SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ ૪ પ્રકારે ૩૧ અભ્યાસથી ભેંસ ઉચે ચડાવનાર રાણી * એક રાજાની સભામાં પરદેશથી મલ્લ આવ્યા, એમણે ભારે વજન ઉંચકવાઉછાળવા-ઝીલવા અંગે અંગબળના મોટા પ્રયોગો કરી બતાવ્યા. રાજા ચમત્કાર પામી ગયો. પછી મહેલમાં આવીને રાણીને એ વાત કરે છે ને કહે છે કે કેવા ચમત્કારિક મલ્લો !” રાણી કહે, “એમાં શાનો ચમત્કાર ? અભ્યાસથી બધું સાધ્ય થઈ શકે.” રાજા કહે છે, 'તારે તો બોલવાનું છે.” રાણી કહે, 'ના, હું કરી બતાવીશ.' થોડા દિવસ ગયા. મહેલના પાછળના ભાગમાં એક ભેંસ વિઆણી. રાણીએ કાછોટો મારી એનું તાજું જન્મેલું પાડું પોતાની બોચી પર લીધું અને આમતેમ ફેરવીને પછી મહેલના પાછલે દરવાજેથી ત્રણ દાદર ચડી ગઈ, પાછી ઉતરી; અને પાડું મૂકી દીધું. એ પ્રમાણે બપોરે કર્યું, સાંજે કર્યું. એમ રોજને રોજ કરવા લાગી. ચાલ્યું કામ આગળ. રોજ પાડું વજનમાં કેટલું વધે ? બહુ નહિ, ૧૦-૨૦-૩૦ તોલા જેવું. એટલે રોજના અભ્યાસમાં ઉંચકવાનું કાંઈ વધારે ન લાગે. પરંતુ બેએક મહિનામાં તો વજન મૂળ કરતાં વા-વા માગ વધી ગયું હોય. એય ઉંચકવામાં ભારે ન લાગે, એમ કરતાં મોટી તગડી ભેંસ તૈયાર થઈ ગઈ તો પણ રોજના અભ્યાસથી એને સહેલાઈથી બોચી પર ઉંચકીને ઉપર લઈ જતાં ને નીચે ઉતારતાં વાંધો નહોતો આવતો. બસ, હવે રાગીએ રાજાને કહ્યું “તમારે અભ્યાસથી થતો ચમત્કાર જેવો હોય તો બોલાવો તમારા મલ્લોને અને ભડવીર સુભટોને. તે દિવસ મને તમે કહેતા હતા કે “આ તો બોલવાનું છે ?' પણ ના, બોલવાનું નથી, કરી બતાવવાનું છે.' બોલાવ્યા મલ્લોને અને પહાડી કાયાના સુભટોને. રાણીએ પેલી તગડી જાડી પઠા જેવી ભેંસ આગળ કરી કહ્યું “આવો જે બહાદુર હોય તે આને ઉંચકીને ત્રણ દાદર ચડી જઈ મહેલની અગાસીમાં લઈ જાઓ, અને પછી નીચે ઉંચકીને લાવો. રાજા કહે, “અરે ! આ શી વાત કરો છો ? આવડી મોટી ભેંસ તે ઉંચકીને ઉપર ચડી શકાતું હશે ? રાણી બોલી, આપ જોયા કરો ને. આ મલ્લો અને સુભટો પહેલવાન છે. તે એમનામાંને ગમે તે એક આને ઉંચકીને ચડાવી દેશે, અને નહિ ચડાવી શકે તો પછી હું તો છું જ. હું એને ચડાવી દઈશ આમાં શી મોટી વાત છે ? મલ્લો અને સુભટોને પોરસ ચડયું. મનને થયું કે જો રાણી એક અબળાજાત પોતે ચડાવી દેવાનું કહે છે તો એમાં મોટી વાત નહિ હોય, લાવોને આપણે આમ ચપટીમાં ચડાવી દઈએ.” એક મલ્લ આગળ આવ્યો. ભેંસના પેટ નીચે બે હાથ ઘાલી ઉચકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy