SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૫૧ પ્રતિક્રમણ નથી કરતા, તો પ્રતિક્રમણનાં સૂત્રોમાં જ્ઞાનીએ જે ઝીણવટથી એકેક પાપની ગણતરી કરી એના પશ્ચાત્તાપ-મિચ્છામિ દુક્કડં' કરાવ્યા છે, એવી ઝીણવટથી વિના-પ્રતિક્રમણે એ પાપ ક્યાં યાદ આવવાના ? અને ક્યાં સંતાપ થવાના ? ત્યારે પ્રતિક્રમણ વિના આત્મા પર રહી ગયેલાં પાપોના જંગી જુમલાનું ફળ કેટકેટલું ભોગવવાનું ? પ્રતિક્રમણ વિના રહી ગયેલા પાપોથી પરલોકે શું ? : આજનો જમાનો વિચિત્ર આવ્યો છે. માણસ ધર્મમાં પાંચ પૈસા ખરચીને કે દેવદર્શન કરીને સંતોષ માને છે ! અલ્યા પણ ઉભય ટંક પ્રતિક્રમણ વિના પાપોનાં જંગી જુમલાનો નિકાલ શી રીતે થવાનો ? ભલે ને એકાદ વેળા ઉપધાન પણ કરી લીધાં, કે પશુસણમાં આઠ-પંદર ઉપવાસ વગેરે કરી લીધું, પરંતુ પછી રોજિંદા પાર વિનાના મન-વચન-કાયાનાં દુષ્કૃત્યોથી પ્રતિસમય આત્મા પર લાગ્યા કરેલા પાપોના ગંજ શી રીતે ઊખડશે ? ન ઊખડ્યાં તો શું પરભવે પાર વિનાની પીડાઓ, પ્રતિકુળતાઓ ભોગવ્યા વિના ચાલશે ? અહીં જરા-જરાકશી પ્રતિકૂળતાઓ મનને દુભાવી નાખે છે, તો પરલોકમાં ઢગલો પ્રતિકુળતા-પીડાઓમાં મનના સંતાપ કેટકેટલા રહેવાના ? સંતાપ કેટલા બધા દીર્ઘ કાળ ચાલવાના ? એના કરતાં અહીં બે ઘડીનું પ્રતિક્રમણ કરી લેવું શું ખોટું ? એથી એ પાપકર્મોના થોક ઉખડી જાય એ કેવો મહાન લાભ ! અને ભવિષ્યમાં કેવો સુંદર બચાવ ! પ્રતિક્રમણની અગત્યતા સમજો છો ? મદનસિંહ શ્રાવક ઉભય કાળ પ્રતિક્રમણ કરવામાં ચુસ્ત હતો. દિલ્હીના બાદશાહ આગળ કોઈકે આની વાત કરી. બાદશાહને પારખું કરવાનું મન થયું, તે ગમે તે ગુનો ઊભો કરીને મદનસિંહને બેડીએ જકડીને જેલમાં નાખ્યો. હવે અહીં જુઓ કે સમય થતાં મદનસિંહને પ્રતિક્રમણ કરવું છે, પરંતુ એમ બેડીમાં રહીને બેઠા બેઠા લોચા-લાપશીથી પ્રતિક્રમણ થોડું જ થાય ? આ તો મહાન શ્રદ્ધાળુ શ્રાવક છે. તે બેઠા કાઉસ્સગ્ગ ને બેઠા ખમાસમણાં વગેરેથી પડિક્કમણું કર્યું ન માને. ત્યારે અહીં તો બેડી છે, શું કરવું ? તે એણે જેલરને કહ્યું, ‘મને એક પ્રતિક્રમણ કરવા બે ઘડી બેડીઓ છોડી નાખવાનું કર, તને એક ટાંક સોનું અપાવીશ. આમ રોજ બે પ્રતિક્રમણ માટે બે-બે ટાંક સોનું.' પેલાએ બેડી છોડી. રોજનાં બે પ્રતિક્રમણનાં બે બે ટાંક સોનું આપીને પણ પ્રતિક્રમણ કર્યાં. એ તો સસ્તીવારીનો જમાનો, ત્યાં બે ટાંક સોનું એટલે કેટલી બધી કિંમતનું ? ‘સોનું ભલે કિંમતી પણ પ્રતિક્રમણ એના કરતાં લાખોગણી કિંમતનું છે.’ ટાંક સોનું બચાવેલું પાપોના ગંજ નહિ ઉડાડે, ત્યારે સોનું ખર્ચ કરેલ પ્રતિક્રમણમાં એ તાકાત છે. એમ પાપો ઉઠ્યા પછી ભવિષ્યમાં દીર્ઘ કાળ કેટલી બધી નિરાંત ? મદનસિંહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy