________________
૧૮ ધ્યાન અને જીવન
જાય. પછી તો એમ બે વાર, પાંચ વાર, આંખ પરસ્ત્રીને જોતી અટકાવ્યાથી મનને સંતોષ થશે કે હાશ ! પાંચ વાર લફરીઓ સામે તો આવી પણ એનાં પાપ દર્શનથી બચ્યો.' આવી ગણતરીમાં આગળ બચવાની હોંશ રહેશે.
આ માટે બાળપોથીનો પાઠ આ, કે જ્યાં કાંઈ પણ જોવાનું કૌતક જોરમાં ઊઠ્યું તે રોક્યું રોકાતું ન હોય તો તરત અંદર મનમાં એ કલ્પી લેવાનું કે ‘આવું હશે એમાં શું જોવું હતું ?' આમ બહાર જે ને તે જોવાનું કેટલીકવાર ટાળ્યા પછી કૌતક-આતુરતા ઘટી જશે, પછી જોવાની ભૂખ જ નહિ, એટલે મનમાં ય કલ્પવાની વાત બંધ.
મુનિ કેમ ઢીલા પડ્યા ? :
આષાઢાભૂતિ મુનિ નાટકિયાની યુવાન પુત્રીઓના હાવભાવ ચેનચાળા જોવા મંડ્યા એટલે અંતે ઢીલા ભેંસ થઈ ગયા. એમાં એકવાર પેલીઓ કહે છે, ‘હવે મૂકી દો ને આ જોગ ? અહીં આવો.' મુનિ યુવતીઓના હાવભાવનું રોજનું દર્શનનું નિમિત્ત પામી પામીને ઢીલા તો પડતા જ ગયા હતા, એમાં હવે આ કામરાગભરી કોમળ માગણીનું નિમિત્ત મળતાં સંયમભાવનાથી તદ્દન ભ્રષ્ટ થઈ ગયા ! કહે છે, ‘હવે મુંઝાશો નહિ, ગુરુને કહી દઈને આ પાછો આવ્યો સમજો.'
ખરાબ નિમિત્તે શું કરે છે ? ભલભલા સારાને ય પાડી દે ! એમાં વળી યુવાન સ્ત્રીઓનાં રોજનાં દર્શન, તે ય એનાં રૂપ-લાવણ્યભર્યાં મુખ અને અંગના હાવભાવ સાથેનાં દર્શન શો સત્યાનાશ ન વાળે ? બીજી બાજુ સાધુની તપસ્યા, ત્યાગ, શાસ્ત્રસ્વાધ્યાય બહુ ય હોય, પરંતુ એ બધાને રદ બાતલ કરવાની તાકાત આ યુવતીદર્શનમાં છે. સિંહ ગુફાવાસી મુનિ ચાર મહિનાના ઉપવાસ કરીને સિંહની ગુફા આગળ નિર્ભયપણે ચોમાસું પૂર્ણ કરવાની તાકાતવાળા છતાં ઉપકોશા વેશ્યાના ઘરે જઈ એનું દર્શન કરવા માત્રથી પડ્યા ને ?
સ્ત્રીઓ પ્રભુનાં દર્શન કરવા ? કે પોતાનાં દર્શન કરાવવા ? :
સાધુઓ અને સદાચારીઓ માટે આજે કેવો કપરો કાળ આવી લાગ્યો છે ! તમે ઠેઠ ભગવાનના મંદિરે ગયા હો, પ્રભુની આગળ ભાવભક્તિ-ગુણગાન કરી રહ્યા હો, ત્યાં વચમાં કોઈ ગણિકા જેવા વેશવાળી બાઈ આવીને ઊભી રહેવા બહુ સંભવ. ત્યાં તરત તમારે આંખ મીંચ્યે જ છૂટકો, નહિતર તો મર્યા જ સમજો. કેમકે એ લફરીને પોતાને પ્રભુદર્શન કરવાની જે તમન્ના નથી હોતી એટલી તમન્ના બીજાને પોતાનાં અંગોપાંગનાં દર્શન કરાવવાની હોય છે ! દર્શન કરાવવા માટે તો ઢાંકવાના અંગોપાંગ ઉઘાડા રાખે છે. એને કોઈ દયા નથી કે આ બિચારા ગભરુ જીવો પ્રભુનાં દર્શન ભૂલી મારાં અંગોપાંગનાં દર્શન કરી પાપનાં પોટલાં બાંધશે ! માટે લાવ, હું મારું ઢાંકુ.' ના, કોઈ દયા નહિ, વિચાર નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org