________________
ધ્યાન અને જીવન
૧૫૬
તપ ધર્મમાં એજ શાલિભદ્ર સંયમ લઈ સંયમ-તપ-સ્વાધ્યાયમાં એકતાન ધ્યાનવાળા બન્યા, તો એના ઉચ્ચ ફળ તરીકે અનુત્તર વિમાનમાં અવતાર પામ્યા ! અરે ! સ્થૂલભદ્રનો ભાઈ શ્રીયક માત્ર એક ઉપવાસનાં તપમાં આયુષ્ય પૂર્ણ થતાં નીરતરતાં શુભ ધ્યાનવાળા બન્યા રહ્યા,તો સ્વર્ગમાં ગયા !
ક્રિયામાં નિરાસ વિશુદ્ધ તન્મયતાથી ઉચ્ચ આત્મદશા :
ભરત મોટા ચક્રવર્તી અને બાહુબળજી મોટા બળવાળા કેવી રીતે બન્યા ? એમાં ય વળી એકને આરિસાભવનમાં અને બીજાને યુદ્ધભૂમિ પર કેવળજ્ઞાન મળવા જોગી ઉત્તમ આત્મદશા કેમ બની આવી ? પૂર્વ જીવનની કઈ સાધના પર ? કયા શુભ ધ્યાન પર ? શાસ્ત્રે કહ્યું છે કે ૫૦૦ મુનિઓની ભક્તિ વૈયાવચ્ચમાં ચિત્તની તન્મયતા કરેલી એના પર એ સમૃદ્ધિ, એ બળ, અને એમાં ય વિશેષ તો એ ઉચ્ચ આત્મદશા મળી. એટલે આ આવ્યું કે
(૧) મન વિનાની ભક્તિ-વૈયાવચ્ચથી કોઈ એવું ઊંચું ફળ મળે નહિ. તેમ, (૨) મન હોય છતાં કોઈ પૌદ્ગલિક ફળની આશંસાવાળી ભક્તિ-વૈયાવચ્ચેથી કોઈ એવી ઉચ્ચ આત્મદશા ન મળે.
(૩) સુસ્ત મન, સામાન્ય મન રાખ્યું હોય તો ય તે એવું ઊંચું ફળ મળે નહિ. એ તો એ મહાન આત્માઓએ ભક્તિ વૈયાવચ્ચની ક્રિયામાં બહું ઊંચા ઊછળતા ભાવવાળું તન્મય મન રાખેલું તેથી એટલું ઉચ્ચ ફળ અને ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત થઈ. કહેવાનું તાત્પર્ય આ છે,કે
મન વિનાની યા પૌદ્ગલિક ફળની આશંસાવાળી અથવા સુસ્ત એકલી ક્રિયાથી ઊંચું ફલ નહિ. કિન્તુ ક્રિયામાં એને અનુરૂપ ઉચ્ચ ભાવોલ્લાસ, ઉચ્ચ લેશ્યા, અને ઉચ્ચ પ્રણિધાન યાને મનની તન્મયતા રખાય એવી જે ધ્યાનદશા, એથી એટલાં ફળ અને ઊંચી આત્મદશા પ્રાપ્ત થાય.
ભરત અને બાહુબળનાં જીવે પૂર્વભવે આ કરેલું,પણ આને બાજુએ મૂકી ગૂફામાં જઈ કાંઈ ધ્યાન લગાવીને બેઠેલા નહિ.
ધ્યાન આ હતું કે આ ભક્તિ-વૈયાવચ્ચની સાધનામાં ભારે વિશુદ્ધ ભાવોલ્લાસવાળું તન્મય મન રાખેલું એ જ ધ્યાન, એથી જ એવી ઉચ્ચ આત્મદશા મળી.
આ ઉપરથી શીખી લેવા જેવું છે કે ભગવાને કહેલ શ્રાવક અને સાધુ જીવન માટેના સુંદર આચાર તથા અનુષ્ઠાનની આરાધના કરતા રહેવું; માત્ર એમાં આવી ઊંચી મનની તન્મય સ્થિતિ લાવવી. ક્રિયા-આચાર વિના એકલા ધ્યાનને પકડવા જતાં ઠગાવાનું થાય. ખરું કેળવવા જેવું આ ક્રિયામાં શુભ ધ્યાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org