________________
આભ્યન્તર ત૫-૬ કાયોત્સર્ગ |
(૧૬૯) નિમિત્ત, સુંદર ભવ્ય આલંબન રાખીને અપવાદ-મા સેવે તે પણ મોક્ષ માટે થાય. સાધુને પોતાને માટે પણ (૨) અપૂર્વ શ્રુતગ્રહણની યા (૩) ગણરક્ષાની તમન્ના હોય તો એય સુંદર નિમિત્ત છે. એ નિમિત્તે ય દવા લઈ શરીર સ્વસ્થ કરે. આ શ્રુતઆરાધનાની તમન્ના કેટલી બધી એકાકાર હોય એનું દષ્ટાન્ત જુઓ.
શ્રુતઆરાધના પર દુર્બલિકાપુષ્યમિત્રનું દટાન્ત :દુર્બલિકાપુષ્યમિત્ર નામના એક મહામુનિ થઈ ગયા. જ્ઞાનાભ્યાસમાં એટલા બધા મગ્ન રહેતા, રાત દિવસ સૂત્રો ગોખવા, ગોખેલાનો પહેલેથી બોલીને મુખપાઠ કરી જવો, બોલીને અર્થ ચિંતન કરી જવું, આ બધી પ્રવૃત્તિ એવી ચાલતી કે એમાં ખાધેલું બધું હજમ; તે શરીર જ વધે નહિ. ગુરુ સાથે વિહાર કરતાં એક વાર પોતાના સંસારી વતનમાં પધાર્યા. મહારાજના સગાં આવ્યા.
પોતાના મહારાજને દુબળા જોઈ આચાર્ય મહારાજને કહે “ભગવાન્ ! અમારા મહારાજ દુબળા કેમ રહે છે ? એમને ત્યાગ, તપસ્યા બહુ કરાવતા લાગો છો.'
આચાર્યદવ કહે છે, “એવું કાંઈ નથી. એ તો સ્વાધ્યાયમાં એટલા બધા ઓતપ્રોત રહે છે કે એમણે વાપરેલો આહાર એમાં કુટું કુટું સ્વાહા થઈ જાય છે. પછી શરીર તગડું ન થાય.”
પેલા કહે, “આપ કહો છો તે બરાબર હશે પરંતુ અમને તો લાગે છે કે જરા ઘી દૂધ ઠીક ઠીક લે, તો શરીર વધી જાય. માટે અમારું વહોરાવેલું એમને વાપરવા દો. અમારા ઘેર અલગ જગામાં એમને રાખો.'
આચાર્ય મહારાજે જોયું કે આ સંબંધીઓને મનમાં ચારિત્રધર્મ માટે કોઈ ઉલટો ભાવ ન આવે કિન્તુ બહુમાન વધે એવું કરવું જરૂરી છે. તેથી એમણે કહ્યું, ‘ભલે.” દુર્બલિકાપુષ્યમિત્ર મુનિને બીજા મુનિ સાથે મોકલ્યા એમના ઘેર, અને કહી રાખ્યું કે સગાઓ જે ઘી દૂધ વહોરાવે તે વાપરજો.'
મુનિ ગયા; અલગ સ્થાનમાં ઊતર્યા. સગાઓ વહોરાવે તે વાપરતા. ૪ દિવસ, ૮ દિવસ, ૧૨ દિવસ થયા, પણ મુનિ તો દુબળા ને દુબળા.
એટલે સગાઓ આવીને આચાર્ય મહારાજને કહે “સાહેબ ! આ તો હજી દૂબળા જ રહે છે; તો કોઈ રોગ તો નહિ હોય ?'
આચાર્ય મહારાજ કહે, 'જુઓ, રોગ હોય તો તો ભારે પદાર્થ પચે જ શાના? ઝાડા વગેરે ન થાય ? બસ, કારણ તમને પહેલાં કહ્યું તે સ્વાધ્યાય-પરિશ્રમ છે. આ જોવું હોય તો જાઓ જોજો, હવે એમને માત્ર લખું લખું વહોરાવજો; અને એમને સ્વાધ્યાયશ્રમ બંધ કરવા કહેજો. પછી જોજો, તમને વસ્તુસ્થિતિ સમજાશે.' સગાં ગયાં. આચાર્ય મહારાજના આદેશથી મુનિશ્રીએ પણ એ રીતે લખું વહોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org