________________
૪૨
| ધ્યાન અને જીવન આ જગતના જીવનમાં આર્તધ્યાન માં લેવા જવું પડે એમ છે? ડગલે ને પગલે ઈષ્ટ, અનિષ્ટ, કે રોગ-તકલીફ આદિની પીડાની બાબતો ખરી જ હોય છે. ત્યાં મન એની ગડમથલમાં ક્ષણવાર પણ પડે કે લાગ્યું આર્તધ્યાન. એવી પાર વિનાની બાબતો! અને તે નિમિત્તે પાર વિનાના આર્તધ્યાન !
ધ્યાન-યોગમાં દુર્દશા :
આજે દુનિયામાં ધ્યાન અને યોગની વાતો બહુ થાય છે. ત્યાં માણસને એના નાદ લાગી, ઘડી કોઈ જાપ-ધ્યાને લઈને બેસવાનું મન થાય, બેસતો થાય, એમાં વળી કાંઈક સ્વપ્ન આવ્યું, કે ચમત્કાર બન્યા જેવું લાગ્યું, એટલે પછી સંતોષ વાળવાનું મન થાય છે કે હાશ ! હવે આપણને માર્ગ જડ્યો, યોગીનો રાહ મળી ગયો. પેલા બહુ ક્રિયા કાંડ કરનારા જુઓને, એમનાં એમાં મન માં ઠેકાણે રહે છે ? વેદિયાની જેમ ગતાનગતિ ચાલે છે. આપણને જાપમાં મન બરાબર લાગે છે... આમ ક્રિયાકાંડ પર અભાવ, ને જાતના માનેલા ધ્યાન-યોગ પર સંતોષ થઈ આવે છે આવો અભાવ એ કેવી દુર્દશા ? પરંતુ ખરે તો એ નથી જોવાતું કે વા-૧ કલાકના ધ્યાન-જાપ સિવાય બાકી આખા દિવસમાં આર્તધ્યાન કેટલાં ચાલે છે? એ જાપ ધ્યાનમાંય કદાચ એમ રહેતું હશે કે ચાલો, ઘરનું કુટુંબનું દુકાન-ધંધા-વેપારનું સરખું કરી રાખ્યું છે એટલે ફિકર નથી. એમ જાપ ધ્યાન વખતે ય દુન્યવી ઈષ્ટની નિરાંત બેઠી હોય, મન એથી મસ્ત હોય તો ત્યાંય આર્તધ્યાન ક્યાં છૂટે એમ છે ?
સંભવ છે પેલા ક્રિયાકાંડવાળાને આર્તધ્યાનના અનુભવ કાંઈક ઓછા હોય; કેમકે એ ક્રિયાકાંડ પાછળ ધર્મની શ્રદ્ધા જે કામ કરતી હોય છે એ આર્તધ્યાનનો ભય લગાડે છે, તેથી એ આર્તધ્યાનના પ્રસંગમાં મન વાળી લે છે, કે - ઈષ્ટ-અનિષ્ટની નાની નાની બાબતોમાં શા બહુ લેખાં માંડવા ? જેવું હોય તે ચાલે એમ, સહેજ રોગપીડા આવી તો એની બહુ ચિંતા શી કરવી ? એ તો શરીર છે તે સહેજ આદુંપાછું ય થાય... આમ ધર્મશ્રદ્ધાના બળ પર મન વાળી લેવાય, મનનું સમાધાન કરી લેવાય એટલે આર્તધ્યાન એટલું જોરમાં ને વાત વાતમાં ન ચાલે.
પ્ર૦ - તો શું જાપ-ધ્યાન-યોગવાળો આમ મન ન વાળી શકે ? ઉ૦ - વાળી શકે, પણ પેલા જેવી એવી ધર્મશ્રદ્ધા-શાસ્ત્રશ્રદ્ધા હોય તો વાળી શકે ને ? પણ જો એ શ્રદ્ધા હોય તો ક્રિયાકાંડ પર સૂગ કરે ? અભાવ કરે ? ક્રિયાકાંડઆચારમાર્ગ પર અભાવ થાય છે એ સૂચવે છે કે શાસ્ત્ર બતાવેલ આચારમાર્ગ કે જેના પર આજ સુધી શાસન ચાલ્યું આવ્યું છે, ને ધર્મ ટકી રહ્યો છે, એના પર શ્રદ્ધા નથી.
શાસ્ત્રોકત ક્રિયાકાંડ-આચારમાર્ગ પર શ્રદ્ધા નહિ એટલે એને કહેનારા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા ક્યાં રહી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org