SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) ધ્યાન અને જીવન | છે, પણ શું ઉચકાય ? ઉચકતાં ફેં ફેં થાય છે. છતાં માંડ થોડી ઉંચી કરી લઈ ગયો દાદર પાસે, પરંતુ એક બે પગથિયા પર ય ઉંચકીને ચડવું કેવી રીતે ! આગળ ભેંસ તો રખાય નહિ, ને પોતે આગળ રહી ભેંસ ઉંચકીને પગથિયા સામે પીઠ રાખી ચડાય કેમ? ૧-૨ પગથિયાં ચડતાં તો હાથ ને પગ લૂસ પડી ગયા. થયું. ભેંસ મૂકી દીધી નીચે. બીજે મલ્લ અને એકાદો સુભટ પણ બિચારા પ્રયત્ન કરવા ગયા કિન્તુ નિષ્ફળ! હવે કોઈ આગળ આવતું નથી. ત્યારે રાજા રાણીને કહે છે કે “આ તો કાંઈ બની શકે ? હજી ભેંસ જેટલા વજનનું પોટકું કે થેલો હોય તો તો માણસ એને માથે કે ખભે લઈને દાદર ચડી જાય, પરંતુ ભેંસ તે ઉચકવી ફાવતી હશે ? ભેંસને ઉંચકીને દાદર ચડે શી રીતે ? રાણી કહે મહારાજા! મને ફરમાવો એટલે હું એ ઉચકીને ચડી જાઉં છું કે નહિ તે જુઓ.’ રાજા કાનમાં કહે છે, પણ તું મારી આબરૂ કાઢીશ.” રાણીએ કાનમાં આશ્વાસન આપ્યું કે જુઓ આ તો મેં પહેલાં ચડાવેલ છે એટલે કહું છું. ફીકર ન કરશો દઈ દો રજા. રાજાએ રજા આપી, ને રાણીએ કછોટો મારી ભેંસના પેટ નીચે માથું ઘાલીને એને બોચી પર લઈ ઉંચકી, ગઈ દાદરા પાસે, અને ટપ ટપ પગથિયાં ચડી ગઈ. ત્રણ દાદર ચડી ભેંસને અગાસી પર ખડી કરી દીધી. બધાએ નીચેથી અગાસી પર ભેંસ જોઈ. પછી રાણી એને ઉંચકીને નીચે લઈ આવી. અલબત્ત એ વખતે પોતાનું શરીર વધારે નમતું રાખવું પડયું. રાજા અને બીજાઓ સ્તબ્ધ દિમૂઢ બની મોંઢું ફાડીને ઊભા રહી ગયા. ત્યારે રાણી કહે છે, “આમાં અચરિજ શું પામો? આ તો અભ્યાસની વસ્તુ છે, ચમત્કારની ચીજ નહિ. આ હું આને પાડી તરીકે જન્મી ત્યારથી રોજ આ પ્રમાણે સવાર બપોર સાંજ ઉપર ચડાવતી હતી. એ રોજના અભ્યાસ પર આજે મોટી ભેંસ પણ ઉચકીને અગાશી ઉપર ચડાવી શકાય છે.” રાજાને ગળે વાત ઉતરી ગઈ. હઠયોગ આ ભેંસ ચડાવવા જેવી અભ્યાસની ચીજ છે. આ પ્રમાણે આસનપ્રાણાયામમાં આગળ અભ્યાસ વધતાં જમીનની અંદર દટાઈને સમાધિ દિવસો સુધી રાખી શકાય છે. પરંતુ એ રાજયોગ નહિ; કેમકે એનાથી અંતરાત્માના કામક્રોધ-લોભ-રાગ-દ્વેષ-મત્સર વગેરે દોષોનું વિલીનીકરણ ન થાય. એ કરવા માટે તો એના પ્રતિપક્ષ બ્રહ્મચર્ય-ક્ષમા-નિસ્પૃહતા વૈરાગ્ય-ઉપશમ-પ્રમોદ વગેરે ગુણોનો અભ્યાસ જોઈએ, ગુણોના પોષક દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપની સતત અને દીર્ઘ કાળ સાધનાનો અભ્યાસ જોઈએ. માટે જ એ દર્શન આદિ અને એની સાધનાઓ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy