________________
[ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન |
(૧૦૩)
ગાતા હતા, એટલે મહાબળ રાજા તો આનંદથી રાજયપાટ ભોગવતા બેઠા હતા, પરંતુ હવે એક જ માસનું આયુષ્ય બાકી છે.' એમ મંત્રી દ્વારા જ્ઞાની ભગવંતનું વચન જાણવામાં આવતાં જ ચોંકયા ! મનને થયું કે “અરે ? જિનેશ્વરદેવ જીવનમાં કર્તવ્ય શું કહે છે, અને હું શું કરતો બેસી રહ્યો છું?' ઉપાદેય તત્ત્વ પર શ્રધ્ધા થઈ એથી એ સિવાયના સંસાર પર વૈરાગ્ય થયો. મનને થયું કે 'વિષયોના ભોગ અને રંગરાગ જ જો કર્તવ્ય હોય તો એ તો નાના કીડા-મંકોડાથી માંડી મોટામોટા હાથી જેવા પ્રાણીઓ ય કરી રહ્યા છે. પણ એથી શું જન્મ-મરણની જંજાળ મટે ? એમ થતું હોત તો આખી દુનિયા એ જંજાળથી છૂટી મોક્ષ પામી ગઈ હોત. ના, એ વિષયોના રંગરાગ, અને એની પાછળ કરાતા કોધાદિ કષાયો, તથા હિંસાદિ દુષ્કૃત્યો તો જીવને ચોરાશી લાખ યોનિઓમાં ભમાવે છે, જનમ-મરણ જનમ-મરણ કરાવ્યા જ કરે છે. એટલે વિષયોના રંગરાગ, કષાયો અને હિંસાદિ એ કાંઈ સમજદારીવાળા મનુષ્ય ભવનું કર્તવ્ય ન હોય. કર્તવ્ય તો એ વિષય કષાય-અને હિંસાદિના ત્યાગ કરી અહિંસાસંયમ-તપ આરાધના એ જ હોય. તો પછી એ વિષયસંગ, એ કષાયો અને એ હિંસાદિ શા માટે હવે કરું ?” આમ ઉપાદેય તત્વની શ્રધ્ધાથી વૈરાગ્ય ઝળહળી ઉઠયો. ધર્મ કયારે ? પુણ્યના ઉદયે ? :
ખૂબી કેવી છે કે માણસને આયુષ્ય વગેરેનું સારું પુણ્ય પહોંચતું હોય ત્યાં સુધી પાપ છોડવાનું સુઝતું નથી, તો પછી પુણ્ય ખૂટવા આવે ત્યારે એ છોડી ધર્મ કરવાનું સૂઝે ? ધર્મ કયારે સૂઝે ? પુણ્ય ભરચક હોય ત્યારે? કે પુણ્ય ખૂટવા આવે ત્યારે ? ધર્મની વાત આવે, ધર્મ કેમ નથી કરતા? એવો સવાલ આવે ત્યારે એમ કહે છે, કે 'પુણ્યનો ઉદય નથી.”
શું આ વ્યાજબી જવાબ છે ? હેં ? પુણ્યનો ઉદય છે માટે ધર્મ નથી થતો ? કે પુણ્યનો ઉદય નથી માટે ધર્મ નથી થતો? દેખાય જ છે કે પુણ્યના ઉદયથી સુખની સગવડ સામગ્રી મળી છે માટે જ એના રંગ-રાગ-ભોગવિલાસમાં જીવ પડયો હોઇ ધર્મ નથી સુઝતો. પુણ્યના ઉદયે તો ધર્મ મોંઘો થઈ ગયો.
ધર્મ માટે કોઈ પુણ્ય છે ? :
પ્ર0 - પણ એ તો ભોગનું પુણ્ય ને ? ધર્મનું પુણ્ય કયાં ઉદયમાં છે ? એ ન હોય તો ધર્મ કયાંથી થાય ?
ઉ0 - આ તો ઉડાવવાની વાત છે, સમજ વિનાનો ઉત્તર છે. ખરી રીતે એ વિચારો કે ધર્મનું પુણ્ય એટલે શું? ધર્મની બુદ્ધિ થવી, ધર્મ કરવો, એ? ના, એ તો પોતાની ઈચ્છા ગરજ અને ઉદ્યમની વસ્તુ છે. દુનિયાના વિષયોમાં દેખાય છે કે એ વિષયોની ઈચ્છા હોય છે તો એ મેળવવા-સેવવાની બુદ્ધિ ઝટ થાય છે. તેમજ એનો ઉદ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org