SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ -૧પ૪માં ધ્યાન અને જીવન ભવ્ય જીવો એની શ્રદ્ધાથી પોતાનાં જીવનનાં સર્વ દુષ્કૃત્યો શાસ્ત્રજ્ઞ સદ્ગુરુ આગળ કહી દે છે, અર્થાત્ ભવ આલોચના કરે છે અને એનું પ્રાયશ્ચિત્ત લઈ વહન કરે છે. પૂછો - ભવ-આલોચના શા માટે? આનું કારણ સ્પષ્ટ છે કે જો ભવ-આલચના ન કરી, તો પાપકર્મ ઊભાં રહી જવાનાં. હવે એનો ભવાંતરે કાં તો એનાં દુઃખદ ફળ ભોગવી ભોગવીને નાશ કરવાનો રહેશે, અગર એ કર્મ તપથી ખપાવવાનાં રહેશે. પરંતુ દુષ્કૃત્યો હૃદયની અંદર છૂપાવી રાખ્યાં અને ગુરુની આગળ માનહાનિ થવાના ભયથી આલોચના ન કરી, તો એનો અર્થ એ કે મનને જેટલી માનહાનિ ખરાબ લાગી એટલાં દુષ્કૃત્યો ખરાબ ન લાગ્યાં ને એટલું પાપકર્મ રહી જવાનું ખરાબ ન લાગ્યું ! તો આનું દુઃખદ પરિણામ એ પાપશલ્ય રહી જવાના, એ દુષ્કૃત્યના ભાવ તથા પાપકર્મ અનુબંધવાળા બની જવાનાં ! “અનુબંધ' એટલે બીજશક્તિ. અર્થાત્ પાપાનુબંધવાળાં પાપ જ્યારે ભોગવાશે ત્યારે સાથે નવાં પાપ જન્માવશે. કેમકે એ વખતે દુષ્ટ બુદ્ધિ યાને દુષ્કૃત્યોના ભાવ પાછા પ્રગટવાના. અહીં આલોચના ન કરનારને ભવાંતરે દુષ્ટબુદ્ધિ કેમ? : અહીં દોષ-દુષ્કૃત્યોને એટલા પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્તથી નાશ કરવા જેવા ખરાબ ન માન્યા, પણ ગુરુની આગળ થતી માનહાનિ એટલી ખરાબ માની, એટલે સહજ છે કે જો દુષ્કૃત્ય એવાં ખરાબ ન લાગે, ભયંકર ન લાગે, તો તેથી એ દુષ્કૃત્યનાં આત્મામાં બીજ પડી જાય અને ભવાંતરે એ પાછો દુષ્ટ ભાવ જગાડે. દોષ-દુષ્કૃત્ય પાકા ખરાબ લાગે તો જ એનાં બીજ ન પડે, ને આગળ દુષ્ટબુદ્ધિ ન જાગે. ત્યારે પરલોકે જ્યાં દુષ્ટભાવ જ જાગતા રહે, ત્યાં તપધર્મ કરવાનું મન જ શાનું થાય કે જેથી પૂર્વનાં કર્મ નાશ પામે ? એટલે છેવટે એ રહ્યું કે “એનો તો દુઃખ ભોગવીને નાશ કરો.” પરંતુ એટલેથી છુટકારો નહિ, કેમકે પાપકર્મ પોતે તો ભોગવાઈને નષ્ટ થવા છતાં, એ પાપાનુબંધવાળા હોવાથી દુષ્ટભાવ થવાને લીધે નવાં પાપકર્મ બંધાવાનાં... અને એમ આગળ આગળ દુઃખદ ભોગવટો કરતા રહેવાનું થશે ! ત્યારે ડહાપણ આ છે કે એમ પ્રતિક્રમણ વિના દુષ્ટ ભાવ અને પાપકર્મની અનેક દુઃખદ ભવોમાં પરંપરા ચાલે, એના કરતાં અહીં એનું પ્રતિક્રમણ કરી અર્થાત્ ગુરુની આગળ નિવેદન-આલોચના કરી પ્રાયશ્ચિત્તને લઈને વહન કરી એનો નાશ કરવો શો ખોટો ? પ્રતિક્રમણથી કર્મનો નાશ થાય, આ કર્મનાશની એક રીત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy