________________
ધ્યાન અને જીવન
એ અધ્યાત્મનો અભ્યાસ પણ ક્યાંથી બની શકે ? અસત્ય તત્વચિંતનને થોડું જ અધ્યાત્મ કહેવાય ? થોડો જ એને યોગ કહેવાય ?
૮.
એટલે તત્વનું ચિંતન તો અનંતજ્ઞાની યથાર્થ વક્તા સર્વજ્ઞ પ્રભુએ જ કહેલાં તત્વોનું ચિંતન હોય તો જ તે અધ્યાત્મયોગ કહેવાય, યા એનો અભ્યાસ કહેવાય; અને આ માટે ઓછામાં ઓછું સમ્યગ્દર્શન, સમ્યકત્વ જોઈએ; કેમકે સમ્યગ્દષ્ટિ આત્માને જ સર્વજ્ઞવચન પર શ્રદ્ધા હોય છે, સર્વજ્ઞકથિત તત્ત્વ પર જ શ્રદ્ધા હોય છે, અને એ જ એ તત્વોનું શ્રદ્ધાયુક્ત ચિંતન કરી શકે. આમ અધ્યાત્મયોગ બનવા માટે તત્વચિંતન જોઈએ, અને એમાં ત્રણ વસ્તુ હોય.
૧. શ્રદ્ધા, ૨. વૈરાગ્ય અને
૩. મૈત્રી આદિ ભાવ. હવે આ ત્રણને ક્રમસર જોઈએ. (૧) તત્વચિંતનમાં શ્રદ્ધાની શી જરૂર ?
તત્વચિંતનમાં શ્રદ્ધાની જરૂર એટલા માટે કે કોઈ મિથ્યાદષ્ટિ પંડિત પૈસા કમાવવા અર્થે સર્વજ્ઞોક્ત તત્ત્વ ભણાવવા ચાહતો હોય, ને એ માટે પહેલાં પોતે એ તત્ત્વો ઘેર બેઠે રટે-ચિંતવે, તો શું એને તત્ત્વની શ્રદ્ધા છે ? શું એ તત્ત્વચિંતન કહેવાય ? એને શું અધ્યાત્મયોગ કહેવાય ? ભૂલશો નહિ,
‘યોગ' તે છે કે જે મોક્ષની સાથે યોજી આપે.
ત્યારે પૈસા કમાવવાના જ ઉદ્દેશથી જે કરે એ થોડો જ મોક્ષમાર્ગ છે? એ મોક્ષ સાથે જોડી આપનારી સાધના છે ? ના, એ તો સંસારક્રિયા છે. માટે એવો ઉદ્દેશ હોય ત્યાં તત્ત્વ સાચાં માનીને થોડો જ એ ભણાવે કે ચિંતવે છે ? એ તો પૈસા કમાવવા ઉપયોગી તરીકે માનીને ચિંતવે ભણાવે છે. એટલે એ ખરેખર તત્વચિંતન-ક્રિયા જ નથી, તત્ત્વ શ્રદ્ધા તો એ મનાવે છે કે આ તત્વનો બોધ મોક્ષ માટે ઉપયોગી છે.
તત્ત્વનું શ્રદ્ધાયુક્ત ચિંતન એ જ તત્ત્વચિંતન છે, એ જ અધ્યાત્મયોગ કે એનો અભ્યાસ બની શકે. તત્ત્વચિંતન કહ્યું એટલે શ્રદ્ધા એમાં આવી જ ગઈ; અને એ સમ્યક્ તત્ત્વ જ લેવાય, એ સર્વજ્ઞના કહેલા જ હોય એના પર શ્રદ્ધા સમ્યગ્દષ્ટિને હોય. તેથી સમ્યગ્દષ્ટિનું જ તત્ત્વચિંતન શ્રદ્ધાયુક્ત હોય, અને એ અધ્યાત્મયોગરૂપ બની શકે. એવાં શ્રદ્ધાયુક્ત તત્વચિંતનો ચાલુ રહે, તો ભૌતિક ઈંદ્રિયવિષયોનાં ચિંતન અટકે, ને એનાં મમત્વ ઘટે; કેમકે તત્વચિંતનથી એ વિષયો પર ઘૃણા વૈરાગ્ય થયા કરે.
(૨) તત્વચિંતનથી વિષય વૈરાગ્ય કેવી રીતે ?
પ્ર૦- તત્ત્વનું ચિંતન કરે એમાં તો તત્ત્વોનાં સ્વરૂપની વિચારણા આવે, અને તે તો અભવી જેવા ચારિત્ર લઈને ય કરે જ છે, છતાં એમને ક્યાં વિષયો પ્રત્યે ધૃણા થાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org