SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪) | ધ્યાન અને જીવન બુદ્ધિ બગાડી, આશય બગાડયો, નિયાણું કર્યું કે “આ સંયમ-તપનું કોઈ ફળ હોય તો મને આવી ઋદ્ધિ-વૈભવ મળો.' નિમિત્ત કેવું મારે છે ? : બસ, ઊંચી સંયમધર્મની અને તપધર્મની સાધના હતી એટલે પુણ્યના લીધે અહીં બ્રહ્મદત્ત ચક્રવર્તીના વૈભવ-વિલાસ પામ્યો. પરંતુ પેલો આશય બગાડેલો એનોય વારસો અહી ચાલી આવ્યો; એટલે હવે પેલા ભાઈ-મુનિ, કે જેમણે પૂર્વે આશય નહિ બગાડેલો તેથી અહીં પણ મુનિ અવધિજ્ઞાની બની ગયા છે, એ અહીં આવીને એને વૈરાગ્યનો ટંકશાળી ઉપદેશ આપે છે.છતાં આને એ લાગતો નથી! ઉપરથી એ પૂર્વના ભાઈની ઓળખ પડતાં, એ અવધિજ્ઞાની મહર્ષિ જેવાને પણ એમ કહે છે કે તમે શું કામ આ કષ્ટ વેઠો છો ? મને તમારી દયા આવે છે. મૂકી દો આ જોગ, અને આવો તમને રાજ્ય આપું, રૂપાળી રાજકન્યાઓ પરણાવું, અને તમે મોજ કરો.” પૂર્વે આશય બગાડીને આવ્યાના કેવા કરુણ પરિણામ? અહીં ઉપદેશની અસર નહિ. જાતને અધર્મ સૂઝે અને બીજાને ય અધર્મ સુઝાડે. અહીં જાતનું નિરીક્ષણ :બોલો તમને આવો અનુભવ છે ? ઉપદેશ ઉમદા સાંભળવા છતાં અસર નથી થતી એવું લાગે છે? એટલે સાંસારિક પાપો અને સુખ લાલસાઓ અકબંધ ઊભી રહે છે ને ? ઘરના છોકરા છોકરીઓને અને બીજાને પણ પાપો શીખવો છો ને? જાતને અને બીજાને પાપમાં ડૂબાડૂબ રાખવાનું હોંશથી ને ? પાપોની પ્રેરણા આપી ખુશી થાઓ છો ને ? તો એનું કારણ આ સમજી રાખો કે પૂર્વે થોડો ધર્મ કરી થોડું પુણ્ય લઈ આવ્યા તેથી થોડી સુખ-સામગ્રી તો મળી, પરંતુ ત્યાં આશય બગાડેલો, મનને થયેલું કે “ધર્મથી પૈસા-ટકા સુખસગવડ સારી મળો.' એની તીવ્ર આકાંક્ષા રહેલી તેથી એ મલિન આશયનો વારસો અહીં ઊતરી આવ્યો. એટલે હવે અહીં આશ્રિતોને પણ સારું આપવાનું કયાંથી સૂઝે ? પરંતુ હવે સાવધાન થવાનું છે. અગર જો અહીં સુખની લાલસા અને પાપસ્થાનકોનો પ્રેમ રહ્યા કરે છે, તો એ પૂર્વના ધર્મમાં રાખેલ મલિન આશયનું ફળ છે. તો પછી અહીં પાગ ધર્મ મલિન આશયથી કરશો તો એનું ફળ કેવું આવવાનું? માણસે ધર્મ કરતાં વિચાર કરવો જોઈએ કે, પૂર્વના ખરાબ આશયોથી તો અહીં સુખો અને પાપો ગમે છે, તો પછી હવે ધર્મ એવો સાધું કે “આ સુખરાગ-પાપરાગ મરે, સુખો અને પાપો ગોઝારાં લાગે. જેથી ધર્મનાં ફળ તરીકે એ પામવાની ઈચ્છા જ ન થાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy