________________
ધ્યાન અને જીવન (૧૨ રખડતો કરવાના !' આ કેવું છે કે દા.ત. કોઈને એવી કરોડપતિની કન્યા પરણવા મળી હોય, પરણીને ઘરે લાવે ત્યારથી એ છણછણ કરતી હોય, ને કહેતી હોય કે “તમે આમ કરશો તો હું મારા બાપને ઘેર જઈશ. ભલે તમે મારી ચિંતા કરો, પણ હું કાંઈ તમારી પરવા રાખતી નથી, તમારા વિના ય જિંદગી ગાળી શકું છું', હવે એ કોઈ એવા અવસરે છણકીને ચાલી જાય, ને જો પેલાએ પહેલેથી જ ગોખી રાખ્યું હોય કે “આ કાલે જ ચાલી જવાની છે અને એને કાંઈ મારા પર રાગ નથી, તો હું રાગ કેમ કરું ?” એમ કરી પહેલેથી જ એના પર રાગ ન કરે, તો એના જવા પર એને કાંઈ બહુ દ્વેષ કે દુખ ન થાય. એ તો કહે કે “હું તો જાણતો જ હતો કે આ બીજે જ દિવસે જવાની છે. પણ આટલા દિવસ રહી એ આશ્ચર્ય ! બાકી હવે એ ગઈ તો ભલે ગઈ. નિશ્ચિત જનારી માનેલી એના જવાનું મને દુઃખ નથી. એ રહી ત્યાં સુધી એના બાપની લક્ષ્મી અને આબરૂના સહારે મેં મારું સરખું કરી લીધું છે. હવે પહેલેથી જ છણછણતી હતી એ જાય એમાં મારે શું કામ દુ:ખ માનવું?'
બસ, જગતના પદાર્થો આ કરોડપતિની કન્યા જેવા છે. એટલે એ મનગમતા પદાર્થના સંયોગો આવી મળ્યા ત્યારથી એનો છૂપો અવાજ સાંભળે કે
અમે તો જવાના, ભલે તમે અમારી ચિંતા કરો, પણ અમે કાંઈ તમારી ચિંતા કરતા જ નથી. તમારા વિના ય અમે અહીં ઊભા રહી શકીએ છીએ.' હવે એ પદાર્થો જે અણધાર્યા અવસરે ચાલ્યા જાય, તો એનું જવાનું પહેલેથી સમજી રાખનારા અને તેથી જ રાગ ન કરનારા ડાહ્યા માણસને દુઃખ ન થાય. એ તો કહે કે “હું તો પહેલેથી જ જાણતો હતો કે આવતીકાલે જ કાં તો આ જવાના, યા એમને છોડીને હું જવાનો. આ તો આટલા દિવસ એમનો ને મારો સંબંધ ટક્યો એ આશ્ચર્ય છે. હવે એ ગયા તો ભલે ગયા. “નિશ્ચિત જવાના જ છે” એમ માન્યા પછી તો એ જાય એનું દુઃખ શું ? એ રહ્યા ત્યાં સુધી મેં તો એ પર પદાર્થોના સહારા પર મારા આત્માનું હિત ખાસું સાધી લીધું છે. એ હવે તરછોડે એમાં મારે શી ફિકર કરવાની હોય ?' આમ જે પહેલેથી જ રાગને અટકાવ્યો, તો પાછળથી કશો દ્વેષ, કે ખેદ કરવાનો રહે નહિ. આવા જ માણસો સુખે જીવી શકે ને સુખે મરી શકે.
ડાહ્યા બનવું જોઈએ. ડહાપણ આ કે જગતના પદાર્થો અણધાર્યા જવાના છે.' એ સમજી એના પર જરા ય રાગ ન રાખે અને એની હયાતીમાં પોતાનું આત્મહીત સાધી લે. શરીર પર સુંદર વિચાર :
પછી એ ગયા તો બલા ગઈ માને. શરીર પણ એમાંની જ એક ચીજ છે. એ છે ત્યાં સુધી એના દ્વારા શક્ય આત્મહિતનું કામ સાધી લેવાનું છે. પછી એ બલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org