SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [ આભ્યન્તર તપ ૨ વિનય | ( ૧૦ ) શુભ ભાવ હોય એથી પુણ્યબંધ વધવાનો; ત્યારે લખલૂટ કર્મક્ષય કેવી રીતે કરવાનો? આત્મા પર અસંખ્ય જન્મોનાં પાપકર્મ લાગેલાં પડ્યા હોય છે, એ માત્ર ભોગવાઈને થોડાં જ પૂરા થાય? માટે કહો, બાહ્ય ત૫ ઉપરાંત નિર્મળ-વિશુદ્ધ ભાવથી જ વિપુલ કર્મક્ષય થાય. પ્રાયશ્ચિત્ત-વિનય વૈયાવચ્ચ આદિ આભાર તપમાં ભાવ ભરપૂર રહે છે, એથી વિપુલ કર્મક્ષય થાય એમાં નવાઈ નથી. ભાવથી કર્મક્ષય થવાની સાબિતી : જીવની અધ્યવસાય ધારા બે જાતની, એક પડતી અને બીજી ચડતી. પડતીમાં મલિન ભાવ થાય, ચડતીમાં નિર્મળ ભાવ જાગે. ભાવ વિના માત્ર ભોગવવાથી જ કર્મક્ષય થતો હોય તો તો સમસ્ત કર્મક્ષય સુધી પહોંચાય જ કેમ ? કારણ આ, કે તમારા મનમાં આટલું જ બેઠું છે કે ભાવથી કર્મબંધ થાય, કર્મક્ષય નહિ. હવે જીવને ભાવ તો કોઈને કોઈ હોય જ, ચાહ્ય મલિન કે નિર્મળ, એમાં જીવની વેશ્યા સુધરતાં નિર્મળ ભાવમાં ચડ્યો ત્યાં તમારા હિસાબે માત્ર શુભકર્મના બંધ જ કર્યો જવાનો; હવે એને માત્ર ભોગવી ભોગવીને ખપાવવાનું તો ક્યારે પૂરું થાય ? કેટલા ભવ એ માટે કરવા પડે? એટલા ભવોમાં ય પાછા નવાં નવાં કર્મ તો ઢગલો વચ્ચે જવાના. વળી જૂનાં શુભ-અશુભ કમનો તો આત્મા પર ઢગ પડ્યા છે; એનોય માત્ર ભોગવી ભોગવીને ક્ષય થઈ થઈને કેટલો થાય ? ભાવ તો નાજુક વસ્તુ છે, તે સહેજ સહેજમાં સારામાંથી નરસો અને નરસામાંથી સારો ભાવ આવી જાય છે. નરસામાં ય કેટલી જાત ? દા.ત. ક્રોધના ભાવમાંથી માયાના ભાવમા; એમાંથી વળી ઈર્ષાના કે લોભના ભાવમાં, યા હર્ષના કે ખેદના ભાવમાં પડવાનું થાય છે. આમ નરસા ભાવોના પ્રવાહથી સમયે સમયે લખલૂટ કર્મબંધ તો થયા જ કરવાનો. એ બધાનો માત્ર ભોગવી-ભોગવીને ક્ષય શું થાય ? અને એમ જો ભોગવવા રહે તો એમાં તો ભવના ભવ નીકળે એટલામાં તો પાછા કેટલા ય નવા કર્મઢગ વધી જાય. તાત્પર્ય, માત્ર ભોગવવાથી જ કર્મ ખપતા હોય, તો તો સમસ્ત કર્મનો ક્ષય થવો અસંભવિત; તેથી કદીય મોક્ષ જેવી અવસ્થા જ ન આવે. માટે આ માનવું જ જોઈએ કે 'જેમ ભાવથી કર્મ બંધાય છે એમ કર્મક્ષય પણ ભાવથી થાય જ છે. એટલે તો કમેં દીધી વેદનામાં વેદીને કર્મ ખપાવવા ઉપરાંત એ વેદનાના સમુદ્ધાતમાં યાને આવેગના તીવ્ર ભાવમાં બીજા કેટલાય કર્મનો નાશ થાય છે. તેમજ જો એની સાથે નિર્મળ ભાવ ચાલુ હોય તો વળી ઢગલાબંધ કમનો નિકાલ થતો રહે છે. માટે તો કહેવાય છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy