SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦) ધ્યાન અને જીવન પ્રકારે શેય, હેય અને ઉપાદેય. એમાં (૧) શેય તત્વ જીવ અને અજીવ એનું માત્ર શેય તરીકે ચિંતન કરતા જાઓ તો એ જીવ અજીવ પર રાગ યા શ્વેષ કરવા યોગ્ય નહિ લાગે, માત્ર એ જાણવા યોગ્ય જ છે' એવું મનને ઠસતું જશે. એથી એના પર વૈરાગ્ય જાગશે-ખીલશે-વધશે. એ રીતે (૨) આશ્રવ, પાપ, અને બંધ એ હેય તત્વ. એનું હેય તરીકે ચિંતન કરતાં રહો તેથી દિલને બરાબર હેય તરીકે ઠસી જવાથી એના પર આંધળો રાગ નહિ થાય, વૈરાગ્ય થશે. (૩) એવું ઉપાદેય તત્ત્વ સંવર નિર્જરા, એની એ તરીકેની શ્રદ્ધા પર રાગ થશે, અને તેથીજ ઉપાદેય નહિ એવા સંસાર પ્રત્યે વૈરાગ્ય થશે. (૩) ઉપાદેય તત્ત્વશ્રદ્ધાથી વૈરાગ્ય પ્ર૭ - શ્રદ્ધાથી વૈરાગ્ય થાય કે વૈરાગ્યથી શ્રદ્ધા? ઉ૦- સમ્યગ્દર્શનનાં પાંચ લક્ષણ શમ, સંવેગ, વગેરે. માટે શાસ્ત્ર કહે છે કે એનો ચાલું કમ, પૂર્વાનુપૂર્વી કેમ, એ પ્રધાનતાની દ્રષ્ટિએ છે; અર્થાત્ સૌથી પ્રધાન શમ, પ્રશમ એનાથી બીજા નંબરે સંવેગ, પછી નિર્વેદ ત્રીજા નંબરે, અનુકંપા ચોથા નંબરે, આસ્તિકય પાંચમાં નંબરે. એ રીતે પ્રધાનતાનો કમ છે. પરંતુ આ લક્ષણ-ગુણોનો ઉત્પત્તિ કમ પાનુપૂર્વીથી છે, અર્થાત્ પહેલાં આસ્તિકય આવે, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ, છેલ્લો શમ ગુણ ઉત્પન્ન થાય. આમાં દેખાશે કે ‘આસ્તિકય” યાને જિનવચનની અટળ શ્રદ્ધા પહેલાં ઉત્પન્ન થાય, ને નિર્વેદ યાને ભવરાગ્ય પછી થાય. આમ શ્રધ્ધાથી વૈરાગ્ય થાય. જાઓ મેઘકુમાર સુબાહુકુમાર જંબૂકુમાર વગેરેએ જિનવાણી સાંભળી એના પર શ્રધ્ધા ઊભી કરી, તો તેથી જ વૈરાગ્ય ઝળહળી ઉઠયો. ઈદ્રભૂતિ ગૌતમે મહાવીર પ્રભુનાં વચન સાંભળ્યાં, વચને કહેલાં તત્ત્વ પર રુચિ થઈ, એથી વૈરાગ્ય પામી ત્યાં ને ત્યાં ચારિત્ર સ્વીકારી લીધું આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય. શ્રધ્ધાયુક્ત તત્ત્વચિંતનમાં અનેરી તાકાત છે. એમાં ઉપાદેય તત્ત્વ પ્રત્યે ઉપાદેય તરીકેની શ્રધ્ધા થાય, અર્થાત્ પુણ્ય-સંવર-નિર્જરા-મોક્ષ ચારે મહાકર્તિવ્ય લાગે, સંસાર પર વૈરાગ્ય ઝળહળી ઊઠે. પહેલાં આપણે જોઈ ગયા ઝષભદેવ ભગવાનના જીવ મહાબળ એ રાજામાં આજ બન્યું. મંત્રીએ બહારથી જ્ઞાની ભગવંત પાસેથી રાજાનું આયુષ્ય માત્ર એક માસનું બાકી જાણી, આવીને રાજાને સાવધાન કર્યા કે “મહારાજા ! સર્વજ્ઞ જિનેશ્વર ભગવાન માનવજીવનમાં અહિંસા-સંયમ-તપને જ કર્તવ્ય તરીકે બતાવે છે. પરંતુ રાજાને પહેલાં તો આ જિનવચન પર એવી શ્રધ્ધા ન થઈ તેથી વૈરાગ્ય કયાંથી થાય ? એનું કારણ એ રંગરાગમાં મસ્ત તો હતા જ, એમાં ખુશામતિયા મંત્રીઓ સંસારસુખની વાહવાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy