SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ --- ધ્યાન અને જીવન ૧૭૯)જોરદાર બાહ્ય તપ આચર્યો. એમાં નવા પાપ તો અટક્યાં જ, ઉપરાંત એવી લબ્ધિ ઊભી થઈ કે દા.ત. પોતાનું થુંક લગાડી પોતાનો કોઢ રોગ મટાડી શકે. પણ ખૂબી એ, કે એમણે એમ રોગ મટાડ્યો નહિ. એમની એવી તત્ત્વસમજ હતી કે, રોગ પર ચક્રવર્તી મુનિની તત્ત્વસમજ: “આત્માના મોટા ખાને અશાતાદનીય પાપકર્મ પડ્યા હોય તો જ એ ઉદય પામી રોગ-પીડા લાવે. એટલે રોગની પીડા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ સૂચવે છે કે અંદરમાં પાપકર્મ પડ્યા જ છે. પોતાના પૂર્વબદ્ધ પાપના ઉદય વિના પોતાને પીડા આવે નહિ. માટે રોગને બળાત્કારે કાઢવાની જરૂર નથી. અંદરમાંથી પાપકચરો સાફ થઈ ગયે, કોઈ પીડા નહિ રહે. માટે રોગ દ્વારા પાપકચરાને ખત્મ થવા દેવો. જેટલી પીડા સહી લેવાય, એટલા પાપકચરા સાફ જ થાય છે. જેમ બાંધેલા કર્મ ઉદયમાં આવીને પીડા આપે છે, એમ પીડા ભોગવતાં એટલાં કર્મ નાશ પામતા જાય છે. કર્મ વિના પીડા આવે નહિ અને પીડા આપ્યા પછી કર્મ ઊભાં રહે નહિ. મૂળ કર્મરોગની જ ચિંતા રાખો : કર્મ ઉદય પામી પામીને ક્ષય પામી જ જાય. એટલે શારીરિક રોગનું મૂળ આત્માનો કર્મરોગ છે. એ મૂળ રોગ સાફ થવાની જ ચિંતા રાખવી. બાહ્ય રોગ સહતાં હતાં એટલા કર્મરોગ નાબૂદ થયે જાય છે, એની સાથે બાહ્ય તપથી બીજાં પણ કઈ કર્મરોગનો નાશ થતો આવે છે.' સનકુમાર મહામુનિની આ તત્ત્વસમજ હતી. તેથી કઠોર બાહ્ય તપ કરવા સાથે રોગ સત્યે જતા હતા. રોગ દવાથી કાઢવાની એમને કોઈ તત્પરતા નહિ. તેથી જ જ્યાં દેવતા ધવંતરીનું રૂપ કરી એમના રોગ કાઢવાનું કહેવા આવ્યા ત્યારે એમણે ઘસીને ના પાડતાં સ્પષ્ટ કહ્યું - બાહ્ય રોગ એ મિત્ર શાથી? : તમે તો મારા મિત્રને કાઢવા આવ્યા છો. રોગ તો મારા મિત્ર છે. એ મારો કર્મરોગ કાઢવામાં માને કર્મશત્રને હટાવવામાં સહાયક છે. એને કેમ મિટાવવા દઉં? બાકી જો રોગ એમજ મિટાવવા હોત તો હું જાતે મિટાવી દેત. પરંતુ એમ જો બાહ્ય રોગ અધરસ્તે મિટાવી દઉં, તો અંદરમાં કર્મરોગ બાકી રહી જાય એનું શું? જુઓ.” એમ કહીને પોતાના થુંકનો એક કણિયો પોતાની કોઢરોગથી વ્યાપ્ત આંગળી પર લગાડ્યો, ને કોઢ મટી આંગળી કંચનવર્સી થઈ ગઈ આમ રોગ સહર્ષ સહવા સાથે પ્રચંડ બાહ્ય તપની સાધના હતી, તેથી એવી લબ્ધિ ઉત્પન્ન થઈ ગયેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy