________________
અધ્યાત્મયોગ તત્ત્વચિંતન
ઉ૦- વાત સાચી, એવાને વિષે-ધૃણા નથી થતી, પરંતુ એનું કારણ મૂળ પાયામાં શ્રદ્ધા સાથે કરે, તો તો જરૂર ધૃણા થાય. કેમકે એ તત્ત્વોમાં જડ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગેરે વિષયોની આસકિત પણ તત્ત્વ છે, આશ્રવ તત્ત્વ છે, અને એનું સ્વરૂપ એવું છે, કે એનું ચિંતન કરતાં કરતાં ધૃણા થાય અરે ! થોડું શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતન ધૃણા કરાવે એવી એની તાકાત છે. - શગંભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવતા હતા, ત્યાં એમને કયાં એવી વિષયધૃણા હતી! પરંતુ જયા આર્યપ્રભવસ્વામી પાસે તત્ત્વપરિચય મળ્યો કે વિષયવૃણા થઈ. આમાં તો એ વેદશાસ્ત્રની શ્રદ્ધાની ‘આ યજ્ઞ કરે તો સ્વર્ગ મળે, આ કરે તો પુત્ર મળે, આ કરે તો રાજ્ય મળે;' એવી શ્રદ્ધાવાળા હતા. એટલે યજ્ઞ કરાવતાં સહેજે એવી કોક આશંસા રહે ત્યાં ધૃણા ક્યાંથી હોય ? પરંતુ મુનિઓ આવી બોલ્યા કે “અફસોસ કે અહીં તત્ત્વની જ ગમ નથી,' તો એના પર સજાગ બન્યા, યજ્ઞગુરુને ધધડાવીને પૂછતાં ખબર પડી કે "ખરો મહિમા યજ્ઞસ્તંભની નીચે દાટેલ શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો છે, એટલે તત્ત્વ એ છે. તરત સ્તંભ ઉખાડી જોતાં બરાબર મૂર્તિ મળી આવી. તરત દોડ્યા પ્રભવસ્વામી પાસે, અને તત્ત્વ સમજાવવા પ્રાર્થના કરી. તત્વ સમજવા મળ્યાં એના પર ચિંતનમાં ચડ્યા. મનને લાગ્યું - "અરે સર્વજ્ઞ ભગવાને કહેલા વિશ્વનાં તત્ત્વ કેવાં કેવાં સ્વરૂપનાં છે ! વિષયો કેવા નાવત, રાગદ્વેષપ્રેરક અને ભવસર્જક છે ! ત્યારે હું ક્યાં મૂઢ પ્રવૃત્તિમાં લાગી પડયો છું ? ધિક્કાર હો આ વિધ્યવાસનાને!' તત્ત્વ ચિંતનથી વિષય ધૃણા વધી ગઈ, અને ત્યાંજ ચરિત્ર લીધું. આમ શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતનથી એ વિષયો પર ધૃણા થયા કરે.
ઈંદ્રિયવિષય-ધૃણા યાને વિષય-વૈરાગ્ય કેળવવા માટે તત્વચિંતન એક ઉત્તમ સાધન છે.
તત્વચિંતનથી વિષયવૈરાગ્ય તત્ત્વચિંતનમાં તે તે તત્વ શેય હેય યા ઉપાદેય તરીકે માનીને ચિંતવાય છે. એટલે હૈયા પર એની તેવી અસર પડે છે. હૈયાનું વલણ તેવું ઘડાતું આવે છે. (૧) શેય તત્વથી વૈરાગ્ય કેમ આવે ? દા.ત. જીવ અને અજીવ તત્વ માત્ર શેય તરીકે માની શું વિચારવું? શેય તરીકે માન્યા પછી એટલે કે ખાલી જાણવા લાયક માન્યા પછી હૈયાને લાગે કે “આના પર રાગ-દ્વેષ કરવા લાયક નહિ; ગમતા પર રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નહિ. માત્ર ઉદાસીન ભાવે નિરખવા યોગ્ય.”
આમ હૈયાને લાગી જવાથી પછી એ જુએ છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org