________________
ધ્યાન અને જીવન તરફ મનની ચોંટ જોઈએ. પ્રસંગ એકનો એક, પણ એના પર શુભ ભાવે ય કરી શકાય અને જે આવડત ન હોય, જે પરવા ચિંતા નહિ, તો અશુભ ભાવ ઝગમગવાનો.
દા.ત. આજે મોંઘવારી ભારે છે, એના પર ચિત્ત જતાં હાયવોય, સરકાર-બજાર વગેરે ઉપર દ્વેષ, પૈસા પર અતિશય રાગ ઈત્યાદિ અશુભ ભાવો જાગે છે. એને રોકવા માટે તત્ત્વષ્ટિએ વિચારાય કેઃ
(૧) “મોંઘવારી પાછળ મુખ્ય તો મારાં પાપનો ઉદય જ કામ કરે છે, માટે બીજા પર દ્વેષ કે હાયવોય શા માટે કરું ?'
(૨) “આમ તો રંગરાગ ભોગ ઉપર કાપ ન મૂકત, તે આ મોંઘવારીમાં સહેલું બન્યું છે, ત્યાગની તક મળી છે. ચીજ મોંધી તેથી ત્યાગધર્મ સસ્તો બન્યો, ચીજ સસ્તી હોત તો ત્યાગધર્મ મોંઘો બની જાત.”
(૩) “વળી હાયવોય કે દ્વેષ કરવાથી વળતું તો કાંઈ નથી, પછી દિલ શા માટે બગાડવું?' ચીજ-વસ્તુના ભાવ વધ્યા એ મારા હાથની વસ્તુ નથી, પણ મારા દિલના ભાવને ન બગડવા દેવા, ભાવ સારા રાખવા, એ મારા હાથની વાત છે.
(૪) “વળી ચીજવસ્તુની મોંઘવારીને રડું છું, પણ આજે ધર્મ મોંઘો થઈ ગયો, સત્ય-નીતિ-ક્ષમાદિ શુભ ભાવ મોંઘા થયા છે, એનાં નુકસાન જોતાં આ મોંઘવારી શી રોવી ?' એમ આપત્તિમાં ૧. પાપોદય, ૨. ત્યાગની તક, ૩. મનોભાવ હસ્તગત, ને ૪. ખરું દુઃખ ધર્મહીનતાનું, આટલું વિચારી શુભ ભાવ ઊલસતો રાખવો જોઈએ. સીતાજીએ કેવી રીતે ભાવ ન બગાડ્યા?
સીતાજીને રામ સાથે વનવાસ જવાનો પ્રસંગ આવ્યો, દિલ ન બગાડ્યું, હાયવોય ન કર્યો, જોયું –
(૧) પતિવ્રતા સ્ત્રીને પતિની સાથે સહવાસ એ જ સાચો મહેલવાસ છે.' વળી
(૨) હું રામને પરણી છું, મહેલ-વૈભવ-વિલાસને નહિ. તો જેની સાથે હૈયાનો મુખ્ય સંબંધ એને જ વળગી રહેવાનું. એ સલામત તો સબ સલામત.
(૩) જેમ પગાર-બોનસ લેતાં આવડે છે, તો મજુરી કરતાં ય આવડવું જોઈએ, એમ કર્મનો માલ ખાતાં આવડે છે, તો કર્મની પીડા વેઠતાં ય આવડવું જોઈએ.
(૪) આપણે કાંઈ એકલા સુખના જ અધિકારી નથી, કેમકે આપણે એકલા પુણ્યના જ સ્ટોકવાળા નથી. આત્મખજાને પાપના ય ગંજ ભર્યા છે. એથી દુઃખ આવે તો જાતને એકલા સુખની જ અધિકારી કેમ મનાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org