SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૨) -[ધ્યાન અને જીવન | પૌલિક ઈષ્ટ વસ્તુઓનાં સંયોગ મળવાનું કે ટકવાનું તન્મય ચિંતન એ આર્તધ્યાન છે. તેમજ, પૌલિક ઈષ્ટ વિષયો સલામત રાખવામાં કશું ખોટું ન લાગે એમાં પરિગ્રહ પાપ હેય-ત્યાજ્યને બદલે ઉપાદેય-આદરણીય લાગવાથી મિથ્યાત્વ લાગે છે. જ્યાં આર્તધ્યાન સલામત હોય, આર્તધ્યાનના સંસ્કાર સલામત હોય, ‘મારે ધનમાલ-કાયાદિને હાશ ! ધક્કો નથી પહોંચતો’ એવી કલેજે ઠંડક હોય, ત્યાં ધર્મધ્યાન શાનું લાગે ? ધર્મધ્યાન-શુભધ્યાનમાં તો મનમાં વળાંક આત્માની વિષયાસકિત કષાયાવેશ વગેરે તરફથી ખસી વૈરાગ્ય-ઉપશમ નિર્વિકારતાદિ આત્માગો તરફ ઢળતો હોય. એના બદલે મનનો વળાંક વિષયાસક્તિ આદિમાં તદવસ્થ ખડો રહેતો હોય એવા મનમાં શુભધ્યાન પેસે જ શી રીતે ? એવું મન શુભધ્યાનમાં લાગે જ શાનું? તેમ વિષય-આરંભસમારંભાદિ પાપો ચાલુ રહે એમાં મનને કશો વાંધો ન લાગે, આ પાપો અકર્તવ્ય ન લાગે; એ તો ગાઢ મિથ્યાત્વ ઊભું રહ્યું. આવું ગાઢ મિથ્યાત્વ ઊભું હોય ત્યાં શુભ ધ્યાનનું અસ્તિત્વ જ શાનું? તામલી તાપસ, ભર્તુહરિ જેવા મિથ્યા માર્ગમાં પડેલા છતાં મંદ મિથ્યાત્વવાળા હોઈ આ પાપોને ભયંકર આત્મઘાતક લેખતા હતા તો જ સમકિતીની અપેક્ષાએ ઉતરતા પણ કાંઈક શુભધ્યાનમાં રહી શકતા હતા. ત્યારે અહીં એકલા ધ્યાનની પસંદગીમાં તો પાપો સલામત રાખવા છે, એ સલામતની કલેજે ઠંડક રાખવી છે. એવા ઠંડકવાળા મનમાં શુભધ્યાનનો પાયો જ કયાં મંડાય? શુભધ્યાન માટે પહેલું આ જરૂરી છે કે પાપોની બળતરા જોઈએ. આ બળતરા છે ? અનંતા ભૂતકાળમાં ચારિત્ર જેવા ઉત્કૃષ્ટ ધર્મ અનંતી વાર સાધ્યા, એમાં ધ્યાન પણ કયાં ઓછા કરેલા ? પરંતુ વિષયાસક્તિ-પાપની બળતરા નહોતી તેથી એ સાધના ને એ ધ્યાન બધાં જ નિષ્ફળ ગયા, આત્માનો લેશ પણ ઉદ્ધાર ન થયો. અહીંના ચારિત્રમાં દેખીતો વિષયત્યાગ હતો, પણ સરવાળે ઊંચા દેવતાઈ વિષયો કે માનસન્માનરૂપ વિષય જોઈતા હતા. દિલના ઉંડાણમાં એની આસકિત હતી. તેથી ધ્યાનનો ચાળો માત્ર થયો. ખરેખર શુભધ્યાન નહિ. તો પછી અહી પાગ એકલા ધ્યાનની પસંદગી પાછળ રહેલા પાપપ્રેમ આદિ દિલના મલિન ભાવ છતે શુભધ્યાન શાનું? શુભધ્યાન લગાડવા માટે (૧) અશ્રદ્ધા (૨) આર્તધ્યાન અને (૩) મિથ્યાત્વ "હટાવવાની જરૂર છે. . (૧) અશ્રદ્ધાને હટાવવા માટે પૂર્ણ જિનવચન-રાગ જોઈએ. (૨) આર્તધ્યાન મિટાવવા માટે (ક) દાન, શીલ, તપ, ભાવના ધર્મ, (ખ) ધર્મક્રિયાનાં કાયકષ્ટ, અને (ગ) વેપાર આદિમાં ખૂબ પરિમિતતા, આ ત્રાણ, તથા ચોથી વસ્તુ (ઘ) કષાયોના આવેશની અટકાયત જોઈએ. તથા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy