SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૦) [ ધ્યાન અને જીવન એ પીડા અગ્નિશર્માથી જ કેમ? અને બીજાથી કેમ નહિ? આનો જવાબ સમરાદિત્યના કર્મ, સ્વભાવ, કાળ તથા પુરુષાર્થથી ન મળે. ત્યારે અગ્નિશમને વૈરનું નિયાણું હતું તો સમરાદિત્યને જીવ પર વૈર અને મારવાની બુદ્ધિ સ્ફર્યા કરે, પરંતુ તે એમનો સબંધી થઈને જ મારક બને છે એ શાથી? કોઈ ભવમાં અગ્નિશર્મા એમનો પુત્ર થઈને, તો કોઈમાં માતા થઈને. ત્યારે કોઈ ભવમાં પત્ની તો કોઈમાં ભાઈ થઈને એમને મારવાનું કરે છે એ ક્યા કારણે ? ત્યાં એમ નહિ કહી શકાય કે “સ્વભાવથી એમ બને છે.' યા 'કાળાનુસાર બને છે,'કે તેવાં કર્મને લીધે બને છે. કર્મ તો પત્ની આપે પુત્ર આપે... પરંતુ અમુક જ વ્યકિતની પત્ની રૂપે સંયોગ થવો કે પુત્રરૂપે, એમાં કારણ તરીકે ભવિતવ્યતા જ કહેવી પડે. માટે તો એમ કહેવાય છે કે ભવિતવ્યતા વશ અગ્નિશર્મા એના પુત્ર તરીકે જન્મે છે...' ચોક્કસ પ્રકારનો સંયોગ કે બનાવ બની આવ્યો એ ભવિતવ્યતાને લીધે. કૃષ્ણજીના ભાગ્યમાં બાણની પીડા હશે તે કર્મવશ કહેવાય, પરંતુ જરાકુમારના જ હાથે બાણપ્રહાર થયો, તે ભવિતવ્યતા વશ ગણાય. એમાં પણ જરાકુમારની જરાય બુદ્ધિ નહિ, છતાં ભાઈમાં હરાણની ભ્રમણા ઉભી થઈ તે ભવિતવ્યતાવશ. જરાકુમાર પર વેષ નહિ :કર્મ અને ભવિતવ્યતા બંને બળવાન છે, પોત પોતાનું કામ અચૂકપણે કરે છે. કૃષગજીએ જરાકુમારને દ્વારિકા બળ્યાની બધી વિગત સમજાવી, કહ્યું 'જ્ઞાનીએ ભાખેલું અન્યથા શાનું થાય ? તેં મારી ખાતર ૧૨-૧૨ વરસ વનવગડો સેવ્યો છે. તો હવે તું આ મારી છાતીમાંથી કૌસ્તુભ મણિ લઈને પાંડવો પાસે જા, સમાચાર કહેજે, તને રાજ્ય આપશે. જો અહીંથી પાછા પગે ચાલજે. જેથી ભાઈ બળદેવજીને ખબર ના પડે કે તું અહીં આવીને ગયો છે. નહિતર મારી પરના પ્રેમને લીધે મારા મારક તરીકે તને મારી નાંખશે.' જરાકુમાર જવા તૈયાર નહિ, પરંતુ કૃષગજીના આગ્રહથી જવું પડ્યું. કર્મ અને ભવિતવ્યતાની બળવત્તા જુઓ કે કૃષ્ણજી તો બળદેવજી આવે તે પહેલાં જ કાળ કરી જાય છે. બળવાન આયુષ્ય કર્મ પૂરું થઈ જવાથી હવે એ અહીં ટકી શકતા નથી. તેમજ ભવિતવ્યતા જ એવી કે પાણી લેવા ગયેલા બળદેવજીને પાણી જલ્દી ન મળે, એટલે એ દૂર હોય ને બરાબર એ દરમિયાન જ દૂરથી જરાકુમારનું બાગ લાગી જાય, એ નજીક આવી જાય, કાગજી ખુલાસો કરે, અને જરાકુમાર કાગજી કહે તે મુજબ ત્યાંથી ચાલ્યો જાય, ત્યાં સુધીમાં બળદેવજી આવી ન પહોંચે... આ બધું કેવું ગોઠવાઈ ગયું છે ? ત્રણેયનાં તેવાં તેવાં કર્મની સાથે ભવિતવ્યતા એમાં કામ કરી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy