SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધ્યાન અને જીવન ‘એક ભાણે સાતથી વધુ ચીજ નહિ, સિનેમા નહિ...' એવા નિયમો તામસભાવો પર અંકુશ મૂકવાનું મહાન સાધન છે. સત્ત્વ જોઈએ, તો જ એ બને. નિઃસત્ત્વને ગભરાટ બહુ : નિઃસત્ત્વ માણસ તો આવા ત્યાગની બાધાથી જ ગભરાય, ‘હાય ! પછી વધુ ચીજ મળે ને ચાટવાની રહી જાય તો ? સારું પિક્ચર આવ્યું હોય એ જોવાનું રહી જાય તો ?' જીવની આ કેવી કંગાલ દશા છે ! સંસાર તો પ્રલોભક પદાર્થોનો ભરેલો રહેવાનો. બસ, ભોગનું માપ નથી એટલે એ ઢગલો ચીજો ૫૨ જીવની ચાલે ફેંકાફેંક ! ચીજો જાણે રમતિયાળ છોકરા, તે જીવને ફૂટબોલના દડાની જેમ આમન સામન ઉછાળ્યા જ કરે. પૂરી કહે, ‘જા કઢી પર’, કઢી કહે, ‘જા શાક પર', શાક કહે, ‘જા ફરસાણ ઉપર.' એ વળી કહે, ‘જા ચટણી પર !' ચાલ્યું - ‘આ સારું છે, આ બરાબર નહિ, આ તો હાઈક્લાસ, આ ડેમ ક્લાસ.' કેટલા રાગ ? કેટલા દ્વેષ ? આ બધા તામસભાવનાં તાંડવ છે. બહુ રાગદ્વેષાદિથી ભવપ્રવાસનો પાસપોર્ટ : સંસાર આ રાગ-દ્વેષાદિ તામસભાવો પર જ ચાલ્યા કરે છે. એમાં ય માનવ અવતારે જેણે એ બહુ સેવ્યા, એણે તો જાણે અનેક ભવોની મુસાફરીના પાસપોર્ટ ફડાવી લીધા ! કેમકે આ ભવ કિંમતી છે, બુદ્ધિનો અવતાર છે. જનાવર કરતાં માણસની બહુ ખીલેલી બુદ્ધિ, એટલે એના પર કરેલા સારા નરસા વેપાર જોરદાર ! તેથી એના પર ધૂમ કમાઈ ! જનાવરનાં કરતાં કોઈ ગુણી ! નાજુક ભવ છે આ. બે વાત છે (૧) જો આમાં સમજપૂર્વક ધર્મ કરો, તો પાપકર્મ-ક્ષય અને પુણ્યકમાઈ મોટા પ્રમાણમાં. (૨) ત્યારે જો બુદ્ધિપૂર્વક પાપાચરણ સેવો, રાગ-દ્વેષ-મોહ કર્યા કરો, તો પાપકર્મની કમાઈ પણ જંગી ! મોક્ષ પામવા પર હક કોનો ? : - સંસાર રાગ-દ્વેષ-મોહ વગેરે તામસભાવો પર સર્જાય છે. કેમકે રાગાદિથી અશુભ ભાવ આર્તધ્યાન ડગલે ને પગલે, ને એથી આત્મઘરે ઢગલો અશુભ કર્મબંધનો પ્રવાહ સતત વહ્યો આવે. માટે જેણે રાગ-દ્વેષ-મોહને જીત્યા, અર્થાત્ તામસભાવ બંધ કર્યા, એણે સંસારને જીત્યો. એ કલ્યાણ આત્મા હવે આમ ચાલ્યો મોક્ષ તરફ. પછી ભલેને બાળ હોય કે બુઠ્ઠો, માંદો હોય કે સાજો, સ્ત્રી હોય કે પુરુષ, પિતા હોય કે પુત્ર, ગુરુ હોય કે શિષ્ય, પણ જેણે રાગ-દ્વેષ-મોહને હંફાવ્યા, એણે સંસારને દૂર ધકેલ્યો. અઈમુત્તા મુનિ બાળ હતા, પરંતુ એમની પ્રત્યે હસનારા મોટા મુનિઓ બાજુએ રહી ગયા અને એ રાગાદિ જીતીને કેવળજ્ઞાન પામી ગયા ! ઉપદેશક ગુરુ અને દીક્ષા આપનાર આચાર્ય અર્ણિકા પુત્ર બેઠા રહ્યા, ને એમના હાથે દીક્ષા લેનારી સાધ્વી પુષ્પચૂલા કેવળજ્ઞાન પામી ગયા ! શાના પર ? રાગ-દ્વેષને ધકેલી મૂકવા પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy