠેઠ એકેન્દ્રિય સુધીના ભાવોમાં ઊતરી જવાનું થાય. પછી ઊંચે કયારે અવાય? એટલે
માનવભવ મનને પવિત્ર કરવા માટેની જ Refinery છે, સંશોધનશાળા છે.
‘એમાં એ જ કામ કરવાનું હોય; અને એ મને પવિત્ર કરવા માટે શુભ ધ્યાન કેળવવું પડે, એ કાંઈ દુનિયાદારી ચલાવવામાં ન થાય.'
-આમ જો વારંવાર વિચારવામાં આવે તો મનને પવિત્ર બનાવવાની એક ભૂખ ઊભી થાય. એ ભૂખ પણ જોરદાર ભૂખ બને તો પછી એના માટે ખોજ રહે કે ‘કયાં કયાં મનને પવિત્ર રાખ્યા કરું ?' ત્યાં દેખાય કે,
દુનિયાદારીની પ્રવૃત્તિમાં તો મન આરંભ-પરિગ્રહ, વિષયો-વિલાસો, અને મદ-માનાકાંક્ષાદિમાં રમ્યા કરે છે, ત્યાં પવિત્રતા ક્યાં ?
“એમાં તો મન અપવિત્ર જ રહ્યા કરે. માટે શુભ ધર્મક્રિયા, ધર્મ-બોલ, ધર્મઆચાર જે સેવ્યા કરું તો મનને એમાં સહેલાઈથી શુભ ધ્યાનમાં રમતું રાખી શકાય, અને એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org