________________
૧૫૬
ધ્યાન અને જીવન દોષભર્યા મહા અનાડી માણસ સુધીના માટે આ સનાતન નિયમ, કે એમને જે દુઃખ આવે એ પોતાનાં જ પૂર્વે ઉપાર્જેલાં અશુભ કર્મને લીધે જ આવે. માટે દુઃખમાં એના અંગે બીજાને શો દોષ દેવો ? દોષ વાંક પોતાનો જ છે. પોતે એવાં અશુભ કર્મ ન ઉપાર્યા હોત તો દુઃખ આવત નહિ. બીજાઓ દુ:ખ આપતાં દેખાય એ તો નિમિત્તમાત્ર છે, મૂળ કારણ પોતાનાં જ અશુભ કર્મ છે. પોતાના અશુભ વિના દુઃખ દેવાને કોઈ શક્તિમાન નથી. નરકના જીવનમાં એ કર્મ પૂરાં થઈ જાય અને ત્યાંથી બહાર નીકળી જાય, પછી પરમાધામી દેવો એને કશું કરી શકતા નથી. એટલે જ
(૨) બીજી સમજ આ જોઈએ, કે “મોટા તીર્થંકર ભગવાન શું કે મહાઅનાડી જીવ શું, એમને દુઃખ ભોગવાય તેમ તેમ એ દુઃખને દેનારાં કર્મ ઓછાં જ થવાનાં. તો મારે પણ દુઃખ, રોગ, પ્રતિકુળતા જેમ જેમ ભોગવાય છે તેમ તેમ કર્મ ઓછાં જ થતાં જાય છે, પછી રોવાનું શા માટે ? કચરો જાય એમાં કોણ જીએ? નસ્તરની પીડા છતાં ગુમડું જો મટે તો ત્યાં કોણ એ છે ? દુઃખ એ તો કર્મગુમડાને ખત્મ કરનારું નસ્તર છે. ત્યાં મન બગાડવાનું કામ શું ?'
(૩) ત્રીજી સમજ આ, કે “જો દુઃખ વખતે પણ ભાવના સારી રાખી, તો નવી પુણ્યકમાઈ થશે ! ગોશાળો મહાઅનાડી હતો, જગતદયાળુ મહાવીર પરમાત્મા પર તેજોલેગ્યા છોડનારો અને પ્રભુને બાળી નાખવા મથનારો હતો. પરંતુ એ જ મૂકેલી તેજોલેશ્યાએ પ્રભુને બાળી નહિ શકવાથી ગોશાળાના જ શરીરમાં ઘુસી એને બાળ્યો. પ્રભુને તો કર્મક્ષય રૂપી પુણ્યા વધી, એક પણ પાપ નહિ.
હવે અહીં કર્મનો અટલ સિદ્ધાન્ત જુઓ.
સામાન્ય રીતે તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન પછી ઉપસર્ગ અશાતાનાં કર્મ બાકી હોય નહિ, છતાં મહાવીર પ્રભુને અશુભકર્મ અશાતા વેદનીય બાકી હતા તેથી જ એના ઉદયે આ તેલેક્ષાથી દાહની પીડા ભોગવવી પડી. પરંતુ એ ભોગવતાં આવડી, ગોશાળા પર લેશ પણ દ્રષ-દુર્ભાવ ન કર્યો, એને દુઃખ દેનારો જરા પણ ન માન્યો, તેમ પોતે મનથી જરા પણ દુઃખી ન થયા, સ્વસ્થપણે પીડા ભોગવી - તો કર્મનું આગળ પૂંછડું ન ચાલ્યું. ભોગવાઈને કર્મ રવાના થઈ ગયાં. ગોશાળાનો પસ્તાવોઃ મોટું ઈનામઃ
ત્યારે ગોશાળાને હવે તીવ્ર અશુભનો ઉદય છે, તેથી તોલેશ્યાએ એનાં શરીરને બાળવા માંડ્યું ! ભયંકર અંતર્નાહની પીડા ઊભી થઈ ! સાત દિવસ સુધી એ બિચારો બળુ બળુ થયો. પહેલાં તો, પોતે સર્વજ્ઞ નથી એવી લોકમાં નાલેશી થયા'ના જરા દુઃખ વખતે, દુઃખ દેનાર તરીકે પ્રભુને ગણી પ્રભુને ઠપકો આપતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org