________________
યોગ ૪ પ્રકારે
૨૫
વિનય ભક્તિ-બહુમાન આદરવાથી અને એમના ગુણોમાં કાનને તલ્લીન કરવાથીજ હટે.
ગુરુની અને ગુરુના ગુણોની ઉપાસના કરવાની આડે સ્વાર્થ માયા નડે છે. વિષયરંગ નડે, કે કાયાની સુંવાળાશ નડે છે. પણ એ કશી કિંમતના નથી. એ બધા પરની મમતા જ ખોટી છે. ‘મારે ને એ સ્વાર્થ માયા, વિષયો કે કાયાને શું લાગે વળગે....?’ બસ આ ત્રણ પ્રત્યે અનાસક્તિની ભાવનામાં ચડતાં ચડતાં ક્ષણભર ખરેખર અનાસંગયોગ પર આરૂઢ થયા.
૩. યોગ જ પ્રકારે
૧ પ્રીતિ અનુષ્ઠાન યોગ. ૨ ભક્તિ-અનુષ્ઠાન યોગ. ૩ વચનાનુષ્ઠાન યોગ,
૪ અસંગાનુષ્ઠાન યોગ,
સાધના બે જાતની, ૧. સંજ્ઞાની સાધના અને ૨. પ્રજ્ઞાની સાધના. સંજ્ઞાની સાધના એટલે આહાર-વિષય-પરિગ્રહ અને નિદ્રા-આરામીની તથા કષાયોની સાધના. આ આખું જગત કરે છે.
આહાર સંજ્ઞામાં ‘બસ, સારું સારું ખાવાનું મળે તો છોડો નહિ.' આ આહારની લત અને એનો પ્રયત્ન રહે છે. એ આહારસંજ્ઞાની સાધના છે. પેટ ભરીને ઊઠ્યો હોય તો ય પછી કોઈ સારી ચીજ આવતા એ સહેજ પણ ખાવાનો રસ રહે, છેવટે મુખવાસ ચગરવાની લત રહે, એ આહારસંશા કરાવે છે.
આહારસંજ્ઞાને લીધે તિથિ આવતાં નીસાસો પડે છે, ‘હાય! આજે કાંઈક તપ કરવો પડશે !’ તપ ચાલુ કર્યો ત્યાં પણ મનને ગ્લાની રહે છે, મન સુસ્ત રહે છે કે ‘આજે મારે ખાવાનું નથી.’ મનમાં બીજા દિવસે ખાવાના મીઠા મીઠા વિચાર આવે છે. આ બધું આહારસંજ્ઞાનું તોફાન છે.
વિષયસંજ્ઞામાં પાંચે ઈન્દ્રિયોના સારા સારા વિષયો શબ્દ-રૂપ-રસ-ગંધ સ્પર્શની લગની રહે છે. જગતના એ સારા સારા લાગતા પદાર્થો તરફ આકર્ષણ રહે છે. નરસા તરફ ઘૃણા રહે, સૂગ થાય ‘સારાને કેમ મેળવું, મળેલા કેમ ભોગવાય, ટકે, વધારો પામે...’ આ લત ને પ્રયત્ન ચાલ્યા કરે છે. એથી ઉલટું, ‘નરસા લાગતા વિષયો કેમ હટે, પાછા ન આવે,' એની ચીવટ અને પેરવી રહ્યા કરે છે. ગમતા વિષયોના સંયોગમાં ભારે સુખ લાગે, અણગમતા ટળવામાં મહા નિરાંત અનુભવાય. આ બધું વિષયસંજ્ઞાનું તોફાન છે. વિષયસંજ્ઞાની સાધનામાં આખું જગત ગરકાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org